________________
[ ૩૦ ]
ગૃહસ્થ ધર્મ
કે તમારી લાગણીની જ ત્યાં અસર થાય છે. લાગણી વિનાના શબ્દોની ત્યાં કિમત જ નથી.
આ વિધિ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરવી. કર્યા બાદ ‘આવસહિ’ કહીને બહાર નીકળવું. તેનો અર્થ એ થાય છે કે અવશ્યના કાર્ય પ્રસંગે મારે બહાર જવું પડે છે. એટલે પહેલા દ્વાર આગળ જે પ્રતિજ્ઞા કરી હતી તેની હવે પૂર્ણતા થાય છે.
પછી ઘેર આવી અવશ્ય કરવા લાયક ગૃહસંબંધી કાર્ય કરે. ભોજનાદિની ચિંતા તથા ગૃહવ્યવહારની વિચારણા કરે. પોતાને કરવા લાયક કાર્ય પોતે કરે. પોતાના બંધુઓને, પુત્રાદિકને, નોકર ચાકરાદિ સર્વને જે કામ બતાવવા યોગ્ય હોય તે યથાયોગ્ય બતાવીને તે કામમાં તેમને જોડી દઈ પછી વ્યાખ્યાન સાંભળવા માટે ગુરુની પાસે ઉપાશ્રયમાં જવું. ગુરુ હોય તો વ્યાખ્યાન શ્રવણ કરે. નહિતર યથાયોગ્ય કાર્ય કરે.
ઉપાશ્રય-વ્યાખ્યાન શ્રવણ વિધિ
ઉપાશ્રયનો અર્થ એ થાય છે કે, જ્યાં જવાથી આત્માની નજીકમાં જવારૂપ આશ્રય મળે, તે ઉત્તમ નિમિત્તથી આત્માની નજીકની ભૂમિમાં પહોંચી શકાય તેવી પોતાની સ્થિતિ થઈ આવે તે ઉપાશ્રય છે કારણ કે તે ધર્મનું જ સ્થળ છે. ત્યાં જેટલાઓ આવે તે ધર્મ અર્થે જ આવે છે. ત્યાં રહેવાવાળા ગુર્વાદિકના ઉત્તમ વિચારો, ત્યાં થતી ધાર્મિક ચર્ચા, ધર્મ કથા, ધર્મના વ્યાખ્યાનો અને તેવી જ બીજી અનેક ઉત્તમ વિચારણાઓ, બોલાવપણું અને ધાર્મિક ક્રિયાઓ વગેરે ત્યાં થતી હોવાથી ત્યાંનું વાતાવરણ ઘણું જ શુદ્ધ-પવિત્ર થયેલું હોય છે. તેથી ત્યાં જનાર મનુષ્યના વિચારોમાં એકદ્દમ સુધારો થાય છે. વ્યવહારની લાગણીઓ પલટાઈ જઈ આત્માની ઉચ્ચ ભાવનાઓ જાગૃત થાય છે માટે જ તેનું ઉપાશ્રય નામ યથાયોગ્ય છે.