________________
૨૯૦
ચજહૃદય ભાગ-૫
શરૂ કરી હોય તો એ ટકોર કરે કે યે ક્યા હો ગયા ? મેં, તું, યહ, વહ ઐસા કૈસે હો ગયા ? એટલે કે ફ્લાણો આવો અને ફ્લાણો આવો, એ બધી વાત ક્યાંથી ચાલુ થઈ ગઈ. મેં, તું હું આવો ને તું આવો અને તે તેવો. આ બધી વાત ક્યાંથી ચાલુ થઈ ગઈ ? સીધી બંધ થઈ જાય. આ બધું બનેલું છે. પછી અપ્રયોજનભૂત વાત આવે તો ઉડાડે. વળી પર્યાય સુધારવા માટે તો ઘણી વાતો પુછાય. તો પર્યાય ઉપરનું વજન ભાળે ત્યાં ઉડાડે. પર્યાયમાં બેસીને આત્મામાં લીન થવું છે ?
એમાં કોઈકે પ્રશ્ન કર્યો કે ગણધર દેવો પણ શાસ્ત્ર લખે છે. શાસનનું ભલું કરવા માટે ગણધર દેવો પણ શાસ્ત્ર તો લખે છે. ગણધર દેવો ભગવાનનું પ્રવચન સાંભળવા સમવસરણમાં જાય છે. તો કહે, પણ એમને નિષેધ આવે છે એનું શું ? તમે તો અનુમોદન કરો છો એ વાતનું. તમારી વાતમાં તો એવા શુભરાગનું અનુમોદન દેખાય છે અને એને તો નિષેધ આવે છે, એનું શું ? તો કહે, એ ભલે નિષેધ (આવે). એક શાસ્ત્ર લખે તો સેંકડો ગાથાઓ લખે. કેટલો સમય એમનો બગડે ? એટલું આત્મધ્યાનમાં રહેતા હોય તો ! આ બધા પ્રશ્નો ચર્ચાણા છે. ત્યારે એકવાર એમણે એવી વાત કરી છે કે, મોક્ષમાર્ગી આત્માઓમાં પણ શાસ્ત્રાદિમાં ચુકતે ચુકતે આગે બઢને કા બહુત ધર્માત્માઓંકા ઐસા પ્રકાર હોતા હૈ. બહુત કમ ધર્માત્મા ઐસે હોતે હૈં કિ જો બહુત તેજીસે મોક્ષમાર્ગ મેં આગે બઢ જાતે હૈં. ઐસે બહુત અલ્પ હોતે હૈં. હું આમ છું એમ ન કહ્યું. સંખ્યા બતાડી દીધી. એટલે તમારે સમજી લેવું કે ત્રણે કાળે આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ ત્રણે કાળે હોય છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- આ તો મારે એની તલવાર છે. એવું નથી કે ગુરુ પહેલાં મારે ન જવાય, નહિતર અવિનય થશે. એવું નથી. એવી વાત છે.
તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે.' ઉપાધિ પ્રસંગને લીધે એકધારું, એકતાર થઈને જે મુનિદશામાં હોય અને જે સાધન સાધે એ ઉપાધિ પ્રસંગને લઈને અહીંયાં થતું નથી. કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ આવી. પડે છે. બીજું આ ૨૫-૨૬ વર્ષનો ગાળો એમનો એવો છે કે એક બાજુ વીતરાગતાનું જોર વધે છે, બીજી બાજુ વ્યાપાર વગેરેમાં પ્રવૃત્તિના પ્રસંગો વધે છે, કામનું દબાણ