Book Title: Raj Hriday Part 05
Author(s): 
Publisher: Vitrag Sat Sahitya Prasarak Trust
Catalog link: https://jainqq.org/explore/007180/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ TI h શ્રીમદ્ રાજચંદ્ર રાજહદય Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ રાજય (ભાગ-૫) પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના શ્રીમદ્ રાજચેંદ્ર' ગ્રંથ ઉપરના પ્રવચનો) પ્રકાશક વીતાંગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર En la la la lalalt Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાન | વીતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૦, જૂની માણેકવાડી, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી માર્ગ ભાવનગર-૩૬૪૦૦૧ ફોનઃ (૦૨૭૮) ૨૪૨૩૨૦૭ અન્ય પ્રાપ્તિ સ્થાન : - શ્રી કુંદકુંદ કહાન જૈન સાહિત્ય કેન્દ્ર, ગુરુ ગૌરવ, સોનગઢ - શ્રી ખીમજીભાઈ ગંગર મુંબઈઃ (૦૨૨) ર૬૧૬૧૫૯૧ - શ્રી ડોલરભાઈ હેમાણી (કલકત્તા)ઃ (૦૩) ર૪૭૫૨૬૭ - શ્રી આદિનાથ, કુંદકુદ કહાન દિગંબર જૈન ટ્રસ્ટ, વિમલાચલ' હરિનગર, અલીગઢ. ફોન : (૦૫૭૧) ૪૧૦૦૧૦/૧૧/૧૨ પ્રથમવૃત્તિ ઃ ૩-૧૨-૨૦૧૧ પૂજય ભાઈશ્રી શશીભાઈની ૭૯મી જન્મજયંતી) પ્રત' : ૫૦૦ પૃષ્ઠ સંખ્યા : પ૨૦ + ૮ = પ૨૮ પડતર કિમત : ૧૧૦/મૂલ્ય : ૨૦/ OIL લેસર થઈપ સેટિંગ : પૂજા ઈબ્રેશન્સ ૧૯૨૪૫, ૬, શાંતિનાથ બંગલોઝ, શશીપ્રભુ ચોક, રૂપાણી સર્કલ પાસે ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : ૯૭૨૫૨૫૧૧૩૧ મુક : ભગવતી ઓફસેટ . . ૧૫/- બંસીધર મિલ કંપાઉન્ડ બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦ ફોન : ૯૮૨૫૪૭૭૭૪૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ gોડાણ પૂજય શ્રી શીળી છાની Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ સૌમ્યમૂર્તિ પૂજય ભાઈશ્રી શશીભાઈ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના રજહૃદય' ભાગ-૫નું પ્રકાશન કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પ્રકાશિત વચનામૃતો તથા પત્રો ઉપર સમાદરણીય સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનોનું પ્રકાશન છે. ભાવનગરમાં ૧૯૮૯માં શ્રી સીમંધર સ્વામી દિગંબર જિનમંદિરમાં શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનો સળંગ સ્વાધ્યાય ચાલ્યો હતો. પ્રસ્તુત ધ્વનિમુદ્રિત પ્રવચનોના સી.ડી. પ્રવચનો શ્રી શશીપ્રભુ સાધના સ્મૃતિ મંદિરમાં નિયમિતરૂપે સાંભળવાનો નિત્યક્રમ ચાલી રહ્યો હતો. પ્રવચનો સાંભળ્યા બાદ ઘણા મુમુક્ષુઓને એવો ભાવ આવ્યો કે જો આ પ્રવચનો ગ્રંથારૂઢ થાય તો સર્વ મુમુક્ષુ સમાજને આત્મહિતમાં લાભનું કારણ થાય. આ ભાવનાના ફળસ્વરૂપે “રાજહૃદય' નામક ગ્રંથ પ્રકાશન કરવામાં આવી રહ્યો છે. આપણાં પરમ તારણહાર, સાગર સમાન ગંભીર, અધ્યાત્મયુગ દિવાકર પૂજ્ય ગુરુદેવશ્રી બનજીસ્વામીનો સમસ્ત મુમુક્ષુ સમાજ ઉપર અવિસ્મરણીય ઉપકાર વર્તે છે. આવા દુષમકાળમાં તીર્થકર જેવા યુગપુરુષનો જન્મ એ આપણાં સૌનું મહાન સદ્ભાગ્ય છે. પૂજ્ય ગુરુદેવશ્રીના વિશાળ અને ગહન શાસ્ત્ર અભ્યાસની શૃંખલામાં એક ગ્રંથ હતો “શ્રીમદ્ રાયંદ્ર પૂજ્ય ગુરુદેવશ્રીના પરિવર્તન બાદ તેઓશ્રીએ આ ગ્રંથ ઉપર પ્રવચનો પણ આપેલા છે અને ત્યારે કોઈ પૂછે કે, અમારે કયુ શાસ્ત્ર વાંચવું? તો પૂજ્ય ગુરુદેવશ્રી - કહેતા, શ્રીમદ્ રાજચંદ્ર વાંચો ! પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં “કૃપાળુદેવ' પ્રત્યે કેટલું બહુમાન, ઉપકારબુદ્ધિ અને ભક્તિભાવ હતો તેનો પુરાવો છે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો’. પાને પાને “કૃપાળુદેવના ગુણગ્રામ કરતો આ ગ્રંથ “કૃપાળુદેવનું પૂજ્ય ગુરુદેવશ્રીના હૃદયમાં શું સ્થાન હતું તેની પ્રસિદ્ધિ કરે છે ! પૂજ્ય ગુરુદેવશ્રીએ કહ્યું છે કે, “અત્યારે જે આ ‘સમયસાર’ વંચાય છે તે શ્રીમદ્ રાજચંદ્રનો ઉપકાર છે !” આપણા ગુરુવર કહાન' પણ જેમનો ઉપકાર માને છે અને જેમના ગુણગ્રામ કરતાં થાકતા નથી તો આપણને તો કેટલો ઉપકાર, ભક્તિ અને બહુમાન હોવા ઘટે તે સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે. જન્મ-મરણ, માનસિક અને શારીરિક દુમ્બ, પીડા, બાધા, રોગ, શોક આદિ અનેક પ્રકારના દુખથી ગ્રસિત સંસારી જીવ અનેક વિડંબનાઓને ભોગવતા પરવશ બની કાળચક્રમાં પરિભ્રમણ Page #11 -------------------------------------------------------------------------- ________________ કરી રહ્યા છે. અનેક પ્રકારના કર્મભનિત ચિત્ર-વિચિત્ર ઉદય પ્રસંગોમાં રહેતું અસમાધાન, મૂંઝવણ આદિ મટાડવાનો ઉપાય શું ? તેનું અજ્ઞાન હોવાને લીધે ન ઇચ્છતા છતાં દુખની પરંપરા અનિવાર્યપણે ભોગવી રહ્યા છે. સુખની ઝંખના, સુખની પ્રાપ્તિ માટેના વલખાં અને દુખથી ત્રસ્ત સંસારી જીવ આજ પર્યત સાચું સુખ પ્રાપ્ત નથી કરી શક્યા એ વાત વર્તમાન પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. - આવી એક અણઉકેલી સમસ્યાનું સમાધાન ગવેષવા કોઈક વિરલ જીવ જાગે છે. તેને પહેલો વિચાર એ આવે છે કે, આ સુખ-દુઃખની સમસ્યાનું સમાધાન આપનાર એવા કોઈ મહાપુરુષ છે ખરા ? જો હોય તો મારે સાતમે પાતાળે પહોંચીને પણ આ સમસ્યાનો અંત લાવવો છે ! અંતરંગથી ઉત્પન્ન થયેલી સસમાગમની ભાવના સપુરુષની શોધમાં પરિણમિત થાય છે અને કુદરતના નિયમાનુસાર તે જીવને એ દિવ્યમૂર્તિની પ્રાપ્તિ થાય છે. તે વિરલ જીવ જ્ઞાનીપુરુષ દ્વારા ઉપદિષ્ટ બોધ અનુસાર પ્રયત્ન કરતાં તેને તે સત્ય સુખની પ્રાપ્તિ થાય છે અને ક્રમશઃ સંસારદુઃખથી પરિમુક્ત થાય છે. કૃપાળુદેવે પૂર્વભવોમાં આત્મહિતાર્થે અનેક અથાગ પ્રયત્ન કર્યા હતાં છતાં એ સા નિષ્ફળ ગયા હતા પરંતુ કોઈ એક ભવમાં સત્યરુષનો યોગ થયા બાદ તેઓશ્રીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી અને અનંત જન્મ-મરણનો અંત આવ્યો હતો. માટે “કૃપાળુદેવે વર્તમાનમાં સ્વયંને પ્રત્યક્ષ સત્પરુષનો યોગ થયો ન હોવા છતાં પત્રે પત્રે સમાગમનો મહિમા નિષ્કારણ કરુણાથી માત્ર મુમુક્ષુ જીવના કલ્યાણ અર્થે ગાયો છે. કૃપાળુદેવના પરિચયમાં જે કોઈ સુપાત્ર જીવો આવેલા તેમને તે વખતની તેમની યોગ્યતાને જોઈને તેઓએ પત્રમાં માર્ગદર્શન આપેલું. આ માર્ગદર્શન વર્તમાનમાં આપણને સૌ કોઈને લાગુ પડે તેવું માર્ગદર્શન છે. " “કૃપાળુદેવ ને સમષ્ટિગત ઉપદેશ આપવાનો ઉદય નહોતો પરંતુ વ્યક્તિગત ઉપદેશ આપવાનો ઉદય હતો. માટે આ વાતની મર્યાદા સમજીને કૃપાળુદેવે' આપેલ માર્ગદર્શનને જો જીવનમાં અવધારવામાં આવે તો અવશ્ય દોષમુક્ત થવાય એ વાત નિઃસંશય છે. કૃપાળુદેવની લખાણની ભાષા ગૂઢ હોઈ પ્રાયઃ જીવ તેમના અંત:કરણને સમજી શકતો નથી. છતાં તેઓશ્રીના લખાણમાં એવો જ કોઈ ચમત્કાર છે કે આજે તેઓશ્રીની અનુપસ્થિતિમાં પણ હજારો લોકો તેમના બોધને અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ! કૃપાળુદેવના લખાણમાં રહેલી મધ્યસ્થતા, આશય ગંભીરતા, આત્મહિતનો પ્રધાન સૂર, નિષ્કારણ કરૂણા, અંગ અંગમાં નિીતરતો વૈરાગ્ય, પારલૌકિક વિચક્ષણતા, પુરુષાર્થની તીવ્ર Page #12 -------------------------------------------------------------------------- ________________ 5 - ગતિ, સરળતા, પરેચ્છાનુચારીપણું ઇત્યાદિ અનેકાનેક ગુણોથી વિભૂષિત થયેલા તેમના પત્રો એક અમૂલ્ય રત્નોની નિધિ છે ! તેઓશ્રીના લખાણમાં રહેલું ઊંડાણ તેમના હૃદયને – અંતરંગ પરિણતિને પ્રકાશે છે. અંતરંગ પરિણતિમાં વર્તતા દિવ્ય ગુણોની ઝલક તેમના લખાણમાં વ્યક્ત થઈ છે. પરંતુ આ ઝલકને પારખનારા પણ કોઈ વિરલા જીવ જ હોય છે. કોઈક જ વિરલા તેમના હૃદયને પારખી શક્યા છે, જેણે પારખ્યા તે પોતે તે દિવ્ય દશાને પામી ગયા ! એ દિવ્ય હૃદયને પરખીને વર્તમાન મુમુક્ષુ સમાજ પર્યંત તે હૃદયના ભાવોને પ્રકાશમાં લાવનાર છે 7 પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ’ ! ‘રાજહૃદય’ નામ અનુસાર ‘કૃપાળુદેવ’ના અંતરંગને ખોલનાર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ’ના અનુભવરસ ઝરતા આ પ્રવચનો અમૃતવેલડી સમાન છે. એક દિવ્યમૂર્તિને આકાર આપતા આ પ્રવચનો ‘કૃપાળુદેવ' જેવા મહાન સાધકની સાધકદશાને સ્વયંની અનુભવવાણીરૂપી ટાંકણાંથી ઉત્કીર્ણ કરીને મુમુક્ષુજીવને દર્શાવે છે કે, આ છે ‘કૃપાળુદેવ’ ! આ છે ‘રાજહૃદય’! ‘કૃપાળુદેવ’ના લખાણમાં વ્યક્ત થતાં તેઓશ્રીના અંતરંગ અલૌકિક ગુણરૂપી રત્નોના ખોબા ભરી ભરીને મુમુક્ષુ સમક્ષ મૂક્યા છે !! કોઈપણ જીવ ગ્રાહક થઈને લે તો સ્વયં એ રત્નોથી વિભૂષિત થઈ જાય ! ધન્ય છે પૂજ્ય ભાઈશ્રીના સાતિશય જ્ઞાનને અને ધન્ય છે તેમની સાતિશય પ્રવચનધારાને કે જેના દ્વારા એ દિવ્યમૂર્તિના દર્શન કરાવ્યા ! જ્ઞાનીપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલાં છે એ વાતની પ્રતીતિ કરાવતા આ પ્રવચનો મુમુક્ષુજીવ માટે રત્નોની નિધિ સમાન છે. મુમુક્ષુજીવને પોતાનું વ્યવહારિક જીવન અને નિશ્ચય જીવન કેવી રીતે ઘડવું તેવું માર્ગદર્શન ઠામ ઠામ અનેક પત્રોમાં જોવા મળે છે. નાની ઉંમરથી જ ‘કૃપાળુદેવ'ના લખાણમાં તેઓશ્રીના પૂર્વસંસ્કાર પ્રકાશિત થાય છે અને કોઈ ગજબના સાધકને આ કળિકાળમાં જન્મ ધારણ કર્યો છે તેવી પ્રતીતિ કરાવી જાય છે. લખાણની અંદર ઝળકતી પ્રૌઢતા, વૈરાગ્ય, વિવેક, આત્મહિતનો સંવેગ, વિશાળતા, સરળતા આદિ અભિવ્યક્તિઓ દર્શનીય અને મનનીય છે. ૧૭ વર્ષની ઉંમર પહેલાં લખાયેલાં દસ વચનો ઉપર પ્રવચન આપતાં પૂજ્ય ગુરુદેવશ્રી’ ફરમાવે છે કે, આ તો બાર અંગનો સાર છે ! એવા વચનોના, એ વચનના દેનાર એવા પુરુષના, અલ્પમતિ જીવ શું ગુણગ્રામ કરી શકે ? છતાં ઉપકારબુદ્ધિવશાત્ અત્ર તેઓશ્રીના થોડા ગુણોનું બહુમાન, ભક્તિ કરી તેમના ચરણોમાં વંદન કરીએ છીએ. Page #13 -------------------------------------------------------------------------- ________________ 6 પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન પ્રસંગે અધ્યાત્મ યુગસૃષ્ટ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી', તભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ‘ચંપાબહેન', ગુરુ ગૌરવ પુરુષાર્થમૂર્તિ પૂજ્ય નિહાલચંદ્ર સોગાનીજી’ તથા શાંતમૂર્તિ, ‘રાજહૃદય' ઓળખાવનાર એવા પૂજ્ય ભાઈશ્રી ‘શશીભાઈ’ના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત પ્રવચનોને સી.ડીમાંથી સાંભળીને સંપાદન કરવામાં આવેલ છે. ઘણા પ્રવચનોમાં રેકોર્ડિંગ ખરાબ હોઈ કાંક કાંક સ્પષ્ટ સંભળાતું નહિ હોવાથી ખાલી જગ્યા રાખવાવામાં આવી છે. પૂજ્ય ભાઈશ્રીના ભાવોનો પ્રવાહ યથાવત જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો એ સત્પુરુષોની તથા જિનવાણી માતાની હૃદયપૂર્વક ક્ષમા યાચીએ છીએ. ત્યારબાદ આ પ્રવચનોને બીજા મુમુક્ષુ દ્વારા ફરીથી તપાસવામાં આવે છે અને પછી જ પ્રેસ ઉપર મોકલવામાં આવે છે. સળંગ પ્રવચનો ‘ભાવનગર' જિનમંદિરમાં ચાલ્યા છે, આશરે પ૦ પ્રવચનોમાં પૂર્ણ થતા આ ગ્રંથના પ્રવચનોના લગભગ ૧૮ ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. પ્રસ્તુત ગ્રંથમાં જે પત્રો ઉપરના પ્રવચનો તે શૃંખલામાં નહિ હોવાથી ત્યારબાદ પાછળથી બીજે સ્થળે તે જ પત્ર ઉપરના પ્રવચનો ચાલ્યા હોય તો ત્યાં તે પ્રવચનો લેવામાં આવેલ છે. જે પ્રવચનો હિન્દીમાં ચાલેલા છે તેની માત્ર લિપી ગુજરાતી કરીને લેવામાં આવ્યા છે. બહારગામ ચાલેલા પ્રવચનનોનું સ્થળ-નિર્દેશન જે તે પ્રવચનના મથાળામાં આપવામાં આવેલ છે. ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુમુક્ષુઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર માનવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનો ઉલ્લેખ અન્યત્ર આપવામાં આવેલ છે તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે પૂજા ઇમ્પ્રેશન્સ’નો તથા સુંદર મુદ્રણ કાર્ય માટે મે. ભગવતી ઑફસેટ'નો આભાર માનવામાં આવે છે. અંતતઃ ‘રાજહૃદયમાંથી પ્રવાહિત આ અવિરત અમૃત સરવાણીને પીને પ્રત્યેક જીવ શાશ્વત સુખને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ. તા. ૧૦-૧૧-૨૦૧૧ (કાર્તિકી પૂર્ણિમા ‘શ્રીમદ્ રાજચંદ્ર' જન્મજયંતી દિવસ) ટ્રસ્ટીગણ વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન અનુક્રમણિકા પ્રવચન ન. પત્રક પાના ન. ૮૨. ૮૩. XX. ૩૬. ૭૩૭. $ $ $ $ ૨. પત્રાંક-૨૯૯ થી ૩૦૧ પત્રાંક-૩૦૪ થી ૩૬ પત્રાંક-૩૦૭ થી ૩૧૧ પત્રાંક-૩૧૩ પત્રાંક-૩૧૩ પત્રાંક-૩૧૪ થી ૩૧૫ પત્રાંક-૩૧૬-૩૧૭ પત્રાંક-૩૧૭-૩૧૮ પત્રાંક-૩૧૯ થી ૩૨૧ પત્રાંક-૩૨૨ પત્રાંક-૩૨૨ થી ૩૨૮ પત્રાંક-૩૨૮-૩૨૯ . પત્રાંક-૩૩૦ પત્રાંક-૩૩૩૩૧ પત્રાંક-૩૩૨-૩૩૩ પત્રાંક-૩૩૪ થી ૩૩૫ પત્રાંક-૩૩૫ થી ૩૩૭ પત્રાંક-૩૪૧ થી ૩૪૭ પત્રાંક-૩૪૮ થી ૩પર પત્રાંક-૩પ૭ થી ૩પ૬ પત્રાંક-૩૫-૩૫૮ પત્રાંક-૩૫૯ થી ૩૬૩ પત્રાંક-૩૬૪ થી ૩૬૭ પત્રાંક-૩૬૮ થી ૩૭૧ પત્રાંક-૩૭૧-૩૭૩ પત્રાંક-૩૭૩ . ૦૦૧ ૦૧૨ ૦૩૪ ૦૫૬ ૦૭૦ ૦૭૫ ૦૯૬ ૧૧૯ ૧૩૮ ૧૫૯ ૧૮૦ ૨૦૧ ૨૨૨ ૨૪૨ ૨૬૦ ૨૮૧ ૩૦૨ ૩૨૩ ૩૪૬ ૩૬૭ ૩૮૮ ૪૦૬ ૪૨૭ ૪૪૯ ૪૭૨ ૪૯૪ ૯૪. ૯૫. ૯૬ $ $ $ $ $ $ ૧૦૧ ૧૦૨. ૧૦૩. ૧૦૪. ૧૦૫ ૧૦૮. Page #15 -------------------------------------------------------------------------- ________________ 8 ‘રાજદય' ભાગ-૫ના પ્રકાશનાર્થે પ્રાપ્ત દાનાશિ જમનાદાસ હેમચંદ હેમાણી ચેરિટેબલ ટ્રસ્ટ, કોલકાટ દ્વારા સ્વ. પ્રાણકુંવરબહેન હેમાણીના સ્મરણાર્થે, હ. શ્રી ડોલરભાઈ હેમાણી સ્વ. શ્રી ગુણવંતરાય જે. હેમાણીના સ્મરણાર્થે, મુંબઈ શ્રીમતી વીણાબહેન વીરેન્દ્રભાઈ શાહ, મદ્રાસ નેસાસ, હ. ઝવેરીભાઈ, મુંબઈ શ્રીમતી ચંદ્રિકાબહેન શશીકાંતભાઈ શેઠ, ભાવનગર શ્રી તલકસિંહ ગાંગજી છેડા, મુંબઈ શ્રીમતી સાકરબહેન મેઘજી રંભીયા, મુંબઈ એક મુમુક્ષુ, યુગાન્ડા શ્રી તનસુખરાય, માલવીયાનગર શ્રીમતિ લક્ષ્મીબહેન ખીમજીભાઈ ગંગર, વીલેપાર્લે મુંબઈ શ્રી પ્રશાંતભાઈ મહેન્દ્રકુમાર જૈન, મુંબઈ શ્રી અજીતભાઈ શાહ, ભાવનગર શ્રીમતી અનુરાધા મનોજભાઈ, ભોપાલ શ્રી નીતિન જૈન, આગ્રા શ્રીમતી ઉષાબહેન બાકલીવાલ, જ્યપુર શ્રીમતી જયાબહેન, મદ્રાસ શ્રીમતી નલિનીબહેન ધર્મેન્દ્રભાઈ વોરા, ભાવનગર શ્રી હેમંતભાઈ સી. શાહ, મુંબઈ શ્રીમતી વિમલાદેવી હીરાલાલ જૈન, ભાવનગર શ્રી પિયુષભાઈ ભાયાણી, કોલકાટા એસ.ડી. જૈન, અમદાવાદ શ્રી મહેન્દ્રકુમાર જૈન, ઇંદોર શ્રી પરિચંદજી ઘોષાલ, કોલકાા શ્રી જયેન્દ્રભાઈ કાપડિયા, ભાવનગર શ્રીમતી ચારુબહેન નિલેષભાઈ જૈન, ભાવનગર શ્રીકાંત ઔષધાલય, અકલુજ એક મુમુક્ષુ, અમેરિકા, એક મુમુક્ષુ, ભાવનગર શ્રી ગોબરભાઈ, સોનગઢ શ્રીમતી પ્રેમલતા જૈન શ્રીરામ કસ્તુરી, બેલગામ હીરલ વોચ સ્વ. કસ્તુરીબહેન લક્ષ્મીચંદ શાહ, અમદાવાદ, હ. કનુભાઈ શાહ સ્વ. મધુબહેન કનુભાઈ શાહ, અમદવાદ, હ. કનુભાઈ શાહ ડૉ. રેખાબહેન ઉદાણી, રાજકોટ ૨૫,૦૦૦/૨૫,૦૦૦/ ૨૫,૦૦૦/ ૨૦,૦૦૦/ ૧૧,૦૦૦/ ૧૦,૦૦૦/ 10,000/ ૫,૦૬૦/ ૫,૦૦૦/ ૫,૦૦૦/ ૫,000/ ૫,૦૦૦/ ૫,000/ ૫,૦૦૦/ ૫,000/ ૪,000/ ૨,૫૦૦/ ૨,૫૦૦/ ૨,૧૦૦/ ૨,૧૦૦/ ૧,૮૦૦/ ૧,૧૦૦/ ૧,000/ 1,000/ ૧,૦૦૦/ ૧,૦૦૦/ ૧,000/ ૧,૦૦૦/ ૫૦૧૪ ૫૦૧/ ૫૦૧/ 400/ ૨૫૧/ ૨૫૧/ ૨૩૦૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્મરણાંજલિ જન્મ : ૮-૧૦-૧૯૧૦ દેહવિલય : પ-૧૦-૨૦૦૩ ગં. સ્વ. પ્રાણકુંવરબહેન જમનાદાસ હેમાણીની પુણ્યસ્મૃતિમાં હેમાણી પરિવાર Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાસુમન સ્વ. ગુણવંતરાય જમનાદાસ હેમાણીની સ્મૃતિમાં હેમાણી પરિવાર જન્મ તારીખઃ ૨૭-૫-૧૯૪૦ અવસાન તારીખઃ ૨૫-૮-૨૦૧૧ Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ नमः श्रीसिद्धेभ्यः રાજહૃદય ભાગ-૫ પત્રાંક-૨૯૯ વવાણિયા, કાર્તિક સુદ ૭, વિ, ૧૯૪૮ ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જ્ગતની વિસ્મૃતિ કરવી અને સા ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે, અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ રાજહૃદય ભાગ-૫ એ લક્ષ આગળ થયા વિના જપ, તપ, ધ્યાન કે દાન કોઈની યથાયોગ્ય સિદ્ધિ નથી, અને ત્યાં સુધી ધ્યાનાદિક નહીં જેવા કામનાં છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજવાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. તા. ૧૧-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૮૨ પત્રાંક ૨૯૯ થી ૩૦૧ પત્રાંક ૨૯૯, પાનું ૩૦૬. ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતુના ચરણમાં રહેવું,' શાસ્ત્રવાંચનને પણ અહીંયાં ક્રિયામાં ગણ્યું છે. તપ તો બાહ્ય ક્રિયા સ્પષ્ટપણે સમજાય છે પણ શાસ્ત્રવાંચન, એ પણ અહીંયાં ક્રિયા ગણી છે. એટલે બાહ્ય ક્રિયા લેવી. પરિણામ પણ જ્યાં સુધી બહાર ને બહાર હોય છે અથવા આર્તધ્યાનયુક્ત હોય છે. ધ્યાનથી તરત પકડાય છે, આર્તધ્યાન છે. પણ કામ શું કરવાનું છે એ લક્ષમાં હોવું જોઈએ. અસ્તિ-નાસ્તિથી બે વાત કરી છે. બહારની અને બહારની ક્રિયામાં આ વાત લીધી છે કે જગતની વિસ્મૃતિ કરવી. જગતની વિસ્મૃતિ કરવી એટલે જગત પ્રત્યેનું કુતૂહલ છોડવું, જે ૫૨ રુચિના પરિણામ સ્વરૂપ છે અને સ્વરૂપ રુચિના અભાવસ્વરૂપ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩ પત્રાંક-૨૯૯ છે એવું જે જગત તેની વિસ્મૃતિ કરવી. બીજું જગત એટલે પોતાનો જે ઉદય છે, પોતાને ઉદયમાન જેટલા સંયોગો છે, જ્યાં એને પોતાનો સંબંધ લાગે એવો જેટલો કોઈ વિસ્તારવાળો સંયોગ છે એ બધું પોતાનું જગત છે. આ મારા ફલાણા, આ અમારા ફલાણા, એ બધું પોતાનું જગત પોતે ઊભું કર્યું. પોતે માનેલું પોતાનું જગત છે તેની વિસ્મૃતિ કરવી. તેની વિસ્મૃતિ કરવી એટલે તેનાથી ભિન્ન પડવું એમ એની વિસ્મૃતિ કરવી. ભિન્ન પડવું. અથવા જપ, તપ, ક્રિયા અને શાસ્ત્રવાંચનનો હેતુ એ છે કે સંયોગોને મારા થતા અટકાવવા. કેમકે તપમાં ત્યાગ છે. શાસ્ત્રમાં એ પ્રકારની સમજણ કરવાની છે તો એનું કાર્ય આવવું જોઈએ કે મમત્વભાવ છે એ ન ઊપજવો જોઈએ. એને જગતની વિસ્મૃતિ કરવી એમ કહે છે. અને સા ચરણમાં રહેવું.' બહારમાં અને બહારમાં એ વાત લીધી છે કે કોઈ સત્પુરુષના ચરણમાં રહેવું. શાસ્ત્રવાંચનનો હેતુ એ લીધો. જપ, તપનો હેતુ એ લીધો કે સુના ચરણમાં રહેવું. બંનેમાં આત્મહેતુ સામાન્ય છે, આત્મહિત સામાન્ય છે, આત્મહિતનો હેતુ છે એ બંનેમાં સામાન્ય છે. પણ સીધું સામાન્યપણે એમ કહે કે આત્મહિતાર્થે શાસ્ત્રવાંચન કરવું, આત્મહિતાર્થે જપ, તપ ક્રિયા કરવી તો એટલી ઘડ ન બેસે. ખોલીને કહે છે કે જગતનું વિસ્મરણ કરવું, મમત્વ અટકાવવું અને સા ચરણમાં રહેવું. અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.' પોતાના કર્તવ્ય અને અકર્તવ્યની સૂઝ આ લક્ષે આવે છે. નહિતર કર્તવ્ય-અકર્તવ્યની સૂઝ નથી આવતી એમ કહેવું છે. અથવા જીવ જપ, તપ કરશે, શાસ્ત્રવાંચન ક૨શે તો પણ મમત્વ નહિ છોડી શકે. અથવા સત્પુરુષના મહિમાથી સત્પુરુષના ચરણમાં રહેવાનું નહિ કરી શકે. એટલે એને કર્તવ્ય નહિ સમજાય, અકર્તવ્ય પણ નહિ સમજાય. અકર્તવ્યને કરે છે એનો અર્થ એ કે એને કર્તવ્ય સમજાતું નથી. ત્યારે તો અકર્તવ્યને કરે છે ને ! એટલે કહ્યું કે, એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી...' એ લક્ષે જ પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું તે સમજાય છે, શું ન કરવું તે પણ સમજાય છે અથવા યથાર્થતા આવે છે. બીજો સામાન્ય અર્થ લઈએ તો એને યથાર્થ શું એ સમજાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુની ભૂમિકામાં સમ્યકજ્ઞાન થયા પહેલાં જ્ઞાનમાં યથાર્થતા અને અયથાર્થતા વિષયક સમજ આવવી એ સમ્યજ્ઞાન થવાની પહેલી નિશાની છે. એવા જીવને સમ્યજ્ઞાન આગળ વધીને પ્રાપ્ત થવા યોગ્ય છે. જો યથાર્થતા અને અયથાર્થતાની સમજ ન આવે તો એને સમ્યકજ્ઞાન થવાનો આગળ કોઈ અવકાશ નથી. અથવા તો યથાર્થતા અને અયથાર્થતાનો પોતાના પ્રયોજન વિશેનો જે વિવેક છે, એ જ જ્ઞાન આગળ વધીને સમ્યજ્ઞાનરૂપ પરિણમે છે. એ જ જ્ઞાન એ રીતે વિશેષ નિર્મળ થઈને કામ કરે છે. માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે.' જગતની વિસ્મૃતિ કરવી, સના ચરણમાં • રહેવું. આ બે લક્ષ રાખીને બધા સાધન કરવા અથવા જપ, તપ કે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, બીજા પ્રકારે ન કરવો. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી. એટલે જપ, તપનો નિષેધ કરીને કોઈ અશુદ્ધ પરિણામમાં લઈ જવાનો હેતુ નથી. જપતપાદિક કિંઈ નિષેધવા યોગ્ય નથી. પણ આમાં શું છે, જપ-તપ-શાસ્ત્રાદિકમાં લક્ષ શું છે. એના ઉપર એનું મૂલ્યાંકન છે. જપ-તપનું મૂલ્યાંકન માત્ર જપ-તપને લીધે નથી એમ કહેવું છે. કયા લક્ષે જીવ કરે છે એના ઉપર એનું મૂલ્યાંકન છે. એટલે કરે છે એ નથી જોવાતું. ક્યા લક્ષે કરે છે એ ખરેખર જોવાનો અને તપાસવાનો વિષય છે, ખાસ કરીને પોતે પોતાને માટે. જપતપાદિક કઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી. જોયું ? આ સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે આ લક્ષ હોવું જરૂરી છે કે હું જગતની વિસ્મૃતિ એટલે મારા ઉદયમાન સંયોગોમાં મારાપણું છોડવાનો મારો પ્રયાસ આ ક્રિયાથી ચાલે છે ? એ લક્ષે આ થાય છે કે કોઈ બીજા લક્ષે થાય છે ? અને જો કોઈ વિદ્યમાન સન્દુરુષ હોય તો, ન હોય તો એની ખોજ, ન હોય તો એના ચરણમાં રહેવાની ભાવના એમ. અને હોય તો રહેવાનો ભાવ, અભિપ્રાય હોવો જોઈએ). મુમુક્ષુ – એ લક્ષણ એનો ધ્રુવ કાંટો છે. પૂજ્ય ભાઈશ્રી :- ધ્રુવ કાંટો છે. બધે એ વાત લીધી છે. ફેરવી ફેરવીને બધે એ વાત લીધી છે. એ તો ઘણીવાર વિચાર આવે છે કે ગ્રંથનું નામ જ “સત્સંગનું Page #24 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૨૯ મૂલ્ય શું છે એવું કોઈ Title લેવાની જરૂર હતી. એમના પત્રો છે એના નામથી જ ગ્રંથનું નામ રાખ્યું છે. એમાં તો એમ કહેવું છે કે શ્રીમદ્ રાજચંદ્ર શું હતા ? કોણ હતા ? કેવા હતા ? અથવા એમને ઓળખવા હોય તો આ રહ્યા એમના પત્રો. એ ગ્રંથનું જે Title છે એના ઉપરથી એમ લાગે છે. એમણે જે મુખ્ય કહ્યું આ એક જ વાત કરી છે, પત્રે પત્રે આ એક વાત કરી છે. મુમુક્ષ :- આગમને અને દેવ-ગુરુશાસ્ત્રને માનીએ છીએ. પૂજ્ય ભાઈશ્રી :- હા, એવું જીવને લાગે છે કે, હું જિનવચન અનુસાર જ પ્રવર્તી છું. શાસ્ત્રમાં એમ આવે છે કે ભ્રાંતિગતપણે પણ જીવને એવું લાગે છે કે હું જિનવચન અનુસાર જ પ્રવર્તે છું. પણ ખરેખર એમ હોતું નથી. આમ છે. એટલે થોડી વધારે સાવધાની રાખવા યોગ્ય છે. અને એના માટે સત્સંગ જેવું ઉપકારી સાધન કોઈ નથી. આ ફરી ફરીને એમને એ કહેવું છે. ' “એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. આ બધા શાસ્ત્રનો સાર મૂકી દીધો. આટલું કહેવા માટે બધા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. સમસ્ત પ્રતિપાદન જાણે કે આ કારણથી જ છે એમ પોતાને ભાસ્યું છે એ સ્પષ્ટ કર્યું. મુમુક્ષુ :- બાર અંગમાં પણ આ જ કહેવું છે ? પૂજ્ય ભાઈશ્રી :- સઘળા શાસ્ત્રો. બાર અંગ એટલે સઘળા શાસ્ત્રો આવી ગયા કે નહિ ? આ કહેવા માટે સઘળા શાસ્ત્રો છે. મુમુક્ષુ :- “શીમજી આચાર્ય નહોતા. પૂજ્ય ભાઈશ્રી – હા, એ વાત ખરી. એવી દલીલો આવે છે ને ! દલીલો આવે છે. પણ શ્રીમદ્જી' આચાર્ય નહોતા એમ કહેનાર કોઈ આચાર્ય છે ? આચાર્ય તો એમ કહેશે કે અમને એ માન્ય છે. શું કહેશે ? હવે જે પોતે આચાર્ય નથી એ આચાર્યપણું કરે છે. કે “શ્રીમદ્જી' ક્યાં આચાર્ય છે ? ટોડરમલજી' ક્યાં આચાર્ય છે ? લોકોની આ દલીલ આવે છે. પણ પોતે ક્યાં આચાર્ય છે ? પોતે તો આચાર્ય થઈને બેસે છે અને જે સંમત કરવાયોગ્ય છે એવા સપુરુષ એ આચાર્ય નથી એમ કરીને ઉડાવે છે. મુમુક્ષુ :- જેમ બુદ્ધિગમ્ય આ વિષે ૫૫ વર્ષ સુધી આવ્યું નથી. અત્યાર સુધી નથી આવ્યું એમ ને એમ અનંત કાળ નીકળી ગયો ? Page #25 -------------------------------------------------------------------------- ________________ ગુજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :– હા, અનંત કાળ નીકળી ગયો. અથવા ધર્મના ક્ષેત્રમાં આવીને આ જ ભૂલ કરી છે. શાસ્ત્ર વાંચ્યા, જપ-તપાદિક ક્રિયા કરી પણ સત્પુરુષનું ચરણ ચૂક્યો. જગતની વિસ્મૃતિ તો થાય જ ક્યાંથી ? એ તો પ્રશ્ન જ ક્યાં છે ? મુમુક્ષુ :- સત્પુરુષના ચરણોમાં તો ૩૦ વર્ષથી છીએ. પૂજ્ય ભાઈશ્રી :– એમ માન્યું છે. એવું માન્યું છે કે આપણે તો આ સત્પુરુષના ચરણમાં રહ્યા છીએ. પણ સત્પુરુષના ચરણમાં રહ્યા હોઈએ તો એનો જે લાભ છે એ થયા વિના રહે નહિ. પારસમણિ લોઢાને સોનું ન કરે તો કાં લોઢું નથી કાં પારસમણિ નથી. પારસમણિને તો સ્વીકારીએ છીએ. અને આ તો એવો પારસમણિ છે કે લોઢાને પારસમણિ કરે, સોનું ન કરે. પોતે પારસમણી અને સામાને પણ પારસમણિ કરે. એવા પારસમણિ છે આ. પણ પોતે લોઢાથી પણ બદતર પરિસ્થિતિમાં રહે તો પારસમણિ શું કરે ? એવી વાત છે. મુમુક્ષુ :– લોઢાથી પણ બદતર ? પૂજ્ય ભાઈશ્રી :- હા. નહિતર તો પારસમણિ થઈ જાય ને ! બહુ વિચારવા યોગ્ય વિષય છે. બહુ સૂક્ષ્મતાથી વિચારવા (યોગ્ય), ગંભીરતાથી વિચારવા યોગ્ય વિષય છે. નહિતર આ જે વાત લખી છે એનું મૂલ્ય ઘણું છે, થોડું નથી. જીવ સંસારથી પાર ઊતરી જાય અને સંસારમાં રખડતો જે સામાન્ય પ્રાણી છે એ મટીને સિદ્ધપદે જઈને બિરાજમાન થાય એવું એનું ફળ છે. ફ્ળ કાંઈ સામાન્ય નથી. એટલી કિમત આવવી જોઈએ અને એટલી કિમત આવે એ એટલી કિમતે એમાં પ્રવર્તે. મુમુક્ષુ :- ‘શ્રીમદ્જી’ આચાર્ય નહોતા પણ અત્યારે એણે જે બહુમાન કર્યું છે એ કોઈ કાળમાં કોઈએ કર્યું નથી. ખોબો ભરીને રૂપિયા આપ્યા છે. પૂજ્ય ભાઈશ્રી :– એના કરતાં પણ એમાં રહેલો અભિપ્રાય વિચારવા જેવો છે. એમ જે કહે છે એ સત્પુરુષને ઉડાવવા માગે છે. આ કાળમાં આચાર્ય નથી, મુનિરાજ નથી દેખાતા. મુમુક્ષુ :– શ્રીમદ્ભુ’એ તો ઘણું બહુમાન કર્યું છે. એના જેવું કોઈને .. પૂજ્ય ભાઈશ્રી :- આ તો જે આચાર્ય નથી એમ કહે છે એના અભિપ્રાયમાં ભયંકરતા શું છે એ વિચારવા જેવી છે. એ ઘણો ભયંકર અભિપ્રાય છે. અરિહંત અને આચાર્ય (વર્તમાનમાં) છે નહિ. એક સત્પુરુષ છે. પોકારી પોકારીને કહે છે કે Page #26 -------------------------------------------------------------------------- ________________ પોંક—૩૦૦ સત્પુરુષના ચરણમાં જવું. અહીંથી જ એને ઉડાડ્યા કે એ ક્યાં આચાર્ય છે કે એનું માનીએ ? આચાર્ય નથી એટલે એનું માન્ય કરવા યોગ્ય નથી. એટલે વર્તમાનમાં મોક્ષમાર્ગનું એકમાત્ર જે નિમિત્ત સાધન (છે) એને ખતમ કરવાની એની અંદર વાત છે. એટલે કે મોક્ષમાર્ગ બંધ કરી દેવાની વાત છે. એવો એ જબરદસ્ત અપસિદ્ધાંત છે, બહુ મોટો અપસિદ્ધાંત છે. મુમુક્ષુ :- મોક્ષમાર્ગે બધો લોપ થઈ જાય પૂજ્ય ભાઈશ્રી :- બધો લોપ થઈ જાય. બધું બંધ કરવાની વાત છે. ૨૯૯ ૫ત્ર પૂરો) થયો. પત્રાંક-૩૦૦ વાણિયા, કારતક સુદ ૮, સોમ, ૧૯૪૮ ဆိ બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેનાં ચારે પત્રો વાંચ્યાં છે. મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઇચ્છા છે તો તેમ કરવામાં કંઈ અડચણ નથી; તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જગ઼ાય છે, કે એમના સમાગમાર્થે અમુક મનુષ્યો જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ. અમને પ્રતિબંધરૂપ થાય છે. કીલાભાઈને જણાવશો કે તમે પત્રેચ્છા કરી પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય તો તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી.. ૩૦૦, ‘અંબાલાલ લાલચંદ' ઉ૫૨નો પત્ર છે. બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેના ચારે પત્રો વાંચ્યાં છે.’ ખંભાત'ના મુમુક્ષુ ભાઈઓના પત્રો છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ જહૃદય ભાગ-૫ “મગનલાલ, કિલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઇચ્છા છે. પોતે વવાણિયાથી મુંબઈ જવાના હશે... એ સમયમાં આ ટ્રેન-રેલવે ચાલુ થઈ ગયેલી. એટલે ત્યાં થઈને પસાર થવાના હશે. “મુંબઈ પહોંચ્યા છે. વચ્ચે “મોરબી અઠવાડિયું રોકાઈને જવાના હતા. આણંદ માગશર સુદ બીજ. “આણંદ પણ ગયા છે. માગશર સુદ બીજે “આણંદા છે. અને મુંબઈથી પહેલો પત્ર માગશર સુદ ૧૪નો છે. મુમુક્ષુ- આણંદ ગયા છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, માગશર સુદ બીજ “આણંદ છે. એટલે “આણંદ રોકાયેલા છે. આ બધા મળવા આવવાના હતા એટલે “આણંદ ઊતરી ગયા છે. તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાર્થે અમુક મનુષ્યો જાય છે...... તમે બધા ભેગા થઈને આવશો તો બીજામાં એ વાતથી એ વાત પ્રચલિત થશે કે ફ્લાણા કારણથી આ બધા “આણંદ ગયા. આ બધા ખંભાતના મુમુક્ષુ હતા. ખંભાતથી “આણંદ બધા સાથે આવે તો એ વાત જાહેર થશે. પ્રગટ થશે એટલે જાહેર થશે કે એમના સમાગમ અર્થે અમુક અમુક મનુષ્યો જાય છે. જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ તે ખ્યાલમાં રાખશો. સૂચના કરી છે કે આ વાતનો હોબાળો કરવાની જરૂર નથી કે અમે જઈએ. છીએ.... અમે જઈએ છીએ.... ચાલો બધા અમે જઈએ છીએ. જેને ખાસ એ પ્રકારનો ભાવ હોય અને એકબીજા પરિચિત હોય તો એ અંદરોઅંદર નક્કી કરી, બહાર બીજાને બહુ ખ્યાલ ન આવે એવી રીતે આ Programme કરવો, એમ એમનું કહેવું છે. બહુ પ્રસિદ્ધિમાં ન આવવું જોઈએ. - “તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. પરિચય વધે છે એ અમને બંધન છે, અમારે એ બંધન જોઈતું નથી. કઈ રીતે લાઈન પકડી છે ! અનેક માણસોનો પરિચય વધે છે તો એ જાતનું બંધન ગમતું નથી). લોકો તો પોતાના અનુયાયીઓ વધારવા પ્રયત્ન કરે. જેમ દુકાનદાર ગ્રાહક વધારવાનો પ્રયત્ન કરે, જાહેરાતો કરે, Showroom ગોઠવે. સપુરુષની વાત જુદી છે. એ કહે છે કે અમારે કાંઈ પ્રસિદ્ધિમાં આવવું નથી. એ અમને પ્રતિબંધ છે. કાભાઈને જણાવશો કે તમે પચ્છા કરી પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. એટલે પત્રમાં કાંઈક સ્થૂળતા દેખાણી હશે એ પત્રથી કાંઈ તમને પ્રયોજન Page #28 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૧ સિદ્ધ નહીં થાય. કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય.” પત્રથી પૂછાવ્યું હશે. તો તેમણે આણંદ હર્ષપૂર્વક...” એટલે ખુશીથી કરવી.' રૂબરૂ મળે ત્યારે પૂછી લે. પત્રમાં એ સમજી શકે એવી યોગ્યતા નથી લાગતી. પત્રક-૩૦૧ વિવાણિયા, કાર્તિક સુદ ૮, સોમ, ૧૯૪૮ સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય, જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં. 1 વિ. રાયચંદના ય. ૩૦૧મો પત્ર “સોભાગભાઈ ઉપરનો છે. “સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય’ સ્મરણ કરવા યોગ્ય લીધા છે. પોતાને સ્મરણમાં આવે પણ છે એટલે એમ લખે છે). મુમુક્ષુ - Heading વાંચીને જ તૃપ્તિ થઈ જાય, આગળની વાત તો કાંઈ... પૂજ્ય ભાઈશ્રી :- જુદું પાડે છે. બધાથી એમને પહેલેથી જુદાં પાડ્યા છે. પણ એ લક્ષ તો આજે પણ એમના સમાજમાં નથી. એમના આશ્રમો છે, એમના મંડળો. છે ત્યાં બીજા લોકોની પ્રસિદ્ધિ કરી છે. બીજામાં ખાસ કરીને તો આ “અગાસવાળા લલ્લુજી મહારાજની પ્રસિદ્ધિ (બહુ કરી છે. પ્રભુશ્રી કહે છે અથવા “લઘુરાજસ્વામી કહે છે. “સોભાગભાઈની સાયલા સિવાય એટલી પ્રસિદ્ધિ નથી. “સાયલામાં તો એમના નામથી જ ટ્રસ્ટ છે. “સાયલા તો એમનું ગામ છે અને એમના પરિચયથી બીજા જે પેઢી દર પેઢીથી જે લોકો રહ્યા, પરિચયમાં આવ્યા એ લોકો જ પછી અહીં સુધી અત્યારે ચલાવે છે. સપુરુષના સમાગમ વિના બધી જે ગડબડ ઊભી થાય Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચજહૃદય ભાગ-૫ એ ગડબડ સ્પષ્ટ જોવામાં આવે છે. અહીંયાં વેદાંતની જે માન્યતા છે એના ઉપરથી વાત કાઢી છે. “જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” અથવા તો જ આ સંસારમાં તરીને ચાલી શકાશે, નહિતર અપરાધમાં આવ્યા વિના રહેવાશે નહિ. નિરપરાધિપણે નહિ જીવી શકાય. કોઈને કોઈ રીતે વિરાધના થઈ જશે એમ કહેવું છે. મુમુક્ષુ - એક એક વચન મુમુક્ષુ માટે અમૂલ્ય છે. પૂજ્ય ભાઈશ્રી – હા, એક એક વાત એકદમ (કામની કરી છે. આ તો મુમુક્ષુને જ લાઇનદોરી આપી છે. ખરેખર તો જ્ઞાનીએ મુમુક્ષુને લાઈનદોરી આપી છે કે તારે જગતમાં રહેવું હોય, સંસારમાં રહેવું હોય તો આ રીતે રહે તો બચી શકીશ નહિતર નહીં બચે, બચવું મુશ્કેલ છે. . . . . -- - . .. . . . . . . | મુમુક્ષ - એમણે Challange આપી છે એ આજે યથાર્થ લાગે છે, મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. - પૂજ્ય ભાઈશ્રી :- હા. મારી પાસેથી લેજે. એ તો Guaranteed વાત છે. કોઈ મહાન પ્રમાણિક વ્યક્તિએ Guarantee આપી છે. કોઈ સામાન્ય માણસે Guarantee નથી આપી. વિશ્વાસ તો પ્રમાણિકતા ઉપર જ મુકાય છે. તો એકદમ પ્રમાણિક પુરુષની - Guarantee છે-ખાત્રી છે. “જગત આત્મરૂપ માનવામાં આવે.” એટલે બધા આત્મા મારા જેવા છે. પેલા વેદાંતી) લોકો પરમબ્રહ્મ કહે છે ને ! એક આત્મામય (છે). તો અહીંથી આમ કાઢ્યું. આખું જગત આત્મામય છે એટલે બધા આત્મા મારા જેવા છે. કોઈ મારા કરતા હણો છે એમ નથી લેવાનું. મુમુક્ષુ :- બધા ભગવાન છે. પૂજ્ય ભાઈશ્રી - બધા ભગવાન છે. ભગવાન આત્માની દૃષ્ટિ. સીધી વાત છે. જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; જે થાય છે તે કુદરતી યથાસમયે છએ દ્રવ્યોની પર્યાય, પોતાના ગુણધર્મ અનુસાર યોગ્ય જ પરિણમે છે, બીજી રીતે પરિણમતી નથી. આ પંચમકાળ છે અત્યારે, તો. Page #30 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૧ ૧૧ પંચમકાળ સારો છે એમ કોઈ અપેક્ષાએ વિચારમાં આવે એવી વાત નથી. એમાં પણ પાછો આ સુંડાવસÍણી (કાળ) છે. ભગવાન મહાવીર' પછી શાસનની અંદર બહુ તરત જ તડા પડવાના શરૂ થઈ ગયા. એકદમ ! પહેલાં શ્વેતામ્બર, દિગંબર થયા પણ એ તો એવું શ્વેતામ્બરપણું અને દિગંબરપણું તો ઘણા વર્ષે પ્રસિદ્ધ થયું. પણ જે તડ પડી એ તડ મોટી થતી ગઈ અને પોતપોતાના અભિપ્રાયોની જે પકડ મજબૂત થતી ગઈ, પછી એકબીજા ઉપર એકબીજાનું આક્રમણ થતું ગયું. આ બધા જ પ્રકારો ઊભા થયા એ તરત જ ૨૦૦૪૦૦-૫૦૦ વર્ષમાં તો એકદમ ડહોળાવા માંડી ગઈ. | મુમુક્ષુ - ૫00 વર્ષ પછી તો નિગ્રંથ માર્ગ અને નિગ્રંથ મુનિ એક શબ્દ હતા. શ્વેતામ્બર થયા પછી એકબીજાના... - પૂજ્ય ભાઈશ્રી - ત્યાં સુધી શું છે એ લોકોએ વસ્ત્રો નહોતા પહેર્યાં. મુખ્ય વાત શું છે ? કે બાહ્યાચરણમાં જે ફેરફાર કરે છે અથવા શાસ્ત્રમાં જે સમજણ શક્તિની ક્ષતિને લઈને જે વિપયસ, જ્ઞાનનો વિપર્યાસ–સમજણનો વિપર્યાસ-ઊભો થાય છે એ બંનેનું મૂળ એક ત્રીજી વાત છે, અને તે છે દર્શનમોહ. નહિતર શું થાય કે પોતાના આચારણની અંદર શિથિલતા આવે એને દોષ સમજે, પણ એ બરાબર છે અને એનો બચાવ કરે, એનો સિદ્ધાંત ઊભો કરે એવું ન કરે. જ્યારે શિથિલાચારમાં જે મુનિઓ આવવા માંડ્યા એણે એને પોષણ આપવા માટે એવું જ અર્થઘટન કરવા લાગ્યા, એવું જ અર્થઘટન કરવા લાગ્યા. એ વખતે તો શાસ્ત્રો નહોતા પણ મુખપાઠે જે મંત્રો, સૂત્રો હતા એનું એવું અર્થઘટન કરવા લાગ્યા. પછી જોયું કે આવું અર્થઘટન કરવામાં આપણા કરતાં પણ સમર્થ પુરુષો છે એ સારું અર્થઘટન કરે છે અને આપણું મોળું પડે છે એટલે એ વિષયને ગ્રંથારૂઢ કર્યા, એ સિદ્ધાંતોને ગ્રંથારૂઢ કર્યા. ગ્રંથમાં કોઈ વાત આવે એટલે સામાન્ય માણસને–આમજનતાને પુસ્તકારૂઢ થયેલી વાત એ જમાનામાં માન્ય થઈ જતી. આનું તો શાસ્ત્ર છે, આનો તો ગ્રંથ છે એમ કહેવાય. અત્યારે જે પુસ્તકની કિમત નથી એવું નથી. પહેલાં તો કાંઈક કિમતી વાતના જ પુસ્તકો બનતા. અત્યારે તો ગમે તે વાતના પુસ્તકો બને છે, એવું પહેલાં નહોતું. એ પુસ્તકારૂઢ થવા લાગ્યું. મૂળમાં દર્શનમોહે ઘણું કામ કર્યું. દર્શનમોહની પ્રબળતા અને દર્શનમોહની પ્રબળતાવાળા જીવોની સંખ્યા વધારે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૪ વિવાણિયા, કાર્તિક સુદ ૧૯૪૮ યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતાં નથી. અનંત કાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજજા ઘણું કરીને એ કારણનાં મૂળ હોય છે. એવાં કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા તે ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે; અર્થાતુ મન મળતું નથી. પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકત કરી છે; અર્થાતુ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવો ઉદયકાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે; નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મૌન્યતા છે અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ છેથઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી “સતુ નું યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારો સમાગમ ન થતાં પણ ઘણી વ્યાવહારિક અને લોકલજજાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે; અને તે પર મને કાળો છે. આપ ગમે તેનાથી પણ મારા તે સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાઓ એ મેં યોગ્ય માન્યું નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ પત્રક–૩૦૪ તા. ૧૨-૧૧-૧૯૮૯, પ્રવચન . ૮૩ પત્રક – ૩૦૪, ૩૦૫ અને ૩૦૬ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ. પત્રાંક ૩૦૪, પાનું ૩૦૮. “સોભાગભાઈ' ઉપરનો પત્ર છે. યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. આ અરસામાં મળવાનું થયું લાગે છે. કારતક સુદ ચાલે છે. સમાગમનો સંબંધિત (વિષય) પત્રમાં દર્શાવ્યો છે. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલીને વાત કરવા દેતા નથી. અમારી સાથે મન ખોલીને તમારે જે વાત કરવી જોઈએ એ બે ચાર કારણોવશ તમે નથી કરી શકતા. એવું અમે જોયું. કારણો પણ દર્શાવે છે. એક તો “અનંત કાળનું વલણ... પરિણતિ. અનંત કાળનું પરિણતિમાં વલણ છે. બીજું, “સમાગમીઓનું વલણ....' આ એક ધ્યાન ખેંચ્યું છે કે તમને જે સંગ છે એ સંગ બરાબર નથી. કુસંગ પ્રત્યે ધ્યાન દોર્યું છે. એક તો અનંત કાળનું વલણ બરાબર નથી. બીજું તમે જેના સમાગમમાં છો, જેના પરિચયમાં છો એ પણ બરાબર નથી. મુમુક્ષુ :- કુસંગ તો ટાળી શકાય છે, અસત્સંગ ટાળી શકાતો નથી. - પૂજ્ય ભાઈશ્રી :- અસત્સંગ ટાળી નથી શકાતો પણ પોતે તો સાવધાન રહી શકે છે ને ! રસ પોતે કેટલો લેવો એ તો પોતા ઉપર આધારિત છે કે એ કાંઈ બહારના સંયોગો ઉપર આધારિત છે ? પોતે ઊલઝી ઊલઝીને પડે અને પછી સંગ ઉપર દોષ નાખે તો એ વાત તો કાંઈ યોગ્ય નથી. લોકના દ્રવ્યો લોકમાં છે. પોતે લોકમાં છે અને લોકના દ્રવ્યો લોકમાં છે. છએ દ્રવ્યનો સંયોગ છે. વાસ્તવિકતાએ જોવામાં આવે તો કોઈ પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ પોતાને માટે નથી. જે છે તે પૂર્વકર્મને કારણે છે. જે છે એમાં પણ પોતે પૂર્વના અપરાધથી નિમિત્ત છે, પોતાનો અપરાધ જ નિમિત્ત છે. મફતનો તો કોઈ સંયોગ વિષે ગયો નથી કે આવ્યો નથી. એટલે ઇષ્ટ-અનિષ્ટપણું કરે છે એ પોતે કરે છે. જ્ઞાતા-દષ્ટ રહેવું હોય તો કાંઈ તકલીફ નથી, આપત્તિ નથી અને નહિતર વિટંબણાનો પાર નથી. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચજહૃદય ભાગ-૫ મુમુક્ષુ - ભાઈને પ્રશ્ન થયો ત્યાં તમે જ જવાબ આપી દીધો. સત્સંગ, કુસંગ, અસત્સંગ એ તો નિમિત્તાધિન દૃષ્ટિ છે, અપરાધ પોતાનો છે. - પૂજ્ય ભાઈશ્રી - અપરાધ તો પોતાના જ છે. કુસંગમાં શું છે કે એવા હીન ગુણીઓનો સંગ કરવાની પોતાની પ્રીતિ છે. માટે કુસંગને વધારે નિષેધવામાં આવ્યો છે એ તો નિમિત્તના નિષેધથી ઉપાદાનનો નિષેધ છે. કુસંગ કોને કહીએ ? કે હીન ગુણીઓનો, અવગુણીઓનો, વિરાધક જીવોનો સંગ. તો એ તો પોતે કરે છે. પોતે અપેક્ષા રાખે છે, પોતે સંબંધ રાખવાનું સમજે છે કે આપણે સંબંધ તોડવો ન જોઈએ. આપણે સંબંધ રાખવો જોઈએ. કાંઈને કાંઈ એને અંદરમાં ઊંડે ઊંડે કારણ રહી જાય છે. તો ખેરખર તો એની વૃત્તિનો-કુસંગની વૃત્તિનો-નિષેધ છે. કુસંગ તો કુસંગના ઘરે છે પણ તું પોતે સંગ કરે છે, એમ અસત્સંગમાં સંયોગો તો સંયોગો છે, તારા પૂર્વના અપરાધને લઈને, પણ તને રાગ-દ્વેષ થાય છે એ તો તારા કારણથી થાય છે. એમ લેવું છે, મૂળમાં એમ લેવું છે. - મુમુક્ષુ – નિમિત્તના નિષેધમાં એના ઉપાદાનનો નિષેધ આવી જાય છે. પૂજ્ય ભાઈશ્રી :- ઉપાદાનનો નિષેધ છે જ, ચોક્કસ નિષેધ છે. એકાંતે તો નિમિત્તનો નિષેધ કરવા યોગ્ય જ નથી. એ તો એક સત્સંગ અને અસત્સંગ, પરમ સત્સંગ અને કુસંગ વચ્ચેનો તફાવત જાણીને પોતાની વૃત્તિમાં વિવેક કરવા યોગ્ય છે. વિવેક તો ઉપાદાનનો વિષય છે ને ! તો સામે જે તફાવત છે એ તાવત જાણીને પોતાની વૃત્તિ કઈ બાજુ વળે છે એનો વિવેક કરવા જેવો છે. વાત તો સરવાળે ઉપાદાન ઉપર આવીને ઊભી રહે છે. મુમુક્ષુ - બે જોડકા લીધા–પરમ સત્સંગ અને આની સામે કુસંગ લીધો. પૂજ્ય ભાઈશ્રી :- હા, એની સામે એટલું જ અનિષ્ટ છે આ જેટલું ઇષ્ટ થાય નિમિત્તપણે એટલું જ આ પોતાની વૃત્તિથી અનિષ્ટ પડે છે. અને અસત્સંગ છે અને સત્સંગ છે. અસત્સંગ તો કુદરતી સંયોગો છે. સત્સંગ તો પોતે ખોજે કે મને ક્યાં સંગ મળે એવો છે. સતુનો સંગ થાય એવી સતુની વાર્તા ક્યાં થઈ શકે એવું છે? ક્યા એવા પાત્ર છે ? કોણ એવા યોગ્ય છે ? એનો વિવેક વિચાર પોતે કરે, એની ખોજ પોતે કરે-શોધ પોતે કરે. પ્રશ્ન :- અહીંયાં એક પ્રશ્ન એવો ઊઠે કે શ્રીમદ્જી' એ તો કોઈ અર્ધ ચડાવ્યા . Page #34 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૪ ૧૫ નથી, તીર્થયાત્રા કરી નહિ. છ આવશ્યક કર્યા નહિ અને અનુભવ થઈ ગયો તો પછી આ બધું આયુષ્ય જંજાળમાં જ જાય છે ? સમાધાન - હા ! ઝાઝું તો શું છે કે ક્રિયાનો જે વિશેષ પ્રકાર છે એ તો બાળજીવો માટે છે. જ્ઞાનીઓને સહેજે વૃત્તિ ઊઠે અને કરે છે પણ બાળજીવો એને વધારે અનુસરે છે. મુમુક્ષુ – એમને તો અનુભવ પહેલાં પણ કોઈ એવી ક્રિયા, જૈનમાર્ગ પ્રમાણેની કોઈ ક્રિયા દેખાતી નથી. પૂજ્ય ભાઈશ્રી - એ તો કહ્યું ને ? કે શ્રેણિક મહારાજાનું (કાવ્યમાં) ગાયું કે ન ગાયું ? “નહિ ત્યાગ વસ્તુ કોઈનો શ્રેણિક ઠાણાંગ જોઈ લ્યો’ એને કોઈ વસ્તુનો ત્યાગ છે નહિમહાપવા તીર્થંકર થશે.' તીર્થકર થશે અને એક જ ભવ પછી તીર્થંકર થશે. બાહ્ય ક્રિયાથી તો કાંઈ મોક્ષમાર્ગ છે નહિ. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં આવે છે અને વ્યવહારથી ઊંચી કોટીના પરિણામ ન હોય એટલી એની મર્યાદા છે એટલા પૂરતી વાત કરી. પ્રશ્ન :- દિગંબર મંદિરે દર્શન કરવા ગયા હોય કે કાંઈ નહિ ? સમાધાન :- ગુલાલવાડીમાં જતા હતા. મુંબઈ' હતા ત્યારે ગુલાલવાડીના દિગંબર મંદિરમાં દર્શન કરવા જતા હતા એ વાત એક જગ્યાએ આવે છે. ભગવાનના ચરણ પળાગ્યા–ચરણ સ્પર્શ–કર્યા, એમ. એટલે ઉલ્લેખ આવે છે. પણ છતાં એથી એનું કોઈ મહત્ત્વ નથી. એનું કોઈ એટલું મહત્ત્વ નથી જેટલું એમનું મોક્ષમાર્ગની અંદર પુરુષાર્થનું મહત્ત્વ છે. એની આગળ બીજું કોઈ શુભભાવનું એટલું મહત્ત્વ નથી. મુમુક્ષુ :- “શ્રેણિક રાજા સાતમી નરકમાંથી પહેલી નરકમાં આવી ગયા. સાતમી નરકના દળિયા બાંધ્યા હતા અને પહેલીમાં આવી ગયા. એટલા બધા ખતમ કરી નાખ્યા. પૂજ્ય ભાઈશ્રી - એ તો સ્થિતિ ટુંકાઈ જાય છે. ગતિ નથી બદલતી, સ્થિતિ બદલાઈ છે. મોક્ષમાર્ગમાં આવી ગયા. ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું. કોઈ વ્રત પચ્ચખાણ નહોતા લીધા. પણ ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું એટલે આવી ગયા, સ્થિતિ ટુંકાઈ ગઈ, એમ. એ તો મોટી વાત છે ને ! ક્ષાયિક સમ્યગ્દર્શન કહે કોને !! મુમુક્ષુ - સ્વરૂપ રમણતા વધી ગઈ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- હા ! અને ત્યાં પણ દુઃખી નથી. મોટી વાત તો એ છે કે ત્યાં પણ દુખી નથી. ત્યાં અત્યારે તીર્થકર નામ અને ગોત્રકર્મ બંધાય એવા શુભ પરિણામ ત્યાં એમને થાય છે, કર્તબુદ્ધિએ નહિ. સહેજે એવા પરિણામ થાય છે કે ત્યાં તીર્થંકર પ્રકૃતિના દળિયા બંધાય છે એ બધા. એવા ભાવ કરે છે. મુમુક્ષુ :- આટલું બધું દુઃખ પડતું હોય તોપણ . પૂજ્ય ભાઈશ્રી - તોપણ... તોપણ... બધું પડ્યું રહે. આ માણસ બહુ પીડામાં હોય, એટલી બધી પીડા સહન ન થાય એવી પીડા હોય, એમાં ઓચિંતું ખબર પડે કે, પચ્ચીસ વર્ષે ખોવાઈ ગયેલો છોકરો ઓચિંતો આવ્યો છે. પીડા પડી રહે કે ન પડી રહે ? મુમુક્ષુ :- ઘડીકવાર પડી રહે. પૂજ્ય ભાઈશ્રી :- જો ઘડીકવાર થઈ શકે તો એ લંબાઈ શકે છે. એવી શક્યતા તો ખરી કે નહિ ? પછી તો એને કેવી રીતે લંબાવવું એ બીજો વિષય થઈ ગયો. આ બે પૈડાની સાઈકલ ફરે છે ને ? એ ઘડીક જ સ્થિર રહે છે. જાજીવાર રાખો તો પડી જાય. તો પછી એના ઉપર લોકો માઈલો સુધી દુનિયાની મુસાફરી કરે છે. જો ઘડીક સ્થિર રહે તો આખી દુનિયાની મુસાફરી કરે છે. પણ ઘડીક સ્થિર રહેવી તો જોઈએ ને ! પછી કેટલી લંબાવવી એ બીજો વિષય થઈ ગયો. એમ છે. ગમે તેવી પીડામાં એક રાગથી પીડાથી છૂટી શકાય છે તો પછી વીતરાગતાથી પીડાથી છૂટી શકાય એમાં ન સમજાય એવું શું છે ? મુમુક્ષુ :- બન્નેના નિમિત્ત કારણોમાં પણ ફેર છે ને ? પૂજ્ય ભાઈશ્રી :- મોટો ફેર છે. ઘણો ફેર છે. અવલંબનના કારણમાં મોટો ફેર છે. એને અવલંબન એક છોકરો છે એ ક્ષણિક છે. આને અવલંબન પોતાનો ત્રિકાળી શુદ્ધ પરમાત્મા છે. એટલો બધો અવલંબનમાં ફરક છે. મુમુક્ષ :- શ્રીમદ્જી' એ ભલે બાહ્ય ક્રિયા ન કરી હોય પણ એ ભાવથી તો બધું વિવેક-અવિવેક, એ બધું તો છે ને ! પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો છે જ ને. એ તો એના વ્યવહારના સ્થાનમાં વ્યવહારના પરિણામ થાય તો પણ ઠીક, ન થાય તો ઠીક. એની યોગ્યતા એને બળે છે. જેમકે “ભરત મહારાજાને પંચ મહાવ્રતની ક્રિયાઓ ન થઈ. દીક્ષા લીધા પછી Page #36 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૦૪ સાતમા ગુણસ્થાનથી શ્રેણી માંડી દીધી. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રવેશ જ ન કર્યો. ટપીને ગયા. તો છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયાનું મૂલ્ય છે ? શ્રેણીનું મૂલ્ય આંકવું છે કે છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયાનું આંકવું છે ? શુભભાવનું આંકવું છે ? કોની કિમત કરવી છે ? એ તો જેને શુભભાવનું મહત્ત્વ છે એને એવો વિચાર આવે છે કે એના મહત્ત્વનું શું ? એ શુભભાવ એને હોય કે ન હોય ? પણ એથી ઊંચી કોટીના પરિણામ થયા પછી એવી વાત વિચારવાની વાત ક્યાં રહે છે ? સોમાં નવ્વાણું આવી ગયા. કોઈ એમ કહે કે, મારી પાસે સો રૂપિયા છે. તો કહે નવ્વાણું છે કે નહિ ? પણ એ પ્રશ્ન જ અસ્થાને છે. સોમાં નવ્વાણું આવી જ જાય છે. મુમુક્ષુ – મારો પ્રશ્ન એ છે કે, ભલે બાહ્ય ક્રિયા ન થઈ પણ ભાવમાં બધો એ જાતનો વિવેક (હતો). પૂજ્ય ભાઈશ્રી – યોગ્યતા બધી હોય જ છે. ઉપયોગ થાય ન થાય એ જુદી વાત છે. યોગ્યતા ગુણસ્થાન બહાર અશુદ્ધ પરિણામની હોતી નથી. અશુદ્ધ પરિણામ છે. શુભભાવ છે તે અશુદ્ધ પરિણામ છે. એની મર્યાદા, એની યોગ્યતા એના ગુણસ્થાનની બહાર નથી જતી. અને જે ઉપરની કોટીમાં જાય છે એને તો પ્રશ્ન જ નથી કે એની કોઈ યોગ્યતા નીચે જાય. આ તો પ્રશ્ન ત્યાંથી ચાલે છે કે અત્યારે જે આપણે ક્રિયાઓ કરીએ છીએપૂજા, ભક્તિ, દાન, શાસ્ત્ર સ્વાધ્યાય એ બધા જ્ઞાની તો આવું નથી કરતાં દેખાતા. કેટલાક જ્ઞાનીઓ આવું બધું કરતા નથી દેખાતા. એની કોઈ આવશ્યક્તા નથી. બહુ ભાગ તો ટોળાબંધપણે દેખાય છે એમાં બાળજીવોને અશુભમાં ન ચાલ્યા જાય એટલે એક પરંપરાની ગોઠવણી કરવામાં આવે છે. નહિતર અશુભમાં ચાલ્યા જાય છે, લોકો પોતાના ઉદયની પ્રવૃત્તિમાંથી ઊંચા આવતા નથી અને કાંઈ કરતા નથી અને શુદ્ધતાની એને યોગ્યતા નથી તો એને દેવ-ગુશાસ્ત્રની ભક્તિ-પૂજા આદિમાં લગાવે છે. જ્ઞાનીઓ પણ કોઈ વાર એ પ્રેરણા આપે, એને ત્યાં લગાડે. પણ જેની જેટલી કિમત છે એટલી એની કિમત સમજવી. મુમુક્ષુ :- એમાં લાભ માને તો દોષ. પૂજ્ય ભાઈશ્રી :- અધર્મ-મિથ્યાત્વનો દોષ. દોષ એટલે મિથ્યાત્વનો દોષ થાય. એનાથી લાભ માને કે કાંઈક મેં કર્યું. કલ્યાણનું કાંઈક નિમિત્ત થયું. કાંઈક કલ્યાણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ચજહૃદય ભાગ-૫ માટે થોડુંક પણ કાર્ય કર્યું. એ બધી મિથ્યાત્વનો દોષ લાગે છે . | મુમુક્ષુ - સીધો સ્વરૂપનો પુરુષાર્થ ઊપડતો હોય તો પછી આ બધી જંજાળ છોડી ૨T? દેવી. પૂજ્ય ભાઈશ્રી - કાંઈ પ્રશ્ન જ નથી. કોઈ આવશ્યકતા નથી. મુમુક્ષુ :- પછી આ બધી જંજાળમાં ખપી. પૂજ્ય ભાઈશ્રી - એટલે તો કહ્યું ને “સોગાનીજીએ કે, “ષટું આવશ્યક નહીં હૈ, એક હી આવશ્યક હૈ” રાજી રાજી થઈ ગયા. આત્મધર્મમાં જ્યાં એક આવશ્યકની વાત સાંભળી તો વિકલ્પથી થાક્યા હતા. વિકલ્પની વેદના હતી. હું ! છ નહિ એકથી કામ થાય? વાહ ! બસ ! માર્ગ જ આ છે. એટલો અંદરથી હર્ષ આવ્યો છે. મુમુક્ષુ :- મેટ્રિક સુધી ભણ્યા પછી બી.એ. થવાય કે નહિ ? પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો એમ જ છે. મેટ્રિક પછી બી.એ. થવાય છે. સીધું બી.એ. નથી થવાતું. એ વાત ઠીક છે. મુમુક્ષુ :- . પૂજ્ય ભાઈશ્રી :- પણ આગ્રહ રાખવા માટે કોઈ વાત નથી. છતાં પણ મેટ્રિકનો આગ્રહ રાખવા માટે એ વાત નથી. એટલી મર્યાદા રહેલી છે. પછી એનો અર્થ મન ફાવે એમ લોકો કરે છે. પહેલાં કેટલાક શુભભાવ કરીએ પછી શુદ્ધતાનો વારો આવે ને! માટે અમને પહેલાં કેટલાક શુભભાવ કરવા દ્યો, એમ કહે છે. પછી પેલી વાત અમને સંભળાવજો. એ પણ સમજતા નથી. મુમુક્ષુ :- બને વસ્તુ થાય છે. એમાં ક્રિયા પણ થાય છે અને સાથે... પૂજ્ય ભાઈશ્રી - એટલે પોતાને ક્યારે શું કરવું આ વાત ઉપર એનો-જીવનો વિવેક કામ કરવો જોઈએ. જીવનો વિવેક-મને ક્યારે શું કરવા યોગ્ય છે ? એક તો સમય સમયની યોગ્યતા છે. એક સરખી યોગ્યતા રહેવાની નથી. કોઈ જીવના પરિણામની નહિ રહે. એણે એ વિચાર કરવાનો છે. એ જો એને વિવેક કરતા આવડે તો સાંગોપાંગ પાર ઊતરે નહિતર ગોથા તો ખાધા જ છે અનંત કાળથી, એમ ગોથા ખાધા જ કરવાનો છે. એટલે તો શ્રીમદ્જી એને સત્યરુષ પાસે લઈ જાય છે કે કદાચ તારી ભૂલ થવાની સંભાવના એટલી બધી છે કે આ વિષયમાં લગભગ તું ભૂલ જ કરતો આવ્યો. Page #38 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૪ ૧૯ છો. તારે તારા હિત માટે ક્યારે શું કરવું એ વિષયમાં તે અનંતવાર ભૂલ કરી છે. લાખ-કરોડવાર ભૂલ નથી કરી, અનંતવાર ભૂલ કરી છે. આ તને સહેલો ઉપાય બતાવીએ છીએ કે જ્યારે ખરેખર ભવરોગ છે જ તને ખબર પડી કે આ ભવરોગ છે, ભયંકર ભવરોગ છે એને ટાળવા જેવો છે. ત્યારે સારા વૈદ્ય, ડોક્ટર પાસે જાને હવે હાથે દવા કરવા કરતા. તને શું એમાં વાંધો છે ? આપત્તિ શું છે તને ? કે જેના જાણકાર તને સીધો જ રસ્તો બતાવે, ક્યાંય ભૂલવા જ ન દયે. આથી વધારે સુગમતા બીજી કઈ જોઈએ ? એક તો સત્પષ મળવા જ દુર્લભ છે. પણ જો મળે તો પછી તું ચૂકીશ નહિ. એક તો મળવા દુર્લભ છે પણ કદાચ તને કોઈ પરમ પરમ પુણ્યયોગે મળે તો પછી હું એ વિષયમાં ભૂલ કરતો નહિ. એ તો આખા ગ્રંથનું કેન્દ્રસ્થાન, કેન્દ્રબિંદુ જ આ છે, એમને જે કહેવું છે આખા ગ્રંથમાં.. મુમુક્ષુ - આવી તક ફરીવાર મળે નહિ પૂજ્ય ભાઈશ્રી :- મળે નહિ એવી વાત છે. “સોભાગભાઈ'... મુમુક્ષુ - નિમિત્તાધીન દષ્ટિ થઈ જવાની આશંકા થઈ જાય છે. પૂજ્ય ભાઈશ્રી - ના ના ! પણ વિવેક છે કે નહિ ? પોતાને ક્યાં જાવું અને ક્યાં ન જાવું. એ નિમિત્તાધીન તો પડ્યો છે. નિમિત્તાધીન દૃષ્ટિમાં ન હોય તો થઈ જવાની વાત છે, પડ્યો જ છે, નિમિત્તાધીન જ પડ્યો છે. નિમિત્તે કરીને હર્ષ થાય છે, નિમિત્તે કરીને શોક થાય છે. કાંઈક ઉદયમાં આઘુંપાછું થઈ જાય, બે લાકડા આઘાપાછા થઈ જાય તો રોવા મંડે. આંસુડાં પડે છે. અને કાંઈક ઠીક થઈ જાય તો હરખ સમાતો નથી. નિમિત્તાધીન તો પડ્યો છે. ક્યાં નિમિત્તાધીન નથી ? .નિમિત્તાધીન જ છે પોતે. એને તો ખરેખર ઉપાદાનનો ઘણો વિવેક થયો છે એમ ગણવું જોઈએ. પોતાના ઉપાદાનનો સુધાર કરવાનો ઘણો વિવેક થયો છે એમ ત્યાં ગણાય છે. નિમિત્તાધીનપણું ગણે છે એ તો ઊંધું ગણે છે, વિપરીત ગણે છે અથવા ઘણી વક્રતાથી એ નજર ઊભી થયેલી છે. એમાં ખરેખર તો વક્રતા વધારે છે. સીધી વાત તો લેવી જોઈએ. મુમુક્ષુ - નિમિત્તને બહાને ઊંધો ચાલે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એમ કહે આ સત્પષની મુખ્યતામાં તો નિમિત્તાધીન દષ્ટિ આવી જાય છે અને એને કુસંગમાં નહિ જવાને બદલે પરમસત્સંગમાં જવાનો Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ગુજહૃદય ભાગ-૫ વિવેક થયો એ એનું ઉપાદાન નહિ ? ઉપાદાન વગ૨ એને એમ થયું ? મેળ શું ? મુમુક્ષુ :– સત્પુરુષનો પ્રશ્ન નથી. કુસંગ અને અસત્સંગની વાત છે. સત્પુરુષને માટે કોઈ પ્રશ્ન જ નથી. પૂજ્ય ભાઈશ્રી :– એ તો પરિણામ તો પોતાના છે ને ! જે સંગ કરે, જે બાજુનો સંગ કરે પરિણામ તો પોતાના છે ને. તો ઉપાદાનની દૃષ્ટિથી તો પહેલો વિચાર કરવો જોઈએને કે આમાં ઉપાદાને શું કામ કર્યું ? પછી નિમિત્તને ગણો. પછી નિમિત્તનું મૂલ્ય કરો કે અવમૂલ્યન કરો. મૂલ્યાંકન કરવું કે અવમૂલ્યન કરવું એ તો પછીની વાત છે. એના પોતાના પરિણામ શું ઉપાદાનમાં ? એ વિચાર કરી લે એટલે કાંઈ ન સમજાય એવી વાત નથી. મુમુક્ષુ :– પ્રશ્ન તો એમાંથી ઊભો થયો કે કોઈપણ જાતની બાહ્ય ક્રિયા વગર ‘શ્રીમદ્ભુ’ પામ્યા. એના ઉપરથી આ વિચાર આવ્યો. પૂજ્ય ભાઈશ્રી :– હા, એ તો બાહ્મક્રિયાનું એવું કોઈ મૂલ્ય નથી. પણ પોતાને સહેજે આવે તો કોઈ શુભ છોડીને અશુભ જવાનો પ્રશ્ન નથી. સહેજે ભાવ આવે તો શુભ છોડીને અશુભમાં જવાનો પ્રશ્ન નથી. તેમ બાહ્મક્રિયાના હિમાયતી થઈને એમાં લાગ્યા રહેવું એ તો અર્થ વગરની વાત થઈ, સમજણ વગરની વાત થઈ. મુમુક્ષુ :- બાહ્યક્રિયામાં વચ્ચે સ્વચ્છંદ થઈ જાય એવું તો ન જ આવે ને ? પૂજ્ય ભાઈશ્રી :– એ તો ઉપાદાન તપાસતો હોય એને સ્વચ્છંદ ન થાય. જેને પોતાના પરિણામનો ખ્યાલ છે એને એ સ્વચ્છંદ નહિ થાય. એ તો નિષ્પક્ષપણે પોતાના દોષ જોશે તો સ્વચ્છંદ નહિ થાય. નહિતર તો બાહ્યક્રિયા ક૨શે તોપણ સ્વચ્છંદી થાશે, શાસ્ત્ર વાંચીને પણ સ્વચ્છંદી થશે, ક્રિયા કરીને પણ સ્વચ્છંદી થશે. ક્રિયાનું અભિમાન થાય જ છે ને! શાસ્ત્રના ક્ષયોપશમનું અભિમાન થાય છે, ક્રિયાનું અભિમાન થાય છે. એ બધો સ્વચ્છંદ જ છે ને ! બીજું શું છે ? કાંઈ અશુભમાં જ જાય તો સ્વચ્છંદ કહેવાય એવું થોડું છે ? મુમુક્ષુ :– ભગવાનના સમવસરણમાં જઈને પણ સ્વચ્છંદી થાય. પૂજ્ય ભાઈશ્રી :- ત્યાં પણ સ્વચ્છંદ કરે. એટલે સમાગમ ઉપર એમણે ‘સોભાગભાઈ’નું ધ્યાન ખેંચ્યું છે. અને લોકલજ્જા લોકસંજ્ઞા કે લોકો શું બોલશે ? એ કારણનાં મૂળ હોય છે.' જે મન ખોલીને તમે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પત્રીક-૩૪ વાત નથી કરતા એના આ ત્રણ કારણ મને દેખાય છે. એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કરાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. કેટલી પોતાની પરિણામની સ્થિતિ છે એ બતાવે છે કે સામાન્ય રીતે સામા જીવનો અવગુણ દેખાય તો સીધી નહિ તો આડકતરી રીતે એના ઉપર કટાક્ષ થાય છે. તો કહે છે કે નહિ મને તો એ પણ નથી થતું. મારી કોઈ સુધરતી સ્થિતિ એવી છે કે મને એવા કોઈ પ્રાણીનો ખ્યાલ આવે તોપણ કયક્ષ થાય એવા પરિણામ મને નથી થતા. મુમુક્ષુ :- બસોભાગભાઈ જેવા પાત્ર મળીને. પૂજ્ય ભાઈશ્રી :- હા, તો પણ એમને. મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- ખ્યાલ છે છતાં તમને કોઈ દિવસ એ વિષય ઉપર કટાક્ષ નથી કર્યો. મુમુક્ષુ :- સોભાગભાઈ ખાસ દોષ લખતા હતા. પૂજ્ય ભાઈશ્રી – હા. દોષ હતા એની વાત કરી. અને એવા કારણો તમારા ઉપર કે કોઈ પ્રાણી ઉપર હોય તો અમને કટાક્ષ નથી આવતો. મુમુક્ષુ - અમારા જેવાની તો કોઈ સ્થિતિ... પૂજ્ય ભાઈશ્રી - વિચારવા જેવો વિષય છે. આ સ્વાધ્યાયનો એ તો લાભ છે કે પોતે પોતાનું માપ સમજી શકે. મુમુક્ષુ :- “સોભાગભાઈ ઉપરનો એક ઠપકો દેખાય છે પણ ખરેખર એના પ્રત્યેની કરુણા, અનુરાગ છે. પૂજ્ય ભાઈશ્રી :- ઘણી કરુણા છે. મુમુક્ષુ - સીધી રીતે ઠપકો લાગે. પૂજ્ય ભાઈશ્રી – હા, ક્યાંક ક્યાંક કડક ઠપકો પણ આપ્યો છે. ક્યાંક ક્યાંક એમનું બહુમાન પણ કર્યું છે. બધી રીતે બને બાજુથી ઘડે છે. એમના પરિણમનનું ઘડતર જાણે કરતા હોય. ઘણી કરૂણા છે. પ્રશ્ન :- સમાગમીઓનું વલણ એમાં શું કહેવા માગે છે ? સમાધાન :- સમાગમીઓનું વલણમાં એમને એ તો વેદાંતના માન્યતાવાળા હતા ને ગોસળિયા... Page #41 -------------------------------------------------------------------------- ________________ - અજહૃદય ભાગ-૫ મુમુક્ષુ - ડુંગરશીભાઈ પૂજ્ય ભાઈશ્રી - ડુંગરશીભાઈ, પર્વતના નામે લખ્યું છે ને એને એક પત્ર આવે છે. પર્વતના નામે જેનું નામ છે એને યથાયોગ્ય પહોંચે, પ્રણામ પહોંચે એમ કરીને ૩૦૮માં પત્રમાં લખ્યું છે). “સત્સંગી પર્વતને નામે જેનું નામ છે તેને યથાયોગ્ય.' ‘ડુંગરભાઈ’ કરીને હતા. એમના પ્રત્યે એમને પ્રીતિ રહેતી હતી, મિત્રતાનો અનુરાગ હતો. એટલે શ્રદ્ધાનમાં પણ એ બધો પ્રકાર હતો. વેદાંતની ભાષા એટલે વાપરી છે. એ બાજુ થોડાક વળી ગયા હતા, એ એમનું વલણ થઈ ગયું હતું. - સમાગમીઓનું વલણ–એ બાજુનું એમનું વલણ હતું. એટલે તો યઇમ લાગ્યો છે. નહિતર બહુ પાત્ર હતા. પાત્રતા ઘણી જોઈ હતી, પણ ગૃહીતમાં ચાલ્યા ગયા હતા. તીવ્ર દર્શનમોહ ! ગૃહીત એટલે તીવ્ર દર્શનમોહ. એમાંથી બહાર કાઢ્યા છે. ઘણું કામ એ પાંચ-છ વર્ષમાં કર્યું છે. પાંચ-છ વર્ષનો સમય લીધો છે. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતા અટકે છે; અથત મન મળતું નથી. મન ખોલીને તમને કહેવાતું નથી. એમાં પોતાની દશાનું પણ કારણ છે એમ કહે છે. પરમાર્થ મૌન...” આ તો જુઓ ! કાળ પાક્યો નથી તો બન્ને પ્રકાર સામે બને છે. એક તો સામે મેળ ખાતો નથી, એક બાજુ પોતાના પરિણામ છે એ સહેજે સહેજે કામ કરતા નથી. એટલે એને ઉદયમાં નાખ્યું છે. પરમાર્થ મૌન' એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે.' એવી કોઈ કર્મની પ્રકૃતિ નથી. પણ પોતાને જે ભાવ છે એ ભાવનું નામ પાડ્યું કે પરમાર્થના વિષયમાં પણ મૌન રહેવું. વિષય એટલો ગંભીર છે, એટલો ઊંડો છે કે એ રહસ્ય કોઈ પકડી શકે એમ જ્યારે નથી દેખાતું ત્યારે પુરુષની વાણી સહેજે એ વિષયમાં મૌનપણાને ભજે છે કે આનો કાંઈ અર્થ નથી. જેમ ઘરમાં બહુ કિમતી ઝવેરાત હોય પણ એને શેરીમાં ઓટલે મૂકવાનો કાંઈ અર્થ નથી. ઘરનો ઓટલો હોય, શેરીમાં પડતો હોય તો કાંઈ પાથરીને બેસી જાય? એ... બધા જાવ એ જોતા જાવ. અમસ્તો લૂંટાઈ જાય. કોઈ એના જાણકાર હોય, જેની નજર હોય, એ વિષયને સમજતો હોય કે તમારે ચીજ હોવી હોય તો આપણા ઘરમાં છે, આપણી તિજોરીમાં છે આવો તમને દેખાડું. અને ઘરમાં લઈ જઈને ઘરના ખૂણે દેખાડું. એને કોઈ શેરી વચ્ચે ખુલ્લું મૂકવાનો કોઈ અર્થ નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૦૪ ૨૩ પરમાર્થ મૌન’ એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે; અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવો ઉદયકાળ છે.' બહારની પરિસ્થિતિ, અંદરના પોતાના પરિણામની સ્થિતિ કોઈ એવો જ મેળ છે કે મૂળ પારમાર્થિક રહસ્ય છે એ ખોલીને કહેવાનું કોઈ ઠેકાણું દેખાતું નથી. અમને પણ અંદરથી એટલો વિકલ્પ ઊઠતો નથી. જાણે અમે એમાં ઠરી જઈએ. અમે તો અમારામાં ઠરી જઈએ. એ વૃત્તિ વિશેષ રહે છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે;...' એટલે ક્યારેક માર્ગ સંબંધીની વાતચીત કરવાની સાધારણ પરિસ્થિતિ બને છે. નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે.' ક્યારેક થોડી સહેજે થાય એટલી વાતચીત થાય છે. બાકી લગભગ શૂન્યતા અને મૌનપણું રાખ્યું છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાનીપુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી.... જ્ઞાનીપુરુષના સમાગમે અને જ્ઞાનીપુરુષનું સ્વરૂપ યથાયોગ્યપણે જાણી શકે એવું જ્ઞાનનું પરિણમન થતું નથી. ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણે કારણો કેવળ જતાં નથી.' કાં તો લોકલજ્જા રહે, કાં તો એને જે જૂનો આગ્રહ છે એ છૂટે નહિ, જે ગ્રહણ કર્યું છે પહેલાં એ આગ્રહ છૂટે નહિ કા સંગદોષ છૂટે નહિ. ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી ‘સનું’ યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી.' ત્યાં સુધી એને જે Line ઉપર આવવું જોઈએ એ Line ઉ૫૨ જીવ ચડતો નથી. આઘો ને આઘો રહે છે. ભલે ઉપરટપકે ગમે તે કરે પણ Line ઉપર આવતો નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે.’ અમારા પિરચયમાં આવું પણ તમને સહેજે સહેજે બની જશે. કેમકે તમારામાં આ ત્રણ પ્રકારો ઊભા છે. માટે આવું અમારા રૂબરૂ સમાગમમાં પણ તમને આવો પ્રકાર ઉત્પન્ન થશે. અને તે પર મને કંટાળો છે.' એ વાત મને જરાપણ પસંદ નથી, આ પ્રકા૨ મને પસંદ નથી. આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાઓ એ મૈં યોગ્ય માન્યું નથી.' છોડી ક્યો, સંગ છોડી ો એમ કહે છે. કોઈ એવી વાતોમાં પડો નહિ. વધારે ક્યાંય સંગ કરો નહિ, અમારો સંગ–સમાગમ થયો છે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચજહૃદય ભાગ-૫ પછી આ તમે મૂકી લ્યો. મુમુક્ષુ - એમના પ્રશ્ન ઉપરથી આ તારણ કાઢ્યું હશે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો બહુ વિચક્ષણ હતા ! ઘણા વિચક્ષણ હતા !! થોડી વાતમાં ઘણું પકડી લે. એ તો પુરુષને તો એવી સૂક્ષ્મ દૃષ્ટિ હોય જ છે. જેણે સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરી લીધો અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગાંશનેવિકલ્પાંશને–અંદરમાં ભિન્ન રાખી દીધો એટલું કામ અંદર કર્યું છે. આ તો બધા સ્થૂળ પરિણામ છે. બહારના જે બધા પરિણામ છે એ તો સ્થૂળ પરિણામ છે તે ન સમજે એવું કાંઈ નથી. મુમુક્ષુ - એમ કહીને સીધો આદેશ આપી દીધો.. પૂજ્ય ભાઈશ્રી :- સીધી વાત છે, સમજે તો સીધી વાત છે. મુમુક્ષુ :- મોરબીથી જવા પહેલા વવાણિયાથી લખે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, અત્યારે એ “વવાણિયા' થી જ લખે છે. આગળથી સૂચના આપી છે. હવે “મોરબી’ આવશે ને. પત્રાંક-૩૦૫ વિવાણિયા, કારતક વદ ૧, ૧૯૪૮ ધર્મવાસી છે જેઓ, તેમને સમ્યકજ્ઞાનની હજી જો કે પ્રાપ્તિ જ નથી, તથાપિ માગનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ રીતભાત કે નિવસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, જે છે તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત છે આદિ'. તેમની મન, વચન, કાયાની અનુસરણા સરળતા માટે Page #44 -------------------------------------------------------------------------- ________________ પત્રક૩૦પ ૨૫ આ સમાગમ કરવા જોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યકજ્ઞાન મોટા પુરુષોએ ગયું છે, એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બોધ છેપ્રાપ્ત થાય તેને સમ્યકુશાન ગણવામાં આવ્યું છે. ધર્મજ જેમનો નિવાસ છે, તેઓ હજી તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે. તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. - દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત ન થાઓ. ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે છે કે અમે તમને તે સમાગમની સમ્મતિ આપવાથી તે સમાગમીઓ . વાસ્તુશાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે, અથવા બોધ છે, તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત્ જેને અમે સહુ કહીએ છીએ તે, પણ અમે છે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઇચ્છીએ છીએ. પછી કારતક વદ એકમનો પત્ર ‘ત્રિભુવન માણેકચંદ ઉપરનો છે. “ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યકશાનની હજુ જો કે પ્રાપ્તિ નથી.” “ધર્મજની અંદર કોઈ કબીરપંથીની વાત છે. કોઈ પૂર્વભવનો એમને સંબંધ છે, ખ્યાલ છે. એટલે એના સમાગમ માટે સૂચના કરે છે. પણ છતાં વ્યક્તિની યોગ્યતા સ્પષ્ટ કરી દે છે. પેલા તો ઓળખતા પણ નથી. એને ખબર નથી. આને ખબર છે–પોતાને ખબર છે. ધર્મજવાસી છે જેઓ....” “ધર્મજ કરીને ગામ છે, “નડિયાદ પાસે “ધર્મજ' નામનું ગામ છે. તેમને સમ્યકજ્ઞાનની હા જો કે પ્રાપ્તિ નથી, તથાપિ માગનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે.' અંતર વૃત્તિઓ સારી છે. સમાગમ માટે દોષ નથી. એનો સત્સંગ કરવા જેવો છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ચજહૃદય ભાગ-૫ તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ,...' એટલે કોઈ એવો માણસ હશે કે જેને બીજા પણ મુમુક્ષુઓ–એના અનુયાયીઓ હશે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ, રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે.' શું કરવા ત્યાં મોકલું છું એમ કહે છે. આપણે એમ કહીએને કે આપણા મુમુક્ષુઓ કરતા ‘શ્રીમદ્દ’ના મુમુક્ષુઓમાં અમુક પ્રકારનો ફેરફાર છે. આપણે ત્યાં વાત્સલ્ય ઓછું દેખાય છે, ત્યાં વાત્સલ્ય અજાણ્યા થઈને જાવ તોપણ દેખાય છે, જે મોટો ફરક છે અને આ (વાત્સલ્ય) તો એક સહેજે સહેજે હોય જ. ન હોય તો એક બહુ મોટી ક્ષતિ છે. અને એને લઈને સત્પુરુષથી બીજો આખો સમાજ દૂર રહે છે. ‘શ્રીમદ્ભુ’નો સમાજ દૂર રહે છે એનું એક મોટામાં મોટું કારણ આપણું સામાજિક દૂષણ આ છે. જે ભૂષણ હોવું જોઈએ એ જગ્યાએ દૂષણ છે. એ લોકો શું વિચારે છે કે તત્ત્વની તો ઊંચામાં ઊંચી વાત કરે છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચર્ચાઓ કરે છે પણ વાત્સલ્યનું ઠેકાણું નથી. એટલે અવિશ્વાસ પેદા થાય છે કે આ લોકોની વાત વિશ્વસનીય નથી. આ એવું કોઈ મહાન પરમ તત્ત્વ છે, ઉત્કૃષ્ટ તત્ત્વ છે એટલી ઊંચી કોટીનું તત્ત્વ છે ઘરમાં બેસીને વાત કરવામાં વાંધો નહિ એટલે કહીએ છીએ, નહિતર કહેવું મુશ્કેલ છે. કોઈને ખરાબ લાગી જાય. એવી વાત છે જરા. લોકો દૂર થઈ જાય છે. આમાં કાંઈ આપણને નહિ ફાવે. આ જાતનું ટોળું છે એમાં આપણને નહિ ફાવે. લોકોને ફાવે નહિ, દૂર રહે. એ સમાજથી દૂર રહેવાને બદલે સત્પુરુષથી દૂર રહી જાય છે. અને એમાં નિમિત્ત પડે છે, જે-તે વાત્સલ્ય વિહીન પ્રવૃત્તિવાળા જીવો એમાં નિમિત્ત પડી જાય છે. મુમુક્ષુ :— એ ત્રુટિ ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ. પૂજ્ય ભાઈશ્રી :– હા, પ્રયત્ન તો કરીએ છીએ, ક૨વો જોઈએ, કરીએ છીએ. બધી વાત સાચી, પણ પરિસ્થિતિ જે છે એ તો છે એમ જ કહેવાય ને. એમાં ઢાંકપિછોડો થોડો કરાય છે. એટલી વાત છે. એટલે એ વાત ઉપર થોડું વજન લેવા જેવું છે. સમ્યાન નથી, સમ્યક્ત્તાની નથી એવા એક માણસના, એવી એક વ્યક્તિના આશ્રયમાં રહેતા મુમુક્ષુઓ પાસે શ્રીમદ્જી' પોતે પોતાના મુમુક્ષુઓને મોકલ્યા છે કે ત્યાં જાવ તમે અને ત્યાં જઈને તમે એ સમજો કે આની ભક્તિ કેટલી છે ? આને વિનયની વાત કેટલી છે ? અને નિર્વાસનાપણું કેટલું છે ? એટલે કે લોલુપી કેટલા ? Page #46 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૫ ઓછા છે ? આપણે ત્યાં તો થાળીઓ પછાડે. જમતા જમતા ઝઘડા થતા હોય, રસોડામાં તકરારો ઊભી થાય, એ શોભે નહિ એક ટાઇમ ભૂખ્યું રહેવું પડે તો શું થઈ જાય ? મર્યાદા છોડીને મુમુક્ષુઓ વર્તે એ તો બિલકુલ યોગ્ય નથી. મુમુક્ષુ :- વ્યવહારના ક્લાસ ચાલુ થઈ ગયા. પૂજ્ય ભાઈશ્રી :- હા, વ્યવહારના ક્લાસ ચાલુ થઈ ગયા. મુમુક્ષુ :- ઉત્તમ વ્યવહાર, આત્મલક્ષી હોય. પૂજ્ય ભાઈશ્રી :- હા ! ખાનદાન માણસ હોય, ખાનદાન માણસ, પૈસા ચાલ્યા ગયા હોય પછી નોતરા તો આવે ને ! સંબંધોને લઈને ગમે ત્યાં નોતરા આવે તો એ જમવા જાય પણ એની ખાનદાની છોડીને કાંઈ જમે ? એને શોભે એવી રીતે એ જમશે, કે રાડો પાડશે કે મને અહીંયાં આપી જા. એ.ય. ઓલીકોર પેલી બાજી ક્યાં જાય છે તું ? પીરસવાવાળાને એમ કહે, ઓલી કોર ક્યાં જાય છે ? મુમુક્ષુ - ખાનદાન... પૂજ્ય ભાઈશ્રી - ન ચીજ ચાલે તો ચલાવી લે. પણ બહાર બોલે ? એટલું તો હવે લૌકિક વ્યવહારમાં હોય છે. આ તો લોકોત્તર સ્થાન છે. પ્રશ્ન :- આ માર્ગાનુસારીનો શું અર્થ ? સમાધાન – માગનુસારીમાં શું છે કે એવી સરળતાવાળો જીવ હોય છે કે એને પરમાર્થ રુચતું હોય છે. પરમાર્થની વાત, પરમાર્થનો વિષય રુચતો હોય છે. રુચિ સારી હોય છે. જો કોઈ એને સત્પષ મળે, યોગ્ય પુરુષ મળે તો એને મોક્ષમાર્ગ પકડતા વાર ન લાગે. અનુસરી શકે. માર્ગને અનુસરી શકે એવી જેની પ્રગટ યોગ્યતા છે એમ લેવું છે. એને માગનુસારી કહે છે. “એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ. તમારો જે કુળધર્મ છે એટલે જૈન, એમ. તેની કેટલીક રીતભાત વિચારતા અને ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત વગેરે. તેમની વચન, કાયાની અનુસરણા, સરળતા...” જુઓ ! “સરળતા' શબ્દ લીધો છે. માટે સમાગમ કરવા જોગ છે. એના મુદ્દા આપ્યા છે. હું શા માટે તમને એના સમાગમમાં મોકલું છું ? કોઈ આત્મા ત્યાં તમને સમજાવી દેશે અને સમ્યકજ્ઞાન છે એટલા માટે નથી મોકલતો, પણ પહેલાં વ્યવહારના ક્લાસમાં તમને બેસાડવાની Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ રાજહૃદય ભાગ-૫ મારી ઇચ્છા છે. આટલો વ્યવહાર ત્યાંથી શીખી લો. ત્યાં મોકલે છે. એમ ‘શ્રીમદૂજી’ એ વ્યવહા૨નો ક્લાસ ખોલ્યો છે. નહિતર એ બધા મુમુક્ષુઓ તો ઘણા સરળ હતા. તો પણ એ સરળતા... એ બાજુ મોકલ્યા છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યાન મોટા પુરુષોએ ગણ્યું છે, એમ સમજવાનું નથી.' દર્શન એટલે આ ધ્યાનમાં કાંઈ ચિત્ર-વિચિત્ર કોઈ અનેક પ્રકારનો ચમત્કાર (કહે), કોઈ કહે, અમે આમ જોયું, તેમ જોયું, મોટો તેજ તેજના અંબાર જેવું જોયું. લાણું જોયું. એ કોઈ સમ્યક્ત્તાનનું ચિહ્ન નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય...' નિજ સ્વરૂપ. પદાર્થ એટલે પોતાનું મૂળ સ્વરૂપ. ‘સમયસાર’ સ્વરૂપ. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત શુદ્ધાત્મા એ પદાર્થનું સ્વરૂપ છે. એનો બોધ એટલે એવો હું એવો અનુભવ પ્રાપ્ત થાય તેને સમ્યજ્ઞાન ગણવામાં આવ્યું છે.' ધર્મજ જેમનો નિવાસ છે, તેઓ હા તે ભૂમિકામાં આવ્યા નથી.' એટલે કે એમને એવો કોઈ પદાર્થનો બોધ છે અને સમ્યજ્ઞાન છે એમ નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે.' એમને કોઈ ધ્યાન..... પછી શું છે કે કાંઈ ને કાંઈ તો કાંઈક કરતા હોય એમાં ધ્યાન-ધ્યાનની પ્રક્રિયામાં ચડ્યા હોય, કષાયની મંદતા વિશેષ હોય તો એમ કહે કે ભાઈ મને આમ થયું. મને આમ થયું છે. મને આમ થયું છે. એ લોકો એને સાક્ષાત્કાર માને છે કે દિવ્યજ્યોતિના દર્શન થયા. બહુ તેજ હતું. એટલું બધું તેજ... તેજ... તેજ... વર્ણન ન કરી શકાય એવું તેજ ! એ કોઈ આત્માનું જ્ઞાન નથી, એ કોઈ પ૨માત્મા સંબંધીનું જ્ઞાન નથી. ... મુમુક્ષુ :– શ્રીમદ્જીને કેવી રીતે ખબર હતી એમને આમ છે... પૂજ્ય ભાઈશ્રી :- ક્યાંક મળ્યા લાગે છે. પૂર્વભવમાં મળ્યા લાગે છે. આ કોઈ મોટી ઉંમરના હશે. કારણે કે એમનું આ ૨૫મું વર્ષ છે. એટલે કોઈ . ૪૦-૫૦ વર્ષ પહેલાંનો કોઈ સમાગમ હોય, ૫૦-૬૦ વર્ષ પહેલાંનો, એવું લાગે છે. નહિતર ઘણી વાત લખી છે આટલી બધી વાત લખી... પેલાને તો કાંઈ ખબર પણ નથી. મુમુક્ષુ :– મળ્યા હોય અને જ્ઞાનમાં આવ્યું હોય, શ્રીમદ્' પોતે એને મળ્યા હોય અને જ્ઞાનમાં આવ્યું હોય. પૂજ્ય ભાઈશ્રી :- મળ્યા નથી. કેમકે... મુમુક્ષુ :- ગયા જન્મમાં. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પત્રાંક-૩૦પ પૂજ્ય ભાઈશ્રી :- ગયા જન્મમાં તો સંપર્ક છે, એ તો દેખાય આવે છે. નહિતર આટલું બધું ન લખે. તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી.” એવું છે પણ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. સમ્યફજ્ઞાન છે એ તો ઊંચી વાત છે. આને કોઈ રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ કાંઈ હોય એ કાંઈ મોટી વાત નથી. શાસ્ત્રકાર તો એમ કહે છે કે, જેને આત્મઉપલબ્ધિ થઈ, ઉપલબ્ધિમાં લબ્ધિ' શબ્દ છે ને ? આત્મ ઉપલબ્ધિ થઈ, આત્મોલબ્ધિ, એની પાસે તમામ રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ એના ચરણમાં આળોટે છે. સામું જોતો નથી. એટલી એની ઊંચી કોટી લીધી છે. મુમુક્ષુ :- “શ્રીમજી' જેમાં જેટલી શક્તિ આત્માની હતી એની ૨૫ ટકા પણ બહાર આવી હોય એવું નથી લાગતું. હજી ઘણી શક્તિ હતી. પૂજ્ય ભાઈશ્રી :- ઘણી શક્તિ હતી. એ તો “ગુરુદેવ’ કહેતા ને ! છેલ્લા સેંકડો વર્ષમાં આવો પુરુષ થયો નથી. ગૃહસ્થાશ્રમમાં ! મુનિરાજની વાત જુદી છે. બાકી છેલ્લા સેંકડો વર્ષમાં ગૃહસ્થાશ્રમમાં આવો પુરુષ થયો નથી ! એમ કહેતા. મુમુક્ષુ - ધર્મજવાળાનું વર્ણન ત્યાં બેઠા કરે છે. પૂજ્ય ભાઈશ્રી - ઘણી શક્તિ હતી એમાં કાંઈ સવાલ નથી. એ તો આવા મહાપુરુષ છે પણ આપણા મુમુક્ષુઓ હોબાળે છે ઘણીવાર. આમ બોલે, શ્રીમદ્દ ને આ ખબર પડે નહિ, શ્વેતાંબર-દિગંબરનું કીધું નહિ, ફલાણું કર્યું નહિ. છાનોમાનો બેસ ને, ભાઈ ! એની પાસે તારું કાંઈ બૂતું નથી. પોતે માઈનસમાં ઊભો હોય અને મહાપુરુષની ગમે તેમ વાતો કરે. સ્વચ્છેદ ઘણો થઈ જાય છે. થોડું બે ચોપડી વાંચે, પ્યાલો ફાટી જાય. વાત તો બે ચોપડીનું જ્ઞાન થોડુંઘણું યાદ હોય એટલું હોય છે એમાં કાંઈ લાંબું ઠેકાણું નથી હોતું. શું કહે છે ? કે “દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત થાઓ.’ આમાં કોઈ બીજી કલ્પના કરતા નહિ). અમે તમને ત્યાં મોકલીએ છીએ માટે કોઈ બીજી કલ્પનામાં તમે ચડી જતા નહિ. એવી રીતે પાછી એની મહિમામાં નહિ આવતા તમે. તમને અમુક કારણસર મોકલીએ છીએ, મર્યાદિત પ્રયોજન માટે મોકલીએ છીએ એટલી મર્યાદામાં જ તમે એ પ્રયોજન સમજો, એમ કહેવું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ચજહૃદય ભાગ-૫ ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે કે.” એમ કરીને અવતરણ ચિલમાં જે કહેવું છે એ ખુલાસો કરે છે. અમે તમને તે સમાગમની સમ્મતિ આપવાથી તે સમાગમીઓ “વસ્તુશાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે...કેમકે એવી કોઈ વાત કરશે. વસ્તુજ્ઞાનના સંબંધમાં કાંઈ નિરૂપણ કરે અથવા બોધ છે, તેમજ અમારી માન્યતા પણ છે. એવું જો કે તમે માની લેતા નહિ, એમ કહેવું છે. કેમકે એને સમ્યકજ્ઞાન નથી. અર્થાત જેને અમે સહુ કહીએ છીએ તે, પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઈચ્છીએ છીએ.” એવું પણ તમે માની લેતા નહિ. બે વાત નહિ માનતા. એક તો એ પદાર્થજ્ઞાન સંબંધી વાત કરે તો પદાર્થદર્શન એ લોકોને નહિ હોવાથી એ વિષયમાં પણ અમારી માન્યતા એવી છે એમ તમે સમજી નહિ લેતા કે એણે કહ્યું એવું (અમે માનીએ છીએ. તમને એટલા માટે મોકલ્યા છે કે અમારી માન્યતા સરખી છે, એમ નથી. વળી, અમે જેને સત્ કહીએ છીએ એટલે અમે જેને આત્માનું મૂળ સ્વરૂપ કહીએ છીએ તે જ્ઞાનનો બોધ, તે સના જ્ઞાનનો બોધ તેના સમાગમથી તમને કરાવવા માટે અમારું અત્યારે મૌનપણું છે માટે તમને ત્યાં મોકલ્યા છે એવી પણ તમે કલ્પના નહિ કરતા, એવો તમે વિચાર નહિ કરતા. તમને મોકલ્યા છે એ લોકોની સરળતા જોવા, એ લોકોના વિનયાદિ ગુણ જોવા, એ લોકોની ભક્તિ વગેરે જોવા માટે મોકલીએ છીએ. એ લોકોની જે લોલુપતા ઓછી છે, વ્યવહારની અંદર ખાણી-પીણી જીવનની અંદર... એ બધું જોવા મોકલીએ છીએ કે જુઓ ! હજી આવા લોકો હોય છે. જે તમારે શીખવા જેવું છે એવા લોકો છે. જરાક જઈ આવો તમે, એમ કરીને મોકલ્યા છે. ઘણું માર્ગદર્શન આપ્યું છે. ધર્મજવાસીઓના સંબંધમાં હજી એક કોઈ વિસ્તારવાળો પત્ર પણ છે, આગળ આવવો જોઈએ. એક પત્ર છે. એમાં ઘણો વિસ્તાર કર્યો છે. ૩૦૫ (પત્ર પૂરો) થયો. Page #50 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૬ ૩૧ પત્રાંક-૩૦૬ મોરબી, કારતક વદ ૭, રવિ, ૧૯૪૮ ૐ બ્રહ્મ સમાધિ શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે. અપ્રગટ સતુ. આ ૩૦૬. એક ટુકડો છે ખાલી. “અંબાલાલભાઈને ખાલી પોસ્ટકાર્ડની અંદર એક ટુકડો લખીને મોકલી દીધો છે. “અંબાલાલભાઈ ઉપર ધ્યાન વધારે ખેંચ્યું છે. અવારનવાર “સોભાગભાઈનો સમાગમ કરવાનું, “સોભાગભાઈ” પ્રત્યે આદર રાખવાનું, વિનય રાખવાનું, એમની સેવા કરવાનું ધ્યાન “અંબાલાલભાઈને ખેંચ્યું છે એમણે. છેલ્લે છેલ્લે પણ ખંભાત' પત્ર લખીને “સોભાગભાઈના દેહાંત વખતે પણ એમને ત્યાં મોકલ્યા છે. એમની દેહની છેલ્લી સ્થિતિ છે તમે ત્યાં જાવ અને એની સેવામાં રોકાવ. “સાયલા' મોકલ્યા) સોભાગભાઈના દેહાંત વખતે “અંબાલાલભાઈ ઉપસ્થિત હતા. મુમુક્ષ - આટલું છતાં પોતાને જવાનો ભાવ ન આવ્યો, વિકલ્પ ન આવ્યો. પૂજ્ય ભાઈશ્રી :- ના, એમણે તો કામ કરી લીધું હતું. મુમુક્ષુ :- ત્યાં જઈને રહેવાનો વિકલ્પ નથી આવ્યો. પૂજ્ય ભાઈશ્રી :- નહિ. થોડા દિવસ પહેલાં એ જઈને આવ્યા છે. અઢારેક દિવસ પહેલાં “સાયલા’ ગયા છે અને એમને “ઇડર” લઈ ગયા છે. “ઇડર”. એમને જે રહસ્યભૂત વિષય જે કહેતો હતો એ કહ્યો છે. કથનની એમાં મુખ્યતા નથી. દર્શાવવાની રીતનીપદ્ધતિની એમાં મુખ્યતા છે. વાત એટલી બધી ગુપ્ત નથી. જે પરમતત્ત્વનો વિષય છે, એનો જે ઉપાય છે એ વાત એટલી બધી અત્યારે ગુપ્ત નથી. અધ્યાત્મ વિષય ગુરુદેવે ઘણો ખોલ્યો છે. પણ સામે એટલી જ તૈયારીવાળો જીવ કે કહેતા પકડે, એટલી તૈયારી હોય) અને એ તૈયારી હોય ત્યારે જ એ કહેવાની પદ્ધતિ છે).... વિષય પ્રત્યક્ષતાનો છે થોડો. Page #51 -------------------------------------------------------------------------- ________________ હર રાજહૃદય ભાગ-૫ એ વસ્તુ પ્રત્યક્ષ છે અને સહજ પ્રત્યક્ષ છે, અનંત પ્રત્યક્ષ છે. જ્ઞાનલક્ષણ છે એ તો આંશિક પ્રત્યક્ષ છે અને એના ઉપરથી જે પ્રત્યક્ષ તૌરથી પ્રત્યક્ષપણે પ્રત્યક્ષ વસ્તુને પ્રત્યક્ષપણે ગ્રહણ કરવું એ જે પદ્ધતિ છે એ પકડાય છે. સામે પકડવાની. યોગ્યતા છે અને અહીંયાં પકડાવવાની યોગ્યતા છે. એવો એ મેળ છે. એવી કોઈ વાત ત્યાં બની છે અને એમને પોતાને સ્વાનુભવ થઈ ગયો છે. એટલે એના અનંત ભવ તો તોડી નાખ્યા. હવે શું ? હવે રૂબરૂ જઈને વિશેષ તો કોઈ કામ કરવાનું છે નહિ. એમને પોતાને ખ્યાલ આવી ગયો કે હવે આ જીવને વાંધો નથી. એને વેપાર કરવાની જે મૂડી જોઈએ એ મળી ગઈ છે. હવે આ તો આભે પાટું મારશે. જે Capacity આવવી જોઈએ એ આવી ગઈ છે એટલે) હવે મોક્ષમાર્ગમાં આ જીવ આગળ વધી જશે. એટલે એનું કોઈ મરણ બગડવાનો પ્રશ્ન નથી. એ તો અંબાલાલભાઈ ગયા છે, “અંબાલાલભાઈને ખ્યાલ નથી આટલો બધો કે હમણા થોડા દિવસ પહેલાં શું પ્રસંગ બન્યો છે. એટલે એ એને છેલ્લો દિવસ છે ત્યારે સ્મરણ કરાવવા જાય છે. ધર્મ સંભળાવા જાય છે. તો “સોભાગભાઈ) ઇશારો કરીને ના પાડે છે, કાંઈ સંભળાવાની જરૂર નથી. મારું લક્ષ બરાબર છે, મારો ઉપયોગ બરાબર છે, મને વિક્ષેપ પડે છે. કાંઈ વાત કરો નહિ, તમારી બાજુ મારું લક્ષ દોરો નહિ. મારું આત્મા બાજુ બરાબર લક્ષ છે. ના પાડી દીધી. મુમુક્ષુ :- બહુ સાચી Line છે. પૂજ્ય ભાઈશ્રી :- “અંબાલાલભાઈ ને ખ્યાલ નથી કે એની અંદરની શું સ્થિતિ છે. એને ના પાડી દીધી. એટલે પછી જવાનો તો કાંઈ પ્રશ્ન નહોતો. એ વખતે તો. એને એનું જ કામ કરવા દેવાનો પ્રશ્ન હતો. જાય તો ઊલટાનું લક્ષ બહાર ખેંચાય. મુમુક્ષુ – એ વાત પૂરતી છે.' પૂજ્ય ભાઈશ્રી - બહુ વિચક્ષણ હતા. પોતે બહુ વિચક્ષણ હતા. ઘણા વિચક્ષણ હતા. આ જીવને અત્યારે શું જરૂર છે ? એ તો એમનું જ્ઞાન જે કામ કર્યું છે એ કોઈ અંદાજ બહારનો વિષય છે. એટલું બધું જબરજસ્ત કામ કર્યું છે. અહીંયાં ધ્યાન ખેંચ્યું છે. મથાળું એટલું બાંધ્યું છે. બ્રહ્મ સમાધિ ૐ પણ શુદ્ધાત્માનો વાચક છે. બ્રહ્મ' શબ્દ પણ શુદ્ધાત્માનો વાચક છે અને એમાં જે લીનતા છે એનું નામ સમાધિ છે. મથાળામાં સ્વરૂપલીનતાનું સ્મરણ કર્યું છે. પછી Page #52 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૦૬ ૩૩ ‘સોભાગભાઈ’ની યોગ્યતાનો નિર્દેશ કર્યો છે કે શ્રી સુભાગ્ય પ્રેમસમાધિ વિષે વર્તે છે.' એમને સત્નો મહિમા ઘણો આવેલો છે એવી એમની દશા છે. આટલું કહી, દીધું. સત્નો ઘણો મહિમા જેમનો વર્તે છે. પ્રેમસમાધિનો અર્થ એ છે કે એને સત્ પ્રત્યે અત્યંત... અત્યંત.... અત્યંત મહિમા વર્તે છે. જોકે વાત્સલ્યનું મૂળ કારણ આ છે કે પોતાને પરમસત્નો અત્યંત મહિમા છે, બીજા જીવને એ માર્ગે આવવું છે; તો એને પોતાના કોઈપણ સગા-સંબંધી કરતા વધુમાં વધુ પ્રેમ આવ્યા વગર રહે નહિ. આ ચોખ્ખું ચોખ્ખો હિસાબ છે. પ્રશ્ન :- કુટુંબ કરતા ? સમાધાન :– કોઈપણ કરતા. કુટુંબ તો કહેવામાત્ર. કોઈપણ કરતા. જેને પોતાને સત્ પ્રત્યે પરમપ્રેમ છે, ૫૨મ મહિમા છે એને એ જ લાઇનમાં આવવાને ઉત્સુક છે, એ જ લાઇનમાં આવવા માટે જે રાજી થયો છે, ખુશી થયો છે, ઇચ્છાવાન થયો છે એના પ્રત્યે અત્યંત પ્રેમ આવી જાય, અત્યંત વાત્સલ્ય આવે જ છે. બહુ કુદરતી વસ્તુ છે. એવું ન થાય તો અકુદરતી છે. નહિતર આ એકદમ કુદરતી વસ્તુ છે. મુમુક્ષુ :- લિખિતંગ ‘અપ્રગટ સત્’ પૂજ્ય ભાઈશ્રી :- હા ! લિખિતંગ અપ્રગટ સત્ મુમુક્ષુ :– જે વસ્તુ મેળવવા સો વરસ પહેલાં વન-જંગલમાં રખડવું પડતું એનાથી હજાર ગણી વસ્તુ ગુરુદેવે' ઘરબેઠા આપી. પૂજ્ય ભાઈશ્રી :– એમાં તો કાંઈ સવાલ નથી. વાત ઘણી સ્પષ્ટ છે. પ્રગટ બહાર આવી છે. અહીં સુધી રાખીએ. Page #53 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૭ આણંદ, માગશર સુદ ૨, ૧૯૪૮ એવું છે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું છે દેહાભિમાન મટવું સંભવતું નથી. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે. તા. ૧૩-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૮૪ પત્રક - ૩૦૭ થી ૩૧૧ એમનો (કૃપાળુદેવનો) ૧૯૨૪માં કારતક સુદ પુનમનો જન્મદિવસ છે. ૨૦૪૬ થયા ને. ૧૨૨ વર્ષ થયા. “મોરબી પાસેના નાના ગામડા “વવાણિયામાં જન્મ થયેલો. પૂર્વના આરાધક પુરુષ હતા. પાછા અહીંયાં મનુષ્યપણે આવ્યા છે. કોઈ અલૌકિક ઉઘાડ લઈને આવેલા છે. સામાન્ય મનુષ્યને એટલો ઉઘાડ નથી હોતો. સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણનું જ્ઞાન થયું છે. ૧૨-૧૪ વર્ષની ઉંમરથી સુવિચારણા પ્રગટ થઈ છે–આત્મધર્મની વિચારણા પ્રગટ થઈ છે. શતાવધાન આદિ જ્યોતિષ વગેરેના અનેક પ્રકારના ક્ષયોપશમ વિશિષ્ટ જ્ઞાનધારી હોવા છતાં લોકસંજ્ઞાનું આવરણ આત્માને ન આવે એટલા ખાતર એ બધા ચમત્કાર જેવા દેખાતા બહારના) પ્રકારને બાજુએ મૂકી દીધા અને એકદમ આત્માર્થે જીવન શરૂ કર્યું. ૧૮ વર્ષે શતાવધાન વગેરે એ બધું છોડી દીધું હતું. Page #54 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૦૭ ૩૫ ત્યારપછી ૨૩ વર્ષથી એકદમ આત્માર્થની દશાવિશેષ સ્વરૂપ ચિંતવન, સ્વરૂપ ઘોલનવાળી થઈ છે એમની. જેને લગની લાગી છે એમ કહી શકાય. ૨૩ વર્ષથી એ દશા અત્યંત સ્પષ્ટ એમના પોતાના જ પત્રોથી પ્રસિદ્ધ થાય છે. ૧૯૪૭ એટલે નવ્વાણું વર્ષ પહેલાં સમ્યગ્દર્શનને પામ્યા છે. ૨૦૪૬ ચાલે છે. ૧૯૪૭માં સમ્યગ્દર્શનશુદ્ધ સમ્યગ્દર્શન પ્રકાશિત થયું–પ્રગટ થયું. અને જેમના માત્ર પત્રો રહ્યા છે, અક્ષરદેહ જેને કહેવામાં આવે છે, એનાથી એમના ભાવનો પરિચય થાય છે, ભાવની ઓળખાણ પડે છે. એમની દશા એમણે ઠેકઠેકાણે પોતાના પત્રમાં વર્ણવી છે. એથી એમની દશા મોક્ષમાર્ગની શરૂઆત હોવા છતાં પણ કેવી પ્રબળ દશા હતી, એ વાત આગળના જ પત્રમાં આવશે. ચાલે છે ૩૦૭ પણ ૩૧૩માં એ વાત છે. ત્રીજો પેરેગ્રાફ છે. કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ.” અપૂર્વ વીતરાગતા લખી છે. કેમકે હવે પડવાના નથી. “તેમ જ બીજા પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. માંડ માંડ કરી શકે છે. ખાવું બોજો લાગે. માણસ આહાર વખતે સ્વાદ લેવા ટાણે બધું ભૂલી જાય છે. ભૂખ લાગી હોય, અશાતા વેદનીને શાંત કરવી હોય અને છતાંય સ્વાદ લેવો હોય, બે વાત ભેગી થઈ જાય. ભૂલી જાય છે માણસ, હું આત્મા છું એ વાત ભૂલી જાય છે. માત્ર દેહધારી છું. દેહાધ્યાસ એટલો બધો છે કે આત્મા છું એ ભૂલી જાય છે. અહીંયાં કહે છે કે માંડ માંડ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. “મન ક્યાંય વિરામ પામતું નથી..... એ બધી દશાનું એમણે ઠામ ઠામ પોતાના પત્રોમાં વર્ણન કર્યું છે. અને જેમના આ વચનોને લીધે અનેક અનેક હજારો જૈન, જૈનેતરોનું લક્ષ બદલાણું છે, સંપ્રદાયબુદ્ધિ છૂટી છે અને અપૂર્વ પુરુષ છે, અપૂર્વ કહેનારા છે, અપૂર્વ એમના વચનો છે એવો મહિમા અનેક અનેક જીવોને આવ્યો છે. આ સો વર્ષની અંદર ઘણા તો ચાલ્યા ગયા હશે. અનેક જીવો, હજારો જીવો અજૈનમાંથી જૈન થયા છે. જેમના વચનમાત્રથી અજૈનમાંથી જૈન થયા છે. એવો એમનો વચન અતિશય પણ કહેવાની જરૂર નથી. બતાવવાની જરૂર નથી એવો વચન અતિશય આ ગ્રંથને વિષે સ્પષ્ટ છે. સાધારણ લેખકના એવા વચનો મળે નહિ એવા મહાપુરુષનો આજે જન્મ દિવસ છે. એમની સાધના–એમની આરાધનાનું સ્મરણ કરવાનો આ અવસર છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ રાજહૃદય ભાગ-૫ ચાલતો વિષય છે. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ પત્રાંક ૩૦૭, પાનું ૩૦૯. ‘આણંદ’ આવી ગયા છે માગશર સુદ બીજે પત્ર લખેલો છે. વચમાં મોરબી’થી એક લીટીનો ૩૦૬ નંબ૨નો એક પત્ર છે, ‘વાણિયા'થી રવાના થયા પછી (લખેલો છે). ત્યાં આઠેક દિવસ રોકાઈને મુંબઈ' જતા વચ્ચે ‘આણંદ’ રોકાણા છે. “આણંદથી ‘સોભાગભાઈ’ને પત્ર લખે છે. એક જ પત્ર છે ‘આણંદ’નો, પછી બધા પત્રો મુંબઈ'થી શરૂ થાય છે. ‘(એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.' આ મથાળું ફરીને એમણે દોહરાવ્યું છે. આગળ ૩૦૨માં જે સોભાગભાઈ” ઉપરનો મંત્ર છે, એમાં મથાળું બાંધ્યું છે), સત્યં પરં ધીર. એનું ભાષાંતર છે કે, ‘(એવું જે) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.' એટલે કે નિજ પરમાત્મ તત્ત્વનું (ધ્યાન કરીએ છીએ). જેમાં અનંતજ્ઞાન, અનંતસુખ આદિ સામર્થ્ય રહેલું છે, વિદ્યમાન છે, મોજૂદ છે. સત્તાનો અર્થ એ છે. અત્યારે છે, એવો જેની સત્તાનો શ્રદ્ધાને, શાનને અને ચારિત્રને આધાર આવે છે, ચારિત્રને અહીંયાં ધ્યાન કહે છે. શ્રદ્ધાને સમ્યક્દર્શન કહે છે, જ્ઞાનને સમ્યગ્ગાન કહેવામાં આવે છે. તેનું અમે ધ્યાન કરીએ છીએ.' ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટતું સંભવતું નથી.' જીવ સ્વરૂપે કરીને સર્વોત્કૃષ્ટ મહાન પદાર્થ હોવાથી બધે જ પોતાની મુખ્યતા ચાહે છે. સ્વરૂપને ભૂલે છે એટલે શરીરથી એની શરૂઆત થાય છે. દેહાભિમાન–દેહાભ્યાસ. બધે જ મુખ્ય, દેહની મુખ્યતા. આબરૂ-કીર્તિની મુખ્યતા. એ વસ્તુ થઈ પડી છે. ગુણના બદલે અવગુણ પ્રગટ થયેલા છે), પોતે મહાન છે પણ અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં અહપણું કરે છે તેથી એને અભિમાન કહેવામાં આવે છે અને અવગુણ કહેવામાં આવે છે. એવું જ અહમુપણું પોતાની સત્તાને વિષે કરવામાં આવે, પોતાના ઐશ્વર્યને વિષે કરવામાં આવે તો એ સમ્યગ્દર્શન આદિ ગુણ છે, મહાન ગુણ છે. એટલે એમ કહે છે કે, મહિમા કરવો તો ભગવત્સ્વરૂપ આત્માનો કરવો. અન્યમતમાં એમ લાગુ પડે ભગવત્ એટલે કોઈ બીજા પરમેશ્વર. તો કહે છે કે બધું ભગવાનને અર્પણ કરી દો એટલે નમ્રતા પૂરેપૂરી આવી જશે. અહીંયાં એમ નથી. અહીંયાં દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે પરમ વિનયભાવ ઉત્પન્ન થાય ત્યારે જીવને નમ્રતા ઘણી આવે છે. પણ એ દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ એવા પરમાત્મ Page #56 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૭ ૩૭ સ્વરૂપને દેખાડે છે. દર્શાવે છે કે તું સર્વથી મહાન છો. ત્રણ લોકનો નાથ જ તું છો. એવો મહિમાવંત પદાર્થ દર્શાવે છે. એનો મહિમા કરવો એનો અર્થ ભગવતુને સર્વ સમર્પણ કર્યું, કરવું અપેક્ષાએ બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્ર અને સન્દુરુષ એ ભગવત્ એટલે પૂજ્ય પુરુષો છે, પૂજ્ય આત્માઓ છે – એના પરમ વિનયને સર્વ સમર્પણ કહે છે. એવું થયા વિના આ કાળમાં... આ કાળમાં અથવા સર્વ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી. એવો એનો અર્થ છે. અન્યમતી પોતાની રીતે અર્થ કાઢે પણ ખરેખર એનો એવો અર્થ નીકળે છે. માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. હવે સત્યમાંથી ધર્મ કાઢ્યો. કેમકે ધર્મ સત્યસ્વરૂપ છે, સત્ય છે એ ધર્મસ્વરૂપ છે. એટલે એમ કહે છે. અને તે સનાતન-ત્રણે કાળે જે એકરૂપ છે, ત્રણે કાળે પરમનિર્દોષ છે, પરમપવિત્ર છે. જેવો આત્મા છે તેવા જ પરિણામ સ્વરૂપ છે. સનાતન એટલે ત્રણે કાળે લેવું. સનાતન ધર્મ (કહીને) કોઈ વાડો ન લીધો, કોઈ સંપ્રદાયનું નામ નથી લીધું. સનાતન ધર્મરૂપ પરમસત્યનું નિરંતર સેવન કરીએ છીએ. ગુરુદેવ' વાડાબંધીથી બહુ નારાજ હતા અને જરાપણ વાડામાં ન પડવું એમ હતું) એટલે શરૂઆતમાં “સ્વાધ્યાય મંદિર માં સનાતન ધર્મનું Title લગાડેલું હતું. તમને તો ખબર હશે. સનાતન ધર્મ લખાયેલો ત્યાં. જૈન ધર્મ એવું નહોતા લખતા, દિગંબર એવું નહોતા લખતા. સનાતન શબ્દનો પ્રયોગ કરતા હતા. પછી જોયું કે આ ગોળગોળ રહેવામાં બધા પોતાના ધર્મને સનાતન કહે છે. માટે ફોડ પાડીને મુખ્ય કર્યું કે અમારી સ્પષ્ટ માન્યતા દિગંબર સંપ્રદાયમાં જે આચાર્યો થયા એમનો જે કથાનુયોગ, એમનો કરુણાનુયોગ, એમનો ચરણાનુયોગ એ બધું અમને માન્ય છે. એ રીતે સંપ્રદાયબુદ્ધિમાં નહિ રહીને એ વાત સ્પષ્ટ કરી. “અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ. અંદરમાંથી લક્ષ અને પરિણતિ નિરંતર રહે છે, એ ધ્યાન છૂટતું નથી અથવા ધર્મધ્યાન સદા નિરંતર રહે છે. ધર્મધ્યાન વગરનો કોઈ સમય જતો નથી. જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે જે સત્ય સ્વરૂપનું ધ્યાન કરે છે એ પોતે આત્મા જ સત્ય છે. એના પરિણામ સત્ય છે એટલે એ આત્મા જ સત્ય છે. જેમ ચોરી કરે છે, જેની પર્યાયમાં ચોરીનો ભાવ છે તે ચોર છે. એમ જેને સત્યધર્મનું પરિણમન છે એ આત્મા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ચજહદય ભાગ-૫ જ સત્ય છે, એ સત્ય હોય છે. પ્રશ્ન :- સત્ય અત્યારે પ્રગટ માનવું કે અપ્રગટ માનવું ? અપેક્ષાએ. સમાધાન :- એમને તો પ્રગટ થતું હતું. પ્રશ્ન :- અત્યારે વર્તમાનમાં સત્ય પ્રગટ માનવું કે અપ્રગટ માનવું? સમાધાન :- સત્ય તો આત્માનું સ્વરૂપ છે. સત્ય આત્માનું સ્વરૂપ છે એ સ્વસમ્મુખવાળાને તો પ્રગટ જ લાગે છે. જે એની સન્મુખ થાય છે એ તો પોતાના સત્યસ્વરૂપને પ્રગટપણે જોવે છે. એ તો કહે છે કે સત્ય તો પ્રગટ જ છે. અપ્રગટ-અપ્રગટ કેમ લોકો કહે છે? અમને સમજાતું નથી. જેને નથી દેખાતું એ એમ કહે છે કે સત્ય તો અપ્રગટ છે. અમને દેખાડો, પ્રગટ કરીને અમને દેખાડો. એ ઉભુખ ઊભો છે, મોઢું ફેરવીને ઊભો છે તો કહે છે કે મને પ્રગટ નથી. જે સન્મુખ થાય છે એ કહે છે કે સત્ય તો પ્રગટ જ છે. એ કેદી ઢંકાયેલું હતું ? એને આવરણ કેદી હતું? એ તો ત્રિકાળ નિરાવરણસ્વરૂપ છે. એને તો સત્ય પ્રગટ જ છે. એમ છે. પ્રશ્ન :- ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય કહ્યું છે, તો સર્વ સમર્પણ એટલે? સમાધાન :- સર્વ સમર્પણ એટલે પૂરેપૂરો મહિમા, સંપૂર્ણ મહિમા. અર્પણતા, સમર્પણતા કોના પ્રત્યે થાય છે ? કે જેનો મહિમા આવે એના પ્રત્યે સમર્પણ થાય છે ને ? અંદરમાં પોતાનું ભગવત્સ્વરૂપ છે. એ પરિપૂર્ણ મહિમાવંત છે. બિહારમાં દેવગુરુશાસ્ત્ર અને સત્યરુષ જેનો યોગ હોય એના પ્રત્યે સર્વસમર્પણબુદ્ધિ થાય છે, આવે છે એમ કહેવું છે. ત્યારે દેહાભિમાન મટે છે. ત્યારે એને અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં અહમૃદ્ધિનો ત્યાગ થાય છે. એ સિવાય અહમુબુદ્ધિ છોડી છૂટતી નથી. અહપણું થઈ જાય. છોડવું હોય એ કહે કે છોડવા લાયક છે. અભિમાન કરવા લાયક નથી, મમતા કરવા લાયક નથી પણ છૂટે નહિ. છૂટે (તો) આ એક જ પ્રકારે છૂટેસમર્પણ કરે ત્યારે. પ્રશ્ન :- વૈરાગ્યથી ન છૂટે ? સમાધાન :- ના, ત્યાગ-વૈરાગ્યથી ન છૂટે. એ મારું છોડવું એમ કહે મેં મારા રૂપિયાનું દાન દીધું, મેં મારો સંયોગ હતો એનો મેં ત્યાગ કર્યો. પૂર્વકર્મનું ફળ મને ફળ આવ્યું હતું તોપણ મેં એનો ત્યાગ કર્યો. મને મળ્યું હતું તોપણ એનો મેં ત્યાગ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પત્રાંક-૩૦૭ કર્યો. મુમુક્ષુ - પહેલાં અધિકાર સાબિત કરે છે પછી ત્યાગ કરે છે. પૂજ્ય ભાઈશ્રી :- અધિકાર રાખીને ત્યાગ કરે છે. ત્યાગ કર્યો અને અધિકાર રાખ્યો, એના જેવું છે. ગુરુદેવશ્રી બિરાજમાન હતા ત્યારે આપણા સ્વાધ્યાયમાં એક વખત ચર્ચા ચાલી હતી. એ વખતે દર રવિવારે આપણે બધા અહીંથી મુમુક્ષુ ભાઈઓ સોનગઢ જતા. જે ગ્રહણ કરવું જોઈએ એ ગ્રહણ ન થાય તો પછી ત્યાં રહે કે ત્યાં જાય એનો કોઈ અર્થ સરતો નથી. જે ઉપદેશ ગુરુદેવશ્રીનો છે એ ગ્રહણ ન કરે તો ત્યાં જવાનો કે ત્યાં રહેવાનો કોઈ અર્થ સરતો નથી. એક ભાઈએ પૂછ્યું કે દર રવિવારે બસનું ભાડું ખર્ચીને, પૈસા ખર્ચીને ત્યાં જઈએ તોપણ એની કાંઈ કિમત નહીં ? પૈસા ખચ્ય એની કેવી કિમત આવી ! શું કહ્યું? પ્રશ્નમાં શું વાત હતી ? કે દર રવિવારે પૈસા ખર્ચીને ત્યાં જઈએ અને એની કાંઈ કિમત જ નહિ ? બસ ! એટલે પૈસા ખર્મા એના ઉપર વજન જાય છે. એ મારા પૈસા હતા. એનામાં આ કારણે ખર્મા, એની તમે કિમત આંકતા નથી ? એવો ખ્યાલ ન રહે કે ભલેને ત્યાં જાય છે. મુમુક્ષુ :- પૈસા ખર્ચીને “ગુરુદેવ” ઉપર ઉપકાર કર્યો. પૂજ્ય ભાઈશ્રી :- ભાવ તો શીખડાવવો પડતો નથી, આવો ભાવ કાંઈ શીખડાવવો પડતો નથી. સૂક્ષ્મતાથી તપાસવામાં આવે તો પોતે જે કાંઈ સમર્પણ કરે છે એ એણે સમર્પણ જ કર્યું નથી. મહિમા તો એ ચીજનો રાખ્યો છે તો એની અર્પણતો ક્યાં થઈ ? એને અર્પણતા નથી થતી. અર્પણ કર્યું તોપણ એણે અર્પણ કર્યું નથી એના જેવું છે. એ ચર્ચા વાંચનમાં ચાલી હતી, ઘણા વખત પહેલાં એ ચર્ચા ચાલી હતી. એ રીતે અહીંયાં સોભાગભાઈને સંક્ષેપની અંદર સ્વરૂપધ્યાન ઉપર, સ્વરૂપના મહિમા ઉપર લક્ષ ખેંચ્યું છે. પોતે પણ સમાગમમાં છે એટલે એ પણ લક્ષ આડકતરી રીતે ખેંચ્યું છે. પોતા ઉપર સીધું ન આવે એટલે આડકતરી રીતે ખેંચ્યું છે. પછી માગશર સુદમાં જ “મુંબઈ પહોંચ્યા છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ચજય ભાગ-૫ પત્રાંક-૩૦૮ મુંબઈ, માગશર સુદિ ૧૪, ભોમ, ૧૯૪૮ % સત્ શ્રી સહજ સમાધિ - અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી. તોય સહન કરીએ છીએ. સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો; મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીંશાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ. સુધાને વિષે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે. પ્રણામ પહોંચે. સુદ ચૌદશનો પત્ર પહેલાં સોભાગભાઈ ઉપરનો છે. ત્યારપછીનો અમાસનો પત્ર પણ “સોભાગભાઈ ઉપરનો છે. અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અત્રે સમાધિ છે, સ્મૃતિ વર્તે છે તથાપિ નિરૂપાયતા વર્તે છે એટલે કે સ્મરણ આવે તો પણ વિસ્મરણ કરવા જેવું થાય છે. “અસંગવૃત્તિ હોવાથી અશુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ.' સહન કરીએ છીએ. એક વિકલ્પ (આવે) એ પણ દુઃખદાયક છે એ આમાંથી નીકળે છે. ઉપાધિ એટલે વિકલ્પ કરવો, કોઈ બાબતમાં પત્ર લખવો. સ્મૃતિ રહે છે, વિકલ્પમાં જોર તો નથી પણ વિકલ્પનું દુઃખ છે–એ સહન કરતાં કરતાં આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. જેટલા ઉપાધિરૂપ કાર્યો (છે) એ રૂપ વિકલ્પો, એ વિકલ્પનું દુઃખ સહન કરીને આમ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પત્રાંક-૩૦૮ ને આમ ચલાવીએ છીએ. અસંગવૃત્તિ હોવાથી.” એવી અસંગવૃત્તિ છે કે “અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, થોડીક પણ ઉપાધિ-બોજો ઉપાડવાનું અમારાથી બની શકે એવું નથી પણ પરાણે પરાણે સહન કરીએ છીએ. એવી દશા લીધી છે. જે વ્યવહારમાં ઊભા છે, જે વ્યવહારના કાર્યોની ઉપાધિ છે–એ બધી ઉપાધિ છે. લોકો એમ માને છે કે વેપાર કરવો એ ફરજ છે, બીજા બધા સાંસારિક કાર્યો ગૃહસ્થોને કરવા તે તેની ફરજ છે. આ કહે છે કે અમને ઉપાધિ છે અને ન સહન થાય એવી ઉપાધિ છે. થોડું પણ, આંખ પાસે ઘણું ઉપાડવાની વાત તો એકબાજુ રહી પણ પોટલા ભરી ભરીને મજૂરી કરાવવા જેવી વાત છે. માટી ઉપાડાવે છે ટોપલા ભરી ભરીને ? એ આંખ પાસે એટલે જ્ઞાતાદર્થ એવું જે જ્ઞાનનેત્ર-ઉપાધિરહિત ભાવ છે એની પાસે ઉપાધિ કરાવવી છે. મુમુક્ષુ :- યમના દૂત કહે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, યમના દૂત જેવું છે. “ઉપયોગ બહાર નીકલા કી યમકા દૂત સમજો.' એવી બધાની દશા હોય છે, મોક્ષમાર્ગમાં જ્ઞાનીઓની એવી દશા છે એમને ઉપાધિ કરવી પાલવતી નથી, પોષાતી નથી. તેથી જ્ઞાનીને ઓછામાં ઓછી ઉપાધિ થાય, એ જેને ઓળખે છે એ એવું થોડું લક્ષ રાખે છે. મુમુક્ષુ - ફરીથી. પૂજ્ય ભાઈશ્રી :- એટલે છે કે જ્ઞાનીને ઉપાધિ ન કરવી પડે એની કાળજી રાખવાનું પણ જે એમના સંપર્કમાં હોય એને એવો ભાવ થાય છે કે, આ ઉપાધિ કરી શકતા નથી, ઉપાધિ આનાથી સહન થતી નથી, તો એમને ઉપાધિ ન હોય એવું કાંઈક રાખીએ, ઉપાધિ ન કરવી પડે એમ કરીએ. એટલે એના કામ પોતે કરી લે. એ કારણ છે એની અંદર. સત્સંગી પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય. આ ડુંગરભાઈ કરીને એમના પરિચયમે એમના મિત્ર હતા એમને યાદી આપી છે. બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો.' તમે બંને મિત્રો છો. વસ્તુનું સ્વરૂપ સમજો. ફરી ફરીને વિચાર કરીને વસ્તુનું સ્વરૂપ સમજો. અંધશ્રદ્ધાએ કોઈ ઈશ્વરકર્તાપણું, કોઈ રિદ્ધિસિદ્ધિ કે યોગલબ્ધિ આમાં તમે પડો નહિ. વસ્તુનું સ્વરૂપ સમજો. ફરી ફરીને વિચાર Page #61 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ ૪૨ કરીને વસ્તુના સ્વરૂપને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં.' આત્મા જે અતીન્દ્રિય પદાર્થ છે એ અતીન્દ્રિય પદાર્થનો નિશ્ચય અતીન્દ્રિય જ્ઞાન લક્ષણથી અને અતીન્દ્રિય પરિણામથી થાય, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લીધી છે. અને જ્ઞાન લક્ષણ એ પણ સામાન્ય લીધું છે, ઇન્દ્રિયજ્ઞાન નથી લીધું. એટલે મનથી કરેલો નિશ્ચય તે સાક્ષાત્ નિશ્ચય એટલે સાચો નિશ્ચય નહિ માનતા. એ કલ્પના છે એમ સમજો). જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે.' સત્પુરુષથી સમજાય અને સત્પુરુષ પોતાના નિર્ણયમાં સાક્ષી પૂરે કે આમ જ સત્પુરુષ કહે છે, એવા પરિણામથી જે નિશ્ચય થાય એને નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. નહીંતર અકલ્યાણ છે. કલ્યાણ તો નથી પણ અકલ્યાણ છે. કારણ કે કલ્પના થાય છે. આત્મસ્વરૂપનો વિષયમાં જે કલ્પના થાય છે એ એક વિપર્યાસ છે અથવા દર્શનમોહની વૃદ્ધિ થવાનું ત્યાંથી શરૂ થઈ જાય છે. એ નિશ્ચય દૃઢ થાય ત્યારે દર્શનમોહ તીવ્ર થઈ જાય છે. ખાસ કરીને જે મુમુક્ષુજીવ સ્વરૂપનો વિચાર કરે છે—આત્મસ્વરૂપનો વિચાર કરે છે એના માટે આ એક બહુ જવાબદારીવાળું કાર્ય છે, ઘણી જવાબદારીવાળું કાર્ય છે. કેમકે આવે છે આત્માનો નિશ્ચય કરવા માટે, મનથી વાંચીને વિચારીને–શ્રવણ કરીને આત્માનો નિશ્ચય મેં કર્યો છે એમ માની લ્યે છે. અહીંયાં એમ કહે છે કે, એવો મનથી કરેલો નિશ્ચય-ખરો નિશ્ચય-સાક્ષાત નિશ્ચય એટલે ખરો નિશ્ચય એને તમે નહિ માનતા, નહિ સમજતા. નહિતર અકલ્યાણ થઈ જશે. કલ્યાણ તો એક બાજુ રહ્યું પણ અકલ્યાણ થઈ જશે. એવી પરિસ્થિતિ આવશે. આમાં તો પોતે ભાષા જરા મૃદુ રાખતા હતા કે, કલ્યાણ નથી એમાં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવું એમાં કલ્યાણ છે. એટલે જે વિદ્યમાન જ્ઞાની છે એની સાથે મેળ ખાય છે કે નહિ એની જરા ખાતરી કરી લેવી અથવા એ રીતે પ્રતીતિ આવી જશે કે જ્ઞાની આમ જ કહેવા માંગે છે. આ (સ્વરૂપ) નિશ્ચય સંબંધમાં જરાક ધ્યાન દોર્યું છે. કેમકે સામાન્ય રીતે તો માણસ શું કરે ? મનથી જ નિશ્ચય કરે. વાંચન, વિચાર, શ્રવણ એમાં શું કરે ? મનથી જ માણસ નિશ્ચય કરે. અહીંયાં કહે છે કે, મનથી કરેલો નિશ્ચય એને સાચો નિશ્ચય-સાક્ષાત નિશ્ચય નહિ માનતા. જ્ઞાનીથી થયેલો Page #62 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૦૮ ૪૩ નિશ્ચય (એટલે) જ્ઞાની સંમત કરે છે તારા નિશ્ચયને ? તારી વાતને સંમત કરે છે તો એ નિશ્ચય બરાબર છે એનાથી કલ્યાણ થશે. નહિતર કલ્યાણ નહિ થાય, કલ્પનાએ ચડી જઈશ. મુમુક્ષુ :- વસ્તુના બંધારણની... પૂજ્ય ભાઈશ્રી :- નહિ. સ્વરૂપ નિશ્ચયની વાત છે. વસ્તુને ફરી ફરી સમજો એટલે વસ્તુના સ્વભાવને સમજો એમ કહેવું છે. બંધારણ એમાં આપો આપ આવી જાય છે, સમાવેશ પામી જાય છે. પણ માત્ર વસ્તુના બંધારણ પૂરતી મર્યાદિત વાત નથી. વસ્તુને ફરી ફરીથી વિચારીને એટલે વસ્તુના સ્વભાવને સમજો. આત્મા જે વસ્તુ દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ રહિત પદાર્થ છે, સ્વભાવમયી વસ્તુ, જેને “સમયસાર' કહ્યો, એને સમજો. મળ સ્વરૂ૫-અતિન્દ્રિય પદાર્થને સમજો અને જે રીતે સમજાય એ રીતે સમજો. જ્ઞાનીની આજ્ઞાએ જ્ઞાની સંમત કરે છે. કે નહિ ? જ્ઞાનીથી થયેલો નિશ્ચય એ છે કે નહિ ? આ એમનો એ વિષયમાં ગૂઢાર્થ છે. એમ કહીને એમ કહેવું છે કે, કેટલાક જીવો શાસ્ત્ર વાંચીને એમ સમજે છે કે આપણી પાસે શાસ્ત્ર છે, આપણી પાસે સમજવાનો ક્ષયોપશમ પણ છે, સંજ્ઞી પંચેન્દ્રિય છીએ, કોઈ કુદેવાદિને માનતા નથી. વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્રને માનીએ છીએ. આપણે વાંચી, વિચારીને સ્વરૂપનો નિર્ણય કરી લેશું. એને એમ કહે છે કે, ભાઈ સપુરુષથી થયેલો નિશ્ચય યથાર્થ છે, એમાં જ કલ્યાણ છે એમ સમજવું. મુમુક્ષુ – ૧૪૪ મી ગાથામાં આવ્યું, જ્ઞાનસ્વરૂપી આત્માનો નિશ્ચય કરવો. આમાં થોડો ફેર પડે છે. જ્ઞાનીથી એવો શબ્દ લખ્યો છે. પૂજ્ય ભાઈશ્રી :- નહિ. એમાં દ્રવ્યશ્રત લીધું છે ને ! જ્ઞાનીની વાણી દ્રવ્યકૃત છે, જ્ઞાનીની વાણી છે એ દ્રવ્યશ્રત છે. આગમને જ દ્રવ્યશ્રુત કહેવાય છે એવું નથી, વાણી જે છે એ પણ દ્રવ્યકૃત છે. એ નિમિત્ત પડે છે. પામેલા છે એ નિમિત્ત પડે છે. વગર પામેલા નિમિત્ત પડતા નથી એટલો ભેદ પાડવો છે. દ્રવ્યથત કહીને એમ કહેવું છે. જ્ઞાનીની વાણી નિમિત્ત પડશે, અજ્ઞાનીની વાણી નહિ પડે અને અહીંયાં તો શું છે કે જ્ઞાનીથી થયેલો નિશ્ચય એટલે પ્રત્યક્ષ જ્ઞાનીથી થયેલો નિશ્ચય, એની આજ્ઞાએ થયેલો નિશ્ચય, એમણે સંમત કરેલો નિશ્ચય એને તું નિશ્ચય ગણજે. એમનેમ તે મનથી એમ નક્કી કરી લીધું કે મારો આત્મા આવો છે, અનંત જ્ઞાનસ્વરૂપ છે, Page #63 -------------------------------------------------------------------------- ________________ ચજહૃદય ભાગ-૫ અનંત સુખસ્વરૂપ છે. અનંત આનંદસ્વરૂપ છે, એક છે, અભેદ છે, પારિણામિકભાવ ધ્રુવ અપરિણામી (છે). એ મનથી કરેલો નિશ્ચય એ ખરેખર નિશ્ચય નથી એમ કહે છે. મુમુક્ષુ – આ જે શબ્દો આપ બોલ્યા કે જ્ઞાનીના મુખેથી આત્માના સ્વરૂપને બતાડતી વખતે એવા શબ્દો આવે. પૂજ્ય ભાઈશ્રી :- હા, છતાં ફેર પડે છે એમાં. સરખા દેખાય છતાં એમાં ફેર પડે છે. એની પાછળ આત્મભાવ છે. જ્ઞાનીના શબ્દોમાં નિમિત્તપણે એમનો આત્મભાવ છે. એમના જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ છે. અને બીજા એવા જ શબ્દો કહે છે પણ સામે કાંઈ છે નહિ-જ્ઞાનમાં કાંઈ નથી. આત્મા નથી, કાંઈ નથી. એટલો બધો ફેર છે. મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- નહિતર પૂછી લેવું. અમે માનીએ છીએ કે પોતે એમ માને છે ? એમ પૂછી જોવું કે છે આત્મા સામે ? જ્ઞાનમાં પ્રત્યક્ષ છે ? તો ના પાડશે. હા નહિ પાડે. લગભગ તો હા નહિ પડે અને હા પાડે તો બીજા બે પ્રશ્નો પૂછો એટલે વાત પૂરી થઈ જશે. મુમુક્ષ – ગુરુદેવશ્રીનું પ્રવચન, “ગુરુદેવ જ્યારે પ્રવચન કરતા તે વાણી અને બીજા જે પ્રવચન) કરતા એમાં ફેર પડી જતો હતો. પૂજ્ય ભાઈશ્રી - પડે જ પડે. પડ્યા વગર રહે નહિ. સમજવાની દૃષ્ટિ જોઈએ. ફેર તો પડે જ. મુમુક્ષુ :- ઘણાં સૂક્ષ્મ ભેદ છે. ' પૂજ્ય ભાઈશ્રી :- હા, ભેદ છે. મનથી કરેલો નિશ્ચય તેને યથાર્થ નિશ્ચય નહિ માનતા. