________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ શબ્દાર્થ-રવભાવીક લક્ષમીનું ઘર, ગુજરાતને અલંકાર, અને અનેકદાના (પક્ષે ધની) મોટા મોટા શેઠ (પક્ષે મહાદેવ) અને જય મેળવનારા લેકે (પક્ષે ઈદ્ર) થી યુકત સ્વસદશ વિજાપુર નામના નગરમાં પ્રતાપના સ્થાન સૂર્યની પેઠે જેમણે જમ ગ્રહણ કર્યો, તે શ્રી બુદ્ધિસાગરસૂરિ તમને હમેશ કલ્યાણને આપે ! (૧)
દેને (પક્ષે રાત્રીને) નાશ કરનાર પાપને (પક્ષે અંધ. કારને) દુર કરનાર, અને સરૂના સમૂહને (પક્ષે સારા ચકવાક પક્ષીઓને) હર્ષ આપનાર જે સં. ૧૯૩૦ ના શુભ દિવસે શિવદાસ પટેલના કુળરૂપ આકાશમાં સૂર્યની પેઠે જન્મ પામ્યા તે શ્રી બુદ્ધિસાગરસૂરિ તમેને હંમેશાં કલ્યાણને આપ !” (૨)
જે બાલ્યપણામાં ધર્મકાર્યમાં તત્પર, સારા ત્યાગ વેરાગ્યવાળા કપટરહિત, શુદ્ધ બુદ્ધિવાળા, સંસારના સુખોથી ઉદ્વિગન દયાવાનું ગુણવાન્ ઈદ્રિયોથી અને સ્વભાવથી શાંત, આત્મામાં રમણ કરનાર, અને શુદ્ધ માર્ગગમનને સન્મુખ હતા, તે શ્રી બુદ્ધિસાગરસૂરિ તમને કલ્યાણ આપો ! (૩)
જેમની સ્વમત પરમતના શાસ્ત્રોમાં નિપુણતા, અધ્યાત્મ શાસ્ત્રમાં પારંગતતા, મધ્યસ્થના, હમેશાં અત્યંત ઉદ્યમીપણું સમર્થ લેખકપણુ, શુભ મનોવૃત્તિ અને બુદ્ધિની તિક્ષણતા તે શ્રીમદ્દના બનાવેલા સેંકડો ગ્રંથે જ પુરવાર કરે છે તે શ્રી બુદ્ધિસાગર સૂરિ તમને હમેશાં કલ્યાણ આપે ! (૪)
જે ઈષ્ટ (મોક્ષ) ના ઈચ્છક મહાત્માની આડંબરથી રહિત મૂર્તિ અને આમતેમ વિખરાયેલ વાની સ્થિતિ, પિતાના શરિરની નિસ્પૃહતા સ્પષ્ટપણે જણાવે છે અને શ્રાવકે ઉપર લખેલા પત્રને સમૂહ અત્યંત વૈરાગ્યને રંગ પ્રકટ કરે છે. તેથી બુદ્ધિસાગરસૂરિ હમને હમેશાં કલ્યાણ આપે ! (૫)
ને કરૂણાના સમુદ્ર મુનિરાજના ઉપદેશથી મજબુત થયેલું પાલીતાણાનું શ્રી યશોવિજય ગુરૂકલ બાળકોને શિક્ષણ આપે છે
For Private And Personal Use Only