Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1160
________________ ટિપ્પણ: વેદાંતદર્શનની દૃષ્ટિએ. એકમાત્ર સત્ય, એટલે બ્રહ્મ; બાકીનું બધું, એટલે કે આપણી આંખો સામેનું આ સમસ્ત જગત મિથ્યા છે, અસત્ય છે, ખોટું છે. પરંતુ જો આ સમસ્ત જગત મિથ્યા છે, તો પછી, આપણે સહુ એનો અનુભવ કરીએ છીએ, એનું શું? આપણને સહુને, સામાન્ય માણસને, આ જગત મિથ્યા' નથી લાગતું, પરંતુ “સાચું' – સત્ય – લાગે છે, તેનું શું? સામાન્ય માણસની દષ્ટિએ સત્ય જણાતા આ જગતનું સત્યત્વ'. - એ કેવું સત્ય છે, તેનું નિરાકરણ કરવા માટે, એનાં અંતિમ સમાધાન માટે, આચાર્યશ્રીએ, આ પ્રમાણે સત્ય વિશેની ત્રણ અવસ્થાઓનું પ્રતિપાદન કર્યું છે : (૧) પારમાર્થિક સત્ય, (૨) વ્યાવહારિક સત્ય અને (૩) પ્રતિભાસિક સત્ય. (૧) આ સત્ય એટલે Truth નહીં, પરંતુ “સતુ”- હોવું, અસ્તિત્વ ધરાવવું, હયાત હોવું : “સત્તા” : બ્રહ્મ તો સદા સર્વદા નિત્ય છે, અવિનાશી છે, અજ છે; નથી એનો જન્મ, નથી નાશ. ટૂંકમાં, એની “સત્તા” (Existence) ત્રિકાલાબાધિત છે, “પારમાર્થિક” છે. (૨) આકાશ વગેરે આ જગતની “સત્તા” “વ્યાવહારિક” છે. એનાં ઉત્પત્તિ અને નાશ અવારનવાર થતાં જ રહે છે, એટલે જ્યાં સુધી એ છે, ટકે છે, હયાત છે, ત્યાં સુધી જ એની “સત્તા” રહે છે. સામાન્ય માણસની દૃષ્ટિએ જગત “છે”, એ આ વ્યાવહારિક દૃષ્ટિ પણ, એટલા પૂરતી તો, સાચી છે જ. આ જગતની “સત્તા”, આ દષ્ટિએ, “વ્યાવહારિક” છે. અને મૂળ અધિષ્ઠાન એવાં દોરડાંમાં, અંધારાને લીધે, સાપની પ્રતીતિ થાય છે, એ માત્ર આભાસ છે. અજવાળું થતાં કે લવાતાં, સાપ રહેતો નથી; તે છતાં, અંધારું ચાલુ રહે ત્યાં સુધી તો સાપની પ્રતીતિ રહે છે, એ સ્વીકારવું જ રહ્યું; એટલે આ સાપનું હોવું, એની “સત્તાને પણ સ્વીકારવી જ રહી : સાપની આ “સત્તા”, એ પ્રાતીતિક કે પ્રતિભાસિક “સત્તા” છે. આમ તો, નિરપેક્ષ દૃષ્ટિએ તો, એક જ “સત્તા છે, અને તે માત્ર બ્રહ્મની જ; તે છતાં, જગતના સામાન્ય માણસની વિભાવનાને માન્ય રાખીને, “વ્યાવહારિક અને “પ્રતિભાસિક” એ બે “સત્તા”ને પણ આચાર્યશ્રીએ પોતાનાં કેવલાદ્વૈત “વેદાંત”દર્શનમાં સ્થાન આપ્યું છે, તે, એમની ઉદારતા જ કહેવાય. અહીં, આ શ્લોકમાં, રૂત્વેષ પરમાર્થતા, - એવું જે નિરૂપણ છે, તે, ઉપર્યુક્ત ત્રણ “સત્તા”માંની “પારમાર્થિક સત્તા” છે, - જ્યાં જગત કે જગતનો દૈત પ્રપંચ કે કોઈ સાપેક્ષ દષ્ટિ જ રહેતી નથી, જ્યાં નિરોધ કે ઉત્પત્તિ, બંધન કે મોક્ષ, જન્મ - વિવેકચૂડામણિ | ૧૧૫૫

Loading...

Page Navigation
1 ... 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182