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે કે આનો નિશ્ચય બરાબર છે. એ સંમત કરે છે. બરાબર કલ્યાણ છે. એ સંમત ન કરે ત્યાં સુધી એણે પોતાના નિશ્ચયને ખરો નિશ્ચય નહિ માનવો જોઈએ. મુમુક્ષુ :- જેની પાસે ભાવકૃત છે એની પાસે જ દ્રવ્યશ્રત છે. પૂજ્ય ભાઈશ્રી - એની પાસે જ દ્રવ્યદ્ભુત છે. ભાવકૃત વિના દ્રવ્યશ્રુત ક્યાંથી કાઢે ? જેને ભાવકૃત પ્રગટ થયું નથી... શુદ્ધોપયોગ છે એ ભાવકૃત છે. પ્રથમ શુદ્ધોપયોગ થાય છે એ ભાવથુત પ્રગટ થયું જેને પંદરમી ગાથામાં જૈનશાસન કહ્યું. સર્વ જૈનશાસન એમાં સમાઈ ગયું છે. એક સ્વાનુભવની અંદર આખું જૈનશાસન Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પત્રાંક-૩૦૮ સમાવી દીધું છે. કેમકે બાર અંગની લબ્ધિ ત્યાં પ્રગટી છે), કેવળજ્ઞાનની લબ્ધિ પ્રગટી છે). બાર અંગ તો કેવળજ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. પર્વતભાઈ કરીને ડુંગરભાઈ કરીને છે. એ ડુંગરભાઈની માન્યતા થોડીક બીજી રીતે હતી અને આ બંનેને મિત્રતા ઘણી હતી. એટલે એનું વલણ-સોભાગભાઈનું વલણ અને અસર સંગદોષથી હતી. એમાંથી બહાર) કાઢ્યા છે. એટલે આ ભગવતુ શબ્દ અને આ બધા શબ્દ એટલા માટે વાપરે છે. મુમુક્ષ :- જ્ઞાની જે રીતે વાત કરે છે એનો નિર્ણય તો મનથી જ કરે ને ! પૂજ્ય ભાઈશ્રી :- નહિ. સ્વરૂપનો નિર્ણય આ કરવો છે. જ્ઞાની જે વાત કરે છે એ આત્મસ્વરૂપની કરે છે અને આત્મસ્વરૂપનો જે નિર્ણય તે કરેલો નિર્ણય મનથી. નથી, અનુભવશે થયેલો નિર્ણય છે. ગુરુદેવે તો લીધું ને કે, “રાગનો અંશે અભાવ કરીને કરેલો નિર્ણય’ ‘સમયસાર) ૧૪૪ મી ગાથાનું જ પ્રવચન છે. રાગનો અંશે અભાવ કરીને કરેલો નિર્ણય છે એમ સ્પષ્ટ વાત કરી છે. આત્મધર્મ વિશેષાંક ગુજરાતીમાં છે ને એમાં વચ્ચે નાખ્યું છે. ગુજરાતીમાં પાછળ છે ? છેલ્લે છે. પરંતુ નિર્ણય વખતે બુદ્ધિપૂર્વકના સર્વે વિકલ્પો છૂટી જતા નથી. સ્વરૂપમાં જામી જતો નથી એટલે વિકલ્પ ચાલે છે. મનની પ્રવૃત્તિ ચાલે છે ત્યારની વાત છે. કેમકે નિર્ણય મનથી થાય એ ઉપરછલ્લી વાત છે. નિર્ણય તો મનથી જ થાય ને. વિચારની ભૂમિકામાં, વિકલ્પની ભૂમિકામાં નિર્ણય થાય છે તો એ વાતને સ્થાપે છે કે નિર્ણય વિખતે બુદ્ધિપૂર્વકના સર્વે વિકલ્પો છૂટી જતા નથી. સ્વરૂપમાં જામી જતો નથી પણ, અહીંયાં પણ' કરીને વાત લીધી છે. જે વિશેષ વાત છે એ આટલી છે. પણ નિર્ણય કરે છે તે વખતે પણ આત્માથી આત્માનો નિર્ણય કરે છે.” જ્ઞાનથી જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે. રાગની આડશ, રાગની મુખ્યતા, રાગનો આધાર છોડીને જ્ઞાનાશનો આધાર લઈને. જ્ઞાન તો ત્યાં વેદનસ્વરૂપ છે, જ્ઞાન તો અનુભવસ્વરૂપ છે, એનો આધાર લઈને. જ્ઞાનથી જ્ઞાનનો એમ કહેવાને બદલે આત્માથી આત્માનો નિર્ણય કરે છે, એમ કહે છે. આત્માથી આત્માનો નિર્ણય કરે છે, મન અને રાગની ગૌણતા કરે છે.' શું કહ્યું? મન અને રાગની ગૌણતા કરે છે. આત્માને અધિક કરે છે.' એક એક શબ્દ ખ્યાલમાં. લેવા જેવા છે. અને રાગને ગૌણ કરે છે. રાગ છે ખરો. વિકલ્પ છે ખરો પણ એને Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ રાજય ભાગ-૫ ગૌણ કરે છે. એટલે કે...' આ બધા વાક્યોનો હવે અર્થ કરે છે. એટલેકે અંશે રાગથી છૂટીને...' વિકલ્પ વખતે પણ અંશે રાગથી છૂટીને પોતે અધિક થઈને. જ્ઞાન-અનુભવ બધો શબ્દ મૂકી દીધો હવે. આત્મા બધો શબ્દ મૂકી દીધો. પોતે અધિક થઈને. જુઓ ! સ્વયં' શબ્દ આવ્યો. પોતે અધિક થઈને આત્માથી આત્માનો નિર્ણય કરે છે.' આને નિર્ણય કીધો. પ્રશ્ન :- સમ્યગ્દર્શન પહેલાં ? સમાધાન :– હા, સમ્યગ્દર્શન પહેલાં. પછી જ્યારે સ્વરૂપમાં જામી જાય ત્યારે બુદ્ધિપૂર્વકના વિકલ્પો છૂટી જાય. બુદ્ધિપૂર્વકનું મનનું નિમિત્ત છૂટી જાય અને ચિદ્રુપમાં ચિદાનંદમાં ઉપયોગ લીન થાય છે. ત્યારે એને સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. ત્યારે એને સ્વરૂપનું ધ્યાન થયું એમ પણ કહેવામાં આવે છે. એ વખતે અવિનાભાવીપણે જેવો સિદ્ધ પરમાત્માને પરમાનંદ છે એની જાતનો આનંદનો અંશ પણ અનુભવગોચર થાય છે. એ બધી વાત પછી એક સાથે બને છે. એ વાત આગળ પણ ફરીને પાછી લંબાવી છે. ૨૨૧માં પાને. ગુરુદેવ’ના પ્રવચનમાં તો Repeatation આવે છે ને? એટલે શબ્દો ફરે છે. એ વાત પાછી લંબાવે છે. એક જ પ્રવચન નાખ્યું છે એ આ પ્રવચન નાખ્યું છે. આજથી ૪૫ વર્ષ પહેલાં (સંવત) ૨૦૦૦ ની સાલમાં આ પ્રવચન લખાયું છે. પૂજ્ય બહેનશ્રીનું ઝીલેલું આ પ્રવચન છે. સમયસાર પ્રવચનો'ના પુસ્તકોમાં આ આવી ગયેલું પ્રવચન છે, એમાંથી લીધેલું છે. મુમુક્ષુ :- કુસંગમાંથી જે રીતે સોભાગભાઈને મુકાવ્યા છે (એ અદ્ભુત રીતે મુકાવ્યા છે). પૂજ્ય ભાઈશ્રી :– અને કેટલા કુનેહથી ! મોટી વાત એ છે. જે કોઈ વિચારવા જેવો વિષય છે એ એ છે કે કેવા કુનેહથી ! જેમ બાળકને મોટું કરે તો જન્મ્યું હોય તો એને તેડતા ન આવડે એને તેડવા ન .. કાં હાથ-પગ ખડી જાય કાં ગળું પડી જાય. એવું કૂણું બાળક હોય છે ને જન્મે ત્યારે તો ? એને કેવી રીતે મોટું કરે છે એ તો એની કળા હોય છે, એની આવડત હોય છે. એવું કામ કર્યું છે. ‘સોભાગભાઈને જે ગૃહીત મિથ્યાત્વમાંથી કાઢીને સમ્યગ્દર્શન સુધી લઈ ગયા છે અને એમાં જે એમની કુનેહ વાપરી છે એ ગજબનું કામ કર્યું છે ! એ વિષય સમજવા Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પત્રાંક–૩૦૮ જેવો છે. મુમુક્ષુ – “સોભાગભાઈ ને કયારેય નથી લખ્યું કે, તમે ફલાણાનો સંગ કરજો, લાણાની સાથે સમાગમ કરજો. એમને Direct રાખ્યા છે. પૂજ્ય ભાઈશ્રી – હા. એ તો બીજાને સૂચના કરી છે કે તમે સોભાગભાઈના સંગમાં જજો. બીજા મુમુક્ષુઓને આજ્ઞા કરી છે. સોભાગભાઈને કોઈને સંગમાં જવાની આજ્ઞા નથી કરી. એ એમને પોતાની સાથે રાખ્યા છે. મુમુક્ષુ – એ તો કાલે જવાબ આપ્યો હતો ને પરમ સત્સંગ પૂજ્ય ભાઈશ્રી :- હા. એને પોતે સત્સંગયોગ્ય ગણ્યા છે એમને. કોઈ એવી પાત્રતા એમની જોઈ છે. બીજાની એથી ઓછી પાત્રતા હોય એની પાસે કેમ મોકલે? બીજાને એની પાસે મોકલે. આને એની પાસે મોકલવાનો પ્રશ્ન નથી રહેતો. મુમુક્ષુ :- “ભગવાનભાઈને બીજા ધર્મજવાળા પાસે મોકલ્યા. પૂજ્ય ભાઈશ્રી :- “સોભાગભાઈને નથી મોકલ્યા. ભગવાનભાઈને તો ગયા પત્રમાં આવી ગયું, કે તમે ધર્મજવાસીના આશ્રમમાં જો. આમને તો શું છે કે પાત્રતા ઘણી હતી. એટલે એનો તો કાંઈ પ્રશ્ન જ નથી. પેલા લોકોને એમ કહ્યું કે તમે વાત્સલ્ય શીખો, તમે વિનય શીખો, તમે લોલુપતા, નિર્વાસનાપણું સમજો, આ લોકોની પાસે જઈને. આને તે ઈ બધું હતું. એમ કહેવું છે. વિનય અને વાત્સલ્ય, લોલુપીપણું નહિ, અનાસક્તપણું એ તો બધું હતું જ અને ધર્મના, સત્યના, સત્ય ધર્મના બહુ ઇચ્છુક હતા, તીવ્ર ઇચ્છુક હતા. મોટી વાત તો એ છે કે સત્ય પામવા માટેના તીવ્ર ઇચ્છાવાળા હતા. એ ભાવના છે એ બહુ મોટી વાત છે. એની ભાવના જોઈ લીધી છે. એમનામાં જે જોયું છે એ એની ભાવના જોઈ લીધી અને એ ભાવનાનું માપ આવતા એને આનુષગિક જે વાત્સલ્ય આદિના મુમુક્ષુની ભૂમિકાના સદ્દગુણો જોઈએ એ બધા આપોઆપ જ હોય છે. પરીક્ષા કરવાની જરૂર નહિ હોય. હોય જ. ન હોય એમ બને નહિ એમ કહે છે. જેને પોતાનું સ્વરૂપ પ્રાપ્તિની ઉત્કટ ભાવના થાય, ઉત્કૃષ્ટ ભાવના થાય, તીવ્ર ભાવના થાય એમાં બીજા બધા આનુષગિક સદ્ગુણો આપોઆપ ઊભા થઈ જાય છે. એવો તો એ વિષય છે. એ બધું જોયું છે. મુમુક્ષુ :- “કૃપાળુદેવનું પણ સામર્થ્ય કેટલું ! પૂજ્ય ભાઈશ્રી - ઘણું ! એ તો પોતે જબરજસ્ત પુરુષ છે ! બહુ સામર્થ્યવાન Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચજહૃદય ભાગ-૫ પુરુષ છે. એ તો લખે છે ને કે, ભગવાન મહાવીરનો માર્ગ પ્રવર્તાવવો હોય તો અત્યારે કોઈ વિદ્યમાન હોય તો અમે છીએ.” એ કાંઈ એમનેમ અદ્ધરથી ગાંડપણમાં નથી લખ્યું. પોતાની શક્તિના માપનો ખ્યાલ છે એમને અને લખ્યું છે. કે અત્યારે માર્ગ પ્રવર્તાવી શકે એવા હોય તો અમે છીએ. ગૃહસ્થમાં રહ્યા છીએ એટલે અત્યારે સર્વસંગ પરિત્યાગ કર્યા વિના એ પ્રવૃત્તિ નહિ કરીએ એમ વિચારી લીધું. મુમુક્ષુ – ભાવના, પાત્રતા, જિજ્ઞાસા આવવા છતાં કુસંગ જાતો નથી. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ કુસંગ હતો તો એ કુદરતી પહેલેથી હતો. આ બધું તો પાછળથી થયું, પેલું તો પહેલેથી હતું. સંબંધ તો જલ્દી છૂટે નહિ માણસને. સંબંધ છોડવામાં તકલીફ પડે છે. સંબંધ જલ્દી છૂટે નહિ. પ્રશ્ન :- એમને જ્ઞાની માનતા હતા ? સમાધાન :- હા, વિશ્વાસ હતો, વિશ્વાસ હતો. ડુંગરભાઈ ઉપર, ડુંગરભાઈની વાત ઉપર એમને વિશ્વાસ હતો. આ એક તકલીફ હતી. હવે જો સીધું કહે તો નુકસાન થવાનો સંભવ હતો. કુંભાર ઘડે ટપલું મારે પણ તડ ન પડવી જોઈએ ક્યાંય. માટલું તડવાળું રહી જાય તો પાણી ભરવા માટે નકામું થશે. Lickage રહી જાય, પછી કેવી રીતે કરે ? માટીના વાસણને) પાકી ગયા પછી કાંઈ એને રેણ થાય નહિ. એ તો ખલાસ થઈ ગયું. તડ ન પડવી જોઈએ. એવી રીતે ઘડતર કર્યું છે એ બહુ મોટી વાત છે. મુમુક્ષુ :- અમારા ખ્યાલમાં એમ આવે છે કે સોભાગભાઈને કુસંગ હતો એટલે એણે પોતે સંભાળ્યા હતા. બીજા ભાઈઓને કુસંગ નહોતો અને અસત્સંગ હતો. પૂજ્ય ભાઈશ્રી :- નહિ એવું કાંઈ નથી. બીજાને સંભાળ્યા તો છે જ. પણ યોગ્યતા આમની વિશેષ હતી. એમાં કાંઈ શંકા નથી. પામ્યા તો એ પામ્યા છે. અને પહેલેથી એમના પ્રત્યે આદર છે એ એની યોગ્યતા જોઈને જ છે. યોગ્યતાનો વિષય થોડોક ઊંડો છે અને ગંભીર છે. એકલી ઉપર ઉપરની પરિસ્થિતિ એમાં નથી જોવાતી. બહુ ઝીણો વિષય છે. ખાલી કુસંગ છે એના ઉપરથી યોગ્યતા નથી જોવાતી. એને એ સંગવાળા પ્રત્યે બહુમાન કે શ્રદ્ધા છે વિશ્વાસ છે એટલું નથી જોવાતું. જ્ઞાન એથી ઊંડે જઈને જુએ છે, એમ વાત છે. એટલે એ રીતે નથી જોવાતું. સ્થૂળ ગણિતનો વિષય નથી. મોટી વાત નથી, જાડી વાત નથી, ઝીણી વાત છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૮ ૪૯ મુમુક્ષુ :- “સોભાગભાઈ થી પોતાને લાભ છે એમ માનતા હતા ને ! પૂજ્ય ભાઈશ્રી :- લાભ એટલે નિમિત્ત પડેલા વિચારણામાં, વિચારણામાં નિમિત્ત પડેલા અને બીજું કે એમની યોગ્યતા એવી હતી કે પોતે આત્મભાવમાં એમના પત્રોમાં, એમના સંગમાં વિશેષ આત્મભાવ આવિર્ભાવ થાય એવો કોઈ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એમને હતો. સામાન્ય રીતે બહુ પાત્ર જીવો હોય તો એની ઉપસ્થિતિમાં આત્મભાવ વિશેષ આવિર્ભીત થઈને વાણી સુધી બહાર આવી જાય છે. આપણે નથી કહેતા, ગુરુદેવશ્રીના આવા સૂક્ષ્મ, ઊંડા અધ્યાત્મમય પ્રવચનો થયા એનું કારણ “ગુરુદેવશ્રીની સભામાં બહેનશ્રી જેવા ધર્માત્મા, મહાત્માઓ બિરાજમાન હતા. કદાચ એ ન હોતા તો આટલી વાત નીકળી હોત કે કેમ ? એ શંકાનો સવાલ છે. | મુમુક્ષુ :- નીકળત જ નહિ. પૂજ્ય ભાઈશ્રી - નીકળત નહિ એમ જ કહેવાય. બીજી રીતે એમ કહીએ તો નીકળત નહિ એમ કહેવાય. એ રીતે એક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. એ બહુ મોટી વાત છે. એમ એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સોભાગભાઈને અને શ્રીમદ્જીને હતો. | મુમુક્ષુ - આનો અર્થ એમ કરવાનો કે અમારે કુસંગ નથી તો આમાં કાંઈ અમારે સંતોષ માનવાની જરૂર નથી. પૂજ્ય ભાઈશ્રી - નહિ, નહિ બિલકુલ નહિ. તમારે તો કુસંગ ન હોય, તમે તો મૂળ દિગંબરમાં છો. એ પ્રશ્ન નથી. એવું કાંઈ યોગ્યતાનું માપ નથી કે કસંગ નથી માટે પાત્રતા વધારે છે એવું કાંઈ નથી. પાત્રતા તો જેટલી સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના અને જેટલી સ્વરૂપ પ્રાપ્તિ માટેની તીવ્ર ગરજ એના પ્રમાણમાં–એના અનુપાતમાં પાત્રતા હોય છે. એનું Meter અહીંથી નક્કી થાય છે. બીજો કોઈ એના Meter reading નો ઉપાય નથી. નિશ્ચયનો વિષય-સ્વરૂપ નિશ્ચયનો વિષય આ પત્રમાં શરૂ કર્યો છે. આગળ સ્વરૂપ નિશ્ચય માટે થોડી એમને વધારે વાત કરવી છે. એટલે અહીંયાં સ્વરૂપ નિશ્ચયની એક વાત નાખી દીધી છે. સુધાને વિષે અમને સંદેહ નથી, તમે તેનું સ્વરૂપ સમજો, અને ત્યારે જ ફળ છે. આ સુધાનો વિષય આગળ નિશ્ચયના પ્રકરણમાં પોતે લ્ય છે. એને એક પરિણતિ (ગણે છે), સુધાની પરિણતિ ગણે છે. સુધાનો સીધો અર્થ થાય છે Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રાજહૃદય ભાગ-૫ અમૃત. સુધા એટલે અમૃત. મુખરસને વિષે અમૃતનો સ્વાદ આવે છે એવી એક વાત આગળના પત્રમાં આવશે, એક જગ્યાએ. એ સ્વરૂપ નિશ્ચયની ભૂમિકા એમને લેવી છે. નિર્ણયના કાળમાં આત્મસન્મુખ થાય છે અને જે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યાં એમણે આ “સુધાશબ્દનો પ્રયોગ કર્યો છે. એ ભૂમિકાને વિષે અમને સંદેહ નથી. કેમકે એ પોતે તો સ્વરૂપ સન્મુખ થઈને અનુભવ થઈને આગળ નીકળી ગયેલા છે. પણ નિશ્ચયના વિષયમાં કાંઈક ચર્ચા બે વચ્ચે થયેલી છે. સુધાનો સ્વાદ આવે છે, અમૃતનો સ્વાદ આવે છે એવી વાત થયેલી. એટલે એનો કાંઈ અહીંયાં સંક્ષેપ નિર્દેશ કર્યો છે કે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો. હજી તમારી સમજમાં એ વાત નથી. અને સમજો ત્યારે જ એનું ફળ છે. જ્યાં સુધી વિષય નહિ સમજો, સ્વરૂપ નિશ્ચય શું છે એ નહિ સમજવામાં આવે ત્યાં સુધી એનું ફળ જે સ્વાનુભવ છે એ તો ક્યાંથી આવવાનું છે ? એટલી વાત અહીંયાં સંક્ષેપમાં નાખી છે. પ્રણામ પહોંચે. ત્યારપછીનો પત્ર પણ “સોભાગભાઈ ઉપરનો છે. પત્રાંક-૩૦૯ મુંબઈ, માગશર વદ )), ગુરુ, ૧૯૪૮ અનુક્રમે સંયમ સ્પર્શતો જ, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે છે, પૂરું પદ નિષ્પાવ રે.' (આત્માની અભેદચિંતનારૂપ) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિનો ત્યાગ)ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજે છું. ઉપરનાં વચનો અતિશય ગંભીર છે. લિ. યથાર્થ બોધ સ્વરૂપના યથાર્થ છે Page #70 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૯ ૩૦૯, અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે , પૂજું પદ નિષ્પાવ રે. . આ એક પદ કોઈ ગ્રંથમાંથી, પુસ્તકમાંથી નાખ્યું છે. શ્વેતામ્બર સાધુનું રચેલું પદ હશે એવું લાગે છે. કોઈ પુસ્તકમાંથી નાખેલું છે. સો ઉપર અનુક્રમ આવે છે ને પાછળ ? “અનુક્રમે સંયમ સ્પર્શતો જી મોક્ષમાર્ગની અંદર ક્રમશઃ ચારિત્રનું જે પરિણમન થાય છે, ક્રમશઃ થાય છે એટલે અનુક્રમે લીધું છે. પામ્યો ક્ષાયકભાવ રે આગળ વધતા ક્ષાયિકશ્રેણી, જે ક્ષાવિકભાવ છે એ ક્ષાયિક શ્રેણીરૂપ પરિણમે છે. “સંયમ શ્રેણી ફૂલડે છે, પૂજું પદ નિષ્પાવ રે. જે પરિપૂર્ણ મોક્ષપદ છે એ... મુમુક્ષુ - સંયમશ્રેણી સ્તવન. સ્તવનનું નામ છે. પંડિત ઉત્તમવિજયજી... પૂજ્ય ભાઈશ્રી:- હા, સ્તવનનું નામ છે, પુસ્તકનું નામ છે. “વિજય' શબ્દ લગભગ શ્વેતામ્બર સાધુમાં આવે છે. પૂજું પદ નિષ્પાવી જે મોક્ષપદ છે એના ચરણને સંયમ ફૂલડેથી ચારિત્રના ફૂલડેથી-મોક્ષના, કેવળજ્ઞાનના ચરણને પૂછું છું. એટલે કે પહેલાં ચારિત્ર આવે છે અને ત્યારપછી ચારિત્રનું નિર્વાહન કરતા કરતાં મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અનુક્રમ લીધો છે ને ? આત્માની અભેદચિંતનારૂ૫) સંયમના એક પછી એક ક્રમને અનુભવીને ક્ષાયકભાવ (જડ પરિણતિનો ત્યાગ)ને પામેલો એવો જે સિદ્ધાર્થનો પુત્ર તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ ફૂલથી પૂજું છું. ભગવાનની પૂજા કરું છું એમ કરીને (લખ્યું છે. કેવી રીતે ? પોતે ચારિત્રમાં આવીને. આત્માની અભેદ ચિંતનારૂપ સંયમ. વિકલ્પવાળી ચિંતના નહિ, ભેજવાળી ચિંતના નહિ. જે ચિપરિણતિ આત્મામાં અભેદ થાય છે અને પરમાર્થ સંયમ ઊપજે છે. કોઈ બીજો વિકલ્પ નહિ, રાગનો અંશ પણ નહિ એવો જે પરમાર્થ સંયમ છે તે એક પછી અનુભવીને. ક્રમથી એમાં વિશેષ વિશેષ લીનતા કરીને ક્ષાવિકભાવને પામેલા એવા જે સિદ્ધાર્થના પુત્ર, “મહાવીર' ભગવાનનું નામ લીધું છે ? તેમના નિર્મળ ચરણકમળને હું પણ સંયમશ્રેણીરૂપ ફૂલથી પૂજું છું. હું પણ સંયમમાં પરિણમીને પૂછું છું, આત્મામાં લીન થઈને પૂછું છું. આ ફૂલથી પૂજું છું એમ નહિ જડ ફૂલથી પૂજું છું એમ નહિ, સોનાના ફૂલથી પૂજું છું એમ નહિ. સંયમશ્રેણીના ક્લથી પૂજું છું. સંયમની શ્રેણી ઉત્તરોત્તર ચડતી શ્રેણી એટલે ઊપલો Page #71 -------------------------------------------------------------------------- ________________ રાજહદય ભાગ-૫ વર્ગ... ઊપલો વર્ગ ઊપલો વર્ગ. ઉપર ઉપરના વર્ગમાં જાય એને શ્રેણી કહે છે. મુમુક્ષુ – તીર્થકર ભગવાનની નિશ્ચય સ્તુતિ કરી. પૂજ્ય ભાઈશ્રી - નિશ્ચય સ્તુતિ કરી છે કે હું મારા આત્મામાં પરમાર્થ સંયમને ઉત્તરોત્તર વૃદ્ધિગત કરતો કરતો ભગવાનની પૂજા કરું છું. ઉપરનાં વચનો અતિશય ગંભીર છે.' ઉપરના વચનો અતિશય ગંભીર છે એમ કરીને પરમાર્થને સમજો એમ કહેવું છે. આમ ભગવાન સિદ્ધાર્થપુત્રને લીધા માટે બધા બહારના જીવ ફૂલથી પૂજા કરે છે એવી રીતે ફૂલની પૂજાની આ વાત નથી. આ પરમાર્થ સંયમની વાત છે અને ક્ષાવિકભાવની વાત છે. પોતે એની ભાવના ભાવી છે. બીજી રીતે કહીએ તો સિદ્ધાર્થપુત્રના નામે, ભગવાનના નામે પોતાના મોક્ષપદની ભાવના ભાવી છે. પરિપૂર્ણપદની ભાવનાને ભાવી છે. પૂર્ણ થઈ જવું છે. પૂર્ણ થઈ જવું છે... એ એક એમની પરિણતિ થઈ ગઈ છે કે પૂર્ણ થઈ જવું છે. જરા પણ, અશુદ્ધિ મારી અવસ્થામાં જોઈએ જ નહિ. પૂર્ણ થઈ જવું છે. પૂર્ણ શુદ્ધ ! એની જે લગની છે એની પાછળ આ પદનું ઉદ્ધરણ કરેલું છે. એટલે એ હિસાબે કેટલા કેટલા પુસ્તકો વાંચી નાખ્યા હશે ! એમાંથી કોઈ ખાસ વાત હોય તો ઉપાડી લે છે. માર્મિક વાત હોય તો એ જુદી કાઢી લે છે. મુમુક્ષુ - અમારો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળે છે, એમ કહ્યું છે. પૂજ્ય ભાઈશ્રી – હા, એક શાસ્ત્રની એક વાત બતાવતા, સિદ્ધાંતની એક વાત બતાવતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળે છે. અથવા એક વાત, પરમાર્થની એક વાત બધી અપેક્ષાઓ લઈને જન્મે છે, જ્ઞાનમાં બધી વાત છે. વસ્તુનું અનંત ધર્માત્મક સ્વરૂપ જ્ઞાનમાં છે ને ! એટલે બધું જ્ઞાનમાં છે એમ કહેવું છે. મુમુક્ષુ - સીધા કોઈ તીર્થંકર પાસેથી આવ્યા હશે એવું લાગે છે. મહાવીરના શિષ્ય હતા અને લઘુશંકાથી... પૂજ્ય ભાઈશ્રી - એ આવશે, આવશે. કેવી રીતે એ બહુ ખ્યાલમાં નથી આવતું. એક પત્ર છે. પણ બહુ આમ વિચારતા મેળ નથી પડતો. કેમકે આયુષ્ય જે છે એ યથાર્થ હોય તો... એમાંને એમાં જ લખ્યું છે એક પત્રમાં અગિયારમેથી પડ્યાની વાત લખી છે. અગિયારમેથી પડ્યાનો અમને અનુભવ છે. હવે એ એ જ ભવમાં કે ઘણા ભવ પહેલાંની વાત છે એ ખ્યાલમાં નથી આવતું. એવી એક જ પત્રમાં Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પત્રાંક-૩૧૦ વાત આવે તો માણસ સંબંધ જોડી દે એવું લાગે. મુમુક્ષુ :- પરિણતિનું જોર એવું છે કે જાણે નજીકના જ ભવમાંથી આવ્યા હોય એવું લાગે છે. પૂજ્ય ભાઈશ્રી - આરાધક તો, નજીકના આરાધક છે એમાં તો કોઈ સવાલ નથી. આરાધકપણું તો બહુ નજીકનું જ છે, પૂર્વભવનું ઘણું નજીકનું આરાધકપણું છે એમાં કાંઈ સવાલ નથી. પણ મેળ બેસાડવો એ આપણી સમજણનો વિષય નથી. મુમુક્ષુ- ભાવના ભાવીએ.. પૂજ્ય ભાઈશ્રી :- ખરી વાત છે. પત્રાંક-૩૧૦ મુંબઈ, પોષ સુદ ૩, ૧૯૪૮ છે. અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો ક્ષાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે. દર્શન સકલના નવ ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. દર્શન જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેર રે; ભેદ થિરાદિક દ્રષ્ટિમાં, સમકિતદ્રષ્ટિને હરે રે. યોગનાં બીજ ઈહાં રહે “જિનવરી શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ ઉગ સુઠામો રે. જનક વિદેહી વિષે લક્ષમાં છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રાજહૃદય ભાગ-૫ પછીના પદમાં ૩૧૦ (નંબર)નો નો જે પત્ર છે એ ત્રિભુવન માણેકચંદ ઉપરનો પત્ર છે. એમાં ચાર કડી જુદી જુદી જગ્યાએથી નાખી છે. જે એમાં પહેલું આ પદ પણ જે એમને રટણમાં હતું “સોભાગભાઈના પત્રમાં, એ બે દિવસ પહેલાં અમાસે પત્ર લખ્યો છે. “અનુક્રમે સંયમ સ્પર્શતો જી. પામ્યો ક્ષાયિક ભાવ રે સંયમ શ્રેણી ફૂલડે જી પૂરું પદ નિષ્ણાવ રે' એ ઉદ્ધરણ કર્યું છે. પછી “દર્શન સકલના નય ગ્રહે આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે.' યશોવિજયજીનું છે. બાકીના બધા યોગદૃષ્ટિ સજામાંથી યશોવિજયજીના પદ છે. એમાં શું લીધું ? દર્શન સકલના નય ગ્રહે બધા દર્શનોનો જે ન્યાય છે એ ગ્રહણ કરી લે કે આ નયમાંથી આ દર્શન ઊપસ્યું છે. જેમકે શુદ્ધ નિશ્ચયમાંથી સાંખ્ય ઊપજ્યુ. તો સાંખ્યની વાતમાંથી નય શુદ્ધ નિશ્ચયને પકડી લે, શુદ્ધનિશ્ચય નય ગ્રહણ કરી લ્ય. બીજી વિપર્યાસની વાત છોડી દે. એટલો ફેર પાડી દે. નય ગ્રહણ કરી લે. નયનો વિષય ગ્રહણ કરી લે. વિપર્યાસ છોડી દે. “આપ રહે નિજ ભાવે રે. કેમકે નય તો બધા આત્મામાં દોરી જશે. એટલે સકલ દર્શનના નય ગ્રહણ કરતા પોતે નિજભાવમાં રહી જાય. નયાભાસમાં ન આવે. હિતકારી જનને સંજીવની. આ સંજીવની છે જે જીવને હિતકારી છે. એ રીતે સંજીવનીનો ચારો ચરાવે. બીજાને પણ એ રીતે કહે કે આમાં આ રીતે ન્યાય કાઢવાનો છે. આત્મા કૂટસ્થ છે, અપરિણામ છે એ બધી વાત સાચી પણ અવલંબનનો વિષય છે એમ એ વાત સાચી. અવલંબન વગર શું ? એવી રીતે “ચારો તેહ ચરાવે રે યશોવિજયજી એ આઠ દૃષ્ટિની સજ્જામાં ઘણી વાતો લખી છે. | દર્શન જે થયાં જૂજવાં, તે ઓઘ નજરને ફેર રે ઓઘદૃષ્ટિના કારણે આ એક જ ભગવાનની વાણીમાંથી ભિન્ન ભિન્ન દર્શનો ઊપજ્યા એનું મુખ્ય કારણ ઓઘસંજ્ઞા છે. એટલે વસ્તુનું યથાર્થ દર્શન નથી. ઓઘસંજ્ઞાને લઈને જીવોએ કલ્પના કરી છે. ભેદ થિરાદિક દ્રષ્ટિમાં, સમતિદ્રષ્ટિને હેર રે.' જે સમ્યક્દષ્ટિ છે એ તો બધા ભેદ એના જાણે છે. દિ કરીને એમની જે આઠ દૃષ્ટિની સર્જાય છે એમાં અમુક અમુક નામ પાડ્યા છે, કમ પાડ્યા છે. સમ્યક્દર્શન પહેલાં જે કાંઈ શ્રદ્ધામાં ફેરફાર, રુચિમાં ફેરફાર થાય છે ત્યારે કેવા કેવા પ્રકાર ઊપજે છે એના ભેદ એમણે પાડ્યા છે. એમને દિગંબર સાહિત્યનો ઘણો સ્વાધ્યાય હતો, ઘણું વાંચન હતું. “આનંદઘનજી', દેવચંદજી) Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પત્રાંક-૩૧૦. અને યશોવિજયજી'. યશોવિજયજી એ તો પ્રખ્યાત રીતે ઘણું વાંચ્યું છે અને ઉઘાડમાં યશોવિજયજીનો ઉઘાડ સૌથી વધારે છે. યોગનાં બીજ ઈહાં ગ્રહેજિનવર’ શુદ્ધ પ્રણામો રે; ભાવાચારજ સેવના, ભવ ઉગ સુઠમો રે.” આ ભાષા “આનંદઘનજીને મળતી ભાષા છે. યોગનાં બીજ ઈહાં ગ્રહેજિનવર' શુદ્ધ પ્રણામો રે... જિનવર શુદ્ધ, પોતાનો શુદ્ધ આત્મા જિનવર છે એને પ્રણામે, એને નમે, એ બાજુ વળે ત્યારે જે યોગ છે એનું બીજ અહીંયાં ગ્રહણ થાય છે. પછી જે આચરણ થાય છે એ સેવન એ મોક્ષમાર્ગની સેવાના છે એનાથી બધા ભવનો નાશ થઈ જાય છે. એવો એનો સામાન્ય અર્થ છે. મુમુક્ષુ :- યશોવિજયજીનું છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ પણ યશોવિજયની આઠ દૃષ્ટિની સજ્જામાંથી લીધું છે. જનક વિદેહી વિષે લક્ષમાં છે. ત્રિભુવનભાઈએ કોઈ વાત લખી હશે કે જનક વિદેહી રાજા હતા, ગૃહસ્થમાં હતા છતાં સ્વરૂપમાં ઘણા રહેતા હતા. વિદેહીપણે રહેતા હતા, જાણે દેહ નથી એવી રીતે. એ વાત અમારા લક્ષમાં છે. જાણીબૂજીને એ વાતને લંબાવી નથી. (અહીં સુધી રાખીએ. Page #75 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૩ મુંબઈ, પોષ સુદ ૭, ગુરુ ૧૯૪૮ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે; ગુરુ અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણે ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે કે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ક્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે. કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજા પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાકય વદવા ઇચ્છા થતી નથી, કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝ સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રે રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે છે તેવાનો પ્રસંગ નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ પત્રક ૩૧૩ આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જગ઼ાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે, એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેતુ નહોતો. તા. ૧૦-૧૦-૧૯૯૮, પ્રવચન નં. ૭૩૬ પત્રાંક ૩૧૩ - ૫૭ ‘શ્રીમદ્ રાજચંદ્ર' પત્રાંક-૩૧૩, પાનું ૩૧૦. પત્રનું મથાળું ફરીને લઈએ. જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ.' વર્તમાનમાં પોતાની શાનદશાનું જે પોતાનું પરિણમન છે, એ પરિણમનમાં જ્ઞાનીનું આત્મિક પરિણમન નિમિત્ત છે. એટલે જ્ઞાનદશા થયા પછી પણ બીજા જ્ઞાનીઓનું જે અંતર પરિણમન છે, આત્મભાવે પરિણમન છે, એ પરિણમન Visualise થાય છે, અવલોકનમાં આવે છે. પરિણમન શાંત નિરાકુળ હોવાથી, એના અવલોકનથી પોતાને પણ એવી જ નિરાકુળ શાંતિની પ્રાપ્તિ થાય છે. એ વેદનપ્રધાન પડખું છે, અવલોકનનું આ વેદનપ્રધાન પડખું છે. બાકી તો જ્ઞાનીને પણ ઉદય છે, ઉદયભાવ છે. તીર્થંકરને પણ તીર્થંકપ્રકૃતિનો ઉદય છે, પણ ત્યાં ઉદયભાવ નથી. કેમકે એ પરમાત્મા થયા છે. જ્ઞાનીને સાધકપણું હોવાથી કરણાનુયોગ અનુસાર, બાકી તો એ પણ પોતાના પરમાત્મસ્વરૂપને અનુભવતા હોવાથી એ પણ એક ન્યાયે પરમાત્મા જ થયા છે, પણ કરણાનુયોગ પ્રમાણે સાધકદા હોવાથી એમને ઉદય પણ છે અને ઉદયભાવ છે, પણ એનું અવલોકન કરતા નથી. એનું અવલોકન કરે તો તેના જેવા થાય. જેનું અવલોકન કરે એના જેવા થાય. એટલે એનું અવલોકન નથી કરતા. જ્ઞાનીના આત્માનું અવલોકન કરે છે, જ્ઞાનીના ઉદય Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ચજહૃદય ભાગ-૫ અને ઉદયભાવનું અવલોકન નથી કરતા. જો કે ઉદય અને ઉદયભાવ સ્થૂળ છે અને આત્મા અને આત્મભાવ સૂક્ષ્મ છે, તો સૂક્ષ્મ જણાય એને ધૂળ ન જણાય એમ કેમ બને ? તો કહે છે, જણાય છે તો ખરું. ઉદય ન જણાય, ઉદયભાવ ન જણાય એમ ન બને પણ એને ગૌણ કરવું અને એ પોતે પણ એને ગૌણ કરે છે તો તમારે મુખ્ય કરવાનો સવાલ થતો નથી, છતાં મુખ્ય કરો તો નુકસાન થાય. એટલે જણાય તોપણ ગૌણ કરવું અને જેનું મૂલ્ય કરવા જેવું છે, જેની કીમત આંકવા જેવી છે, જેને મુખ્ય કરવાથી પોતાને પણ લાભ છે, એને મુખ્ય કરવું જોઈએ. એ રીતે એક પદ્ધતિ બતાવી, પોતાના પરિણમનથી પદ્ધતિ બતાવી કે, અમે પણ જ્ઞાનીના આત્માનું અવલોકન કરીએ છીએ અને તેવા થઈ છીએ, તેમ થઈ છીએ. તમે પણ જો જ્ઞાનીના આત્માનું અવલોકન કરો તો તમે પણ તેવા થાવ. એમ એમાંથી આપોઆપ નીકળે છે. એ વાત પણ નીકળી અને બીજું જણાય તોપણ અવલોકન કરવા જેવું નથી–એમાંથી એ વાત પણ નીકળે છે. બને વાત એમાંથી નીકળે છે. - હવે પત્રની શરૂઆત કરે છે. “આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઈચ્છા પણ લક્ષમાં છે; ગુઅનુગ્રહવાળી વાત લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો; તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છે એમ માનીએ છીએ; તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. જુઓ ! એમની સ્થિતિનું એક પેરેગ્રાફમાં વર્ણન કર્યું છે. કોની? સોભાગભાઈની સ્થિતિનું કે આપની સ્થિતિ લક્ષમાં છે.' અંતર-બાહ્ય બંને. “આપની ઇચ્છા પણ લક્ષમાં છે;” પારમાર્થિક અને વ્યવહારિક. ગુઅનુગ્રહવાળી વાત લખી..” એ કોઈ વાત લખી હશે. ગુરુની કૃપા હોય તો જીવને ઘણો લાભ થાય. તો કહે છે, એ વાત પણ ખરી છે. એ વાત તમારી ખરી છે. એટલે ગુરુ ઉપકારની વાતમાં તો ના કહેવા જેવું નથી. એ વાત તમારી ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે... બધાને કર્મનો ઉદય ભોગવવો પડે. જ્ઞાની હોય Page #78 -------------------------------------------------------------------------- ________________ uc પત્રાંક–૩૧૩ તોપણ ભોગવવો પડે, અજ્ઞાની હોય તોપણ ભોગવવો પડે. એ વાત પણ ખરી છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ.' સોભાગભાઈની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હોવાથી એ વિષયમાં એમને કયારેક, ક્યારેક આકુળતા થઈ જતી. એ પ્રકારનો કચાશ કહો, એ પ્રકારનો દોષ કહો. તે પણ જાણીએ છીએ.' એ પણ અમે જાણીએ છીએ. વિયોગનો.” એટલે અમારા વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ.” એ બહુ મોટો ગુણ હતો. હવે જુઓ ! બે પ્રકારે એમને ઓકુળતા થતી હતી. એક સંયોગ સંબંધી અને એક એમને જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનો વિયોગ રહેતો હતો એની. એમાં એમ લીધું કે “વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે.. સહન ન કરી શકો એટલો આપને અમારા વિયોગનો તાપ છે. બીજી બાજુ સંયોગની પ્રતિકૂળતાનો ખેદ, એ દોષ અને આ ગુણ. એક સાથે બે છે. હવે આ દોષ નાનો ગણાય. સંયોગની પ્રતિકૂળતામાં જે આકુળતા થાય છે એ દોષ નાનો ગણાય. કેમ ? કે એમને વિયોગનો અસહ્ય તાપ રહે છે એવો મોટો ગુણ છે તેથી. આ જરાક તુલનાત્મક રીતે વિચારવા જેવો મુદ્દો છે. નહિતર એમ થાય કે, “સોભાગભાઈની તો ઘણી પાત્રતા હતી પછી એમને સંયોગની આકુળતા શું કરવા થવી જોઈએ ? થઈ જતી હતી એ હકીક્ત છે. દોષ છે એ ત્રણ કાળમાં દોષ છે. દોષ છે એ ગુણ નથી. તોપણ એને તોળવો હોય તો કેવી રીતે તોળાય ? જો એમને વિયોગનો અસહ્ય તાપ ન લાગતો હોત તો, આપણે એક તર્ક કરીએ, તો એ મોટો દોષ ગણાત. કેમ ? કે ત્યાં કુટુંબ પ્રતિબંધ છે. પણ જો એમને પ્રત્યક્ષ જ્ઞાનીના યોગનો અસહ્ય તાપ રહ્યા કરતો હોય તો, કટુંબ પ્રતિબંધ અવશ્ય નબળો પડ્યો હોય, ગયો ન હોય અને ગયો ન હોય તેથી એ પ્રતિબંધને લઈને આકુળતા થાય. જેટલો રહ્યો હોય એટલો. પણ એ નબળો પડ્યો હોય એટલે એને તોળવાની અંદર મહત્તા ન આપવી જોઈએ, વજન નહિ આપવું જોઈએ. પણ એમને જે અસહ્ય તાપ થતો હતો એવા ગુણને ખૂબ મહત્વ આપવું જોઈએ. અત્યંત મહત્વ આપવું જોઈએ. કેમકે જ્ઞાનીના પ્રત્યક્ષ યોગનો, વિયોગનો અસહ્ય તાપ કો'ક જ જીવને થાય Page #79 -------------------------------------------------------------------------- ________________ .* રાજહૃદય ભાગ-૫ છે, કોક જ જીવને થાય છે. કોઈને ઓછો થાય, કોઈને ન થાય એવું બને. પણ અસહ્ય થાય એવું કો'ક જ જીવને બને સહન ન કરી શકે. એવું કોઈક જ જીવને બને અને એ બહુ મોટો ગુણ છે. એ એવડો મોટો ગુણ છે કે બીજા એ ભૂમિકાના જે કોઈ દોષો થતાં હોય તો તે ગૌણ કરવા યોગ્ય છે. એ એટલો મોટો ગુણ છે. બહુ મોટો ગુણ છે. જેટલું વિયોગનું અસહ્યપણું, એટલો જ દર્શનમોહ હાનિ પામે, એટલો જ દર્શનમોહ મોળો પડી જાય અથવા શક્તિહીન થાય- આ એનો મોટો લાભ છે. અને એટલી જ સન્માર્ગની સમ્યગ્દર્શન આદિની સમીપતા થવાનો એ અવસર છે. આ બહુ મોટી વાત છે. “સોભાગભાઈ માં કોઈ વિશેષતા હતી, ખાસ પ્રકારની વિશેષતા હતી અને કાંઈ કીમત કરવા યોગ્ય, અનુમોદન કરવા યોગ્ય, લક્ષમાં લેવા યોગ્ય અને અવધારણ કરવા યોગ્ય કોઈ મોટો ગુણ હતો તો આ હતો એમનામાં. કે એમને જે જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થયો, એ વિયોગ સહન નહોતા કરી શકતા. આ બહુ મોટી વાત છે. આ વાત સાધારણ નથી. એટલે એમને જે વખતો વખત ખેદ પામી જાઓ છો તે અમે જાણીએ છીએ તો એની મુખ્યતા “કૃપાળુદેવને નહોતી આવતી તો બીજાને આવવાનો સવાલ રહેતો નથી. અને આવે તો એ કૃપાળુદેવ’ કરતા થોડાક વધારે આગળ કે સાવ પાછળ, જે ગણવું હોય એ ગણવા જોઈએ પછી. મુમુક્ષુ - સ્વચ્છેદ થઈ જાય. પૂજ્ય ભાઈશ્રી - એ સ્વચ્છેદ થઈ જાય. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ.... આ એક ગુણ તો એમણે કહ્યો. એ સિવાય પણ એમનામાં જે પાત્રતાને અનુસરીને બીજા સગુણો હતા. સરળતા હતી, બીજા મુમુક્ષુઓ પ્રત્યેનું વાત્સલ્ય બહુ હતું. સરળતા તો ઘણી હતી, જે મુમુક્ષતાનો મુખ્ય ગુણ છે. પછી જે એમની હિંમત હતી, ભલે સંયોગો નબળા હતા પણ એમની જે હિંમત હતી, એ સંયોગોમાં પણ મારે મારું કાર્ય કરવું છે, આત્મકાર્ય Page #80 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૧૩ ૬૧ કરી લેવું એ જે હિંમત હતી. મોટાભાગના હિંમત હારી જાય છે. જ્યાં સંયોગો નબળા પડે ત્યાં હિંમત હારી જાય. મુમુક્ષુ :– જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનો અદ્ભુત નિશ્ચય. પૂજ્ય ભાઈશ્રી :– જ્ઞાનીની આશાએ ચાલવાનો અદ્ભુત નિશ્ચય એ તો બહુ મોટો ગુણ હતો એમનો. એટલે (કહે છે) ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ...' જુઓ ! કૃપાળુદેવ'ને પોતાને સત્સંગ કરવા યોગ્ય લાગતા હતા તો, બીજા મુમુક્ષુઓને માટે એ વાત સમજાવવાની જરૂર રહેતી નથી. છેલ્લે છેલ્લે ‘અંબાલાલભાઈ'ને તો, ‘અંબાલાલભાઈ’ની યોગ્યતા બહુ સારી હતી. તોપણ, અંબાલાલભાઈને એની સેવામાં મોકલ્યા છે કે એમના આયુષ્યના છેલ્લા દિવસો છે, તમે એમની સેવામાં રહો. માત્ર સેવા કરવા નહોતા મોકલ્યા. ‘કૃપાળુદેવ’ બહુ વિચક્ષણ હતા. તમે ત્યાં રહો, તેમના પરિચયમાં રહો, તેમના અંતર પરિણમનને, તેમની યોગ્યતાને સમજો, તમારા આત્માને લાભ થશે. સેવા તો એક સાનિધ્યનું બહાનું છે. ખરેખર તો સૂત્ર જેવો વિષય છે. સેવા તો એક સાન્નિધ્યનું બહાનું છે એ બહાને– એ નિમિત્તે સાન્નિધ્ય મળે છે અને સાન્નિધ્ય મળતા એને અંતર પરિણમનનો પરિચય થાય છે. બાહ્ય કાર્ય છે એનું આ અંતર રહસ્ય છે. અને એ પરંપરા જ્ઞાનીઓના વખતની બહુ જૂની ચાલી આવે છે. પાત્રતા અવશ્ય જોઈએ. સેવામાં રહેનારની પાત્રતા અવશ્ય જોઈએ. નહિતર જ્ઞાનીના સમીપમાં રહેવું એ એટલા જ મોટા નુકસાનનું કારણ થઈ પડતા વાર ન લાગે. કેમકે એને ઉદય અને ઉદયભાવ બને છે અને એ સ્થૂળ છે, પેલું સૂક્ષ્મ છે. વળી ગાડી ઊંધી ચાલી જાય. નુકસાન પણ એટલું જ મોટું થાય. એટલે એ વાત જરાક પાત્રતા તો જરૂર માગે છે. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ' મુમુક્ષુ :– પાત્રતા કેવા પ્રકારની ? પૂજ્ય ભાઈશ્રી :– પાત્રતાનું એક જ માપદંડ છે કે પોતાને પોતાનું આત્મકલ્યાણ અને આત્મશાંતિ પ્રાપ્ત કરવાની ગરજ કેટલી છે ? આ એક જ એનું માપદંડ છે. જેટલી ગરજ વધારે, જેટલી ગરજ વિશેષ એટલી પાત્રતા પણ વધારે અને વિશેષ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ચજય ભાગ-૫ બસ! બાકી બીજું બધું ગૌણ છે. બીજા બધા એને અનુસરીને એના આનષંગિક પરિણામ પછી હોય છે. એનો જે મુખ્ય મુદ્દો છે એ આટલો જ છે કે પોતાને ગરજ કેટલી છે ? એ ગરજ બતાવવા “ગુરુદેવશ્રી’ તો જ્ઞાનીનું દર્ગત આપતી હતા કે જ્ઞાનીને કેટલી ગરજ હોય છે ? મુમુક્ષુની વાત તો મુમુક્ષુએ પોતાની ભૂમિકા પ્રમાણે સમજી લેવી જોઈએ. અને એના માટે સમવસરણમાં સૌધર્મ ઈન્દ્ર સાંભળવા આવે ત્યારે કેવી રીતે આવે છે ? એનું વર્ણન બહુ રોચક શૈલીમાં કરતા હતા. સૌધર્મ ઈન્દ્ર એટલે ૩ર લાખ વિમાનનો સાહેબો. કેટલા? ૩૨ લાખ ગામ નહિ. ૩૨ લાખ વિમાન એટલે એના બહુ મોટા દેશ હોય છે. પૃથ્વી ઉપર એવડા મોટા દેશ ન હોય. હિન્દુસ્તાન નાનો પડે, “ચાઈના' નાનું પડે, “અમેરિકા અને યુરોપ બધું નાનું પડે. અરે. આ પૃથ્વીનો ગોળો નાનો પડે. કેમકે આમાં ૬ અબજ જ છે. ૫૯૫ કરોડ. વિમાનમાં અસંખ્ય દેવો હોય અને અહીંયાં તો સાંડ-માંકડ પણ રહેતા હોય, કોઈને એક રૂમ હોય, કોઈને બે રૂમ હોય, પેલા તો બધા પુણ્યશાળી. મોટામોટા મહાલયો હોય એને. એટલે એના પ્રમાણમાં અની જગ્યા હોય ને ? અહીંયાં તો કોઈને નાની ઓરડી હોય, તો કોઈ ફૂટપાથ ઉપર પણ હોય. ત્યાં કોઈ એવી રીતે ન હોય. ત્યાં બધા મોટા-મોટા વૈભવશાળી મહેલાતો હોય, દેવોના મહાલયો હોય. એવા એક-એક વિમાનમાં અસંખ્ય દેવો હોય, એવા ૩ર લાખ વિમાનનો ધણી, એ ભગવાનના તીર્થંકરદેવના સમવસરણમાં સાંભળવા આવે ત્યારે ગુરુદેવ' Action કરીને બતાવે પાછા, એમ કહે આમ ગલુડિયાની જેમ બેસે. પોતે એમ કરે. આમ ગલુડિયાની જેમ સાંભળવા બેસે. ઠ થઈને ન બેસે કે હું મોટો રાજા છું. ભલે દાગીના, કપડા, મુગટ બધું એના પ્રમાણમાં પહેર્યું હોય. જ્ઞાની છે, એકાવતારી છે, અંતર વૈરાગી છે અને છતાં એના પ્રમાણમાં એને વૈભવ એટલે દેખાવ એના પ્રમાણમાં હોય. મોટો વૈભવશાળી લાગે. અંતરમાં વૈરાગી હોય. ઈન્દ્રાસનની સામું જુએ ત્યાં એને દુઃખ લાગે, આકુળતાનો અનુભવ થતો હોય, એને પકડાતું હોય. ઈન્દ્રાસન પણ એવું દૈવી! દેવીરત્નોનું બનેલું હોય. દુઃખનું નિમિત્ત છે. અને સમવસરણમાં આવે ત્યારે ગલુડિયાની. જેમ સાંભળવા બેસે. “ગુરુદેવને શું કહેવું છે ? કે એને આત્મકલ્યાણની ગરજ કેટલી Page #82 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૩ ૬૩ છે ? આત્મકલ્યાણ સાધી રહ્યા છે. દેવનો ભવ પૂરો કરીને મનુષ્ય થશે અને એ મનુષ્યના ભવમાં મુક્તિમાં જશે, એનો છેલ્લો ભવ છે. એવી અસાધારણ યોગ્યતાવાળાને આટલી ગરજ હોય તો બીજાને સમજાવવાની જરૂર નથી કે એને ઉપદેશ અને આત્મકલ્યાણની કેટલી ગરજ હોવી જોઈએ ? મુમુક્ષુ :– આ બધું જોયું હશે ને ગુરુદેવે’ ? ' પૂજ્ય ભાઈશ્રી :– એમને તો બધું પ્રત્યક્ષ જેવું જ હતું, પ્રત્યક્ષ જેવું જ હતું. શાસ્ત્રોમાં તો વાંચેલું. મુમુક્ષુ :– બહેનશ્રીના વચનામૃત' માં આવે છે કે ‘ગુરુદેવ’ ત્યાં સમવસરણમાં હતા. પૂજ્ય ભાઈશ્રી :– હા, ત્યાં મહા વિદેહક્ષેત્રમાં હતા. મુમુક્ષુ :- પૂજ્ય બહેનશ્રીએ (સૂર્યકીર્તિ ભગવાનની વાત) કીધી અને ગુરુદેવે હા પાડી એટલે આ વાત ઘણા એમ કહે છે આ ૨૫ મા તીર્થંકરને ક્યાંથી લાવ્યા ? પૂજ્ય ભાઈશ્રી :– સૂર્યકીર્તિદેવની સ્થાપના કરી ને એટલે. ઘણા ભડકી ગયેલા. એ વાત ઉપર ઘણા ભડકયા હતા. પણ એ તો એમનું બહુમાન હતું. ભાવિ તીર્થંકર તરીકે એ પૂજ્ય છે. અને તીર્થંકર દ્રવ્ય ભાવિ તીર્થંકર તરીકે હંમેશા પૂજ્ય હોય છે, એમાં કોઈ અનુચિત નથી. એવા ઇતિહાસમાં પહેલા અગાઉના તીર્થંકરો માટે પણ એ ઘટનાઓ ઘટી છે. એ બધો શાસ્ત્ર આધાર પણ મળે છે. એટલે અમે તો ‘ગુરુદેવ’નું બહુમાન કરેલું અને એક તીર્થંકર તરીકે એમનું બહુમાન કર્યું હતું. પણ અમારે એક બીજા નિહાલચંદ્રજી સોગાની' જ્ઞાની થઈ ગયા. તમે એમનું દ્રવ્યદૃષ્ટિપ્રકાશ' વાંચ્યું છે ? નહિ વાંચ્યું હોય. મુમુક્ષુ :– પત્રો વાંચ્યા. પૂજ્ય ભાઈશ્રી :– દ્રવ્યદૃષ્ટિપ્રકાશ'માં પત્રો વાંચ્યા ? મુમુક્ષુ – પૂજ્ય ભાઈશ્રી :– હા, એનું નામ ‘દ્રવ્યદૃષ્ટિપ્રકાશ' આપ્યું છે. અધ્યાત્મિક પત્ર. એમની ચર્ચા પણ વાંચવા જેવી છે. પુસ્તક ન હોય તો લઈ જજો. અમારી પાસે ... Page #83 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ એમણે એમ કહ્યું કે, “ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થકરોથી અધિક છે. એક તીર્થકર બરાબર છે એમ નહિ. અનંત તીર્થકરની બરાબરીમાં ન મૂક્યા. એમને અનંત તીર્થકરથી અધિક મૂક્યા. એનું નામ ઉપકારબુદ્ધિથી ઉત્પન્ન થયેલી બેહદ ભક્તિ. ફરીથી, ખરી ભક્તિ બેહદ હોય છે. જે વ્યક્તિને હદ હોય એ ભક્તિ ખરી ભક્તિ નથી. જે વ્યક્તિને હદ આવે, મર્યાદા આવે એ ખરી ભક્તિ નથી. ખરી ભક્તિ હોય એ હંમેશા બેહદ હોય. કે એમાં શું કરવા ? આ તો છંછેડીને નક્કી કરવા જેવો પ્રશ્ન છે કે એમાં શું કરવા ? શા માટે બેહદ ભક્તિ હોવી જોઈએ ? કેમ ? કે, લાભ પણ બેહદ થાય છે માટે, માટે એ ભક્તિનું પ્રમાણિકપણું છે. જેમ એક તોલો સોનું ખરીદવું હોય તો પાંચ હજાર રૂપિયા (કે) જે ભાવ હોય એ દેવા પડે. અને જેની જેટલી કીમત હોય એટલી જ કીમત દઈને માલ મળે. બરાબર છે ? અને એ કીમત આપીને એટલો માલ લઈએ તો આપણે પ્રમાણિક છીએ અને કીમતથી ઓછા પૈસા આપીએ તો આપણી પ્રમાણિકતા નથી. બરાબર છે ? આપણને લાભ અનતો થાય અને આપણે ભક્તિ મર્યાદિત રાખીએ. લાભ Unlimited લઈએ અને ભક્તિ Limited આવે-બે વાતને મેળ છે ? ત્યાં તો પ્રમાણિકતા જ નથી, ખરેખર તો ખરી ભક્તિ જ નથી. બસોગાનીજીને જે ભક્તિ આવી, બેહદભક્તિ આવી એ યથાર્થ છે અને એ ખરી ભક્તિ છે, અને જેને આવે એને યથાર્થ અને ખરી આવે એ બેહદ જ હોય. આમ છે. મુમુક્ષુ – મેં એ ભાઈને કીધું કે એવું મેં નથી વાંચ્યું પુસ્તકમાં કે ૨૫માં તીર્થંકર થશે પણ “ગુરુદેવ’ ભાવિ તીર્થંકર થશે એવું વાંચ્યું છે. ભાઈશ્રી :- કોઈપણ જીવ ભાવિ તીર્થકર થાય એનો નિષેધ કેમ કરી શકાય ? કેમકે તીર્થકરો તો અનંતા થવાના છે. ચોવીસ તો આ ભરતક્ષેત્રમાં થાય છે. મહાવિદેહમાં તો અત્યારે વીસ તીર્થંકર મોજૂદ છે. અહીં તો એક પછી એક ચોવીસ થાય. વચ્ચે કાળનો ઘણો Period જાય. Gap પડે. કાળનો-સમયનો Gap પડે. મહાવિદેહ ક્ષેત્રમાં તો એક સાથે વીસ છે અને વધીને એકસાથે ૧૬૦ હોય. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પત્રાંક-૩૧૩ મુમુક્ષુ :- છ મહિના ને છસો આઠ જીવ મોક્ષે જાય... પૂજ્ય ભાઈશ્રી :- એ તો આખા લોકમાં થઈને વાત છે. છ મહિનામાં ૬૦૮ માં. પણ અહીંયાં એવી અસંતી ચોવીસી થઈ. આ ભરતક્ષેત્રમાં એવી અનંતી ચોવીસી થઈ ગઈ. એટલે અનંત તીર્થકરો અહીંયાં પણ થઈ ગયા અને ત્યાં પણ થઈ ગયા અને હજી અનંત તીર્થંકરો થવાના. જો તીર્થકરો અનંત થવાના છે તો આ સંસારમાં જે જીવો છે એમાંથી જ થવાના છે ને ? બહારથી તો કોઈ નવા જીવો તો આવતા નથી. તો પછી કોઈ આત્મા ભાવિ તીર્થકર હોય એમાં વાંધો લેવા જેવું છે શું ? માનવું ન માનવું સૌની સ્વતંત્ર વાત છે. પણ કોઈ માનતું હોય તો એમાં અજુગતું શું થાય છે ? મુમુક્ષુ :- એમાં ૨૫ માં તીર્થકર તરીકેની કયાં વાત જ રહી ? પૂજ્ય ભાઈશ્રી :- એમાં Politics છે, કે તમે ૨૫ માં તીર્થકર કહો એટલે સમાજ ભડકે. હૈ. અમારે ચોવીસ જ હોય. પચીસમાં કયાંથી આવ્યા ? એ તો ભડકાવા માટેનો Point છે. એટલે વાતને Twist કરીને, જેણે Twist કરી છે એને ખબર છે કે આ ભાવિ તીર્થંકરની વાત છે, પણ વાતને Twist કરીને સમાજમાં મૂકો એટલે સમાજ ભડકે અને ગેરરસ્તે દોરાય. ગેરરસ્તે દોરાવાનું બહુ મોટું પાપ છે એ પાછી Twist કરનારને બિચારાને ખબર ન હોય કે આ હું કેવડું મોટું પાપ કરું છું. રાજરમત છે, Politics છે એની અંદર તો Twist કરીને વાતને મૂકવાની પદ્ધતિ હોય છે અને એ રીતે લોકો ભરમાય. જે ભરમાય એના નસીબ અને ન ભરમાય એના પણ નસીબ. કાંઈ બધા નથી ભરમાતા. “સૂર્યકીર્તિદેવ' તરીકે માનનારા પણ હજારો માણસો છો અને વિરોધ કરનારા પણ હજારો માણસો છે. એટલે માનવું, ન માનવું સૌના નસીબની વાત છે. જેવી જેની યોગ્યતા. એનો કાંઈ હરખ-શોક કરવાનો હોય નહિ. આપણે આપણું સંભાળવું જોઈએ. દુનિયા તો આમ જ ચાલવાની છે. શું કહે છે ? કે સત્સંગ કરવા યોગ્ય આપ છો, તેમ છતાં હાલ તો અમારે પણ વિયોગમાં રહીને સહન કરવું પડે છે. તમારે સહન કરવું પડે છે એમ નહિ, અમને પણ સહન કરવું પડે છે. તમારો વિયોગ અમે પણ સહન કરીએ છીએ અને Page #85 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ તે યોગ્ય માન્યું છે. એની અંદર બીજો ઉપાય નથી. ઉદયને ફેરવી શકાય એવું નથી અને બીજો એમાં કોઈ ઉપાય નથી. ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું. યથાયોગ્ય રહેવા ઇશ્યા જ કરવું એ ઉપદેશ છે. એટલે કે ગમે તેવી તમારી સંયોગની પરિસ્થિતિ હોય તોપણ યોગ્ય રહેવું અને યોગ્ય રહેવા માટેનો અભિપ્રાય રાખવો એ જ ઉપદેશ છે. યથાયોગ્ય રહેવું...યથાયોગ્ય રહેવું એટલે શું ? કે પરિણામ બગડે નહિ અને પારમાર્થિક દિશામાં પરિણામ આગળ વધ્યા કરે, એનું નામ યથાયોગ્ય રહેવું. પરિસ્થિતિ ગમે તે હોય, એ પૂર્વકર્મ અનુસાર છે. અનુકૂળતાની પરિસ્થિત હોય તો છકી જેવા જેવું નથી કે અનુકૂળતાનો રસ ચડી જાય એવા પરિણામ બિલકુલ થવા ન જોઈએ. તેમ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, બન્ને શુભાશુભ કર્મનો ઉદય છે બીજું કાંઈ નથી, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે, અશુભ કર્મનો ઉદય આવે, આપણા જ કરેલા કર્મનો ઉદય છે, તો એમાં ખેદ પામવા જેવું નથી. ન રાગરસ ચડવો જોઈએ. ન Àષનો રસ ચડવો જોઈએ. અને તો જ તમને આત્મરસ, ચૈતન્યરસ, વીતરાગરસ ચડી શકે. જેને ઘણો રાગરસ ચડે કે જેને ઘણો દ્વેષરસ ચડે એને આત્મરસ ચડવાનો અવકાશ નથી. કેમકે એ એક એવા રંગ છે કે જેના ઉપર બીજો રંગ ન ચડે. એક ઘાટો રંગ હોય એના ઉપર બીજો રંગ ન ચડે. આછો-પાતળો રંગ હોય એના ઉપર બીજો રંગ ચડે. એમ કદાપિ ક્યારે પણ કોઈપણ પરિસ્થિતિમાં, ગમે તેવા દેશકાળ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં રાગનો રસ કે દ્વેષનો રસ એ રાગ-દ્વેષના રંગે રંગાવા જેવું નથી. આ ધ્યાનમાં રાખવા જેવી વાત છે અને એ જ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી.' જોયું! કેવું લખ્યું છે ! તમારી યોગ્યતાનો બહુ ખ્યાલ છે ને, એટલે તમારા મનની ચિંતા તમે લખી જણાવો છો. એ તો બહુ સરળ હતા ને ! એટલે છુપાવતા નહોતા. એ એમનો ગુણ જોતા હતા. અવગુણ એમાં નહોતા જોતા. એમાં એ એમનો ગુણ જોતા હતા કે જુઓ ! કાંઈ છુપાવતા નથી. જેના પરિણામ છે એવા પરિણામ લખે છે. એટલે “મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ Page #86 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૩ નથી.' કે શું કરવા તમને આમ થાય છે ? તમને શું કરવા ચિંતા થાય છે ? સંયોગની ચિંતા તમને શું કરવા થાય છે ? તમારા જેવા મુમુક્ષને શું કરવા સંયોગની ચિંતા થવી જોઈએ ? એવું અમને નથી થતું. જુઓ ! “જ્ઞાની અન્યથા કરે નહીં.” અને જ્ઞાની છે એ જ્ઞાનીની રીતે જ માપે, જ્ઞાનીની રીતે જોવે, અન્યથા એટલે બીજી રીતે નહિ. તેમ કરવું તેને સૂઝે નહીં. અને બીજી રીતે કરવાનું એમને સૂઝે પણ નહિ. “ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે. એટલે એમ કે કોઈ એવી ઈચ્છા ન કરવી કે આ પ્રતિકૂળતા મટે તો સારું, પ્રતિકુળતા મટે તો સારું. પ્રતિકુળતા. મટે તો સારું. એવો બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં. એને પ્રયોગનું સાધન બનાવવું. પ્રતિકૂળતાના ઉદયને હંમેશા હંમેશા પ્રયોગનું સાધન બનાવવું, પ્રયોગનું નિમિત્ત બનાવવું. એ તો તરવાનું પાણી છે, તરતા શીખવું છે કે નહિ ? નહિતર તમારે પાણી વગર તરતા શીખવું છે એના જેવી વાત છે. સંસાર તરવો છે કે નહિ ? તો કહે હા, તરવો છે. તો આ પ્રતિકૂળતા એ સંસારનું પાણી છે. Practice ત્યાં કરવાની છે. માટે ઇચ્છવું નહિ કે આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું, આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું, આ પ્રતિકૂળતા દૂર થાય તો સારું. મુમુક્ષુ :- બધી પ્રતિકૂળતા આવી જતી હોય... પૂજ્ય ભાઈશ્રી - એ બધું તો સમાધાન ન કરી શકે ત્યારે ત્યાં સુધી જાય. આ તો જે મુમુક્ષુ હોય છે, એ થોડુંઘણું તો સમાધાન કરતા જ હોય છે. બીજા સંસારી પ્રાણીઓની જેમ સાવ ન કરે એમ નથી હોતું. એ –સંસારી પ્રાણી) ભલે Sucide સુધી જાય, પણ મુમુક્ષુ હોય એને થોડું ઘણું તો સમાધાન આવે જ. તેમ છતાં પણ માત્ર બૌદ્ધિક સ્તરે સમાધાન કરવું એટલી વાત પૂરતી નથી, એ પૂરતી વાત નથી. પ્રયોગ કરવો જોઈએ, પ્રયોગ ચડવું જોઈએ અને એ રીતે પરિણામને કેળવવા જોઈએ, પરિણામને કેળવવા જોઈએ. આ જરા વિષય બહુ Technical છે. પરિણામને દબાવવા પણ નથી, વૃત્તિને દબાવવી પણ નથી અને વૃત્તિના ઘોડાને છૂટો મૂકવાનો પણ નથી. ત્રીજો રસ્તો. પકડવાનો છે. એટલે આ કામ બહુ Technical છે. ભલભલા બુદ્ધિશાળીઓ આ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ચજહૃદય ભાગ-૫ વિષયની અંદર નિષ્ફળ ગયા છે, થાપ ખાય જાય છે. કાં તો પરિણામને દબાવે અને ત્યાગ કરી નાખે કે આપણે ત્યાગ કરો. આ છોડી દ્યો... આ છોડી દ્યો. આ છોડી ધો. અંદરમાં અભિપ્રાય બદલાય નહિ અને રસ છૂટ્યો ન હોય અને દબાણ કરે. Spring ને દબાવો તો) એટલી જ જોરથી ઊછળશે પાછી. એટલે એ વૃત્તિ Spring જેવી છે. ક્યાંક દબાવી રાખી હશે, મોઢું કાઢશે, જોરથી ઊછળશે. રસ્તો ખોટો છે. વૃત્તિદમનનો રસ્તો સાચો નથી. તેમ વૃત્તિને છૂટી મૂકી દેવી. શું કરીએ ? ભાઈ ! અમારા પરિણામ બગડી જાય છે, બહુ વિકલ્પ આવે છે–એ રસ્તો પણ સાચો નથી. રસ્તો ત્રીજો પકડવાનો છે કે એ જ ઉદયને પ્રયોગનું સાધન બનાવીને પરિણામને કેળવવા, અને એમાં કેટલી બાંધછોડ કરવી એ બહુ Technical વિષય છે અને એમાં સત્સંગની બહુ જરૂર પડે છે, એમાં સત્સંગના માર્ગદર્શનની પણ ડગલે ને પગલે બહુ જરૂર પડે છે. એટલા માટે સત્સંગને વિશેષપણે આદરવા યોગ્ય, ઉપાસવા યોગ્ય. આશ્રય કરવા યોગ્ય વિશેષપણે કહેવામાં આવ્યો છે. એનું કારણ આ છે કે આમાં ભૂલ ખાય છે, આમાં જીવ ભૂલ ખાય જાય છે. Balance રહેવું મુશ્કેલ પડે છે. કાં દમન કરે, કાં છૂટી મૂકી દે-Balance ન રાખી શકે. અભિપ્રાયને ઠીક કરવો અને પરિણમનનું સંતુલિતપણું રાખવું. એટલે તો આપણે આના ઉપર એક આખો Article લખ્યો હતો. આત્મસંતુલન કરીને એક આખો Article આના ઉપર લખેલો છે. “તત્ત્વાનુશિલન' આત્મસંતલન છે ને ? એ આ વિષય ઉપર લખેલો Article છે. એમાં જરા ઝીણું કર્યું છે. મુમુક્ષુ :- બહુ Deep માં ગયા છો. પૂજ્ય ભાઈશ્રી - એ તો વિષય જ Deep છે જરા. બહુ Technical વિષય છે, પણ સત્સંગે એ સમજાય એવું છે. પાત્રતાએ કામ થઈ શકે એવું છે. અને અનંતકાળે એ કામ નથી કર્યું. ભૂલ્યો છે અહીંયાં. ઉદયમાં ભૂલ્યો છે. કાં ઉદયમાં વૃત્તિને દબાવી છે, કાં ઉદયમાં વૃત્તિને છૂટી મૂકી દીધી છે. મુંઝાઈ જાય, સહન ન કરી શકે એટલે છૂટી મૂકી દે અને કાં ખોટી રીતે દબાવી અને વૃત્તિ દમન કરે. અને એમાં કાંઈ અભિપ્રાય પલટાણો ન હોય, રસ પલટાણો ન હોય તો કામ થાય નહિ. Page #88 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૧૩ ૬૯ ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે.' અમારી વિનંતી છે કે તમને જે ઉદય આવ્યો છે એ તમારો કુટુંબ પ્રતિબંધ મટાડવા માટે આવ્યો છે, લોકલજ્જાને મટાડવા માટે આવ્યો છે અને તમારા આત્માને નિર્મળ કરવા માટે આવ્યો છે. એનો તમે લાભ લ્યો એમ કહે છે. મુમુક્ષુ :– ભલે પધાર્યાં એવું board મારી દીધું. પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે જ્ઞાની બીજી રીતે કરે નહિ, બીજી રીતે કરવું એને સૂઝે નહિ. અને તમને પણ વિનંતી છે કે બીજો ઉપાય નહિ કરવો. બીજો ઉપાય એટલે શું ? કે સંયોગ સુધારવાના તીવ્ર પરિણામ તમે નહિ કરો. પણ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં તમે તમારી મુમુક્ષુતાને કેળવો. કોઈ એવા પ્રકારનો ઉદય છે...’ હવે પોતાની વાત કરે છે કે કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજું પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ.’ પોતાના પરિણમનનું એક વાક્ય લખ્યું છે. બહારમાં મન ક્યાંય વિક્રમ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી.. મુંબઈમાં મુમુક્ષુઓનો સમાગમ પણ ઇચ્છતા નથી. ‘કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી.... વદવા એટલે બોલવાની. કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝો સંગ નથી....' ઠીક ! અમારા ચિત્તનો અમને સંગ નથી. અમને અમારા આત્માનો સંગ છે, પરમાત્માનો સંગ છે. આત્મા આત્મભાવે વર્તે છે.’ અમારો આત્મા આત્મભાવે વર્તે છે. આટલી વાત એમણે પોતાની દશા વિશે લખી છે. નીચે પણ એમણે પોતાની દશા જ વર્ણવી છે. જ્ઞાનદશાની જરા ઊંડી વાત છે. એટલે થોડી વિસ્તારથી આપણે કાલના સ્વાધ્યાયમાં લઈશું. અત્યારે સમય થઈ ગયો છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૧-૧-૧૯૯૮, પ્રવચન નં. ૭૩૭ પત્રક - ૩૧૩ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત” પત્રાંક-૩૧૩ ચાલે છે, ગુજરાતી પ્રતમાં પાનું ૩૧૦. સોભાગભાઈને પોતાનું પરિણમન વ્યક્ત કરે છે. પોતાનું અંતરંગ પરિણમન, અંતરબાહ્ય પરિણમનને દર્શાવવા પાછળ આશય એવો છે કે, અમારા પરિણમનને તમે સમજો, તો તમને એ પરિણમનનું અનુસરણ કરવાનું થઈ શકે, તમારાથી બની શકે. એટલા માટે એમણે મથાળું બાંધ્યું છે, Heading લીધું છે કે “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ.” પોતે પણ જ્ઞાની છે. જો અમારા આત્માનું અવલોકન તમે કરો તો તમે પણ અમારા જેવા થઈ શકો. એટલે Heading સાથે અનુસંધાન છે. શું લખે છે ? બહારમાં કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કિંઈક પ્રવર્તન કરી શકીએ છીએ. તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ.” શું કહ્યું? બહારમાં તો એવો ઉદય છે કે અમે વેપાર સંબંધી પ્રવૃત્તિ કરી શકીએ છીએ. અંદરમાં અપૂર્વ વીતરાગતા છે. બહુ સારી એવી જ્ઞાનદશા વર્તતી હોવા છતાં પણ બહારમાં વ્યાપાર સંબંધીની પ્રવૃત્તિ કરી શકીએ છીએ, જે પ્રવૃત્તિમાં અશુભરાગ છે. કેવો છે ? અશુભરાગ છે. અંદરમાં અપૂર્વ વિતરાગતા છે, બહારમાં અશુભરાગની પ્રવૃત્તિ ચાલે છે. “તેમ જ એટલે એ ઉપરાંત બીજા પણ.... રોજના ઉદય પ્રમાણે ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. એટલે એમાં તો જરાપણ મન લાગતું નથી. જાણે પરાણે પરાણે કરતા હોય એવી રીતે કરીએ છીએ. વ્યાપારનું બંધન તો સ્વીકાર્યું છે એટલે એ પ્રવૃત્તિ કરી લઈએ છીએ કે આ તો આપણે પોતે ભૂતકાળમાં બંધન સ્વીકારી લીધું છે, હવે આમાં બીજો ઉપાય નથી. આમાંથી છટકી શકાય, છૂટી શકાય એવી પરિસ્થિતિ નથી, એટલે એ પ્રવૃત્તિ પોતે કરી લે છે. ખાવાપીવા વગેરેની Page #90 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૧૩ ૭૧ જે પ્રવૃત્તિ છે એ માંડ માંડ થાય છે, એટલો ઉપયોગ ચાલતો નથી. જાણે પરાણે પરાણે કરવું પડે, બળજબરીથી કરવું પડે એવી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ. હવે જુઓ ! જ્ઞાનીની દશા અને મુમુક્ષુની દશાની આપણે તુલના કરીએ કે મુમુક્ષુને ખાવા પીવાનું અટકાવ્યું નથી. હજી તો છાશ-રોટલીમાં Transfer કર્યું છે, તોપણ માંડ માંડ થાય છે. આ તો કહે છે, ખાવા પીવાનું જ માંડ માંડ થાય છે, કેટલો બધો ફેર ? શાનીની દશા જુઓ તમે ! માંડ માંડ જાણે, પરાણે પરાણે–ખાવું પીવું પરાણે થાય છે. બહેનશ્રી'ની દશા જોયેલી. બાર વાગે જમવાનો ટાઇમ થાય એટલે બહેનો રસોઈ બનાવીને કહે, રસોઈ તૈયાર થઈ ગઈ છે. જમવા પધારવું હોય તો આપ પધારો. એક જાતનો જમવાનો કોલ આવે ત્યાંથી કંટાળો આવે એમને. એટલે કોઈવાર કંટાળીને શું બોલે ખબર છે ? બસ ! આ Time થયો કે તમારા જમવાના પડઘમ વાગ્યા, એમ કહે. પડઘમ વાગ્યા એમ કહે, પડઘમ એટલે શું ? એવી વાતો અમને કાનમાં વાગે છે. પડઘમ વાગે ને ? એટલે બહુ અવાજ થાય એટલે માણસ કંટાળી જાય. ન ગમતો અવાજ. એમ આ તમે જમવા બોલાવો છો એ અમને ગમતું નથી, એમ કહે. પછી ઉદાસભાવે થોડુંક ખાય લઈએ. પણ ઉદાસભાવે ખાય. માંડ માંડ જાણે ખાતા હોય એવું લાગે. એક દોઢ રોટલી, એક દોઢ થેપલું કાંઈક ખાધું. એ પણ છાશ સાથે થેપલું ખાય લેતા હતા. એકાદું શાક બનાવ્યું હોય, ક્યારેક લેવું હોય તો લે, નહિતર ન લ્યે. છાશનો અડધો ગ્લાસ અને એક-દોઢ થેપલું. વાત પૂરી જમવાની. પણ એ પણ પરાણે પરાણે. એક વખત તબીયત ખરાબ હતી અને એક વૈદ્યરાજને અમે લઈ ગયેલા. એ વૈદ્યરાજે બહેનશ્રી'ને બહુ બીજી ઢબથી વાત કરી કે આપને શરીરમાં કાંઈ રોગ નથી, બીમારી નથી. ફક્ત હોજરી અને આંતર સંકુચાઈ ગયા છે એટલે પાચન નથી થતું. નાના બાળકની જે હોજરીની અને આંતરની પરિસ્થિતિ હોય એવી રીતે થઈ ગયું છે. બહુ અન્યાય કરો છો. એટલે બધાને એમ થયું કે આ વૈદ્યરાજ શું બોલે છે ? અન્યાય કરે છે. તો કહે, તમે શરીરને બહુ અન્યાય કરો છો. શરીરને ન્યાય નથી આપતા. તો કહે કેમ એમ કહો છો ? તો કહે મનુષ્યદેહ તો ઉત્તમ છે એમ તો બધા ધર્મો કહે છે. વૈદ્યરાજ ઘણું કરીને બ્રાહ્મણ હતા. મનુષ્ય છે એ તો ઉત્તમ શરીર Page #91 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ છે એ તો આપણે બધા માનીએ છીએ. આપણા આત્માને આપણે ચૈતન્યદેવ કહીએ છીએ. મંદિરમાં બિરાજમાન છે. તો મંદિર તો સરખું રાખવું જ જોઈએને ! કેવી રીતે ન્યાય ઉતાર્યો ? તમે સરખું ખાતા-પીતા નથી. આ એક જ વાંધો છે, બીજો કાંઈ વાંધો નથી. એ સાંભળી લે. જવાબ ન દે કાંઈ. બહુ ગંભીર હતા. જવાબ નહોતા દેતા. અમે સાંભળનાર બધા હસીએ કે આ ઠીક સંભળાવે છે. એ તો એમને કરવું હોય એ કરે. ખોરાક બહુ નહોતા લેતા એટલે સંતરા અને મોસંબી ને એવું પછી વધારે આપવાનું શરૂ કર્યું. પોષણ પણ મળે અને બહુ વજન પણ હોજરી ઉપર ન આવે. હોજરી સંકોચાઈ ગયેલી એટલે બહુ વજન કરો તોપણ નકામું. એને ધીરેધીરે સંધુકણની જેમ એમનો જઠરાગ્નિ પ્રગટાવવો પડે. એવી દશામાં જઠરાગ્નિને પ્રદિપ કરવો હોય તો પેલા સંધુકણથી કેમ થોડોક ભૂકો નાખતા જાય તાવડા ઉપર. અગ્નિ થોડો... થોડો થોડો બળવાન થાય એવી રીતે. એવી જાતની Treatment હતી. દવા નહિ. ખોરાકની એવી જાતની Treatment હતી. આશય એ છે કે બીજા સામાન્ય માણસોને ખાવા ન મળે તો એને આકુળતા થાય. આમને ખાવા મળે તો ખાવાની આકુળતા થતી હતી. એવું લખે છે. હજી તો ૨૫ વર્ષની યુવાન ઉંમર છે. બહેનશ્રી તો ૭૦ વટાવી ગયા હતા. આ જ્યારે વાત થઈ ત્યારે તો ૭૫ વટાવી ગયા હતા. પણ આ તો ૨૫ વર્ષની યુવાન ઉંમર છે. ૨૫ વર્ષ એ તો ભરયુવાની કહેવાય. ખાવા-પીવાનું પ્રવર્તન માંડ માંડ કરીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી....' ક્યાંય ઠરતું નથી. ક્યાંય મન ઠરીને ઠામ થતું નથી. “ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. અહીંયાં કોઈ આવે એ એમને પસંદ નથી. કેમકે વ્યાપારનો ઉદય છે. આવનારને નુકસાન થવાનો સંભવ વધારે છે. કિંઈ લખી શકતું નથી.' લખવામાં પણ એટલો ઉપયોગ ચાલતો નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી, વદવા એટલે કહેવાની. બોલવાની ઇચ્છા થતી નથી. પરમાર્થ વાક્ય બોલવાની પણ બહુ ઇચ્છા થતી નથી. અંતરમાં સમાઈ જવાનો ભાવ રહે છે એમ કહેવું છે. આત્મા જે ચૈતન્યસ્વરૂપ છે એ શાંત અને સુધામયી તત્ત્વ છે. શાંત સુધામયી તત્ત્વ છે. બસ! એમાં ઠરીને ઠામ, ઠરીને ઢીમ થઈને રહીએ. કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી; એને જવાબ Page #92 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૩ આપવો એ જાણીએ છીએ પણ લખવામાં ઉપયોગ ચાલતો નથી. ચિત્તનો પણ ઝાઝો સંગ નથી,...” ચિત્ત એટલે મન. મનમાં જે વિકલ્પો થાય છે એ વિકલ્પોથી ભિન્ન અમારો આત્મા અંતર પરિણમનમાં વર્તે છે, એનો પણ સંગ કરતા નથી. ચિત્ત છે, મન છે એ બહિભવ છે અને આત્મા અંતર્મુખ ભાવે વર્તે છે. એને એની સાથેનું એકત્વ નથી. ઝાઝો સંગ નથી એટલે એની સાથેનું, વિકલ્પ સાથેનું એકત્વ નથી. આત્મા આત્મભાવે વર્તે છે.' અમારો જે આત્મા છે એનું મુખ્ય જે અમારું પરિણમન છે એ આત્મભાવરૂપ છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે....' પ્રતિસમય અમારો આત્મરસ, આત્મભાવ થોડો વધતો નથી, બહુ વધે છે. બહુ વધે છે. ગણતરીના વર્ષો લઈએ તો લગભગ સાડા દસ વર્ષની એમની જ્ઞાનદશા છે. ચોવીસમાં વર્ષે સમકિત થયું છે. તેત્રીસ વર્ષ અને સાડા પાંચ મહિને, ૩૩ વર્ષ પાંચ મહિના અને વીસ દિવસ. ચૈત્ર વદ પાચમેં દેહત્યાગ કર્યો છે. અત્યારે તો તેત્રીસ વર્ષ એટલે યુવાન ઉંમર જ ગણાય. સાડા દસ વર્ષની સાધકદશામાં, જ્ઞાનદશામાં માત્ર એક ભવ બાકી રહે એટલા જ કર્મ Balance – બાકી રહી ગયા, બાકી નિર્જરા થઈ ગઈ. કેમ ? કે, સાધકદશામાં ઘણો પુરુષાર્થ કરેલો, ઘણો પુરુષાર્થ ચાલેલો અને પોતે ૨૫માં વર્ષે લખે છે. જ્ઞાનદશાને હજી સવા વર્ષ થયું છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ.” થોડી નહિ. ગુણ એટલે Square. ૫ x ૫ = ૨૫, ૨૫ x ૨૫ = ૬૨૫, ૬૨૫ x ૬૨૫ એમ. એવી રીતે કર્મની નિર્જરા (થાય છે). બહુ જ સારી દશા હતી. આ કાળમાં આવા જ્ઞાની થાય એ આ કાળનું બહુ મોટું આશ્ચર્ય છે. ભૂલા પડેલા જ અહીંયાં આવે. નહિતર અહીંયાં આવે જ નહિ. આવા બધા જ્ઞાનીઓ મહાવિદેહમાં હોય. પણ કોઈ કોઈ જીવોના સદ્ભાગ્ય હોય છે કે અહીંયાં આવી ચડે છે તો કંઈકનો ઉદ્ધાર થઈ જાય છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. બીજાને ખબર પડે એવી રીતે અમે રહેતા નથી. બીજાને ખ્યાલ જ ન આવે કે અંદરમાં અમે ક્યાં ચાલીએ છીએ. અંતરમાં ઊંડા... ઊંડા... ઊંડા આત્મસ્વભાવમાં વિચરતા હોવા છતાં બહારમાં કોઈને ગંધ ન આવે કે અંદર શું ચાલે છે. બીજા સમજી ન શકે અને કોઈ ન સમજે એમ જ પોતે Page #93 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ રહે છે. જ્ઞાનીપણાનો જરા પણ દેખાવ કે ડબર કરતા નથી. એવી રીતે રહે છે. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. એવા કોઈ પાત્ર જીવો નથી. આ તો બહુ પાત્ર જીવ હોય તે પકડી શકે. નહિતર પકડી ન શકે. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે.” “મહાવીર સ્વામીને જે જ્ઞાન હતું તે જ્ઞાન અમારા આત્મામાં છે, એમ સહજ સ્મરણ થતાં તમને લખ્યું છે. એવું સ્મરણ થતાં તમને લખ્યું છે કે અમારા આત્મામાં અત્યારે જે આત્મજ્ઞાન વર્તે છે એવું આત્મજ્ઞાન ભગવાન “વર્ધમાન' સ્વામીને વિષે હતું. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે.” એટલે તીર્થંકરદેવ જે બોધ કહેતા હતા તે અમને અત્યારે સાંભરે છે. સમવસરણમાં અમે સાંભળ્યું છે. પોતાને જાતિસ્મરણ જ્ઞાન હતું અને સમવસરણનું કોઈ સ્મરણ પણ એમને આવે છે. એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો.” જુઓ! હવે અહીંથી એમને દ્રવ્યાનુયોગ ઉપર લઈ જાય છે. અત્યાર સુધી એમને વેદાંતની ભાષામાં એમણે વાતો કરી. લખાપટ્ટી કરી. હરિઇચ્છા આમ છે અને શ્રી હરિ આમ છે, ફલાણું આમ છે, ઈશ્વર ઇચ્છા આમ છે. હવે એમ કહે છે કે તમે પદાર્થને સમજો. અમને જે જ્ઞાન છે એ અમે તીર્થંકર પાસેથી લઈને આવ્યા છીએ. તીર્થકરથી સાંભળેલો બોધ અમને સાંભરે છે, સ્મરણમાં આવે છે કે ભગવાન આમ કહેતા હતા, ભગવાન આમ કહેતા હતા અને અમારા પરિણમન સાથે આજે Tally થાય છે. એ જ્ઞાન અને અમારું પરિણમન બરાબર Tally થાય છે. એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો.' બીજી વાત ભૂલી જાવ. કોઈ પૂર્વગ્રહ હોય તો છોડી દો. પૂર્વના આગ્રહો મૂકી દો. પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેત નહોતો. એમ કરીને અહીંયાં આ પત્ર સમાપ્ત કર્યો છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૪ મુંબઈ, પોષ સુદ ૧૧, સોમ, ૧૯૪૮ | જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવે રે; | ભેગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. આતમ ધ્યાન કરે જો કોલ, સો ફિર ઇસમેં નાવે; વાક્ય જાળ બીજાં સૌ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે. તા. ૨૦-૧૧-૧૯૮૯, પ્રવચન ન. ૮૬ પત્રાંક - ૩૧૪ અને ૩૧૫ ban આનંદઘનજીનું પદ છે. જિન થઈ જિનવરને આરાધ, જિનવરને પૂજે, જિનવરને આરાધ એની એક પૂર્વશરત છે કે જિન થઈને જિનવરને આરાધ. જિનભાવમાં આવીને જિનેશ્વરનું આરાધન કરવું. બહારમાં અરિહંત પરમાત્મા જિનેશ્વર છે, અંદરમાં પોતાનો આત્મા જિનેશ્વર છે. જિન થઈને આરાધ. વિષય કષાય પ્રત્યે સમ્યક્ પ્રકારે વિજય મેળવ્યો છે તેને જિન કહેવામાં આવે છે. પછી આંશિક વિજય કહો કે પૂર્ણ વિજય કહો. પૂર્ણ વિજય કહેતા એને જિનવર કહે છે, આંશિક વિજય કહેતા એને જિન કહે છે. કરણાનુયોગમાં નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી આચાર્યમહારાજ કરણલબ્ધિના પરિણામમાં “જિન” શબ્દનો પ્રયોગ કરે છે. અપૂર્વકરણ જ્યાં આવ્યું, ત્રણ કરણમાં બીજું અપૂર્વ કરણ છે, અપૂર્વકરણમાં આવ્યો એટલે એ જિન થયો. સમ્યફ પ્રકારે આત્માભિમુખ થઈને એણે વિજય મેળવ્યો પહેલો મિથ્યાત્વ ઉપર. મિથ્યાત્વ ઉપર વિજય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ચજહૃદય ભાગ-૫ મેળવ્યો એટલે બાકીના બધા વિભાવો ઉપર આપોઆપ એનો વિજય સાબિત થઈ ગયો, નિશ્ચિત થઈ ગયો. એટલે ત્યાં જિન કહ્યા છે. પ્રશ્ન :- જિનવરનો અર્થ, ભાવાર્થ શું ? સમાધાન – જિનવર એટલે જિનમાં શ્રેષ્ઠ તે જિનવર. અરિહંત પરમાત્મા જિનવર છે. પોતાનો આત્મા પણ જિનવર છે. પણ જિન થઈને આરાધ. રાગનું આરાધન એનો નિષેધ છે એમાં. રાગથી આરાધના થતી નથી. રાગ આરાધના કરી શકતો નથી. જિનવર પ્રત્યેની ભક્તિનો રાગ તે જિનવરનું આરાધન નથી પણ અંદરમાં જિન પ્રાપ્ત કર્યું-જિનપણું પ્રાપ્ત કર્યું એ આરાધન સાચું છે. એને ભગવાન કુંદકુંદાચાર્યું ૩૩૧-૩૨ ગાથામાં નિશ્ચયભક્તિ કહી તે સહી જિનવર હોવે રે.” તે જ ખરેખર જિનવર થશે. પછી એક દષ્યત ટપકાવ્યો છે કે ભંગી ઇલિકાને ચટકાવે ભૃગ એટલે ભમરી. ભમરી છે એ ઇયળને ચટકા ભરે છે. જેમ ઈંડાને સેવતા ઈંડામાંથી પક્ષીનો જન્મ થાય છે. આ પક્ષીના ઈંડા હોય છે. એમ એ એક જાતનું સેવન છે. એને ભમરી ચટકા ભરે છે. શરીર તો પાંખ બાદ કરો તો ભમરીનું શરીર પણ ઈયળના આકારે જ હોય છે. એને પાંખો ફૂટવા માંડે છે. જો કે શાસ્ત્રજ્ઞાનની દૃષ્ટિએ તો આખી પર્યાય બદલાય જાય છે. ઇયળ બે ઇન્દ્રિય છે અને ભમરી ત્રણ ઇન્દ્રિય છે. કદાચ પર્યાય બદલતી હોય પણ દ્રશ્યમાન એ પ્રકાર છે કે ભમરી છે એ ઇયળને ચટકા ભરે છે અને એમાંથી ઇયળ ભમરી રૂપે થાય છે. અહીંયાં તો એને અલૌકિક અર્થમાં ઉતારે છે કે જે આત્મા જિનવર થાય છે. એ પોતાના જિન સ્વરૂપને જિનભાવનાથી જિનભાવે અંતર્મુખ થઈને સ્પર્શે છે, વારંવાર અંતર્મુખ થઈને સ્પર્શે છે. અંતર્મુખ થઈને સ્પર્શતા પોતે જિનવર થઈ જાય છે. છપ્રસ્થમાંથી તે જ જીવ, જેમ પેલો જીવ બે ઇન્દ્રિયમાંથી ત્રણ ઇન્દ્રિય પર્યાયને પ્રાપ્ત કરે છે, એમ આ છદ્મસ્થ પર્યાયે રહેલો જીવ સિદ્ધદશાને, કેવળજ્ઞાનદશાને પ્રાપ્ત કરે છે, છદ્મસ્થપણાનો ત્યાગ કરીને, છોડીને. - જગ એટલે આખું જગત જોવે છે કે ઇયળમાંથી ભમરી થાય છે. એવું એક પરસ્પરમાં ગુરુ અને શિષ્યનું દાંત છે કે ગુરુ છે એ શિષ્યને અટકાવે છે અને એને પોતાના સમાન કરે છે. એવો ઉપદેશ આપે છે કે જો તું મારા જેવો છો. પોતાના Page #96 -------------------------------------------------------------------------- ________________ પત્રક–૩૧૪ આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે, શિષ્યના આત્મામાં પણ સિદ્ધપણું સ્થાપે છે. પહેલી ગાથામાં જે ટીકા કરી એ પદ્ધતિ. એવી રીતે પણ પોતાના સમાન કરે છે. આનંદઘનજીનું બહુ સારું પદ છે. બીજું પણ “આનંદઘનજી નું જ છે. આતમધ્યાન કરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે; વાક્ય જાળ બીજું સૌ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાલે.” “આત્મધ્યાન કરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે’ અહીંયાં ઈણ એટલે સંસાર. જે કોઈ આત્મધ્યાન કરે એ પછી ફરી સંસારમાં ન આવે. આ બસ સંક્ષેપ આટલો જ છે. સ્વરૂપધ્યાન કરવું એટલો જ સંક્ષેપ છે. બાકી બધું વાક્યજાળ છે-વચનની જાળ છે. જેટલું લાંબુંલાંબું લાંબું... કહેવાય છે એ બધી વચનકાળ છે. આ સિવાયનું બધું વચનકાળ જે જાણે છે એ અંદરમાં પોતાના ચિત્તમાં આત્મતત્ત્વને ચાવે છે. ચાવે છે એટલે જેમ કોઈ વારંવાર સ્વાદ લે છે. ચાવતી વખતે શું કરે છે ? ખુબ સ્વાદ લેવાની એ પ્રક્રિયા છે. ચાવવું તો ચાવવું છે પણ એ વખતે સ્વાદ લેવાની પ્રક્રિયા છે. એમ આત્મામાં, ચિત્તમાં એટલે જ્ઞાનમાં પોતાના સ્વરૂપનું આસ્વાદન કરે છે. આત્મધ્યાન કરે છે. એ બીજું બધું આત્મધ્યાન સિવાયનું વચન જાળ જાણીને વિસ્તારથી છૂટીને વિસ્તારના વિકલ્પોથી પણ, વિકલ્પ વિસ્તારથી પણ છૂટીને પોતાના સ્વરૂપની અંદર સ્વાદ લેવામાં પડી જાય છે. સ્વરૂપના આસ્વાદનમાં લાગી જાય છે. બાકી કોઈ લાંબી વાકયજંજાળમાં ઊતરતા નથી. મુમુક્ષુ :- ... પર્યાય - પૂજ્ય ભાઈશ્રી - એ તો વસ્તુ ન સમજ્યા હોય તો સમજવા માટે છે. પણ એ પણ બુદ્ધિપૂર્વકના વિપસને તોડવા પૂરતી જ મર્યાદા છે. બુદ્ધિપૂર્વકનો વિપર્યાસ ઊભો થયો હોય એવા જીવને. બાકી જેને બુદ્ધિપૂર્વકનો વિષયસ એવો નથી એ તો સ્વરૂપ નિશ્ચય બાજુ આવે છે. ત્યારે સ્વરૂપ નિશ્ચય પહેલાં એને શું ઊભું થયું છે? કે મારે નિર્દોષ થવું છે, મારે શુદ્ધ થવું છે. તો એ તો અવસ્થા જ્ઞાન થયું. અવસ્થાનું જ્ઞાન અતિ અને નાસ્તિથી બંનેથી થયું કે વર્તમાનમાં મારી અવસ્થા દોષિત છે. અનેક પ્રકારના રાગ-દ્વેષ, મોહના દોષ ભાવો મને પ્રત્યક્ષ અનુભવગોચર થઈ રહ્યા છે. આ ભાવ સારા નથી, દુઃખદાયક છે, એમાં મને ક્લેશ છે. એટલે અવસ્થાનું જ્ઞાન થયું કે આવી અવસ્થા ન જોઈએ અને આ વિનાની અવસ્થાને શુદ્ધ કહી. ભલે બીજી શુદ્ધતાની ખબર નથી પણ આ નહિ તે શુદ્ધ. આ અશુદ્ધ તો આ નહિ તે શુદ્ધ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ચજહૃદય ભાગ-૫ આ અસ્તિ-નાસ્તિથી અવસ્થાનું જ્ઞાન થયું. હવે પોતે જ્યારે અંતર સંશોધનથી પોતાના મૂળ સ્વરૂપના નિશ્ચય ઉપર આવે છે કે હું ત્રિકાળ શુદ્ધ એક આત્મા છું. મારું મૂળસ્વરૂપ અનંતજ્ઞાન, અનંતસુખ આદિ દિવ્યગુણોથી સંપન્ન છે અને શાશ્વત એવું જ છે. એવો જ્યારે પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય કરે છે ત્યારે એને દ્રવ્યનું જ્ઞાન થયું. દ્રવ્યમાં રહેલા ગુણોનું-શક્તિઓનું અનંતજ્ઞાન, અનંતસુખનું પણ જ્ઞાન થયું. પર્યાયનું (જ્ઞાન) તો પહેલાં કરેલું છે. તો ક્લિાસમાં બેઠા વગર દ્રવ્ય-ગુણ-પયયનું જ્ઞાન થઈ ગયું. થયું કે ન થયું ? મુમુક્ષુ - બે લિટીમાં આખું દ્રવ્ય-ગુણ પૂરું કરી નાખ્યું. પૂજ્ય ભાઈશ્રી - એના દ્રવ્ય-ગુણ-પર્યાય થઈ ગયા અને તે યથાર્થ થયા. પેલા (શીખેલા) હજી યથાર્થ નથી. પાઠશાળામાં ભણ્યો ત્યારે હજી યથાર્થ નથી. ત્યારે તો હજી એણે ભેદ પ્રધાન સમજણ કરી છે. અને એ ભેદ પ્રધાનતા તો એવી છે કે જો ભેદ પ્રધાનતા ન છૂટે તો અભેદ સુધી પહોંચે જ નહિ. એટલે એ તો એક બુદ્ધિપૂર્વકના વિપર્યાસને તોડવા પૂરતી જ એમાં મર્યાદા છે, એથી વધારે કોઈ મર્યાદા એમાં નથી. મુમુક્ષ :- તત્ત્વ નિર્ણયમાં આની જરૂર... પૂજ્ય ભાઈશ્રી :- તત્ત્વનિર્ણયમાં આ પ્રકારે નિર્ણય થવો જોઈએ. તત્ત્વ નિર્ણય આ પ્રકારે છે કે પ્રથમ એને પોતાને નિર્દોષ થવાની ભાવના એટલે રુચિ હોવી જોઈએ અને રુચિપૂર્વક પદાર્થજ્ઞાન કરે. નહિતર પર પદાર્થનું કરશે. સ્વરૂપ મહિમાનો વિષય ચાલ્યો ને ત્યાં ! નહિતર પર પદાર્થનું જ્ઞાન કરશે, બીજા આત્માનું જ્ઞાન કરશે, Third person નું જ્ઞાન કરશે. આ સ્વરૂપનું જ્ઞાન કરવું છે, તો રુચિપૂર્વક કરવું પડશે. એ ચિમાં પ્રથમ અવસ્થાનું જ્ઞાન છે પછી પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય થતી વખતે એને દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેનું જ્ઞાન યથાર્થ થાય છે અને એટલે જ એને દ્રવ્ય-પર્યાય વચ્ચેનું સંતુલન જળવાય છે. નહિતર શું થાય છે કે અનાદિ પર્યાય ઉપરનું વજન છે એટલે કોઈને તો દ્રવ્યની સમજણ કરવા છતાં દ્રવ્ય ઉપર વજન જતું નથી. કોઈને દ્રવ્યની સમજણ થાય છે અને એટલો ખ્યાલ આવે છે કે વજન દેવા જેવી આ ચીજ છે. આ તત્ત્વ ઉપર વજન જવું જોઈએ. તો યથાર્થ નહિ હોવાથી એવી રીતે વજન દે છે કે એ સંતુલન ગુમાવીને નિશ્ચયાભાસી થાય છે. વ્યવહારાભાસી અનાદિનો છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૧૪ ૭૯ કોઈ નિશ્ચયાભાસી થાય છે. કોઈ વળી એમ સમજે છે કે નિશ્ચયાભાસી પણ મારે ન થવું જોઈએ, મારે વ્યવહારાભાસી પણ ન થવું જોઈએ. માટે નિશ્ચય ઉ૫૨ વજન દેવું અને વ્યવહા૨ ઉપ૨ પણ વજન રાખવું અને મારી ભૂમિકાનો માટે બરાબર વ્યવહાર પાળવો, તો ઉભયાભાસી પણ કોઈ થાય છે. ત્યાં પણ એનું બંને ઉ૫૨નું વજન ખોટું હોય છે. અને એનું કારણ એક જ કે એને અંદ૨માં ઓળખાણ નથી. એટલે જે પ્રકારે ઓળખાણ થઈને વજન આવવું જોઈએ અને એ વજન આવતા પણ પર્યાયના પડખાનું સંતુલન જળવાવું જોઈએ આ પરિસ્થિતિ નથી ઊભી થતી. મુમુક્ષુ :- વ્યવહારમાં ભૂલ કરે એમ કહે કે એના વ્યવહારના ઠેકાણા નથી ... પૂજ્ય ભાઈશ્રી :- બરાબર છે. એ તો એમ જ છે. એટલે શું છે કે વ્યવહારની ભૂલ ક્યારે ટળે ? કે પોતાને નિર્દોષ થવું હોય ત્યારે ટળે. પોતાના દોષ અપક્ષપાતપણે જોઈ શકતો હોય, અવલોકન કરી શકતો હોય; એ અવલોકન કરતા એને પક્ષપાત અને બચાવ ન આવતો હોય ત્યારે વ્યવહારની ભૂલ ન કરે. તો વ્યવહારની ભૂલ નહિ કરે. પછી જો એ દ્રવ્યની શોધ કરશે કે મારે અવલંબન લેવા યોગ્ય શું છે ? આવું નિર્દોષ થવા માટે, પૂર્ણ નિર્દોષ થવા માટે અવલંબનભૂત તત્ત્વ શું છે ? તો જ્ઞાની તો કહે છે કે તું જ્ઞાનસ્વભાવી આત્મા છો એ તારા અવલંબનનો વિષય છે એની ઓળખાણ કર, ઓળખીને અવલંબન લે. એટલે એમાં દ્રવ્ય-પર્યાયનું સમ્યક્, સમુચિત વલણ રહેશે અને કોઈપણ પ્રકારે તું દોષમાં નહિ આવી જા. નહિતર માર્ગ અવશ્ય સૂક્ષ્મ છે. આ માર્ગ અવશ્ય સૂક્ષ્મ તો છે જ અને એને કોઈ સ્થૂળ કરીને ગ્રહણ કરવા ચાહે તો એવી રીતે કાંઈ સ્થૂળ થાય નહિ. કોઈ એમ કહે કે હીરાની નજર બહુ ઝીણી નજર છે એના કરતા જાડી નજરે હીરો પરખાય એવો કાંઈક રસ્તો ખરો કે નહિ ? એનો બીજો કોઈ રસ્તો જ નહિ. એ નજ૨ કેળવવી જ રહી. માર્ગ સૂક્ષ્મ છે, સ્વભાવ સૂક્ષ્મ છે અને એ સૂક્ષ્મતામાં આવવું એ કાંઈ આત્માને માટે મોટી વાત નથી. કેમકે સ્વરૂપે કરીને પોતે સૂક્ષ્મ સ્વભાવી છે. એ તો એનો ધર્મ છે. એટલે એને કાંઈ સૂક્ષ્મતાથી ડરવા જેવું, ભય પામવા જેવું કે બીજી કોઈ કલ્પના કરવા જેવું નથી કે આવી સૂક્ષ્મતા કેમ આવી શકે. આનંદઘનજી'ના બે પદ ૩૧૪માં લીધા છે. પ્રશ્ન :- અહીંયાં ચાવવું એટલે વાગોળવું એવો અર્થ છે ? Page #99 -------------------------------------------------------------------------- ________________ ચજહૃદય ભાગ-૫ સમાધાન :- હા. “એહ તત્ત્વ ચિત્ત ચાવે” ચાવે એટલે ઘૂંટે, વાગોળે, સ્વાદઆસ્વાદ લે, ઘોલન કરે. ભૂમિકા પ્રમાણે બધા અર્થ કાઢી શકાય. મુમુક્ષુ :- નિર્દોષ થવાની ભાવનાને વારંવાર ચકાસે. પૂજ્ય ભાઈશ્રી - ભાવનાને ચકાસવી એટલે અવલોકન કરે એને તો ખબર પડે જ કે મારું જીવનનું ધ્યેય શું છે ? જીવનમાં એક ધ્યેયથી આખો સંસાર ચાલે છે કે બાહ્ય પદાર્થો મેળવવા, વધુમાં વધુ એમાં વૃદ્ધિ કરવી અથવા કોઈ સંતોષ પકડનાર હોય તો જે છે એને જાળવીને સાચવી રાખવા કે જેથી આપણને કાંઈ તકલીફ પડે નહિ. આ ધ્યેય તો બધા જીવોનું છે જ અને એ સંબંધીનો રાગ પણ તીવ્ર રસે કરીને -અનાદિથી ઘુંટતો આવ્યો છે. એ ધ્યેય તો છે જ તે. એટલે જીવ સંસારાર્થી તો અનાદિથી છે. ધનાર્થી તો અનાદિથી છે. ધનાર્થી કહો, સંસારાર્થી કહો અનાદિથી છે.. મોક્ષાર્થી થવું એમાં આત્માર્થીપણું ઉત્પન થશે. જો મોક્ષાર્થી થવું હશે તો આત્માર્થીતા આવશે, નહિતર આત્માર્થતા નહીં આવે. તો એને પરિપૂર્ણ શુદ્ધ એ મોક્ષ છે. પરિપૂર્ણ શુદ્ધતાનું ધ્યેય એ જો એને નિશ્ચિત થઈ જાય કે આ જ મારા જીવનનું ધ્યેય છે, તો બધા પરિણામ ધ્યેયને અનુસરીને આપોઆપ ચાલવા માંડશે. એ Automatic છે. એ આપોઆપ જ થાય છે. પછી કરવું નથી પડતું. કેમકે જેને જ્યાં જાવું છે એ બાજુ જ એની ચાલ પકડશે, ભલેને વાતો કરતો હોય. ઘરે જાવું છે તો વાતો કરતા કરતા ઘરે જ જવાનો છે. એવું નથી કે વાતોમાં ધ્યાન છે એટલે બીજાના ઘરમાં ગરી જાય છે. એવું નથી થતું કે અધવચ કોઈ કોકના ઘરમાં ચાલ્યું ગયું. બરાબર ભાન રહે છે કે હું મારા ઘર બાજુ જ ચાલું છું. એમ બીજા ઉદયના અનેક કાર્યો આવી પડશે, નહિ આવે એવું નથી. એ તો પૂર્વકર્મનો ઉદય છે ત્યાં સુધી આવવાનો જ છે. પણ જેનું ધ્યેય બદલાણું છે તેની ચાલ બદલાશે. આ સીધી વાત છે. પ્રશ્ન :- સામા માણસની વૃત્તિ તરત સમજી જાય છે અને પોતાની વૃત્તિ નથી ધ્યાનમાં આવતી. એનું શું કારણ ? સમાધાન :- તીવ્ર પરલક્ષ છે અને તીવ્ર દોષદષ્ટિ છે, દોષની દૃષ્ટિ છે. કેમકે બીજાની વૃત્તિમાં એ દોષ જ જોવે છે. શું જોવે છે ? બીજાના દોષ જોવે છે. મુમુક્ષુ – સારી કે ખરાબ કોઈ પણ ભાવના તરત સમજી જાય છે. પોતાની. Page #100 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૧૪ ૮૧ પૂજ્ય ભાઈશ્રી :- પણ એમાં સારી ઓછી સમજાય છે, ખરાબ જ વધારે સમજાય છે. બીજા ઉપ૨ જ્યાં સુધી નજર છે ને ત્યાં સુધી બીજાના દોષ જોવાનું વધારે બને છે. ગુણને Appreciate કરવો એ સહેલી વાત નથી. અને એ તો ત્યારે જ થાય છે કે પોતાને ગુણની દૃષ્ટિ પ્રગટ થાય, ગુણ પ્રગટાવવાનું ધ્યાય થાય ત્યારે બીજાના ગુણ સારી રીતે જોઈ શકે છે અને ત્યારે તો એ ગુણગ્રાહી એવો થાય છે કે બીજાનો નાનો ગુણ હોય તોપણ ધ્યાનમાં લે. ભલે દોષ ઘણા છે પણ આટલો ગુણ છેને આપણે એ પકડવા જેવો છે, એ કેળવવા જેવો છે. એમ એની દૃષ્ટિ દોષને ગૌણ કરીને ગુણ ઉપર જાશે. નહિતર તો લગભગ દોષ જ જોશે. અને એવું પરલક્ષ તો અનાદિથી છે. એ કાંઈ નવું સમજવાનું કે શિખવાનું નથી. અનાદિથી પરલક્ષી જ છે. સ્વલક્ષ કેળવવાનું છે. મુમુક્ષુ :– આ મૂળમાં જ ભૂલ છે એવું લાગે છે. પૂજ્ય ભાઈશ્રી :– એ જ જગ્યાએ શરૂઆતમાં જ ભૂલ છે. શરૂઆતની ભૂલ ન મટે તો આ કાર્યની શરૂઆત ન થાય. બીજું બધું થાય, આ કાર્યની શરૂઆત ન થાય. અને અનાદિથી એક્કે વાર શરૂઆત થઈ નથી એ વાત પાક્કી છે. એક્કે વાર પણ એણે મોક્ષમાર્ગે ચડવું જોઈએ એવી શરૂઆત જે કરવી જોઈએ એ શરૂઆત નથી કરી હજી. કર્યું છે ઘણું એણે, ધર્મના નામે અને ધર્મના બહાને ધમાલ ઘણી કરી છે. કોઈ દિવસ શરૂઆત નથી કરી. પ્રશ્ન :- એ વાત વગ૨ ? સમાધાન :- હા, શરૂઆત જ નથી થઈ. શરૂઆત થઈ હોય તો શરૂઆત થઈ હોય એ રસ્તે આગળ જ વધે, બીજું કાંઈ ન થાય. એટલે એ વિચારવા યોગ્ય છે કે ભલે ઘણી વાતો સમજવામાં આવી હોય પણ તેથી શું ? શરૂઆત થઈ ? વાત તો ઘણી સાંભળી, ઘણી સમજમાં લીધી પણ શરૂઆત નથી થઈ એનું શું ? હજી તો શરૂઆત પણ નથી થઈ. એનું શું ? બસ ! અહીંથી ઊપડે તો ક્યાંય સમજણનું અહમ્પણું ન આવે. મુમુક્ષુ :– શરૂઆત નથી થઈ અને પછી એમ સમજે કે હું બહુ સમજું છું. પૂજ્ય ભાઈશ્રી :– પણ તું સમજ્યો ઘણું પણ શરૂઆત ન થઈ એનું શું હવે ? મુમુક્ષુ :- શરૂઆત થઈ નથી છતાં એમ સમજે છે કે મને .... Page #101 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- પછી Accident ન થાય તો શું થાય ? એ ગાડીને પછી Break નહિ રહેવાની. એ Break વગર ગાડી ચાલવાની છે. પછી Accident નહિ થાય તો શું થાશે? પ્રશ્ન :- શરૂઆત કોને કરી કહેવાય ? સમાધાન - પરિપૂર્ણ શુદ્ધતા એ જીવનનું ધ્યેય બંધાય જાય ત્યારે શરૂઆત થઈ. ગુરુદેવશ્રી” એ બહુ સુંદર સૂત્ર જેવી એ વાત કરી છે “પૂર્ણતાને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. એ સિવાયની બીજી કોઈ વાતમાં શરૂઆત માને તો તે એ અવાસ્તવિક એટલે શરૂઆતની ખોટી વાત છે. શરૂઆત જ નથી થઈ. કોઈએ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ પૂર્ણતાને લક્ષે એટલે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપના લક્ષે ? તો કહે નહિ, અહીંયાં એ વાત નથી. અહીંયાં પૂર્ણ શુદ્ધ મોક્ષદશાની વાત છે. ગુરુદેવ પાસે આ બધી ચોખવટ થયેલી છે. નહિતર લોકો વળી ત્યાં ઉતારી જાય છે. મુમુક્ષુ :- ગુજરાતી આત્મધર્મમાં આવી ગયું. પૂજ્ય ભાઈશ્રી:- હા. આ તો આત્મધર્મમાં તો આવી જ જાય ને. બધા પ્રવચનોની અંદર ઘણી વાતો બહાર આવી ગઈ છે. આત્મધર્મમાં પણ આ વાત આવી ગઈ છે કે પૂર્ણતાને લક્ષે એટલે પૂર્ણતા એટલે ત્રિકાળી પૂર્ણ સ્વભાવ કે પૂર્ણ શુદ્ધ પર્યાય? તો કહે, નહિ. અહીંયાં પૂર્ણ શુદ્ધ પર્યાયની વાત છે. કેમકે જે જીવને પ્રવેશ કરવો છે, શરૂઆત કરવી છે એટલે પ્રવેશ કરવો છે તો પ્રવેશમાં તો પહેલી એ વાત આવશે કે હું અશુદ્ધ છું માટે મારે અશુદ્ધતા ટાળવી રહી. એ વગર બીજી વાત, આગળની વાત કઈ રીતે આવે ? પછી અવલંબન કોનું લેવું અને કોનું છોડવું એ પછી વાત છે. પણ પહેલાં તો પોતે ક્યાં ઊભો છે ? કે હું અશુદ્ધિમાં ઊભો છું. “અધમાઅધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું ? આ આવી જાય છે. આ પ્રકાર આવે છે. અને આ જ્યારે એને પોતાના દોષ સમજાય છે ત્યારે એનો આત્મા રડે છે કે અરે! હવે તારે કેટલું દુઃખી થાવું છે ? અનંત કાળથી રઝળ્યો, દુઃખી થયો અને ન સમજ તો હજી અનંત કાળ દુઃખના ડુંગરામાં ધકેલાઈ જઈશ. ક્યાં સુધી તારે દુઃખી થાવું છે ? એમ પોતે પોતાને સમજાવ્યા પછી બહાર આગળ નીકળી શકે એવું છે. મુમુક્ષુ :- આત્મા પોતાને જ્યારે સમજાવે છે તો... Page #102 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૧૪ - પૂજ્ય ભાઈશ્રી - નહિ, નહિ. એક વાર થયેલા દોષોનો અત્યંત પશ્ચાતાપ થાય છે પછી એ દોષની નિવૃત્તિ સંભવિત છે. નહિતર થયેલા દોષોનું અનુમોદન અને એનો આસવ ચાલુ છે. નળનો કોક ખુલ્લો છે, પાણી ચાલ્યું જ જાય છે, એમ છે. આચરણના અધિકારમાં પ્રાયશ્ચિતનો જે વિષય ચાલે છે એ એમ સંકેત કરે છે કે જે મુનિઓને, ધર્માત્માઓને ત્રણ કષાયનો અભાવ થઈ ગયો છે, પ્રચુર સ્વસંવેદન અને સ્વરૂપ સ્થિરતામાં જે બિરાજમાન છે, એવા મુનિઓ અલ્પ ચારિત્રનો દોષ થાય તો પણ ગુરુ પાસે એનું પ્રાયશ્ચિત માગે છે. એ એમ બતાવે છે કે જેને તીવ્ર દોષ થયા છે અને કેટલો પશ્ચાતાપ થાય તો એ દોષ નિવૃત્તિ થવા માટે એની તૈયારી અંદરમાં આત્મામાં થાય. કાચો રંગ છે એને ધોવા માટે પણ આટલી મહેનત કરે છે તો જેને વર્ષોનો લાગી ગયો છે, જામી ગયેલો કાટ છે, જામી ગયેલો કચરો છે, જામી ગયેલી ગંદકી છે, જામી ગયેલો રંગ છે, કાળો મશ જેવો, પેલો તો આછો રંગ છે તોપણ આવો પશ્ચાતાપ કરે છે. તો જેને કાઢવો છે એને કેટલો પશ્ચાતાપ અને કેટલું એને અંદરથી થાવું જોઈએ. એટલે બે શબ્દ વાપર્યા. અધમ શબ્દ ન વાપર્યો, અધમાઅધમ શબ્દ વાપર્યો. મુમુક્ષુ :- આ દિગંબરો માટે છે. પૂજ્ય ભાઈશ્રી :- નહિ, આ બધા માટે, બધા તમામ મિથ્યાષ્ટિને લાગુ પડે છે. જે જીવને પોતાને શુદ્ધ થવું છે એ બધાને લાગુ પડે છે. દિગંબર, શ્વેતામ્બર કોઈ અહીંયાં નથી. અહીંયાં તો બધા આત્મા જ છે. “આનંદઘનજીનું તો પદ ચાલે છે. મુમુક્ષુ :- જે સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ મળ્યા, સાચા સન્દુરુષ મળ્યા ત્યાં આ જીવ કાંઈ નથી કરતો. તો એને કેવી રીતે આત્મા ભળે ? પૂજ્ય ભાઈશ્રી :- હા, તો અધમાઅધમ જ થયો ને એ તો ! મળ્યા છતાં નથી કરતો. મુમુક્ષુ – એટલા માટે વિશેષ લાગુ પડે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. વિશેષ લાગુ પડે છે. એ તો દરેકે પોતા ઉપર વિશેષ જ લેવું પડે. જે હોય એ, ગમે ત્યાં ઊભો હોય, એણે એમ જ લેવું પડે કે હું અધમાઅધમ છું. એ વગર મારા દોષ કેવી રીતે ટળશે ? પરિપૂર્ણ નિર્દોષ થવું છે એનો અર્થ શું ? Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ચજહૃદય ભાગ-૫ કાંઈ શબ્દ થોડા છે, વાસ્તવિક્તાની વાત છે. મુમુક્ષુ :- વાગ્ટના રૂપમાં આ ન્યાય આવ્યો. પૂજ્ય ભાઈશ્રી - એમ છે. એ વગર એ દોષોમાંથી નિવૃત્તિ થવાની પર્યાયમાં કોઈ યોગ્યતા આવે જ નહિ. આવી શકે જ નહિ. એ તો જામી ગયેલો કાટ છે. એના માટે એના Solution અને Acid ને જે જેટલી દવાઓ નાખવી પડે એટલી નાખીને કાઢવું પડે. અનંત કાળથી એ બધું જમાવેલું છે, સહજ થઈ પડ્યું છે. મુમુક્ષુ :- આ ભૂમિકામાં કોઈ જીવ આવે તો પરદોષ જોવાનું જ ન થાય. પૂજ્ય ભાઈશ્રી - એને બીજાના દોષ દેખવાની માથાકૂટમાં ઊતરે જ શું કરવા ? મારે શુદ્ધ થવા માટે હું નવરો થઈ શકે એવું નથી તો બીજાનું ક્યાં હું જોઉં. મારું તો પહેલાં કાઠું, મારી સાર્ી કરવામાંથી જ હું નવરો થયો નથી. મુમુક્ષુ :- વકીલાતનું બધું ભણ્યા પછી ચોરી કરી એવું થયું પૂજ્ય ભાઈશ્રી - એના જેવું થઈ જાય પછી, એના જેવું થઈ જાય. મુમુક્ષુ :- શાસ્ત્ર વાંચીને એ પૂજ્ય ભાઈશ્રી - શાસ્ત્ર વાંચનારની તો ઔર જવાબદારી છે, વધારે જવાબદારી છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૫ પત્રાંક-૩૧૫ મુંબઈ, પોષ સુદ ૧૧, ૧૯૪૮ અમે કોઈ વાર કઈ કાવ્ય, પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તો પણ અપૂર્વવતુ માનવાં. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા. ઇચ્છીએ છીએ. એ જ. શ્રી બોધિસ્વરૂપના યથાયોગ્ય. ૩૧૫. “અમે કોઈ વાર કાંઈ કાવ્ય, પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તો પણ અપૂર્વવતુ માનવા.' ભલે કોઈ પદ લખ્યું હોય, કોઈ વાક્ય લખ્યું હોય, કોઈ કાવ્ય લખ્યું હોય. ચરણ એટલે એક કડીનો એક ભાગ એને ચરણ કહે છે. (દા.ત) “જિન થઈ જિનવરને આરાધ' તે પહેલું ચરણ. તે સહિ જિનવર હોવે તે બીજું ચરણ. પદની એક કડી છે. આખા પદનો એક વિભાગ એટલે એક કડી. એના ચાર ચરણ છે. “ભૂંગી ઇલિકાને ચટકાવે, અલ્પવિરામ કર્યું છે એ એક ચરણ છે. એક ચરણ લખ્યું હોય તો પણ ક્યાંય વાંચ્યું હોય, સાંભળ્યું હોય, ખબર હોય, તેનો અર્થ આવડતો હોય એમ કહેવું છે કે તમે વાંચ્યું હોય, સાંભળ્યું હોય એનો અર્થ સમજ્યા હોય પણ જયારે અમે તમને કોઈવાર લખીએ ત્યારે કોઈ અપૂર્વ અર્થનું ગ્રહણ કરવા માટે લખીએ છીએ એવો પહેલેથી અભિપ્રાય રાખીને વાંચજો. મને ખબર છે (એમ અભિપ્રાયમાં રાખીને નહિ વાંચતા). Page #105 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ ગુરુદેવ’નું પ્રવચન શરૂ થાય કે અગિયારમી ગાથા (ચાલવાની છે. (તો કહે, બરાબર છે ભૂતાર્થની ગાથા છે. ભૂતાર્થને આશ્રયે જીવ સમ્યફદૃષ્ટિ થાય છે, આ ગાથાની તો ખબર છે. આપણે ઘણીવાર સાંભળી છે. અને આપણા કોક કોક વિદ્વાન તો એવા સરસ છે કે “ગુરુદેવ’ કરતાં પણ એમાંથી વધારે અર્થ કરે છે. આવા માણસો નીકળે. કાલે એક ભાઈ મળી ગયા. મને કહે, એક આત્મા શુદ્ધ છે એના ઉપર તો કેટલા દિવસ પ્રવચન આપ્યું મેં ! એક શબ્દ ઉપર ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચપાંચ દિવસ પ્રવચન આપે. એક જ શબ્દ ઉપર પ્રવચન આપે. એમ નથી. આનો કોઈ અપૂર્વ અર્થ કાઢવો પડે છે. એ કોઈ શબ્દાર્થનો વિષય નથી. એનો ભાવ ઊંડો કેટલો જાય છે ? પદાર્થને સ્પર્શે છે કે નહિ ? પદાર્થદર્શન છે કે નહિ ? જ્ઞાનની અંદર પદાર્થ દશ્યમાન છે કે નહિ ? આ વસ્તુ માગે છે. એકલું કોઈ વક્તવ્ય છે એ તો વાક્ય જાળ છે). કહ્યું ને ? “વાક્ય જાળ બીજાં સૌ જાણે, એહ તત્ત્વ ચિત ચાવે અંદરમાં તત્ત્વને ચાવે-ઘૂંટે, એનો રસ લે. એ કરવા જેવું છે. અપૂર્વ માનવું એમ કહે છે. અમે ભલે તમને પ્રચલિત કોઈ વાત લખી હોય પણ કાંઈ અપૂર્વ અર્થ ગ્રહણ કરવા માટે લખી છે એમ તમે વિચારજો, એવો લક્ષ રાખજો. એટલે કે (ગૌણ નહિ કરતા). (ગૌણ કરવું એટલે એનો નિષેધ કરવો. ગૌણ કરવું એટલે એનો નકાર કરવો. એ બહુ ઓછાને ખબર છે. ગૌણ કરવું એનો અર્થ શું છે ? એનો નિષેધ થાય છે, એની અંદર નકાર આવે છે કે આ નહિ બીજું કાંઈક જોઈએ છે મારે, આ નહિ બીજું કાંઈક હજી જોઈએ છે. એમ એનો અર્થ થાય છે. આ નથી જોઈતું. મુમુક્ષુ :- પર્યાયને ગૌણ કરવી એટલે નકાર કરવો. પૂજ્ય ભાઈશ્રી - નકાર કરવો, નિષેધ કરવો. વ્યવહારને ગૌણ કરવો એટલે વ્યવહારનો નિષેધ કરવો. મુમુક્ષુ :- . પૂજ્ય ભાઈશ્રી :- એમ જ છે. એમ જ છે. એમ જ છે. બધે એમ લાગુ પડે છે. અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી.' કાંઈ કોઈક વાતના અનુસંધાનમાં લખ્યું છે કે આપ કાંઈક આમ કરો, તો કહે એવું કરવાની ઇચ્છા થાય એવી દશામાં પણ અમે નથી. ગમે એ આ પત્રની અંદર Page #106 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૧૫ અરસપરસ ચાલી છે એટલે એની ના લખી છે. સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. એ વાત સાથે લીધી છે. એક બાજુ સહજ કહે છે, બીજી બાજુ એને વિકટ દર્શાવે છે. સ્વરૂપ સહજમાં છે કેમકે પોતાનું જ સ્વરૂપ છે, કારણ પરમાત્મારૂપે પોતાનો જ સ્વભાવ છે, પોતે જ કારણ છે. એવું સ્વરૂપ સહજમાં હોવા છતાં અનાદિથી તે અપ્રાપ્ય છે. એ વાત પણ નક્કી જ છે કે અનંત કાળ સુધી એની પ્રાપ્તિ નથી થઈ એ વાત પાકી છે. એટલે સહેલામાં સહેલો ઉપાય એ છે કે જ્ઞાનીના ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. સહજ હોવા છતાં વિકટ પણ છે કે કોઈ જીવ જ્ઞાનીના ચરણસેવન સિવાય પ્રાપ્ત કરવા જાય તો પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે અને જ્ઞાનીના ચરણ સેવનમાં એ પ્રાપ્ત થાય એવું છે. એ વાત તો એ વીસમા વર્ષથી નાખતા આવે છે. આ તો પચ્ચીસમું ચાલે છે. આત્માને પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પરમાત્મસ્વરૂપ એવો આત્મા તેનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે. પરંતુ તે ધ્યાવન સત્પરુષના ચરણકમળની વિનય ઉપાસના વિના થતું નથી. આ સર્વશ્રેષ્ઠ નિગ્રંથ પ્રવચન છે. એવી વાત વીસમા વર્ષમાં નાખી છે. મુમુક્ષુ - ચરણસેવન એટલે . જ્ઞાનીનો ઉપદેશ જે હોય એને સાંભળીએ તેનું આચરણ કરીએ... - પૂજ્ય ભાઈશ્રી - જ્ઞાનીને જ્ઞાની તરીકે ઓળખીને એનું બહુમાન થાય, બહુમાન આવે એ એનું ચરણ સેવન છે. લોકો ચરણ એટલે આ પગ સમજે છે. ચરણના ઘણા અર્થ છે. ચરણ એટલે પગ થાય, ચરણ એટલે વચન થાય. વચનને પણ ચરણ કહેવાય છે. અને ચરણ એટલે આચરણ. આચરણને પણ ચરણ કહેવાય છે. દ્રવ્યાનુસારી ચરણમ્, ચરણાનુસારી દ્રવ્યમૂ-પ્રવચનસાર આઠમો કળશ છે. એમ ચરણના ઘણા અર્થ છે. અહીંયાં ચરણનો અર્થ એટલો લેવો કે બહુમાન થવું તે. ચરણસેવા કોણ કરે ? પગની સેવા કોણ કરે ? આ તો નિકૃષ્ટ અંગ છે, આ ઉત્કૃષ્ટ અંગ છે–મસ્તક છે તે ઉત્કૃષ્ટ અંગ છે. ચરણ છે તે નિકષ્ટ અંગ છે. નથી કહેતા ? અમે તો ગુરુની ચરણરજ છીએ. શિષ્ય ગુરુનો મહિમા કરે ત્યારે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ચજહૃદય ભાગ-૫ શું કહે છે ? કે અમે તો શ્રીગુરુની ચરણરજ છીએ. તો કહે, એમના પગ ઉપર લાગેલી જે ધૂડ છે ત્યાં અમારું સ્થાન છે. એટલી પોતાની નમ્રતા બતાવે છે. તો નમ્રતાનો અર્થ શું છે ? કે એટલું અમને બહુમાન છે એમાં નમ્રતા ઊભી થાય છે. બહુમાન વગર નમ્રતા ક્યાંથી આવવાની ? એ બહુમાનનું સૂચક છે. - યથાર્થપણે બહુમાન ક્યારે આવે ? કે જ્યારે ઓળખાણ થાય ત્યારે જ આવે. એ સિવાય બહુમાન આવે એ બધું ઓથે ઓધે છે. એ તો જિનેન્દ્રદેવના સમવસરણમાં કલ્પવૃક્ષના ફૂલ અને મણિરત્નના દીવાથી ભક્તિ-આરતી કરી છે કે નથી કરી? પૂજા ને આરતી કરી છે નથી કરી ? બધું ઓથે ઓથે અનંતવાર કર્યું છે. જ્ઞાની અનંતવાર મળ્યા અને જ્ઞાનીના બાહ્ય ચરણની સેવા પણ અનંત વાર કરી. પગચંપી કરી, ચરણ ધોયા બધું કર્યું, પણ ઓળખ્યા વિના ભાવ નહિ આવે એમાં. ઓળખાણ વગર ભાવ ક્યાંથી આવશે? મુમુક્ષુ – ચરણ એટલે જ્ઞાનીના વચન અનુસાર જ અનુસરવું. પૂજ્ય ભાઈશ્રી - અનુસરવું. પણ એ વચન અનુસાર ક્યારે અનુસરે ? બહુમાન આવે તો. એટલે તો કહ્યું કે, અમે એક કાવ્ય, પદ કે ચરણ લખ્યું તો અપૂર્વ માનજો એ ક્યાંથી આવશે? એની અપૂર્વતા ક્યારે આવશે ? પૂજ્ય બહેનશ્રી ચર્ચા કરે છે ત્યારે કોઈવાર કહે છે, આજે પણ કહે છે કે, “ગુરુદેવના પ્રવચનો સાંભળતાં અપૂર્વ અપૂર્વ લાગ્યા કરતું.’ પ્રવચનો એમણે તો વર્ષો સુધી સાંભળ્યા, ૪પ વર્ષ સાંભળ્યા. હવે એની એ વાત તો ઘણીવાર આવતી હોય. કંઈ બધી વાત કલાકે કલાકે નવી જ વાત આવે કાંઈ બને ? તેની તે વાત તો ઘણીવાર આવતી હોય. અપૂર્વ કેમ લાગે છે ? કે અપૂર્વ તત્ત્વ જે આત્મા એનો ભાવ એમાં એમને દેખાય છે. એ વચનમાં એ ભાવ દેખાય છે. બસ ! પછી મહિમા આવે જ, મહિમા કરવો નથી પડતો. મુમુક્ષુ - અત્યાર સુધી ખરેખર જ્ઞાનીની ઓળખાણ નથી થઈ. પૂજ્ય ભાઈશ્રી - એકવાર પણ નથી થઈ. અનંત કાળમાં આત્મા તો ઓળખ્યો નથી પણ એ તો ગુપ્ત તત્ત્વ છે, શક્તિરૂપ અને સામર્થ્યરૂપ તત્ત્વ છે, ન જડે જલ્દી, પણ બહારમાં જે પ્રગટ સત્ છે, આ આત્મા તો અપ્રગટ સત્ છે, પ્રગટ સતુ છે એની એકવાર પણ ઓળખાણ નથી થતી. એકેય વાર નથી કરી. અનંત વાર સંયોગ થયો, અનંત વાર ઓથે ઓથે બહુમાન કર્યું પણ) એકવાર ઓળખાણ નથી કરી. Page #108 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૫ ૮૯ એકવાર ઓળખાણ કરી હોય તો આ દશા ન હોય, અત્યારે છે એ દશા ન હોય. આ સીધી વાત છે. પ્રશ્ન :– ઓળખાણમાં બીજું શું હોય ? સમાધાન :– ઓળખાણમાં એમના જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે પરિણામ છે એ સાધક દશા છે અને એનું સંધાન એમના સિદ્ધપદ સાથે છે. આ વસ્તુ સમજાવી જોઈએ, એ વસ્તુ પરખાવી જોઈએ. ઓળખાણ એ ઓળખાણ છે. માણસ નથી કહેતા કે ફ્લાણા ભાઈ મારા ઓળખીતા છે. એમને હું સાંગોપાંગ ઓળખું છું. એ આમ બોલ્યા પણ એ તમે ન સમજો એ શું કરવા એમ બોલ્યા છે. એમ કેમ ખબર પડે છે ? જેનો ઘણો પરિચય છે એની કોઈ એક વાતનો ખાસ અર્થ ઓળખાણવાળો કાઢી. શકે અને બીજો અંદરથી બીજું કાઢે એવું બને છે કે નથી બનતું ? જેને પિરચય નથી એ તો સામાન્ય અર્થ કાઢશે. જેને ઓળખાણ છે એ આગળપાછળની બધી. સંધિ પકડશે કે-નહિ ? એમ ઓળખાણ તો બહુ મોટી ખાણ છે. એટલે અહીં ઓળખાણપૂર્વકનો જે મહિમા આવે છે; ‘શ્રીમદ્ભુ'એ તો Guarantee જ આપી છે કે જે જ્ઞાનીને ઓળખે છે તે ક્રમે કરીને જ્ઞાની થાય છે. અથવા જે શાનીને ઓળખે છે તે ક્રમે કરીને જેની ઓળખાણ થઈ છે એવી દશાને પ્રાપ્ત કરે છે. Guaranteed વાત કરી છે. અને એના માટેની જે પાત્રતા છે એ વગર એ વસ્તુનો ખ્યાલ આવતો નથી. પાત્રતા વગર ૫૦ વર્ષ સાંભળ્યા પછી ન ઓળખે એવી પરિસ્થિતિ રહી જાય. ૫૦ વર્ષ સાંભળે અને પછી ન ઓળખે એવી સ્થિતિ રહી જાય. (કોઈ એમ કહે), અમે તો જ્ઞાની તરીકે અને ગુરુ તરીકે જ સાંભળવા બેસતા હતા. બધું ઓઘે ઓઘે જાય. મુમુક્ષુ :– ઓળખ્યા હો તો અત્યારે આ સ્થિતિ ન હોય. પૂજ્ય ભાઈશ્રી :- આ સ્થિતિ ન હોય. સીધી વાત છે. ઓઘસંશા મિથ્યાત્વનો ત્યાગ ન થવા છે. ઓઘસંજ્ઞા ઓળખાણ ન થવા દે. અથવા ઓઘસંજ્ઞાનો બીજો અર્થ એવો છે, બહુ વાસ્તવિક વ્યવહારુ અર્થ કરીએ તો એવો છે કે, જે જીવને સંતોષ થઈ ગયો, સંતોષ પકડાઈ ગયો અને જે જીવને હવે વાસ્તવિક પ્રાપ્તિ કરવા માટેનો પ્રયત્ન નથી કરવો ને પડ્યું રહેવું છે જ્યાં છે ત્યાં ને ત્યાં, એનું નામ ઓઘસંશા છે. આપણને તો જ્ઞાની મળી ગયા. આપણને તો શાસ્ત્ર અને તત્ત્વ મળી ગયા અને Page #109 -------------------------------------------------------------------------- ________________ . ૦૨ રાજહૃદય ભાગ-૫ આપણે આ બધું વાંચ્યા કરીએ અને સાંભળ્યા કરીએ. ત્યાંને ત્યાં પડ્યા રહેવું છે. જેને પ્રાપ્ત કરવા માટેની કોઈ અંદરથી પછી ભાવના રહેતી નથી. ઉ૫૨ ઉપરની ભાવનાથી બધું કર્યે જાય છે અને જોતો નથી કે મને આ પ્રાપ્ત થતું નથી. આટલો સમય ગયો..... આટલો સમય ગયો... પણ હું ખાલી ને ખાલી જ છું. એ ઓઘસંશામાં પડ્યો રહે છે. એનો અર્થ કે એને દરકાર જ નથી. પોતાની અપ્રાપ્તિની દરકાર નથી થઈ, દરકાર ઊડી ગઈ છે ત્યારે ઓઘસંજ્ઞા રહી જાય છે. પછી ઓઘસંજ્ઞાએ બધી. ધર્મની ક્રિયા કરે. શાસ્ત્રવાંચન, પૂજા-ભક્તિ-દાન-દયા યાત્રાથી માંડીને બધું કરે. પણ બધું ઓઘસંજ્ઞામાં રહીને કરે. એ કોઈ રીતે દરકાર વગરનો જીવ ઉપેક્ષા કરે છે. ઉપેક્ષા કરે છે એને પ્રાપ્તિ થવાનો પ્રશ્ન કેવી રીતે હોઈ શકે ? પ્રાપ્ત થાય એને એ વાત કેવી રીતે હોઈ શકે ? આ પરિસ્થિતિ અનંત કાળથી ચાલે છે. સમજીને નિવૃત્ત કરવા જેવી છે. પ્રશ્ન :- તત્ત્વ શું એ બરાબર સમજે અને એને માટે અંગીકાર કરવા પુરુષાર્થ ન કરે તો એ ઓઘસંજ્ઞાને કા૨ણે ? સમાધાન :- ઓઘસંજ્ઞાને કારણે. પોતે એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે એવી જ સમજણનો વિષય છે. સમજણમાં એ વાત ગર્ભિત છે. યથાર્થ સમજણમાં પુરુષાર્થ ગર્ભિત છે. પુરુષાર્થ વિના સમજણ યથાર્થ નથી. સમજણ પોતે જ પુરુષાર્થની ઉત્પાદક છે. જો પુરુષાર્થની ઉત્પાદક સમજણ નથી તો એ સમજણ યથાર્થ નથી. પછી ઓઘસંશામાં પડ્યો રહેશે. મારું સમજવું બરાબર છે અને સમજવું બરાબર કેમ એને લાગે ? કે શાસ્ત્ર સાથે મેળવી છે. ન્યાય, યુક્તિ, આગમ, તર્ક બધું એને મેળ ખાય જાય અને સંતોષ પકડી લે કે બરાબર છે, હું બરાબર સમજું છું. પણ ઓઘસંશામાં જ હોય. એ ઓઘસંશા મિથ્યાત્વને છોડવા નહિ દે, સત્પુરુષને ઓળખવા નહિ દે. ‘શ્રીમદ્ભુ’ એ ત્રણ વાત લીધી છે. આગળ આવશે. ત્રણ વાત લીધી છે. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ આ ત્રણ એવી ચીજ છે કે જે સત્ની ઓળખાણ ન થવા દે. છે. ૪૪૯ (પત્ર છે), પાનું ૩૭૨. વૈરાગ્યાદિ સાધનસંપન્ન ભાઈ કૃષ્ણદાસ ખંભાત' કૃષ્ણદાસ કરીને કોઈ વૈરાગી ભાઈ છે એને બહુ વિસ્તા૨થી ૨૬ માં વર્ષમાં પત્ર લખ્યો છે. પાંચમો પેરેગ્રાફ લ્યો. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંશા, ઓઘસંશા - Page #110 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૫ ૯૧ અને અસત્સંગ એ કારણો છે. જીવ શાસ્ત્ર વાંચે છે, ભિન્ન ભિન્ન પ્રકારે આત્માનો વિચાર કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારે એ આત્માની કલ્પના કરે છે, એમ કહે છે. શું કરે છે ? શાસ્ત્ર વાંચીને આત્માને કહ્યું છે કે, મારો આત્મા આવો છે એવી કલ્પના કરે છે. કોઈ કાંઈ કહ્યું છે. કોઈ કાંઈ કહ્યું છે. કોઈ કાંઈ કહ્યું છે. અનેક જીવને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વર્તે છે. તેનું કારણ, એવું વિચારવામાં કલ્પનાયુક્ત (કારણ) ઊભું થાય છે. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. કાં તો જીવની નજર લોકો સામે છે કે લોકોમાં શું દેખાશે ? લોકો કઈ નજરે મને જોશે ? કાં તો જીવની સંજ્ઞા ઓઘસંજ્ઞા છે, દરકાર નથી મને પ્રાપ્તિ છે કે નથી પ્રાપ્તિ. અને અસત્સંગ. કાં તો અવગુણી મનુષ્યો પ્રત્યે, અવગુણી જીવો પ્રત્યે એને પ્રીતિ થાય છે કે મારે કામનો છે, આ માણસ માટે કામનો છે, ભલે એનામાં અવગુણ રહ્યો પણ મારે કામનો છે. એ કદી આત્માને ન વિચારી શકે. આત્માને વિચારવા જાય તો એને કલ્પના જ થાય, બીજું કાંઈ ન થાય. મુમુક્ષ - આ બે તો અંદરના ભાવ છે. આ બહારનો પ્રવૃત્તિરૂપ ભાવ છે. - પૂજ્ય ભાઈશ્રી :- હા, પણ પોતાનો ભાવ તો અંદરનો છે ને પ્રીતિરૂપ ભાવ તો પોતાનો છે ને એનું નિમિત્ત બહાર છે. એ તો લોકસંજ્ઞામાં પણ નિમિત્ત એવા) લોકો તો બહાર જ છે ને ! લોકસંજ્ઞાના ભાવનું નિમિત્ત કોણ છે ? સમાજ છે. નિમિત્ત ભલે બહારનું હોય, ઓઘસંજ્ઞાની અંદર બીજું કાંઈ બહારનું નિમિત્ત નથી પણ અંદર ને અંદર પોતે સંતોષ પામી ગયો છે. અંદર ને અંદર હું સમજું છું એમ કરીને એ પોતે આગળ નથી વધતો, દરકાર નથી કરતો. પેલામાં બન્નેમાં બહારના નિમિત્ત છે. એ ત્રણે કારણોમાં ઉદ્યશીન થયા વિના, નિ:સત્વ એટલે જેમાં કાંઈ માલ નથી. નમાલી. નિ:સત્વ એટલે જેમાં કાંઈ માલ નથી. “એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયા. સમાજમાં માન મળે. આ.હા.! ઘણું તપ કર્યું. ઘણું કાર્ય કર્યું. “સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્વ એવા અસતુશાસ્ત્ર...” કલ્પિતશાસ્ત્રો અને અસગર' એટલે ખોટા ગુ–મિથ્યાદષ્ટિ. જે આત્મસ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે..... આત્મસ્વરૂપને આવરણના એ મુખ્ય કારણો છે. તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપનો... પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને Page #111 -------------------------------------------------------------------------- ________________ • રાજહૃદય ભાગ-૫ કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી. સાક્ષાત્ જ્ઞાની હોય, આત્મસ્વરૂપને દર્શાવનારા એમના વચનો હોય તો પણ ઉપરના કારણોને લીધે જીવ એનો યથાર્થ વિચાર કરી શકવા માટે બળવાન થતો નથી. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગને લીધે આ પરિસ્થિતિ ઊભી થાય છે. મુમુક્ષુ - લોકસંજ્ઞા અને અસત્સંગ એ બને આત્મઘાતી છે. પૂજ્ય ભાઈશ્રી - ત્રણે આત્મઘાતી છે. ઓઘસંજ્ઞા પણ આત્મઘાતી જ છે. ત્રણે આત્મઘાતી છે. ત્રણે કારણ લેવા. એક્ટ કારણ ઓછું ન લેવું. કેમકે ઓઘસંજ્ઞામાં અનંત કાળ ગયો છે, ઓઘસંજ્ઞામાં અનંત કાળ રહ્યો છે. અને અત્યારે પણ એ પોતાનું અવલોકન શરૂ ન કરે એનો અર્થ કે એને દરકાર નથી અને ઓઘસંજ્ઞામાં રહેવા ઇચ્છે છે, એ ચાહે છે કે હું ઓઘસંજ્ઞામાં રહી જાઉં. આ ઘાત છે. મુમુક્ષુ :- નાક બોળવા જેવું છે. પૂજ્ય ભાઈશ્રી :- એમ જ છે, એમ જ છે. મુમુક્ષુ – જ્ઞાનીના વચનો મળે તો પણ વિચાર નથી કરતો. પૂજ્ય ભાઈશ્રી :- નથી કરી શકતો અને એ સીધી વાત છે, આપણને તો લાગુ પડે એવી વાત છે, એ વાત આપણને લાગુ પડે એવી છે. એ તો મુમુક્ષુઓની સામે એમણે પોતાના અનુભવનો નીચોડ કાઢીને મૂક્યો છે. બહુ અનુભવી પુરુષ અનુભવથી મૂકેલી વાત છે ને ! મુમુક્ષુને સીધી વાત લખે છે. એ “કૃષ્ણદાસ ગમે તે હોય, આપણે કૃષ્ણદાસ થઈ જવું પડે એવું છે. એવી વાત છે. મુમુક્ષુ :- જેમને પત્ર લખ્યો છે એ “કૃષ્ણદાસજી ની પાત્રતા જોઈને લખ્યો છે. પૂજ્ય ભાઈશ્રી - ચોક્કસ, ચોક્સ. એ એમનું બહુ ઊંડું જ્ઞાન હતું. એ સંબંધમાં એમના જ્ઞાનની નિર્મળતા, એમના જ્ઞાનની સામાની પાત્રતાને માપવાની જે ક્ષમતા છે, એ અનુમાન ન થઈ શકે એવો વિષય છે. સાધારણ જીવનું અનુમાન ટૂંકું પડે એવી વાત છે. ન પહોંચી શકે એવી વાત છે. જબરજસ્ત સમર્થ હતા પોતે ! જે જે વાતો લખી છે એ ઘણી અનુભવથી લખી છે અને સામા જીવને પણ અત્યંત ઉપકારી થાય એવી રીતે લખી છે. નહિતર એ તો મૌન થઈ જતા, કહેતા નહિ, બોલતા નહિ. સામાની પાત્રતા ન જોવે તો બોલે નહિ. વાત ન કરે. એને જિજ્ઞાસા. જગાડવા એકાદો ચોંટકો ભરી લે કો'કવાર પણ પછી ન જાગે તો થઈ રહ્યું. હવે Page #112 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૫ તું પણ સૂઈ જા, હું પણ સૂઈ જાવ છું. - ઘરે ત્યાં માટુંગામાં એક એમના સંબંધી હતા એ આવી ગયા હતા પણ સંબંધી એટલે પછી સગાની દૃષ્ટિએ તો મુખ્યપણે જુએ અને જ્ઞાની તરીકે માને કે બરાબર છે આપણા સગા છે અને વળી જ્ઞાની છે. બહુ સરસ. આપણે તો સારું એમના ઘરે ઊતરવાની જગ્યા છે. ઊતર્યા એમને ત્યાં. આખો દિવસ કાંઈ જિજ્ઞાસા નહિ એટલે કાંઈ વાત તત્ત્વની કાઢે નહિ. સાંજે વાળુ કરીને સૂઈ ગયા. એમને એવું થયું કે આવ્યો છે આ કારણે આ માણસ, એણે વાત કરેલી કે હું આ કારણે આવું છું. પણ જિજ્ઞાસા હોય તો કાઢે ને વાત ? વગર જિજ્ઞાસાએ રેડવાનો કાંઈ અર્થ નહિ. એ તો બહુ એ બાબતમાં જોખી જોખીને જ દેતા હતા. એમ થયું કે આને જિજ્ઞાસા નથી પણ જરા જિજ્ઞાસા થાય તો Try કરી જોઈએ. કેમ તરસબરસ લાગી છે ? તૃષા લાગી છે ? તો કહે કે કેમ આમ વાત કરો છો ? આપણે તો ચોવીહાર કરી લીધો. એનો અર્થ કે એ લોકો એ દિવસોમાં ચોવિહાર કરતા હતા. અફવા એવી બીજી હતી કે રાત્રે ખાય છે, ફ્લાણું છે ને ઢીંકણું છે. લોકો તો નજીક ન જાય એટલે સાધુ લોકો તો ઉડાડે કે કોઈ એની પાસે જાય નહિ. ચોવિહાર વાળી લીધો છે. હવે પાણી પીવાની આપે કેવી રીતે પીવાની વાત કરી ? કાંઈ સમજાણું નહિ. તો (કૃપાળુદેવ) કહે, કાંઈ નહિ. સૂઈ જાવ. એમને એટલી ખબર નથી કે ચોવિહાર વાળી લીધો છે ને હું પાણી પીવાનું એને કેમ પૂછું ? પણ તૃષા એટલે જિજ્ઞાસા કાંઈ છે એમ એમને પૂછ્યું. બિચારા એકદમ સ્થૂળ વિચારમાં હતા એટલે) સમજી ન શક્યા. પતી ગયું. હવે એને જ્ઞાનીનો યોગ થયો કે ન થયો? આ એની વાત નથી. આ જેટલા ઓઘસંજ્ઞાએ શાનીનો આપણે સમાગમ કરીએ છીએ એ બધાની એ જ વાત છે. એ તૃષાની વાત આવે છે અને આપણે ચોવિહારની વાત સંભારીએ છીએ. કાંઈ એમની વાતને અને આપણી વાતને લેવા-દેવા રહેતી નથી. આવું છે. બહુ વિચારવા જેવો વિષય છે. - મુમુક્ષુ - ઓઘસંજ્ઞા ન જાય તો પાત્રતા ન આવે. પૂજ્ય ભાઈશ્રી :- પાત્રતા ન આવે, પાત્રતા ન આવે. આ ત્રણે અપાત્રતાના લક્ષણ છે. લોકસંજ્ઞા અપાત્રતાનું લક્ષણ છે, ઓઘસંજ્ઞા અપાત્રતાનું લક્ષણ છે અને અસત્સંગ પણ અપાત્રતાનું લક્ષણ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુ :- પહેલાં લોકસંજ્ઞા જાય પછી અસત્સંગ જાય. પહેલાં બે વસ્તુનો ત્યાગ કરીને પછી સત્સંગ કરવા જેવો છે. પૂજ્ય ભાઈશ્રી - હા, નહિતર તને અસત્સંગ રહી જશે. એવો વિષય છે. માર્ગદર્શન તો ઘણું આપ્યું છે. મુમુક્ષુ - લોકસંજ્ઞા ભાવનાને પ્રગટ ન થવા દે. ભાવના પણ પ્રગટ ન હોય. પૂજ્ય ભાઈશ્રી :- લોકસંજ્ઞાવાળાને તો પોતાનું લક્ષ જ ન થાય. પરલક્ષ જ દઢ રહે. લોકસંજ્ઞામાં પરલક્ષની દઢતા રહેલી છે. સ્વલક્ષ જ ન થવા દે. ત્યારે આ વિષય જ એકલો સ્વલક્ષી છે, એકાંત સ્વલક્ષી વાત છે આ બધી. જેને એમ કહીએ ને કે, ભાઈ ! નિશાળમાં જેને અભ્યાસ કરવા બેસવું એણે બીજી વાતો ન કરવી, અભ્યાસમાં લક્ષ રાખવું. એના જેવી આ વાત છે કે આ માર્ગમાં આવવું એણે પરલક્ષ ન રાખવું, પોતાનું લક્ષ રાખવું. એવી પહેલી જ વાત છે આ. મુમુક્ષ - પોતે મુમુક્ષુ છે કે નહિ એ નક્કી કરવાનો વારો છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, નક્કી કરવાનો વારો છે. નામથી કાંઈ મુમુક્ષુ નથી થઈ જવાતું. એવું છે. પ્રશ્ન :- કાળકૂટ ઝેર છે ? * સમાધાન :- હા, લોકસંજ્ઞાનો તો એમણે બહુ નિષેધ કર્યો છે. કાળકૂટ ઝેર છે, હળાહળ ઝેર છે એમ જાણ્યા વિના નહિ છૂટે. કેમકે એ એક એવી છેતરામણી વસ્તુ છે કે પોતે જે કાંઈ કરે છે એ લોકોને ખ્યાલમાં આવે છે કે નહિ એ તો એને જાળવી જ રાખવું છે. હું શાસ્ત્રવચન કરું છું. હું દાન આપું છું, હું દર્શન કરવા આવું છું, હું “સોનગઢ' જાવ છું, હું વધારે જાવ છું, ઓછો જાવ છું, ફલાણું, ઢીકણું બધું. બધી એને લોકો ઉપર જ નજર રહે. મુમુક્ષુ - માન કષાયને પોષવાની વાત છે. પૂજ્ય ભાઈશ્રી - માન કષાય તો પડ્યો જ છે પણ લોકસંજ્ઞા તો એક એવી ગ્રંથી છે કે જેને કાળકૂટ ઝેર, હળાહળ ઝેર ન જાણે તો જીવ છોડી જ ન શકે. એટલે એનું અત્યંત નુકસાન ન સમજે, બહુ મોટું નુકસાન છે એમ ન સમજે તો સમાજની દષ્ટિ જીવ છોડી ન શકે, લોકષ્ટિ છોડી જ ન શકે. એવી લોકસંજ્ઞા બહુ ભયંકર વસ્તુ છે.. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫ પત્રાંક-૩૧૫ એટલે લોકસંજ્ઞાએ કોઈ સુકાર્ય કરતા હોય તો અચકાવું. સત્કાર્ય કરતા હો તો અચકાવું કે આ લોકસંજ્ઞાએ કેમ કરું છું? આ સત્કાર્યની અંદર મને લોકસંજ્ઞા નુકસાન કિરશે. પ્રશ્ન :- સત્કાર્ય કેવી રીતે કરવું જોઈએ ? સમાધાન :- સત્કાર્ય એક આત્મલક્ષે કરવું. બીજું કોઈ લક્ષ ન રાખવું. મારા આત્માની શુદ્ધિ સિવાય મારે બીજું કાંઈ લક્ષ નથી), મારું લક્ષબિંદુ બીજું કાંઈ નથી. એક જ લક્ષબિંદુ હોવું જોઈએ તો બધી જગ્યાએથી નિર્દોષ રહી જાય. અને નહિતર સપડાયા વિના રહે નહિ ક્યાંક ને ક્યાંક એવો ફસાય કે એને ખબર ન હોય હું ક્યાં ફસાણો છું, એની જ ખબર ન હોય. નીકળે કેવી રીતે ? એટલે જ્ઞાનીના ચરણસેવનની વાત લીધી છે કે જો જ્ઞાનીના અંતેવાસી થઈને રહે, ચરણસેવનનો અર્થ એ છે, એના સમીપવાસી રહે. જે પાત્રતાને લઈને જ્ઞાનીને એના પ્રત્યે ઘણી કરણાદૃષ્ટિ રહે તો જ્ઞાની અને ક્યાંક ભૂલ થતી હોય તો અટકાવે કે આમ નહિ, આમ નહિ. એટલે ચરણસેવનની વાત લીધી છે. કેમકે પોતાને ખબર નહિ પડે હું ક્યાં ભૂલ કરું છું. પોતાની ભૂલ પોતાને નહિ દેખાય એ સંભવિત છે. એટલે પોતાના રોગનો ઈલાજ તો એણે કુશળ વૈદ પાસે જ કરાવવો એટલી ભલામણ છે આની અંદર છે. એટલે (કહે છે), સ્વરૂપ સહજમાં હોવા છતાં પણ “જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભારીએ છીએ. પોતાની ભાવના તો વિશેષ વિશેષપણે સંયમની રહે છે. સ્વરૂપમાં લીન થઈ જઈએ એવો જે આત્મસંયમ એને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ.’ પરિપૂર્ણ વીતરાગતા ઇચ્છીએ છીએ. “એ જ. શ્રી બોધસ્વરૂપના યથાયોગ્ય.’ એમ કરીને પોતે પોતાની આત્મભાવનાને ભાવી છે. સંક્ષેપમાં પત્ર છે પણ ઘણી વાત લખી ગયા છે. અહીં સુધી રાખીએ. Page #115 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૧૬ મુંબઈ, પોષ વદ ૩, રવિ, ૧૯૪૮ એક પરિનામકે ન કરતા દરવ દોઈ, | દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દવે ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ, કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.' સમયસાર . bWd તા. ૨૧-૧૧-૧૯૮૯, પ્રવચન ને. ૮૭ 33 પત્રક – ૩૧૬ અને ૭૧૭. board શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૧૬. સમયસારનું બનારસીદાસજી રચિત એક પદ છે અહીંયાં. કર્તા-કર્મ અધિકારનો વિષય છે. અહીંયાં પહેલીવાર સોભાગભાઈની સાથે દ્રવ્યાનુયોગનો વિષય છેડ્યો છે. અહીં સુધી ઉપદેશબોધનો વિષય ચાલ્યો છે. સિદ્ધાંતબોધનો વિષય પહેલવહેલો અહીંથી શરૂ કર્યો છે અને એ “સમયસારથી શરૂ કર્યો છે. એનો અર્થ એ થયો કે આ પહેલાં સમયસાર એમણે પોતે અધ્યયન કરેલું છે. સમયસાર અને સમયસાર નાટક બને. આ બનારસીદાસજી'નું “નાટક Page #116 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૬ સમયસારનું પદ છે એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ; એક કરતૃતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરત હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ; જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરત હૈ.' પદાર્થ અને પદાર્થના પરિણામની કર્તા-કર્મપણાની વ્યવસ્થા કેવી છે ? અને જીવ અને પુગલનો એકક્ષેત્રાવગાહી સંયોગ હોવા છતાં પણ બંને પોતપોતાના પરિણામે પરિણમે છે. એટલી સ્પષ્ટતા આ પદમાં કરી છે. ૩૧૭ પત્રમાં પોતે એકે એક લીટીનો અર્થ કર્યો છે. આપણે સંક્ષેપમાં આનો અર્થ કરી લઈએ. વિસ્તારથી તો પાછો ૩૧૭ પત્રમાં એ જ વિષય છે. “એક પરિનામકે ન કરતા દરવ દોઈ. પરિણામ એક હોય અને બે દ્રવ્ય એને કરે એમ બનતું નથી, એમ હોતું નથી. જેમકે જીવનો રાગ. તો જીવ પણ કરે અને કર્મનો ઉદય પણ કરે. એમ બે દ્રવ્ય થઈને એક પરિણામને કરે એમ બનતું નથી. અથવા શરીરની ક્રિયા, આ બોલવાની ક્રિયા લ્યો. એ બોલવાની ક્રિયા પુદ્ગલ વચનવર્ગણા પણ કરે અને જીવ પણ કરે એમ બે થઈને નથી કરતા. એક પરિણામના. કર્તા બે દ્રવ્ય હોઈ શકતા નથી. વચનના પરિણામ પુદ્ગલ વચનવર્ગણા પરિણમીને કરે છે. એમાં જીવના પરિણમનનો અભાવ છે એમ કહેવું છે. જીવના રાગના પરિણમનમાં જીવ રાગ રૂપે પરિણમે છે એમાં કર્મના ઉદયના પરિણમનનો અભાવ છે. કર્મના સત્તાના પરિણમનનો તો પ્રશ્ન નથી. કાર્મણ વર્ગણાના કર્મનો પ્રશ્ન નથી. ઉદયમાં જે નિમિત્ત ગણાય છે એનો પણ એમાં અભાવ છે. દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત એમ કહે છે કે, એક પરિણામના કર્તા બે દ્રવ્ય હોઈ શકે નહિ. એક પરિણામનું કર્તા એક જ દ્રવ્ય હોય, કદી બે દ્રવ્ય સાથે મળીને એક પરિણામ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ રાજહૃદય ભાગ-૫ કરે એવું બનતું નથી, બની શકતું પણ નથી. આ સિદ્ધાંત છે. દ્રવ્યાનુયોગનો આ સિદ્ધાંત છે. મુમુક્ષુ - કેવી વિચક્ષણતાથી સોભાગભાઈ ને મા પૂજ્ય ભાઈશ્રી - અહીંથી હવે શરૂઆત કરી. ઉપદેશબોધમાં અહીં સુધીની Training આપ્યા પછી, કેળવણી આપ્યા પછી હવે સિદ્ધાંતબોધ શરૂ કરે છે. મમત્વ છોડવું એમ તો બધા કહે છે કે ભાઈ ! જીવે સંસારમાં ક્યાંય કોઈ સંયોગિક પદાર્થ ઉપર અથવા કર્મના ઉદયે આવી મળેલા સંયોગો ઉપર આ જીવે મમત્વ કરવા જેવું નથી. તે પદાર્થો સચેત, અચેત, સચેત-અચેત મિશ્ર ત્રણ પ્રકારે હોય છે. એમાં કોઈ ઉપર આ જીવે મમત્વ કરવા જેવું નથી આવો ઉપદેશ છે અને એ સર્વસામાન્ય ઉપદેશ બધા જ ધર્મોમાં છે. પણ કોઈ ધર્મની અંદર, જૈન ધર્મ સિવાય, બે પદાર્થ ભિન્ન હોવાથી તે મમત્વ કરવા યોગ્ય નથી એવા સિદ્ધાંતના આધારે ઉપદેશ નથી. જડ અને ચૈતન્ય સર્વથા જુદાં છે. કોઈ પરિણામનું કોઈ કાંઈ કરી શકે નહિ. સંયોગિક પદાર્થનું જીવ કાંઈ ન કરી શકે, સંયોગિક પદાર્થો જીવનું–પોતાનું કાંઈ ન કરી શકે, એવી વસ્તુસ્થિતિ હોવાથી મમત્વ એ કરવું એ દુઃખદાયક છે અને નિર્મમત્વ થવું એ જ સુખદાયક છે. એ વસ્તુસ્થિતિને આધારિત ઉપદેશ છે. એ પ્રકાર ખરેખર ઉપદેશનો છે એટલે ત્યાંથી એ વાત લેવી છે. દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ? અને જીવ પણ બે પરિણામને ન કરે. દોઇ પરિણામ-બે પરિણામને એટલે જીવના અને પુદ્ગલના પરિણામને કોઈ એક દ્રવ્ય કરે એમ પણ નથી બનતું. માણસ આહાર લે છે. આહાર લેવાના પરિણામ પુદ્ગલ પણ કરે અને જીવ પણ કરે, જીવ અને પરિણામ કરે–જીવ આહારનો રાગ પણ કરે અને જીવ કોળિયો લઈને પેટમાં પણ ઉતારે. એમ બંને પરિણામને એક દ્રવ્ય ન કરે. જીવ બનેના કાર્ય ન કરે. જીવ આહારનો રાગ પણ કરે અને જીવ આહારના પરમાણુનું ક્ષેત્રમંતર પણ કરે. ચાવવાનો રાગ પણ કરે અને ચાવે, બન્ને પરિણામ) એક જીવ ન કરી શકે. આહારના પરમાણુ મોઢામાં આવ્યા તો એ ચાવવાનો અને રોગ થાય છે કે હું ચાવું. વિકલ્પ ઊઠે છે કે આહારને ચાવું. એવો રાગ પણ કરે અને દાંત, જડબું. Page #118 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૧૬ જીભ, હોઠ બધું ચલાવવાની ક્રિયા પણ જીવ કરે, એમ બે પરિણામ, બે દ્રવ્યના પરિણામ જીવ એક ન કરે. તેમ એક પુગલ દ્રવ્ય કર્મનો ઉદય આવે એ ઉદયના પરિણામને પણ કરે અને જીવના રાગને પણ કરે એમ ન બને. જીવને રાગ પણ કરાવે અને પોતાના ઉદયના પણ પરિણામ) કરે. એમ એક દ્રવ્ય કદી બે પરિણામ ધારણ કરતા નથી. જીવ જીવના પરિણામને ધારણ કરે. પુગલ, પુગલ પરિણામને ધારણ કરે. જીવ, જીવના અને પુદ્ગલ બંનેના પરિણામને ધારણ કરે, પુગલ જીવ અને પુદ્ગલના પરિણામને ધારણ કરે એવું બનતું નથી. ' પ્રશ્ન :- પુદ્ગલને પરિણામ હોય છે ? . સમાધાન :- હા, પુદ્ગલને પરિણામ છે જ ને. આ Plastic ના પરિણામ છે, આ લાકડાના પરિણામ છે, બને પુદ્ગલ છે. પ્રશ્ન :- બને કરે છે ? સમાધાન :- કર્યા વગર કેવી રીતે થાય ? પરિણામે જો ન પરિણમે તો આ જૂનું થયું, આ નવું થયું (એ) કેમ થાય ? મકાન જૂનું થયું પણ કોણે કર્યું? નવું થયું ત્યારે તો એમ કહીએ કે કડિયાએ કર્યું. પણ જૂનું કોણે કર્યું? પુગલ પરિણમ્યા. પુગલ પરિણમ્યા. આપણે એમ કહીએ કે આ દૂધ બગડી ગયું. ઘરમાં દૂધ પડ્યું હોય, બગડી ગયું. કોણે બગાડ્યું ? મેળવણ નાખીને દહીં બનાવે ત્યારે તો પોતે ધણી થાય કે દૂધમાંથી મેં દહીં બનાવ્યું. પણ હવે દૂધ બગડી ગયું. કોણે બગાડ્યું? પુદ્ગલ પરિણમ્યા કે ન પરિણમ્યા? મુમુક્ષુ - દૂધ મેળવવાની ઈચ્છા હતી ને ? - પૂજ્ય ભાઈશ્રી :- ઇચ્છા હોય તો પરિણમે એવું કોઈ બંધન નથી. પરિણમન છએ દ્રવ્યને છે. એમાં ઇચ્છા એક જીવને થાય છે. પુદગલ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશિતાય અને કાળાણું, આ પાંચને ઇચ્છા નથી. કેમકે એ જડ પદાર્થ છે. જડ પદાર્થને ઇચ્છા નથી, જડ પદાર્થને સુખ-દુખ નથી. કેમકે એ જીવના ધર્મ છે. એ પુગલના કે અજીવના ધર્મ નથી એટલે એમાં પ્રકારના પરિણામ નથી થતા. