________________
એકવીસમું ] અધ્યયન ૪ઃ સમ્યત્વ ૧૦૯ નામ લક્ષ્મીપતિ છે પણ અંદરખાને તે દરિદ્રી છે. હવે તેને બેલાવનારને જાડો ગણવો ? કહે અહીં જ્ઞાનીની શી દશા થાય? તે જાણે છે કે એ લક્ષ્મીપતિ નામનો મનુષ્ય અંદરથી દરિદ્રી છે. અહીં સત્ય વસ્તુ શું છે? વ્યવહાર શી ચીજ છે? તે સમજે નહિ અને સાચું બેલવું તે સમ્યગ્દર્શન એમ કહ્યા કરે પણ સમજે નહિ, તેથી શાસ્ત્રકારોને એમ રાખવું પડયું કે બોલવું તો તે જૂઠું ન જ બોલવું. એટલે વ્યવહારની તમામ ભાષામાં તમને વધે નહિ જ આવે. અહીં વ્યવહાર ભાષા અને સત્ય ભાષા બંને બલવાની
- એક પદાર્થમાં રહેલા અનેક ધર્મો :
ગળને કોઈ મીઠે કહે તે શું તેમાં માત્ર રસ જ છે? શું રંગાદિ નથી ? કહો કે એકલા સત્ય ઉપર જાઓ તે એક પદાર્થમાં રહેલા અનેક ધર્મો એકી સાથે ન બોલી શકાય, તેના માટે વાંધે આવે. તેમ અહીં સમ્યક્ત્વમાં સાચું માનવું એ લક્ષણ રાખે તો પ્રથમ દુનિયાના પદાર્થો ક્યા સાચા તે જાણ્યા વિના બને કેમ ? શાસ્ત્રકારો પણ સત્ય પદાર્થોનું શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન નથી રાખતા, પણ તેમણે એ કહ્યું છે કે–જે પદાર્થનું જે સ્વરૂપ હોય તે સ્વરૂપે તે પદાર્થ આપણી માન્યતામાં રહે જોઈએ, અને તેમ માનીએ તે જ સમજવું કે સમ્યગ્દર્શન છે. હવે એ ઠીક પણું પદાર્થમાં જ્યાં અમારું સમજવું મુશ્કેલ હતું તેની જગે પદાર્થના સ્વરૂપમાં તમે ગયા એટલે પ્રથમ પદાર્થ પછી તેનું સ્વરૂપ જાણીએ, માનીએ પછી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિની આશા રાખી શકીએ. વાત ખરી. કોઈ પણ પ્રકારે તારું કહેવું ખોટું નથી કે જગતના તમામ પદાર્થો અને તેના સ્વરૂપને જાણો, માને ત્યારે જ સમ્યગ્દર્શનની આશા રાખી શકો. આ વાત તમને અશક્ય લાગે છે ખરી પણ તે કોને ? સર્વજ્ઞ મહારાજના વચનને આધારે નહિ ચાલનારાને . પોતાના મગજના વિચારોએ માને કે જાણે તે ને તે ન બને પણ