Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1165
________________ ધારણ કરતાં રહીને, કેવી રીતે કાળ-નિર્ગમન કરવો, - એ વિશેની પોતાની વિનંતી સ્વીકારીને, ગુરુદેવે, શ્લોક-પરરથી, છેક શ્લોક-પ૭૫ સુધી, ૫૪-શ્લોકોમાં, જે અંતિમ ઉદ્ધોધન ગુરુદેવે તેને કર્યું, તે તો, ખરેખર, તેની ભાવિ જીવનકારકિર્દી માટે, અમૂલ્ય હતું. આમ જોઈએ તો, શિષ્ય જે ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધિ ઉપલબ્ધ કરી હતી તેને લક્ષમાં રાખીએ તો, આવાં ઉદ્બોધનની તેને કશી જ અપેક્ષા કે આવશ્યકતા હોતી; તે છતાં, “જીવન્મુક્ત થયા પછી, તે સિદ્ધિને, તે જ સ્વરૂપમાં, નિયત થયેલું મૃત્યુ આવે ત્યાં સુધી કેવી રીતે સુરક્ષિત રાખવી, – એ અત્યંત નાજુક પરિસ્થિતિના ઉપલક્ષમાં, ગુરુદેવે, તેને, ઉપસંહારનાં સ્વરૂપમાં, જીવનનાં જે અમૂલ્ય સંકેત-સૂત્રો સમજાવ્યાં, તે તો એક અપૂર્વ લ્હાવો જ હતો : બ્રહ્મભાવ પામ્યા પછીનું શેષ જીવન કેવી રીતે જીવવું, - એનાં માર્ગદર્શન વિના, એની પેલી સિદ્ધિ, એટલા પૂરતી, અપૂર્ણ જ રહી હોત, એની તેને સંપૂર્ણ પ્રતીતિ થઈ. અને એમાંયે, છેલ્લા શ્લોક-પ૭૬માં તો, ગુરુદેવે એને અંગત રીતે, આત્મીયભાવે, પોતાના પુત્ર સમાન માનીને જે અમીદષ્ટિની વર્ષા વરસાવી, તે તો, તેના માટે, કદી પણ ન ભૂલી શકાય, એવો એક અવિસ્મરણીય પ્રસંગ હતો : સંસારનાં બંધનોમાંથી મુક્તિ (નિર્ગુpવધુન:) એ કંઈ જેવી તેવી સિદ્ધિ હોતી, - એવું તેણે વિચાર્યું ત્યારે સાચા અર્થમાં જીવનની ધન્યતા અને કૃતાર્થતા અનુભવી. આથી જ, તેણે સંનિષ્ઠભાવે અને કૃતજ્ઞતાપૂર્વક ગુરુદેવને પ્રણામ કર્યા અને ગુરુદેવે તેને ત્યાંથી જવા માટેની વિધિપૂર્વક અનુજ્ઞા આપી (તેના સમનુજ્ઞાતિ:), ત્યારે જ તેણે વિદાય લીધી. શ્લોકનો છંદઃ અનુરુપ (૫૭૭) * પ૦૮ गुरुरेवं . सदानन्दसिन्धौ निर्मग्नमानसः । पावयन् वसुधां सर्वां विचचार निरन्तरम् ॥५७८॥ શ્લોકનો ગુજરાતી પાઠ : ગુરુવં સદાનન્દસિન્ધી નિર્મગ્નમાનસ | પાવયનું વસુધાં સર્વા વિચચાર નિરન્તરમ્ પ૭૮ શ્લોકનો ગદ્ય અન્વય : सदा आनन्दसिन्धौ निर्मग्नमानसः गुरुः एवं वसुधां पावयन् निरन्तरं વિવાર ૭૮, ૧૧૬૦ | વિવેચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182