Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 186
________________ વહુઓનો સાસુ તથા કુટુંબીઓ પ્રત્યે ધર્મ ––––– ––– –––– [ ૧૬૯ ] –––– i n : - - :: .! iા ક : 1. ન ખ 1 (૧૫)વહુઓનો સાસુ તથા કુટુંબીઓ પ્રત્યે હમ નવીન વધુએ સાસુને પોતાની માતા સમાન ગણવી, તેમની આજ્ઞામાં રહેવું, તેમની રજા સિવાય કે પૂછયા સિવાય કોઈને ઘેર જવું નહિ ઘરનાં બનતા બનાવોની બહાર વાતો ન કરવી. બધા સૂતા પછી સૂવું, સર્વથી વહેલા ઉઠવું, ઘરના કાર્યો ઘણા ઉમંગથી કરવા, નણંદ, જેઠાણી આદિને પ્રેમથી ચાહવા, તેમના અવર્ણવાદ ન બોલવા, સર્વને જમાડીને જમવું, અથવા સાથે બેસીને જમવું, સસરાના ઘરની વાતો પીયર જઈને ન કરવી. નહિતર અન્યોન્ય વિરોધનાં બીજ વવાય છે. કલેશ ન કરવો. સંતોષ રાખવો, વિધવા, દુઃખી નણંદ આદિ હોય તો તેમને મદદ કરવી. કોઈ જાતની સ્પર્ધા કે ઈર્ષા ન કરવી, પોતાનો પતિ કમાતો હોય તો પણ ગર્વ ન કરવો, કોણ જાણે કોના પુન્યનું સર્વે ખાય છે? વસ્ત્ર અને ઘરેણાં માટે કલેશ ન કરવો. જુદા થવાની કદીપણ પતિને સલાહ ન આપવી, નરમ, ગરમ થતાં સમુદાયમાં એક બીજાએ મદદગાર થાય છે. કોણ જાણે છે કે જુદાં થયા પછી સુખી જ રહેશો કે નિરોગી જ હશો ? દિયર, જેઠ કે દેરાણી, જેઠાણી સાથે કદી પણ વાદવિવાદ કે કલેશ ન કરવો, દરગુજર કરતાં શીખવું, સહનશીલતા વધારવી, પરોપકાર કરીને કે બીજાને મદદ કરીને ખુશી થવું, મેણાં, ટોણાં મારવાં નહિ, નજીવી વાતને મોટું રૂપ આપી ભાઈ ભાઈઓનાં દિલ ઉશ્કેરી એક બીજાઓની પ્રીતિ તોડવાનો કદી પણ પ્રયત્ન ન કરવો. ભાઈઓએ પણ ઉદાર દીલ રાખી થોડું કમાવનારની અવગણના ન કરતાં તેઓને પણ આગળ વધારવા પ્રયત્ન કરવો. અને ખોરાક, વસ્ત્રાદિમાં સર્વ ભાઈઓએ એકસરખું જ ખર્ચ રાખવું. કદાચ નાની ઉંમરના બંધુઓ ઓછું કમાતા કે વધારે ખર્ચ કરતા હોય કે વસ્ત્રાદિ કિંમતી પહેરતા હોય તો પણ તેમાં પોતાની જ આબરૂમાં વધારો થાય છે એમ માની ઉદારતા વાપરી દરગુજર કરતા રહેવું.

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220