________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સંઘ
છેટી સાદી (મેવાડ)
તા. ૧૧ જુન સને ૧૯૨૫ શ્રીમાન આચાર્ય વર્યશ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજી મહારાજનું સ્વર્ગારોહણ સાંભળી અને શ્રી સંઘ ઘણે ખેદ દર્શાવે છે. પૂજ્યપાદકીએ ઘણે ઉપકાર કર્યો છે. અને સંઘમાં એક સમર્થ આચાર્યની ખોટ થઈ છે. મહુંમના આત્માને શાન્તિ મલવા જૈન પાઠશાલા કન્યાશાળા લાઈબ્રેરી બંધ રાખવામાં આવ્યાં છે. અને પ્રભુ પ્રાર્થના કરવામાં કરવામાં આવી છે કે, મહુમશ્રીના આત્માને શાનિત મલે હાલ એજ.
જોટાણા.
શ્રી જોટાણુથી લી. સંઘ સમસ્ત તથા સેવક મણલાલ ગેપાળદાસ. લખવાનું કે અમે આજ રોજ સાંભળેલું જે ગુરૂમહારાજ સુરીશ્વરજી બુદ્ધિસાગરજી મહારાજ સાહેબજી દેવલોક પામ્યા. તે સાંભળી અમે ઘણાજ દીલગીર થયા છીએ. અમે પરમાત્મા પાસે વિનંતી કરીએ છીએ જે ગુરૂ મહારાજના આત્માને શાંતિ થાઓ. વળી અમો અને તેમના સમાચાર સાંભળી તરતજ પાખી તથા પૂજા ભણાવી છેમહારાજશ્રીના ગુણે અમને ઘણાજ યાદ આવ્યા કરે છે. લી. સેવક મણીલાલ ગોપાલ
વેરાવળ. વેરાવળથી તપાગચ્છનો સંઘ હાશાક ખુશાલભાઈ કરમ ચંદ તથા વહેરા કરમચંદ વછરાજ. બીજું લખવા દીલગીરી છે કે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી કાળધર્મ પામ્યાના સમાચાર છાપામાંથી જાણ્યા છે. તેથી સંઘમાં દીલગીરી પેદા થઈ છે. તેથી શ્રી ચિંતામણીના દેરાસરમાં પુજ પરભાવના તથા આંગીરોશની કરી છે. તેમના માનમાં પાઠશાળા બંધ રાખી હતી.
દા.મેતા સવજી દેવજી સંઘની પરવાનગીથી.
For Private And Personal Use Only