Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 196
________________ છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ ( [ ૧૭૯ ] અત્યારે વૃદ્ધ થવાથી, પતિહીન થવાથી, નિરાધાર થયેલી માતાઓનું અપમાન! તેના ભોજન માટે વારા કરનારાઓ શરમ છે, તમને શરમ છે! આવા નરપશુઓને જન્મ ન જ આપ્યો હોત તો ઠીક હતું. આવી રીતે પરોપકાર કરનાર માતાપિતા તરફ પુત્ર, તરફથી ચલાવાતી આ ગેરવર્તણુંકનો બદલો શું તેના પોતાના છોકરાઓ તરફથી તેને નહિ મળે? અવશ્ય મળશે જ. વહુ અને છોકરાઓ આનુ અનુકરણ કરશે જ અને એક વખત આવા કૃતઘ્નોનો પણ તેવો વખત આવશે જ. આવા નરાધમો પ્રત્યે તે માતાના આશીર્વાદને બદલે કળકળતા શ્રાપ જ ઉતરવાના. ઉત્તમ પુરુષો માતાપિતાને તીર્થરૂપ સમજી તેની સેવા કરે છે, પશુઓ સ્તનપાન કરવા સુધી મર્યાદા સાચવે છે. મધ્યમ પુરુષો ઘરના કામકાજ કરે ત્યાં સુધી માતાપિતાની દરકાર કરે છે અને અધમ પુરુષો " સ્ત્રીનો લાભ થતાં જ તેનાથી જુદા પડે છે. આવા અધમ આચરણનો ત્યાગ કરી ઉત્તમ પુરુષોનું અનુકરણ કરવું. - - - - -

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220