________________
પત્રાંક-૩૨૯
૨૧૭. એ કોઈને ખ્યાલ નથી, એની કોઈ ચર્ચા નથી કરતું. ચર્ચા બાહ્યાચરણની કરે છે કે આણે આટલો ફેરફાર કર્યો, આણે આટલો ફેરફાર કર્યો, આણે આમ રાખ્યું. એમ નથી. શ્રદ્ધામાં ફેર પડ્યો છે. દર્શનમોહની શું સ્થિતિ છે ? કે મૂળ માર્ગ, મૂળ પરંપરા તીર્થંકરદેવનો માર્ગ અને તીર્થંકરદેવની પરંપરા શ્રદ્ધામાં ફેર પડે એ જ છોડે. ચીલો કોણ ચાતરે ? રાજમાર્ગ છોડીને, તીર્થંકરદેવનો રાજમાર્ગ (છોડીને ચીલો કોણ ચાતરે છે. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ'. આમાં તો કાંઈ ફેર નથી. તો ત્રણે કાળે એક એવો જે માર્ગ–રાજમાર્ગ એમાં ચીલો કોણ ચાતરે ? કે જેની પહેલાં શ્રદ્ધામાં ફેર પડે એ ચીલો ચાતરે. નહિતર એની આગળ કોણ છે ? તીર્થંકરદેવથી આગળ કોણ છે અથવા કોને Licence છે એમ કરવાનું ? કોઈને પરવાનો નથી. માટે શ્રદ્ધામાં ફેર પડ્યો, તીર્થંકરદેવની શ્રદ્ધા છૂટી છે એ વાત નક્કી છે. પછી એમાંથી જેટલા અનિષ્ટ ઊભા થાય એટલા થઈ શકે છે. .
દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ ક્યાં આત્મ અનુભવમાં આવે નહિ' આ બે સૂત્ર નાખ્યા છે–૨૦૩ નંબરમાં. આત્માનો અનુભવ દર્શનમોહના ઉપશમકાળે અથવા અભાવકાળે આવે. એ ઉપશમ ક્યારે થાય ? એનું કારણ ક્યારે મળે ? કે દર્શનમોહની શક્તિ હીણી થાય ત્યારે. દબાય કોણ ? હીણો થાય એ દબાય, નબળો પડે એ દબાય. એ તો સીધી વાત છે. એની અહીંયાં સોભાગભાઈને Treatment શરૂ કરી. | દર્શનમોહ મંદ થવા માટે શું કરવું ? એક તો સત્વરુષની સમીપ આવવું. તો એ તો એ આવ્યા છે. હવે એક બીજી અંતરંગ વાત કરે છે કે તમારા ઉદયની અંદર
જ્યાં ત્યાં તમારો રસ તીવ્ર ન થાય એની જાગૃતિ રાખજો એટલે રસ તીવ્ર નહિ થાય. જો તમને એમ ખબર હશે કે આ રીતે કોઈપણ ઉદયના પ્રસંગમાં તીવ્ર રસના પરિણામે ન પરિણમવું એવો અભ્યાસ, એવી જાગૃતિ એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનો દરવાજો છે, આંગણું છે, એ એની પૂર્વદશા છે, એ એની આગળની સ્થિતિ છે, પ્રારંભિક દશા છે તો એ જાગૃતિમાં તમને દર્શનમોહ નહિ વધે, તીવ્ર નહિ થાય. રસના પરિણામ ચારિત્રમાં જાય છે પણ રસ અને ચારિત્રમોહ અને દર્શનમોહ અહીંયાં અવિનાભાવી રહે છે. કોઈ એક જગ્યાએ અવીનાભાવી રહે છે. એટલે ચારિત્રમોહની પ્રકૃતિ અનંતાનુબંધી સાથે ને સાથે જાય છે એનું કારણ એ છે. ચીકણા પરિણામ