Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1155
________________ ટિપ્પણ: ગુરુદેવ શિષ્યને કહે છે કે “આ બંધન અને મોક્ષ, - એ બંને મૃષા' જ છે, મિથ્યા-ખોટાં જ છે, - બુદ્ધિના જ ગુણો. સૂર્ય કેવડો મોટો છે ? વાદળાંથી તો અનેકગણો મોટો, - એવો સૂર્ય કાંઈ વાદળાં વડે ઢંકાઈ ન જાય, આવાં નાનાં વાદળાં કાંઈ સૂર્યને ઢાંકી શકે જ નહીં, છતાં મૂઢજનો એવી કલ્પના કરે છે, એવું સ્વીકારી લે છે કે સૂર્ય વાદળાં વડે ઢંકાઈ ગયો, આવૃત બની ગયો ! હકીકત તો એ છે કે વાદળાં આપણી આંખનું જ આવરણ બની જાય છે ! આ જ રીતે અજ્ઞાનનું આવરણ બુદ્ધિને આવૃત કરી શકે : આત્માને કદાપિ નહીં; આત્મા તો, ખરેખર, અદ્વિતીય, અસંગ, ચૈતન્ય-સ્વરૂપ, એકમાત્ર અને અવિનાશી છે. અને આ રીતે આત્માને કશા જ આવરણ નથી, તેથી આત્માને બંધન હોઈ શકે જ નહીં : આત્માને, આથી જ, નિત્ય, મુક્ત, શુદ્ધ, બુદ્ધ કહેવામાં આવે છે. બંધન કે મોક્ષ, એ તો માત્ર એક ભ્રાંતિ જ છે, – આત્માની બાબતમાં, તો; મન કે બુદ્ધિની બાબતમાં એ ભલે એક કલ્પના રહી ! આત્મા તો, સદા-સર્વદા, અદ્વય (One without a second), અનાસક્ત, એક-રૂપ, અવ્યય, નિરાકાર અને સર્વવ્યાપ્ત છે, એને કોઈ કદિ પણ આચ્છાદિત કરી શકે નહીં. અનેકતાની આ જે કલ્પના કરવામાં આવે છે, તે તો, માત્ર અવિદ્યાનાં આવરણને લીધે જ ! આત્મા કદી બંધનમાં હતો જ નહીં, તેથી એની મુક્તિનો સવાલ જ ઊભો થતો નથી ! એ તો પોતાના સિવાય અન્ય કશું હતો જ નહીં, છે જ નહીં, થશે પણ નહીં !” શ્લોકનો છંદ : ઉપજાતિ (પ૭૨) ૫૭૩ अस्तीति प्रत्ययो यश्च यश्च नास्तीति वस्तुनि । बुद्धिरेव गुणावेतौ न तु नित्यस्य वस्तुनः ॥५७३॥ શ્લોકનો ગુજરાતી પાઠ : અસ્તીતિ પ્રત્યયો યશ્ચ યશ્ચ નાસ્તીતિ વસ્તુનિ | બુદ્ધિદેવ ગુણાતી ન તુ નિત્યસ્ય વસ્તુનઃ || પ૭૩ ૧૧૫૦ | વિવેકચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1153 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182