________________
પત્રાંક-૩૭૩
૪૯૭ દુઃખ કેવી રીતે મટે ? એની જિજ્ઞાસામાં આવવું જોઈએ. અને શાંતિની ભાવનામાં આવવું જોઈએ કે મારે મારા આત્માની શાંતિ જોઈએ છે. હવે મારે કાંઈ જોઈતું નથી . આ જીવે ઘણું દુખ ભોગવ્યું. જન્મના, મરણના, અશાતાની પીડાના, દેહની પીડાના, અને મૂંઝવણના દુઃખ ભોગવવામાં બાકી નથી રાખી. અનંત કાળથી દુઃખ ભોગવતો : ભોગવતો એક ક્ષણ પણ શાંતિ, એને શાંતિ મળી નથી. એક ક્ષણ પણ શાંતિને ભોગવી નથી. - હવે એવો એક નિર્ણય કરે કે મારે મારી શાંતિ જોઈએ. મારે અાંતિ નથી જોઈતી. એવી શાંતિની ભાવનામાં આવે. અશાંતિથી થાકેલો હોય, એ ખળભળાટથી, આકુળતાથી થાકેલો હોય તો એ સ્વરૂપની જિજ્ઞાસામાં આવે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને જિજ્ઞાસા બંને સાથે થાય તો સ્વરૂપની ખોજ કરે. જ્યાં શાંતિ અનંત રહેલી છે એવા સ્વરૂપની ખોજ કરે, શોધ કરે. અને એ શોધ કરવા માટે એને ભેદજ્ઞાનનો મુખ્ય ઉપાય છે. જે કોઈ પદ્ધતિ છે એ ભેદજ્ઞાનની છે.
અવલોકન છે એ ભેદજ્ઞાનની આગળનું Stage છે. ત્યાંથી ભેદજ્ઞાન પ્રયોગાત્મકપણે શરૂ થાય છે. નહિતર શાસ્ત્ર વાંચીને જીવ ભેદજ્ઞાનનો વિકલ્પ કરે છે પણ પ્રયોગ નથી કરતો. ખાસ કરીને દિગંબર સંપ્રદાયના જે આચાર્યો, મુનિઓ, જ્ઞાનીઓના જે શાસ્ત્રો છે એમાં ભેદજ્ઞાનનો વિષય પ્રસિદ્ધ છે, એનો અભ્યાસ પણ કોઈ કોઈ જીવો કરે છે. પણ એનો વિચારમાત્ર કરે છે કે પરદ્રવ્યોથી હું જુદો છું, શરીરથી હું જુદો છું, સંયોગોથી હું જુદો છું, કુટુંબ-પરિવાર અને બધાથી આખા જગતથી હું જુદો છું, રાગથી પણ હું જુદો છું એમ વિચાર કરે છે. એ ભેદજ્ઞાન નથી. એવો જે વિચાર કરે છે એ કાંઈ ભેદજ્ઞાન નથી.
મુમુક્ષુ - Theory ગોખી.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એક વાત ઓઘેઓઘે સમજમાં આવી છે એનું રટણ કરે છે અને ઓઘસંજ્ઞાનો ત્યાગ કરતો નથી. ઓઘસંશાને જોડતો નથી. ઓઘસંજ્ઞા તો અવલોકનમાં આવે, પ્રયોગમાં આવે ત્યારે છૂટવાનું બને, ત્યાં સુધી ન બને અને એ જ એની એકમાત્ર પદ્ધતિ છે..
જ્યાં સુધી પદ્ધતિને લાગેવળગે છે, કામની રીતને સંબંધ છે ત્યાં સુધી આ એક જ રીત છે ખરેખર બીજી રીતે કોઈ નથી પાછી. એટલે આ રીતને નહિ જાણીને