________________
૪૯૦
પ્રક્રિયામાં રહ્યો હોય એને સમજાય એવી વાત છે.
મુમુક્ષુ :- ચિંતવન...
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. એમા શું છે, પરમાર્થ જરા ઊંડો છે એટલે એ વાત લીધી છે કે, મન એટલે ભાવમન છે અને ભાવમનથી ઉપયોગ જાય છે જે તે વિષય ઉપર. મનમાં કોઈ ને કોઈ વિષયને પોતે લે છે. હવે ખરેખર તો પદાર્થ તે પદાર્થ છે. જીવનો ઉપયોગ તો જ્ઞાનનો એક પર્યાય છે અને જ્ઞાનના પર્યાયને જોવામાં આવે તો એમાં માત્ર જાણવા સિવાય કાંઈ છે નહિ. પણ માત્ર જાણવું એટલું જ જ્ઞાનને છે એ સિવાય કાંઈ નથી. ઉપયોગ તો જ્ઞાનમાત્ર જ છે એવું કાંઈ નથી. એવું પોતે પોતાના જ્ઞાનના ઉપયોગને અનુભવગોચર કરતો નથી. ત્યારે જે શેય સામે આવે છે એના સઉપાધિકભાવે તે પરિણમી જાય છે.
‘સમયસાર’ શાસ્ત્રમાં એ વિષય લીધો છે. શેયજ્ઞાયક સંકર દોષ. જરા સૂક્ષ્મ ચર્ચા છે. (એક મુમુક્ષુ) હતા એ એક તર્ક લાવતા હતા. એની સામે વિરોધ કરવો પડતો હતો. કે જુઓ ! કેવળજ્ઞાનમાં લીમડો દેખાય છે. કેવળજ્ઞાનીને આ લીમડો શું દેખાય છે ? લીમડાપણે દેખાય છે. મારા જ્ઞાનમાં પણ આ લીમડો લીમડો દેખાય છે. નહિ, ભૂલ છે આમાં. મુમુક્ષુ :
?
ચજય ભાગ-૫
પૂજ્ય ભાઈશ્રી :- ના, અમારે ચર્ચા થતી. બહુ ચર્ચાઓ થતી. બહુ ઉઘાડવાળા માણસ હતા ને. (કહ્યું), ભૂલ છે આમાં. તો કહે શું ભૂલ છે ? કેવળજ્ઞાનમાં જે લીમડો દેખાય છે એમાં શેયનું આલંબન નથી. એટલે જ્ઞેયજ્ઞાયક સંકર દોષ કેવળજ્ઞાનને નથી. પણ આ શ્રુતજ્ઞાનને લીમડો છે એમ તમે જુઓ છે ત્યાં શેયજ્ઞાયક સંકર દોષ છે. ફેર છે, જોવા જોવામાં ફેર છે. લીમડો તો બન્નેને લીમડો જ દેખાય છે પણ બન્નેમાં ફેર છે. એટલે હું આને જોઉ છું એમ જ્યાં મન જાય છે ત્યાં એ સઉપાધિકભાવ ગ્રહણ કરે છે. શેયની સાથે એકતા કરે છે, એકત્વ કરે છે અથવા શેયનિષ્ઠ પરિણામે જ્ઞાન પરિણમે છે. જ્ઞાનનિષ્ઠ પરિણામે જ્ઞાન નથી પરિણમતું—એ ભૂલ છે. એટલે કહ્યું ને કે એ વાક્યનો જે અર્થ થાય છે એ ઘણા કાળના બૌધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. હવે આ તો વાત થઈ સમજવાની-સમજાવવાની.
મુમુક્ષુ :– જ્ઞાનની સ્વચ્છતાને લઈને...