________________
૪૨૦
રાજહૃદય ભાગરૂપ
ગતિ માટે એ નિઃશંક છે. આલોકમાં પણ એને કોઈ લોકનો ભય નથી. પરલોકનો પણ ભય નથી. પછી વેદનાનો ભય નથી. ચોરીનો ભય નથી, અરક્ષાનો ભય નથી. એને કોઈ ભય થતો નથી એમ કહેવું છે.
પ્રશ્ન :- ઘણા અજ્ઞાનીના મરણ એવા હોય છે કે ખબર હોય કે હું થોડો ટાઇમ છું, છતાં વાતો કરતા કરતા કાંઈ ન હોય, એનું શું કારણ હશે ?
સમાધાન :- કુદરતી મંદ કષાય કોઈને રહે છે. કોઈને કુદરતી મંદ કષાય રહે છે. કોઈને સામાન્ય સમજણથી પણ રહે છે. કોઈને અજ્ઞાનપણે પણ રહે છે. એ સંભવિત છે. એટલે તો આ અન્યમતીમાં પણ દેખાય છે ને ? જાતિસ્મરણવાળા કેમ દેખાય છે ? કે સામાન્ય રીતે જીવ દેહત્યાગ કરે છે ત્યારે પ્રાણ છૂટવાની વેદના તીવ્ર થાય છે અને બહુભાગ એ બેશુદ્ધ અવસ્થાની અંદર દેહત્યાગ કરે છે. એટલે એટલી બધી બેશુદ્ધિ આવી જાય છે કે જ્યારે એ નવા ભવમાં શુદ્ધિમાં આવે છે ત્યારે આગળ હું ક્યાં હતો ને કેમ હતો, એ બધું એને ખલાસ થઈ જાય છે. નથી માણસને કોઈ એવા મોટા Accident થતાં તો પોતે વિસ્મૃતિમાં નથી આવી જતા ઘણાં ? કે કોઈને ઓળખે જ નહિ. પોતાના પરિવારને ન ઓળખે. પહેલાં બેશુદ્ધ થઈ જાય. શુદ્ધિમાં આવે ત્યારે કોઈને ન ઓળખે. પૂછે, કેમ ભાઈ ? કોણ છો તમે ? એમ કહે. તમે કોણ ? તમે કોણ ? એમ પૂછે. ત્યારે પેલા લોકોને ખ્યાલ આવી જાય કે આણે સ્મૃતિ ગુમાવી છે. એમ સ્મૃતિ ગુમાવે છે. એમ જીવ પૂર્વભવની સ્મૃતિ ગુમાવે છે એનું કારણ એ છે. વેદના ઘણી વેઠે છે એ વખતે. એ રીતે કોઈને સહેજે અજ્ઞાન દશામાં બને છે તો સ્મૃતિ રહી જાય છે એનું કારણ એ છે.
શ્વાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે.' મૃત્યુનો ભય નથી લાગતો. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે,...' એ શાની અનિત્યપણામાં રહ્યા છે એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે.’ પછી એમને અનિત્યપણું નથી રહ્યું કે હું મનુષ્ય આયુ જેવડો જ છું, આ માણસ છે એટલો જ હું છું. એવું એને નથી લાગતું. એ તો નિત્યપણામાં એણે વસવાટ કરી લીધો, પોતાના નિત્ય સ્વરૂપમાં એ વસી ગયા. હતું તો ખરું પણ પોતાને ખબર નહોતી. આ ભાનમાં આવી ગયા એટલે એમને શાશ્વતપદ મળી ગયું એમ કહેવામાં આવે છે. શાશ્વતપદ તો હતું પણ