________________
તા. ૨-૧૨-૧૯૮૯ પ્રવચન ન. ૯૬ પત્રક - ૩૩૩, ૩૩૪ અને ૩૩૫
પત્ર-૩૩૩ ચાલે છે, પાનું ૩૧૯. છેલ્લો પેરેગ્રાફ છે. “અંબારામજી' કરીને કોઈ વિદ્વાનના પુસ્તક સંબંધમાં સૈદ્ધાંતિક જ્ઞાનને વિષે કેટલીક વાતો વિઘટતી એટલે કે યથાર્થ નથી લાગતી. વિઘટતી લાગે છે એટલે યથાર્થ નથી લાગતી. તથાપિ લખનાર પુરુષની દશા ઠીક છે, માગનુસારી જેવી છે. એટલી કોઈ પ્રાસંગિક વાતની નીચે પોતાને વિષે થોડી વાત લખી છે. જેને સદ્ધાંતિક અથવા યથાર્થશાન અમે માન્યું છે તે અતિ અતિ સુકુમ છે,' આ પ્રશ્ન :- માગનુસારી એટલે ?
સમાધાન :- માગનુસારી એટલે માર્ગને અનુસારવા માટેની જેની યોગ્યતા કાંઈક ઠીક છે, અન્યમતમાં હોવા છતાં અથવા કોઈપણ મતમાં હોવા છતાં. આત્મા તો આત્મા છે, એની એકંદર યોગ્યતાનો સરવાળો મારે છે. એ જીવની માર્ગે ચડવા માટેની યોગ્યતા સારી છે. કેટલાક પ્રતિબંધક કારણ શ્રદ્ધાન અને અભિપ્રાયના છૂટી જાય તો તરત માર્ગ પકડી લે. એવી પણ કેટલીક યોગ્યતા છે. વિષય વિશાળ પણ છે અને સૂક્ષ્મ પણ છે. કેમકે મિથ્યાત્વના અસંખ્ય ભેદ છે). અસંખ્ય ભેદમાં કોઈને કોઈ પ્રકારના ભેદમાં કોઈને કોઈ આત્મા સંસારમાં હોય જ છે. એમ છતાં બીજી કોઈ પાછી એવી યોગ્યતા હોય છે કે જેને લઈને એ અભિપ્રાય છૂટે કે તરત જ આ યોગ્યતાને કારણે એ માર્ગ પકડી લ્ય.
અથવા બીજી રીતે વિચારીએ તો એક જ જીવને વિષે પરસ્પર વિરુદ્ધ બે પ્રકારની યોગ્યતાનું મિશ્રણ હોય છે. કેટલાક વિપસ હોય છે અને કેટલીક વાત એને પરમાર્થની બેસતી હોય છે તો કેટલીક નથી બેસતી હોતી. આવો એક જીવને વિષે મિશ્રભાવરૂપ વિપયસ હોય છે. પછી એ જૈનમતમાં હોય તોપણ હોય, અન્યમતમાં હોય તોપણ