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ રાજહૃદય ભાગ-૫ પોતાના ગુણધર્મ અનુસાર પરિણામ એ દ્રવ્યને થાય છે. સમયે સમયે કોઈ છ દ્રવ્યમાંથી એકપણ દ્રવ્ય પરિણમન વિનાનું નથી. પરિણમન થયા જ કરે છે. પરિણમનનું ચક્ર અટકતું નથી. તેમ પરિણમનનું ચક્ર અટકે અને એને ચાલુ કરવું પડે એવું પણ નથી, ચાલતું જ રહે છે. આ વસ્તુસ્થિતિ છે. મુમુક્ષુ – પરિણમન થયા જ કરે છે. પૂજ્ય ભાઈશ્રી - બસ ! થયા જ કરે છે. એના ક્રમ પ્રમાણે થયા જ કરે છે. પ્રશ્ન :- કાંઈ આઘુંપાછું કરી શકાય ? સમાધાન :- નહિ, કાંઈ કરી શકાય નહિ. જે સ્વયં થાય છે એને કરી શું શકાય? જે સ્વયં થઈ રહ્યું છે એને શું કરી શકાય ? કે કાંઈ કરી શકાય નહિ. એટલે બે પરિણામને એટલે બે પદાર્થના પરિણામને એક દ્રવ્ય ધારણ કરતું નથી. અથવા એક દ્રવ્ય એક સમયે પણ બે પરિણામને ધારણ કરતું નથી. એમ બંને લઈ શકાય. એક જીવદ્રવ્ય ચેતન અને અચેતન એમ બે પરિણામ, એમ લેવું છે. અહીંયાં તો જડ-ચેતનની ભિનતા લેવી છે ને ! એટલે એક ને એકમાં બે પરિણામનું અહીંયાં અર્થઘટન નથી લેવું. એક કરતી. કરતૂતી એટલે ક્રિયા. ક્રિયા એટલે શું ? પરિણામનું બદલવું. એક પર્યાયમાંથી બીજી પયય થાય. આ બાળક સમય જતા યુવાન થાય છે. મોટો થાય છે ને ? તો જીવનું ક્ષેત્ર પણ લંબાણું, શરીરનું ક્ષેત્ર પણ મોટું થયું. બરાબર ? પરમાણુએ પરમાણુનું કાર્ય કર્યું છે, જીવે જીવનું કાર્ય કર્યું છે. જીવ પરમાણુનું નથી કર્યું. પરમાણુનું જીવે નથી કર્યું. એ જે પર્યાય પલટાણી એમાં એક ક્રિયાને “એક કરતૂતી દોઈ દર્વ કબહું ન કરે. એક ક્રિયા છે, કોઈ એકની ક્રિયા બીજું દ્રવ્ય ન કરે. એકની ક્રિયા બીજું દ્રવ્ય ન કરે. એટલે કે એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં પલટાવાનું કાર્ય કોઈ ન કરી શકે. પરિણામ અને પરિણામની ક્રિયા એમ જુદું જુદું પાડ્યું. એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહિ. અથવા જીવને રાગ કરવાનો હોય ત્યારે બે જીવ અને પુદ્ગલ થઈને રાગ કરે, બે ભેગા થઈને પલટાવે એમ પણ નહિ. એમ પણ નહિ. મુમુક્ષુ :- બહારથી એવું લાગે કે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પત્રાંક-૩૧૬ - પૂજ્ય ભાઈશ્રી :- હા, બહારથી એવું લાગે કે બે જણાએ ભેગા થઈને આ કામ કર્યું. જ્યારે ભૂખ લાગી હતી ત્યારે ખાધું. ખાધું ત્યારે જીવ અને પુદ્ગલે ભેગા થઈને કામ કર્યું અને સુધાને મટાડી. એવું નથી, એમ કહે છે. મુમુક્ષુ - જીવનો સહકાર ન હોય તો કામ કેવી રીતે થાય ? પૂજ્ય ભાઈશ્રી :- પણ ન હોય તો એ પ્રશ્ન નથી. ભૂખ લાગી અને જીવને આહાર લેવાની ઈચ્છા થઈ પણ એ વખતે તૈયાર ન હોય, આહાર મળે એવી પરિસ્થિતિ ન હોય તો જીવ શું કરે ? ઘણા ભૂખે મરી જાય છે. જીવ શું કરે એમાં ? એને ભૂખ્યા રહીને મરવું છે ? એથી કાંઈ એવું નથી કે જીવ કરી શકે છે. કોઈ પદાર્થની ક્રિયા, બીજા પદાર્થની ક્રિયા જીવ કરી શકે છે એ વસ્તુસ્થિતિ નથી, એમ કહેવું છે. | દોઈ કરતિ એક દર્વ ન કરતુ હૈ.” અને બે ક્રિયા-જીવની ક્રિયા અને પુદ્ગલની ક્રિયા. ક્રિયા એટલે એક પરિણામમાંથી પલટીને બીજા પરિણામમાં લઈ જવું તે. એવું પણ એક દ્રવ્ય કદી ન કરે. હવે જીવ પુદ્ગલ ઉપર એ ઉતારે છે. જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દો. જીવ અને પુગલ એક ક્ષેત્રમાં અવગાહન કરીને રહેલા છે. કર્મના અને નોકર્મના પગલો, શરીરના, શરીરરૂપી નોકર્મ, બીજા પણ નોકર્મ છે પણ એક ક્ષેત્રમાં તો શરીર છે અને એક ક્ષેત્રમાં બીજા કર્મ પરમાણ છે. તૈજસના પરમાણુ છે. એમ ત્રણ જાતના પુગલના પરમાણુ અને જીવ એક ક્ષેત્રમાં રહેલા છે. બંને એક ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. આકાશની અપેક્ષાએ, હોં. બાકી પુદ્ગલના પરમાણુમાં જીવ નથી જતો અને જીવમાં, જીવના પ્રદેશમાં પુગલ પરમાણુનો પ્રવેશ નથી થતો. કોઈ પોલાણ નથી. પુદ્ગલ પરમાણુમાં એવું પોલાણ નથી કે એમાં જીવ જઈ શકે. જીવમાં ક્યાંય એવું પોલાણ નથી કે પુદ્ગલ જઈ શકે. પણ આકાશ છે, જે ક્ષેત્રે આકાશ છે, એ જ ક્ષેત્રે, એ જ આકાશના ક્ષેત્રે જીવ પણ હોય. એ જ આકાશના ક્ષેત્રે પદ્દગલ પણ હોય. એને એકક્ષેત્રાવગાહી કહે છે. એક એટલે આકાશનું ક્ષેત્ર લેવું. એકબીજાનું નહિ. એટલે એમાં નિમિત્ત-ઉપાદાન ઉતારાય છે કે અવગાહનમાં આકાશ નિમિત્ત છે. તો નિમિત્ત અપેક્ષાએ બંને એક ક્ષેત્રે રહેલા છે, ઉપદનની અપેક્ષાએ બંને પોતપોતાના ક્ષેત્રમાં રહેલા છે. કોઈના ક્ષેત્રમાં કોઈ રહ્યું નથી. કોઈના ક્ષેત્રમાં કોઈ જાતું નથી, પ્રવેશતું નથી, સ્પર્શતું નથી, એમ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ રાજહૃદય ભાગ-૫ “જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપને અપને રૂપ, કોઉ ન ટરત ” કોઈ પોતાનું રૂપ છોડતું નથી, ટાળતું નથી. એક ક્ષેત્રે રહેવા છતાં જીવ પુદ્ગલ રૂપે થતો નથી. પુદ્ગલ જીવ રૂપે થતા નથી. લોકોની અંદર બોલાય છે એમ કે, ભાઈ ! આ જીવતું શરીર છે અને આ મડદું છે. શું બોલાય છે ? આ જીવતું શરીર છે અને આ મડદું છે, જીવ વિનાનું છે. તો એ સંયોગ જીવનો છે અને સંયોગ જીવનો નથી એટલું ત્યાં સમજવાનું છે. પણ શરીર જીવતું છે એમ સમજવાનું નથી. શરીર તો મડદું જ છે. જીવ જ્યારે સંયોગમાં છે ત્યારે શરીર મડદું જ છે. ત્યારે શરીર કાંઈ જીવતું નથી. પણ માણસ તકે કરે છે કે, જ્યારે સંયોગમાં જીવ છે ત્યારે શરીર બહુ સારું દેખાય છે. જ્યારે શરીરમાં જીવ નથી ત્યારે શરીર બિહામણું દેખાય છે, સારું નથી દેખાતું, વિકૃત દેખાય છે અથવા વિકૃત થઈ જાય છે. માટે નક્કી કાંઈક જીવ અને પુદ્ગલને એકબીજાનું રૂપ આપવાનું કારણ હોવું જોઈએ. અહીંયાં એની ના પાડે છે કે બંને એક ક્ષેત્રે રહેલા હોવા છતાં કોઈ પોતાના રૂપથી ટળતું નથી, કોઈ પોતાનું રૂપ છોડીને બીજામાં જાતું નથી, બીજારૂપે થતું નથી. જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ' કરતા હૈ પુદ્ગલ. જડ પરિણામને તો પુદ્ગલ જ કરે છે. પુદ્ગલ પોતે જ જડના પરિણામને કરે છે. જોયું ? ઈચ્છા અને અનિચ્છાનો સવાલ નથી અહીંયાં. જડને ક્યાં ઇચ્છા છે કે હું આવી રીતે થાઉં, પણ એ પ્રશ્ન નથી. એ કુદરતી જ બને છે. પાણીમાંથી વરાળ થઈ. આ વાદળા થયા. તો પાણીના પરમાણુ વાદળારૂપે સ્વયં થયા છે. કોઈએ બનાવ્યા નથી, કોઈ કરવા નથી ગયું. તેમાં પાણીના પરમાણુની ઈચ્છા નથી કે હું વાદળું થાઉં. વાદળું વરસે છે અને નથી વરસતું એમાં એને કાંઈ ઈચ્છા નથી. ન ઇચ્છા થાય ત્યારે ન વરસે અને ઇચ્છા થાય ત્યારે વરસે એવું નથી. વરસવા યોગ્ય પરિસ્થિતિમાં વરસી જાય. ન વરસવા યોગ્ય પરિસ્થિતિમાં પોતે જ નથી વરસતું. એ પરિસ્થિતિ પોતાની પોતે જ કરે છે. કોઈ એની ઇચ્છાથી, કોઈની ઇચ્છાથી કાંઈ થાતું નથી. એટલે જડ પરિણામનો કર્તા પુદ્ગલ છે. ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ: ચિદાનંદ એવો આત્મા છે એ ચૈતન્ય સ્વભાવે આચરણ કરે છે નામ પરિણમન કરે છે. એવો એનો સાદો અર્થ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૬ - ૧૦૩ મુમુક્ષ - એક કારણના અનેક કારણ હોય છે, શાસ્ત્રમાં એમ આવે છે. પૂજ્ય ભાઈશ્રી - નિમિત્ત અપેક્ષાએ એને કારણનો ઉપચાર કરાય છે. પણ શાસ્ત્રમાં બન્ને વાત આવી કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કે પરિણામ ન કરે અને શાસ્ત્રમાં બીજી વાત આવી, જે તદ્દન વિરુદ્ધ લાગે કે એકના કારણમાં બીજું કારણ છે, એકના કાર્યમાં બીજું કારણ છે. અનેક કારણમાં. આપણે એમ લ્યો ને કે જ્યારે ભૂખ લાગી હતી ત્યારે આહાર લેવાની ક્રિયા થઈ. ભૂખ નહોતી લાગી ત્યાં સુધી આહાર લેવાની ક્રિયા નહોતી થતી. જીવ કારણ ખરો કે નહિ? નિમિત્ત કારણ કહી શકાય, ખરેખર કારણ નહિ. નિમિત્ત કારણનો અર્થ કે ખરેખર કારણ નહિ. આમ લેવું. | ફોટો પડે છે કે માણસનો ? કેમેરામાં ફોટો પડે છે કે નહિ ? જેવો માણસ હોય એવી જ બરાબર એની મુખાકૃતિ આવે છે. બરાબર છે ? ડાઘ હોય તો ડાઘ આવે. તલ હોય તો તલ આવે. બરાબર ? જેવા હોઠ હોય, જેવું નાક હોય, જેવી આંખ હોય, એવો ચહેરો, મહોરો જે પ્રકારે હોય બરાબર એવું સામે થઈ જાય છે. એ બધું ચિતરામણ પુગલનું છે કે નહિ ? જેનો ફોટો પાડ્યો એણે શું કર્યું ? કાંઈ નથી કર્યું ? કારણ ખરો કે નહિ ? એ ફોટામાં જેનો ફોટો લીધો એ કારણ ખરું કે નહિ ? એણે કાંઈ કર્યું તો નથી જ. એ તો નક્કી વાત છે. એને ખબર પણ નથી. ફોટો પાડે તો ખબર પડે એવું કાંઈ નથી. બરાબર ? એ કારણ ખરું કે નહિ ? જો તમે કારણની સદંતર ના પાડો તો એમાં એનો જ ફોટો કેમ આવ્યો અને બીજાનો ન આવ્યો ? તો ફોટો તમારો પાડે અને મારું મોઢું આવવું જોઈએ. કારણ કે તમે કારણ નથી એના. એમ નહિ થાય. તમારા ફોટામાં નિમિત્ત અપેક્ષાએ તમે જ કારણ છો અને હું કારણ નથી. છતાં તમે કાંઈ કર્યું નથી. અંદરની ફિલ્મ ઉપર અને એ ફિલ્મ ઉપરથી કાગળ ઉપર Positive કાઢી. કચકડાની ફિલ્મ ઉપર તો Negative આવી અને એના ઉપરથી કાગળ ઉપર Positive આવ્યું. એમાં તમે કાંઈ કર્યું નથી. તમે ક્યાંય ફરો છો અને ક્રિયા ક્યાંય થાય છે. કાંઈ લેવા દેવા ખરી ? મુમુક્ષુ :- Negative નો અસર Positive ઉપર આવે છે. પૂજ્ય ભાઈશ્રી - Negative નો અસર પણ Positive ઉપર નહિ એમ કહે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ રાજહૃદય ભાગ-૫ Negative ને કાંઈ ખબર નથી. Negative ના પરમાણુને કાંઈ ખબર નથી Positive ના પરમાણુ કેમ પરિણમે છે. આવું છે. એટલે કારણ નિમિત્ત અપેક્ષાએ કહેવામાત્ર છે. ખરેખર નથી એટલા માટે કે એ પરિણમતા નથી. એ દ્રવ્યો એ રીતે પરિણમતા નથી. એ પરમાણુ દ્રવ્ય છે એનું એ પરિણમન નથી, એ ભિન્ન દ્રવ્યનું પરિણમન છે. આ વાત જગતને ગળે ન ઊતરે એવી છે. કેમકે જગતમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધે એટલા બધા કાર્યો થાય છે કે આખા જગતનો વ્યવહાર એના ઉપર ચાલે છે. આખા જગતનો વ્યવહાર જ એના ઉપર, સંસારનો વ્યવહાર એના ઉપર ચાલે છે. અને આખા સંસારને ઊથલાવી નાખે એવી આ વાત છે અને સંસારને ઊથલાવ્યા વિના મોક્ષ થાય એવું નથી. સંસાર પણ રહે અને મોક્ષ પણ રહે એમ બે વાત બને એવું નથી. બન્ને વિપરીત છે. મુમુક્ષુ : પૂજ્ય ભાઈશ્રી :– એ તો કો'કવાર જીવ હોયને (તોપણ) નથી ફરતી, તો શું કરો ? ફેરવવી હોય તોપણ ન ફરે તો શું કરો ? થાય છે ને એવા રોગ થાય છે. પોતે આંખની પાંપણ ન ચલવી શકે, કીકી ન ચલવી શકે, કાંઈ નહિ, ડોળા ફાટ્યા રહે. જીવતો હોય માણસ, કાંઈ ન થાય. ... મુમુક્ષુ : રોગનું કારણ જાણીને તો માણસ ... પૂજ્ય ભાઈશ્રી :– ભલે રોગનું કારણ જાણવું. પણ જીવ છે અને નથી કરી શકતો એ વાત તો સાબિત થાય છે કે નહિ ? Point એટલો છે કે જીવ કરી શકે કે ન કરી શકે ? રોગ-નીરોગતા તો બીજી વાત છે. જીવ નથી કરી શકતો એ હકીકત છે કે નહિ ? એટલી વાત છે. મુમુક્ષુ – Paralysisમાં જીવ હોય છતાં ન કરી શકે. પૂજ્ય ભાઈશ્રી :- આ હાથ-પગ ખોટા પડે છે કે નહિ ? પોતાના હાથ-પગને બોલના. બોલવું છે પણ ભાઈ નથી ચલાવી શકતો, બોલી નથી શકતો. લવા વળે બોલી શકતા નથી. વાણી કરી શકતો હોય તો શા માટે નથી બોલી શકતો ? અને આ કોર્ટમાં જુબાની દે છે ત્યાં તો રોગનું બહાનું કાઢો છો કે મારે બોલવું હતું આમ ને બોલાઈ ગયું આમ. શું કહે ? અથવા મારે જે કહેવું હતું એ હું રજુ ન કરી શક્યો Page #124 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૧૬ ૧૦૫ એ હું કબૂલ કરું છું. એમ કહે છે કે નથી કહેતા ? અથવા બોલવું નહોતું જોઈતું એ બોલાઈ ગયું. આ બધું બને છે કે નથી બનતું ? કેમ એમ થાય છે ? (કેમકે) સ્વતંત્ર છે. જો જીવ વાણી કરી શકતો હોય તો સારામાં સારો વક્તા છે એવા બધા જ થઈ શકે. એક વક્તા બહુ સારો છે સારામાં સારું એકદમ સુંદર વક્તવ્ય આપી શકે છે, તો એવું બધા કેમ ન આપી શકે ? બીજા કેમ એમ નથી કરી શકતા ? કરી શકતા હોય તો બધા કરે. પણ એ એક સ્વતંત્ર પરિણમન છે. એ એના જીવના અધિકારનો વિષય નથી તો વળી બીજાના અધિકારના વિષયનો તો પ્રશ્ન રહેતો નથી. મુમુક્ષુ :- Treatmentના તો ઘણા ભાવ છે પણ ઘણાને નથી થતું. પૂજ્ય ભાઈશ્રી :- દવા નથી લાગુ પડતી. ડોક્ટર એમ કહે કે આ દવા આ રોગ ઉપર અક્સિર સાબિત થયેલી છે. હજારો રોગ મટ્યા છે. તમને નથી મટતો, ભાઈ ! અમે કબૂલ કરીએ છીએ કે તમને આ દવા લાગુ નથી પડતી. શું કરવા નથી લાગુ પડતી ? એનું કોઈ કારણ નથી. સ્વતંત્ર પરિણમન છે. આ લ્યો ને માણસ લખે છે ને ? તો કોને પોતાના અક્ષર સારા નથી રાખવા ? કોઈ ઈચ્છે છે કે મારા અક્ષર ખરાબ હોય ? કેમ સારા નથી કરી શકતા ? બધાયના અક્ષર જુદાં જુદાં. એકનો બીજા સાથે મેળ ન ખાય. કરવા જાય તોપણ એની સહી ન કરી શકે. કરી શકતો હોય તો તો બધું કરે. પણ) કરી શકાતું નથી. એવા તો હજારો દાખલા છે કે નથી કરી શકાતું. પણ પેલા જે સંયોગિક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જે કાર્યો થાય છે એ મુખ્ય થાય તો આ વસ્તુ માણસ સ્વીકારી ન શકે. આ વસ્તુ સ્વીકારે તો તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધનું યથાર્થ જ્ઞાન થાય. પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધને કર્તા-કર્મ સંબંધ તરીકે સ્વીકારી લીધો છે, પહેલેથી અણસમજણથી જ સ્વીકારી લીધો છે, એ કર્તા-કર્મપણાનો અભિપ્રાય ન છૂટે તો એને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમજાતો નથી. ભિન્નતા સમજે તો એને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમજાય એટલી વાત છે. મુમુક્ષુ :- ... ધમસ્તિકાય નિમિત્ત કારણ છે ? મૂળ કારણ નથી ? પૂજ્ય ભાઈશ્રી :- હા. મૂળ કારણ નથી. એ સ્વયં ઊડે તો. નહોતું ઊડવું ત્યારે ધમસ્તિકાય નહોતું ? કેમ એને ઉડાડ્યું નહિ ? એટલે ધમસ્તિકાયની વ્યાખ્યા એમ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ચજહૃદય ભાગ-૫ આવે છે કે, “જીવ અને પુદ્ગલ સ્વયે ગતિમાન થાય ત્યારે જે નિમિત્ત થાય તેવા દ્રવ્યને, ગતિમાં નિમિત્ત પડે એવા દ્રવ્યને ધમસ્તિકાય કહે છે. જીવ અને પુદ્ગલ, ગતિમાન એવા જીવ અને પુદ્ગલ સ્વયં સ્થિર થાય ત્યારે સ્થિરતાને નિમિત્ત અધમસ્તિકાય થાય છે. એમ એની વ્યાખ્યા એ પ્રકારની છે. મુમુક્ષુ - પૂજ્ય ભાઈશ્રી - હા, છોડાવે છે ને. એ ઈશ્વરકતમાં આવી ગયા છે એટલે હવે હાથમાં સિદ્ધાંતબોધ લીધો છે. એટલે હવે (કહે છે). પરિસ્થિતિ આ છે. આ જૈનદર્શનની વસ્તુસ્થિતિને દર્શાવતો આ એક દ્રવ્યાનુયોગનો આખો વિષય છે અને સિદ્ધાંતનો એ પાયાનો વિષય છે. જ્યાં સુધી દ્રવ્યાનુયોગના સિદ્ધાંતને ન સમજે ત્યાં સુધી ઉપદેશબોધમાં ટકી નહિ શકે. ઉપદેશબોધ ક્ષણજીવી નિવડશે. બીજું, કે ત્યાં સુધી ઉપદેશબોધને એકાંતે અનુસરવા જાય તો પર દ્રવ્યનું એટલે અસત્ ક્રિયાનું અહમ્પણું ઉત્પન્ન થયા વિના નહિ રહે. જેમકે એક માણસ ધર્મબુદ્ધિથી ઉપવાસ કરે છે. રોગ થાય, તાવ આવે અને લાંઘણ કરવી પડે એમ નહિ. ધર્મબુદ્ધિથી ઉપવાસ કરે છે કે, મારે આજે આહાર નથી લેવો. હવે જો એને દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનું જ્ઞાન નથી કે જીવ પુદ્ગલના પરમાણુ ઉપર કોઈ અધિકાર રાખી શકતો નથી, એની કોઈ ક્રિયા પોતે કરી શકતો નથી. તો મેં આહારનો ત્યાગ કર્યો એવો અધિકાર આહારના પરમાણુ ઉપર એનો આવ્યા. રહેશે નહિ. કે મારા ઘરમાં આહારના ચોખા, દાળ, લોટ બધું હતું છતા મેં આહાર ન કર્યો. ઘરમાં બીજા માણસો માટે રસોઈ કરી હતી છતાં મેં આહાર ન લીધો, મેં ગ્રહણ ન કર્યો. એ પ્રકારનો પુદ્ગલ પર્યાય ઉપરનો પોતાનો જે અધિકાર, એ અધિકાર નહિ છોડી શકે. મેં છોડ્યું, મારું હતું ને છોડ્યું. એમ લેશે. હવે ત્યાગ તો મમત્વ છોડવા માટે છે. ત્યાગ શું કરવા કરાવે છે ? કે મમત્વના ત્યાગ અર્થે પદાર્થોનો ત્યાગ છે. જે જીવ) નિમિત્તોને માત્ર જ છોડે છે, એ શું કરે છે ? કે સર્પને મારવા માટે સર્પના દર ઉપર લાકડી માર્યા કરે છે અને રાજી થાય છે કે મેં આજ તો સર્પના દર ઉપર એટલી બધી લાકડી મારી છે ને કે હવે સર્પ કરડવા નહિ આવે. સર્પ દરમાં ચાલ્યો ગયો, લાકડી મારી દર ઉપર. હવે મને સર્પ નહિ કરડે. કેમકે મેં બહુ લાકડી Page #126 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૬ ૧૦૭ મારી છે, એને બહુ માર્યો છે. પણ સર્પ અંદર એમ ને એમ જીવતો જ છે. એમ મમત્ત્વનો સર્પ ઊભો રહે છે અને બહાર લાકડી માર્યા કરે છે. આ છોડી દ્યો. આ છોડી દ્યો... આ છોડી દ્યો. અંદર રસ એમનેમ પડ્યો છે, મમત્વનો ભાવ એમને એમ પડ્યો છે. કેમકે મારા છે ને મેં છોડ્યા, મારા પૈસા મેં દાનમાં આપ્યા, મારા આહારના પરમાણુ હોવા છતા મેં ગ્રહણ ન કર્યા. એટલે અસતુ–પોતામાં સતું નથી. સતુ એટલે હોવાપણે. પોતામાં નથી એવા પદાર્થને વિષે અહમ્પણું કરી લીધું. એને અસક્રિયાનું અભિમાન કહે છે. એટલે દ્રવ્યાનુયોગ સમજ્યા વિના ઉપદેશને અનુસરવા જાય તો અનુસરતા અનુસરતા ગૃહીત મિથ્યાત્વનું પાપ અને અહંતા આદિનો અવગુણ, એ અવગુણો ઉત્પન થયા વિના રહે નહિ. આ પરિસ્થિતિ છે. લોકો સમન્વય કરે છે. જુઓ ! જૈનધર્મની અંદર જે ત્યાગીઓ, મુનિઓ છે એ પંચ મહાવ્રત પાળે છે. તો બૌદ્ધ ધર્મની અંદર પાંચ યમ છે. અહીંયાં પાંચ મહાવ્રત છે તો ત્યાં પાંચ યમ છે. આનું કાર્ય તો બધા ધર્મની અંદર છે. ભાઈ ! બહુ મોટો ફેર છે. એની પાસે વસ્તુનું વિજ્ઞાન નથી અને વિજ્ઞાનને આધારિત એનું અનુસરણ. નથી. અહીંયાં વસ્તુવિજ્ઞાનને પાયામાં રાખીને એના આશ્રયે–એના આધારે–એનું અનુસરણ છે. એમ આચરણ આચરણમાં ઉત્તર-દક્ષિણનો તફાવત છે. એનો સમન્વય કોઈ નથી કરતું. એ અંદરનો વિષય છે. બાહ્યદૃષ્ટિથી માત્ર બાહ્યક્રિયાની સરખામણી કરે છે. અંદરના પરિણામને, વિજ્ઞાનને કોઈ સમજતું નથી. એટલે જૈનદર્શનમાં પાયામાંથી જ દ્રવ્યાનુયોગની શરૂઆત કરવામાં આવે છે. પછી સમ્યગ્દર્શન થાય છે, પછી સમ્યફજ્ઞાન થાય છે અને સમ્યફચારિત્ર થાય છે. મુમુક્ષુ - દ્રવ્ય એટલે એ પૂજ્ય ભાઈશ્રી - દ્રવ્ય એટલે પદાર્થ. એનો અનુયોગ એટલે એની વિચારણા. એના ભેદ-પ્રભેદોની વિચારણા, એના વિજ્ઞાનની વિચારણા, એના ગુણધર્મોની પરિસ્થિતિનો બયાન, એને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રાજહૃદય ભાગ ૫ પત્રાંક-૩૧૭ મુંબઈ, પોષ વદ ૯, રવિ, ૧૯૪૮ એક પરિનામકે ન કરતા દરવ દોઈ, વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કોઈ પ્રકારે ડ થઈને પરિણમે નહીં, અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં; એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં; અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતનપરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે. દોઈ પરિનામ એક દર્દ ન ધરતુ હૈ; તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદ્ગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં, અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં; માટે બે પ્રકારનાં Page #128 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૧૭ ૧૦૯ પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, - બે પરિણામને ધારણ કરી શકે નહીં. એક કરતૂતિ દઈ દર્વ કબહું ન કરે, માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય, તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને કે નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે ? અથતુ ન જ કરે. “દોઈ કરતુતિ એક દર્વ ન કરત હૈ તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં માટે “જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દો, જીવ અને પુગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તો પણ “અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે - “જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે. કારણ છે કે તે દેહાદિ જડ છે; અને જડપરિણામ તો પુદ્ગલને વિષે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ - બીજ પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે – ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.' Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ચજહૃદય ભાગ-૫ કાવ્યક્તનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ છે છે. સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે મટે, અને પર રવસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકમાં લખી છે. જો કે, ને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે. આપનું પતું ૧ ગઈ પરમે મળ્યું છે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે; પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ અને તે વિશેષ ગહન હોય છે. સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમને ઇચ્છીએ છીએ.. પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાત લખશો. આજીવિકાના દુખને માટે આપ લખો છો તે સત્ય છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી, મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ. એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી. જગતમાં સાતું નથી. વધારે શું લખીએ ? જાણો છો. અત્રે સમાગમ હો એમ તો ઇચ્છીએ. એ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી. લિ. યથાર્થ બોધસ્વરૂપના ય. Page #130 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૭ ૧૧૧ હવે ૩૧૭ લઈએ. હવે પત્રની અંદર એક એક લીટીનો અર્થ શ્રીમદ્જી પોતે કરે છે. છ દિવસ પછી એ પત્ર લખ્યો છે. પોષ વદ ત્રીજે એ પદ લખી નાખ્યું. પોષ વદ નોમે એક એક લીટીનો અર્થ કરીને પત્રમાં સ્પષ્ટીકરણ આપે છે. “એક પરિનામકે ન કરતા દરવ દોઈ, વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે.' વસ્તુ પોતાના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ છોડીને બહાર જઈને પરિણમન કરી શકે નહિ. વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ એટલે સિદ્ધાંત છે, એવી વસ્તુસ્થિતિ છે. પોતાનું સ્વરૂપ એટલે પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાનો કાળ, પોતાનો ભાવ. આની બહાર ન જઈ શકે. “જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે. જીવનું મુખ્ય પરિણમન શું છે ? જ્ઞાન અથવા ચૈતન્ય. અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. આ સંક્ષેપમાં લીધું. અનેક ગુણોના પેટા ભેદ...ભેદ લેવાને બદલે જડ અને ચેતન લીધા). ચેતન ચેતનપણે પરિણમે. જડ જડપણે પરિણમે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં? હવે જો જીવ જડ પરિણામે ન પરિણમે તો શરીરથી માંડીને, આહારથી માંડીને પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગની બધી ક્રિયાઓમાં ચેતન પરિણમ્યું કે જડ પરિણમ્યું ? કે જડની ક્રિયામાં જડ પરિણમ્યું છે, ચેતન પરિણમ્યું નથી. એવી વસ્તુની મર્યાદા છેઆ મર્યાદા તોડીને, આ મર્યાદાથી આગળ વધીને કોઈ પદાર્થ કાર્ય કરી શકતા જ નથી. કોઈ ઇચ્છે, કોઈ ન ઇચ્છે, કોઈ માને, કોઈ ન માને એની સાથે પદાર્થ બંધાયેલો નથી. એમ આપણે કહે છે ને કે ભાઈ ! તમે કાયદો તોડો છે એટલે કાંઈ કાયદો તૂટી જતો નથી. કાયદો તોડવાનો અપરાધ તમને થાય છે. તમે કાયદા પ્રમાણે નથી વર્તતા તો કાયદો તોડવાનો અપરાધ તમને થાય છે, પણ એથી કાંઈ કાનૂન તૂટતો નથી. એમ પદાર્થની જે મર્યાદા છે એ ન સ્વીકારવામાં આવે. માટે એ પદાથે પોતાની મર્યાદાને તોડીને આગળ કામ કરે છે. એવું બનતું નથી, બની શકતું નથી. તો કહે પણ ભલે ન બને, અમારે તો એમ જ કરવું છે. અમારે તો જડના કાર્યો કરવા છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ચજહૃદય ભાગ-૫ અમારે તો જગતના બધા કાર્યો કરવા છે, ભલે ન થઈ શકતા હોય. તો કહે છે, દુખી થઈશ, બીજું કાંઈ નહીં થાય. એનું ફળ શું આવશે ? દુઃખ થવું એ આવશે. જે નથી થઈ શકતું એ કરવા ધારે તો દુઃખી થાય, બીજું કાંઈ થાય નહિ એમ છે. એ રીતે તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહિ; એવી વસ્તુની મર્યાદા છે' એમ કોઈ દિવસ તો થાય ને કોઈ કાળે તો થાય ને ? અમુક પરિસ્થિતિમાં તો થાય ને ? તો કહે છે, નહિ. આ સિદ્ધાંત ત્રણે કાળે અબાધિત છે. એને કોઈ તોડી શકતું નથી. “અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે.' હવે વાતને અનુભવ ઉપર લઈ ગયા. જુઓ ! સ્પષ્ટીકરણમાં આ વિશેષતા છે. ખાલી વાત મૂકી દેતા નથી કે આ આમ છે ને આ આમ છે. હવે કહે છે, તમારા અનુભવને તપાસો કે ચેતનપણે પરિણામ છે અને જડપણે પરિણામ છે. બે પ્રકારના પરિણામ દેખાય છે કે નથી દેખાતા ? ચેતનનું જ્ઞાનરૂપ પરિણામ અનુભવગોચર થાય છે ? અનુભવગોચર થાય છે. અનેક જડ પદાર્થોના પરિણામો અનુભવગોચર થાય છે? અનુભવગોચર થાય છે. મરચું તીખું હોય છે, ગોળ ગળ્યો હોય છે, સોનું પીળું હોય છે, માટી માટી રૂપે છે. આ બધા અચેતન પરિણામો અનુભવગોચર થાય છે. - તેમાંનું એક પરિણામ એ દ્રવ્ય મળીને કરી શકે નહીં. કોઈ એક પરિણામને બે દ્રવ્ય ભેગા થઈને કરી શકે નહિ. ચાકડા ઉપર માટીનો પીંડ મૂકી અને કુંભાર ઘડો બનાવે છે, શકોરું રામપાત્ર બનાવે છે, કૂંડું બનાવે છે એમ) અનેક જાતના માટીના વાસણો બને છે. તો કુંભારનો જીવ, કુંભારનું શરીર, ચાકડો, માટી આ બધું ભેગું મળી જીવ, જડ ભેગા મળીને એક વાસણ બન્યું કે ન બન્યું ? સ્થૂળ દૃષ્ટિથી જોવામાં આવે તો કુંભારનો જીવ ન હોત તો આ બધા જડ પદાર્થો, માટીના ઢગલામાંથી માટીનું વાસણ ન બન્યું હોત, સ્થૂળ દૃષ્ટિથી એમ લાગે. માટે બે જણાએ થઈને જીવ અને જડે ભેગા મળીને આ બનાવ્યું. વળી જ્યારે ઇચ્છે ત્યારે હાંડલું બનાવે, જ્યારે ઇચ્છે ત્યારે રામપાત્ર બનાવે. કુંભાર એની ઇચ્છા પ્રમાણે બનાવે. માટીનો પીંડલો તો પીંડલો છે. ચાકડા ઉપર મૂક્યો. હવે એ જેવી રીતે એના ઇચ્છા અને હાથની ક્રિયાને કરે એવી રીતે વાસણ થાય છે. પાછો કુંભાર કરી શકે અને બીજો માણસ નથી કરી શકતો. એ જગ્યાએ વાણિયાના Page #132 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૭ ૧૧૩ વેપારીને બેસાડો, વકીલને બેસાડો, લ્યો ! Advocate ને કોઈને બેસાડો. નહિ બનાવી શકે. ડોક્ટરને બેસાડો. ઇંજેક્ષન મારે ડોક્ટર પણ હાંડલું ઘડી દે ? તો એમ લાગે. કે નહિ આ જીવે અને આ સાધનોએ નક્કી ચોક્કસ પ્રકારે ભેગા મળીને કર્યું છે. સિદ્ધાંત ના પાડે છે. નર સામે દેખાય એવી વાત છે. સિદ્ધાંત ના પાડે છે એટલે સિદ્ધાંત સમજવો, સિદ્ધાંત સ્વીકારવો કઠણ થઈ પડે છે. જે આમાં મુશ્કેલી છે, કઠિનાઈ છે એ આ જગ્યાએ છે. એટલે નિમિત્તકર્તા તો અનાદિથી જીવની મિથ્યા માન્યતા છે. એ માન્યતા જેની બહુ દઢ થઈ ગઈ છે, છતાં શાસ્ત્ર વાંચીને વિદ્વાન થયા છે એવા લોકો એક પ્રકારની દલીલ કરે છે કે, તમે દઈષ્ટને માનતા નથી. દષ્ટઇષ્ટ એટલે શું ? કે નજરે દેખાય એને તમે માનતા નથી. આ કઈ જાતની તમારી વાત છે ? જે વાત Common sense માં સમજી શકાય એવી વાતની તમે ના પાડી દ્યો છો ? એમ કહે. અગ્નિ અને પાણી જુદાં જુદાં પરમાણુ છે. લાકડાનો અગ્નિ, છાણાનો અગ્નિ ગમે તે અગ્નિ હોય) અને પાણી. હવે અગ્નિ પાણી ઊનું કરે કે નહિ ? હવે એમાં પૂછવાનો શું સવાલ છે ? એ કાંઈ પૂછવાની વાત છે ? ૩૬૦ દિવસ અગ્નિથી પાણી ઊન થાય છે. સિદ્ધાંત ના પાડે છે. અગ્નિ પાણી ઊનું કરે કે પાણી અગ્નિને ઠારે ? શું કરે ? જે બળવાન હોય એ કામ કરે. આમ નજર સામે દેખાય. છતાં કોઈ પરમાણુ કોઈ પરમાણુનું કામ કરતું નથી. એક પરમાણુ પોતાની અનંત શક્તિને સંગ્રહ કરીને બેઠેલું છે. એની અનંત પતિમાંથી કોઈ શક્તિને કોઈ બીજા પરમાણુ કે બીજા જીવની શક્તિની જરૂરત નથી. એવું નિર્બળ નથી, જીવ કે પરમાણુ કોઈ એવા નિર્બળ નથી કે પોતાની અનંત શક્તિ સંપન્ન છે કે કોઈને કોઈની જરૂર પડે. પણ જગતમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધો એવા છે કે જે પદાર્થની ભિન્નતાને સ્વીકારવા જ ન દુ. એટલે ગત mતના રસ્તે ચાલે છે અને મોક્ષમાર્ગી જીવો પોતાના રસ્તે ચાલે છે. એ જગતનો રસ્તો છોડી દે છે. આનું કારણ આ છે કે બન્નેના રસ્તા જુદાં જુદાં છે. કોઈ કોઈના રસ્તે કોઈ ચાલતા નથી. શું કહ્યું અહીંયાં ? “ચેતન અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. બે દ્રવ્ય ભેગા થઈને એક કામ કરે એવું ક્યારેય બની શકે નહિ. એનું તો વિજ્ઞાન છે. બહુ સુંદર વિજ્ઞાન Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ચજહૃદય ભાગ-૫ છે કે જડ અને ચેતન બંને પદાર્થમાં જે અનંત શક્તિઓ છે એમાં કાર્ય કરવા માટે કાર્ય કરનારી જે શક્તિઓ છે એવી જ શક્તિઓ બન્નેમાં પોતપોતાની છે. કાર્ય કરવા માટે કર્યાશક્તિ, કર્મશક્તિ, સાધન એટલે કરણશક્તિ, સંપ્રદાનશક્તિ, અપાદાનશક્તિ અને અધિકરણશક્તિ છે. જેના આધારે કાર્ય થાય, જેમાંથી કાર્ય થાય, જેને લઈને કાર્ય થાય, જેના વડે કાર્ય થાય, જે પોતે કાર્યરૂપે પરિણમે અને જે પોતે કાર્યના કરૂપે પણ પરિણમે. એ છએ શક્તિ દરેકને પોતાની છે. એ છએ છ શક્તિમાં અનંત સામર્થ્ય છે. જો જડ ચેતનનું કાર્ય કરે તો કઈ શક્તિએ કઈ શક્તિનું કાર્ય કર્યું ? અને એ વખતે પોતાની આ શક્તિએ કેમ કામ ન કર્યું ? એનો કોઈ જવાબ છે ? આ પ્રશ્ન રામસુરી મહારાજ સાથે પાલિતાણામાં ચાલ્યો હતો. પ્રશ્ન એ હતો કે, “જીવને વિકાર થાય છે એનું કારણ શું?” આટલો પ્રશ્ન હતો. તો કહે, કર્મનો ઉદય. શું ઉત્તર આપ્યો એમણે ? કે કર્મના ઉદયથી જીવને વિકાર થાય છે. એટલે એની સામે આપણે ખુલાસો માગ્યો કે કર્મના ઉદયના છ કારકો (છે). કર્મના પરમાણુઓ પડ્યા હતા એમાંથી વિપાક આવીને ઉદયરૂપ પ્રક્રિયા થઈ. એના છ કારકો અને જીવની વિકારી પર્યાયમાં છ કારકો, જીવના છ કારકો–આ બન્ને કારકોએ એકબીજાના કેવી રીતે કામ કર્યા? જો આપ આ સમજાવો તો તો કર્મના ઉદયે જીવને વિકાર કરાવ્યો એ વાત નક્કી થાય, સાબિત થાય. અને જો એમ ન થઈ શકે તો કર્મના ઉદયે જીવને વિકાર કર્યો છે એમ સાબિત નથી થતું. છ કારકો. વિજ્ઞાન જ પૂછવું સીધું. તો કહે, જુઓ! સિદ્ધ ભગવાનને એક્કે કર્મ નથી માટે એમને વિકાર નથી થતો. સંસારી જીવને અનંત કર્મ છે. તર્ક કર્યો. વિજ્ઞાનનું સ્પષ્ટીકરણ આપવાને બદલે તર્ક એની સામે લડાવ્યો. તર્કની સામે તર્ક લડાવ્યો. કે આખા જગતના કર્મનો સિદ્ધાલયમાં લઈ જાવ. જેટલા જગતમાં કર્મના પરમાણુ છે એ બધાયને સિદ્ધાલયમાં એક ઠેકાણે ભેગા કરો. સિદ્ધ ભગવાનને વિકાર નહિ થાય. માટે કર્મનો ઉદય વિકાર કરે છે એ વાત તો કારકો સિવાય સિદ્ધિ ન થાય. હવે કારકોના પ્રકરણથી અજાણ્યા હતા. એટલે વિષયાંતર ઉપર સીધા જતા હતા. બીજો પ્રશ્ન કાઢે. બીજો પ્રશ્ન ચર્ચો. એ પૂરો થાય એટલે એમ કહ્યું કે એ વિષયાંતર થાય છે. આપણે કારકોની વાત ચાલે છે એ પૂરી કરશે. એટલે વળી પાછો બીજો Page #134 -------------------------------------------------------------------------- ________________ વિત્રીક-૩૧૭ ૧૧૫ પ્રશ્ન કાઢે એમાંથી. બીજું વિષયાંતર કરે. આઠ વખત એક કલાકમાં આવું થયું. ખ્યાલ તો આવી ગયો કે મૂળ પ્રશ્નને અડતા નથી. આવું બધું થયું. જૈનદર્શનનું જે વિજ્ઞાન છે–વસ્તુવિજ્ઞાન છે, દ્રવ્યાનુયોગ છે એના સિદ્ધાંતો સમજવા કઠણ પડે એવી વાત છે. કેમકે શાસ્ત્ર પણ એ જ પદ્ધતિથી જૈનો, જૈનના સાધકો જે કહેવાય છે એ બધા એમ જ અર્થ કરે છે. જે જગતમાં એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરે છે એ જે મિથ્યાત્વ સહિતની સમજણ છે એ અજ્ઞાન રાખીને એ જ પ્રકારે બધું સમજે છે. કે જીવને કેમ રોગ થાય ? તો કહે, કર્મનો ઉદય આવે તો રાગ થાય. ક્રોધની પ્રકૃતિનો ઉદય આવે ત્યારે જીવને ક્રોધ થાય છે અને લોભની પ્રકૃતિનો ઉદય આવે ત્યારે જીવને લોભ થાય છે. માયાની પ્રકૃતિના ઉદયમાં જીવ માયાચારના પરિણામ કરે છે, તો એનો અર્થ એ થયો કે જેવો કર્મનો ઉદય આવે છે એવા જ જીવ પરિણામ કરે છે. એટલે એ જ દૃષ્ટિએ સમજે છે કે એક પદાર્થનું પરિણામ બીજા પદાર્થના પરિણામ ઉપર અસર કરે છે. ગળપણ જોઈને ખાવાની ઇચ્છા થઈ. તો ગળપણ-મીઠાઈ છે એ નિમિત્ત પડી. જીવની ઇચ્છામાં મીઠઈ નિમિત્ત થઈ. પણ જીવને મીઠાઈએ શું કર્યું ? તો આરોપ નાખે કે મીઠાઈ ન આવી હોત તો મને કાંઈ ઈચ્છા નહોતી થવાની, મીઠાઈ આવી એટલે મને ઇચ્છા થઈ ગઈ. વાત ખોટી છે તારી. મીઠાઈના પરમાણુ બિચારા નિર્દોષ છે, એને કાંઈ ખબર નથી. તારો અપરાધ તું સ્વયમેવ તારી મેળે કરે છો એ વાતને તે વિચારતો નથી. એ વાતને એ રીતે જીવ વિચારતો નથી. એ રીતે અહીંયાં એમ કહેવું છે કે, એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહિ. “અર્થાતુ જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ અને જડ મળીને એક ચેતનપરિણામે પણ ન પરિણમે, એક અચેતન પરિણામે પણ ન પરિણમી શકે. કેમકે સિદ્ધાંત એવો. છે કે એક પરિણામ બે દ્રવ્ય કત હોઈ શકતા નથી. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતનપરિણામે પરિણમે. એવી વસ્તુસ્થિતિ છે. માટે જિન કહે છે કે, અહીંયાં પાછા જિનેશ્વરને નાખ્યા. માટે જિન કહે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહિ. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે.” Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ રાજહૃદય ભાગ-૫ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં પરિણમે એવી જ વસ્તુસ્થિતિ છે એ વસ્તુસ્થિતિનું ઉલ્લંઘન થઈ શકતું નથી. આ જિનેશ્વરનો અભિપ્રાય છે. આ અભિપ્રાયથી જે બહાર છે એ જિનમતની બહાર છે. સમયસારની એક ગાથા છે. આ કર્તા-કર્મનો જે અધિકાર ચાલ્યો છે એમાં કિક્રિયાવાદી. પ્રિક્રિયાવાદી એટલે એક જીવ પોતાનું અને બીજા જડનું કાર્ય કરે એમ દ્વિીક્રિયાવાદી જેનો અભિપ્રાય છે એ જિનેન્દ્રના મતની બહાર છે. એટલે જૈનમતમાં એ નથી, એ અન્યમતની વાત છે. એમ વિષય ત્યાં ચાલ્યો છે. હવે બીજી લીટીનો અર્થ કરે છે. પહેલી લીટીમાં શું વાત હતી કે એક પરિણામને સચેતન અને અચેતન એવા બે પદાર્થો ભેગા થઈને ન કરે. પછી એ પરિણામ ચેતન હોય કે એ પરિણામ અચેતન હોય. અથવા જગતમાં એવું કોઈ એક પરિણામ નથી કે જે કેવળ ચેતન, અચેતન ન હોય. કેવળ ચેતન ન હોય કે કેવળ અચેતન ન હોય. એટલે કે મિશ્ર પરિણામ હોય. (કોઈ એમ કહે કે, ભાઈ ! આ એક એવું પરિણામ છે ને કે જેમાં જડ-ચૈતન્યની મિશ્રરૂપ સ્થિતિ છે. એવું એક્કે પરિણામ નથી. એટલે તો આપણે ક્લાસ ચાલે છે એમાં શિખડાવે છે કે ભૂખ લાગી. ભૂખ લાગી ને ? તો આ ભૂખ લાગી એ કોના પરિણામ છે ? જીવના કે શરીરના, જડના? કોના પરિણામ છે ? કેમકે લાગે છે જ્ઞાનમાં. તો લાગે છે જ્ઞાનમાં એ જીવના પરિણામ છે. લાગવું તે જીવના પરિણામ છે. અને સુધા જેને કહેવામાં આવે છે કે જે આ હોજરીના પરમાણુ ઉષ્ણ પર્યાય પરિણમે છે. જઠરાગ્નિ તીવ્ર થાય છે જેને કહે છે. વૈદિક ભાષામાં વૈદો શું કહે ? કે આની જઠરાગ્નિ અત્યારે બરાબર પ્રદીપ્ત થઈ છે. તો એ પુગલના પરમાણુ છે. તો ભૂખ લાગવી એ મિશ્ર પર્યાય છે ? કે નહિ. જીવની પર્યાય જીવ કરે છે, પુગલની પર્યાય પુદ્ગલ કરે છે. હોજરીના પરમાણુમાં જીવની પર્યાય નથી અને જીવને જે જ્ઞાન થયું કે અહીંયાં ગરમી છે. તરસ લાગે છે, લ્યોને ! અહીંયાં કંઠના પરમાણુ ઉષ્ણ પર્યાયમાં થાય છે. પાણી જાય છે ત્યારે શીતળતા આવે છે. તો જ્ઞાન થયું એ જીવની પર્યાય અને પરમાણમાં ઉષ્ણતા થઈ તે પરમાણની પર્યાય. પરમાણની પર્યાયમાં જીવની પર્યાય નથી. જીવની પર્યાયમાં પરમાણુની પર્યાય નથી. જ્યાં જ્ઞાન થયું ત્યાં હોજરી નથી, હોજરી છે ત્યાં જ્ઞાન થયું નથી. જ્ઞાનમાં હોજરી નથી, હોજરીના પરમાણુમાં જ્ઞાન નથી. પરમાણુ જડ છે એનામાં Page #136 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૧૭ ૧૧૭ જ્ઞાન હોઈ શકે નહિ. આવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિ છે, એમ જિનદેવ કહે છે. અહીંયાં એ વાત નાખી છે કે આવી રીતે જિન કહે છે અને જેમ જિનેન્દ્ર કહે છે તેમ સ્વીકારવું જોઈએ. માટે જિન કહે છે. આમ જિન કહે છે. બે રીતે વાત નાખી. એક વસ્તુનું વિજ્ઞાન છે અને જિનેન્દ્રદેવે એ વિજ્ઞાન જાણીને પોતાની દિવ્યધ્વનિની અંદર પ્રસિદ્ધ કરેલું છે. લોકો કહે છે, લોકો માને છે જો એમ વસ્તુસ્થિતિ હોય તો જિનેન્દ્રનો મત અને એ બે મત એક થઈ જાય છે. લોકોનો મત અને જિનેન્દ્રનો મત બન્ને એક થઈ જાય છે. લોકો માને છે એમ તો સંસાર ચાલે છે. જિનેન્દ્ર માને છે એમ મોક્ષ થાય છે. સંસાર થાય છે અને મોક્ષ થાય છે, બે વિરુદ્ધ કાર્ય થાય છે. સંસાર થાય છે ત્યાં મોક્ષ નથી થતો, મોક્ષ થાય છે ત્યાં સંસાર નથી થતો. - હવે બીજી લીટીનો અર્થ કરે છે. “દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ હવે બે પરિણામ છે એ એક દ્રવ્ય. ન કરે. તેમજ એક દ્રવ્ય બે પરિણામે પરિણમી શકે નહીં જીવ જ્યારે જ્ઞાનરૂપે પરિણમે કે ઇચ્છારૂપે પરિણમે ત્યારે તે બીજા જડના કાર્યના રૂપે પણ સાથે સાથે પરિણમી જાય એવું બની શકતું નથી. એવી વસ્તુસ્થિતિ છે. આ પણ વસ્તુસ્થિતિ છે કે એક દ્રવ્ય પોતાના જ એક પરિણામે પરિણમે. પોતાના અને બીજાના બીજા દ્રવ્યના પરિણામે પણ પોતે પરિણમે એવી ક્યાંય વસ્તુસ્થિતિ નથી. મુમુક્ષુ – એક જ્ઞાનથી કરે અને એક ઇચ્છાથી કરે... પૂજ્ય ભાઈશ્રી :- ઈ પણ બને એના જ જુદાં જુદાં ગુણના પરિણામ છે. એક જ્ઞાનગુણના અને એક ચારિત્રગુણના. એટલે એ જીવનું જ પરિણામ છે, એમ. પણ બોલવાની ઈચ્છા કરે માટે જીવ બોલવાની ઇચ્છાના પરિણામને પણ કરે અને વચનવર્ગણાના પરિણામને પણ જીવ કરે એમ ન કરી શકે, એમ કહેવું છે. એવી વસ્તુસ્થિતિ છે. એટલે તો “ગુરુદેવ’ પ્રવચન આપતા આપતા કહેતા ને કે “આત્મા બોલી શકતો નથી. કેમકે આત્મા ચેતન છે અને બોલવાના જે શબ્દો છે એ વચનવર્ગણા અચેતનના પર્યાયો છે. આત્મા બોલી શકતો નથી એમ કહે અને પછી કહે કે લોકો તો એમ કહે છે કે તમે એક કલાક સુધી બોલ બોલ કરો છો અને પાછા કહો છો કે આત્મા બોલી શકતો નથી. એક કલાક તો તમે પ્રવચન આપ્યું. એક કલાક બોલ્યા કે ન Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ રાજહૃદય ભાગ-૫ બોલ્યા ? એ આત્મા નથી બોલતો. એ વચનવગણા બોલે છે. અત્યારે ટેપની અંદર અવાજ આવે છે, તો ટેપનો અવાજ કહેવાય છે. ગુરુદેવ’ તો ક્યાંય સ્વર્ગમાં છે. જો બે વસ્તુ ભિન્ન ન હોત તો તો આ વસ્તુ અહીંયાં રહી ગઈ અને પેલી વસ્તુ ત્યાં સ્વર્ગમાં ચાલી ગઈ એમ ન બની શકત, એ સાથે સાથે ચાલી જ જાત.. કુંભાર અને હાંડલું એક હોત તો હાંડલું ફૂટતા ત્યારે કુંભાર મરી જાત. અને કાં કુંભાર મરી જાત ત્યારે હાંડલું ફૂટી જાત. પણ બેમાંથી એકનો પર્યાય ફેર થતા બીજાને કાંઈ થાતું નથી. માણસ ચાલ્યો જાય છે ને એના અક્ષરવાળા પત્રો રહી જાય છે કે નહિ ? આમના (કૃપાળુદેવના) રહી ગયા છે કે નહિ ? બે વસ્તુ જુદી જુદી છે. એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં અથવા એક પુદગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે....... જીવ જીવના અને ચેતન ચેતનના પરિણામમાં પરિણમે. “ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં. અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં. ક્યાંય જોવામાં આવતું નથી એમ કહે છે. ચેતનના પરિણામમાં અચેતન પદાર્થમાં પરિણામ જોવામાં આવતા નથી. અચેતનના પદાર્થમાં ચેતનના પરિણામ જોવામાં આવતા નથી. માટે બે પ્રકારના પરિણામે એક દ્રવ્ય પરિણમે નહિ બે પરિણામને ધારણ કરી શકે નહિ. આ વનસ્પતિ ચેતન છે ને ! એમ કહે છે. તો એમાં જે આ લીલો રંગ દેખાય છે એ કોઈ જીવ નથી. જે તે રંગનું ફૂલ ખીલે છે એ કોઈ જીવ નથી. રંગ તે જીવ નથી. ફૂલના પરમાણુ તે જીવ નથી. જીવ અંદર અરૂપી છે. બે જુદાં જુદાં છે. એ એનું શરીર છે. વનસ્પતિ છે એ એની કાય છે, એનું શરીર છે. શરીર પુદ્ગલનું છે, એમાં ચેતનપણું નથી. કેમકે અચેતન પદાર્થમાં ચેતનને કોઈ પરિણામ હોતા નથી અને જીવ જે ચેતન છે એમાં લીલો રંગ કે કોઈ રાતો રંગ હોતો નથી. એ અચેતન જ પરિણામ જ એના હોય છે. ચેતનમાં ચેતન પરિણામ હોય છે, અચેતન પરિણામ હોતા નથી. એ રીતે આ પત્રની અંદર બધા પદનો અર્થ કર્યો છે. વિશેષ લેશું... Page #138 -------------------------------------------------------------------------- ________________ i તા. ૨૨-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૮૮ (પત્રાંક – ૩૧૭ અને ૩૧૮ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, પત્રાંક ૩૧૭, પાનું ૩૧૨. “શ્રી સોભાગભાઈ ઉપરનો પત્ર છે. ઉપદેશબોધનો કેટલોક પરિચય કરાવ્યા પછી અને તદ્અનુકૂળ પાત્રતા જોઈને કૃપાળુદેવ' અહીંયાં દ્રવ્યાનુયોગનો વિષય શરૂ કરે છે. બે સિદ્ધાંતનો વિષય ચાલી ગયો. એક પરિણામના કર્તા બે દ્રવ્ય હોતા નથી. બે પરિણામને એટલે જડ અને ચેતન બંને પ્રકારના, બે એટલે બે પ્રકારના પરિણામને એક દ્રવ્ય ધારણ કરી શકતું નથી. ત્રીજી વાત હવે એ કરે છે કે, એક ક્રિયા “એક કરતતિ દોઈ દ4 કબહું ન કરે, માટે એક ક્રિયા-એક કરતી દોઈ દરવ. એક ક્રિયા બે દ્રવ્ય ક્યારે પણ ન કરે. એટલે કે કોઈપણ એક પરિણામને બીજા પરિણામમાં બદલવાની જે ક્રિયા એ બે (દ્રવ્ય) ભેગા થઈને ન કરે. અર્થ કરે છે. માટે એક ક્રિયા..” ક્રિયા એટલે પરિણામ બદલે, એક પરિણામમાંથી બીજા પરિણામનું બદલવું થાય તેને ક્રિયા કહે છે. જરાક ઝીણું કાંતે છે. પરિણામ છે એની વાત કરી હવે પરિણામને બદલવાની વાત કરે છે. પરિણામમાં ને પરિણામમાં બે વાત કરે છે. એક પરિણામની વાત કરે છે, એક પરિણામને બદલાવવાની વાત કરે છે. કેમકે પરિણામ છે એ પદાર્થની સ્થિતિ છે અને ક્યારેય કોઈપણ પદાર્થ એક જ સ્થિતિએ રહેતો નથી એવી એક બીજી વાત પરિણામ વિષેની છે. અથવા જડ અને ચેતન પદાર્થો પોતાની અવસ્થા સમયે સમયે બદલ્યા કરે છે. તેમાં બે પ્રકાર છે–એક શુદ્ધ અને એક અશુદ્ધ. શુદ્ધતામાંથી અશુદ્ધતા અને અશુદ્ધતામાંથી શુદ્ધતા એવું કાંઈપણ પુદ્ગલને કે જીવને પરિણામમાં થાય ત્યારે એ પોતે એકલાએ એ કામ કર્યું કે બે પદાર્થે સાથે મળીને કામ કર્યું ? એવું બદલાવાનું કામ એક પોતે કર્યું કે બે પદાર્થે સાથે મળીને કર્યું ? તો કહે છે, એક ક્રિયા, એક કિયા તે બે દ્રવ્ય ક્યારેય પણ કરે નહિ. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ચજહૃદય ભાગ-૫ બે દ્રવ્યનું મળવું એકાંત હોવું યોગ્ય નથી.' હવે અહીંયાંથી કોઈ ચાહે કે બે દ્રવ્યનું મળવું એકાંતે ન થાય તો અનેકાંતે તો થાય. એકાંતે એટલે શું છે ? અહીંયાં જોર દેવું છે. એકાંત આમ વસ્તુસ્થિતિ છે. એ જ એનો અનેકાંત છે કે બીજી રીતે ન થાય, એમ એનો (અનેકાંત છે). એકાંતે બે દ્રવ્ય મળે જ નહીં એવો એકાંત છે. એકાંત છે એટલે એમાં એકતરફી વાત છે. એમાં બીજાતરફી કોઈ વાત નથી. એનું નામ એકાંત છે. - બે દ્રવ્ય સદંતર મળતા જ નથી. એનું મળવું બની શકતું જ નથી. “જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય...' અથવા બે દ્રવ્ય મળીને કોઈ એક દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થતી હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે.' તો વસ્તુના સ્વરૂપનો નાશ થઈ જશે. ત્યાગ કરશે એટલે નાશ થઈ જશે. અને એમ તો કોઈ કાળે બને નહિ. વસ્તુનો નાશ થાય, કોઈ પદાર્થનો, કોઈ દ્રવ્યનો નાશ થાય એવું તો જગતમાં બનતું નથી. અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. એવું તો કદી બની શકતું નથી. માટે બે પદાર્થ મળીને કોઈ એક પરિણામને બદલાવવાની ક્રિયા કરે, ફેરબદલી કરી નાખે એવું બનતું નથી. | દોઈ કરતૂતિ એક દર્વ ન કરત હૈ તેમજ બે ક્રિયા-જડની અને ચેતનની ક્રિયા પણ એક દ્રવ્ય ધારણ કરે નહિ. એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહિ. એ જીવ સંબંધી લઈ લીધું. એટલે અહીંથી નીચેથી જીવની વાત લેશે. અત્યાર સુધી જે વાત કરી એ છએ દ્રવ્યને લાગુ પડે છે. હવે જીવદ્રવ્યને લે છે. એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં. જીવ જાણે પણ અને જે જાણે એવા જડ પદાર્થના કાર્યને પણ કરે. ઉપયોગની ક્રિયાને પણ કરે અને ઉપયોગમાં જણાય એવા બીજા પદાર્થની ક્રિયાને પણ જીવ કરે એવું કદી બનતું નથી. જીવ અનુભવને તપાસે તો એને સ્પષ્ટ અનુભવગોચર થાય એમ છે કે હું જાણવાની મારી જ્ઞાનની ઉપયોગની ક્રિયાને કરું છું એથી આગળ હું કાંઈ કરી શકતો નથી. જીવ પુદગલ એક ખેત અવગાહી દોઉ, “જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યા હોય' આકાશની અપેક્ષાએ તો પણ...” “અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ; પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૧૭ ૧૨૧ પરિણામ પામતું નથી. પરિણામ એટલે ફળ. પોતાના સ્વરૂપથી છૂટીને કોઈ અન્ય સ્વરૂપે થતું નથી. અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, “એટલે દેહાદિકે કરીને.” દેહાદિકમાં દેહ એટલે મન-વચન-કાયા બધું લઈ લેવું. પછી દૂરવર્તી પદાર્થો તો આપોઆપ છે. પણ મન-વચન-કાયા, જે પુદ્ગલો આત્માની સાથે સંયોગરૂપ જોડાયેલા છે એવા દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્યા છે. કારણ કે તે દેહાદિ જડ છે અને જડપરિણામ તો પુદ્ગલને વિષે છે.' જડ પરિનામનિકો, કરતા હૈ પગલ' દ્રવ્યપુદ્ગલ જ જડ પરિણામનો કર્યા છે, જીવ કદાપિ નહિ “જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે. પુદ્ગલ, પુદ્ગલ સ્વરૂપે જ વર્તે છે, તો આપોઆપ જીવ, જીવસ્વરૂપે જ વર્તે છે એમાં કાંઈ બીજુ પ્રમાણ પણ હવે જોઈતું નથી. એમાં બીજા પ્રમાણની આવશ્યકતા લાગતી નથી. “એમ ગણીને કહે છે કે બનારસીદાસજીનો અભિપ્રાય શું છે એ હવે પોતે કહે છે. કાવ્યના કર્તા એમ ગણીને કહે છે કે ચિદાનંદ ચેતન સભાવ આચરતા હૈ: કાવ્યકતનો કહેવાનો હેત એમ છે કે.' એમ. બનારસીદાસજી'નો અભિપ્રાય હવે કહે છે. હેતુ એટલે અહીંયાં અભિપ્રાય. જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો. જો તમે જડ અને ચેતનના વિષયમાં–જડ, ચેતન પદાર્થના વિષયમાં, એના પરિણામના વિષયમાં, એના પરિણામના બદલવાના વિષયમાં જો તમે વસ્તુસ્થિતિ આમ છે એમ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે મટે...” જે જડને વિષે આત્મભાવ થાય છે, દેહાભ્યાસ થાય છે, દેહને વિષે આત્મબુદ્ધિ થાય છે, હું બોલ્યો, મેં ખાધું, મારું વજન વધ્યું, દેહ નબળો પડતા હું નબળો પડ્યો, હું વૃદ્ધ થયો, હું યુવાન થયો, હું સ્વરૂપવાન છું, હું કુરૂપ છું એ બધું જે સ્વસ્વરૂપ ભાવ છે દેહને જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે મટે અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. અને આત્મા જે શુદ્ધ ચિદાનંદ સ્વભાવ છે એ તિરોભૂત થયો છે, આવરીત થયો છે તે પ્રગટ થઈ જાય. અથવા પોતાના અનુભવમાં પ્રકાશમાન થાય. “સ્વાનુમૂલ્યા વવI'. પોતાના અનુભવમાં પ્રકાશમાન થાય. જો વસ્તુસ્થિતિ જડચેતનની આ રીતે સમજવામાં આવે તો. પ્રશ્ન :- એમ ગણી કહે છે કે એટલે શું ? Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ રાજહૃદય ભાગ-૫ સમાધાન :- વસ્તુસ્થિતિ તો જડને વિષે વિચાર કરી સ્થિતિ એમ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. ઘણી ?, મુમુક્ષુ - એમ ગણી કહે છે કે, પૂજ્ય ભાઈશ્રી - હા, એમ ગણી. ગણી એટલે ગણતરી કરીને. એમ ગણીને. “એમાં કંઈ બીજ પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણીને કહે છે કે. એમ. ગણી એટલે અહીંયાં ગણતરી કરીને. ગણીને કહે છે કે જો આવી વસ્તુસ્થિતિ છે . તો પછી દેહાદિકને વિષે સ્વપણું પોતાપણું મમત્વપણું મટે. સ્વસ્વરૂપનું તિરોભાવપણું છે તે મટીને પ્રગટ થાય, મટીને પ્રગટ થાય. અહીંથી અધ્યાત્મ ઉતાર્યું. હવે દ્રવ્યાનુયોગ ઉપરથી અધ્યાત્મ ઉતાર્યું કે જ્યારે બે દ્રવ્યો એકાંતે ભિન્ન જ છે એવી જ વસ્તુસ્થિતિ છે તો પછી એવા દ્રવ્યાનુયોગ સમજવાનું, એ પ્રકારે દ્રવ્યાનુયોગ સમજવાનું ફળ શું? કે એનું ફળ એ છે કે પર સ્વરૂપ વિષેનો સ્વસ્વરૂપભાવ મટે. જે સ્વસ્વરૂપ આવરિત થઈ ગયું છે, તિરોભૂત થઈ ગયું છે તે પ્રગટ થાય અને આ રીતે પોતાને જે દુઃખ છે એ માટે અને સુખની પ્રાપ્તિ થાય. આ સીધો હિસાબ છે. વિચાર કરો સ્થિતિ પણ એમ જ છે. માનો, વિચારીને સ્વીકારો તો વસ્તુસ્થિતિ પણ આમ જ છે. બીજી રીતે કોઈ વસ્તુસ્થિતિ નથી. “વિચાર કરે, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. હવે આ વાતની ગહનતા ઘણી છે એમ કહે છે. હવે કઈ અપેક્ષાએ ગહનતા છે ? આપણે તો “ગુરુદેવશ્રીને વર્ષો સુધી સાંભળ્યા પછી કોઈ મુમુક્ષુ એમ કહે કે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ભિન્ન છે અને એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરતું નથી એ તો અમને સ્થૂળ વાત લાગે છે. શ્રીમદ્જી કહે છે કે આ તો ઘણી ગહન વાત છે. એ અનુભવ અપેક્ષાએ ગહન છે. - ક્ષયોપશમમાં સમજવામાં ભલે તમને એ સ્થૂળ દેખાતી હોય પણ એ વાતને અનુભવમાં ઉતારવા જશો ત્યારે તમને લાગશે કે દેહમાંથી આત્મબુદ્ધિ ખસેડવી અને આત્મામાં આત્મબુદ્ધિ ગ્રહણ કરવી એ ઘણી ગહન વાત છે, એ કોઈ સાધારણ વાત નથી. દેહ અને આત્મા ભિન્ન છે હવે એ તો બહુ સીધી સાદી વાત છે એમાં કાંઈ મોટી વાત નથી, એમ કહે. ભાઈ ! દેહ અને આત્મા ભિન્ન છે એ તને બહુ સાદી વાત લાગતી હોય તો જ્યારે શરીરની અશાતા ઉત્પન્ન થાય છે ત્યારે એ સાદી વાત કેમ સાદી રહેતી Page #142 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૧૭ ૧૨૩ નથી ? ત્યારે એ સાદી વાત ક્યાં ચાલી જાય છે ? અશાતા તો શરીરની પર્યાય `છે, જડની પર્યાય છે. અને મને અશાતા થઈ એમ દેહમાં આત્મબુદ્ધિ થઈ આવે છે. તો એ વાત સ્થૂળ છે કે ગહન છે ? એ વાત ગહન છે. એ રીતે પરિણમન કરવું એમાં ઘણી ગહનતા છે અને પરિણમન થવું જોઈએ. વાત કોઈ વાતને અર્થે નથી, પણ વાતમાંથી ભાવ ઉત્પન્ન થવો જોઈએ. આ ભાવ છે. કહેવામાત્ર એવી વાત નથી. પણ આ ભાવ છે ખરેખર, એમ લાવાનું છે. મુમુક્ષુ :- સ્થૂળદષ્ટિથી જુદો પડે પણ અંતરદૃષ્ટિથી અને ભાવથી જુદો નથી પડતો. પૂજ્ય ભાઈશ્રી :- તો પછી પેલી વાત રહી ગઈ શબ્દોમાં. એ તો વાણીવિલાસ થઈ ગયો કે દેહ અને આત્મા ભિન્ન છે. જાઓ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. એક દ્રવ્ય બીજા (દ્રવ્યનું કાંઈ કરતું નથી). પાછું કો'ક કાંઈક એકાદો શબ્દ કહી દે તો છ મહિના સુધી નીકળે નહી કે છ વર્ષ સુધી નીકળે નહિ. મને આમ કીધું હતું, મને આમ કીધું હતું. બે દ્રવ્યની ભિન્નતા ક્યાં રહી ? ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. (જો કે) જેને યથાર્થ બૌધ છે તેને તો સુગમ છે.' ગહન વાત છે તો પણ આ વિષેનો યથાર્થ બોધ છે ભિન્નતાનો યથાર્થ બોધ છે એને તો ઘણી સુગમતા છે. એને કોઈ કઠણ વાત નથી. એને માટે સહજ છે, સરળ છે, સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે.' ‘સોભાગભાઈ’ને લખે છે કે આ વાતનું તમે મનન કરશો તો તમને પણ કેટલોક બોધ આમાંથી મળશે. આપનું પત્તું ૧... હવે જુઓ ! પત્રની વાત તો પછી કરે છે). સીધો પહેલાં અર્થ શરૂ કર્યો છે. આગળ છ દિવસ પહેલાં એક પદ લખ્યું છે એ પદનો અર્થનો શરૂ કરીને હવે પત્રનો ઉત્તર પત્રની ઢબથી કરે છે. આપનું પત્તું ૧...’ પત્તું એટલે પોસ્ટકાર્ડ. ગઈ પરમે મળ્યું છે.' ગઈ પરમે એટલે ગયે પરમદિવસે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે; પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ.' હજી એ પોતે સમજે છે કે અમારે જે વાત લખવી છે એ વાતનો તમને પરિચય નથી, અમે કેમ લખીએ ? લખવાનું સૂઝે છે પણ જે વાત લખવી છે એ વાતનો તમને પરિચય નથી, એ વિષયથી તમે અપરિચિત Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ચજહૃદય ભાગ-૫ છો. અમે તમને એ વાત કેવી રીતે લખીએ ? જુઓ ! આટલી પાત્રતા પછી મૂળ વાતથી તમે અજાણ્યા છો, મૂળ સ્વરૂપથી અજાણ્યા છો એ વાત અમે તમને કેવી રીતે લખીએ? મન છે લખવાનું પણ લખતા નથી. તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ એમ કહે છે. તમારા જેવાને પણ અમે જે કહેવા ધારીએ છીએ એ વાતનો ઘણા વખત સુધી પરિચય માગે એવી હજી તમારી યોગ્યતા છે, એમ કહે છે. આ વાતનો ઘણો પરિચય તમને હોવો જરૂરી છે. પછી એ વાત કાંઈક સ્થાન પામે એમ દેખાય છે હજી. “અને તે વિશેષ ગહન હોય છે અને એ પરિચય થતા એની ગહનતા કાંઈક આવે છે. સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી.’ મન થાતું નથી અથવા મન રહેતું નથી. વાત છે તમને કહેવા જેવી પણ મન થાતું નથી. કેમકે તે વિષયથી તમે અજાણ્યા છો. અમે શું કહીએ ? કહીએ તો ઉપરથી ચાલ્યા જશો. - કીધેલી વાત નકામી થઈ જશે.. મુમુક્ષુ :- કોઈ પણ વાતનો હેતુ સરે નહિ એટલે જ નથી કહેતા. પૂજ્ય ભાઈશ્રી - એટલે નથી કહેતા. એ ખ્યાલ છે પોતાને. બાકી તો નિત્ય સમાગમને ઇચ્છીએ છીએ. તમને સમાગમ વિશેષ રહે એવું ઇચ્છીએ છીએ. પ્રસંગોપાત્ત કઈ જ્ઞાનવાર્તા લખશો. આજીવિકાના દુખને માટે આપ લખો છો. તે સત્ય છે. પછી એ વાત વિશે પોતે લંબાવતા નથી. તમે તમારા સંયોગને વિશે લખો છો પણ જ્ઞાનવાત લખજો. આ ઠીક છે તમે લખો છો એ, પણ એ વાતને અમે અત્યારે કાંઈ સ્પર્શવા માગતા નથી, એ વાતને છેડવા માગતા નથી. તમે જ્ઞાનવાત લખજો. હવે પોતાની દશા લખે છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. વનમાં ચિત્ત રહે છે એનો અર્થ શું છે ? કે કોઈની સાથે અહીંયાં અમારે સંગનો મેળ ખાતો નથી. વનમાં કોઈને સંગ ન હોય. માણસ જંગલમાં એકલો જાય તો કોઈ ન હોય. એમ અમે અહીંયાં એકલા છીએ. એવું અમારું ચિત્ત છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. અમારે જે સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે એ તો મુક્ત જ છે. એને વર્તમાન અવસ્થામાં અલ્પ બંધભાવ થાય છે એનાથી એ Page #144 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૧૭ ૧૨૫ વ્યતિરિક્ત-જુદું જ છે સાવ, જુદું છે. એને અને એને કાંઈ પોતે ભળતો નથી. ચાલતા વિકલ્પના અંશમાં પોતે ભિન્ન રહે છે, પોતે ભળતો નથી. એમ કહેવું છે. મુમુક્ષુ :- મુખ્યતા આ વસ્તુની થાય છે. પૂજ્ય ભાઈશ્રી - ભિન્ન પડી ગયા છે. ભિન્ન સ્વરૂપ છે એને ભિન્ન અનુભવ કરે છે. ભિન્ન સ્વરૂપની ભિન્ન અનુભૂતિ છે એટલે આત્મા તો મુક્ત જ છે. આત્મા બંધાયેલો નથી. મુમુક્ષુ :- પ્રાયે એટલે કથંચિત્ લેવું ? પૂજ્ય ભાઈશ્રી :- નહિ. અહીં તો એમની લખવાની એક પદ્ધતિ છે. પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે એટલે શું ? કે અમારા અનુભવમાં પણ મુક્તભાવ ઘણો છે, મુક્તભાવ ઘણો છે. જે અલ્પ જોડાણ છે એ ઘણું અલ્પ છે. જોડાણ છે એ ઘણું અલ્પ છે. આત્મા તો મુક્ત જ છે. ઘણું કરીને એવો અર્થ થાય છે. પણ એમની એ લખવાની પદ્ધતિ છે. એમની જે શૈલીની જે મૃદુતા છે એને હિસાબે એ શબ્દનો પ્રયોગ થાય છે. મૃદુભાષી બહુ છે. વીતરાગપરું વિશેષ છે. અવસ્થામાં વીતરાગભાવ વિશેષ છે. “વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ.’ આવ્યું? આ જે વેપાર, ધંધો, કુટુંબ, પરિવાર જેટલી કોઈ પ્રવૃત્તિ કરવી પડે છે (એ) વેઠિયો જેમ મફતમાં વેઠ કાઢે અને વેઠ કાઢે એ કામમાં કાંઈ સક્કરવાર હોય નહિ. કેમકે પરાણે કરવું પડેલું કામ છે. સામે કાંઈ વળતર મળતું નથી. કોઈ જીવને જોકે નથી મળતું, હોં ! (માત્ર) જ્ઞાનીને નહિ જેટલા સંયોગની પાછળ દોડ મૂકીને પડ્યા છે એ બધા વેઠિયાઓ છે. એને કાંઈ મળતું નથી એમ કહે છે. એના આત્મામાં કાંઈ આવતું નથી. પ્રશ્ન :- વેઠિયા છે કે શેઠિયા છે ? સમાધાન – માને છે. “ગુરુદેવ’ તો એને મોટા મજૂર કહેતા હતા. મોટા મજૂર છે આ. પેલા મજૂર રેકડું ખેંચે એ છ-સાત કલાકથી વધારે કામ ન કરે. સાંજ પડે એટલે વહેલું બંધ કરી દે. વાણિયા જલ્દી દુકાન બંધ ન કરે. કેમકે એને તો મેળ મેળવવાનું ને ઘણું કામ બાકી હોય. ઉઘરાણીથી માણસ આવવાનો હોય. પૈસા ગણવાના હોય, મેળ મેળવી લેવાનો હોય. એને કલાક બે કલાક બીજી હજી લપ ચાલે. પેલો તો છ-સાડા છ જરાક અંધારું થયું તો ભાઈ હવે કાલ બધું. જેટલું તમારું કામ હોય Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચજહૃદય ભાગ-૫ તે કાલ કહેજો, હું જાઉં છું. પછી કાંઈ એને લપ નહિ અને આ ઘરે આવ્યા પછી, પાછો (ફોન ઉપર) હલો. હલો કરવા માંડે. ૨૪ કલાકની મજૂરી. ઊંઘે તો ઊંઘમાં પણ એ જ બધું ફરે. એક જ વાત આવ્યા કરે, ચાલુ રહે. ૨૪ કલાકની મજૂરી. એના આત્મામાં શું આવે? દુખ સિવાય કાંઈ ન આવે. આકુળતા, દુખ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન આ સિવાય કાંઈ નહિ. મુમુક્ષુ - સડેલા કૂતરાને માથામાં જીવડા પડે. એક સેકંડ કયાંય ચેનથી બેસે પૂજ્ય ભાઈશ્રી - ક્યાંય ચેન પડે નહિ. એને ક્યાંય ચેન હોય નહિ, એને ચેન રહે નહિ. એવી ભઠ્ઠીમાં સળગતો હોય એવી પરિસ્થિતિ છે. જ્ઞાનીને તો થોડોક વિકલ્પ ઊઠેને તોપણ એને ભઠ્ઠી લાગે. પેલાને બિચારાને કેટલી (ભઠ્ઠી છે એની) ખબર નથી. જ્ઞાનીને ખબર છે, એને બિચારાને ખબર નથી. “વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ એટલે જરાય રસ નથી. વેઠિયાને શું રસ હોય? એને પોતાને કઈ રસ નથી, કોઈ પ્રવૃત્તિમાં રસ નથી. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી.' આગળ કહેતા આવ્યા છે. બીજાને અનુસરવાનું રાખીએ છીએ. તમારે એમ કરવું છે ને ? બહુ સારું, ભાઈ ! માલ લેવો છે? બહુ સારું ચાલો. વેચી નાખવો છે ? નથી રાખવો ? કાંઈ નહિ, વેંચી નાખો. બીજાને અનુસરવાનું રાખીએ છીએ. એવો વિકલ્પ ઊઠ્યો છે તો એને જે કાંઈ પૂર્વકર્મ અનુસાર સંયોગ-વિયોગ તો થવાનો છે ને. સરવૈયું તો બાર મહિને નીકળે છે પણ એ બધું નિશ્ચિત થયેલું નીકળે છે. અહીં પોતે ધણી થઈને કરે તો આર્તધ્યાન વિશેષ થાય. પણ ચાકર થઈને કરે તો એને કઈ લેવાદેવા રહેતી નથી. - મુમુક્ષુ :- મોક્ષમાર્ગમાં બહુ કિમતી વાત છે. - પૂજ્ય ભાઈશ્રી - હા છે. મોક્ષમાર્ગમાં કિમતી વાત છે અને મુમુક્ષુએ એના જીવનમાં વ્યવહારિક જીવન કેવી રીતે જીવવું એ શિખડાવે છે. જ્ઞાની શિખડાવે છે કે તું આમ જીવ. હું આમ જીવું છું, જો તું પણ આમ જીવ. એમ શિખડાવે છે. આ પ્રશ્ન :- ઘરમાં મોટો હોય તો એને ચાકર કઈ રીતે માને ? સમાધાન - મોટો તો માની બેઠો છે ને ! માની બેઠો છે ને કે હું મોટો. એવું બને છે કે ચાર ભાઈઓ હોય અને સૌથી નાનો કડેધડે હોય. એવું નથી બનતું? Page #146 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક૩૧૭ ૧૨૭ લગામ બધી સૌથી નાના (ભાઈના) હાથમાં, એવું નથી હોતું કાંઈ ? એમાં શું કરશો ? અધિયારી ન વહોરવી હોય તો ઘણા રસ્તા છે. અને અધિયારી વહોરવી હોય તો શું કરવા કોઈ બીજા ઉપાધિ કરે ? તમે કરતા હોય તો બીજા શું કરવા કરે ? સીધી વાત છે. આ જોયું છે કે નથી જોયું ? કુટુંબની અંદર બને છે કે નથી બનતું ? કાંઈ મોટો જ કર્તા હર્તા હોય બધે એવું કાંઈ નથી. પણ જેને ઉપાધિ ક૨વી છે એને કોણ રોકે ? અને નથી કરવી તો હજી પરાણે કરાવવાનો પ્રયત્ન થશે પછી બચતા આવડવું જોઈએ કે કેમ એને ઉપાધિથી નીકળવું, એમાં પ્રયત્ન કરવો પડે છે. એમાં પ્રયત્ન બન્ને રીતે કરવો પડે છે. એક તો પોતાનો રસ છોડવાનો પ્રયત્ન કરવો પડે છે. બીજું Pressure પણ આવે બીજાનું. કેમ તમે આટલું કરતા નથી ? કેમ પ્રમાદ કરો છો ? કેમ કામ કરતા નથી ? કેમ જાતા નથી ? જાવ ક્યાંય, બહારગામ જાવ, ધંધો કરો સરખી રીતે, ફ્લાણું કરો, ઢીકણું કરો. જુઓ ! લોકો ક્યાં જાય છે. છેક યુરોપ, અમેરિકા સુધી પૈસા રળવા જાય છે, જાય છે કે નહિ ? આ દેશ-દેશાવર ખેડે છે કે નહિ ? આ છાપામાં આવે છે ને ભાઈ અમે આટલા આટલા દેશ ફરી આવ્યા, આટલું આટલું ફરી આવ્યા છીએ. તો હવે હજી શું કરવા કરે છે ? પૈસા પચાસ-લાખો રૂપિયા હોય તો પણ પાછા શું કરવા મજૂરી કરે છે ? એક દીનતા આવી ગઈ છે. મુમુક્ષુ :- નામ કાઢવું છે. પૈસા મુખ્ય વસ્તુ નથી. પૂજ્ય ભાઈશ્રી :- નામ તો અનંતા સિદ્ધાત્માઓ થયા, અનંતા તીર્થંકરો થયા, વિશેષમાં વિશેષ પુણ્યવાન મનુષ્યો લઈએ તો તીર્થંકર અને ચક્રવર્તી, બેની પ્રકૃતિ સૌથી પુણ્યવંત હોય છે. આ ચોવીસીના પહેલાં ચક્રવર્તી ‘ભરત’ ચક્રવર્તી થયા. ઋષભદેવ’ ભગવાનના સુપુત્ર. ચરમ શીરી તદ્ભવ મોક્ષગામી. ક્ષાયિક સમ્યગ્દર્શન ભગવાનના સમવસરણમાં પ્રાપ્ત કર્યું. છ ખંડ સાધવા ગયા ત્યારે માનુષોત્તર પર્વત ઉપર એનું નામ લખવાની જગ્યા નહોતી. ચક્રવર્તી છએ છ ખંડ પાર કરી. બધાયને પોતાના કબજામાં લઈ અને છેલ્લો પર્વત આડો આવે પછી મનુષ્ય ત્યાંથી આગળ ન જઈ શકે. ત્યારે ત્યાં ચક્રવર્તી પોતાનું નામ લખે. શેનાથી લખે ? હીરાથી લખે. ખોદાય જાય એટલે જલ્દી ભૂંસાય નહિ. આ નામનો આટલો મોહ હોય છે. ત્યારે એમણે જોયું કે ઓહોહો...! મારી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ચજહૃદય ભાગ-૫ પહેલાં તો એટલા બધા ચક્રવર્તી થયા છે કે અહીંયાં મારું નામ લખવાની જગ્યા નથી. એટલે એમણે એક ચક્રવર્તીનું નામ ભૂંસાડ્યું. ? પોતે શાની હતા એટલે ખ્યાલમાં આવ્યું કે આ મેં આજે એક જણનું નામ ભૂંસાડ્યું છે, કાલે મારું નામ કો'ક ભૂંસાડનારો અહીંયાં આવશે. આ નામનો મોહ નકામો છે. અને પાંચ-પચીસ વર્ષે કોણ સંભારે છે ? પાંચ-પચીસ-સો-બસો (વર્ષે) પતી ગયું. બે-ચાર પેઢી ગઈ પછી કોઈ સંભારતું નથી. કોઈ પ્રખ્યાત હોય તોપણ. ન પ્રખ્યાત હોય તેવા તો ઘણા ચાલ્યા જાય છે. પણ કોઈ પ્રખ્યાત થાય. પ્રખ્યાત, કુખ્યાત થાય જે રીતે થાય એ રીતે પણ સો-બસ્સો વરસે બધા ખલાસ, ભૂંસાય જાય છે. એ તો જીવને એક વ્યામોહ છે, બીજું કાઈ નથી. નામનો પણ એક મોહ છે, માનનો મોહ છે. એમાં કાંઈ વાતમાં માલ નથી. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. ગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ.' કોઈ જગતની સામે જોવાનું મન થાતું નથી. ખબર છે ગત કઈ રીતે ચાલે છે. ચાલવા દ્યો એની રીતે. આપણે આપણા રસ્તે ચાલ્યા જાવ. વસ્તીથી કંટાળી ગયા છીએ.' મુંબઈથી લખે છે ને ? એ જમાનામાં આટલી વસ્તી નહોતી. અત્યારે તો ત્રણ ગણી વસ્તી થઈ ગઈ છે. તો કહે છે, અમે કંટાળી ગયા છે. વસ્તીથી અમે કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. અમારી જે અંદરની દશા છે એ અહીંયાં કોને કહીએ ? કોને બતાવીએ ? પોતાના પરિણામ છે એ પોતાના Control બહાર તા નથી. મુમુક્ષુ ઃ પૂજ્ય ભાઈશ્રી :– આવી જ જાય એ તો. એ તો સમ્યગ્દર્શન પહેલાં આવી જાય છે. એટલો ભેદશાનનો અભ્યાસ થાય પછી ધ્યાન થાય છે. જેને પરિણામ કાબૂમાં ન આવે એને ધ્યાન કેવું ? એને ધ્યાન થવાનો પ્રશ્ન જ નથી. મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ.’ નહિતર તો ઊથલી પડીએ એમ કહેવું છે. સંસારની પ્રવૃત્તિ એવી ચીજ છે કે માણસ એમાંથી ઊથલી પડે. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે. એમ રહે છે.' કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એટલે પદાર્થને Page #148 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૭ ૧૨૯ ઈષ્ટ માનીને, પદાર્થ લાભનું કરાણ છે, સુખનું કારણ છે, શાંતિનું કારણ છે એવા રાગપૂર્વક અમને પ્રવૃત્તિ થતી નહિ હોય એવી અમારી દશા છે. જ્ઞાતા-દૃષ્ય છે ને . એટલે રાગપૂર્વક પ્રવૃત્તિ નથી. અલ્પ રાગ છે એના પણ જ્ઞાતા-દણ છે એક ન્યાયે. અથવા એ રાગથી પોતે ભિન્ન છે. ‘એમ રહે છે. એવી સ્થિતિ રહે છે. લોકપરિચય ગમતો નથી.’ લોકોનો પરિચય, લોકોનો પ્રસંગવશ પરિચય થાય છે પણ અમને એ પ્રસંગ ગમતા નથી. “mતમાં સાતું નથી. આ કાઠિયાવાડી ભાષા છે. સાતું નથી એટલે સુહાતું નથી. જગતમાં અમને સુહાતું નથી. આવા ધર્માત્માઓ સહજ મુનિદશામાં આવે છે. જેને જગતમાં લોકપરિચય ગમતો નથી તે અસંગ દશામાં જંગલમાં જાય છે. જેને જગતમાં સુહાતું નથી એ જગતને છોડી શકે છે. બીજાઓ ખરેખર છોડી શકે છે એ વાત માનવા જેવી નથી. પહેલી આવી દશા અંદરમાં થઈ જાય છે પછી મુનિદશામાં પ્રવેશ થાય છે. મુમુક્ષુ – આવી દશામાંથી પસાર થયા પછી મુનિદશા આવે છે. પૂજ્ય ભાઈશ્રી :- એવી દશાની તીવ્રતા આવે છે ત્યારે મુનિદશામાં આવે છે. એ જ દશાની તીવ્રતા તે પોતે સ્વયે મુનિદશા છે. વધારે શું લખીએ ?' એકાવતારી છે ને ! એટલે મુનિદશા યોગ્ય ગૃહસ્થની અંદર એવી સ્થિતિ આવી જાય છે. વધારે શું લખીએ? જાણો છો. અત્રે સમાગમ હો એમ તો ઇચ્છીએ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી.' જુઓ ! પોતાનો પુરુષાર્થ બરાબર ચાલે છે. જેટલી માત્રામાં પોતાની શક્તિ અનુસાર જેટલો ચાલવો જોઈએ એ પ્રમાણે ચાલે છે અને ચાલે છે એટલે એમ કહે છે કે જે કાંઈ હવે છે એ બધું કર્મ નિર્જરવા માટે છે. હિસાબકિતાબ સાફ કરીએ છીએ. જેની સાથેની લેણ-દેણ છે એ બધી પૂરી કરીએ છીએ. કોઈ રાગથી પ્રવૃત્તિ કરીએ છીએ એ વાત હવે અમારા માટે નથી. મુમુક્ષુ :- આટલી મોટી પ્રવૃત્તિમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થવું, બીજો દાખલો નથી લીધો. બીજા મોટે ભાગે નિવૃત્ત થાય છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, “સોગાનીજીને પ્રવૃત્તિમાં થયું. એ તો આથી વધારે કપરા સંયોગોમાં હતા, વધારે કપરા સંયોગોમાં હતા અને વધારે પ્રવૃત્તિ અને વધારે વસ્તીવાળા ક્ષેત્રમાં ગયા. બધું વધારે થયું. પછી કલકત્તા ગયા છે. “અજમેર હતા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ રાજહૃદય ભાગ-૫ પહેલાં “અજમેર હતા ત્યારે આવ્યા. પાછા “અજમેર ગયા. “અજમેર છોડીને પછી “કલકત્તા ગયા, પરિસ્થિતિના કારણે. માણસ દેશ છોડીને પરદેશ ક્યારે ખેડે ? કે દેશમાં રોટલા ન મળતા હોય એ પરદેશ જાય. “મુંબઈમાં તો લોકો હજી આજે ચર્ચા કરે છે કે ભાઈ આપણે મુંબઈમાં શું કરવા આવ્યા ? આપણને દેશમાં રોટલા નહોતા એટલે આપણે અહીંયાં આવ્યા. એમ ત્યાં ચર્ચા કરતા હોય છે આપણા લોકો. સીધી વાત છે કે નહિ ? લિ. યથાર્થ બોધસ્વરૂપના યથાયોગ્ય' એ રીતે કેટલીક પોતાની દશાનું વર્ણન કરીને આ પત્ર પૂરો કર્યો છે. મુમુક્ષુ - મુમુક્ષુને ... પૂજ્ય ભાઈશ્રી :- ફરીથી સમજાણું નહિ. મુમુક્ષુ :- મુમુક્ષુને લોક પરિચય ન હોવો જોઈએ. પૂજ્ય ભાઈશ્રી - ઓછો કરી નાખવો જોઈએ. હા, બને એટલો ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમકે લોકપરિચય તો ક્યારે કરે છે ? એને એ પરિચયમાં રસ પડે છે ત્યારે કરે છે. પ્રસંગ પડે તો પણ એમ ઇચ્છે કે જેટલો પ્રસંગ ઓછો પડે એવી પ્રવૃત્તિમાં રહું. લોકપરિચય છે એ તો કુસંગ છે. શું છે ? લોકોનો જે પરિચય છે એ શું છે? કુસંગ છે, કોઈ સુસંગ-સત્સંગ થોડો છે કાંઈ ? લોકો તો રંગરાગમાં પડેલા છે. જગતના જીવો તો રંગરાગમાં (છે). શું વાત આવશે ? બે-પાંચ જણા ભેગા થશે શું વાત કરશે ? કાં રાજકથા કરશે, કાં ભોજનકથા કરશે, કાં સ્ત્રીકથા કરશે. ચાર કથામાંથી બીજું કામ, ભોગબંધનની કથા સિવાય ચાર જણા ભેગા થઈને બીજું શું કરશે ? એમાં તો જેને રસ છે એ ભેગા થાય છે. સીધી વાત છે. આ સગાસંબંધીઓ ભેગા થઈને કરે છે શું ? ચર્ચા શું ચાલે છે? વેપારી હોય તો વેપારની કરશે. વકીલ હશે તો વકીલાતની કરશે. એટલે એના ધંધાની કરશે. જાજી તો ધંધાની કરશે. કાં દેશની કરશે, કાં ગામની માંડશે. શું કરે છે ? પ્રસંગ પડે અને જવું પડે કે ભાઈ આ સાદડીમાં જાવાનું, કે લગ્નમાં જવાનું છે તો જાવું પડે છે વ્યવહારે. બાકી અમથો અમથો પરિચય વધારવાનું શું કારણ છે ? કારણ વગર જવાનું પ્રયોજન શું છે ? કે પોતાને એ પ્રકારના વાતચીતનો રસ હોય તો જાય. મુમુક્ષુ - જાજાના પરિચયથી મારે વેપારમાં ફાયદો થઈ જશે. Page #150 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૧૭ ૧૩૧ પૂજ્ય ભાઈશ્રી :- તો એ તો પતી ગયું. એ તો વળી એમાં તો કાંઈ બાકી રહ્યું જ નહિ પછી. પછી તો કાંઈ બાકી રહેતું નથી. જેને હજી લાભ મેળવવો છે એને તો લાભ મેળવવાની હજાર દુકાનો કરવી છે. એને એક પરિચય નથી કરવો. એને આખા જગતમાં જેટલું થાય એટલું બધું કરવું છે. અભિપ્રાયમાં તો એ છે. પછી પ્રાપ્ત સંયોગો અનુસાર કરે છે, પણ એને તો કાંઈ કરવામાં બાકી જ નથી રાખવું. મુમુક્ષુ - હજી તો છોકરાઓના સગપણ કરવા છે. પૂજ્ય ભાઈશ્રી - હા, પણ એ તો કરવા છે ઘણાય, પણ હવે કાંઈ પોતાની ઇચ્છા પ્રમાણે થોડું થાય છે ? અને એમ કરવાથી થાશે એવું કાંઈ થોડું છે ? એવું. કાંઈ નથી કે એમ પરિચય વધારવાથી જ થાય એવું કાંઈ નથી. સૌ પોતાના નસીબ લઈને આવ્યા છે. એના નસીબ નથી કાંઈ ? એના પૂર્વકર્મ નથી કાંઈ ? કે પોતે એનું પૂર્વક ઘડે છે? પૂર્વકર્મ અનુસાર છે. વિકલ્પ ઊઠે તો એ જુદી વાત છે. એ પોતાનું કારણ છે. પોતાના પૂર્વકર્મનું કારણ છે. બાકી કરી શકે છે એ વાતમાં તો કાંઈ માલ નથી. એટલે તો આ કહે છે કે બે દ્રવ્ય ભિન્ન છે એ વાત મુખ્ય રાખી છે ? કે હું કરી શકું છું એ વાત મુખ્ય છે ? હું કરી શકું છું એમ લઈને ફરવું છે. એ તો પત્ર છે, પત્ર તો એ ચાલે છે. મુમુક્ષુ :- ટ્રસ્ટના કાર્યો હોય, સેવાના કાર્યો હોય... પૂજ્ય ભાઈશ્રી :- કોઈને એક જાતનો રાગ હોય છે. જોકે એમાં શુદ્ધ માણસો ઓછા હોય છે. કોઈ માન ખાતર કરે છે, કોઈ બીજા હેતુ ખાતર કરતા હોય છે. પણ છતાં માનો કે કોઈ માન ખાતર ન કરતા હોય અને લોભ ખાતર પણ ન કરતા હોય તો પણ એક જાતનો એ રાગ છે, બીજું કાંઈ નથી. એ સિવાય એથી વધારે કિાંઈ નથી એમાં. મુમુક્ષુ :- વિદ્યાલય ચલાવવાનું કામ. પૂજ્ય ભાઈશ્રી :- એમાં કાંઈ નથી. એ બધા રાગના પ્રકાર જુદાં જુદાં, ભિન્નભિન્ન રાગના પ્રકાર છે. કરી શકે છે કાંઈ ? સેવાનો રાગ કરે. સેવા કરી શકે છે ? વિદ્યાલય ચલાવવાનો વિકલ્પ થાય, રાગ થાય એટલે ચલાવી શકે છે ? કરી શકે છે એ વાતમાં કાંઈ માલ નથી. મુમુક્ષુ :- અભિમાન આવ્યા વિના રહે નહિ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી - કેવી રીતે ન આવે ? પર્યાયબુદ્ધિમાં તો ઊભો છે. જીવ મિથ્યાદષ્ટિ હોવાથી પર્યાયબુદ્ધિમાં તો ઊભો છે. હવે જે પર્યાય થવામાં એમાં અહમ્પણું તો કરવાનો ! હું આવો સેવક, હું આવો સેવક. છેવટે એનું અભિમાન તો કરશે જ. અભિમાનથી છૂટવાનો તો કોઈ અવસર જ નથી. હું સારી વ્યવસ્થા કરી શકું છું, બધા કરતા વધારે સેવા કરી શકું છું, સારામાં સારી ગામની સેવા આપણે કરી. મેં કર્યું. મેં કહ્યું. કર્યું. એ તો જાણે કેવી રીતે ? ટળશે કેવી રીતે ? દઢ થાશે. પહેલી વાત તો એ છે કે જીવે પોતાને એક પ્રશ્ન પૂછવાની જરૂર છે કે તારે તારું આત્મહિત કરવું છે કે નહિ ? અનંત કાળે મનુષ્યપણું આવે છે અને આવ્યું. દુર્લભ એવું મનુષ્યપણું મળ્યું) એમાં આત્મહિત કરી લેવું છે કે આ લોકના બધા “ધા-ઉધામાં છે એ બધા કરવા છે ? શું કરવું છે ? પોતાના આત્માને પોતે પૂછી "લેવું. સીધી વાત છે. પછી એને ખબર પડશે કે મારે ખરેખર શું કરવું છે ? જે કરવું હોય એના માટે તું સ્વતંત્ર છો, કોઈ બંધન નથી. તારે જે કરવું હોય તે. પણ તું નક્કી તો કર કે તારે કરવું છે શું આખરમાં ? | મુમુક્ષુ :- પચાસ ટકા આ બાજુ અને પચાસ ટકા પેલીબાજુ એમ કરે તો... પૂજ્ય ભાઈશ્રી :- કાંઈ કાંઈ નહિ. એક ટકો પેલી બાજુ ગયો કે સોએ સોએ ટકો ગયો. એક ટકો પણ પેલી બાજુ ગયો એટલે સોએ સો ટકા ગયો. સીધી વાત છે. મુમુક્ષુ :- કાં તો પૂરેપૂરો આમ જાય, કાં તો પૂરેપૂરો આમાં જાય. બે છે. પૂજ્ય ભાઈશ્રી :- નક્કી તો–નિર્ણય તો એક જ બાજુનો જ થાશે. આ બાજુ ઘર છે અને આ બાજુ ગામ છે. બરાબર ? હવે અમુક ટકા આ બાજુ જાવ અને અમુક ટકા આ બાજુ જાવ, એમ કરી દ્યો જોઈ. મુમુક્ષુ :- ન બને. પૂજ્ય ભાઈશ્રી - અમુક ટકા તમે ઘર બાજુ ચાલો. અમુક ટકા તમે ગામ બાજુ ચાલો. એક્કે બાજુ નહિ જાવ. એ ટકાવાળી સમજણ વગરની વાત છે. કે અમુક ટકા રાખીએ તો ? એ વાત સમજણ વગરની છે. જે બાજુના ટકા છે એ સોએ સો ટકા હોય છે. કાં તો જીવ સોએ સો ટકા સંસારાર્થી છે, કાં તો જીવ સોએ સો ટકા મોક્ષાર્થી છે. બે જ માર્ગ છે–એક સંસારમાર્ગ છે અને એક મોક્ષમાર્ગ છે. જે મોક્ષમાર્ગી છે તે સંસારમાર્ગી નથી અને સંસારમાર્ગી છે તે મોક્ષમાર્ગી નથી. એમાં ટકાવારી ફકાવારી Page #152 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૮ ૧૩૩ કાંઈ છે નહિ. નિર્ણય પોતાને કરવાનો છે. કયા માર્ગે ચાલવું એ નિર્ણય પોતાને કરવાનો છે. અને એમાં પોતે સ્વતંત્ર છે. એમાં તીર્થંકર પણ એને બાંધી શકે એવું નથી. એ તો પોતે આગળ લખશે કે, “બાંધનારને કોઈ છોડાવનાર નથી અને જેને છૂટવું છે એને જગતમાં કોઈ બાંધનાર નથી.” આ સીધી વાત છે. એ તો પોતે ની અંદર લખે છે. કેટલી વાતો લખી છે ! કોઈ પડખું જાણે બાકી નથી રાખ્યું એટલી વાતો લખી છે ! મુમુક્ષ :- જે જ્ઞાની કરતા હોય તે માર્ગ જ મુમુક્ષ માટે છે. પૂજ્ય ભાઈશ્રી :- જો જ્ઞાની થવું હોય તો, મુમુક્ષુએ જ્ઞાની થવું હોય તો જ્ઞાની જે રીતે એ વર્તે છે એ માર્ગે ચાલવાનો પ્રયત્નવાન થાય અને એ જ રીતે ચાલવાનો પ્રયત્ન કરે. પછી ચાલી શકે પોતાની શક્તિ અનુસાર, પણ પ્રયત્ન તો એને એ કરવો કે એથી ઊલટો કરવો ? કઈ રીતે પ્રયત્ન કરવો ? સીધી વાત તો એ છે. ૩૧૭ પત્ર પૂરો) થયો. પત્રાંક-૩૧૮ મુંબઈ, પોષ વદ ૧૩, ગુરુ, ૧૯૪૮ બીજા કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા શાંતસુધારસાદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે. પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે. શ્રી બોધસ્વરૂપ છે Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચજહૃદય ભાગ-૫ ૩૧૮. કુંવરજી મગનલાલ' ઘણું કરીને કલોલના કોઈ ભાઈ છે. બીજાં કામમાં, પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. શું કહે છે? આ સીધું માર્ગદર્શન આપ્યું છે કે પૂર્વકર્મને વશ અનેક પ્રકારના પ્રસંગ થશે, ઊભા થશે. લાવવા પડતા નથી, પ્રસંગ ઊભા થશે. તો ગૃહસ્થી માણસને સંસારની અંદર કોઈપણ બીજા કામમાં પ્રવર્તવાનું થાય છે પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. આ Practice કરાવે છે, જુઓ ! સીધી Practiceની વાત છે. અન્ય છું, પારકો છું-એ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. મારું છે એમ ધણી થઈને કરીશ તો મરી જઈશ. ખલાસ ! ડૂબી જઈશ તું. એમાં પછી બહાર નીકળવાનો કોઈ અવસર નથી. મારું નથી પણ કોઈએ મને વ્યવસ્થા સોંપી છે, આ નોકરીએ ચડાવ્યો છે. નોકરી પૂરી કરીને, પગાર લઈને ચાલતો થાવ. આ મહિને પગાર લે છે ને ! એમ ઘરમાં ખાવું, પીવું. પોતાની ઈચ્છા અનુસાર તો પોતે પગાર લે છે કે નહિ ? પગાર લે અને કામ કરી દેવું. પણ પગારદારને ધણીપણું આવતું નથી. નુકસાન જાય તોપણ શેઠને અને નફો થાય તોપણ શેઠને.. મુમુક્ષુ – Paying guest તરીકે રહે. - પૂજ્ય ભાઈશ્રી :- હા. Paying guest. “સોગાનીજીએ કહ્યું હતું કે મેં તો પંગુ હો ગયા હું પણું એટલે હાથ-પગ ભાંગી જાય એને પંગુ કહે છે. તો કહે છે, મેં તો પંગુ હો ગયા હું દો યઇમ રોટી ખીલા દેના. બે ટઇમ રોટલી ખવડાવી દેજો. મારું હવે આમાં કાંઈ કામ કરી શકું એવું મને નથી લાગતું. તબીયત કાંઈ ખરાબ હતી એવું નહોતું. પણ પોતાનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો, કામ કરવા માટે પોતાનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો. તો પરિવારવાળાને કીધું કે ભાઈ! મને બે ટાઇમ રોટલી આપી દેજો, હું તો પડ્યો રહીશ એકકોર. બાકી મને કાંઈ કામ કરવું સૂઝે એવું હવે કાંઈ મારી સ્થિતિ દેખાતી નથી. એ વાત વાંચીને ‘ગુરુદેવને બહુ અસર થઈ હતી. મુમુક્ષુ - એક લીટીમાં કેટલો બધો માલ ભર્યો છે. પૂજ્ય ભાઈશ્રી – એક લીટીમાં તો ઘણી વાત લખી છે. ગુરુદેવ' એમ બોલ્યા હતા કે જુઓ તો ખરા ઘરમાં રહીને આનો વૈરાગ્ય કેટલો છે ? એમ મુમુક્ષને અહીંયાં માર્ગદર્શન છે કે બીજા કામમાં પ્રવર્તતી વખતે પણ ચાલુ વર્તમાન ધે છે, પ્રવર્તતા એટલે ચાલુ વર્તમાન, પ્રવર્તતા પણ અન્યત્વભાવનાએ Page #154 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૨૧૮ ૧૩૫ વર્તવાનો અભ્યાસ ચખવો યોગ્ય છે. પારકું છે. અહીં તો ડોસો થાય તોપણ છોકરાને Control ન આપે. મુમુક્ષુ :- આ પહેલાંની વાત હતી. પૂજ્ય ભાઈશ્રી :- અત્યારે તો લઈ લે. પણ એ લઈ લે તો ઘર્ષણ થાય છે. લઈ લે એમાં શું થાય ? એને દેવું ન હોય તો શું થાય ? ઘર્ષણ થાય કે ન થાય? એક મોટી ઉંમરના મુમુક્ષભાઈ હતા. અમે એક વખતે ફંડ માટે ગયા. બહુ શ્રીમંત પૈસાવાળા માણસ હતા. પૈસા તો ઘણા છે, ભાઈ પણ હવે ભાવ નથી ચાલતો. દેવાનો ભાવ નથી થતો. પૈસા તો ઘણા છે. પૈસા નથી એવું નથી પણ મારી કોઈ યોગ્યતા જ એવી છે કે દેવાનો ભાવ મને નથી થતો. મેં કીધું, પણ કોના દેવા છે. એ તો નક્કી કરો હવે ? તમારા દેવા (છ)? અમે ગયા ત્યારે છોકરાઓ બહાર બેઠા હતા કે આ લોકોના દેવાના છે તમારે ? તમે તો મહેમાન છો હવે. હવે જે દેવાના છે એ ઓછા થશે તો આના ઓછા થશે તમે દેશો તોપણ. તમારે શું છે પણ હવે ? જેટલા છે એટલા તમે ખાઈ શકો એમ છો નહિ પૈસા ઘણા છે. તમે વાપરી શકો. એવું છે નહિ. વાપરવાની તમારી દેહની પરિસ્થિતિ નથી. હવે એમાંથી દઈ દો તો. આના ઓછા થાય છે, તમારા ક્યાં ઓછા થાય છે ? પણ અન્યત્વભાવના આવવી બીજી વાત છે. મારા છે ને હું દઉં છું. દેનાર એમ કરે છે. અથવા મારા છે ને મારે દેવા નથી. એમ કરે છે. અને એક સરખા ઊભા છે. અન્યત્વભાવનાએ વર્તવાનો, હોં ! અન્યત્વભાવનાએ વિચારવાનો અભ્યાસ રાખજો એમ નથી કહેતા. વર્તવાનો અભ્યાસ રાખજો. જુઓ ! બીજાં કામમાં પ્રવર્તતા પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે.' મુમુક્ષુ - ભાવના શબ્દ લખ્યો છે, વિચાર નથી લખ્યું. પૂજ્ય ભાઈશ્રી – હા. અને ભાવનાએ વર્તવું, એમ. ભાવનાએ પરિણમવું, એમ વાત છે. વિકલ્પ કરવો એ વાત નથી. વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા “શાંતસુધારસાદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે. એ ખાસ પોતે ગૃહસ્થ મુમુક્ષુને વૈરાગ્યના ગ્રંથો વાંચવાની ખાસ ભલામણ કરતા. કેમકે જીવને રાગ તીવ્ર થાય છે. મુમુક્ષુને પણ ગૃહસ્થની પરિસ્થિતિમાં તીવ્ર રાગ થાય છે તો વૈરાગ્યની વાત વારંવાર ખાસ બતાવે છે. વાંચન પણ વૈરાગ્યના ગ્રંથોનું Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ચજહૃદય ભાગ-૫ રાખવું. * મુમુક્ષુ :- બચાવે છે. પૂજ્ય ભાઈશ્રી :- એને એ દવાની જરૂર છે એમ કહે છે. ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે. વાંચી જવું એમ નહિ. એનું ચિંતન કરવું. મુમુક્ષુ - એક એક શબ્દ તોળી તોળીને લખ્યો છે. પૂજ્ય ભાઈશ્રી - એમાં કાંઈ સવાલ નથી. એક એક શબ્દનું ઘણું મૂલ્ય છે! એમાં પણ જેને લખ્યું છે એ જો એની કિમત કરી શકે તો એનો બેડો પાર થઈ જાય. મોટી વાત એ છે. જેને સીધું કીધું છે એ જો એનું મૂલ્ય કરી શકે તો એનો ઉદ્ધાર થઈ જાય. એવી વાત છે. અને એ જ રીતે એના સ્થાનમાં બેસીને કોઈ મુમુક્ષુ વિચારે તો એને પણ એ જ પ્રકારે લાભ થવાનો, લાભ થાય છે. જેને પત્ર લખ્યો છે એ સ્થાનમાં હવે હું મારી જાતને ગોઠવું છું, તો એને લાભ થાય છે. મુમુક્ષુ - લાભ જ થાય. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો સીધી વાત છે. લાભ થાય એવી જ વાત છે. સ્વ-પર ઉપકારી વાત છે. આ તો બધો વ્યવહાર છે ને. તીર્થ પ્રવૃત્તિ. આ પત્રથી સત્સંગ થાય છે. પણ સત્સંગ એક તીર્થ પ્રવૃત્તિ છે ને ? તીર્થની, બાહ્ય તીર્થની પ્રવૃત્તિ છે. વ્યવહાર નયનો વિષય છે. પણ વ્યવહાર નયને એક સાથે, વ્યવહાર નયના એક સિક્કાને બે બાજુ છે. એની એક બાજુ એવી છે કે જે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરે છે અને એ જ સિક્કાની એક બાજુ એવી છે કે એ વ્યવહાર દ્વારા નિશ્ચયનું નિરૂપણ કરે છે. વ્યવહાર દ્વારા નિશ્ચયનું નિરૂપણ થાય છે અને એ જ વ્યવહાર નય દ્વારા ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. એટલે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ઉચિત માનવામાં આવ્યો છે. એનું કારણ આ છે. મુમુક્ષુ :- વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. છે ને ? (“સમયસાર' ની બારમી ગાથા છે. મુમુક્ષુ - લોકો કહે છે, “ગુરુદેવ' વ્યવહારને ઊડાવે છે. ઊંચામાં ઊંચો વ્યવહાર ગુરુદેવ' નો છે. પૂજ્ય ભાઈશ્રી - વ્યવહાર એટલી રીતે સ્થાપતા હતા કે જરાક કોઈ વ્યવહાર Page #156 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૮ ૧૩૭ બહાર જાય તો લાલ આંખ થઈ જાય “ગુરુદેવની. એટલો વ્યવહાર જોરથી સ્થાપતા હતા. આપણે પરમાગમસાર’માં તો એ વાત લીધી છે કે અરિહંતની સ્થાપનાનો વિષય પોતે લીધો છે એ વિષયમાં તો. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી. આ વ્યવહાર છે. દેવગુરુશાસ્ત્ર અને સન્દુરુષ સાચા નિમિત્ત છે. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી. તેને આત્માનું મહાભ્ય તો આવતું જ નથી. કોઈ કાળે ન આવે એને આત્માનું મહાસ્ય. નિમિત્તનો વિવેક... નિમિત્તને ઉડાતતા નહોતા. “નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. એમ કહે છે. એ ઉપાદાનનો વિવેક છે. કોઈ માને ‘ગુરુદેવના શબ્દો છે? એવી વાત ખેંચી છે. “મોક્ષમાર્થ પ્રકાશકનો વિષય ચાલ્યો છે. મોક્ષમાર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનોમાંથી ખેંચેલું છે. સ્વરૂપની દષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. લોકો નિશ્ચયના બહાને ભૂલ્યા છે. અને વ્યવહારને સમજતા નથી. અને તેથી તે નિશ્ચય વ્યવહાર બને ભલ્યા છે. એનો નિશ્ચય પણ ખોટો અને વ્યવહાર તો એનો સીધો જ ખોટો છે. એ પરમાગમસારનો ૮૨૭(મો) બોલ છે. (અહીંયાં) છેલ્લી લીટીમાં કહે છે. પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે. આ એક દૃઢ નિશ્ચય રાખવો યોગ્ય છે કે પ્રમાદવશ એટલે બીજા કામમાં તીવ્ર રસથી પ્રવર્તવું તે અહીંયાં પ્રમાદ છે, એમાં વૈરાગ્યની તીવ્રતા ઘટવી ન જોઈએ અથવા મુમુક્ષતા મંદ થવી ન જોઈએ. મુમુક્ષુતા. મંદ થાય કે વૈરાગ્ય મંદ થાય એ પ્રકારે પ્રમાદમાં વર્તવું યોગ્ય નથી. અથવા એ પ્રકારે જો જીવ પ્રમાદમાં વર્તે છે તો એણે એનો નિશ્ચય બરાબર કર્યો નથી. એને વિકલ્પાત્મક નિર્ણય પણ દઢ નથી. એ દઢ નિશ્ચયમાં નથી. ઉપર ઉપરથી બધું કરે છે તો એની તો કાંઈ અસર રહેવાની નથી. આપણે કહે છે ને કે ભાઈ ! વાંચીએ છીએ ત્યારે, સાંભળીએ છીએ ત્યારે બધું બરાબર લાગે છે પણ પછી કાંઈ રહેતું નથી. એનું કારણ શું છે? કે પ્રમાદમાં ન તો વૈરાગ્યની તીવ્રતા રહે છે, ન તો મુમુક્ષતાની તીવ્રતા રહે છે. એનું કારણ નિશ્ચય દઢ નથી. મારે જે કામ કરવું છે એનો પણ મારે દઢ નિશ્ચય નથી. એટલે એ બધું થોડું સાંભળેલું, વાંચેલું હોય છે એ ધોવાઈ જાય છે, એની કોઈ અસર નથી રહેતી. એનું કારણ છે. અહીં સુધી રાખીએ. Page #157 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૯ મુંબઈ, માહ સુદ ૫, બુધ, ૧૯૪૮ અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે ! તા. ૨૪-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૮૯ પત્રાંક ૩૧૯ થી ૩૨૧ પાનું ૩૧૩. શ્રી સોભાગ્યભાઈ' ઉ૫૨નો પત્ર છે. અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. વર્તમાનમાં સંસારી જીવની શું સ્થિતિ છે એનું વર્ણન કર્યું છે. આ જીવની હયાતી અનંત ભૂતકાળથી છે. કોઈપણ કાળે પોતાના મૂળ સ્વરૂપની સંભાળ જીવે લીધી નથી અથવા મૂળ સ્વરૂપે Page #158 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૯ ૧૩૯ પોતે કેવો છે એની એને ખબર જ નથી. ખબર જ નથી એને અહીંયાં વિસ્મરણ કહે છે. અનંત કાળથી પોતે પોતાના મૂળ સ્વરૂપે કેવો છે એની જીવને ખબર નથી અને અનેક પ્રકારના ઉદયિકભાવો એટલા સામાન્ય થઈ પડ્યા છે કે સહજપણે તે ભાવમાં જીવ પરિણમી જાય છે. અન્યભાવ એટલે સ્વરૂપ સિવાયનો (ભાવ). સ્વરૂપભૂત, સ્વરૂપાકાર ભાવ નહિ. સ્વરૂપથી વિરૂદ્ધ કોઈપણ કલ્પનાએ, કોઈપણ કલ્પનાએ એટલે ઉદય જનિત પર્યાય જે કાંઈ છે તેવો જ હું આખેઆખો એવો જ છું, સદાય એવો જ છું. એવો જે અન્યભાવ. અન્યભાવનો અર્થ એ લેવો. વિભાવભાવ. વિભાવભાવ છે તે અન્યભાવ છે સ્વભાવભાવ તે અનન્યભાવ છે, પોતાનો ભાવ છે.. - “સ્વરૂપનું વિમરણ હોવાથી.” સ્વરૂપની ખબર નહિ હોવાથી વિભાવભાવ જીવને સાધારણ થઈ ગયો છે. સહજમાત્રમાં જીવ વિભાવરૂપે પરિણમે છે. જો કે એનો ઊંધો પુરુષાર્થ એમાં છે. તોપણ પોતે ઊંધો પુરુષાર્થ સમયે સમયે કરી રહ્યો છે એની પણ એને ખબર નથી. વિભાવભાવ એટલો સહજ થઈ ગયો છે, સાધારણ થઈ ગયો છે એટલે સહજ થઈ ગયો છે. આપણે નથી કહેતા કે ભાઈ ! આ કામ કરવું એ તો અમારે સાધારણ વાત છે. ફ્લાણું કામ કરવું એ તો અમારા માટે બહુ સાધારણ વાત છે. માણસ એમ કહે ભાઈ ! અમારે પાંચ-પચીસ ડગલા ચાલવા એ તો સાધારણ વાત છે. પાંચ-પચીસ ડગલા તો ચાલીએ, એમાં શું ? એ તો સાધારણ વાત છે. એમ રાગાદિ વિભાવભાવે પરિણમવું એ તો બહુ સાધારણ થઈ પડ્યું છે. એનું કારણ શું ? કે અનંત કાળથી એ એનો અભ્યાસ છે. મુમુક્ષુ - તોપણ એને કેટલો લાંબો કાળ લાગે છે. પૂજ્ય ભાઈશ્રી - તોપણ ક્રમે જાય છે. તોપણ વિભાવ ટળે છે એ ક્રમે ક્રમે ટળે છે. મુમુક્ષુ - કેટલો લાંબો કાળ ! ત્રણ-ત્રણ-ચાર-ચાર ભવ નીકળી જાય. પૂજ્ય ભાઈશ્રી :- હા, એથી પણ કોઈને જાજા (વધુ) નીકળે છે. પણ એ તો શું છે કે જીવની શક્તિ ઘણી છે છતાં પણ જેટલો પુરુષાર્થ હોય તેટલું કામ થાય છે. નિયમથી ક્રમ તો પડે જ છે. અક્રમે કોઈ સીધો સમ્યગ્દર્શનના કાળે જ સિદ્ધપદને પામે એવું કદી કોઈના માટે બનતું નથી અને એના માટે એમણે ઘણી વાતો લખી છે. જેમ એક પત્થર છે. આખો દિવસ તપેલો રહે. સાંજ પડી જાય ત્યારે એના Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ રાજહૃદય ભાગ-૫ ઉપર છાયો આવે તો પણ એકદમ તપેલો હોય છે. છાંયો છે ત્યારે કોઈ પ્રશ્ન કરે કે હવે છાંયામાં રહેલો પત્થર ઊનો કેમ છે ? તો કહે છે. આખો દિવસ તપેલો રહ્યો છે એટલે ઠરતા એને સમય લાગશે. એમ વિભાવભાવ એટલો અભ્યાસિત થઈ ગયો છે. એટલો સહજ થઈ ગયો છે કે એ ક્રમે ક્રમે જતા, ઘટતા, મટતા એને સમય લાગે છે. (વાલ પરના દોm) મુમુક્ષુ - એનાથી પાછો વિરુદ્ધ દાખલો પણ છે. “ભરત મહારાજાના સો પુત્રો નિગોદમાંથી આવ્યા છે. કાંઈ પૂર્વ સંસ્કાર નહોતા. તોપણ એક ભવમાં... - પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો એમ કહ્યું કે શક્તિ છે. જીવમાં અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શન પામે તેને તે જ ધ્યાન અવસ્થામાં પોતે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લઈ શકે. મુનિદશા પહેલેથી અંગીકાર કરીને કષાય તો એટલા બધા પાતળા પડી ગયા હોય કે એ તો એણે સમ્યગ્દર્શન પહેલાં બાહ્યચારિત્રમાં આવવાનું તો બધું પતાવી લીધું હોય. હવે સમ્યગ્દર્શન થાય અને એના એ જ ધ્યાનસ્થ અવસ્થામાં છૂટે જ નહિ, બહાર આવે જ નહિ. શ્રેણી માંડે તોપણ અંતર્મુહર્ત તો લાગે. એટલે ક્રમ તો પડે જ. પણ ઉત્કૃષ્ટ શક્તિ એવી છે કે અંતર્મુહૂર્તમાં પામે. અનઉત્કૃષ્ટમાં એવું છે કે સમ્યગ્દર્શન પામ્યા પછી વધુમાં વધુ પંદર ભવ સુધી ભવાન્તર થાય છે. મુમુક્ષુ – દસ તો મહાવીર ભગવાનને થયા. પૂજ્ય ભાઈશ્રી :- દસ ભવ તો ભગવાન મહાવીરસ્વામીના પ્રસિદ્ધ છે. મુમુક્ષુ :- બે પાંચ ભવની ગણતરી શું છે ? પૂજ્ય ભાઈશ્રી :- હા, કોઈ ગણતરી નથી. અનંત કાળમાં સાધકદશાનો અસંખ્ય સમયનો કાળ છે. જેટલા ભવ થાય કોઈને એમાં અસંખ્ય સમયથી વધારે નથી. અનંત સમય કોઈને નથી. એટલે અનંત કાળના પ્રમાણ પાસે એ પ્રમાણ ઘણું અલ્પ છે, એમ વાત છે ખરેખર તો. અને દૃષ્ટિ થતાં પોતાનું સ્વરૂપ કબજામાં આવ્યું પછી એ સંબંધીનું અસમાધાન નથી. પછી પોતાના પુરુષાર્થમાં જીવ ઉદ્યમવંત રહે છે, પુરુષાર્થવંત રહે છે અને યથા સમયે પૂર્ણ થઈ જાય છે. બસ ! કોઈ વહેલો, કોઈ થોડો વહેલો, કોઈ થોડો મોડો એ બહુ મહત્ત્વ વગરની વાત છે, એનું કોઈ ખાસ મહત્ત્વ નથી. અહીંયાં તો મુમુક્ષુ માટે વાત લીધી છે કે વર્તમાન મુમુક્ષુની દશા જોવામાં આવે Page #160 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૯ ૧૪૧ તો એને વિભાવ તો સહજ થઈ ગયો છે, સાધારણ થઈ ગયો છે એનું કારણ એ છે અનંત કાળ થયા એને સ્વરૂપનું વિસ્મરણ છે. નિગોદમાંથી આવીને પામી જાય છે એમાં બુદ્ધિપૂર્વકનો અપરાધ બહુ નથી. જાણી જોઈને જીવ અપરાધ કરે છે એ જરા કાઢવો મુશ્કેલ પડે છે. જાણી જોઈને જે જીવ અપરાધ કરે છે ત્યારે તે અપરાધનું જે કલંક છે એ ભૂંસાડવું એ એને થોડું કઠણ પડે છે, એમાં સમય જાય છે, એમાં સમય જાય છે. - ભગવાન મહાવીર સ્વામીનો ઇતિહાસ લઈએ તો અનંત કાળના એ આત્માનો ઇતિહાસ એક ક્રોડાક્રોડી સાગરનો મળે છે. “ઋષભદેવ ભગવાનના (સમયથી) મરિશીકુમાર' તરીકે જન્મ્યા. ત્યારથી ઇતિહાસ મળે છે એ પહેલાં એમનો ઇતિહાસ નથી મળતો. ત્યારપછી સિંહના ભવમાં એટલે નવ ભવ અગાઉ દસમા ભવે જે એમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું એ એક ક્રોડાકોડી સાગરનો ગાળો છે. આખો ચોથો આરો પસાર કર્યો. ચતુર્થ આરાના પ્રારંભમાં મરિચીકુમાર હતા. અહીંયાં દસમા ભવમાં લગભગ છેલ્લા થોડા ભવ રહ્યા એ ચતુર્થ આરાના થોડા કાળના રહ્યા. એમાં આ તો સાવ છેડે પોતે લગભગ બે મહિના અને ચાલીસ કે વીસ દિવસ જેવો સમય રહ્યો છે અને પોતે નિર્વાણ પામ્યા છે. ચતુર્થ આરાને બે મહિના એને વીસેક દિવસ બાકી છે, પછી પંચમઆરો બેસે છે. હવે એટલા કાળમાં વચ્ચે એ બહુ મોટો ગાળો ગયો એમાં બુદ્ધિપૂર્વકનો અપરાધ ઘણો કર્યો છે અને વિશેષ કરીને સન્માર્ગનો વિરોધ કર્યો છે એ બહુ મોટો અપરાધ કર્યો છે. અને એ અપરાધના ફળમાં અનેક વાર નરક ગતિને પ્રાપ્ત થયા છે. નરક ગતિમાંથી નીકળે ત્યારે હિંસક પ્રાણી થાય. હિંસા કરીને વળી પાછા નરક ગતિમાં જાય. ક્યારેક મનુષ્ય થાય તો પાછો સન્માર્ગનો વિરોધ આદરે. આમ ને આમ એમણે બહુ મોટો કાળ પસાર કર્યો છે. છેલ્લે પણ સિંહના ભવમાં નારકીમાંથી આવ્યા છે. પછી સમ્યગ્દર્શન થયા પછી એમની બીજી કોઈ ગતિ નથી. મુમુક્ષુ :- આ નિગોદવાળો કેમ પામી જાય છે એનો ન્યાય બહુ સરસ છે. પૂજ્ય ભાઈશ્રી :- બુદ્ધિપૂર્વકનો જે અપરાધ છે એ કાઢવો મુશ્કેલ પડે છે. જાણી જોઈને કરેલો (અપરાધ કાઢવો મુશ્કેલ પડે છે). એ આગળ લખી ગયા એક જગ્યાએ. ડાબા હાથ બાજુ ઉપર છે. ૨૯૨ (પત્ર છે). ઇચ્છાએ કરીને જે દોષ જાણીબૂજીને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચહદય ભાગ-૫ કર્યો છે એનું ફળ ઘણું કઠણ છે એમ કરીને લખ્યું છે. એનું ફળ ઘણું કઠણ છે. એનું ફળ કઠણ છે એટલે ત્યાંથી નીકળવું મુશ્કેલ પડે છે. રસ ઘણો લે છે ને ! અહીંયાં તો એમ કહેવું છે કે, અનંત કાળથી સ્વરૂપનું વિસ્મરણ હોવા છતાં પણ અશક્ય નથી. એ વિભાવનો નાશ કરવો, અભાવ કરવો એ કોઈ અશક્ય નથી. મુમુક્ષુ જીવ માટે એને શું કરવું યોગ્ય છે ? કે દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે, પણ મુમુક્ષુએ દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહીને બોધભૂમિકાનું સેવન કરવું જોઈએ.. આ અંગે સલાહ આપી છે, માર્ગદર્શન આપ્યું છે કે પોતાને પોતાના અનુભવથી એમ લાગે કે વિભાવ તો સહજ થઈ પડ્યો છે અને અવારનવાર તીવ્ર વિભાવ પણ થઈ આવે છે, સામાન્ય વિભાવ તો મટતો જ નથી, ચાલુ ને ચાલુ રહે છે, ઘણો. સાધારણ થઈ પડેલો આ વિભાવ છે, તો શું કરવું? કે એણે સુદીર્ઘકાળ સુધી સત્સંગમાં રહેવું. બોધ ભૂમિકાનું એટલે આત્માની શુદ્ધિ થાય એવી ભાવના સેવવી. સત્સંગમાં રહીને પોતાની શુદ્ધતાની ભાવનાનું સેવન કરવું. તો તેને સ્વરૂપનું વિસ્મરણ ટળે અને અન્ય ભાવની સાધારણતા પણ ટળે. આ એનો ઉપાય છે. સીધી વાત એ છે કે જીવને સત્સંગમાં બને તેટલું વધારે રહેવું. , અથતુ એમ થવાથી) અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. જે અન્યભાવમાં રસ આવે છે એમાં નીરસપણે આવશે. સત્સંગના સેવનથી એને અન્યભાવની અંદર, ઉદયિકભાવોની અંદર નીરસપણે ઉત્પન્ન થઈ શકશે. નહિતર તીવ્ર રસ કરીને પણ ઘૂસી જાય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે...” સ્વરૂપ લીનતા થવી એ ઘણું દુર્ઘટ છે. આ કાળ એવો છે એટલે ઘણી વિચિત્રતા છે, ઘણી વિષમતા છે કે સ્વરૂપમાં લીન થવું એ દુર્ઘટ છે. અથવા ભાગ્યે જ કોઈ વિરલ જીવ એ દશાને પ્રાપ્ત કરે છે. તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો જોયું ! છતાં અમે નિશંક છીએ, અમને શંકા પણ નથી કે જો જીવ દીર્ધકાળ સુધી સત્સંગનું સેવન કરે તો અવશ્ય તેને આત્મલીનતા સુધી પહોંચવાનો અવસર આવે. અમને એ વાતમાં શંકા પડતી નથી. નિઃશંક વાત છે કે સત્સંગથી, સત્સંગને આરાધ તો જરૂર એ સ્વરૂપ લીનતા સુધી પહોંચે. એટલે સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ પત્રાંક-૩૧૯ સ્વાનુભવની દશાને એ પ્રાપ્ત કરે એમાં અમને કોઈ શંકા પડતી નથી. હવે સત્સંગનું એટલું મહત્ત્વ દર્શાવ્યા પછી વર્તમાન પરિસ્થિતિ ઉપર વાત કરે છે. જિંદગી અલ્પ છે. આ કાળમાં આયુષ્ય છે એ ઘણું મર્યાદિત છે. જિંદગી ઘણી અલ્પ છે, અનિશ્ચિત છે. અલ્પ પણ છે અને અનિશ્ચિત પણ છે. એવો કોઈ નિશ્ચય નથી કે ૫૦ તો થાય જ, ૭૫ તો થાય જ. એવો કોઈ નિયમ નથી. કોઈપણ આયુષ્યમાં, કોઈપણ આયુષ્ય પહોંચતા આયુષ્ય પૂરું થવાનો પ્રકાર હોય છે ખરો. અનિશ્ચિત પ્રકાર જેને કહેવામાં આવે છે. જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છેજીવને જે અભિલાષા છે એનું માપ નથી. વિચાર ભલે પોતે ન કર્યો હોય તોપણ જીવને અનંતાનુબંધીના કષાયને લીધે એની જંજાળ અનંત છે. પોતાના વિકલ્પને તપાસે, અવલોકન કરે તો ખ્યાલ આવે એવું છે કે એક પછી એક પછી એક પછી વિકલ્પની જંજાળ ચાલુ ને ચાલુ જ રહે છે. છટતી નથી. એ વિકલ્પની જંજાળ, ઉદયભાવોની જંજાળ અનંત છે. અનંતાનુબંધી છે ને ! એટલે અનંત છે. એનાથી છેડો છૂટતો નથી. છૂટવા ચાહે તોપણ પોતે છૂટી શકતો નથી. મુમુક્ષુ - . પૂજ્ય ભાઈશ્રી :- હા, એની સાથે અનંતનો અનુબંધ છે. ભલે એક વિકલ્પ દેખાય સાધારણ. કોઈ એમ કહે કે ભાઈ ! અમે તો હવે સંતોષ પકડ્યો છે. અમારે કાંઈ હવે કોઈ સંયોગોની વૃદ્ધિ કરવી, વૈભવ વધારવો, પરિગ્રહ વધારવો કાંઈ અમારે કરવું નથી. જે છે એમાં સંતોષ માનીને બેસી ગયા છીએ. મુમુક્ષુ :- સારી છાપ બેસાડવાની સમાજમાં પ્રથા છે. પૂજ્ય ભાઈશ્રી :- તોપણ ભાવનગર છે એ નિવૃત્ત માણસોનું ગામ કહેવાય છે. City of retired people, અહીંયાં માણસને નિવૃત્તિના વિચાર આવે છે. અહીંયાં અમસ્તા આવેને બહારથી કોઈ દેશ-પરદેશ ખેડીને તો એમ થાય કે હવે નિવૃત્તિ લઈને અહીંયાં રહીએ તો ત્યાં અનંતાનુબંધી છે કે નહિ ? કે ત્યાં પણ અનંતાનુબંધી છે. અનંતાનુબંધીથી નથી છૂટ્યો. બીજા પદાર્થમાં પોતાપણાનો અધ્યાસ, પછી શરીર હો કે બીજા પ્રાપ્ત સંયોગો હો, એ મારા છે, આ મારું છે. જળવાય રહે છે. વધારવું નથી પણ જળવાય રહે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચજહૃદય ભાગ-૫ એ તો ભાવ છે કે નહિ ? કે ખોઈ બેસવાનો ભાવ છે ? જળવાઈ તો રહેવું જોઈએ. 'જેટલું છે એટલું તો બરાબર સચવાઈ તો રહેવું જોઈએ. કેટલો કાળ સચવાઈ રહેવું જોઈએ ? મુમુક્ષુ - જીવીએ ત્યાં સુધી. પૂજ્ય ભાઈશ્રી :- પછી ? મુમુક્ષુ - પછી જે થાવું હોય તે થાય. પૂજ્ય ભાઈશ્રી - અભિપ્રાયમાં તો જીવવું પણ અનંત કાળ છે અને સાચવવું પણ અનંત કાળ છે. એ તો એને ખબર છે કે આ હકીકત દુર્નિવાર છે કે આયુષ્ય પૂરું થવાનું જ છે. અત્યારે સો વર્ષનો Maximum વધુમાં વધુ આંક છે. બાકી તો ૮૦ ઉપર તો એક-બે ટકા હોય છે. ૯૦ ઉપર તો એક ટકો પણ નથી આવતો. જે લોકો વિદ્યમાન રહે છે એ. એટલું આયુષ્ય અલ્પ છે. ૬૦ પછી તો બધા જોખમ જ છે. ૭૦ પછી ૭૮૦માં તો ૯૯૮ ટકા લોકો મનુષ્યનું આયુષ્ય પૂરું કરે છે. તો એવું જે વધુમાં વધુ પ્રમાણ છે એ પ્રમાણની અંદર આ જીવને ખબર છે એટલે એમ કહે છે, જીવું ત્યાં સુધી મારું જળવાઈ રહે પણ એને જીવવું છે કેટલું) ? પર્યાય છોડવી નથી એને. જે પર્યાયને પ્રાપ્ત છે એ પર્યાય એને છોડવી નથી. અભિપ્રાયમાં અનંત કાળ રહેવું છે અને પ્રાપ્ત સંયોગો પણ અનંત કાળ રાખવા છે. અભિપ્રાયમાં એમ છે. એટલે અનંતાનુબંધી છે. સાચવવામાં પણ અનંતાનુબંધી છે. વૃદ્ધિ કરવામાં અનંતાનુબંધી તો છે જ. કેમકે એમાં તો કેટલી વૃદ્ધિ કરવી છે એનું માપ જ નથી જીવને. પણ સાચવવામાં પણ અનંતાનુબંધી છે એમ કહેવું છે. જે જીવ સ્વરૂપની અપેક્ષાએ ઉદયથી ઉપેક્ષિત થાય, અહીંયાં ઉદાસીન શબ્દ વાપર્યો છે, એને જ અનંતાનુબંધી મટવાનો અવસર છે. કોઈપણ સંયોગોની અપેક્ષામાં અનંતાનુબંધી ખસે જ નહિ, માટે જ નહિ. એવી એક ચોક્કસ પરિસ્થિતિ છે. આ શરત એક બહુ આકરી છે, કઠણ શરત છે. કેમકે જીવ પોતે એટલો દીન અને લાચાર થઈને જીવે છે કે આજીવિકા આદિના, પેટ ભરવાના સંયોગો હોય તો હું નભી શકે, જીવી શકું, ટકી શકું, રહી શકે અને નહિતર હું નિરાધાર થઈ જાઉં. ખરેખર જીવને ટકવા માટે એના અનંત અસ્તિત્વને કોઈના આધારની જરૂર નથી. સૂર્ય-ચંદ્ર આકાશમાં ફરે છે કોના આધારે કરે છે ? કોઈ નીચે ટેકો છે ? કેમ નીચે Page #164 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૧૯ ૧૪૫ પડતા નથી ? નીચે ઊંડાણ ઘણું છે (છતાં) કેમ અદ્ધર રહે છે ? એ પોતાના આધારે અદ્ધર જ રહે છે. એમ આ જગતનું દ્રવ્ય પોતાના અસ્તિત્વના આધારથી જ પોતે સદાય ટકેલું છે. કોઈ રોટલા-પાણીના હિસાબે નહીં, કોઈ સંયોગને હિસાબે નહીં કોઈ દેહને હિસાબે નહીં. કોઈને હિસાબે નહિ કોઈની આધારદ્ધિ જ છે, પરપદાર્થની આધારદ્ધિ છે એ આધારદ્ધિ ખલાસ થયા વિના, ખસ્યા વિના એને ઉપેક્ષા આવે નહિ, અપેક્ષા જાય નહિ અને ત્યાં સુધી પોતાનું સ્વતંત્ર નિરાલંબ નિરપેક્ષ તત્ત્વ છે એનો આધાર પોતે લઈને સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકે નહિ. સમ્યગ્દર્શન એટલે સ્વસત્તાનો આધાર જે શ્રદ્ધાએ લીધો એનું નામ સમ્યગ્દર્શન. આ સમ્યગ્દર્શનની આધાર-આધેય ભાવથી પરિભાષા છે કે જે શ્રદ્ધાએ પોતાના નિરાલંબ નિરપેક્ષ તત્ત્વનો સ્વરૂપનો આધાર લીધો એ શ્રદ્ધાને સમ્યકુશ્રદ્ધા કહીએ. એને સમ્યગ્દર્શન કહીએ. એ શ્રદ્ધા જ્યાં સુધી એક વિકલ્પનો કે એક વિકલ્પ આશ્રિત એક રજકણનો આધાર લે છે ત્યાં સુધી તે સમ્યફ નથી પણ પૂરેપૂરી મિથ્યા છે. થોડી મિથ્યા નથી પણ પૂરેપૂરી મિથ્યા છે. એટલે એમ કહે છે કે જિંદગી અલ્યા છે અને જંજાળ અનંત છે? બધાને, તમામ મિથ્યાદૃષ્ટિને અનંત જંજાળ છે. પછી મોટો ધંધો વેપાર કરે છે એને ઘણી જંજાળ છે. અમે નિવૃત્તિ લીધી માટે ઓછી જંજાળ છે એવું નથી). (સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે.) એવી પરિસ્થિતિમાં “ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહિ.' ત્યાં સ્વરૂપની જાગૃતિ આવે નહિ, સ્વરૂપની સંભાળ થાય નહિ, સ્વરૂપનો આશ્રય થાય નહિ અને સ્વરૂપ એ પ્રકારે સાંભરતું પણ નથી એમ કહે છે. આ લોકો સ્મરણ કરે છે કે હું આત્મા જ્ઞાયક છું. એવી અહીંયાં વાત નથી. એને અહીંયાં સ્મરણ નથી કહ્યું. સ્વરૂપમૃતિ એટલે સ્વરૂપપણે પોતે સદાય છે એવું ભાન રહેવું અને એનું બેભાનપણું નહિ થવું એને અહીંયાં સ્મૃતિ કહી છે. સ્મૃતિ એટલે યાદદાસ્ત એમ નહિ. સ્મરણ કરવું એમ નહિ. આ ભાન રહેવું. પ્રતીતિ. પ્રતીતિમાં ભાન જ છે. પ્રતીતિમાં ભાન છે. ત્યાં સ્વરૂપમૃતિ સંભવે નહિ.' જિંદગી અ૫ છે. જંજાળ અનંત છે એટલે એક તો જાણે તે સમયના ભરોસે રહીશ નહિ કે મારી પાસે હજી ઘણો સમય છે. હજી તો તંદુરસ્તી સારી દેખાય છે, હજી કાંઈ તંદુરસ્તી એટલી બધી બગડી નથી એટલે કે પરવશ થયા નથી. સાધારણ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ રાજહૃદય ભાગ-૫ તો બધાને ચાલે. ઓછા-વત્તાપણાની શારીરિક ફરિયાદ તો બધાને હોય એનો કાંઈ વાંધો નહિ પણ હજી આપણને વાંધો નથી. એમ ભરોસે રહેવા જેવું નથી. તું જે જાળ લઈને બેઠો છો એ એવી છે કે તારા વિકલ્પ ખૂટતા જ નથી અને ખૂટે એવા પણ નથી. એવી પરિસ્થિતિમાં તું રહેલો છો. જે કાંઈ સંયોગો છે એ મર્યાદિત છે એની કાંઈ કિમત નથી. કેટલા છે, ગમે તેટલા હોય તો પણ એની કોઈ કિમત નથી. અને ઇચ્છા છે, તૃષ્ણા છે એ અનંત છે. એક પછી એક પછી ઈચ્છા ચાલુ જ રહે છે, એ અનંત છે. આવી પરિસ્થિતિમાં આત્મસ્વરૂપનું સ્મરણ સંભવિત નથી. આત્મસ્વરૂપની સંભાળ લઈ શકાતી નથી. એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ...” હવે ગુલાંટ મારવી જોઈએ. મુમુક્ષુએ શું કરવું જોઈએ? જગતના જીવની આ તો સ્થિતિ છે જ. પણ ક્યાં જાળ અલ્પ છે.' જ્યાં પોતે પ્રવૃત્તિને મર્યાદિત કરી નાખી છે અથવા એક નિશ્ચય કરી નાખ્યો છે કે મારા જીવનનું ધ્યેય મારે સ્વરૂપ ગ્રહણ કરવું, સ્વરૂપ પ્રાપ્તિ અને સન્માર્ગે ચડવું. પૂર્ણ શુદ્ધિનો રસ્તો પકડી લેવો, એને જંજાળ અલ્પ થઈ ગઈ. કેમકે એ બધી જ જગ્યાએ એક જ વાતને પકડશે કે મારે કેવી રીતે મારા સ્વરૂપના આશ્રયે જાવું. એની તક ગોતશે, એની જ શોધમાં રહેશે. દરેક જગ્યાએ એની નજર એ કામ કરશે કે ન ચાલતા ભલે ગમે તે કરવું પડે પણ મારે છૂટવું છે એ વાત નક્કી છે. છૂટવું છે... છૂટવું છે. દરેક ઉદયમાં એને છૂટવું છે એ લક્ષ મટે નહિ એને જંજાળ અલ્પ છે. પછી ભલે ગમે તે ઉદયવશ કરવું પડતું હોય અને કરતો હોય તોપણ એને જંજાળ અલ્પ છે. કેમકે એણે મર્યાદા બાંધી લીધી કે આ દિશામાં નથી જાવું, આ દિશામાં જાવું છે. એ પાછો વળ્યો છે. જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી. એટલે જીવન. જીવન એટલે પરિણમન. અપ્રમત છે...” એટલે જ્યાં પુરુષાર્થ વિનાનો સમય જાતો નથી. ઉદ્યમવંત છે. પોતાના સ્વરૂપને સંભાળવા માટે જે પ્રયત્નવંત છે. અપ્રમત એટલે અહીંયાં છઠ્ઠ ગુણસ્થાન નહિ. જેના પરિણમનમાં પ્રમાદ નથી જાગૃતિ છે અને જે પોતાના પુરુષાર્થ માટે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્યો કાર્યે જાગૃત થઈને ઉદ્યમવંત છે એવી જેની પરિસ્થિતિ છે. જે જગતથી પાછો વળ્યો છે, જગતના રસ્તેથી પાછો વળ્યો છે એની જાળ અલ્પ છે. જે પોતાના ચાલતા વર્તમાનમાં પુરુષાર્થત છે, ઉદ્યમવંત છે, પ્રયત્નવંત છે તે અપ્રમત્ત છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૧૯ ૧૪૭ તેમજ તૃષ્ણા અલ્પ છે.' એટલે કે જેને ઉદય પૂરતો નિકાલ કરવો છે. પોતાના પરિણામની સ્થિતિ બગડી ન જાય એટલા પૂરતી, એટલા પૂરતું જેને ક્ષણિક Adjustment કરી લેવું છે એને અલ્પ છે, તૃષ્ણા એને અલ્પ છે. એટલે કે એને એ લંબાવાનો પ્રશ્ન નથી. એટલા પૂરતું એને કામ રહે છે). એમ કહે છે ને કે સોગાનીજીમાં એક વિષય આવે છે કે, બાર વરસનો સંબંધ તમે કહો છો અમારે તો એવું કાંઈ નથી. જે ક્ષણે ઉપયોગ અને વિકલ્પ થયો એટલો ક્ષણિક સંબંધ (છે). આગળ પાછળ કાંઈ લેવા દેવા નથી. ભિન્ન ભિન્ન છે. એ વખતે પણ ભિન્નતા રાખી છે. છતાં અસ્થિરતાથી ઉપયોગ ગયો એટલી અલ્પતા છે. એવી. જેને તૃષ્ણા અલ્પ છે અથવા નથી...' જે અલ્પ છે એ નહિવત્ છે એટલે નથી એમ કહે દીધું. અને સર્વ સિદ્ધિ છે.' અને પોતાને પુરુષાર્થની વિશેષે કરીને પ્રાપ્તિ છે. સિદ્ધિ એટલે પ્રાપ્તિ લેવી. જેટલો પોતાના વીર્યગુણનો ક્ષયોપશમ છે, સર્વ ઉદ્યમથી જે પોતાના સ્વકાર્યમાં લાગેલો છે ‘ત્યાં સ્વરૂપસ્મૃતિ’ એટલે સ્વરૂપની સંભાળ પૂર્ણ થતી સંભવે છે.' ત્યાં સારી રીતે, સરખી રીતે, પૂરેપૂરી રીતે પોતાના સ્વરૂપની સંભાળ થઈ શકે છે, થવી સંભવે છે. આ એક બહુ પ્રચલિત એમના વચનો છે. જે જીવો સંસારમાં રચ્યાપચ્યા છે અથવા જેને સન્માર્ગ સૂઝતો નથી એને બહુ અસરકારક એવા આ વચનો છે કે ભાઈ ! તું ક્યાં પડ્યો છો ? તારું જીવન અલ્પ છે. જંજાળ અનંત લઈને કાં બેઠો છો ? તારી ઇચ્છાઓને મર્યાદિત કરી નાખ અને સ્વરૂપની સંભાળ કરવાનો પ્રયત્ન કર. મુમુક્ષુ :– મોક્ષમાર્ગનો રસ્તો ચીંધે છે. પૂજ્ય ભાઈશ્રી :– હા. બહુ સરસ વાત લીધી છે. એને કેવી રીતે પાછા વળવું (એનું સુંદર માર્ગદર્શન આપ્યું છે). અમૂલ્ય એવું જ્ઞાનજીવન...' આ મનુષ્યજીવન ન લીધું. જ્ઞાનજીવન છે, જ્ઞાનનું જીવન છે, શાનથી પોતે નિકુળ શાંતિમાં રહે એવું જે જ્ઞાનજીવન છે. પ્રશ્ન :- આ ભવે જે ઉઘાડ વધ્યો છે એ જ્ઞાનજીવન ? સમાધાન :- જ્ઞાનજીવનમાં એમ કહેવું છે, પોતે જો પોતા ઉપર ઉતારે છે તો. કેમકે ઉદયમાં પોતે ફસાયેલા છે અને ઉદય બળવાન છે એમ જ્યારે કહે છે ત્યારે જ્ઞાનદશાને તો પ્રાપ્ત થયા છે અને એ જ્ઞાનદશામાં જ જીવન જીવવું અને પરિપૂર્ણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ રાજહૃદય ભાગ-૫ શુદ્ધ થઈ જવું એવું જે પોતાનું માર્ગની અંદર પરિણમન છે એમાં થોડા પણ ઉદયઆશ્રિત પરિણામ થાય છે એ એને બાહ્ય કાર્યનો પ્રપંચ લાગે છે. અને એ પ્રપંચમાં આ જ્ઞાનજીવનને આવરણ આવે એ પોતે ઇચ્છતા નથી. કેમકે જેટલો વિભાવ થાય છે એટલું તો આવરણ આવે છે. નવું કર્મબંધન છે. પછી તો “અમૂલ્ય એવું જ્ઞાનજીવન ચાલતું જ્ઞાનજીવન, પ્રપંચે આવરેલું વહ્યું જાય છે.' એ એ રીતે પસાર થાય, આ એક બહુ ખેદની વાત છે. પોતાની ઇચ્છા નથી જરાપણ પોતાના માટે લખે છે. ઉદય બળવાન છે. એમ કરીને થોડી પોતાની વાત નાખી દીધી છે. મુમુક્ષુ - ખેદ જાહેર કર્યો છે. પૂજ્ય ભાઈશ્રી :- ખેદ જાહેર કર્યો છે. અંદરની દશા એવી હતી કે જો કોઈ ચતુર્થકાળમાં આવા જીવો હોય તો ચરમશરીરી હોય અને પંચમકાળમાં હોય તો એકભવતારી હોય, એવી અંદરની દશા હતી. તો એવું જે જ્ઞાનજીવન પ્રાપ્ત થયું છે એ આયુષ્ય ઉદયના પ્રપંચમાં વહ્યું જાય છે, એ રીતે એ ખર્ચાય જાય છે એ સમયે (તો) પોતાને એ વિષય ઉપર ખેદ થાય છે. મુમુક્ષુ - આ જીંદગી અલા છે ત્યાંથી ફરીથી લેશો. પૂજ્ય ભાઈશ્રી :- જિંદગી અલ્પ છે એટલે અલ્પ છે, કાળની અપેક્ષાએ પણ સો-પચાસ વર્ષ શું ગણવા ? અનાદિઅનંત જે કાળનો મહાસાગર છે એની પાસે સો-પચાસ વર્ષનું મનુષ્ય આયુષ્ય એ તો એક સમુદ્રના મોજામાંથી જણ ઊડે. મોજું ઊછળે ત્યારે એમાંથી નથી ફુવારા જેવી જણ ઊડતી ? એટલી બધી અલ્પતા છે. મનષ્ય આયની. એટલો બધો કાળ અનાદિઅનંત મોટો છે કે મુનુષ આયુ એક તદ્દન અલ્પ છે_ એક બીજી પણ એને ઉપમા આપે છે–વીજળીના ઝબકારાની. વિજળીના ઝબકારાનો અંધકાર, ઘેરો અંધકાર હોય એમાં એક લિસોટો પસાર થઈ જાય, એવું કાળની અનંતતામાં આ મનુષ્યજીવન બહુ ઘણું અલ્ય છે. એટલી એની અલ્પતા. સમજવી જોઈએ કે કોઈપણ કાળે પૂરું થઈ જાય છે. એવું નથી કે એને કોઈ કારણ મળવું જોઈએ એવું કાંઈ નથી. કોઈપણ કારણ મળે ન મળે આયુષ્ય પૂરું થતાં એક જ સમય લાગે છે. મુમુક્ષુ - વિચાર કરે તો ઊંઘ ન આવે. Page #168 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક૩૧૯ ૧૪૯ પૂજ્ય ભાઈશ્રી :– એક સમય લાગે છે. અસ્તિ અને નાસ્તિનો એક જ સમય છે. એક સમયમાં નાસ્તિ. ખલાસ ! આ પરિસ્થિતિ છે. મુમુક્ષુ :– આટલું સાંભળ્યા પછી રાત્રે નિરાંતે ઊંઘી જાય છે. પૂજ્ય ભાઈશ્રી :– એવી તો કોઈ એક વખત ચિંતાવાળી દશા થવી જોઈએ કે ઊંઘ ઊડી જાય. જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઊંઘ ન આવે, નિચંતે ખાતું ભાવે નહિ, નિરાંતે ઊંઘી શકાય નહિ. એવી અંદરની કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તો વાંધો નથી. તો એને નજીકતા આવે છે. નહિંતર પોતાને ઉપેક્ષા વર્તે છે. સ્વરૂપ પ્રાપ્તિના પરિણામની પોતાને ઉપેક્ષા વર્તે છે. હવે પોતે ત્રણ લોકનો નાથ છે, પરમાત્મા છે એની ઉપેક્ષા કરે. સાધારણ માણસની ઉપેક્ષા કરો તોપણ ઘરે ન આવે. સામાન્ય માણસ હોય અને તમે ઉપેક્ષા કરો, એની સાથે વાત ન કરો તો એ તમારા ઘરે ન આવે. આવે ? (એમ) કહે, આપણે ક્યાં માથે પડતા જાવું ? એ તો સામું પણ જોતા નથી, બોલાવતા પણ નથી મળે ત્યારે. તો આ તો ત્રણ લોકનો નાથ પરમાત્મા છે એની ઉપેક્ષા કરે છે. મુમુક્ષુ :– એની ઉપેક્ષા કરે છે અને અપેક્ષા કરે છે. પૂજ્ય ભાઈશ્રી :– એના દુશ્મનની અપેક્ષા કરે છે. વિભાવ છે એ એનો દુશ્મન છે. આત્મા આનંદ-અમૃતથી ભરેલું સરોવર છે અને બીજું હળાહળ વિષ છે એની અપેક્ષા કરે છે. વિભાવની અપેક્ષા કરે છે, સ્વભાવની ઉપેક્ષા કરે છે. એમ છે. દુશ્મન સાથે મૈત્રી છે અને જે પોતાનું જ અનંત ગુણવાન સ્વરૂપ છે એનો વિરોધ કરે છે. ખરેખર તો પોતે જ પોતાનો વિરોધ કરે છે. કેવી રીતે આવે ? કેવી રીતે પ્રાપ્તિ થાય ? એવી રીતે અનંત જંજાળ લઈને બેઠો છે. થોડો કાળ મળ્યો છે તોપણ જંજાળ. અનંત લઈને બેઠો છે. સંયોગોની પ્રાપ્તિ મર્યાદિત છે તોપણ પોતે અનંત તૃષ્ણા લઈને બેઠો છે, અનંત ઇચ્છાઓ લઈને બેઠો છે. ત્યાં કેવી રીતે સ્વરૂપની સંભાળ થાય ? ત્યાં કોઈ સ્વરૂપની સંભાળ થઈ શકે એવી પરિસ્થિતિ હોતી જ નથી. પણ જે પાછો વળે છે, જંજાળ અલ્પ કરી નાખે છે એટલે પોતાના વિભાવને ફક્ત સ્થિતિસ્થાપકતામાં રાખવા પૂરતી જંજાળ છે. પરિણામ નીચે ચાલ્યા ન જાય એટલા પૂરતી જેની સંભાળ છે અને અપ્રમત છે એટલે પુરુષાર્થવંત છે જેનું પરિણમન. જેને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ રાજહૃદય ભાગ-૫ તૃષ્ણા નથી, કાંઈ જોઈતું જ નથી. એક આત્મા સિવાય બીજું કાંઈ જોઈતું નથી. એને તૃષ્ણા અલ્પ છે એમ કહી શકાય. ખરેખર તો એને તૃષ્ણા જ નથી. અને સર્વસિદ્ધિ છે અને સીધે રસ્તે બધી જ રીતે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું એ એક જ જેનું લક્ષ્યબિંદુ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે છે. હવે પોતાને અમૂલ્ય એવું જ્ઞાનજીવન ઉદયની અંદર ખર્ચવું પડે છે એ પોતાને શોચ છે, એનો ખેદ છે. પોતાને આકુળતા થાય છે કે આ પ્રકારે તો જીવન ચાલતું ન જોઈએ અને ઉદયના બળવાનપણા પાસે અને પોતાની અશક્તિ પાસે પોતે ખેદખિન્ન થાય છે. મુમુક્ષુ :- સત્સંગમાં ક્યાંય જિનવાણીજીનો વિરોધ થાય તો કેવો અપરાધ ? પૂજ્ય ભાઈશ્રી :– બહુ મોટો અપરાધ છે. એ વિભાવ તોડવો બહુ કઠણ પડશે. ત્યાંથી ખસતું, ત્યાંથી નિવૃત્ત થવું બહુ મુશ્કેલ પડે છે. અપરાધ એટલો બધો છે કે કેટલો કાળ પોતે જિનવાણીથી, કેટલા અનંત કાળ સુધી જિનવાણીથી દૂર થઈ જશે એનું કહેવું મુશ્કેલ પડે એવું છે, ગણતરી કાઢવી મુશ્કેલ પડે એવો વિષય છે. અને એ જિનવાણીથી ઘણા અનંત કાળ સુધી દૂર થઈ જશે ત્યારે કેવા કેવા પ્રકારના દુઃખની અંદર એ દુઃખી થશે એ કહેવું મુશ્કેલ છે. એનો હિસાબકિતાબ કાઢવો બહુ મુશ્કેલ છે. પણ એ ચિત્ર એટલું બધું ખરાબ છે કે વિચારી શકાય નહિ, જોઈ શકાય નહિ એની કલ્પના કરી શકાય નહિ, એટલું બધું ખરાબ ચિત્ર (એ) દુઃખનું છે. મુમુક્ષુ ઃ પૂજ્ય ભાઈશ્રી :– એટલે મૂળ શું છે કે ઇચ્છાએ કરીને, ઇચ્છાએ કરીને અપરાધ કરે છે, ઇચ્છિતપણે અપરાધ કરે છે. ઇચ્છે છે કે આ તો મારે કરવું છે. એ બહુ ખરાબ છે. બાકી અજાણતા થાય છે એમાં એટલો રસ નથી પડતો જેટલો આમાં ઇચ્છાએ કરીને કરે છે એમાં રસ પડે છે. એનો અપરાધ એવો છે કે એ ટળવો મુશ્કેલ પડે છે. ટળવો મુશ્કેલ પડે છે એટલે એના જે કડવાં ફ્ળ છે એ ઘણા સહન કરવા પડે છે. ... મુમુક્ષુ :- મહાવીરસ્વામી ભગવાનનો જીવ એક ક્રોડાક્રોડી સાગર સુધી ભમ્યો, એમાં હિસાબ કાઢ્યો કે પચાસલાખ વખત નરકમાં ગયો હશે, ૧૦,૦૦૦ વર્ષથી માંડીને ૩૩ સાગરનું આયુષ્ય હોય તો પચાસ લાખ તો કાંઈ નથી ક્રોડાકોડી સામે... Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પત્રાંક-૩૧૯ પૂજ્ય ભાઈશ્રી – એ તો દુખી થઈ થઈને થોથા નીકળી જાય. વાત મૂકી દ્યો. હેરાન-પરેશાન થઈ જાય. મુમુક્ષુ - જિનવાણીના વિરોધમાં એના ફળ કહેવા મુશ્કેલ છે તો પુરુષના વિરોધમાં ... પૂજ્ય ભાઈશ્રી :- બધું આવી ગયું. જિનવાણીમાં બધાનો વિરોધ થઈ ગયો. દેવગુરુ અને પુરુષનો. સત્યરુષમાં દેવ-ગુરુશાસ્ત્રનો વિરોધ થઈ ગયો. એ તો એકવાર બધાનો વિરોધ થઈ ગયો. કોઈ બાકી નથી રહેતા. મુમુક્ષુ - પૂજ્ય ભાઈશ્રી – સાચી વાત છે. એમાં શું છે કે એ વાત એના અર્થ ગાંભીર્ય વિનાની, એની જે અર્થની ગંભીરતા છે એ વગરની થઈ ગઈ. એટલે જેમ માણસને કોઈક મરી જાય તો ન લખે કે ભાઈ ! ઈશ્વર ઈચ્છા બળવાન છે અને પંચમકાળ ઘણી કઠણ છે ને લાણું-ઢીંકણું એને કાંઈ અસર જ ન હોય. એના જેવું છે એ તો. સાધારણ થઈ જાય છે. એની ગંભીરતા શું છે એ પછી નથી રહેતી. મુમુક્ષુ :- અંદર લખે કે ધર્મ કરશે તે સુખી થશે. પૂજ્ય ભાઈશ્રી - ધર્મ કરશે તે સુખી થશે. પોતાને કાંઈ લેવાદેવા હોય નહિ. જે કરશે તે સુખી થશે. મારે ક્યાં કરવો છે? એવું જ છે. વિચાર તો પોતાનો કરવા જેવો છે. જગત તો આમ જ ચાલવાનું છે. દુનિયા અનંત કાળથી આમ ચાલી રહી છે અને આમ જ ચાલતી રહેવાની છે. હવે આખી દુનિયા દુખે કરીને સળગે છે, કોઈ સુખી નથી. પૂછો કોઈને. જ્ઞતમાં કોઈ સુખી નથી. હવે બધા આકુળતાની હોળીમાં સળગે છે તો પોતે નીકળી જાય. ચારેકોર આગ લાગી છે. પોતે કેવી રીતે છલાંગ મારીને છટકી જાય. આટલું ડહાપણ પોતાને વાપરવાનું છે. બાકી આમ જ જગત ચાલવાનું છે. અનંત કાળથી આ ચાલે છે અને અનંત કાળ ચાલવાનું છે. ૩૧૯ (પત્ર પૂરો થયો. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ચય ભાગ-૫ પત્રક-૩૨૦ મુંબઈ, માહ સુદ ૧૩, બુધ, ૧૯૪૮ (રાગ-પ્રભાતને અનુસરતો) 3. જીવ નવિ પુષ્યલી નવ પૂગલ કદા, પુગ્ગલાધાર નહી તાસ રંગી; પર તણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પરસંગી. (શ્રી સુમતિનાથનું સ્તવન-દેવચંદ્રજી) પ્રણામ પહોંચે. તે ૩૨૦. એ પણ “સોભાગભાઈ ઉપરનો પત્ર છે. ફક્ત એમાં દેવચંદ્રજીનું સુમતિનાથ ભગવાનના સ્તવનનું એક પદ ગ્રંક્યું છે. કેમકે હવે છેલ્લા પત્રથી એમણે પેલી વેદાંતની ભાષા છોડી દીધી છે. ધ્યાન, લક્ષ્યમાં રાખવા જેવી વાત એ છે કે જે એમણે ૩૧૭ મો પત્ર લીધો, ૩૧૬થી દ્રવ્યાનુયોગ શરૂ કર્યો ત્યારથી એમણે વેદાંતની પરિભાષા છોડી દીધી છે. એમના પત્રમાં જે અવારનવાર જે વેદાંતની પરિભાષા લેતા હતા એના બદલે જૈનદર્શનની શાસ્ત્ર પરિભાષામાં પ્રવ્યાનુયોગમાં એ વિષય ઉપર આવી ગયા. અહીંયાં પણ થોડી એ વાત લીધી છે. દેવચંદજીના સ્તવનનો અધ્યાત્મનો વિષય છે. જીવ નવિ પુગલી નૈવ પુષ્પલ કદા, પુગલાધાર નહીં તાસ રંગી; પર તણો ઇશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તધર્મે કદા ન પરસંગી. જીવ પુદ્ગલ, પગલી થઈ ગયો નથી, પુદ્ગલરૂપ સ્વરૂપે થયો નથી અથવા પુદ્ગલ દ્રવ્યરૂપે થયો નથી. ૩૨૨ નંબરના પત્રમાં છેલ્લે એનો અર્થ કર્યો છે. પાનું ૩૧૫. જે “આનંદઘનજીનું પદ છે એના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં છે. જીવ એ પુદ્ગલીપદાર્થ નથી. જીવ નવિ પુષ્યલી એટલે પુદ્ગલી પદાર્થ નથી. અને પોતે પુદ્ગલ પણ નથી. નૈવ પુગ્ગલ કદા.” ક્યારે પણ પુદ્ગલ નથી. પુદ્ગલ Page #172 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૦ ૧૫૩ આધાર. તેમ પુગલનો આધાર નથી.’ હું શરીરને નભાવું, હું શરીરને ટકાવું, સંયોગનો. આધાર હું છું. દુકાનનો આધાર હું છે, ધંધો હું ચલાવું. નૈવ-પુદ્ગલનો આધાર નથી. તેમ તેના રંગવાળો નથી.' નહીં તાસ રંગી. તેના રંગવાળો નથી.” પુદ્ગલનો કોઈ વર્ણ એને લાગુ પડતો નથી. પર તણો ઇશ નહીં પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી.” ધણી નથી. માલિક નથી, કોઈનો પણ માલિક નથી. કારણ કે પરની ઐશ્વર્યતા. સ્વરૂપને વિષે હોય નહીં. વસ્તુત્વ ધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.' વસ્તુધર્મ જોવામાં આવે, સ્વરૂપ જોવામાં આવે તો એ ક્યારે પણ કોઈનો સંગ એણે કર્યો જ નથી. ન તો એક રજકણનો સંગ કર્યો છે. ન તો કોઈ બીજા જીવનો એણે સંગ કર્યો છે. એવું જીવનું મૂળ વસ્તુ સ્વરૂપ છે. અસંગ, અસંગતત્ત્વ છે. એમ ભગવાનના સ્તવનમાં અધ્યાત્મ ઉતાર્યું છે અને દ્રવ્યાનુયોગની ભિન્નતાનો વિષય લીધો છે. છે ભગવાનનું સ્તવન, વાત લીધી છે અધ્યાત્મની અને દ્રવ્યાનુયોગની. પ્રણામ પહોંચે. “સોભાગભાઈને પ્રણામ. પરથી ભિન્નતામાં શરૂઆત કરી બનારસીદાસજીના પદની, ત્યારપછી દેવચંદજીના પદની વાત પણ એ જ વિષય ઉપર એમણે લીધી છે. અહીંથી સ્વ-પરની ભિન્નતા શરૂ કરી છે. ત્યારપછીનો પત્ર છે “અંબાલાલભાઈ ઉપરનો. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ચજહૃદય ભાગ-૫ પત્રાંક-૩૨૧ મુંબઈ, માહ વદ ૨, રવિ, ૧૯૪૮ અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તો પણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા તે યોગ્ય નથી. એવી તીવ્ર દશા આ અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના - ગૃહસ્થપણા કો સહિતની) - તે અબધપરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. - વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે તે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના કુરત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય છે તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિવ્રુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તી શકાય એમ થતું હતું. કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. ૩૨૧. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય. તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે. દુરંત છે. ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી.” શું કહે છે? પહેલાં તો જ્ઞાનદશાની વાત કરી છે કે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય ચૈતન્ય સ્વરૂપે કરીને કેવું છે ? કે સ્વરૂપે તો એ સર્વથી ઉદાસ છે. ચૈતન્યને કોઈની Page #174 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૧ ૧૫૫ અપેક્ષા નથી). મૂળ સ્વરૂપે તો એ સર્વથી નિર્લેપ છે. ઉદાસ છે કહો કે નિર્લેપ છે. જ્ઞાની મોક્ષમાર્ગમાં ગૃહસ્થદશામાં હોય એવા જ્ઞાની ગૃહસ્થની પ્રવૃત્તિમાં હોય છે છતાં તે ચૈતન્યને તેવું જ રાખે છે. પોતાની શ્રદ્ધામાં, પોતાના જ્ઞાનમાં એને એવું જ રાખ્યું છે. નિર્લેપ સ્વભાવ લેપાયમાન થતો નથી એવા અનુભવમાં જ એ રહે છે. એટલે કે પોતે લેખાતા નથી. પોતાના સ્વરૂપને વળગીને જ રહે છે. પ્રવૃત્તિમાં હોવા છતાં પણ પોતાના નિર્લેપ સ્વરૂપને વળગીને રહે છે અને ઉદયમાં ઉદાસ પરિણામે _પ્રવૃત્તિ કરે છે. તો પણ કહીએ છીએ;.' આવી જ્ઞાનીની દશા હોવા છતાં પણ એટલી જાગૃતિની વાત અહીંયાં રાખીએ છીએ કે “માયા દુસ્તર છે;” એટલે કે જગતની અનુકૂળતાપ્રતિકૂળતા, સુખ-દુઃખની કલ્પના એને તરવી મુશ્કેલ છે, એનાથી દૂર થવું મુશ્કેલ છે, એનો અંત લાવવો એ કઠણ છે. પૂરત છે... એટલે એનો અંત લાવવો, એનો સર્વનાશ કરવો એ કઠિન છે. “ક્ષણવાર પણ... એટલે કે થોડો કાળ પણ, સમય એક પણ...' ક્ષણવાર પણ અને એક સમય પણ “એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. ક્યારે પણ એક સમય પણ કલ્પનામાં આવવા જેવું નથી કે પરપદાર્થ સુખરૂપ છે. પરપદાર્થ સુખરૂપ છે એ માન્યતા) માયા છે. કોઈપણ પરપદાર્થ સુખરૂપ છે એવું એક ક્ષણ પણ આત્માના વિશે સ્થાપન થવા દેવા યોગ્ય નથી. મુમુક્ષુ :- ભાઈએ વાત સાચી કરી. પૂજ્ય ભાઈશ્રી - એવી સ્થિતિ છે. એટલા જાગૃત છે. જ્ઞાની પ્રવૃત્તિમાં હોવા) છતાં પણ જેવું ચૈતન્ય નિર્લેપ છે એવા જ નિર્લેપ રહે છે એનું કારણ કે એ પોતાના નિર્લેપ ચૈતન્યને વિષે એટલા જ જાગૃત છે કે જેને લઈને એક સમય પણ એ પોતામાં માયાનું સ્થાપન એટલે કલ્પનાનું સ્થાપન કરવા દેતા નથી. એક ક્ષણ પણ કલ્પનાનું સ્થાપન કરવા દેતા નથી કે આ ઠીક છે અને આ અઠીક છે. એ વાત ખલાસ કરી છે. ઈષ્ટ-અનિષ્ટપણે જેણે નાશ કરી નાખ્યું છે. એવી તીવ્ર દશા આવ્યું અત્યંત ઉદસ પરિણામ ઉત્પન્ન થાય છે અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના-ગૃહસ્થપણા સહિતની -' પ્રવૃત્તિ, સ્થિતિ તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે' એવી તીવ્ર દશા આવ્યું અત્યંત ઉદાસ પરિણામ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ , ચજહૃદય ભાગ-૫ ઉત્પન્ન થાય છે. જે ઉદય છે એ ઉદય તો કમસર ચાલ્યો આવે છે પણ પોતે એમાં હાની વૃદ્ધિ કરવા ઇચ્છતા નથી, ઇષ્ટ-અનિષ્ટપણે એમાં ઇચ્છતા નથી અને તેથી તેવા પરિણામને ત્યાં અટકતા નહિ હોવાથી, રોકાતા નહિ હોવાથી, પ્રતિબંધપણું પામતા નહિ હોવાથી એ અબંધપરિણામી કહેવા યોગ્ય છે. એવા જ્ઞાની છે તે અબંધપરિણામી છે અથવા સર્વ ઉદય એના નિર્જરા ખાતે જાય છે, એને નવો બંધ છે નહિ એમ ગણવામાં આવે છે. જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વાત તો પોતાને અનુલક્ષીને લે છે કે પોતાને આત્મજ્ઞાન થયું છે, બોધસ્વરૂપે સ્થિર થયા છે, પ્રયત્નથી એ રીતે વર્તી શકે છે છતાં પણ એમ વર્તવામાં ઘણી વિકટતા છે. એમ વર્તવાની અંદર પણ ઘણા પ્રકાર અને ઘણા પ્રસંગ એવા ઉત્પન થાય છે કે બહુ સહેલાઈથી એમાં ચાલી શકાતું નથી. બહુ સાવધાની રાખીને પોતે ચાલે છે, ઘણી જાગૃતિમાં પોતે ઉદયમાંથી પસાર થાય છે. જાગૃતિનો વિષય મુખ્યપણે લીધો છે. કેમકે “અંબાલાલભાઈનો છેલ્લા કેટલાક પત્રોથી જનક વિદેહીના વિષયમાં કાંઈક પ્રશ્ન ચાલ્યો આવ્યો છે. એટલે જનક વિદેહી હતા એ “સીતાજી' ના પિતાશ્રી થાય છે. જ્ઞાની હતા અને રાજપાટમાં રહેલા હતા. રાજ્યનો વહીવટ એટલી કુશળતાથી કરતા હતા છતાં પણ દેહથી ભિન્ન રહે, દેહાતીત દિશામાં રહેતા હતા. એટલે પોતાની જ્ઞાનદશાની તીવ્રતા ઘણી હતી. એવી તીવ્ર દશા આવે અત્યંત ઉદાસ પરિણામ (રહે છે. જેટલા કાર્યો રાજપાટના વહીવટના કરે એ પણ ઉદાસ પરિણામે કરતા હતા, લેપાતા નહોતા. એવી જ કોઈ એમની અંતરંગ દશા બળવાન હતી. તે દશાની પ્રસિદ્ધિથી એ વિદેહી કહેવાણા. દેહ હોવા છતાં જાણે એને દેહની પ્રવૃત્તિ નથી એમ ગણાતું. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી...?” વિદેહી- એવા જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. ઇતિહાસમાં તો ઘણા સાધકો એવા થયા છે, જેણે અત્યંત પ્રવૃત્તિ વચ્ચે પણ પોતાની નિર્લેપતા જાળવી રાખી હોય. “ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી.” આત્મપરિણામનો એટલો અભ્યાસ હતો કે સહજમાત્રમાં તે નિર્લેપ જ રહેતા. એના Page #176 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૨૧ ૧૫૭ માટે એમને કોઈ વિકટતા નહોતી લાગતી. ભિન્ન રહેવું, નિર્લેપ રહેવું તે એમને બહુ સાધારણ વાત થઈ પડેલી. તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદ્મસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.' પોતે બહુ સુંદર અર્થ કાઢ્યો છે. એમ કહ્યું છે કે જ્ઞાની હોય તોપણ ક્યારેક થોડાક અસ્થિર થઈ જાય. જેમ કોઈ સમુદ્રની અંદર તોફાન ઊભું થાય અને નાવનો તો તરવાનો સ્વભાવ છે, ગમે તેટલું સમુદ્રનું પાણી નીચે ઊંડું હોય, નાવને કોઈ જરૂર નથી કે છીછરું પાણી છે કે ઊંડું પાણી છે એ તો એકસરખી સપાટી ઉપર તરે છે. પણ ક્યારેક જ્યારે તોફાન થાય છે ત્યારે એ પણ હાલકડોલક થાય છે. એમ કોઈ એવા પ્રસંગને વિષે પરિણામ થોડા અસ્થિર થાય ત્યારે જેને કોઈ મહાપુરુષ અથવા મહાત્માનો સમાગમ હોય ત્યારે એની અંદર એ પોતે વધારે સત્સંગને કારણે પોતાના પરિણામની સ્થિતિસ્થાપકતામાં સહેલાઈથી આવી શકે છે. એમ કરીને એમ કહ્યું કે જ્ઞાનીને પણ આવી પરિસ્થિતિમાં સત્સંગ ઉપકારી થઈ પડે છે. એટલા માટે જ્ઞાની પણ સત્સંગી ઇચ્છે છે તો મુમુક્ષુએ તો વિચાર કરી લેવા જેવું છે. એમ કરીને સંકેત કર્યો છે એ વાત ઉપર. ફરીથી લઈએ. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી,...' સહેજે સહેજે જે ઉદાસ રહી શકતા હતા. તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી...' એમ કોઈ એવા ઉદયના આકરા પ્રસંગ આવે અને પરિણામની અસ્થિરતા થોડી ઊભી થાય તો તેવા માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે.,,' એમના અષ્ટાવક્ર કરીને જ્ઞાની ગુરુ હતા એમની શરણતા સ્વીકારી હોવાથી...' જુઓ ! જ્ઞાની હતા છતાં એમ લીધું કે એમની શરણતા સ્વીકારી હોવાથી. મારા ગુરુ છે, તો ગુરુનો એ વખતે સંગ કામમાં આવ્યો છે. કોઈ કોઈ પ્રસંગે એમણે અષ્ટાવક્રનું શરણ લીધું Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જહૃદય ભાગ-૫ છે કે મારા પરિણામ અત્યારે કોઈ અસ્થિરતાને ભજે છે. મૂળ સ્વરૂપને ચૂકતા નથી. પણ છતાં અસ્થિરતાને ભજે છે તો એ વખતે એટલી અસ્થિરતાને મટાડવા એ ગુરુનો ઉપદેશ, એ ગુરુનું સાંત્વન, એ ગુરુના વચનો એને સ્થિરતામાં લઈ આવે છે. મુમુક્ષુ :- નિજગુરુ એટલે પોતાનો આત્મા. પૂજ્ય ભાઈશ્રી – નિજ ગુરુ એટલે પોતાના ગુરુ. અષ્ટાવક્ર કરીને હતા). જેને રામાયણનો ખ્યાલ છે અને એના પાત્રનો ખ્યાલ હોય છે. આઠ અંગ જેમના વાંકા હતા. આ રામાયણમાં તો નથી વાંચ્યું પણ હિન્દુ રામાયણમાં એ વાત આવે છે કે અષ્ટાવક્ર પહેલાંવહેલા જનકરાજાની સભામાં આવે છે. જનકરાજા જ્ઞાની હતા એટલે એની સભામાં વિદ્વાનો બેસતા. રાજના અધિકારીઓ સિવાય વિદ્વાનો પણ એની સભામાં ઉપસ્થિત રહેતા. એ જ્યારે આવે છે ત્યારે વિદ્વાનો હસે છે. ત્યાગીના રૂપમાં આવે છે, વિદ્વાનો હસી પડે છે. ત્યારે સંબોધન કરે છે, અરે...! રાજા ! આ તારી સભામાં ઢેઢ, ભંગી, ચમારને તું ક્યાં બેસાડે છે ? જેની નજર હાડકા, ચામડા ઉપર જાય છે, દેહ ઉપર જાય છે. એ હાડકા, ચામડાનો વ્યવસાય તો ચમાર, ઢેઢ-ભંગીનો છે. એને તે સભામાં ક્યાં બેસાડ્યા? એમ કરીને ટોણો મારે છે એટલે સભા શાંત થઈ જાય છે. તમે જ્ઞાનને જુઓ, તત્ત્વને જુઓ, શરીરને શું જુઓ છો? એવો એક પ્રસંગ આવે છે. એ જ્ઞાની હતા અને મહાત્માના અવલંબનની એવા કપરા સમયમાં મહાત્મા તરફથી જે કાંઈ બોધ મળે છે તેને કારણે) એકદમ સ્વરૂપ સ્થિરતામાં આવી જાય છે અને અસ્થિરતા ચાલી જાય છે અને વિભાવમાં આગળ વધતા બંધ થઈ જાય છે. એ વાત સત્સંગનો આધાર લેવા માટે એમણે સંકેત કર્યો છે. બહુ ગૂઢતાથી મુમુક્ષુને કેળવણી આપે છે. કથાનુયોગથી એને મૂળ વાત ઉપર લઈ આવે છે. અહીં સુધી રાખીએ. Page #178 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૨ રવિવાર, ૧૯૪૮ લૌકિકદૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદૃષ્ટિએ કોણ પ્રવર્તશે ? આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે અકર્તા છે, જગતનો કોઈ કર્તા છે કે જ્ગત સ્વતઃ છે, એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમા યોગ્ય છે; એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી. સભ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બેય પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા -- અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકા૨ને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે. સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી. કે જે ટાળવા માટે જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ચજહૃદય ભાગ-૫ છે અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ? અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિયોગ હાથમાં નથી. પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા. આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમકે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો. પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને એ વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી આ તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે માટે મુખ્યપણે કે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને . વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે આ છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ Page #180 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૨ ૧૬૧ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે; છે સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, તથાપિ ઉદયને અનુસરીને તે ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તેવો ઉદયકાળ હાલ તે સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી. માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ ભાવાર્થનું જે વચન એ લખ્યું છે, તે વચનને અમારે નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. “જીવ એ પુદ્ગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદ્ગલનો આધાર કે નથી, તેના રંગવાળો નથી; પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં વસ્તત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી. એ પ્રમાણે સામાન્ય અર્થ જીવ નવિ પુષ્યલી વગેરે પદોનો છે. દુઃખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” (શ્રી વાસુપૂજ્ય સ્તવન, આનંદઘનજી) Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ ચજહૃદય ભાગ-૫ તા. ૨૫-૧૧-૧૯૮૯, પ્રવચન ન. ૯૦ પત્રાંક - ૩૨૨ પત્રાંક-૩૨૨, પાનું ૩૧૪. “સોભાગભાઈ ઉપરનો વિસ્તારથી પત્ર છે. પત્રનું મથાળું છે. લૌકિકષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે ?' બંને વચ્ચે આત્મીયતા થઈ છે તોપણ એ આત્મીયતાનું કારણ લોકોત્તર આત્મહિત કરવું એટલું છે. જગતમાં જે રીતે સંબંધ હોય છે, પરસ્પર રાગ હોય છે અને રાગને લઈને રાણયુક્ત જે તે પ્રકારની પ્રવૃત્તિ થાય છે એવો આપણા વચ્ચેનો પ્રકાર નથી, એમ કહેવું છે. અથવા જે લોક વ્યવહાર છે એની મુખ્યતા, લોકસંજ્ઞાની મુખ્યતા એ આપણી પ્રવૃત્તિ નહીં હોવી જોઈએ. લોકોત્તર હેતુએ આપણે મળવું, પ્રસંગ રાખવો, સંગ રાખવો અને આત્મહિત થાય તે માર્ગે ચાલ્યા જવું. નહિતર અનેક પ્રકારનું અનિષ્ટ એમાંથી ઉત્પન્ન થાય છે. આપસમાં જે ક્લેશ થાય છે, પક્ષાપક્ષી થાય છે, દોષ હોવા છતાં દોષનું સંરક્ષણ કરવામાં આવે છે, દોષનું પાલન કરવામાં આવે છે, પોષવામાં આવે છે, એ બધા પ્રકાર લૌકિકદષ્ટિમાં જાય છે. અલૌકિકદષ્ટિએ તો જેમ આત્મીયતા વધારે તેમ એકબીજાના દોષનું નિવારણ કરવાની નજર સૂક્ષ્મ થઈ જાય છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ રળવાનો પ્રયાસ થાય છે. ૌકિક દષ્ટિએ કોઈના દોષ કહેવામાં આવે તો એને દુઃખ લાગે છે કે મારું વાંકું બોલે છે, મને ખરાબ ચીતરે છે, મારા વિષે આમ કહે છે. અલૌકિકદષ્ટિએ ઊલટો ફેર છે. જો કોઈ પોતાના દોષ કહે તો એને ઉપકારી માને છે કે આ મારો ઉપકારી છે. મને સાવધાન કરે છે, મને ચેતાવે છે. મારા દોષ મને મારી નજરમાં ન આવતા સારું થયું એની નજરમાં આવ્યા. એમ લૌકિકદષ્ટિ અને અલૌકિષ્ટિ વચ્ચે બહુ મોટો આંતરો છે, ઉત્તર-દક્ષિણનો ફેર છે. અહીંયાં એમ કહે છે કે કેટલીક અમે એવી પણ વાત કરીશું કે જે તમારા પરિણામને Page #182 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૨૨ ૧૬૩ વિષે ન હોવા યોગ્ય (હોય) એવી વાત પણ કરીશું. એ કોઈ વાત લૌકિકદૃષ્ટિએ તમે નહિ ખતવતા. અથવા લૌકિકટષ્ટિએ કોઈ તમે અમારી પાસેથી એવી અપેક્ષા પણ નહિ રાખતા કે અમે તમને લોક સંબંધે, લૌકિકમાં જેમ એકબીજાને મદદ કરે છે, એકબીજાને સહાય કરે છે એવું કોઈ લૌકિક વ્યવહારથી આપણો સંબંધ વધારે દૃઢ થાય એવી અપેક્ષા પણ તમે નહિ રાખતા અથવા અમારે તમારે બંનેને પરસ્પર નહિ રાખવી જોઈએ. લૌકિકમાં એમ છે કે જો કોઈ પોતાની સાથે અસરળતા કરે તો આડે લાકડે આડો વે૨–પોતે પણ એની સાથે અસરળતા જ કરે, સીધો ન ચાલે. અલૌકિક માર્ગમાં એવું નથી. અલૌકિક માર્ગમાં તો અસ૨ળતા કરે તેની સામે પણ સરળતા કરે. ક્રોધ કરે તેની સામે પણ ક્ષમા કરે. ક્રોધની સામે ક્રોધ કરે એ લૌકિક માર્ગમાં જાય છે, અલૌકિકમાર્ગમાં નથી જતું. એમ અનેક પ્રકારે લૌકિક વ્યવહારનો વિષય અને અલૌકિક વ્યવહારના વિષયની વચ્ચે ઘણું મોટું અંતર હોય છે. હવે થોડો વેદાંત અને જૈનદર્શનના વિષય ઉપર સરખામણીથી પ્રકાશ પાડવો છે. આત્મા એક છે કે અનેક છે...' વેદાંત એમ કહે છે કે આખા જગતમાં એક જ પરમબ્રહ્મ છે, બીજો કોઈ પદાર્થ જ નથી. જૈનદર્શન એમ કહે છે કે આત્મા સંખ્યાએ કરીને અનંત છે. એકથી વધારે છે, અનેક છે તો અનેકમાં બેથી માંડીને અનંત સુધી બધા અનેકમાં સમાય છે. એક નહિ એ બધું અનેક. તો આત્મા એક છે કે અનેક છે, કર્યાં છે કે અકર્તા છે,...' સાંખ્ય એમ કહે છે કે આત્મા સર્વથા અકર્તા છે. જૈનદર્શન એમ કહે છે કે સ્વભાવે કરીને સ્વભાવ પરિણામનો કર્તા છે અને વિભાવે કરીને વિભાવ પરિણામનો કર્તા છે. અને સામાન્ય ધ્રુવની અપેક્ષાએ આત્મા અકર્તા પણ છે. અથવા સ્વ પરિણામનો કર્તા છે અને પર પરિણામનો અકર્તા છે. એવી અનેક વિવિક્ષાઓ સ્યાદ્વાથી જૈનશાસ્ત્રમાં નિરૂપણ કરેલી છે. આત્મા કર્તા છે કે અકર્તા છે, જગતનો કોઈ કર્તા છે કે જગત સ્વતઃ છે,... કોઈએ ગત બનાવ્યું, રચ્યું, સૃષ્ટિ કરી કે અનાદિથી છે ? ભિન્ન ભિન્ન અભિપ્રાય છે. જૈનનો અભિપ્રાય એમ છે કે ગત સ્વતઃ અનાદિથી છે. ઈશ્વર કર્તાવાળા એમ માને છે કે ઈશ્વરની એ રચના છે. એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે,..' એ બધા જે પ્રકાર છે ભિન્ન ભિન્ન પ્રકારના અભિપ્રાયો છે, એ રૂબરૂમાં સત્સંગે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. ચજહૃદય ભાગ-૫ એટલે રૂબરૂમાં સમજવા યોગ્ય છે. રૂબરૂમાં આપણે એની ચર્ચા કરીશું એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી.' આવા કોઈ પ્રશ્નો એમણે ઉઠાવ્યા હશે. એમની સંગને હિસાબે અમુક પ્રકારે શ્રદ્ધા હતી. “શ્રીમદ્જીનો સમાગમ થયા પછી એ વિચારમાં આવી ગયા છે કે વાતમાં કાંઈક ફેર છે. એટલે પોતે પ્રશ્ન પૂછ્યા છે. તો કહે છે, સમાગમમાં આપને કહીશું. પત્રમાં આ લખતા નથી. પ્રશ્ન :- કોના ઉપરનો પત્ર છે ? સમાધાન - “સોભાગભાઈ ઉપરનો છે. “સોભાગભાઈને પેલા જે “ગોસળિયા હતા એ થોડા વેદાંત બાજુ ઢળેલા હતા. અને એમના સંગથી એમને પણ “ગોસળિયા’ ઉપર કેટલોક વિશ્વાસ હતો. ભલે શ્રદ્ધા ચોખ્ખી વેદાંતની ન હોય, પણ કરવું, કરાવવું અને અનુમોદવું એમાં મિથ્યાત્વનો સ્પર્શ થઈ જાય છે, ગૃહીત મિથ્યાત્વનો સ્પર્શ થઈ જાય છે અને એ પરિણામને છોડવા કઠિન પડે છે, મુશ્કેલ પડે છે. એવા એ પરિણામ છે. પ્રશ્ન :- દરેક બાબતમાં કરવું, કરાવવું અને અનુમોદવું પોતાને તપાસવું? સમાધાન :- હા, કરવું, કરાવવું અને અનુમોદવું એમાં ક્યાંય પણ જરા પણ કોઈપણ કારણથી ગૃહીત મિથ્યાત્વનો પક્ષ થાય એવું થોડું પણ ન થાય એની કાળજી, રાખવી જોઈએ. ચોક્કસ જાગૃતિ હોવી જોઈએ. હવે એટલું કહ્યા પછી એક વાતનો મેટલ માર્યો છે કે “સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. આ બરાબર યોગ્યતા જોઈને અને અવસર જોઈને વાત મૂકી દીધી છે. પેલી બાજુથી હલી ગયા છે. જે “ગોસળિયાના. સંગથી એમને જે ગૃહીત મિથ્યાત્વના અમુક પ્રકારમાં ઢળવું હતું, વળવું હતું, અભિપ્રાયમાં થોડી ગડબડ હતી એમાં હલી ગયા છે. શ્રીમદ્જીનો સંગ થયો છે તો કહે છે, સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખજો. સમ્યક પ્રકારે એટલે આત્મહિતના કારણથી. એકમાત્ર આત્મહિતના હેતુથી જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખજો કે એ જે કહે તે પરમસત્ય છે. એવો અખંડ વિશ્વાસ રાખજો. જીવ ભૂલ શું કરે છે કે જ્ઞાનીના વચનમાં પણ શંકા કરે છે કે જ્ઞાની ભલે આમ કહે પણ આપણને તો ચોખ્ખું લાગે છે કે આના કારણથી આમ થયું અને આના કારણથી આમ થયું. અહીંયાં ભલે જ્ઞાની એમ કહે કે બે દ્રવ્યમાં પરસ્પર કાર્ય-કારણ સંબંધ નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૨ ૧૬૫ કેમકે સ્વતંત્ર રીતે પોતાના ગુણધર્મોથી પરિણમે છે. મેળ ખાતા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ગણવામાં આવે છે પણ આપણને તો સ્પષ્ટ લાગે છે કે આના કારણે જ આમ થયું. આમ લાભ થાય અને આમ નુકસાન થાય. એટલે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવો એમ. વિશ્વાસની સામે અખંડ વિશ્વાસ રાખો. જે કહે છે તે પરમ સત્ય છે. મારી બુદ્ધિમાં, મારી બુદ્ધિ કદાચ કોઈ વચનને વિષે, કોઈ વાતને વિષે સંમત ન થતી હોય તો હું ક્યાં ભૂલું છું એ મારે વિચારવું જ રહેશે. એ માટે વિચારવું જોઈએ, એ મારે તપાસવું જોઈએ અને એ તપાસ કરીને મારી ભૂલ શોધીને, મારી ભૂલ મારે મટાડવી જોઈએ. આવો અભિપ્રાય અને વિચારણા મુમુક્ષુજીવની હોવી ઘટે છે. નહિતર જ્ઞાનીની પણ બે વાત એવી આવે કે પરસ્પર વિરુદ્ધ દેખાતી હોય. હવે કોઈ એમ કહે કે અમે તો જ્ઞાનીની બધી વાત આંખ મીંચીને માની લીધી છે. તો એને પણ એમ કહે છે કે ઊભો રહે. આ બે પરસ્પર વિરુદ્ધ વાત કેવી રીતે માની છે ? જો એ કહે છે એ વાતનો અભિપ્રાય નથી સમજાણો તો તે માન્યું છે એ વાત બરાબર નથી અને બુદ્ધિમાં અભિપ્રાય સમજાતા વિરોધ ઊભો રહે છે અને છતાં માન્યું છે એમ કહે છો, કેમકે સત્યરુષ છે માટે માની લેવું જોઈએ, તો પણ બરાબર નથી. એમાં પ્રમાણિક્તા નથી, તારી બુદ્ધિ ના પાડે છે. એટલે યથાર્થ સમજણ કરીને, પોતાને નકાર આવતો હોય તો એ ભૂલને શોધીને સમજણથી, સમજણપૂર્વક સંમત થવું એવી જ્ઞાનીની આજ્ઞા છે. અને એ સમજણ કરવા માટે જ્ઞાનીના વચનની ગમે તેટલી પરીક્ષા કરવાની છૂટ છે. એને જ્ઞાનીઓ હંમેશા આવકારે છે કે તે સમજવા માટે ગમે તેટલી વાર પૂછ અમને એનું દુઃખ નહિ લાગે. કેમકે તારો હેતુ સમજણને સ્પષ્ટ કરવાનો છે. આસ્તિક્ય બુદ્ધિથી પૂછે છે. મુમુક્ષુ :- ૧૪૪ કળશમાં લીધું છે, જ્ઞાની ચિંતામણિ દેવ છે. પૂજ્ય ભાઈશ્રી :- “સમયસાર' માં છે, એ તો ચિંતામણિ દેવ જ છે. એવું જ છે. મુમુક્ષુ :- આચાર્ય ભગવાનનું કથન છે. - પૂજ્ય ભાઈશ્રી :- હા, છે જ ને ! “અમૃતચંદ્રાચાર્યનું કથન છે. એમ જ છે. એ તો “રત્નકરંડ શ્રાવકાચારમાં સમંતભદ્રાચાર્ય દેવ કહ્યાં છે. ૨૮મી ગાથામાં. મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ, આ સાતેને દબાવી, ઉપશમાવી છે. ઉપશમ એટલે એક ન્યાયે અભાવ કર્યો છે. ઉદયમાં ન આવવા દેવો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ રાજહૃદય ભાગ-૫ ઉદયનો અભાવ કરી નાખ્યો. તકલીફ તો ઉદયમાં આવે ત્યારે જોડાય છે ત્યારે થાય છે. ઉદયનો અભાવ કર્યો. જેમ ક્ષય કરે છે ત્યારે ઉદયનો અભાવ થાય છે, એમ ઉપશમ કરે છે ત્યારે પણ ઉદયનો અભાવ થાય છે. એ કાળનો જે સમ્યગ્દષ્ટિ આત્માનો પુરુષાર્થ છે એ ત્રણે કાળે વંદનીય છે.. મુમુક્ષુ - સમુદ્રની ભરતીને રોકી છે. પૂજ્ય ભાઈશ્રી :- આખા સૈન્યને, અનંત કર્મોના સૈન્યના રાજાને હરાવ્યો છે એણે, એના ઉપર વિજય મેળવ્યો છે એને જિન કહ્યા છે. કરણાનયોગમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ગોમ્મદસારમાં એને જિન કહે છે. ચર્ચા કરે છે કે અમે એને જિન કહીએ છીએ. શું કરવા જિન કહીએ છીએ ? કે જિનત્વ પ્રાપ્ત કર્યું છે માટે એને અમે જિન કહીએ છીએ. એ પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપ્યો છે. એનું કારણ એ છે. . મુમુક્ષ :- ખોજ કરવાની વૃત્તિ જ નથી ચાલતી, એ ભૂમિકા જ ઉત્પન નથી થતી. - પૂજ્ય ભાઈશ્રી - એટલે તો ઓઘસંશા રહે છે. ઓઘસંજ્ઞા રહેવાનું કારણ એ છે કે સત્યની શોધ કરવાની વૃત્તિ કુંઠિત થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. એટલે ઓઘસંજ્ઞા રહે છે. એનો બીજો સીધો અર્થ એ થાય છે કે આ જીવ શોધ કરતો નથી કેમકે એને શોધ કરવાની જરૂર લાગતી નથી. જરૂરત લાગે તો દુનિયાના પડમાં જાય છે કે નહિ ? પાતાળમાંથી પેટ્રોલ ક્યારે શોધ્યું ? જરૂર પડે તો પાતાળ સુધી ગયો કે નથી ગયો ? આનું ૨૦૦૦ ફૂટ સુધી ડ્રિલિંગ કરો. જરૂર પડે તો ગમે ત્યાં જાય છે. ખોજ નથી કરતો, સત્યની શોધ નથી કરતો એનો અર્થ એ કે એને જરૂર નથી. જરૂર નથી એટલે દરકાર આવે નહિ. જરૂરિયાત વગર દરકાર ઊભી થાય નહિ. દરકાર નથી તો ઉપેક્ષા છે. તો ઓઘસંજ્ઞાએ તો અનાદિથી માનેલો ધર્મ કરે છે. જેવી જેની માન્યતા. પોતાની માન્યતા અનુસાર સૌ ધર્મ કરતા હોવાનું માને છે. ધર્મ ધર્મ કરતા સૌ ફિરે ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર' એવું છે. (અહીંયાં) કહે છે “સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે.' એમ કહીને એમ કહ્યું કે તમને અમારા ઉપર જેટલો વિશ્વાસ છે એ વિશ્વાસની દઢતા જોઈને અમને પ્રસન્નતા આવી છે. નક્કી તમે એ ફળમાં મુક્ત થઈ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ પત્રાંક-૩૨૨ જશો. “સોભાગભાઈને ૨૫ માં વર્ષે આશીર્વાદ દઈ દીધા છે. “સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે.' થઈ ગઈ મુક્તિ તમારી, એવી વાત કરી છે. એના વિશ્વાસને પુષ્ટિ આપી છે. “સોભાગભાઈને વિશ્વાસ ઉત્પન થયો છે કે આ જ સપુરુષ છે. એમના વિશ્વાસને પોષણ આપ્યું છે, અનુમોદન આપ્યું છે. આનું ફળ મુક્તપણું છે. તમારી મુક્તિ નિશ્ચિત છે, નક્કી તમે મુક્ત થઈ જશો. મુમુક્ષુ :- - પૂજ્ય ભાઈશ્રી :- હા, શું છે કે એ લીધું કે, જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવો. તો જ્ઞાનીને વિષે એટલે તેના વચનને વિષે, એ જે કાંઈ કહે છે એના વિષે. ત્યારે એમાં અનેક પ્રકાર બને છે. કોઈ જીવ કેટલુંક માને છે, કેટલુંક નથી માનતા કે આ વાત તો ઘણી સરસ છે પણ પેલી વાત આપણને બરાબર નથી લાગતી. તો એને અખંડ વિશ્વાસ નથી, ખંડ પાડ્યો. એને જ્ઞાની ઉપર ખરેખર વિશ્વાસ નથી. અડધો છે એટલા ટકા એના જમે રાખવા એ વાત એમાં નથી આવતી. એનું બધું બાદ કરવું પડે છે. તો કહે છે કે ઓથે ઓથે માનવું કે ભાઈ ! સપુરુષમાં વિશ્વાસ રાખવાની આજ્ઞા છે માટે જ્ઞાની છે માટે આપણે વિશ્વાસ રાખવો. એમ પણ નહિ. જો પોતાની બુદ્ધિ કોઈ વાતને વિષે નિષેધ કરતી હોય, સંમત ન થતી હોય તો એને પહેલેથી એ અભિપ્રાય વિચારી રાખવો જોઈએ કે ક્યાંક મારી ભૂલ થતી હશે. પોતાની ભૂલ શોધી અને ભૂલને મટાડે. વળી કેટલીક વાતો એવી હોય છે કે જે પરસ્પર વિરુદ્ધ હોય છે એવું જ્ઞાનીના વચનમાં દેખાય છે. ત્યાં કેવી રીતે માનશે? કે પરસ્પર વિરુદ્ધ હોવા છતાં, પરસ્પર અવિરુદ્ધતા એની અંદર કેવી રીતે છે એ વાત સમજીને ગ્રહણ કરવી જોઈએ. બન્ને વાત માની લીધી છે. અમને તો બધું સંમત છે ને એટલે અમે બધું માની લીધું છે. આગળ એક વચન) આવી ગયું. ઘણા વચનો જે આવ્યા ને એમાં વીસ વર્ષ આસપાસ વચનના થોકડા આવી ગયા. એમાં એક વાત એમણે લખી છે કે, “અમારી વાત ધાકડે ધાકડ તું માનવા તૈયાર છો ? ધાકડે ધાકડ એટલું જેટલું કહીએ એટલું બધું તને સંમત છે ? તો તું ઊભો રહેજે. નહિતર તું ખસી જઈશ. હવે એમાં શું પરિસ્થિતિ તકલીફવાળી છે કે કેટલીક વાત તો પરસ્પર વિરુદ્ધ છે અથવા વસ્તુમાં જ વિરુદ્ધ ધર્મો છે. વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એક પણ છે અને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચજહૃદય ભાગ-૫ અનેક પણ છે. શુદ્ધતા છે અને અશુદ્ધતા પણ છે. અસ્તિ પણ છે અને નાસ્તિ પણ છે. તો ધાકડે ધાકડ માનવાનો અર્થ શું છે ? પરસ્પર વિરુદ્ધ વાતો પણ અવિરુદ્ધપણે સ્વીકારી છે કે નહિ, એનું નામ બરાબર માન્યું છે. અને એમ સમજીને માને એને ઓઘસંજ્ઞા નથી રહેતી. નહિતર તો એમનેમ માને છે એ ખરેખર એને માનતો નથી. બહુ સમજણનો માર્ગ છે, સમજણપૂર્વક ચાલવાનો માર્ગ છે. એમ ને એમ ઓઘેઓઘે ચાલવાનો આ માર્ગ નથી. મુમુક્ષુ :- બુદ્ધિથી ગ્રહણ કરવું સમ્યફ છે કે હૃદયથી માનવું સમ્યક છે ? પૂજ્ય ભાઈશ્રી - બુદ્ધિ વગર હૃદયથી સ્વીકારવાની વાત કેવી રીતે આવે ? જે વાત સમજવામાં જ ન આવી હોય. પોતાને સમજાણી હોય એમાં હૃદયથી માની લેવાનું કેવી રીતે બને ? જે વાતમાં પોતાને સમજણ ન હોય, સમજતા જ ન હોય એ હૃદયથી કેવી રીતે માને ? એટલે એ ઓઘસંજ્ઞામાં ચાલ્યું જશે. અને બુદ્ધિ નકાર કરે તો પોતે ક્યાં, કેવી રીતે સંમત થતો નથી, એમાં શું ખામી છે, શું ક્ષતિ છે, શું ભૂલ છે એ પોતાને વિચારવું પડે છે. આપણા કોઈ ઝવેરી સંબંધી હોય, વેવાઈ હોઈ, મિત્ર હોઈ, ઘરે આવીને એમ કહે કે ભાઈ ! આ અમારા પૂર્વજોના દાગીનામાં આ જે હીરો છે એ હીરો અત્યારે મળતો નથી. બજારમાં આવો માલ હજી કયાંય જોયો નથી. અમારી જિંદગીમાં આવો માલ અમે જોયો નથી. આ તો બહુ કિમતી ચીજ છે. તો માની લેશે. માનશે એમ નહિ, એનું બરાબર રક્ષણ કરશે, એને સુરક્ષિત જગ્યાએ મૂકી દેશે કે રખે કોઈ આમાં લૂંટફાટથી ચોરી થઈ જાય નહિ. પણ એ હીરાને પોતે ઓળખે, એનું તેજ પોતે ઓળખે અને પોતાના સંબંધીના કહેવાથી માન્યું છે એમાં કેટલો ફેર ? એટલે પોતે જે સમજે છે અને એની જે કિમત આવે છે એ જ યથાર્થ છે. અન્યમતમાં એ વિષય બહુ આવે છે. ક્યાંય માથાકૂટમાં ઊતરવું નહિ, હૃદયથી સમર્પિત થઈ જવું, હૃદયથી પૂરી ભક્તિવશ થઈ જવું, હૃદયથી પૂરું સમર્પણ કરવું. અન્યમતમાં ભાવુકતાનો વિષય ઘણો આવે છે. જૈનદર્શનમાં એ વાત નથી. એકાંત આજ્ઞાપ્રધાનને ખરેખર શિષ્ય જ નથી કહ્યો. જૈનદર્શનમાં આ ચર્ચા કરી છે. પરીક્ષાપ્રધાનીને ખરો શિષ્ય કહ્યો છે. ટોડરમલજીએ આ ચર્ચા કરી છે, “મોક્ષમાર્ગ પ્રકાશકોમાં ચર્ચા કરી છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૨ ૧૬૯ મુમુક્ષુ – અનુભવથી પ્રમાણ કરવું. પૂજ્ય ભાઈશ્રી :- બસ ! એનો અર્થ આવી ગયો. અનુભવથી પ્રમાણ કર્યું એમ સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે કહ્યું, એનો અર્થ જ કે તું અનુભવ સુધી પહોંચીને હા પાડજે. મુમુક્ષુ :- પોતાને કાંઈ અનુભવની પદ્ધતિ ન હોય.... પૂજ્ય ભાઈશ્રી :- અનુભવની પદ્ધતિ ન હોય તો અનુભવની પદ્ધતિ શીખે, સમજે. છોકરો ભણીને કોલેજમાંથી બહાર નીકળી ગયો. વિદ્યાર્થીજીવન એનું પૂરું થયું. હવે એ એમ પ્રશ્ન કરશે કે મેં આખી જિંદગીમાં વેપાર, ધંધો, કારખાનું કાંઈ કર્યું જ નથી. પૈસા કમાવા છે એ વાત સાચી પણ એ તો કાંઈ મને શીખવાડ્યું નથી. નિશાળમાં, કોલેજમાં વેપાર કરતા નથી શીખડાવ્યું, ધંધો કરતા નથી શીખડાવ્યું. તો શું કરવું ? એમ કરીને અટકી જાય છે ? શ્રીમંત માણસનો દીકરો હોય તો એને એમ કહે કે, જો ભાઈ તું અનુભવ લેવા માટે લાણી જગ્યાએ નોકરીએ જા, નોકરી કરી લે અને અનુભવ લઈ લે. પગાર ઓછો આપે તો વાંધો નહિ અને ન આપે તો વાંધો નહિ. પણ તું અનુભવ કરતા શીખ. આ ધંધો અનુભવનો વિષય છે. તે અનુભવ લેવા માટે મફત કામ કર. આ Stifen આપે છે કે નહિ ? એ પણ નથી જોઈતું. કાંઈ નથી જોઈતું. પણ એમને અનુભવ લેવા દ્યો તમારે ત્યાં. એવી રીતે પણ માણસો અનુભવ લેવા જાય છે. મુમુક્ષુ - હીરાવાળાને ત્યાં સામેથી પૈસા દેવા પડે. પૂજ્ય ભાઈશ્રી :- હા, દયે. બધું થાય. જેની જેવી Demand & Supply ઉપર ભાવ છે બધા. એટલે એવું કાંઈ નથી. માણસને અનુભવ નથી તો અનુભવ કરતા શીખવું જોઈએ. પણ અનુભવ કરીને અનુભવથી હા પાડજે એમ કહ્યું છે એટલે એ રીતે જ હા પાડવાની છે, બીજી રીતે હા પાડવાની નથી. અનુભવથી પ્રમાણ કરજે તો અનુભવ કરીને જ પ્રમાણ કરવું પડશે. એમ ને એમ હા પાડવાનો અર્થ નથી કાંઈ. જો કે ત્યાં તો કુંદકુંદાચાર્યો સંકેત મૂકી દીધો કે ભાઈ ! આ અનુભવ પ્રધાન માર્ગ છે અને પહેલેથી તે અનુભવ પદ્ધતિએ જ આ વાત સમજવાનો પ્રયત્ન કરજે. માત્ર વિચાર પદ્ધતિથી સમજીને સંતોષ નહિ પકડતો. આ Line અનુભવની છે, માર્ગ અનુભવનો છે અને અનુભવ પદ્ધતિએ જ તું એમાંથી બધી વાત સમજજે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ રાજહૃદય ભાગ-૫ પ્રશ્ન :- ‘કુંદકુંદાચાર્ય’ના વચનમાં એ અનુભવથી પ્રમાણ કર તો ત્યાં અનુભવ એટલે સમ્યજ્ઞાન લેવું કે અનુભવ એટલે યથાર્થ સમજણ લેવી ? સમાધાન :- સ્વાનુભવ. સ્વાનુભવ લેવો. કેમકે પોતે એકત્વ વિભક્ત આત્માને દર્શાવવા માગે છે. એમનું વચન એમ પડ્યું છે કે હું એકત્વ વિભક્ત આત્માને મારા નિજ વૈભવથી, મારા અનુભવના નિજ વૈભવથી દર્શાવીશ. તું પણ અનુભવથી પ્રમાણ કરજે. એમનેમ હા પાડીશ નહિ. એટલે તું એકત્વ વિભક્ત આત્માનો અનુભવ કરજે અને અનુભવ કરીને એમ નક્કી કરજે કે આપ કહો છો એ બરાબર છે. નહિતર તારી હા પાડેલી (વાત) ઓઘસંજ્ઞાએ તેં સંમત કર્યું છે એ તને કામમાં નહિ આવે. ‘શ્રીમદ્દ’ તો બહુ સ્પષ્ટ કહે છે. આપણે ૪૪૯ વાંચ્યું ને ? ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા અને અસત્સંગ એ ત્રણ મિથ્યાત્વનો ત્યાગ થવા દેતા નથી. ૪૪૯ માં (વાંચ્યું). પત્ર ૪૪૯, ૩૭૨ પાને. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે.' કલ્પના કહો કે ગૃહીત મિથ્યાત્વ કહો. ગૃહીત મિથ્યાત્વ સહિત જે વિચારજ્ઞાન છે એમાં આત્માને વિષે કલ્પના થઈ જાય છે. જેવું આત્મસ્વરૂપ છે તેવું આત્મસ્વરૂપ સમજાતું નથી. તો એમાં લોકસંશા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ આ ત્રણ કારણો છે. એ કારણોમાં ઉદાસીન થયા વિના....' એટલે એ કારણોથી ખસી ગયા વિના નિઃસત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસાસ્ત્ર અને અસદ્ગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી.' અસર કરતાં જ નથી. જ્ઞાનીપુરુષના વચનો મળે તો Fail જાય છે. એનું કારણ કે એણે ખોટો સંગ કર્યો છે, કાં ઓઘસંશા છોડતો નથી કાં લોકોની નજરથી લોકસંજ્ઞાની તીવ્રતા પડી છે. આ ત્રણ કારણો એને મિથ્યાત્વનો ત્યાગ નહિ કરવા દે. મુમુક્ષુ :- આવું ઊંડાણથી માર્ગદર્શન ક્યાંય નથી આવ્યું. પૂજ્ય ભાઈશ્રી :– હા, બહુ જબરદસ્ત વાત કરી છે ! ખાસ કરીને સંપ્રદાયના Page #190 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૨ ૧૭૧ સાધુઓને લોકદષ્ટિને કારણે માણસ નથી છોડી શકતો. આપણા સમાજમાં વળી આપણા માટે કાંઈ વાતો થાય એના કરતાં આપણે ક્યાંય જાવું નહિ. સંપ્રદાયનું સાચવી રાખવું, અંદરથી આપણે બધું વાંચવું, વિચારવું બધું કરવું પણ ક્યાંય જાવું નહિ. મુમુક્ષ – દીકરા-દીકરી વરાવવા બહુ મુશ્કેલ છે. પૂજ્ય ભાઈશ્રી :- હશે, એમાં એવું છે કે એ એના નસીબ લઈને આવ્યા છે. જીવ પોતે એવું માની બેસે છે કે મારું કર્યું થાય છે, હું કરું એમ થાય છે. પણ એ પોતાના પૂર્વકર્મ લઈને આવેલા છે. દીકરા-દીકરી સૌ પોતાના પૂર્વકર્મ લઈને આવેલા છે. એટલે એમાં એ પોતાની ખોટી કલ્પના છે. આત્મહિતને રોકીને એવા સાંસારિક કાર્યોમાં રોકાવું એ આત્માર્થીઓને માટે તો યોગ્ય નથી જ, કે આત્મહિતને રોકી પાડે એવા માટે આત્માનું હિત ભલે રોકાઈ જાય. કોઈ દીકરા કે દીકરી તને પરિભ્રમણથી છોડાવવા નહિ આવે, દુઃખથી છોડાવવા નહિ આવે. એ તો નક્કી કરવું પડશે ને. મુમુક્ષુ - ૪૫ વર્ષ પહેલાં દીકરીઓને મારવામાં આવતી હતી. પૂજ્ય ભાઈશ્રી - ત્યાંથી માંડીને જેની શ્રદ્ધામાં ફેર હોય અને જે ઉપદેશકના સ્થાને વર્તતા હોય એવા કોઈ સાધુઓ, વિદ્વાનો એ બધાનો આમાં નંબર આવી જાય છે. ક્યાંય પણ સંગ કરવા જતા વિચાર કરવાનો. ફેર પડ્યો, ફેર દેખાય એટલે સંગ ન થાય. નહિતર શું થાય છે કે જીવને એ અસત્સંગ નથી છૂટતો ત્યાં સુધી એને ગૃહીત મિથ્યાત્વનો ત્યાગ નથી થતો, મિથ્યાત્વ મોળું (ન) પડે, દઢ થઈ જાય. અસત્સંગનો વિષય છે એ જરા વધારે સૂક્ષ્મતાથી વિચારવા જેવો વિષય છે. અને ત્રણે કારણ એક એવા કારણ છે કે જીવે અત્યાર સુધી નથી છોડ્યા એવા કારણો છે. આ ત્રણે કારણને અત્યાર સુધી જીવે ત્યાગ નથી કર્યો એવા આ કારણો છે. એટલે જ્યારે સત્પષના વચનમાં એ વાત આવી છે તો એનો તલસ્પર્શી વિચાર કરીને એ કારણનો ત્યાગ કરી દેવો. સમ્યફ પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે.' એને જે વિશ્વાસ આવ્યો છે એ નિશ્ચયથી એનું મુક્તપણું છે. “સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, હવે એમના વ્યક્તિગત સંયોગોની થોડીક ચર્ચા કરે છે કે સંસારસંબંધી એટલે આર્થિક જે જે પ્રકારની ચિંતા છે તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે...” તમે અમને જણાવો છો પણ અમે કાંઈ અજાણ્યા નથી. અમને એ વાતની Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ રાજહૃદય ભાગરૂપ ખબર છે. અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ.' એ ચિંતાના વિકલ્પ તમને રહે છે અને એ વિષે અમુક વિકલ્પ રહે છે એટલે અમારા પ્રત્યે પણ કોઈ તમને અપેક્ષાનો વિકલ્પ રહે છે એ પણ અમે જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ;...' જુઓ ! સોભાગભાઈ”ની આખી યોગ્યતા એક પેરેગ્રાફમાં ચીતરી છે કે, તમને પરમાર્થ ચિંતા અને સત્સંગનો વિયોગ રહે છે એનું પણ તમને દુઃખ છે એ પણ જાણીએ છીએ, આર્થિક દુઃખ છે એ પણ જાણીએ છીએ, આર્થિક દુઃખ અમારાથી મટાડવાનો તમને વિકલ્પ રહે છે એ પણ અમે જાણીએ છીએ. બધી યોગ્યતાની ખબર છે. બેય પ્રકારનો વિકલ્પ હોવાથી...' આ બંને પ્રકારની પ્રતિકૂળતા હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી.... તમારી દશામાં આકુળતા વ્યાકુળતા ઘણી થાય છે અને સ્વભાવિકપણે એમ જ થાય એ પણ અમને કાંઈ આશ્ચર્ય લાગતું નથી કે એમ જ થાય તમને. આકુળતા જ વધે બીજું શું થાય ? અથવા અસંભવરૂપ લાગતું નથી.' એ સંભવિત વાત છે કે તમને આકુળતા થઈ આવે. હવે એ બેય પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે.' આ જગ્યાએ અમે હવે ચોખ્ખી વાત લખી નાખીએ છીએ. અત્યાર સુધી ગોળ ગોળ થોડી વાતો લખી છે પણ હવે અમારા મનમાં જે કાંઈ જે કહેવા જેવી વાત છે એ ચોખ્ખી તમને લખી નાખીએ છીએ. સંસારસંબંધી તમને જે ચિંતા છે,...' હવે પહેલી વાત એ લે છે કે સંસાર સંબંધી તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેઠવી.' આ પોતે સીધી આશા કરી છે. સાંસારિક પ્રસંગો જે પ્રકારે ઉદયમાં આવે એ ઉદય તમારે વેદવો, સહન કરવો. એમાં સહનશીલતા કેળવવી એને વેદન કરવું. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિ કરતા બાધ ન આવે.’ કહે છે ? કે જ્ઞાનીપુરુષ પણ એની એ ચિંતા ટાળવાની પ્રવૃત્તિ કરવા જાય તો એને પણ બાધ આવે એવું છે. કેમકે એને સહન કરવું નથી. કુદરતી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને સહન કરવી નથી. એને તો મટાડવું છે. મુમુક્ષુ :– સંયોગ ફેરવવો છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પત્રાંક-૩૨૨ પૂજ્ય ભાઈશ્રી - સંયોગ બલદવો છે. એમાં તો રાગ-દ્વેષ થયા વગર નહિ રહે. અને એ રાગ-દ્વેષ, મોહ તો જ્ઞાનીને બંધન કરે એવા છે. જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે...' હવે પોતાની વાત કરે છે કે જ્યારથી અમને યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે–આત્મજ્ઞાન થયું છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે.” આ એમણે આત્મજ્ઞાન થયું ત્યારે પ્રતિજ્ઞા લઈ લીધી છે કે કોઈ પણ રિદ્ધિ, સિદ્ધિ કે વિદ્યાના પ્રયોગથી અમારા સંયોગ સુધારવા કે કોઈ અમારા નજીક હોય જેના ઉપર અમારે જેની સાથે સંબંધ હોય એનો સંયોગ સુધારવો એમ કરવું નથી), મેં તો પ્રતિજ્ઞા લઈ લીધી છે. એટલે એનો જે વિકલ્પ છે કે કાંઈક તમારી પાસે રિદ્ધિ-સિદ્ધિ હોય, કાંઈ વિદ્યા હોય તો કાંઈક અમને અનુકૂળતા થઈ જાય. એના ઉપર બહુ ચોખ્ખા શબ્દોમાં વાત લખી નાખી કે એ તો અમે પ્રતિજ્ઞા લીધેલી છે કે કોઈ વિદ્યા કે રિદ્ધિ-સિદ્ધિના યોગે અમારે પ્રતિકૂળતાઓ ટાળવી અને અનુકૂળતા કરવી, અમારી કે અમારા સંબંધીની, એ અમારે પ્રતિજ્ઞા છે. અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. અમે ભૂતકાળ તપાસીએ છીએ ત્યારે એ પ્રતિજ્ઞામાં કાંઈ ઢીલા-પોચાપણું પણ ઉત્પન થયું હોય એવું સાંભરતું નથી. અમે એમાં બહુ મક્કમ છીએ. અમે નિર્ણય કર્યો છે પણ એમાં થોડુંક કાંઈક, થોડુંક કાંઈક એમ ઢીલુંપોચું (કરીએ એમ) બિલકુલ નહિ. એ તો સખત છે, બહુ મક્કમ છે આ બાબતમાં. જુઓ ! કેટલી ચોખ્ખી વાત કરી છે કે પોતા સંબંધી કે પરસંબંધી મંદપણું આવ્યું હોય એવું પણ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ. અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેચવા ઇચ્છીએ છીએ. તમારી ચિંતા એ અમારી ચિંતા, એમ. એનો વાંધો નથી. તમારા પ્રત્યે આત્મીયતા છે એ વાત જરૂર છે. તમારું દુઃખ એ અમારું દુઃખ છે એમ સમજીએ, પણ કોઈ અવળે માર્ગે, ઊલટે માર્ગે ચાલવાનું અમારાથી અને તમારાથી થાય એમ નહિ બને. એટલે તો કહ્યું કે લૌકિકદષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું એ એટલા માટે તો મથાળું બાંધ્યું, તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ? Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ રાજહૃદય ભાગ-૫ જગતમાં તો એકબીજાને મદદ કરે છે કે ભાઈ ! આ મારો સંબંધી છે. એમને દુઃખ પડ્યું, લાવો એની મદદે જઈએ આપણે. આપણે જો લૌકિકષ્ટિએ પ્રવર્તશું તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ? એ પ્રકારનો સંબંધ આપણે નથી. વાત્સલ્ય નથી એમ નથી, હોં ! પોતે એટલા માટે તો એ વાત નાખી દીધી કે તમારી ચિંતા જાણીએ છીએ અને તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. એટલું વાત્સલ્ય છે. પણ માર્ગ છોડીને નહિ, માર્ગ છોડીને નહિ એમ કહે છે. પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ?” કોઈ કોઈની ચિંતા લઈ શકે? કે કોઈ કોઈનું દુઃખ લઈ શકે ? એ તો કોઈ કાળે બન્યું નથી કે બને. અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિયોગ હાથમાં નથી.” કહી દીધું. એવા ઉદયમાં છીએ કે જાણે સમજી લ્યો કે રિદ્ધિયોગ અમારા હાથમાં નથી. હવે એમ કહે છે કે પ્રાણીમાત્ર પ્રાય આહાર, પાણી પામી રહે છે. લગભગ જગતના બધા જીવોને આહાર-પાણી તો મળે છે. લોકો નથી કહેતા ? કે સૌને થોડુંજાજું પણ મળી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. માટે તમને કાંઈ આહાર, પાણી નહિ મળે એવી પરિસ્થિતિમાં તમે મુકાઈ જશો એવું તમે ધારતા નહિ, એવું ધારવું યોગ્ય નથી. જગતમાં લગભગ બધાને આહાર, પાણી તો મળી રહે છે. તમને પણ નહિ મળે. એવી કલ્પના કરવી એ અમને ઠીક નથી લાગતું. ફક્ત કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે. આ એક તકલીફ થાય છે. બધાની તકલીફ આ હોય છે. રોટલા કોઈને નથી મળવાના એવું નથી બનતું પણ પોતે જે આબરૂ બાંધીને સમાજમાં સ્થાન પામ્યો છે એ સ્થાનમાંથી થોડું પણ Degrade થવું, થોડું પણ નીચે સ્થાન આવવું એ કોઈને પોસાતું નથી. એ કોઈ રીતે કોઈ ઇચ્છતું નથી. એના માટે એ ગમે તે કરી લેવા તૈયાર થઈ જાય છે. એટલે કુટુંબની લાજ જેને કહેવાય છે કે આપણા માટે આમ કહેવાઈ જશે, આમ બોલાઈ જશે. હવે બોલાઈ જશે તો તું કાંઈ આડો હાથ નહી દઈ શકે. જ્યારે બોલાઈ જશે ત્યારે કાંઈ તારું ચાલવાનું નથી. પણ તું એ કલ્પનામાં, એ લાજને મુખ્ય કરીને પરમાર્થને ગૌણ નહિ કર એમ કહેવું છે. એ વ્યવહારને મુખ્ય કરીને પરમાર્થને ગૌણ નહિ કરવું. Page #194 -------------------------------------------------------------------------- ________________ પત્રક–૩૨૨ ૧૭૫ કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બને સરખું છે.... એ લાજ રાખવી અને લાજ કાઢવી બને સરખું જ છે, એમાં કાંઈ અમને તો ફેર દેખાતો નથી. એ સામાજિક માનઅપમાનની કલ્પના જે છે એ સામાજિક કલ્પના છોડી દેવી. કેમકે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું..છે. કારણ કે એ કોઈ તારા હાથની બાજી નથી. કેમકે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક્ છે.' જે થાય તે યોગ્ય (થાય છે), જે થવા યોગ્ય હશે તે થાશે. આપણે તો સમતાભાવે વેદવું, સહન કરવું એ જ આપણો ધર્મ છે. એ જ સમ્યફ છે. જે લાગ્યું તે જણાવ્યું છે. આ તમારા સંયોગ વિષે જે લાગ્યું એ અમે તમને જણાવી દીધું. હવે અહીં પોતાની દશાની વાત કરે છે. “અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. જુઓ ! પરિણતિની વાત કરે છે. અહીંયાં એમની પોતાની મોક્ષમાર્ગની જે પરિણતિ ચાલુ છે એનો નિર્દેશ કર્યો છે કે જે નિર્વિકલ્પ નામની સમાધિ અમને વર્તે છે તે તો અમારી સ્વરૂપની નિર્વિકલ્પ પરિણતિ છે. “આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે...' એનો કોઈ વિકલ્પ ઊઠે એવું નથી. આત્મસ્વરૂપને વિષે તો, નિર્વિકલ્પ આત્મસ્વરૂપને વિશે, નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ વિતરાગી પરિણામ, વીતરાગી ચારિત્રના પરિણામ એ સ્થિતિ અમારી જે છે એમાં કાંઈ બીજો વિકલ્પ સંભવિત નથી. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. અમે તો વીતરાગભાવમાં રહ્યા છીએ. જે અન્યભાવને વિષે પ્રવૃત્તિ છે એ ગૌણપણે ઉપરછલ્લી થઈ જાય છે. મુખ્યપણે ક્યાંય અમે કોઈ વાતમાં પ્રવર્તતા જ નથી. આ પોતાની દશા ચોખ્ખી કરી છે. મુમુક્ષુ :- “સોભાગભાઈ સિવાય કોઈને આમ નથી લખતા. પૂજ્ય ભાઈશ્રી :- હા, ચોખ્ખી વાત લખી છે. હજી મુંબઈમાં જ છે. મુંબઈથી બધાને પત્રો લખે છે પણ બીજે અમારી પ્રવૃત્તિ નથી એમ કહે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ રાજહૃદય ભાગ-૫ હવે પેલી અન્ય દર્શનની અને આ દર્શનની સરખામણી કરે છે. અહીંયાં આ પત્રમાં પહેલીવહેલી એમણે ચર્ચા કરી છે. પહેલાં થોડી વાત લખી નાખી. પછી કહે સમાગમ લખીશું. વળી થોડીક વાત નાખી છે. બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે.” જેને બંધ, મોક્ષની વ્યવસ્થાની યથાર્થ ખબર નથી, સમજણ નથી એ મુક્તિ કેવી રીતે પમાડે ? જે દર્શનને વિષે બંધ અને મોક્ષની વ્યવસ્થા યથાર્થ કહી છે એ દર્શન મુક્ત થવામાં નિમિત્ત કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. આમ કરીને જૈનદર્શનને સ્થાપ્યું કે આવી બંધ, મોક્ષની વ્યવસ્થા કોના વિષે છે? કે તીર્થંકરદેવે જે દર્શન સ્થાપ્યું છે, જે દર્શન માન્ય કર્યું છે અને એ માનીએ છીએ. બીજાને અમે માનતા નથી. એમ કહીને આ વેદાંત આદિનો નિષેધ કરી નાખ્યો. ભાષા વાપરી છે ને ? આગળ કેટલાક પત્રોમાં વેદાંતની ભાષા વાપરી છે. ચોખ્ખું લખી નાખ્યું. આ જગ્યાએ ચોખું લખ્યું. બંધ, મોક્ષની વ્યવસ્થા તીર્થંકરદેવે કહી છે એ સિવાય બીજાના દર્શનમાં એ વાત એટલી ચોખ્ખી ક્યાંય છે નહિ. એ સ્પષ્ટ કર્યું. અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. આ વિશ્વાસ મૂક્યો છે ને પોતે ! તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તમારા વિશ્વાસનું ફળ મુક્તપણું છે. તો એને એની પાછળ ઓઘસંજ્ઞા ન રહે એટલે ચોખવટ કરી કે જગતના જેટલા કોઈ સંપ્રદાયો અને દર્શનો છે એમાં તીર્થકરદેવનું જે દર્શન છે તે યથાર્થ છે. અને એ તીર્થંકરદેવનો અંતર આશય અત્યારે આ ક્ષેત્રે અમારા હૃદયમાં છે. આ વિષય અમારી પાસે ચોખો છે. એટલે તીર્થંકરનો જે બોધ છે એ અત્યારે આ ક્ષેત્રે જો કોઈને વિષે હોય તો તે અમારે વિષે છે. બીજાને કોઈને એમણે જોયા નથી. એ વખતે સંપ્રદાયના સાધુઓ વગેરે, ત્યાગીઓ જે કાંઈ છે પણ કોઈમાં એમણે યથાર્થ જ્ઞાન જોયું નથી. આ ક્ષેત્રે આ વિષે હોય તો અમારે છે, અમારામાં છે. “કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે...” અમને અનુભવ વર્તે છે. અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. અને વીતરાગદેવે જે શ્રુતજ્ઞાન કહ્યું છે તે અમને પણ વીતરાગપણું હોવાથી Page #196 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૨૨ ૧૭૭ અનુભવ વર્તે છે. “અમે તેમના અનુયાયી ખરેખા છીએ. ખરેખરા અનુયાયી અમે છીએ, અમે સાચા અનુયાયી છીએ. વીતરાગદેવના તીર્થંકરદેવના અમે સાચા અનુયાયી. આ ક્ષેત્રે અમે છીએ એ ચોખ્ખું કરી નાખ્યું. વિશ્વાસ મૂક્યો છે ને ! એટલે બધી વાત સ્પષ્ટ કરી. “વન અને ઘર એ બને કોઈ પ્રકારે અમને સમાન છે... કેમકે અમને કોઈ ઘરની અંદર એવી સ્પૃહા નથી, એવું Attachment નથી, એવો કોઈ રાગ નથી. વન અને ઘર કોઈ એક પ્રકારે એટલે જ્ઞાતા-દણભાવે તો અમારે વન કે ઘર બંને શેયમાં જ જાય છે. બંને જ્ઞાનનું શેય છે. અમને કોઈ ફેર નથી, સમાન જ છે. તથાપિ..” અમારો રાગ ક્યાં કામ કરે છે ? તથાપિ અમારી વૃત્તિ ક્યાં કામ કરે છે ? કે “તથાપિ વનમાં પૂર્ણ વિતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે. આ વીતરાગપણાની. સાથે અમારી ભાવના તો વીતરાગ થવાની જ છે અને એ વીતરાગતા ઉપર અમારી નજર છે. લખે છે ને કે, અમારી વૃત્તિ તો પરિપૂર્ણતાની મૂળ વિષે પડી છે. મૂળ શબ્દ વાપર્યો છે. પાયામાં અમારી દૃષ્ટિ ક્યાં છે ? પૂર્ણ થઈ જવું ત્યાં અમારી દૃષ્ટિ છે. મુમુક્ષુ - લૌકિક સુખની ઇચ્છા નથી. પૂજ્ય ભાઈશ્રી :- લૌકિક સુખ–એનો વિકલ્પ નથી, એમ. સુખ માટેનો વિકલ્પ નથી. વીતરાગતાનો વિકલ્પ છે. જોકે વીતરાગતા અને સુખ બંને અવિનાભાવી છે. પણ લોકો શું ઈચ્છે છે ? કે મોક્ષ શું કરવા જોઈએ ? સુખી થઈ જઈ ને. સુખી રહીએ ને. આકુળતા ન થાય. એમાં અને વીતરાગતામાં શું ફેર રહે છે? વીતરાગતામાં એકલો સમભાવ છે. સમભાવમાં અવસ્થા પ્રત્યેનો પણ સમભાવ છે. “ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો ભવ અને મોક્ષ પરસ્પર વિરુદ્ધ છે. અમને સમભાવ છે. એ સમભાવના પોતે ચાહક છે એને વીતરાગતા કહે છે. સમપણું કહો, સામ્યપણું કહો, વીતરાગતા કહો, ચારિત્ર કહો બધું એક છે. કોઈ વાર તો સુખ અને ચારિત્રને અભેદ ગણીને શાસ્ત્રમાં કહેવાય છે પણ અહીંયાં થોડી સૂક્ષ્મ વાત લીધી. મુમુક્ષુ : પૂજ્ય ભાઈશ્રી :- શું છે કે સુખી થવું છે... સુખી થવું છે... સુખી થવું છે. દુઃખ નથી જોતું. સુખ જોઈએ છે. એમ કંઢ રહે છે. વીતરાગતામાં ઠંદ્ર નથી, વીતરાગતામાં કોઈ áદ્ધ નથી. સમભાવ, એક જ્ઞાતા-દાપણું પછી સુખ તો સાથે Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ચજહૃદય ભાગ-૫ હોય છે પણ આમ સીધી સુખની ઇચ્છા નથી. મુમુક્ષુ - સંયોગના સુખની ઇચ્છા નથી. પૂજ્ય ભાઈશ્રી :- ના, એ તો એમને પ્રશ્ન જ નથી, એ તો પ્રશ્ન જ નથી. જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે....... કારણ કે બહુ સમર્થ છે. આપના જેવા સમર્થ પુરુષ છે તો લોકોનું પણ ઘણાનું કલ્યાણ થઈ જાય. એવી પ્રવૃત્તિ કરે તો લોકોને હિતનું કારણ થઈ જાય, માર્ગ પામવાનું કારણ થઈ જાય. પણ એ પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, એવો પણ ક્યારેક વિચાર આવે છે. તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે,...” જ્યાં સુધી કુદરતી એ પ્રકાર ઊભો ન થાય ત્યાં સુધી કોઈ વાત પરાણે કરવા જવી એવું અમને નથી). કેમકે અથડામણ તો થાય, સમાજમાં તો અથડામણ જ થવાની છે. એવી પરિસ્થિતિ છે. કે જગતની અંદર ગુરુ ન હોવા છતાં ગુરુના સ્થાને લોકો બેસીને પ્રવૃત્તિ કરતા જ હોય છે. આ ત્રણેય કાળ હોય છે. હવે એ જગ્યાએ જો કોઈ આવવા માટે પ્રયત્ન કરે તો પહેલો સીધુ લોકો ઘર્ષણ કરે છે. કેમકે એની દુકાનદારીનું સીધું પ્રયોજન એનું હણાય છે એટલે ત્રણે કાળે જ્ઞાનીઓનો, તીર્થકરોનો, સપુરુષોનો વિરોધ થયો છે એનું કારણ આ છે. બીજા તો દુકાન માંડીને બેઠા છે, દુકાનદારી જે ચલાવે છે એને તો સીધી જ ખબર પડે છે કે મારી ઘરાકી કેટલીક તૂટી જવાની છે. અને એનો માલ જોઈને ગભરાય છે. માલ જોઈને ગભરાય. ઓ...હો...! આવો કોઈ વ્યક્તિ છે ! લોકો ત્યાં વળી જશે. એટલે એની સામે ઘર્ષણમાં આવ્યા વગર રહે નહિ. હવે ઉદયને અનુસરીને ચાલવું. એ પ્રકારનો પુણ્યોદય હોય, સામો ગમે તેટલો ધમપછાડા કરે એનું કાંઈ કામ ન આવે. પણ આપણે પોતાનો પુણ્યનો ઉદય ન હોય એને પોતે પરાણે પરાણે કરવા જાય તો એને પોતાને પરિણામની અંદર ઘણું નુકસાન થઈ જાય. એટલે કહે છે કે અમારા આત્માની દશા જ એવી છે કે ઉદયને અનુસરીને ચાલવું. કોઈ વાત તારીખેંચીને પરાણે કરવી એ અમે કરવા માંગતા નથી. અને તેવો ઉદયકાળ...” એટલે કે લોકોના કલ્યાણને અર્થે. જગતના કલ્યાણ અર્થે કાંઈ પુરુષાર્થ કરીએ એવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી.' એવું કોઈ દેખાતું Page #198 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૨૨ ૧૭૯ નથી. એ પ્રકારનો પુણ્યોદય દેખાતો નથી. તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.' તારીખેંચીને ઉદીરણા કરીને લાવીએ એ અમારાથી બની શકે એવું નથી. એમ કરીને એમણે પોતાનો અંતર ભાવ, બન્ને દશાનું સ્પષ્ટીકરણ આ જગ્યાએ આપ્યું છે. હવે અવતરણ ચિહ્નમાં જે વાત લખી છે એ “સોભાગભાઈની વાત લખી છે. ભાગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુખ તૃણ માત્ર છે... આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ” “સોભાગભાઈ પણ આવી જ ગયા છે પુરુષાર્થમાં ! આર્થિક પરિસ્થિતિના કારણે જે દીનતા થતી હતી. એ દીનતા પહેલવહેલી આ જગ્યાએ એમને ઘટી છે. હજી વિકલ્પ આવે છે. એ તો મુમુક્ષની ભૂમિકામાં છે પણ પહેલાં વહેલા fullformમાં આવ્યા છે કે, જ્યાં જ્ઞાનનો અનંત આનંદ, જ્ઞાનના અનંત આનંદ પાસે આખું જગત તૃણવતુ ભાસે છે. એમાં બહારમાં કોઈ પુણ્યનો ઉદય ન હોય અને કદાચ ભીખ માંગવાનો વારો આવે તો પણ વાંધો નથી. કાંઈ વાંધો નહિ ભીખ માંગવાનો વારો આવે તો કાંઈ વાંધો નહિ. આટલો પુરુષાર્થનો ઉછાળો એમને આવ્યો હતો કૃપાળુદેવે) નમસ્કાર કર્યા છે. તમારા આ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. બહુ સુંદર વાત લખી છે. વિશેષ લઈશું... Page #199 -------------------------------------------------------------------------- ________________ તા. ૨૬-૧૧-૧૯૮૯, પ્રવચન ન. ૯૧ પત્રાંક – ૩૨૨ થી ૩૨૮ bad શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક ૩૨૨ ચાલે છે. પાનું ૩૧૫ બીજો પેરેગ્રાફ. માગી ખાઈને ગુજરાન ચલાવશું.' ત્યાંથી લેવું છે. આટલો વિસ્તારથી પત્ર લખવા પાછળ એક વાતનો ઉત્સાહ આવ્યો છે કે જે વાત “સોભાગભાઈએ લખી છે અને પોતે એ વાતને વંદન કર્યા છે, નમસ્કાર કર્યા છે. સોભાગભાઈની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. એ વિષેની ચિંતા પણ એમને થતી હતી. એ ચિંતા એમને ઘણા નવા કર્મબંધનનું કારણ હતી. એટલું જ નહિ પણ જો જીવને સંયોગની આધારદ્ધિ મટે નહિ ખસે નહિ તો કોઈપણ પ્રકારે શદ્ધ જ્ઞાનમય સ્વરૂપ સત્તા છે એનું આધારપણું. અવલંબનપણું આવી શકે નહિ. અને તો મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય નહિ. સંસારમાર્ગનો કોઈ રીતે અંત આવે નહિ. આ એક પરિસ્થિતિ સમસ્ત સંસારી જીવો માટે સામાન્ય છે. - અહીં તો “સોભાગભાઈનું ચરિત્ર કથાનુયોગના સ્થાને ગણીએ પણ તમામ સંસારી જીવોને આ એક વિટંબણા છે કે એણે કોનો આધાર લીધો છે. અને જે કાંઈ કિઠિન વાત છે એ આ જગ્યાએ છે કે જીવ પોતાનું આધારસ્થાન બદલી શકતો નથી. એટલી શક્તિ હોવા છતાં યથાસ્થાને એનો પ્રયોગ કરી શકતો નથી. શક્તિ તો છે જીવમાં. સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં શક્તિ નથી એવું નથી પણ એનો પ્રયોગ યથાયોગ્ય પ્રકારે, યથાર્થપણે કરવો જોઈએ એ કરી શકતો નથી, કરતો નથી, ભયવાન છે અને ભયનો ત્યાગ કરવા જેટલો વિશ્વાસ કેળવ્યો નથી, એટલો નિશ્ચય આવતો નથી. ખામી જે કાંઈ છે એ મૂળમાં નિશયની ખામી છે. અહીંયાં “સોભાગભાઈનું એ બળવાનપણું જોઈને નમસ્કાર કર્યો છે કે આર્થિક પરિસ્થિતિમાં સુધારો ન થવા છતાં એમના પરિણામમાં જે આધાર બદલવાનો ઉત્સાહ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પત્રાંક-૩રર આવ્યો છે, પુરુષાર્થ થયો છે એટલે એમના વચનને નમસ્કાર કર્યા છે. મુમુક્ષુ - આખા સંસારનો સુખ-દુખ એ આધારબુદ્ધિ છે. પૂજ્ય ભાઈશ્રી :- આધારબુદ્ધિ ઉપર જ છે. આખો સંસાર જ આધારબુદ્ધિ ઉપર ચાલ્યો છે. સંસારચક્ર છે એની ધરી છે). એણે દેહનો આધાર અને દેહને ટકવા નભવાના સાધનોનો આધાર લીધો છે એ જ એની ધરી છે. નહિતર એ ચક્ર ફરી શકે એવું નથી, બંધ થઈ જાય એવું છે. એટલે સત્પરુષો, શ્રીગુરુ અને તીર્થંકરદેવ સદ્ધાં એમ કહે છે કે તું તારા ધ્રુવપદનો આધાર લે, તારા મૂળ સ્વરૂપનો આધાર લે. અનંત શક્તિ અને અનંત સામર્થ્ય સંપન તારું સ્વરૂપ છે, નિરાલંબ નિરપેક્ષ છે. કોઈની જરૂર પડે એવી તારી પરિસ્થિતિ નથી. તું વિશ્વાસ કર અમારી વાત ઉપર અને વિશ્વાસ કર તારા સમાÁ ઉપર તો તને કોઈ મુસીબત નથી, કોઈ મુશ્કેલી નથી, કોઈ દુખ નથી અને કાંઈ કોઈ પ્રકારે બાધા આવે એવું નથી. મુમુક્ષુ :- વ્યદૃષ્ટિની જેટલી વાત છે એટલી બધી આધાર બદલવા માટે... પૂજ્ય ભાઈશ્રી – દષ્ટિ એટલે આધાર લેવો એનું નામ જ દૃષ્ટિ. આધાર લેવાનું મુખ્ય કામ શ્રદ્ધાનું છે. પછી જ્ઞાન અને ચારિત્ર તો એને અનુસરે છે. પણ શ્રદ્ધાનું કામ આધાર લેવાનું છે. શ્રદ્ધાએ આધાર લીધો છે પુગલનો. સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો.” “સમયસારની) બીજી ગાથામાં વાત નાખી. જ્યારે શ્રીમદ્જીના સમાગમથી સોભાગભાઈને આટલું બળવાનપણું આવ્યું છે કે એકવાર માગી ખાઈને એટલે ભીખ માગીને ગુજરાન ચલાવશું, પેટ ભરશું પણ ખેદ નહિ પામીએ.' એ દશાનો ખેદ નહિ પામીએ. એ ક્ષણિક વૃત્તિ છે. નહિ ચાલતા એટલું કાર્ય કરવું પડે તો જુદી વાત છે, બાકી એનો ખેદ નહિ હોય, એનો ખેદ નહિ પામીએ. એનો આધાર લેવા માટે હવે ફરીને એ બાજુ નહિ જઈએ. કેમ ? કે અંદરમાં “જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુખ તૃણ માત્ર છે. એવો સહેજ વિકલ્પ ઊઠે, આકુળતા થાય એ તો નહિવત છે. જ્યાં જ્ઞાનનો અનંત આનંદ, જ્ઞાન એટલે આત્માનો અનંત આનંદ અને ક્યાં ક્ષણવર્તી વિકલ્પ ! “આ ભાવાર્થનું જે વચન લખ્યું છે... શબ્દ બીજા હશે પોતે એમાંથી ભાવ કાઢ્યો છે. મુમુક્ષુ - પોતાની ભાવના ત્યારે વધારે છે. પૂજ્ય ભાઈશ્રી - એને બહુ આદર આપ્યો છે. જુઓ ! કેટલો આદર આપ્યો Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ રાજહૃદય ભાગ-૫ છે ! એક જીવ સ્વરૂપ તરફ વળવા માટે થોડોક પણ તૈયાર થાય છે તો એને એટલો બધો સન્દુરુષ આદર આપે છે કે પોતે સામે ચાલીને એને નમસ્કાર કરે છે. આવી વાત છે. કાંઈ લેવું દેવું છે ? પણ જેને સની પ્રીતિ છે, સતુનો પ્રેમ છે, સન્માર્ગનો જેને પ્રેમ છે અને બીજા સન્માર્ગ પ્રત્યે આવનારા જીવો પ્રત્યે એવો જ આદર થાય. બહુ કુદરતી એ વસ્તુ છે. એવું ન થાય તો તે અકુદરતી છે, કુદરતી નથી. આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારા નમસ્કાર હો' એ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. તમારા આ ભાવને અને આ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. શાબાશ છે ! ધન્યવાદ છે તમને કે તમે આત્માના આનંદનો આધાર લેવા માગો છો ! કોઈ રાગ અને રાગના વિષયભૂત સંયોગોનો આધાર લેવાનો હવે તમારો નિશ્ચય બદલાણો છે એ એક જબરજસ્ત વાત છે. આવું જે વચન - મુમુક્ષુ :- મુમુક્ષુની સુવિચારણમાં પણ આ જ વાત છે. પૂજ્ય ભાઈશ્રી :- વિચરાણામાં વિચારતો વિચારતો આ નિશ્ચય ઉપર આવે. એવું જે વચન તે ખરી જગ્યતા વિના નીકળવું સંભવિત નથી. આ ખરી યોગ્યતા છે તમારી. લ્યો ! યોગ્યતાનું માપ લીધું. યોગ્યતાનું માપ દીધું, મેળવવાનું પોતે છે, પોતાના પરિણામમાં મેળવવાનું પોતાને છે. આ જગ્યાએ આવ્યા વિના કદી પણ આધારબુદ્ધિમાં ફેર પડતો નથી. જ્યાં સુધી આધારબુદ્ધિમાં ફેર પડતો નથી ત્યાં સુધી આત્માના હિતનું એક ડગલું પણ ભરવાનું સંભવિત નથી. કોઈ રીતે જીવ એક ડગલું પણ આગળ વધી શકે નહિ. | મુમુક્ષુ :- એટલે જે કંઈ તપાસવાની ચીજ છે એ પોતાની આધારદ્ધિ ક્યાં છે એ જ તપાસવાની છે. પૂજ્ય ભાઈશ્રી :- એ જ તપાસવાની વાત છે. ભલે ગમે તેટલો ત્યાગ કરે પણ આધારબુદ્ધિ શું છે ? આ તપાસવાનો વિષય છે. મુમુક્ષુ :- અત્યારે તો આધારબુદ્ધિ એક ઉપર જ છે. એટલે એને ... પૂજ્ય ભાઈશ્રી - બસ જીવ કાં નો-સ્વ સ્વરૂપનો આધાર લ્ય, કાં પરનો આધાર લ્ય. સીધી વાત એ છે. પ્રશ્ન :- “સોભાગભાઈની આટલી બધી વિકટ પરિસ્થિતિ છે છતાં આર્થિક સહાય નથી કરતા એની પાછળ આશય શું છે ? Page #202 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૨૨ ૧૮૩ સમાધાન :- આર્થિક સહાય નથી કરતા એનું કારણ એ છે કે એમની જે આધારબુદ્ધિ છે એ કેવી રીતે ફરે ? અનુકૂળતામાં ઠીક-એ આધારબુદ્ધિ છે. એ કેવી રીતે ફરે ? એમને તો એ ફેરવવું હતું. એટલે ખાસ પ્રકારનું એમની સાથેનું વલણ અપનાવ્યું છે. બહુ સમજીબૂજીને, બહુ ગહનદૃષ્ટિથી અથવા મુખ્ય પારમાર્થિક દૃષ્ટિથી એ વત્ય છે એમ કહી શકાય. એટલે તો એમ કહ્યું કે તમારા માટે અમારે કાંઈ કરવું પડે તો અમને કાંઈ વાંધો નથી. અમે તમારી ચિંતાનો ગમે તેટલો ભાગ, બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. તમારી ચિંતા જાણીએ છીએ અને અમે તે ચિંતાનો કોઈપણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. પણ એમ કેવી રીતે બની શકે ? એમ તો બની શકે નહિ. એટલે પોતાની સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે, કઠોરતા નથી રાખી. છતાં રસ્તો આ છે એમ કહે છે. રસ્તો પેલો –આર્થિક સહાય આપવાનો) નથી. રસ્તો આ જ છે કે તમારે આધારબુદ્ધિ બદલવી એ એક જ રસ્તો છે. એ તો હજી બહુ કહેશે. કેમકે આટલો નિશ્ચય કર્યા પછી પણ વિકલ્પ તો ઊઠે છે. જ્ઞાનદશા હોય તોપણ કેટલોક વિકલ્પ ઊઠે છે પણ આ તો મુમુક્ષુ દશા છે એટલે વિકલ્પ તો આવે છે તોપણ એમની સાથે એ એવી રીતે કેવી કેવી વાતો લખે છે એ તો હજી બધા પત્રોમાં ઘણું આવશે. મુમુક્ષુ :- આમાં તો એવું છે કે પોતાની સાધર્મી ફરજ તરીકે કરવું તો એ જે વિચારસરણી છે એમાં કેવી રીતે... પૂજ્ય ભાઈશ્રી :- એમાં બે વાત જુદી જુદી છે. દેનારની વાત જુદી છે, લેનારની વાત જુદી છે. બન્ને એક વાત નથી, તદ્દન જુદી જુદી વાત છે. લેનારને તો આધારબુદ્ધિ ફેરવવાનો પ્રયત્ન હોવો જ જોઈએ. દેનારની વાત જુદી છે આખી. એ તો એમાં મોક્ષમાર્ગનો આદર કરે છે. દે છે એ તો મોક્ષમાર્ગનો આદર કરે છે. કોઈ મોક્ષમાર્ગે આગળ વધતો હોય તો એના વિકલ્પ જેટલા સંયોગના ઘટે અને પોતાના આત્મા તરફના પરિણામ વધારે એવો હેતુ છે એની પાછળ. એની પાછળ એવો હેતુ નથી કે સામા જીવને આધારબુદ્ધિ દઢ થાય. એવો હેતુ નથી હોતો. હેતુ બંનેનો એક છે પણ બંનેની પરિસ્થિતિ જુદી જુદી છે. બંનેના પરિણામ જુદાં જુદાં છે. પ્રશ્ન :- લેનારની પણ આ પ્રમાણે બુદ્ધિ હોય તો ? સમાધાન – આ પ્રમાણે એટલે કેવી રીતે ? Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુ - મારે સંજોગવશાત લેવું પડે છે. " પૂજ્ય ભાઈશ્રી :- સંજોગવશાત્ લેવું પડે છે એ બરાબર છે પણ લેવાની એની અપેક્ષાવૃત્તિનો એને નિષેધ હોય તો યથાર્થ છે, તો યથાર્થ છે. મુમુક્ષુ - મુમુક્ષનો આપે જે આ હેતુ બતાવ્યો એ હેતુ તો અમારે લોકોને ... પૂજ્ય ભાઈશ્રી - હેતુ તો એમ જ છે કે કોઈ જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે એટલો જ હેતુ છે. મોક્ષમાર્ગમાં સ્થિર થાય, મોક્ષમાર્ગમાં પદાર્પણ કરે, મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે, પ્રવેશ કરેલો હોય તો વિશેષ વૃદ્ધિગત થાય. એને માર્ગ જીવંત રાખવો છે. આચરણના અધિકારની અંદર શાસ્ત્રોમાં એ આવે છે. મુમુક્ષ – “સોભાગભાઈના પત્રોમાંથી એ જ નીકળે છે કે એક કોરથી પ્રોત્સાહન આપતા જાય છે અને આગળ વધારતા જાય છે, પ્રોત્સાહન આપતા જાય છે અને આગળ વધારતા જાય છે. આ એક સળંગ સૂત્ર આવે છે. પૂજ્ય ભાઈશ્રી :- આચરણના અધિકારમાં એક વિષય આવે છે કે મુનિને આહારદાન દેવામાં આવે છે. તો મુનિ છે એ મૂર્તિમંત જિનમાર્ગ છે અને એ જિનમાર્ગનો પ્રકાશ ચાલ ને ચાલુ રહે. જો કે દેહ તો એના આયુષ્ય સમાપ્ત થાય એ પહેલાં પડવાનો નથી પણ મુનિની અંતર-બાહ્ય સર્વ પરિસ્થિતિ એવી છે કે બીજાને એ મોક્ષમાર્ગમાં આવવામાં જ નિમિત્ત થાય છે, બીજું કોઈ એમાંથી વિપરીત કારણ ઊપજતું નથી. એ મુનિ છે એને ખબર છે કે આના આયુષ્ય પર્યત દેહ ટકવાનો છે. છતાં, પણ જે મર્યાદામાં એ આહાર ગ્રહણ કરવાનો એનો વિકલ્પ છે એમાં દેનારની એટલી જ વાત છે કે આ સ્થિતિ જો બરાબર જળવાઈ રહે તો અન્ય જીવને મોક્ષમાર્ગનું લાભનું કારણ છે, ધર્મલાભનું કારણ છે. એટલે મોક્ષમાર્ગ જીવંત રહો, એટલી જ વાત છે એમાં. આ મંદિર જે છે એમાં દાન આપે છે તે લોકો ? મંદિરમાં. તો એ પણ એક મોક્ષમાર્ગનું નિમિત્ત છે. તો એ જીવંત રહો એ એમાં ભાવના છે. | મુમુક્ષુ :- સાચી ભાવનાથી પૂજ્ય ભાઈશ્રી - માર્ગની ખબર છે ને. કેવી ભાવના છે ? સાચી એટલે કેવી ભાવના છે? કે એક જીવનો નિશ્ચય બદલવાનો આ Turning point છે. પહેલોવહેલો એના જીવનનો Turning point છે તો પોતે એને નમસ્કાર કરી લ્ય છે ! શાબાશ ! Page #204 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૨ ૧૮૫ તમે પાછા વળ્યા, પાછા વળવાની તૈયારી કરી. અમે તમને નમસ્કાર કરીએ છીએ ! એટલો જબરદસ્ત આદર કરે છે. હવે દેવચંદજીના પદનો અર્થ કર્યો છે. જે આગળ લખી ગયા. “જીવ એ પુદગલીપદાર્થ નથી, પુદગલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી.' એટલે કે જીવના આધારે શરીર ટકી રહ્યું છે એમ પણ નથી. તેના રંગવાળો નથી;” શરીરના અનેક રંગ છે. જીવનો કોઈ રંગ નથી, અરૂપી પદાર્થ છે. પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી....... એક રજકણનો પણ સ્વામી નથી. જગતના કોઈ સંયોગો પૂર્વકર્મ નસીબને લીધે પોતાના ગણાય છે એનો પણ જીવ સ્વામી નથી. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં. કોઈ બીજાનું ધણીપણું સ્વરૂપને વિષે ઉત્પન્ન થાય નહિ. “વસ્તુત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.” અને કોઈ પરપદાર્થનો સંગ કરે એવો પણ એનો સ્વભાવ ધર્મ નથી. વિભાવને લઈને કેટલોક સંયોગ જોવામાં આવે છે પણ સ્વભાવથી જોતા એને કોઈ સંયોગ નથી. સિદ્ધ પરમાત્માને ક્યાં સંયોગ છે કોઈ ? “વસ્તૃત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગો પણ નથી.' એવો એનો ત્રણે કાળે સ્વભાવ છે. એ પ્રમાણે સામાન્ય અર્થ જીવ નવિ પગલી વગેરે પદોનો છે.' હવે અહીંયાં ફરીને “આનંદઘનજી' નું એક પદ ટાંક્યું છે. “વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાંથી આ પદ ચંક્યું છે. ૨૪ તીર્થકરની સ્તુતિ કરી છે. “આનંદઘનજી' એ ૨૪ પદ રચેલા છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં “આનંદઘન ચોવીસીના નામે એ પ્રસિદ્ધ છે. દુખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. જિનેન્દ્રચંદ્ર એવા જે તીર્થકર વાસુપૂજ્ય ભગવાન છે એ તો એમ કહે છે કે આ સુખદુઃખ જે સંયોગ અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અનુકૂળ-પ્રતિકૂળ ઉત્પન્ન થાય છે એ તો પૂર્વકર્મનું ફળ છે. એમનેમ બનતું નથી. કારણ છે એ પૂર્વકર્મના ફળ સ્વરૂપે જ છે. જે કોઈ પ્રકારની વિચિત્રતા હોય તે બધી જ પૂર્વકર્મના ફળસ્વરૂપે છે અને પૂર્વકર્મનું ફળ જાણીને એને ગૌણ કરી નાખો. એની મુખ્યતા જરા પણ પરિણામને વિષે ન રાખો. ન તો અનુકૂળતાનો રસ લેવા જેવો છે, ન તો કોઈ પ્રતિકૂળતાનો રસ લેવા જેવો છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ રાજહૃદય ભાગ-૫ એક નિશ્ચય સ્વરૂપ જે આનંદસ્વરૂપ આત્મા છે એનો આનંદ લ્યો, એનો અનુભવ કરો. નિશ્ચય સ્વરૂપના આનંદનો અનુભવ કરો. એક નિશ્ચયને આનંદો બાકી આ સુખદુઃખની બધી જ કલ્પના છોડી દ્યો. ખરેખર તો બધું જ્ઞાનનું શેય છે. સમ્યજ્ઞાનમાં તો બધું શેય છે. મિથ્યાજ્ઞાનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાની કલ્પના ઊભી થાય છે. ખરેખર વસ્તુસ્થિતિ એમ છે નહિ - ચેતનતા પરિણામ ન ચૂકે.... જે ચૈતન્ય સ્વભાવ છે એ તો પોતાના ચૈતન્ય પરિણામને ચૂકતા નથી. એવા ચૈતન્ય સ્વરૂપ થયા છે જે જિનચંદ્ર-જિનેશ્વર-એ એમ કહે છે, એ એવું કહે છે. આમ ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનનો બોધ શું છે એ બતાવતા બતાવતા આનંદઘનજી ભગવાનની સ્તુતિ કરે છે. “આનંદઘનજી' ના બધા પદોમાં અધ્યાત્મરસ ઘણો છે. મુમુક્ષુ :- સંપ્રદાય છોડી દીધો હતો. પૂજ્ય ભાઈશ્રી - છેલ્લે છેલ્લે છોડી દીધો હતો. આગળ તો પોતે અર્થ કરશે. પાછળ જે ૭૫૧-પર-૫૩-૫૪ છે એમાં પોતે અર્થ શરૂ કર્યા છે. આંક ૭પ૩ માં પહેલું “ઋષભદેવ ભગવાનનું જે પદ છે. રષભ જિનેશ્વર પ્રીતમ માહરી રે, ઓર ન ચાહું રે કત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.” એનો અર્થ કર્યો છે ૫૭૦ પાને. પછી આગળ વીતરાગ સ્તવનામાં પણ આગળ એ પદનો અર્થ કર્યો છે. પછી તગડો છે એમાં બીજા “અજિતનાથ ભગવાનના સ્તવનનો અર્થ કર્યો છે. પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અતિ અતિ ગુણધામ; જે તે જીત્યા રે, તેણે હું જીતિયો રે, પુરુષ કિયું મુજ નામ ?” એમ કરીને એ બીજા પદનો અર્થ કર્યો છે અને ત્યાંથી એ વાત અપૂર્ણ રહી ગઈ છે. પછી લખવામાં રહી કે મળી નથી. પણ બે પદના અર્થ એમણે કર્યા છે. ૩૦ માં વર્ષમાં કરેલા છે. એ ૩૨૨ પત્ર) પૂરો થયો. Page #206 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૨૩ ૧૮૭ પત્રક - ૩ર૩ મુંબઈ, માહ વદ ૨, રવિ, ૧૯૪૮ રન અત્ર સમાધિ છે. પૂર્ણ શાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર તે તે સાંભરે છે. પરમસનું ધ્યાન કરીએ છીએ. ઉદાસપણું વર્તે છે. ૩૨૩ એ પણ સોભાગભાઈ ઉપરનો જ પત્ર છે. ૩૨૯ સુધીના બધા પત્ર સોભાગભાઈ ઉપરના જ ચાલે છે. અત્ર સમાધિ છે. પૂર્ણશાને કરીને યુક્ત એવી છે સમાધિ.. એટલે કેવળજ્ઞાન દશા તે વારંવાર સાંભરે છે. પોતાનું ધ્યેય છે તે પૂર્ણ થવાનું. પુરુષાર્થ પણ પૂર્ણ થવાનો છે, ભાવના પણ પૂર્ણ થવાની છે, સ્વરૂપ પણ પૂર્ણ છે. એટલે પૂર્ણજ્ઞાન કરીને યુક્ત એવી સમાધિ દશા છે, જેમાં કેવળજ્ઞાન વર્તતું હોય તે દશા અમને વારંવાર સાંભરી આવે છે. અથવા તે દશા વારંવાર ભાવનામાં રહે છે અને તદ્અનુસાર પુરુષાર્થની વૃત્તિ પણ વત્ય કરે છે. એ પોતાને વર્તમાન સમાધિ છે. પરમસતુનું ધ્યાન કરીએ છીએ. પરમસતુ એવું જે પોતાનું સ્વરૂપ તેનું ધ્યાન કરીએ છીએ અથવા એનું ધ્યાન ખસતું નથી, ધર્મધ્યાન છે એ ખસતું નથી. અને જગતને વિષે “ઉદાસપણું વર્તે છે.' ઉપેક્ષા વર્તે છે. એ બાજુનું જરા પણ લક્ષ નથી. સંયોગોનું પણ ઉદાસપણું વર્તે છે. એમ કરીને પોતાની દશાની વાત “સોભાગભાઈને લખી છે. એટલે એ પણ એ દશાને અનુસરે એટલા માટે પોતાની દશાની વાત લખે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ચજહૃદય ભાગ-૫ પત્રાંક - ૩ર૪. મુંબઈ, માહ વદ ૪, બુધ, ૧૯૪૮ હે ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ છે ર રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી ? છે વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યાં છે તે જ કરે છે, એવો અનુભવ છે. તે આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ કિ પ્રાપ્ત હોય છે. " સમ્યક્દર્શનનું. મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ અને તેવો છે અનુભવ છે. ૩૨૪. “ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રાલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. ચારે તરફ ઉપાધિની જ્વાળા, ઉપાધિની હોળી, અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિ સંયોગોની વર્તતી હોય એવા પ્રસંગમાં પણ સમાધિ રહેવી, એવા પ્રસંગમાં પણ વીતરાગતાની મુખ્યતા સહિત પરિણામ રહેવા એ પરમ દુષ્કર છે, એ ઘણી અઘરી વાત છે, કઠિન વાત છે. કેમકે એમાં ઘણો પુરુષાર્થ હોય છે જીવનો–મોક્ષમાર્ગી જીવનો, ધર્માત્માનો અત્યંત પુરુષાર્થ હોય છે એટલે એ વાત તો પરમજ્ઞાની વિના થવી વિકટ છે. એ પરમજ્ઞાની એટલે ઘણી વીતરાગતા વધી હોય. નહિતર સાધારણ જ્ઞાનીને પણ એ વાત વિકટ છે એ પણ હાલકડોલક થતા જોવામાં આવે છે. પોતાને એવો અનુભવ છે કે પોતે ગમે તેવી ઉપાધિમાં પણ સમાધાન રાખી Page #208 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩ર૪ ૧૮૯ શકે છે, સમાધિ રહે છે. એટલે એ પોતાને આશ્ચર્ય થાય છે. “અમને પણ આશ્ચર્ય થઈ આવે છે...” આવી અમારી દશા છે. સહેજે સહેજે આત્મા હલતો નથી, ઊથલપાથલ જે કાંઈ સંયોગોની થાય છે પણ) અમારો આત્મા અંદરથી હલતો નથી એમ કહે છે. આશ્ચર્યકારી વાત છે ! ભિન્નતા ભાસે છે (એટલે) રસ પડતો નથી. જે થયું તે, આત્માને કાંઈ થયું નથી. ગમે તે થયું તોપણ મારા આત્માને કાંઈ થયું નથી એવો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે. આત્માનો અનુભવ જ એમ વર્તે છે. એટલે અમને પણ પ્રાયઃ એમ જ વર્તે છે. આવી આશ્ચર્યકારક પોતાની દશા છે એ નજીકના એમના પાત્ર છે અને દર્શાવતા. જાય છે. એટલે કે તમે કાંઈ મુંઝાવ નહિ. પરિસ્થિતિની ગડબડ તો અમારે થાય છે પણ સમાધિ રાખીએ છીએ. સમાધિમાં છીએ અને એ કેળવવા જેવી દશા છે, એ કરવા જેવી દશા છે. એ દશામાં તમે આગળ વધો, એ દશા પ્રત્યે આગળ વધો. મંઝાવાનું કારણ નથી, મૂંઝાવું જોઈએ નહિ. જે થયું તે થયું એનું કાંઈ કારણ લેવું નહિ. આત્માને કાંઈ નુકસાન થતું નથી. કાંઈ આત્મામાંથી જાતું નથી, કાંઈ આત્મામાં આવતું નથી. મુમુક્ષુ - ઉપાધિમાં સમતા રહે તો જ . પૂજ્ય ભાઈશ્રી - હા. ખરી જાય. કર્મ ખરે છે. એ વખતે નિર્જરા વિશેષ થાય છે. બહારના સંયોગોના ઉદયના ફેરફારો થાય), તીવ્ર ઉદય આવે પણ જો જીવ સમાધાન રાખી શકે છે તો નિર્જરા વિશેષ થાય છે. સીધી વાત છે. દ્ધિ વધતી જાય છે. અમને “એવો અનુભવ છે. એમ કહે છે. “આત્મભાવ યથાર્થ જેને સમજાય છે....” આત્મસ્વભાવ અને આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, સ્વસમ્મુખ થઈને એવો જ છું એમ ગ્રહણ થાય છે તે નિશ્ચલ રહે છે. તે પોતાના સ્વરૂપભાવમાં, સ્વભાવભાવમાં નિશ્ચળ રહે છે અને તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. એવી જે સમાધિ-સમપણુંરાગ-દ્વેષનું વિષમપણું નહિ થવું એવું જે સમપણું તે એને પ્રાપ્ત હોય છે' સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ....” લોકો સમ્યક્દર્શનસમ્યક્દર્શન કરે છે એમ નહિ. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ જ વીતરાગતા છે. આ તો સમ્યગ્દર્શનને નામે રાગ-દ્વેષ (કરે). જુઓ ! વિચિત્રતા ! ભૂલી ગયા સમ્યગ્દર્શન Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચજહૃદય ભાગ-૫ શું ચીજ છે. “સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે. અમને એ વીતરાગતાનો અનુભવ છે. સમ્યક્દર્શનનો અનુભવ છે, એ વીતરાગતાનો પણ અમને અનુભવ છે. મુમુક્ષુ - આ વીતરાગતા પાત્રતાથી જ હોય છે. ? પૂજ્ય ભાઈશ્રી - પાત્રતામાં વીતરાગતા નથી આવતી પણ વીતરાગતાની પૂર્વ ભૂમિકાને પાત્રતા કહેવામાં આવે છે. એટલે એ વીતરાગતાનો પ્રયાસ શરૂ થાય છે એને પાત્રતા કહેવામાં આવે છે. એની સફળતા તે વીતરાગતાની પ્રાપ્તિ છે. પણ પ્રયાસ પોતે પાત્રતા છે. પ્રયાસ વિના પાત્રતા નથી. માત્ર વિચાર કરે તે પાત્રતા નથી. પ્રયાસ કરે તે વર્તમાનમાં પાત્રતા છે. મુમુક્ષુ :- ઉપાધિ સામે જુએ તો જ ઉપાધિ છે. પૂજ્ય ભાઈશ્રી - ઉપાધિમાં અહમ્પણું થાય ત્યારે ઉપાધિ છે. મુમુક્ષુ - સામે જોવું. - પૂજ્ય ભાઈશ્રી - હા, સામે જોવું એટલે આ મારા સંયોગો છે, આ મને લાગેવળગે છે. આ નુકસાન મને છે, આ લાભ મળે છે. આ રોગ મને છે. આ કારણ મારે છે એમ લાગ્યું કે બસ ! પકડાણો ઉપાધિમાં. મુમુક્ષુ :- ઉપાધિ પહેલાં તો આત્મા જણાય છે પણ એ જોતો નથી. પૂજ્ય ભાઈશ્રી :- ખરેખર તો એમ જ છે. જીવ કોનો અનુભવ કરે છે એના ઉપર જ બધો આધાર છે. વાસ્તવિકતાએ જીવ અન્ય પદાર્થનો અનુભવ કરી જ શકતો નથી. અધ્યાસે કરીને મિથ્યા અનુભવ કરે છે કે મને પરનો અને રાગનો અનુભવ થાય છે. કરી શકતો નથી. પણ એ અધ્યાસ ઊંધા નિશ્ચયને લીધે છે. ૧૭ મી ગાથાના ભાવાર્થમાં જયચંદજીએ બહુ સારી વાત લીધી છે. કુંદકુંદાચાર્યદેવે જ એ વાત લખી છે, જયચંદજીએ નહિ. છેલ્લો પેરેગ્રાફ જે ટીકાનો લીધો છે એમાં એ વાત લીધી છે. ૧૯૧૮ ગાથા છે. આ અનુભૂતિ છે તે જ હું છું એવું જે આત્મજ્ઞાન તે આત્મજ્ઞાન ઉદયરૂપ થતું નથી. તો કેવું અજ્ઞાન ઉદય થાય છે ? કે આ રાગ તે હું છું, આ સંયોગ તે હું છું, આ વિભાવ તે હું છું. એવું 'અજ્ઞાન ઉદય થાય છે. છતાં અજ્ઞાને કરીને જીવ પરને અનુભવી શકતો નથી. પણ અનુભવમાં આવતો હોવા છતાં પણ એને આત્મજ્ઞાન ઉદય નથી. એનું કારણ કે Page #210 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૪ ૧૯૧ એના પરદ્રવ્ય સાથે એકપણાના નિશ્ચયથી મૂઢતાને પ્રાપ્ત થયો છે. એનું જ્ઞાન મૂંઢાઈ ગયું છે. એ નિશ્ચય છે. પર સાથેનો નિશ્ચય છે એ ખરાબ છે. મુમુક્ષુ – મેરુ પર્વત જેટલો આડો આત્મા છે તોપણ દેખાતો નથી. પૂજ્ય ભાઈશ્રી :- તરણા ઓથે ડુંગર. ગુરુદેવ’ કહેતા હતા 'તરણા ઓથે ડુંગર' ક્ય તરણું છે ? કે પરદ્રવ્ય સાથે એકપણાનો નિશ્ચય. એ. નિશ્ચયથી એનો અનુભવ છે એમ એને લાગે છે કે મને આનો અનુભવ છે, મને આ અનુભવાય છે. આ રાગ અનુભવાય છે અથવા આ પર અનુભવાય છે. વાત જૂઠી છે. તે અનુભવી શકતો જ નથી. મુમુક્ષુ – આટલું સહેલું તો ક્યાંય જગતમાં નથી. પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો માર્ગને સુગમ કહ્યો છે, સરળ કહ્યો છે, સુંદર કહ્યો છે અને સહજ કહ્યો છે એનું કારણ એ છે. પ્રાપ્ત થવો કઠિન એટલા માટે છે કે એનો એકપણાનો નિશ્ચય ઘણો દઢ છે. એ નિશ્ચય એ તોડી શકતો નથી. પુરુષાર્થ વિના એ નિશ્ચય તૂટતો નથી. એકવાર એણે પર સાથે એકપણાના નિશ્ચયને તોડી નાખવો જોઈએ. નિશ્ચય બદલે એટલે આખી દુનિયા બદલાઈ જશે. આખા જગતની કિમત સડેલા તરણા જેવી થઈ જશે. અને આત્મા ? અનંત આનંદનો મહાસાગર છે. સાક્ષાત્ સિદ્ધપદ ! મૂર્તિમંત સિદ્ધપદ દેહાકારે બિરાજમાન છે પોતામાં ! મુમુક્ષુ :- અનુભવે છે અને કહે છે કે અનુભવાતો નથી. પૂજ્ય ભાઈશ્રી :- એ સિવાય તો અનુભવ થઈ શકતો પણ નથી. જ્ઞાનમાં બીજાનો અનુભવ થવાનો અવકાશ નથી–જગ્યા નથી. ખરેખર તો જગ્યા જ નથી અને જ્ઞાન વેદનનો ત્યાગ કરી શકે એવું નથી. અજ્ઞાનભાવે પણ જ્ઞાનમાં જે વેચવાનો ધર્મ છે એનો ત્યાગ કરી શકે એમ નથી. બીજાને પોતાની અંદર વેદી શકે એમ નથી. આવી તો વસ્તુસ્થિતિ છે. એક નિશ્ચય બદલે એટલી વાર છે. નિશ્ચય ફરે એટલે થઈ ગયું). એટલે તો આગળ કહેશે નિશ્ચય બદલશે એને તો સુધારસ કહેશે. સુધારસની એમણે બહુ સરસ વાત લીધી છે. એ એ તબક્કાની વાત ઘણી સરસ લીધી છે. મુમુક્ષુ :- મૂઢતા પણ કેટલી કે એનો પાર જ નહિ. પૂજ્ય ભાઈશ્રી - એટલે તો કહ્યું ને કે પ્રભુ ! તારા અપલક્ષણનો પણ પાર નથી. પોતે ને પોતે કહેશે. મુમુક્ષુ :- કઈ ગાથા છે ? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી - ૧૭-૧૮ ગાથાની ટીકાનો છેલ્લો પેરેગ્રાફ. “સ્વભાવ યથાર્થ જેને સમજાય છે, તે) નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.' અમને તો એ સમ્યક્દર્શનના મુખ્ય લક્ષણભૂત જે વીતરાગતા એનો અનુભવ વર્તે છે. એને જ અમે સમ્યક્દર્શન જાણીએ છીએ. વીતરાગતા વિના અમે સમ્યક્દર્શનને ઓળખતા નથી. એમ કહે છે. એ ૩૨૪ પત્ર પૂરો થયો. પત્રક - ૩૨૫ મુંબઈ, માહ વદ ૯, સોમ, ૧૯૪૮ જબ હીતે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમે પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ; તબહીતે જો જો લેનેજોગ સો સો સબ લીનો, જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો છે; લેવેક ન રહી ઠોર, ત્યાગીવેકીં નાહીં ઓર, બાકી કહા ઉબય જૂ, કારજ નવીનો હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી. આપા શુદ્ધ કીનો હૈ.' - કેવી અદ્ભુત દશા ? જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો. પ્રણામ પહોંચે. ' ૩૨૫ માં પત્રમાં એક “બનારસીદાસજીનું પદ ટાંક્યું છે અને જ્ઞાનીની દશા છે એ એમણે વર્ણવી છે. એ પણ “સોભાગભાઈ ઉપરનો પત્ર છે. જબહીત ચેતન વિભાવસો ઉલટિ આપુ, સી પાઈ અપનો સુભાવ ગહિ લીનો છે; Page #212 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૨૫ ૧૯૩ તબહીતે જો જો લેનેજીગ સો સો સબ લીનો, જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો હૈ; લેવકોં ન રહી ઠોર, ત્યાગીવેકીં નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જ. કારજ નવીનો હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી, મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. જ્યારથી ચેતન એટલે આત્માએ વિભાવથી પલટી મારીને ઊલટી દશા કરી, ઊલટી એટલે પલટો મારી દીધો. વિભાવ બાજુ જે મુખ હતું એ પર સન્મુખતા હતી. ઊલટીને સ્વસમ્મુખ થયો. જ્યારથી ચૈતન્ય પોતે–આત્મા પોતે વિભાવથી પાછો ફરીને પોતે જ આપો એટલે પોતે જ સમે પાઈ અપનો સુભાવ ગહિ લીની હૈ.' એવો એક ધન્ય સમય એણે ગ્રહણ કર્યો, પ્રાપ્ત કર્યો કે મા ? કે જેમાં એણે પોતાના સ્વભાવને ગ્રહણ કરી લીધો. પોતાનો સ્વભાવ તો હતો પણ ગ્રહણ નહોતો કર્યો. એ સ્વપણે ગ્રહણ કરી લીધો. તબહીતે જો જો લેનેજીગ સો સો સબ લીનો. એક સ્વભાવને ગ્રહણ કરતા, સ્વભાવ એટલે પોતાનું સિદ્ધપદ છે–પરમેશ્વર પદ છે, આત્મા પોતે જ જિનચંદ્ર છે. ગુરુદેવ' તો બહુ મલાવતા. અંદરમાં આત્મા પોતે જ જિનચંદ્ર છે. એને ગ્રહણ કરતા એણે બધું લઈ લીધું. લેવા યોગ્ય એવું બધું લઈ લીધું. ત્યાગ કરવા યોગ્ય બધું ત્યાગી દીધું. ગ્રહણ-ત્યાગ બંનેનો ફેંસલો થઈ ગયો. યથાર્થ ગ્રહણ થઈ ગયું. અયથાર્થ બધું એને છૂટી ગયું. ક્યાંય મમત્વ એને રહેતું નથી, થતું નથી. - જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો હૈ લેવોક ન રહી ઠોર.' હવે કાંઈ લેવાનું શું બાકી રહ્યું ? હવે કાંઈ મેળવવાનું અને બાકી રહેતું નથી. બીજું કાંઈ લેવાનું (રહ્યું નહિ). અહીંયાં ૩૨૮માં અર્થ કર્યો છે, ભલે કો નહીં ઠેર.” એનો અર્થ કર્યો છે. સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું છે. હવે બીજું કોઈ ક્ષેત્રે કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી. લેવકો ન રહી ઠોર. કોઈ સ્થાનમાંથી કાંઈ કોઈ ઠેકાણેથી કાંઈ લેવાનું નથી એને. ત્યાગવેક નાહીં ઓર. અને પોતાના સ્વરૂપનો કોણ ત્યાગ ઇચ્છે ? એને તો પોતામાંથી કાંઈ છોડવાનો પ્રશ્ન નથી, સ્વભાવને છોડવાનો પ્રશ્ન નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ રાજહૃદય ભાગ-૫ બાકી કહા ઉછર્યો કારજ નવીનો હૈ.' તો હવે આ સિવાય નવું કાર્ય શું કરવાનું છે ? કોઈ નવું કાર્ય એને કરવાનું રહેતું નથી. નવીન કાંઈ કરવાનું રહેતું નથી. લેવું બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવા માટે શું ઊગર્યું ? શું બચ્યું ? ઊગર્યું એટલે શું બચ્યું ? કાંઈ લેવું નથી કે કાંઈ દેવું નથી. તો હવે કરવાનું શું બચ્યું ? તો કાંઈ એને કરવાનું બચતું નથી. સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી પછી કોઈ પરસંગ એને રુચતો નથી. શરીર સુદ્ધાનો સંગ પણ એને ગ્રહણ કરવાનો પ્રશ્ન નથી. | મુમુક્ષ - પચાસ વર્ષનો કોઈ પંડિત હોયને તોપણ આવો અર્થ ન કરી શકે એ પચીસમા વર્ષે સુંઢારી ભાષા શીખવા ક્યાં ગયા હશે ! પૂજ્ય ભાઈશ્રી :- એ તો દુનિયાભરની ભાષામાં વાત કરતા હતા. ક્ષયોપશમ એટલો બધો હતો ને ! પોતે હિન્દીમાં રચના કરી છે. હિન્દી ભાષા ભણ્યા વિના. તો હિન્દીમાં પદો રચ્યા છે. અને બીજી પણ દુનિયાની ભાષામાં વાતો કરી છે. આ શતાવધાનની અંદર ૧૮ વર્ષે દુનિયાભરની ભાષામાં બધી વાતો કરી છે. આગળ આવી ગયું ને, આવી ગયું આગળ. મનત્યાગી બુદ્ધિત્યાગી.. એટલે પોતામાં ક્યાંય મમત્વ નથી. કોઈ સંગમાં, સંયોગમાં મમત્વ નથી. પોતાના દેહમાં મમત્વ નથી. અંગ એટલે દેહ લઈ લે. પોતાના વચનમાં, વચનને તો તરંગ જ જાણે છે. પુગલના તરંગ જાણે છે. એમાં પણ મમત્વ નથી. પેલું તો માણસને શબ્દ ફેરવવો ગમે નહિ. આ મારું વચન, મારો શબ્દ બદલાય નહિ, ફેરવાય નહિ. “વચનતરગત્યાગી મનત્યાગી” મનના વિકલ્પમાં પણ મમત્વ નથી અને બુદ્ધિના વિચારોની અંદર પણ મમત નથી. બુદ્ધિથી પાર એવું જે નિર્વિકલ્પ તત્ત્વ એને તન્મય થયેલી જે નિર્વિકલ્પ દશા, એ સિવાય બુદ્ધિના વિકલ્પમાં પણ પોતે મમત્વ કરતા નથી. એ રીતે જેણે પોતાના આત્માને શુદ્ધ કર્યો છે એની દશા કેવી અભુત ! એવી નિર્વિકલ્પ દશા તે કેવી અદ્દભુત દશા છે ! એમ કહે છે. જૈનદર્શનમાં અનેક પ્રકારે જે ઉપદેશબોધ છે એ બધા જ ઉપદેશબોધનું લક્ષબિંદુ એવું છે કે આ નિર્વિકલ્પ દશામાં આવી જાય. અન્ય દર્શનમાં પણ અનેક પ્રકારે ઉપદેશ ચાલે છે. લોકો સમન્વય કરે છે કે આ જૈનદર્શનમાં આવો ઉપદેશ છે, અન્ય દર્શનમાં આવો ઉપદેશ છે, આણે એટલો ત્યાગ કર્યો, આણે પણ આટલો ત્યાગ કર્યો. આનું Page #214 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૨૫ ૧૯૫ આમ, આનું આમ. પણ જૈનદર્શનમાં અનેક પ્રકારના ઉપદેશનું લક્ષબિંદુ શું છે ? કે જેટલો બુદ્ધિપૂર્વક ઉપદેશ ઉપદેશાય છે, ઉપદેશ કરવામાં આવે છે એનું લક્ષબિંદુ બુદ્ધિથી પાર જે નિર્વિકલ્પ દશા છે ત્યાં પહોંચાડવાનું છે. એ પ્રકાર કયાંય નથી. ઉપદેશની વાત બધે છે પણ એ પ્રકાર ક્યાંય છે નહિ. મુમુક્ષુ :– પેલાના ઉપદેશમાં આધારબુદ્ધિ રખાય છે, આમાં આધારબુદ્ધિ છોડાવે છે. = પૂજ્ય ભાઈશ્રી :– પેલામાં તો આધારબુદ્ધિની ચર્ચા પણ ક્યાં છે ? પછી છોડવાનો પ્રશ્ન ક્યાં આવે). એ તો પડ્યા છે ત્યાં પડ્યા છે. રાગ અને ક્ષયોપશમ જ્ઞાનની બધી રમત છે. શુભરાગ, કષાયની મંદતા અને ક્ષયોપશમ જ્ઞાનની રમત સિવાય બીજું કાંઈ એમાં છે નહિ. એટલે કે જ્ઞાનગુણનો ક્ષયોપશમ પરલક્ષી અને ચારિત્રગુણનો ક્ષોપશમ પરલક્ષી. આ બેનું પિરણમન છે. એથી આગળ કોઈ વાત જ નથી, એથી આગળ કોઈ વાત નથી. જૈનશાસનમાં તો અતીન્દ્રિય જે આત્મપદાર્થ છે એના આધારે અતીન્દ્રિય આત્મજ્ઞાન આદિ જે દશા-આનંદ આદિ પરિણમન એને લક્ષમાં, કેન્દ્રમાં રાખીને બધી ઉપદેશ ચાલ્યો છે. આખો પ્રકાર જ જુદો છે કે જેને કોઈની સાથે સરખાવી શકાય એવું નથી. મુમુક્ષુ :- ૨૦૦-૨૦૦ વર્ષના અંતરે બધા જ્ઞાની થઈ ગયા પણ વાત બધી એકસરખી છે. પૂજ્ય ભાઈશ્રી :– એકધારી. અનંત જ્ઞાનીનો એક અભિપ્રાય, એક જ અભિપ્રાય (છે). કેમકે બધાએ એક જ નિર્વિકલ્પ આત્મસ્વરૂપના નિર્વિકલ્પ જ્ઞાનમાં દર્શન કર્યાં. નિર્વિકલ્પ આત્મસ્વરૂપના નિર્વિકલ્પ જ્ઞાનમાં બધાએ એકસરખા દર્શન કર્યા. એટલે ૨૦૦૦ વર્ષ પહેલાં લખેલા જ્ઞાનીની વાત હોય તો વર્તમાન જ્ઞાની પકડે. કેમ પકડે છે ? કે બંનેના અનુભવનું સામ્યપણું છે માટે પકડે છે. એને અનુભવની ભાષા સમજાય છે કે આ અનુભવપૂર્વક નીકળેલી ભાષા છે. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ'માંથી એ જ વાત બની ને ! અનુભવની ભાષા પકડી છે. નકલ કરવા જાય તો ન થઈ શકે. તરત ફેર પડી જાય. એમાં શું છે, નકલ કરવા જતા જે કૃત્રિમતા ઊપજે છે, નિર્વિકલ્પ દશા થયા વિના નિર્વિકલ્પ તત્ત્વ જ્ઞાનમાં રહે કેવી રીતે ? શાનમાં જે વસ્તુ નથી એની વાત કોઈ શીખીને કરવા જાય તો કૃત્રિમતા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ચજહૃદય ભાગ-૨ આવ્યા વિના રહેતી નથી. એ કૃત્રિમતા જ્ઞાનીની નજરમાં અછાની રહેતી નથી. કોઈ બીજા ભૂલે, અજાણ્યા ભૂલે પણ જેણે વસ્તુ જોઈ છે એને તો તરત જ ખ્યાલ આવે કે આમાં કૃત્રિમતા છે. *-કેવી અદ્દભુત દશા ? જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો.' તમને આ દશાનો એવો અર્થ સમજાય એવો અર્થ તમે લખજો. અહીંથી હવે બરાબર એમની પરીક્ષા શરૂ કરી છે. જ્ઞાનદશાનો ભાવ કાંઈ પકડાય છે ? એમ કહેવું છે. તો તમને જેટલો પકડાય, જેવો પકડાય તમે જણાવો. પછી બીજું પદ પણ ૩૨૬ પત્રમાં) “નાટક સમયસારમાંથી બનારસીદાસજી' નું લખ્યું છે. પત્રાંક - ૩૨૬ - મુંબઈ, માહ વદ ૧૧, બુધ, ૧૯૪૮ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામ્ કેલી કરે, શુદ્ધતાર્મ થિર છે અમૃત ધારા વરસે. (સમયસાર નાટક) શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલી કરે, શુદ્ધતા મેં થિર વહે અમૃત ધારા વરસે. આ નિર્વિકલ્પ અનુભવની વાત લીધી છે કે જ્યારે શુદ્ધોપયોગ થાય છે, સમ્યક્દર્શન થાય છે ત્યારે વિચારમાં પણ શુદ્ધતા હોય છે અને એટલે જ્ઞાનમાં પણ શુદ્ધતા શુદ્ધ સ્વરૂપ હોય છે અને આચરણની અંદર પણ શુદ્ધ સ્વરૂપ જ છે. જ્ઞાનનો વિષય પણ શુદ્ધ સ્વરૂપ છે, આચરણમાં એટલે રમણતા, કેલી કરે એટલે રમણતા. કરે છે એ પણ શુદ્ધતામાં એટલે શુદ્ધ સ્વરૂપમાં, સ્થિર રહે છે એ પણ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધભાવે સ્થિર રહે છે. અને એ વખતે આનંદઅમૃતનો અનુભવ થાય છે. ઉભરાયને Page #216 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩ર૬ ૧૯૭ આનંદ ઉપયોગમાં, ઉપયોગની એકાકાર દશાની અંદર અતીન્દ્રિય આનંદ અનુભવગોચર થાય છે ત્યારે અમૃતની ધારા વરસી હોય એમ લાગે છે. જેમ કોઈ માણસ ફુવારાથી હાય તો એકસાથે આખો ભીંજાય જાય. એમ અનુભવ દશામાં સર્વ પ્રદેશથી આખા ચૈતન પીંડમાં અખંડ આનંદની વર્ષા છે. એકસાથે આનંદથી ભીંજાય જાય છે, આખું આત્મતત્ત્વ તરબોળ થઈ જાય છે. એટલે એને અમૃતધારા વરસે છે એમ કહે છે. પરિણતિના આનંદ અને શુદ્ધોપયોગના આનંદમાં એ રીતે ઘણો તફાવત છે. એ પણ “નાટક સમયસારમાં બનારસીદાસજીએ શુદ્ધોપયોગનું વર્ણન કર્યું છે. મુમુક્ષુ :- દ્રવ્યમાં ઊભા રહીને વિચારવાનું છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ અને બીજું કે અતીન્દ્રિય જે દશા છે એ દશા ખરેખર તો વચનાતીત નહિ પણ મનાતીત દશા છે. વિકલ્પાતીત અને મનાતીત દશા છે તો વચનાતીત છેએમ કહેવાની જરૂર નથી. કેમકે એ તો વચન તો સ્થૂળ વિકલ્પનો પ્રયોગ છે તોપણ એવા અતીન્દ્રિય ભાવને કથંચિત્ વચનગોચર કરે છે. એ એક અનુભવી ધર્માત્માઓનું વિશેષ સામર્થ્ય છે કે કથંચિત્ એને વચનગોચર કરે છે. અને એ જે રીતે અને જે પ્રકારે વચનગોચર કરે છે એમાં એવો એક નિમિત્તપણાનો ધર્મ ઊભો થાય છે કે જેને લઈને એવી જ અતીન્દ્રિય નૈમિત્તિક દશા પ્રાપ્ત થવાનું બીજાને એની અંદરથી કારણ ઊભું થાય છે, નિમિત્તકારણ ઊભું થાય છે. એવું નિમિત્તકારણ અજ્ઞાનીના કોઈ વચનમાં ઉત્પન્ન થતું નથી. અજ્ઞાન દશામાં કોઈપણ જીવની વાણી હોય તો એમાં એવું નિમિત્તપણું હોતું નથી, જેવું જ્ઞાનદશામાં ઉત્પન્ન થયેલું વાણીનું પરિણમન છે કે જેના નિમિત્તે નૈમિત્તિકભાવ મોક્ષમાર્ગનો ઉત્પન્ન થાય. આ એક કુદરતી વસ્તુસ્વરૂપની સુંદરતા છે. કુદરતી જ છે આ, કોઈ કર્યું કરાવ્યું થાય એવું નથી, કુદરતી છે. ૩૨૬ પત્ર પૂરો) થયો. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ચજહૃદય ભાગ-૫ પત્રાંક - ૩૨૭ મુંબઈ, માહ વદ ૧૪, શનિ, ૧૯૪૮ અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્થરૂપે પરિણમે છે; આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. સત્પરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે છે તે લખશો. ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ. ૩ર૭ માં એમણે જે મહા વદ નોમે પત્ર લખ્યો હતો એ મહા વદ ચૌદશે જવાબ મળી ગયો છે. બનારસીદાસનો જે અર્થ એમણે માગ્યો હતો, અદ્ભુત દશાના કાવ્યનો અર્થ માગ્યો હતો તે અર્થ લખી મોકલ્યો. અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે.' તે બરાબર છે. તમારો અર્થ છે એ બરાબર છે. પરીક્ષા કરી, પરીક્ષામાં પાસ થયા એની વાત પણ કરી. મુમુક્ષુ :- “સોભાગભાઈ તૈયાર થઈ ગયા. પૂજ્ય ભાઈશ્રી :- તૈયાર થઈ ગયા છે. યોગ્યતા તો એમણે પહેલેથી જોઈ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્થરૂપે પરિણમે છે. પછી એ વાણીમાં જે નિમિત્ત છે એ નિમિત્ત અનુસાર અહીંયાં નૈમિત્તિક ભાવ ઉત્પન થાય છે. જેવી યોગ્યતા, જેવું અનુભવનું સામર્થ્ય. એ વિશેષ એને નિમિત્ત પડે છે. જ્ઞાનીઓ પણ સત્શાસ્ત્રોનું અધ્યયન કરે છે એનું કારણ વિકલ્પ વૃદ્ધિ કરવી નથી, ક્ષયોપશમ જ્ઞાન વધારવું નથી પણ જે આવી અધ્યાત્મ Page #218 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૨૭ ૧૯૯ દશા અને અધ્યાત્મ ભાવ હોય છે એનું યથાતથ્યરૂપ પરિણમન વધતું જાય, એ પરિણમનની વૃદ્ધિ થાય એવું એની અંદર નિમિત્તપણું હોય છે. તેથી એ નિમિત્તના બહાને એ પોતાની દશાને વધારે છે. મુમુક્ષુ – શુદ્ધિની વૃદ્ધિ થાય છે. પૂજ્ય ભાઈશ્રી :- શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ વાત અમૃતચંદ્રાચાર્યે' લખી છે કે મને પણ આ સમયસાર'ની ટીકા કરતા મારી અધ્યાત્મ દશા, મારી મોક્ષમાર્ગની દશા વૃદ્ધિગત થાઓ. ‘સમયસાર’ની ટીકા કરતા એ એમણે પોતે લખ્યું છે અને બહુ ભાવના ભાવી છે. એ જાતની ટીકા કરતાં કરતાં સ્વરૂપની ભાવના બહુ ભાવી છે. એમાં ૨૧ મો કળશ છે એ બહુ સરસ છે. તેજ શબ્દ લીધો છે. અમને એવું તેજ, ખરેખર અમને એવું તેજ હો. એમ કરીને લખ્યું છે. ૧૪મો શ્લોક છે. ર્મદુઃ પરમમસ્તુ’. ‘તે ઉત્કૃષ્ટ તેજ–પ્રકાશ અમને હો કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે.' આ મૂળ તત્ત્વ છે એને તેજ શબ્દથી લીધું છે. તે ઉત્કૃષ્ટ તેજ-પ્રકાશ અમને હો...' આગળ એમની ટીકા પૂરી કરી છે કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે શાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદષ્ટિમાં આવતું જે આત્મતત્ત્વ), સર્વ પદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં અકરૂપ, પર નિમિત્તથી ઉત્પન્ન થયેલા ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે.' જ્યચંદજી’૧૫ મી ગાથા ઉપરની ટીકાનો ભાવાર્થ લખે છે અને એના ઉપરનો આ કળશ છે, ૧૫મી ગાથા ઉપરનો કળશ છે. બહુ ભાવના ભાવી છે. તે ઉત્કૃષ્ટ તેજ–પ્રકાશ અમને હો કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે.' જેમ મીઠાની ગાંગડીમાં ચારે તરફ ખારો રસ ભરેલો છે. તેમ જે તેજ એક જ જ્ઞાનસ્વરૂપને અવલંબે છે,...' આગળ આચાર્ય મહારેજે પોતે (લખ્યું છે), સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે એમાં ઠાંસી ઠાંસીને જ્ઞાનસ્વભાવ ભરેલો છે. સર્વતઃ વિજ્ઞાનઘન-વિજ્ઞાનનો ઘન આત્મા છે એને અનુભવવા જતા એ શાનપણે તે સ્વાદમાં આવે છે–જ્ઞાનપણે તે અનુભવાય છે. ચારે તરફ એક જ્ઞાનરસસ્વરૂપને અવલંબે છે, જે તેજ અખંડિત છે– શેયોના આકારૂપે ખંડિત થતું નથી.' જ્ઞાન ઉપર ગમે તેટલા શેયોના આકાર આવીને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦ રાજહૃદય ભાગ-૫ સાય જાય (તોપણ) જ્ઞાન ખંડિત થતું નથી. જ્ઞાન અખંડ રહી જાય છે. * જે અનાકુળ છે. જેમાં કર્મના નિમિત્તથી થતા ચગાદિભાવોથી ઉત્પન આકુળતા. નથી, જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદિપ્યમાન છે...” શોભાયમાન છે. અંતર-બાહ્ય શાશ્વતપણે જેની શોભા છે. અને જે સ્વભાવથી થયું છે–કોઈએ રચ્યું નથી અને હંમેશાં જેનો વિલાસ ઉદયરૂપ છે.” એવા એકરૂપ પ્રત્યક્ષ પ્રતિભાસરૂપ જે આત્માનું તેજ છે તે અમને સદાય હો, એવી ભાવના ભાવી છે. સ્વરૂપની ભાવનાનો કળશ છે. એવા “અમૃતચંદ્રાચાર્યના રચેલાં સ્વરૂપરસના શ્લોક, ઘણા કળશ આની અંદર છે. એટલે અહીંયાં અર્થ છે એ બરાબર લખ્યો છે એમ કહે છે “આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે. મોક્ષમાર્ગની જે અદ્ભુત દશા છે એનું એમાં જ્ઞાનદશાનું વર્ણન છે. સપુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે તે લખશો.' આ બીજો પ્રશ્ન. પેલો જ્ઞાનદશાનો પ્રશ્ન કર્યો હવે એમ કહે છે કે જો જીવને કોઈ પ્રત્યક્ષ સત્પરુષનો યોગ હોય તો એને જે રીતે એનો ભાસ આવવો જોઈએ એના બદલે પોતા જેવી કલ્પના એને રહ્યા કરતી હોય તો એને એ વ્યવહારિક કલ્પના પોતા સમાન રહેતી હોય એ કેવી રીતે ટળે ? તમે જ મને જણાવજો. એમ કરીને પુરુષની ઓળખાણ ઉપર એમને ખેંચી જાય છે. “ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ.' સત્સંગ વિના જીવન જીવવું કઠિન છે પણ હવે આ એમ ને એમ અનિવાર્યપણે જિવાય છે. એ ૩૨૭ માં જરા વિશેષ વાત લખી છે. આગળ એ વિષય થોડો આવશે. એ બહુ સારો આવે છે. ૩૩૩ માં એ વિષયનો ખુલાસો વધારે આવશે. પણ અહીંથી સત્પરુષની ઓળખાણ ઉપર એમણે ધ્યાન દોર્યું છે. મુમુક્ષ:- અહીંયાં જે સત્સંગ શબ્દ લખ્યો છે એમને -કપાળદેવને) જે સ્વરૂપનો ઉછાળો આવે છે એનો ઝીલનાર કોઈ નથી. પૂજ્ય ભાઈશ્રી :- ઝીલનાર કોઈ નથી. હા, એમ જ છે. પોતાને જે ભાવ છે કહેવો છે એ કહેવાનું કોઈ ઠેકાણું નથી મળતું. એમ જ છે. (અહીં સુધી રાખીએ). Page #220 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૩૨૮ મુંબઈ, માહ વદ ૦)), રવિ, ૧૯૪૮ - લેવેક ન રહી ઠોર, ત્યાગીવેકીં નાહીં ઓર, બાકી કહા ઉબર્યો , કારજ નવીનો હૈ”. | સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી. સ્વરૂપનો તો કોઈ કાળે - ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં, અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે, ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું છે નહીં હવે જ્યારે લેવું. દેવું એ બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? અર્થાત જેમ થવું જોઈએ છે તેમ થયું ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય ? એટલે કે કહે છે કે, અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ. તા. ૨૯૧૧-૧૯૮૯, પ્રવચન . ૯૨ પત્રક – ૩૨૮ અને ૩૨૯ પત્ર-૩૨૮, પાનું ૩૧૬. બનારસીદાસજી'ના પદની એક કડીનો અર્થ કરેલો છે. ૩૨૫ માં જે પદ જ્ઞાનીની અદ્ભુત દાનનું) ટાંક્યું છે, એમાંથી એક કડીનો અહીંયાં પોતે અર્થ કરે છે. સોભાગભાઈને પત્ર લખે. એ પદનો અર્થનો પુછાવેલો. સોભાગભાઈનો એ કાવ્યનો અર્થ યથાર્થ લાગ્યો છે. પોતે પણ હવે અર્થ કરે છે Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ એટલે વિશેષતા શું છે એનો પણ સોભાગભાઈને ખ્યાલ આવી જાય. લેવેકોં ન રહી ઠોર, ત્યાગીવેકોં નાહીં ઓ, બાકી કહા ઉબર્યો જી, કારજ નવીનો હૈ ! એટલું પદ છે. સ્વરૂપનું ભાન થવાથી...' ચતુર્થ ગુણસ્થાને પોતે સ્વરૂપે કરીને પરિપૂર્ણ છે એવું ભાન થયું છે. ભાન થવામાં એ થયું છે કે પોતે પોતાના અનંત ગુણથી પરિપૂર્ણ છે. પોતાના સુખ માટે અને પોતાના આનંદ માટે જરાય અપૂર્ણતા પણ નથી. નથી એ તો પ્રશ્ન નથી પણ અપૂર્ણપણું પણ નથી. એવું અનંત સુખનું નિધાન પોતાનું સ્વરૂપ હોવાથી જીવને સુખ માટે જે અનેક પ્રકારે ઇચ્છા થાય છે, એ ઇચ્છા બંધ થાય છે. અથવા એ ઇચ્છા પોતે જ દુઃખરૂપ છે અને દુઃખના કારણરૂપ છે એવું સ્પષ્ટ ત્યાં જ્ઞાન થાય છે. એટલે પૂર્ણકામપણું પ્રાપ્ત થયું,...' છે. અહીંયા કામ એટલે ઇચ્છા. ઇચ્છા સમાપ્ત થઈ એને પૂર્ણકામપણું કહ્યું છે. ઇચ્છાની સમાપ્તિ થઈ ગઈ. રાજહૃદય ભાગ-૫ કોઈ એમ કહે કે સમ્યષ્ટિને મોક્ષની ઇચ્છા છે કે નહિ ? કે મોક્ષની પણ ઇચ્છા નથી. ભાવના છે એ બીજો વિષય છે, એ એક જુદો ન્યાય છે પણ જ્યાં પોતે સ્વરૂપથી પરિપૂર્ણ છે તો પિરપૂર્વનો અર્થ જ એ કે બીજાની કોઈની જરૂરિયાત જેમાં ન ઊભી રહે એનું નામ પૂર્ણતા છે. જો બીજાની જરૂરિયાત પણ રહે તો પૂર્ણતા ક્યાંની ? કેવી રીતે ? આ પ્રશ્ન ઈશ્વરકર્તાવાળાને સીધો લાગુ પડે છે. પોતે પાછા એ માન્યતામાં હતા ને. એટલે એમણે બહુ ઊંડો દૃષ્ટિકોણ લીધો છે. જો ઈશ્વર પરિપૂર્ણ છે, કોઈ પોતાના ઈશ્વરને અપૂર્ણ કહે એ તો એને એ ઐશ્વર્યની જ ખામી રહી. અને પરિપૂર્ણ કાંઈ કહેવાને એને કાંઈક ઇચ્છા બતાવવી, એ બે વાતને તો સુસંગતતા નથી, વિસંગતતા છે. એટલે જે સ્વરૂપનું ભાન થયું અને તેથી ઇચ્છા સમાપ્ત થઈ. એટલે હવે બીજું કોઈ ક્ષેત્ર કંઈ પણ લેવાને માટે રહ્યું નથી.' કોઈ જગ્યાએથી કાંઈ લેવું એવી કોઈ જગ્યા રહી નથી એને માટે. કોઈ ક્ષેત્ર નથી કે અહીંથી હવે કાંઈ મેળવવું છે. અને સ્વરૂપનો તો કોઈ કાળે ત્યાગ કરવાને મૂર્ખ પણ ઇચ્છે નહીં...’ ‘ત્યાગીનેકોં નાહીં ઓર.' હવે પોતાને તો પોતાનું સ્વરૂપ છે એમાંથી શું છોડવાનું હોય ? પોતાનો નાશ, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પત્રાંક–૩૨૮ સ્વરૂપનો ત્યાગ એટલે પોતાનો નાશ, પોતાનો નાશ તો મૂર્ખ નથી ઇચ્છતો. બીજાનો તો ક્યાં પ્રશ્ન છે ? અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે,' સ્વરૂપ સ્વરૂપમાં બરાબર સ્થિત છે, અવિચળપણે સ્થિત છે, શાશ્વતપણે સ્થિત છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી;.” પછી તો કાંઈ લેવા દેવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે એકવાર નિર્વિકલ્પતા થઈ જાય છે. આવા પૂર્ણ સ્વરૂપના આશ્રયે જ્ઞાની એકવાર તો નિર્વિકલ્પ થઈ જાય છે કે કોઈ વિકલ્પ નહિ. પછી વિકલ્પ ઊઠે એનો નિષેધ આવે છે. કેમકે નિર્વિકલ્પ સ્વરૂપ, એવી જ નિર્વિકલ્પ સ્વરૂપાકાર દશા–સ્વઆકાર દશા એનાથી દશામાં વિરુદ્ધ આકાર ઉત્પન્ન થાય છે એનો નિષેધ કરે છે. એટલે પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? શું બાકી રહ્યું “અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું. ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ. ક્યાંથી હોય ? એટલે કહે છે કે અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ અથવા બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ. કોઈ તર્ક કરે કે સમ્યક્દષ્ટિને ઇચ્છા તો દેખાય છે. તો કહે છે, ઇચ્છા દેખાય છે અને ઇચ્છાનો નિષેધ દેખાય છે કે નહિ ? કે એકલી ઇચ્છા જ દેખાય છે ? એના નિષેધસહિતની ઇચ્છા છે. અને એવા ઇચ્છાના વિકલ્પમાં પોતે સ્વામીત્વભાવે વર્તતો નથી. આ એક બહુ મોટી વાત છે. ઇચ્છાના વિકલ્પથી ભિન્ન પોતાનું સ્વરૂપ પરિણતિમાં અનુભવે છે તેથી એને પરદ્રવ્યવતુ પરભાવને જાણે છે. જ્યાં પોતાપણું નથી ત્યાં સંબંધ રહેતો નથી. એ રીતે એને પૂર્ણકામતા પ્રાપ્ત થઈ. એવી અદ્દભુતદશા જ્ઞાનીની-સન્દુરુષની છે એમ બનારસીદાસજીના પદથી સ્વરૂપની ઓળખાણ કરાવવાનો અહીંયાં વિષય હાથમાં લીધો છે. ૩૨૭ માં જે દોઢ લીટી, બે લીટી લખી છે એમાં સંકેત કર્યો છે કે “સપુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. ઓઘસંજ્ઞાએ સત્પરુષ માને તોપણ એને કલ્પના તો સામાન્ય મનુષ્ય જેવી જ રહે. પુરુષનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને લક્ષમાં હોય નહિ. તો “એ જીવને ક્યા ઉપાયથી ટળે.” એમ કરીને એનામાંથી કાઢવું છે કે તમને આમ છે એમ નથી કહેતા. પ્રશ્ન મૂકે છે. તમને સપુરુષની હજી ઓઘસંજ્ઞાએ સંમતિ છે અને હજી ઓળખાણ નથી થઈ તો એ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જહૃદય ભાગ-૫ ઓળખાણ કઈ રીતે થાય ? એ પ્રશ્ન એ પોતે ઊભો કરે છે. એ વાતને એમણે અહીંથી ૨૫ માં વર્ષે મહા મહિનાથી હાથમાં લીધી છે. પછી ૩૨૯ પત્ર પણ સોભાગભાઈ ઉપરનો છે. પત્રક - ૩૨૯ * મુંબઈ, માહ વદ ૧૯૪૮ ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે તે કરવું પડે છે એ એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિધન અવશ્ય છે. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક છે. વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. છે જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત સમાધિ જ છે. - આ દેહ ધારણ કરીને પકે લઈ મહાન શ્રીમતપણું ભોગવ્યું નથી, શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી, કોઈ વિશેષ એવા રાજ્યાધિકાર સહિત દિવસ ગાળ્યા નથી. પોતાનાં ગણાય છે એવાં તે કોઈ ધામ, આરામ સેવ્યાં નથી. અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ તે વર્તે છે, તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છા ઉત્પન્ન થતી જ નથી, એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ, અને એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ અને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને છે જ અનુભવીએ છીએ. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રૂચિકર થતો નથી, સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે Page #224 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૨૯ ૨૦૫ છે છે, અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિયોગમાં રહીએ છીએ. એક તે અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન તે રહેતું નથી. રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરતું નથી. છે. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ કે માયિક પદાર્થો જાણી 3 આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત જ થાય છે. તે વાટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, અને એ છે તે વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. પૂર્વ નિબંધન છે જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે છે. અનુક્રમે વેદન કર્યા જવા છે એમ કરવું યોગ્ય લાગ્યું છે. તે તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવતય તો તે 2પણ તેમ પ્રવર્તવાનો અભ્યાસ રાખજો અને કોઈ પણ કામના પ્રસંગમાં જ વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો; એમ કરવું અથવા તે ન થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. તો કોઈ પણ પ્રકારનો ઉપાધિ પ્રસંગ લખો છો તે, જોકે વાંચ્યામાં . આવે છે, તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી જ ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી, એ દોષ કહો કે ગુણ તો કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તથાપિ તેમાં સ્વપણું આ રહ્યું નહીં હોવાથી તેથી ગભરાટ ઉત્પન થતો નથી. તે ઉપાધિના તે ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણભાવે વર્તે છે; અને તે માટેનો ? શોચ રહ્યા કરે છે. લિ. વીતરાગભાવના યથાયોગ્ય છે. ૧. કાગળ ફાટવાથી અક્ષર ઊડી ગયા છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ રાજહૃદય ભાગ-૫ ૩૨૯. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. કોઈ જીવ પોતાને અણગમતું કાર્ય કરવા ઇચ્છતો નથી પણ જ્યારે એને કરવું પડે, એને એ પોતે કરવા માટે બાધ્ય થાય છે ત્યારે એ એના બંધનને સૂચવે છે કે આ બંધાયેલો છે, આમ કરવા માટે આ બંધાયેલો છે. એની ઇચ્છા નથી છતાં કરે છે એ એને પૂર્વકર્મનું નિબંધન છે. આ આડકતરી રીતે પોતાની દશાની વાત કરે છે. કોઈ વખત સીધી કરે છે તો કોઈ વખત આડકતરી રીતે કરે છે. કે ન ગમતું એવું ક્ષણવાર પણ કોઈ ઇચ્છતું. નથી છતાં કરવું પડે છે. એ એમ બતાવે છે કે પૂર્વકર્મનું કોઈ અવશ્ય બંધન છે. હવે સીધું લખે છે. “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી.” ધર્મધ્યાન ચાલુ જ છે એમ કહે છે. લોકો કહે છે ને કે ચોથા ગુણસ્થાને ચારિત્ર ન હોય તો ધ્યાન તો ચારિત્રની પરિણતિ છે. ધ્યાનના પરિણામ એ તો ચારિત્રના પરિણામ છે. જો ચતુર્થ ગુણસ્થાને ધર્મધ્યાનનો અભાવ માનો તો ધર્મનો પણ અભાવ જ માનવો પડશે. જેમ મિથ્યાદષ્ટિને આર્તધ્યાન, રૌદ્રધ્યાન હોય છે એ બે ધ્યાન માનવા પડશે. પણ “અવિકલ્પ સમાધિનું...” નિર્વિકલ્પ શબ્દ વાપરવાને બદલે અવિકલ્પ શબ્દ વાપરે છે. વિકલ્પના અભાવરૂપ જે પરિણામ છે એવી “સમાધિનું ધ્યાન...” એવું સમાધિરૂપ ધ્યાન “ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. છતાં બીજી બાજુ એક વિકલ્પની ધારા-કર્મધારા પણ ચાલુ છે. આને મિશ્રદશા કહે છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. અથવા જે વિકલ્પ અને ઉપાધિ અલ્પ છે તે તેમની ધર્મદશાને નાશ કરી શકવા સમર્થ નથી. મિશ્રદશામાં બે પ્રકારના પરિણામ છે. જે અવિકલ્પ સમાધિના પરિણામ છે એમાં સમ્યગ્દર્શન છે, સમ્યફજ્ઞાન છે, સમ્યકૃધ્યાન એટલે ચારિત્ર છે, ધર્મધ્યાન છે અને સમ્યક પુરુષાર્થ છે, સમ્યફસુખ પણ છે, શાંતિ પણ છે. બીજી બાજુ રાગાંશ છે, ઉપયોગ પણ સ્વરૂપને છોડીને બહાર જાય છે એટલી અશાંતિ પણ છે, એટલું પુરુષાર્થનું અસ્થિરતારૂપ પરિણમન પણ ઓછું છે–પુરુષાર્થનું અલ્પત્વ છે. પરંતુ બળવાનપણું જ્ઞાનધારાનું છે, બળવાનપણું કર્મધારાનું નથી. એટલે બન્ને એક દશામાં Page #226 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૨૯ ૨૦૭ સાથે હોવા છતાં કર્મધારા નબળી પડતી જાય છે, ઘસાતી જાય છે. જ્ઞાનધારા સબળ થતી જાય છે, વધતી જાય છે. આ મોક્ષમાર્ગની અંદર વિચરતા ધર્માત્માની સહજ સ્થિતિ છે. આવી સ્થિતિ હોય છે. એટલે એમ કહ્યું કે જ્યાં સુધી સંસાર છે...' એટલે તેરમા ગુણસ્થાન સુધી તો સંસાર ગણ્યો છે પણ સવિકલ્પ દશા છઠ્ઠા ગુણસ્થાનથી પછી કોઈ આગળની દશામાં સાતમાંથી કોઈ સવિકલ્પ દારૂપ ઉપાધિ હોતી નથી. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે;...' મુખ્યપણે તો પ્રવૃત્તિ ચોથા ગુણસ્થાનમાં છે, પાંચમામાં તો પ્રવૃત્તિ ઘણી ઘટી જાય છે, બહુ મર્યાદિત થઈ જાય છે. છઠ્ઠા-સાતમામાં તો અસંગ દશા છે એટલે સંસારિક પ્રવૃત્તિ પછી નથી હોતી. ‘તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત...' એવા જ્ઞાનીને ચોથા ગુણસ્થાને પણ તે ઉપાધિ અબાધ છે અર્થાત્ એને સમાધિ જ છે. ઉપાધિ ગણવામાં આવતી નથી. છે તે ગણવામાં આવતી નથી. એને તો સમાધિ જ છે એમ ગણવામાં આવે છે. હવે પોતાની થોડી વાત કરે છે. આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી.... શું કરવા આ વાત કરે છે ? કે પૂર્ણકામતા પ્રાપ્ત થઈ છે એમ કહ્યું ને ! તો એક તો માણસ ધરાઈ ગયો હોય એ ન ખાય, પણ જેણે ખાધું (ન) હોય એ ન ખાય તો એ આશ્ચર્યકારક વાત ગણવી જોઈએ. માણસે પેટ ભરીને ખાધું હોય તો એમ કહે કે હવે મારે ખાવાની ઇચ્છા નથી, મારી ખાવાની ઇચ્છા સમાપ્ત થઈ ગઈ. પણ ખાધું નથી અને ખાવાની ઇચ્છા નથી તો એવું શું કારણ છે ? એવી એક વાત કરી છે. આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંતપણું ભોગવ્યું નથી, શાકિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી... પાંચ ઇન્દ્રિયનો પૂરેપૂરો વૈભવ જેને કહીએ એવા કોઈ અમને ભોગ-ઉપભોગ બધા ભોગવાઈ ગયા છે એવું કાંઈ નથી. કોઈ વિશેષ એવા રાજ્યાધિકારે સહિત દિવસ ગાળ્યા નથી...' કોઈ એવો પુણ્યવાન ભવ પસાર નથી કર્યો. પોતાનાં ગણાય છે એવાં કોઈ ધામ, આરામ સેવ્યાં નથી....' એવી કોઈ બહુ સારી પરિસ્થિતિ બહારમાં ભોગવી નથી કે હવે કાંઈ ઇચ્છા ન થાય. અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે...' ૨૫મું વર્ષ છે, ૨૪ પૂરા થયા છે. ભરયુવાની છે. યુવાવસ્થામાં પણ ૩૫-૪૦ પહોંચે એટલે એને યુવાવસ્થાનો ઉત્તર Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ચજહૃદય ભાગ-૫ ભાગ કહી શકાય. ૪૦ આસપાસ. પણ ૨૨૫નો ગાળો તો યુવાવસ્થાનો હજી તો શરૂઆતનો Period છે. યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે. એટલે કે આ અવસ્થામાં તો ઘણી મહાત્વકાંક્ષાઓ સામાન્ય રીતે મનુષ્યને હોય છે. ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરમાં તો દુનિયાભરની મહત્વકાંક્ષાઓ ઉત્પન્ન થાય છે અને એમ થાય કે લાવ આકાશને પાટું મારું. યુવાવસ્થા છે ને ! તથાપિ એ કોઈની આત્મભાવે અમને કંઈ ઇચ્છ ઉત્પન થતી નથી. એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ; એવી જ કોઈ સ્વરૂપસ્થિતિ થઈ ગઈ છે. સ્વરૂપની શાંતિ વર્તે છે. એવો કોઈ મહાવિવેક પ્રગટ્યો છે કે એ બધા દુઃખભાવોને તો ક્યાંયના. ક્યાંય મૂકી દીધા છે. એનાથી તો કેવળ ઉદાસીનતા જાણે થઈ ગઈ છે. એટલે એવી કોઈ ઇચ્છા અમને ઉત્પન્ન થતી નથી. આત્મભાવે પાછી એમ. આત્મભાવે નથી. થોડો જે વિકલ્પ છે, પ્રવૃત્તિ ચાલે છે (એ) આત્મભાવે નથી, એમ કહે છે. આત્મભાવે કોઈ ઇચ્છા ઉત્પન્ન થતી નથી. એ એક મોટું આશ્ચર્ય જાણી વર્તીએ છીએ;.' અને એ સહજ છે. આશ્ચર્ય એટલા માટે છે કે એ સહજ છે. કોઈ દમન કરીને, કોઈ પરાણે પોતાના પરિણામને રોકી રાખે છે, બળજબરી કરે છે અને એ રીતે સહન કરે છે એમ નથી. સહેજે નીરસ પરિણામ વર્તે છે. એવી અંદરમાં આત્માની શાંતિના આત્મરસના પરિણામ વર્તે છે. અને એ પદાર્થોની પ્રાપ્તિ-અપ્રાપ્તિ અને સમાન થયાં જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ. એ પદાર્થોની પ્રાપ્તિ હો, ન હો તમારા આત્માના વિષે એથી કોઈ અમને ફેર પડતો નથી. એના સંયોગ હો, એના વિયોગ હો; ગમે તે સંયોગ વિયોગમાં ફેરફાર થાવ, અમને તો એનો વિકલ્પ જ નથી. એ વિષે અવિકલ્પ નામની સમાધિ વર્તે છે. એટલું સમાધાન વર્તે છે કે વિકલ્પ જ નહિ જાણે. પ્રશ્ન :- અવિકલ્પ અને નિર્વિકલ્પમાં ફેર છે ? સમાધાન - થોડોક ભાવથી લેવું હોય તો લઈ શકાય. આમ તો એકાઈમાં છે પણ ભાવથી લેવો હોય તો લઈ શકાય. સ્વરૂપ અવિકલ્પ છે. નિર્વિકલ્પમાં શું છે કે વિકલ્પ હતો એનો દશામાંથી નાશ કર્યો એટલે વિકલ્પને નિર્વિકલ્પ કર્યો પણ સ્વરૂપમાં તો વિકલ્પ જ નહોતો, સ્વરૂપ તો પહેલેથી જ વિકલ્પ વિનાનું છે એટલે અવિકલ્પ તો સ્વરૂપ છે, એમ. નિર્વિકલ્પપણું દશાને લાગુ પડે. સ્વરૂપ તો અવિકલ્પ Page #228 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૨૯ ૨૦૯ જ છે. વિકલ્પ જ ક્યાં હતો એમાં ? વિકલ્પના અભાવસ્વભાવે તો સ્વરૂપ છે સદાને માટે. એટલે શાસ્ત્રની અંદર-આ સમાધિતંત્ર આદિમાં–એવા શબ્દનો પ્રયોગ છે.. યોગસાર’ છે, ‘સમાધિતંત્ર' છે એમાં ક્યાંક ક્યાંક આવે છે. એવા અર્થમાં લઈ શકાય. શબ્દ તો શબ્દ છે. અર્થ, અર્થ છે પણ ભાવભાસન એ એક આની અંદર મોટી વાત છે. એટલે અમને એ વિષે કોઈ વિકલ્પ કરવાનો પ્રશ્ન જ નથી. આગળ પણ એ કહી ગયા છે કે ભવિષ્ય માટે એકક્ષણ પણ વિચાર થતો નથી. ભવિષ્યનો એક ક્ષણ પણ વિચાર કરીએ એવી પરિસ્થિતિ નથી રહી. જગતના તમામ જીવો ભવિષ્યની ચિંતામાં પડેલા છે. સુખી ગણાતા લોકો પણ ભવિષ્યની ચિંતામાં, વર્તમાન પ્રાપ્ત સંયોગોમાં સંયોગોનું સુખ લેવાને બદલે ભવિષ્યની ચિંતાના દુઃખને વેઢે છે. જગતના જીવોની આ તો પરિસ્થિતિ છે. આવી ગૃહસ્થમાં અવિકલ્પ સમાધિ દશા હોવા છતાં એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે...' જુઓ ! મુનિદશાની ઘણી ભાવના છે. પુરુષાર્થ જોર કરે છે. એ તો હજી આવશે. કહે છે કે આ ભવમાં જ પૂરું થઈ જવું છે અમારે તો. અમારે આ ભવમાં જ પરિપૂર્ણ દશા લઈ લેવી છે એટલું જોર કરે છે, અંદરથી આત્મા જો૨ ક૨ે છે. એટલે ભવાંતર લાંબો નથી. એક જ વચ્ચેનો ભવ છે. અનિવાર્યપણે દેવગતિ આવે છે એટલે. કેમકે અઘાતિનો બંધ પડી જાય ને. શુભ એવું થઈ જાય, શુદ્ધતાની સાથે વર્તતું શુભ છે આ. એટલે એમાં તે દેવગતિ જ બંધાય, બીજી કોઈ ગતિ ન રહે. એમ છતાં વારંવાર વનવાસ સાંભરે છે, કોઈ પ્રકારનો લોકપરિચય રુચિકર થતો નથી....' કોઈ પ્રકારે કોઈને મળવું, હળવું જરાય ફાવતું નથી, જરાય ગમતું નથી. એવી ‘સત્સંગમાં સુરતી પ્રવહ્યા કરે છે,...' સત્સંગ ચાહે છે પોતે. કોઈ નિગ્રંથ ધર્માત્મા મહામુનિ મળે. જેમ ગુરુદેવ' કહેતાને કે એવા કોઈ નિગ્રંથ ભાવલિંગી સંત મળે તો એના ચરણમાં બેસી જઈએ, એના પગના તળિયા ચાટીએ પોતે ભાવના વ્યક્ત કરતા હતા ને ! એ સ્થિતિમાં એ જ પ્રકારનો વિકલ્પ ઊઠે છે. અને અવ્યવસ્થિત દશાએ ઉપાધિયોગમાં રહીએ છીએ.' આ જે વર્તમાન કાર્ય ક૨વાના પ્રસંગો છે એમાં અવ્યવસ્થિત દશાએ રહીએ છીએ. કોઈ વ્યવસ્થા, કોઈ યોજના એવું કાંઈ નથી. જે થાય છે એ ઉપરછલ્લા ઉપયોગથી થાય છે. સાધારણ માણસથી તો વિચક્ષણતા ઘણી હોય છે. સાધારણ બુદ્ધિવાળા કરતા તો ઘણી કુશળતા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ રાજહૃદય ભાગ-૫ હોય છે એમના વ્યવહારિક કાર્યોમાં, તોપણ એમનો આત્મા ત્યાં નથી. જીવ બીજે છે. માણસ નથી કહેતા કે આનો જીવ બીજે છે. એટલે એના કામમાં ભલીવાર નથી. એમ એમનો જીવ–આત્મા–આત્મામાં છે. આત્મા બાહ્ય કાર્યમાં આવતો નથી. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી...” જુઓ! અહીંયાં અવિકલ્પ અવિકલ્પ શબ્દનો પહેલેથી પ્રયોગ કરતા આવ્યા છે. એક અવિકલ્પ સમાધિ સિવાય બીજ ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરતું નથી.’ કરી શકતા નથી. કેડ ભાંગી ગઈ–રાગની કેડ ભાંગી ગઈ. કરી શકતો નથી, કેવી રીતે કરું ? એમ (કહે છે). વિકલ્પ ઊઠે છે એ બેકાર છે, કરી શકતો નથી. અથવા કાંઈ કામ કરાતું નથી. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ...' હવે આવી અંદરની દશા છે એને તો સમજે નહિ અને બહારમાં શબ્દની કાંઈ ભૂલ ગોતી કાઢે. એમાં તો કહે છે કે શ્વેતામ્બર દિગમ્બરનો ફોડ ન પાડ્યો. પણ હવે ફોડ પાડ્યો છે, તને ખબર નથી. (એક ભાઈએ) કાવ્યું હતું ને? (એ ભાઈ) બે-ત્રણ દિવસ પહેલા આવ્યા હતા. ૧૫૭ આંકમાંથી એમણે વાત કાઢી. એમાં પાનું ૨૩૬. ૧૮ મો અંક છે. ૧૫૭ ની અંદર એક, બે, ત્રણ કરી અને અઢાર જુદાં જુદાં વિષય લીધા છે. એમાં ચોથી લીટી છે. પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ? જિનનાં વચનની રચના. અદ્દભુત છે એમાં તો ના નહીં પણ પામેલા પદાર્થનું સ્વરૂપ તેનાં શાસ્ત્રોમાં કાં નહીં ?' મુમુક્ષુ – અનુભવનો વિષય જ નથી. પૂજ્ય ભાઈશ્રી - અનુભવનો વિષય નથી, એમ કહે છે. કાઢવું તો પોતાની બુદ્ધિથી કાઢે ને માણસ ! મુમુક્ષુ :- દિગંબરના શાસ્ત્રમાં... પૂજ્ય ભાઈશ્રી – એમ કે શાસ્ત્ર જોયા પણ એમાં કાંઈ પામેલા પદાર્થનું વર્ણન કેમ ન આવ્યું ? જ્ઞાનદશાનું જે વર્ણન આવવું જોઈએ એ વર્ણન નથી. એમ કહે છે. શું તેને આશ્ચર્ય નહીં લાગ્યું હોય કાં છુપાવ્યું હશે ?” મુમુક્ષુ :- કટાક્ષ કર્યો છે. પૂજ્ય ભાઈશ્રી :- કટાક્ષ કર્યો છે. એમાં શું છે કે જે દર્શન ભ્રષ્ટતા ઉત્પન Page #230 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૯ ૨૧૧ થઈ પછી તો શાસ્ત્રો રચાણા છે. ખરેખર શું થયું છે ? શાસ્ત્રો તો ત્યારપછી ઘણા વર્ષે રચાણા છે અને મંદિરો ત્યારપછી ઘણા વર્ષે રચાણા છે. લગભગ ૫૦૦૬00 વર્ષે સૂત્રબદ્ધ શાસ્ત્રોની રચના થઈ છે અને મંદિરો કાંઈક ૭૦૦-૮૦૦ વર્ષ પછી થયા છે. સંપ્રદાય વહેલો શરૂ થયો છે. ત્યાં સુધીમાં તો ઘણી પેઢી ચાલી ગઈ. જે લોકો દર્શનભ્રષ્ટ થયા ત્યારપછી તો ઘણી પેઢી ચાલી ગઈ. એને અનુસરવાળા રહી ગયા. મૂળ માણસને તો હજી ભૂતકાળ પણ કંઈ યાદ હોય પણ પેલાને તો કોઈને પદાર્થદર્શન જ નથી, એટલે એ વાત ક્યાંથી આવે ? એમાંથી જે મુખપાઠ હતું તે ઘસાતું ગયું... ઘસાતું ગયું... ઘસાતું ગયું. મુખપાઠનો વિષય તો ઘસાતો જ જાય. પછી જરૂરિયાત લાગી કે આને પુસ્તકરૂઢ કરો. પછી પુસ્તકરૂઢ કર્યા છે. મુમુક્ષુ :- અધિવેશન મથુરામાં... પૂજ્ય ભાઈશ્રી :- હા, પહેલું અધિવેશન મથુરામાં ભર્યું અને ત્યારપછી બીજું અધિવેશન ભર્યું એ “વલ્લભીપુરમાં ભર્યું, ધોળામાં. મુમુક્ષુ :- કેવલીગમ્ય છે, પાછળથી એમ લખે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો એમાં કાંઈ બીજો ઉપાય નથી. આપણે થોડો ઇતિહાસ લીધો છે જિન સાસણ સવં' ના પ્રકાશનના ઉપોદ્દઘાતમાં ઇતિહાસ લીધો છે. ભગવાન “મહાવીર સ્વામી પછી કેટલા કેટલા આચાર્ય થયા (એ લીધું છે). (આપણા એક મુમુક્ષુભાઈએ) થોડું શોધ કરીને મેળવ્યું છે. જિનશાસનનો વિષય લીધો છે. એ થોડો ઇતિહાસ લીધો છે. અને દ્રવ્ય અને ભાવે જિનશાસન કેવી રીતે હોય? જિનશાસન નથી તો અન્ય શાસનમાં કેમ ફેર પડે છે ? કેવી રીતે છે ? એની ચર્ચાઓ પણ થોડી કરી છે. મુમુક્ષુ :- ભગવાનની આરતી અને પૂજા એ વલ્લભાચાર્યના વખતથી... પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો વૈષ્ણવ (હતા). એમાં શું થયું કે કોઈ એવો પુણ્યની પ્રકૃતિવાળો કોઈપણ ધર્મમતમાં, કોઈપણ સંપ્રદાયમાં પુરુષ થાય ત્યારે એનો એક Craze ઊભો થાય. લોકો-આમસમાજ કાંઈ સમજતો નથી. પણ ટોળે ટોળા એ બાજુનો પ્રવાહ ચાલુ થઈ જાય. ત્યારે જુએ કે આનો પ્રવાહ કેમ એ બાજુ છે ? તો મોટા ભાગે લોકપ્રવાહ વધવાનું કારણ લોકરંજનની કોઈ પ્રવૃત્તિ હોય ત્યાં લોકપ્રવાહ વધે છે. આ એક સામાન્ય Psychologic કારણ છે. માનસિક કારણ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુ - કહેવાય છેને કે તમાશાને તેડું ન હોય. પૂજ્ય ભાઈશ્રી - તમાશાને તેડું ન હોય. તો એમણે શું છે કે શૃંગારમાર્ગ શરૂ કર્યો. વલ્લભાચાર્યે શૃંગારમાર્ગ શરૂ કર્યો. આંગીને ૫૦૦ વર્ષ જ થયા, બસ ! એમ વલ્લભાચાર્યને ૫00 વર્ષથી વધારે નથી થયા. યુ.પી.ના, યુ.પી. પાસે કાનપુર પાસે એક ગામ છે ત્યાંના બંને એક જ ગામના છે. એક જ ગામના બે વ્યક્તિ છે. જુદાં જુદાં કાળે થયા. બંનેએ પોતપોતાનો મત પ્રવર્તાવ્યો કે જે અત્યારે સારી રીતે વિદ્યમાન છે. એટલે એ શૃંગારમાં માણસો ત્યાં જવા માંડ્યા. તો કહે, આપણે આપણા ભગવાનને શૃંગાર કરો નહિતર લોકો ત્યાં ચાલ્યા જશે. આ પરંપરા ટકાવવા માટે ખોટા સાધનનો ઉપયોગ થઈ ગયો. પરંપરા ટકાવવા માટે સાધનની ભૂલ કરી. (એવું) કોઈ દિવસ ન કરાય. કેમકે એમાંથી સરવાળે શાસનને નુકસાન જ થાય, બીજું કાંઈ ન થાય. કોઈપણ પરંપરા ટકાવવા માટે સાધનની ભૂલ નહિ કરવી જોઈએ. - હવે આપણે આપણો વિચાર કરીએ કોઈની થકા નથી કરવી. સમજવા માટે. ગુરુદેવ એક યુગપુરુષ થયા. હજારો માણસો આકર્ષિત થયા. ટોળે ટોળા આવવા માંડ્યા. બધા કાંઈ સમજદાર માણસો આવે છે એવું તો બનતું નથી. એ તો ખ્યાલ આવી જાય છે લોકોની સમજણ કેટલી છે. તો કહે હવે એમણે શું શરૂ કર્યું ? તો કહે, સ્વાધ્યાય શરૂ કરાવ્યો. તો કહે, સ્વાધ્યાયની પરંપરા ચલાવો. તત્ત્વના અભ્યાસની પરંપરા ચાલવી જોઈએ. શાસ્ત્રો છપાવવા, શાસ્ત્રો વસાવવા અને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો. આ ત્રણે કાર્ય બરાબર છે પણ એમાં ક્યાંય સાધન ખોટું નહિ અપનાવવું જોઈએ. યોગ્ય સાધનથી એ કાર્ય થવું જોઈએ. ખોટા સાધનથી કોઈ કામ નહિ થવું જોઈએ. સાધન જો ખોટું પકડ્યું તો) બહું મોટું નુકસાન થાય. આનો વિચાર ભાગ્યે જ અનુસરનારા અનુયાયીઓમાં થાય છે અને એના કારણે આ બધા લોચા પાર વગરના ઊભા થાય છે. સરવાળે શાસનને બહુ મોટું નુકસાન એમાં થાય છે. આ પરિસ્થિતિ છે. એ બધી ચર્ચા આ વખતે કરી છે, બધું ઉપદઘાતમાં નાખ્યું છે. મુમુક્ષુ – સ્થાનકવાસીને ૫૦૦ વર્ષ થયા. પૂજ્ય ભાઈશ્રી :- હા, એને ૫૦૦ વર્ષ થયા. સ્થાનકવાસીને ૫૦૦ વર્ષ થયા. છે. એ તો એક શું છે અહિંસાના છળમાંથી ઊભો થયેલો સંપ્રદાય છે. બને એટલી Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પત્રાંક ૩૨૯ વધારે અહિંસા પાળો. મુહપત્તિ વાયુકાય જીવ માટે લીધી. ગૃહસ્થને પણ અસ્નાનતા, સ્નાન વગેરે ન કરવું એ પણ એમણે લીધું. એ પણ પાણીના જળના જીવોની હિંસા ઓછી થાય એના માટે લીધું. મંદિરાદિ ન કરવા કેમકે એની અંદર પણ બીજી હિંસા થાય છે. મુમુક્ષુ :– આરંભ સમારંભ થાય. પૂજ્ય ભાઈશ્રી :- આરંભ સમારંભ થાય. ભૂમિ ખોદવી પડે. પાયો નાખવો પડે તો એ પણ કાય છે ને. જમીન પણ એ પોતે કાય છે. આ જમીન છે એ બધા એકેન્દ્રીય જીવો—પૃથ્વીકાય જીવો ઠાંસી ઠાંસીને છે. તો પૃથ્વીકાય જીવોની હિંસા ન થાય, વાયુકાય જીવોની હિંસા ન થાય, જળકાય જીવોની હિંસા ન થાય. એનું છળ પકડીને એનાથી કેટલો..... એક અશુભ, થોડા અશુભથી બચવા કેટલા શુભથી ખસે છે એનો વિચાર નથી કરતા કે પાછળ એની હજારો વર્ષ સુધીના અનેક જીવોને શુભની જે પરિણામની પરંપચ છે એ અટકાવીએ છીએ, એવો કોઈ વિચાર નથી કરતા. એ પ્રકારે આખો સંપ્રદાય જુદાં જુદાં કારણથી ઊભો થાય છે. મૂળ તો કાંઈક મતભેદ ઊભા થયા હોય છે. મતભેદ ઊભા થાય એમાંથી જુદાં પડે. જુદાં પડે પછી પોતપોતાની રીતે અમે તો આ પદ્ધતિએ ચાલશું. પેલા કહે અમે આ પદ્ધતિએ ચાલશે. ઠીક ભાઈ ! તમારી આ પદ્ધતિ, અમારી આ પદ્ધતિ. આપણે આ પરંપરા ચલાવો, આપણે આ પરંપરા ચલાવો. આમાંથી વાડા અને સંપ્રદાયો વધતા જાય છે. મુમુક્ષુ :- પ્રતિમાજીમાં જ શણગાર છે એ બહુ વિચિત્ર છે એમ લાગે. કેમકે ધ્યાનસ્થ દશા અને પાછા બધા મુગટ, બાજુબંધ, કપડા પહેરાવવા. રામ અને સીતાના ફોટા આવે ને એવી પ્રતિમા હોવી જોઈએ. રાજગાદીએ બેઠા હોય પગ નીચે લટકાવીને પણ આ ધ્યાનસ્થદશા અને મુગટ, કપડાં કાંઈ સમજ જ નથી પડતી. પૂજ્ય ભાઈશ્રી :– કોઈ વિચાર કરે છે ? મુમુક્ષુ :- હું મુગટ પહેરીને ધ્યાનમાં બેસું તો કેવું લાગે. પૂજ્ય ભાઈશ્રી :- સંપ્રદાયબુદ્ધિમાં કાંઈ વિકલ્પ જ ન આવે. દા.ત. તમે પોતે જ એ સંપ્રદાયમાં જન્મ્યા છો તો એ વિચાર ન આવ્યો હોય. જ્યારે જીવ સંપ્રદાયમાં અનુસરતો હોય ત્યારે આપણા મહારાજ કહે એ જ બધા ને આપણા વડવાઓ કહે, આપણા બાપ-દાદાઓ કહે એ બધું બરાબર. આ સિવાય કાંઈ બીજો માણસને વિચાર Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ચજહૃદય ભાગ-૫ જ નથી આવતો. સ્વતંત્ર વિચારક તો કોક જ જીવ નીકળે. જે સ્વતંત્ર વિચારતા હોય એવો કોક જ જીવ નીકળે કે જે ચાલતી પ્રણાલીકાનો વિચાર કરે કે આ બરાબર છે કે નહિ. એમ નહિ, આનો વિવેક આપણે કરવો જોઈએ. બરાબર છે કે નહિ એને નક્કી કરો, પછી આપણે વાંધો નહિ. એમનેમ નથી ચાલવું. એવા કોઈક જ નીકળે છે. મુમુક્ષુ – આ બધી વાતનું કારણ એક સપુરુષથી જરાક આગળ ગયા... પૂજ્ય ભાઈશ્રી – હા. એનું કારણ શું છે કે આનો–બાહ્યાચરણનો વિવેક જે સરુષને હોય છે (એવો સામાન્ય જીવને હોતો નથી). આમાં એક Point લીધો છે કે, મોક્ષમાર્ગમાં બાહ્યાચરણ છે એ ક્યા નિમિત્તરૂપ ભાવનો નૈમિત્તિક પરિણામ છે. આ એક જરા ઊંડા ઊતરીને વિચારવા યોગ્ય છે. મોક્ષમાર્ગી જીવને વીતરાગતા અને સરાગતાની મિશ્રદશારૂપ જે મોક્ષમાર્ગ વર્તે છે, વ્યવહાર નિશ્ચયયુક્ત, એના પરિણામ સ્વરૂપે એના મન-વચન-કાયાની પ્રવૃત્તિ હોય છે. એમાં નિમિત્ત એ છે, નૈમિત્તિક ભાવે મન-વચન-કાયાની બાહ્ય પ્રવૃત્તિ છે. તો વચન સુદ્ધાં એમાં આવી ગયું. એમાં સ્વરૂપ-નિરૂપણ આવી ગયું. અને આચાર્ય-ઉપાધ્યાય આદિ પોતે પ્રવૃત્તિ કરે છે અને કરાવે છે. એ પરિસ્થિતિને સમજ્યા વિના એકલા રાગથી અને ખાલી પરંપરાને જ અનુસરે, બાહ્ય પરંપરાને જ અનુસરે અને એ પરંપરાનો નિમિત્તરૂપ ભાવ એકલો રાગ હોય તો એ જૈનશાસનની પ્રવૃત્તિ નથી, અન્યમતની પ્રવૃત્તિ છે. એ બધી આમાં ચર્ચા કરી છે. છપાય છે હજી. “જિણ સાસણં સવં'. એ Title થી એ સંપાદન છે. જ્ઞાનીની દશા અને મુનિની દશાના એક જ વિષયને પસંદ કરીને એની અંદર સંકલન કરેલું છે અને એના ઉપોદ્દઘાતમાં આ બધી વાત નાખી છે. ઉપોદ્દાત થોડા વિસ્તારથી લખ્યો છે. એટલા માટે બાહ્ય પ્રભાવનાના અધિકારી જ્ઞાનીઓ છે, પુરુષો છે, અજ્ઞાનીઓ નથી. એ જે “શ્રીમદ્જી આમાં કહેશે આગળ, આગળ કહેશે એ. એ એમાંથી નીકળે. છે. એ એમાંથી સિદ્ધ થાય છે. શ્રીમદ્જી પોતે ઘણા ઊંડાણથી ઘણી વાતો લખી ગયા છે. એ વાત તો “શ્રીમદ્જીમાંથી વધારે સ્પષ્ટ થાય છે. એમણે એ વાત લીધી છે–એક તો જ્ઞાની અધિકારી છે કાં જ્ઞાનીના આશ્રયવાન એટલે જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા. એમ કહે કે પાછો વળ એટલે પાછળ વળી જાય. એમ ન થાય એટલે ન થાય. પણ નિર્ણયનો અધિકાર એનો છે. બાહ્ય કાર્યોમાં નિર્ણયનો અધિકાર અજ્ઞાનીનો Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પત્રાંક-૩૨૯ કોઈનો નથી. પ્રશ્ન – બાહ્યમાં બધી પ્રવૃત્તિ સરખી હોવા છતાં પેલી પ્રવૃત્તિ એના હિત માટે અનુકૂળ છે ? સમાધાન – સરખી પ્રવૃત્તિમાં ક્યારે ફેરફાર થાશે એમાં શું ખબર પડે? ક્યારે પોતે પોતાની બુદ્ધિથી ફેરફાર કરશે એનો કોઈ નિયમ છે ? અનેક માણસો પ્રવૃત્તિ કરતા હોય છે. એક માણસના હાથમાં સામાજિક પ્રવૃત્તિ તો કદી રહે નહિ. તો અનેક માણસને કોને ક્યારે કયો તુક્કો ઊઠ્યો શું ખબર પડે ? એટલે એનો કોઈ Control કરી શકાય નહિ. એ પ્રવૃત્તિને કોઈ રીતે Control કરી શકાય જ નહિ. અને એમાં અવશ્ય શાસનને નુકસાન થાય, થાય, અને થાય જ. આ નિયમ છે. - હવે આગળ બીજી વાત લખે છે. જ્યોતિષાદિ વિદ્યા કે અણિમાદિ સિદ્ધિ એ માયિક પદાર્થો જાણી આત્માને તેનું સ્મરણ પણ ક્વચિત્ જ થાય છે. ક્યારેક જ એનું સ્મરણ થતું હશે. બાકી આ Line જ આખી છોડી દેવા જેવી છે એમ નિર્ણય કરી નાખેલો છે. એટલો એનો વિચાર, સ્મરણ પણ ભાગ્યે જ થાય છે તે વાટે કોઈ વાત જાણવાનું અથવા સિદ્ધ કરવાનું ક્યારેય યોગ્ય લાગતું નથી, ક્યારેય પણ યોગ્ય લાગતું નથી. અને એ વાતમાં કોઈ પ્રકારે હાલ તો ચિત્તપ્રવેશ પણ રહ્યો નથી. એટલે એ વિષે તો વિચારતા જ નથી. અમારું ચિત્ત જ એ વિષયમાં પ્રવેશ ન કરી શકે એવું થઈ ગયું છે. પ્રશ્ન :- અણિમાદિ એટલે ? સમાધાન :- જે આઠ રિદ્ધિ-સિદ્ધિ છે ને. આઠ સિદ્ધિ અને નવ નિધિ. એમાં અણિમા ને એ બધા આઠ નામ છે એના. એટલે આનાથી આમ થાય, આનાથી આમ થાય, આનાથી આમ થાય. બધા ગુણવાચક નામ છે. વાંચ્યું હોય પણ એ કાંઈ યાદ નથી રહે એવું. એટલે છૂટી જાય છે. પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે... અનુક્રમે વેદન કર્યા જવાં...” ત્યાં કાગળ ફાટી ગયો છે પણ એટલું લઈ શકાય કે, પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે છે તે પ્રકારે સમભાવે અનુક્રમે વેદન કર્યા જવા. વીતરાગભાવે અનુક્રમે વેદન કર્યા જવા “એમ કરવું યોગ્ય લાગ્યું છે.' ‘તમે પણ તેવા અનુક્રમમાં ગમે તેટલા થોડા અંશે પ્રવર્તાય તોપણ તેમ પ્રવર્તવાનો Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ચજહૃદય ભાગ-૫ અભ્યાસ રાખજો... અહીંયાં સીધી માર્ગદર્શનની વાત કરી છે કે પૂર્વનિબંધ જે જે પ્રકારે ઉદય આવે તે તે પ્રકારમાં તમે પણ સમભાવે વર્તવાનો પ્રયત્ન રાખજો. અભ્યાસ રાખજો એટલે તમે પ્રયત્ન કરજો. પ્રશ્ન :- શું કહેવા માંગે છે ? પૂર્વનિબંધમાં એ શું કહેવા માગે છે ? સમાધાન :- પૂર્વનિબંધમાં કોઈપણ ઉદય આવે-અનુકૂળતાનો, પ્રતિકૂળતાનો, રોગનો, સરોગતા, નિરોગતા, નિર્ધનતા, સધનતા (આદિ). સમભાવે ગમે તે પ્રસંગ હોય, સમભાવે તીવ્ર રાગ દૃષ્ટિ નહિ, જ્ઞાતાદૃષ્ટા ભાવે પ્રવર્તવાનો અભ્યાસ રાખજો અને કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો.’ કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ...” એટલે પ્રયત્ન એવી રીતે રાખજો કે તમે તીવ્ર પરિણામ, તીવ રસ ન થાય એ ધ્યાન રાખજો. આ દર્શનમોહ મંદ કરવાની પરિસ્થિતિ છે. પ્રસંગ તો બધા પૂર્વકર્મ અનુસાર આવશે પણ જે તે પ્રસંગની અંદર તીવ્ર ચિંતા થાય, તીવ્ર રસ થાય, પરિણામમાં તીવ્રતા આવે એવું ન બને એનો પ્રયત્ન તમે બરાબર રાખજો. “એમ કરવું, અથવા થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે.' દર્શનમોહની મંદતા થાય એને જ દર્શનમોહનો ઉપશમ થાય. દર્શનમોહ મંદ થયા વિના દર્શનમોહનો ઉપશમ કદી ન થાય. એ તો “ગુરુદેવે એ વાત લીધી છે વચનામૃતની અંદર. (ગુરુદેવશ્રીનાં વચનામૃત ૨૦૩ (બોલ) છે. “દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુ સ્વભાવ ખ્યાલમાં આવે નહિ” પદાર્થનો નિર્ણય જ ન થાય. પદાર્થનો નિર્ણય ક્ષયોપશમ વધે ત્યારે થાય એવો નિયમ નથી, કોઈપણ ઓછામાં ઓછો ક્ષયોપશમવાળો સંજ્ઞી પંચેન્દ્રિય જીવ આત્મપદાર્થનો નિર્ણય કરી શકે, સ્વરૂપનો નિર્ણય કરી શકે. પણ ક્યારે ? કે દર્શનમોહ મંદ હોય છે. તીવ્ર દર્શનમોહાવેશમાં હોય એ ભલે ફાટ ફાટ ઉઘાડ હોય, અંગ પૂર્વધારી હોય, અગિયાર અંગ અને નવ પૂર્વ ધારી હોય પણ એ) સ્વરૂપનો નિર્ણય ન કરી શકે. મુમુક્ષુ - આ સ્પષ્ટતા જૈનદર્શન સિવાય ક્યાંય નથી. પૂજ્ય ભાઈશ્રી :- આ Line જ નથી ને દર્શનમોહની ! આમાં એ વાત છે કે ભાઈ ! આ લોકોએ ચારિત્રમાં ફેરફાર કરી નાખ્યો. પહેલાં નગ્ન રહેતા હવે કપડા પહેરવા માંડ્યા. એમ નથી. દર્શનમાં ફેર પડ્યો છે. શ્રદ્ધામાં પહેલો ફેર પડ્યો છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૯ ૨૧૭. એ કોઈને ખ્યાલ નથી, એની કોઈ ચર્ચા નથી કરતું. ચર્ચા બાહ્યાચરણની કરે છે કે આણે આટલો ફેરફાર કર્યો, આણે આટલો ફેરફાર કર્યો, આણે આમ રાખ્યું. એમ નથી. શ્રદ્ધામાં ફેર પડ્યો છે. દર્શનમોહની શું સ્થિતિ છે ? કે મૂળ માર્ગ, મૂળ પરંપરા તીર્થંકરદેવનો માર્ગ અને તીર્થંકરદેવની પરંપરા શ્રદ્ધામાં ફેર પડે એ જ છોડે. ચીલો કોણ ચાતરે ? રાજમાર્ગ છોડીને, તીર્થંકરદેવનો રાજમાર્ગ (છોડીને ચીલો કોણ ચાતરે છે. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ'. આમાં તો કાંઈ ફેર નથી. તો ત્રણે કાળે એક એવો જે માર્ગ–રાજમાર્ગ એમાં ચીલો કોણ ચાતરે ? કે જેની પહેલાં શ્રદ્ધામાં ફેર પડે એ ચીલો ચાતરે. નહિતર એની આગળ કોણ છે ? તીર્થંકરદેવથી આગળ કોણ છે અથવા કોને Licence છે એમ કરવાનું ? કોઈને પરવાનો નથી. માટે શ્રદ્ધામાં ફેર પડ્યો, તીર્થંકરદેવની શ્રદ્ધા છૂટી છે એ વાત નક્કી છે. પછી એમાંથી જેટલા અનિષ્ટ ઊભા થાય એટલા થઈ શકે છે. . દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ ક્યાં આત્મ અનુભવમાં આવે નહિ' આ બે સૂત્ર નાખ્યા છે–૨૦૩ નંબરમાં. આત્માનો અનુભવ દર્શનમોહના ઉપશમકાળે અથવા અભાવકાળે આવે. એ ઉપશમ ક્યારે થાય ? એનું કારણ ક્યારે મળે ? કે દર્શનમોહની શક્તિ હીણી થાય ત્યારે. દબાય કોણ ? હીણો થાય એ દબાય, નબળો પડે એ દબાય. એ તો સીધી વાત છે. એની અહીંયાં સોભાગભાઈને Treatment શરૂ કરી. | દર્શનમોહ મંદ થવા માટે શું કરવું ? એક તો સત્વરુષની સમીપ આવવું. તો એ તો એ આવ્યા છે. હવે એક બીજી અંતરંગ વાત કરે છે કે તમારા ઉદયની અંદર જ્યાં ત્યાં તમારો રસ તીવ્ર ન થાય એની જાગૃતિ રાખજો એટલે રસ તીવ્ર નહિ થાય. જો તમને એમ ખબર હશે કે આ રીતે કોઈપણ ઉદયના પ્રસંગમાં તીવ્ર રસના પરિણામે ન પરિણમવું એવો અભ્યાસ, એવી જાગૃતિ એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનો દરવાજો છે, આંગણું છે, એ એની પૂર્વદશા છે, એ એની આગળની સ્થિતિ છે, પ્રારંભિક દશા છે તો એ જાગૃતિમાં તમને દર્શનમોહ નહિ વધે, તીવ્ર નહિ થાય. રસના પરિણામ ચારિત્રમાં જાય છે પણ રસ અને ચારિત્રમોહ અને દર્શનમોહ અહીંયાં અવિનાભાવી રહે છે. કોઈ એક જગ્યાએ અવીનાભાવી રહે છે. એટલે ચારિત્રમોહની પ્રકૃતિ અનંતાનુબંધી સાથે ને સાથે જાય છે એનું કારણ એ છે. ચીકણા પરિણામ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ રાજહદય ભાગ-૫ અનંતાનુબંધીના હોય છે. જેનો રસ તીવ્ર એના પરિણામ ચીકણા. જેના પરિણામ ચીકણા એનો દર્શનમોહ તીવ્ર જ હોય. એટલે એક જાગૃતિ મુમુક્ષુ જીવે હંમેશને માટે રાખવા જેવી એ છે કે ક્યાંય પણ કોઈપણ ઉદયના પ્રસંગના કાળમાં પરિણામ ચીકણા નહિ થવા જોઈએ. ભલે ગમે તેટલો લાભ થાય અને ગમે તેટલું નુકસાન થતું હોય. ચીકણા પરિણામ નહિ કરવાના. લાળ લંબાવી નહિ જોઈએ. પ્રસંગ થયો, પરિણામ થયા છૂટી ગયું. વાત પૂરી થઈ ગઈ. પણ એથી ચીકાશવાળા પરિણામ નહિ થવા જોઈએ. એ જ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનું દ્વાર છે. અહીંથી દર્શનમોહ મંદ રહે છે. પ્રશ્ન :- ક્યા પ્રકારની જાગૃતિ હોય ? સમાધાન :- એના લાભ-નુકસાનનો ખ્યાલ હોય તો. તમે દરકાર ક્યાં કરો છો? કાચનું વાસણ હાથમાં લ્યો અને સ્ટીલનું વાસણ હાથમાં લ્યો એમાં ફેર પડે છે કે નથી પડતો ? આ કાચનું વાસણ છે હાથમાંથી પડશે કે ભટકાશે તો ફૂટી જશે. જેને પોતાના નુકસાનનો ખ્યાલ છે એને દરકાર અને જાગૃતિ આવ્યા વિના રહેશે જ નહિ. પોતાને–આત્માને કેટલો નફો-નુકસાન છે એ આધાર એની સમજણ. ઉપર છે. એના નિશ્ચય ઉપર છે. મુમુક્ષુ - એ વાત દેખાતી નથી. જ્યાં આગળ ધ્યાન ખેંચો છો ત્યાં... પૂજ્ય ભાઈશ્રી :- એ તો છે જ. એટલે તો મૂઢતા કહી છે. એ દશાને મૂઢ દશા શા માટે કહી છે ? કે પોતાની મતિ જ મૂંઢાઈ જાય છે. પોતાના નુકસાનને ન જુએ તો મતિ મૂંઢાઈ ગઈ હોય તો જ ન જુએ ને. નહિતર પોતાના નુકસાનને કોણ ન જુએ ? એમ. જે પોતાને જ નુકસાન કરે એ વાતને કોણ ન તપાસે ? કોણ એની દરકાર ન રાખે ? અવશ્ય રાખે જ પોતે. પણ જ્યાં બુદ્ધિ બીડાઈ જાય છે ત્યાં પોતાના નુકસાનની પણ પોતાને ખબર પડતી નથી. એટલા માટે સ્વાધ્યાય છે. સત્સંગ એટલા માટે છે કે કોઈપણ રીતે હળવો થઈને એ માર્ગમાં, પહેલાં માર્ગના દરવાજા સુધી તો આવે. માર્ગમાં પછી આવે પણ દરવાજાની સમીપ તો જાય.. કોઈ પણ પ્રકારનો ઉપાધિપ્રસંગ લખો છો તે, જોકે વાંચ્યામાં આવે છે. તમે તમારી ઉપાધિ અમને જણાવો છો તે જોકે વાંચવામાં આવે છે. તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી અમારા ચિત્તમાં એની કોઈ છાપ જ નથી પડતી. Page #238 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૨૯ ૨૧૯ ઘણું કરીને ઉત્તર લખવાનું પણ બનતું નથી....' કે તમને એવી વાતનો ઉત્તર લખીએ. એ દોષ કહો કે ગુણ કહો પણ ક્ષમા કરવા યોગ્ય છે.' કેવી વિચક્ષણતાથી વાતો મૂકે છે ! કે અમારી દશા એવી છે કે આવી વાતોમાં અમારો ઉપયોગ ચાલતો નથી. અને જ્યાં અમારો ઉપયોગ ચાલતો નથી એનો ઉત્તર અમે તમને શું લખીએ ? કદાચ તમને ખોટું લાગે તો દોષ ગણજો. તમને એમ લાગ કે ના, મારા હિતની વાત છે તો ગુણ ગણજો. જે ગણો એ, તમને ઉત્તર ન મળે એની ક્ષમા માગી લઈએ છીએ. કલમ કેવી ચાલી છે ! ‘સોભાગભાઈ’ લગભગ રોજ કાગળ લખતા હતા. એમનો જીવ ‘શ્રીમદ્’માં લાગેલો રહેતો હતો. સંસારમાં પ્રતિકૂળતા ઘણી હતી પણ તેમનો જીવ ત્યાં હતો. રોજ કાગળ ઢસડે, રોજ લખે. રોજ લખે એટલે કે જ્ઞાનીને એવો કાગળ લખાય કે ન લખાય એવો કોઈ દિવસ એમણે વિચાર નથી કર્યો. એમના પત્રો વાંચ્યા, વવાણિયા’ ની અંદર લગભગ ૮૦ જેટલા પત્રો વાંચ્યા. નવાઈ લાગે આપણને. કાલે સવારે વહેલું પાંચ વાગ્યે ઊઠીને ઉઘરાણીએ જાવું છે. ગાડા રસ્તે આટલા કલાક થાશે. બાજુના ગામડાનું કોઈ નામ હોય. પાછા વળતા લગભગ રોંઢાનો ટાઇમ થશે. ચાર વાગે માંડ ઘરે પાછા આવશું. એવી બધી વાતો લખી છે. કોઈને નવાઈ લાગે જ્ઞાનીને આવી વાતો લખવાનો શું અર્થ છે ? કોઈ તત્ત્વની વાત (લખે તો બરાબર છે). આપણે તો શું છે એક બીજી રીતે ‘ગુરુદેવ’ પાસે તૈયાર થયેલા છીએ. કોઈ તત્ત્વની વાત જ્ઞાની પાસે કો, કોઈ આત્માના પ્રયોજનની કરો. હું ઉઘરાણીએ જઈશ, વહેલો ઊઠીને જઈશ, ગાડામાં બેસીને જઈશ. પાછો આવીશ ત્યારે આટલો વખત લાગશે. આની પાછળ એના પરિણામ શું કામ કરે છે ? બહુ ઊંડેથી વિચારવા જેવો વિષય છે, હોં ! કે એને પોતાની ‘શ્રીમદ્' પ્રત્યે એટલું બધું સમર્પણ હતું કે મારા એકેક પરિણામની હું એમને વાત કરી દઉં. મારા પિરણામના જીવનની કિતાબના પાના ખુલ્લા કરી નાખું. એટલી સરળતા અને સમર્પણતા છે એની અંદર ! બહુ મોટો ગુણ છે એ. એમણે એ પદ્ધતિ અપનાવી છે કે મારે એમની આજ્ઞા બહાર જરાય ચાલતું નથી. એક શ્વાસોશ્વાસ ચાલે એની આજ્ઞા બહાર, બાકી કાંઈ ન ચાલે. મારા મન-વચનકાયાના કોઈ પરિણામ ન ચાલે. શ્વાસોશ્વાસનો બીજો ઉપાય નથી. એ આજ્ઞા બહાર પણ ચાલવાના છે. એવી એક ‘સોભાગભાઈ’ની સરળતા અને સમર્પણબુદ્ધિ જબરજસ્ત Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ચજહૃદય ભાગ-૫ હતી. શ્રીમદ્જીએ એ જ જોઈ છે. એટલે એના ઉપર એટલી કરુણા વિશેષ છે. એમને બધો ખ્યાલ છે કાગળ કેવા લખે છે શું લખે છે. બધો ખ્યાલ છે. પોતે તો મહા વિચક્ષણ છે. પણ એવા બધા પત્રો લખેલા છે. છે, આજે બધા કાગળો છે ત્યાં પડ્યા છે. એવું સમર્પણ અને એવી સરળતા પરમ સત્સંગ પ્રાપ્ત થયો છે એવા ખ્યાલમાં પોતાને બિલકુલ પરિપૂર્ણ નિર્દોષ થવું છે એવી ભાવનામાંથી ઉત્પન થાય છે. એટલે એની પાત્રતા ત્યાં બહુ વિશેષ છે. વાત તો ઉપરછલ્લે સાધારણ દેખાય એવી છે પણ એનું ઊંડાણ ઘણું છે કે ક્યાંથી એ વાત ઊગી છે. શ્રીમદ્જીએ એ જોયું છે કે આને જે પરમ સત્સંગ છે એની કિમત આવી છે અને નિર્દોષ થવું છે એની ભાવના આવી છે. છૂટવું છે એને, પોતાને છૂટી જવું છે સંસારમાંથી એ ભાવના આને થઈ ગઈ છે. આ બે વાતને જોઈ છે. એમને પોતે જે Response આપે છે–એને જે આદર આપે છે એની પાછળ એની કેટલી પાત્રતા છે એ વાત એમના નજર સમક્ષ બહુ સ્પષ્ટ આવી છે. - મુમુક્ષુ :- આડીઅવળી નકામી વાતોમાં પણ એને જ્ઞાની પ્રત્યેની અર્પણતા દેખાણી. પૂજ્ય ભાઈશ્રી - અર્પણતા અને સરળતા. પોતાના દોષ કોણ કહી શકે ? કાલે પેલી બાય નીકળી તો ન કહ્યું કે આ ગાંડી બોલે છે. પણ બધાના પરિણામ તો ગાંડપણ જેવા જ હોય છે. આ બોલે છે અને આ નથી બોલતા, એટલો જ ફેર છે. એ વાત કરવી તાકાત માગે છે, સરળતા માગે છે, સહેલી વાત નથી. એટલે એ એની સરળતા અને સમર્પણ જોઈ લીધું છે. એની પાત્રતા જોઈ લીધી છે અને એટલે એને ગમે એવી વાત લખે છે તો ટેકો આપે છે. એને કેવી રીતે વાળવા ? પરમાર્થ તરફ કેવી રીતે વાળવા એની બરાબર લાઈનદોરી હાથમાં લઈ લીધી છે. એ કોઈ કુશળ આચાર્ય એના શિષ્યને કેવી રીતે તત્ત્વની પ્રાપ્તિ કરાવે એવી લગભગ સ્થિતિ છે. શ્રીમદ્જી” અને “સોભાગભાઈ વચ્ચેની Line એવી ગોઠવાણી છે. જુઓ ! કેવી વાત લખી કે કોઈ પણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો ... અને એમ કરવું અથવા એમ સહેજે થવું એ જ્ઞાનીની (અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે). એમ પ્રયત્નથી કરવું, પ્રયત્ન કરતા એમ સહેજે થવું એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનું દ્વાર છે. તમે કોઈપણ તમારી ઉપાધિનો પ્રસંગ Page #240 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૨૯ ૨૨૧ લખો છો તે જોકે વાંચવામાં આવે છે પણ એની કોઈ અસર અમને પડતી નથી. એ સંબંધી અમે ઉત્તર પણ લખતા નથી. કેમકે એમાં તમને રસ લેવડાવવો નથી. તમારો રસ ત્યાંથી ઉડાડી દેવો છે. તમે વધારે રસ લ્યો એમ તમારી અનુકૂળતાપ્રતિકૂળતાની ચર્ચામાં અમારે રસ નથી લેવો કે તમને વધારે રસ આવે. સોગાનીજીએ લખ્યું છે ને એક પત્રમાં ? “અમારી સાંસારિક વાતોમાં તમને રસ આવે એ અમને રુચતું નથી.” કુદરતી જ એ વાત હોય છે. એની કાંઈ કિમત નથી. જે સંયોગ-વિયોગની કાંઈ કિમત નથી એમાં અમે રસ નથી લેતા, તમે શું કિરવા રસ લ્યો છો ? એમ કહે છે. સાંસારિક ઉપાધિ અમને પણ ઓછી નથી. તમને ઉપાધિ છે, અમને પણ ઘણી ઉપાધિ છે. “તથાપિ તેમાં સ્વપણું રહ્યું નહીં હોવાથી..” એમાં અમને મમત્વ નહિ હોવાથી, પોતાપણું નહિ હોવાથી. તેથી ગભરાટ ઉત્પન્ન થતો નથી. ગભરાટ ક્યાં થાય ? પોતાપણું આવે ત્યાં જ ગભરાટ થાય, પોતાપણું ન હોય ત્યાં ગભરાટ થાય નહિ. ગમે તેટલું નુકસાન બીજાના ઘરમાં, પાડોશીના ઘરમાં થાય કોઈ કાંઈ વિચાર કરતો નથી. તે ઉપાધિના ઉદયકાળને લીધે હાલ તો સમાધિ ગૌણભાવે વર્તે છે અને તે માટેનો શોચ રહ્યા કરે છે. એટલે ઉપયોગ દેવો પડે છે, એટલી ઉપયોગમાં ગૌણતા થાય છે, એમ. પરિણતિમાં નહિ. એનો પણ અમને શોચ થાય છે. અને એટલા માટે ઉપાધિથી બાહ્ય નિવૃત્તિ પણ પોતે ચાહે છે, પોતે ઇચ્છે છે. વનવાસ સાંભરે છે એનું કારણ છે કે પ્રવૃત્તિમાં જે ઉપયોગ દેવો પડે છે એનો એમને ખેદ છે. (અહીં સુધી રાખીએ). Page #241 -------------------------------------------------------------------------- ________________ And તા. ૧૬૧૦-૧૯૮૯, પ્રવચન ન. ૯૭ પત્રાંક - ૩૩૦ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, પત્રાંક ૩૩૦, પાનું ૩૧૭. મુમુક્ષુ :- પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, ત્યાંથી ફરીથી લેશો. પૂજ્ય ભાઈશ્રી – પૂર્વ નિબંધન જે જે પ્રકારે ઉદય આવે, તે તે પ્રકારે અનુક્રમે વેદન કર્યા જવાં.' તે તે પ્રકારે સમભાવથી, સાક્ષી ભાવથી; હાનિ-વૃદ્ધિ કરવાનાઇષ્ટ-અનિષ્ટપણાના અભિપ્રાય રહિત અનુક્રમે વેદન કરવા. એક પછી એક અનુક્રમે એટલે જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે). આ અત્યારે ન આવે તો સારું, આવો ઉદય અત્યારે ન આવે તો સારું, અમુક ઉદય વહેલો ઉદય આવી જાય તો સારું, એમ નહિ. અનુકમનો અર્થ એ છે. જે ક્રમમાં કુદરતી એની વ્યવસ્થા ગોઠવાય છે તે જ ક્રમમાં તે આવે એમ કરવું યોગ્ય લાગ્યું છે. એમ કરવાથી પોતાને આકુળતા અને આર્તધ્યાનના પરિણામ છે એ નહિ થાય એ યોગ્ય લાગ્યું છે. અથવા કોઈપણ ઉદયના કાર્યમાં રસ તીવ્ર નહિ થવાથી દર્શનમોહની પણ ઉગ્રતા નહિ થાય. મુખ્ય હેતુ તો એ છે. ઊંડે ઊંડે કહેવું તો એ છે કે કોઈપણ રીતે મુમુક્ષજીવને દર્શનમોહની શક્તિ હીન થાય એવી રીતે પ્રવર્તવું જોઈએ. દર્શનમોહની શક્તિ તીવ્ર થઈ જાય તો સમ્યક્તથી પોતે દૂર જાય છે. જો દર્શનમોહની શક્તિ હીણી થાય તો પોતે સ્વભાવની સમીપ જઈ શકે, સમ્યક્દર્શનની સમીપ જઈ શકે એ હેતુથી એ વાત ચાલે છે. એટલે એમ કહ્યું કે કોઈપણ કામના પ્રસંગમાં વધારે શોચમાં પડવાનો અભ્યાસ ઓછો કરજો.' એટલે કે બને એટલો ઓછો રસ લેવાય એવો પ્રયત્ન કરજો એમ એનો અર્થ થયો. એમ પ્રયત્નપૂર્વક કરવું અને એમ પ્રયત્ન કરતા સહેજે એમ થવું, એમ કરવું અથવા થવું બને વાત લીધી છે. પ્રયત્નપૂર્વક એમ કરવું, એ પ્રયત્ન કરતા સહેજે એમ થવું થાય છે. એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. એથી જે જ્ઞાનદશા છે એની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. દર્શનમોહ એમાં હણાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૨૯ ૨૨૩ ઉપાધિ પ્રસંગ વિષે લખો છો પણ અમારું ચિત્ત અને અમારો અભિપ્રાય એ બાજુ જરા પણ તમને વધારે વિચારમાં કે વધારે ચિંતામાં કે વધારે રસ લ્યો એ પ્રકારે મૂકવામાં અમારું જરાપણ વલણ નથી એમ કહેવું છે. અને તેથી ઉત્તર નથી લખતા. તેને દોષ ગણો, ઉત્તર ન મળે એટલે એને દોષ ગણો તોપણ ક્ષમા કરવા યોગ્ય છે. તમારું હિત જોઈને પ્રવર્તીએ છીએ એને ગુણ ગણો તોપણ ક્ષમા કરજો. પોતે તો ક્ષમા માગી લ્યે છે. મુમુક્ષુ :– કોઈ સંયોગ માટે ટ પ્રાપ્તિ થાય અવા ભાવ છે. પૂજ્ય ભાઈશ્રી :– હા, પણ ત્યાં રસ તીવ્ર થશે. અનુકૂળતા જટ મળી જાય તો રસ તીવ્ર થશે. રસ તીવ્ર થશે તો મિથ્યાત્વ સંબંધીનું નુકસાન થશે એ ખ્યાલમાં– લક્ષમાં હોય તો ઘણો ફરક પડે અને એ વાત લક્ષમાં જ ન હોય તો એને પોતાને એમ ને એમ જ આગળ વધી જવાય છે. અંધારામાં ઊલટી દિશામાં કેટલો આગળ વધે છે એની પોતાને ખબર નથી પડતી, એવું બને છે. વળી, એ વાતનું પણ ધ્યાન નથી રહેતું કે અનંત કાળમાં નહિ પ્રાપ્ત થયું એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થવાની આ એક બહુ તક છે અને તક છે એટલે એના માટે સમય બહુ ઓછો આપેલો છે. બહુ ઓછા સમયમાં એ કામ થાય એવી પરિસ્થિતિમાં જરાપણ એ કામ થવાથી વિરુદ્ધ ન જવાય એટલું (લક્ષમાં રહેવું જોઈએ.) પણ વિરુદ્ધ જવાનું તો બિલકુલ કોઈપણ પ્રકારે બનવું ન જોઈએ એટલું તો પોતાને ખ્યાલમાં, લક્ષમાં રહેવું જોઈએ. એ લક્ષમાં નથી. એનો અર્થ એમ છે કે વર્તમાન મનુષ્ય પર્યાયમાંથી જાણે હું છૂટવાનો જ નથી એવો ભાવ પર્યાયબુદ્ધિમાં તીવ્ર થઈ જાય છે. અનિત્યમાં નિત્યતા તીવ્રપણે સ્થપાય જાય છે. પરિણામ એ આવશે કે એમાંથી દુઃખ ઘણું વધશે. અનિત્ય કાંઈ નિત્ય થાશે નહિ અને અનિત્ય અનિત્ય તરીકે થઈને ઊભું રહેશે ત્યારે એનો પ્રત્યાઘાત પરિણામ ઉપર એટલો મોટો આવશે કે તીવ્રમાં તીવ્ર પાછા કર્મબંધન થાય એવા પરિણામ પોતે કરી બેસશે. એટલે એનો સર્વાંગ વિચાર કરવા જેવો છે અને કોઈપણ કામના પ્રસંગમાં તીવ્ર ૨સ ન થાય, મંદ ૨સે પ્રવૃત્તિ થાય એટલું ઓછામાં ઓછું સહજ થઈ જાય, પ્રયત્નપૂર્વક પણ સહજ થઈ જાય એવી તો મુમુક્ષુની ભૂમિકા થવી જોઈએ તો આગળ સ્વભાવ સમીપ અને સમ્યગ્દર્શન સમીપ જવાનો અવસર છે. નહિત૨ નજીક જવાનો અવસર નથી. પ્રાપ્ત કરવાની વાત તો બહુ દૂર છે પણ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ નજીકપણું પણ નહિ થાય એવી પરિસ્થિતિ આવે. પોતાના દૃષ્ટાંતથી કહ્યું કે, અમને પણ ઉપાધિ ઘણી છે પણ મમત્વ નથી.–સ્વામીત્વ નથી–પોતાપણું એમાં લાગતું નથી એટલે ગમે તે ઊથલપાથલ થાય તો એનો ગભરાટ અમને આવતો નથી. અને મમત્વ હોય ત્યાં ગભરાટ આવ્યા વિના રહે નહિ. આ સીધી વાત છે. છતાં પણ થોડોઘણો જે ઉપયોગ દેવો પડે છે અને સાધનાને એટલી ગૌણ રાખવી પડે છે એનો અમને શોચ રહે છે, એનો ખેદ રહે છે કે અમને તો એવું હોવું જ ન જોઈએ. એકાંતે અમે અમારા સ્વરૂપનું જ આરાધન કરીએ એવો પ્રકાર કાં નહિ ? જ્યારે અંદરથી આત્મા આટલો તૈયાર થઈ ગયો છે તો પછી એકલા આત્મકાર્યને વિષે સર્વકાળને વિષે એવો જ પ્રકા૨ અમારો થાય એમ કાં થતું નથી ? એનો પોતાને ખેદ રહે છે. ચજહૃદય ભાગ-૫ પત્રક. ૩૩૦. મુંબઈ, માહ, ૧૯૪૮ કિસનદાસાદિ જિજ્ઞાસુઓ, દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે, તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષહ પણ કહ્યો છે. એ બન્ને પરિષહનો વિચાર કરવા યોગ્ય છે; એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે; અર્થાત્ તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્ય હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાયે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) ખોટું છે, એમ જણાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૩૦ યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. અધ્યાત્મસાર’નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું - થવું - તેને દર્શનપરિષહ' કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે; પણ જો ધીરથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. તમે દર્શનપરિષહમાં કોઈ પણ પ્રકારે વર્તો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે; એમ ઉપદેશ છે. દર્શનપરિષહમાં તમે પ્રાયે છો, એમ અમે જાણીએ છીએ. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધ મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા, કરવી નહીં; અર્થાત્ કંઈ પણ પ્રકારના દિવ્યતેજ્યુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની અચ્છા, મન:કલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. “શાંતસુધારસ’માં કહેલી ભાવના, ‘અધ્યાત્મસારમાં કહેલો આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા અમ ૨૨૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ રાજહૃદય ભાગ-૫ કે ભોક્તા છે એમ પ્રમાણથી જણાય, “મોક્ષ છે એમ જે પ્રમાણથી જણાય છે અને તેનો ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. “અધ્યાત્મસારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત રે હોય તો વિચારવામાં બાધ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. બધાને અર્થે આ પત્ર છે. હવે ૩૩૦ મો પત્ર છે. એ ખંભાત' ના કેટલાક મુમુક્ષુઓ ઉપર છે. એમાં ‘કિસનદાસભાઈ ને ઉદેશીને પત્ર લખ્યો છે. “દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે, અને એ બોધબીજ તે પ્રાયે નિશ્ચય સમ્યકત્વ હોય છે. નિશ્ચય સમ્યકત્વને બોધનું બીજ કહ્યું છે. કેવળજ્ઞાનને સર્વાગ બોધ કહ્યો છે અને એનું બીજ છે એ સમ્યકત્વ છે, સમ્યકજ્ઞાન જે પ્રગટ થયું તે ક્યારે સમ્યગ્દર્શન પ્રગટે ? કે “દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી.” ઘણા લાંબા કાળ સુધી કોઈ સત્પરુષના યોગે યથાર્થપણે બોધ ગ્રહણ કરવાની વૃત્તિથી સારો એવો સમય વ્યતીત કર્યો હોય તો એનું ફળ સમ્યગ્દર્શન આવવાનો સંભવ છે. પ્રાયે એટલે ઘણું કરીને એને પ્રાપ્તિ થાય જ. મુમુક્ષુ – નિશ્ચય શબ્દ વાપર્યો. પૂજ્ય ભાઈશ્રી – હા. નિશ્ચય સમ્યકત્વ. મુમુક્ષુ - ક્યાંય એક અક્ષર ચૂકતા નથી. પૂજ્ય ભાઈશ્રી - પેલી વાત નથી–દેવ-ગુરુ-શાસ્ત્ર-શ્રદ્ધાની વાત નથી. નિશ્ચય સમ્યક્ત્વ થાય. અહીંયાં તો શું કહેવું છે ? આ પત્રની અંદર પોતે સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકાની અહીંયાં એક ચર્ચા કરે છે. જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે...” મિથ્યાદર્શનનો પરિષહ પરિષહ એટલે પ્રતિકૂળ ભાવ, Page #246 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૩૦ ૨૨૭ પ્રતિકૂળ પ્રસંગ, પ્રતિકૂળ ઉદય એને પરિષહ કહે છે. તો મિથ્યાત્વનો જે ઉદય છે એની પ્રતિકૂળતા લાગે છે અને દર્શનપરિષહ કહ્યો છે. દર્શન એટલે અહીંયાં શ્રદ્ધા લેવું. મિથ્યાશ્રદ્ધા એ પ્રતિકૂળ લાગે છે અને એ પ્રતિકૂળ દશામાં રહેવું જીવને પસંદ નથી ત્યારે એ દર્શનપરિષહને વેદે છે, સહન કરે છે એમ કહેવાય છે. “જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષહ પણ કહ્યો છે. પોતાને વિષે સમ્યકજ્ઞાન પ્રગટ નથી થયું અને મિથ્યાજ્ઞાન વર્તે છે એનું દુઃખ, એવી જે પ્રતિકૂળતા. એનું દુઃખ, એને અજ્ઞાનપરિષહ કહે છે. સમ્યક્દર્શન અને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થયા. પહેલાં મુમુક્ષુજીવ દર્શનપરિષહ અને અજ્ઞાનપરિષહમાંથી પસાર થાય છે. મુમુક્ષુ - પોતે પસાર થયા છે. પૂજય ભાઈશ્રી :- પોતે પસાર થયા છે. પોતે આગળ એક પત્ર લખી ગયા છે. એવો પરિષહ જે સમ્યગ્દર્શનની સમીપ આવે છે એવા જીવને ઉત્પન્ન થાય છે. એ વાત કરે છે. એવો દર્શનપરિષહ છે “એક બીજો અજ્ઞાનપરિષહ પણ કહ્યો છે. એ બન્ને પરિષહનો વિચાર કરવા યોગ્ય છે. એ પરિષહ કેવા હોય એનો વિચાર કરવા જેવો છે. એનો સૂક્ષ્મપણે વિચાર કરવો જોઈએ કે આ કેવા પ્રકારનો પરિષહ છે. પોતાને અન્ય પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટપણું થઈ જાય છે એ એને દુઃખદાયક લાગે છે. એ ભ્રાંતિ છે અથવા એ મિથ્યાત્વ છે અને એનું ફળ જન્મ-મરણની, અનંત જન્મ-મરણની સંતતિ છે–પરંપરા છે એવી ભયંકરતા એની ભાસે તો મંદ મિથ્યાત્વ હોય તોપણ એનું દુઃખ લાગે. તીવ્ર મિથ્યાત્વમાં તો દર્શનપરિષહ અને અજ્ઞાનપરિષહ નથી આવતા પણ જેનું અજ્ઞાન પણ મટવાની તૈયારી થઈ છે અને જેનું મિથ્યાત્વ પણ મંદ થયું છે એને એ દશા પણ સુહાતી નથી, એ દશા પણ દુઃખદાયક લાગે છે અને એ દશા છોડવા માટે એનો તરફડાટ ઊભો થાય છે, આકુળતા થાય છે. એને દર્શનપરિષહ અને અજ્ઞાનપરિષહ કહેવામાં આવ્યા છે. એ દર્શન પરિષહ અને અજ્ઞાન પરિષહ છે એ બન્નેનો વિચાર કરવા યોગ્ય છે. “એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે.' શું કહે છે ? એનો વિચાર કરવાની અત્યારે તમારી ભૂમિકા છે. સામાની ભૂમિકા પકડે છે. “અર્થાત્ તે ભૂમિકા ગુણસ્થાન) Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ રાજહૃદય ભાગ-૫ વિચારવાથી...” ભૂમિકા એટલે ગુણસ્થાન, છે પહેલું ગુણસ્થાન, પણ એ પહેલું ગુણસ્થાન છૂટવાની તૈયારીવાળું છે તે ભૂમિકા ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. એમાં આકુળતા વધે છે. અજ્ઞાન અને મિથ્યાશ્રદ્ધાનો અભાવ થતો નથી એની જે આકુળતા છે એમાં પણ ધીરજ કર્તવ્ય છે. આવી બે તરફી વાત છે. એનું દુઃખ ન લાગે તોપણ યથાર્થ ભૂમિકા નથી. એનું દુઃખ લાગે અને અધીરજ થાય અને મુંઝાય તો એવી મૂંઝવણ પણ વધારવા જેવી નથી. એ પણ ધીરજથી એ પરિષહ વેદીને પાર ઊતરવા જેવું છે. એવી થોડી સૂક્ષ્મ વિષયની વાત અહીંયાં લીધી છે. એવા જીવને એવી મૂંઝવણ ન થવી જોઈએ કે એની મતિ મૂંઢાઈ જાય. તેમ એને આકુળતા ન થાય એવું પણ બને નહિ, એનું દુઃખ ન લાગે એવું પણ બને નહિ. દુઃખ લાગે તો ઘણી અધીરજ થાય અને તે અધીરજને લઈને કોઈ એને વિશેષ તીવ્ર આકુળતામાં પોતાનું જ્ઞાન અવરાય એ પ્રકારમાં પણ એ ન આવે. એવો એક સૂક્ષ્મ પ્રકાર અજ્ઞાનપરિષહનો અને દર્શનપરિષહનો છે. મુમુક્ષુ - જ્ઞાનને અજ્ઞાન લગાવ્યું છે, દર્શનને અદર્શન નથી લગાવ્યું. પૂજ્ય ભાઈશ્રી - નહિ એવું કાંઈ નથી. દર્શનપરિષહ અને અજ્ઞાનપરિષહ. દર્શનપરિષહ એટલે મિથ્યાશ્રદ્ધા સંબંધીનો પરિષહ એમ આપોઆપ જ લેવું. એમાં શું છે કે શાસ્ત્રના જે પારિભાષિક શબ્દો છે એ આગમના શબ્દોને ફેરવવાનો બહુ કોઈ જ્ઞાનીનો કે વિદ્વાનોનો એ પ્રયત્ન નથી હોતો. એનું અર્થઘટન સમ્યકમ્રકારે કરે એટલી વાત છે. ચતુર્થ ગુણસ્થાન છે. ચતુર્થ ગુણસ્થાનનું નામ ગુણવાચક છે કે અવગુણવાચક છે. એક બાજુથી ચતુર્થ ગુણસ્થાનમાં કોઈ પ્રવેશ કરે તો એને જિનેશ્વરના લઘુનંદન કહીને ઘણા જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આચાર્યોએ, મુનિઓએ સમ્યક્દષ્ટિને વંદન કરવા સુધીના પદો રચી નાખ્યા છે, શ્લોકો રચ્યા છે. પણ આગમની અંદર આગમ ભાષામાં એ ગુણસ્થાનને અવગુણવાચક ગુણસ્થાન તરીકે નામ પાડ્યું છે. એ નામ હજી સુધી કોઈ ફેરવતું નથી. અવિરત સમ્યક્દષ્ટિ. તો અવિરત છે એ ગુણ છે કે અવગુણ છે ? કે અવગુણ છે. એટલે તો અમે આની અંદર ચર્ચા કરી છે, “દંસણ મૂલો ધમ્મો’ માં એની ચર્ચા કરી છે કે સમ્યક્દૃષ્ટિ અને અવિરતી ? આવું કેમ ? પછી “ગોમટસારનો આધાર Page #248 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૨૯ લીધો છે. કેમકે આ તો કરણાનુયોગના આગમનો શબ્દ છે. આગમભાષા અને અધ્યાત્મ ભાષા. અધ્યાત્મભાષામાં ગુણવાચક શબ્દો ઘણા છે. આગમભાષામાં આ અવગુણવાચક શબ્દ છે. શાસ્ત્રની અંદર ભાષાની બે શૈલી છે. મુખ્યપણે બે શૈલી છે. એક અધ્યાત્મભાષા શૈલી અને એક આગમભાષાની શૈલી. એમાં આ આગમભાષામાં જાય છે. ૩૨૦ ગાથામાં “જયસેનાચાર્યે ટીકાની અંદર એ વાત લીધી છે. આગમભાષાએ કહીએ તો આમ છે, અધ્યાત્મભાષાએ કહીએ તો આમ છે એમ કરીને વાત લીધી છે ને શુદ્ધોપયોગની બાબતમાં એ વાત લખી છે. તે પરિણમન સમ્યકશ્રદ્ધા અને જ્ઞાન અને આચરણ, સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે પર્યાય છે તે પરિણમન આગમભાષાથી ઔપથમિક, ક્ષાયોપશમિક તથા ક્ષાયિક એવા ભાવત્રય કહેવાય છે અને તે પરિણમન અધ્યાત્મ ભાષાથી શુદ્ધાત્મ અભિમુખ પરિણામ, શુદ્ધોપયોગ ઇત્યાદિ પર્યાયસંજ્ઞાએવા પર્યાયનું નામ પામે છે. એમ આગમભાષાના નામ, અધ્યાત્મભાષાના નામ એક જ પર્યાયને અનેક પ્રકારે શાસ્ત્રની અંદર નામથી કહેવામાં આવી છે. એક જ પર્યાયને આગમભાષાના નામ છે, અધ્યાત્મભાષાના પણ નામ છે. સંજ્ઞા એટલે નામ. એ અવિરતપણું છે એ આગમભાષાનો શબ્દ છે. અધ્યાત્મભાષાનો શબ્દ નથી. ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક એ આગમભાષાનો શબ્દ છે. એમ અવિરતપણું એ પણ આગમભાષાનો શબ્દ છે. ક્યા આગમનો છે ? કે કરુણાનુયોગના આગમનો. ત્યાં ગોમટસારની અંદર પોતે ચર્ચા કરી છે કે પંચમ ગુણસ્થાન અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર નહિ હોવાથી અને છતાં ચતુર્થ ગુણસ્થાનને યોગ્ય ચારિત્ર છે એ વાત સ્થાપીને ઉપરની દશાના ચારિત્રનો અભાવ દર્શાવવા માટે અહીંયાં અવિરત સમ્યક્દૃષ્ટિ એવું નામ કહીએ છીએ. કેવી ચર્ચા કરી છે પોતે. નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી એ અવિરતપણા ઉપર ચર્ચા કરી છે. મુમુક્ષુ - ભાવાર્થમાં કોઈ ફેર નથી એ Clear કરવા માટે વાત કરી હતી). પૂજ્ય ભાઈશ્રી - નહિ કોઈ ફેર નથી. દર્શનપરિષહ એ મિથ્યાશ્રદ્ધાનનો પરિષહ છે. અજ્ઞાનપરિષહ એ મિથ્યાજ્ઞાનનો પરિષહ છે એમ લેવું. મુમુક્ષુ :- પદાર્થજ્ઞાનનું ક્યાંક આવે છે કે ક્યારેક જ્ઞાનધારા આગળ કરે છે, ક્યારેક ચારિત્રધારા આગળ કરે છે. બે ધારા... Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- એ તો મોક્ષમાર્ગની વાત થઈ, એ મોક્ષમાર્ગની વાત થઈ. અહીંયાં તો સમ્યગ્દર્શન પહેલાં મુમુક્ષુની ભૂમિકામાં... મુમુક્ષુ – હા, વાત તો બરાબર છે પણ પેલી અવિરત સમ્યગ્દષ્ટિની વાત થઈને... પૂજ્ય ભાઈશ્રી - હા, ચારિત્રમાં કર્મધારા છે, ત્યાં કર્મધારાની મુખ્યતા છે. એટલે બહારની અંદર એટલી સ્વરૂપ સ્થિરતા નથી કે પરપદાર્થના ગ્રહણનો વિકલ્પ ન ઊઠે. પરપદાર્થના ગ્રહણનો વિકલ્પ તે અત્યાગભાવ છે અને સ્વરૂપસ્થિરતા અને વીતરાગતાની વૃદ્ધિને લીધે જે-તે વિકલ્પનો ગુણસ્થાન અનુસાર અભાવ થાય એને ત્યાગ કહેવામાં આવે છે. ગ્રહણ કરવાનો વિકલ્પ જ ઉત્પન્ન ન થાય. મોક્ષમાર્ગમાં અને મોક્ષમાર્ગ વગરના ત્યાગમાં ફેર આ છે કે મોક્ષમાર્ગી જીવને સ્વરૂપસ્થિરતા અને વીતરાગતાના સભાવને લીધે વિભાવ ઉત્પન્ન થતો નથી, બુદ્ધિપૂર્વક વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. જ્યારે મિથ્યાત્વ અવસ્થામાં એટલો જ ત્યાગ કોઈ કરે, પંચમ ગુણસ્થાનને યોગ્ય દીક્ષા કે ત્યે કે છઠ્ઠા ગુણસ્થાનની દીક્ષા લે તોપણ એને વિકલ્પ ઊઠે પણ એ વિકલ્પને એ દબાવે છે, એ વિકલ્પને એ બીજા વિકલ્પથી રોકે છે. જેમકે મુનિ હોય તો ઉપસર્ગ, પરિષહ એને પડે. ક્ષધાપરિષહ, તૃષાપરિષહ અથવા કોઈ ઉપસર્ગ કરે દેહ, મનુષ્ય, તિર્યકત કોઈ પરિષહ પણ હોય, ઉપસર્ગ પણ થાય તો એવા કાળે એ એમ વિચારે છે કે હું તો જૈન મુનિ છું. ઉપસર્ગ અને પરિષદને સહન કરવા તે મારો ધર્મ છે. કેમકે હું જૈન મુનિ છું. એમ એક વિકલ્પના આશ્રયે, મંદ કષાયના વિકલ્પના આશ્રયે તીવ્ર કષાયમાં જતા અટકે છે. આ બાહ્ય ત્યાગની મિથ્યાત્વની સ્થિતિ હોય છે.. જ્યારે સમ્યકત્વ અવસ્થામાં એમ નથી. ત્યાં તો હું મુનિ પણ નથી ને શ્રાવકે પણ નથી. “ પત્તો ન મો’ હું તો જ્ઞાયકભાવ છું. મારે અને ઉદયને કઈ લેવા દેવા નથી, ભિન્ન ભિન્ન છું. ઉદયની સાથે મારે કોઈ સંબંધ નથી. હું તો અનઉદય સ્વરૂપ છું અને હું અનઉદય ભાવમાં રહું એ જ મારો ધર્મ છે. મુમુક્ષુ - એવો વિકલ્પ પણ નથી. પૂજ્ય ભાઈશ્રી - એવો વિકલ્પ નથી, સહજ જ છે, એવું પરિણમન સહજ છે. વિકલ્પ હોય તોપણ ઠીક, ન હોય તોપણ ઠીક. પરિણમન બને વખતે સહજ છે. કોઈ વખત વિકલ્પ ઊઠે પણ, ન જ ઊઠે એવું કાંઈ નથી. ન હોય તો પણ એને Page #250 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૩૧ પરિણમન સહજ છે. એટલે એક દમન કરે છે એક શમન કરે છે. Automatic જ એ પ્રકૃતિઓનું શમન થઈ જાય છે. એમ બાહ્ય ત્યાગમાં જ્ઞાનદશા અને અજ્ઞાનદશામાં ઘણું અંતર છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. અને તે ભૂમિકા ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. એનો વિચાર કરશો એટલે થોડી ધીરજ-વ્યથાર્થ ધીરજ આવશે. પાછી ખોટી ધીરજ આવે એમ પણ નહિ, ખોટી ઉતાવળ થાય એમ પણ નહિ. આ એક એવું કાર્ય છે જેમ દુકાનદાર માણસ વેપાર કરે છે તો ઘરાકને પોતાના ભાવે આપવું છે અને છતાં એને એવી રીતે નથી કહેવું કે એ ચાલતો થઈ જાય. એને એવી રીતે સમજાવે છે અને છતાં પેલાને જોઈએ છે એ ભાવે નથી આપતો, પોતાના ભાવે આપે છે કે મેં આટલું નક્કી કર્યું છે, આથી નીચા ભાવે તો આ માલ મારે વેંચાય નહીં એવું અંદર નક્કી કરેલું છે. તો ગમે તે યુક્તિ-પ્રયુક્તિ કરે, ગમે તે બોલવામાં સમજાવે, ગમે તે પ્રકારની એને Salesmanship કરે પણ એને ખરાબ ન લાગવું જોઈએ છતાં એને ભાવ પૂરો જ લેવો છે. બંને રીતે કામ કરે છે કે નથી કરતા ? તો પેલો એમ કહે કે તમારો ભાવ બરાબર છે, મારો એક રૂપિયો જ ઓછો લ્યો. તો કહે નહિ, ભાવ તો એટલો જ લઈશ. એક રૂપિયો નહિ, દોઢ રૂપિયાની ચા પીવડાવી દઉં તમને. પણ ભાવમાં ચારા આના પણ ઓછા નહિ લઉં. બન્ને બાજુથી ખોટી ઉતાવળ પણ થવી જોઈએ, ખોટી ધીરજ પણ નહિ થવી જોઈએ. એવું સૂક્ષ્મ પરિણમન અહીંયાં પણ હોય છે, સમ્યક્દર્શન પહેલાં આ બધો વિવેક આવે છે. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકહ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાય (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) ખોટું છે એમ જણાય છે.” હવે મુમુક્ષુની ભૂમિકામાં એક આ પ્રકારની અંદર પણ કેટલાક જીવો આવે છે. તે એવી રીતે વિચાર કરે છે કે અમુક દશામાં આપણે આવીએ, એને કૃત્રિમતા આવે છે. અથવા અમુક રીતે એકાંતમાં બેસીને ધ્યાન કરીએ, નિર્વિકલ્પ સ્વરૂપનું ધ્યાન કરીએ એમ સંકલ્પ-વિકલ્પ, કલ્પના કરે છે અને એમ કરતાં સમ્યકત્વની પ્રાપ્તિ થશે એવું વિચારે છે. કહે છે કે એ પ્રાય ખોટું છે એમ જણાય છે. એ ક્યારે ખોટું જણાય છે ? કે કોઈ જ્ઞાની એ વિષયની Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ચજહૃદય ભાગ-૫ અંદર સ્પષ્ટીકરણ આપે છે ત્યારે એને જ્ઞાનીનું સ્વરૂપ પણ સમજાય છે કે સહજપણે પુરુષાર્થની ગતિ અને પુરુષાર્થની સ્થિતિ કેવી હોય છે એ પણ એને સમજાય છે અને ત્યારે એને પોતાની કલ્પના છે એ કલ્પિત વિચાર છે એવું લાગે છે. સહજપણે પોતે એ માર્ગની અંદર આગળ નથી વધતો એવું એને સમજાય છે. એટલે જે આ મુમુક્ષ છે અને એ પ્રકારમાંથી પણ બચાવે છે કે ક્યાંય પણ તમે ધ્યાન કરવા સંબંધીની કલ્પનામાં નહિ ચડી જતા. ધ્યાન કરીએ અને અનુભવ લઈ લઈએ, ધ્યાન કરીએ અને અનુભવ લઈ લઈએ એવી રીતે વિચારમાં નહિ આવતા. મુમુક્ષુ :- યથાર્થ સમજણ લીધા વગર સંતોષ પકડી લે. પૂજ્ય ભાઈશ્રી – હા. એમાં શું થાય છે કે ક્ષયોપશમમાં આત્મા કેવો છે એ સમજાયું હોય છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત ગુણનું સ્વરૂપ છે. હવે એ વાત તો સમજાણી કે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. હવે મારે એમાં સ્થિર થવું છે. હવે આ એક સમ્યકત્વનો કોઈ વિચિત્ર પ્રકાર કહો, અલૌકિક પ્રકાર કહો, આશ્ચર્યકારી પ્રકાર કહો તો એવો છે કે પર્યાયના કર્તુત્વના નાશમાં એની ઉત્પત્તિ થાય છે. સમ્યક્ત્વની ઉત્પત્તિ ક્યારે થાય છે ? કે જ્યારે જીવને પયયનું કર્તુત્વ ન રહે તો થાય. નિર્ણય કરીને ધ્યાન કરવા જે બેસે કે મારે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે માટે હું એકાગ્રતાનો પ્રયત્ન કરવા માટે, પુરુષાર્થ કરવા માટે એકાંતમાં બેસીને સ્વરૂપ વિચારણા અને ધ્યાન કરું. સ્વરૂપના વિચાર કર્યું અને એ વિચાર કરતાં કરતાં સ્વરૂપધ્યાનમાં હું આવું. હવે એની અંદર ભૂલ શું થઈ ? આપણે વિચારીએ તો. ભૂલ એ થઈ કે જે પર્યાયના કર્તુત્વનો જ સદંતર નાશ કરવાનો છે એ જ પર્યાયનું કર્તત્વ લઈને બેઠો કે હું આમ કરું. હું આમ કરું... હું આમ કરું... હું આમ કરે. પર્યાયબુદ્ધિ, પર્યાયના કર્તુત્વબુદ્ધિમાં એ વાત લીધી છે. પુરુષાર્થના બહાને પણ. પુરુષાર્થના બહાને પુરુષાર્થ કરું, ધ્યાન કરું એના બહાને પણ પર્યાયના કર્તૃત્વમાં જે જીવ આવે છે એ એ વખતે દર્શનમોહને તીવ્ર કરે છે, દર્શનમોહને વધારે છે. એટલે પર્યાય ઉપરથી લક્ષ જ ઊડી જાય ત્યારે સ્વરૂપધ્યાન થાય છે અને એવું સ્વરૂપ લક્ષમાં આવે ત્યારે જ પર્યાય ઉપરથી લક્ષ ઊડે છે એવી જે સહજ પરિસ્થિત છે એ પરિસ્થિતના અજ્ઞાનમાં કૃત્રિમતાએ કોઈ ધ્યાન અને એકાગ્રતા કરવા માટે પ્રયત્ન કરે છે એ ખોટું Page #252 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૩૩ છે. એવું જ્ઞાનીપુરુષનું, સપુરુષનું સ્વરૂપ સમજાય, એના સમાગમથી એ વાત સમજાય ત્યારે એને ખબર પડે છે. નહિતર એને એ વાતની ખબર પણ પડતી નથી કે ઊલટાનું હું મિથ્યાત્વ દઢ કરી જઈશ, દર્શનમોહને વધારીશ, પર્યાયના કર્તુત્વ ઉપરનું જોર વધી જશે. | મુમુક્ષુ :- પર્યાયનું કર્તૃત્વ પણ નથી અને પાછું ધ્યાન કરનારી પર્યાય છે અને છતાં પર્યાયમાં કર્તુત્વ નથી. આવું ક્યાંય નથી. પૂજ્ય ભાઈશ્રી :- જૈનદર્શનની વિશિષ્ટતા આ એક જગ્યાએ છે કે કોઈપણ જીવ જ્યારે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે એનો પર્યાયપ્રધાન વિચાર હોય છે કે મારામાં દુઃખ છે, અવગુણ છે, દોષ છે એ મારે ટાળવા જોઈએ. સદ્દગુણ મારે પ્રગટ કરવા જોઈએ, સદ્ગુણથી ઉત્પન્નથી થતું સુખ મારે પ્રગટ કરવું જોઈએ. નિર્દોષતા અને શદ્ધિ એ મારો ધર્મ છે. આમ પર્યાયપ્રધાન વિચારથી પ્રવેશ પામેલા જીવન પર્યાયનું લક્ષ જ છોડાવી દે. એવી જ કોઈ માર્ગની પરિસ્થિતિ છે કે એનું લક્ષ જ છોડાવી દે અને ત્યારે એ સાચી વિધિમાં પ્રવેશ કરે. તો એ ક્યારે થાય ? કે સ્વરૂપ નિશ્ચય થાય, સ્વરૂપની ઓળખાણ થાય, સ્વરૂપનો પ્રતિભાસ થાય, જેવું સ્વરૂપ છે એવું એને સીધું લક્ષગોચર થાય રાગની આડ વિના, રાગની પ્રધાનતા છોડીને મુખ્યતા છોડીને સીધું જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાનસ્વભાવનો નિશ્ચય થાય તો જ એને સામર્થ્ય પકડાય, સામર્થ્ય પકડાય, તો જ એને વર્તમાન અસ્તિત્વરૂપે પકડાય અને તો જ એનું પર્યાય ઉપરનું લક્ષ ફરે. નહિતર અનાદિનું પર્યાય ઉપરનું લક્ષ છૂટતું નથી, છૂટવું બહુ મુશ્કેલ છે. મુમુક્ષુ :- પર્યાય દ્વવ્યનું લક્ષ કરે છે. પૂજ્ય ભાઈશ્રી - પોતાનું લક્ષ છોડીને. પયય દ્રવ્યનું લક્ષ કરે છે, પોતાનું લક્ષ છોડીને. મુમુક્ષુ - મારે પૂછવું હતું કે તો પછી સંસારને છોડનાર કોણ ? પૂજ્ય ભાઈશ્રી - એવી વાત છે જરા. બીજું એમાં શું છે ? બહુ સહજ અને સ્વભાવિક. આમ અટપટું લાગે પણ બહુ સહજ અને સ્વભાવિક એમાં એ વાત છે કે આત્માનું જે મૂળ સ્વરૂપ લક્ષગોચર થાય છે એ સ્વરૂપ જ એવું કોઈ અદ્ભુત અને અસાધારણ આશ્ચર્યકારી છે કે યથાર્થપણે એ લક્ષમાં આવતા એના સિવાયનું બધું ભૂલી જ જવાય, લક્ષમાંથી છૂટી જ જાય. આ એક સહજતા છે આ વિષયની. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુ :- આ તો દ્રવ્યપર્યાય વચ્ચેની ચોખવટ... પૂજ્ય ભાઈશ્રી :- જે ગણો એ પણ પરિસ્થિતિ આ છે. જ્યારે પોતાને પોતાનો મૂળસ્વરૂપનો પ્રતિભાસ આવે છે એ સ્વરૂપ પરમેશ્વરપદ એટલું મહાન છે ! “ગુરુદેવ’ કહેતાને ત્રણ લોકનો નાથ છો તું.' એના લક્ષમાં બધું જ લક્ષ છૂટી જાય. આખા જગતનું લક્ષ છૂટી જાય એમ નહિ, પોતાની પર્યાય સુદ્ધાનું લક્ષ છૂટી જાય. મુમુક્ષુ - પર્યાય પોતે પોતાને ભૂલી જાય. પૂજ્ય ભાઈશ્રી :- ભૂલી જાય. એટલે તો એમણે ભાગવતનો દૃગંત પરાભક્તિનો લીધો છે. ગોપાંગનાનો જે દષ્ઠત લીધો છે એ એમણે આ વૃત્તિનો દૃષ્ટાંત લીધો છે કે ગોપાંગના છે એ ભૂલી જાય છે કે હું કોણ છું અને શું કરવા નીકળી છું? ભરબજારે માખણ લેવાને બદલે માધવ લ્યો એમ કહે છે. અને સ્ત્રી સહજ જે એને લજ્જા આદિ હોય છે એ બધું છૂટી જાય છે, એને ખબર નથી રહેતી. જ્યારે શ્રીકૃષ્ણને જુએ છે ત્યારે એને કાંઈ ખબર નથી રહેતી કે મારા કપડાં અંગ ઉપર ઠીક છે કે નહિ ? ફલાણું ઠીક છે કે નહિ ? કાંઈ ખ્યાલ નથી રહેતો, બધું ભૂલી જાય છે. તો. એ શું બતાવે છે ? કે પોતાનું ભાન ભૂલે છે. એમ સ્વરૂપ એવું છે કે જે સ્વરૂપને જે જ્ઞાન લક્ષમાં લ્ય છે એ જ્ઞાનની ચોંટ એવી છે, જ્ઞાન ઉપર એ સ્વરૂપની ચોંટ એવી છે કે પર્યાયના ફેરફારોનો જે પ્રકાર છે એ બધો લક્ષમાંથી છૂટી જાય છે. ક્યાંય લક્ષ નથી રહેતું. મુમુક્ષુ :- આ વાત ઉપર “સોગાનીજીએ બહુ જોર આપ્યું છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એમણે ઘણું જોર આપ્યું છે. એ દ્રવ્યદૃષ્ટિનો વિષય જ એવો છે. મુમુક્ષુ - એમના જેટલું જોર બીજે કયાંય દેખાતું નથી. એમણે જેટલું જોર આપ્યું છે... પૂજ્ય ભાઈશ્રી - એમાં શું છે એ જાતનો પ્રકાર જ એવો હતો. એમનો ઉપાડ એવો હતો. કેમકે સત્સંગ ન મળ્યો, સત્સંગની ચાહના હોવા છતા સત્સંગ ન મળ્યો અને કોઈ હોનહારને હિસાબે ગણો કે ગમે તેમ પણ એકલે હાથે ઘણું કામ કર્યું! ઘણું કામ કર્યું એકલા હાથે !એકાવતારી થઈ ગયા એટલે ઘણું કામ કર્યું ને ! પરિણતિ બહુ જમાવેલી. એમના સહવાસમાં રહ્યા હોય તો એ ખ્યાલ આવતો હતો. Page #254 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૩૫ પરિણતિ બહુ જમાવેલી, ઘણી જમાવેલી. એ પરિણતિનો જો પરિચય થાય તો ઊછળી જવાય એવો એ વિષય હતો. એટલી બધી અંદરથી ખૂબ જમાવટ કરેલી. અસાધારણ ! એમણે ઘણું કામ કર્યું. એટલે એમની જે વાણી હતી એ દશા પ્રમાણે નીકળતી હતી. દશા પ્રમાણે નીકળતી હતી એટલે એ સામે નહોતા જોતા કે આને અવળું પડશે કે સવળું પડશે. એટલું બધું એ બાબતમાં લક્ષ ઓછું હતું. મુમુક્ષુ :- શુભભાવ ઉપર ઘણા પ્રહાર કર્યા છે. - પૂજ્ય ભાઈશ્રી – હા, ઘણા પ્રહાર કર્યા છે. શુભભાવ ઉપર શું શુદ્ધભાવ ઉપર પણ પ્રહાર કર્યા છે ! સમ્યક્દર્શન હુઆ, અનુભવ હુઆ મત દેખ. એમ કરીને કહ્યું છે). અનુભવ હુઆ યા નહીં હુઆ, મત દેખ. એ તું જો નહિ. એની સામે ન જો. કેમકે દૃષ્ટિ તો સ્વીકારતી જ નથી ને! જેને સમ્યફશ્રદ્ધા કહીએ છીએ, જેને સમ્યક્દર્શન કહીએ છીએ એ તો કોઈ અવસ્થાને સ્વીકારતી જ નથી, કબૂલતી જ નથી, માનતી જ નથી ને. એ તો એક પૂરણ પરમાત્મા સિવાય કોઈને માનતી જ નથી. એવી જબરજસ્ત એની ઉદડતા છે કે કેવળજ્ઞાન બાજુમાં થાય તો નહિ ને, એને નથી માનતી. દૃષ્ટિ એને માનતી નથી, સ્વીકારતી નથી, વિષય કરતી નથી, સામું જોતી નથી. મુમુક્ષુ – દરેક જ્ઞાનીઓને સરખું જોર નથી હોતું. પૂજ્ય ભાઈશ્રી :- એ તો તીવ્રતા મંદતા હોય ને. મોક્ષમાર્ગી જીવોને તીવ્રતા મંદતા હોય છે પણ દૃષ્ટિમાં ફેર નથી હોતો. દૃષ્ટિમાં ફેર નથી હોતો, અભિપ્રાયમાં ફેર નથી હોતો, જ્ઞાનમાં ફેર નથી હોતો. પુરુષાર્થમાં ફેર હોય છે. મુમુક્ષુ :- જેની કાંઈ કિમત નથી. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો નગણ્ય વિષય છે, એ કોઈ ગણતરી કરવાનો વિષય નથી. બીજું મુમુક્ષુએ તો કોઈ જ્ઞાનીઓની સરખામણી કરવાનો અધિકાર પણ નથી. કેમકે એને તો હજી જ્ઞાનીની પરિણતિ જ પકડાતી નથી, તો એની વળી સરખામણીમાં ક્યાં પડે ? એ એના અધિકાર બહારનો વિષય છે. એટલે એ ચર્ચા નહિ કરવી જોઈએ. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. સ્વરૂપનો યથાર્થ બોધ શું તેનો વિચાર કરી. તેનો અનેક વાર એટલે સારી રીતે વિચાર કરી, યથાર્થપણે વિચાર કરી કૃત્રિમતા, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ગુજહૃદય ભાગ-૫ બધી જ અન્યથા કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. યથાર્થ સ્વરૂપનો બોધ શું ? સ્વરૂપને લક્ષમાં લેવું એટલે શું ? એ ઉપર બધું યથાર્થ ઉત્પન્ન થાય છે અને નહિતર ક્યાંય ને ક્યાંય પોતે કલ્પના કરે છે કે આમ કરું, હું આવી રીતે કરું, હું આવી રીતે કરું, હું આમ કામ કરું. અધ્યાત્મસારનું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે.’ અધ્યાત્મસાર' નામનો કોઈ ગ્રંથ છે, પોતે વાંચે છે એવું જણાવ્યું હશે. તો કહે (છે), ભલે તમે વાંચો છો એ ઠીક છે. તેમ છતાં અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં.' અથવા ઘણું વાંચન કરવું કે ઘણું સાંભળવું એ અભિપ્રાય નહિ પણ કોઈપણ પ્રકારે કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે.' કેવું માર્ગદર્શન (છે) ! એક એક પગલે કેટલું માર્ગદર્શન આપે છે ! શાસ્ત્ર ભલે તમે વાંચો કે સાંભળો એ તો જ્ઞાન પ્રાપ્તિનું જુદી જુદી ઇન્દ્રિયોનું માધ્યમ છે. એકમાં ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ કામ કરે છે તો એકમાં કર્મેન્દ્રિયનો ઉપયોગ કામ કરે છે. પણ એ વધારે વાંચો, વધારે સાંભળો એ જરૂરી નથી, એનું અનુપ્રેક્ષણ વધારે કાળ રહે તે જરૂરી છે. અનુપ્રેક્ષણ એટલે ભાવના. જુઓ ! ભાવના ઉપર આવ્યા. બાર ભાવના આપણે કહીએ છીએ ને ! બાર ભાવના. એ બાર ભાવનાને બાર અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે. ‘કાર્તિકેયસ્વામીએ' બારસ અણુપેખ્ખા–બાર અનુપ્રેક્ષા કહી છે ને ? અનુપ્રેક્ષા એટલે ભાવના. પ્રેક્ષ, પરિપ્રેક્ષ નથી કહેતા ? આ પ્રેક્ષક થાય છે માણસ. જોનાર–અનુસરીને જોનાર. એ ભાવના, એનો રૂઢિ અર્થ ઉતાર્યો છે ભાવના. એને અનુપ્રેક્ષા કહે છે. મુમુક્ષુ :- પ્રેક્ષક ઉપરથી પ્રેક્ષા. પૂજ્ય ભાઈશ્રી :– હા, મૂળ શબ્દ એ છે. એના ઉપરથી પ્રેક્ષા પર્યાયને લીધી. પ્રેક્ષક પુરુષ લીધો. પ્રેક્ષા એની પર્યાય લીધી. અનુપ્રેક્ષા એટલે અનુસરીને એ જ્ઞાનની પ્રેક્ષા થવી તે. વારંવાર જ્ઞાન એના ઉપર જાય એ ભાવના હોય તો જ જાય. એટલે એ સત્પુરુષોની આશા છે એમ કહો કે ઉપદેશ છે એમ કહો કે શાસ્ત્ર વાંચવું કે શાસ્ત્ર સાંભળવું તો ભાવનામાં રહીને, ભાવનામાં આવીને ભાવનાસહિત એ અધ્યયન થવું જોઈએ. જો ભાવનાસહિત થાય તો એ પ્રક્રિયા પૂરી થયા પછી એ લંબાય. નહિતર આપણે જેમ પ્રશ્ન ચાલે છે કે અહીં તો સાંભળીએ છીએ અને સારું લાગે છે પાછા Page #256 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક૩૩૦ ૨૩૭ બહાર નીકળ્યા પછી ભૂલી જઈએ છીએ. એ પરિસ્થિતિ કેમ થાય છે ? કે અહીંયાં સારું લાગે છે અને પછી વિસ્તૃત થઈ જાય છે. કામમાં પડી જઈએ છીએ માટે વિસ્તૃત થઈ જાય છે એમ નથી, ભાવના નથી માટે વિસ્મૃતિ થાય છે. એમ છે. મુમુક્ષુ :– જ્ઞાન હાજર રહેવું જોઈએ. પૂજ્ય ભાઈશ્રી :– હાજર રહેવું જોઈએ. ભાવના હોય તો હાજર રહે નહિતર ગેરહાજર થઈ જાય. એ તો વિષય ચાલે છે. પોતાની ભાવના હોય તો હાજર રહે, ભાવના ન હોય તો છૂટી જાય. સાંભળેલું, વાંચેલું, વિચારેલું બધું છૂટી જાય છે. મુમુક્ષુ :– જ્ઞાન તો હાજર રહે છે પણ બીજે ઠેકાણે હાજર રહે છે. પૂજ્ય ભાઈશ્રી :– જ્ઞાનનો નાશ થતો પણ ક્યાંયના ક્યાંય પહોંચી જાય છે. અથવા જે તે ઉદયના કાર્યોની અંદ૨ તન્મય થઈને પ્રવર્તે છે. એ તો એને યોગ્ય નથી. એ એની ભાવનાની ખામી બતાવે છે. એટલે કહ્યું કે અધ્યાત્મસાર' નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે.’ વાંચે પણ છે અને શ્રવણ પણ બન્ને ચાલે છે એમ કહે છે. કોઈ ભેગા થઈને વાંચતા હશે તો શ્રવણ કરતા હશે, તે સારું છે. અનેક વાર ગ્રંથ વેંચાવાની ચિંતા નહીં...' એટલે એ અભિપ્રાય નહિ પકડતા. ઘણું વાંચવું, અનેક વાર વાંચવું એમ નહિ. પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે.' મુમુક્ષુ :– આ બાજુનું મૂલ્ય હોય તો ટકે નહિતર પરિણમન બીજી બાજુ ચાલી જાય છે. એટલે પછી વાંચન, શ્રવણનું આલંબન લે ને ! પૂજ્ય ભાઈશ્રી :– એ ઠીક છે પણ એ ટેવ નહિ પડવી જોઈએ. જ્યાં સુધી ભાવનામાં ન અવાય ત્યાં સુધી ભાવનાની ઉત્પત્તિ અર્થે થવું જોઈએ. એટલે ખ્ય.લ એ હોવો જોઈએ. વિચારમાં, સમજણમાં એ ખ્યાલ હોવો જોઈએ કે મારી ભાવના કેળવવા માટે હું આ વાંચું છું. ફક્ત મારો ઉપયોગ ફ્લાણે લાગી જાય છે એને છોડાવવા માટે વાંચું છું એટલો અભિપ્રાય નહિ હોવો જોઈએ. જો ભાવના ન કેળવાય તો વળી પાછી એ જ પરિસ્થિતિ થશે અને સંયોગો તો કેટલા પોતાના કાબૂમાં છે ? નિવૃત્તિ હોય તો માણસ વાંચવા બેસે કે સાંભળવા બેસે, પણ કોઈની ઉદયની પરિસ્થિતિ જ એવી હોય કે જેમાં નિવૃત્તિ ન હોય તો શું કરે એ ? એણે શું કરવું ? અથવા તમારે કામ આવી પડ્યું, નિવૃત્તિવાળાને કોઈ પ્રસંગ આવી પડ્યો. એને કાંઈ પૂર્વકર્મનો Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ રાજહૃદય ભાગ-૫ પ્રસંગ નહિ આવે કોઈ ? એને કોઈ પ્રવૃત્તિવાળો પ્રસંગ આવી પડ્યો. ચાલો ભાઈ ફલાણા તમારા ભાઈને ત્યાં ફલાણું કામ છે ને તમને બોલાવ્યા છે. શું કરશે? ના. પાડશે ? ચાલો, તમારા પિતાજી બોલાવવા આવ્યા છે. સામેથી કોઈ આવી ચડે લ્યો, ભાઈ ! તમારું કામ છે એટલે આ કામે આવ્યો છું. શું કરે ? એને એમ કહે કે તું ચાલ્યો જા. શું કરે? બહારના પ્રસંગો તો કંઈ પોતાના કાબૂનો વિષય નથી, Control નો વિષય નથી. આધીન નથી કોઈ. તો ભાવના હોય તો ચાલુ રહે. ભાવના ન હોય તો જે તે પ્રસંગમાં તન્મય થઈ જાય. ' એટલે નિવૃત્તિમાં પણ અધ્યયન હોય ત્યારે એનું દીર્ઘ કાળ સુધી એનું અનુપ્રેક્ષણ થવું જોઈએ એ વાત લક્ષમાં હોવી જોઈએ. એ તો કહે છે. અહીંયાં કે તમે વાંચો છો, સાંભળો છો ઠીક વાત છે. વધારે વાર વાંચવાની, વધારે સમય વાંચવું, સાંભળવું એવી ચિંતા કરવાની જરૂર નથી. એવું લક્ષ દોડાવવાની જરૂર નથી, એ અભિપ્રાયમાં રહેવાની જરૂર નથી. એનું અનુપ્રેક્ષણ દીર્ઘ કાળ સુધી રહે એમ થવું જોઈએ. નહિતર તો શું છે કે Mechanically જે તમે કરશો તે કરી લેશો કે આજે વાંચી લ્યો, આ નક્કી કર્યું કે ભાઈ આટલો ટાઈમ વાંચવું. આટલો ટાઈમ તો સ્વાધ્યાય કરવો છે. એમ નહિ. એનું અનુપ્રેક્ષણ ચાલવું જોઈએ. પછી ગમે તે કામ કરતો હોય. મુમુક્ષુ - જ્યાં ભૂલ કરીએ છીએ એ જ વાત કરી છે. પૂજ્ય ભાઈશ્રી - માર્ગદર્શન તો અજોડ માર્ગદર્શન આપ્યું છે ! મુમુક્ષુ :- વાંચતાની સાથે જ લાગે કે આપણે અહીંયાં ભૂલ કરીએ છીએ. પૂજ્ય ભાઈશ્રી :- એવું જ છે. એક એક જગ્યાએ કેટલા સેંકડો પડખેથી આ પત્રોમાં માર્ગદર્શન આપ્યું છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું થવું– તેને દર્શનપરિષહ કહ્યો છે. જુઓ ! આ દર્શનપરિષહનો અર્થ કર્યો કે પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું–થવું....” કે મારે પ્રાપ્તિ કરવી જ છે નહિતર એને આકુળતા થઈ જાય. અપ્રાપ્તિમાં એને આકુળતા થાય. દુઃખ થાય તેને દર્શનપરિષહ કહ્યો છે. અને એ પરિષહ ઉત્પન થાય તે તો સુખકારક છે. એ સારો છે, યોગ્ય છે, થવો જોઈએ. એ સ્થિતિમાં ન આવે તોપણ આગળ સમીપ નહિ જાય અને એ સ્થિતિમાં આવે તો તે યોગ્ય છે. પણ જો તે ધીરજથી Page #258 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૩૦ ૨૩૯ તે વેદાય તો...' આકુળતા થવી જોઈએ અને ધીરજ રહેવી જોઈએ, એમ કહે છે. બન્ને બાજુથી ઘડે છે. જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે.' એનાથી સમ્યક્દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. જો દર્શનપરિષહમાં જીવ આવે અને ધીરજથી વેદે તો એ સમ્યક્દર્શન પ્રાપ્ત કરે. જો દર્શનપરિષહમાં આવે જ નહિ તો સમ્યક્દર્શન પ્રાપ્ત કરે નહિ. જો દર્શનપરિષહમાં આવે અને અધીરજથી વેદે તો પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે નહિ, એમ છે. એવી વાત છે જરા. મુમુક્ષુની ભૂમિકામાં આ બધા પ્રકાર સૂક્ષ્મ છે. મુમુક્ષુ :– બહેનશ્રી' એ આ જ વાત લીધી છે, ક્યાંક બોલ છે. પૂજ્ય ભાઈશ્રી :છે, છે. મુંઝાવું નહિ, ખેદાવું નહિ, મુંઝાવું નહિ, મતિ મૂંઢાઈ જાય એવી મૂંઝવણ ન થવી જોઈએ. મૂંઝવણ તો તને થશે પણ છતાં પણ મતિ સૂંઢાઈ જાય એવી મૂંઝવણ ન થવી જોઈએ. ‘વચનામૃત' માં એ વાત આવે છે. બરાબર છે, એ એ જ વાત છે. મુમુક્ષુ :– મનમાં એવો ભાવ થાય છે કે એકસાથે બે કામ કેવી રીતે થાય. પૂજ્ય ભાઈશ્રી :– એનો અર્થ શું છે કે રુચિ નથી એટલી. જે કામ કરવું છે એની ભાવના અને રુચિ નથી. ભાવના અને રુચિ સાથે રહે છે. નહિતર તો બે કામ માણસ અનેક જાતના અનેક રીતે કરે છે. નથી કરતા કાંઈ માણસ ચાલતો હોય તો ઘણા વિચાર નથી કરતો ? તો ચાલે છે ત્યારે કાંઈ ખાડામાં પગ મૂકી દે છે ? કે મોટર સાથે ભટકાઈ જાય છે ? કે માણસો સાથે ભટકાતો ચાલે છે ? બરાબર ચાલે છે. પોતાને Traffic થી તારવતો જાય છે અને ચાલતો જાય છે અને વિચાર દુનિયાભરના કરે છે કે નહિ ?. પ્રશ્ન :- એ રીતે આમાં શું કરવું ? સમાધાન :– જરૂરિયાત. રુચિને જરૂરિયાત સાથે સીધો સંબંધ છે. તો ખાતા, પીતા, ઊઠતા, બેસતા જરૂરિયાતના વિષયનો વિચાર કરે છે કે નહિ માણસ ? જેની જરૂરિયાત લાગે, જે સુખનું કારણ લાગ્યું હોય એનો વિચાર કરે છે કે નહિ માણસ ? કે નથી કરતો ? બે કામ થાય છે કે નથી થતા ? એટલે એનો અર્થ જ એ છે કે પોતાને રુચિમાં જરૂરિયાત લાગી હોય, ભાવના ઉત્પન્ન થઈ હોય તો ચાલશે, સહેજે ચાલશે. અને નહિતર નહિ ચાલે. જરૂરિયાત નથી લાગી તો વિચાર કરે કે એની Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ રાજહદય ભાગ-૫ જરૂરિયાત નથી લાગી અને બીજી જરૂરિયાત લાગી છે. તો એ તો અનંત કાળથી એમ કર્યા જ કર્યું છે એણે. એક પરમાણુ એનું થયું નથી. એની જરૂરિયાતમાં તો અનેક પદાર્થોની જરૂરિયાત ઇચ્છી છે પણ એક પરમાણુ એનો થયો નથી. હવે પોતામાં જ રહેલું જે અનંત જ્ઞાન અને અનંત સુખ અને અનંત શાંતિ એની જરૂરિયાત કેમ નથી ? એનું મંથન કરે, પોતાની વિચારણા કરે તો નુકસાન અને નફાની બરાબર સમજણ થાય એવું છે, અને સમજણ થાય એ પ્રકારે વલણ ઊભું થયા વિના રહે નહિ. યથાર્થ સમજણમાં સમજણ અનુસાર પરિણામનું વલણ થવું એ તો સહેજ વાત છે, કરવું નથી પડતું પછી. સ્વાધ્યાય પણ એના માટે જ છે. સમજણ યથાર્થ કરવા માટે તો સ્વાધ્યાય છે. મુમુક્ષુ :- એક કલાકનો સમય કાઢી એમાં વાંચીએ પછી પાછા પ્રવૃત્તિમાં જઈએ એટલે... પૂજ્ય ભાઈશ્રી - એક કલાકનો સમય કાઢીને વાંચીએ એમાં એ ખ્યાલ હોવો જોઈએ કે એવી ભાવનાથી આ મારું વાંચન થવું જોઈએ કે જેનું લંબાણ ચાલે પછી, એનું અનુપ્રેક્ષણ ચાલે પછી. ગમે તે ઉદય શરૂ થાય તોપણ એની અનુપ્રેક્ષા ન છૂટે. એ એને સ્વાધ્યાય કરતી વખતે જ લક્ષમાં હોવું જોઈએ. તો એમાં એ રસ લઈ શકશે. નહિતર તો પરિણામ લુખા થઈ જશે. એમાંથી શુષ્કજ્ઞાનની ઉત્પત્તિ થશે. સ્વાધ્યાય કરનારના બે પરિણામ થાય છે. કોઈ શુષ્કજ્ઞાની પણ થઈ જાય છે કે નહિ? કે નથી થતા ? શુષ્કજ્ઞાની શું કરવા થઈ જાય છે કે જે ભાવના વિહીન પરિણામે સ્વાધ્યાય કરે છે એ શુષ્કશાની થાય છે. ભાવના ઊડી જાય છે. એટલા માટે તો “વચનામૃત' માં “બહેનશ્રી એ એક બીજી વાત કરી છે કે મુમુક્ષનું હૃદય તો ભીંજાયેલું રહેવું જોઈએ. એ ભાવનાથી ભીંજાયેલું રહેવું જોઈએ એમ વાત છે. હવે એનું ભાવનાથી ભીંજાયેલું હૃદય ન હોય તો એનું વાંચન છે એ શુષ્કજ્ઞાનમાં અવશ્ય લઈ જશે. મુમુક્ષુ - અડધો દિવસ રજા હતી તો વાંચવું નથી ગમતું. ટાઈમ ન હોય ત્યારે એમ થાય કે ટાઇમ નથી, જ્યારે ટાઇમ હોય ત્યારે એમ થાય કે પૂજ્ય ભાઈશ્રી :- એટલે જરૂરિયાત કેટલી છે ? રુચિ કેટલી છે ? ભાવના કેટલી છે? એ તપાસવું જોઈએ અને એનો નફા-નુકસાન સમજાવો જોઈએ, એનો લાભ Page #260 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૪૧ નુકસાન એને પોતાને પોતાના ખ્યાલમાં આવવો જોઈએ. તો ફેર પડે નહિતર ફેર ન પડે. “તમે દર્શનપરિષહ માં કોઈ પણ પ્રકારે વર્તો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેડવા યોગ્ય છે; એમ ઉપદેશ છે. દર્શનપરિષહ' માં તમે પ્રાયે છો એમ અમે જાણીએ છીએ. ખાસ એટલા માટે આ બધી ચર્ચા કરી છે કે એની યોગ્યતાનો ખ્યાલ આવ્યો છે. અમુક લાયક જીવો એમના પરિચયમાં હતા.. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષ પરમભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. જુઓ ! આટલી લાઇનદોરી આપી કે જે સ્થિતિમાં તમે છો એમાં આકુળતા વિના વૈરાગ્યભાવનાએ એટલે નીરસ પરિણામે–ઉદયની અંદર નીરસ પરિણામ થાય. રાગદ્વેષ એટલે ઇષ્ટ-અનિષ્ટપણાની કલ્પના છૂટે તે પ્રકારે અને જ્ઞાની વિષે પરમભક્તિભાવે અને અત્યંત અત્યંત જ્ઞાની પ્રત્યેની ભક્તિ સહિત સાાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. આ તમને યોગ્ય છે. - જ્ઞાનીને વિષે અત્યંત ભક્તિ કરતા કદાચ કોઈ બીજા જીવને ગમે તે પ્રકારના પરિણામ થાવ-લાભના, નુકસાનના, રાગના, દ્વેષના, માયાના ગમે તે પ્રકારના (થાય) એનું દુર્લક્ષ કરવું. જેને જે થાય તેને એનો હિસાબકિતાબ છે અથવા એને એ મુબારક છે અથવા એની જવાબદારી એની છે. મારા લાભનો વિષય તો આ છે. પોતાનો લાભ સમજવાનો છે. પોતાનો લાભ પોતે લઈ લેવો એ પ્રકારે વિચારવાનું હોય છે. એ રીતે સન્શાસ્ત્રાદિક અને સત્સંગ આ પ્રકારે કરવા. જુઓ ! આ ત્રણ બોલ, લીધા. પછી વાંધો નથી, પછી તે સહિસલામત છો. નહિતર એમાં જેટલો ફેર પડે એટલી સલામતી ઓછી છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે. સમય થઈ ગયો છે એટલે પછી લઈશ. અહીંયાં સત્સંગ અને સાસ્ત્રનો પરિચય કરવાની સૂચનામાં પણ સાથે સાથે માર્ગદર્શન લીધું છે. વિશેષ બીજી પણ કલ્પનાથી નિવૃત્ત થવા માટે એ વિષયનું વધારે માર્ગદર્શન છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ und તા. ૨૯-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૯૪ પત્રાંક - ૩૩૦ અને ૩૩૧ b શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ. પત્રાંક ૩૩૦ ચાલે છે. પાનું ૩૧૮ ત્રીજી લીટી. શાસ્ત્ર અધ્યયન અને સત્સંગ વૈરાગ્ય ભાવનાથી જ્ઞાની વિષેની પરમભક્તિ સહિત કરવા યોગ્ય છે–એટલું માર્ગદર્શન આપ્યા પછી ધ્યાનનો જે ખુલાસો કર્યો હતો કે મનમાં સંકલ્પ કર્યો હોય કે આવા પ્રકારનું ધ્યાન કરીએ એ વિષયમાં થોડો વધારે ખુલાસો કરે છે. લખનારના પત્રમાંથી કોઈ વાત ચાલી લાગે છે એટલે સ્પષ્ટીકરણ આપ્યું છે. કોઈપણ પ્રકારની પરમાર્થ સંબંધ મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી. નહિજે પરમ તત્વના દર્શન કરવા છે એને અહીંયાં પરમાર્થ કહે છે. અર્થ નામ પદાર્થ. પરમાર્થ એટલે પરમપદાર્થ. પરમપદાર્થના સંબંધમાં મનથી અમુક કલ્પના કરીને ઇચ્છા ન કરવી કે મને આવું દર્શન થાય તો સારું, મને આવું દર્શન થાય તો સારું), આમ દેખાય તો સારું. મને આવું દેખાય તો સારું એમ. ' અર્થાતુ કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મનકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.' એટલે એવી એવી પણ કોઈ કલ્પના ન કરવી કે કાંઈ અંદર તેજ દેખાય, દિવ્ય તેજ કોઈ દેખાય જાય. લાલ-પીળા દેખાયને ! માણસ કલ્પના કરે છે કે અમને કોઈ દિવ્યતેજ તેજ તેજના અંબાર જેવું દેખાય છે અને એ જ આત્માનું સ્વરૂપ છે. પણ જેટલું ચક્ષુ ઇન્દ્રિયના વિષયથી આંખ ખોલીને કે આંખ બંધ કરીને વર્ણગુણનો વિષય થાય છે, વર્ણગુણની પર્યાયનો વિષય થાય છે, કોઈપણ રંગ દેખાય છે એ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો અરૂપી છે એને કોઈ વર્ણ નથી. પણ જે અજાણ્યા છે, આત્માના સ્વરૂપથી જ અજાણ્યા છે એવા જીવો અનેક પ્રકારે કલ્પના કરી બેસે છે. મને આમ દેખાય તો Page #262 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૪૩ સારું, મને ધ્યાનમાં આમ દેખાય તો સારું, કોઈ મહાન તેજ દેખાય તો સારું). કેમકે આત્માને પણ દિવ્યતેજથી એવું વિશેષણ લાગુ પડે છે, પણ એ ચૈતન્યનું તેજ છે. એ કોઈ રૂપી પદાર્થને તેજ હોય છે, સૂર્ય-ચંદ્રને, દીવાબત્તીને કે એવું કોઈ તેજ આંખથી દેખાય એવું હોતું નથી. મુમુક્ષુ – આ કાળા, પીળા દેખાય એ બધો ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. પૂજ્ય ભાઈશ્રી – એ ચક્ષુ ઇન્દ્રિયનો જ વિષય છે. અંધારું પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે અને અજવાળું પણ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. પ્રશ્ન – આંખ બંધ હોય તોપણ ? સમાધાન :- તોપણ એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. પ્રશ્ન :- મનનો વિષય છે ? સમાધાન - હા, સંગની પંચેન્દ્રિયને મનનો વિષય તો સાથે સાથે થાય જ છે. કોઈપણ ઇન્દ્રિયનો વિષય થાય એની સાથે મન જોડાય જાય છે. પ્રશ્ન :- બધી ઇન્દ્રિયોમાં ? - સમાધાન – હા, બધી ઇન્દ્રિયોમાં. તમામ ઇન્દ્રિયોમાં એ પ્રકાર છે કે જે ઇન્દ્રિયો પોતાનો વિષય કરે એની સાથે મનના પરિણામ પાછા ચાલુ થઈ જાય છે. એટલે આ કાળું છે, પીળું છે, લાલ છે એવું જે કાંઈ છે એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, એ મનનો વિષય નથી. પછી મને એની સાથે વિશેષ વિચાર કરવામાં સાથે રહે છે. પ્રશ્ન :- માખી મીઠાના ગાંગડાં પર બેસે છે અને સાકરના ગાંગડાં ઉપર પણ બેસે છે, એ મીઠું છે કે આ ખારું છે એ કેમ ખબર પડે છે ? સમાધાન :- એને વાસથી ખબર પડે છે. એની જે નાસિકા છે એ બહુ તેજ છે. મુમુક્ષુ :- માખીને તો મન નથી એટલે સંજ્ઞી નથી. પૂજ્ય ભાઈશ્રી :- છતાં એની નાસિકા તેજ છે એટલે ઇષ્ટ-અનિષ્ટ તો એને થઈ જ જાય છે કે આ વાત મને સારી નથી અને આ વાસ મને સારી છે. પછી એવું નથી કે એને અમુક મીઠી વાસ જ સારી છે. એ તો ગંદા પદાર્થ ઉપર પણ સારું કરીને બેસી જાય છે. એટલે એ તો જીવની સારા-નરસાપણાની તો કલ્પના છે. ક્યાં સારું કરે ? ક્યાં નરસું કરે એ તો કલ્પના છે. મુમુક્ષુ - ત્યાં મન વગરની કલ્પના થાય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :– હા, થાય છે. થાય છે. આ તો મનવાળા પ્રાણીને (આમ થાય છે એમ કહેવું છે). એટલે તો ખુલાસો કર્યો. મનવાળા પ્રાણીને જે તે ઇન્દ્રિયનો વિષય જ્ઞાનમાં આવતા સાથે તરત જ મનના પરિણામ ચાલુ થઈ જાય છે. તરત જ એની સાથે મન જોડાય છે. એમ. એટલે ધ્યાનમાં દિવ્યતેજ વગેરે દેખાય છે) એવી પણ કોઈ મનમાં કલ્પના ન કરવી. એ પણ ઊંધે માર્ગે ચડી જવાનો પ્રકાર છે અથવા ત્યાં કલ્પના થતાં દર્શનમોહ તીવ્ર થશે. શાંતસુધારસમાં કહેલી ભાવના, અધ્યાત્મસારમાં કહેલો આત્મનિશ્ચયઅધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે.' એ ગ્રંથ પોતાના વાંચેલા લાગે છે એટલે એ સંબંધની અંદર પણ પોતે બે અધિકાર, બે મુદ્દા ઉપર ધ્યાન ખેંચ્યું છે કે ‘શાંતસુધારસ’માં ભાવનાનો વિષય લીધો છે અને અધ્યાત્મસાર’ માં આત્મનિશ્ચય અધિકાર લીધો છે. અધ્યાત્મસાર' ઘણું કરીને યશોવિજ્યજી'નું છે (તે). ફરી ફરીને મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું.' એ બંને ગ્રંથોમાં એ બંને વિષય જરા વિશેષ લીધેલા છે. હવે જે આત્મસિદ્ધિના પદ છે એ વિષય ઉપર ધ્યાન ખેંચે છે. આત્મા છે’ એમ જે પ્રમાણથી જણાય,...' એટલે આત્માનું અસ્તિત્વ જેના દ્વારા ગ્રહણ થાય. આત્મા છે' એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે' એમ જે પ્રમાણથી જણાય,..' એનું શાશ્વતપણું જે પ્રમાણથી જણાય. આત્મા કર્તા છે.' પોતાનો પરિણામનો કર્તા છે એમ જે પ્રમાણથી જણાય અને આત્મા પોતાના પરિણામમાં થતા ભાવોનો ભોક્તા છે એમ જે પ્રમાણથી જણાય, મોક્ષ છે' એમ જે પ્રમાણથી જણાય, અને તેનો ઉપાય છે...' મોક્ષનો ઉપાય એટલે માર્ગ છે એમ જે પ્રમાણથી જણાય. તે વારંવાર વિચારવા યોગ્ય છે.' આમ કહીને પ્રયોજ ભૂત છ મુદ્દા મૂક્યા છે. એમણે જે આત્મસિદ્ધિ’ માં મુદ્દા મૂક્યા છે એનો અર્થ એ છે કે, એ પ્રયોજનભૂત વિષય છે. મુમુક્ષુજીવ માટે આટલો નિર્ણય કરવો એ વિચારીને નિર્ણય કરવો, ઓઘસંજ્ઞાએ નહિ પણ વિચારીને નિર્ણય કરવો. એનું પ્રમાણ લીધું છે, દરેકમાં પ્રમાણ લીધું છે. કે એનું પ્રમાણ શું તમને લાગે છે ? કયા પ્રમાણથી એમ લાગે છે કે આત્મા છે ? ક્યા પ્રમાણથી એમ લાગે છે કે આત્મા નિત્ય છે ? એમ છએ મુદ્દામાં એના પ્રમાણ વિચારીને વારંવાર એ છ પદનો વિચાર કરવા યોગ્ય છે અને એ રીતે આત્માનો Page #264 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૪૫ નિશ્ચય કરવા યોગ્ય છે. આત્માના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે આ છે મુદ્દા એમણે લીધા છે. હવે “આત્મા છે' એમાં અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. કે આત્મા છે એમ ક્યા પ્રમાણથી જણાય છે ? તો આત્મા એટલે કોઈ બીજા પદાર્થનો નિર્ણય નથી કરવો. પોતાનો પોતાના લક્ષે નિર્ણય કરવો છે તો પોતાનું અસ્તિત્વ ક્યા ભાવથી ગ્રહણ થાય છે કે હું... હું... હું... હું.. હું... પદ વડે પોતાનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. હું પદ વડે અસ્તિત્વને પકડાય છે. આત્મા છે એનું અસ્તિત્વ-હું પણું કરે છે, આત્મા હું પણું કરે છે હું હું હું હું પણાનો ભાવ એને થાય છે એ પોતાની હયાતીનો સૂચક ભાવ છે. હું છું—એ પહેલો પુરુષ. હું છું–મારી હયાતીમાં હું છું—એમ પોતાની હયાતી પોતાને ભાસે છે. પોતાની સત્તા, પોતાનું હોવાપણું પોતાને ભાસે છે તો ક્યા પ્રમાણથી ભાસે છે ? કે હુંપણાનો ભાવ, હુંપણાનો ભાવ પોતાને અનુભવગોચર થાય છે. હું... હું.. હું... હું પણું થયા કરે છે એવો જે અનુભવ ભાવ છે એનાથી પોતાની હસ્તી (જણાય છે) એ એનું પ્રમાણ છે. હુંપણાનો ભાવ પોતાને થાય છે એ પોતાની હયાતીનું પ્રમાણ છે. પ્રમાણ કોઈ બહાર નથી ગોતવું, પ્રમાણ કોઈ શાસ્ત્રમાંથી નથી ગોતવું. પ્રમાણ પોતામાં પોતાના અનુભવમાં આવતા ભાવોથી શોધવું છે, તો એને અનુભવ પ્રમાણ થશે. કેમકે અનુભવમાં આવતા ભાવો છે ને એને પ્રમાણ કર્યા, એને માન્ય કર્યા માટે એ પ્રમાણ કરવાની, માન્ય કરવાની અનુભવ પદ્ધતિ થઈ. પ્રમાણ કરવું એટલે માન્ય કરવું. યથાર્થપણે માન્ય કરવું અને પ્રમાણ કહે છે. મુમુક્ષુ :- પરમાં હું પણું થાય છેએટલે હું પણું તો કરે જ છે. પૂજ્ય ભાઈશ્રી :- પણું તો કરે જ છે એટલે પોતાનું હું પણું છે કે નહિ? અત્યારે સામાન્ય એ વાત લેવી છે. મુમુક્ષુ - કાલે એવી વાત હતી કે અજ્ઞાનીને પણ ... પૂજ્ય ભાઈશ્રી :- હા, કે પોતે છે. આત્મા તરીકે પોતે છે. એનું કારણ કે આત્મા પોતે હું છું એવો ભાવ એને અનુભવગોચર થાય છે. પોતાને હું છું એવો ભાવ અનુભવગોચર થાય છે. “આત્મસિદ્ધિમાં તો એમણે પોતે એ વાત દાંત સહિત સમજાવી છે. હવે “આત્મા નિત્ય છે' તો આત્મા નિત્ય છે એવું ક્યા પ્રમાણથી સમજાય છે? Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચજહૃદય ભાગ-૫ કે બાળકપણે પણ હું હતો, યુવાનપણે પણ હું હતો અને હવે એથી આગળ યુવાવસ્થા પછી પણ વૃદ્ધાવસ્થામાં પણ હું જ છું. એમ પ્રત્યભિજ્ઞાનનું કારણ, જે ભિન્ન ભિન્ન અવસ્થામાં પોતે જ રહેલો છે, એવું જે જ્ઞાન થાય છે એ એની નિત્યતાને સાબિત નિત્યતા ક્યાંથી નક્કી થાય છે? જો આખો પદાર્થ બદલી જતો હોય તો બાળકપણે કોઈ બીજો હતો ? કે નહિ. બાળકપણે હું જ હતો. યુવાનપણે પણ હું જ હતો. તો પહેલાં જે જ્ઞાનમાં આવતું હતું એ અત્યારે જ્ઞાનમાં આવે છે એ પ્રત્યભિજ્ઞાનનું જે કારણ વિષય થાય છે એ પ્રત્યભિજ્ઞાન પોતે સાબિત કરે છે કે આત્મા નિત્ય છે. કાલે એક ચીજ જોઈ હતી એ જ ચીજને આજે મેં ફરી જોઈ. તો હું તો તેનો તે રહ્યો ત્યારે જોઈ કે હું બદલાઈ ગયો ત્યારે જોઈ ? બરાબર ! તેનો તે પદાર્થ છે. એમ આત્મા નિત્ય છે એ ક્યા પ્રમાણથી જણાય છે કે પ્રત્યભિજ્ઞાનના પ્રમાણથી જણાય છે). પ્રશ્ન :- કાલે જે ચીજ જોઈ એ આજે જોઈ એમાં થોડુંક એને વધારે વિશેષ ન દેખાય ? સમાધાન :- અહીંયાં વાત એટલી જ છે કે એ જોનાર ઈનો એ કે બીજો ? મુમુક્ષુ :- જોનાર ઈનો ઈ છે. પૂજ્ય ભાઈશ્રી - બસ. તો એનો એ છે એ એ એમ બતાવે છે કે એ સળંગ ટકી રહ્યો છે. સળંગ ટર્કી રહ્યો છે એનો અર્થ કે એની નિત્યતા છે. આ તો સ્થળ વિચારથી લઈએ છીએ, એ જ વાતને સૂક્ષ્મ વિચારથી એમ લઈ શકાય કે મારામાંથી મારું જ્ઞાન સદાય પ્રવાહિત રીતે પ્રગટ થયા જ કરે છે. જ્ઞાનનો પ્રગટ પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે, એ મારામાંથી મારો જે પ્રવાહ જે સદાય ચાલુ રહે છે, અવિરતપણે ચાલુ રહે છે, બંધ ન થાય એ રીતે ચાલુ રહે છે એ એમ બતાવે છે કે જ્ઞાનસ્વભાવી હું સદાય છું. હું શાશ્વત જ્ઞાનસ્વભાવી છું. હું છું એટલું નહિ પણ હું શાશ્વત જ્ઞાનસ્વભાવી છું એમ એમાંથી સિદ્ધ થાય છે. ‘સમયસારમાં એ વાત લીધી છે. ભગવાન આત્મા, ભગવાન આત્મા એ ૩૧૩૨ ગાથાથી કરતા આવે છે. ૩૨ ગાથાની ટીકા છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ ? આ સમસ્ત લોક ઉપર તરતો,... એટલે આખા લોકથી જુદો. લોકને જાણનાર લોકથી Page #266 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૪૭ જુદો છે, લોકમાં ભળી જતો નથી. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન...” અંતરંગમાં જોવામાં આવે તો એનો પ્રત્યક્ષ ઉદ્યોત છે. ચાલુ ને ચાલુ જ એનો-પ્રકાશનો પ્રવાહ રહે છે. જ્ઞાનનો પ્રકાશનો પ્રવાહ ક્યારે પણ બંધ થતો નથી. એ પ્રત્યક્ષ છે. “અવિનાશી,...” આના ઉપરથી અવિનાશી શબ્દ લીધો છે. પોતે શાશ્વત છે, અવિનાશી છે એટલે કે નિત્ય છે. અને પોતાથી જ સિદ્ધ...” છે. અર્થાતુ પરમાર્થ સત્...” છે એને કોઈ સાબિત કરવા જવું પડે એવું નથી, સ્વયંસિદ્ધ છે. એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.” એવો જ્ઞાનસ્વભાવ છે એમ ન કહેતાં એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે (એમ કહ્યું). એમ પોતે પોતાના જ્ઞાનસ્વભાવને પોતાના અવલંબનના બળથી જાણે, ભેદજ્ઞાનના બળથી જાણે ત્યારે એ મોહને જીતી શકે છે. અહીંયાં પ્રકરણ એ ચાલે છે કે ત્યારે એ મોહને જીતી શકે છે. - જયચંદજી' એ (૨૮) શ્લોકનો ભાવાર્થ બહુ સારો લીધો છે. ૨૮ નો ભાવાર્થ છે. “નિશ્ચય વ્યવહારના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે૩૩ ગાથા પૂરી કર્યા પછી. તીર્થકર ભગવાનના દેહની સ્તુતિ તે આત્માની સ્તુતિ નથી, આત્માની સ્તુતિ છે તે દેહની સ્તુતિ નથી. પણ વ્યવહારે તે તીર્થકર ભગવાનનો દેહ છે એમ કહેવાય છે. તો નિશ્ચય અને વ્યવહારના વિભાગ વડે આત્મા અને શરીરનો અત્યંત ભેદ... જુદાંપણું બતાવ્યું છે. તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય ?' ભેદ બતાવ્યો છે એને જાણીને એવો ક્યો આત્મા છે કે એને ભેદજ્ઞાન ન થાય ? આમ લ્ય છે. કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. જયચંદજીએ આ એક મહત્વની વાત કરી છે. નહિતર કોઈપણ મુમુક્ષુને પ્રશ્ન ઊઠે કે અમે તો દેહ અને આત્મા ભિન છે એમ ક્યાં નથી સંમત કરતા ? બરાબર વિચારીને, જાણીને સંમત કરીએ છીએ કે દેહ ને આત્મા ભિન્ન છે. પણ જે ભેદજ્ઞાન થતા અમને અનુભૂતિ ઉત્પન્ન થવી જોઈએ, ભેદજ્ઞાનનું ફળ અનુભૂતિ છે, તે અનુભૂતિ નથી થતી. તો પછી આ ભેદશાને કેમ નથી થયું ? જાણ્યું તો ખરું કે દેહ અને આત્મા ભિન્ન છે. આત્મા પરથી ભિન છે એવું જાણ્યું પણ ભેદજ્ઞાન અને એનું ફળ અનુભૂતિ આવું તો કાંઈ થયું નહિ. આ પ્રશ્ન થવા યોગ્ય છે. એનો એક ઉત્તર અહીંયાં મૂકી દીધો છે. આવો Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ચજહૃદય ભાગ-૫ પ્રશ્ન કરીએ તો. કેમકે પોતે એમ કહ્યું કે કોણ એવો પુરુષ છે કે એને ભેદજ્ઞાન ન થાય? ત્યારે (કહે છે), કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણ... રાગરસમાં રહેલો ક્ષયોપશમ જ્ઞાનનો ભાવ, આત્મા અને પરનું ભિન્નપણું જાણે છે તો એને જ્ઞાન થતું નથી, ભેદજ્ઞાન થતું નથી, અનુભૂતિ થતી નથી. પણ જ્ઞાન જ્યારે પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે, રાગરસ, પુદ્ગલ રસમાં જ્યાં સુધી ઊભો છે ત્યાં સુધી એને ભેદજ્ઞાન થયું નથી. જ્ઞાન જ્ઞાનરસમાં રહીને પોતાનું સ્વરૂપ જાણે છે ત્યારે એને ભેદજ્ઞાન થાય છે. જુઓ ! આ રસનો મુદ્દો શું કામ કરે છે ? અથવા પરિણામમાં રહેલા રસનું મહત્ત્વ શું છે ? કે રસ છે, રાગમાં પણ જીવને રસ આવે છે, રાગના વિષયભૂત બીજા પદાર્થો, સંયોગો છે એમાં પણ જીવને રસ આવે છે અને જ્ઞાનીઓને આત્મામાં-જ્ઞાનમાં ચૈતનનો આનંદનો રસ પણ આવે છે. મુમુક્ષુ - રસ તો છે. - પૂજ્ય ભાઈશ્રી - રસ તો છે. હવે એ રસ શેનો છે ? કોનો રસ જીવ લ્ય છે એના ઉપર એને સંસારનો માર્ગ કે મોક્ષનો માર્ગ એ ફલિત થાય છે. આ સીધી વાત છે. આપણે ત્યાં આ પ્રશ્ન છે, કે ભેદજ્ઞાન તો અમે અનેક પ્રકારે જાણીએ છીએ કે દેહને આત્મા ભિન્ન છે, રાગ અને જ્ઞાન ભિન્ન છે–પણ અનુભવ કાં નહિ ? તો કહે છે, ઊભો રહે. તું ક્યા રસમાં ઊભો છો એ તો નક્કી કર. શેનો રસ છે એ તો નક્કી કર. જયચંદજીએ બહુ મહત્ત્વની વાત આ જગ્યાએ એક લીટીમાં કરી દીધી છે કે “જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે.' પરથી ભિન્ન જ જણાવે છે. પરથી ભિનપણું ન થાય એમ બને નહિ થાય ને થાય જ. આ નિયમબદ્ધ વાત છે. પાણીમાં સાકર નાખો અને પાણી ગળ્યું કદાચ ન થાય તો ન થાય પણ આમાં ફેર ન પડે એમ કહેવું છે. જો કે એવું બનતું નથી. પણ કોઈ કારણથી એવું બને તોપણ તે આમાં ન બને, ફેરફાર ન થાય. એમ લેવું છે. આ સીધી અનુભવ પદ્ધતિની Concrete વાત છે, બહુ Solid વાત છે. કેમ અનુભવ છે અને કેમ અનુભવ નથી ? એની ચોખ્ખી દીવા જેવી આ વાત છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૪૯ એમ તો કળશ બહુ સારો છે. પણ કળશનો વિષય થોડો સહજ અને સ્વભાવિક છે એટલે ન પકડાય. જયચંદજીએ ભાવાર્થમાં સારો ખુલાસો કર્યો છે. કળશમાં તો એમ લીધું છે કે “ક્યા પુરુષને જ્ઞાન તત્કાળ યથાર્થપણાને ન પામે ?” “જ્યારે આત્મા અને શરીરના એકપણાને આમ નયના વિભાગની યુક્તિ વડે જડમૂળથી ઉખેડી નાખ્યું છે. તો ત્યારે ક્યા પુરૂષને તત્કાળ યથાર્થ બોધ ન થાય ? તો કહે છે, અવશ્ય થાય છે. હવે એ અવશ્ય બોધ થાય એ કેમ થાય ? એની એક વાત બહુ સ્વભાવિક અનુભવની લીધી છે. કે અવશ્ય પામે જ. કેમ ? પોતાના નિજરસના વેગથી ખેંચાઈને પ્રગટ થતું આત્મામાં એક સ્વરૂપ થઈને પરિણમતું જ્ઞાન છે માટે. આમાંથી જયચંદજી એ જ્ઞાનનો રસ કાઢ્યો છે. પોતાના નિજરસના વેગથી ખેંચાણ થયું, અંતર્મુખ થવાનું ખેંચાણ થઈ ગયું. પોતાના સ્વરૂપને ભિન્ન જાણ્યું તો અંતર્મુખ થવાનું નિજરસનું ખેંચાણ થઈ ગયું. અને નિજરસના ખેંચાણથી વેગ પ્રગટ થયો, જોર આવું ગયું અંદરમાં, બળ આવી ગયું કે જેનાથી પોતે પોતામાં એક સ્વરૂપ થઈ ગયો. એમાંથી આ કાર્યું કે જ્ઞાન પોતાના રસથી પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે એને અવશ્ય ભેદજ્ઞાન-ભિન્નપણું થાય જ છે. એવું તો જાણીએ છીએ પણ નથી થતું એમ કોઈ કહે કે એવું તો જાણીએ છીએ પણ નથી થતું તો કહે કે કોઈ દીર્ઘ સંસારી લાગે છે. અહીંયાં અમે કોઈ દીર્ઘ સંસારીની વાત કરતા નથી. કેમકે આવું જાણે એને તો ભેદજ્ઞાન થાય જ તે તો કહે કોને ન થાય? એ દીર્ઘ સંસારી હોય એને ન થાય. જયચંદજીએ આસ્તક રહીને મૃદુ ભાષામાં. એ ઠપકો આપી દીધો છે. તું “સમયસાર' જાણે છો, “સમયસાર' વાંચે છો અને તને અનુભવ નથી થતો ? કાલે રાત્રે કુંદકુંદાચાર્યનું હતું ને ? એમાં વિદ્વાનોએ એ વાત લીધી કે “સમયસાર' એવો ગ્રંથ છે કે વાંચે એને અનુભવ થાય જ. એટલું તો ઓઘસંજ્ઞાએ લોકોને ખબર છે. ગુરુદેવે” તો “સમયસાર' ના એકેક શબ્દને, એકેક માત્રાને, શ્લોકની માત્રાને પીંખી પીંખીને પ્રવચન કર્યા છે. મુમુક્ષુ :- અમે તો એકવાર વાંચ્યું નથી, એમણે ઓગણીસ વાર વાંચ્યું. પૂજ્ય ભાઈશ્રી :- ઓગણીસવાર તો સભામાં. પોતે કેટલીવાર વાંચ્યું છે એનો હિસાબ નથી. “શ્રીમદ્દનો ઉલ્લેખ કર્યો હતો. “શ્રીમદ્જીનો ઉલ્લેખ કર્યો. “સમયસાર પ્રકાશમાં આવ્યું, દિગમ્બર સંપ્રદાયમાં હતું પણ પ્રકાશમાં નહોતું, “ગુરુદેવ' ના હિસાબે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ચજહૃદય ભાગ-૫ પ્રકાશમાં આવ્યું પણ નામ ન લીધું, અને દિગમ્બર સંપ્રદાયમાં “શ્રીમદ્જીનું નામ અજાણ્યું છે તો એ નામ લીધું. મુમુક્ષુ - સમયસાર વાંચ્યા પછી અનુભવ થયો. પૂજ્ય ભાઈશ્રી - અનુભવ થયો. આ વાત તો બીજો મુદ્દો છે. પરિણામની અંદર વક્રતા શું છે એ એ વાત છે. મુમુક્ષુ – ગુરુદેવ ક્યાંય ને ક્યાંય મળ્યા હશે, પ્રત્યક્ષ મળ્યા હશે. પૂજ્ય ભાઈશ્રી - અસરળતા કેટલી છે એ સ્પષ્ટ થાય છે. એમ કહીને એમ કહ્યું કે જે આવી વાત સાંભળીને ભેદજ્ઞાન ન કરે એ દીર્ઘ સંસારી છે. જયચંદજીએ એ વાત લીધી છે. મુમુક્ષુ – (ભાઈ) તો પ્રત્યક્ષ વિરોધમાં હતા. