Book Title: Gruhastha Dharm
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykeshar Chandrasuri Foundation Girivihar Trust

View full book text
Previous | Next

Page 190
________________ પતિની પત્ની પ્રત્યેની ફરજ [ ૧૭૩ ] -––––––––––– પતિની પત્ની પ્રત્યેની ફરજ ઘણી વખત બુદ્ધિમાન સ્ત્રીઓ વ્યવહાર પ્રસંગમાં પતિને મહાન મદદગાર થાય છે. ન્યાય માર્ગને મૂકીને અન્યાયમાં પ્રવૃત્તિ કરનારને સન્માર્ગમાં જોડે છે અને ધર્મથી પતિત થતા પતિને પ્રેમની અનહદ લાગણીથી મયણાસુંદરીની માફક ધર્મમાં પણ યોજે છે. પણ આ સર્વ ડહાપણ, બુદ્ધિ, ચાતુર્ય જો તે સ્ત્રીઓને સારી રીતે કેળવવામાં આવે છે તો જ તેનામાં ફુરી આવે છે. કેળવવાનો અર્થ એવો નથી થતો કે મોટી મોટી પરીક્ષાઓમાં પાસ કરાવવી. બી.એ. અને એમ.એ.ના ચાંદો અપાવવા. નીતિમય જીવન સાથે સાત્વિક અને રસમય આદ્રતાવાળું મનોબળ કેળવવામાં નથી આવતું ત્યાં સુધી ઉપર કહેલી સૂકી કે લૂખી બાહ્યાડંબરવાળી કેળવણી વિકારી, બેપરવાઈવાળી અને ધિક્કાર યોગ્ય આચરણવાળી નીવડે તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. પતિની ખરી ફરજ એ છે કે પ્રથમ સ્ત્રીને યોગ્ય રીતે લખી, વાંચી જાણે તેવી કેળવણી અપાવવી. નીતિમય જીવનને પોષણ મળે માટે તેવા ઉત્તમ સદાચરણવાળી અને પ્રૌઢ વિચારવાળી સુશીલ સ્ત્રીઓની સોબત મેળવી અપાવવી, અથવા તેવી સોબતમાં લાંબો વખત રહી શકે તેવી સગવડ કરી આપવી. નીતિના તથા ગૃહવ્યવહારને ઉપયોગી પુસ્તકો વંચાવવા. પ્રસંગે પ્રસંગે સ્ત્રીના ધર્મો પોતે સમજાવવા અને તેના ઉપર છાપ પડે એવા પૂજ્ય વર્ગ પાસે હિત શિખામણો અપાવવી. વ્યવહારનાં સાધનો બધાં પૂરાં પાડવા. જરૂરી પ્રસંગે અને પોતે ગામ બહાર ગયા હોય તેવા પ્રસંગે ઘેર કોઈ મહેમાન, પરોણાઓ

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220