Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1151
________________ ટિપ્પણ : દોરડું તો નિષ્ક્રિય છે, એ તો એક અધિષ્ઠાન-માત્ર છે, એ પોતે તો કશું જ કરતું નથી. એનામાં સાપનો આભાસ થાય છે, દોરડું એ દોરડું નહીં પણ સાપ છે, એવી પ્રતીતિ તો માત્ર અંધકારને કારણે જ ઊભી થઈ હતી, ખોટી હતી, માત્ર એક ભ્રાંતિ જ હતી. અજવાળું આવ્યું કે તરત જ, એ ભ્રાંતિ ચાલી ગઈ. આમ, સાપના આભાસનું સર્જન અને એ જ આભાસનું દૂર થઈ જવું, - એ બંને, ખરેખર, હતાં જ નહીં; (સમાવિનિમી) અને દોરડાંએ તો, સાપનાં આભાસનાં આવવાજવામાં કશો ભાગ ભજવ્યો જ નહોતો (નિયિાયાં રબ્બી) ! ' એ જ પ્રમાણે, આત્મા માટેનાં બંધન અને મોક્ષ પણ, હકીકતમાં, હોતાં જ નથી ( સ્ત: ), એ તો માત્ર માયાની જ કલ્પના છે. અને માયા એટલે જ માયા ! એનું તો નામ જ સૂચક છે ! માયા એટલે તો એવું એક તત્ત્વ, કે જે પોતે જ ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી, ક્યાંય છે જ નહીં : આમ, જે પોતે જ એક કલ્પના છે, તેણે કહ્યુંલાં બંધન અને મોક્ષ કેટલાં સાચાં હોય ! | દોરડું જેમ એક અધિષ્ઠાન (Substratum) છે, તેમ જ આત્મા પણ અધિષ્ઠાન જ છે. સાપનાં આવાગમન હતાં જ નહીં, તે જ રીતે, અહીં, આત્માની બાબતમાં, બંધન અને મોક્ષનાં આવાગમન પણ છે જ નહીં, - એ તો હતી માત્ર માયાની કલ્પના જ (માયોસ્કૃતી) ! મૂળ, ચર્ચાનો મુદ્દો છે, બ્રહ્મભાવ અને વિદેહકૈવલ્ય પામેલા આત્માના પુનર્જન્મની ! એનો પુનર્જન્મ હોઈ શકે જ નહીં (: યતિઃ પુનઃ ને માવર્તિત | - શ્લોક-પ૬૮ અને વૃક્ષ: ૩દ્ધવ: 9તઃ | શ્લોક-પ૬૯). આવી અસંભવિત વાતને પ્રતીતિજનક બનાવવા માટે આચાર્યશ્રીએ અહીં બે સિદ્ધ હકીકતોને, આધાર તરીકે ટાંકી છે : દોરડાંની નિષ્ક્રિયતા અને માયાની કલ્પના. ટૂંકમાં, જેનો બ્રહ્મભાવ થઈ ગયો છે, તેનો પુનર્જન્મ હોય જ નહીં ! એ તો “વદતો વ્યાઘાત” (Contradiction in terms) જેવી જ એક વાત છે. શ્લોકનો છંદ : અનુષુપ (૫૭૭) પ૦૧ आवृतेः सदसत्त्वाभ्यां वक्तव्ये बन्धमोक्षणे । नावृतिः ब्रह्मणः काचिदन्याभावादनावृतम् । यद्यस्त्यद्वैतहानिः द्वैतं नो सहते श्रुतिः ॥५७१॥ ૧૧૪૬ | વિવેકચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1149 1150 1151 1152 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182