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ ખ્યાલમાં છે. આ બધા અખબારોમાં નામ આવતું ને. મુમુક્ષુ - આ જે પરમભક્તિથી સત્સંગ થવો જોઈએ એ માર્ગદર્શન આવે છે એ પ્રકારથી સમજવાનું નથી બનતું. પૂજ્ય ભાઈશ્રી - એટલો લાભ સમજાય તો સહજ જ થાય છે. પોતાના પરમ હિતનો વિષય જેટલો સમજાય છે એટલો ભાવ સહેજે આવે જ છે. થોડું પણ કામ કરવું હોય એક Minister પાસે જઈને, License ઉપર સહી કરાવી નાખવી હોય, પછી તો ઘણો પરિશ્રમ બાકી હોય છે. ઉદ્યોગનો પાયો નાખવો ને ચલાવવો ને. પણ એક ખાલી Permission મળી જાય તો પણ કેટલો આભાર માને ? પેલો કહે એક પૈસો લેવાનો નથી મારે. તમારી માગણી વ્યાજબી છે. લાવો. સહી કરી દઉં. પોતાને લાભ સમજાય, કેમકે જ્યાં લાખો-કરોડો કમાવાના છે ત્યાં તો લાભ સમજાય છે પણ અનંત ભવના જન્મના, મરણના, રોગના, પીડાના, ઉપાધિના, મૂઝવણના બધા જ અનંત કાળ પર્યત દુઃખ ખલાસ થઈ જાય. એ તો નુકસાનનો વિષય છે અને અનંત કાળ પર્યત અનંત અનંત સમાધિ સુખની પ્રાપ્તિ થાય-આટલો હિસાબકિતાબ કરતા જેને આવડે એને સહેજે છે. એટલો હિસાબકિતાબ ન થાય ત્યાં સુધી એ સહજતા ઉત્પન્ન નહિ થાય. મુમુક્ષુ – એ સુખનું કારણ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. ત્યાં સુધી આ માર્ગ વિષે જે પરમભક્તિ આવવી જોઈએ, Page #270 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૩૦ ૨૫૧ આ તો માર્ગની ભક્તિ છે, જ્ઞાનીની ભક્તિ કહી) તો જ્ઞાની તો માર્ગમાં ઊભા છે. એ તો જિનશાસન છે. એ તો માર્ગની ભક્તિ છે, એ માર્ગની ભક્તિ ત્યારે આવે છે. એની પાછળ આટલો હિસાબ છે. એટલું વજન પડે છે. જેટલો નફો-નુકસાન હોય એટલો જ રસ આવે, દુકાને પણ કોઈ એવો ઘરાક આવે કે જેમાં કાંઈ કમાણી ન હોય તો એમાં એને રસ ન પડે. મુમુક્ષુ :- એને ભાવ ન આપે. પૂજ્ય ભાઈશ્રી - એની સામું પણ સરખું ન જુએ, સરખો જવાબ ન દે, એની સાથે સરખી વાત ન કરે. ઊભો રહે કે ન ઊભો રહે એની દરકાર ન કરે. જ્યાં પોતાને લાભનું કારણ હોય તો કેટલો રસ પડે છે ? એ સીધી વાત છે. આત્માને માટે એટલું બધું સ્વભાવિક છે કે એને જેટલો લાભ દેખાય એટલો રસ ઉત્પન થાય, થાય અને થાય જ. કરવો પડે એ પ્રશ્ન નથી કરવો પડે એ તો પ્રશ્ન નથી પરંતુ કરતો રોકી શકાય નહિ એવી જીવની સ્વાભાવિક પરિસ્થિતિ છે, કે એ રસને પોતે રોકી જ ન શકે. સવાલ એટલો જ છે કે એની સમજણમાં સ્પષ્ટ છે કે નહિ કે આમાં લાભ કેટલો ? નુકસાનનો અભાવ કેટલો ? લાભનો સદ્ભાવ કેટલો ? આ હિસાબકિતાબનો વિષય છે. સ્વાધ્યાય આટલો નિર્ણય કરવા માટે છે. મુમુક્ષુ :- પંચમકાળમાં આવી ઊંચી વાત ! પૂજ્ય ભાઈશ્રી :- પંચમકાળમાં આવી ઊંચી? આત્મા તો કોઈ કાળ વગરનો પદાર્થ છે. ક્યા કાળમાં પોતે નહોતો ? કયા કાળમાં નહોતો ? એ કાળમાં કેમ સાધ્યું નહિ? જે કાળમાં હતો, ચોથા કાળમાં હતો ત્યારે કેમ ન સાધ્યું ? હવે પંચમકાળનું બહાનું કાઢીને બેઠો. ચોથા કાળનો પદાર્થ થોડા છે કે ભાઈ આ આત્મા તો ચોથા કાળનો જ છે, એવું થોડું છે. શાશ્વત પદાર્થ છે. અનંતા ચોથા આરા ગયા. કેટલા? અનંતા ચોથા આરા ગયા. કાળ-ફળનું બહાનું ખોટું છે. મુમુક્ષુ :- શાસ્ત્રમાં પંચમકાળની જ વાત આવે છે. ચોથા અને ત્રીજા કાળની વાત નથી આવતી. પંચમકાળવાળી વાત પકડી લે, ચોથા કાળવાળી વાત વાત તો બને આવે છે. પૂજ્ય ભાઈશ્રી - શાશ્વત છે કે નહિ ? પણ રૂચિ પ્રમાણે પકડે છે. જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી. હાથે કરીને જેને બંધાવું છે એને છોડાવનાર કોઈ છે Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ રાજહૃદય ભાગ-૫ નહિ. આ તો સીધી વાત છે. જેને કરવું છે એને કરવું જ છે. નથી કરવું એને નથી કરવું. પોતે પોતાના આત્માના પૂછે કે તારે તારું હિત કરવું છે કે નહિ ? આવું પરમ સતુ, એની સમીપ તું આવ્યો, તને શ્રવણ થયું, તને કાંઈ વિચારમાં પણ આવ્યું કે, નહિ વાત તો કાંઈક આત્માના હિત માટે કરવા જેવી છે. હવે કરી લેવું છે કે નથી કરી લેવું, નિર્ણય કર્યો છે કે નહિ ? કે એમ ને એમ જાવું છે. આ સીધી વાત છે. જો એમ ને એમ જાવું છે તો અનંત ભવભ્રમણ ઊભું છે. અનંત દુઃખની ખીણમાં ધકેલાઈશ અને જો કાંઈક કરી લઈશ તો અનંત સુખનો રસ્તો હાથમાં આવી જશે. ગંભીરતાથી વિચાર કરવાનો વિષય છે, નિર્ણય કરવાનો વિષય છે. વિષયની ગંભીરતા જેટલી છે એટલી જ્ઞાનમાં ન આવે તો ઉપરથી ચાલ્યો જાય, મુમુક્ષુ :- બુદ્ધિમાં વિચારમાં તો આ વાત આવે છે. જે ભૂમિકામાં આવવા માટે માર્ગદર્શન આપે છે એ રીતે નથી આવતું. પૂજ્ય ભાઈશ્રી :- બુદ્ધિમાં આવે છે ત્યારે પેલો રસ જળવાઈ રહેલો છે. પેલો રસ તૂટવો જોઈએ. અહિતભાવમાં થતો જે રસ એ હિતના વિચારકાળે એ રસ તૂટવો જોઈએ. નહિતર એ રસ છે એ પોતે જ જ્ઞાનને આવરિત કરે છે. સમજણ ઓઘસંશાએ શું કરવા કહી એને ? ઓઘસંજ્ઞા અને ઘસંજ્ઞાની નિવૃત્તિવાળી સમજણ એ બેમાં ફરક શું ? કે ઓઘસંજ્ઞાએ જાણે છે તો શબ્દાર્થ પ્રમાણે અને ભાવાર્થ પ્રમાણે કાંઈ ફેરફારવાળું નથી જાણતો. ઘસંજ્ઞામાં જે અર્થઘટન છે એમાં ભૂલ નથી પણ ઓઘસંજ્ઞા છે અને જે ઓઘસંજ્ઞાથી નિવૃત્ત થઈને જાણે છે એને તો જેટલો રસ અને વજન આવવું જોઈએ એટલું આવે છે. એટલે એનો રસ ફરી જાય છે. પેલો ઈ રસમાં ઊભો રહીને એ વાત કરે છે. એટલે ત્યાં જ્ઞાન નિર્મળ નથી. જાણે છે પણ મેલા જ્ઞાનમાં જાણ્યું છે, નિર્મળ જ્ઞાનમાં જાણ્યું નથી. નિર્મળ એટલે રસની નિવૃત્તિ થાય એટલી જ ભૂમિકાની નિર્મળતા જોઈએ. એને દર્શનમોહનું હીનપણું કહો કે જ્ઞાનની નિર્મળતા કહો. એ તો શ્રદ્ધાના પર્યાય અને જ્ઞાનના પર્યાયના ભેદની વાત છે. બંને સમકાળે હોય છે. જ્યારે દર્શનમોહની શક્તિ હીણી થાય ત્યારે જ્ઞાન નિર્મળ થાય. જ્ઞાન નિર્મળ થાય (ત્યારે) દર્શનમોહની શક્તિ હીણી હોય. એ ભૂમિકામાં એને જાણવું જોઈએ. એટલે પ્રમાણ પોતાના ભાવથી નક્કી કરવું કે આત્મા નિત્ય છે એમ ક્યા પ્રમાણથી જણાય છે ? કે પોતાનું જે ચાલુ રહેવાપણું છે, પોતાનું જે અસ્તિત્વ ટકી રહે છે Page #272 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૦ ૨૫૩ એ પોતાની નિત્યતાને સૂચવે છે. આત્મા કર્યા છે. પરિણામરૂપી કાર્યને પોતે કરે છે એમ તો સ્પષ્ટ અનુભવગોચર થાય છે. જે તે પરિણામના આકુળતાદિ ભાવોને ભોગવે છે પણ પોતે એ પણ પોતાના અનુભવથી નક્કી થાય છે. બંને ભાવો નક્કી થાય છે. મોક્ષ છે એમ જે પ્રમાણથી...' નક્કી થાય. હવે એ પ્રમાણ એવું છે કે બંધન છે એ તો જીવને રાગબંધન છે. રાગનું વધવાઘટવાપણું પ્રત્યક્ષ અનુભવગોચર છે. એથી રાગનું ધ્રુવપણું નથી એમ પ્રત્યક્ષ અનુભવગોચર છે. તો જે અધુવ છે એનો અભાવ પણ થઈ શકે છે એવું એનું એના–રાગના વધવા-ઘટવા ઉપરથી પ્રમાણ મળે છે. જે રાગ વધે છે, જે રાગ ઘટે છે તે રાગ અભાવ પણ થઈ શકવા યોગ્ય છે. રાગ એ જીવને બંધન છે તો બંધનનો અભાવ તે મોક્ષ છે. એમ મોક્ષ પણ આ પ્રમાણથી જાણી શકાય છે. ક્યા પ્રમાણથી જાણવું ? કે પોતાના અનુભવ પ્રમાણથી જાણવું. તેનો ઉપાય પણ હોવા યોગ્ય છે. રાગ જેમ વધવાનો ઉપાય છે, એમ રાગ ઘટવાનો પણ ઉપાય હોવા યોગ્ય છે. કેમકે ઘટે છે, મટે છે તો એનો ઉપાય હોય તો ઘટે-મટે ને ? નહિતર કેમ થાય ? એટલે તેનો ઉપાય પણ છે એમ પણ એ પ્રમાણથી જણાય છે. એનું પણ પ્રમાણ મળે છે કે આનો કોઈ ઉપાય છે અને એનો પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે અનંતા આત્માઓ સિદ્ધિને પામ્યા એ પોતાના જેવા હતા. અનંતા આત્માઓ–સત્પરષાદિ ઉપાયરૂપ માર્ગમાં વર્તી રહ્યા છે એ પણ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. અને એમની વાણીને, એમની વાતને વિચારવામાં આવે તોપણ ઉપાય છે એ સ્પષ્ટપણે પ્રતીતિમાં આવે છે કે આનો પણ ઉપાય છે કોઈ, નથી એવું નથી. નહિતર લોકો એમ વિચારે છે કે આ બધી એવી ગૂઢ વાતો છે કે એ કાંઈ આપણને સમજાય એવું નથી. આપણે સમજવાનું ભૂતું નથી એમ સમજીને ઘણા માંડી વાળે છે. એ રસ્તે જ નથી જતા. એવું નથી. આ બરાબર એનો ઉપાય સમજાય એવો છે, ન સમજાય એવો નથી. તે વારંવાર વિચારવા યોગ્ય છે. “અધ્યાત્મસાર માં અથવા બીજા ગમે તે ગ્રંથમાં એ વાત હોય તો વિચારવામાં બાધ નથી. એ વિષય જ્યાં પણ ચચ્ય હોય ત્યાંથી એને વિચારવામાં કોઈ હરકત નથી. ફક્ત કલ્પનાનો ત્યાગ કરી વિચારવા યોગ્ય છે. વાસ્તવિકતા, પદાર્થના વિજ્ઞાનની જે વાસ્તવિકતા છે, એના ગુણધર્મોનું જે વિજ્ઞાન Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ચજહૃદય ભાગ-૫ છે એનું વાસ્તવિક સ્વરૂપ છે એને અનુસરીને, એને અડીને વિચારવું, કોઈ કલ્પના કરીને વિચારવા યોગ્ય નથી. જનકવિદેહીની વાત હાલ જાણવાનું ફળ તમને નથી.' “અંબાલાલભાઈને થોડો ખુલાસો લખ્યો છે ને ? આ બધા ખંભાતના મુમુક્ષુ છે. એમાંથી કાંઈક વધારે તક થયો છે. તો કહે છે, તમારી ભૂમિકામાં જનકવિદેહીની વાતને વધારે જાણવાની અત્યારે તમને કોઈ જરૂર નથી, આવશ્યક્તા નથી. આ વાતમાં તમારા રસને તમે નહિ લંબાવો. એમ કહેવું છે. બધાને અર્થે આ પત્ર છે' એમ કરીને બીજા મુમુક્ષુઓને પણ વાંચવાની એમાં પોતે રજા આપી છે. ૩૩૦ પત્રમાં) પણ અનેક પ્રકારે માર્ગદર્શન આપ્યું છે. મુમુક્ષુ :- દર્શનપરિષહમાં આવ્યા પછી પણ આ વાત કરવાનું પ્રયોજન શું ? પૂજ્ય ભાઈશ્રી :- બહુ પ્રારંભમાં હશે. દર્શનપરિષહ સંબંધીના કોઈ વિકલ્પ, પ્રારંભિક વિકલ્પો હશે. વસ્તુસ્થિતિ એવી છે કે મુમુક્ષુની જે ભૂમિકા છે એ એક બાળક જેવી ભૂમિકા છે. એક છ-આઠ મહિનાનું બાળક ચાલતા શીખે તો હજી ઊભા રહેવામાં એને તકલીફ પડે. ઊભું ન રહી શકે. એને કાંઈક ચાલનગાડી આપે, એને કાંઈક સાધન આપે, એને કઠોડે ઊભો રાખે, કાંઈક પકડાવીને ઊભો રાખે, કાં તો એને ઝાલી રાખે. એમ બાળકને Practice પાડે ને. આ એવી પરિસ્થિતિ મુમુક્ષની હોય છે. પોતાની પરિસ્થિતિ આવી છે એવું ભાગ્યે જ કોઈ મુમુક્ષુ સમજે છે. બે-પાંચ ગ્રંથો વાંચે કે કાંઈક સાંભળે પછી એને એમ લાગે છે કે હું કંઈક સમજું છું. આ એક બહુ મોટી ભૂલ છે આ વિષયમાં. બાકી મુમુક્ષની ભૂમિકા એટલી બધી નબળી છે કે એક ક્ષણ પછી એ કઈ બાજુના પરિણામમાં ગોથું ખાયને દર્શનમોહની તીવ્રતામાં આવી જશે એ કહેવું મુશ્કેલ છે. મુમુક્ષુ :- “ગુરુદેવ! આટલા વખત બધાને સમયસાર શું કામ સંભળાવે ? એકની એક વાત કેટલી વાર કરે. પૂજ્ય ભાઈશ્રી - એવી જરા પરિસ્થિતિ છે. એક દાંત આપું. સમજવા માટે વાત છે આ તો ખાલી, કોઈ ટીપ્પણી માટે વાત નથી. દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ'ના પ્રકાશન વખતે થોડો ઊહાપોહ થયો. ઊહાપોહ વ્યાપક પ્રમાણમાં થયો. “ગુરુદેવ' નો અભિપ્રાય Page #274 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૩૦ ૨૫૫ થોડો એમાં દબાયો. હવે જોયું કે મુખ્ય મુખ્ય માણસો પણ વિરોધ કરે છે તો જે નાના હતા એ લોકો પણ સાથે જોડાણા. એક ભાઈ જરા વિરુદ્ધ બોલવા ગયા. હતા. શ્રીમંત માણસ પણ આમ સમજણમાં સાધારણ. “ગુરુદેવ ને તો કાંઈ પૈસાવાળા, વગર પૈસાવાળાની કાંઈ કિમત હતી નહિ. (એમને કહ્યું, “તમે છાનામાના બેસો તમારું કામ નથી એમાં. શું કીધું ? તમે વચમાં નહિ બોલો, તમારું કામ નથી એમાં.” હવે ઈ બોલ્યા હતા એ તો “ગુરુદેવ ને થોડુંક અનુકૂળ બોલ્યા હતા. ગુરુદેવ' ને સારું લાગે એવું એ બોલવા જતા હતા. પણ “ગુરુદેવ' જે વિચક્ષણતાથી વાત કરતા હતા. એ તો પકડવાની એમની કોઈ શક્તિ નહોતી. એટલે એમને એમ થયું કે ગુરુદેવ ને લાવ થોડુંક સારું લગાડું. જરાક ટપકું મૂક્યું અને તરત જ કહ્યું “તમે વચ્ચે નહિ બોલો, તમારું કામ નથી આમાં. હવે એમાં એનો અર્થ શું થાય છે ? કે મુમુક્ષુની દશા ઘણી નબળી છે. એને પોતે પહેલું એ સમજવાની જરૂર છે કે હું કાંઈ સમજતો નથી. એટલે મારે તો ક્યાંય ડહાપણ વઘારવાની જરૂર જ નથી. આટલું ઓછામાં ઓછું પકડીને બેસવું પડે. નહિતર ભૂક્કા નીકળી જાય. ક્યાં કેટલો અપરાધ કરી બેસે એને ખબર ન પડે. મુમુક્ષુ :- કહેવાનો ભાવાર્થ એમ કે તમારી હજી યોગ્યતા નથી. પૂજ્ય ભાઈશ્રી - યોગ્યતા નથી તમારી. તમે રહેવા દ્યો. તમારો અભિપ્રાય આપવો, તમારે કાંઈ વાત કરવી, તમારે બોલવું એ તમારું આ પ્રકરણમાં કામ જ નથી. એવી વાત છે. એટલે ખરેખર એ ભૂમિકામાં કેવી નાજુક પરિસ્થિતિ હોય છે એક બાળકને સાચવવું, નથી કહેતા કે ફૂલને સાચવવા જેવું છે, કરમાઈ જશે ઘડીકમાં, એમ કેવી નાજુક પરિસ્થિતિ છે એનું ભાન લગભગ મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકામાં હોતું નથી. થાય તો બચી જાય નહિતર બચી ન શકે. એવી પરિસ્થિતિ છે. એ તો એક જગ્યાએ લખ્યું છે. એ વાતનો પણ એમણે સંકેત કર્યો છે. ડાબા હાથ બાજુ ઉપરની એક બે લીટીમાં એ વાત આવી ગઈ છે. ૨૯૨માં પાને છે. ર૫૭ પત્રનો છેલ્લો ભાગ છે. નીચે ૨૫૮ બિના નયન પાવે નહિ એનું પદ છે એની ઉપર લખ્યું છે. “જીવ સ્વભાવે પોતાની સમજણની ભૂલે) દોષિત છે. ત્યાં પછી તેના દોષ ભણી જોવું. એટલે એ દોષની મુખ્યતા કરવી, બીજાના દોષની મુખ્યતા કરવી એ અનુકંપાનો ત્યાગ કરવા જેવું થાય છે... એ તો દયાને પાત્ર છે. જે ભૂલે છે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચજહૃદય ભાગ-૫ બિચારા એ તો દયાને પાત્ર છે. એની નિંદા શું કરવી ? એ તો એની નિંદા કરવી એ તો અનુકંપનો ત્યાગ કરવા જેવું છે. અને મોટા પુરુષો તેમ આચરવા ઇચ્છતા નથી. કળિયુગમાં અસત્સંગથી અને અણસમજણથી.” જુઓ કળિયુગમાં એટલે આ કાળમાં. “અસત્સંગથી અને અણસમજણથી ભૂલભરેલે રસ્તે ન દોરાય એમ બનવું બહુ મુશ્કેલ છે; આ વાતનો ખુલાસો પછી થશેલગભગ જીવ ખોટે રસ્તે દોરાય જાય. ભાગ્યે જ કોઈ બચી શકે એવો આ કાળ છે. ભૂલ થતા વાર ન લાગે. એટલે એણે પોતે હું કાંઈ જ સમજતો નથી. એકાંત જિજ્ઞાસામાં ઊભો રહી જાય. અને એ રીતે એ સત્સમાગમ કરે તો બચી શકે, નહિતર બચવું બહુ મુશ્કેલ છે. ૩૩૦ (પત્ર પૂરો) થયો. પત્રક - ૩૩૧ મુંબઈ, માહ, ૧૯૪૮ તે વીતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ. ભાતિગતપણે સખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને ? આ પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું જ સ્વરૂપ ભોસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાસ્ય પણ તથા રૂપપણે છે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ આ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે તે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે તે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૩૧ ૨૫૭ ૩૩૧. સંક્ષેપમાં પત્ર છે છતાં બહુ સારી વાત મુમુક્ષુ માટે લખી છે. કોને પત્ર લખ્યો છે એ વાત નથી આમાં. અધ્યાહાર રહે છે. વીતરાગપણે, અત્યંત વિનયપણે પ્રણામ.’ ઘણું કરીને ‘સોભાગભાઈ’ હશે પણ કોઈ કોઈ જગ્યાએ નામ બાદ રાખ્યું લાગે છે. ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ..' સંસારની અનુકૂળતાઓ વધતી જાય, સંસારની અનુકૂળતાઓ મળતી જાય ત્યારે જીવને સંસારી પ્રસંગ સુખસ્વરૂપ ભાસે છે અને સુખ સ્વરૂપભાસે છે એમાં જીવનું ભ્રાંતિગતપણું છે, સિવાય બીજું કાઈ નથી. અનુકૂળતામાં સુખ એ જીવની એકાંત ભ્રાંતિ છે, બીજું કાંઈ નથી એમ કહે છે. એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં અનેક પ્રકાર છે, એના ભિન્ન ભિન્ન પ્રકાર છે. એ પ્રકારોમાં–કોઈપણ પ્રકારમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે;...' એટલે મીઠાશ આવે છે. આ ઠીક થયું એની એને અધિકતા રહે છે, એની મીઠાશ આવે છે. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. જુઓ ! ભાસતું' શબ્દ લીધો છે. સ્વરૂપનો વિચાર તો ગમે તે ભૂમિકામાં કરે. ભાસ્યમાન થવું એક બીજી વાત છે. ભાસતું કહો, સ્વરૂપનો નિશ્ચય થવો કહો, સ્વરૂપનું લક્ષ થવું એમ કહો, નિર્ણય થવો એમ કહો, જે સ્વરૂપે છે એવા જ સ્વરૂપે પોતાને લાગવા મંડે એમ કહો એ પ્રતિભાસ ત્યાં સુધી નથી આવતો. એમાં પણ રસને વિચારો તો તરત પકડાશે કે, જ્યાં સુખનું નામનિશાન નથી ત્યાં સુખસ્વરૂપ ભાસ્યું એમાં રસ કેટલો વધ્યો ત્યારે એ થયું. કે તીવ્ર ૨સે કરીને એ વેઠે છે, અનુભવ કરે છે. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું બની શકતું નથી. અસંભવિત છે, શક્ય જ નથી. એનો અર્થ એ થયો કે જ્યાં જ્યાં સુખ અને દુઃખનો અનુભવ થાય, જે જે પ્રસંગમાં અને જે જે પ્રકારમાં સુખ અને દુઃખનો અનુભવ થાય ત્યાં કઈ કલ્પના થતાં એ સુખ અને દુઃખનો અનુભવ થયો ? બંને કલ્પિત છે. એ ત્યાં વિચારવું જોઈએ અને એ વસ્તુના સ્વભાવને વસ્તુના સ્વરૂપને અડીને વિચારવું જોઈએ કે વાસ્તવિક વેસ્તુનું સ્વરૂપ શું છે આમાં ? તો એમાં ભિન્નતા ઊભી થાય છે. વાસ્તવિક્તામાં જાવ એટલે ભિન્નતા ઊભી થાય છે. ભિન્નતા ઊભી થાય છે એટલે સુખ-દુઃખની કલ્પના નિવૃત્ત કરવી પડે એવું છે. ભિન્નતામાં તો સુખ-દુઃખની કલ્પના નિવૃત્ત કરવી Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ રાજહૃદય ભાગ-૫ જ પડે. ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ તો ન ભાસે પરંતુ સત્સંગનું માહાસ્ય પણ....' એને ભાસ્યમાન થવું અસંભવિત છે,...” આ બીજું પગથિયું લીધું. સ્વ અને પર બંનેમાં વાત લીધી. સ્વમાં પોતાનું સ્વરૂપ ન ભાસે અને કોઈ જ્ઞાની–પ્રત્યક્ષ યોગ થાય તો એનું મહત્ત્વ એને ન ભાસે. ઉપર લીધું ને ? પરમભક્તિ નથી આવતી. એનું મહત્વ નથી ભાસ્યું. ત્યાં સુધી “સત્સંગનું માહાસ્ય પણ તથારૂપપો..” એટલે જેટલું આવવું જોઈએ તેટલું “ભાસ્યમાન થવું અસંભવિત છે. એની કિમત ન આવે. અનંત કાળે જ્ઞાની મળતા નથી. અને આવા પંચમકાળમાં તો દુર્લભથી દુર્લભ અને છતાં મળે તો એને એની કિમત ન થાય. એટલે જેટલી થવી જોઈએ એટલી. ઓથે ઓથે માને બીજી વાત છે. પણ જે રીતે થવી જોઈએ, તથારૂપપણે એટલે ઓઘસંજ્ઞાની નિવૃત્તિ થઈને જે થવી જોઈએ એવી પરમભક્તિથી એને ત્યાં કિમત ભાસ્યમાન થતી નથી. “તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. આ બંને પ્રકાર ઊભા થાય છે. સંસારી પ્રસંગમાં અનુકૂળતામાં સુખની કલ્પનાને લીધે, વહાલપ અને મીઠાશ છે એને લીધ. પછી જે દુઃખ થાય છે એ તો એનું Reaction છે કે એમાં Puncture પડે છે ત્યારે દુઃખ થયા વિના રહેતું નથી. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય.” એટલે મોક્ષના માર્ગ પ્રત્યેની એ મીઠાશ ઊભી ન થાય. જે રસ, વહાલપ એટલે રસ આવવો, જે રસ અને સંસારી પ્રસંગોમાં આવે છે એ જ રસ એને મોક્ષના માર્ગને વિષે ન આવે, અસંસારગત એટલે સંસારથી વિરુદ્ધ, એવા મોક્ષના વિષયમાં ન થાય ત્યાં સુધી.' મુમુક્ષજીવે ખચીત કરી. અવશ્ય. ખચીત કરીને–અહીંયાં જરા વજન દેવું છે. ખચીત કરી અપ્રમતપણે...” એટલે કે જરાપણ પ્રમાદમાં રહ્યા વિના, ગલતમાં રહ્યા વિના, બેદરકારીમાં રહ્યા વિના, દરકાર નહિ કરીને વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. એનો આ અભિપ્રાય હોવો જોઈએ કે આ અંગેનો મારો પુરુષાર્થ-સંસારગત, વહાલપને તોડવાનો અસંસારગત વહાલપને પ્રાપ્ત કરવાનો મારો પુરુષાર્થ ચાલવો જોઈએ. આટલી એની જાગૃતિ આવવી જોઈએ. ચાર લીટીની અંદર મુમુક્ષને ડૂબતો બચાવ્યો છે. ખેંચીને બહાર કાઢ્યો છે. ડૂબતો બચાવ્યો છે કે તું ડૂબી જા છો ! તારા સંસારના અનુકૂળ પ્રસંગ-પ્રતિકૂળ પ્રસંગોના Page #278 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૧ ૨૫૯ વહાલપમાં તે ડૂબે છે ત્યાં સુધી તને ન તો તારું સ્વરૂપ ભાસ્યમાન થશે, ન તો તને સત્સંગની-સતુ સમાગમની કોઈ કિમત આવશે. સ્વરૂપ ભાસવું એટલે કિમત આવવી. ત્યાં સુધી ખચીતપણે પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે... પંચમકાળ, ચોથીકાળ અહીંયાં નહિ. તમારો કાળનો પ્રશ્ન આવી ગયો. “આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી...” આ વિષયમાં વચમાં કોઈ તર્ક ઉઠાવીને વિસંવાદ ઊભો કરવા જેવો નથી. Full & final judgement આ વિષયનું આપી દીધું છે. આમાં કોઈ વિસંવાદની જગ્યા નથી. “આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે. કોઈ સ્પૃહાથી લખી છે એમ પણ ગણતરી કરતા નહિ. નિષ્કામપણે લખી છે. નિષ્કામપણે એટલે કોઈ ઈચ્છાથી, અમુક વાતને લક્ષમાં રાખીને, અમુક હેતુથી લખી છે, અમુક પ્રકારથી લખી છે એવું કાંઈ નથી. કેવળ આત્મહિતના એક જ લક્ષે આ વાતનું અહીંયાં પ્રતિપાદન કર્યું છે. એ સિવાય અમારે બીજું કોઈ કારણ નથી. એમ કહીને કોઈપણ મુમુક્ષુ જીવને પોતાની વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરવામાં મૂકી દીધા છે. જો તને સંગ પ્રસંગમાં કેટલી વહાલપ ઊભી થાય છે ? કેટલો રાજી થઈ જા છો? ઇચ્છા પ્રમાણે થતાં કેવો રસ આવી જાય છે ? અને એ રસ આવે છે તો તું કેટલો એમાં ડૂબી જા છો ? એનું નુકસાન શું ? કે તું આત્માનો વિચાર કરીશ, શાસ્ત્રો વાંચીશ પણ તને તારું સ્વરૂપ નહિ ભાસે. જ્ઞાની મળશે તને સત્સમાગમનું સ્વરૂપ નહિ ભાસે. સત્સંગનું સ્વરૂપ શું છે એની કિમત નહિ આવે. બસ, ખલાસ થઈ ગઈ વાત. પુય પૂરા કરવા સિવાય ભવ રહ્યો નહિ. ભવ રહ્યો એ પુણય-પાપના ફળ પૂરા કરવા સિવાય બીજું કોઈ એમાં કારણ રહ્યું નહિ. કોઈ લોકોત્તર કારણ ન રહ્યું. એ પરિસ્થિતિ આવી જશે. (અહીં સુધી રાખીએ). Page #279 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૩૩ર મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે. તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે 2 છે; પ્રાયે જ્ઞાની કઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભપરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવા ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે. તા. ૨૮-૧૧-૧૯૮૯પ્રવચન ન. ૯૫ પત્રાંક – ૩૩૨, ૩૩૩ hd “શ્રીમદ્ રાજચંદ્ર પત્ર-૩૩૨, પાનું ૩૧૮. “અંબાલાલભાઈ ઉપરનો પત્ર છે. મુમુક્ષુની યથાર્થ ભૂમિકા કેવી હોય) એ સંબંધી આ પત્રનો વિષય છે. “આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે મુમુક્ષુપણું ક્યા પ્રકારે છે એ બહુ શરૂઆતની વાત કરી છે. જે આરંભ અને પરિગ્રહમાં તીવ્ર રસ Page #280 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩ર ૨૬૧ આવે છે એનું કારણ પોતાપણું છે. આ મારું છે, મને લાભનું કારણ છે, મને સુખનું કારણ છે, મને અનુકૂળતાનું કારણ છે–એવું જે પોતાપણું છે અને એ સંબંધીનો ઇષ્ટપણાનો ભાવ તે વ્યામોહ છે–મોહ છે. એવું પરિણામ મંદ થાય, એનો રસ મંદ થાય તે પ્રકારે મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. આમ લીધું છે. સંસારીજીવ જ્યાં ઊભો છે, જેની વચ્ચે ઊભો છે ત્યાં એ તીવ્ર મમત્વ કરે છે અને તીવ્ર મમત્વ કરે છે એ એને પોતાની દિશા તરફ નહીં વળવામાં પ્રતિબંધક કારણ છે–અવરોધરૂપ કારણ છે. રોકે છે કોણ એને ? સામાન્યપણે કોઈપણ મુમુક્ષને પૂછીએ કે આત્મકલ્યાણ કરવું છે કે નહીં ભાઈ ? તો ઉત્તર એમ મળશે કે આત્મકલ્યાણ તો કરવું જ હોય ને ! એનો પ્રશ્ન શું હોઈ શકે ? કે આત્મકલ્યાણ કરવું છે કે નથી કરવું ? આત્મકલ્યાણ તો સૌને કરવું જ હોય પણ એવી ઇચ્છામાત્રથી કામ થતું નથી. પોતે જ્યાં ઊભો છે, જે સ્થિતિમાં ઊભો છે, એ સંયોગોમાં પોતે કેટલું મમત્વ કરે છે ? પોતાપણું કેટલું કરે છે ? મમત્વ કરે છે એટલે પોતાનો ભાવ કેટલો રાખે છે, એવા પોતાપણાના પરિણામનો રસ મંદ થાય, એ પરિણામ મંદપણાને પામે ત્યારે મુમુક્ષતા વર્ધમાન થાય છે. નહિતર એક બાજુથી મમત્વ કરે, ઘરે-દુકાને જઈને તીવ્ર મમત્વ કરે અને મંદિરમાં આવીને પૂજા-ભક્તિ-સ્વાધ્યાય કરે. અમે તો બન્ને કરીએ છીએ. આત્મકલ્યાણ માટે શાસ્ત્ર સ્વાધ્યાય, પૂજા-ભક્તિ, દયા, દાન કરીએ છીએ. બાકી તો સંસારમાં તો સંસારની રીતે બધું જ કરવું પડે. કરવું જોઈએ. કરવું પડે એટલે કરવું જોઈએ. કરવાની ફરજ છે. મુમુક્ષુ :- ભૂમિકા અનુસાર થાય. પૂજ્ય ભાઈશ્રી :- ભૂમિકા અનુસાર તો રાગ-દ્વેષ થાય, એ પણ શાસ્ત્ર કહે છે. આપણને પણ આપણી ભૂમિકા અનુસાર થાય છે. એને અનુમોદન આપે, શાસ્ત્રકારને અનુમોદન આપ્યું. શાસ્ત્રકારને અનુમોદન આપ્યું છે ? શાસ્ત્રકાર તો ના પાડે છે. એ ભૂમિકામાંથી તું આગળ વધ. તારી જે મુમુક્ષની ભૂમિકા છે એ ભૂમિકા વર્ધમાન થાય, મુમુક્ષતા વૃદ્ધિગત થાય એના માટે રાગ-દ્વેષ થવાનું અનુમોદન અનુકૂળ નથી. એ તો પ્રતિકૂળ પરિણામ છે અને એવું તો સૌ કરે જ છે. સામાન્ય રીતે સંસારમાં સાધારણ રીતે સૌ પોતાના સંયોગ સંગ-પ્રસંગની અંદર પોતાપણાના મમત્વભાવે વર્તે જ છે. હવે મુમુક્ષુ પણ એમ જ વર્તે તો બીજામાં અને Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ રાજહૃદય ભાગ-૫ એમાં કેમ ફેર પડશે ? લખ્યું ને? એક મથાળું બાંધ્યું કે અમે ને તમે લૌકિક પરિણામે પ્રવર્તશું તો અલૌકિક ભાવે કોણ પરિણમશે? લૌકિક દૃષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું... ૩૨૨ (પત્ર). ૩૧૪ પાને ૩૨૨નું મથાળું છે. લૌકિકદષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે પછી તો આ વિષય ક્યાંય નથી. આત્મામાં આત્મત્વ કરવું અને આત્મા સિવાય અન્ય પદાર્થોને વિષે આત્મત્વ ન કરવું. એ કાર્ય એ પ્રકારે અસ્તિ-નાસ્તિથી કરવાનું છે. અથવા મુમુક્ષતા વર્ધમાન થતી નથી. વર્ષો જાય છે છતાં પોતે ત્યાંનો ત્યાં છે એમ લાગે છે. એનું કારણ શું? કે જો અવલોકન કરે અને તપાસ કરે તો એને ખબર પડે કે મારા સંયોગોને વિષે પોતાપણું કરવામાં તો હું કાંઈ ફેરફાર કરતો નથી. જે જગ્યાએ ફેરફાર કરવો જોઈએ એ જગ્યાએ તો હું કાંઈ ફેરફાર કરતો નથી અને બીજું બધું કરું છું એ તો કશું જ છું. શાસ્ત્રો વાંચું છું, પૂજા-ભક્તિ કરું છું, દયા-દાન કરું છું આટલું તો કરું છું. એ બધું ધોવાઈ જાય છે. એવું જે કાંઈ કરવામાં આવે છે એ બહુ અલ્પમાત્રામાં કરવામાં આવે છે. અને ચોવીસે કલાક જે મમત્વના તીવ્ર રસના પરિણામ છે એ તો એટલા બધા કરવામાં આવે છે કે બંનેનો હિસાબ-કિતાબ મૂકીએ તો પેલું તો કાંઈ ઊભું રહી શકે એવું નથી, સામે ટક્કર ઝીલી શકે એવી કોઈ વાત છે નહિ મુમુક્ષુ :- આ વાત સ્મૃતિમાં જ નથી રહેતી. પૂજ્ય ભાઈશ્રી :- કેટલી તીવ્રતા આવે છે ? એનો એ અર્થ એ થાય છે કે તીવ્રતા કેટલી આવે છે ? “સમયસાર' માં ૩૮ ગાથા પૂરી કર્યા પછી “જયચંદજીએ કેટલીક વાતો લખી છે. વાત તો બીજા કારણની લખી છે, કોઈ બીજી વાત ઉપર આવી ગયા છે. આ નાટક સમયસાર છે. નાટકની અંદર શૃંગાર આદિ આઠ રસ હોય છે. સૌથી ઉત્કૃષ્ટ રસ તો શાંતરસ છે, તે સર્વ રસનો રાજા છે. આવી બધી નાટક શબ્દને લક્ષમાં રાખીને ચર્ચા શરૂ કરી છે. એમાંથી ઊતરી ગયા છે રસ ઉપર કે આઠ રસ અને નવ રસ ને, આ રસ શું છે ? તો રસની એમણે પરિભાષા બાંધી છે. આપણે ત્યાં પ્રશ્ન ઊઠે છે કે રસ ક્યા ગુણની પર્યાય છે ? જ્ઞાનમાં જે શેય આવતાં તે શેયને વિષે લીનતા અને મગ્નતાના એવા પરિણામ થાય કે ત્યારે બીજું બધું વિસ્મૃત થઈ જાય, બીજી કોઈ ઈચ્છા ન રહે એને રસ પરિણામ કહેવામાં આવે છે. આવી પરિભાષા કરી છે. એટલે ગુણભેદથી વિચારીએ Page #282 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૩૨ ૨૬૩ તો જ્ઞાનમાં કોઈપણ શેય આવતા, જણાતા તે શેયને વિષે એવી લીનતાના પરિણામ ઉત્પન્ન થાય, એવી લીનતા રહે કે જેને લઈને બીજી ઈચ્છા ન રહે, જેને લઈને બીજી ઇચ્છા ન થાય. એને રસ કહે છે. આપણે અવલોકનનો મુખ્ય વિષય એ છે કે પોતાના રસનું અવલોકન કરવું. મમત્વ તો જ્યાં સુધી આત્મામાં આત્મબુદ્ધિ થતી નથી ત્યાં સુધી દેહાદિથી માંડીને બધા સંયોગોમાં જીવને મમત્વ થશે, પોતાપણું થઈ આવશે. કેટલા રસથી થાય છે એના ઉપર એનું બળવાનપણું છે. જેટલો રસ તીવ્ર એટલું તે પરિણામની શક્તિનું બળવાનપણું, વિશેષ શક્તિ છે તે પરિણામની અંદર. પરિણામની શક્તિ પરિણામના રસમાં હોય છે. ત્યાં તીવ્ર રસ થાય છે અને વિભાવરસને બંધ અધિકાર માં બંધતત્ત્વ એવું નામ આપ્યું. નવતત્ત્વમાં તત્ત્વ દૃષ્ટિએ બંધનું સ્વરૂપ વિચારવામાં આવે તો વિભાવરસ અથવા રાગરસને બંધ કહ્યો છે. કેમકે ભાવબંધ લઈએ તો ત્યાં જીવ ભાવથી એવો બંધાય છે કે એવા રસવાળા પરિણામમાં એને કાંઈ બીજી કોઈ સ્મૃતિ ન રહે. હું આત્મા છું અને જ્ઞાયક છું એવું હજારવાર વાંચ્યું હોય, સાંભળ્યું હોય અને વિચાર્યું હોય, (પણ) ક્યાં ચાલ્યું જાય છે ખબર નથી રહેતી. કારણ શું છે ? કે આ રસ તીવ્ર થઈ ગયો. પરમાં પોતાપણાનો રસ તીવ્ર થયો. પરમાં પોતાપણાનો અનુભવરસ, અનુભવ કરતો હોવોનો રસ તીવ્ર થઈ ગયો. આ રસ આત્માને મારે છે, બસ ! મુમુક્ષ :- અવલોકનની તો વાત વિચારમાં આવે એ પહેલા તો રસ આવી જાય છે. પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો બહુ જોરથી આનું વજન આવવું જોઈએ. જન્મમરણનો પ્રસંગ હોય તો માણસ કેટલો ગંભીર થઈ જાય. એક મરણનો પ્રસંગ હોય તો કેટલો ગંભીર થઈ જાય માણસ ! એટલી ગંભીરતા તો આ વિષયની આવવી જોઈએ. નહિતર તો કાંઈ હાથમાં રહે એવું નથી. ઉદય આવ્યો નથી અને ઊલજીને અંદર ડૂબ્યો નથી, પડ્યો નથી. કેમકે એ જ સમયે ચાલુ થાય છે, બીજો સમય નથી લાગતો, જ્ઞાનમાં શેય આવે તે જ સમયે તીવ્ર રસના પરિણામ થાય. તે જ સમયે તે રસમાં લીન થઈ જાય, ડૂબી જાય. બીજો સમય નથી લાગતો એને એ જ સમયે ચાલુ થઈ જાય છે. એવી પરિસ્થિતિ છે. પ્રશ્ન :- રસ અને રુચિ પણ એમાં થાય ? Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ગુજહૃદય ભાગ-૫ સમાધાન :– હા, એમ રુચિ અને રસ સાથે જ કામ કરે છે. અવિનાભાવી હોય છે. છે જુદાં જુદાં ગુણની પર્યાય. રુચિ શ્રદ્ધાના ભેદમાં જાય છે અને રસ જ્ઞાનપૂર્વક ચારિત્રના ભેદમાં જાય છે. પણ સંસાર દશામાં ત્રણે એક સાથે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું ઊંધું કામ જોરથી થાય છે. અહીંયાં તો ‘શ્રીમદ્જી’એ ૩૩૨માં એટલું જ લીધું છે કે, આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે,...' જેમ જેમ મોહ મટે છે એટલે પોતાપણાની પક્કડ ઢીલી થાય છે એટલી વાત અહીંયાં લેવી. જે પક્કડથી આરંભ પરિગ્રહના પરિણામમાં વર્તે છે, પ્રસંગમાં વર્તે છે એની પક્કડ ઢીલી થાય છે કે આ મને નુકસાનનું કારણ છે, આ જ મને બંધનનું કારણ છે, આ જ મને પરિભ્રમણનું કારણ છે, બહુ મોટું નુકસાન આમાં રહેલું છે. એવું જો એને પરિણામમાં મંદપણું થાય તો મુમુક્ષુતાની વૃદ્ધિ થાય. મુમુક્ષુતાની વૃદ્ધિ થાય તો કોઈ એક તબક્કે જ્ઞાનદશામાં પ્રવેશ થાય. પણ મુમુક્ષુતા જ ન આવે અથવા અલ્પ મુમુક્ષુતા હોય (તો) ત્યાં ને ત્યાં પડ્યો રહે, બહુ ભાગ તો જીવ પાછળ જ જાય છે, આગળ જવાનો પ્રશ્ન હોય તો તો બહુ સારી વાત છે. પણ લગભગ તો જીવ પાછળ જાય છે. સમય જેમ જેમ જાય છે તેમ તેમ. અહીંયાં ઉપાય બતાવ્યો છે કે મુમુક્ષુતા વર્ધમાન થવા અર્થે અથવા જ્ઞાનદશામાં પ્રવેશ થવા અર્થે પોતાના ઉદયના સંગ-પ્રસંગમાં જે કાંઈ આરંભ પરિગ્રહનો પ્રકાર વર્તે છે તેમાં પોતાપણાના પરિણામ (થાય છે) એનો રસ ઠંડો થઈ જવો જોઈએ. ગમે એટલો લોકો જેને લાભ કહે છે એ પરિસ્થિતિ ઊભી થાય તો એ જ વખતે એમ વિચારે કે આત્મામાં શું આવ્યું ? અને ગમે તે પ્રકારે લોકો જેને નુકસાન થઈ ગયું એમ કહે છે, લૂંટાઈ ગયો આ માણસ (એ વિચારે કે) મારા આત્મામાંથી શું ગયું ? સીધી અવલોકનમાં આવે, તપાસ કરે કે થયું શું આમાં ? તો એનો જે રસ છે એ તીવ્ર ન થાય. અને જેમ જેમ એ મોહ મટે છે એટલે પક્કડ ઢીલી થાય છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થાય છે. સંયોગો ઉપરની પક્કડ એવી ને એવી તીવ્ર રહે પછી) ગમે તે કરે તોપણ એની મુમુક્ષુતામાં કાંઈ ફેર પડતો નથી. એમ કહેવું છે. એ પોતાપણાનું અભિમાન, અનંત કાળના પરિચયવાળું એ અભિમાન છે. એનો ઘણો અનુભવ છે. પરિચય છે એટલે ઘણો ગાઢ પ્રકારનો એનો સંબંધ છે, એ બધા અભિમાનના, પોતાપણાના પ્રગાઢ પરિણામ છે તે પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી.' Page #284 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૩ર. ૨૬૫ . એની Practice કરવાની પરિસ્થિતિ ઊભી થાય, લાંબા કાળ સુધી એની Practice થાય ત્યારે એ નિવૃત્ત થવાની પરિસ્થિતિ આવે છે. એમ ને એમ સીધું કાંઈ નાશ પામશે નહિ. તે પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે. બે પ્રકાર છે. જ્ઞાની પ્રત્યેના સમર્પણમાં બે પ્રકાર છે. એક તો જ્ઞાનીનો મહિમા પોતાને ભાસ્યો છે એટલે એમના પ્રત્યે સમર્પણબુદ્ધિ આવે છે. પણ પોતાને ખ્યાલ છે કે જ્ઞાની તો અપેક્ષા રાખતા નથી, પૃહા વિનાના છે, નિસ્પૃહ એમની અંતરંગ સ્થિતિ છે, તો સમર્પણ કરવામાં શું ? તો કહે પણ મારે તો મમત્વ મટાડવું છે કે નહિ ? બીજુ પડખું એ છે કે માત્ર સમર્પણનો સવાલ નથી. મારું જે પોતાપણું એની અંદર છે, મારો જે અધિકાર છે એ મારે છોડવો છે. એટલા માટે પણ સમર્પણ કરવામાં આવે છે. બે પડખાં લીધા છે. એક શાની સંબધી મહિમાનું કારણ છે. પોતા સંબંધી વિચારવામાં આવે તો પોતાને એના ઉપરની પક્કડ ઢીલી કરવી છે. પક્કડ એમ ને એમ રાખે અને જ્ઞાનીનો મહિમા કરે તોપણ નિષ્ફળ જાય છે, એ બધું ધોવાઈ જાય છે. એટલે બને સાથે સાથે અસ્તિ-નાસ્તિથી અને સ્વ-પરની બને દિશામાં કેવી રીતે કાર્ય કરવું ? બને દિશામાં કેવી રીતે આગળ વધવું ? એ વાત અહીંયાં છે. પ્રશ્ન :- ધનના સમર્પણને જ સમર્પણ કહેવાય ? સમાધાન :- ના, એવું કાંઈ નથી. તન, મન અને ધન એમ લીધું છે. મુમુક્ષુ :- વખતે એવો વિચાર ન કરે કે એ તન, મન, ધન ક્યાં મારા છે? પૂજ્ય ભાઈશ્રી :- એવી રીતે વિચાર કરે છે ? ચાલો, ધનનું સમર્પણ કરીશ પણ મારું નથી એમ કરીને વિચાર કરે છે ? વિચાર તો એમ કરે છે કે મારે છે એમાંથી આપું છું. મારું જેટલું છે એમાંથી અમુક ટકા મારે આપવું જોઈએ. બધું દઈ દઈએ તો પછી આપણે કેવી રીતે ચાલે ? માટે થોડુંક તો એમાંથી આપણે આપવું જોઈએ. મારાપણું રાખીને એમાંથી ટકા કાઢીને આપે છે). એ કોઈ સમર્પણ કરવાનું લક્ષણ નથી. સમર્પણબુદ્ધિનું એ લક્ષણ જ નથી. પ્રશ્ન :- તન-મન-ધનનું સમર્પણ કેવી રીતે કરવું ? સમાધાન - તન-મન-ધનના સમર્પણનો અર્થ છે પોતાપણું મૂકવું છે. પોતાપણું Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ રાજહૃદય ભાગ-૫ મૂકીને જે સર્વસ્વપણે છે, પોતાના સર્વસ્વપણે છે, બહારમાં તો શાની સર્વસ્વપણે છે. એને તો પોતાને અપેક્ષા નથી, આવશ્યક્તા નથી, જરૂ૨ નથી. ત્યારે તો એ જ્ઞાની થયા છે. મમત્વ રાખીને થયા છે કે મમત્વ છોડીને થયા છે ? એ તો મમત્વ છોડીને થયા છે. એ તો માર્ગના પ્રકાશ અર્થે તેનો- તન-મન-ધનનો કાંઈ ઉપયોગ થતો હોય તો એ સૂચન કરે છે, આંગળી ચીંધે છે. અનેક જીવોને આત્મકલ્યાણના માર્ગે ચઢવાના કોઈ નિમિત્તો ઊભા થાય, નિમિત્તોનું સર્જન થાય તો એવો એ માર્ગ ચીંધે છે કે આ કરવા જેવું છે. અહીંયાં આ છે તો આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, થતું ન થવું એ કુદરતને આધીન છે. પ્રશ્ન :- ધનનું સમર્પણ તો ખ્યાલમાં આવે છે. તન અને મનનું સમર્પણ કેવી રીતે કરવું ? સમાધાન :– તનમાં તો પોતાના મન, વચન, કાયાના યોગદાનનો સવાલ છે. કોઈ કહે કે ભાઈ ! પૈસા આપી દઉં પણ મને વખત નથી. મારે ધંધો, વેપાર, કામકાજ એટલા બધા છે તમે કહો તો પાંચ-પચીસ હજાર, લાખ-બેલાખ-પાંચ લાખ લઈ જાવ તમે એનો વાંધો નથી, પણ મારી પાસે વખત નથી, હું આવી નહિ શકું. તો એને ત્યાં તન અને મન બન્ને કામ નથી કરતા. તન-મન-ધન છે એ તો ત્રણ શબ્દ છે. ખરેખર તો પોતે પૂરેપૂરો Surrender થાય છે. જ્ઞાનીના ચરણમાં ગયો એ પૂરેપૂરો ગયો, અધૂરો ન ગયો. તન-મન-ધન એટલે પૂરેપૂરો ગયો એમ એને કહેવું છે. મારી કોઈ સ્વતંત્ર ઇચ્છા નહિ, આપના વિકલ્પ અનુસાર ચાલવું છે. પછી તનથી કહો તો તનથી, મનથી કહો તો મનથી, ધનથી કહો તો ધનથી. મુમુક્ષુ :- જ્ઞાની કાંઈ કહેતા જ નથી. પૂજ્ય ભાઈશ્રી :– એ તો આવશે. હવે પછીનો એ જ પત્ર છે કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી તો કેમ પડે ? ૩૩૩ મો પત્ર એ છે. આ તો એક Side લીધી કે જે આરંભ, પરિગ્રહ અને સંયોગના પ્રસંગમાં પોતે પોતાપણું (કરે છે), અન્ય હોવા છતાં પોતાપણું રાખીને પ્રવર્તે છે એ દર્શનમોહ સહિતની પરપદાર્થ ઉપરની પક્કડ છે. એ પક્કડ તારી ઢીલી થવી જોઈએ. દર્શનમોહ મંદ થયા વિના સ્વરૂપ નિશ્ચય નહિ થાય અને અભાવ થયા વિના અનુભવ નહિ થાય. આ તો ‘ગુરુદેવશ્રી’ નું ૨૦૩ નંબરનું વચનામૃત છે. આરસમાં લગાવ્યું છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૩૨ ૨૬૭ તેથી મમત્વ મટાડવા અર્થે... બહુભાગ તો જીવ લોકોમાં દેખાવ કરવા માટે સમર્પણ કરે છે કે હું આપું છું, હું આપનાર છું એમ લોકો પણ જાણે. વળી ક્યાંક છળ એમ પણ પકડે કે આમાં કાંઈ મારે મારી પ્રસિદ્ધિ નથી કરવી પણ બીજાને પ્રેરણા થાય ને એટલે હું જાહેરાત કરવાનું કહું છું. અંદર બીજી વાત હોય. ભાઈ ! આ કોઈ ચાલાકી કરવાનું ક્ષેત્ર નથી. બુદ્ધિની ચાલાકી કરવાનું આ કોઈ ક્ષેત્ર નથી. એ તો વક્ર પરિણામ થયા. આ તો સરળતાના પરિણામનો માર્ગ છે. હું આપું છતાં લોકો એ જાણીને મને મારી વિશેષતામાં ગણે એમ તો નહિ થવું જોઈએ. આપવાનો પ્રસંગ છે, અપાય છે તોપણ એથી મારી મહત્તા લોકોને વિષે નહિ ગણાવી જોઈએ. કેમકે મહાનતા હોય એની મહાનતા ગણાય તો વ્યાજબી છે, મારામાં તો હજી એવી કોઈ મહાનતા આવી નથી. લોકોની નજરમાં મોટાઈ ગણાય એવી કોઈ મારી-મારા આત્માની સ્થિતિ નથી. એમ સીધું લ્યે તો બચે. એના બદલે લોકસંજ્ઞા પહેલાં ઊભી થઈ ગઈ હોય. એટલે પોતાપણું ટાળવા અર્થે, પોતાપણાને અહીંયાં અભિમાન કહ્યું છે, હોં ! પોતાપણાનું અભિમાન કહ્યું છે. કેમકે ત્યાં અસ્તિત્વ સ્થાપે છે ને. અસ્તિત્વ નથી છતાં અસ્તિત્વ સ્થાપે છે કે આ મારું છે, એટલે અભિમાન લીધું છે. એ અભિમાનના ત્યાગ અર્થે જ્ઞાની પ્રત્યે સમર્પણ કરવામાં આવે છે. પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી....' જ્ઞાની તો નિસ્પૃહ છે એટલે એને ગ્રહણ કરતા નથી. પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે,...' ભાઈ ! એમાંથી મમત્વ છોડવા જેવું છે. અમારે કોઈ જરૂર નથી. અમે તો બીજો રસ્તો પકડ્યો છે. પણ તમે પણ મમત્વ છોડીને આ રસ્તે આવો. આ રસ્તે આવો એમ નહિ, મમત્વ છોડીને આ રસ્તે આવો, પોતાપણું મટાડીને આ રસ્તે આવો. એમ ઉપદેશે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે...' જે જ્ઞાની કહે છે એમ જ કરવા યોગ્ય છે પોતાપણું મટાડવા યોગ્ય છે. કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે... એટલે જે. જે ઉદયના પ્રસંગો અવારનવાર આવે આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં,...' કેવી ભાષા લીધી છે ! ‘કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે...' જે તે પ્રસંગે એ જ વખતે અવલોકન કરે કે આમાં મારાપણાનો ભાવ કેમ વર્તે છે. કેવી રીતે વર્તે છે ? કેટલા રસથી વર્તે છે ? એમાં હું નથી છતાં ? Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ રાજહૃદય ભાગ-૫ હુંપણાનું, પોતાપણાનું–મારાપણાનું ભાસ્યમાન થવું એમ કેમ જ્ઞાનમાં થાય છે ? આ જ્ઞાન આવી ભ્રમણા કેમ કરે છે ? એ જ વખતે પકડે. પોતાના ઉદય વખતે પોતાપણું થાય છે એ ભાવને તપાસવો એનો અર્થ શું ? અવલોકન કરવું એનો અર્થ શું ? કે કેમ આમ થયું ? આત્મા આત્મામાં છે. જાણવું માત્ર જાણવું એટલું એનું સ્વરૂપ છે, જ્યાં હું નથી ત્યાં મારું, આ મારું એમ કેમ દેખાણું ? આ પિરવાર છે. તો પરિવારના સભ્યોનું જ્ઞાનમાં શેયપણું થાય છે. આ મારું એમ કેમ આવ્યું ? આ એ વખતે પકડે. મારાપણાનો ભાવ એમાંથી કેમ થયો ? આ ભ્રાંતિ શાનમાં કેમ ઊપજી ? કેવી રીતે ઊપજી ? શું છે આમાં કારણ ? (તો) રસ, એની પક્કડમાં ફેર પડ્યા વિના રહે. એ જ વખતે આ Practice ચાલુ કરે તો એની પક્કડમાં ફેર પડ્યા વિના રહે નહિ અને અંદરથી આવો ફેર પડ્યા વિના બધું કરે, ગમે તે કરે નહિ, બધું કરે એમાં ગમે તે કરે બધું એનો કાંઈ અર્થ નથી. પ્રશ્ન :- તીવ્ર ઉદય વખતે પણ આવું કરી શકે ? સમાધાન ઃ– તીવ્ર ઉદય કોને કહેવો છે ? ભાવનો કહેવો છે કે પ્રસંગનો કહેવો છે ? મુમુક્ષુ :– સંયોગો વખતે ભાવ થાય એ વખતે ખ્યાલ જ આવતો નથી. પૂજ્ય ભાઈશ્રી :– હા, તો ભાવમાં તીવ્રતા આવી ગઈ ને. ત્યારે તો પોતે ભૂલી જાય છે. તીવ્રતા આવે છે ત્યારે ભૂલી જાય છે, પણ ભૂલી જાય છે એ લાંબા કાળ સુધી ભૂલી જાય છે ? હવે આપણે એના પૃથ્થકરણમાં જઈએ. પરિણામનું Analysis કરીએ કે કોઈ તો એમ ને એમ ચાલ્યો જ જાય છે, ડૂબી જાય છે પૂરેપૂરો. પછી જ્યારે ભાવ મંદ પડે ત્યારે વિચાર આવે છે અને કોઈએ વિચાર્યું હોય છે કે આવું નુકસાન મોટું થાય ત્યારે જો તીવ્રતાને કારણે, પરિણામની તીવ્રતાને કારણે ભૂલી જવામાં આવે તો મોટું નુકસાન છે, તો કોઈ તત્ક્ષણ જાગે, કોઈ થોડી ક્ષણ પછી જાગે. કોઈ થોડી મિનિટો પછી જાગે. એમ બને કે ન બને ? એ તો જેટલી પોતાની જાગૃતિ એટલી મુમુક્ષુતા છે. મુમુક્ષુતા કેટલી ? કે જેટલી પોતાની જાગૃતિ. જો જાગૃતિ ન હોય તો મુમુક્ષુતા નથી એમ માનવું. જાગૃતિ એટલી મુમુક્ષુતા છે. સીધી વાત તો એ છે. મુમુક્ષુ : જાગૃતિ પછી કાર્યસિદ્ધિ થાય એની Guarantee ખરી ? Page #288 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૨ ૨૬૯ પૂજ્ય ભાઈશ્રી :- ચોક્કસ થાય, ચોક્કસ થાય. થયા વિના રહે નહિ. સીધી વાત છે. એનો અર્થ શું થયો ? કે ઉદય તીવ્ર આવ્યો. ભાવમાં પણ તીવ્રતા થઈ. એ તો એનો દુશમન છે ને ! દુશમનને માર્યો એ જ કાર્યસિદ્ધિ છે. બીજી કાર્યસિદ્ધિ ક્યાં લેવા જાવી છે ? એ વખતે તો એ જ કાર્યસિદ્ધિ છે. નવરો બેઠો હોય શાસ્ત્ર વાંચે ત્યારે વિચાર કરે કે શરીરમાં મમતા કરવી નહિ, પોતાપણું કરવું નહિ. આરંભ, પરિગ્રહમાં પોતાપણું કરવું નહિ, પણ ત્યારે ક્યાં કોઈ લડવા આવ્યું છે તારી પાસે ? ત્યારે તો હવામાં લાઠી ફેરવે છે. પણ મારવા આવે ત્યારે લાઠી ફેરવવાની જરૂર છે. સામે લડાઈ વખતે લાઠી ફેરવ તો બચી શક. બાકી અમસ્તો અમસ્તો દાવ કર્યા કિર, એથી એ વખતે તને કોઈ લાભનું કારણ નથી. ઠીક છે, થોડી Practice થાય. પણ ખરેખર જરૂર એની છે ત્યારે જો એનો ઉપયોગ ન થાય તો શીખેલું નકામું છે. લાઠી ફેરવતા શીખ્યો પણ મારવા આવ્યો ત્યારે માર ખાધો. એ કાંઈ ખરેખર શીખ્યો નથી. એટલે જરૂર તો ત્યારે જ છે, ઉદય વખતે જ જરૂર છે. મુમુક્ષુ :- લાઠી ફેરવે ... પરિગ્રહ ન કરે એ વખતે . પૂજ્ય ભાઈશ્રી :- એમાં શું છે કે એમ નથી કહેતા કે તું શાસ્ત્ર વાંચીને આરંભ, પરિગ્રહમાં પોતાપણું નથી એવો વિચાર કર્યા કરજે, એમ અહીંયાં “શ્રીમદ્જી નથી કહેતા. શું કહે છે ? કે “આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે... જ્યારે પ્રસંગ પડે ત્યારે તું એમ કરજે, એમ કહે છે. તને નવરાશ મળે, નિવૃત્તિ મળે ત્યારે કલાક-બે કલાક શાસ્ત્ર લઈને બેસજે અને એ વખતે વિચાર કરજે કે હું આત્મા જ્ઞાયક છું, દેહાદિક કોઈ સંયોગો મારા નથી. એમ નથી કહેતા. સ્વાધ્યાય કરજે એમ નથી કહેતા. આ પ્રસંગે તું બરાબર ઊભો રહે. એ પ્રસંગે તને વિચારીને પોતાપણું થતું અટકાવવું. પોતાપણું થતું અટકાવે કોણ ? પોતાપણું કોણ અટકાવે ? (જે જાગૃત છે તે અટકાવે). - “ત્યારે મુમુક્ષતા નિર્મળ હોય છે. આ એનું ફળ છે. જો પોતાના થતા અટકાવે તો મુમુક્ષતાની ભૂમિકામાં નિર્મળતા આવે છે. પોતાપણાનો રસ અથવા દર્શનમોહનો રસ મંદ પડે છે ત્યારે જે નિર્મળતા આવે છે એ પ્રથમ જ્ઞાનમાં નિર્મળતા આવે છે કે જીવ પોતાના સ્વરૂપનું યથાતથ્ય નિશ્ચયપણું કરી શકે, ભાસ્યમાનપણું કરી શકે. નહિતર ઉઘાડમાં તો સમજી લ્ય કે આત્મા આવો છે, આત્મા આવી છે. અનંત ગુણનો સમૂહ છે ને ફ્લાણું છે ને અસંખ્ય પ્રદેશ છે, આમ છે...આમ છે... કાંઈ એને લાગે Page #289 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ નહિ એ બાબતમાં, કેમકે નિર્મળતા નથી, અને ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે. મુમુક્ષુતા. નિર્મળ હોય એ મુમુક્ષુ આગળ વધીને જ્ઞાનદશામાં પ્રવેશ કરી શકે. જો મુમુક્ષતામાં જ નિર્મળતા ન હોય, મલિનતા હોય તો જ્ઞાનદશા આવવાનો અવસર નથી. મુમુક્ષુ - - પૂજ્ય ભાઈશ્રી :- હા, એવું છે. એટલા માટે તો આ ખોલી ખોલીને વાત કરે છે કે પોતે મેળવી શકે. પોતાની દશાને મેળવવા માટે તો બધી વાત છે. શાસ્ત્રમાં જેટલી દશા સંબંધીની વાત છે એ મેળવણી કરવા માટે છે. પોતે પોતાના આત્મલક્ષે, આત્મહિતના લક્ષે મેળવણી કરે અને પોતે જ્યાં ભૂલતો હોય ત્યાં બરાબર પોતાની Practice ચાલુ કરી દે કે આ જગ્યાએ મારી ભૂલ થાય છે, આ પ્રસંગે મારી ભૂલ થાય છે, આ કારણથી મારી ભૂલ થાય છે. આમ લાગે છે તેથી ભૂલ થાય છે. આમ સુખ લાગે છે, આમ શાંતિ લાગે છે, આમ લાભ માને છે, આમ કોઈ ને કોઈ પ્રકાર તો ઊભો થાય છે પરિણામમાં. ૩૩૨ પત્ર પૂરો) થયો. ' Page #290 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૩ ૨૭૧ પત્રક - ૩૩૩ મુંબઈ, ફાગણ સુદ ૪, બુધ, ૧૯૪૮ “સત્પરષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે?” છેએ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. એ ઉત્તર જ્ઞાની અથવા શાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે, અથવા લખી શકે તેવો છે. માર્ગ કેવો હોય છે જેને બોધ નથી, તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેને યથાર્થ રે ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ જ છે. “શુદ્ધતા વિચારે ધ્યાવે' એ તે છે પદ વિષે હવે પછી લખીશું. અંબારામજીના પુસ્તક વિષે આપે વિશેષ વાંચન કરી જે અભિપ્રાય એ લખ્યો તે વિષે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે. અમે એ પુસ્તકનો ઘણો ભાગ જોયો છે; પણ સિદ્ધાંતજ્ઞાનમાં વિઘટતી વાતો લાગે છે, અને તેમ જ છે, તથાપિ તે પુરુષની દશા સારી છે; માગનુસારી ન જેવી છે, એમ તો કહીએ છીએ. જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન અમે માન્યું છે તે અતિ અતિ સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે. વિશેષ હવે પછી. ચિત્તે કહ્યું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી, તો તે ક્ષમા કરશો. પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે. ૧. શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તર ઃ નિર્પેક્ષ થઈ સત્સંગ કરે તો સતુ જણાય ને પછી સત્યરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ હિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવકુપા એ જુદી વાત છે.' Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચજહૃદય ભાગ-૫ - ૩૩૩ પત્ર છે, “સોભાગભાઈ ઉપરનો. ફૂટનોટમાં “સોભાગભાઈનો પત્ર શું હતો એ વાત લીધી છે. “સોભાગભાઈ એ ઉત્તર આપેલો. પ્રશ્ન પૂછેલો છે એનો ઉત્તર “સોભાગભાઈનો આ જગ્યાએ આખા ગ્રંથમાં એક જ જગ્યાએ છાપ્યો છે. જો કે મહત્ત્વનો વિષય છે. “સત્પરુષની ઓળખાણ જીવને નથી પડતી... સત્પરુષનો-જ્ઞાનીનો યોગ બાજે છે. પૂર્વકર્મના કોઈ લોકોત્તર પુણ્યના ઉદયના પ્રસંગે જીવને સત્પરુષનો, જ્ઞાનીનો સમાગમ થાય છે, એનો યોગ મળે છે. છતાં જીવને ઓળખાણ નથી પડતી. બહારમાં સંયોગ થવો જ્ઞાનીનો, સમાગમ થવો એ પુણ્યનું ફળ છે અને ઓળખાણ થવી એ વર્તમાન લાયકાત માગે છે. એ વર્તમાન લાયકાતના કારણે એની ઓળખાણ બને છે. એ પુણ્યના કારણે ઓળખાણ નથી થતી. મુમુક્ષુ - એમાં પુરુષાર્થની જરૂર છે. પૂજ્ય ભાઈશ્રી :- એમાં પોતાને પુરુષાર્થની જરૂર છે. ક્યા પ્રકારનો પુરુષાર્થ એ સોભાગભાઈ એ ઉત્તરમાં આપ્યો છે. અને અનંત વાર જ્ઞાનીનો એવો સંયોગ થયો, સમાગમ થયો. સત્પરષોનો થયો, મુનિઓનો થયો, સમવસરણમાં જિનેન્દ્રનો પણ થયો; એકવાર પણ ઓળખાણ નથી થઈ. એમની જે સાધક દશા, જે દશાએ કરીને એ પોતાના સાધ્યને સાધે છે અથવા સ્વરૂપને સાધે છે એમ કહો, એ દશાની એકવાર પણ ઓળખાણ નથી થઈ. એકવાર જો ઓળખાણ થાય તો કાયમ માટે એનું શાશ્વત ફળ ઊભું થાય. સાદિ અનંત શાશ્વત માટે એનું ફળ ઊભું થાય. એવો પ્રસંગ બન્યા વિના રહે નહિ. એનો ફાયદો થાય, થાય ને થાય જ, નિષ્ફળ કદી જાય નહિ. એકવાર પણ ઓળખાણ નથી થઈ. - આ એક મોટી વાત છે. એટલે એનું- ઓળખાણનું મહત્ત્વ વિશેષ છે. સત્યરુષની ઓળખાણ જીવને નથી પડતી. અને વ્યાવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે. કેમકે એ પણ ખાય છે, પીએ છે. ચાલે છે અને બોલે અને બીજા પણ શુભ અને અશુભ બંને પ્રકારના સંસારિક પ્રસંગોમાં વર્તે છે. એ જોવામાં આવે છે. ત્યારે એમ કહે છે પોતાસમાની કલ્પના રહે છે. એ જીવને ક્યા ઉપાયથી ટળે જ કયા કારણથી ટળે એને ? એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે એટલે અહીંયાં એ ઉત્તર મૂક્યું છે. એવા યથાર્થ ઉત્તરમાં શું લખ્યું Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પત્રાંક-૩૩૩ છે કે જેને યથાર્થ એવું નામ આપ્યું ? એ ઉત્તર નીચે છે. શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તર : આ પ્રમાણે છે, જે અવતરણ ચિલમાં છે. નિરપેક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય ને પછી પુરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવતુકપા એ જુદી વાત છે.' એમાં શું કીધું ખબર છે ? એ જાતની યોગ્યતા લઈને આવ્યો હોય જીવ. મુમુક્ષુ :- “સોગાનીજી'. પૂજ્ય ભાઈશ્રી :- એમને તો એમ માનો કે... ભગવકૃપાનો અર્થ એ છે. તમારું દણંત બરાબર છે પણ એનો અર્થ શું ? કે આત્મહિત કરવાની તીવ્ર ભાવના એવી થઈ ગઈ હોય અને રસ્તો મળતો ન હોય. એમણે બે-ત્રણ પ્રકાર બહુ અજમાવી જોયા. મૂળ દિગંબર હતા. ભગવાનની પૂજાએ ચડ્યા. પરોઢિયે ચાર વાગે ઊઠે. હાય, પોતાના હાથે અષ્ટ દ્રવ્ય તૈયાર કરી અને દેરાસરમાં જાય અને પાંચ-છ કલાકે બહાર નીકળે. પાંચ-છ કલાક સુધી પૂજા જ કર્યા કરે. ભગવાનની પૂજા કરતા કરતા કોઈ રીતે જો કલ્યાણ થઈ જતું હોય. થાક્યા. શાસ્ત્ર પોતાની મેળે બહુ વાંચ્યા. એટલા બધા શાસ્ત્ર વાંચ્યા કે દુકાન ઉપર માણસ ધંધો કરે, એ તો એક કોર ખુરશી ઉપર બેસીને શાસ્ત્ર જ વાંચ્યા કરે. ધંધો ખોયો. આર્થિક સ્થિતિ બગડી ત્યાં સુધી. એમ લાગ્યું કે શાસ્ત્રમાં કેટલીક વાત સમજાતી નથી અને આ તો પંડિતો સમજે છે, તો એક Paid પંડિતને રાખી લીધો. આખો દિવસ એની પાસે બેસી જાય. ઘરે જમવા ન આવે. કહી દીધું, જમવા આવું તો ઠીક નહિતર ટીફીન ત્યાં મોકલજો. ધંધાની અંદર માણસ કરે જ છે ને ? આજકાલ કામકાજ બહુ જ છે. ટાઇમ મળશે તો ઘરે આવશે નહિતર તમે રસોઈ થાય એટલે ગરમાગરમ રસોઈ ત્યાં દુકાને પહોંચાડી દેજો. ત્યાં જમી લેશું, ઓફિસમાં જમી લેશું. એમ ગામમાં ને ગામમાં ત્યાં જમી લે. પંડિતને ઘરે જાય અથવા એને કયાંય મકાન ભાડે રાખી દીધેલું ત્યાં ઉતારેલા. ત્યાં આખો દિવસ જમાવે એની સામે કે કોઈ રીતે સમજાવી દે આપણને. પોતે શાસ્ત્ર વાંચ્યાં, ધ્યાને ચડી ગયા તો એકાગ્રતા કરવા માટે કલાકો સુધી ધ્યાન કર્યા કરે. ક્યાંય પત્તો લાગે નહિ. એટલો પરિશ્રમ કરતા કાંઈ હાથમાં ન આવ્યું એટલે ભાવના તીવ્ર થઈ ગઈ કે આ તો છે શું પણ ? કેવી રીતે મળે આ ? એ તીવ્ર ભાવના Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ રાજહૃદય ભાગ-૫ થઈ ગઈ. અને કેવી રીતે મળે ? કોની પાસેથી મળે ? એની ખોજ પણ તીવ્ર થઈ ગઈ. એમાં કુદરતી આત્મધર્મ' મળ્યું કે પછી પ્રવચનપ્રસાદ' મળ્યું છે. આમાં પ્રવચનપ્રસાદ' નું આ વખતે જાણવા મળ્યું કે પ્રવચનપ્રસાદ' મળ્યું છે. તો સીધો જ પોતે નિર્ણય કર્યો કે સોનગઢ જાવું છે. જાણે કાંઈક અહીંથી દિશા હાથમાં આવી જશે એવો એક આભાસ થયો અને પોતે સોનગઢ’ આવી ગયા. પણ પાત્રતા લઈને આવ્યા. એટલી પાત્રતા લઈને આવ્યા એને ભગવત્કૃપા' કીધી છે. ભગવત્કૃપા એટલે કોઈ ભગવાને કૃપા કરી એમ નહિ. એ પણ એનો જ પરિશ્રમ અને એની જ તૈયારી છે, એનો જ પુરુષાર્થ છે અને કેવો પુરુષાર્થ ? કે તનતોડ પુરુષાર્થ છે. એનો અર્થ એ કે પૂર્વે એને બહુ સત્સંગ નહોતો મળ્યો. જે મુમુક્ષુઓનો, જ્ઞાનીનો સમાગમ મળવો જોઈએ એ પ્રસંગ નહોતો એમના ઉદયમાં, પણ ભાવના તીવ્ર હતી. તો એ કુદરતી ક્યાં સોનગઢ' અને ક્યાં ‘અજમેર'! ૫૦૦ માઈલનું અંતર છે, છતાં એ વિચાર કર્યો કે મારે અહીંથી પ૦૦ માઈલ દૂર જાવું. ન ભાષા સમજે, ગુજરાતી ભાષા તે 'દી પૂરી સમજે નહિ તેવી પરિસ્થિતિ હોય છે. પહેલાંવહેલા આવે હિન્દીભાષીમાંથી. ભાવ પકડે, ભાષા ન પકડે પણ ભાવ પકડે. ભાવ તો તિર્યંચ પ્રાણી પકડે છે. ડચકારા કરે છે કે નહિ માણસ ? ખાવા માટે, પાણી પીવડાવવા માટે, દૂર કાઢવા માટે, બોલાવવા માટે જુદાં જુદાં અવાજ કરીને ભાવ પકડાવે છે કે નહિ ? અનઅક્ષરી ભાષા વાપરે. એ વાત એમના ઉત્તરની ભગવત્કૃપાની થઈ. બાકી સામાન્યપણે જેને સત્સંગનો પ્રસંગ છે એણે નિર્પક્ષ થઈને સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી.' વ્યવહારિક કલ્પના ટળે એ તો ઓળખાણ થાય એટલે વ્યવહારિક કલ્પના ટળે. એ તો ફળ આવ્યું. અને એ ફળ ક્યારે ? કે જ્યારે પોતે નિર્પક્ષ થઈને સત્સંગ કર્યો હોય અને યોગ્યતા તૈયાર થઈ હોય પછી જ્ઞાનીનો સમાગમ થાય ત્યારે એની ઓળખાણ થાય, એમ કહેવું છે. હવે નિર્પક્ષ થઈને સત્સંગ કરવો એટલે શું ? આટલી વાત વિચાર માગે છે. કે પોતે કોરી પાટી થઈ જાય. આનું નામ નિર્પક્ષ છે, પૂર્વગ્રહ છોડીને. પહેલાં જેટલું સમજ્યો છે એ બધું છોડી દે. અત્યાર સુધી હું જેટલું સમજ્યો છું એના ઉપર એને પોતાને મીંડું, ચોકડી મૂકી દેવાની તૈયારી પહેલાં હોવી જોઈએ. પૂર્વગ્રહ છોડી દે. Page #294 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૩૩ કોઈ પૂર્વગ્રહ રાખીને સમજવા ન બેસે. અથવા નિર્પક્ષમાં એક પક્ષ લેવો. એક પક્ષ ક્યો લેવો ? કે એક મારા આત્મહિતની વાત કેવી રીતે હું ગ્રહણ કરું ? ક્યાંથી ગ્રહણ કરું ? કેમ ગ્રહણ કરું ? એ એક જ લક્ષથી જે સત્સંગ કરે, એ એ સિવાયનો બધો પક્ષ છોડી દેશે. એને નિર્પક્ષ કહેવામાં આવે છે. નિર્પક્ષમાં એક પક્ષ આ છે ખરો કે એકાંતે મારે મારા આત્મહિત સિવાય બીજું કોઈ લક્ષ નથી. આ સત્સમાગમાં, આ સત્સંગના પ્રસંગમાં એકલું મારું આત્મહિત કરી જાવું છે. આ એક જ મારે કામ છે. આવો જે એક લક્ષ, એની સત્સંગની પ્રવૃત્તિ નિર્પેક્ષ હોય છે, પૂર્વગ્રહ વિનાની હોય છે અને એ જીવ સત્ત્ને ઓળખશે. પહેલાં શું કીધું ? એને સત્ જણાય. સત્ કેવું હોય એ જણાય. ગંભીરપણે સત્ના ઘણા અર્થ અહીંયાં છે. સત્ એટલે સાચું શું ? આત્મહિતનું કારણ શું ? એને સત્ય કહે છે. સત્ય કોને કહેવાય ? જે આત્માના હિત માટે સાચા કારણરૂપે હોય એને સત્ય કહીએ, સાચા ઉપાયરૂપે હોય એને સત્ય કહીએ. અને પોતાનું જે મૂળસ્વરૂપ છે એને પણ સત્ કહીએ. અને એ મૂળ સ્વરૂપ પ્રત્યે જવા માટેનો જે કાંઈ માર્ગ છે એને પણ સત્ કહીએ. એમ સત્નો બહુ વ્યાપક અર્થ છે. તો એને સત્ જણાય એટલે આ બધા પડખા ચોખ્ખા થાય. ક્યારે ? એક આત્મહિતનું લક્ષ્ય હોય ત્યારે. ૨૭૫ એટલા માટે જ્યારે કોઈપણ જીવને હવે આત્માનું હિત કરવું છે એવી ભાવના થઈ આવે ત્યારે જ્ઞાની એનો અત્યંત સમાદર કરે છે. અહીંયાં જે સોભાગભાઈ’ને લખ્યું ને કે અમે તમારા વચનને નમસ્કાર કરીએ છીએ. ૩૧૫ પાને. બીજો પેરેગ્રાફ. માગી ખાઈને ગુજરાન ચલાવશું; પણ ખેદ નહિ પામીએ;..' એટલે સંયોગોમાં પ્રસંગમાં પોતાપણું કરવાનો પ્રશ્ન નહિ રાખીએ. એ દીનતા નથી કરવી. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે...' અમે તો આ ધ્યેય અને આ પ્રાપ્તિ માટે નીકળ્યા છીએ. સત્ જોઈએ છે, જ્ઞાનનો અનંત આનંદ જોઈએ છે. એની પાછળ છીએ. એની આગળ કૌઈ વાતની પ્રતિકૂળતા-અનુકૂળતાની કોઈ ગણતરી વિસાતમાં નથી. આવા ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો !' આ સોભાગભાઈ’ના વચનને કેમ નમસ્કાર કર્યો ? એના આત્માને નમસ્કાર આવ્યો કે ન આવ્યો એમાં ? કે આવી ગયો. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ રજહૃદય ભાગ-૫ એ સત્ની નજીક આવવા માગે છે. તો જ્ઞાનીની એ આજ્ઞા થઈ કે સત્ની નજીક કોઈ આવતો હોય તો તું એનું દાસત્વ કરજે. વંદન અને નમસ્કારનો અર્થ શું છે? દેવ-ગુરુશાસ્ત્ર અને સત્યરુષ એની નજીક કોઈ આવવા માગતું હોય, એની સમીપ આવવા માગતું હોય. આત્મકલ્યાણનો હેતુ છે ને એ તો, નિમિત્ત છે, તો એને નમસ્કાર કરીને લઈ આવજે. ભૂલેચૂકે એને દૂર કાઢવાના તું પ્રયત્ન કરીશ નહિ. તું અનંત 'કાળ સુધી દૂર થઈ જઈશ નકામો. પણ એને તું નમસ્કાર કરજે. એ એની આજ્ઞા છે. એ વાત એમાંથી નીકળે છે. | મુમુક્ષુ - નવી વાત છે. - પૂજ્ય ભાઈશ્રી - હા. કેટલો બધો આદર કર્યો છે ! વિચારવા યોગ્ય વાત તો એ છે કે જ્યારે સોભાગભાઈએ આ પત્ર વાંચ્યો હશે ત્યારે એના આત્મામાં કેવા પરિણામ થયા હશે ? આ વિચારવા જેવો વિષય છે. મુમુક્ષુ - નવી વાત છે. પૂજ્ય ભાઈશ્રી :- કલ્પના કરો, અનુમાન કરો કે એના આત્મામાં કેવા પરિણામ થયા હશે કે જે પરિણામને લઈને એને “શ્રીમજી પ્રત્યેનું સમર્પણ કેટલું વધ્યું હશે અને બહુમાન કેટલું વધ્યું હશે ? આ વિચારવા યોગ્ય વિષય છે. એ આત્મા પામી જાય છે. પામ્યા છે એનું કારણ છે કે એ બધા પરિણામની Line નું અનુસંધાન બરાબર થઈ ગયું છે એટલે પામી ગયા છે. મુમુક્ષુ - નિપક્ષનો અર્થ ફરીથી કહો. પૂજ્ય ભાઈશ્રી - એક તો આત્મલક્ષનો વિષય છે, અસ્તિથી લઈએ તો એક પોતાનું આત્મહિત સિવાય બીજી કોઈ વાત જેના લક્ષમાં નથી એને નિર્પેક્ષ ગણવો. આત્મહિતનો જ પક્ષ. પછી એને માટે એ બધી રીતે તૈયાર છે. કોઈ વાતની પક્કડ ન રાખે. કોઈ બાબતની, કોઈ પ્રસંગની, કોઈની પક્કડ નહિ. મારા આત્માનું અહિત થાય. વાત પૂરી થઈ ગઈ, કોઈ સંજોગોમાં, કોઈ કારણથી, કોઈ કિમતથી મંજૂર નથી. કોઈ કિમતે એ વાત મંજૂર નથી અને આત્મહિત થાય તો કોઈપણ કિમતથી એ વાત મંજૂર છે. બીજુ, પૂર્વગ્રહ. નાસ્તિથી લઈએ તો આ જીવ અનેક પ્રકારના વિષયસ લઈને બેઠો છે, વિપરીત સંસ્કાર અનાદિના સંઘરીને બેઠો છે. એ તમામ એની છોડવાની. Page #296 -------------------------------------------------------------------------- ________________ પાક ૩૩૩ ૨૭૭ તૈયારી છે. કોઈ પૂર્વગ્રહ મારે રાખવો નથી, કોઈ પક્કડ રાખવી નથી. જેટલા સા પડખા સામે આવે તે બધા સ્વીકારવા માટે એકેય પૂર્વગ્રહને વજન આપવું નથી. તો આનું શું ને તેનું શું ? તો એ કાંઈ નહિ. મુમુક્ષુ :- ધારણાજ્ઞાન.. પૂજ્ય ભાઈશ્રી :– ધારણાજ્ઞાન ઉ૫૨ ચોકડી મૂકી રે. કોઈ વાત નહિ. ન સમજાય, સમજવા માટે આશંકા કરે એ તો આદર કરવા યોગ્ય છે, એનો કોઈ વાંધો નથી. બાકી પોતાનો પૂર્વગ્રહ નહિ—હું પહેલાં આમ સમજ્યો છું મને આમ લાગ્યું હતું અને આ વાત મને ઠીક લાગી હતી, તમારી ઠીક નથી લાગતી. કારણ કે આ વાત મને ઠીક લાગે છે. એ વાત તો છોડી દેવા જેવી છે. મુમુક્ષુ :– જે નજીક આવતો હોય, સામે જઈને આદર કરીને લઈ આવે. કોઈ માણસ શાસ્ત્રની વિરાધના કરતો હોય તો.... પૂજ્ય ભાઈશ્રી :- તો એના પ્રત્યે એને સારું ન લાગે કે આ ઘણું અહિતનું કામ કરે છે. એને એના પ્રત્યે અહીંયાં રાગ છે તો થોડો દ્વેષ પણ કદાચ આવી જાય. ત્યાંથી માંડીને એ પ્રકાર ઉત્પન્ન સહેજે થાય છે. એ તો Action & reaction are opposite & equal જેવી વાત છે. એ તો બહુ કુદરતી છે. એ કરવું નથી પડતું. એ શીખવાનો વિષય નથી. જો સત્નો આદર છે તો અસહ્નો અનાદર સામે સહેજે સહેજે જ ઊભો થઈ જાય છે, કરવો પડતો નથી. એવી વાત છે. મુમુક્ષુ :– ત્યાં આને આદર કરીને લાવજે આ વાત લાગુ નથી પડતી. પૂજ્ય ભાઈશ્રી :– એને તું સાચી વાત સમજાવે કે ભાઈ ! આ તારા અહિતનો રસ્તો છે, આ નુકસાનનું કારણ છે, બહુ મોટું નુકસાન છે. તમારા લાભ-નુકસાનને તમે તો સમજો. પછી કોઈવાર એવું લાગે કે બાળકના હાથમાં સોમલ છે અને લાડવો માનીને ખાવા જાય છે તો થપાટ મારીને પાડી દે. એવું કરે કોઈવાર પણ એ તો પ્રસંગ જોઈને જ્ઞાનીમાં એ પ્રકારની વિચક્ષણતા હોય છે તો એ પણ પ્રકાર ક્યારેક આવે છે. ત્યારે કોઈને એમ લાગે છે કે આ કેમ આટલું કડક પગલું ઉઠાવ્યું ? પણ એ પણ સામાના હિત ખાતર હોય છે. એની અંદર દૃષ્ટિકોણ બીજો નથી હોતો. વ્યક્તિગત દ્વેષનું કોઈ કારણ નથી હોતું. મુમુક્ષુ :– એ શાનીની .. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :– હા, એ તો જ્ઞાનીનું કાર્ય છે, એ જ્ઞાનીનું કાર્ય છે. અને એ સહેજે એવું કોઈવાર કોઈના માટે બનતું હોય છે. એવા વિભિન્ન પ્રકારના પ્રસંગો જોવા મળે, ખ્યાલમાં આવે તોપણ અન્યથા કલ્પના ન થાય એટલા એ બધું વિચારી લેવું જોઈએ. સામાન્ય રીતે તો માણસો એવા પ્રસંગમાં વ્યક્તિગત રાગ-દ્વેષમાં પડી જાય છે. એવું ભૂલેચૂકે નહિ થવું જોઈએ, એમ કહેવાનો મતલબ છે. મુમુક્ષુ :- મુમુક્ષુ તો શાસન તોડવાવાળાની સામે જ ઊભા હોય ને, સાથે કેવી રીતે રહે ? પૂજ્ય ભાઈશ્રી :– હા, સાથે ઊભા રહેવાનો તો પ્રશ્ન નથી. એ તો પ્રશ્ન જ નથી. અહીંયાં સત્પુરુષને ઓળખવા માટે સત્સંગ કરવો અને સત્સંગ પણ ક્યા પ્રકારે કરવો (એની) પ્રશ્ન અને ઉત્તર બંનેથી આટલી સ્પષ્ટતા કરી છે. આવો ઉત્તર શાની લખી શકે, જાણી શકે, કહી શકે, અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે. જુઓ ! બે જણને અધિકાર આપ્યા. સત્સંગ કેમ કરવો એ શાની જાણે અને કાં જ્ઞાનીના કોઈ આશ્રિત હોય એ જાણી શકે અથવા કહી શકે અથવા લખી શકે તેવો આ તમારો ઉત્તર છે. એમ કહે છે. સોભાગભાઈને રીતસર પ્રમાણપત્ર આપ્યું છે કે તમારી જે અત્યારની વર્તમાન યોગ્યતા છે એ જ્ઞાનીને ઓળખવાની યોગ્યતામાં તમે આવ્યા છો. એ વાત નક્કી થઈ જાય છે. એટલું પ્રમાણપત્ર અહીંયાં આપી દીધું છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી, તેવા શાસ્ત્રાભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે...’ આગમ ઘણા વાંચ્યા હોય, શાસ્ત્રો ઘણા વાચ્યા હોય, મહાન વિદ્વાન તરીકેની આબરૂ સંપન્ન થઈ હોય, પ્રાપ્ત થઈ હોય પણ શાસ્ત્ર અભ્યાસીનું કામ નથી. સત્સંગ કેમ કરવો ? કરવો અને કેમ કરવો ? એ શાસ્ત્ર અભ્યાસીનું કામ નથી. માત્ર એ જ્ઞાનીનું કામ છે અને જ્ઞાનીના આશ્રિતનું કામ છે. શાસ્ત્ર ભણતરનો એ વિષય નથી. એમ કહે છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી.... શાસ્ત્ર અભ્યાસી બે જાતના હોય છે. એક તો શાસ્ત્ર અભ્યાસ એવો હોય છે કે જેને માર્ગનો બોધ હોય તો એને અહીંયાં નથી લીધા. એનો શાસ્ત્ર અભ્યાસ પ્રશસ્ત છે. પ્રશસ્ત છે એટલે પ્રશંસા કરવા યોગ્ય છે. કેમકે એણે શાસ્ત્ર અભ્યાસમાંથી માર્ગ કેવો હોય એવો બોધ સાથે સાથે પ્રાપ્ત Page #298 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૩ ૨૭૯ કર્યો છે. માર્ગ એટલે છૂટવાનો માર્ગ. છૂટવાનો માર્ગ કેવો હોય એવો બોધ જેને નથી એનો શાસ્ત્ર અભ્યાસ નિષ્ફળ છે. એ શાસ્ત્ર અભ્યાસનું કાંઈ ફળ નથી અને એને તો સત્સંગ કેમ કરવો એ પણ ખબર નહિ હોય એમ કહે છે અથવા સત્સંગનું એને મહત્વ નહિ આવે. એ સત્સંગને ગૌણ કરશે, બીજી વાતને મુખ્ય કરશે. ગુરુદેવ” નું પ્રવચન ચાલતું ત્યારે લગભગ કોઈ પૂજામાં ન બેસે. બે Premises જુદાં જુદાં છે, આપણી જેમ નથી કે દખલ થાય માટે ન બેસે. ત્યાં તો દેરાસર જુદું, સ્વાધ્યાય હોલ જુદો. પણ “ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય ત્યારે પૂજા કરવા કોઈ બેસી જાય ? ન બેસે. કેમ ? આ “ગુરુદેવ પાસે બેસવાનું અને પેલું ભગવાન પાસે બેસવાનું. તો કેમ પસંદ એ નથી કરતા ? અને આ પસંદ કરે છે ? | મુમુક્ષુ :- હિતનું કારણ છે. પૂજ્ય ભાઈશ્રી - હ... સત્સંગ કેમ કરવો ? સત્સંગનું પ્રાધાન્યપણું એ મુખ્ય વાત છે. ભગવાનની પૂજા કરતા, સત્સંગ કરવાનો આદેશ છે અને ઉપદેશ છે એમ કહેવું છે. આ તો ઘણાને ખ્યાલ નથી આવતો ને ! | મુમુક્ષુ :- ભૂતકાળ યાદ કરીએ તો એમ લાગે કે એ વખતે થોડું ખટકતું હતું પણ બેસતા હતા તો ગુરુદેવ પાસે પણ પેલું ખટકતું હતું કે. - પૂજ્ય ભાઈશ્રી :- પહેલાં દર્શન કરી આવીએ ભલે પાંચ મિનિટ મોડું થાય વ્યાખ્યાનમાં જવાનું પણ પહેલાં દર્શન કરી આવવા જોઈએ ને, પછી વ્યાખ્યાનમાં બેસીએ. કે વ્યાખ્યાન સાંભળીને પછી દર્શન કરવા જવા ? હવે શું કરવું ? એમ. રાઇમ થઈ ગયો હોય, વ્યાખ્યાન ચાલુ થઈ ગયું. હોય, ભાવનગર થી બસમાં આપણે મોડા પહોંચ્યા હોય. સત્સંગનું મહત્ત્વ અને સત્સંગ કેમ કરવો એ બધો પ્રકાર સમજણમાં આવવો જોઈએ. જોકે સામાન્યપણે તો શુભભાવનું પણ ત્યાં તો તોલન નથી. પૂજા-ભક્તિમાં જે શુભભાવ થાય છે અને શાસ્ત્ર સ્વાધ્યાયમાં જે શુભભાવ થાય છે એમાં શાસ્ત્રસ્વાધ્યાયના શુભભાવ ઊંચી કોટીના છે. ઊંચો માલ છોડી અને નીચો માલ કોઈ ત્યે ? એવું તો કોઈ કરે નહિ. એક જ દુકાને કહે, ભાઈ ! આ હલકો માલ આપી ડ્યિો. પૈસા એટલા ને એટલા લેજો. સમય અને શક્તિ તો એટલી ને એટલી જ દેવાની છે. એ પણ જેને ખ્યાલ નથી આવતો તો એમ ને એમ ઓથે ઓથે ચાલવાનું થાય Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ચજહૃદય ભાગ-૫ છે. પોતાની કલ્પના પ્રમાણે જીવ વિચારે છે. | મુમુક્ષુ :- પૂજા, ભક્તિ કરતા શાસ્ત્ર સ્વાધ્યાય માટે ... પૂજ્ય ભાઈશ્રી - હા, જે લોકો શુષ્કતામાં આવ્યા, ભાવના વિહીન થયા. એટલે બપોરે પ્રવચન પૂરું થાય અને પોતે ભક્તિમાં પધારતા હતા. પૂજા કરવાનો પ્રસંગ ઓછો હતો કેમકે પહેલેથી ત્યાગી દશામાં રહેલા. ભક્તિમાં પોતે પધારતા હતા. એ એમ બતાવે છે અનુકરણ કરવાની વાત છે કે ભાવના હોવી જોઈએ. નહિતર શાસ્ત્રજ્ઞાનનું અહમ્પણું કેવી રીતે મટશે ? ભાવનામાં અને ભક્તિમાં આવ્યા વિના શાસ્ત્રજ્ઞાનનું અહમુપણું નહિ મટે. પણ બે એક સાથે હોય ત્યારે શું કરવું ? ત્યારે વિવેક કરવો પડે છે, ત્યારે તુલના કરવી પડે છે, ત્યારે એ વિષયની સમજણની જરૂર પડે છે, સમજણ વગર બધી ગડબડ થાય છે. શાસ્ત્ર અભ્યાસી પુરુષો એની ગણતરી જુદી વસ્તુ છે અને પુરુષ અને સત્સંગની મહત્તા આંકનારની ગણતરી જુદી વસ્તુ છે એમ આમાંથી કાઢે છે. એ યથાર્થ ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ જ છે.' એ પણ બરાબર જ છે. એ સોભાગભાઈએ લખ્યું છે કે બીજો આ નહિ સમજી શકે. એ પણ આપે લખ્યું તે બરાબર જ છે. શુદ્ધતા વિચારે ધ્યાવે એ પદ વિષે હવે પછી લખીશું. બનારસીદાસજી” નું પદ છે ને ! શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, અમૃતધારા વરસે આગળ આવશે. આગળ આવી ગયું. “શુદ્ધતા વિચારે ધ્યાને શુદ્ધતામેં કેલી કરે’ ૩૧૬ પાને ઉપર “સોભાગભાઈ ના પત્રમાં “નાટક સમયસાર' નું પદ મૂક્યું છે. ૩૨૬ પત્રમાં ખાલી પદ જ લખ્યું છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામ્ કેલી કરે, શુદ્ધતામેં થિર છે અમૃત ધાર વરસે. શુદ્ધોપયોગની દશા છે. બનારસીદાસજી'નું ‘સમયસાર નાટકનું પદ છે. (અહીં સુધી રાખીએ). Page #300 -------------------------------------------------------------------------- ________________ તા. ૨-૧૨-૧૯૮૯ પ્રવચન ન. ૯૬ પત્રક - ૩૩૩, ૩૩૪ અને ૩૩૫ પત્ર-૩૩૩ ચાલે છે, પાનું ૩૧૯. છેલ્લો પેરેગ્રાફ છે. “અંબારામજી' કરીને કોઈ વિદ્વાનના પુસ્તક સંબંધમાં સૈદ્ધાંતિક જ્ઞાનને વિષે કેટલીક વાતો વિઘટતી એટલે કે યથાર્થ નથી લાગતી. વિઘટતી લાગે છે એટલે યથાર્થ નથી લાગતી. તથાપિ લખનાર પુરુષની દશા ઠીક છે, માગનુસારી જેવી છે. એટલી કોઈ પ્રાસંગિક વાતની નીચે પોતાને વિષે થોડી વાત લખી છે. જેને સદ્ધાંતિક અથવા યથાર્થશાન અમે માન્યું છે તે અતિ અતિ સુકુમ છે,' આ પ્રશ્ન :- માગનુસારી એટલે ? સમાધાન :- માગનુસારી એટલે માર્ગને અનુસારવા માટેની જેની યોગ્યતા કાંઈક ઠીક છે, અન્યમતમાં હોવા છતાં અથવા કોઈપણ મતમાં હોવા છતાં. આત્મા તો આત્મા છે, એની એકંદર યોગ્યતાનો સરવાળો મારે છે. એ જીવની માર્ગે ચડવા માટેની યોગ્યતા સારી છે. કેટલાક પ્રતિબંધક કારણ શ્રદ્ધાન અને અભિપ્રાયના છૂટી જાય તો તરત માર્ગ પકડી લે. એવી પણ કેટલીક યોગ્યતા છે. વિષય વિશાળ પણ છે અને સૂક્ષ્મ પણ છે. કેમકે મિથ્યાત્વના અસંખ્ય ભેદ છે). અસંખ્ય ભેદમાં કોઈને કોઈ પ્રકારના ભેદમાં કોઈને કોઈ આત્મા સંસારમાં હોય જ છે. એમ છતાં બીજી કોઈ પાછી એવી યોગ્યતા હોય છે કે જેને લઈને એ અભિપ્રાય છૂટે કે તરત જ આ યોગ્યતાને કારણે એ માર્ગ પકડી લ્ય. અથવા બીજી રીતે વિચારીએ તો એક જ જીવને વિષે પરસ્પર વિરુદ્ધ બે પ્રકારની યોગ્યતાનું મિશ્રણ હોય છે. કેટલાક વિપસ હોય છે અને કેટલીક વાત એને પરમાર્થની બેસતી હોય છે તો કેટલીક નથી બેસતી હોતી. આવો એક જીવને વિષે મિશ્રભાવરૂપ વિપયસ હોય છે. પછી એ જૈનમતમાં હોય તોપણ હોય, અન્યમતમાં હોય તોપણ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ચજહૃદય ભાગ-૫ હોય. ત્યાં આ એક સમ્યજ્ઞાનનો અતિશય છે કે જ્ઞાની એમના સમ્યજ્ઞાનથી કોઈ એવા પાત્રતાવાળા જીવને, માર્ગાનુસારીવાળા જીવને માપી શકે છે. બે પ્રકારના વિરોધાભાસી યોગ્યતાવાળા પરિણામ હોવા છતાં કઈ બાજુનું પરિણામ વધારે ઠીક છે એનું માપ એ જ્ઞાનમાં આવે છે. એ સમ્યકજ્ઞાનની એક વિશેષતા છે. એના ઉપરથી એ કહી શકે છે કે આ જીવ માર્ગાનુસારી છે, આ જીવ આવો છે, આ જીવ પાત્ર છે, આ જીવ ગર્ભિત પાત્ર છે, આ જીવ વર્તમાનપાત્ર છે. અનેક પ્રકારે (કહી શકે છે). મુમુક્ષુ - છે તો ગૃહીત મિથ્યાત્વમાં.. પૂજ્ય ભાઈશ્રી :- હા, ગૃહીતમાં હોય તોપણ એને નીકળતા વાર ન લાગે. ગૌતમ ગણધરનો વિષય લઈ લઈએ. ગૌતમ સ્વામી એ અન્યમતના ગુરુ હતા. કેટલું દઢ હોય મિથ્યાત્વ ? કેટલું તીવ્ર હોય ? છતાં યોગ્યતા એવી હતી કે છૂટતાં વાર ન લાગે અને છૂટતાં વાર ન લાગે તો ઝપટ કરતાં વાર ન લાગે. એ બધું માપ સાતિશય જ્ઞાનની અંદર આવે છે. મુમુક્ષુ - - પૂજ્ય ભાઈશ્રી :- હા, એમ અંબારામજી એ કોઈ અન્યમતમાં હશે. નામ ઉપરથી એમ લાગે છે કે કોઈ અન્યમતના જ હશે. હોય છે, એ તો આ કબીર છે, અખાભગત છે, નરસિંહ મહેતા છે એ બધાને માર્થાનુસારી કહ્યા છે ને. એ બધા અન્યમતમાં જ હતા ને. એટલે એ અન્યમત હોય તો ઠીક વાત છે. એટલું એનું મહત્ત્વ નથી ત્યાં. એની બીજી યોગ્યતાનું ત્યાં મહત્ત્વ છે. અન્યમતનું મહત્ત્વ નથી. બાહ્યદૃષ્ટિથી અથવા મતવાદી જીવ છે એ મતનું મહત્ત્વ વધારે આંકે છે કે આ તો અન્યમતમાં છે આ તો ગૃહીત મિથ્યાત્વમાં છે. એવું છીછરું મૂલ્યાંકન જ્ઞાનીના જ્ઞાનનું નથી હોતું. મુમુક્ષુ :- જૈનમતમાં પણ અત્યારે અન્યમત જેવું હોય છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, જૈનમત હોય અરે. દ્રવ્યલિંગી હોય અને અનંત સંસારી હોય. દિગંબર જૈન સાધુ દ્રવ્યલિંગી પંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ પાળતો હોય). પંચેન્દ્રિયના વિષયો છોડી દીધા. અનંત સંસારી હોય, અભવી હોય. અગિયાર અંગ અને નવ પૂર્વનો પાઠી હોય અને પંચ મહાવ્રત અને અઠ્યાવીસ મૂળ ગુણનું પાલન કરનાર હોય અને છતાં અભવી હોય અને અનંત સંસારી હોય. એમ કંઈ માપ ન નીકળે, જૈન મતથી માપ ન નીકળે. એવો વિશાળ વિષય છે અને સૂક્ષ્મ વિષય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૩૩ ૨૮૩ એટલે એમાં જ્ઞાનીઓના જ્ઞાનને સંમત કરવા સિવાય બીજાને બીજો અધિકાર નથી. કે અહીંયાં જ્ઞાનીની ભૂલ છે એ અધિકાર અજ્ઞાનીને નથી, બીજાને નથી. મુમુક્ષુ - અભવીને તો કોઈ class જ નથી ને ! પૂજ્ય ભાઈશ્રી - ના, એને સમ્યફ થવાની યોગ્યતા જ નથી. એવું છે. એવી કોઈ જીવની જ યોગ્યતા છે. ગુનો તો શું એ પોતે અપરાધ જ કરે છે. એ અપરાધ છોડતો જ નથી અને છોડવાની એની ઇચ્છા જ નથી. ના જ પાડી દે કે નહિ, એ તો મારે કરવું જ છે, એમ જ કહી દયે. મુમુક્ષુ – જૈનમત તો મતનું નામ છે, વસ્તુનું સ્વરૂપ છે. પૂજ્ય ભાઈશ્રી :- વસ્તુનું સ્વરૂપ છે એ તો. એ તો વસ્તુનું સ્વરૂપ છે. જૈનદર્શન વસ્તુનું સ્વરૂપ છે. એ કોઈ સંપ્રદાય નથી, એ કોઈ વાડો નથી, એ કોઈ મતનો. અમુક Group નો એ કોઈ અધિકારી છે એવો કોઈ વિષય નથી. નાત જાતનો કોઈ વિષય નથી, સમાજનો કોઈ વિષય નથી.. કેટલાક વિવાદાસ્પદ બનાવો બન્યા ત્યારે આ દિગંબર સમાજની અંદર લોકો શું કહે છે કે ભાઈ ! અમારે સમાજમાં રહેવું હોય ને એટલે પછી અમુક રીતે જ ચાલવું પડે. એ ધર્મ નથી. ધર્મ અને સમાજને કોઈ લેવા દેવા નથી. સામાજિક વિષય જુદો છે, ધાર્મિક વિષય જુદો છે. સામાજિક વિષય અને ધાર્મિક વિષયને જો એકમેક કિરવામાં આવે તો રાજકારણ અનિવાર્યપણે એમાં ઉત્પન્ન થાય, એનો પ્રવેશ થાય અને તમામ અનિષ્ટ એમાંથી ઊભું થાય, સમસ્ત અનિષ્ટ એમાંથી ઊભું થાય. એટલે એ બંનેને જુદી જુદી રીતે જ વિચારવું યોગ્ય છે. શું કહે છે ? “જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થજ્ઞાન અમે માન્યું છે કે જેની અંદર વસ્તુના સ્વરૂપનું બંધારણીય જ્ઞાન અથવા દ્રવ્ય-ગુણ-પર્યાય અને એના ધર્મનું જ્ઞાન અને આત્મહિત થાય, તેના ફળસ્વરૂપે આત્મહિત થાય એવું જે યથાર્થજ્ઞાન તે તો ઘણું સૂક્ષ્મ છે. જેને અમે માન્યું છે એ તો ઘણું સૂક્ષ્મ છે, એમ કહે છે. કેમકે એમાં ન તો સૈદ્ધાંતિક વિપયસ હોય છે, ન તો એમાં કોઈ કાર્યપદ્ધતિનો અધ્યાત્મિક વિપર્યાસ હોય છે. અધ્યાત્મ અને દ્રવ્યાનુયોગ બંનેનું યથાર્થપણું થતાં જે સ્વરૂપાનુભવ અથવા અંતર્મુખ દશા ઉત્પન્ન થાય એ વિષય ઘણો સૂક્ષ્મ છે, અતિ અતિ સૂક્ષ્મ છે, એ વિષય ઘણો સૂક્ષ્મ છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ચજહૃદય ભાગ-૫ એ બહુ આગળ લખી ગયા ૨૦માં વર્ષમાં લગભગ. “મનસુખરામ સૂર્યરામને પત્રો લખ્યા છે એમાં. કેટલીક વાતો તમને વિચારવા માટે અહીંયાં લખું છું. બાકી જે ખરેખર પરમસત્ય વાત છે એની પ્રયોજના જ્ઞાનીઓના હૃદયને વિષે રહેલી છે. એટલો એક ટુકડો મૂકી દીધો છે. હવે એની પ્રયોજના એટલે શું ? કે એ પ્રકારની જે કાર્યપદ્ધતિ છે એ તો એટલી સૂક્ષ્મ છે, એ ઘણી સૂક્ષ્મ છે કે એ તમને લખાણમાં કેવી રીતે બતાવીએ? પણ તે થાય તેવું જ્ઞાન છે. ભલે એ ઘણું સૂક્ષ્મ છે તોપણ તે જ્ઞાન અશક્ય નથી, તે જ્ઞાન સંભવિત છે, શક્ય છે, થાય તેવું છે. વિશેષ હવે પછી.” એ વિષયમાં કોઈવાર હવે પછી વિશેષ વાત કરીશું. ચિત્તે કહ્યું કર્યું નથી. માટે આજે વિશેષ લખાયું નથી, તે ક્ષમા કરશો.” કેટલા ભિન્ન પડ્યા છે ! મનના પરિણામથી કેટલા ભિન્ન છે કે મન સ્વતંત્ર રીતે ચાલે છે અને અહીંયાં લખવામાં ઉપયોગ હોવા છતાં હવે એ ઉપયોગ ઉદાસીનતાને ભજે છે, હવે એ લખવાનો રસ ઊડી ગયો છે એટલે ક્ષમા કરજો. પત્ર હવે વધારે લંબાવતો નથી. છોડી દીધું લખવું. પરમ પ્રેમભાવથી નમસ્કાર પહોંચે.’ એમ કરીને પોતાની લાગણી પણ પ્રદર્શિત કરી છે. કાલે થોડું બાકી હતું. ' Page #304 -------------------------------------------------------------------------- ________________ પત્રીક-૩૩૪ ૨૮૫ પત્રક - ૩૩૪ મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે, ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. હવે પછી લખીશું હવે પછી લખીશું એમ લખીને ઘણીવાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા યોગ્ય છે; કારણ કે ચિત્તસ્થિતિ તો ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. જેવી હાલ ચિરસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો છે તે ઉપાuિસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું ન કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે સો છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે, અને તેમાં તો છેઅત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી ( શકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ' શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે તે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. આ અમે ટૂંકામાં લખ્યું આ છે; અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભયા કરીએ છીએ. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચય રે અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ચજહૃશ્ય ભાગ-૫ છે છે. અત્યંત વિકટ એવું વીતરાગત અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ ન છે. તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, એ નિશ્ચય છે, પ્રાપ્ત ર કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા માટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. - પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિરસ્થિતિ જણાવી તેવી વત્ય કરે છે. - હાલ ત્યાં કંઈ વાંચવાનું વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કઈ પ્રસંગોપાત્ત લખશો. ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ, તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી. અભિન બોધમયના પ્રણામ પહોંચે. ૩૩૪મો પત્ર પણ “સોભાગભાઈ ઉપર જ છે. હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે જુઓ ! આત્મીયતા કેટલી છે ! ઉપર ફાગણ સુદ ૪ નો પત્ર છે એમાં પરમ પ્રેમભાવથી નમસ્કાર કર્યા છે. ફગણ સુદ ૧૦ ના પત્રમાં એટલે બુધવારે, બુધવારે સામે બુધવારનો બુધવારનો જ પત્ર છે. “હૃદયરૂપ શ્રી સોભાગ્ય પ્રત્યે.' પોતાના હૃદયના સ્થાને રાખ્યા છે. “ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. બહુમાન કરે છે. “ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે.’ - હવે પછી લખીશું. હવે પછી લખીશું એમ લખીને ઘણીવાર લખવાનું બન્યું નથી, તે ક્ષમા કરવા યોગ્ય છે. પોતાની પહેલી વાત કરી નાખી. કે હવે પછી લખીશું. અમુક વાત હવે પછી લખીશું એમ ઘણીવાર તમને લખ્યું છે છતાં જે લખવું છે એ લખવાનું બન્યું નથી. તે માટે ક્ષમા માગીએ છીએ. કારણ કે ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. ૨૪મા વર્ષમાં Page #306 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૪ ૨૮૭ સમ્યગ્દર્શન થયું છે. ૨૫માં વર્ષમાં કેટલું બધું જોર છે ! માર્ગની અંદર આગળ વધવાનું કેટલું બધું જોર છે એ આ પત્ર એનો બહુ સારો એવો પુરાવો છે. ઘણી એવી વાતો આ પત્રની અંદર લખી છે. “ચિરસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે;” એટલે અમારું ચિત્ત શરીરની સાવધાનીમાં લાગેલું રહેતું નથી. શરીર પ્રત્યેની ઘણી ઉપેક્ષા વર્તે છે. એટલે કહેવાની જરૂર નથી કે શરીર સિવાયના બીજા કાર્યો છે એની કેટલી ઉપેક્ષા વર્તે છે, એ બતાવવાની જરૂર નથી. એ કહી દીધું કે, કાર્યને વિષે અવ્યવસ્થા થઈ જાય છે. કોઈપણ કામની અંદર વ્યવસ્થા ન જળવાય એવી રીતે ઉપયોગ છે એ ઘટી જાય છે, છૂટી જાય છે અને ચિત્ત ધાર્યું કામ કરતું નથી. વિદેહી જેવી સ્થિતિ વર્તે છે. માપ કાઢવું સામાન્ય માણસને મુશ્કેલ પડે એવો વિષય છે. કેમકે મિથ્યાત્વ અવસ્થામાં દેહાત્મબુદ્ધિ હોવાને લીધે જીવની પરિણતિ શરીરની સાથે વળગેલી જ રહે છે. દેહ તે હું એવી જે પરિણતિ છે એ પરિણતિ છૂટતી નથી અને એ પરિણતિમાં શરીર પ્રત્યેના એકત્વભાવની પ્રગાઢતા. અવગાઢપણું કેટલું છે એ ઘણા સૂક્ષ્મ અંતર અવલોકનનો વિષય છે. જેનું અવલોકન ઘણું સૂક્ષ્મ થયું હોય, અવલોકનની પદ્ધતિ અને Practice થતાં થતાં જેનું અવલોકન ઘણું સૂક્ષ્મ થયું હોય એને થોડો થોડો ભાસ આવે છે. મિથ્યાત્વ અવસ્થામાં પણ જ્ઞાન થોડું નિર્મળ થાય તો એને ભાસ આવે છે કે શરીર સાથે એકત્વના પરિણામ કેટલા બધા ચાલે છે. એનો થોડો એને ખ્યાલ પડે છે. એને વિદેહી સ્થિતિનો થોડો ખ્યાલ આવે છે, બીજી બાજુ કે જે દેહથી ભિન્ન પરિણામ હોય, મોક્ષમાર્ગ ધર્માત્મા હોય અને એની વીતરાગતાનું જોર વધતું હોય એ વખતે દેહથી ભિન, આત્મામય, જ્ઞાનમય પરિણામની અંદર જે બળવાનપણું હોય છે ત્યારે શરીરની સાવધાની બહુ ઘટી જાય છે. પરિણામ તો ભિન્ન પડી ગયું છે, ઉપયોગની સાવધાની પણ ઘણી ઘટી જાય છે. ત્યારે એને વિદેહી અવસ્થા કહેવામાં આવે છે. ' જેવી હાલ ચિરસ્થિતિ વર્તે છે, તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. એટલે કે એ સ્થિતિ અમને મંજૂર છે. જે ચિત્તસ્થિતિ વર્તે છે એ વર્તાવ્યા છૂટકો નથી. આગળ જવું હોય તો આમ જ થાય. વીતરાગભાવમાં આગળ વધવું હોય તો આજ પરિસ્થિતિ આવે. મુમુક્ષુ :- આ સ્થિતિ કાયમ માટે રહેવાની છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી - ના. એ તો આગળ જાય એટલે પછી મુનિદશા આવે છે પછી શ્રેણી આવે છે એમ થઈ જાય છે. પણ જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થામાં છે અને એમાં પણ બળવાન આત્મદશા વર્તે છે ત્યારે ઉદયના કાર્યોની અંદર થોડી અવ્યવસ્થા પણ ઉત્પન ઘઈ જાય છે. આ બહુ સારો પત્ર છે. એમની અંતરંગ દશાનો ઘણો - સારો પત્ર છે. મુમુક્ષુ – અમુક સમય સુધી. - પૂજ્ય ભાઈશ્રી - પછી તો તકલીફ નથી. પછી તો આગળ વધી જશે ને ! એમ એ ખ્યાલ છે. સમ્યગ્દર્શન થયું એટલે સમ્યગ્દર્શનથી આગળ વધીને જે દશા થાય એ છેક કેવળજ્ઞાન પર્વતની દશાનું જ્ઞાન થઈ ગયું. મુનિ આવા હોય, શ્રાવક આવા હોય, કેવળજ્ઞાની આવા હોય-બધું જ્ઞાન થયું છે. એટલે તો વચ્ચેનો અમુક જ કાળ છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. આ પત્ર સીધો વાંચો તો ન સમજાય એવો છે, જરા સૂક્ષ્મ પત્ર છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે... કેમકે એ વખતની એમની સ્થિતિ જો લક્ષમાં લેવામાં આવે તો જ એનું કથન પકડાય એવું છે. નહિતર એ કથન પકડાય એવું નથી. એવો પત્ર છે. “ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉઘસીન...” ઉદાસીન ચિત્તસ્થિતિ “અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. જ્ઞાનદશા પ્રગટ થાય અને ચોથા ગુણસ્થાનમાં આટલું બધું જોર આવે એવી તેજ મોક્ષમાર્ગની દશા ઓછા જ્ઞાનીને હોય છે. શું કહેવું છે ? કે મોક્ષમાર્ગની અંદર પણ ધીમે ધીમે આગળ વધનારા, મોક્ષમાર્ગમાં ક્રમશઃ ધીમે ધીમે આગળ વધનારા મોક્ષમાર્ગી આત્માઓની સંખ્યા અને એકદમ તેજીથી છલાંગ મારીને આગળ વધનારા મોક્ષમાર્ગી આત્માઓની સંખ્યા, એમાં એ તેજીથી જેની ચાલ હોય છે એવા બહુ અલ્પ હોય છે, એવા ઘણા અલ્પ હોય છે. બાકી શાસ્ત્રાદિમાં રોકાતા રોકાતા આગળ વધે એવા ઘણા હોય છે કે જે બહારમાં ધાર્મિક પ્રવૃત્તિમાં પડે છે અને એને હિસાબે એમનો જે ધાર્મિક અનુરાગ છે એ વિશેષ હોય છે એને કારણે રોકાવું થાય છે. એટલે એ પણ પોતાની દશાની એમણે વાત કરી છે. કેમકે એકાવતારી છે ને એટલે જોર ઘણું કરે છે. અંદરથી આત્મા વીતરાગતાની વૃદ્ધિ માટે બળ ઘણું કરે છે. એવી પોતાની Page #308 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૪ ૨૮૯ જે દશા છે એનો બહુ થોડા શબ્દોમાં સંકેત છે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન...” બને. એક બાજુ ઉપાધિ, ઘણી સાધારણ સ્થિતિ. જો કંઈક સારી આર્થિક સ્થિતિ હોત તો તો કુટુંબને એમ જ મૂકી દીધું હોત કે ભાઈ ! તમારે કોઈ તકલીફ નથી. મને પ્રવૃત્તિમાં શું કરવા નાખો છો ? પોતાને આર્થિક આજીવિકા માટેની પ્રવૃત્તિ કરવી પડે, એ તો જો વ્યવસ્થા હોય તો વધારે લોભથી જ્ઞાની કરતા નથી કે હજું ઘણું મેળવવું છે, હજું ઘણું મેળવવું છે, હજી થોડું મેળવવું છે. પણ પોતાને યાચના કરવાની પરિસ્થિતિમાં પણ ન આવવું પડે અથવા પોતાનો બોજો બીજાને માથે ન આવી પડે એ પણ એને એક લાગણી હોય છે અને તેથી પોતાના રાગ અનુસાર એ પ્રવૃત્તિમાં પડે ત્યારે એ માર્ગમાં વીતરાગતાનું જોર ઊભું થાય, ત્યારે પરસ્પર વિરુદ્ધ પરિણામોનું એક દ્રઢ મોક્ષમાર્ગમાં પણ ઊભું થાય છે. એટલે એવી ઉપાધિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન...” ઉદાસીન એમ નહિ પણ “અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. કેમકે મોક્ષમાર્ગની અંદર એ સંખ્યા હંમેશાં થોડી હોય છે. ભૂતકાળના અનેક જ્ઞાનીઓ થઈ ગયા એની ખબર પડે છે. ઘણા જ્ઞાની થઈ ગયા ત્યારે પોતાની હયાતી જ્ઞાનદશામાં નહોતી કે એ બધાનું એ વખતે માપ કાઢી લીધું હોય. પણ અત્યારે ખબર પડી જાય છે. કે જ્ઞાનીઓ તો ઘણા થાય છે પણ આવી ઉગ્ર સ્થિતિવાળા જ્ઞાનીઓ હંમેશાં મોક્ષમાર્ગની અંદર અલ્પ હોય છે અથવા તીવ્ર પુરુષાર્થી અને મંદ પુરુષાર્થી, મોક્ષમાર્ગી આત્માઓમાં તીવ્ર પુરુષાર્થી અને મંદ પુરુષાર્થી, એમાં મંદ પુરુષાર્થીની સંખ્યા વધારે, તીવ્ર પુરુષાર્થીની સંખ્યા અલ્પ હોય છે. એ તો હંમેશાં ઊંચી વસ્તુ જગતની અંદર અલભ્ય માત્રામાં જ મળે છે. હીરા કરતાં સોનું વધારે મળે છે અને સોના કરતા લોઢું વધારે મળે છે. લોઢા જેટલું સોનું મળે નહિ અને સોના જેટલા હીરા મળે નહિ. એ તો સીધી "વાત છે. મુમુક્ષુ :- “સોગાનીજીની સ્થિતિ . પૂજ્ય ભાઈશ્રી :- હા, એમની સ્થિતિ એવી હતી. એ તો બોલ્યા હતા એકવાર. એમની ચર્ચામાં એક વિશેષતા હતી કે કોઈ ફાલતું વાત, કોઈની વ્યક્તિગત વાત, કોઈ સામાજિક વાત એ તો ચાલે જ નહિ, એ ચાલવા દે પણ નહિ. જો કોઈએ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ચજહૃદય ભાગ-૫ શરૂ કરી હોય તો એ ટકોર કરે કે યે ક્યા હો ગયા ? મેં, તું, યહ, વહ ઐસા કૈસે હો ગયા ? એટલે કે ફ્લાણો આવો અને ફ્લાણો આવો, એ બધી વાત ક્યાંથી ચાલુ થઈ ગઈ. મેં, તું હું આવો ને તું આવો અને તે તેવો. આ બધી વાત ક્યાંથી ચાલુ થઈ ગઈ ? સીધી બંધ થઈ જાય. આ બધું બનેલું છે. પછી અપ્રયોજનભૂત વાત આવે તો ઉડાડે. વળી પર્યાય સુધારવા માટે તો ઘણી વાતો પુછાય. તો પર્યાય ઉપરનું વજન ભાળે ત્યાં ઉડાડે. પર્યાયમાં બેસીને આત્મામાં લીન થવું છે ? એમાં કોઈકે પ્રશ્ન કર્યો કે ગણધર દેવો પણ શાસ્ત્ર લખે છે. શાસનનું ભલું કરવા માટે ગણધર દેવો પણ શાસ્ત્ર તો લખે છે. ગણધર દેવો ભગવાનનું પ્રવચન સાંભળવા સમવસરણમાં જાય છે. તો કહે, પણ એમને નિષેધ આવે છે એનું શું ? તમે તો અનુમોદન કરો છો એ વાતનું. તમારી વાતમાં તો એવા શુભરાગનું અનુમોદન દેખાય છે અને એને તો નિષેધ આવે છે, એનું શું ? તો કહે, એ ભલે નિષેધ (આવે). એક શાસ્ત્ર લખે તો સેંકડો ગાથાઓ લખે. કેટલો સમય એમનો બગડે ? એટલું આત્મધ્યાનમાં રહેતા હોય તો ! આ બધા પ્રશ્નો ચર્ચાણા છે. ત્યારે એકવાર એમણે એવી વાત કરી છે કે, મોક્ષમાર્ગી આત્માઓમાં પણ શાસ્ત્રાદિમાં ચુકતે ચુકતે આગે બઢને કા બહુત ધર્માત્માઓંકા ઐસા પ્રકાર હોતા હૈ. બહુત કમ ધર્માત્મા ઐસે હોતે હૈં કિ જો બહુત તેજીસે મોક્ષમાર્ગ મેં આગે બઢ જાતે હૈં. ઐસે બહુત અલ્પ હોતે હૈં. હું આમ છું એમ ન કહ્યું. સંખ્યા બતાડી દીધી. એટલે તમારે સમજી લેવું કે ત્રણે કાળે આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ ત્રણે કાળે હોય છે. મુમુક્ષુ : પૂજ્ય ભાઈશ્રી :- આ તો મારે એની તલવાર છે. એવું નથી કે ગુરુ પહેલાં મારે ન જવાય, નહિતર અવિનય થશે. એવું નથી. એવી વાત છે. તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે.' ઉપાધિ પ્રસંગને લીધે એકધારું, એકતાર થઈને જે મુનિદશામાં હોય અને જે સાધન સાધે એ ઉપાધિ પ્રસંગને લઈને અહીંયાં થતું નથી. કાંઈ ને કાંઈ, કાંઈ ને કાંઈ આવી. પડે છે. બીજું આ ૨૫-૨૬ વર્ષનો ગાળો એમનો એવો છે કે એક બાજુ વીતરાગતાનું જોર વધે છે, બીજી બાજુ વ્યાપાર વગેરેમાં પ્રવૃત્તિના પ્રસંગો વધે છે, કામનું દબાણ Page #310 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૩૪ ૨૯૧ વધે છે. જેને આપણે કહીએ ને કે ભાઈ ! અત્યારે બહુ ધંધાની અંદર કામ વધી ગયું છે. એમ એક બાજુ કામનું દબાણ વધે છે. બીજી બાજુ પોતાની દશા ઉગ્ર થાય છે એમ સામે સામી વિપરીત પરિસ્થિતિ જોર પકડે છે. ત્યારે એમની પરિસ્થિતિ થોડી સાંકડી થાય છે, નાજુક થઈ જાય છે. એનું વર્ણન એમના આ દિવસોના પત્રોમાં આવ્યું છે. ઉપાધિપ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે. બીજે કામમાં જોડાવું પડે છે એટલી ઉપયોગમાં ગૌણતા છે હોં, અભિપ્રાયમાં નહિ, પરિણતિમાં નહિ, પણ ઉપયોગ જે જવો જોઈએ એમાં ગૌણ થઈ જાય છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિષે રહેવું પડે છે. પ્રપંચ એટલે આ વ્યવસાય. ઘણો કાળ પ્રપંચને વિષે રહેવું પડે છે. આ ૨૫ વર્ષે લખે છે. ૭પમાં વર્ષે નથી લખતા. જીવનની સંધ્યા કે ઉતરાર્ધનો કાળ નથી આ. આ તો ધંધાનો પ્રારંભનો કાળ છે ૨૫મા વર્ષનો. એમ લખે છે કે, “ઘણો કાળ પ્રપંચને વિષે રહેવું પડે છે અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી...' પ્રશ્ન :- પ્રપંચ એટલે ? સમાધાન :- પ્રપંચ એટલે વ્યવસાય, આ બાહ્ય કાર્યો. વિસ્તારવાળું જે બાહ્ય કાર્ય હોય એને પ્રપંચ કહે છે. પ્રપંચ એટલે કાવા-દાવા નહિ. અહીંયાં રૂઢિ અર્થ નહિ લેવો. એ વાત નથી અહીંયાં. પ્રપંચ એટલે કામનો વિસ્તાર ઘણો હોય. તો એને પ્રપંચ કહે છે. નથી આવતું ? “પંચાસ્તિકાયમાં. નવ તત્ત્વ પ્રપંચ વર્ણન. તો નવ તત્ત્વનો પ્રપંચ એટલે પેલો પ્રપંચ નહિ – પાપના પરિણામ નહિ. પ્રપંચ એટલે પાપ કોઈ કરે, છૂપું પાપ કરે એ પ્રપંચની વાત નથી અહીયાં. રૂઢિગત અર્થ નથી. શાસ્ત્રીય પરિભાષા છે. “અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી.” એ કાર્યોને વિષે અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી,...” અવ્યવસ્થા થવાનું કારણ એ છે કે ક્ષણે ક્ષણે ચિત્ત હટી જાય છે ત્યાંથી. એક બાજુ કામનું દબાણ છે, બીજી બાજુ ચિત્ત ફરી જાય છે, ત્યાંથી ઉપયોગ ફરી જાય છે. ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. જેથી શાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જ્ઞાનીઓ સંસારને છોડી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ચજહૃદય ભાગ-૫ દે છે, સર્વસંગપરિત્યાગ કરી દે છે, મુનિદશા અંગીકાર કરી લે છે. આવું જોર જ્યારે આત્માને અંદરથી થાય અને ઉદયના કાર્યોમાં ક્ષણ પણ ઉપયોગ ટકવા માગે નહિ ત્યારે જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગનો નિર્ણય લઈ લે છે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો કોઈ પ્રતિબંધ ન રહે એવા અપ્રતિબદ્ધભાવે પછી વિચરે છે. (“સર્વસંગ' શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે, અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ...અને એવા બધા જ સંગને સર્વસંગમાં અમે નાખીએ છીએ. પછી એની અંદર કોઈ જ્ઞાની શાસ્ત્રની રચના કરે છે, કોઈ ઉપદેશ દે છે એવું બને છે. અને એવો લોકોનો સંગ પણ થાય છે. પણ જેમાં અખંડપણે આત્મધ્યાન ને બોધ અખંડપણે ન રહે એવા સંગને, એવા બધા જ સંગને અહીંયાં સર્વસંગ કરીને ત્યાગ કરવાની વાત છે. એટલે સર્વસંગ પરિત્યાગમાં એટલો અર્થ લઈ લેવો. આ અમે ટૂંકામાં લખ્યું છે, એ આ સ્થિતિ બતાવે છે કે જો આયુષ્ય લાંબુ હોત તો કદાચ મુનિદશામાં એમણે પ્રવેશ કર્યો હોત. એ અહીંથી નીકળે છે. આ અમે ટૂંકામાં લખ્યું છે, અને તે પ્રકારને બાહ્યથી, અંતરથી ભજ્યા કરીએ છીએ. જે સંક્ષેપમાં લખ્યું અને અંતર-બાહ્ય અહીંયાં ભજીએ છીએ. એ જ દશાને ભજ્યા કરીએ છીએ. હવે બીજા પેરેગ્રાફમાં આજ ભવમાં પૂર્ણ થયું છે એનું જોર બતાવે છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અનુભવ છે એમ કહે છે. એટલે અમારું અનુભવજ્ઞાન એમ પોકારે છે, અંદરથી જોર કરે છે કે દેહ હોય તોપણ પૂર્ણ વીતરાગદશા થઈ શકે. કેમકે “સોભાગભાઈ તો સદેહે મુક્તિ, નિરંજન નિરાકાર અને દેહ વગરની મુક્તિમાં બહુ હજી એટલા બધા તૈયાર નહિ હોય. નહિતર તો અરિહંત દશા સ્પષ્ટ છે કે સદેહે મુક્તિ હોય છે. તો કહે અમારું અનુભવજ્ઞાન એમ કહે છે કે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ. આ જોર કરે છે. આ દેહે અમે પૂર્ણ વિતરાગ થઈએ એવું અમને લાગ્યા કરે છે. એવું એમને જોર આવે છે. કારણ કે અમે નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ. એમ અમારો આત્મા અખંડપણે કહે છેજોર કરે છે, અંદરથી આત્મા પોકારે છે કે પૂર્ણ વીતરાગતા થઈ જાય. સ્વરૂપ આશ્રયના પરિણામ એવા જોરવાળા વર્તે છે કે દેહ છતાં પણ પૂર્ણ Page #312 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૪ ૨૯૩ દશા, કેવળજ્ઞાન દશા થાય) એવો અખંડ ઉપયોગ થઈ જાય એકવાર, ઉપયોગ પાછો જ ન ફરે. એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે.” આ એમનું જોર છે. “એમ જ છે અને જરૂર એમ જ છે. એમાં કોઈ અમને શંકા પડતી નથી. મુમુક્ષુ :- દેહ છતાં જેની દશા, કહે છે ને ઈ. - પૂજ્ય ભાઈશ્રી - હા, દેહાતીત દશા છે, દેહાતીત દશા છે. એ વિદેહી દશા કહો કે દેહાતીત દશા કહો બને એક જ છે, શબ્દભેદ છે. મુમુક્ષુ :- વીતરાગ શબ્દ સાથે પૂર્ણ શબ્દ લગાડ્યો છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, પૂર્ણ થવાનું બહુ જોર છે. અત્યારે જ આ જ ભવમાં પૂર્ણ થઈ જવું છે એવો અંદરથી આત્મા જોર કરે છે.. પ્રશ્ન :- વીતરાગ સાથે પૂર્ણ ? સમાધાન :- હા, પૂર્ણ વીતરાગ દશા, અરિહંત દશા, પૂર્ણ દશા એટલે પૂર્ણ વીતરાગ. અરિહંત દશામાં પૂર્ણ વીતરાગતા જ છે ને. યથાખ્યાત ચારિત્ર બારમે આવી જાય. મુમુક્ષુ :- દેહ છતાં વર્તે દેહાતીતમાં જ્ઞાની શબ્દ જ આવે છે ને ! પૂજ્ય ભાઈશ્રી :- હા, આવે જ છે ને, આવે જ છે. તે જ્ઞાનીના ચરણમાં જ્ઞાની શબ્દ જ વાપર્યો છે, મુનિ શબ્દ ક્યાં વાપર્યો છે ? જ્ઞાની શબ્દ વાપર્યો છે. પોતે અગણિત વંદન કર્યા છે. પેલા લોકો ના પાડે છે પણ આ પોતે અગણિત વંદન કર્યા છે. હું જ્ઞાની થઈને એને પાર વગરના વંદન કરું છું. અગણિત એટલે ન ગણાય એવા, ગણના બહારના. એવા પાર વગરના હું વંદન કરું છું. પોતે જ્ઞાની થઈને જ્ઞાનીને વંદન કરે છે. એ દેહાતીત દશા છે એનું એની અંદર બહુમાન છે. | મુમુક્ષુ :- બધા-મુનિ, અરિહંત, સપુરુષ–આવી જ જાય છે એમાં. પૂજ્ય ભાઈશ્રી :- મુનિ અને અરિહંત તો આપોઆપ જ આવી જાય છે. પ્રશ્ન જ નથી એના માટે તો. પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. આ પૂર્ણ વીતરાગ થવાની જે ભાવના છે એ આ પત્રમાં બહાર આવી છે અને પોતે એ ભાવના એટલે માત્ર વિકલ્પ નથી પણ પુરુષાર્થ સહિતનું જે પરિણમન એને ભાવના કહે છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ભાવના અને ઇચ્છામાં આ ફરક છે. ઇચ્છાવાળાને એક વિકલ્પ થાય પુરુષાર્થ નથી હોતો. ભાવનાવાળો પુરુષાર્થ સહિત છે એટલે ભાવના એમ કહેવામાં આવે છે. માત્ર એ વિકલ્પ ને ઇચ્છા નથી કહેતા એને. ગુજહૃદય ભાગ-૫ છે પણ તદ્અનુસાર એને—એ પરિણામને પૂર્ણ વીતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે;...' આ જ્ઞાનમાં આવી ગયું છે. એવું જે પૂર્ણ વીતરાગપણું તે પહોંચવું વિકટ હોવા છતાં આશ્ચર્યકારક છે. કેમકે આ લોકો જે રિદ્ધિ-સિદ્ધિ-લબ્ધિમાં આશ્ચર્ય પામે છે એ તો એની પાસે કાંઈ નથી, એ તો એની પાસે કાંઈ નથી. એટલે એ આશ્ચર્યકારક છે. કેમકે ત્યાં શબ્દોની ગતિ નથી. જ્યાં વિકલ્પની ગતિ નથી ત્યાં શબ્દોની શું ગતિ હોય ? આશ્ચર્યકારક છે એમ કહીને છોડી દે છે. અત્યંત વિકટ એવું વીતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે; તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે, તે નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે, એમ નિશ્ચય છે.' આ એમને જે અંદરથી આત્માનું જોર છે એ આ પત્રમાં આવ્યું છે. એવું આશ્ચર્યકારી વીતરાગપણું, પૂર્ણ વીતરાગપણું તે સદેહે પ્રાપ્ત થાય છે એવો અમારો નિશ્ચય છે. નિશ્ચય છે એટલે અમે એમ પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ થયા છીએ, પુરુષાર્થવંત થયા છીએ અને પ્રાપ્ત થવાને પૂર્ણ યોગ્ય છે. એવા આ પુરુષાર્થની જે જાતિ છે અને જે ગતિ છે એ ગતિ અને જાતિ આ પુરુષાર્થ પૂરો કરે એવી જ ગતિ ને જાતિ અમારા પુરુષાર્થની છે અને યોગ્ય છે એવો નિશ્ચય છે. ફરીને લીધું કે એમ નિશ્ચય છે.' એમ કેટલી બધી નિઃશંક વાત લીધી છે. એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી...' આ આખા જગત પ્રત્યેની ઉદાસીનતા જે આવી છે એ સદેહે પૂર્ણ વીતરાગદશા પ્રગટ થશે ત્યારે એવી ઉદાસીનતાનો તબક્કો પૂરો થશે. બીજી રીતે હવે અમારી ઉદાસીનતા પૂરી થાય અને અપેક્ષાવૃત્તિ જન્મે એવું કાંઈ હવે દેખાતું નથી. આગળની Line ચોખ્ખી કરી નાખી કે શું અમારી પરિસ્થિતિ છે. એ વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે,..' અને બીજી રીતે થવું કાંઈ સંભવિત છે. જરૂ૨ એમ જ છે.' આમ જ છે. જે કાંઈ છે એ આમ છે. ચોક્કસ છે. નિઃશંકપણે આમ છે. આ પેરેગ્રાફમાં... Page #314 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક૩૩૪ ૨૯૫ મુમુક્ષુ :- સંભવિત છે એમ લીધું. પૂજ્ય ભાઈશ્રી :- હા, અને તેમ થવું સંભવિત છે. અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી અને તેમ થવું સંભવિત છે એટલે શું છે કે બીજી રીતે નહિ થાય કાંઈ. ઉદાસીનતા બીજી રીતે પૂરી નહિ થાય. આગળ પૂરા વીતરાગ થઈ જશું એમ થવું સંભવિત દેખાય છે. એટલે પોતાને પોતાની પૂર્ણ દશા ઘણી નજીક દેખાય છે. અને એ નજીક દેખાવાના બે ચિહ્નો છે–એક પોતાના પુરુષાર્થનો ઉછાળો–જોર અને બીજી બાજુ જ્ઞાનમાં એનું નજીકપણું ભાસતું, દેખાવું. એ બન્ને વાત એનો પુરાવો છે. એટલે જરૂ૨ એમ જ છે.’ એમ લખે છે. એમાં કાંઈ ફેર પડે એવું લાગતું નથી. પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં...' આ પરિસ્થિતિમાં તમારા પ્રશ્નોના ઉત્તરો લખીએ એટલો ઉપયોગ જ અમારો ચાલે એવું નથી. ઉપયોગ એટલો આત્મામાં જાય છે કે તમારા કોઈના પ્રશ્નોના ઉત્તર લખી શકીએ એવી ચિત્તસ્થિતિ (નથી). ‘કારણ કે ચિત્તસ્થિતિ જણાવી તેવી વર્ત્યા કરે છે.' ક્ષણવાર પણ ઉપયોગ ટકતો નથી એમ કહે છે. કોઈ કાર્યમાં ઉપયોગ ટકતો નથી એટલે તરત છૂટી જાય છે. રસ નથી. ઉદાસીનતા એટલી છે. લાળ તો ત્યારે લંબાય છે કે જ્યારે રસ હોય છે ત્યારે. મુમુક્ષુ જીવને આવી વાતોમાં વિચારવા યોગ્ય વાત એટલી જ છે કે જે વાતમાં કાંઈ માલ ન હોય, જે વાતની કાંઈ કિંમત ન હોય એવી સાધારણ સાધારણ વાતોના વિકલ્પો, પ્રસંગોના વિકલ્પો પણ આવ્યા જ કરતા હોય, વગર નોતરે, તો અહીંયાં તો કહે છે કે મહત્ત્વના કાર્યો છે એમાં ઉપયોગ ટકતો નથી. સામે આવીને, માથે આવીને કામ પડે છે એમાં ઉપયોગ ટકતો નથી. આ તો હાથે કરીને લેવા-દેવા વગરનો અંદર ઘૂસે. અથવા તો જેનું કોઈ મૂલ્ય નથી એવા વિકલ્પો આવીને ચાલ્યા જાય, એવા વિકલ્પો આવીને ચાલ્યા જાય. કેમ એમ થાય છે ? કે એને જે આત્મરસ આવવો જોઈએ એવો આત્મરસ હજી ઉત્પન્ન થતો નથી. એટલે કાંઈ ને કાંઈ કર્મના ઉદય પ્રમાણે જોડાવાનું બન્યા વગર રહેતું નથી. અંદ૨માં જ તે પ્રકારનો ઉદય હોય છે. જોડાણ થઈ જાય છે. મુમુક્ષુ :– આવા ભણકારા વાગે છે... પૂજ્ય ભાઈશ્રી :– હા, કાંઈ નવું નથી. કાંઈ બિલકુલ નવું નથી એની અંદર. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ રાજહૃદય ભાગ-૫ એ તો એ માર્ગથી જે લોકો અજાણ્યા છે અને એ બધું નવું લાગે છે કે આમ કેમ બને ? બાકી એ માર્ગે ચડ્યા છે એને બધું સમજાય છે. હાલ ત્યાં કંઈ વાંચવાનું વિચારવાનું ચાલે છે કે શી રીતે, તે કંઈ પ્રસંગોપાત્તા લખશો. એટલે બહારમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે એના કોઈ પ્રસંગવાત હોય તો લખશો. ત્યાગને ઇચ્છીએ છીએ; પણ થતો નથી. તે ત્યાગ કદાપિ તમારી ઇચ્છાને અનુસરતો કરીએ,... કોઈ આગળ પાછળ વાત થઈ હશે કે તમે આટલું મૂકી દ્યો, છેવટ કાંઈ નહિ તો આટલું મૂકી દ્યો એમ. એવી કોઈ વાત ચાલી હશે. તથાપિ તેટલું પણ હાલ તો બનવું સંભવિત નથી.' ઉદયનું દબાણ એટલું છે કે તમે લખ્યું છે ક્યારેક એટલું પણ અત્યારે તમારી ઈચ્છા પ્રમાણે પણ બનવું સંભવિત દેખાતું નથી. | ‘અભિન બોધમયના પ્રણામ પહોંચે. અમારે જે સ્વરૂપ છે, બોધસ્વરૂપ એવો જે આત્મા એમાં તન્મયતા વર્તે છે, એવું અભિનપણું વર્તે છે. એવા અભિન બોધમય એના પ્રણામ છે. નામ નથી લખતા પોતાનું. આ પત્ર છે એ એકદમ એમની વીતરાગતાના પુરુષાર્થની દશાનો પ્રદર્શક છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૩૫ ૨૭ પત્રક - ૩૩૫ મુંબઈ, ફાગણ સુદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયતાનો ઉપાય કાળ છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન શું પરિણતિ પણ થવી કઠણ લાગે છે. “સત્પષ કેમ નથી ઓળખવામાં આવતા ? એ વગેરે પ્રશ્નો ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે; પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી, અને તે વળી અલ્પકાળ રહે છે, એટલે ધારેલું લખી શકાતું નથી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભયા કરે છે. એક અધિ-જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી, મોકલવા છે માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું, જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. ઉઘસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ. નમસ્કાર પહોંચે. Page #317 -------------------------------------------------------------------------- ________________ રાજહૃદય ભાગ-૫ ૩૩૫. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. નિરુપાયાનો ઉપાય કાળ છે.' મથાળું બાંધ્યું છે. આ પણ એ જ દિવસે લખેલો, ફાગણ સુદ ૧૦ને બુધવાર, આ પણ ફાગણ સુદ ૧૦ને બુધવાર. એક જ દિવસે બે પત્રો લખ્યા છે. પત્રોની મીતી એક જ છે. ૨૯૮ મુમુક્ષુ :– એક દિવસે બે કાગળ લખ્યા છે. પૂજ્ય ભાઈશ્રી :- એક દિવસના બે પત્રો છે. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે.’ એ તો ૩૩૪માં પહેલાં પત્રમાં લખી ચૂક્યા છે. જે નિરુપાય પરિસ્થિતિ છે, સહજ પરિસ્થિતિ છે એનો ઉપાય કાળે કરીને થાય એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ તો દરેક કાર્યમાં એમ જ છે કે કાળ માટે જ રાહ (જોવાની હોય). જેને ઉપાય ન હોય એ કાર્ય માટે એના કાળની રાહ જોવા સિવાય બીજો કોઈ એની અંદર વિકલ્પ હોતો નથી. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિતિ પણ થવી કઠણ લાગે છે.' સમજવા વિષેની જે વાત લખી છે તે ખરી છે એટલે સમજણ તો મુખ્ય વિષય છે. આ માર્ગની અંદર સમજણ તો મુખ્ય વિષય છે અને જ્યાં સુધી આ બધી વાતો સમજવામાં ન આવે ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ છે. એટલે જ્ઞાનનું જે મૂલ્યાંકન છે, સમજણ ઉપર જ પુરુષાર્થનો આધાર છે, સમજણ ઉપર જ ભાવનાનો આધાર છે. ભાવના અને સમજણને ઉત્પન્ન કરનાર જ્ઞાન જ છે. ભાવના અને પુરુષાર્થને ઉત્પન્ન કરનાર સમજણ અથવા શાન જ છે. અથવા પરથી ઉદાસીન થવું અને સ્વરૂપ પ્રત્યે આકર્ષિત થવું એ પણ સમજણનું જ ફળ છે, બીજું કાંઈ નથી. ભવિષ્યનો પુરુષાર્થ સમજણમાં ગર્ભિત રહેલો છે, આવે છે ‘સોગાનીજી’ના પત્રમાં. એટલે યથાર્થ સમજણ વિના ઉદાસીનતા પણ આવવી મુશ્કેલ છે. કઠણ છે એટલે મુશ્કેલ છે. હવે ‘સોભાગભાઈ'એ એમને પ્રશ્ન પૂછ્યો છે એટલે અવતરણ ચિહ્ન લીધું છે. કે સત્પુરુષ કેમ નથી ઓળખવામાં આવતા ?” ઓઘસંશા કેમ જતી નથી ? સત્પુરુષને સત્પુરુષ માને પણ ઓળખી ન શકે. એ વગેરે પ્રશ્નો ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે;...' તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન અને ઉત્તર બંને લખી મોકલવાનો Page #318 -------------------------------------------------------------------------- ________________ પત્રક૩૩પ ૨૯૯ વિચાર તો થાય છે પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી...” એ વિષય ઉપર “સોભાગભાઈ નો ઉત્તર આવી ગયો પણ “સોભાગભાઈ એ પાછી એ વાતને છોડી નથી, લંબાવી છે કે આપે ભલે પ્રશ્ન પૂછ્યો, મેં ઉત્તર લખ્યો, આપને એ (ઉત્તર) ઠીક લાગ્યો પણ આપ શું કહો છો? પોતે એ વાતને વધારે સ્પષ્ટતા માગી છે. તો કહે છે, લખવાનો વિચાર તો થાય છે પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી. ઉપયોગ લાગતો નથી. અને તે વળી અલ્પકાળ રહે છે. એટલે ધારેલું લખી શકાતું નથી.' થોડો વિકલ્પ આવે છે વળી પાછો વિચાર વૃત્તિ બદલાઈ જાય છે. વળી ક્યારેક વિચાર આવે છે પાછી વૃત્તિ બદલાઈ જાય છે. એટલે ધારેલું લખી શકાતું નથી. “આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. કોઈપણ બાહ્ય પ્રવૃત્તિ કરતા એકદમ ઉદાસીનતા આવી જાય છે. આ એક વિશેષતા છે એમના જ્ઞાનની, એમના પુરુષાર્થની, એમની દશાની એક વિશેષતા છે. કેમકે સામા જીવને પણ પોતે તો ધમસ્તિકાયવતુ ઉદાસીન કારણ છે. કેમકે એ જીવ ઉન્નતિના ક્રમમાં આવે છે ત્યારે એની ગતિને સહાયક થાય છે. બાકી જે સંસારમાં ખેંચીને પડ્યો છે એને કાંઈ પોતે ફેરવી દે એવું એમનું જ્ઞાન જરાપણ કામ કરતું નથી, એમ બનતું પણ નથી. એ તો એ વિષયમાં સ્પષ્ટ જ્ઞાન ચોખું છે. જે જીવ ઉપર આવવા તૈયાર થઈ ગયો અને ધર્માસ્તિકાયવત્ નિમિત્ત થાય છે. ગતિ જેની શરૂ થઈ એને ધર્માસ્તિકાય નિમિત્ત છે. એ નામ પણ કુદરતી એવા આવ્યા છે. જૈનશાસનમાં એ બે દ્રવ્યોના નામ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય આવ્યા. જેને રોકાઈ જવું છે એને અધર્માસ્તિકાય નિમિત્ત છે. જગતમાં રોકાવાના કારણો ઘણા છે પણ જીવને કોઈ કારણો રોકતા નથી. એ તો જે સ્વયં રોકાય છે એને અધમસ્તિકાય નિમિત્ત પડે છે અને જે સ્વયં ગતિમાન થાય છે અને ધર્માસ્તિકાય નિમિત્ત પડે છે, એમ વાત છે. એટલે જાણે છે કે પ્રવૃત્તિ કરવાનો કોઈ અર્થ નથી. દરેક જીવો એની ગતિમાં ચાલે છે. પરિણામની એની જે કુદરતી ગતિ છે એની યોગ્યતાની એમાં ચાલે છે. પોતે કાંઈ કરી શકે એમ નથી. કાગળ લખવા બેસે અને વૃત્તિ ફરી જાય છે. શું લખું ? હું કાંઈ કરી શકું એ પ્રશ્ન નથી. મુમુક્ષુ - ચાલવાવાળો સર્વસ્વ ... Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- ચાલવાવાળો સર્વસ્વ માને છે. પુરુષો જગતમાં ત્રણે કાળે વિદ્યમાન છે. જેમ ધર્માસ્તિકાય ત્રણે કાળે વિદ્યમાન છે તેમ એ નિમિત્તો પણ ત્રણે કાળે વિદ્યમાન છે. પણ એક માર્ગની સુંદરતા છે કે જ્યારે જે જીવને એવું બાહ્ય અવલંબન પણ હાથમાં આવે છે ત્યારે એને એ બાજુનો ઉપકાર છે એ ઉપકારની મર્યાદા નથી રહેતી. ઉપકારભાવની પણ મર્યાદા નથી રહેતી. એટલી વિશેષ સુંદરતા અને સજ્જનતા છે. માણસ અતિ સજ્જન હોય તો નથી કહેતા કે ભાઈ ! કોઈ પાણી પાયને તો પણ એનો ઉપકાર ન ભુલાય. શું કહે ? અતિ સજ્જનતા હોય એ શું કહે ? એક પાણીનો પ્યાલો કોઈએ પીવડાવ્યો હોયને તો એનો ઉપકાર ન ભૂલવો જોઈએ. આ સજ્જનતા, અતિ સર્જાતા હોય તો અહીં સુધી માણસ બોલે છે કે નહિ ? તો જેને જન્મ-મરણથી છૂટવાનું નિમિત્તે પડ્યું હોય એની સજ્જનતાનો આંક કેટલો ? એ સજ્જનતા ત્યાં ઉત્પન્ન થાય છે. એટલે એ પ્રકાર આવે છે. વસ્તુસ્થિતિ તો સિદ્ધાંત અનુસાર જે છે તે છે છતાં યથાર્થતામાં આમ છે. લીધુંને સિદ્ધાંતિક જ્ઞાન અને યથાર્થબોધ અતિ અતિ સૂક્ષ્મ છે, એમ ન લીધું? તો સિદ્ધાંતજ્ઞાન તો એમ કહે છે કે ગુરુ શિષ્યનું ભલું ન કરી શકે. શું કહે છે ? સિદ્ધાંતજ્ઞાન શું કહે છે ? સિદ્ધાંતજ્ઞાન એમ કહે છે કે ગુરુ શિષ્યનું ભલું ન કરી શકે. છતાં શિષ્ય એમ કહે છે કે પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર' આ જ્ઞાન સૂક્ષ્મ છે. આ પ્રકાર ઉત્પન્ન થાય છે એ સૂક્ષ્મ છે કે આમ કેમ? વસ્તુસ્થિતિ આમ અને પરિણામ આમ? કહે હા ! આ બરાબર. હવે એને બરાબર જ્ઞાન થયું. જેટલી વીતરાગતા વિશેષ એટલી ભક્તિ વિશેષ. “સોગાનીજી'નો પત્ર લ્યો. દૃષ્ટિનું જોર એટલું. દૃષ્ટિનું જોર એટલું અને ભક્તિ પાછી એટલી. એકસાથે જ રહે છે. નિયમસાર’ લ્યો. બીજો પુરાવો. “પદ્મપ્રભમલ્લધારીદેવ’ નું જોર કેટલું ? ક્ષાવિકભાવ પર હતું પરમાવું રે તિ’ એટલું જોર ! એક સમયની પૂર્ણ પર્યાયને હેય (કહી છે) . અને જિનેન્દ્રની ભક્તિની વાત આવે તો ઓહો.