Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1163
________________ શ્લોક ૫૧થી - વો નામ વલ્પ: 2 થશેષ માતઃ | – – એવા છ પ્રશ્નો લઈને શિષ્ય, ગુરુદેવ, સમક્ષ ઉપસ્થિત થયો, ને છેક ત્યારથી, હમણાં સુધી, તેમણે, શિષ્યને, જે કાંઈ ઉપદેશ આપ્યો (શિતમ્), તે સર્વને, તેમણે અહીં આવરી લીધું છે. “આવરી લીધું છે', - એટલું જ નહીં, પરંતુ તેમણે તો તેને, - એટલે કે શિષ્યને, એ પણ જણાવી દીધું કે – “કળિયુગના દોષોથી રહિત ( પતતિતોષ) અને કામનારહિત બુદ્ધિવાળો (નિર્ગુરુવૃદ્ધિમ) એવો તું એક સાચો અને સંનિષ્ઠ મુમુક્ષુ છે, એવી મને પ્રતીતિ થઈ, એટલે માત્ર એક આદર્શ શિષ્ય જ નહીં, પરંતુ તને મારા પોતાના જ પુત્ર જેવો માનીને (સ્વસુતવત્ પાયિત્વ), મેં તને આ શ્રેષ્ઠ અને અતિગુહ્ય પરમતત્ત્વ (પ તિ ) સવિસ્તર સમજાવ્યું છે.” અને ગુરુદેવે શિષ્યને જે અધ્યાપન કર્યું, તે, ખરેખર, શું છે, તે, તેમણે, શ્લોકની પ્રથમ પંક્તિમાં, એક સામાસિક શબ્દમાં, સંક્ષેપમાં છતાં સંપૂર્ણ સ્વરૂપે, દર્શાવી દીધું છે : આ ગ્રંથનું શીર્ષક - “વિવેકચૂડામણિ” - છે, તેમાંના “ચૂડા”શબ્દને, તેમણે અત્યંત કુશળતાપૂર્વક, સિફતપૂર્વક, તેમાં સમાવિષ્ટ કરી લીધો છે. પરંતુ માત્ર એટલું જ નથી : તેમણે તો એ પણ જણાવી દીધું કે આ ગ્રંથમાં તેમણે સર્વ વેદો અને ઉપનિષદોના સિદ્ધાંતોના સારને અહીં સમાવી લીધો છે. ઉપનિષદોના સિદ્ધાંતો એટલે વેદાન્ત અને એમાંયે પોતાને અભિમત એવા કેવલાદ્વૈતવેદાન્તની સર્વ વિગતોને પણ તેમણે આ ગ્રંથમાં સમાવિષ્ટ કરી લીધી છે. ' અને શિષ્ય પ્રત્યેની જે આત્મીયતા તેમણે અહીં અભિવ્યક્ત કરી છે તે પણ, તેમનું, એક આદર્શ આચાર્ય તરીકેનું, સ્વરૂપે પ્રગટ કરે છે : “હવે તો તું પણ, શિષ્ય મટીને, મારો સમકક્ષ, મારો સમોવડિયો જ બની રહ્યો છે”, - એવી એક શુભભાવના. સદ્ભાવના, એમના આ અંતિમ વક્તવ્યમાંથી આપોઆપ વ્યક્ત થઈ જાય છે. હકીકતમાં, આ શ્લોક એટલે સમગ્ર ગ્રંથની પૂર્ણાહુતિ ! પછી તો, બાકીના છેલ્લા પાંચ શ્લોકમાં તો, પ્રાચીન ભારતીય પરંપરા પ્રમાણે, ગ્રંથનો મહિમા, એની પ્રશસ્તિ અને એનો મૂળ ઉદ્દેશ, - એવા શિષ્ટાચારને જ અપનાવાયો છે. શ્લોકનો છંદઃ માલિની (૫૭૬) yoto इति श्रुत्वा गुरोर्वाक्यं प्रश्रयेण कृतानतिः ।। स तेन समनुज्ञातो ययौ निर्मुक्तबन्धनः ॥५७७॥ ૧૧૫૮ | વિવેચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182