________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી. એમના જીવનને અંતીમ સમય.
અને સ્વર્ગવાસ. પુજયપા પ્રાતઃમરણય અખંડબ્રહ્મચારી શાસ્ત્રવિચાર જૈનાચાર્ય મનીષ્ઠ અધ્યાત્મજ્ઞાનદીવાકર, શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ આજકાલ કેટલાક વખતથી ગુજરાતના સુખ સીદ્ધ અને અતી રસાળ એવા સાબરકાંઠાના પ્રદેશમાં વિચરતા હતા. દરમીયાન ગયા ચૈત્ર માસમાં તેઓશ્રી વીજાપુર મુકામે પધાર્યા, ત્યારે
ત્યાં તેમના પ્રશીષ્ય થવીર મુનીરાજ શ્રી વૃદ્ધિસાગરજીએ પોતાના નાશવંત દેહને ચૈત્ર સુદ ૫ ને રાત્રે ત્યાગ કર્યો. મહુંમ મુનીશ્રી અમીતીય ગુરૂભક્ત હતા. તેમની ભકતીના બળથી ગુરૂશ્રીએ તેમને અંતીમ આરાધના કરતાં જણાવ્યું હતું કે, ભાઈ વૃદ્ધિસાગર! તું તારા આત્મવરૂપમાં રહેજે. જરાપણ ગભરાઈશ નહી. હું તારી પાછળજ આવું છું. સંત પુરૂષ એક વચની હોય છે. તેમના તે વચનને સત્ય કરવાને ખાતર જાણે તે જ સમયથી ગુરૂશ્રીએ આત્મજાગૃતિમાં તિવ્રતા વધારવા માંડે. તે સમયે સાધુ સાધ્વી વગેરે સમુદાય સમીપમાં બહુ ઓછા હતા, અને ઘણેખરે ભાગ અન્ય સ્થળે વીચર હતું, પશ્ચાત હવા તથા શાંતીના માટે પૂજ્ય ગુરૂશ્રી ચૈત્ર વદી ૧૦ ને રોજ મધુપુરીમાં (મહી) પધાર્યા, અને અન્ય જનને તથા સાધુ સાધવીઓને પત્રથી ખબર આપવામાં આવી કે હવે આ દેહને જરૂસે નથી, અને હું તમને ઘણુ નમ્ર ભાવે ખમાવું છું. જો કે આ વખતે ગુરૂશ્રીની તબીયત સારી હતી, છતાં બીમારીમાંથી પસાર થયેલા તેથી શાંતી પુછવાને ખાતર દુર દુર દેશના શ્રાવક તથા શ્રાવકાઓ, જૈનેતરે અને સાધુ તથા સાધ્વીએ ગુરૂશ્રીની પાસે મલુપુરીમાં આવવા લાગ્યાં. આ પ્રસંગે મધુપુરી ગામ મટી શહેર થઇ રહ્યું હતું. પરમ ગુરૂભક્ત પાદરાવાળા શેઠ મેહનલાલ હેમચક વકીલજી તથા મહાવીનયવાન શ્રીયુત શેઠ મેહનલાલ સાંખ
For Private And Personal Use Only