________________
_ગૃહસ્થ ધર્મ
[ ૧૨ ] થાઓ એમ અર્થ ચિંતવવો અને તે શ્વેત અક્ષરો તરફ દષ્ટિ આપી તે અક્ષરોનો આભાસ ઝાંખો પડે ત્યાં સુધી ત્યાં સ્થિરતા કરવી ત્યાર પછી ત્યાંથી દષ્ટિ ઉપાડવી.
ઉપાધ્યાયજી અને સાધુના વચમાં ખૂણા તરફ રહેલા ચારિત્રપદ ઉપર દષ્ટિ રાખી “નમો ચારિત્તસ” એ પદ બોલવું અને “ચારિત્રને નમસ્કાર થાઓ.” એ અર્થ ચિંતવવો. સાથે તે પદના શ્વેત અક્ષરો કલ્પી તેને જોવાનો પ્રયત્ન કરવો. છેવટે તે અક્ષરો દેખાયા પછી થોડા ઝાંખા પડતા ત્યાંથી દષ્ટિ ઉપાડવી.
સાધુ અને સિદ્ધપદના વચમાં આવેલા તપપદ ઉપર દષ્ટિ સ્થાપવી. “નમો તવસ્સ” એ પદ બોલવું અને તપને નમસ્કાર કરું છું. એ ધ્યાન રાખવા સાથે તપપદના શ્વેત અક્ષરો જોવા માટે પ્રયત્ન કરવો. તે દેખાય એટલે ત્યાંથી દષ્ટિ ઉઠાવી તે જ અનુક્રમે પાછો ફરીને નમસ્કાર મંત્રનો જાપ કરવો. આ પ્રમાણે જ્યાં સુધી સ્થિરતા હોય ત્યાં સુધી જાપ કરવો. ઓછામાં ઓછો બે ઘડી સુધી જાપ કરવો જોઈએ.
તે કમળમાં રહેલ મૂર્તિ કે પદ સામી દષ્ટિ, તેનો જાપ, તેનો અર્થ, અને તેનો વર્ણ (અક્ષરો કે મૂર્તિનો રંગ) તે ઉપર દષ્ટિ રાખવાનું નવીન અભ્યાસીને શરૂઆતમાં કઠણ પડે તો પછી જેમ સગવડ પડે તેમ કરવું પણ જાપ અને અંતરમાં તે પદો ઉપર દષ્ટિ સ્થાપવી. આટલાથી તો શરૂઆત કરવી જ જોઈએ આ ઉત્તમ પ્રકારનો પહેલો જાપ સમાપ્ત થયો.
( મધ્યમ પ્રકારનો જાપ
નવકારવાળી (માળા) હાથમાં લઈને જાપ કરવો. તે મધ્યમ પ્રકારનો જાપ છે. કારણ કે આમાં મનને રોકે તેવા આલંબનો ઓછાં