હો.. કેટલા નમી પડે છે અને કેટલાં ઢળી પડે છે ! એ કુદરતી વસ્તુ છે. એ જ્ઞાન અતિ સૂક્ષ્મ છે. એનું નામ એ વિષે બોધ છે. એ ઘણા મંથનનો અને ઘણા ઊંડા વિચારનો વિષય છે. છીછરા વિચારમાં ન સમજાય એવો વિષય છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૩૫ ૩૦૧ આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે. થોડા નહિ. ઘણા અત્યંત ઉદાસ પરિણામ ભજ્યા કરે છે. પછી લખવાની વૃત્તિ નથી આવી પણ એક અડધો લખેલો કાગળ રહી ગયો છે એ થોડો મોકલવા જેવો લાગે છે એટલે ઉમેરી દે છે. એક અર્ધ-જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી મોકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. જુઓ ! અહીંયાં સ્થિતિ કેવી છે ! પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું. એ પત્ર નહોતો મોકલ્યો. જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે.' એ પત્ર તમને વંચાવા જેવો યોગ્ય લાગ્યો છે એટલે તમારા માટે મોકલી દઈએ છીએ. એમ કરીને એ પત્ર એમને મોકલી) ધે છે. પછી બીજી વાત થોડી લખી છે એ પણ ધ્યાનને હિસાબે કોઈ બીજા માર્ગે ન ચડે એ માટે લખી છે. (અહીં સુધી રાખીએ). એક આત્માર્થ સિવાઈ જેને બીજું કાંઈ પ્રયોજન નથી, અને તે અર્થે જેણે જગતને પીઠ દીધી છે, તેમજ તે આત્માર્થ જેણે સાધી માત્ર પ્રારબ્ધવશાત્ જેને દેહાદિ છે, - એવા જ્ઞાની પુરુષ, મુમુક્ષજીવને ફક્ત આત્માર્થની જ પ્રેરણા આપે છે, અથવા આત્માર્થ સધાય તેવું જ માર્ગદર્શન આપે છે – એવી પ્રતીતિપૂર્વક મુમુક્ષજીવ, પોતે માર્ગથી અજાણ હોવાનું સમજી, પોતાની કલ્પનાથી સાધન કરવાની બુદ્ધિ છોડી દઈને, જ્ઞાનીપુરુષની આજ્ઞામાં જ વર્તે, તો તે આજ્ઞા જીવને ભવભ્રમણ થવામાં આડી આવી, નિશ્રેયસ પદની પ્રાપ્તિ કરાવે છે અર્થાત્ તેને સર્વ પ્રકારે વિરાધના થતાં બચાવી લે છે; અને અપૂર્વપદનું જ્ઞાનદાન આપે છે. નમસ્કાર હો તેવા જ્ઞાની પ્રભુને, ત્રિકાળ નમસ્કાર હો !!! (અનુભવ સંજીવની-૬ ૧૭) Page #321 -------------------------------------------------------------------------- ________________ તા. ૪-૧૨-૧૯૮૯, પ્રવચન ન. ૯૭. પત્રક - ૩૩૫, ૩૩૬ અને ૩૩૭ Lyd શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ, પત્રાંક ૩૩૫, પાનું ૩૨૦. શ્રી સોભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. પત્રનું મથાળું છે. “ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે, નિરુપાયતાનો ઉપાય કાળ છે. પોતાના અંગત પરિણામની વાત કરી છે. પુરુષાર્થનું વીતરાગભાવમાં ઘણું જોર આવે છે. ઉદયમાં ક્યાંય રસ પડતો નથી અથવા તમામ ઉદયના કાર્યો નિસાર લાગે છે. ઉદયમાં ત્યારે જ રસ ન પડે કે જ્યારે એનું નિઃસારપણું, અનિત્યપણું, એનું અરક્ષણપણું, એનું ભિનપણું એ વગેરે ભાવો એક સાથે એની અંદર જણાય છે. ક્રમે નહિ, કહેવામાં ક્રમ પડે છે. એકસાથે જ એવા ઉદયના કાર્યો જણાય છે કે એનું નકામાપણું જણાય છે. પોતાને કાંઈપણ એ સુખનું કારણ નથી એવું સ્પષ્ટ જ્ઞાનમાં જ્યારે લાગે છે ત્યારે આત્મા ઉદાસીન થઈ જાય છે. નિરુપાયતાનો ઉપાય કાળ છે છતાં પણ કેટલીક પ્રવૃત્તિ નીરસ પરિણામથી કરવી પડે છે એનું કારણ કેટલીક સંયોગની નિરુપાયતા છે, પોતાનો ઉપાય નથી એવી પરિસ્થિતિ છે પણ કાળે કરીને એ પરિસ્થિતિનો પણ અંત આવે છે. કોઈ પરિસ્થિતિ શાશ્વત હોતી નથી. ચાહે સંયોગની હો, વિયોગની હો, અનુકૂળતાની હો કે પ્રતિકૂળતાની હો, કોઈ પરિસ્થિતિ શાશ્વત તો હોતી જ નથી. એટલે દરેક પરિસ્થિતિ કાળે કરીને ફરી જાય છે. એટલે નિરૂપાયતાનો ઉપાય તો કાળ છે. પરિસ્થિતિ બદલવાની જ છે. એ વિષયમાં “સોભાગભાઈને પણ સમાધાન રહે એવું છે કે નિરુપાયતાનો ઉપાય કાળ છે. જ્યારે તમારી સંયોગની પરિસ્થિતિ પણ તમે બદલી શકતા નથી, તો નિરુપાયતાનો ઉપાય કાળ છે. પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો...' આ પત્ર થોડો ચાલી ગયો છે, ફરીને લઈએ છીએ.. પ્રશ્ન :- કાળ એટલે સમય ? Page #322 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૫ ૩૦૩ સમાધાન :- હા, કાળ એટલે સમય. કાળ એટલે દિવસો, મહિનાઓ, વર્ષો વ્યવહારકાળ, (પત્ર) અર્ધી ચાલી ગયો છે, ફરીને લઈએ છીએ. સમજવા વિષેની જે વિગત લખી છે, તે ખરી છે. એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી, ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. એટલે ઉદાસ પરિમામ સહજ કેવી રીતે થાય ? કૃત્રિમ વૈરાગ્ય નથી કરવો પણ ખરેખર સંયોગોનું અબાંધવપણું, અરક્ષણપણું, અનિત્યપણું, નિઃસારપણું સમજાય છે ત્યારે નિઃસાર પદાર્થમાં, નિઃસાર કાર્યની અંદર, જેમાં કાંઈ સાર ન હોય એવા કામમાં કોને રસ આવે ? એમાં તો કોઈને રસ આવતો નથી. પછી વેઠ ઉતારવા ખાતર 'વેઠ ઉતારે પણ કોઈને રસ ન આવે. એવી જે સમજણ વિષેની વાત-વિગત લખી છે તે ખરી છે. - “એ વાતો જ્યાં સુધી જીવના સમજ્યામાં આવતી નથી. ત્યાં સુધી યથાર્થ ઉદાસીન પરિણતિ પણ થવી કઠણ લાગે છે. યથાર્થ ન થાય. આમ તો ઘણા વૈરાગ્ય ધ્યે છે. જૈનદર્શનમાં પણ દીક્ષા લેનારા હોય છે અન્યમતમાં પણ ક્ષેત્ર સંન્યાસ, ગૃહ સંન્યાસ, સંસારનો સંન્યાસ લેનારા હોય છે. રાજપાટમાંથી સંન્યાસ લેનારા હોય છે. આ “ભર્તુહરિ વગેરે થયા છે. પણ યથાર્થ (ઉદાસીનતા ક્યારે આવે છે આત્મા અનંત સુખનું નિધાન છે અને આત્માને છોડીને તમામ પ્રસંગો અને તમામ પદાથો સુખના તો કારણ નથી પણ એકાંતે એ બાજુનું પોતાનું વલણ પોતાને જ દુઃખનું કારણ થાય છે. પદાર્થો તો પદાર્થો છે, ન તો સુખ આપે છે, ન તો દુઃખ આપે છે. એવી સુખદુઃખની પરપદાર્થ પ્રત્યેની કલ્પનાની નિવૃત્તિપૂર્વક યથાર્થ ઉદાસીન પરિણતિ સમજણ વિના થવી કઠણ છે. એનો આધાર જ્ઞાન છે, વૈરાગ્યનો આધાર પણ જ્ઞાન છે, પુરુષાર્થનો આધાર પણ જ્ઞાન છે. આધાર કહો કે નિમિત્ત કહો. મુમુક્ષુ :- યથાર્થનો અર્થ અહીંયાં સુખ-દુઃખની... પૂજ્ય ભાઈશ્રી :- કલ્પનાની નિવૃત્તિ. અથવા સર્વ પ્રસંગોનું, આખા સંસારનું નિસારપણું–નકામું છે, જે નકામી ચીજ હોય એની કોણ કાળજી કરે ? ઉપેક્ષા જ થાય,_ સત્પષ કેમ નથી ઓળખવામાં આવતા ?' એ વગેરેં પ્રશ્નો ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે. આ પ્રશ્ન “સોભાગભાઈ તરફથી અવતરણ ચિલમાં Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ રાજહૃદય ભાગ-૫ છે એટલે. એ વગેરે એટલે બીજા પણ કોઈ બે-ત્રણ પ્રશ્નો સાથે છે એ. ઉત્તરસહિત લખી મોકલવાનો વિચાર તો થાય છે; પણ લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી.” એમાં પણ ઉદાસીનતા આવે છે. સામાન્ય રીતે જ્ઞાનીને કોઈ જિજ્ઞાસુ જીવ હોય તો જરૂર સમજાવવાનો ભાવ આવે છે પણ એ પણ ક્યારે? કે ઉપયોગ બહારમાં હોય ત્યારે. પણ ઉપયોગ અંતર્મુખ જવામાં જોર કરતો હોય ત્યારે જેને વ્યવહારના પરિણામ કહીએ છીએ એ વ્યવહારના પરિણામમાં પણ જરાય ઉત્સુક્તા આવતી નથી. કોઈ વ્યવહારના પરિણામમાં ઉત્સુક્તા ન આવે પછી. એટલું અંદરનું સમ્યફ પરિણમનનું, અંતર્મુખ પરિણમનનું જોર છે. એટલે તમારા પ્રશ્નો લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી. અને તે વળી અલ્પકાળ રહે છે... થોડો કાળ રહે છે. લંબાતો નથી. એ ઉપયોગ બહાર જાય છે તોપણ લંબાતો નથી. એટલે ધારેલું લખી શકાતું નથી.' આ વિષયમાં પણ ધાર્યું નથી લખાતું. . પ્રશ્ન :- લખવામાં ચિત્ત રહેતું નથી એ શબ્દ લખાય પણ જેવું જોઈએ તેવું લગાડાય ? સમાધાન :- હા, એટલે થોડુંક તો જાય છે. એમ કહે છે ને અલ્પકાળ તો રહે છે. પણ આખું સાંગોપાંગ સરખી રીતે ઉપયોગ દઈને તમને To the point તમને કામમાં આવે એવો ઉત્તર લખીએ એટલો ઉપયોગ પરોવવો પડે, એટલો ઉપયોગ પરોવી શકતા નથી એ કામની અંદર. એટલે જેટલું જોઈએ એવું ચિત્ત નથી રહેતું. એમ છે. એ આગળ લખી ગયા ને ? આગળના પત્રમાં એ વાત કરી. ૩૩૪માં બીજો પેરેગ્રાફ છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચને વિષે રહેવું પડે છે, અને તેમાં તો અત્યંત ઉદસ પરિણામ થઈ ગયેલ હોવાથી...' પ્રપંચ એટલે સંસારના કાર્યો એમાં “અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. વ્યવસાયિક કાર્યોમાં તો જરાય ચિત્ત ટકી શકતું નથી. એકદમ ત્યાંથી પાછું વળી જાય છે. ક્ષણવાર પણ ટકી શકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. આવી સ્થિતિમાં આવેલા જ્ઞાનીઓને સર્વસંગપરિત્યાગ કરવાનો સહજ પુરુષાર્થ ચાલે છે અને એ રીતે એ વિચરે છે. એ પરિસ્થિતિ એમણે ફાગણ સુદ ૧૦ ના પત્રમાં લખી છે. આ એ જ મિતિનો બીજો પત્ર છે એટલે એમાં એ વાત ફરીને આવી છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૩૫ મુમુક્ષુ :- પ્રશ્ન તો સોભાગભાઈ’ને પૂછ્યો હતો ને... પૂજ્ય ભાઈશ્રી :– સોભાગભાઈ’ને પૂછ્યો હતો. સોભાગભાઈએ જવાબ આપ્યો. એ જ સવાલ સોભાગભાઈ’ એ પાછો ફરીને શ્રીમદ્ભ’ને પૂછ્યો છે. શ્રીમદ્જી’એ જે પ્રશ્ન પૂછ્યો એનો પોતે ઉત્તર આપ્યો. ઉત્તર બરાબર છે એમ પણ કહ્યું. છતાં પોતે એમ કહ્યું કે આપ શું કહો છો ? એટલે પોતે ફરીને પ્રશ્નને Rebound કર્યો છે કે આપ એનો ઉત્તર લખો કે જ્ઞાની કેમ નથી ઓળખાતા ? મેં તો મારી યોગ્યતા પ્રમાણે ભલે ઉત્તર આપ્યો છે. આપને ગમ્યો છે, ઠીક વાત છે. પણ આપ પોતે શું કહો છો ? એમ કરીને ફરીને પ્રશ્ન પૂછ્યો છે). વિષયને મહત્ત્વનો સમજીને જરા વધારે એના ઉપર ચીકાશ કરી છે, છોડી નથી દીધું, પ્રશંસા કરી એટલે વાતને છોડી નથી દીધી. વાતને પોતે લંબાવી છે. ૩૦૫ મુમુક્ષુ :– જવાબ યથાર્થ છે એમ પણ કીધું. પૂજ્ય ભાઈશ્રી :– હા, તોપણ લંબાવી છે કે આપ એનો ઉત્તર આપો કે સત્પુરુષ કેમ જીવને ઓળખાતા નથી ? એનું શું કારણ છે ? પત્રનો ઉત્તર આમાં બહુ દૂર આવે છે. પત્રાંક ૪૧૬, પાનું ૩૫૭. કાલે એક ભાઈ પૂછતા હતા કે આ પત્રનો ઉત્તર આવે છે કે નહિ આગળ ? મેં કીધું નજીકના થોડા પત્રો તો ઘરે નજર ફેરવી ગયો હતો પણ ઉત્તર નથી જોયો. અત્યારે ઓચિંતું યાદ આવ્યું. ૩૫૭ મે પાને વચ્ચેનો બીજો મોટો પેરેગ્રાફ છે. શાનીપુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું', હું સમજું છું' એવા પ્રકારનું જે માન જીવને રહ્યા છે તે માન.' બે-પાંચ ચોપડીઓ વાંચી હોય, પુસ્તકો-શાસ્ત્રો વાંચ્યા હોય એટલે મને પણ અર્થ આવડે છે અને હું પણ સમજું છું અને વળી કેટલાક તો વિદ્વત્તામાં એમ વિચારી લે કે મારો અર્થ બરાબર છે. જ્ઞાની અર્થ કરે છે એના કરતા મારો અર્થ બરાબર છે. એ સ્વચ્છંદ નામનો બહુ મોટો દોષ છે. માન કહો કે સ્વચ્છંદ કહો. બીજું પરિગ્રહાદિકને વિષે જ્ઞાનીપુરુષ પર ચગ કરતાં પણ વિશેષ રાગ.' બીજું કારણ આ. પોતાના સંયોગો, કુટુંબ-પરિવાર, એની અનુકૂળતાઓ, પોતાની અનુકૂળતાઓ એના ઉપર એટલો રાગ જાય કે દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે એને એટલો રાગ ન આવે. એ પણ એને જ્ઞાનીપુરુષને નહિ ઓળખવા દે એમ કહે છે. એ રાગ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ રાજહૃદય ભાગ-૫ એને એવો નડશે કે એના જ્ઞાનને મેલું કરશે. જ્ઞાનીપુરુષને ઓળખવા નહિ દે. ત્રીજ, લોકભયને લીધે, અપકીર્તિભયને લીધે અને અપમાનભયને લીધે.’ હું અહીંયાં જઈશ તો મારા ધાર્મિક સમાજવાળા એમ કહે છે કે તે વળી તમે ત્યાં ક્યાં જવા માંડ્યા? “કાનજીસ્વામીવાળામાં ક્યાં જવા માંડ્યા ? “સોનગઢ ક્યાં જવા માંડ્યા? ફલાણા પાસે ક્યાં જવા માંડ્યા ? એ વખતે “શ્રીમદ્જી હતા તો કહે એની પાસે ક્યાં જવા માંડ્યા તમે ? આપણા સાધુ, ત્યાગી ઘણાય છે, આ તો ગૃહસ્થી છે એવા લોકભયને લીધે. લોકોમાં પાછું કાંઈ સ્થાન મળ્યું હોય, માન મળ્યું હોય એ પાછું ન મળે, એવી રીતે લોકો ન માને. અપકીર્તિભય, આબરૂ ઓછી થાય એમ ગણીને લાગે કે મારી કિમત સમાજની અંદર ઘટી જશે અથવા મારા સંબંધો છૂટી જશે. એવું પણ ક્યાંક બને છે અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું.. “જ્ઞાનીથી વિમુખ રહેવું....' જ્ઞાનીથી વિમુખ રહેવું અથવા ઉપેક્ષા થવી તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. અત્યંત વિનય આવવો જોઈએ. અત્યંત ભક્તિથી જવું જોઈએ એ ન જવું એ ત્રણ કારણો જીવને શાનીથી અજાણયો રાખે _છે; જ્ઞાનીને વિષે પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. એ પોતાની બુદ્ધિએ તોળે છે જ્ઞાનીને. હજી તોળવાની શક્તિ નથી બુદ્ધિમાં છતાં પણ પોતાની બુદ્ધિથી તોળે છે. પોતાની કલ્પના પ્રમાણે...” પછી એ બુદ્ધિ કલ્પનાએ ચડે છે. “જ્ઞાનીના વિચારનું શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે. શાસ્ત્રના અર્થ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે કરે, જ્ઞાનીની તુલના પણ પોતાની બુદ્ધિ પ્રમાણે કરે. મુમુક્ષુ :- જ્ઞાનીના વચનને શાસ્ત્રની સાથે મેળવે. પૂજ્ય ભાઈશ્રી :- મેળવે કે આ મળે છે નહિ ? નહિતર પછી આપણે કેવી રીતે માનીએ. આગમ સાથે મેળ ખાય છે કે નહિ ? આગમ શું કહે છે ? જ્ઞાની કહે છે એમ આગમ કહે છે કે નહિ ? એમ પોતાની બુદ્ધિએ સરખામણી કરવા જાય છે. થોડું પણ ગ્રંથસંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી.” થોડો ક્ષયોપશમ થઈ ગયો હોય. “ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. પોતે જાણકાર છે, પોતે સમજદાર છે, ઘણું જાણે છે એ પ્રદર્શન કરવાનો અને ભાવ રહ્યા કરે છે. એવા જે પરિણામો છે એ વગેરે જે દોષ...” એ બધા દોષિત પરિણામ છે. ઉપર જણાવ્યા એવા જે ત્રણ દોષ. તે ત્રણને વિષે બાકીના નીચેની વાત કરી એ પણ સમાય Page #326 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૫ ૩૦૭ જાય છે. એ ત્રણે દોષનું ઉપાદાન કારણ એવો તો એક “સ્વચ્છેદ નામનો મહા દોષ છે.” સ્વચ્છેદ સૌથી મહાન દોષ છે. સ્વચ્છેદ જેવડો બીજો કોઈ દોષ નથી. સ્વચ્છેદથી તીવ્ર દર્શનમોહનું આવરણ થાય છે. સ્વચ્છેદથી મતિ મેલી થઈ જાય છે અને સ્વચ્છંદને લઈને જીવ માઠી ગતિમાં ચાલ્યો જાય છે. અને તેનું નિમિત્તકારણ અસત્સંગ છે? જેનો સંગ ન કરવો જોઈએ એનો સંગ કરે છે એ કારણે જીવને આવા ત્રણ દોષમાં મુખ્ય અસત્સંગ લીધો છે. અનેક શાસ્ત્રકારોનું, અનેક મુનિઓનું, અનેક જ્ઞાનીઓનું આ વિષય ઉપર ઘણું વજન છે. પરમાગમ ચિંતામણી'માં બીજા ભિન, ભિન્ન શાસ્ત્રોમાંથી એના ઉપર ઘણા બોલ લીધા છે કે ભાઈ તું સંગ કરવામાં બહુ વિચારીને સંગ કરજે. જેનોતેનો તું સંગ કરીશ નહિ. એ બહુ વજન દીધું છે. કુંદકુંદાચાર્યે તો “ભૂલાચારમાં' ત્યાં સુધી કહી દીધું કે એકલા તને ન ગોઠતું હોય, ન ગમતું હોય તો તે લગ્ન કરી લેજે. પણ તું કુસંગ કરીશ નહિ મિથ્યાદૃષ્ટિઓ, તીવ્ર મિથ્યાત્વ થાય એવાના સંગ કરીશ નહિ અથવા ખોટા દેવ-ગુરુશાસ્ત્રને માનતા હોય, સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની વિરાધના કરતા હોય એનો સંગ તું કરીશ નહિ. બીજાનો સંગ કરજે પણ એનો સંગ નહિ કરતો. નહિતર તન અસર આવ્યા વિના રહેશે નહિ. તારી જે એના પ્રત્યેની પ્રીતિ, તારો જે એના પ્રત્યેનો ભાવ એ તને, તારામાં એ દોષને ઉત્પન્ન કરી દેશે. બહુ વજન આપ્યું છે. અહીંયાં “શ્રીમદ્જી' એ વાત ઉપર ઘણું વજન આપ્યું છે કે જીવને જ્ઞાની ન ઓળખાય એના ત્રણ કારણ અને એ ત્રણ કારણનું એક નિમિત્ત કારણ અસત્સંગ. આ કાર્યું છે. કેમકે “સોભાગભાઈને પણ થોડો સંગ હતો ને ! બહુ વિચાર માંગે છે. ખૂબ જ લીધું છે. સંગ તો એનો કરવો કે જેનો સંગ કરવાથી પોતે પોતાના આત્મા તરફ વધારે આત્માની દિશામાં આગળ વધે એનો જ સંગ કરવો. અને એ સંગ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગમે તેનો સંગ કરી લેવો એમ ન કરવું. પત્ર કોના ઉપરનો છે તે નથી મળતું. મુમુક્ષુ :- “સોભાગભાઈ' ઉપરનો જ છે. - પૂજ્ય ભાઈશ્રી :- “સોભાગભાઈ ઉપરનો જ છે ? ટાંક્યું નથી. બધા લગભગ ટાંકી લીધેલા છે. ૪૧૬ છે ને ? ખાલી છે. મારે તો બધા ઢાંકેલા છે. કારણ કે આમાં Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ચજહૃદય ભાગ-૫ તો જરા વ્યક્તિગત સંબોધન છે. આ પત્રની અંદર થોડું વ્યક્તિગત સંબોધન છે. એમાં કહ્યું છે નીચે કે, જેને તમારા પ્રત્યે, તમને પરમાર્થની કોઈ પ્રકારે કંઈ પણ પ્રાપ્તિ થાઓ એ હેત સિવાય બીજી સ્પૃહા નથી, એવો હું તે આ સ્થળે સ્પષ્ટ જણાવવા ઇચ્છું છું અને તે એ કે ઉપર જણાવેલા દોષો જે વિષે હજુ તમને પ્રેમ વર્તે છે.' બહુ કરુણાથી વાત લખી છે. મારે સ્પૃહા નથી, તમારી પાસેથી કાંઈ જોઈતું નથી, પણ આ તમારા આત્માને નુકસાન કરે છે. એ જરાક આ સ્થળે કહેવાનું મને ઠીક લાગે છે એટલે તમને કહી દઉં છું. હું જાણું છું. હું સમજું છું. એ દોષ મુખ્ય લીધો છે. મુમુક્ષુ - ત્રણે દોષમાં મહાદોષ પાછો સ્વચ્છેદને વધારે મહત્ત્વ આપ્યું અને પાછું એની ઉપર પણ નિમિત્તકારણ પાછું અસત્સંગ, અસત્સંગ ઉપર તો બહુ વજન છે. પૂજ્ય ભાઈશ્રી - ઘણું વજન છે, ઘણું વજન છે. બહુ જોઈ વિચારીને પગ મૂકવો. સંગ કરવા માટે એક પગ મૂકવો (એ) બહુ જોઈ વિચારીને મૂકવા જેવો કાળ છે. નહિતર જીવને નુકસાન કેટલું થાય એની સમજણ પડે એવું નથી. મુમુક્ષુ - તત્ત્વનો અભ્યાસ કરાવવાળાને આ ભૂલ બહુ થાય છે. હું જાણું છું, હું સમજું છું, મોટામાં મોટી ભૂલ.. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ બહુ મોટી ભૂલ થાય છે. એટલે કે શાસ્ત્રાભ્યાસી જીવને સ્વચ્છેદ ઉત્પન થતા વાર નથી લાગતી. હવે જે શાસ્ત્રાભ્યાસ એક ન્યાયે સ્વચ્છેદ મટાડવાનું સાધન છે, નિમિત્ત કારણ છે તે જ શાસ્ત્રાભ્યાસ અને સ્વચ્છેદનું નિમિત્ત થાય પછી ક્યાંથી છૂટે અને કેવી રીતે છૂટે એ ? પછી કોઈ છૂટવાનો આરોવારો નથી. - મુમુક્ષુ - વ્યવહાર-વેપારમાં અસત્સંગ કરવો પડે એ જુદી વાત છે પણ ધર્મમાં અસત્સંગ નહિ કરવો. પૂજ્ય ભાઈશ્રી :- વ્યવહારમાં શું છે ચારિત્રમોહનો દોષ છે. ત્યાં શ્રદ્ધા નથી કામ કરતી અને ધર્મના ક્ષેત્રમાં શ્રદ્ધાની પ્રધાનતા છે. પેલામાં ચારિત્રની પ્રધાનતા છે. એમ કહ્યું ને કે ભાઈ ! તમે કહો છો કે સત્સંગ મળતો નથી અને અસત્સંગ તમારે કરવો નહિ અને એકલા અમને ગોઠતું નથી, હવે શું કરવું? તો કુંદકુંદાચાર્યું “મૂલાચારમાં કીધું કે તું લગ્ન કરી લેજે, તો ત્યાં ચારિત્રમોહનો દોષ છે. જે મુનિ છે, આચાર્ય છે, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલન કરનારા છે. બ્રહ્મચર્ય Page #328 -------------------------------------------------------------------------- ________________ 304 પત્રાંક-૩૩૫ મહાવ્રત અંગીકાર કર્યું છે કે નહિ ? હવે એ એમ કહે કે તું લગ્ન કરજે. કેવી રીતે કહે ? પણ એને એ દોષ કરતા અસત્સંગનો દોષ બહુ મોટો લાગ્યો છે એમ કહેવું છે. એનાથી નિવૃત્ત થવું સહેલું છે. અસત્સંગથી જે તને શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન થશે અને અજ્ઞાન તીવ્ર થશે એ દોષ મટાડવો તને મુશ્કેલ પડી જશે. એટલે એ સત્પરુષ કેમ નથી ઓળખાતા એનો ઉત્તર ૪૧૬ માં આપેલો છે. ૪૧૬ માં બીજો પેરેગ્રાફ વાંચ્યો તમે આવ્યા પહેલાં. હમણા જ યાદ કર્યા. ત્યારે ખ્યાલ નહોતો, અત્યારે ઓચિંતું યાદ આવ્યું. અહીંયાં એક વાત લખી છે. મુમુક્ષુ - વ્યવહારમાં ભૂલ થાય તો ચારિત્રદોષ છે, અસત્સંગમાં શ્રદ્ધાનો દોષ લાગે. પૂજ્ય ભાઈશ્રી :- મુખ્યદોષ શ્રદ્ધાનો છે. ચારિત્રનો દોષ છે ખરો ત્યાં પણ મુખ્ય દોષ શ્રદ્ધાનો છે. કેમકે ત્યાં તો ધર્મબુદ્ધિથી પ્રવર્તે છે. દુકાને વેપાર કરે છે એમાં ધર્મબુદ્ધિ થોડી છે ? એમાં તો ખબર છે કે આ પાપના પોટલા બાંધીએ છીએ, આ. કરવા જેવું તો નથી પણ હવે આજીવિકા માટે બીજો ઉપાય નથી એટલે ન છૂટકે કરવું પડે છે. એમ સમજીને કરે છે. જે જીવને ધર્મ પામવાની બુદ્ધિ છે એને વ્યાપારવ્યવસાયની હોંશ અને ઉત્સાહ નથી. એ તો સમજે છે કે મારા પૂર્વકર્મને હિસાબે જે સંયોગોમાં આજીવિકાની પ્રવૃત્તિ કરું છું એ નિરુપાયતાથી કરું છું અને નિરુપાયતાથી કરું છું એમાં શ્રદ્ધા એને એ વાતની છે કે આમાં એકાંતે પાપના પોટલા જ બંધાય છે, આમાં તો પુણ્ય પણ નથી. એટલે ધર્મબુદ્ધિ ક્યાંથી આવશે ? એટલે એને એવો તીવ્રદોષ નથી ત્યાં. બાકી જે સુખનું કારણ માનીને વેપાર-ધંધો કરે છે એને તો તીવ્ર મિથ્યાત થાય જ છે એની તો વાત જ અહીંયાં વિચારવાની નથી. આ મારી અનુકૂળતાનું કારણ છે, મારા સુખનું કારણ છે, પૈસા વધશે તો મને ઘણી અનુકૂળતાઓ અને મારું સુખ વધી જશે, મારી આબરૂ વધી જશે, મારી કિમત સમાજમાં વધી જશે. એનું તો કામ જ નથી. એને તો અહીંયાં કહેતા જ નથી. એની સાથે ચર્ચા પણ નથી. પણ જે ધર્મબુદ્ધિવાન જીવે છે અને વ્યવહાસાય આદિ તો કરવો પડે છે. એ કેમ કરે ? તો એને તો આ ખ્યાલ છે. મુમુક્ષુ – “સોભાગભાઈએ જ્યાં પ્રશ્ન પૂછ્યો છે ત્યાં આ ઉત્તર ન આપ્યો. પૂજ્ય ભાઈશ્રી - ત્યારે તો એમ કીધું કે મારું ચિત્ત અત્યારે કામ નથી કરતું. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ચજય ભાગ-૫ મુમુક્ષુ – પાછું વધારે લીધું છે, જેવું જોઈએ તેવું ચિત્ત કામ કરતું નથી. પૂજ્ય ભાઈશ્રી :- મારું ચિત્ત જેવું જોઈએ એવું અત્યારે આ વિષયનો ઉત્તર લખવામાં રહેતું નથી. ઉપયોગ કામ કરતો નથી, છૂટી જાય છે અથવા અલ્પકાળ રહે છે. લખ્યું ને કે આઠ દિવસથી અધૂરો લખેલો પત્ર પડ્યો છે, આઠ દિવસથી એક અડધો લખેલો પત્ર પડ્યો છે, તમને મોકલી દઊં છું જેટલો પડ્યો છે એટલો. થોડોક લાગુ પડે છે એમ સમજીને. એવી તો એમની પોતાની પરિસ્થિતિ છે. ૨૫ વર્ષે જ્યારે મહત્વકાંક્ષાઓ પાંગરે એ ઉંમરમાં એ સંસારથી નિવૃત્ત થવાના પરિણામમાં વર્તે છે. કયાંય એમનું મન લાગતું નથી. મુંબઈમાં બેઠા છે, ધંધો વેપાર છે, ધંધો વેપાર વધતો જાય છે અને પોતાની એ બાજુની અરુચિ પણ વધતી જાય છે. મુમુક્ષુ :- અસંગદશાની ભાવના વધતી જાય છે. પૂજ્ય ભાઈશ્રી – હા, વધતી જાય છે. એવી દશામાં એમનું જીવન ચાલે છે. એ મુમુક્ષુને બહુ બહુ વિચાર કરવા જેવો વિષય છે. એ વાત અહીંયાં ૩૩૯ માં વિશેષ લીધી છે કે અમારે તો કામ ઘટાડવું હતું પણ કામ વધી ગયું ઊલટાનું. બીજો પેરેગ્રાફ છે ને ? હાલ જે કાંઈ વ્યવહાર કરીએ છીએ. તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો. નથી.' અમારો આત્મા નથી, જીવ ત્યાં નથી લાગતો. ક્વચિત્ પૂર્વકર્માનુસાર વતવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે. થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. અમારે કાંઈ લાભ-નુકસાનનું કારણ નથી. બીજાને માટે કરીએ છીએ. પછી એક બે લીટી છોડીને (લખે છે, “અમે આ કામ પ્રેરેલું.... કાંઈ ચીંધી દીધું હશે કે આ કામ આ રીતે થાય, આ રીતે કરવા જેવું છે. તે સંબંધી.” પછી નામ દીધું ભાગીદારી છે એટલે બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. એટલે પોતે તો મજૂરી કરે છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી.” જુઓ ! કામનું દબાણ વધ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. આ બાજુ કામ વધે છે, આ બાજુ નિવૃત્તિના પરિણામ જોર કરે છે. પણ એને દોષબુદ્ધિ આવી જવાનો સંભવ;.” બીજો ઊલટું વિચારી લેશે અને Page #330 -------------------------------------------------------------------------- ________________ - ૩૧૧ પત્રાંક-૩૩૫ તે અનંત સંસારનું કારણ ૫ ને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું...? ખાલી મજૂરી કરી લીધી ‘એમ હાલ તો ધાર્યું છે.' પૂરેચ્છાનુસારી. વેઠ કરી લ્યો. મજૂરી કરાવી લ્યો મારી પાસે જેટલી કરાવવી હોય તેટલી. આ તમારો મજૂર અત્યારે તો. એવી રીતે મજુર થઈને કામ કરે છે. મુમુક્ષુ :- પૂજ્ય ભાઈશ્રી - સાથે કામ કરતા હોય ને ! ભાગીદાર હોય. એ લોકોને તો કામ એકબાજુ વધારે હોય અને પોતે દુકાને ન જાય તો શું થાય ? સામાને તો આકુળતા થાય ને કામ બગડે એની. કામ બગડે, નુકસાન થાય. એટલે પોતે મજૂરી કરી લે છે કે ભાઈ ! કરાવી લ્યો જે કામ કરવું હોય તે. ચાલો તમારી મજૂરી કરી લઈએ અત્યારે. સમાધાન કરવા એવી રીતે રાખ્યું છે. મુમુક્ષુ – આ પેરેગ્રાફમાં લખ્યું છે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે. પૂજ્ય ભાઈશ્રી :- “આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે.” પરાણે કામ કરીએ છીએ. પરિણામ કામ કરતા નથી, પરાણે કામ કરીએ છીએ. જેમ કોઈ પરાણે કડવી દવા પીવડાવેને ? એવી અમારી દશા છે એમ લખે છે. મુમુક્ષુ – આખો પત્ર સરસ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, બહુ સરસ પત્ર છે. એટલે અહીંયાં એમ કહે છે કે “આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભજ્યા કરે છે.” એ જે એમની વર્તમાન દશા હતી એ સ્પષ્ટ લખે છે કે અત્યંત ઉદાસીન પરિણામ રહે છે. ક્યાંય જરાય રસ આવતો નથી ને ! એક અર્ધ-જિજ્ઞાસ્ય-વૃત્તિવાળા પુરુષને એક પત્ર લખી મોકલવા માટે આઠેક દિવસ પહેલાં લખ્યું હતું. પાછળથી અમુક કારણથી ચિત્ત અટકતાં તે પત્ર પડતર રહેવા દીધું હતું...” લખતા લખતા છોડી દીધું હતું. જે વાંચવા માટે આપને બીડી આપ્યું છે.' હજી થોડી વાત લખે છે કે જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ રાજહૃદય ભાગ-૫ ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે.' ધ્યાન છે એ ચારિત્રનો વિષય છે. હજી મુમુક્ષુતા પણ કાચી-પાકી હોય, સમ્યગ્દર્શન તો ઘણું દૂર હોય, સમ્યક્ત્તાન અને એની સ્થિરતા તો આ બહુ આગળનો વિષય છે. એટલે સમજ્યા વિના જે ધ્યાનને ઇચ્છે છે એ ખરેખર જ્ઞાનીને ઓળખતો નથી, અને જ્ઞાનીને વાસ્તવિકપણે ઓળખે છે એને તો પોતાનું માપ આવી જાય છે કે આમાં મારું ઠેકાણું નથી. ધ્યાનની તો વાત ક્યાં કરવાની રહી ? ધ્યાનની ઇચ્છા ક્યાં કરવાની રહી ? એટલે તે ધ્યાનાદિને ઇચ્છે નહીં. અત્યારે જે આ બધા ધ્યાન કેન્દ્ર અને બીજું ત્રીજું જે ધ્યાન શિબિરો ચાલે છે એ વાતમાં કાંઈ માલ નથી. એ બધા મન-વચન-કાયાના કેટલાક પ્રયોગો છે કે જે પ્રયોગોમાં આત્મબુદ્ધિ થઈ જાય છે અને જીવને ઊલટાનું પારમાર્થિક નુકસાન થતું હોય છે. પણ થોડા કાળ માટે મનની ક્ષણિક શાંતિ, મનની જ તે પણ, મનની ક્ષણિક શાંતિ એને લાગે છે ત્યારે એને એમ લાગે છે કે આ પ્રયોગ તો કરવા જેવા છે ને આ પ્રયોગ કરવા જોઈએ. વારંવાર ધ્યાનની શિબિરમાં જાવું જોઈએ. અને આપણે ધ્યાન કરવા માટે આપણા આત્માને કેળવણી આપવી જોઈએ. એ સમજણ વગરની વાત છે. એવી રીતે આત્માનું ધ્યાન તો કદી થતું નથી. બાકી તો કોઈપણ ચીજમાં, કોઈપણ શેય પદાર્થમાં રસ પડે અને બીજી ઇચ્છાની નિવૃત્તિ થાય ત્યારે મનને સહાય, મનને સારું લાગે, મનને ગમે, મનને શાંતિ લાગે, જે કાંઈ કલ્પના કરો તે, એથી કાંઈ આત્મિક સુખ પ્રગટે, આત્માને કોઈ સ્વભાવની શાંતિ પ્રગટ થાય એવું બનતું નથી. પણ પારમાર્થિક એ સારું છે, એ કરવા યોગ્ય છે, એમાં ધર્મ છે, એ કર્તવ્ય છે એમ માનીને શ્રદ્ધાનનું મોટું નુકસાન થાય છે. ગૃહીત મિથ્યાત્વ તીવ્ર થઈ જાય છે, દર્શનમોહની તીવ્રતા થાય છે. પ્રશ્ન :- આ બધા જે પ્રયોગ ચાલે છે એમાં મનની સ્થિરતા થાય છે ? સમાધાન :- થોડોક ટાઇમ લાગે, થોડોક ટાઇમ એવું લાગે. એ તો કોઈપણ પ્રયોગ એવો છે. તમને શીખંડ ભાવે છે અને શીખંડ ખવડાવે તો સારું જ લાગે ને ! એમાં શું છે ? એ વખતે તમે કહો કે મને તો ભાઈ સુખ લાગ્યું હતું, તમે ભલે કહો એમાં દુઃખ હોય પણ મને સુખ લાગ્યું એનું શું ? એનો કોઈ ઉપાય નથી. એનો ઉપાય નથી. જીવની કલ્પના છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ પત્રાંક-૩૩૫ મુમુક્ષુ :- વિપશ્યનામાં . પૂજ્ય ભાઈશ્રી :- હા, વિપશ્યના નામનું ધ્યાન છે. એમાં એ પ્રયોગ છે. પણ એ પ્રયોગમાં સફળ નથી થવાય એવું. એનું કારણ શું છે કે એ થોડો ટાઇમ Temporary એને કૃત્રિમતાથી એ પ્રયોગ કરાવવામાં આવે છે. સહજ સ્થિતિ થાય નહિ. શ્રદ્ધાન સમ્યક થયા વિના અને જ્ઞાન સમ્યફ થયા વિના ધ્યાન કદી સમ્યક થાય નહિ. જ્ઞાન વિના શ્રદ્ધાન નહિ અને શ્રદ્ધાન-જ્ઞાન વિના કદી આચરણ–ધ્યાન નહિ. ફરીથી, જ્ઞાન વિના શ્રદ્ધાન નહિ. શ્રદ્ધાન વિના જ્ઞાન નહિ એમ નહિ. જ્ઞાન વિના શ્રદ્ધાન નહિ અને સમ્યજ્ઞાન અને સમ્યકુશ્રદ્ધાન વિના કદી સમ્યકધ્યાન નહિ. થાય નહિ કોઈ દીવસ. પછી તમે Artificial-અકુદરતી કરો તો એ તો કાંઈ રહેવાની ચીજ નથી. એ ટકવાની ચીજ નથી. Artificial રેશમ સાચા રેશમ કરતા વધારે સુંવાળું લાગે. ધોવો એટલે ખડકે રહે પછી પહેરવાના કામમાં ન આવે, કેમકે એનું કોઈ ટકાઉપણું નથી, અસલિયત નથી. મૂળ વસ્તુ જ નથી. 49:- slisalat 2012 belly.27 Plus point 89 $ Minus point ? સમાધાન :- Minus point છે, સીધી જ વાત છે. ગૃહીત મિથ્યાત્વમાં જાવું પડે. મિથ્યાત્વ તીવ્ર થાય એનું શું ? જે ખરેખર સાધન નથી એને બુદ્ધિપૂર્વક ખરેખર સાધન તરીકે ગ્રહણ કર્યું એનું નામ ગ્રહીત મિથ્યાત્વ, ગૃહીત મિથ્યાત્વ તેનું નામ છે. બુદ્ધિપૂર્વક ખોટું ગ્રહણ કરે છે. મુમુક્ષુ :- (એક) મહારાજસાહેબે આ જ પ્રશ્ન કર્યો હતો ને ? પૂજ્ય ભાઈશ્રી – હા. ધ્યાનનો પ્રશ્ન કર્યો હતો. ધ્યાનનો પ્રશ્ન કર્યો હતો એટલે એમ કહ્યું ઓળખાણ વગર (ધ્યાન નહિ થાય). ધ્યાન તો સ્થિરતારૂપ પરિણામ છે. સ્થિરતા શેમાં કરશો ? જે ચીજને ઓળખતા નથી, જે ચીજનું જ્ઞાન નથી, જે ચીજનું વિજ્ઞાન જાણતા નથી એમાં સ્થિર કેવી રીતે થાય ? એટલે તરત જ પકડ્યું, બરાબર છે. ધ્યાન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પકડ્યું હતું બરાબર. પણ શું થાય કે દીક્ષા લીધી છે. આપણે શું કરવું ? કે નિવૃત્તિમાં ધ્યાન કરવા બેસવું. સામાયિક લઈને કે બીજું લઈને બેસવું, આત્માનું ધ્યાન કરવું. પણ જે ચીજની ખબર જ ન હોય કેવી ચીજ છે મૂળમાં, એનું ધ્યાન કેવી રીતે થાય ? મુમુક્ષુ :- પ્રવૃત્તિ કરેલી હોય તો ધ્યાન ક્યાંથી હોય ? Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ચજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી – પ્રવૃત્તિ ન કરે અને નિવૃત્તિ લે તોપણ જે ચીજની ઓળખાણ જ નથી, એનો મહિમા નથી, મહિમા નથી એનું આકર્ષણ નથી, આકર્ષણ નથી એનું ધ્યાન કેવી રીતે થાય ? સ્થિરતા કેવી રીતે થાય ? મુમુક્ષુ :- “સમયસાર માં સસલાના શીંગડા કહ્યા. પૂજ્ય ભાઈશ્રી :- હા. ત્યાં એ જ વાત ચાલી છે. ત્યાં શ્રદ્ધાની વાત લીધી છે કે જ્ઞાન વિના શ્રદ્ધાન કોનું ? - જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં” અથવા કેટલાક જીવો જ્ઞાનીને મળીને એવી માગણી કરે છે કે અમને આત્માનું ધ્યાન શીખડાવોને. અમને આત્માનું ધ્યાન કરાવોને. એક શું છે કે વિકલ્પ તો આકુળતાદાયક છે. ધ્યાનમાં તો શાંતિ મળે, ત્યારે એણે જ્ઞાનીને ઓળખ્યા નથી, એ જ્ઞાનીને સમજી શક્યો નથી. નહિતર એ સીધી એવી માગણી કરે નહિસીધી એવી માગણી કરે નહિ. એ એમ વિશ્વાસ રાખે કે જે જ્ઞાનીના સંગમાં હું આવ્યો છું એ જ્ઞાનીને ખબર છે કે મને શું જરૂર છે, મારી કઈ સ્થિતિ છે, મારી કઈ ભૂમિકા છે અને એ ભૂમિકામાંથી એક ડગલું આગળ ચાલવું હોય તો મારે એ ડગલું ક્યાં કેવી રીતે ભરવું એ એને ખબર છે. એ એમને જોવાનું છે, મારે જોવાનું નથી હવે. એના બદલે જ્ઞાનીની નજરને પડતી મૂકીને એમ કહે છે કે મને આમ કરી દો ને. એ જ્ઞાનીને ઓળખતો નથી. એને જ્ઞાનીને જ્ઞાની તરીકે નથી ઓળખ્યા. કેમકે જેની જે ફરજ છે એની ફરજ તું બજાવવા માંડ્યો. એ એમની ફરજ છે. હવે તારે શું જરૂર છે ? ઉપવાસીને મગનું પાણી દેવું કે રાબ દેવી કે ફ્લાણું દેવું કે આ દેવું એ ડોક્ટરને ખબર છે. આ તો ઉપવાસી છે અને "એમ કહે છે કે મને સાલમપાક ખવડાવો ને ચાર શેર ઘી પાયેલો મેસૂબ ખવડાવો તો મને શક્તિ આવી જાય, અશક્તિ બહુ જ વધી ગઈ છે. મરી જઈશ તું. તું અત્યારે મેસૂબ ખાઈશ તો સીધો પતી જઈશ. અત્યારે તારે મેસૂબ ખવાય તેવું નથી. અત્યારે તો મગનું પાણી જ લેવાય. એ પણ Limit માં-મર્યાદામાં. આ એના જેવી વાત છે કે છે ખાલી કોઠે અને ખાવો છે મેસૂબ. શું થાય ? નુકસાન થાય કે ન થાય? Minus point 3. Plus point. zzal ald 89. પ્રશ્ન :- અહીંયાં વાસ્તવ્યનો અર્થ વાસ્તવિક રીતે ? સમાધાન વાસ્તવ્ય એટલે ખરેખર. જ્ઞાનીની વાસ્તવિક ઓળખાણ થાય. Page #334 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૫ ૩૧૫ વાસ્તવિક. જેવા જ્ઞાની છે તેવી ઓળખાણ થાય તો એને ખ્યાલ આવે કે આ જ્ઞાની મને શું જરૂર છે એ મારા કરતા વધારે સમજે છે. જ્ઞાની તે છે કે મારી બાબતમાં મારે શું કરવા યોગ્ય છે અને મારે શું કરવા યોગ્ય નથી એની જાણ મારા કરતા. એમને વધારે છે. હવે એ વાતની માગણી મારે કરવાની રહી કે એમને જોવાનું રહ્યું ? એ તો એમને જોવાનો વિષય છે. એ મારે જોવાનો વિષય નથી. એની કાળજી એ કરશે, મારે કરવાની જરૂર નથી. સીધી વાત છે. હું તો કહું એને અનુસરું. આથી મારે બીજું કાંઈ કરવું નથી. મારી ઇચ્છાએ, સ્વચ્છેદે મારે કાંઈ કરવું નથી. એ સીધી વાત છે. જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઈચ્છે નહીં. એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. આ અમારા અંદરનો અભિપ્રાય છે. એટલે કોઈએ માગણી કરી હશે કે કઈ એવી વાત ચાલી હશે એટલે એનો નિષેધ કર્યો છે. માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે? શાનીને ઇચ્છે છે એટલે એનો સંગ ઇચ્છે છે. જ્ઞાની કેવા છે એને ઓળખે છે અને ભજે છે. એની આજ્ઞા અનુસાર ચાલવાની જેની વૃત્તિ છે. તે જ તેવો (એટલે જ્ઞાની) થાય છે. તે જ જ્ઞાની થાય છે. જ્ઞાનીની આજ્ઞા બહાર સ્વચ્છેદે જવું છે એ કદી જ્ઞાની થતા નથી. અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છેજુઓ આ ઉત્તમ મુમુક્ષુની વ્યાખ્યા કરી છે. મુમુક્ષુ કયો ઉત્તમ ? ઘણા શાસ્ત્રો વાંચે તે ઉત્તમ ? કોને ઉત્તમ મુમુક્ષુ કહેવો ? કે એકદમ ધ્યાન ને વૈરાગ્ય ને બીજે, ત્રીજે ચડી જાય તે ઉત્તમ મુમુક્ષુ ? કહે છે, નહિ. જ્ઞાનીને ઇચ્છે, જ્ઞાનીને ઓળખે, જ્ઞાનીને ભજે તે જ તેવો થાય છે, તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. આ ઉત્તમ મુમુક્ષુની પરિભાષા કરી. એવી જુદી જુદી વાત છે. અત્યારે તો કોઈ વક્તા હોય તો કહે, ભાઈ ! બહુ સરસ સમજાવી શકે છે માટે તે ઉત્તમ છે. મુમુક્ષુની ઉત્તમતા એમ નથી. મુમુક્ષુની ઉત્તમતા જ્ઞાનીને અનુસરવામાં છે, એમ કહે છે. એવું ન લીધું કે તમે બહુ સમજો છો માટે ઉત્તમ મુમુક્ષુ, પેલા ભાઈ ઓછું સમજે છે માટે એ ઓછા મુમુક્ષ, એમ ન લીધું. એમ પણ ન લીધું કે આની સમજણ શક્તિ વધારે છે, આનો જ્ઞાનનો ઉઘાડ, બુદ્ધિ ઘણી છે માટે મુમુક્ષુ ઉત્તમ છે એમ નહિ. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ રાજહૃદય ભાગ-૫ તો લખીશ.' એવી જો ચિત્તની હશે અને લખી શકાશે તો લખીશ. બાકી લખીશ જ એવું કોઈ મારું ધાર્યું રહે એવું નથી અત્યારે. મુમુક્ષુ :- ૩૩ર પત્રમાં મુમુક્ષુની નિર્મળતા લીધી. પૂજ્ય ભાઈશ્રી - મુમુક્ષતા નિર્મળ હોય છે. આરંભ અને પરિગ્રહનો જેમ મોહ મટે છે. બરાબર છે. પોતાપણાનું અભિમાન મંદ કરે છે. એટલે ભેદજ્ઞાન કરે છે. ત્યાં વિષય લીધો છે ભેદજ્ઞાનનો કે જે પોતે મંદપણાનું એટલે પોતાપણાનું મંદપણું કરે છે એટલે પોતાપણું છોડવાનો પ્રયત્ન કરે છે, તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. મુમુક્ષતા વધે છે અથવા નિર્મળ થાય છે. પોતાપણું મટાડવાનો જ્ઞાનીઓનો ઉપદેશ છે એટલે પોતાપણું મટાડવું, ભિન્નતા કરવી. ભિન્નતા કરે તો પોતાપણું મટે. અનેક પડખેથી વાત ચાલે છે. ૩૩૫ પત્ર પૂરો થયો. ( પત્રક - ૩૩૬ મુંબઈ, ફાગણ સુદ ૧૧, બુધવાર ૧૯૪૮ , અત્રે ભાવસમાધિ છે. વિશેષ કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામે જે પોતાને વૈરાગ્યનાં તે કારણો લાગ્યો તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવાં છે. ખંભાત પત્રપ્રસંગ રાખવો. તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કંઈ પૃચ્છા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો. ૩૩૬. કુંવરજી મગનલાલ કલોલના ભાઈ છે. આગળ એક કુંવરજી મગનલાલ' ઉપરનો પત્ર આવી ગયો છે. ૩૧૮ મો પત્ર છે. કુંવરજી મગનલાલ'. અત્રે ભાવસમાધિ છે. વિશેષે કરીને વિચગ્ય પ્રકરણ' માં શ્રી રામે જે પોતાને Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ પત્રાંક-૩૩૬ વૈરાગ્યના કારણો લાગ્યાં તે જણાવ્યાં છે, તે ફરી ફરી વિચારવા જેવા છે: “યોગવાશિષ્ટ નામનો જે ગ્રંથ છે, યોગવાશિષ્ટ). વશિષ્ઠ હતા એ “રામચંદ્રજીના ગુરુ હતા. શિક્ષાગુરુ હતા. જે અસ્ત્ર, શસ્ત્ર વિદ્યા શિખડાવી એ દિવસોમાં બ્રાહ્મણો જંગલમાં વિદ્યા પોતે શિખેલા હોય છે, બીજાને પણ ક્ષત્રિયોને, રાજકુમારોને, રાજાઓને શીખડાવે. એટલે એમાં કોઈ વૈરાગ્ય પ્રકરણની વાત છે. મેં વાંચેલો ગ્રંથ નથી. પણ યોગવાશિષ્ટ વૈરાગ્યનો ગ્રંથ છે એમ કરીને આગળ દેવકરણજી ને એને કોઈને સૂચના આપે છે કે યોગવાશિષ્ટ તમે વાંચજો. એમ કરીને એ ગ્રંથ વાંચવાની ભલામણ કરી છે. ખંભાત પત્રપ્રસંગ રાખવો. તેમના તરફથી પત્ર આવવામાં ઢીલ થતી હોય તો આગ્રહથી લખશો એટલે ઢીલ ઓછી કરશે. પરસ્પર કઈ પૃચ્છા કરવાનું સૂઝે તો તે પણ તેમને લખશો. સંક્ષેપમાં વાત એ છે કે તમે મુમુક્ષુઓ અરસપરસ એકબીજાના સમાગમમાં રહેજો, એમ કહેવું છે. એકબીજાના પરસ્પરના સત્સંગમાં રહેવું એટલી અહીંયાં આજ્ઞા કરી છે. બીજાના સંગમાં ન જવું એ તો કહી દીધું. હવે શું કરવું? કે તમે એક બીજા એકબીજાના સંગમાં રહેજો. એટલે એક સપુરુષને અનુસરવા માગતા એક અભિપ્રાયવાળા અને પોતાના આત્માનું હિત કરવાના લક્ષના એક અભિપ્રાયવાળા, એવા જીવોને પરસ્પર સંગ કરવા યોગ્ય છે. અને તે સંગ એ રીતે, પોતાના કોઈ લૌકિક કારણસર નહિ, પણ પોતાના વિચારોની આપ-લે કરી શકે અને એ સંબંધીની પોતાની મૂંઝવણ છે એ દૂર કરી શકે. એટલા પૂરતી એ વિષયની પ્રશ્ન, ચર્ચા કરી શકે. એ નિમિત્તે સત્સંગ કરવાનો ત્યાં આદેશ છે, ઉપદેશ છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ચજહૃદય ભાગ-૫ પત્રક - ૩૩૭ મુંબઈ, ફાગણ સુદ ૧૧, ગુરુ, ૧૯૪૮ ચિ. ચંદના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ આ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે, તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસારપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. પૂર્વ કર્મને અનુસરી જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભરી આવે છે. તે લખી જ છે. માયાની રચના ગહન છે. ૩૩૭. એ પત્ર કોના ઉપર છે આમાં લખેલું નથી. નામ નથી લખ્યું. ચિ. ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે, તે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવસિદ્ધ દેખાય છે. આમાં કોઈને પૂછવા જાવું પડતું નથી. એક માણસનો જન્મ થાય છે તે માણસ દેહ ત્યાગ અવશ્ય અવશ્ય કરે જ છે. કોઈ શાશ્વત દેહવાળો પ્રાણી જોવામાં આવતો નથી. તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિષે ચાલતું Page #338 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૩૭ ૩૧૯ નથી, એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. આ માર્ગદર્શન આપ્યું છે. જગતની અંદર આ ખુલ્લી પરિસ્થિતિ છે કે દરેક માણસ આયુષ્ય પૂરું થાય એટલે દેહત્યાગ કરીને એનો આત્મા એના કર્મ ભોગવવા માટે તે તે ભોગ્ય સ્થાનમાં ચાલ્યો જાય છે. ત્યારે આ મનુષ્યપણું અનિત્ય છે, શરીર પણ અનિત્યપણે સંયોગમાં રહેલું છે એવું વિચારી અને આત્મા જે નિત્ય પદાર્થ, શાશ્વત પદાર્થ એના માર્ગને–આત્માના માર્ગને ગ્રહણ કરવા વિષે ચાલતું નથી એ “શોચનીય વાતનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. આવી જે ઊલટી વિચારવા યોગ્ય વાત છે એનો વારંવાર વિચાર કરવા જેવું છે કે આ રસ્તો ખોટો છે. - ટૂંકામાં, જીવ દેહની અનુકુળતા માટે પોતાની શક્તિ, પોતાના વિચાર. પોતાના મન-વચન-કાયાનું યોગદાન કેટલો સમય કરે છે ? કેટલી શક્તિથી કરે છે ? છતાં એ ચીજ રહેવાની નથી એ વાત નક્કી છે, ગમે ત્યારે એ ચીજ સાથ છોડી જશે. પણ જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી પણ બધું સરખું રહે ને ! તો એને એમ કહે છે કે તું તારા આત્માને દુઃખની ખીણમાં ધકેલી દઈશ. આમ કરતાં તું શું કરીશ? કે એવા કર્મ બાંધીશ કે તારા દુઃખનો પાર નહિ રહે. અને તારા નિત્ય પદાર્થમાં જે શાશ્વત સુખ છે એ મેળવવા માટે એના પ્રમાણમાં તું કેટલો પ્રયત્ન કરે છે ? દેહની અનુકૂળતા માટે જેટલો પ્રયત્ન અને જેટલો સમય બગાડે છે એની સામે તે આત્મા નિત્ય પદાર્થ છે એના સુખ માટે તું કેટલું કરે છે? એ વારંવાર વિચાર કરવા યોગ્ય છે. આ વાતનો જીવે પોતાના સુખને માટે, પોતાના હિતને માટે વારંવાર વિચાર કરવા યોગ્ય છે. તમામ સંસારી જીવોને આ માર્ગદર્શન કામમાં આવે એવું છે. પોતા ઉપર લે તો બધાને પોતાને કામમાં આવે એવી વાત છે કે હું આખા દિવસમાં દેહની પળોજણ કેટલી કરું છું ? અને આત્મા પાછળ. હું કેટલો સમય અને શક્તિ ખર્ચ છું ? એ વારંવાર વિચાર કરવા યોગ્ય વિષય છે. આમ કોઈનું મૃત્યુ થાય ત્યારે માણસ ગંભીર થઈ જાય છે. મૃત્યુ થયા પહેલાં ગંભીર થઈ જાય. પ્રસંગ જ્યાં એમ લાગે કે હવે પરિસ્થિતિ બરાબર નથી, તો બરાબર નથી એમ ન કહે કે હવે ભાઈ ગંભીર થઈ ગયા છે. હવે તબિયત ગંભીર થઈ ગઈ છે, એમ કહે. ક્યારે ગંભીરતા આવે છે તે ખરેખર અનંત વાર એ પ્રસંગમાંથી બચી જવું પડે, કોઈવાર એવો પ્રસંગ ન આવે. અજર-અમર પદની પ્રાપ્તિ થાય એવો વિષય seguit que e ls seus sul Barely Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ રાજહૃદય ભાગ-૫ કોઈ સદ્દભાગ્યે સામે આવ્યો છે ત્યારે તો એની જરાપણ ઉપેક્ષા ન થવી જોઈએ એ રીતે વિચારવું જોઈએ. એ વારંવાર વિચારવા યોગ્ય છે. વારંવાર એટલા માટે કે જીવ ભૂલી જાય છે. પાછો એને રસ લાગી જાય છે. જેવા સંયોગો, સંબંધીઓ, બીજા, ત્રીજા જે કોઈ મળે છે માન દેનારા, આબરૂ દેનારા, પૈસા દેનારા. બીજા, ત્રીજા (મળે એટલે વળી પાછો એનો રસ ચડી જાય છે. એટલે વારંવાર વિચારવા યોગ્ય છે એમ કહે છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. આવા પ્રસંગે મનને શાંત રાખીને જે પ્રસંગને લઈને ઉદાસીનતા આવી છે, અહીંયાં ઉદાસી એટલે દુઃખ, જે પ્રાસંગિક દુઃખ છે, સ્વર્ગવાસને લીધે જે દુઃખ છે, વિયોગને લીધે જે દુઃખ છે એ નિવૃત્ત કર્યો છૂટકો છે. કેમકે એ પરિણામથી પાછા એવા કર્મ બંધાય છે કે જે પદાર્થને વિષે મમત્વ નહોતું કરવાનું, સંયોગમાં હતો ત્યારે પણ એના મમત્વથી નિવર્તવાનો પુરુષાર્થ કરવાનો હતો એ વિયોગ થતાં તીવ્ર મમત્વને લીધે દુઃખના પરિણામ કરે છે. પદાર્થ તો ગયો. છતાં પોતે પોતાના પરિણામની અંદર મમતા નથી મૂકી શકતો અને તીવ્ર મમત્વ કરી બેસીને અનેક પ્રકારના માઠા કર્મને બાંધે છે. એટલે એ “ઉદાસી નિવૃત્ત કર્યો છૂટકો છે. દિલગીરી ન કરતાં ધીરજથી તે દુખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. આવા પ્રસંગે ધીરજ રાખવી, શાંતિ રાખવી અને દુઃખમાં પરિણામ ન ચાલ્યા જાય એ કરવા યોગ્ય છે, એ કર્તવ્ય છે. “આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે. આ જે દેહ અત્યારે વર્તે છે એ પણ એમ જ એક ક્ષણે ગમે ત્યારે એ દેહ છોડવાનો છે, નિશ્ચિતપણે છોડવાનો છે એમાં બીજો કોઈ વિકલ્પ થાય એવું નથી. એ વાત સ્મરણમાં આવ્યા કરે છે.... પોતે એ વાત હવે પોતાની સામે લે છે કે આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસાપ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે.' આ બધાં કામ કરીએ છીએ પણ કોઈ કામની ચીજ તો છે નહિ. આ બધું છોડીને જાવાનું છે એ વાત નક્કી છે. અનુકૂળતાના ગંજ ખડકાય જાય તોપણ આત્માને કોઈ કાંઈ સુખ આપી દે એ વાત છે નહિ. એટલે સંસાર પ્રત્યે તો નીરસ પરિણામ થાય છે. વૈરાગ્ય થાય છે એટલે વિશેષ નીરસ પરિણામ રહ્યા કરે છે. પૂર્વકર્મને અનુસરી જે કંઈ પણ સુખદુખ પ્રાપ્ત થાય.” એટલે સંયોગોના ફેરફાર Page #340 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૩૭ ૩૨૧ થાય. નથી કોઈ સુખ, નથી કોઈ દુઃખનું કારણ. આ તો લોકભાષાએ કહેવાય છે. પૂર્વકર્મને અનુસરીને જે કંઈ પણ સુખદુઃખ પ્રાપ્ત થાય તે સમાનભાવથી વેદવું એ શાનીની શિખામણ સાંભરી આવી છે, તે લખી છે.' જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય, આ આત્મા જ્ઞાતા-દષ્ટા છે એનો કોઈ અધિકાર કોઈ પ્રસંગને વિષે છે નહિ અને જો અધિકાર હોય તો કોઈ પોતાની ચીજ છોડવા માંગતું નથી પણ એનો કોઈ અધિકાર નથી. માટે સમાન ભાવથી વેદવું એટલે વિષમભાવ ન કરવા, સમભાવથી વેદવું. એવી જ્ઞાનીની શિખામણ છે એ સાંભરતા અત્રે તમને લખી છે. ભાયાની રચના ગહન છે.' લ્યો, ઠીક ! માયાની રચના ગહન છે એટલે શું ? કે બુદ્ધિની અંદર આ વાત જીવને સમજમાં આવે છે છતાં પણ જીવ મમત્વ છોડી શકતો નથી એનું કારણ આ કોઈ ગહન વાત છે. એવી છીછરી વાત નથી કે બરાબર છે, માણસ મરી જાય છે. એનું હોત તો કાંઈ રહ્યું ન હોત. ફ્લાણું, ઢીંકણું બધાય એ રીતે સમજી શકે છે, બોલે છે, અરસપરસ એકબીજાને સાંત્વન આપે છે બધું બને છે પણ ખરો પ્રસંગ બને એટલે ઉદયમાં પોતે જોડાય છે ત્યારે એ ઉદયથી ભિન્નતા કરી શકતો નથી. એવો ઉદયમાં એકાકાર થઈ જાય છે, એવો લીન થઈ જાય છે કે એ વખતે બધું ભૂલી જાય છે કે આ ચીજ જ મારી નથી ને ! હું પણ એક વખત આ બધું છોડીને આમ જવાનો છું, એ બધું ભૂલી જાય છે, ડૂબી જાય છે. એ વખતે દુ:ખનો પ્રસંગ હોય તો દુઃખમાં ડૂબી જાય છે, કોઈ અનુકૂળતા હોય તો હરખના રસમાં ડૂબી જાય છે, પ્રતિકૂળતા હોય તો ખેદના રસમાં ડૂબી જાય છે અને બેમાંથી એક તો અવારનવાર થાય જ છે અને બંને પ્રસંગે તે એટલા કર્મ બાંધે છે કે આ સંસારના ચક્કરમાંથી એ છૂટી શકતો નથી. એવું બંધન જીવ પોતાને કર્યે જ જાય છે, કર્યે જ જાય છે. પ્રશ્ન :- એ વખતે શું સાવધાની રાખવી સમાધાન ઃ– એ વખતે કેવી રીતે સાવધાની રાખવી ? તો એ ચીજમાં તપાસવું કે મારાપણું કેમ થયું ? જ્યારે મારી સમજણમાં આ વાત ચોખ્ખી છે. જે એ વાત સમજ્યા નથી, વિચારતા નથી એ તો બિચારા શું કરે ? એ તો ડૂબી જ જાય પણ જેને એ વાત વિચારમાં આવી એને એ વખતે પોતાની સમજણને લાગુ કરવી. પ્રયોગ એટલે બીજું કાંઈ નથી, પોતાની સમજણને પ્રસંગ ઉપર લાગુ કરવી, ઉદયમાં લાગુ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ચજહૃદય ભાગ-૫ કરવી એનું નામ પ્રયોગ છે, અને એ એક જ સાધન છે, એ એક જ વિધિ છે. કાર્યની યથાર્થ વિધિને વિચારવામાં આવે કે જે વિધિથી પોતાને સફળતા મળે જ મળે નિષ્ફળ જાય જ નહિ એ આ વિધિ છે કે પોતે જે કાંઈ સમજ્યો છે એને પોતાના ઉદયમાં લાગુ કરવી કે હું ભિન્નતા સમજ્યો છું, આમાં મમત્વ થાય છે કેવી રીતે ? મારાપણું, મારું અસ્તિત્વ ક્યાં છે કે મને મમત્વ થાય છે ? શોધ, ખોળે પોતાના અસ્તિત્વને, ગોતે એમાંથી. જો અસ્તિત્વ નથી તો આ મમત્વની કલ્પના કેમ ઊભી થઈ ? એ તો રસ ઠંડો થયા વગર રહેશે નહિ. આટલી શોધખોળમાં જશો ને તોપણ એનો રસ એકદમ નીરસ થવા મંડશે. અને પ્રયોગ કરી જોવો, સવાલનો જવાબ મળી જશે. એ સીધી વાત છે. બાકી જો એમ ન કરી શકે તો ગમે તેટલી શાસ્ત્ર અને પોથી વાંચ્યા કરે કે સાંભળ્યા કરે, “કથા સુણી સુણી ફૂટ્યા કાન' જેવું થાય. માયાની રચના ગહન છે. અને એ લોકોને કહેવું પડે કે ભાઈ ! બધું ગમે તે કરીએ પણ આ માયા એવી છે ને... માયા એટલે તારા પરિણામ, ઉદયમાં એકત્વબુદ્ધિના મમત્વના, પોતાપણાના જે તીવ્ર પરિણામ છે એ જ માયા છે. માયા કોઈ બીજી ચીજ નથી, કોઈ ઈશ્વરના ઘરની ચીજ નથી. પણ જીવને પોતાને સાવધાન થવાની જરૂર છે. અહીં સુધી રાખીએ. Page #342 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૩૪૧ અહીંથી ગઈ કાલે પત્ર રહેજો, સમાધિ રાખજો. તે લખી છે, જેમાં તે જીવની મુંબઈ, ફાગણ વદ ૪, ગુરુ, ૧૯૪૮ ૧ લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે આવિક્ષેપપણે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને અનુકંપા સિવાય બીજો હેતુ નથી.. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દૃઢતા ૨હે છે. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઈ આવી. પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. તેમ પરામાર્થદૃષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં નહીં જેવો છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પત્રોની પણ ઘણીખરી પ્રશ્નચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક લખીશ. મોક્ષના બે મુખ્ય કારણ જે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ. તા. ૬-૧૨-૧૯૮૯, પ્રવચન નં. ૯૮એ પત્રાંક ૩૪૧ થી ૩૪૭ ‘શ્રીમદ્ર રાજચંદ્ર’ ગ્રંથ. પત્રાંક ૩૪૧, પાનું ૩૨૨. શ્રી સૌભાગ્યભાઈ' ઉ૫૨નો પત્ર છે. અહીંથી ગઈ કાલે પત્ર ૧ લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપપશે Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ રાજહૃદય ભાગ-૫ રહેજો...' એ પત્ર અહીંયાં મળ્યો નથી એટલે છપાયો નથી. સોભાગભાઈ’ ઉ૫૨ના ઘણા પત્રો ગ્રંથારૂઢ થયા છે પણ જે પત્રનો પોતે ઉલ્લેખ કરે છે, ફાગણ વદ ૪ને ગુરુવારનો પત્ર છે, આગળનો પત્ર ફાગણ વદ ૩ ને બુધવારનો હોવો જોઈએ. જે પત્રનો ઉલ્લેખ કરે છે એ પત્ર પુસ્તકમાં નથી. પણ એની અંદર કોઈ એવી વાત લખી કે કદાચ વાંચનારને “સોભાગભાઈ’ને ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન થાય. એવું જાણીને એમ લખે છે કે જે પત્ર લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપણે રહેજો. તમને કાંઈ ઉપાધિ વધે, ચિંતા થાય, તમારા ચિત્તને વિષે (એમ નહિ કરતા). સમાધિ રાખજો.’ સમાધિ રાખજો એટલે રાગ અથવા દ્વેષ તીવ્ર ન થાય તેનું લક્ષ રાખજો એમ કહે છે. તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે...' જે વાત લખી છે એ વાત આપ ભૂલી જાવ. નિવૃત્ત થાય એટલે એ વાત આપ ભૂલી જાવ એટલા માટે લખી છે. જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી.' કોઈ વ્યક્તિગત વાતનો નિર્દેશ કર્યો છે કે જેના ઉપર ‘સોભાગભાઈ’ને અનુરાગ હશે, તો એના વિષયની અંદર એ બાબતમાં પત્ર નહિ કદાચ મળ્યો હોય ને પુસ્તકારૂઢ કરવાનું કારણ એ પણ હશે કે એની અંદર એનો નિષેધ કર્યો હશે કે આ વાત અમને ઠીક નથી લાગતી. તો એમાં પણ સામા જીવની અનુકંપા સિવાય અમારો બીજો કોઈ હેતુ નથી. એ જીવનું હિત થાય એ હિતષ્ટિએ થોડું ઘણું જે કાંઈ લખ્યું છે એ લખ્યું છે એવું તમે વિચારજો. બીજી રીતે વિચારતા મનની અંદર કોઈ ખળભળાટ થાય એવું નહિ વિચારતા. અમને તો ગમે તેમ હો તો પણ સમાધિ જ રાખ્યા કરવાની દૃઢતા રહે છે.’ કોઈપણ પરિસ્થિતિમાં, કોઈપણ જીવને પરિસ્થિતિ હંમેશા એક સરખી ઉદયની હોતી નથી કે ઉદયની રહેતી નથી છતાં ગમે તે પરિસ્થિતિમાં સમાધિ જ રાખ્યા કરવાની દઢતા રહે છે.' સમાધાન સહેજે આવે છે. દૃઢપણે સમાધાન રહે છે. અમને ખળભળાટ થતો નથી. એનું કારણ એ છે કે પોતે ભિન્નતા જાણી છે. જે તે પ્રસંગોથી પોતે પોતાનું જુદાંપણું સમજે છે. ખરેખર કોઈ લાભ-નુકસાન મારામાં થતો નથી, મને થતો નથી અને એ લાભ-નુકસાન મને લાગુ પડતો નથી એવું જે સ્પષ્ટ જ્ઞાન છે એ જ્ઞાનને કારણે અમને એ બાબતમાં ચિંતા થતી નથી. એટલે સમાધિ જ રહે છે અને દૃઢપણે સમાધિ રહે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૪૧ - ૩૨૫ પ્રસંગ તો ખેર જુદાં જ છે પણ પ્રસંગ પ્રત્યે જે કાંઈ ઉપયોગ જાય, ઉપયોગ તાં જે કાંઈ રાગાદિ પરિણામ થાય એમાં પણ પોતાની વ્યાપ્તિનો અનુભવ કરતાં નથી. જે પોતાના જ્ઞાનમાં જ પોતાની વ્યાપ્તિનો અનુભવ કરે છે અને સાથે ઉત્પન થતો રાગાંશ પણ ગૌણ કરી જાય છે એટલે એ પ્રકારના પરિણમનમાં સહેજે જ સમાધિ રહે છે અને કોઈ ઉપાધિ ઉત્પન્ન થતી નથી. “અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દઢતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ,” જો સામાન્ય મનુષ્યની જેમ પ્રસંગના ફેરફારમાં જ્ઞાની પણ તેવા જ રસથી એકત્વભાવે પરિણમે તો પછી જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર શું ? તફાવત શું ? એમાં તો પછી કાંઈ તફાવત રહેતો નથી. એ તો બંને સરખા થઈ ગયા. પોતાને જે કાંઈ આપત્તિ. વિટંબના, મુંઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. જેને આપત્તિ કહેવાય, વિટંબના કહેવાય કે મૂંઝવણનું નિમિત્ત કહેવાય, મૂંઝવણ તો જ્ઞાનીને થતી જ નથી, પણ એવું કાંઈ પણ પ્રસંગમાં ઊભું થાય તો એક એનું કારણ કોઈ બીજાને અમે શોધતા નથી, બીજાને ગણતા નથી અથવા એવો વિચાર લંબાતો નથી કે કોના દોષથી આમ થઈ ગયું ? કોણે આ ભૂલ કરી જેથી આવું થયું ? આવી વિટંબના ઊભી થઈ એમાં કોનું કારણ બન્યું ? એમ બીજાનો દોષ જોવાની ઇચ્છા પણ અમને થતી નથી. સામાન્ય રીતે સંસારની અંદર એક સામાન્ય માનસિક આ પરિસ્થિતિ છે કે કોઈપણ પ્રસંગમાં સફળતા મળે ત્યારે જીવને એવું થયા કરે સહેજે સહેજે કે આમાં આપણા કારણે સફળતા થઈ. એટલે સહેજે ઇચ્છા એ બાજુ લંબાઈ જાય કે મારું કારણ કેવું હતું કે જેને લઈને સફળતા થઈ ? મેં ક્યાં ક્યાં ભાગ ભજવ્યો કે જેને લઈને સફળતા થઈ ? નિષ્ફળતા મળે ત્યારે સહેજે એને ઇચ્છા થાય કે આમાં કોણે ભૂલ કરી છે ? કોનો વાંક છે ? ક્યા કારણથી થયું ? એ શોધવા સીધો જ વિકલ્પ લંબાઈ જાય છે. આવી જે મનુષ્યોચિત સામાન્ય માનસિક સ્થિતિ હોય છે એ સ્થિતિ અમારી નથી, એમ કહે છે. કોઈ એવા પ્રકાર બને છે ત્યારે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી એવો વિચાર જ લંબાતો નથી કે આમાં કોણ કારણ પડ્યું ? ' તેમ પરમાર્થદષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે' કોઈનો ઈરાદો હોય, નુકસાન કરવાનો કોઈનો ઇરાદો જ હોય અને પરમાર્થદૃષ્ટિએ જોતાં એનો દોષ હોય, છતાં Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ રાજહૃદય ભાગ-૫ પોતે એવી રીતે વિચારતા નથી. આ ન્યાય કેવી રીતે પોતે લઈ લે છે ! કાંઈ નહિ, એ તો એનો ભાવ એની પાસે. થવાનું હોય એમ થાય છે, ન થવાનું હોય તેમ નથી થતું. એનો ભાવ એની પાસે.. | મુમુક્ષુ :- પોતાને માટે બીજો ન્યાય જુદો છે. પૂજ્ય ભાઈશ્રી :- ન્યાય જુદો લઈ લે છે, કારણ કે રાગ-દ્વેષ તો પોતાને ટાળવા છે ને ! તો એવો ન્યાય ગ્રહણ કરે છે કે જેથી પોતાને રાગ-દ્વેષ ન થાય. એનું નામ ન્યાય છે. પોતાને રાગાદિનો, દ્વેષનો દોષ ન થાય એનું નામ ન્યાય છે, ખરો ન્યાય તો એ છે. નહિતર તો એક રીતે અન્યાય છે કે એનો ઈરાદો છે નુકસાન કરવાનો છતાં એનો દોષ કેમ ન ગણાય ? લૌકિકદૃષ્ટિએ તો એ બરાબર નથી. પારમાર્થિક દૃષ્ટિએ જોતા તે જીવનો દોષ છે, તે જીવને દોષ છે તોપણ પોતે આમ લે છે. વ્યવહારિક દૃષ્ટિએ જોતા નહીં જેવો છે વ્યાવહારિક દષ્ટિએ જોતા નહીં જેવો છે..એટલે શું છે ? કે કરી તો શકતો નથી કાંઈ. ભાવ જ કરે છે. બીજું શું કરે છે ? કોઈ પોતાને, મને કોઈ મુશ્કેલીમાં મૂકી શકતો નથી, મને નુકસાન કરી શકતો નથી. એ તો પરિસ્થિતિ જ નથી. અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે. અને જ્યારે એકબીજાને નુકસાન કરી શકે એવી દૃષ્ટિ જ્યાં સુધી હોય), વ્યવહારિક દૃષ્ટિ એટલે લૌકિકદષ્ટિ જગતમાં જે દૃષ્ટિ છે, ત્યાં સુધી પારમાર્થિક દોષ અને નિર્દોષતાનો ખ્યાલ આવવો મુશ્કેલ પડે છે, ત્યાં સુધી ભિન્નતા જ પોતાને ભાસતી નથી. એણે એ નુકસાન કર્યું છે એમ દેખાય છે. ત્યાં સુધી પરમાર્થે પોતાને શું દોષ ? બીજાને શું દોષ ? એ રીતે ખ્યાલ આવવો ઘણો દુષ્કર પડે છે, મુશ્કેલ પડે છે. એવી રીતે જલ્દી ખ્યાલ પછી આવતો નથી. કેમકે બાહ્યદૃષ્ટિની મુખ્યતામાં અંતરદૃષ્ટિ ખલાસ થાય છે. અંતરદૃષ્ટિની મુખ્યતામાં બાહ્યદૃષ્ટિ ખલાસ થઈ જાય છે. એ પ્રકારથી પોતે અહીંયાં વાતને લીધી છે. એટલે મુમુક્ષુએ પણ વ્યવહારની અંદર કેવી રીતે પોતાને બચાવવો એ જ્ઞાનીની વર્તનાથી પોતે પણ અનુકરણ કરે, અનુસરણ કરે અને પોતે પણ રાગદ્વેષથી બચી શકે એ રીતે. આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પાત્રોની પણ ઘણીખરી પ્રશચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક Page #346 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૪૨ ૩૨૭ લખીશ.’ બની શકશે તો લખીશ. રવિવારે લખીશ એવું વિચાર આવ્યો છે. સામાન્ય રીતે તો એ બધી વાતને પછી લખીશ, પછી લખીશ એમ હડસેલતા જાય છે. અહીંયાં આટલો વિચાર આવ્યો છે. મોક્ષના બે મુખ્ય કારણ કે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ.” એટલે એમની વાત માન્ય રાખી છે, જે કાંઈ લખ્યું છે એ, પણ પોતે વિશેષ કાંઈક લખવા માગે છે એ પણ પછી લખીશ એમ રાખ્યું છે. એ રીતે ઉદયના પ્રસંગમાં પોતે કેવી રીતે વર્તી રહ્યા છે અને કેવી રીતે વર્તવું યોગ્ય છે, એ વચ્ચેના મોટા પેરેગ્રાફમાંથી એ વાત સ્પષ્ટ થાય છે. " પત્રાંક - ૩૪ર મુંબઈ, ફાગણ વદ ૬, શનિ, ૧૯૪૮ - અત્ર ભાવસમાધિ તો છે. લખો છો તે સત્ય છે. પણ એવી દ્રવ્યસમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે. દુષમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું ? અથવા દુષમકાળ કયો કહેવાય ? અથવા ક્યાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ જ વિજ્ઞાપન. લિ. બોધબીજ છે ૩૪૨ મો પત્ર પણ ‘સોભાગભાઈ ઉપરનો છે. લગભગ ૩૮ થી ૩૮, ૩૯, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫માં નામ નથી. ૪૬, ૪૭ બધા પત્રો “સોભાગભાઈ ઉપરના જ છે. ૩૪૨. અત્રે ભાવ સમાધિ છે. “અત્રે ભાવસમાધિ તો છે. લખો છો તે સત્ય છે. પણ એવી દ્રવ્યસમાદિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે.' સોભાગભાઈ ભાવસમાધિ તો પોતે સંમત કરે છે પણ દ્રવ્ય પણ આપને સમાધિ રહે એવી ભાવના વ્યક્ત કરી છે. એટલે મુનિદશાની અંદર દ્રવ્ય અને ભાવે બંને Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ગુજહૃદય ભાગરૂપ પ્રકારે સમાધિ દશા રહે છે. કેમકે મુનિદશાની અંદર કોઈપણ જાતના આરંભ, સમારંભ, પરિગ્રહ આદિ દ્રવ્યે કોઈ પ્રકાર બહારમાં નથી. એટલે દ્રવ્યે પણ શાન, ધ્યાન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ મુનિરાજને હોતી નથી. એમ કહે છે, આપને બધા પ્રસંગમાં ભાવસમાધિ તો વર્તે છે પણ દ્રવ્યે પણ સમાધિ આપને રહે. તો કહે છે, એ થવા માટે તો અત્યારે જે ઉદયની પરિસ્થિતિ છે એ જોતાં પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવા મને યોગ્ય લાગે છે. કેટલાક પૂર્વકર્મનું દબાણ લાગે છે. ઇચ્છા નહિ હોવા છતાં, વિકલ્પ નહિ ચાલતો હોવા છતાં, ઉપયોગ નહિ ચાલતો હોવા છતાં જે પ્રસંગની વચ્ચે ઊભા છીએ એ કોઈ પૂર્વકર્મનું કારણ અવશ્ય સૂચવે છે. મુનિદશામાં તો શું હોય છે કે એ પ્રકારનું પૂર્વકર્મ પણ નથી હોતું અને જીવની યોગ્યતા પણ મુનિદશાને યોગ્ય વીતરાગતાને પ્રાપ્ત કરવાની હોય છે. એમ બંનેનો મેળ ખાય છે ત્યારે બહારમાં દ્રવ્ય અને ભાવે સમાધિ રહે એવી મુનિદશા પ્રત્યક્ષ જોવામાં આવે છે. એનો અર્થ એ પણ થયો કે પૂર્વકર્મ જે છે એ ભલે પોતાના અપરાધથી ઉત્પન્ન થયેલા છે અને જે ઉદય આવે છે એ ઉદયમાં પણ ફેરફાર કરવાનો કોઈ આત્માનો અધિકાર નથી. સહેજે સહેજે એ પ્રકાર ઉત્પન્ન હોય છે. જોકે કોઈ રજકણમાત્રમાં ફેરફાર કરવાનો આત્માનો અધિકાર નથી. એટલે એમાં ઉદય તો આપો આપ આવી જ જાય છે. મુનિદશામાં તો બંને પ્રકાર એકસાથે ઊભા થાય છે. જીવનો મુનિદશા પ્રાપ્ત કરવાના પુરુષાર્થનો ભાવ અંતરંગ વીતરાગતાની વૃદ્ધિ અને બહારમાં પૂર્વકર્મની નિવૃત્તિ એ બંને સાથે જ થાય છે, કુદરતીપણે. એવું નથી કે જીવ કાંઈ કરી શકે છે. બીજા પદાર્થનું કોઈ કાર્ય જીવ કરી શકે છે એવું નથી પણ સહેજે સહેજે એ પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે. એ પણ આમાંથી નીકળે છે. પોતે જોવે છે, દ્રવ્યસમાધિ માટે પૂર્વકર્મ નિવૃત્ત થયેલા નથી એવું એમના જ્ઞાનમાં સ્પષ્ટ દેખાય છે અને પૂર્વકર્મમાં જોડાતા નથી એટલે એની નિર્જરાને પણ જોવે છે, નિર્જરાને પણ જુએ છે. ઉદયને પણ જુએ છે, નિર્જરાને પણ જુએ છે અને પોતાના પુરુષાર્થનું પણ માપ છે. દ્રવ્ય અને ભાવે બધો ખ્યાલ છે એટલે એમને સમાધાન રહે છે, અસમાધાન થતું નથી. દુષમ કાળનું મોટામાં મોટું ચિહ્ન શું ?” ઉ૫૨ એક લખ્યું ને ? લખો છો તે સત્ય છે.' એટલે કે ત્યાગ કરવો જોઈએ એ વાત સાચી છે. અમારી ત્યાગ નહિ Page #348 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–જર ૩૨૯ કરવાની ભાવના છે એવું નથી. પણ પૂર્વકર્મ ચાલુ છે એને નિવૃત્ત થવા દેવા યોગ્ય લાગે છે. એ એના ક્રમમાં નિવૃત્ત થાય એ અમને યોગ્ય લાગે છે. અમે એની અંદર ભળતા નથી. એ આવીને નિર્જરી જાય છે, આગળનો હિસાબ-કિતાબ પૂરો થાય છે. એ સિવાય એથી વધારે એમાં કાંઈ નથી. દુષમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું ? અથવા દુષમકાળ કયો કહેવાય ? અથવા કયા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? “સોભાગભાઈને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. એ જ વિશાપન. આ ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. હવે મુખ્યપણે તો એમના પત્રોમાંથી એમનો અભિપ્રાય જોઈએ તો દુષમકાળનું મોટામાં મોટું ચિત એ છે કે આ કાળને વિષે પરમાર્થ માર્ગના દર્શાવનારા સપુરુષો ભાગ્યે જ મળે એવો આ દુષમકાળ છે. શ્રીમદ્જીના પહેલાં જો વિચારીએ તો સોએક વર્ષ સુધી તો કોઈ કદાચ પ્રગટ સન્દુરુષ નહિ હોય એવું લાગે છે. એકાદ સદી તો ખાલી ગઈ હશે. હવે પછી પણ કેટલો કાળ ખાલી જશે એ કહેવું મુશ્કેલ છે. ભાગ્યે જ કોઈ સમ્યગ્દર્શન સુધી પહોંચી શકે એવી વર્તમાન પરિસ્થિતિ દેખાય છે. ભલે એ ક્ષેત્રની અંદર ઓછા-વત્તા પ્રમાણમાં ઉદ્યમવત થયેલા જીવો હોય તોપણ એની સફળતાથી સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે એવી પરિસ્થિતિ બહુ અલ્પ દેખાય છે. એટલે ધર્માત્માની વિદ્યમાનતા પણ ક્વચિત્ હોય આ ક્ષેત્રને વિષે, આ કાળને વિષે એ એક દુષમકાળનું ચિહ્ન છે. અને દુષમકાળ કોને કહેવાય ? એવા કાળને દુષમકાળ કહેવો કે જેમાં વધારેમાં વધારે પરમાર્થથી વિપરીત જનારા જીવોની સંખ્યા હોય, એનું બળવાનપણું હોય, એ 'વિશેષ કરીને પ્રવર્તતા હોય અને માર્ગ લોપ થાય એવા પ્રકારો ઊભા થાય એ બધો દુષમકાળ ગણવામાં આવે છે. અથવા ક્યા મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ ચિત કહો, લક્ષણ કહો એ બધું એકાઈમાં છે. પણ પ્રશ્ન ઉપર વજન દેવા માટે આમ તો હેતુ તો એક જ છે કે દુષમકાળનું સ્વરૂપ શું ? તો પુરુષોની–ધમત્માઓની અવિદ્યમાનતા, ધર્મ પ્રાપ્ત કરનારા આત્માર્થી પણ કોઈ જીવ ક્વચિત્ જ જોવા મળે અને વિપરીત અભિનિવેશવાળા અને વિપરીતતામાં વર્તનારા, માર્ગનો લોપ કરનારા, માર્ગનો વિરોધ કરનારા એવા જીવોની સંખ્યા ઘણી હોય, એનું બળવાનપણું હોય, એના પુય જોર કરતા હોય, એની જીત થાય, બીજાની હાર થાય, બીજાનો પરાભવ થાય એ બધા Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ચજહદય ભાગ-૫ પ્રકાર દુષમકાળની અંદર વિશેષ કરીને વર્તે છે. એ ત્રણ પ્રશ્નો મૂક્યા છે. પછી એ સંબંધી કાંઈ ચર્ચા નજીકના પત્રોમાં નથી જોવા મળતી. અહીંયાં એક લખ્યું છે. આખો લોક ત્રણે કાળને વિષે... સામે એક પત્ર છે ને? ૩૪૭. આખો લોક ત્રણે કાળને વિષે દુખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે; અને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે; અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ.” જુઓ ! સત્સંગનો અભાવ જુએ છે. તે તો સર્વ કાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ દુષમકાળમાં પ્રાપ્ત થવો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. સત્પરુષો અને એનો સમાગમ એ વસ્તુ મળવી મુશ્કેલ છે. એની કિમત લોકોને સમજાવી પણ મુશ્કેલ છે. મુમુક્ષુ – પદ્મનંદીઆચાર્યે લખ્યું છે એક, બી, તીન, ચાર, પાંચ . પૂજ્ય ભાઈશ્રી - હા, એવું લખ્યું છે. આંગળીને વેઢે ગણાય એવા ધર્માત્મા હશે. ખરી વાત છે. પવનંદીઆચાર્ય તો પુરાણા આચાર્ય છે. એકાદ હજાર વર્ષ થઈ ગયા હશે. છેલ્લા દોઢસોથી અઢીસો વર્ષના ગાળામાં કેટલાક જ્ઞાનીઓ થયા છે. “ટોડરમલજી અને બીજા બનારસીદાસજી), દીપચંદજી', બુધજનજી’, ‘ભાગચંદજી, ધાનતરાયજી એવા કેટલાક છ-સાત નામો મળે છે. એ છેલ્લા દોઢસોથી અઢીસો વર્ષના ગાળામાં ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર હિન્દુસ્તાનમાં કોઈ કોઈ જ્ઞાની થયા છે. ગુજરાતની અંદર છેલ્લા થયા-શ્રીમદ્ રાજચંદ્રજી અને ત્યાર પછી આ ગુરુદેવ'. બાકી અહીંયાં પણ કોઈ દેખાતું નથી. છેલ્લા સેંકડો વર્ષમાં કોઈ નથી. પત્રક - ૩૪૭ મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૪૮ અત્ર સમાધિ છે. જે સમાધિ છે કેટલેક અંશે છે. અને જે છે તે ભાવસમાધિ છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૪૩-૩૪ ૩૩૧ ૩૪૩. “સોભાગભાઈને લખે છે, અત્ર સમાધિ છે. જે સમાધિ છે તે કેટલેક અંશે છે. પૂર્ણ સમાધિ તો કેવળજ્ઞાનના કાળમાં હોય છે. એટલે જે સમાધિ છે તે કેટલેક અંશે છે “અને જે છે તે ભાવસમાધિ છે. દ્રવ્યસમાધિની વાત નથી કરતા પણ ભાવસમાધિ (છે). એ ભાવસમાધિની ચોખવટ કરી છે. ઉપર વદ છઠના પત્રમાં એમને લખ્યું છે કે તમે દ્રવ્યસમાધિની વાત લખો છો, ભાવસમાધિ તો છે પણ દ્રવ્યસમાધિની વાતની ચર્ચા કરો છો તો લખે છે કે અત્રે ભાવસમાધિ છે. એ ચોખવટ કરી છે. સમાધિ છે એમ કહીને નીચે એક લીટી છોડીને જે સમાધિ છે એ ભાવસમાધિ છે એમ સ્પષ્ટતા કરી છે. પત્રો પણ ટૂંકા લખીને છોડી દયે છે. એક પોસ્ટકાર્ડની અંદર બે લીટી, ત્રણ લીટી લખીને મૂકી દે છે. ' પત્રાંક : ઉજ્જ મુંબઈ, ફાગણ વદ ૧૦, બુધ, ૧૯૪૮ ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે. અધ્યારે તો પરમપ્રેમે નમસ્કાર પહોંચે. - ૩૪. ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે. આજે પત્ર મળ્યું છે અને ઉદયપણે તો ઉપાધિ પ્રવર્તે છે એટલે સંસારિક કાર્યો છે એનો ઉદય છે. એ સંબંધી વિચાર, વિકલ્પ, ઉપયોગ આદિની પ્રવૃત્તિ પણ છે એ પ્રકારે ઉદય પણ વર્તે છે. એ આંશિક છે. ભાવસમાધિ પણ આંશિક છે. આંશિક રાગાદિ ઉદયને અનુસરતા પરિણામ પણ છે. “અત્યારે તો પરમપ્રેમે નમસ્કાર પહોંચે. અત્યારે તો પરમપ્રેમથી તમને નમસ્કાર લખીએ છીએ. વિશેષ લખતા નથી કાંઈ. પહોંચ લખી નાખી છે અને ઉપયોગ એટલો લખવામાં ચાલતો નથી. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ રાજહૃદય ભાગ-૫ - પત્રાંક ૩૪૫ મુંબઈ, ફાગણ વદ ૧૧, ગુરુ, ૧૯૪૮ કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યાં રહેવું, એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. ૩૪૫ મો છે એનું નામ નથી મૂક્યું સંકલનકર્તાએ. ૩૪૫ ‘સોભાગભાઈ’ ઉ૫૨નો છે. મારામાં નથી લખાયું. બુધવારે પણ લખ્યો અને ગુરુવારે પણ પત્ર લખ્યો છે એમ થયું. નામ નથી, ૩૪૫ માં વચ્ચે નામ નથી. કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યાં રહેવું, એ કર્તવ્ય છે.' કોઈ બીજાને જ લખેલો છે. કોઈપણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યાં રહેવું, એ કર્તવ્ય છે.' જુઓ ! ફ્લાણું તમે શાસ્ત્ર વાંચજો એ જાતની લાઇનદોરી નથી આપતા. મુમુક્ષુને મુખ્યપણે સત્સંગમાં રહેવા માટે પોતે આજ્ઞા કરે છે. આ એક એમની માર્ગદર્શનની જે પદ્ધતિ છે એ ધ્યાન ખેંચે એવી છે કે બને ત્યાં સુધી તમે સત્સંગ કરો, અરસપરસ સત્સંગમાં રહો, સત્સંગ ન મળે તો તમે ગોતો. મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચેનો સત્સંગ. આ એક સત્પુરુષની આજ્ઞા છે. મુમુક્ષુ :- મુનિરાજ કહે છે એકલો ન રહી શકે તો લગ્ન કરી લેજે પણ કુસંગ નહિ કરતો. પૂજ્ય ભાઈશ્રી = કુસંગ તો કરીશ નહિ, કુસંગ કરીશ નહિ અને સત્સંગમાં રહેજે એ વાત સ્પષ્ટ છે. “ગુરુદેવશ્રીએ પણ શાસ્ત્ર સ્વાધ્યાય જે દરેક મંડળોમાં થાય છે તેને સંમત કર્યો છે એનું કારણ આ છે. એ ચર્ચા ચાલી હતી કે એમાં સત્સંગનો હેતુ છે. અરસપરસ એક ભાવનાના, એક વિચારવાળા જીવો મળે, એક રુચિવાળા જીવો મળે અને પોતે પોતાના સત્ પ્રાપ્તિની અંદર આગળ વધવા માટે પ્રયત્ન કરે. એકલા વાંચે, વિચારે અને કોઈ વાત ધ્યાનબહાર જાય એવા પ્રકારમાં સત્સંગ મદદગાર થાય છે. સત્સંગ એની અંદર હેતુરૂપ થાય છે. કોઈને કાંઈ વિચાર આવે છે, કોઈને Page #352 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫ ತಿತಿತಿ કાંઈ વિચાર આવે છે અને અરસપરસ વિચારોની આપ-લેથી એ વિષય વધારે સ્પષ્ટ થાય છે. માણસ કહે છે, પોતાને પોતાના દોષ ન દેખાય. તો એ સત્સંગની અંદર ચર્ચા કરતાં પોતાના દોષનો ખ્યાલ આવે છે. એ રીતે સત્સંગ ઘણો ઉપકારી છે. એ જ્ઞાનીઓએ ઘણા ઘણા અનુભવ પછી નિચોડરૂપ એ વાત કરેલી છે. પોતાના બહુ અનુભવ પછી એનો નિચોડ કાઢીને એ વાત એમણે કરેલી છે. એટલે એ પણ કોઈ મુમુક્ષ છે અને સત્સંગમાં રહેવા માટે આજ્ઞા કરે છે કે એ કર્તવ્ય છે અને સત્સંગનો. યોગ બને તો સત્સંગ કરવો, એ કર્યા રહેવું એવી અમારી સલાહ છે. “અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેતું. એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે' હેતુ પાછળ એ છે કે સત્સંગ શું કરવા કરવો ? કે આત્મામાં મારાપણું જીવ કરતો નથી. આત્માને છોડીને દેહથી માંડીને જેટલા કોઈ પ્રસંગો છે. ઉદય છે એમાં મારાપણું કરે છે. આ તો અમારો ઉદય. જેતે ઉદયને શું કહે છે જીવ ? આ અમારો ઉદય છે. પછી પ્રતિકૂળ ઉદય હોય તો એમ કહે અત્યારે અમને આકરો ઉદય છે. આકરો ઉદય નથી, તીવ્રપણે મારાપણું થઈ રહ્યું છે એમ છે ખરેખર તો. ઉદય આકરો નથી પણ પોતાને તીવ્રપણે મારાપણું થઈ રહ્યું છે. એવું મારાપણું થવા કિરતું હોય અથવા વધ્યા કરતું હોય, મમત્વનો તીવ્ર રસ થતો હોય તો તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતા રહેવું. એટલે પાછા હટવું અને એની ભાવના સત્સંગમાં પણ રાખવી તો એનું ફળ આવશે, ભાવનાનું ફળ આવશે. ‘એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે.” મારાપણું મટાડવાની ભાવના સત્સંગપૂર્વક હોય તો અવશ્ય એનું કાંઈક ફળ આવે છે. આપણે અત્યારે એ ચર્ચા કોઈવાર કરીએ છીએ કે ભાઈ ! તમારે ત્યાં ગામમાં તો બીજા કુટુંબો છે એમાં મારાપણું થતું નથી અને પ્રાપ્ત કુટુંબમાં મમત્વ થાય છે તે કેમ થાય છે) સંબંધીની ચર્ચા અને સત્સંગ કરવો જોઈએ એ જરૂરી વસ્તુ છે. મુમુક્ષની ભૂમિકામાં સર્વથી અધિક અને આવશ્યક કોઈ વાત હોય તો આ છે. એ સત્પરુષનો ચોખ્ખો અભિપ્રાય એની અંદર છે. જે “શ્રીમદ્જી' કહે છે એ જ “ગુરુદેવ’ કહે છે. સ્વાધ્યાયનો અર્થ જ સત્સંગ છે, સ્વાધ્યાયનો અર્થ એમ નથી કે એક ઉપદેશક બની જાય અને બીજા બધા ઉપદેશ ઝીલનારા બની જાય. એમ નથી કહેવું. એવું Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ રાજહૃદય ભાગ-૫ ક્યારેય નથી કહેવું. એનો અર્થ જ એ છે કે તમે સાથે મળીને આ વિષયનો વિચાર કરો અને પોતાનું મમત્વ તીવ્ર જે થઈ રહ્યું હોય, વધી રહ્યું હોય એમાંથી સંકોચ થાય, એમાંથી ઓછાપણું થાય, તમારો ભાવ એનાથી નિવૃત્ત થાય, નિવૃત્ત થવા માટે નીરસતા આવે, એ ભાવનાથી સત્સંગ અરસપરસ કરવા યોગ્ય છે. એ ૩૪પ પત્ર પૂરો) થયો. પત્રક - ૩૪૬ મુંબઈ, ફાગણ વદ ૧૪, રવિ, ૧૯૪૮ બધા પ્રશ્નોના ઉત્તર મુલતવવાની ઇચ્છા છે. પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. કૃપાભાવ રાખજો ને પ્રણામ માનજો. ૩૪૬. ત્યાર પછીનો રવિવાર આવી ગયો. ગુરુવારના પત્રમાં એમ લખ્યું છે કે તમને હવે પછી લખીશું. એમ કહ્યું ને ? રવિવારે તમારા પત્રનો ઉત્તર આપશું. ૩૪૧માં કહ્યું કે રવિવારના પત્રમાં તમને જવાબ દેશું. પણ રવિવારનો પત્ર તો ત્રણ લીટી જુદી જુદી લખી છે, કાંઈ લખ્યું નથી. ૩૪૧ ફાગણ વદ ૪નો છે. ત્યાર પછી તો રવિવાર આવી ગયો છે ફાગણ વદ સાતમે, એમાં પણ ત્રણ લીટી છે. ત્યાર પછીનો આ તો બીજો રવિવાર છે. ક્યાંય એમને વિસ્તારથી કોઈ વાતનો જવાબ નથી આપ્યો. - શ્રી સોભાગભાઈ બધા પ્રશ્નનો ઉત્તર મુલતવવાની ઇચ્છા છે. તમારા પ્રશ્નો તો ઘણા ભેગા થયા છે પણ એ બધાને અત્યારે મુલતવી રાખીએ, અમુક ટઇમ પછી એનો જવાબ આપીએ એવી ઇચ્છા છે. તમને ઉત્તર આપવાની ઇચ્છા નથી. લ્યો, ઠીક ! પૂર્વકર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. પૂર્વકર્મની નિર્જરા ઝડપથી થાય Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ પત્રાંક-૪૬ એમ વર્તીએ છીએ, એમ કરીએ છીએ. “કૃપાભાવ રાખજો ને પ્રમાણ માનજો. જાવ. ખરાબ નહિ લગાડતા. તમારા પ્રશ્નનો ઉત્તર મુલતવી રાખીએ છીએ પણ તમે ખરાબ નહિ લગાડતા. એનો અર્થ વિવેકથી એમ લખે કે કપાભાવ રાખજો. આપણે નથી કહેતા કોઈ માણસને ? ભાઈ ! મહેરબાની રાખજો, હોં એમ નથી કહેતા ? કોઈ મહેરબાનીની કોઈને કોઈની જરૂર હોય છે એવું ન હોય તો પણ શું કહે વ્યવહારે ? જરા મહેરબાની રાખજો. એમ લખવા ખાતર એ રીતે લખે છે. મુમુક્ષુ :- આમનો વિવેક તો કલ્પના બહારનો છે. આવા જ્ઞાની થઈને ! પૂજ્ય ભાઈશ્રી - હા, કલ્પના બહારનો છે. હા, જ્ઞાની થઈને ઘણું અસાધારણ. મુમુક્ષુને એમાંથી ઘણું શીખવાનું છે કે જો જ્ઞાની આમ વર્તે છે, આવા સમર્થ પુરુષ છે, મહાજ્ઞાની છે તોપણ આવી રીતે વર્તે છે તો આપણે તો અરસપરસ કેવી રીતે વર્તવું જોઈએ. જો આટલું એક મગજમાં આવી જાયને તો 6 ટકા સમસ્યા ખલાસ થઈ જાય એવું છે. સામાજિક જે સમસ્યાઓ ઊભી થાય છે એ ૯૦ ટકા પૂરી થઈ જાય એવું છે. એટલો તો એમની એક સામાન્ય વાતોમાંથી બોધ મળે એવો પ્રકાર છે આ પત્રનો. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ રાજહૃદય ભાગ-૫ પત્રાંક ૩૪૭ મુંબઈ, ફાગણ વદ ૦)), સોમ, ૧૯૪૮ આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે, વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિસેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. તમાર્ગ ઘણાં પત્ર-પત્તાં અમને પહોંચ્યાં છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. તે પત્રોમાં કોઈ કોઈ વ્યાવહારિક વાર્તા પણ પ્રસંગે લખેલી છે, જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. તેમ તે વાર્તા સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂઝતું નથી. એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. હાલ અત્ર અમે વ્યાવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ, તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ; તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી, પોતાને વિષે જ રહે છે, એટલે વ્યવહાર બહુ બોજારૂપે રહે છે. આખો લોક ત્રણે કાળને વિષે દુ:ખે કરીને પીડાતો માનવામાં આવ્યો Page #356 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૪૭ ૩૩૭ ક છેઅને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે અને તે સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ' તે તો આ સર્વ કાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થયો તે ઘણો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી હાસ્યથી, 'રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી 2 અપ્રતિબંધ જેવું છેકબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું છે. બહુ બહુ રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે ન તો વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો રે પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે. જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે તે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે; જેથી હાલ તો છે છે તે વિષે ક્ષમા આપવા યોગ્ય છે. આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાતો અમને જાણવામાં ? છે. તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ ક તો મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શકચાથી ક્ષમા આપવા યોગ્ય છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ રાજહૃદય ભાગ-૫ ૩૪૭ એ “સોભાગભાઈ ઉપર વિસ્તારથી લખેલો પત્ર છે. આત્મસ્વરૂપે હૃદયરૂપ વિશ્રામમૂર્તિ શ્રી સુભાગ્ય પ્રત્યે પોતાને આત્મીયતા ઘણી છે એ વાત સ્પષ્ટ કરે છે. હૃદયરૂપ અને આત્મસ્વરૂપે એમ લખ્યું છે. ઘણી આત્મીયતા પોતાને ભાવમાં છે. વિશ્રામમૂર્તિ એટલે પોતાને વિશ્રામનું ઠેકાણું છે. જે ઉદયથી પોતે કંટાળેલા છે, જે કાર્યોથી પોતે કંટાળેલા છે એમાં કાંઈક વિસામાનું સ્થાન હોય, વાત કરવાનું કોઈ ઠેકાણું હોય તો “શ્રી સોભાગભાઈ છે. એટલો બધો એમના પ્રત્યે ભાવ બતાવે છે. વિનયયુક્ત એવા અમારા પ્રણામ પહોંચે.” ઘણા વિનયથી મારા વિશ્રામને તમે ઠેકાણું હોવાથી તમારા પ્રત્યે આદર છે, તમારા પ્રત્યે માન છે અમને. વિનયયુક્ત એટલે તમારા પ્રત્યે અમને માન છે. આવા દુષમકાળમાં જ્ઞાનદશાને પામી શકે એવી હદે પહોંચેલા આત્માર્થી છો એટલે અમને તમારા માટે માન થાય છે.. મુમુક્ષુ :- કેટલું માન રાખ્યું છે ! હૃદયરૂપ, વિશ્રામમૂર્તિ. પૂજ્ય ભાઈશ્રી - એ આમ જોઈને. કારણ આ છે કે આ કાળમાં કોઈ ભાગ્યે જ જ્ઞાની થાય. એવા કાળમાં તમે જ્ઞાની થવા યોગ્ય સ્થિતિમાં તમારી આત્માર્થતા જોઈને તમારા પ્રત્યે માન થાય છે. આત્માર્થીતા ઘણી છે. અત્ર ઘણું કરીને આત્મદશાએ સહજસમાધિ વર્તે છે. બાહ્ય ઉપાધિનો જોગ વિશેષપણે ઉદયપ્રાપ્ત થવાથી તે પ્રકારે વર્તવામાં પણ સ્વસ્થ રહેવું પડે છે. બહુ જાગૃત રહેવું પડે છે. સ્વસ્થ એટલે જાગૃત રહેવું પડે છે. આત્મશાએ સહજ સમાધિ વર્તે છે. ઘણું કરીને એટલે મુખ્યપણે. મુખ્યપણે તો અમારી દશામાં આત્માને અનુરૂપ દશા છે, આત્માને અનુસરતી દશા છે, સહજ સમાધિભાવે વર્તે જવાય છે. પણ ઉપાધિનો યોગ ઘણો જોરદાર હોવાથી તે પ્રકારે વર્તવામાં પણ જાગૃત રહેવું પડે છે, સ્વસ્થ રહેવું પડે છે. સ્વ-સ્થ પોતામાં જાગૃત રહેવું પડે છે. એ બધા કાર્યો કરતાં બહુ જાગૃત રહેવું પડે છે. આખાને આખા એમાં અમે ઓરાઈ જઈએ, ઊલઝીને પડીએ એવું નથી. પણ એની અંદર જેટલું પ્રવર્તવું પડે છે એમાં પણ જાગૃતિ અને પુરુષાર્થ સાથે છે. નહિતર દશાની અંદર નુકસાન થાય એવો ઉદયનો પ્રકાર જોરદાર છે. જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે તે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે તે ઉપાધિ જોગ વિશેષપણે વર્તે છે. એટલે એકદમ નિર્જરા થવા માટે કર્મના ઉદય સ્થિતિ ટુંકાવીને જાણે ઉદયમાં ઉદીરણા થઈને આવી જતા હોય Page #358 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૪૭ ૩૩૯ એવું દેખાય છે અને જે કર્મો ભોગવતા ઘણો સમય લાગે તે કર્મ થોડા સમયમાં ભોગવી લઈએ એટલે એમાંથી પસાર થઈ જઈએ, એને નિર્જરાવી નાખીએ. ભોગવી લઈએ એટલે નવો બંધ થાય એમ નહિ, એની નિર્જરા થઈ જાય એવો યોગ વિશેષપણે વર્તે છે. અને એ સ્પષ્ટ છે કે એમણે એક ભવની અંદર ઘણું કામ કર્યું છે. એક ભવની અંદર ઘણું કામ કર્યું છે એટલે પછી તો એમને વચ્ચે એક દેવલોકનો ભવ છે. પછી તો ચરમશરીરી થઈને સિદ્ધાલયમાં બિરાજમાન થશે. પ્રશ્ન :- ભોગવી લઈએ એટલે ? સમાધાન - ભોગવી લઈએ એટલે વિષમભાવથી નહિ સમભાવથી. પ્રશ્ન :- સમભાવથી ભોગવી લઈએ તો ? સમાધાન - સમભાવથી એટલે રાગ-દ્વેષમાં ખેંચાયા વિના. તો નિર્જી થાય. પોતાને રાગ-દ્વેષ થઈ આવે, ઉદય પ્રસંગ આવે અને રાગ-દ્વેષ તીવ્ર થઈ આવે તો નવું બંધન વિશેષ થાય છે. જૂની નિર્જરા થાય છે પણ એ નિર્જરાનો પ્રસંગ નથી ગણાતો, એ બંધનનો પ્રસંગ ગણાય છે. અને જે ઉદયમાં બંધન અલ્પ થાય, નહિવતુ થાય એને નિર્જરાનો પ્રસંગ ગણવામાં આવે છે. નિર્જરા તો બન્ને વખતે થાય જ છે પણ એકને બંધ ગણાય છે, એકને નિર્જરા ગણાય છે. એમ કહેવામાં જુદી જુદી કથની ઊભી થાય છે. એટલે અમે જાણીએ છીએ કે ઘણા કાળે જે પરિણામ પ્રાપ્ત થવાનું છે. એટલે ઘણા કાળે જેની નિર્જરા થાય છે તેથી થોડા કાળે પ્રાપ્ત થવા માટે, અલ્ય કાળમાં એ બધી નિર્જરા થાય તે માટે ઉપાધિયોગ વિશેષપણે વર્તે છે. ઉપાધિનો પ્રસંગ અથવા ઉદયનો પ્રસંગ તીવ્રપણે ઉદયમાં આવેલો જોવામાં આવે છે. એ તીવ્રતાએ આવ્યો એનો ખ્યાલ છે. અમારે તીવ્રતા, મંદતા બધું સરખું છે. અમે તો સમાધિભાવમાં વર્તીએ છીએ એટલે ભિન્નપણે વર્તીએ છીએ. તમારા ઘણાં પત્ર-પત્તાં અમને પહોંચ્યા છે.” એ તો લગભગ રોજ લખી નાખતા. સોભાગભાઈનો જીવ જ ત્યાં ચોટેલો હતો. “સોભાગભાઈનો જીવ “શ્રીમદ્જીમાં લાગેલો હતો. એટલે એને એ વિસ્મૃત નહોતા કરી શકતા એમ કહીએ તો ચાલે. સમાગમમાં રહી શકતા નહોતા અને તેથી શું કરે ? કે કાગળ લખવા બેસી જાય. અને કાગળ લખવા બેસી જાય એમાં બધી પોતાની વાતો લખવા માંડે. આમ થાય Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ચજહૃદય ભાગ-૫ છે. રૂબરૂ હોય તો કહી દે. આ પત્રમાં લખતા હતા. આમ વિચાર આવે છે, આમ વિકલ્પ આવે છે, આ કાર્યની ઉપાધિ છે, આમ છે, આમ છે. અમને આવા પરિણામ થાય છે, અમને આવા પરિણામ થાય છે. આ કારણે અમને આવા પરિણામ થાય છે, આ પ્રસંગથી અમને આવા પરિણામ થાય છે. ખુલ્લી ચોપડી કરી નાખે. | મુમુક્ષુ – જ્ઞાનીને વીંટળાઈને જ રહેતો. પૂજ્ય ભાઈશ્રી :- હા, વીંટળાઈને જ રહેતા. એમનું મન જ ત્યાં એમનામાં ચોટેલું રહેતું. એ એક વિશેષતા છે. એટલે પોતે એમને ઘણા પત્રો લખ્યા છે. વવાણિયામાં એ પત્રો રાખેલા છે, સંખ્યાબંધ પત્રો છે. તમારાં ઘણાં પત્રમ્પત્તાં અમને પહોંચ્યા છે. તેમાં લખેલ જ્ઞાન સંબંધી વાર્તા ઘણું કરીને અમે વાંચી છે. અને એમાં જ્ઞાન સંબંધી જે વાતો લખી છે એ પણ અમે વાંચી છે, લગભગ તો વાંચી છે. ઉપયોગ ઓછો કામ કરે છે બીજી પ્રવૃત્તિમાં જવાનો પણ ઘણી ખરી તો વાંચી છે. તે સર્વ પ્રશ્નોનો ઘણું કરી ઉત્તર લખવામાં આવ્યો નથી, તેને માટે ક્ષમા આપવી યોગ્ય છે. તમને પહોંચ લખું છું. પણ પ્રશ્નનો ઉત્તર નથી લખતો, પછી લખીશ એમ કહું છું (તો) ક્ષમા કરો કે તમને હું ઉત્તર લખતો નથી, અને તે ક્ષમા આપવી યોગ્ય છે, મને તમારે ક્ષમા આપવી તે યોગ્ય છે. કેમકે જે પ્રવૃત્તિમાં મારા પરિણામ કામ ન કરે એ પ્રવૃત્તિ હું પરાણે કેવી રીતે કરું ? ક્ષમા આપો અને એ ક્ષમા આપો એ અત્યારે યોગ્ય છે. ક્ષમા આપો અને એ ક્ષમા આપો તે યોગ્ય પણ છે. એવી પોતાની નિર્દોષ દશા છે, એમ લખે છે. તે પત્રોમાં કોઈ કોઈ વ્યાવહારિક વાત પણ પ્રસંગે લખેલી છે... વ્યવહારિક વાત ઘણી લખતા. એ પત્રો જોયા છે. વ્યાવહારિક વાર્તા ઘણી લખતા. જે અમે ચિત્તપૂર્વક વાંચી શકીએ તેમ બનવું વિકટ છે. અમારું મન એવી વ્યવહારિક વાતોમાં તો વાંચવાનું પણ મન ચાલતું નથી. એવી અમારી માનસિક પરિસ્થિતિ છે. તેમ તે વાત સંબંધી પ્રત્યુત્તર લખવા જેવું સૂતું નથી. અને એ સંબંધી તમને કાંઈ લખીએ એવો પણ અમને કાંઈ વિચાર નથી. શું લખવું એ સૂતું નથી. જેમ ઉદય ચાલે છે એ ભલે ચાલતો. ઉદયની બાબતમાં કોઈ આમ કરો ને તેમ કરો એ લખવું અમને યોગ્ય નથી લાગતું. એટલે તે માટે પણ ક્ષમા આપવા યોગ્ય છે. તમે કોઈ અપેક્ષા રાખતા હોય, કે ઉદય સંબંધી વ્યવહારિક કોઈપણ સલાહ સૂચના મળશે Page #360 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૪૭ ૩૪૧ તો એ વાત અમને કોઈ લખવી સૂઝતી નથી અત્યારે અને એ બાબતમાં તમને કાંઈ નથી લખાતું તો એ પણ તમે ક્ષમા આપો એ જ એ બાબતની અંદર યોગ્ય છે. “હાલ અત્ર અને વ્યાવહારિક કામ તો પ્રમાણમાં ઘણું કરીએ છીએ.... એટલે ઘણો સમય વ્યવસાયની અંદર જાય છે. એટલે કામ તો કરીએ છીએ. તેમાં મન પણ પૂરી રીતે દઈએ છીએ.' એટલે ઉપયોગ લાગે છે કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. પોતે કામની વ્યવસ્થા સંભાળે છે. મન પણ પૂરી રીતે દઈએ છીએ. તથાપિ તે મન વ્યવહારમાં ચોંટતું નથી. નીરસ પરિણામ રહે છે. રસ આવે છે અને ઉપયોગ દઈએ છીએ એમ નહીં. વ્યવસ્થાનો વિકલ્પ જોઈને ઉપયોગ દેવો પડે છે. વ્યવસ્થા-અવ્યવસ્થાનો વિચાર જોઈને પણ મન લાગતું નથી એમાં. કમને કાર્યો કરીએ છીએ. મન વ્યવહારમાં ચોંટતું નથી. પોતાને વિષે જ રહે છે. મન તો આત્માને વિશે જ રહે છે. અને એવી પરિસ્થિતિમાં એટલે એ પરિસ્થિતિ હોવાથી વ્યવહાર બહ બોજારૂપે રહે છે. એટલે જેટલો કાંઈ ઉપયોગ દેવો પડે છે એમાં બોજો ઘણો લાગે છે. સામાન્ય માણસને તો રસ હોય છે અને રસને લઈને બોજો ઘણો વધી જાય છે તોપણ હોંશ અને ઉત્સાહને લઈને એને એ બોજો દેખાતો નથી. જ્ઞાનીને અલ્પ રસ છે તોપણ બોજો ઘણો લાગે છે. ઉપાધિ ઓછી કરે છે તોપણ બોજો ઘણો લાગે છે. એટલે નાનો દોષ પણ એને મોટો દેખાય છે. એવું છે. અને એટલું જ્ઞાન નિર્મળ થયું છે. એટલું જ્ઞાન પણ ચોખ્ખું થયું છે કે દોષના થોડા પણ ભાગને એ સ્વચ્છપણે સ્પષ્ટપણે જોઈ શકે છે, અને એનાથી તરી શકે છે, એનાથી જૂદાં પડવાના પુરુષાર્થમાં પોતે વર્તી શકે છે. પણ એ બોજો લાગે છે એ બોજો લાગે જ છે. આખો લોક ત્રણે કાળને વિષે દુખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે.' “આખો લોક ત્રણેકાળને વિષે દુખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે;” અથવા એ પરિસ્થિતિ વાસ્તવિક છે કે ત્રણે કાળને વિષે આખું જગત દુઃખમાં જ છે, કોઈ કાળમાં જગત સુખમાં નથી. બધા ઉપાધિ અને દુઃખની અંદર વર્તી રહ્યા છે. અને તેમાં પણ આ વર્તે છે, તે તો મહા દુષમકાળ છે. એટલે અત્યારે તો લોકો ઘણા દુઃખી છે. અત્યારે તો તીવ્ર રાગ-દ્વેષવાળા હોવાને લીધે લોકો ઘણા દુઃખી છે. અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ'...” વિશ્રાંતિનું કારણ એક પ્રકારે ન લીધું. સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ. મુમુક્ષુ જીવને સર્વ પ્રકારે Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ચજય ભાગ-૫ વિશ્રાંતિનું કોઈ કારણ હોય તો તે સત્સંગ છે. તે કર્તવ્યરૂપ શ્રી સત્સંગ છે. એ સત્સંગ કરવા યોગ્ય છે. ૩૪૫ માં જે વ્યક્તિગત લખ્યું છે એ વાત પાછી અહીંયાં દોહરાવવી છે. તે તો સર્વકાળને વિષે પ્રાપ્ત થવો દુર્લભ છે. એ તો ચોથા કાળમાં પણ દુર્લભ છે તો આ પંચમ કાળમાં તો, આ કાળમાં તો પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક નથી. આ કાળમાં તો સત્સંગ ભાગ્યે જ મળે. તો સત્સંગ મળે છતાં સત્સંગની ઉપેક્ષા કરે એ પરિસ્થિતિ કેવી વિચિત્ર ગણવી જોઈએ ? એક તો ચીજ મળે એવી નથી. મળે એવી નથી છતાં જો મળતી હોય તો એને ઉપેક્ષિત કરે, એને ગુમાવે એ વાત તો બુદ્ધિનો આંક મુકાઈ જાય એવી છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો ઘણો દુર્લભ હોય એમાં કાંઈ આશ્ચર્યકારક નથી.' “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી તિથી, અરતિથી, ભયથી, શોકથી. જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે.” અમારું મન કેવું છે કે આ પ્રકારના વિભાવભાવોની સાથે અમે જોડાતા નથી. ભિન્ન પડી ગયા છીએ અંદરમાં, એનાથી જુદાં વર્તીએ છીએ. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, જ્ઞાનદશામાં આવા પરિણામ ચારિત્રમોહના થાય છે પણ જ્ઞાની એનાથી વિરક્ત છે, ભિન્ન પડેલા છે. એટલે એમ કહે છે કે અમારું મન પ્રાયે તેનાથી અપ્રતિબંધ જેવું છે. પ્રાયે અપ્રતિબંધ જેવું છે એટલે એનાથી અમે ભિન્ન પડેલા છીએ. જે થાય છે તે ઉપરછલ્લા ચારિત્રમોહના થાય છે. એમાં અમે વિરક્ત છીએ. જુદાં પડી ગયેલા છીએ, એની સાથે અમારું બંધન નથી. જોડાય તો બંધન થાય), ભિન્ન રહે તો બંધન નથી. એ તો પ્રતિબંધ નથી અમને. અપ્રતિબંધ જેવું છે. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. આ બધો સંયોગ છે. પેલા બધા પરિણામ છે અને આ બધો સંયોગ છે. કુટુંબનો, ધનનો, પુત્રનો, પૈસા વગેરેનો. વૈભવીને અવતરણ ચિહ્ન મૂક્યું છે. જે કાંઈ સંયોગ છે એ અને સ્ત્રીથી, દેહથી મુક્ત, શરીરથી પણ મુક્ત જેવું છે. બીજા બધા તો દૂર રહેલા પદાર્થો છે પણ દેહથી પણ અમારું જે ચિત્ત છે એ મુક્ત જેવું છે. અમારું પરિણમન. તે મનને પણ.એવા અમારા મનને પણ આ સ્થિતિમાં જે અમારું મન છે એને પણ “સત્સંગને વિષે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે. અમને એમ લાગે છે કે અમારે પણ સત્સંગમાં રહેવું જોઈએ. તમારે તો રહેવું એમાં શી વાત છે ? Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ પત્રાંક-૩૪૭ જે મન અમારું ક્રોધ, માન, માયા, લોભમાં પ્રતિબંધ પામતું નથી, દેહની સાથે બંધાતું નથી, ઘર-કુટુંબની સાથે બંધાતું નથી તો પણ અમને એમ લાગે છે, અમારા મન માટે પણ, કે સત્સંગને વિષે એને બાંધલું રાખવું આ વિવેક કર્યો છે ! આવી વાત એ સોભાગભાઈને લખે છે એટલા માટે એને વિશ્રામમૂર્તિ કીધા છે. મુમુક્ષુ :- આવી વાત ક્યાંય લખતા નથી. પૂજ્ય ભાઈશ્રી :- ક્યાંય લખતા નથી. સત્સંગને પોતે પોતાને માટે કેટલો જરૂરી ગયો છે. જે દશામાં પોતે વર્તે છે એવી જ્ઞાનદશાની અંદર પણ એમણે પોતે સત્સંગને ઇડ્યો છે કે અમારા મનને અમે ત્યાં બાંધીએ. “તે મનને પણ સત્સંગને વિષે બંધન રાખવું.” બાંધેલું રાખવું બહુ બહુ રહ્યા કરે છે. એમ અમને રહ્યા કરે છે કે મનને સત્સંગમાં રાખવું. એટલે શું છે કે આ આ ઉદયને અમે પસંદ નથી કરતા. દુકાન, ધંધો, વેપાર, કુટુંબ, પરિવાર એ ઉદય અમે પસંદ નથી કરતા. ઉદયમાં હો તો અમને સત્સંગ હો. બહારમાં ઉદયમાં સત્સંગનો હો, અંદરમાં અમારું પરિણમન આત્માને ભજો. મુમુક્ષુ - સત્સંગની વારંવાર એટલી વાત કરે છે તો એમના હૃદયમાં જે ઉછાળા આવતા હશે, જે ધ્યાનના અને અનુભવના, એ વખતે એમ કોઈ પાત્ર જીવ હોય તો પૂજ્ય ભાઈશ્રી :- પાત્ર જીવ આ એક જ હતા એટલે એને હૃદય મન ખોલીને લખે છે. મન ખોલીને લખે છે. મુમુક્ષુ :- ગણધર હોય ત્યારે ભગવાનની વાણી સાંભળે છે. ” પૂજ્ય ભાઈશ્રી :- સાંભળે છે. મુમુક્ષુ :- એવો કોઈ પ્રકાર હશે... પૂજ્ય ભાઈશ્રી :- એ કુદરતી છે ને ! કે જે પોતાના આત્માને ઇચ્છે છે, વીતરાગ સ્વરૂપ એવો પોતાનો આત્મા એ સ્વભાવમાં જે રહેવા માગે છે છતાં જે સ્વભાવમાં રહી શકતા નથી અને ઉપયોગ બહાર પ્રવર્તે છે તો એ બહાર એ જ જુએ છે કે આવા મારા સ્વભાવને અનુકૂળ કોણ છે ? તો એને સ્વભાવને અનુકૂળ સત્સંગ સિવાય બીજું કોઈ દેખાતું નથી. મારા સ્વભાવને અનુકૂળ થાય એવું કોણ છે ? કે જે ફરી ફરીને મારા સ્વભાવમાં રહેવા પ્રત્યે મને અનુકૂળ કરે ? અનુકૂળ થાય ? તો એ સત્સંગ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ચજહૃદય ભાગ-૫ જ છે, બીજું કોઈ નથી. - “સોગાનીજી' એક વખત ચર્ચામાં કહેતા કે, “કલકત્તામાં અને “સોનગઢમાં આ ફરક છે. ત્યાં તો બહુ કંટાળો આવે છે, એમ કહેતા. “કલકત્તામાં તો એટલો બધો કંટાળો આવે છે કે વાત મૂકી દ્યો. અહીંયાં તો અંદરમાં બેસીએ છીએ તોપણ ધ્રુવ ત્રિકાળી આત્મા છે. એ તો ધ્રુવ શબ્દ વાપરતા. અહીં તો અંદરમાં પણ ધ્રુવ છે અને બહાર જાઈએ છીએ તો “ગુરુદેવ' પણ જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક... એકલો પરમાત્મા જ સંભળાવે છે. અહીંયાં તો અંદર પણ એક જ વિષય છે અને બહાર પણ એક જ વિષય છે. કલકત્તામાં આવું નથી. એટલે પોતે ભાવના જે ભાવી છે પત્રોની અંદર “સોનગઢ' આવવાની, રહેવાની એનું કારણ એ છે કે બહારમાં પણ એ પોતે જ એ ઈચ્છે છે. જ્ઞાની પણ એ જ ઇચ્છે છે, બીજું નથી ઇચ્છતા. મુમુક્ષુ – દુષમકાળમાં ચર્ચા હોય તો એ કલ્પવૃક્ષ સમાન છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, ખરી વાત છે. મુમુક્ષુ - જીવને એ કિમત નથી. શ્રીમદ્જી' ના વચન- ઉપરથી આ વાત નીકળી છે. પૂજ્ય ભાઈશ્રી - ખરી વાત છે, બરાબર છે. એમ “રહ્યા કરે છે, તેમ છતાં અમે અને તમે હાલ પ્રત્યક્ષપણે તો વિયોગમાં સહ્યા કરીએ છીએ. આવી ભાવના હોવા છતાં તમે અને અમે બંને વિયોગમાં રહ્યા છીએ). તમે “સાયલામાં અને અમે મુંબઈમાં. આ રીતે વિયોગમાં રહ્યા કરીએ છીએ. એ પણ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદયમાં હોવાનું સંભાવ્ય કારણ છે.' સંભવિત કારણ એક છે કે કોઈ પૂર્વકર્મનો ઉદય આપણી વચ્ચેનો એવો છે, એવું પૂર્વે કોઈ તમે અને અમે કર્મ નિબંધન કર્યું છે કે એકબીજાનો સમાગમ ઇચ્છતા હોવા છતાં સાથે રહી શકતા નથી. મુમુક્ષુ - અંતરાય કર્મ છે. પૂજ્ય ભાઈશ્રી - અંતરાય કર્મ છે. જુઓ ! આવી સ્થિતિમાં પણ અંતરાય કર્મ છે. એ તો માણસ અંતરાય કર્મ બાંધે છે ત્યારે એને ખબર નથી પડતી કે જાણેઅજાયે આપણે ક્યાં અંતરાય નાખીએ છીએ ? કેવી રીતે અંતરાય નાખીએ છીએ ? અને કેવી અંતરાય પડે ? આ જ્ઞાનદશામાં એનો અફસોસ થાય છે. એવું કોઈ પૂર્વે Page #364 -------------------------------------------------------------------------- ________________ પદ્મક—૩૪૭ ૩૪૫ નિબંધન, જરૂર કોઈ અપરાધ કર્યો છે કે ઇચ્છીએ છીએ કે તમે અમારા એક વિશ્વમમૂર્તિ છો પણ તમારો સમાગમ નથી. પેલાને તો એ પરમાત્મા જ છે. સોભાગભાઈ’ને તો ‘શ્રીમદ્’ પોતે પરમાત્માની જગ્યાએ છે. સમાગમ થતો નથી. એ પૂર્વ નિબંધનનો કોઈ મોટો પ્રબંધ ઉદ્દયમાં હોવાનુ સંભાવ્ય કારણ છે.' શ્વાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખાવવાની આપની જિજ્ઞાસા પ્રમાણે કરવામાં પ્રતિબંધ કરનારી એક ચિત્તસ્થિતિ થઈ છે;...' પૂરો કરી લઈએ, સમય તો થઈ ગયો છે. જ્ઞાન સંબંધી પ્રશ્નોનો ઉત્તર લખવાની આપની જે જિજ્ઞાસા છે તે પ્રમાણે કરવામાં આડું આવે છે કોણ ? કે અમારી ચિત્તની સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ વિસ્તારથી તમને શાનના પ્રશ્નનો ઉત્તર, સત્સંગના પ્રશ્નોનો ઉત્તર પણ લખી શકતા નથી. જેથી હાલ તો તે વિષે ક્ષમા આપવા યોગ્ય છે.' અમારી નિર્દોષતા છે એટલે એ વિષયમાં ક્ષમા આપવા યોગ્ય છે. આપની લખેલી વ્યાવહારિક કેટલીક વાર્તાઓ અમને જાણવામાં છે, તેના જેવી હતી. તેમાં કોઈ ઉત્તર લખવા જેવી પણ હતી. તથાપિ મન તેમ નહીં પ્રવૃત્તિ કરી શક્યાથી...' મનની પ્રવૃત્તિ તેમ નહીં કરી શકવાથી. ક્ષમા આપવા યોગ્ય છે.' એમાં પણ અમને ક્ષમા આપજો કે તમને કોઈ પ્રકારે સંતોષ આપી શકીએ તેવા ઉત્તર લખવામાં અમારું મન કામ કરતું નથી, નિવૃત્ત થઈ જાય છે, નીરસ થઈ જાય છે અને લખાણ થતું નથી. એટલે બીજો કોઈ હેતુ નથી. ક્ષમા આપજો. મુમુક્ષુ ઃ- અંતર દશાનું જોર છે. પૂજ્ય ભાઈશ્રી : ઘણું જોર છે, ઘણું જોર છે. અહીં સુધી રાખીએ. Page #365 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૩૪૮ મુંબઈ, ચૈત્ર સુદ ૨, બુધ, ૧૯૪૮ નમસ્કાર પહોંચે. આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાન કરવું પરમ છે વિકટ છે. રચના બધી અસત્યના આગ્રહની ભાવના કાવવાવાળી છે. તા. ૮-૧૨-૧૯૮૯, પ્રવચન ન. ૯૯ પત્રક - ૩૪૮ થી ૩૫ર wwmmmm શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ, પત્રાંક ૩૪૮, પાનું ૩૨૪. “સોભાગભાઈ ઉપરનો પત્રો છે. નમસ્કાર પહોંચે. આ લોકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. રચના બધી અસત્યની આગ્રહની ભાવના કરાવવાવાળી છે. માત્ર બે વચનનો પત્ર છે. બંને વચનમાં ભાવનાની પ્રધાનતાથી જે કાંઈ કહેવા ધાર્યું છે એ વ્યક્ત કરે છે. ભાવનાની પ્રધાનતાથી વ્યક્ત કરે છે) કે “આ લોક (ની) સ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનું ભાવન કરવું પરમ વિકટ છે. સત્યસ્વરૂપ એવો આત્મા–અસંગ તત્ત્વએવા સ્વરૂપની ભાવના કરવી એ ઘણું વિકટ પડે જીવને એવી લોકની સ્થિતિ છે, જગતની એવી સ્થિતિ છે. એક તો જીવ અનાદિથી પૂર્વ વિપરીત સંસ્કારથી ગૃહીત છે અને પૂર્વે જે વિપરીત ભાવે કર્મનિબંધન કર્યા છે એના ઉદયમાં અવિપરીત પરિણામે પહોંચવું એ જીવને વિકટ થઈ પડે છે. ફરીથી, એક તો જીવ પોતે મિથ્યાઆગ્રહાદિ વિપર્યાસ ભાવોથી સારી રીતે ગૃહિત છે, પકડાયેલો છે અને એવા જ પરિણામોથી જે કર્મનિબંધન કર્યું Page #366 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૪૮ ૩૪૭ છે એના એને ઉદય વર્તે છે. એમાંથી તદ્ન વિરુદ્ધ દિશામાં જાવું, અવિપરીત પરિણામે પરિણમવું એ જીવને વિકટ થઈ પડે છે. બીજા બધા ઉદયમાં તો જીવ સમાધાન કરે પણ (શારીરિક) વેદનાનો ઉદય એવો છે કે એમાં જીવ કેવી રીતે માનસિક સમાધાન કરી શકે? બીજા ઉદયમાં તો જીવ, કાંઈ યુક્તિ, પ્રયુક્તિથી પણ સમાધાન કરે. વેદના તો એવી ચીજ છે કે જે ઉદયમાં આબે મુખ્યપણે વેદાય જ. હું આત્મા છું અને શરીર નથી, હું આત્મા છું, જ્ઞાનમય સત્તાધારી આત્મા છું ઉપયોગ સ્વભાવી આત્મા છું અને મારી જ્ઞાનવેદના જ મારે વૈદવા યોગ્ય છે. નિર્વિકલ્પ જ્ઞાનવેદના એ જ મારા વેદનનો વિષય છે, આ સિવાય આથી આગળ હું જઈ શકતો નથી. એ પરિસ્થિતિમાં આવવાનું વિકટ પડે છે. એવી જ કોઈ પરિસ્થિતિ છે. - લોકની સ્થિતિ જ એવી છે. શરીરના સંયોગથી માંડીને તમામ પ્રકારના ઉદયમાં જીવને જે મારાપણું થઈ રહ્યું છે, જે અજ્ઞાન અને દર્શનમોહને લઈને પોતાના પરિણામ પણ મમત્વભાવે જ વર્તે છે એની નિવૃત્તિ થયા વિના એ જ પ્રવૃત્તિમાં કોઈ રીતે જ્ઞાનદશા અને સુખ-શાંતિ પ્રગટ થઈ શકે નહિ, ઉત્પન્ન થઈ શકે નહિ. એવી જ કોઈ લોકની સ્થિતિ છે. જગતમાં પણ કોઈ પ્રસંગ બને એટલે કાર્ય-કારણ એવી રીતે જ જોવાય છે કે કોના કારણથી કોને લાભ થયો અને કોના બીજાના કારણથી કોને નુકસાન થયું ? એવી જ રીતે સંયોગી દૃષ્ટિથી કાર્યોને જોવામાં આવે છે અને જગત આખું એવી માન્યતામાં છે કે એક પદાર્થ બીજા પદાર્થના કાર્યની અંદર કારણ થઈને જ કાર્ય થાય છે, એ વગર કાર્ય થતું નથી. ત્યાં પરમ સત્ય છે ભિન્ન-ભિન્ન પદાર્થોની ભિન્નતા ભાવવી, જોવી એકલું ન લીધું, અવલોકન કરવું એટલું નથી લીધું, જોવે અને એનું ભાન થાય, એની રૂચિ એની ભાવના સહિત એ રીતે ભિન્નપણું થાય એ ઘણું વિકટ છે જગતના જીવો જે આવા વસ્તુસ્વરૂપથી અજાણ્યા છે, સત્ય સ્વરૂપથી અજાણ્યા છે એને તો ભાવનાનો અવકાશ નથી, પણ એક ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી પણ જીવને પ્રતીતિ થાય છે કે આ કામ વિકટ પડે છે, કામ સહેલું નથી, કામ જરા અઘરું પડે છે અને રચના પણ બધી એવી જ છે. એમાં પણ ભાવના લીધી છે કે અસત્યપણે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ રાજહદય ભાગ-૫ પરિણમે છે (એમ) નહિ અસત્યનો આગ્રહ થાય એવી ભાવના, આગ્રહ અને ભાવના બને શબ્દનો પ્રયોગ કર્યો છે. જીવને અસત્યની પક્કડ થાય અને એને પાછો એ પોતે ભાવે, એ એને ચે, એ એને ગોઠે એવી જ કોઈ પરિસ્થિતિ અને રચના જગતની જોવામાં આવે છે. આવી જે આ ભ્રાંત દશાના કારણરૂપ બહારની પરિસ્થિતિ છે અને કોઈ આવી અંતર-બાહ્ય પરિસ્થિતિને લીધે જીવને સંસારનો અંત આવવો ઘણો કઠિન પડે છે. સંસાર દુરંત છે. અથવા કોઈ કોઈ જીવો ક્યારેક જ સંસારનો અંત કરી શકે છે. બાકી સંસારનો અંત લાવવો એ મુશ્કેલ લાગે છે. “સોભાગભાઈને એ વાત કરી છે એટલા માટે કે એમને ઉદય થોડો એ પ્રકારનો છે કે જેમાંથી એ મમત્વ તોડી શકતા નથી, મમત્વ મટાડી શકતા નથી, મારાપણાનો ત્યાગ કરી શકતા નથી. આ મારાથી બહાર કો'કમાં થાય છે, કયાંક થાય છે કે જેનો મને સંબંધ નથી. એ પ્રકારની દશામાં લઈ આવવા છે. સમયસારમાં ૭૫ ગાથાના મથાળામાં એ વાત કરી છે કે જ્ઞાની કઈ રીતે ઓળખાય ? એવો એક પ્રશ્ન કર્યો છે કે જ્ઞાની કઈ રીતે ઓળખાય ? તો એના ઉત્તરરૂપ ગાથા કહે છે. જે કર્મ અને નોકર્મમાં પોતાપણું કરતો નથી માત્ર એને જાણે છે. ભિન્ન રહીને, શાતા રહીને, ભિન્નપણે માત્ર એને જાણનારો રહે છે એવા જેના પરિણામ છે એને અમે જ્ઞાની કહીએ છીએ. ત્યાં તો શું કે કર્તા-કર્મ અધિકાર છે એટલે કર્મ અને નોકર્મના પરિણામને જે કરતો નથી પણ માત્ર જાણે છે. તેને શાની કહીએ છીએ એવી પરિભાષા કરી છે. - હવે કરવાપણું તો ભાવમાં અભેદતા સધાય છે અથવા રાગાદિ ભાવની ભાવના સહિત એ ભાવને એકત્વપરિણામે ભાવવામાં આવે છે. ત્યારે એ કર્મ અને નોકર્મના પરિણામ સાથે કર્તબુદ્ધિએ અભેદભાવ એકમેકપણે તરૂપ થઈને, શેય નિમગ્ન થઈને પરિણમી જાય છે. ત્યાં સુધી એ અજ્ઞાની છે. અને એવા પરિણામ જેના ન થાય, ભલે ઉદય એનો હોય, ઉદય તો શાનીને પૂર્વકર્મનો છે ભલે અજ્ઞાન બાંધેલા પૂર્વ કર્મનો છે, ઉદય તો એનો જ ગણાય. લોકો એમ જ કહે કે એમને આ ઉદય વર્તે છે. એમને અશાતા છે, એમને ફ્લાયું છે, એમને આમ છે, એમને આમ છે. છતાં એ પોતે એનાથી ભિન્ન રહ્યા હોય, જાણનારપણે રહ્યા હોય એમાં પોતાપણું અનુભવ ન કરતા હોય ત્યારે એને જ્ઞાની કહી શકાય. નહિતર એને જ્ઞાની ન કહી શકાય. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ પત્રાંક-૩૪૮ આ સીધેસીધી બહુ ચોખ્ખી વાત છે. મુમુક્ષુ :- એક તરફથી એમ કહે કે આ માર્ગ તો સુલભ છે, સરળ છે, સગમ છે. બીજી તરફ કહે, દુરંત છે. સંસારની રચના બધી એવી છે કે અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે. પૂજ્ય ભાઈશ્રી – બન્નેની પાછળ જે કાંઈ કહેવા ધાર્યું છે એ બરાબર છે. જે અપેક્ષાએ જે વાત કરવામાં આવે છે એ વાત બરાબર છે. જેમકે જીવ અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. ઘણો દુઃખી થાય છે. ઘણા દુઃખ ભોગવ્યા, ભોગવતો ભોગવતો કોઈપણ દુખવાળી પરિસ્થિતિ એને નહિ ગમતી હોવા છતાં, એ પોતે સંમત નહિ કરતો હોવા છતાં એ પરિસ્થિતિને મટાડી શકતો નથી. એટલે એ દૃષ્ટિએ એનું દુર્લભપણું તો છે. પ્રશ્ન - ખરેખર એને દુખ લાગ્યું જ નથી એમ સમજવું ને ? સમાધાન :- દુખ લાગે છે ક્યારે કે તીવ્ર આકુળતા થાય છે ત્યારે એને દુઃખ લાગે છે. ભૂલ એ મંદ આકુળતામાં કરે છે. તીવ્ર આકુળતા થાય છે, વેદના આદિ થાય છે, કોઈ પ્રતિકૂળ પ્રસંગો થાય છે, પોતાની ઈચ્છા પ્રમાણે બનતું નથી ત્યારે એને તીવ્ર આકુળતા અને દુઃખ થાય છે ત્યારે તો એને લાગે છે કે ગતમાં દુખ જેવું પણ કાંઈ છે. પણ જે મંદ આકુળતા છે અને જે સુખ નથી. ત્યાં જે સુખની ભાંતિ છે. એ ભ્રાંતિને લઈને એવી દશાને એ વારંવાર ઇચ્છે છે અને તીવ્ર આકુળતાવાળી પરિસ્થિતિને ઇચ્છતો નથી. અહીંથી આગળ એ નથી જઈ શકતો. આકુળતા રહિત કેવળ નિરાકુળતામય જ મારું સ્વરૂપ છે અને એ દશાનો હું પ્રયત્નવાન થાવ. એ દશા માટે હું પુરુષાર્થ કરું, એ એને સૂઝે અને એ પુરુષાર્થમાં આવે, પુરુષાર્થના માર્ગમાં આવે, પુરુષાર્થનો ઉપાય એને મળે ત્યારે તો એને સગમ છે. એટલે આમાં શું છે કે એક ઢાળ જેવી વાત છે. સુગમ ક્યારે થાય છે ? કે જ્યારે ' એનું વલણ ફરે છે ત્યારે એને ઢાળ મળે છે. ઢાળ મળે છે એટલે અંદરથી સ્વભાવ પણ એને Response આપે છે. કેમકે સ્વભાવ તો શુદ્ધતારૂપે પરિણમવાનો છે. એટલે સ્વભાવની સાનુકૂળતા ઊભી થાય છે અને ત્યારે સુગમ થાય છે. પણ પ્રથમ એને દિશા બદલવી, માર્ગ બદલવો એ વિકટ છે. બદલ્યા પછી બધો રસ્તો એકદમ સુગમ અને સરળ છે, પણ બદલવું એ મુશ્કેલ છે અને જીવ માર્ગ બદલતો નથી. આ એક Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ચજહૃદય ભાગ-૫ મોટી વિટંબણા છે.. - મુમુક્ષુ :- એમાં એવું થયું કે કૂતરું જ્યારે હાડકું જ્યારે ખાય છે ત્યારે પોતાના જ લોહીનો સ્વાદ એને આવે છે. પોતે પોતાના અંતરંગ સુખનો નાશ કરીને બાહ્ય ભ્રમિત સુખમાં રાચે છે અથવા તો એમાં સુખ માને છે. પૂજ્ય ભાઈશ્રી – જે રાગ છે, દુઃખરૂપ છે એને સુખરૂપ માને છે. મુમુક્ષુ - અને ત્યારે પોતાના અંતર સુખનો નાશ કરે છે. પૂજ્ય ભાઈશ્રી – અને ત્યારે એના અંતર સુખથી દૂર જાય છે, પોતે વિરુદ્ધ જાય છે. કાલે એક દૃષ્યત દીધો હતો કે પીપરમાંથી લાખે નીકળે છે. ભલે એ પીપરની પેદાશ છે. લાખ છે એ કોની પેદાશ છે ? પીપરની પેદાશ છે અને પીપર સાથે ચોટેલી રહે છે. પીપરને ખાય જાય છે. આ એવો રાગ છે કે જીવમાંથી ઉત્પન્ન થાય છે, જીવની દશામાં ઉત્પન્ન થાય છે અને જીવના સ્વભાવને ઘાત છે. | મુમુક્ષ - અને અનાદિથી રાગથી એવી લાળ લંબાઈ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એવી છે કે ઘટ્ટ થયેલી છે) કે જીવને એમાંથી છૂટવું વિકટ પડે છે. અને બહારની પરિસ્થિતિ પાછી એવી છે. શરીરનો સંયોગ એવો છે કે શાતા-અશાતા થતાં મને શાતા-અશાતા નથી થઈ એમ માની શકતો નથી). એવી) વિકટ પરિસ્થિતિ છે. પછી બીજા લાભ-નુકસાનના જે પ્રસંગો છે એમાં મારે લાગતુંવળગતું નથી એ ક્યાંથી લાવે ? ક્યાંથી લાવે કે મારે કાંઈ લાગતું-વળગતું જ નથી. હું તો તદ્દન ભિન્ન જ્ઞાયક આત્મા છું. એ વસ્તુ જીવને ઘણી વિકટ પડે છે. છતાં અશક્ય નથી. વિકટ છે છતાં અશક્ય નથી, શક્ય છે. જીવને એકવાર દઢ નિશ્ચયમાં આવવાની જરૂર છે કે મારે હવે રસ્તો બદલવો છે. જે સંસારના માર્ગે અનાદિથી હું ચાલી રહ્યો છું એ માર્ગ મારે છોડવો છે અને મારે કેવળ મારું આત્મહિત કરી અને મારા રસ્તે જ ચાલવું છે, આત્માના રસ્તે જ ચાલવું છે, ચૈતન્યની જ ભાવના અને એ જ રસ્તે જવું છે એ એને દઢ નિશ્ચય થાય છે ત્યારથી સુગમતા શરૂ થાય છે. જે કાંઈ અટક્યું છે એ પોતાના વાંકે અટક્યું. છે. કેમકે પોતે નિશ્ચય કરતો નથી. વચનામૃતમાં પૂજ્ય બહેનશ્રી' કહે છે કે કરવા ધારતો નથી એટલે કાર્ય થતું નથી. તે કરવા ધારે ત્યારે એવી રીતે કરવા ધારે છે, એમ તો બળવાન બહુ છે, Page #370 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૪૮ ૩૫૧ કે કોઈપણ ભોગે મારે આ મારું કામ કરવું જ છે. મારે મારું હિત કરવું એમાં બીજી વાત અહિતની વાત મને પોષાય શું કરવા ? શા માટે હું એનું પોષાણ કરું ? બસ, તો સુગમ થઈ જાય છે. એ પરિસ્થિતિ જ્યાં સુધી પોતે ઊભી નથી કરતો ત્યાં સુધી ઘણી વિકટતા છે. • મુમુક્ષુ :- નિશ્ચય પાકો (કરવો જોઈએ). પૂજ્ય ભાઈશ્રી :- કેમકે બાહ્ય સાધનમાં જીવ ક્યાં સુધી કરે છે ? કે કાં તો થોડોક ત્યાગ કરીને બેસ છે તો લોકો ત્યાગી માનતા થઈ જાય છે કે, ભાઈ ! આને વ્રત છે, તપ છે, ત્યાગ છે. કાં તો શાસ્ત્રનું જ્ઞાન કરે છે એમાં બુદ્ધિ એની એટલી. શક્તિશાળી છે કે કામ કરે છે. તો એ વિચાર કરે છે કે વસ્તુ આમ છે, વસ્તુ આમ નથી, માર્ગ આમ છે, ઉન્માર્ગ આમ છે, સન્માર્ગ આમ છે, ફલાણું આમ છે, આગમ આમ છે, અધ્યાત્મ આમ છે, તત્ત્વ આમ છે, અપેક્ષા આમ છે (એમ) ઘણી બધી જાતનો વિચાર કરે છે. પણ એ રૂપ પરિણમન કરવું એ એક પુરુષાર્થનો અધિકાર છે. વિચાર થવો એક વાત છે. જ્યારે એવો વિચાર થાય છે ત્યારે પરિણમન ઊલટ ઊભું છે એ લક્ષમાં હોય તો એને એમ ખ્યાલ આવે કે વિચાર એક વાત છે અને પરિણમન બદલવું એક બીજી વાત છે. મુમુક્ષુ :- ત્યારે જ Apply કરવું. પૂજ્ય ભાઈશ્રી :- પહેલાં એનું એ સમજતી વખતે જો લક્ષ હોય તો વિચાર ઉપર વજન ન આવે કે વિચાર્યું તેથી શું થયું ? હજી પરિણમન બદલવું બાકી છે. જે વિચારું છું તદુંરૂપ મારું પરિણમન હજી બાકી છે. એમાં મેં શરૂઆત પણ નથી કરી. આ તો ખાલી ક્ષયોપશમમાં આ વિચારનો ખ્યાલ આવ્યો કે વસ્તુ તત્ત્વ આમ છે. આમ કરવા યોગ્ય છે. આમ કરવા યોગ્ય નથી એવો એક વિચારની અંદરની ખ્યાલ આવ્યો છે, પણ પરિણમન કરવું બાકી છે. એ ખ્યાલ જો એ જ વખતે હોય તો વિચાર ઉપર વજન ન જાય, નહિતર વિચાર ઉપર વજન જાય અને એ વિચારને એ જ્ઞાન સમજે. કેમકે પહેલાં એ પ્રકારનો વિચાર નહોતો એટલે એ પ્રકારનું શિાન નહોતું. એટલે એ જ્ઞાન નથી, જ્ઞાન તો હજી બાકી છે એવો વિચાર આવે. વિચારમાં સંમત થાય, સમજાય, ખ્યાલ પડે ત્યારે પણ જ્ઞાન બાકી છે એનું જો ભાન હોય તો તો ભૂલ ન કરે. નહિતર જેમ તીવ્ર કષાયમાંથી મંદ કષાયમાં આવતી વખતે Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ રાજહૃદય ભાગ-૫ ભૂલ કરી બેસે છે એમ આ વિષયના જાણપણામાં નહોતો અને આ તત્ત્વજ્ઞાનના વિષયનું જાણપણું થાય ત્યારે જ્ઞાનના પ્રકરણમાં, સમજણના પ્રકરણમાં એક બીજી ભૂલ કરી બેસે છે. એટલે અહીંથી એ વાત શરૂ કરવી પડે છે કે તને વિચાર આવ્યો તો તું હવે અવલોકન કર. પરિણમન કરવા માટે પહેલું પગથિયું શું છે ? પરિણમન કરવા માટે પ્રારંભ કરવો હોય, આગળ વધવું હોય તો કઈ પ્રક્રિયા છે ? શું ઉપાય છે ? તો કહે, અવલોકન કર. અવલોકનમાં તને જણાશે કે તારા વિચારવા વખતે પણ જે રાગ છે એમાં દુ:ખ છે. દુઃખ છે એટલું જ નહિ, એમાં મલિનતા પણ છે અને તારા શાનભાવથી એમાં વિપરીતભાવ છે. શાનમાં પ્રકાશ-પવિત્રતા છે, આની અંદર અંધકાર છે, મેલપ છે. દુઃખ છે. આ બધો ખ્યાલ પોતાના અનુભવથી આવશે. તો એ એક નવા પ્રકારનું જ્ઞાન થયું, એ અનુભવને અડીને જ્ઞાન થયું. પોતાના રાગની આકુળતા, રાગમાં દુઃખ, એ દુઃખના અનુભવને અડીને એ જ્ઞાન થયું. તો દુઃખને અનુભવીને જે જ્ઞાન થયું એ અનુભવ પદ્ધતિનું જ્ઞાન થયું. અને વિચારથી નક્કી કર્યું કે રાગમાં દુઃખ છે એને અનુભવ સાથે હજી સંબંધ નથી, એને ફક્ત ન્યાય, યુક્તિ અને તર્ક સાથે સંબંધ છે. એટલે એ જ્ઞાનને હજી પરલક્ષી ગણવામાં આવે છે અને અનુભવને અડીને જે સમજણ કે જ્ઞાન થાય એ સ્વલક્ષી જ્ઞાનનો પ્રકાર છે. પરિણમન સ્વલક્ષે થાય છે. પરલક્ષે અંગ-પૂર્વ આદિનું જ્ઞાન થાય, અગિયાર અંગ નવ પૂર્વ સુધીનું જ્ઞાન (થાય તોપણ) પરિણમન નથી આવતું. એટલે પરિણમનની દિશામાં આગળ વધવું હોય ત્યારે એને અનુભવ પદ્ધતિએ ચડવું પડે અને અવલોકન સિવાય ભેદજ્ઞાનની પ્રક્રિયા શરૂ થતી નથી. જ્ઞાન અને રાગ વચ્ચેની જે સ્વભાવ ભિન્નતા છે, સ્વરૂપ ભિન્નતા છે એ અવલોકન વગર શરૂ નથી થતી. ભેદાનનો વિચાર એક વાત છે, અનુભવને અડીને એ કાર્યનું પરિણમન ચાલુ કરવું, પ્રયત્ન ચાલુ કરવો એ બીજી વાત છે. મુમુક્ષુ :- પર પદાર્થમાં સુખ મેળવવા જેટલો તીવ્ર પુરુષાર્થ કરે છે, એના કરતાં અલ્પ પુરુષાર્થથી ... પૂજ્ય ભાઈશ્રી :– હા.. હા.. પણ એમાં એવું છે કે સામાન્ય રીતે જ્યારે જ્યાં જીવને પોતાને લાભ છે અને ઘણો લાભ છે એવી જે સમજણ જ્યાં થાય છે ત્યાં Page #372 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૪૮ પુરુષાર્થની ગતિ તીવ્ર થાય છે. જ્યાં ઘણો લાભ કે ઘણા નુકસાનનો પ્રસંગ ઊભો થાય ત્યારે પરિણામની અંદર તીવ્રતા આવ્યા વિના રહે જ નહિ. રસ તીવ્ર થાય, પુરુષાર્થ તીવ્ર થાય. આત્મા બાજુમાં આત્મામાં અનંત શાંતિ, અનંત જન્મ-મરણનો નાશ, અનંત દુઃખનો નાશ એવો લાભ જ્યારે સમજાય છે ત્યારે પુરુષાર્થ જોર પકડે જ છે. કેમકે સામર્થ્યરૂપે અનંત પુરુષાર્થ અંદર ભરેલો છે. શક્તિરૂપે તો અનંત બળ આત્મામાં રહેલું છે, આત્મામાં આત્મબળ કાંઈ થોડું નથી. પછી એ ક્યાં પ્રવર્તાવે છે ? કે જ્યાં એને મોટો લાભ-નુકસાન હોય ત્યાં એનો ઉપયોગ થઈ જાય છે. કરવો નથી પડતો, થઈ જ જાય છે. આ એક સ્વભાવગત વાત છે. જીવના સ્વભાવમાં રહેલી સ્વભાવગત વાત છે કે જે સહેજે સહેજે જ થાય. ઊલટી દિશામાં પણ સહેજે થાય, સૂલટી દિશામાં પણ સહેજે જ થાય. મુમુક્ષુ - આત્મા પામવા માટે જે પુરુષાર્થ કરવો જોઈએ એના કરતા અનંત ગણો પુરુષાર્થ પુરમાં તો કરી જ રહ્યો છે. પૂજ્ય ભાઈશ્રી - એ તો અનંત કાળથી કર્યો છે અને કરી રહ્યો છે. મુમુક્ષુ :- એટલે એને કાંઈ નવો બહારથી પુરુષાર્થ લાવવાનો નથી). પૂજ્ય ભાઈશ્રી :- ના. એ તો બળ તો ઘણું છે આત્મામાં. મુમુક્ષુ :- અત્યારે એ વાપરે પણ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. વાપરે એટલે કે તીર્થંકરના સમવસરણમાં જઈને તીર્થકરની વાત સંમત નથી કરી. એ તો પોતે જ કર્યું છે. કે નહિ, આમ નહિ. તો એણે કેટલું બળ વાપર્યું હશે ? મુમુક્ષુ :- વિકટ શબ્દ લખ્યો છે. વિકટ પુરુષાર્થ તો કરે જ છે, ગમે તે મેળવવા. પૂજ્ય ભાઈશ્રી :- હા. પણ એ ઊંધો પુરુષાર્થ કરે છે એટલે સવળું થવું વિકટ પડે છે. ઊંધી દિશામાં જોરથી જાય છે એટલે પાછા વળવું એને વિકટ પડે છે. મુમુક્ષુ :- પુરુષાર્થની તાકાત પ્રગટ છે જ, વ્યક્તિ છે. પૂજ્ય ભાઈશ્રી - છે જ ચોક્કસ છે. આ તો ચાલતી પરિસ્થિતિ ઉપર કોઈપણ જીવને વિચાર કરતો કરી મૂકે એવી એક શ્રીમદ્જીની વાત છે. વચનરચના પણ કોઈ એવી છે કે આ પરમસત્ય છે એની ભાવના કરવી જીવને વિકટ પડે એવી આ જગતની રચના છે. એવા ચિત્રવિચિત્ર Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ રાજહૃદય ભાગ-૫ પ્રસંગો અને એ જ બધા પ્રકારો ચાલે છે કે આત્મા પોતે અંદરમાં એક અસંગ તત્ત્વ છે અને એ અસંગ તત્ત્વમાં અંતર્મુખ થઈને રહેતા જ આત્માને સુખ-શાંતિ છે એ વાત એને વિકટ થઈ પડે એવી જગતની બહારની પરિસ્થિતિ છે. ઊલટાનું એ વાત કરવા જાવ તો અરુચિથી જીવો એનો વિરોધ કરે. અસત્યનો આગ્રહ એવો છે કે એનો વિરોધ કરે. જગતના પ્રાણીઓ તો વિરોધ કરે નહિ, ધર્મક્ષેત્રમાં રહેલા જીવો પણ એનો વિરોધ કરે કે નહિ, આવું ન હોય ક્યાંય, આવું હોતું હશે કાંઈ ? આવી વાત હોતી હશે કાંઈ ? મુમુક્ષુ :– “સોભાગભાઈ” સમાજમાં જીવંત પાત્ર બની ગયા. પૂજ્ય ભાઈશ્રી :- આ એમ જ છે એ તો. પોતે પોતાના લક્ષે વિચારે તો એવું જ છે. એ ૩૪૮ પત્ર પૂરો) થયો. નમસ્કાર પહોંચે. ... પત્રાંક - ૩૪૯ મુંબઈ, ચૈત્ર સુદ .