________________
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માન્યતા છે કે ઈશ્વરપ્રેરિત જીવ જાય છે. ઈશ્વર સ્વર્ગમાં કે નરકમાં મોકલે ત્યાં જીવ જાય. આવી માન્યતા જૈન ધર્મની નથી. જૈન ધર્મ તે માને છે કે જીવન, ભરણ અને ઉત્પત્તિ માટે જીવ સ્વતંત્ર છે.. પણ તે સ્વતંત્રતા સીધી નથી. - જીવન, મરણ અને હત્પત્તિની જવાબદારી કેની?
જેમ અજવાળાને આ ગે સીધી સ્વતંત્રતા નથી પણ તેનાં કારણે દ્વારા તે બની શકે. તેમ આ જીવની જીવન, મરણ અને ભવાંતરની ઉત્પત્તિ માટે સ્વતંત્રતા છે પણ તે સીધી નથી, પરંતુ કારણદારો છે. ગયા ભવમાં જે પ્રમાણે આયુષ્ય બાંધ્યું તે પ્રમાણે જ ભોગવવાનું. જેટલું બાંધ્યું તેટલું જ ભોગવવાનું, તેમજ આ ભવમાં જેટલું અને જેવું બાંધે તેટલું જ અને તેવું આવતા ભવમાં ભેગવવાનું છે. તેથી જિનેશ્વરે કહેલ છે કે તમારી મેળે જ તમારું છવન, મરણ અને ઉત્પત્તિ છે તેથી કોઈ બીજા પદાર્થ ઉપર તમે આરોપ મૂકી શકો તેમ નથી. તમારું જીવન, મરણ અને ભવાંતરની ઉત્પત્તિ માટે તમે તમારી પિતાની જ જવાબદારી સમજે. આ ભવને અંગે, જીવન, મરણને અંગે કે આવતા ભવની ઉત્પત્તિ અંગે જવાબદારી છે તે પછી ભૂલ કયાં કરીએ છીએ ?
સારી ઈચ્છા માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી
દરેક મનુષ્ય સારા જ અક્ષરે લખવા માગે. કેઈ ખાબ લખવા માગતા નથી, પણ જેને હાથ કાબૂમાં હોય, જેણે અભ્યાસ કર્યો હોય તે જ સારા અક્ષરે લખી શકે. પણ જેણે અભ્યાસ ન કર્યો હોય, શરીર ન કેળવ્યું હોય તો પછી સારા અક્ષરો ન જ આવે. એટલે સાર થવાને લાયકની ક્રિયા કરી હોય તેના જ અક્ષર સારા આવે. તેમ અહીં દરેક જીવ સુખને, લાંબા જીવનને ઈચ્છે છે. કોઈ દુઃખ કે મરણને ઈચ્છતા નથી. પણ સારી ઈચ્છા માત્રથી તે કાર્યની સિદ્ધિ થતી નથી પણ સારા અક્ષર કાઢવાની ઈચ્છા સાથે તેને અભ્યાસ કર્યો હોય તે જ સિદ્ધિ સાંપડે. તેમ અહીં પણ સુખની ઇચ્છાવાળાએ