________________
i
તા. ૨૨-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૮૮
(પત્રાંક – ૩૧૭ અને ૩૧૮
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, પત્રાંક ૩૧૭, પાનું ૩૧૨. “શ્રી સોભાગભાઈ ઉપરનો પત્ર છે. ઉપદેશબોધનો કેટલોક પરિચય કરાવ્યા પછી અને તદ્અનુકૂળ પાત્રતા જોઈને કૃપાળુદેવ' અહીંયાં દ્રવ્યાનુયોગનો વિષય શરૂ કરે છે.
બે સિદ્ધાંતનો વિષય ચાલી ગયો. એક પરિણામના કર્તા બે દ્રવ્ય હોતા નથી. બે પરિણામને એટલે જડ અને ચેતન બંને પ્રકારના, બે એટલે બે પ્રકારના પરિણામને એક દ્રવ્ય ધારણ કરી શકતું નથી. ત્રીજી વાત હવે એ કરે છે કે, એક ક્રિયા “એક કરતતિ દોઈ દ4 કબહું ન કરે, માટે એક ક્રિયા-એક કરતી દોઈ દરવ. એક ક્રિયા બે દ્રવ્ય ક્યારે પણ ન કરે. એટલે કે કોઈપણ એક પરિણામને બીજા પરિણામમાં બદલવાની જે ક્રિયા એ બે (દ્રવ્ય) ભેગા થઈને ન કરે.
અર્થ કરે છે. માટે એક ક્રિયા..” ક્રિયા એટલે પરિણામ બદલે, એક પરિણામમાંથી બીજા પરિણામનું બદલવું થાય તેને ક્રિયા કહે છે. જરાક ઝીણું કાંતે છે. પરિણામ છે એની વાત કરી હવે પરિણામને બદલવાની વાત કરે છે. પરિણામમાં ને પરિણામમાં બે વાત કરે છે. એક પરિણામની વાત કરે છે, એક પરિણામને બદલાવવાની વાત કરે છે. કેમકે પરિણામ છે એ પદાર્થની સ્થિતિ છે અને ક્યારેય કોઈપણ પદાર્થ એક જ સ્થિતિએ રહેતો નથી એવી એક બીજી વાત પરિણામ વિષેની છે.
અથવા જડ અને ચેતન પદાર્થો પોતાની અવસ્થા સમયે સમયે બદલ્યા કરે છે. તેમાં બે પ્રકાર છે–એક શુદ્ધ અને એક અશુદ્ધ. શુદ્ધતામાંથી અશુદ્ધતા અને અશુદ્ધતામાંથી શુદ્ધતા એવું કાંઈપણ પુદ્ગલને કે જીવને પરિણામમાં થાય ત્યારે એ પોતે એકલાએ એ કામ કર્યું કે બે પદાર્થે સાથે મળીને કામ કર્યું ? એવું બદલાવાનું કામ એક પોતે કર્યું કે બે પદાર્થે સાથે મળીને કર્યું ? તો કહે છે, એક ક્રિયા, એક કિયા તે બે દ્રવ્ય ક્યારેય પણ કરે નહિ.