________________
[ ૧૨૬ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ગૃહસ્થ ધર્મ
ગૃહસ્થ ધન કમાવવાનો પ્રયત્ન કરવો
ગૃહસ્થોએ ધન ઉપાર્જન કરવા માટે પ્રયત્ન કરવો, પણ દેવના ઉપર આધાર રાખીને બેસી ન રહેવું. કેમ કે પ્રયત્ન કર્યા સિવાય ભાગ્ય પણ કોઈ દિવસ ફળતું નથી. ભાગ્યનો નિશ્ચય પણ પ્રયત્ન દ્વારા જ થઈ શકે છે.
ધન ઉપાર્જન કરવાનો વ્યવહાર ન્યાયપૂર્વક થવો જોઈએ. કૃષિકર્મ-ખેતીવાડીમાં જીવહિંસા થવાનો પ્રસંગ છે તથાપિ જે દેશનો મોટો આધાર ખેતીવાડી ઉપર હોય છે તે દેશમાં તે કર્મ નિંદનીય ગણાતું નથી. થોડી બુદ્ધિવાળો પણ મહેનતુ વર્ગ આ કૃષિ કર્મથી સુખે નિર્વાહ ચલાવી શકે છે. ખેતીવાડીમાં પાપ માની જો બધાએ તેનો ત્યાગ કરે તો કાં તો મરવાનો પ્રસંગ આવે અને કાં તો તેથી વધારે પાપવાળી માંસાહારાદિ કાર્યમાં પ્રવૃત્તિ કરવી પડે.
વ્યવહારમાં વિવિધ પ્રકારના છળ, પ્રપંચો, ઓછું દેવું વધારે લેવું, વસ્તુઓનાં ભેળસેળ, જૂઠું બોલવું, અન્ય બતાવી અન્ય આપવું, ખોટા લેખ, કુડા તોલ માપ વગેરે પ્રપંચો વ્યાપારમાં કરવાં પડે તેનાં કરતાં તો, અંગત જાત મહેતનથી ખરા પરસેવાવાળી મહેનતથી કરાતી ખેતીવાડી હજાર દરજ્જ સારી છે.
વળી વિવિધ પ્રકારના યંત્રો, મિલો, પીલવાના કે લોઢવાના સંચાઓ વગેરેમાં જે પાપ કર્મ થાય છે તેના કરતાં ખેતીવાડીમાં વધારે પાપ હોવાનો સંભવ નથી.
જેમ ખેતીવાડી આરંભ છે તેમ સેંકડો પંખી આદિ, નાનાં પ્રાણીઓ, ગરીબ, વાચકો ઈત્યાદિને મદદ પણ ખેતીમાંથી આવતા અનાજ આદિ દ્વારા મળે છે. મતલબ કે જે દેશનો આધાર સેંકડે નેવું