________________
પચીસમું]
અધ્યયન ૪: સમ્યક્ત્વ
૪૩
તે તે વગર સ્થાને છે. આત્માની સામે કોઈ પણ સામે આત્મા નથી પરંતુ એ ધ્યાન રાખવું કે શત્રુઓ જેટલું નુકશાન ન કરે તેટલું દેશમાં ઘુસેલા જાસૂસ નખેદ વાળે. જેમ હાલ પાંચમી કતાર કહીએ છીએ ને? અહીં ધ્યાન રાખજો કે કર્મરાજાના જાસૂસો એટલા બધા ઘૂસી ગયા છે કે તે પોતાનું કામ કરીને તમને નિર્બળ કરી રહ્યા છે. ઇનમેહનીય અને ચારિત્રમેહનીયરૂપી જાસૂસ
અહીં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપી બે જાસૂસોને કર્મરાજાએ ઘુસાડી દીધા છે. આથી એક પણ જગ્યા કે આત્માને એક પણ પ્રદેશ એ નથી કે જેમાં મહારાજાએ પિતાના જાસૂસોને ઘુસાડ્યા ન હોય. ફક્ત આઠ રૂચક પ્રદેશને રહેવા દીધા છે. હવે શાસ્ત્રકાર કહે છે કે તારે બહારના યુદ્ધથી કામ નથી પણ આત્માની સાથે તું યુદ્ધ કરી લે. પછી તું આપોઆપ સ્વતંત્ર બનીશ. હવે પ્રથમ માન્યતા ચેખી ન થવા દે, વર્તન ચેખું ન થવા દે એવા બે પ્રકારના જાસૂસો ઘુસેલા છે. તે બંનેને દૂર કરવા, માન્યતાને બગાડવાવાળ જાસૂસોને દૂર કરવા તેનું નામ જ દર્શન અને વર્તનને બગાડવાવાળા જાસૂસને દૂર કરવા તેનું નામ જ ચારિત્ર. આવી રીતે દર્શન અને વર્તનના ત્રણ ત્રણ ભેદો છે. હવે તે કઈ રીતિએ છે, સાથી દૂર કરાય અને આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે થાય તે અંગે જણાવશે.
વ્યાખ્યાન; ૨૫ મોક્ષની વાનગીરૂપ ચારિત્રને માગ
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ શીલાંકાચાર્યજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે આચારાંગ સૂત્રની ટીકા કરતાં થકા ચોથા અધ્યયનને સંબંધ જણાવતાં આગળ ત્રણ અધ્યયનમાં જણાવી ગયા કે તીર્થકરો હમેશાં ભવાંતરથી જગતના જીના ઉદ્ધારને માટે તૈયાર થયેલા હોય છે. સિદ્ધ, આચાર્યાદિ એક ભવન પ્રય ન હોય તે થઈ.