Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1158
________________ (૨) આત્મનિ ૬ (તૌ વન્ધમોક્ષૌ) ૧ (સ્તઃ) । અને આ બે, – બંધન અને મોક્ષ, – આત્મામાં તો છે જ નહીં. - આનું કારણ શું ? હવે પછીનાં વાક્યમાં, એક પ્રશ્ન દ્વારા જ એ જણાવવામાં આવ્યું છે. (૩) રે તત્ત્વ (તયો: . વર્ધમોક્ષયોઃ) પના (તુ) તાઃ । આત્મા એટલે તો પરમ તત્ત્વ, એમાં તો આ બે-ની કલ્પના જ ક્યાંથી સંભવે ? - આ પરમતત્ત્વ કેવું છે ? વ્યોમવત્ એટલે કે આકાશની જેમ, તે આવું છે : निष्कले કલા એટલે ભાગ, અવયવ; અવયવ-વિનાનું, નિરવયવ; નિષ્ક્રિયે - કોઈ પણ પ્રકારની ક્રિયા-વિનાનું; શાન્ત; નિવદ્ય - નિર્દોષ; નિરંનને નિષ્કલંક, અને અદ્વિતીયે. (૫૭૪) - નિર્લેપ, - - અનુવાદ : આથી જ, બંધન અને મોક્ષ, એ બંને, (માત્ર) માયાની જ કલ્પના છે; આત્મામાં (તે બંને) છે જ નહીં : આકાશની જેમ, નિરવયવ, નિષ્ક્રિય, શાંત, નિર્દોષ, નિષ્કલંક અને અદ્વિતીય એવા પરમતત્ત્વ(આત્મા)માં તો, આવી કલ્પના જ ક્યાંથી સંભવે ? (૫૭૪) ટિપ્પણ : શ્લોકનો ભાવાર્થ સ્પષ્ટ છે અને આ પહેલાંના બે શ્લોકોમાં, જૂદી-જૂદી રીતે, બંધન અને મોક્ષ, આત્મામાં ન હોવા વિશેનું પ્રતિપાદન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. માયા એટલે જ એક એવું તત્ત્વ, જે, પોતે જ, અસ્તિત્વ ધરાવતું નથી, માત્ર એક કલ્પના જ છે. જે સ્વયં એક કલ્પના છે, એની વળી કલ્પના (માયાવતૃપ્તી) કેવી હોય ? હોય ખરી ? બંધન અને મોક્ષ, - એ બંને બુદ્ધિને અભિભૂત કરી શકે. એનો પ્રભાવ બુદ્ધિ પૂરતો જ મર્યાદિત, એથી જરા પણ આગળ નહીં. આત્મા તો, સહુથી પર છે, આકાશની જેમ નિરવયવ, નિષ્ક્રિય, શાંત, નિર્દોષ, નિર્લેપ અને અદ્વિતીય છે ઃ આવા પરમતત્ત્વ(પરે તત્ત્વ)માં, એટલે કે આત્મામાં તો એ બંને(બંધન અને મોક્ષ)ની કલ્પના કરી જ કેમ શકાય ? શ્લોકમાં છંદ તો અનુષ્ટુપ છે, પરંતુ તેમાં ત્રણ પંક્તિ અને છ ચરણો છે, તે નોંધપાત્ર છે. (૫૭૪) ફર્મા - ૭૩ વિવેકચૂડામણિ / ૧૧૫૩

Loading...

Page Navigation
1 ... 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182