Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 209
________________ [ ૧૯૨ ] ગૃહસ્થ ધર્મ ડોળીનો પણ આશ્રય ન લેતાં પગથી તે ભૂમિ સ્પર્શી વિવિધ ભાવના ઉત્તેજીત કરે છે. ગુરુસાવિહારી-તીર્થ ભૂમિમાં ગુરુમહારાજની સાથે ચાલે છે તેથી પોતાનું કર્તવ્ય વિશેષ સ્મરણમાં રહે છે. ધર્મ કથા અને સત્યની વિચારણાથી પોતાનું સાધ્ય લક્ષબિંદુ વારંવાર સ્મરણમાં રહે છે અને તેથી બીજા કોઈ પણ કાર્યમાં તે પ્રવૃત્તિ કરતો નથી. બ્રહ્મચારીઆ તીર્થ ભૂમિમાં ઘેરથી નીકળ્યો ત્યારથી તે બ્રહ્મચર્યનું પાલન કરે છે, પોતાની મન, વચન, શરીરની શક્તિનો વ્યય પરમાર્થ સાધવા માટે કરવાનો હોવાથી તેવા કોઈ પણ કાર્યમાં તેનો દુરુપયોગ તે કરતો નથી. ભોંયસંથારી–બને ત્યાં સુધી તે જમીન ઉપર એકાદ સામાન્ય વસ્ત્ર પાથરી સૂવે છે, મુનિઓની નિરંતર આવી પ્રવૃત્તિની ભાવના યાદ કરી, અલ્પનિદ્રા કરી, બહુ જાગૃત રહી જ્ઞાન ધ્યાનમાં રાત્રિનો વિશેષ વખત તે ગાળે છે. તીર્થ ભૂમિમાં એકાંત, પવિત્ર ભાવની વૃદ્ધિ થાય તેવા સ્થળે બેસી મહાન પુરુષોના ગુણોનું સ્મરણ, અનુમોદન કરવું. તેમના વર્તન પ્રમાણે અનુકરણ થાય તેટલું કામ કરવા માટે પ્રવૃત્તિ કરવી. પરમેષ્ઠિ મંત્રનો જાપ કરવો ધ્યાન કરવું. तप जप ध्यानथी पाप खपावे આ મહાવાક્ય ધ્યાનમાં રાખવું તપ, જપ અને ધ્યાનથી પાપ ખપે છે, પણ વાતો કરવાથી કે આંટા ફેરા મારવાથી કાંઈ વળતું નથી. એ વાત બહુજ યાદ રાખી બને તેટલો આ તીર્થ ભૂમિમાં તપ કરવો, જાપ કરવો, ધ્યાન કરવું, અને એ રીતે કર્મ ખપાવવા. વળી અહીં કોઈ ઉત્તમ જીવન ગાળનારા સાધુ, મહાત્મા પુરુષો હોય તો તેમની પાસે જવું. કારણ કે તીર્થ ભૂમિ પણ આપણી ભાવના

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220