Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 206
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ એક જૈન ગૃહસ્થ નથુભાઈ મંછારામના સબંધમાં તેઓશ્રી આવ્યા. આ ગૃહસ્થને મહારાજશ્રીની જ્ઞાનપિપાસાના તનમનાટને અનુભવ થયે જ્ઞાનવૃક્ષના અંકુરને મહારાજશ્રીમાં તદ્વાભાસ થતાં તેમણે જૈન તત્વજ્ઞાનના પુસ્તકો વાંચવાને તથા આગળ સંસ્કૃતને અભ્યાસ કરવાની જોઇતી સગવડતા કરી આપી. સેનામાં સુગંધ ભળી. વૃત્તિને અનુકુળતા મળી. માયાને પડદે ધીમે ધીમે ઉપડવા લાગ્યા. એ પડદાની પાછળ ડેકીયું કરતાં આત્માનુભવની ઝાંખી થઈ. સ્થળ જગતનું દ્રઢપણું સૂક્ષ્મજ્ઞાનની ચિનગારીથી બળી ભસ્મ થયું. આત્માનુભવના સુખદાયી સંવેદનાને આસ્વાદ વધારે ને વધારે ચાખે. ઇદ્રવાયણના ફળ જેવા આ બહારથી સુંદર દેખાતા પણ અંદરથી કડવા એવા જગત્ ઉપર ધીમે ધીમે ઉદાસીનતા આવતી ગઈ. આખરે આ નૈષ્ઠિક બ્રહ્મચારીએ આત્મગનાં વ્રત ધારણ કર્યા. દિક્ષા લીધી ત્યારે તેઓશ્રીની ઉમર ૨૭ વર્ષની હતી બસ પછીતે પૂછવું જ શું? જ્ઞાનાગ્નિ ભભૂકી ઉઠયે. જ્ઞાનપિયૂષ ધરાઈ ઘરાઈને પીધાં. જ્ઞાનમાં તરબોળ થયા. પણુ મહારાજ શ્રી એકદેશી ન હતા. તેમ સ્વાથી પણ ન હતા. તેઓશ્રીનેતે વહાણ જેવા ગુરૂ બનવું હતું. પિતે તરીને બીજાને તારવાની જીજ્ઞાસા હતી. નિષ્કામ કર્મગ એ એમના જીવનને હત હતું. તેઓશ્રીની પાસે જનાર મુમુક્ષુઓને પણ નિષ્કામકમ ગને પાઠ ભણાવતા. વિચારમાં તેઓશ્રી બદ્દેશી હતા. તેઓશ્રીની વિચાર સુષ્ટિ ઘણી વિશાળ હતી. ધર્મના ઝગડાઓમાં તેઓ ભાગ ન લેતા. ધર્મના વાડાઓના બંધનથી તેઓ મુક્ત હતા. "જ્ઞાનામૃતનાં જેમણે પાન કર્યા છે તેઓ તે સકલ સૃષ્ટિને આત્મવત જુએ છે, તેઓ જાણે છે કે બધા ધર્મના હેતુ આત્મસાક્ષાત્કાર કરવાના છે. જુદા જુદા પંથ એ તે જુદા જુદા રસ્તાઓ છે. જુદી જૂદી નદીઓનાં વહેણ અંતે તે સમુદ્રમાંજ ભળે છે, તેવી રીતે જૂદા જુદા ધમને હેતુ આત્માના કલ્યાણ માટે છે. વિજાપુરમાં તેઓશ્રીએ એક જ્ઞાન મંદિર સ્થાપ્યું છે. જ્ઞાન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241