________________
વીસમું] અધ્યયન ૪ઃ સમ્યકતવ ૧૩૫
પ્રાણેને ન હણવાનું કારણ શું? - પ્રાણને ન હણવાનું કારણ શું ? બીજાના પ્રાણોને હણવાથી પાપ બંધાય અને તેથી ભવિષ્યની જિંદગીમાં પ્રાણને નુકશાન થાય. સોની સંખ્યામાંથી આગળનો એકડો નીકળે ત્યારે શું રહે ? કંઈ નહિ. તેમ અહીં પ્રાણને નાશ થયા પછી તેને વિપાક તરીકે ભવાન્તરના પ્રાણને માનવાનું નથી. હવે તે માને કોણ? જે જીવને માને તે જ પ્રાણના નાશનું નુકશાન–પાપ માને અને તે જ વિપાક કે ફળ તરીકે ભવાંતરમાં માની શકે. હવે જેઓ છવ માન, પ્રભુ માને અને તેના નુકશાનને. માને ખરા પણ તેનાથી રોકવાનું ન હેય તે શું કામ લાગે છે
પ્રાણને ધારણ કરનારા કેણ? હવે આ પ્રાણને ધારણ કરનારા કોણ? પાંચ ભૂતનું પૂતળું ઊભું થયું અને તેથી સ્પર્શાદિના જાણવાની તાકાત આવી ગઈ એમ નથી. હવે જેમ ચક્ષુથી રૂપ દેખી આંધળા થયા પછી દેખેલા રૂપનો
ખ્યાલ તે આવે જ છે. હવે પ્રથમ જે આંખે દેખેલ તે આંખને તે નાશ થયેલ છે પણ તેને ખ્યાલ કંઈ જ નથી. તેવી જ રીતે શ્રોત્રંદ્રિય કે ધ્રાણેદિયાદિને અંગે પણ સમજી લેવું. અર્થાત પ્રથમ જે સ્પર્શાદિ કરેલ હોય તેને ખ્યાલ આવે. પણ તે શાંથી ? વળી દરેકમાં મેં દેખ્યું, સાંભળ્યું, ચાખ્યું, હું અડક્યો એમાં હું કેણુ? અહીં પાંચ ઇન્દ્રિયથી કોઈ જુદો પદાર્થ ન હોત તો હું શબ્દ પ્રયોગ જ ન હેત. કદાચ કહેવાય કે મન છે–પણ નહિ-લાગ્યું ત્યારે મને ભાન હેતું અગર મારા વિચારે આવા થયા, મારું મન આમ હતું કે થયું વિગેરે જે બોલાય તે મન કરતાં પણ કોઈ જુદી ચીજ અંદર ન હોય તે આ વિચારોના પરિવર્તનને અંગે કોઈ જુદી ચીજ માનવી જ પડશે. હવે અહીં પ્રાણના નાશનું ભયંકરપણું ગણવામાં આવ્યું તે જીવ પદાર્થ માનવાથી. *
* * * *