Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1172
________________ અંતરંગ સાધનો (શ્રવણ, મનન અને નિદિધ્યાસન)ને સંપૂર્ણરીતે આત્મસાત્ કરીને, સાધકે, પોતાનાં ચિત્તમાં સમસ્ત દોષોથી મુક્ત થઈ જવું જોઈએ. (વિદિત-નિરસ્તસમસ્ત-વિરોષ ) (૨) બીજું, એ કે સાંસારિક સુખો પ્રત્યેનો તેમનો વૈરાગ્યભાવ સંપૂર્ણરીતે જળવાઈ રહેવો જોઈએ. (મવસુરવિરતા:) (૩) ત્રીજું, વેદાંતશાસ્ત્રમાં પ્રબોધવામાં આવેલાં, ઉપર્યુક્ત આંતરબાહ્ય સાધનો વડે, તેમનાં ચિત્તની પ્રશાંતિ આજીવન સચવાઈ રહેવી જોઈએ. (પ્રશાન્તરિત્તા:) (૪) અને છેલ્લું અને ચોથું એ કે શ્રુતિસાહિત્યનો તેમનો સ્વાધ્યાય-રસ એવો ને એવો અકબંધ સુરક્ષિત રહેવો જોઈએ. (શ્રુતિરસિT:) આમ તો, આ ચારેય બાબતો, યત્નશીલ મુમુક્ષુ એવા સાધકોએ સ્વયમેવ સિદ્ધ કરેલી જ હોય, પરંતુ આવા હિતકારક ઉપદેશનો આદર કર્યા પછી પણ, એમાં કોઈ પણ પ્રકારની શિથિલતા અથવા ખામી પ્રવેશી ન જાય, એવું તેઓ સતત લક્ષમાં રાખે, - એવા શુભ ઉદ્દેશને લક્ષમાં રાખીને જ, આ ચાર વિશેષણોને, આચાર્યશ્રીએ અહીં, હેતુપૂર્વક, પ્રયોજ્યાં છે. સંક્ષેપમાં, સાધકોને પક્ષે, આવા હિતકારક ઉપદેશનો આદરપૂર્વક સ્વીકાર પણ, જરાયે, અંશમાત્ર પણ, નિષ્ફળ ન નીવડે, એવી સાત્ત્વિક ચિંતા આચાર્યશ્રીએ, અહીં, ગ્રંથને સમાપ્ત કરતાં, સેવી છે. શ્લોકનો છંદઃ પુષ્મિતાઝા (૫૮૦) - ૫૮૧ संसाराध्वनि तापभानुकिरणप्रोद्भूतदाहव्यथा__ -खिन्नानां जलकांक्षया मरुभुवि भ्रान्त्या परिभ्राम्यताम् । - अत्यासन्नसुधाम्बुधिं सुखकरं ब्रह्माद्वयं दर्शय -न्त्येषा शंकरभारती विजयते निर्वाणसन्दायिनी ॥५८१॥ શ્લોકનો ગુજરાતી પાઠઃ સંસારાધ્વનિ તાપભાનુકિરણપ્રોદ્ભતદાહવ્યથા -ખિન્નાનાં જલકાંક્ષયા મરુભુવિ શ્રાજ્યા પરિભ્રામ્યતામ્ | અત્યારસુધાબુધિ સુખકરં બ્રહ્માદ્વયં દર્શયજ્યેષા શંકરભારતી વિજયતે નિર્વાણસદાયિની ૫૮૧ વિવેકચૂડામણિ / ૧૧૬૭

Loading...

Page Navigation
1 ... 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182