________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
પાલાર્ડ,
ભુરીભાઈ જીવણચંદ તથા શેઠાણી તથા ભાયચંદભાઈ તથા દયાચંદ તથા દીપચંદ.
વિશેષ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી સુરીશ્વરજી કાળધર્મ પામ્યા તે સમાચાર સાંભળી અમે ઘણું દીલગીર થયા છીએ. અમોને તથા જેન કે મને મોટી ખોટ પડી છે એમના આત્માને શાંતિ મલે.
લી. ભુરિયાભાઈ જીવનચંદ.
મોરબી જેઠ વદી ૬ મોરબીથી લી. શ્રાવકાબાઈ મણી તથા મેઘીબાઇ રંભા બાઈ તથા વેરી વગેરે
મહારાજ સાહેબ બુદ્ધિસાગરજી કાળધર્મ પામ્યાના સમાચાર નીતિવિજયજી આચાર્યના મુખેથી સાંભળી બહુજ દીલગીરી થઈ છે જૈનને ઉગતા સૂર્ય આથમી ગયા જેવું થયું છે–
ઢસા ટાઉનથી. જેઠ વદી ૪ ની બપોરે ૩ વાગે તાર આવે તે વાંચતાંજ મારી આંખે અંધારામાં આવી ગઈ અને હઈયુ ભરાઈ આવ્યું એચીન્ત આ બનાવ એકદમ બની ગયાથી દીલગીરીને પાર નથી મહારા પ્રત્યે તેઓ સાહેબની લાગણી પુરેપુપુરી હતી હું બે વર્ષ ઉપર વીજાપુર ગએલે ત્યાર પછી મહારા કમનશીબે દરશન પણ થયાં નહીં તેથી બહુજ લાચાર છું. જેનધર્મમાં ખરેખરી ખોટ પડી તેમાં વળી પાલણપુરવાળાને દીલગીરીને નથી માગું છું કે તેઓ શ્રીના આત્માને શાંતિ મળે તથાસ્તુઃ
For Private And Personal Use Only