________________
૩૫૨
રાજહૃદય ભાગ-૫
ભૂલ કરી બેસે છે એમ આ વિષયના જાણપણામાં નહોતો અને આ તત્ત્વજ્ઞાનના વિષયનું જાણપણું થાય ત્યારે જ્ઞાનના પ્રકરણમાં, સમજણના પ્રકરણમાં એક બીજી ભૂલ કરી બેસે છે.
એટલે અહીંથી એ વાત શરૂ કરવી પડે છે કે તને વિચાર આવ્યો તો તું હવે અવલોકન કર. પરિણમન કરવા માટે પહેલું પગથિયું શું છે ? પરિણમન કરવા માટે પ્રારંભ કરવો હોય, આગળ વધવું હોય તો કઈ પ્રક્રિયા છે ? શું ઉપાય છે ? તો કહે, અવલોકન કર. અવલોકનમાં તને જણાશે કે તારા વિચારવા વખતે પણ જે રાગ છે એમાં દુ:ખ છે. દુઃખ છે એટલું જ નહિ, એમાં મલિનતા પણ છે અને તારા શાનભાવથી એમાં વિપરીતભાવ છે. શાનમાં પ્રકાશ-પવિત્રતા છે, આની અંદર અંધકાર છે, મેલપ છે. દુઃખ છે. આ બધો ખ્યાલ પોતાના અનુભવથી આવશે. તો એ એક નવા પ્રકારનું જ્ઞાન થયું, એ અનુભવને અડીને જ્ઞાન થયું.
પોતાના રાગની આકુળતા, રાગમાં દુઃખ, એ દુઃખના અનુભવને અડીને એ જ્ઞાન થયું. તો દુઃખને અનુભવીને જે જ્ઞાન થયું એ અનુભવ પદ્ધતિનું જ્ઞાન થયું. અને વિચારથી નક્કી કર્યું કે રાગમાં દુઃખ છે એને અનુભવ સાથે હજી સંબંધ નથી, એને ફક્ત ન્યાય, યુક્તિ અને તર્ક સાથે સંબંધ છે. એટલે એ જ્ઞાનને હજી પરલક્ષી ગણવામાં આવે છે અને અનુભવને અડીને જે સમજણ કે જ્ઞાન થાય એ સ્વલક્ષી જ્ઞાનનો પ્રકાર છે.
પરિણમન સ્વલક્ષે થાય છે. પરલક્ષે અંગ-પૂર્વ આદિનું જ્ઞાન થાય, અગિયાર અંગ નવ પૂર્વ સુધીનું જ્ઞાન (થાય તોપણ) પરિણમન નથી આવતું. એટલે પરિણમનની દિશામાં આગળ વધવું હોય ત્યારે એને અનુભવ પદ્ધતિએ ચડવું પડે અને અવલોકન સિવાય ભેદજ્ઞાનની પ્રક્રિયા શરૂ થતી નથી. જ્ઞાન અને રાગ વચ્ચેની જે સ્વભાવ ભિન્નતા છે, સ્વરૂપ ભિન્નતા છે એ અવલોકન વગર શરૂ નથી થતી. ભેદાનનો વિચાર એક વાત છે, અનુભવને અડીને એ કાર્યનું પરિણમન ચાલુ કરવું, પ્રયત્ન ચાલુ કરવો એ બીજી વાત છે.
મુમુક્ષુ :- પર પદાર્થમાં સુખ મેળવવા જેટલો તીવ્ર પુરુષાર્થ કરે છે, એના કરતાં અલ્પ પુરુષાર્થથી
...
પૂજ્ય ભાઈશ્રી :– હા.. હા.. પણ એમાં એવું છે કે સામાન્ય રીતે જ્યારે જ્યાં જીવને પોતાને લાભ છે અને ઘણો લાભ છે એવી જે સમજણ જ્યાં થાય છે ત્યાં