________________
(૫) લેશ્યાવિશદ્ધિ લેશ્યાવિશુદ્ધિથી બે અર્થ લેવામાં આવે છે - દ્રવ્ય લેશ્યા અર્થાતુ શરીરનો વર્ણ. પહેલાં બે દેવલોકમાં પીત (તેજ) વેશ્યા હોય છે.
ત્રીજાથી પાંચમા દેવલોકના દેવોમાં પલેશ્યા અને છઠ્ઠાથી સર્વાર્થસિદ્ધિ સુધીના દેવોમાં શુક્લલેશ્યા હોય છે. અધ્યવસાય રૂ૫ ભાવલેશ્યાની દૃષ્ટિથી તો બધા દેવોમાં છ પ્રકારની લેશ્યાઓ હોય છે. જે દેવોમાં વેશ્યા સમાન છે, એમાં પણ નીચેની અપેક્ષા ઉપરના દેવોની લેશ્યા સંક્લેશ પરિણામની ન્યૂનતાના કારણે ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર હોય છે.
(૬) ઇન્દ્રિય વિષય : દૂરથી ઈષ્ટ વિષયોને ગ્રહણ કરવાનું ઇન્દ્રિયોનું સામર્થ્ય પણ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ અને સંક્લેશની ન્યૂનતાના કારણે ઉપર-ઉપરના દેવોમાં ઉત્તરોત્તર અધિક હોય છે.
(૭) અવધિ વિષય અવધિ જ્ઞાનનું સામર્થ્ય પણ ઉપર-ઉપરના દેવોમાં અધિક હોય છે. પહેલા-બીજા સ્વર્ગના દેવ અધોભૂમિમાં રત્નપ્રભા સુધી, ત્રાંસા ક્ષેત્રમાં અસંખ્યાત લાખ યોજન સુધી અને ઊર્ધ્વ લોકમાં પોત-પોતાના વિમાન સુધીના ક્ષેત્રને અવધિ જ્ઞાનથી જાણે છે. ત્રીજા-ચોથા સ્વર્ગના દેવ અધભૂમિમાં શર્કરા પ્રભાતક, ત્રાંસા ક્ષેત્રમાં અસંખ્યાત લાખ યોજન સુધી અને ઊર્ધ્વ લોકમાં પોત-પોતાના વિમાન સુધી અવધિ જ્ઞાનથી જોઈ શકે છે. આ રીતે ક્રમશઃ વધતા-વધતા અનુત્તર વિમાનવાસી દેવ સંપૂર્ણ લોક નાળીને અવધિ જ્ઞાનથી જોઈ શકે છે. જે દેવોનું અવધિ જ્ઞાન સમાન હોય છે, એમાં પણ નીચેની અપેક્ષા ઉપરના દેવોમાં વિશુદ્ધતર જ્ઞાનનું સામર્થ્ય હોય છે.
ચાર વાતો એવી છે, જે નીચેની અપેક્ષા ઉપરના દેવોમાં ઉત્તરોત્તર ઓછી થાય છે, તે એ છે -
(૧) ગતિ : ગમનક્રિયાની પ્રવૃત્તિ ઉપર-ઉપરના દેવોમાં ઓછી થાય છે. કારણ કે એમાં ઉત્તરોત્તર મહાનુભાવત્વ અને ઔદાસીન્ય ભાવ વધુ હોવાથી દેશાંતર વિષયક ક્રિીડા કરવાની રુચિ ઓછી થતી જાય છે. સનત્કુમાર વગેરે કલ્પોના દેવ જેમની જઘન્ય આયુસ્થિતિ બે સાગરોપમની હોય છે, તે અધોભૂમિમાં સાતમા નરક સુધી ત્રાંસા ક્ષેત્રમાં અસંખ્યાત હજાર કોટાકોટિ યોજન પર્યત જવા માટે સામર્થ્ય રાખે છે. એના ઉપરના જઘન્ય સ્થિતિવાળા દેવોની એવી સ્થિતિ નથી હોતી કે જેનાથી તે વધુમાં વધુ ત્રીજા નરકની આગળ જઈ શકે. શક્તિ ભલે વધુ હોય, પણ કોઈ દેવ ત્રીજા નરકથી નીચે ના ગયો હોય અને ના જશે.
(૨) શરીર શરીરનું પરિમાણ પહેલા-બીજા સ્વર્ગમાં સાત હાથના, ત્રીજા ચોથા સ્વર્ગમાં છ હાથના, પાંચમા-છઠ્ઠા સ્વર્ગમાં પાંચ હાથના, સાતમા-આઠમા સ્વર્ગમાં ચાર હાથના, નવથી બારમા સ્વર્ગ સુધીમાં ત્રણ-ત્રણ હાથના, નવ રૈવેયકોમાં બે હાથના અને અનુત્તર વિમાનોમાં એક હાથનો હોય છે.
(3) પરિગ્રહ : સ્વર્ગોમાં વિમાનોનો પરિગ્રહ ઉપર-ઉપર ઓછો થતો જાય છે. પહેલા સ્વર્ગમાં બત્રીસ લાખ, બીજામાં અઠ્યાવીસ લાખ - આ રીતે ઘટતા-ઘટતા અનુત્તર વિમાનમાં માત્ર પાંચ વિમાન છે. (૪૧૬) :) ) : જિણધમો)