________________
પડશકે
વ્યાખ્યાન
કારો માનતા નથી. આવા રવરૂપવાળા જીવની માન્યતા માત્ર જન દર્શનકારે જ કરી છે, અર્થાત છોકરાની માફક કાચના કટકાને હીરી કહેવા રૂપે નથી. કેવળજ્ઞાનસ્વરૂપ આ આત્માને જૈન દશનકારે જ માન્ય છે. બીજાઓ જ્ઞાનનો આધાર છવ કહે છે. જેમ તિજોરી તે હીરાનો આધાર. જ્ઞાનમય આત્મા નથી માનતા. કોણ?વૈશેષિક અને નૈયાયિક, અર્થાત્ જ્ઞાનને આધાર આત્મા એટલે જ્ઞાન ઉત્પન્ન થાય તો આમાં જ થાય. જેમ તિજોરીમાં હીરે મુકાય તેમ દરેક દર્શનકાર જીવને માને પણ જ્ઞાનનું સ્થાન, જ્ઞાન વગરના આત્માને માને. આપણે જેને જ્ઞાનમય આત્માને માનીએ છીએ. જીવ છે એ માન્યતા સર્વ તત્વકારની સરખી છે, પણ જીવના સ્વરૂપમાં ભેદ છે. હીરાનું સ્વરૂપ જાણવું, તેની પરીક્ષા કરવી, એ બાળકમાં ન હેય. તેમ અહીં જીવને જાણ ખરા પણ તેના સ્વરૂપને ન માનવું. આત્માનો જે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ લક્ષણે તે માનનાર તો જેના દર્શન જ છે. જીવ નામની શ્રદ્ધાને સમ્યફ કહીએ તે દરેક દર્શનકાર સભ્યત્વી બને, પણ તેમ નથી. અહીં તો “તરવાત્રકાર
” એટલે સ્વરૂપે કરીને જે જીવાદિક પદાર્થોની શ્રદ્ધા કરવી તેનું નામ સમ્યકુવ, ત્યારે હવે કહે કે ઈતર દર્શન–નાયિક, સાંખ્ય, બૈદ્ધ, શિવ કે વૈશેષિક આદિ કઈ પણ દનમાં કેવળજ્ઞાનવાળો છવ માનવામાં આવ્યો નથી. કેવળજ્ઞાનવાળે જીવ જેણે માન્યો હોય તેણે જ્ઞાનને રોકનારા કર્મો માન્યાં હાય. દીવાને તેજસ્વરૂપ માને તે જ તેના આચ્છાદનને માને. હવે ફકત–જેનેએ જીવને કેવળજ્ઞાનસ્વરૂપ માન્ય છે, તેથી જ્ઞાનાવરણીય કર્મ માન્યું છે અને તેથી ઇતર દર્શનમાં આવારક કર્મો છે જ નહિ અને તેથી જ કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માનતા નથી એમ નક્કી થયું. હવે આવરણે માનતા નથી તેમ કેવળજ્ઞાનસ્વરૂપ જીવને માનતા નથી. માત્ર જીવ શબ્દ પકડી કે મર્યાદા કરનારે પદાર્થ કઈક છે. શાની મર્યાદા ? તો ગતિની. હવે