________________
દશમા વ્રતના અતિચારો
[ ૮૭ ]
ઉપયોગ કરવો. સર્વથા બ્રહ્મચર્ય પાળવું, સત્ય બોલવું વગેરેની અમુક ઘડી, પહોર, દિવસ કે પખવાડિયા સુધી નિયમ કરવો તેને પણ દેશાવકાશિક વ્રત કહે છે.
આ વ્રતનું ઓછામાં ઓછું પ્રમાણ બે ઘડીનું છે, મધ્યમ પ્રમાણ બાર કલાકનું છે અને ઉત્કૃષ્ટ પ્રમાણ ઇચ્છાનુસાર પખવાડિયા સુધી પણ છે.
આ વ્રતમાં ચૌદ નિયમો ધારવામાં આવે છે અને તેની અંદર એકંદર બીજાં વ્રતોનો ટૂંકામાં સમાવેશ કરવામાં આવે છે. દશમા વ્રતના અતિચારો
૧. પોતાના ઘરમાં અથવા અમુક મર્યાદાવાળા સ્થળમાં દેશાવકાશિક વ્રત કરેલું હોય, તે નિયમિત જગ્યાની બહાર કોઈ ઉપયોગી વસ્તુ હોય તેની જરૂરિયાત જણાતાં ચાકર પ્રમુખને મોકલીને તે વસ્તુ મંગાવવી. તે આણવણ પ્રયોગ નામનો પહેલો અતિચાર છે. પોતે ગયો નથી એ અપેક્ષાએ વ્રત ભંગ કર્યું નથી પણ અન્યને તે નિયમિત મર્યાદાની બહાર મોકલ્યો તે અપેક્ષાએ દૂષણ લાગ્યું તેથી અતિચાર એમ સર્વત્ર સમજી લેવું.
૨. પોતાની પાસેની વસ્તુ કોઈ (ચાકરાદિની) મારફતે નિયમિત જગ્યાથી બહાર મોકલવી તે પેસવણ પ્રયોગ નામનો બીજો અતિચાર છે.
૩. પોતાની નિયમિત મર્યાદાથી બહાર કોઈ માણસ રહેલો છે તેની જરૂરિયાત જણાતા વ્રતભંગના ભયથી તેને તેડવા તો જતો નથી પણ છીંક, બગાસું, ઉધરસ, ખોંખારો કે શબ્દો કરી બોલાવવો-સામાને ચેતાવવો. તે શબ્દાનુપાતિ અતિચાર છે.
૪. જાળી, ગોખ કે અગાશીમાં ઊભા રહી જરૂરના પ્રસંગે