________________
અણુમાળ-હેડ-વિાંત-માહિયા, વય વિવાન પપળામાં । हिय निस्सेयस फलवई बुद्धी परिणामिया नाम ॥
નંદીસૂત્ર, ગાથા-૭૮ અનુમાન-હેતુ અને દૃષ્ટાંતથી સાધિત, વયની પરિપક્વતાથી પ્રાપ્ત, હિત અને કલ્યાણકારી ફળવાળી બુદ્ધિ પરિણામિકી બુદ્ધિ કહેવાય છે.
ઉક્ત ચારેય પ્રકારની બુદ્ધિ રૂપ અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનમાં પણ અવગ્રહ-ઈહાઅવાય-ધારણા હોય છે. ‘નંદીસૂત્ર’માં ઔત્પત્તિકી વગેરે બુદ્ધિનાં અનેક ઉદાહરણ પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે. એમાંથી કુકુટના ઉદાહરણને લઈને ભાષ્યકારે ઔત્પત્તિકી બુદ્ધિમાં અવગ્રહ-ઈહા-અવાય-ધારણાને નિમ્ન પ્રકારથી સિદ્ધ કર્યા છે.
નટકુમાર ભરતની બુદ્ધિ-પરીક્ષા માટે રાજાએ આદેશ કર્યો કે - “મારા આ કૂકડાને સામે બીજા કૂકડા(મરઘા)ને રાખ્યા વગર લડાવો.” નટકુમારે મનમાં વિચાર્યું કે - ‘પ્રતિપક્ષી કૂકડો મારા સામે રાખ્યા વગર આ કૂકડો કેવી રીતે લડાવી શકાય ? તરત એના મનમાં આ સ્ફુટિત થયું - પ્રતિબિંબથી એવું કરી શકાય છે. પ્રતિબિંબ જોઈને દર્પને કારણે કૂકડો લડી શકે છે. આ રીતનો એનો વિચાર અવગ્રહ છે. બિંબ માત્રનું અવગ્રહણ હોવું અવગ્રહ છે. કયું પ્રતિબિંબ એને લડાવવા માટે ઉચિત હશે. સરોવરના જળમાં પડેલું પ્રતિબિંબ ઉચિત હશે કે દર્પણગત પ્રતિબિંબ ઉચિત હશે, આ રીતે બિંબ-વિશેષનું અન્વેષણ ઈહા છે. તરંગોના કારણે પ્રતિક્ષણ નષ્ટ થતું હોવાથી તથા અસ્પષ્ટ હોવાથી સરોવરનું પ્રતિબિંબ ઉચિત રહેવાનું નથી. સ્પષ્ટ હોવાથી તથા ચરણ વગેરેનો આઘાત કરી શકવાના કારણે દર્પણનું પ્રતિબિંબ જ ઉચિત છે, આ બિંબ વિષયક નિશ્ચય અવાય છે. આ નિશ્ચયની અવિચ્યુતિ વગેરે ધારણા છે. આમ, અશ્રુતનિશ્રિતમાં પણ અવગ્રહ-ઈહા-અવાય-ધારણા હોય છે, પરંતુ પરોપદેશ રૂપ ન હોવાથી અશ્રુતનિશ્રિત કહેવાય છે.
અન્ય વિવક્ષાથી મતિજ્ઞાનના ભેદ
કોઈ આચાર્ય મતિજ્ઞાનના ૨૮ ભેદોની પૂર્તિ બીજી રીતે કરે છે. એ પાંચ ઇન્દ્રિય અને મનના અવગ્રહ વગેરે ચાર-ચાર ભેદ માનીને ૨૪ ભેદનો તો સ્વીકાર કરે છે પરંતુ વ્યંજનાવગ્રહના ચાર ભેદોને હટાવીને અર્થાત્ એમને અર્થાવગ્રહમાં જ સમ્મિલિત માનીને ઔત્પત્તિકી વગેરે ચાર અશ્રુત નિશ્રિત મતિના ભેદોને જોડીને ૨૮ ભેદોની પૂર્તિ કરે છે. એમનું કહેવું છે કે આ ૨૮ ભેદ સંપૂર્ણ મતિજ્ઞાનના છે શ્રુતનિશ્રિતના જ નહિ.
એમનો આ મત અયુક્ત છે, કારણ કે અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનમાં પણ અવગ્રહ હોય જ છે, માટે એમનો અંતર્ભાવ અવગ્રહ વગેરે સંબંધી જે ૨૮ ભેદ બતાવ્યા છે, એમાં થઈ જાય છે. માટે વ્યંજનાવગ્રહને હટાવીને બુદ્ધિ ચતુષ્ટયરૂપ અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનનો પ્રક્ષેપ કરવો નિરર્થક છે.
આ રીતે શ્રુત નિશ્રિત-મતિજ્ઞાનના ૩૩૬ ભેદ અને અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદ મળીને મતિજ્ઞાનના ૩૪૦ ભેદ થઈ જાય છે.
મતિજ્ઞાનના ભેદ
૧૯૫