૪, શુક્રવાર, ૧૯૪૮ લોકસ્થિતિ આશ્ચર્યકારક છે. ૩૪૯ માં ‘સોભાગભાઈને એક ટુકડો જ લખ્યો છે કે લોક સ્થિતિ આશ્ચર્યકારક છે.' સત્ય કહેનારા, સત્યને દર્શાવનારા, સત્યસ્વરૂપે પ્રગટ પરિણમનારા એવા ધર્માત્માઓ વિદ્યમાન હોવા છતાં અને જીવને દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે એવી દરેક જીવની પોતાની ઇચ્છા હોવા છતાં જીવ દુઃખનો ઉપાય છોડતો નથી અને સુખના ઉપાય બાજુ જતો નથી એ પણ એક આશ્ચર્યકારક વાત છે. લોકસ્થિતિ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ પત્રાંક-૪૯ કોઈ આશ્ચર્યકારક છે. નહિતર એવું સત્ય નથી, સત્ય તો સૂર્ય જેવું છે કે જેમ સૂર્યને છાબડે ઢાંકીને રાખી શકાય નહિ એવું પણ સત્ય પ્રગટ છે છતાં પણ લોકસ્થિતિ આશ્ચર્યકારક છે.” ‘ગુરુદેવ તો સ્પષ્ટ કહેતાને કે અમારી પાસે ચમત્કાર નથી. અમે કાંઈ કોઈને પૈસાવાળા બનાવી દેતા નથી. અમારે કાંઈ એ પ્રકારની કોઈપણ જાતની સીધી કે આડકતરી એ જાતની પ્રવૃત્તિ નથી. છતાં જો કોઈને નિર્ધનતામાંથી, દરિદ્રતામાંથી સારી સ્થિતિ થઈ જાય તો આવું કહેનારા જે ગુરુ, સત્ય વાત કહેનારા, તો એમ માને કે ના, ના આપણને ગુરુદેવનો પ્રતાપ છે. આશ્ચર્યકારક જ વાત છે ને! એમાં પાછા વળી કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરતા હોય એને પણ એમ થાય કે અમારે કાંઈ નહોતું, ગુરુદેવની કૃપાથી અત્યારે તો હવે ઘણું થઈ ગયું. મુમુક્ષુ :- એ તો નિમનતાથી કહે, વિનય બતાવે છે. પૂજ્ય ભાઈશ્રી :- વિનય બતાવે છે તો એવી રીતે વિનય શા માટે ? એમ વિનય બતાવી શકાય છે કે કાંઈ સમજતા નહોતા. વિનય બતાવ્યો હતો એકવાર. સોગાનીજી સાથે વાત થઈ હતી. છેલ્લી વખત આવ્યા ત્યારે લગભગ જવાની તૈયારીમાં હતા ત્યારે આપણા (એક મુમુક્ષ) મળવા આવ્યા હતા. થોડુંક એ વખતે સમાજની અંદર છણપણ ત્યાં થઈ ગયું હતું કે, ભાઈ આ કાંઈક છે, કાંઈક છે, અહીંયાં કાંઈક છે. બધા ભેગા થાય છે. પછી કાંઈક છે એટલે એમ કે બધા માને છે કે અહીંયાં કાંઈક સમ્યગ્દર્શન છે... સમ્યગ્દર્શન છે... એમ માનીને બધા ભેગા થાય છે. એક શિષ્ટાચારની રીતે મળવા આવ્યા હતા. કેમ છે ? તબિયત સારી છે ને. તો કહે, હા ! સારી છે. ચર્ચા કેમ ચાલે છે ? ચર્ચા ચાલતી હતી રોજ એટલે એમણે સહેજ દાણો દાવ્યો. ચર્ચા સારી ચાલે છે ને ? ચર્ચા ચાલે છે બરાબર ? એમણે સીધી એ રીતે વાત કરી. એ તો “ગુરુદેવની કૃપા છે. “ગુરુદેવ મળ્યા પહેલાં તો હું આ Line ની એ.બી.સી.ડી. પણ જાણતો નહોતો. મેં તો એબીસીડી ભી નહીં જાનતા થા. યહ તો “ગુરુદેવ’ કી કૃપા હૈ. બસ ! આટલો ટૂંકો જવાબ આપી દીધો. નિમનિતા તો એ પણ નિમનતા જ છે. એ તો હકીકત છે પણ પોતાનો પુરુષાર્થ હોવા છતાં નિમનતા તો એમ હોય. સાધકને પોતાનો પુરુષાર્થ હોવા છતાં નિમનતા તો એમ જ વાપરે છે ને ! Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ચજહૃદય ભાગ-૫ કે જેટલું બને એટલું ગુરુદેવના નામે ચડાવે. એમાં એક એક પત્ર જો જો તમે, જેટલી પોતે તત્ત્વની વાત લખી છે એ વાત શરૂ કરતાં પહેલાં કોઈ જગ્યાએ અથવા પૂરું કર્યા પછી કોઈ જગ્યાએ “આમ “શ્રીગુરુદેવ કહે છે. ચડાવી દે છે એમને નામે. વાત પોતે કરે છે પણ ચડાવી દે છે એમને નામે. મુમુક્ષુ - ગીતા જેવું, કરે પોતે અને ચડાવે બીજાને નામે.. પૂજ્ય ભાઈશ્રી :- હા. એમાં તો ગડબડ ઘણી છે. એમાં તો કોઈ એમ કહે કે ભાઈ અવળી બુદ્ધિ થઈ તો કહે ભગવાને એને એવી બુદ્ધિ આપી ત્યાં શું કરીએ? એવું નથી આમાં. અહીં તો જીવ અપરાધ કરે ત્યારે પોતે નક્કી કરે કે આ અપરાધ મારો કરેલો છે. નિરઅપરાધ ભાવ કરે તો કહે મારા “શ્રીગુરુનો પ્રતાપ છે. એ વિનય છે. મુમુક્ષુ - ઉચ્ચ કોટીનો વિનય પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો છે જ. એવી લોકસ્થિતિ છે તે આશ્ચર્યકારક છે. પત્રક - ૩૫૦ મુંબઈ, ચૈત્ર સુદ ૬, રવિ, ૧૯૪૮ જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતુ હશે ? પ્રણામ પ્રાપ્ત થાય છે ૧. જુઓ આંક ૩૩૪ અને ૬૬૩. પછી ૩૫૦ માં પણ એક જ લીટી છે. “જ્ઞાનીને સર્વસંગ પરિત્યાગ કરવાનો શો હેતું હશે અપ્રતિબદ્ધપણે વિચરવાનો ભાવ આવે છે. ૩૩૪ પત્રમાં બીજો પેરેગ્રાફ છે ને? ૩૧મું પાનું છે. અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે? શા માટે જ્ઞાનીઓ સર્વસંગપરિત્યાગ કરે છે ? કે સંગમાં એમનું ચિત્ત ટકતું નથી. Page #376 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૫૦ ૩૫૦ કેટલી વાર ટકતું નથી ? કે ક્ષણવાર પણ ટકવાની પરિસ્થિતિ જ્યારે નથી રહેતી ત્યારે શાની સર્વસંગપરિત્યાગને ઇચ્છે. આ વાત અહીંથી નીકળે છે. મુનિદશા છે એ સર્વસંગપરિત્યાગની દશા કહેવામાં આવે છે, અને પ્રગટપણે ત્યાં જોવામાં આવે છે કે મુનિ ક્ષણવાર પણ કોઈ પ્રવૃત્તિમાં ટકતા નથી, અંદરમાં ચાલ્યા જાય છે. એનો ૬૬૩ માં દોઢ લીટીનો એક પત્ર છે. એમાં પણ એ વાતનો ઉલ્લેખ છે. ગૃહાદ્ધિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા. પરમપુરુષ એટલે સર્વશ પરમાત્માએ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ એટલા માટે આપ્યો છે કે ગૃહાદિ પ્રવૃત્તિમાં ઉપયોગની ચંચળતા થવાની પરિસ્થિતિ ઘણી છે, માટે જેને આત્મામાં સ્થિર ઉપયોગે રહેવું હોય એણે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય છે. તો એ સર્વસંગપરિત્યાગની દશામાં જંગલની અંદર પોતાનામાં સ્થિર ઉપયોગમાં આવે છે. હવે એ પ્રશ્ન એમણે ઉઠાવ્યો છે. એ દશા પ્રત્યે ધ્યાન દોરવા માટે ઉત્તર દોર્યો છે. પ્રશ્ન પૂછ્યો છે પોતે કે જ્ઞાની તો શાતા થઈ ગયા છે, શાતાભાવે રહે છે અને ઉદયની નિર્જરા કરે છે તો સર્વ પ્રકારના ઉદયમાં જ્ઞાતાભાવે રહીને નિર્જા કરતા એવા જ્ઞાની, એને સર્વસંગપરિત્યાગ કરવાનો શું હેતુ છે ? એ તો ગમે તે પરિસ્થિતિમાં શાતા રહે છે. તો એ ૬૬૩માં તેમણે ઉત્તર આપ્યો, ધ્યાન ખેંચ્યું છે કે, ગૃહાદિ કાર્યોમાં પણ ઉપયોગની ચંચળતા છે. ભલે શાતાપણું સાથે છે પણ ઉપયોગ અચંચળ પરિણામે સ્વરૂપમાં સ્થિર રહી જાય એવી ગૃહસ્થની પરિસ્થિતિમાં રહેવું સંભવિત નથી. માટે જેનો પુરુષાર્થ એટલો તૈયાર થયો કે હવે સ્વરૂપમાં સ્થિર થઈ જવું છે. ઉદયના પ્રસંગોમાં ટકી શકાતું નથી, ટકવું હોય તોપણ ટકી શકાય એવી મારી પરિસ્થિતિ નથી. ત્યારે એ સર્વસંગપરિત્યાંગને ઇચ્છે છે. પરિત્યાગ સહેજે સહેજે કરી જાય છે. એમાં એને જરાપણ કઠિન લાગતું નથી. ઊલટાનું એને એ પરિસ્થિતિમાં ન આવે અને ગૃહસ્થમાં રહેવું કઠિન પડી જાય છે. ત્યારે એ સર્વસંગપરિત્યાગ કરી લે છે. એ હેતુ છે. મુમુક્ષુ :- ૬૬૪ પૂજ્ય ભાઈશ્રી :- બરાબર, સોભાગભાઈ' ઉપરનો છે. સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે.’ જેને નીરસ પરિણામ છે, જેને મારાપણું નથી, મારાપણું જેણે મટાડ્યું છે. સંસારમાં રહ્યો હોવા Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ચજહૃદય ભાગ-૫ છતાં જેણે મારાપણું મટાડ્યું છે એ નિર્ભય છે. બીજાને તો ભય થયા વિના રહે નહિ. મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણે ઉપદેશ્ય છે. એ તો બહુ સમર્થ પુરુષો હતો. ત્રણે શાન લઈને આવ્યા હતા, ક્ષાયિક સમ્યગ્દર્શન લઈને આવ્યા હતા. છતાં પણ ગૃહસ્થદશા એમને યોગ્ય ન લાગી. ગૃહવાસને વિષે ઘણો વૈરાગ્ય પ્રવર્તતો હતો. જ્યારે એ પોતે ગૃહવાસમાં હતા, રાજપાટમાં હતા ત્યારે પણ ઘણા વૈરાગ્યમાં હતા, એ તો અમે જાણીએ છીએ એમ કહે છે. તોપણ એમણે એ દશાનો ત્યાગ કરીને જંગલમાં ચાલી નીકળ્યા. એ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેશ્ય છે કે જેને લઈને એ પોતાનો પૂરો સમય અને પૂરો પુરુષાર્થ એક જ જગ્યાએ કેન્દ્રિત કરી શકે. કોઈપણ કાર્યભાર નહીં, જેને કોઈપણ બીજા કાર્યની દખલ નહિ. એવી પરિસ્થિતિ સર્વસંગપરિત્યાગમાં જ ઉત્પન્ન થાય છે એટલે એનું ઉત્કૃષ્ટપણું લીધું છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી.' ગૃહસ્થદશામાં આત્મજ્ઞાન ન હોય તો થઈ શકે છે અને આત્મજ્ઞાની ગૃહસ્થાદિ વ્યવહારમાં હોઈ શકે છે. એ પ્રકારની અશક્યતા નથી. એ વાત ખ્યાલમાં છે, એ વાત સમજવામાં છે, એ મર્યાદા જાણીએ છીએ તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગ વ્યવહારની ભલામણ પરમપુરુષોએ ઉપદેશી છે. ચારિત્રના અધિકારમાં આ ઉપદેશ આવે છે. કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે? ત્યાગ છે એ પોતાના આત્માના ઐશ્વર્યને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. જેમ કે મુનિ નિર્વસ્ત્ર દશામાં છે. વસ્ત્રનો એને ત્યાગ છે, તો તુનો જે પ્રકોપ છે, તીવ્ર ઠંડી પડે છે, તીવ્ર ગરમી પડે છે છતાં પણ એ પોતાના આત્મામાં ઉપયોગ રાખે છે એ એના આત્માના ઐશ્વર્યને પ્રસિદ્ધ કરે છે, એ હારી નથી જતાં. બહુ ઠંડી લાગે છે, ચાલો ! ઓઢી લઈએ કાંઈ. એની પાસે તો ઇન્દ્રો આવે છે, ચક્રવર્તીઓ આવે છે, રાજા, મહારાજાઓ આવે છે. એને સમર્પણ કરનારા ઓછા નથી. છતાં એના ઐશ્વર્યને એ સૂચવે છે કે એ વિષય ઉપર કેટલો એનો વિજય છે ! કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી .. બીજાને પણ એ માર્ગે જવામાં નિમિત્ત પડે છે. ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે.” Page #378 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૦ ૩૫૯ કર્તબુદ્ધિએ નહિ. સહજપણે, સ્વરૂપ સ્થિરતાને લીધે સહજપણે થતો જે ત્યાગ તે અકર્તવ્યને લક્ષે કર્તવ્ય છે. જુઓ ! કેવી ભાષા વાપરી છે ! “એમાં સંદેહ નથી.' મુમુક્ષુ :- દરેક વાક્યનું મહત્વ ઘણું છે. પૂજ્ય ભાઈશ્રી - અનુભવમાંથી નીકળેલી વાણી છે. પોતાના અનુભવમાંથી નીકળેલી બધી વાણી છે. અહીંયાં તો એમણે એક વિષય એ હાથમાં લીધો છે કે વ્યવહારસંયમ અને નિશ્ચયસંયમને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. એ ત્યાર પછીનો પેરેગ્રાફ છે. છેલ્લો પેરેગ્રાફ છે. પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય. છેબાકી એ પોતે તો એનાથી પરિણતિથી છૂટ્યા છે, ભિન્ન પડી ગયા છે. તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. પ્રવૃત્તિને ભજતા નથી પણ નિવૃત્તિના લક્ષને ભજે છે. પ્રશ્ન :- બાહ્ય કારણો રોકે છે એટલે ઉદય ? સમાધાન :- ઉદય રોકે છે. એમ છે. વૃત્તિ તૈયાર થઈ છે પણ ઉદય હજી રોકે છે. પુરુષાર્થ જે અલ્પ છે એ ગૌણ કર્યો છે અહીંયાં. કેમકે જેટલો પુરુષાર્થ વ્યક્ત છે એટલો તો લગાવે છે. જેટલી પોતાની શક્તિ છે એટલી તો વાપરે છે. એટલે અહીંયાં એનો એ દોષ નથી લેતા. પણ પોતાના પરિણામને અને બાહ્ય પરિસ્થિતિને મેળ ખાય છે ત્યારે બહારનો સર્વસંગપરિત્યાગનો અવસર ઊભો થાય છે. ત્યાં સુધી આવી પડેલી એ પરિસ્થિતિ છે, જે બાહ્ય સ્થિતિ છે, બાહ્ય કારણો છે એ આવી પડેલા છે. એકવાર પૂજ્ય બહેનશ્રી પાસે ચર્ચા થઈ. આપણા કોઈ મુમુક્ષુ અમેરિકાથી આવ્યા હશે ત્યાં અમારે મંદિરમાં ભગવાનના દર્શન થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. દેવ-ગુરુશાસ્ત્રનો ત્યાં યોગ નથી, તો એમ વિચારીએ કે શું કરીએ ? અમારી તો ઇચ્છા છે કે ત્યાં પણ અમને કાંઈક આવો લાભ મળતો હોય તો અમારે લેવાની ઇચ્છા ખરી. પણ હવે શું થાય ? ઉદય જ એવો છે કે અમારે ત્યાં રહેવું પડે છે. તો એમ કે જેમ ચક્રવર્તી જ્ઞાની હોય ને ચક્રવર્તી હોય છતાં એને એમ કે એવા સંયોગોમાં જે વૈભવમાં રહેવું પડે છે. તો કહે ના, એવું નથી. ના પાડી. એની માથે આવી પડેલું Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ છે. એ પોતે આમાં કહેશે. શ્રીમદ્જીએ પોતાના માટે એક બહુ સરસ શબ્દ વાપર્યો છે કે અમને બાહ્ય કાર્યો પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. આત્મા માટે પ્રયત્ન દા વર્તે છે અને બાહ્ય કાર્યો માટે અપ્રયત્નદશા વર્તે છે. એટલે શું છે કે જ્ઞાની-અજ્ઞાનીનું આ લક્ષણ છે કે જ્ઞાની છે એ સ્વરૂપમાં સાવધાન છે અને બાહ્ય કાર્યોની અંદર એ સુતા જેવા છે, એટલે અપ્રયત્નદશા વર્તે છે. અજ્ઞાન દશામાં એ સાવધાન થઈને એનો પ્રયત્ન કરે છે કે આ જાળવી રાખું, આ વધારું, આ સંભાળું એમ પ્રયત્ન દશા વર્તે છે અને અંતર્મુખ જવામાં એનો જરાય પ્રયત્ન નથી ચાલતો. આ બે વચ્ચે ઊલટો-સૂલટો જે ફરક છે એ આ પ્રકારનો છે. ગુજહૃદય ભાગ એ સર્વસંગ પરિત્યાગ ઉપર આગળપાછળ જે અનુસંધાન છે એમાં પોતાની ભાવના (વ્યક્ત કરી છે). ગૃહસ્થમાં છે પણ સર્વસંગપરિત્યાગ કરવાની જે ભાવના છે એ એમાં સ્પષ્ટ થાય છે, વ્યક્ત થાય છે. પત્રાંક - ૩૫૧ મુંબઈ, ચૈત્ર સુદ ૯, બુધ, ૧૯૪૮ બાહ્યોપાધિપ્રસંગ વર્તે છે. જેમ બને તેમ સદ્વિચારનો પરિચય થાય તેમ કરવા, ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વર્તાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓને જાણી છે. પ્રણામ ૩૫૧ પત્ર છે. કુંવરજી મગનલાલ' ‘કલોલ'વાળા ભાઈ છે એના ઉપરનો પત્ર છે. બાહ્યોપાધિપ્રસંગ વર્તે છે. જેમ બને તેમ સદ્વિચારનો પિરચય થાય તેમ કરવા, Page #380 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૧ ૩૬૧ ઉપાધિમાં મૂંઝાઈ રહેવાથી યોગ્યપણે ન વતાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. સંક્ષેપમાં એક માર્ગદર્શન આપ્યું છે કે જેમ બને તેમ વિચારનો પરિચય થાય તેમ મુમુક્ષજીવે કરવું જોઈએ. એટલે એવો સત્સંગ અને સતુશાસ્ત્ર, એ સંબંધી એણે પરિચય રાખવો જોઈએ અને જે કાંઈ ઉદયના કાર્યો આવે એમાં ઉપાધિથી મુંઝાઈ રહેવાથી, ઉપાધિથી કોઈ મૂંઝવણ થાય તો યોગ્યપણે ન વર્તાય પણ અયોગ્યપણે વર્તાય, એટલે પોતે ઉપાધિને વશ થઈને કાં તો રાગમાં તીવ્રપણે ખેંચાઈને અને કાં તો ટ્રેષમાં તીવ્રપણે ખેંચાઈને અયોગ્યપણે વર્તે એવી પરિસ્થિતિ થઈ જાય તે વાત લક્ષમાં રાખવા યોગ્ય જ્ઞાનીઓએ જાણી છે. એટલે દરેક પ્રસંગમાં યોગ્યપણે વર્તવું અને અયોગ્યપણે ન વર્તવું એવી જ્ઞાનીઓએ લક્ષ રાખવા માટે સૂચના કરેલી છે, ભલામણ કરેલી છે કે કોઈપણ કાર્યના પ્રસંગની અંદર યોગ્યપણે વર્તવું અને અયોગ્યપણે ન વર્તવું જોઈએ. લોકો પણ સામાન્ય રીતે એમ કહે છે કે જ્યારે બહુ મૂંઝવણની વાત ઊભી થાય ત્યારે બાબર નિર્ણય નથી લઈ શકાતો. એટલે બહુ Tension ની પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય નથી લઈ શકાતો પણ હળવી પરિસ્થિતિ થાય ત્યારે યોગ્ય નિર્ણય લઈ શકાય છે. એ તો સર્વસાધારણ અનુભવગોચર વાત છે. તો અહીંયાં પણ એમ કહે છે કે સદ્દવિચારમાં હોય અને એ પ્રકારે સત્શાસ્ત્ર અને સત્સંગનો પરિચય વિશેષ હોય તો યોગ્ય નિર્ણય લઈ શકાય છે. નહિતર યોગ્ય નિર્ણય લેવામાં મુમુક્ષુ ભૂલ કરે છે. એવી પરિસ્થિતિ થાય છે. . ખાસ કરીને જેને કુસંગ હોય છે, અસત્સંગ હોય છે એને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ છે એ ઘટી જાય છે અથવા મટી જાય છે અથવા થઈ શકતી નથી. એવી પરિસ્થિતિ ઊપજે છે. અથવા કોઈ મુમુક્ષની યોગ્ય વિચાર કરી શકે એવી પરિસ્થિતિ હોય તો એ વિચારનું બળ એની પાસે ન રહે એવું કારણ પણ અસત્સંગની પરિસ્થિતિમાં અથવા કુસંગની પરિસ્થિતિમાં ભજે છે. મુમુક્ષુ :- કુસંગ અને અસત્સંગ બને બરાબર નુકસાનકારક છે. પૂજ્ય ભાઈશ્રી :- અસત્સંગ કરતાં કુસંગ વધારે નુકસાનનું કારણ છે. અસત્સંગમાં ચારિત્રનો દોષ તીવ્ર થાય છે એટલો શ્રદ્ધાનો દોષ તીવ્ર નથી થતો. કુસંગમાં શ્રદ્ધાનો દોષ તીવ્ર થાય છે. ચારિત્રદોષ તો ત્યાં વધારે થાય જ છે પણ Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨. જહૃદય ભાગ-૫ શ્રદ્ધાનો દોષ પણ ત્યાં વધારે તીવ્ર થાય છે. એટલે કુસંગ છે એના પ્રત્યે શાસ્ત્રકારોએ અને જ્ઞાનીઓએ વિશેષપણે વધારે ધ્યાન ખેંચ્યું છે. મુમુક્ષુ :- પરિણામમાં તો અસત્સંગનો જ પરિચય છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, જીવને અસત્સંગનો પરિચય તો વિશેષ છે પણ છતાં પોતે છૂટવાના લક્ષમાં હોય તો એમાં એને તીવ્ર રસ ન આવે, મંદ રસે પ્રવૃત્તિમાં જવાનું થાય. નહિતર તીવ્ર રસે જવાનું થાય. એટલે લક્ષ ઉપર બધો આધાર છે. એ ૩૫૧ થયો. પત્રાંક - ૩પર મુંબઈ, ચૈત્ર સુદ ૯ બુધ, ૧૯૪૮ શુભપમાયોગ્ય મહેતા શ્રી ૫ ચત્રભુજ બેચર, તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી છેખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ જાતનો કંટાળો શમાવવો અને સહન કરવો. કોઈ કોઈ દુખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ આ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ જ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું. છે. યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન ક્ય ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. લિ. રાયચંદના પ્રણામ છે Page #382 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૫ર ૩૬૩ ૩૫રમો પત્ર છે. ચત્રભુજ બેચર’ બનતા સુધી એમના સગા થાય છે. બનેવી થાય છે, ઘણું કરી એમના બનેવી થાય છે. એટલે પાંચ' શબ્દ વાપર્યો છે. મહેતાશ્રી પાંચ. આપણે જે વેવાઈવેલામાં ભાઈશ્રી પાંચ વાપરે છે ને ? એમના બનેવી છે એટલે વ્યવહારથી (લખ્યું છે). શુભોપમાયોગ્ય.” શું લખ્યું ? એ વખતે પત્રો લખવાની આ પરિસ્થિતિ હતી.. શુભસ્થાને બિરાજમાન, શુભ ઉપમાયોગ્ય એમ. “મહેતાશ્રી ૫ ચત્રભુજ બેચર.” તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિષે લખ્યું તે વાંચી ખેદ થયો.' એટલે શું છે કે કોઈ પ્રતિકૂળતાઓ, અણગમાના પ્રસંગો બન્યા હશે. એટલે કહે છે, હું તો આ બધી વાતોથી હવે કંટાળી ગયો છું. જીવને પોતાની ઇચ્છા પ્રમાણે સંયોગોમાં ન થાય ત્યારે દ્વેષભાવ ઉત્પન્ન થાય છે, ખેદ ઉત્પન્ન થાય છે. ખેદ એ દ્વેષ ભાવમાં છે. એટલે એને કંટાળો આવે છે કે આમાં આવા પ્રસંગોમાં મારે રહેવું નથી. ઘણા તો એ પ્રસંગો છોડીને ચાલ્યા જવાની પ્રવૃત્તિ કરે છે. એ સંબંધમાં મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો શમાવવો અને સહન કરવો.” એ કંટાળામાં વધારે દ્વેષ ન કરવો અને કોઈ સવિચારથી એ વાતને ઉપશમાવવી, શમન કરવી. કોઈ કોઈ દુખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે. દુઃખનો પ્રસંગ, અણગમતો પ્રસંગ, પ્રતિકૂળ પ્રસંગ, એમાં એવું બને છે કે જીવને કંટાળો આવેખેદ આવે. કોઈ કોઈ દુખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છેઆમ વિચારવું જોઈએ. જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહિ અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. પ્રતિકૂળ પ્રસંગને, દુઃખના પ્રસંગને હડસેલો મારવાનો પ્રયત્ન કરવો અને વધારે દુઃખી થવું એના કરતા તો એવો ન્યાય ગ્રહણ કરવો કે આ મારા કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે. મારે કોઈનો દોષ એમાં જોવાની જરૂર નથી. પણ જ્યારે મારા જ કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે તો સમ પરિણામથી ભોગવવા–વેદન કરવા એ મારો ધર્મ છે, નહીં કે એમાંથી ભાગવું, ભાગી જવું ત્યાંથી, એ બરાબર વાત નથી. એટલે “જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે... હવે શું છે Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ચજહૃદય ભાગ-૫ આ વ્યવહારિક ન્યાય પકડાવ્યો છે. કોઈપણ રીતે સમાધાન રહે એટલે પૂર્વના કરેલા કર્મનો ઉદય છે એ ન્યાય પકડાવ્યો છે. જ્યારે સજ્જન માણસ છે (એ) દેણું કરેલું દેવા તૈયાર છે પછી એને દેતી વખતે દુખ શા માટે ? એમ જે અણગમતા પ્રસંગો ઉદયમાં આવ્યા એ તો પોતે દેણું કરેલું છે, એમાં દુખ શા માટે ? એમ કરીને એણે એ ન્યાયથી શાંતિ રાખવાની વાત કરી છે. અહીં તો એને સમતા કહી, હોં ! એ પ્રકારે પોતે સમાધાન કરે તો એને સમતા કહી છે. પેલી વીતરાગભાવરૂપ સમતાની વાત અહીંયાં નથી. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યું ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. સામાન્ય રીતે જીવ કોઈ દુઃખનો પ્રસંગ ઊભો થાય ત્યારે કોઈના ને કોઈના ઉપર દોષનો ટોપલો ઢોળ્યા વિના રહેતો નથી. અને આ રીતે બીજાનો દોષ જોવાની જીવની એક દષ્ટિ થઈ ગઈ છે કે કાંઈ પણ અનુચિત થાય એટલે પોતાનો દોષ જોવાને બદલે એ બીજાનો દોષ જોશે. આના કારણે આમ થયું. આના કારણે આમ થયું. એટલા એના ઉપર એને દ્વેષ આવ્યા વિના રહે નહિ. મુમુક્ષુ :- ખરેખર તો પોતાના પ્રારબ્ધનો દોષ છે. પૂજ્ય ભાઈશ્રી :- પ્રારબ્ધનો દોષ છે. કેમકે એક ન્યાય એ લીધી ને કે જે કર્મ પોતે ઉપાર્જન ન કર્યા હોય એવા તો કોઈ ભોગવવા પડતા નથી. તો દુઃખનો પ્રસંગ આવ્યો એનો અર્થ કે તે ઉપાર્જન કરેલું ભોગવવાનું છે. કોઈ વર્તમાન તું કારણ ગોતે છો એ ખોટું છે. શાસ્ત્રમાં એક દગંત આવે છે કે કુતરાને કોઈએ લાકડી છૂટી મારી, છૂટ લાકડીનો ઘા કર્યો. કૂતરાને લાકડી વાગી તો એણે શું જોયું ? કે આ લાકડી વાગી એટલે મને વેદના થાય છે. માથામાં વાગી કે પગ ઉપર વાગી પણ એને લાકડી વાગી એટલે દુઃખ થયું. આ લાકડી વાગી એટલે દુઃખ થયું તો એ) માંડ્યું લાકડીને બટકા ભરવા. આ લાકડી વાગી એનું મને દુઃખ છે, આ લાકડી વાગી એનું મને દુઃખ છે, તેં લાકડીને બટકા ભરે છે. એવી સંસારમાં જીવની પરિસ્થિતિ છે કે એને સામે કોણ કારણ દેખાય છે ? કે આ મારા ઉપર દ્વેષ કરે છે. આ મારાથી ઊંધો ચાલે છે, આ મારાથી પ્રતિકૂળ ચાલે છે, આ મને આમ કરે છે, આ આમ કરે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫ર ૩૬૫ એ તો કૂતરાને લાકડી છે. મૂળમાં તો તારું ઉપાર્જન કરેલું કર્મ છે, બીજું કાંઈ નથી. એવી ટૂંકી દૃષ્ટી થઈ જાય છે. . મુમુક્ષુ :- ... ટ્રેષ આવે ત્યાં આપણું જ ઉપાર્જન કર્મ ન ? પૂજ્ય ભાઈશ્રી :- ખરેખર તો આપણું ઉપાર્જન છે. એનું કારણ છે કે જો એવી રીતે હોય તો તો જગતમાં કોઈ કોઈને રસ્તા ઉપર ચાલવા ન દે, ઊભો પણ ન રહેવા દે. જીવની અનિષ્ટ વૃત્તિ, રાગ-દ્વેષ-મિથ્યાત્વની વૃત્તિ એવી છે કે કોઈ રસ્તા ઉપર કોઈને ઊભો ન રહેવા દે. એમ જ કહે કે ચાલવું હોય તો પગ માથે લઈને ચોલો. રસ્તા ઉપર પગ મૂકશો નહિ, ભાઈ ! એમ જ કહી દે. તો કહે, પણ ક્યાં મૂકવા ? કહે, તમારા માથા ઉપર મૂકો પણ અહીંયાં રસ્તા ઉપર નહિ મૂકતા, એમ કહી દે. સંસારમાં એવી જીવની વૃત્તિ છે. પણ ખરેખર જીવને જેટલા પરિણામ થાય છે એટલું કાર્ય થઈ નથી શકતું. થઈ શકે છે ? નથી થઈ શકતું. એટલે કોઈ પોતાનું નુકસાન કરતો હોય, નુકસાન કરવાનો ઇરાદો પણ રાખતો હોય અને એવા પરિણામ પણ કરતો હોય તોપણ ત્યાં એમ વિચારવા યોગ્ય છે કે એ કરી શકતો નથી. જો નુકસાન થશે તો મારા પૂર્વકર્મને લઈને થશે. બાકી એ નહીં કરી શકે, એની ઇચ્છાથી નહિ થાય. એના પરિણામથી નહિ થાય. આ સીધી વાત છે. - મુમુક્ષુ :- “બંધ સમય જીવ ચેતીએ, ઉદય સમય શા ઉચાટ.' પૂજ્ય ભાઈશ્રી :- આ ધંધામાં તો હરીફાઈ હોય છે કે નથી હોતી બજારમાં ? એ તો વેપારીને ક્યાં સમજાવવું પડે એવું છે. પોતાનો હરીફ વેપારી હોય એને નુકસાન કરવા માગે છે કે નહિ ? કરી શકે કાંઈ ? એના ભાગ્યમાં નુકસાન લખ્યું હોય તો ગમે તે રીતે થાય એને. કોઈના પરિણામથી કોઈને નુકસાન થાય એવો અધિકાર નથી ગતમાં. મૂળ તો એવી વસ્તુસ્થિતિ જ નથી. એટલે કોઈના અધિકારની એ વાત નથી. એટલે જ્યારે સામો જીવ નુકસાન કરે છે ત્યારે પણ એના અધિકારની વાત નથી, એના પરિણામ છે એ તો. અહીંયાં થવા યોગ્ય હોય છે એનો મેળ ખાય છે ત્યારે એણે કર્યું એમ જોવામાં આવે છે. ખરેખર એ કરી શકતો નથી. માટે એના ઉપર દ્વેષ કરવા જેવો નથી. અહીંથી ન્યાય લેવો જોઈએ. મુમુક્ષુ - જ્યારે કોઈ બનાવ બને છે તેમાં સફળતામાં પોતાનો ચહેરો જોવાની ચેષ્ટ કરે છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- ઈ ટેવ પડી છે. મુમુક્ષુ ઃ— પોતે સફ્ળ ન થાય ત્યારે બીજા... પૂજ્ય ભાઈશ્રી :- દોષદૃષ્ટિ છે ને. ગુણદૃષ્ટિ નથી પણ દોષદૃષ્ટિ છે, તો દોષદૃષ્ટિમાં હંમેશા એવું જ બને કે બીજાના દોષની મુખ્યતા કરવી. એટલે એ એમના બનેવીને કોઈ પ્રસંગવશ એ પ્રકારે ન્યાય આપ્યો છે. ટાઇમ થઈ ગયો છે, અહીં સુધી રાખીએ. ... ૫૨મ વિવેકથી વિચારવા યોગ્ય છે કે ઃ આ જીવ સ્વરૂપની સાવધાની છોડીને, પરમાં સાવધાન થઈને પરિણમે છે. ત્યાં અભિપ્રાય દુ:ખી ન થવાનો, એટલે કે સુખી થવાનો હોવા છતાં દુઃખ અનિવાર્ય છે. અને આવી પરમાં સાવધાની સ્વયં જ તત્કાળ) દુઃખરૂપ છે; અને ભાવી દુઃખનું પણ કારણ છે. તેથી સુખી થવાતું જ નથી; પણ ભ્રમણાથી મિથ્યા / વિપરીત પુરુષાર્થ થયા કરે છે. તેથી તેવા વ્યર્થ પરિણામ - પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થતા જાણીને, જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને, સમભાવે, સાક્ષીભાવે, પોતાનું ભિન્નપણું જ્ઞાનનિષ્ઠ થઈને, સંભાળીને, જિનપરિણામના પુરુષાર્થમાં રહેવું, તે પરમ વિવેક છે, અને તેમ વર્તતા કદાચ પ્રારબ્ધની કઠણાઈ” ઊભી થાય તો તે ખરેખર કઠણાઈ નહિ રહે, પરંતુ પારમાર્થિક લાભનું એક સુંદર, સ્વચ્છ, નિમિત્ત બની રહેશે, જેનું પરમ વિવેક, આનંદ અને સમભાવી સ્વાગત કરવા, ક્યારનોય અગાઉથી જ ઊભો છે. તેથી હે જીવ ! જરાપણ ક્ષોભ વિના તું, સર્વ ઉદયથી ઉદાસીન - ઉપેક્ષિત થઈને, સ્વરૂપના ઉદ્યમમાં, પૂરી શક્તિથી લાગી રહે ! જ્ઞાનીપુરુષોએ તો મિથ્યાત્વમોહની કરતાં તમતમ પ્રભા' અને ૌરવ નરકને સંમત કર્યા છે. તો તારે પરમાર્થની પ્રાપ્તિ કરાવનારી કઠણાઈ સંમત કરવામાં જરાપણ મૂંઝાવા જેવું શું છે ? (અનુભવ સંજીવની–૬૨૪) Page #386 -------------------------------------------------------------------------- ________________ પત્રક - ૩૫૩ મુંબઈ, ચૈત્ર સુદ ૧૨, શુક્ર, ૧૯૪૮ માં મુમુક્ષતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું છે ? આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જો જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યોગ્ય પણ એમ જ છે. પત્ર લક્ષમાં છે. - યથા યોગ્ય છે તા. ૯-૧૨-૧૯૮૯, પ્રવચન ન. ૧૦૦ પત્રાંક – ૩પ૩ થી ૩૫૬ Wyd પત્રાંક ૩૫૩, પાનું ૩૨૪. “અંબાલાલભાઈ' ઉપરનો પત્ર છે. “મુમુક્ષતાપૂર્વક લખેલું તમ વગેરેનું પત્ર પહોંચ્યું છે. બીજા પણ મુમુક્ષુઓએ પત્ર સાથે લખ્યો હશે. એટલે વગેરે શબ્દ લીધો છે. તમે અને વગેરેનું પત્ર પહોંચ્યું છે. “સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે...... મન પ્રવૃત્તિ કરે છે. અમે એનાથી જુદાં પડેલા છીએ. મન વર્તમાન સમયમાં ઉદયને અનુસરતી પ્રવૃત્તિ કરે છે પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરતું એવું છે. જે જ્ઞાનધારા છે, જેમાં પુરુષાર્થ છે, સ્વરૂપની સાવધાની છે એવું જે આશિક પરિણમન છે એ એક મન છે. ઉદય બાજુ વળતું એક બીજું મન છે. એ તો એક પરિણામની અંદર વહેંચાયેલી બે ધારા છે. એટલે આત્માકાર ચિત્ત છે, Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ રાજહૃદય ભાગ-૫ આત્માકાર જ્ઞાન છે અને એક ભિન્ન પડેલો અંશ છે એ ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. પ્રશ્ન :- પરિણતિની ચર્ચા છે ? સમાધાન :- હા, ત્યાં પરિણતિ છે. જે આત્માકાર મન છે એ પરિણિત છે અને આ બાજુ ઉદય બાજુ પણ થોડી પ્રવૃત્તિ થાય છે. એમ (કહે છે) મન પ્રવૃત્તિ કરે છે, હું નથી પ્રવૃત્તિ કરતો. એમ લ્યે છે. પોતે ભળતા નથી ને ! ભિન્ન પડે છે. મન પ્રવૃત્તિ ઉદયને અનુસરીને કરે છે. આ બાજુ આત્માકારતા વર્તે છે. મુમુક્ષુ ઃ– પોતાનું સ્વામિત્વપણું નથી. પૂજ્ય ભાઈશ્રી :- સ્વામિત્વપણું નથી. એ છૂટો પડેલો અંશ છે. સ્વતંત્રપણે કામ કરે છે. એટલે તો ‘ગુરુદેવ' એના છ કારકો લેતા હતા. એક સમયની પર્યાયમાં એ છ કાકો વિભાવ અંશના, એક સમયની પર્યાયના નહિ, એક સમયની પર્યાયના વિભાવ અંશના કારકો જુદાં અને આત્માકાર જે પરિણામનો અંશ છે એના કારકો જુદાં. કેમકે જો બન્નેના એક કારકો હોય તો બન્ને એક થઈ જાય. અને આત્માના જો એ કારકો હોય તો આત્મા એનો સ્વામી થઈ જાય. મુમુક્ષુ ઃ– સુંદર ન્યાય છે. પૂજ્ય ભાઈશ્રી :– બહુ સુંદર ન્યાય છે. એટલે આત્મા એનો જો સ્વામી થાય તો ભિન્ન પડવાનો પ્રશ્ન રહેતો નથી. પ્રમાણનું જ્ઞાન કરવું એક વાત છે અને પ્રયોજન સાધવું બીજી વાત છે. પ્રમાણના શાન કરવામાં એમ કહેવાય કે આત્માનું પિરણામ ગમે તેવું હો... પદાર્થને છ ગુણરૂપ કારકો છે. એવા છ ગુણ કોઈ પર્યાયને નથી. એ એક પદાર્થને સમજવા માટે, પદાર્થના બંધારણને સમજવા માટે એ વાત છે. પણ જ્યારે પ્રયોજન સાધવું છે ત્યારે તો જે આત્માના પરિણામમાંથી વિભાવઅંશ ઉત્પન્ન થયો એનું સ્વામિત્વ રાખીને કોઈ જીવ સાધક દશામાં પ્રવેશ ન.કરી શકે. અનાદિથી એનું સ્વામિત્વ છે અને એનું સ્વામિત્વ છોડે ત્યારે જ સાધક દશા સંપ્રાપ્ત થાય છે, ત્યાં સુધી નહિ, એ સ્વામિત્વ છોડવું હોય તો એ છોડવાની જેટલી હદ છે એ હદે જવું પડે કે એનો કરનારો કોણ ? એ સમયસારમાં તો ‘કુંદકુંદચાર્યદેવે” ધડાકો જ કર્યો કે એનો ક૨ના૨ો પુદ્ગલ. એ પુદ્ગલ સ્વભાવ અનુસાર હોવાથી, પુદ્ગલને અનુસરતો ચૈતન્યનો અંશ હોવાથી અને પુદ્ગલની પ્રકૃતિ સાથે એના સ્વાદનો મેળ હોવાથી. એ તો પુદ્ગલ નિત જ અમે Page #388 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૫૩ ૩૬૯ કહી દઈએ છીએ. ભલે ચૈતન્ય વિકાર છે તોપણ એને સીધા પુદ્ગલમાં નાખે છે એનું કારણ એ છે. ઘણી વાત તો પ્રત્યક્ષ મેળ ખાતી નથી. કે જે ચૈતન્યના પરિણામનો અંશ છે, પછી વિકારી-અવિકારી બીજી વાત છે. એ તો ચૈતન્ય જ છે. છતાં એને પુદ્ગલનો કહેવામાં વાંધો નથી. જો એને પુદ્ગલનો કહેવામાં વાંધો નથી તો એના કારકો ભિન્ન કહેવામાં પણ વાંધો હોવાનો પ્રશ્ન રહેતો નથી. જો પુગલના છે તો પુદ્ગલના કારકો પુદ્ગલના છે અને ચૈતન્યના કારકો ચૈતન્યના છે. એ તો સીધી વાત છે. એમ. એટલે ભિન્નતાનું પ્રયોજન સાધવાની વાત છે. સિદ્ધ દશામાં જે પ્રયોજન સાધવાનું નથી ત્યાં તો વાણી પણ નથી અને વાત પણ નથી. જ્યાં પ્રયોજન સાધવાનું છે ત્યાં તો બીજી દશા ઊભી છે. એ દશાને તોડવા માટે, એ દશાનો નાશ કરવા માટે, મિથ્યાત્વ અને અજ્ઞાનનો નાશ કરવા માટે અને વિભાવનો અભાવ કરવા માટે જેટલું જોર થઈ શકે એટલું કરવું જોઈએ. એમાં તર્ક એવો આવે છે કે બંધારણને તોડીને કાંઈ વાત કરાય ? પણ બંધારણને તોડીને તો આ સિવાય પણ ઘણી વાતો છે. ભગવાનની ભક્તિમાં બંધારણ ક્યાં સચવાશે ? ભગવાન તારણહાર છે. ભગવાનને તારણહાર કહેવા પડે છે. આપ તીર્થંકર છો, તીર્થના કર્તા છો. તીર્થના કર્તા ભગવાન છે ? ભગવાન તો પોતાના સ્વરૂપ પરિણામના કર્તા છે. અમારા તારણહાર છો. કોઈ ચ૨ણાનુયોગ(નો વિષય લઈએ). મુનિ જોઈને ચાલે. બંધારણ ક્યાં સચવાશે ? પણ એ બંધારણનો પ્રશ્ન, બંધારણના સ્થાને ઊચિત છે. બંધારણ સિવાયનું પ્રકરણ ચાલતું હોય ત્યારે વચ્ચે બંધારણનો પ્રશ્ન ઊચિત જ નથી. કેમકે ત્યાં એ વિષય ચાલતો નથી, એ વાત ચાલતી નથી, એ વાત કહેવી નથી, એ વાત કહેવાનો ઉદ્દેશ નથી. કોઈ પણ કથનમાં તે કથનમાં ક્યો ઉદ્દેશ્ય રહેલો છે ? અને તે ઉદ્દેશ આત્માને હિતકારી છે કે નહિ ? એ પ્રકારે કોઈપણ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. એટલે જ્યાં જ્યાં શાસ્ત્ર અધ્યયનની વાત શાસ્ત્રમાં આવે છે, શાસ્ત્ર અધ્યયનની વાત પણ શાસ્ત્રમાં આવે છે ત્યારે શાસ્ત્રકાર એક વિશેષણ લગાડે છે કે સમ્યક્ પ્રકારે શાસ્ત્રનું અવગાહન કરવું. ‘સમ્યક્ પ્રકાર' એવું વિશેષણ લગાડે છે. શાસ્ત્રનું અધ્યયન કરવું એમ નહિ, એ તો ઘણા વાંચે, ગોખે, ગમે તે ધારણા કરે એમ નહિ. સમ્યક્ પ્રકારે શાસ્ત્રનું અવગાહન કરવું. એ સમ્યક્ પ્રકાર શું છે ? કે જીવ જેમ પોતાના સ્વરૂપ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ચજહૃદય ભાગ-૫ સન્મુખ થાય અને પોતાનું નિજ હિત સાધ એ એક જ ઉદ્દેશથી શાસ્ત્રનું અધ્યયન થાય. અને એ એક જ ઉદ્દેશથી સર્વકથનનું અર્થઘટન કરવું યોગ્ય છે અને બીજી કોઈ રીતે કોઈ વચનોનું અર્થઘટનનું કરવું યોગ્ય નથી. આ એનો સમ્યક્ પ્રકાર છે. બને જગ્યાએ મન લીધું છે, જુઓ ! નહિતર અહીંયાં તો પ્રશ્ન ઊઠત. એક બાજુ પોતે એમ લખે છે કે “અપ્રમતધારાને નહીં વિસ્મરણ કરતું એવું આત્માકાર મન...” આત્માકાર મન તે સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. તો આત્માકાર છે અને ઉદય પ્રમાણે કેમ પ્રવૃત્તિ કરે છે? તો કહે છે, ત્યાં બે ભાગ છે. એક પરિણામ અંશના, એક સમયની પર્યાયના બે ભાગ છે. એક અંશ આત્માકાર છે, એક અંશ ઉદયને અનુસરે છે. “અને જે કોઈ પણ પ્રકારે વતાય છે... તેવી રીતે ઉદય પ્રમાણે જે પ્રવૃત્તિમાં જે કોઈપણ પ્રકારે વર્તવાનું થાય છે તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. અમારી એ બાજુની પ્રયત્નદશા નથી એમ કહે છે. અમે પ્રયત્નથી એ બાજુ તા નથી. પ્રયત્નથી તો અમે આત્મા બાજુ જઈએ છીએ. એટલે પૂર્વે જે નિબંધન કરેલો કર્મનો ઉદય છે એને કારણે એટલી પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિ થવાનું આટલું જ કારણ છે. અમારું કારણ નથી. મુમુક્ષુ - બે લીટીમાં કેટલું સમાવી દીધું ! પૂજ્ય ભાઈશ્રી - હા. સમયસાર' નો આખો કર્તા-કર્મ અધિકાર આવી ગયો. અહીંથી એવી પદ્ધતિ લીધી છે. જે સમયસારની પદ્ધતિ છે ને ? એવી પદ્ધતિ લીધી છે. ૩૨૭માં પાને છે. ૩૬૨ (પત્રમાં) છેલ્લી લીટી છે ને. ત્રણ લીટી છોડીને ઉપરથી ચોથી લીટી. ૩૨૭ પાનું. પત્રાંક ૩૬ ૨. એમાં ઉપરથી ચોથી લીટી. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન થઈ, અહપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. અન્યભાવ એટલે રાગાદિ ભાવ. રાગાદિ ભાવનો હું કર્તા છું એવું હુંપણાનું રાગાદિ પરિણામમાં પરિણમન છે એ પ્રકાર ખલાસ થઈ જાય છે. વિલય પામે છે એટલે વિનાશ થઈ જાય છે. ત્યારે એ આત્માને ખરું આત્મભાન વર્તે છે એમ ગણાય. આત્મજ્ઞાનીને આત્મભાન હોય ત્યારે રાગ ન થાય એમ નથી. રાગ થાય ખરો પણ હું કરું છું એવો અનુભવ ન થાય. જ્ઞાનીને રાગ થાય ખરો. રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, ક્રોધ થાય, લોભ Page #390 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૫૩ ૩૭૧ થાય બધા ચારિત્રમોહના પ્રકૃતિના બધા પરિણામ થાય. એ થાય છે ખરા પણ કરું છું એવો અનુભવ એને નથી થતો. આ એક વિશિષ્ટતા છે અથવા વિલક્ષણતા છે જ્ઞાનીના પરિણમનની એ આ પ્રકારની છે. એ નિર્દેશ એમણે ૩૬૨માં કર્યો છે. એ કર્તા-કર્મનો અધિકાર લઈ લીધો છે કે જ્ઞાની રાગાદિનો કર્તા નથી. અન્ય ભાવનો હું કર્તા નથી. એવો બોધ ત્યાં પરિણમેલો છે. એ સ્વરૂપબોધ છે કે જે સ્વરૂપ રાગાદિરૂપ પરિણામ કરવા માટે સર્વથા અસંભવ અને અશક્યપણું જેમાં રહેલું છે એવું જેનું પોતાનું સ્વરૂપ છે એનો બોધ પોતાને વર્તે છે કે હું આવો છું. ત્યાં તર્ક તો કરી શકાય કે જીવ દોષ કરે ને ના કેમ પડાય ? તો પછી શાની તો અપ્રમાણિક થઈ ગયા. ક્રોધ પોતે કરે છે, રાગ પોતે કરે છે, બીજાને પણ દેખાય એવી રીતે બુદ્ધિપૂર્વક વિકલ્પ કરે છે, તો પછી પ્રમાણિકતાનો સવાલ, તર્ક ઊભો કરી શકાય કે નહિ ? મુમુક્ષુ :– છ ખંડ જીતવા માટે લડાઈ કરે છે. પૂજ્ય ભાઈશ્રી :– છ ખંડ જીતવાની લડાઈ કરે છે. તો એ તર્ક કરાય કે ન કરાય ? નહિ, ત્યાં એ વાત અસ્થાને છે. એ ન્યાય ત્યાં લાગુ નથી થઈ શકતો. કેમકે જે ભિન્ન પડ્યા એવું જે એમના સ્વરૂપમાં પારમાર્થિક પરિણમન છે એને તારે વજન આપવું છે કે ચારિત્રમોહનો અંશ વિભાવિક ઉત્પન્ન થયો એને વજન આપવું છે તારે ? કોને વજન આપવું છે ? વજન કોને આપવું છે ? અથવા વજનદાર કોણ છે બેમાં ? ભિન્ન પડ્યો એ પરિણમન વજનદાર છે ? મહત્ત્વવાળું છે ? કે અલ્પ રાગાંશ થયો એ પરિણમન મહત્ત્વવાળું છે ? મહત્ત્વ શેનું છે ? જેનું મહત્ત્વ હોય એનું મહત્ત્વ આંકવું જોઈએ. સીધી વાત છે. લોકો પણ એવું તો સમજે છે કે એક માણસે એક પ્રસંગ ચાલતો હોય એમાં લાખો રૂપિયાનું દાન દઈ દીધું. એ માણસ નાની-મોટી ઘણી વાતમાં ક્યાંક પાંચદસ રૂપિયા લખાવવા ચુકાઈ જાય. બધા સામાન્ય માણસો લખાવે કે અમારા દસ રૂપિયા લખજો, અમારા પાંચ રૂપિયા લખજો, અમારા અગિયાર રૂપિયા લખજો, એને ખ્યાલ બહાર ગયું અથવા વિકલ્પ જ ન આવ્યો, તો પછી એની ટીકા કરે ? જેણે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા, એને અહીંયાં કેમ દસ ન આપ્યા ? પાંચ કેમ ન અહીંયાં આપ્યા ? એની ટીકા થાય ખરી ? અને કોઈ કરે તો શું કહે એને ? કે ભાઈ ! Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ચજહૃદય ભાગ-૫ તમને ખબર નથી હવે. એ ચર્ચા તમે કરો છો એ અત્યારે નકામી છે. શું કહે ? તમને આખી વાતની ખબર નથી. પાંચ-દસનો એના માટે હિસાબ કરવાનો સવાલ નથી. એણે લાખો સમર્પણ કરી દીધેલા છે. કહે કે ન કહે ? વજન તો જેનું અપાતું હોય એનું અપાય. જેનું આપવા યોગ્ય હોય એનું અપાય કે ન આપવા યોગ્ય હોય એનું અપાય ? આ વિવેકનો વિષય છે. એટલે જ્ઞાની પણ પોતે કર્તા નહિ હોવાથી અને કર્તાપણાનો અનુભવ પણ પોતે નહિ કરતો હોવાથી, જે કાંઈ કોઈપણ પ્રકારે ઉદયમાં વર્તાય છે તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો તે ઉદય છે, અમે કર્તા-હર્તા નથી. એ ઉદયને કારણે થાય છે. પૂર્વકર્મનું કારણ છે, અમારું કારણ નથી. એવી જે પ્રવૃત્તિ થાય છે એમાં પૂર્વકર્મનું કારણ છે અમારું એમાં કારણ નથી એમ જુએ છે. કારણ કે તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. વીતરાગભાવ છે. છુટા પડ્યા છે એનો અર્થ એ છે પ્રીતિ તો નથી જ પગપ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી. એવો જે એક વીતરાગભાવ છે એ વીતરાગભાવે એ ઉદયને જુએ છે, વીતરાગભાવે એ રાગાદિને પણ જુએ છે. રાગનો અંશ છે એને વીતરાગભાવે જ્ઞાનનું ય કરે છે, પ્રવૃત્તિને પણ જ્ઞાનનું રોય કરી જાય છે. એટલે “તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી અને અપ્રીતિ પણ નથી.” જ્ઞાતા-દષ્ટા છે. સમતા છે, સમપણું છે, સરખું છે, બધું સરખું છે. ઈષ્ટ અને અનિષ્ટ બંને પ્રકારના ત્યાં ભાવ નથી. કરવા યોગ્ય પણ એમ જ છે.” અને એમ જ કરવા યોગ્ય છે. એટલે પોતાના પરિણમનની વાત લખે છે તો એમ લખે છે કે કરવા યોગ્ય પણ એમ જ છે. પ્રીતિ-અપ્રીતિ રહિત જે સમભાવના પરિણામ છે એ જ કરવા યોગ્ય છે અને એ રીતે અમે પરિણમી. રહ્યા છે. તમારો પત્ર લક્ષમાં છે.' પત્ર લક્ષમાં છે. એટલે કોઈ એ સંબંધીનો વિષય ચ હશે તો એ વાત ખ્યાલમાં છે પણ એની ચર્ચા પણ કરતા નથી. કોઈ વાત, લખી હશે એની ચર્ચા પણ નથી કરતા. એનો અર્થ એમ છે કે અમે જે અત્યારે કહેવા માગીએ છીએ એના ઉપર તમે ધ્યાન આપો. તમારી વાતને ગૌણ કરો, છોડી ધો. જે કહેવા માગીએ છીએ એના ઉપર લક્ષ આપો, તો તમને જ્ઞાનદશા શું ? આત્મજ્ઞાન શું ? સમ્યકત્વ શું ? એ સમજાશે. સમ્યકપણું સમજાશે. Page #392 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૫૩ ૩૭૩ ૩૫૩ માં પોતાના સ્વાભાવિક અને વિભાવિક બંને પરિણામોની એક સાથે વાત કરી છે અને બહુ પદ્ધતિસર વાત કરી છે. મુમુક્ષુ :- ષટ્કારક પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન બંધારણનો છે કે પ્રશ્ન કથનની શૈલીનો છે ? પ્રશ્ન :- વાસ્તવિકતા શું છે ? સમાધાન :- વાસ્તવિકતા એટલે બંનેમાં કોઈને કોઈ પ્રકારની વાસ્તવિકતા છે. તમારો પૂછવાનો દૃષ્ટિકોણ કયો છે ? પ્રશ્ન :- ષટ્કારક પર્યાયમાં તો ખ્યાલ આવે છે, ધ્રુવમાં છે કે નથી ? સમાધાન :– ધ્રુવમાં તો છ ગુણ જ છે. કર્તા ગુણ, કર્મ ગુણ, શક્તિ જ છે. જેમ જ્ઞાનશક્તિ છે એમ છ પ્રકારની શક્તિ છે ધ્રુવમાં તો. કર્તાપણાનો ગુણ છે, કર્મપણાનો ગુણ છે. છએ છ કારકો ત્યાં તો ગુણસ્વરૂપે છે. પણ પર્યાયને એના છ · કારકો સ્વતંત્ર છે એમ ‘ગુરુદેવ’ નિરૂપણ કરતા હતા. ત્યારે બંધારણની દૃષ્ટિએ એ વાત બંધબેસતી નથી આવતી. પ્રશ્ન :- કઈ રીતે બંધબેસતી નથી ? સમાધાન :- કેમકે પર્યાયને તો ગુણ હોય નહિ. પદાર્થને ગુણ હોય. પર્યાયને ગુણ ન હોય. ગુણને બીજો ગુણ ન હોય. છતાં પણ અહીંયાં એમ કહે છે કે આત્માકાર મન છે. વાત તો અહીંથી નીકળી છે કે આત્માકાર જે મન તે વર્તમાન ઉદય સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. અમારું મન તો આત્માકાર છે. છતાં પણ એનો એક અંશ વર્તમાન સમયમાં ઉદય પ્રમાણે પણ પ્રવૃત્તિ કરે છે. જો મન ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તો હું નથી કરતો એમ કહે છે. એટલા માટે પાછો ૩૬૨મો પત્ર વાંચ્યો. અન્ય ભાવનો હું અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થાય છે. આત્મજ્ઞાન થતાં, આત્મભાન થતાં અન્યભાવનો હું કર્તા નથી એવો બોધ ઉત્પન્ન થાય છે, એવો અનુભવ રહે છે. બોધ ઉત્પન્ન થાય છે એટલે એવો સાક્ષાત અનુભવ રહે છે કે હું નથી કરતો. મન પ્રવૃત્તિ કરે છે, હું નથી કરતો. હું જુદો અને મન જુદું એમ કહે છે. તો કહે મન જુદું ? કહે, તદ્દન જુદું સ્વતંત્ર. એના છએ કારકો જુદાં. એ વિભાવઅંશના છએ કારકો જુદાં. કેમકે કાર્ય છે ને ? એ કાર્ય છે. વર્તે છે ને ? પ્રવૃત્તિ કરે છે. કાર્ય કરે છે, તો કારક વિના તો કોઈ પ્રવૃત્તિ હોય નહિ. માટે એના કારકો જુદાં. એ વગર ... Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ચજહૃદય ભાગ-૫ ભિન્ન પડી શકાય નહિ, એ વગર એની ગૌણતા રહે નહિ. | મુમુક્ષુ :- મન દ્વારા પરિણમે છે એ તો કીધું તો મન તો જડ છે. એ તો આરોપ આપીને કહ્યું, બાકી તો આત્મા જ પરિણમે છે ને ! - પૂજ્ય ભાઈશ્રી :- મનની સાથે જોડાયેલો આત્માનો ભાવ તેને ભાવમન કહે છે. ભાવમન અને દ્રવ્યમન. દ્રવ્યમન તો જડ છે. આઠ પાંખડીના કમળના આકારે પુદ્ગલની સૂક્ષ્મ પરમાણુની રચના છે. ભાવમન છે તે તેની સાથે જોડાયેલો જીવનો પર્યાય છે. જેમ એક જીવને દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય બે હોય છે. અહીંયાં એમ કહે છે કે જે ભાવમન છે એ ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. જેવો કર્મનો ઉદય આવે છે એની સાથે જોડાય છે. મુમુક્ષુ :- એટલે ભાવમન આત્માથી ભિન્ન છે એક અપેક્ષાએ. પૂજ્ય ભાઈશ્રી :- હા, પોતાના સ્વરૂપથી ભિન્ન કહી દીધું. કેમકે વિભાવ અંશ છે ને એટલે અન્ય ભાવ કરી દીધો એને. એ અન્યભાવ છે. અન્યભાવ છે, મારો પ્રશ્ન - અને એ ઇન્ડિયાધીન વર્તે છે ? સમાધાન :- એ ઇન્દ્રિયાધિન વર્તે છે. ઉદયાધીન વર્તે છે, ઇન્દ્રિયાધીન વર્તે છે. એટલે એની વર્તના સ્વતંત્ર છે. હું એનો કર્તા નહિ, હું એનો કારયિતા નહિ. ‘નિયમસારમાં એના ઉપર તો પાંચ રત્નની ગાથા છે. હું કત નહિ, કારયિતા નહિ, થાય એનો હું અનુમંતા પણ નહિ. એમ કરીને પાંચ ગાથા ઉતારી છે. પંચરત્ન. એ આખી વાત ભિન્નતા ઉપર છે. ભિન્નતા એટલે સારી રીતે ભિન્નતા અનુભવ કરે છે, સરખી રીતે ભિન્નતા અનુભવ કરે છે અને જરાપણ એ અંશમાં પોતાપણું ભેળવતા નથી. જ્ઞાની એવા વિભાવઅંશમાં જરાય પોતાપણું ભેળવતા નથી. અને પ્રત્યક્ષ બોધ છે કે હું તો એમ ને એમ રહું છું. પરિપૂર્ણ વીતરાગ સ્વરૂપે રહેતો એવો હું, હું એમ જ રહું છું. આ ' થયા કરે છે. હું એને કરતો-ફરતો નથી, થયા કરે છે પણ હું કરતો નથી. એ રીતે સમભાવ છે. પત્ર લક્ષમાં છે.” પછી પત્રનો વિષય એમાં તો મળે જ નહિ, કેમકે પોતે ખોલતા. નથી. ૩૫૩ પત્ર પૂરો) થયો. Page #394 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૩ ૩૭૫ પ્રશ્ન :- ભાવમન તો કર્મના ઉદય પ્રમાણે થાય છે તો દ્રવ્યમન ? સમાધાન :- દ્રવ્યમન તો એક પુદગલની રચના છે. જેમ આ કાન છે, આંખ છે, નાક છે એમ એક પુદગલની રચના છે. આ સ્થળ પરમાણની છે એટલે ખ્યાલમાં આવે છે, કે આ કાન દેખાય છે. પેલા સૂક્ષ્મ પરમાણુ છે એટલે મન દેખાતું નથી. પ્રશ્ન :- દ્રવ્યમન પૂર્વકર્મના ઉદયથી આવે છે ? સમાધાન - હા, પૂર્વકર્મના ફળ સ્વરૂપે છે. આખું શરીર ફળ સ્વરૂપે છે. શરીર પોતે નોકર્મ છે. નોકર્મ કહો કે પૂર્વકર્મનું ફળ કહો, એક જ વાત છે. એટલે તો શરીરનો અવયવ છે ને, શરીરનો અવયવ છે. મુમુક્ષુ :- મન દેખાતું નથી. પૂજ્ય ભાઈશ્રી – એ તો સૂક્ષ્મ પર્યાય છે માટે નથી દેખાતું. જેમ કર્મના પરમાણુની સૂક્ષ્મ પર્યાય છે તો એ નથી દેખાતા. કર્મના પરમાણુ નથી દેખાતા, તૈજસના પરમાણુ નથી દેખાતા. કાર્મણ, તૈજસ, બીજા છુટા પુદ્ગલો એક પરમાણુ હોય તોપણ સૂક્ષ્મ પર્યાય હોય એટલે નથી દેખાતા. મુમુક્ષુ :- ભાવમન ભળે નહિ તો દ્રવ્યમન કાંઈ કરે નહિ. પૂજ્ય ભાઈશ્રી :- તો દ્રવ્યમન પડ્યું રહે. જેમ અત્યારે આપણે આંખથી જોઈએ તો કાન પડ્યો રહે. કાનથી સાંભળીએ ત્યારે આંખનો ડોળો પડ્યો રહે. સુગંધ ઉપર ઉપયોગ મૂકીએ તો બેન્દ્રિયનો ઉપયોગ છે કે નાકથી સંધ્યું. પણ જ્યારે માણસ જુએ છે, સાંભળે છે ત્યારે નાક એમ ને એમ પડ્યું છે. મુમુક્ષુ :- સૌ સ્વતંત્ર છે. પૂજ્ય ભાઈશ્રી – સ્વતંત્ર એટલે પોતપોતાનો વિષય છે, અને પાંચે ઇન્દ્રિયના દ્રવ્યેન્દ્રિય સાથે તે તે ભાવેન્દ્રિયની ભાવની પ્રવૃત્તિ હોય ત્યારે સંશિ પંચેન્દ્રિયને મન સાથે સાથે છઠું જોડાય જાય છે. એ પાછો મન વગર પરિણામ નથી કરતો. મન અને બીજી ઇન્દ્રિય બંનેનું કામ સાથે ચાલે છે. મન એના ઉપર થોડું વિશેષ વિચાર કરે છે. એટલે મતિજ્ઞાન કાળે ક્રમથી કામ થાય છે અને ઇન્દ્રિયોનું, મતિજ્ઞાન કાળે આ પાંચ ઇન્દ્રિય કામ કરે છે અને શ્રુતજ્ઞાનમાં મન કામ કરે છે. એમ મતિપૂર્વક શ્રુત થાય છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ચજહૃદય ભાગ-૫ પત્રક - ૩૫૪ મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, રવિ, ૧૯૪૮ સમક્તિની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય? એ વિષેનો અનુભવ કરીને લખશો. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું. કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. ૩૫૪. સોભાગભાઈ ઉપરનો પત્ર છે. બે પ્રશ્ન કર્યા છે. સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય ? એ વિષેનો અનુભવ કરીને લખશો. લ્યો, ઠીક ! હવે “સોભાગભાઈનો સમ્યફદર્શન ઉપર વિષય શરૂ કર્યો છે. કે “સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય ? ફરસના એટલે સ્પર્શના. કાઠિયાવાડી ભાષામાં એને ફરસના કહે છે, સ્પર્શના. સ્પર્શવું એટલે પ્રાપ્ત થયું. સ્પર્શવું એટલે અડીને મૂકી દેવું એમ નહિ. સ્પર્શવું એટલે પ્રાપ્ત થયું. સમ્યકત્વ પ્રાપ્ત થયું ક્યારે ગણાય ? અને જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે કેવી દશા વર્તતી હોય ? “એ વિષેનો અનુભવ કરીને લખશો.” “સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું...” મુમુક્ષુ :- અનુભવ કરીને લખજો એમ કહ્યું. પૂજ્ય ભાઈશ્રી – ફલાણું પુસ્તક વાંચીને જવાબ લખજો એમ નથી કહ્યું. અનુભવ કરીને લખજો. મુમુક્ષુ :- “શ્રીમદ્જી ની પદ્ધતિ એવી છે કે સામાને કામે લગાડી દેવા. પૂજ્ય ભાઈશ્રી :- હા. પદ્ધતિ અનુભવ પદ્ધતિ છે. શ્રીમદ્જી'ની અને દીપચંદજી “અનુભવપ્રકાશ', બન્નેની) કથન પદ્ધતિ એકદમ અનુભવ પ્રધાન છે. એવું રાજમલજીની કથનપદ્ધતિમાં અનુભવ પ્રધાનતા ઘણી છે. Page #396 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૪ ૩૭૭. પ્રશ્ન :- અનુભૂતિ કરીને એટલે સમાધાન :- અનુભવ કરીને લખશો એટલે શું ? કે એવા અનુભવ સંબંધીનો પ્રયત્ન કરશો ત્યારે એ વાત તમને સમજાશે. ઠીક છે, એ પ્રશ્ન સારો થયો, એમાં જરા ચોખવટ કરીએ. સામાન્ય રીતે આપણે લોકો એમ સમજીએ છીએ કે આ શાસ્ત્ર વાંચીએ, સાંભળીએ અને વિચારીએ અને આપણને નકાર ન આવે અને હકાર આવે ત્યારે આપણને સમજાય ગયું છે એમ આપણે સમજીએ છીએ. પણ એ ખરી સમજણ નથી. શાસ્ત્રના આધારે, શબ્દના આધારે જે કાંઈ જ્ઞાન થાય છે એ પરલક્ષી જ્ઞાન છે. શાસ્ત્ર પણ એમ કહે છે કે એ પરલક્ષી જ્ઞાન છે. ન તો જ્ઞાન ખરેખર કેવી રીતે થવું જોઈએ ? કે જ્ઞાન ખરેખર જે તે વાત છે તેના અનુભવનો પ્રયત્ન કરતાં સમજમાં આવે ત્યારે એ વાત સમજાણી કહેવાય. અને એ પ્રયત્ન સફળ થાય ત્યારે એનું અનુભવજ્ઞાન થઈ ગયું કહેવાય. સમજણ અને જ્ઞાન વચ્ચેનો ફેર શું ? કે જે અનુભવથી સિદ્ધ થાય તેને તો જ્ઞાન કહીએ. કેમકે એ અનુભવજ્ઞાન છે. પણ એ અનુભવ કરવા જતાં જે પ્રયત્ન શરૂ થાય ત્યારે વાત જે સમજાય ત્યારે એને સમજણ આવી કહેવાય. પ્રયોગમાં મૂકે ત્યારે એની સમજણ આવે છે. એટલે સમજણ ખરેખર પ્રયોગ કાળે થાય છે એ પહેલાં ખરેખર સમજણ નથી થતી. આ સમજણનું પ્રકરણ છે. પ્રશ્ન :- સમજણ એ જ્ઞાનની પર્યાય છે ? સમાધાન :- છે જ્ઞાનની પર્યાય. પણ જ્ઞાન એટલે હજી અજ્ઞાન છે, પણ અજ્ઞાન જ્યારે પલટો મારે છે, અજ્ઞાન પલટો મારીને જ્ઞાન થાય છે ત્યારે જે પર્યાયની ફેરબદલી થાય છે, અજ્ઞાનમાંથી જ્ઞાન થાય. કેમકે લોકો પ્રશ્ન કરે છે કે અમે રહ્યા અનાદિના અજ્ઞાની. જ્ઞાની તો બધું સવળું કરી શકે, અમે અજ્ઞાની અમને ક્યાંથી એમ થાય? તો કહે છે, ઊભો રહે, ભાઈ ! તને પર્ણ થાય એવી કોઈ પરિસ્થિતિ છે ખરી વચ્ચેની. અને તે આ પ્રયોગ છે. આપણે દાખલો લઈએ. માતા એની દીકરીને સમજાવે કે જો રોટલી કેમ થાય એ હું તને સમજાવું. આ ઘઉંની રોટલી બનાવવી હોય તો ઘઉંને દળાવવા જોઈએ. એનો લોટ કરવો જોઈએ, લોટ પણ રોટલીનો લોટ જેટલા પ્રમાણમાં ઝીણો હોવો Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ રાજહૃદય ભાગ-૫ જોઈએ એટલી તને ખબર પડવી જોઈએ. કેમકે એમાં જાડો પણ દળાય અને મેંદો પણ થાય. મેંદો થાય એટલો ઝીણો પણ નહિ એટલી Finness નહિ. તેમ જાડો કરકરો પણ નહિ. રોટલીના પ્રમાણમાં હોવો જોઈએ). એને દેખાડી દે કે જો બરાબર હાથેથી સ્પર્શ કરીને નક્કી કર કે આ કેટલો ઝીણો છે ? એટલે કેટલો જાડો નથી અને કેટલો વધારે ઝીણો નથી એનું ચોક્કસ પ્રમાણ (છે). તો એ અનુભવજ્ઞાનથી નક્કી કરવું પડે છે. લોટને જોઈ લ્ય, તપાસી લ્ય. પછી કહે, એની અંદર પાણી અને તેલનું મોણ નાખી અને એને ટૂંપીને કણિકનો પીંડલો કરવો પડે છે. તો એને કહે, તું તારા પોતાને હાથે કર એમ કહે. તું જુએ છો તો એ કાંઈ આવડી ગયું ન ગણાય. નહિતર એ તો જ્ઞાન જ છે. કે બરાબર છે. તમે બે પાવળા તેલ નાખ્યું અને અડધો ગ્લાસ પાણી નાંખ્યું ને લોટને મસળીને પીંડલો કર્યો. તો એણે જોયું એમાં જ્ઞાન થયું કે ન થયું ? કહે નહિ, એ કણિક બનાવે ત્યારે એને જ્ઞાન શરૂ થાય છે. કણવાનું શરૂ કરે ત્યારે. પછી પહેલી વખત કાં તો એકદમ ઢીલો પીંડલો બંધાય જાય. વધારે પાણી પડી જાય અથવા ઓછું પાણી રહે તોપણ રોટલી બરાબર થાય નહિ. તો એક વાર, બે વાર, પાંચ વાર કરતા કરતા એને એ સંબંધીની સમજણ ક્યારે આવે છે ? જ્યારે એ પ્રયોગ શરૂ કરે છે ત્યારે સમજણ આવે છે. એણે જોયું છે ત્યારે સમજણ આવી છે પણ એ સમજણ કાચી છે, પાકી નથી. ખરી સમજણ નથી. પ્રશ્ન :- પ્રયોગ પહેલાં જ્ઞાન તો થઈ ગયું ને ? " સમાધાન :- હા, જોયું એટલે જ્ઞાન થઈ ગયું. રોટલી આમ ચોડવાય. આમ ચોડવાય... આમ ચોડવાય... પણ એ ચોડવે, વણે ત્યારે ખબર પડે કે આમ વણાય છે. ગોયણાની ઉપર વેલણ ફેરવીને વણાય છે. પણ એ જ્યારે પ્રયત્ન કરે અને પાંચ ગોયણા બગાડે, ત્યારે જ એને એ બગડે ત્યારે એને ખબર પડે છે અને એની સમજણ આવે છે કે રોટલી કરવી એટલે શું ? રોટલી વણવી એટલે શું ? એ પાંચ ગોયણા બગડે ત્યારે એને સમજણ પડે છે. જોયું ત્યારે સમજણ નથી પડતી, એમ કહેવું છે. મુમુક્ષુ – બગડે ત્યારે સમજણ પડે છે. પૂજ્ય ભાઈશ્રી :- ત્યારે એને સમજણ પડે છે કે આ રોટલી કેમ વણાય છે ? જરાક એક બાજુ વજન વધી જાય તો કાણું પડી જાય. વજન ઓછું રહે તો જાડી Page #398 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૫૪ થઈ જાય. એક બાજુ જાડી રહે, એક બાજુ પાતળી રહે. મુમુક્ષુ :– રોટલી કરતી વખતે એનું જ્ઞાન Adjustment કર્યા જ કરતું હોય છે. પૂજ્ય ભાઈશ્રી કર્યા જ કરે છે. એટલે જ્ઞાન ત્યાં અનુભવ પદ્ધતિએ પ્રવર્તે છે. એમ આત્માનું જ્ઞાન તે અનુભવ જ્ઞાન છે. પુસ્તકિયું જ્ઞાન નથી, પોપટિયું શાન નથી. આ અનુભવનું જ્ઞાન છે. તો અનુભવ પદ્ધતિએ આ જ્ઞાન કરવું જોઈએ. આ સીધી વાત છે. અને એ જ્ઞાનીની શૈલી છે. અનુભવ પદ્ધતિ વગર એ જ્ઞાન ન થાય. આ Driving શીખે ત્યારે બતાવે છે કે નહિ ? આ લાણું કહેવાય... ફલાણું કહેવાય... આ બ્રેક કહેવાય, આ એક્સેલેટર કહેવાય, આમ કહેવાય, ક્લચ કહેવાય આમ છે, તેમ છે. એને બધું જ્ઞાન કરાવી દે. આ પૈડું છૂટું પડી જાય. ક્લચ છોડો એટલે જોઈન્ટ થઈ જાય. ક્લચ પ્લેટ સાથે આમ કનેક્શન છે. બીજું છે, ત્રીજું છે બધું સમજાવી દીધું, એટલે આવડી જાય Driving ? પંદર દિવસ, મહિનો એ Stearing ઉપ૨ બેસીને Practice કરે ત્યારે Driving શું એનું એને જ્ઞાન થાય. કેમકે ક્યા Turn માં કેટલી Speed adjust કરવી એ અનુભવ વગર ન આવડે. એની કોઈ Theory ન હોય. એની Theory બતાવી ક્યો ? લ્યો ! ૩૭૯ મુમુક્ષુ :- કોઈ Theory જ નથી. પૂજ્ય ભાઈશ્રી :– કોઈ Theory ખરી એની ? ગામ બહાર નીકળ્યા પછી અજાણ્યા રસ્તે કેટલો વળાંક ક્યાં આવશે એનું પહેલેથી નક્શો હોય છે કાંઈ ? એ તો અનુભવજ્ઞાન હોય એ જ Adjustment કરી શકે. સીધી વાત છે. એમાં શીખેલું, વાંચેલું જ્ઞાન કામ આવે કાંઈ ? એમ આ અનુભવજ્ઞાનમાં તો અનુભવ પદ્ધતિ વખતે જ સમજાય છે. જ્યાં સુધી શાસ્ત્ર વાંચનારો મુમુક્ષુ પોતે વાંચેલી વાતને પ્રયોગમાં ન મૂકે ત્યાં સુધી એને ખરેખર વાંચેલા વિષયની સમજણ નથી આવતી. ભલે કોઈ ગમે તેટલું અહંમપણું રાખે કે નહિ હું હવે બરાબર સમજી ગયો છું, મને બરાબર સમજણ પડે છે. મારી ભૂલ નથી હવે. તમે કહો એ નયથી વસ્તુના સ્વરૂપને સિદ્ધ કરી દઉં. ગમે તેવો વિદ્વાન હોય. જ્યાં સુધી એ પ્રયોગમાં ઊતરે નહિ ત્યાં સુધી આ વિષયની ખરી સમજણ આવતી જ નથી. આપણે માનવા તૈયાર નથી, કોઈ કહે તોપણ. પ્રશ્ન :- ક્ષયોપશમશાની ખરા જ્ઞાનીને મૂંઝવી દે ખરા ? Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- નહિ. બિલકુલ નહિ ને. પ્રશ્ન :- શાનીનો ક્ષયોપશમ ઓછો હોય અને અજ્ઞાનીનો વધારે હોય તો ? સમાધાન :– ના, તોપણ નહિ. ઊલટાનો એક પ્રશ્ન જ્ઞાની કરે તો ક્ષયોપશમવાળો મુંઝાય જાય. કેમ ? કે ક્ષયોપશમવાળો અનુભવ પદ્ધતિથી અજાણ્યો છે. એટલે અનુભવ પદ્ધતિનો એક પ્રશ્ન કરેને એટલે પેલાને બંધ થઈ જવું પડે અને જ્ઞાની તો પદાર્થનું સ્વરૂપ જાણે છે. ક્ષયોપશમ ઓછો છે પણ પેલો કહે છે ત્યારે મેળવી લે છે. એટલી શક્તિ છે એનામાં કે જે ન્યાયથી વાત કરવા માંગે છે એને એ મેળવી લે છે. એટલે જ્ઞાનીને મુંઝાવાનો પ્રશ્ન નથી. કોઈને એમ લાગે કે કોઈ એવો પ્રશ્ન આવશે અને જ્ઞાની મુંઝાઈ જશે તો ? તો એ જ્ઞાનીને સમજ્યો નથી કે જ્ઞાની એટલે શું ? કદાચ કોઈને એમ લાગે કે આ શાની ઓછા ક્ષયોપશમવાળા છે. અને કાંઈક એવો પ્રશ્ન આવશે અને મુંઝાઈ જશે તો ? બરાબર જવાબ નહિ આપી શકે તો ? તો એ જ્ઞાનીને જ સમજ્યો નથી. એમ છે ખરેખર. સોગાનીજી”ની ઉપસ્થિતિમાં એવો એક પ્રસંગ બન્યો હતો. એમને પ્રશ્ન તો એ પૂછવો હતો કે આત્માના મૂળ સ્વરૂપમાં, પરિપૂર્ણ વીતરાગસ્વરૂપે મૂળ સ્વરૂપ આત્માનું છે તો અવસ્થામાં રાગની ઉત્પત્તિ આત્મામાં કેમ થાય છે ? અને એ અવસ્થા પાછી વિલીન થાય છે તો આત્માની અવસ્થા તો આત્મામાં જ વિલીન થાય છે, કાંઈ પરદ્રવ્યમાં તો ભળતી નથી. તો રાગનું શું થાય છે ? જ્યારે આત્માની રાગરૂપ અવસ્થા આત્મામાં ભળે છે તો રાગનું એ વખતે શું થાય છે ? આવો એક પ્રશ્ન પૂછ્યો હતો. એટલે એમણે એ પ્રશ્ન તો પોતે અંદરમાં રાખ્યો, પેટમાં રાખ્યો. અને બાંધી લેવા માટે પ્રશ્ન બીજો પૂછ્યો કે એક વખત આને બાંધી લ્યો, પછી જવાબ આપવામાં તકલીફ પડશે. આ ક્ષયોપશમવાળા શું કરે છે. (એમણે પૂછ્યું), આત્મા શુદ્ધ છે ને ? શું બાંધ્યા ? કે આત્મા તો મૂળ સ્વરૂપે શુદ્ધ છે ને ? જો એમ કહે કે શુદ્ધ છે તો પછી અશુદ્ધતાનો પ્રશ્ન ઉઠાવી શકાય. એટલે પહેલો પ્રશ્ન એમણે એ કર્યો કે આત્મા શુદ્ધ છે કે નહિ ? તો એમણે ના પાડી. કહે ના. આત્મા શુદ્ધ નહિ હૈ. તો (આ ભાઈ) કહે ક્યા બાત કરતે હો ? ‘ગુરુદેવ’ હમેંશા કહતે હૈં કિ આત્મા શુદ્ધ હૈ. ક્યા બાત કરતે હો ? આત્મા શુદ્ધ નહિ હૈ ક્યા ? તો કહે, ન આત્મા શુદ્ધ હૈ, ન આત્મા અશુદ્ધ હૈ. Page #400 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૪ ૩૮૧ સોગાનીજીએ જવાબ આપ્યો કે આત્મા શુદ્ધ પણ નથી અને આત્મા અશુદ્ધ પણ નથી. કેમ ? શુદ્ધતા-અશુદ્ધતા તો પર્યાયનો ધર્મ છે અને તમે તો મને આત્માના મૂળ સ્વરૂપનો પ્રશ્ન પુછો છો. એમના થોડા પરિચય ઉપરથી ખ્યાલ તો આવી ગયો હતો કે આ એક બંધારણના અભ્યાસી માણસ છે. દ્રવ્ય, ગુણ, પર્યાયના વિષય ઉપર વિચાર કરે છે. એણે મૂળ સ્વરૂપના પ્રશ્નમાં સીધો શુદ્ધતાનો પ્રશ્ન ઉઠાવ્યો. પાછળ ગમે તેને પૂછયું હોય. પણ આમને તો એવું વસ્તુનું સ્વરૂપ જોયું એવું કહ્યું. એમણે કેમ એવો જવાબ દીધો ? કે પોતાને એવું વસ્તુનું સ્વરૂપ દેખાય છે કે એ શુદ્ધ પણ નથી અને અશુદ્ધ પણ નથી. જૈસા હૈ વૈસા હૈ. આત્મા ન તો શુદ્ધ હૈ, ન તો આત્મા અશુદ્ધ હૈ. આત્મા જૈસા હૈ વૈસા હૈ. હવે પેલાનો પ્રશ્ન પછી આવે જ નહિ. કેવી રીતે આવે ? પછી તો પ્રશ્ન જ લાગુ નથી પડતો. પછી એમણે ચોખવટ કરી કે બરાબર છે. હવે આમાં તો કાંઈ પહોંચાય એવું છે નહિ. તો કહે આત્મા સ્વરૂપે શુદ્ધ છે એમાં રાગાદિ નથી, એ અપેક્ષાએ ગુરુદેવ’ શુદ્ધ કહે છે તો એ અપેક્ષા તો માન્ય હોવી જોઈએ. તો કહે, ઠીક છે. હવે તમારે કહેવું છે શું ? તો કહે, રાગ કેમ નીકળ્યો ? આત્મામાંથી કેમ નીકળ્યો ? તો કહે એ તો વ્યક્તિરૂપ વાત છે અને આ શક્તિરૂપ આત્મા છે. શક્તિ ને વ્યક્તિની મેળવણી ન હોય. શક્તિ તે શક્તિનું સ્વરૂપ છે અને વ્યક્તિ તે વ્યક્તિનું સ્વરૂપ છે. ન હવે બંધારણનું એ ગમે એટલું શાસ્ત્ર વાંચીને વિદ્વાન પૂછે, પણ જ્ઞાની જે બંધારણને સમજે છે એ પુસ્તક વાંચીને કોઈ સમજતું નથી. એ બંધારણનો વિષય ઘણો સૂક્ષ્મ છે. જેટલો પુસ્તકથી સ્પષ્ટ કોઈ સમજી લ્ય, ધારી લ્ય એટલો બંધારણનો વિષય સ્થૂળ નથી, એથી પણ સૂક્ષ્મ છે અને એ જ્ઞાનીના જ્ઞાનનો વિષય છે. એટલે જ્ઞાનીને કાંઈ મૂંઝવણનો સવાલ નથી, કાંઈ ભૂલનો સવાલ નથી. કેમકે એને તો પદાર્થ દર્શન છે. , એ તો અન્યમતિમાં બહુ સમર્થ વિદ્વાનો થાય છે અને જૈન જ્ઞાની હોય, આત્મજ્ઞાની એ બહુ ઓછા અલ્પ સંયોપશમવાળા પણ ઘણા હોય છે. છતાં પણ એને પદાર્થ દર્શન છે એટલે સામે ક્યાં ભૂલે છે એ વાત એને બરાબર સમજાય છે. ભલે સમજાવી ન શકે, કહી ન શકે બીજી વાત છે પણ જ્ઞાનમાં બરાબર વાત આવે. એમાં ફેર ન પડે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ રાજહૃદય ભાગ-૫ એટલે આપણે તો અહીંયાં વાત ચાલી, અનુભવ કરીને લખશો એમ કહ્યું છે. આ વિષય તમે કોઈ વાત તમારી ધારણામાં હોય તો જવાબ આપી દેશો નહિ. ધારણા પ્રમાણે જવાબ નહિ આપી દેતા. કાંઈક સમ્યકત્વનો પ્રયાસ કરીને, એ પ્રયાસમાં આવીને વાત કાંઈ જો ભાસતી હોય, ભાસ્યમાન થતી હોય કે આમ સમકિત થયું ગણાય, આ વખતે સમકિત થયું ગણાય, આ કારણે સમકિત થયું ગણાય. એવું જો કોઈ તમારા જ્ઞાનમાં ભાસતું હોય તો એ રીતે ઉત્તર લખજો. એમ કહેવું છે. મુમુક્ષુ :- સામાને તૈયાર કરવાની પદ્ધતિ બહુ પૂજ્ય ભાઈશ્રી :- ગજબની પદ્ધતિ છે. મુમુક્ષુ :- એને સ્વતંત્ર વિચાર કરતા શિખડાવી દે. પૂજ્ય ભાઈશ્રી - બહુ સારી પદ્ધતિ લીધી છે. મુમુક્ષ :- વાંચેલું અને સમજેલું નહિ અને ધારણા કરેલું પણ નહિ. પૂજ્ય ભાઈશ્રી :- નહિ. અનુભવ કરીને લખજો. એટલે અનુભવનો પ્રયત્ન કરીને લખજો. ત્યારે તમને ભાસ્યમાન થશે કે સમ્યકત્વ ક્યારે થયું ગણાય ? કેમકે પ્રશ્ન સમ્યકત્વનું સ્વરૂપ શું એમ નથી. પ્રશ્નમાં બહુ માર્મિક વાત છે. એ સમ્યકત્વ ક્યારે થયું ગણાય ? એમ કહે છે. થઈ ગયું તો એને આમ સમકિત છે એમ પરિભાષા નહિ કરવી. કોઈ મિથ્યાદૃષ્ટિ સમ્યફષ્ટિ થયો તો એ ક્યારે થયો ? અનુભવ કરીને લખશો. એ દિશામાં તમે પ્રયત્ન કરીને, એ દિશામાં તમે પ્રયોગ કરીને તમને સમજાય એ જણાવજો, એમ કહે છે. આવો કોઈ પ્રયોગ કરે ત્યારે એને એ પ્રયોગમાં આગળ વધતા આમ થાય, ત્યારે એને સમ્યફ થયું ગણાય. વિષય લેવો છે, એમને નિર્ણયનો વિષય આગળ જતા લેવો છે. સુધારસ કરીને એક વાત લેવી છે તો એ વિષય ઉપર એ લઈ જાય છે. નિર્ણય કરવા ઉપર લઈ જાય છે. સ્વરૂપના નિર્ણય કરવા ઉપર લઈ જાય છે. જ્યારે સ્વરૂપનો નિર્ણય થાય છે ત્યારે નિર્વિકલ્પ તત્ત્વનો જ્ઞાનમાં નિર્ણય થાય છે. કેમકે સામર્થ્ય છે એમાં તો વિકલ્પ નથી. વિકલ્પ-નિર્વિકલ્પ અવસ્થા ધર્મ છે. પણ જેવું નિર્વિકલ્પ પરિણમન છે એવું નિર્વિકલ્પ તત્ત્વ ત્યાં લક્ષમાં, અવલંબનમાં છે. એ અવલંબનભૂત તત્વનો જે નિર્ણય છે એ નિર્ણય થાય છે ત્યારે એનો રસ ચડે છે અને ત્યારે મહિમાને લઈને એનો જે રસ ચડે છે એ રસના એક તબક્કે સમ્યકત્વની Page #402 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩પ૪ ૩૮૯ સ્પર્શના થાય છે. એ વખતે જ્યારે પરિણામ પણ નિર્વિકલ્પ હોય છે. નિર્વિકલ્પ સ્વરૂપનો સૂક્ષ્મ વિકલ્પ, હું નિર્વિકલ્પ છું એવો સૂક્ષ્મ વિકલ્પ પણ અસ્ત થઈ જાય છે. ત્યારે એને સમ્યકત્વની સ્પર્શના થાય છે. એ ક્યારે થઈ ગણાય ? ક્યારે એટલે કેમ કરતા થઈ ? એ કેમ કરતા થઈ એ ધારણાનો વિષય નથી. એ બાજુના પ્રયોગમાં જઈને તમે વાત કરો કે આ કેવી રીતે થાય ? એ Line પકડાવે છે હવે. સમ્યગ્દર્શનની Line હાથમાં લ્ય છે. સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું...... હવે જુઓ બીજી વાત કરે છે. એક સાથે બીજી વાત કરે છે. ચાર લીટીમાં તો એમણે અસ્તિ-નાસ્તિથી બને પડખા પર લાઈનદોરી આપી દીધી છે. જે મમત્વ–મારાપણું, પોતાપણું તમારા ઉપાધિના પ્રસંગોમાં થઈ રહ્યું છે એ પક્કડ ઢીલી કરી નાખો. એ પક્કડ એકદમ ઢીલી થઈ જવી જોઈએ. એના ઉપર જરાપણ પોતાપણાની પક્કડ છે એ નુકસાનકારક છે. જેટલી છે એટલી નુકસાનકારક છે એમ સમજીને એ જેમ થતું હોય તેમ થવા દેવું. કેમ ? કે અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં પોતાપણું જીવ રાખે અને આત્મામાં પણ પોતાપણું થાય, એકસાથે બે વાત નથી બનવાની. આ બાજુથી અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાંથી પોતાપણું મટે તે જ કાળે આત્મામાં આત્માપણું થાય. તો ક્યારે સમ્યકત્વની સ્પર્શના થઈ ગણાય ? કે અહીંથી પોતાપણું મટે ત્યારે અહીંયાં પોતાપણું થાય. આત્મામાં પણ પોતાપણું રહે અને રાગ અને સંયોગમાં પણ પોતાપણું રહે, ઉપાધિ અને ઉપાધિભાવમાં પણ પોતાપણું રહે એમ બન્ને વાતમાં એકસાથે પોતાપણું રહેતું નથી. અસ્તિત્વ એક જ જગ્યાએ પકડાય છે. કાં તો જીવ સ્વરૂપઅસ્તિત્વ ગ્રહણ કરે, કાં તો વિભાવ અને પરનું અસ્તિત્વ સ્વપણે ગ્રહણ કરી લે. એ તો અનાદિથી કરેલું જ છે. વાત એમણે સાથે સાથે લઈ લીધી. કે “સંસારની ઉપાધિન જેમ થતું હોય તેમ થવા દેવું,' ઉલાળિયો કર્યો. જેમ થતું હોય તેમ થવા દો એકવાર. સાવધાની છોડી દો. કર્તવ્ય એ જ છે,... આ જ કરવા જેવું છે. અભિપ્રાય એ જ રહ્યા કરે છે. એવા અભિપ્રાયથી પક્કડ છોડી દો કે મારું નથી. અભિપ્રાય ઘડો, નિર્ણય ઘડો. એનો નિર્ણય કરી પાકો. મારું નથી. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે. અને ધીરજથી એટલે નીરસ પરિણામે ઉદયને વેદી લેવો, Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ રજહૃદય ભાગ-૫ ભોગવી લેવો, પણ એમાં તીવ્ર રસ નહિ થવો જોઈએ. એમ અસ્તિ-નાસ્તિથી બને બાજુથી ઘડતર કરે છે. આ સવા લીટી છે અને આ દોઢ લીટી છે. પણ અસ્તિનાસ્તિથી બન્ને બાજુથી ઘડતર જેમ કોઈ ઘડે એવી “સોભાગભાઈની સાથેની પરિસ્થિતિ એમણે પત્રમાં લીધી. ઉપરથી પત્ર સાદો દેખાય છે પણ એટલો સાદો નથી. પત્રમાં ઊંડાણ ઘણું છે. ૩૫૪ પત્ર પૂરો થયો. પત્રક - ૩૫૫ મુંબઈ, ચૈત્ર વદ ૧, બુધ, ૧૯૪૮ સમ્યકત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. લખેલો ઉત્તર સત્ય છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન. સ્વરૂપસ્થ યથાયોગ્ય. ૩૫૫ મો (પત્ર) પણ “સોભાગ્યભાઈ ઉપર છે. “સમ્યકત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો.’ હવે કાંઈક જવાબ તો આપ્યો છે એમણે. આ બધા જવાબ વાંચવા જેવા છે. તે દિવસે તૈયારી કરીને નહિ ગયેલા કે ક્યા પત્રમાં ઉત્તર વાંચવા જેવો છે. ક્યાં પત્રનો ઉત્તર વાંચવા જેવો છે? તો તારીખ મેળવીને વાંચી શકાય. એટલી તૈયારી કરીને ગયા હોય તો બીજા પત્રો વાંચવાનો સમય ન રહે. મુદ્દાના પત્રો શોધી અને એના ઉપર સ્વાધ્યાય થઈ શકે, અભ્યાસ થઈ શકે. ઉત્તર તો આપ્યો છે. સમ્યક્ત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો. એટલે લખ્યું છે એમાં સંતોષ નથી. લખેલો ઉત્તર સત્ય છે પણ હજી વિશેષ માંગે છે. એટલે Page #404 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૫ ૩૮૫ તીવ્ર વિપર્યાસ નથી જોયો એમણે. ચોખ્ખી ભૂલ નથી જોઈ, ઊંધું લખ્યું છે એવું નથી જોયું પણ જે લખ્યું છે એ પોતાને અધૂરું લાગે છે, એટલે વિશેષપણે લખશો. તમારી વાત ઠીક છે. સત્ય છે એટલે ઠીક છે. એમની તો ઊભા રાખવાની પદ્ધતિ એટલી બધી છે કે એક વાર ખોટું હોય તો ખોટું ન કહે પણ સાચું આમ છે એટલું જ કહે. તમારી વાતમાં ભૂલ છે એમ ન કહે પણ મૂળ વાત આમ છે. તમારે ભૂલ સુધારવી હોય તો સુધારી લ્યો. એવી એક એમની ભાષાની મૃદુતા હતી. મુમુક્ષુ :- લૌકિકમાં આ શીખવા જેવી વાત છે. દ્વેષ ઘટી જાય. પૂજ્ય ભાઈશ્રી :- હા છે. હા, ઘણો ફેર પડે, ઘણો ફેર પડે. ખરી વાત છે. લખેલો ઉત્તર સત્ય છે. પ્રતિબંધપણું દુઃખદાયક છે... જેટલો જીવ અન્ય દ્રવ્ય અને અન્ય ભાવ સાથે તીવ્રતાથી પ્રતિબંધ પામે છે એટલે જોડાય છે એટલું દુઃખ છે. એના પ્રમાણમાં દુઃખ છે. જેટલો તીવ્ર રસે કરીને જોડાય એટલી આકુળતા તીવ્ર થઈ જ જાય. એ દુઃખદાયક છે એ જ વિજ્ઞાપન.' છે. એ રીતે જે પત્રનો ઉત્તર આપ્યો છે એનો સંક્ષેપમાં ઉત્તર આપ્યો છે અને એમાં વધારે ઉત્તર માંગ્યો છે. મુમુક્ષુ - અહીં બંધ શબ્દની સાથે પ્રતિ લગાવવાનું શું કારણ ? બંધપણું દુઃખદાયક છે એ . પૂજ્ય ભાઈશ્રી :- પ્રતિબંધ એટલે જીવ સારી રીતે બંધાય છે. મિથ્યાત્વ અવસ્થામાં તન્મય થઈને એકમેકપણે તન્મય થાય છે. એમાં તીવ્ર-મંદપણું છે પણ મિથ્યાત્વ અવસ્થામાં જે એકમેક તન્મયપણું એકત્વ થઈ જાય છે એ દુઃખદાયક છે. સારી રીતે બંધાવું એને પ્રતિબંધ કહે છે. મુમુક્ષુ :- સ્વરૂપસ્થ યથાયોગ્ય. પૂજ્ય ભાઈશ્રી :- “સ્વરૂપસ્થ યથાયોગ્ય.” લિ. નામ નથી લખતા હવે. સ્વરૂપસ્થપોતાની દશા મૂકે છે. સ્વરૂપસ્થ રહેલા એવા મારા તમને યથાયોગ્ય. મુમુક્ષુ :- આવું તો એ “સોભાગભાઈના પત્રમાં લખતા હતા. બીજા કોઈના પત્રમાં નથી લખ્યા. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ચજëય ભાગ-૫ પત્રક - ૩પ૬ મુંબઈ, ચૈત્ર વદિ ૧, બુધ, ૧૯૪૮ આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે, જે પ્રતિબંધને લીધે છે. હાલ તો કંઈ ઈચ્છિત કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ , િપ્રવર્તમાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. સમસ્થિતભાવ. . ૩૫૬ “અંબાલાલભાઈ” ઉપરનો પત્ર છે. “આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા. કરે છે. બન્ને સાથે સાથે છે. આત્મસમાધિપૂર્વક યોગ એટલે જોડાણ અને ઉપાધિ. આંશિક યોગ અને આંશિક ઉપાધિ રહ્યા કરે છે. જે પ્રતિબંધને લીધે.’ એટલા બંધનને લીધે “હાલ તો કાંઈ ઇચ્છિત કરી શકાતું નથી.” જેવી અમારી આગળ વધવાની ઇચ્છા છે એવું કાંઈ કરી શકાતું નથી. બહારમાં પણ ઇચ્છા પ્રમાણે કાર્યો કરી શકતા નથી. અંદરમાં પણ અમારી ઇચ્છા આ રીતે રોકાવાની છે નહિ અને રોકાવું પડે છે. “આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તમાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો. એટલે કે શરીરની માવજત પણ છોડી દીધી હતી. શરીર સંસ્કાર નથી કરતા ને. મુનિ છે એ તો સ્નાન કરતા નથી, શૃંગાર કરતા નથી. જુઓ ! મુનિદશામાં શૃંગારનો ત્યાગ છે. કેશ નખ કે અંગે શૃંગાર નહિ.” “અપૂર્વ અવસરમાં ગાયું ને ! કોઈપણ શરીરના અવયવ ઉપર શૃંગાર ન હોય. મુનિદશાથી જ નથી. હોતો. અરિહંત દશામાં તો પ્રશ્ન જ નથી, પણ મુનિદશાથી શૃંગારનો ત્યાગ છે. મુનિદશાનો એ મૂળભૂત ધર્મ છે. કેમકે મુનિ તો શરીરના ભાનનો પણ ત્યાગ કરે છે. પોતે દેહના સંયોગમાં છે કે નહિ એ ભૂલી જાય છે. એવી આત્માકાર દશાએ. વતે છે કે પોતાના શરીરની હયાતીને ભૂલી જાય છે. ઠંડી, ગરમી એની અસર, કેમ નથી ? પદ્મપ્રભમલ્લધારીદેવ લખે છે કે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેનો પરિગ્રહ છે. જ્યારે જ્યારે અધિકાર પૂરો કરે છે ત્યારે આટલી વાત લખે છે. વચ્ચે Page #406 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૫૬ ૩૮૭ પણ એક-બે જગ્યાએ એક-બે શ્લોકની અંદર લખ્યું છે. પાંચ ઇન્દ્રિયોવાળું શરીર છે પણ એ ખોખું ખાલી ખોખું છે. અમારા ઉપયોગનો ફેલાવો નથી એની અંદર. મિથ્યાસૃષ્ટિના પરિણામ તો ત્યાં ધામા નાખીને પડ્યા છે, ચોંટીને પડ્યા છે. મુનિરાજ કહે છે કે અમારો ફેલાવો નથી. ઉપયોગનો ફેલાવો નથી. શરીર તો ઉપયોગ વગરનું ખાલી ખોખું છે. એટલે અમને ભાન નથી કે ઠંડી કેટલી પડે છે ? ગ૨મી કેટલી પડે છે ? ઠંડી આત્માને લાગે છે કે નથી લાગતી ? કાંઈ ભાન નથી. ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો.' એ આવા જ હેતુએ કર્યો હતો કે જેથી એમને ક્યાંય પણ કોઈપણ ઉપાધિવાળા સંયોગની અંદર જોડાવાનો પ્રશ્ન રહે નહિ. આ સર્વસંગપરિત્યાગની મુનિદશાની જે એમની ભાવના છે (એ વ્યક્ત થાય છે). ૨૪મા વર્ષે સમ્યક્ થયું છે અને ત્યારથી મુનિદશાની ભાવના ઘણી જોર પકડે છે. એ સંકેત એમના કેટલાય પત્રોથી ઘણેથી નીકળે છે. અહીં સુધી રાખીએ. ✓ અનંત શાંતિ, જ્ઞાન, વીર્યાદિ સ્વસ્વરૂપને અવલોકી, નિજ ધ્રુવપદની ધૂન, એક લયે, હે જીવ ! આરાધ, પ્રભાવનાએ આરાધ ! અપ્રમત્તપણે સ્વયં સિદ્ધપદ મસ્તકે રહો !! નિરંતર રહો !! (અનુભવ સંજીવની–૬ ૨૮) Page #407 -------------------------------------------------------------------------- ________________ પત્રક - ૩પ૭. મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, તમારાં વિગતવાળાં એક પછી એક એમ ઘણાં પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત્ત શીતળ એવી જ્ઞાનવાર્તા પણ આવ્યા કરે છે. છે પણ ખેદ થાય છે કે, તે વિષે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રચિના કારણ કે રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સક્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવા દાનાદિ પ્રત્યે રહી છે. : આત્મા તો કૃતાર્થ સમજાય છે. તા. ૧-૧૨-૧૯૮૯, પ્રવચન નં. ૧૦૧ પત્રક – ૩૫૭ અને ૩૫૮ byyyyyyyyad પાનું ૩૨૫. બીજા પેરેગ્રાફથી ચાલે છે. “સોભાગભાઈ ઉપરનો પત્ર છે. “સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી.” અભિપ્રાય તો સાંસારિક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવાનો છે પણ પૂર્વકર્મને અનુસરવા સિવાય બીજો ઉપાય પોતે જોતા નથી. ‘ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા Page #408 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩પ૭ ૩૮૯ કરે છે. એટલે “સોભાગ્યભાઈના સમાગમમાં, સત્સંગમાં રહેવાનો (ભાવ રહે છે). જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિના કારણ રહ્યા નથી. આ સ્પષ્ટ વાત લખે છે. આગળ લખી ગયા છે કે ધંધો, વેપાર, કુટુંબ, પરિવાર, શરીર સુદ્ધાં, પોતાના શરીરની સાવધાની સુદ્ધાં પણ એ રુચિ નથી એટલે સાવધાની નથી. રુચિ હોય ત્યાં સાવધાની અને જાગૃતિ આવ્યા વિના રહેતી નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવા સહૃાાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્તકારણ એવા દાનાદિ પ્રત્યે રહી છે. એમાં એક બીજો શબ્દ વાપર્યો છે–પરેચ્છા'. ફરીથી. શું કહે છે ? કે જગતમાં તો કોઈ પદાર્થ પ્રત્યે અમને રુચિ રહી નથી. ૨૫ વર્ષની યુવાન અવસ્થામાં આ પત્ર લખેલો છે. લગભગ ચૈત્ર મહિનાનો પત્ર છે ને ? દોઢેક વર્ષ પહેલાં એમને આત્મજ્ઞાન થયું છે. આત્મજ્ઞાન થયું છે એટલે સર્વસ્વપણે પોતાના આત્માની ઉપાસના કરીને રાગ-દ્વેષ રહિત પરિપૂર્ણ વિતરાગ દાને પ્રાપ્ત કરવાનું ધ્યેય છે. એ બાજુ તીવ્ર રસથી અને તીવ્ર વેગથી પરિણામ કામ કરતા થયા છે. એ પરિસ્થિતિમાં લખે છે કે જગતમાં બીજા પદાર્થો તો અમને કઈ રુચિના કારણ રહ્યા નથી. બીજા કોઈ પદાર્થો અમને રુચિના કારણ નથી. બહારના કોઈ પદાર્થોને વિષે થોડો પણ ઉપયોગ દેવા જેવું લાગે છે તો એ એટલું જ છે કે કોઈ સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે અમારું લક્ષ જાય છે. પરમસત્યને ધ્યેય બનાવીને એના ધ્યાનમાં રહેનારા એવા સંત પ્રત્યે અમારી રુચિ છે, એમના પ્રત્યે અમારો અનુરાગ છે. જેમાં વીતરાગ તત્ત્વ એવો આત્મા, આત્મા એટલે વીતરાગતત્ત્વ, જ્ઞાનતત્ત્વ એવો જે આત્મા એ જેમાં વર્ણવ્યો છે એવા સત્શાસ્ત્રો પ્રત્યે. એનું વર્ણન છે, આત્માના મૂળ તત્ત્વનું, મૂળ સ્વરૂપનું જેમાં વર્ણન છે એવા સત્શાસ્ત્રો પ્રત્યે અનુરાગ છે અને દાનાદિ પ્રત્યે જે કાંઈ અમારું વલણ છે એ પરમાર્થમાં નિમિત્તકારણ હોય એવા દાન પ્રત્યે. એમાં બે વાત કરી છે. મુમુક્ષુ :- હિન્દીમાં લ્યો ને ! પૂજ્ય ભાઈશ્રી :- હિન્દી પુસ્તક છે ? મારે જરાક અનુવાદ કરતા જવો પડશે. જો કુછ ઐચિ રહી હૈ વહ માત્ર એક સત્ય કા ધ્યાન કરનેવાલે સંત મેં, જિસમેં Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ રાજહૃદય ભાગ-૫ આત્મા કા વર્ણન હૈ ઐસે સશાસ્ત્ર મેં ઔર પરેચ્છા સે પરમાર્થ કે નિમિત્તકારણ ઐસે દાન આદિ મેં રહી હૈ. હમારી રુચિ બાહર મેં ઐસે તીન નિમિત્ત કે અલાવા કિસી ઔર કે પ્રતિ નહીં હૈ. સંત હૈં વે તો પ્રત્યક્ષ સમાગમ કરને યોગ્ય હૈ. સત્શાસ્ત્ર ભી સમ્યક પ્રકાર સે અધ્યયન કરને યોગ્ય હૈ. ઔર દાન મેં ઐસે દાન કરને મેં રુચિ રહી હૈ કે જો પરમાર્થકે નિમિત્ત કારણ હો એસે દાન મેં. ઇધર ઉધર કોઈ દાન કરને કી રુચિ નહીં હૈ. દાન કરનેવાલે કો દાન કરને મેં વિવેક હોના ચાહિયે. વરના. ઉસ દાનકા, દાન સે પ્રાપ્ત જો સંપત્તિ હૈ, ઉસકા દુરુપયોગ ભી હો સકતા હૈ. ઔર કે દુરુપયોગ ઐસા તો કહીં નહીં હોના ચાહિયે કે જેસે અજ્ઞાન ઔર મિથ્યાત્વ કી પુષ્ટી હો. મિથ્યાત્વ ઔર અજ્ઞાન કો પોષણ મિલે ઐસે નિમિત્તોં મેં તો દાન નહી દેના ચાહિયે. મુમુક્ષુ :- આ ગૌશાળા, પાંજરાપોલ... પૂજ્ય ભાઈશ્રી :- વહ પરમાર્થ કે નિમિત્તભૂત નહીં હૈ, યે લૌકિક કાર્ય હૈ. હોસ્પિટલ હૈ, ગૌશાલા હૈ, પાંજરાપોળ હૈ. પરમાર્થ કે નિમિત્તકારણ હું એસી જગહ પે દાન દેને મેં હમારી રુચિ હૈ ઔર વહ ભી પરેચ્છાસે, દૂસરોં કી ઇચ્છા સે, પર માને દૂસરા. હમકો એસી કોઈ ઇચ્છા નહીં હૈ. ઇસલિયે કી વહ ખુદ હી તો સર્વસંગપરિત્યાગ કરને કે અભિપ્રાયમેં આ ગયે હૈં. તે તો ખુદ હી મુનિદીક્ષા લેને કે અભિપ્રાયમેં આ ગયે હૈં. તો જહાં તક વ્યવહાર મેં ખડે હૈં, વ્યવસાય મેં ખડે હૈ ઔર પૈસાકા, કમાઈકે સાધનમેં વ્યાપાર આદિમેં લગે હુએ હૈ, વહાં તક કોઈ દાન કા વિકલ્પ હૈ, વહ ભી કોઈ કહતે હૈં કિ, વહાં ઇધર દાન દેને યોગ્ય હૈ. ઐસા કોઈ બતાતે હૈ. તો હમ યે દેખ લેતે હૈ કિ કોઈ પરમાર્થ કે નિમિત્ત કારણ હૈ કે નહીં હૈ ? જેસે સતુશાસ્ત્ર કા પ્રકાશન હોતા હૈ તો ઉસમેં પરમાર્થકા નિમિત્ત હૈ. વૈસે જિનમંદિર હોતા હૈ તો ઉસમેં ભી પારમાર્થિક નિમિત્ત હૈ ઔર ઐસે કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર, સત્પષકે સંબંધમેં કિસી ભી પ્રકારના કોઈ ભી પ્રસંગ હો, ઉત્સવ હો, મહોત્સવ હો તો ઉસમેં પરેચ્છા કે અનુસાર દાન દેતે હૈં સ્વ ઇચ્છા ઔર પરેચ્છામાં ક્યા ફર્ક પડતા હૈ, ઇસકા યદિ વિચાર કિયા જાય તો ઉસમેં યહી બાત રહતી હૈ કિ જિસકો દાન દેનેકા અભિપ્રાય હો જાતા હૈ, ઉસકો Page #410 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક૩૫૭ ૩૯૧ તો સાથ હી ઉસ દાન કે લિયે પૈસે જ્યાદા સે જ્યાદા કૈસે પ્રાપ્ત કરે ઐસા અભિપ્રાય સ્વયં હો જાતા હૈ. મુમુક્ષુ :- કમાને કા અભિપ્રાય હો જાતા હૈ. પૂજ્ય ભાઈશ્રી :– કમાને કા અભિપ્રાય હો જાતા હૈ. જ્યાદા કમાયેં ઔર જ્યાદા ખર્ચ કરે. જ્યાદા કમાયેં ઔર જ્યાદા ખર્ચ કરે યે દો બાત સાથ મેં રહેગી. કમાયા નહીં ઔર ખર્ચ કરે યે બાત તો કૈસે સાથમેં રહેગી ? વહ તો સાથમેં રહ હી નહીં સકતી. છોટી-સી બાતમેં ખુદકા કિતના સૂક્ષ્મ વિવેક હૈ ! ઉસમેં દાનાદિ મેં રુચિ હૈ વહ તો પરેચ્છા સે પરમાર્થ કે જો નિમિત્તકારણ હૈં ઐસે સ્થાનમેં હી દાન દેને કી રુચિ રહી હૈ. હમારા આત્મા તો કૃતાર્થ પ્રતીત હોતા હૈ,’ આત્મા તો હમારા જો હૈ વહ બિલકુલ કૃતાર્થ હૈ. કૃતાર્થ માને કુછ કરનેકા જિસમેં બાકી નહીં, શેષ નહીં, કુછ કરનેકા અવશેષ નહીં. કૃત્ય કૃત્ય હૈ હમારા આત્મા. પરિપૂર્ણ શુદ્ધ કૃત્ય કૃત્ય હૈ. આત્માનેં કુછ કરનેકા, મેરે સ્વરૂપમેં તો કુછ કરનેકા સવાલ હી નહીં હોતા હૈ. વર્તમાન મેં હી કૃત્ય કૃત્ય હૂં. યે જો અભિપ્રાય દ્રવ્યદૃષ્ટિ પ્રકાશમેં પત્રમેં બાર બાર આતા હૈ કિ વર્તમાન મેં હી મૈં કૃત્ય કૃત્ય હૂઁ. ઐસી હમારે આત્માકે વિષયમેં તો યહી હાલત હૈ. પરિણામ કે વિષયમેં દો પ્રકારકે પરિણામ હોતે હૈં. એક તો ઐસે આત્મા કે સાથ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રકે પરિણામ હૈં. દૂસરે–કુછ બાહ્ય વૃત્તિ હૈ તો કહીં ભી હમારી રુચિ નહીં લગતી. સિવા યે તીન બાત કહી કિ અગર કોઈ હમે સંત મિલ જાયે, જ્ઞાનીપુરુષ કોઈ મિલ જાયે, કોઈ મુનિરાજ આચાર્ય મિલ જાયે તો વહાં હમારી રુચિ હૈ. યા તો સત્શાસ્ત્રમેં હૈ યા તો પરેચ્છા સે કોઈ દાન કરને મેં હૈ. યે એક પરમશ્રુત પ્રભાવક મંડલ' નામકી સંસ્થા ઉન્હોંને અપની ઉપસ્થિતિમેં શુરૂ કી થી. આજ ભી બમ્બઈમેં, ઝવેરી બજારમેં જહાં તે વ્યાપાર કરતે થે વહીં ઉનકા કાર્યાલય આજ ભી હૈ. પરમશ્રુત પ્રભાવક મંડલ'. ઇસ સંસ્થામેં સશ્રુતકા પ્રકાશન-સશાસ્ત્રોંકા પ્રકાશન કરને કી એકમાત્ર પ્રવૃત્તિ થી. જો આજ ભી કુછ અંશમેં ચાલુ હૈ. તો ઐસી જગહ ૫૨ દાન દેનેકા ભી ભાવ આતા હૈ. ઉસકી ભી એક મર્યાદા ઇસ પ્રકાર કી હૈ. મુમુક્ષુ :– ૫૨માર્થ નિમિત્તભૂત ન હોવે સભા... પૂજ્ય ભાઈશ્રી :- હાં. સભી અપાત્ર દાન કા નિષેધ કર દિયા હૈ. અપાત્ર કો Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ રાજહૃદય ભાગ-૫ દાન તેને સે ઇસ દાનકા જો ઉપયોગ હોતા હૈ, વહ સદ્ઉપયોગ હોને કે બજાય દુરુપયોગ હો જાતા હૈ. P પ્રશ્ન :- ઇસમેં શ્રદ્ધા કા દોષ હો જાતા હૈ ? સમાધાન :- હાં. શ્રદ્ધાકા દોષ ભી ઇસમેં આતા હૈ. ક્યોંકિ ઉસકી શ્રદ્ધા હૈ વહ ખુદ હી સમર્પણ કરને મેં સહાયક હોતી હૈ. ઔર દાન ભી એક પ્રકારકા સમર્પણ હૈ તો જહાં જો જીવ દાન દેતા હૈ વહાં ઉસકા સમર્પણ હૈ, વહાં ઉસકી શ્રદ્ધા હૈ વહીં દાન દેતા હૈ. દાન દેતા હૈ જો કોઈ આદમી તો ઐસા સોચતા હૈ કી ઇધર દાન દેને યોગ્ય હૈ, યે કાર્ય કરને યોગ્ય હૈ. ઇસકા ઐસા અભિપ્રાય ઔર શ્રદ્ધા દોનોં રહતે હૈં. તભી તો સમર્પણ કરતા હૈ. ઇસલિયે ઉસકે સાથ શ્રદ્ધાકા સંબંધ રહતા હૈ. દાન દેનેવાલે કો કુછ જાંચ કરકે, કુછ સોચસમજ કરકે દાન દેના ચાહિયે, બસ, દે દો, કહીં ભી દે દો એસા નહીં હોના ચાહિયે. મુમુક્ષુ :– જિનવાણી મેં યે સબ પૂજ્ય ભાઈશ્રી :- જિનાગમમેં હૈ હી નહીં. ચાર સંગકે અલાવા, યે પાંજરાપોળ સબ નિકલ ગયા, ઇસમેં હોસ્પિટલ આદિ સબ નિકલ ગયા, અન્યમત મેં સભી સ્થાન ઇસમેં સે તો નિકલ ગયે. કોઈ બાકી નહીં રહ્યા. દાન ચાર પ્રકારકા ઔર ચા૨ સંઘકો દીજિયે, બસ. ઇસકે અલાવા કોઈ દાનકા ક્ષેત્ર નહીં રહા ઔર સંગમેં ભી યે દેખના હૈ કોન ઉચિત હૈ ? દાન કે લેને કે કૌન ઉચિત હૈ વહ દેખના હૈ. વૈસે કોઈ યહ ભી સોચેંગે કે યે પાંજરાપોળ આદિ કી યહાઁ બાત નહીં ચલતી હૈ તો ઇસમેં કહને કા યે અભિપ્રાય નહીં હૈ કિ કોઈ અનુકંપાકા ત્યાગ હૈ. ઐસી કોઈ બાત ઇસમેં નહીં લેની હૈ. યહ સ્પષ્ટીકરણ હોના આવશ્યક હૈ કી ધર્મક ક્ષેત્રમેં આનેવાલે કો અનુકંપા તો અવશ્ય હોતી હી હૈ. ઔર જબ-જબ અનુકંપાકા પરિણામ ઉદયગત હોતા હૈ, તબ કૈસે ભી અનુકંપાકે પરિણામવશ કોઈ દાનાદિ કા કાર્ય હો ભી જાતા હૈ, નહીં હોતા હૈ ઐસા નહીં હૈ. ફિર ભી વિચાર ઔર અભિપ્રાયમેં બાત સાફ હૈ કિ દાન દેને કે ઉતને હી ક્ષેત્ર હૈ, મુમુક્ષુ : અનુકંપા અલગ ચીજ હૈ ઔર દાન અલગ હૈ. પૂજ્ય ભાઈશ્રી :– અલગ બાત હૈ. તો દો બાતમેં ઐસા કોઈ ગોટાલા નહીં હોના ચાહિયે કિ વાં અનુકંપાકા ત્યાગ કરનેકી કોઈ બાત હૈ. ઐસી બાત નહીં Page #412 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩પ૭. ૩૯૯ હોતી હૈ. ક્યોંકિ ધાર્મિક પરિણામમેં કોમલતા, અનુકંપા યે સહજ હોતી હૈ. ઔર કઠોરતા આદિકે પરિણામ વહાં ઐસે નહીં હોતે હૈ, યે ધાર્મિક ક્ષેત્રમેં સહજ હૈ. પ્રશ્ન :- ચાર પ્રકાર કે દાન કૌન-સે હૈ ? સમાધાન :- આહાર દાન હૈ, ઔષધ દાન હૈ, શાસ્ત્રદાન હૈ ઔર અભય દાન હૈ, અભય દાન હૈ. ભયકા નિવારણ કરે. ધર્મ ઔર ધર્માત્મા કુછ ભયમેં આવે તો ઉસકા નિવારણ કરે, ઉસકો સંરક્ષણ કરને કા ભાવ આતા હૈ ઐસા ઇસ વિષય મેં સહજ હૈ. મુમુક્ષુ - પાંજરાપોળ આદિ મેં અભયદાન નહીં આ ગયા ? પૂજ્ય ભાઈશ્રી - નહીં. ઉસકા સ્થાન તો નક્કી હો ગયા. ચાર સંઘ કો દાન દીજિયે. પાંજરાપોળ ચાર સંઘમેં આતી હૈ ક્યા ? આતી હૈ ? ચાર સંઘકો ચાર પ્રકારકા દાન દેને કા આગમમેં વિધાન હૈ, ફરમાન હૈ. ઉસીકે અનુસાર યે ક્ષેત્ર ઔર યે કાર્યકી. મર્યાદા હૈ. ૩૫૭ પત્ર પૂરા) હુઆ. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ પત્રાંક - ૩૫૮ રાજહૃદય ભાગ-૫ મુંબઈ, ચૈત્ર વદ ૫, ૨તિ, ૧૯૪૮ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ શાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે. વિચારસાગર’ અનુક્રમે પ્રારંભથી છેવટ સુધી) વિચારવાનો હાલ પરિચય રાખવાનું બને તો કરવા યોગ્ય છે. માર્ગ બે પ્રકારનો જાણીએ છીએ. એક ઉપદેશ થવા અર્જેનો માર્ગ, એક વાસ્તવ્ય માર્ગ. વિચારસાગર' ઉપદેશ થવા અર્થે વિચારવા યોગ્ય છે. જ્યારે જૈનશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે જૈની થવાને નથી. જણાવતા; વેદાંતશાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે વેદાંતી થવા નથી જણાવતા; તેમ જ અન્ય શાસ્ત્ર વાંચવા જણાવીએ ત્યારે અન્ય થવા નથી જણાવતા; માત્ર જે જણાવીએ છીએ, તે તમ સર્વને ઉપદેશ લેવા અર્થે જણાવીએ છીએ. જૈની અને વેદાંતી આદિનો ભેદ ત્યાગ કરો.. આત્મા તેવો નથી. ૩૫૮. જ્ગત કે અભિપ્રાયકી ઓર દેખકર જીવને પદાર્થંકા બોધ પાયા હૈ, જ્ઞાનીકે અભિપ્રાયકી ઓર દેખકર પાયા નહીં હૈ. જિસ જીવને જ્ઞાનીકે અભિપ્રાય સે બૌધ પાયા હૈ ઉસ જીવકો સમ્યગ્દર્શન હોતા હૈ.’ ઉસ જીવકો મોક્ષમાર્ગકી પ્રાપ્તિ હોતી હૈ, યે બાત શાસ્ત્રમેં ઢુંઢને જાતે તો મિલે નહીં ઐસી બાત હૈ. ધર્માત્માઓં Page #414 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૫૮ ૩૯૫ ને કિતની બાત અને અનુભવ સે ઐસી કી હૈ કિ શાસ્ત્રમ્ ઢુંઢને જાવે તો ઐસી બાત મિલે નહીં. ક્યોંકિ શાસ્ત્ર બહુ કમ માત્રામેં ઉપલબ્ધ હૈ ઔર જો ભી હૈ ઉસમેં ભી કહાં કોન-સી બાત પડી હૈ યે તો સબકો માલુમ ભી નહીં રહતી. જીવ ધાર્મિક ક્ષેત્રમેં પ્રવૃત્તિ કરતા હૈ તો જો કુછ ઉપદેશ ઉનકો મિલા હૈ, જો ઉપદેશ પાયા હૈ ઉસકે અનુસાર વહ કરતા હૈ. યહાં “શ્રીમદ્જીને એક બહુત સુંદર બાત કી વહ યહ હૈ કિ – કુછ ભી પ્રવૃત્તિ કરતા હો, તેરી ધાર્મિક પ્રવૃત્તિ કુછ ભી હો, જરા અંતરમેં ઝાંક કરકે દેખ લેના, તલાશ કર લેના, ચોકસી કર લેના કિ તેરી દષ્ટિ કહાં હૈ. જગત પર, સમાજ પર તેરી દૃષ્ટિ હૈ યા કોઈ જ્ઞાની કે અભિપ્રાય કે અનુસાર કોઈ કામ હો રહા હૈ? પ્રાયઃ ધર્મ કે ક્ષેત્રમૈં જો ભી પ્રવૃત્તિ કરને મેં આતી હૈ ઉસમેં જીવ કી નજર સમાજ પર હી રહતી હૈ. કરીબ કરીબ હર જગહ પર લોકસંજ્ઞાપૂર્વક હી ધાર્મિક પ્રવૃત્તિ ચલતી હૈ. તો ઇસકા નિષેધ હૈ ઔર બહુત કડા નિષેધ હૈ ઇસકા. આ ઐસા કામ કરને સે લોગમેં, સમાજમેં કૈસા એક દિખાવ હોગા ? કૈસા હમારા Impression હોગા ઔર હમારી સ્થિતિ કૈસી રહેગી ? યે જગત કો મુખ્ય કરકે, સમાજ કો મુખ્ય કરકે હી કરીબ કરીબ હર જગહ કે ધાર્મિક પ્રવૃત્તિ ચલતી હૈ ઔર લોગ કરતે હૈં માનતે હૈં કિ હમ ધર્મ કે કાર્ય કરતે હૈ વાસ્તવમેં ઐસી પ્રવૃત્તિ કરનેવાલે અપને આપકો હી નુકસાન કરતે હૈં. બહુત બડા નુકસાન કરતે હૈં. જ્ઞાની કે અભિપ્રાય કી ઓર દેખકર નહીં પાયા હૈ. ઇસમેં જ્ઞાનીકા અભિપ્રાય ક્યા હૈ ? ઐસા કભી ઉસને દેખા નહીં, ઇસ બાત કા ઉસકો વિચાર ભી નહીં ઔર જ્ઞાનીકા અભિપ્રાય કહાં-કહાં કૈસા હોતા હૈ ઉસકા પતા હી નહીં. ક્યોંકિ કભી જ્ઞાનીકો પહચાના નહીં ઔર (નાહીં) જ્ઞાનીકા પહચાન કરકે સંગ કિયા હૈ, સમાગમ કિયા હૈ. ઇસલિયે ઉસકા અભિપ્રાય કા ભી પતા નહીં. તો જબ મૂલમેં હી જ્ઞાનીકે અભિપ્રાય સે હી અનજાન હૈ, અનભિન્ન હૈ ઇસ પરિસ્થિતિમેં ક્યા હોગા ? ધાર્મિક પ્રવૃત્તિ કરનેવાલી કી પરિસ્થિતિ ક્યા હોગી ? કિ વહ અનિવાર્યરૂપ સે લોકસંજ્ઞામેં પડા હુઆ જીવ લોકસંજ્ઞાવશ હી પ્રવૃત્તિ કરેગા. હર પ્રવૃત્તિમેં ઉસકી નજર લોગોં કે પ્રતિ ચલી જાયેગી. ઐસા કરતે હૈં તો લોગોં કો ક્યા લગેગા ? હમારે વિષયમેં લોગ ક્યા અભિપ્રાય રખેંગે ? હમારે વિષયમેં ક્યા સોચેંગે ? યે બાત Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ રાજહૃદય ભાગ-૫ આયે બિના રહેગી નહીં ક્યોંકિ યે અનાદિસે લોકસંજ્ઞા પડી હૈ. " લોકસંજ્ઞાવશ જો પ્રવૃત્તિ હૈ, ધાર્મિક પ્રવૃત્તિ હૈ ઉસકા નિષેધ હૈ. ભલે હી બાહરમેં ધાર્મિક પ્રવૃત્તિ નહીં હો ઉસકા કોઈ ઈતના અફસોસ નહીં હોના ચાહિયે ઔર ઇસમેં ઈસકા ઈતના વાંધા નહીં હૈ, કિન્તુ જો ભી હોવે વહ આત્માકો લક્ષમેં રખકર, ઔર જ્ઞાનીકી આજ્ઞાકે અનુસાર હી કરે, મમક્ષ કે લિયે યહી ધાર્મિક પ્રવૃત્તિ કા એક સિદ્ધાંત હો જાના ચાહીયે. એક તો વર્તમાનમેં જ્ઞાની હી ક્વચિત્ હોતે હૈં. કોઈ એક-દો હોતે હૈ. ઇસસે જ્યાદા તો મિલના હી મુશ્કિલ હૈ. ઔર જીવ અનાદિ સે લોકસંજ્ઞામેં પડા હૈ જો કુછ ભી કરતા હૈ વહ લોગોં કી નર કા હિસાબકિતાબ લગાકે હી સબ પ્રવૃત્તિ કરતા હૈ. ઉસમેં બહુત બડા નુકસાન હોતા હૈ. ઉસકો ધર્મકી પ્રાપ્તિ હોને કી કોઈ ગુંજાઈશ નહીં, કોઈ અવકાશ નહીં. ઔર જીસ જીવને જ્ઞાની કે અભિપ્રાય સે બોધ પાયા હૈ ઉસ જીવ કો સમ્યગ્દર્શન, હોતા હૈ ઉસકો હી સમ્યગ્દર્શન હોગા. દૂસરે કો સમ્યગ્દર્શન નહીં હોગા. ફિર તો સંસાર તો ખડા હી હૈ. સમ્યગ્દર્શન તો એક ઐસી ચીજ હૈ જો અગે કે જન્મમરણ કો રોક દેતી હૈ. મુમુક્ષુ :- જ્ઞાનીકે અભિપ્રાય અનુસાર પ્રવૃત્તિ કરના પાત્રતા હૈ ? પૂજ્ય ભાઈશ્રી :- હાં, વહ તો પાત્રતા હૈ હી. જ્ઞાની કો અનુસરણ કરના વહ પાત્રતા કા એક લક્ષણ હૈ ઔર ઉસસે વિમુખ જાના, ઉપેક્ષા કરના વહ અપાત્રતા કિા લક્ષણ હૈ, યે બાત તો જરૂર હૈ, વહ તો હૈ હી. યહાં યે બાત થોડે બડે અક્ષર મેં ઇસલિયે ભી હૈ કિ યે પત્રકા Headingમથાળા લિયા હૈ. પત્ર કિસકો લિખા હૈ ? શાયદ “અંબાલાલભાઈ કો લિખા હૈ. યે ખંભાત’ કે જો મુમુક્ષુ લોગ થે વે) ઉનકે પરિચય મેં આયે. ધર્મ પ્રાપ્ત કરને ક, બોધ પ્રાપ્ત કંરને કે અભિપ્રાય સે વે પરિચય મેં આયે થે તો ઉનકો એક લાલબત્તીRed light રખ દી. આપ લોગ જો કુછ ભી કરતે હૈ ઉસમેં સમાજ કે પ્રતિ ધ્યાન કિતના જાતા હૈ ઔર જ્ઞાની કે પ્રતિ ધ્યાન ક્તિના જાતા હૈ ? થોડા મિલાન કર લેના. અનાદિ સે જો ભી કિયા વહ જગતકે અભિપ્રાય કો સામને રખકર હી કિયા Page #416 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૮ ૩૯૭ હૈ કિ જગતમેં યે બુરા લગેગા, સમાજ કો અચ્છા લગેગા યા સમાજકો અચ્છા નહીં 'લગેગા ? ક્યા લગેગા ? લોગોં કો કેસા લગેગા? યહી બાતકો સામને રખકર હી જીવને બોધ ગ્રહણ કિયા હૈ ઔર જો કુછ પ્રવૃત્તિ કી હૈ વહ ઉસી કારણ સે કી હૈ. અબ ઇસ બાત કો બિલકુલ છોડકર, એક જ્ઞાની કે અભિપ્રાય સે હી કામ કરને કા ઔર બોધ ગ્રહણ કરનેકા જિસકા અભિપ્રાય હૈ ઉસીકો હી ધર્મકી પ્રાપ્તિ હોગી, ઉસીકો હી સમ્યગ્દર્શન કી પ્રાપ્તિ હોગી, ઉસીકો હી કર્મકા નાશ હોગા, ઉસીકી હી મુક્તિ હોગી ઔર ઉસ આત્માકો હો સુખ-શાંતિ મિલેગી, દૂસરે કો સુખ-શાંતિ નહીં મિલેગી. મેં બહુત બડી સૈદ્ધાંતિક બાત કી હૈ યહાં પર. વિચારસાગર' અનુક્રમસે પ્રારંભ સે અંત તક) વિચાર કરનેકા અભ્યાસ અભી હો સકે તો કરના યોગ્ય હૈ યે “વિચારસાગર', ઉત્તર હિંદુસ્તાનમેં મહાત્મા નિશ્ચલદાસજી' કરકે કોઈ અન્યમતિ હુએ હૈ, ઈનકા લિખા હુઆ ગ્રંથ હૈ. હમને (ગ્રન્થ) દેખા હૈ. જબ દેખા થા ઉસ સમય મેં તો હમારે હાથમેં જેનદર્શન કા શાસ્ત્ર નહીં આયા થા. ઉસી સમયમેં વહ દેખા થા. ઉસ વક્ત તો યે તત્ત્વ કે વિષયમેં વિચાર કરને કી શક્તિ ભી ઇતની નહીં થી. તો ઐસે એક છાપ હુઈ થી કિ યે બહુત સૂક્ષ્મ વિષય હૈ. ફિર ભી વિચારસાગર' પઢતે (સમય) ઉતના ધ્યાન તો જરૂર ગયા થા કિ યે કોઈ ઐસી દુનિયા હૈ, નઈ દુનિયા હૈ, નયા જગત હૈ કિ જહાં ભાવોં કા આંદોલન હૈ ઔર ઉસ આંદોલનમેં બહુત સા વૈવિધ્ય હૈ, વિવિધતા હૈ ઔર બહુત-સી બાતે હૈ, યે એક કોઈ નયા જગત હૈ, નઈ દુનિયા હૈ ઔર બહુત સૂક્ષ્મ હોતા હૈ યે ભાવોં કા વિષય, તો ઉસમેં તો કાફી પરિશ્રમ કરને સે હી કુછ થોડા બહુત સમજ સકતે હૈ. ઐસા કોઈ તત્ત્વજ્ઞાન કા સૂક્ષ્મ વિષય ગ્રન્થકર્તા ને ચલાયા હૈ. યે તાત્વિક વિષય કી સૂક્ષ્મતા કે કારણ સે શાયદ યહાં પર “અંબાલાલ' વગેરે કો કહા હૈ કિ આપ પ્રારંભ સે લેકર અંત તક ઉસકા અભ્યાસ કરના. ભલે હી શાસ્ત્ર અન્યમતિ કા હૈ, ગ્રંથ અન્યમતિકા હૈ. ફિર ભી પઢને કે લિયે સૂચના કરો દી હૈ કિ આપ ઉસકો પઢો. “હમ દો પ્રકારક માર્ગ જાનતે હૈં. એક ઉપદેશપ્રાપ્તિકા માર્ગ ઔર દૂસરા વાસ્તવિક માર્ગ.” “શ્રીમદ્જીકી નજર જો હૈ યે માર્ગકે વિષયમેં બહુત સાફ હૈ. જો દૂસરા વાસ્તવિક માર્ગ હૈ વહ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ચતુર્થ ગુણસ્થાન સે લેકર આગે–આગે કે Page #417 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ રાજહૃદય ભાગ-૫ ગુણસ્થાનમેં જો પ્રવર્તિત હૈ ઐસે પરિણામોં કો આત્મા કી મુક્તિકા વાસ્તવિક માર્ગ કહતે હૈ, જિનમાર્ગ કહતે હૈ, રાજમાર્ગ કહતે હૈ. ઔર. ઇસ માર્ગકો પ્રાપ્ત કરને કે લિયે જો કુછ પૂર્વભૂમિકા હૈ ઉસકો ઉપદેશ પ્રાપ્તિ કા માર્ગ કહતે હૈ દો માર્ગ બતલાયે. માર્ગ માટે કાર્યપદ્ધતિ. માર્ગ માને વિધિ. તો યે માર્ગ કે દો વિભાગ કર દિયે. એક તો જ્ઞાનીકો માર્ગ મિલા હૈ વહ તો ચતુર્થ ગુણસ્થાન સે લેકર આગે જિતના-જતના સ્વયં પુરુષાર્થ હૈ ઉસીકે અનુસાર તે મોક્ષમાર્ગમેં વિચરતે હૈ, યે તો વાસ્તવિક માર્ગ હૈ, દૂસરા જો ઉસ માર્ગમેં નહીં આયે હૈં ઉનકે લિયે ક્યા હૈ ? કિ ઉનકે લિયે ઉસકી પ્રાપ્તિ કા જો ઉપાય, પ્રાપ્તિ કી જો વિધિ હૈ. ઉસકો ભી માર્ગ કહતે હૈ. માને મમક્ષ કી ભૂમિકામેં જીવ માર્ગ બદલતા હૈ ઔર માર્ગ બદલનેસે વહ માર્ગ કો પ્રાપ્ત કરતા હૈ. - અનાદિસે જિસ માર્ગ પર વહ ચલ રહા હૈ. ઉસી માર્ગપર વહ ચલતા રહે તો કહીં મોક્ષમાર્ગ આનેકા, મિલકા કોઈ મૌકા નહીં હૈ, કોઈ અસર નહીં હૈ. ઉસકો માર્ગ જો બદલના હૈ, મુમુક્ષુકી ભૂમિકાને માર્ગ બદલના હૈ. ઉસકો ઉપદેશ પ્રાપ્તિકા માર્ગ કહતે હૈ, આત્મહિતકા માર્ગ કહતે હૈં લિખનેવાલે કી યે નજર બહુત સાફ હૈ કિ ઉસને સાથે માર્ગ કો દો ટુકડોંમેં બાટ દિયા હૈ. એક તો મુમુક્ષુ કે લિયે ક્યા કરના ચાહિયે ? ઔર એક તો મોક્ષમાર્ગમેં જો વિચરનેવાલે ધર્માત્મા હૈ ઉનકા માર્ગ, કાર્યપદ્ધતિ કૈસી હોની ચાહિયે ? બસ ! ઉસમેં પ્રારંભ સે લેકર અંત તક સારી વાત પૂરી હો જાતી હૈ. એક વચનમેં કિતની બાત લિખી હૈ યે ઇસલિયે ઇસ બાત કો લિખી કી વિચારસાગર' ઉપદેશપ્રાપ્તિકે લિયે તુમ લોગોં કો વિચારણીય હૈ. તુમ મુમુક્ષકો ‘વિચારસાગર' ઉપદેશપ્રાપ્તિકે લિયે પઢના આવશ્યક હૈ. ઇસમેં સે થોડા પઢો, પઢના. જરૂરી હૈ. દેખો ! કિતની વિશાલ દષ્ટિ હૈ ઈનકી ! - સહી મુમુક્ષુતા પ્રાપ્ત કરની હૈ, પાત્રતા પ્રાપ્ત કરની હૈ ઔર મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તક પહુંચના હૈ તો ઈસકી જો પૂર્વભૂમિકા જૈસી યથાર્થ હોની, ચાહિયે, ઐસી યથાર્થ ભૂમિકામાં આને કે લિયે ભી કોઈ એક પરિસ્થિતિ ચોક્કસ હું નિયત પરિસ્થિતિ હૈ. જૈસે મોક્ષમાર્ગ નિયત હૈ, વૈસે મોક્ષમાર્ગી પ્રાપ્તિકે લિયે જો કુછ પૂર્વભૂમિકા હૈ વહ ભી નિયત હૈ. વાસ્તવિક ઈસકી કોઈ પરિસ્થિતિ હૈ. ઇસકે Page #418 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૮ ૩૯૯ લિયે ઉનકો યે સૂચના દી ગઈ હૈ કિ આપ ઉનકો પઢો, ઇસ ગ્રંથ કો અવશ્ય પઢો. જબ હમ જૈનશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈં તબ ની હોને કે લિયે નહીં કહતે; જબ વેદાંતશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈં તબ વેદાંતી હોને કે લિયે નહીં કહતે...” અપના સ્વયંકા જો દૃષ્ટિકોણ હૈ યહ સ્પષ્ટ કરતે હૈં ઔર યે દૃષ્ટિકોણ હરએક મુમુક્ષુકો અપને વિચારમેં સ્પષ્ટ હોના હી ચાહીયે. અગર સ્પષ્ટ નહીં હોવે તો યે અવશ્ય મતવાદી હો જાયેગા. મતવાદી નહીં હોવે ઔર મધ્યસ્થ રહ સકે ઈસલિયે ઇસ બાતકો યહાં લિખી હૈ. બહુત સુંદર બાત હૈ. “જબ હમ જૈનશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈં. યે હમારી સૂચના રહતી હૈ કી ફલાણા-ફલાણા જૈનશાસ્ત્ર પઢો. જબ હમ જૈનશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈ તબ જૈની હોને કે લિયે નહીં કહતે.' દેખિયે ! પહલી બાત જૈન કી કહી. દૂસરે મતકી બાત તો પીછે કહેંગે. પહલે તો જિસકા ઉસકો આગ્રહ હો જાવે, મતવાદી હો જાવે ઉસ પર પ્રહાર કિયા હૈ. જબ હમ જેનશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈ તબ જેની હોને કે લિયે નહિ કહતે હૈ” જેની હોના નહીં હૈ, જૈની નહીં હોના તો ક્યા હોના? કે ન જૈની હોના, ન અજેની હોના. ઇસ ભૂમિકામેં તો કેવલ એક આત્માર્થી હોના. ઐસી બાત હૈ. એક આત્મહિતકો હી લક્ષમેં ઔર મુખ્યતામેં રખકર હી જો કુછ કરના હૈ વહ કરના હૈ ઔર કુછ નહીં કરના હૈ. ઉસકો આત્માર્થી કહતે હૈં. મુમુક્ષુ - જૈની માને ? પૂજ્ય ભાઈશ્રી - યે જેની માને જૈનમતવાલા. યે બાત લિખી હૈ ધર્મદાસજી ક્ષુલ્લકાને કિ મૈં જૈનમતી નહીં હું. મેં વૈષ્ણવમતી નહીં હું. મેં બૌદ્ધમતિ નહીં હું, મેં ફલાણામતિ નહીં હું. સાંખ્યમતિ નહીં હૈં. ઇસમેં દૂસરે-દૂસરે મતવાલે કી બાત તો લિખી હૈ કયોંકિ સબ અજૈન હૈ, લેકિન મેં જૈનમતિ નહીં હું ઐસા ક્યો લિખા ? ખુદ તો ક્ષુલ્લક કે બાહ્યવંશમેં થે. ક્ષુલ્લક કે બાહ્યવંશમેં તો વે મિથ્યાત્વ અવસ્થા સે થે. ક્ષુલ્લકકી દીક્ષા તો મિથ્યાત્વમેં ગ્રહણ કર લી થી. ફિર બાદમેં તો આત્મજ્ઞાન હુઆ હૈ. ક્ષુલ્લકકા પંચમ ગુણસ્થાન હોતા હૈ ઔર પંચમ મેં ભી ઉત્કૃષ્ટ ભૂમિકા ક્ષુલ્લક કી હોતી હૈ. પંચમમેં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ મેં ઉત્કૃષ્ટ ભૂમિકા હોતી હૈ. લેકિન જબ દિક્ષા લી તબ તો ચતુર્થ ગુણસ્થાન ભી નહીં થા. જબ ક્ષુલ્લક હુએ તબ તો ચૌથા ગુણસ્થાન ભી નહીં થા. પંચમ ઉત્કૃષ્ટ તો બહુત આગે કી બાત Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ચજહૃદય ભાગ-૫ હો ગઈ ના. બાદમેં તો જ્ઞાન હુઆ હૈ. ઔર જબ આત્મજ્ઞાન હુઆ, ચતુર્થ ગુણસ્થાન હુઆ તબ ઉન્હોંને યે બાત કહી કિ મૈં જૈનમતી નહીં, મૈં સાંખ્યમતી નહીં, મૈં વૈષ્ણવમતી નહીં. મેં બોધમતી નહીં. યે મતવાલોં કી જો લડાઈ હૈ યે લડાઈ યે પરમાર્થ કે માર્ગમેં, મોક્ષ કે માર્ગમેં હોતી. હી નહીં. મુમુક્ષુ :- ચૌદહ ગુણસ્થાન આત્મા નહીં. પૂજ્ય ભાઈશ્રી :- ચૌદહ ગુણસ્થાન આત્મા નહીં. ચૌદહ ગુણસ્થાન તો બાત રહી જૈનમતકી. લેકિન એક પરમાર્થકો હી, આત્મહિતકો હી યહાં પર લક્ષમેં રખને કી બાત હૈ. તત્ત્વ કો ગ્રહણ કરો. ઉસમેં ક્યા અભિપ્રાય હૈ ? કિ તત્ત્વ કો ગ્રહણ કરો કિ જિસ તત્ત્વકો ગ્રહણ કરને સે અપના આત્મહિત હોવે, ઉસીકો હી ગ્રહણ કરો. ઔર ઉસમેં સે યે મત દેખો કિ યે કિસને કહા ? વો કિસને કહા ? વો કિસ ગ્રંથકા વચન હૈ ? વો કિસ ગ્રંથકા વચન હૈ ? ઐસા મત દેખો. ઇસલિયે નહીં દેખને લાયક હૈ કિ મૂલ બાત તો આયી હૈ દિવ્યધ્વનિમેં ઔર દિવ્યધ્વનિમેં સે કિસીને કુછ લિયા, કિસીને કુછ લિયા, કિસીને કુછ લિયા. તો દિવ્યધ્વનિકે અવશેષ તો હર જગહ પડે હૈં. તો અધ્યયન કરનેવાલેકી યે નજર હોની ચાહિયે કિ ઇસમેં સમ્યક્ પ્રકાર સે મુઝે કૈસે બોધ મિલતા હૈ ? કહીં ભી બાત લિખી હો. દિવ્યધ્વનિકા એક ટુકડા તો હૈ. ઇસ ટુકડેકો મેં કૈસે મેરે આત્મહિતમેં જોડ સકતા હૂં ? બસ ! બાત ખતમ. ઈસમેં યે અભિપ્રાય હૈ. મુમુક્ષુ :- તું ગમે તે ધર્મ કે ગમે તે માનતો હો, પણ જેથી રાગ-દ્વેષનો નાશ થાય એ માર્ગને અંગીકાર કરજે. પૂજ્ય ભાઈશ્રી :– ‘શ્રીમદ્ભુ' ને શુરૂ મેં લિખા હૈ ના ! કિ તુમ કિસી ભી ધર્મમતમેં હો મુઝે ઉસકા કોઈ ઐતરાઝ નહીં. તો ઉસકા યહી કારણ હૈ કિ શુરૂ સે કિસીકો ઐસા બોલ દેવે કી તુમ મિથ્યામતમેં પડે હો. તો ઉનકી તો વહાં શ્રદ્ધા હૈ ઔર શ્રદ્ધાકા સ્થાન એક ઐસા મર્મસ્થાન હૈ કિ વહાં કોઈ સ્પર્શ કરે તો ઉનકો દર્દ હો જાતા હૈ. તો ઉનકી જો શૈલી હૈ વો ઐસી શૈલી હૈ કિ સામનેવાલેકા ઇલાજ કરતે વક્ત ભી ઉસકો દર્દ નહીં હોને દેવે, જહાં તક હો સકે વહાં તક, ઐસી એક કાર્યપદ્ધતિ ઉન્હોંને અપને વ્યવહારમેં રખી હૈ. ઇસલિયે ઐસી બાત કી હૈ. ઇસકા Page #420 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૫૮ ૪૦૧ તો સ્પષ્ટીકરણ ચલતા હૈ. જો પ્રશ્ન હૈ ઉસકા હી સ્પષ્ટીકરણ આયેગા. જબ હમ જૈનશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈં તબ ની હોને કે લિયે નહીં કહતે; જબ વેદાંતશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈં.' યે વેદાંતકા અનુસરણ હૈ. જો ‘વિચારસાગર' હૈ વહ વેદાંતી હૈ. જો ભી લિખનેવાલા હૈ વહ વેદાંતી હૈ. જબ વેદાંતશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈ તબ વેદાંતી હોને કે લિયે નહીં કહતે; ઇસી તરહ અન્યશાસ્ત્ર પઢને કે લિયે કહતે હૈ. ઇસસે ભી કોઈ અલગ મતવાલે કા તો અન્ય હોને કે લિયે નહીં કહતે; માત્ર જો કહતે હૈ વહ આપ સબકો ઉપદેશ લેને કે લિયે કહતે હૈં કિ ઉસમેં સે આપ અપને આપકો ઠીક કરને કે લિયે, અપને આપકો નિર્દોષ બનાને કે લિયે ક્યા બાત ગ્રહણ કરતે હો ? કૈસા ઉપદેશ ગ્રહણ કરતે હો ? કૌન-સા ઉપદેશ ગ્રહણ કરતે હો ? અપના અવગુણ કો મિટાને કે લિયે ઔર ગુણ પ્રાપ્તિકે લિયે આપકો કુછ મિલતા હૈ ? તો યે ઇસ નજરસે પઢો. જો કુછ પઢો વો ઉસી નજર સે પઢો. ફિર કિસી ભી શાસ્ત્ર પઢનેમેં આપકો કોઈ આપત્તિ નહીં. અગર યે નજર નહીં રહી તો જૈનશાસ્ત્ર પઢનેમેં ભી તુમકો કૌન-સી આપત્તિ આ જાયેગી ભગવાન જાને. ઉસમેં જો મુદ્દા હૈ વહ ઉતના રહા કિ જો ભી શાસ્ત્ર પઢના હૈ, જો ભી સાહિત્ય પઢના હૈ ઉસમેં નજર એક ચાહિયે કિ મેરા આત્મહિત કૈસે હોતા હૈ. મેરા અવગુણકા કેસે નાશ હોતા હૈ ? મુજે નિર્દોષતા કૈસે મિલતી હૈ ? ફિર કહીં સે ભી પઢો, કોઈ આપત્તિ નહિ. અગર યે નર નહીં હૈ તો આપ જૈનશાસ્ત્ર પઢો, કુછ ભી શાસ્ત્ર પઢો ઇસમેં સે કૌન-સા ઊંધા અભિપ્રાય નિકાલોગે ઔર કૌન-સી ઊંધી Line ચડ જાઓગે તુમકો ખુદકો હી પતા નહીં પડેગા, યે બાત હો જાયેગી. ક્યોંકિ જૈનશાસ્ત્રમ્ નિશ્ચયપ્રધાન બાત ભી હૈ, વ્યવહાપ્રધાન ભી ઉપદેશ હૈ. નિશ્ચયપ્રધાન ભી ઉપદેશ હૈ. યા તો નિશ્ચયાભાસી હો જાઓગે, વ્યવહારાભાસી તો જીવ અનાદિસે હૈ હી. - જબ ઉનકો યે નજર નહીં મિલી તો કોઈ ભી શાસ્ત્ર પઢે ઉનકે લિયે તો નુકસાન હી નુકસાનકા કારણ હૈ. દેખો ! એક વિચારસાગર પઢને કી સૂચના કરી હૈ ઉસ સૂચનામેં સે જો કુછ કહના હૈ વહ ઉસ તરહ કહ દિયા હૈ. કિતની જબરદસ્ત બાત કહી હૈ ! મુમુક્ષુ - આત્મહિત માટેની વાત જે શાસ્ત્રમાંથી પોતાને મળે તેનો આગ્રહ Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ચજહૃદય ભાગ-૫. થાય ને જીવને ! પૂજ્ય ભાઈશ્રી - નહીં, આગ્રહ નહીં. ઉસમેં દો બાત હો જાયેગી તો યે બાત તો ઠીક કી હૈ લેકિન વહ બાત ઇસસે વિરુદ્ધ ચલતી હૈ. તો એક હી ગ્રંથમેં પૂર્વાપરવિરુદ્ધ બાત આ જાયેગી વહ ખ્યાલમેં આ જાયેગી. ઇસલિયે વે કહેંગે કિ જો શાસ્ત્ર રચયિતા હૈ તે જ્ઞાની તો નહીં હૈ. કુછ જ્ઞાનીકે શાસ્ત્રમેં સે કોઈ બાત ઉઠા લી હૈ વહ ઈધર રખી હૈ, બાત ઠીક હૈ. બાકી પૂર્વાપર અવિરુદ્ધ બાત નહીં આતી હૈ. તો ઉસકો ઇસ ગ્રંથકા આગ્રહ નહીં હોગા. ' મુમુક્ષુ - પૂજ્ય ભાઈશ્રી - ઇસમેં તો કોઈ સવાલ હી નહીં કિ જો ભી જ્ઞાનીઓકે, મુનિઓકે, ભાવલિંગી મુનિઓકે, આચાયોકે જો શાસ્ત્ર હૈ, વહ શાસ્ત્ર સમ્યક પ્રકારસે અવગાહન કરને યોગ્ય હૈ, અધ્યયન કરને યોગ્ય હૈ. ઉસમેં તો કોઈ દૂસરા મત-દો અભિપ્રાય નહીં હૈ ઇસમેં. લેકિન ઈસમેં સે કોઈ મતવાદી હોતા હૈ તો નુકસાન હોતા હૈ. ઇસમેં જો કોઈ મતવાદી હોતા હૈ તો વહ અવશ્ય અપને આપકો નુકસાન કરતા હૈ સમ્યફ જ્ઞાનીકા જો શાસ્ત્ર હૈ ઉસ શાસ્ત્રમ્ તો કોઈ દોષ નહીં હૈ, ઇસમેં કોઈ દોષ નહીં હૈ, વહ કૃતિ બિલકુલ ઠક હી હૈ. ક્યોંકિ વહ સમ્યકજ્ઞાનરૂપ જિસમેં નિમિત્ત હૈ ઐસે નિમિત્ત પરિણામોં સે નૈમિત્તિક પરિસ્થિતિ ઇસ શાસ્ત્ર કી હુઈ હૈ તો ઉસમેં તો કોઈ દોષ નહીં. લેકિન પઢનેવાલે કો ઐસી કોઈ Guarantee નહીં હૈ કિ સશાસ્ત્ર પઢે ઇસલિયે નુકસાન હોતે હી નહીં. અગર ઐસા હોતા તો જૈનાભાસી કા પ્રકરણ લિખને કી ટોડરમલજી કો કોઈ આવશ્યકતા નહીં હોતી. ઉન્હોંને સાતવાં અધિકાર જૈનાભાસીઓંકા લિખા. ભગવાન કી દિવ્યધ્વનિ સુનનેવાલોં કા સબકા મોક્ષ હો જાતા. ક્યોંકિ તીર્થંકર પ્રત્યક્ષ સનાઈ દેતે હૈં. લેકિન ઐસા હોતા નહીં, કભી હોતા નહીં. ઔર ઐસા હોતા તો સંસારકી યે હાલત નહીં હોતી. કભી કા સારે સંસારકી મુક્તિ હો જાતી. લેકિન યે બાત તો હૈ નહીં, ઇસમેં કોઈ વાસ્તવિકતા હૈ હી નહીં. બાત તો યહાં સે દેખની હૈ, શાસ્ત્ર સે બાત નહીં સોચની હૈ. બાત તો પઢનેવાલે સે સોચની હૈ. કિસકો પઢના, નહીં પઢના યે મુદ્દા નહીં ચલતા. મુદ્દા યે ચલતા હૈ કિ પઢનેવાલેની હાલત ક્યા હૈ ઔર કૈસી હોની ચાહિયે ? ઇસકી ચર્ચા હૈ. ઇસકી યોગ્યતા ક્યા હૈ? ઇસકી Page #422 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૫૮ ૪૦૩ ભૂમિકા ક્યા હૈ ? યે મતવાલા હો જાયેગા યા મધ્યસ્થ રહેગા? શ્રીમદ્જીકા ખુદકા યે અભિપ્રાય હૈ કિ આત્માર્થી મુમુક્ષુ-મોક્ષાર્થી જીવ એકદમ વાસ્તવિક માર્ગ તક પહુંચે વહાં તક જો ભી ઉસકો ઉપદેશ કી પ્રાપ્તિ કરની હૈ ઉસમેં કહીં ભી વહુ ઐસી પક્કડમેં નહીં આ જાવે કિ વહ વાસ્તવિક માર્ગ તક પહુંચે હી નહીં. દો ટુકડે કિયે ન. ઉપદેશપ્રાપ્તિના માર્ગ ઔર દૂસરા વાસ્તવિકમાર્ગ. જો કોઈ મુસીબત હૈ યે ઉપદેશપ્રાપ્તિકે માર્ગમેં હૈ. મોક્ષમાર્ગમેં વાસ્તવિકમાર્ગમેં કોઈ ઇતની મુસીબત નહીં હૈ. ક્યોંકિ વાસ્તવિકમાર્ગમેં તો સમ્યકુશાનરૂપ જ્ઞાન કા એક પ્રકાશ હાથમેં હૈ. ભલે હી ચૌથા ગુણસ્થાન હો, પાંચવા હો, છઠા, સાતવાં કોઈ ભી ગુણસ્થાન હો. લેકિન ઉસમેં તો વહ અંધેરેમેં નહીં ચલતા હૈ. ઉસકે હાથમેં જ્ઞાનકા પ્રકાશ હૈ. તો જહાં ભી ચલેગા વહાં સોચ સમજકર પાંવ રખેગા. ક્યોંકિ ઉસકે પાસ તો પ્રકાશ હૈ. ઉસમેં કોઈ ઈતની મુસીબત નહીં હૈ. મુસીબત તો વહાં હૈ કિ જહાં જ્ઞાનકા પ્રકાશ નહીં હૈ ઔર અજ્ઞાનકે અંધેરેમેં જીવ Jumping કરતા હૈ, કભી ઇધર કૂદકા લગાતા હૈ, કભી ઇધર કૂદકા લગાતા હૈ, કભી ઇધર જાતા હૈ. કભીકભી ઉધર જાતા હૈ. ઉસકો મુસિબત સબ પ્રકારકી હોતી હૈ. ઔર ઇસ મુસીબત કે હિસાબ સે વહ કભી અનંતકાલ તક અપના હિત નહીં સાધ સકતા હૈ, ઐસી પરિસ્થિતિમેં આ જાતા હૈ. અનંતકાલ નિકલા હૈ ઇસ જીવકા, યહી કારણ હૈ ઇસકા કિ ઇસ ભૂમિકામેં હી ઇસને ગોથા ખાયા હૈ. જિતના ગોથા ખાયા હૈ ઈસી ભૂમિકામેં હી ખાયા હૈ. માર્ગ પર, વાસ્તવિક માર્ગ પર પહુંચા હી નહીં. એકદફે પહુંચે તો નિવેડા હો જાતા હૈ. યે તો માર્ગકી સુંદરતા હૈ કિ યે દફે માર્ગ હાથમેં આ ગયા તો ઉસકા તો હંમેશ કા ફેંસલા હો ગયા. લેકિન માર્ગમેં હીં નહીં આતા. માર્ગ તક પહુંચતા હી નહીં. ઇસલિયે ઈસ મુસીબતમેં સે અચાને કે લિયે, ઇસ તકલીફમેં સે બચાને કે લિયે એક બહુત કીમતી મહા મૂલ્યવાન માર્ગદર્શન હૈ કિ તુમ મંડન, ખંડનમેં કભી જાના હી નહીં. મતકા મંડન, ખંડન કરના યે આચાર્યો કે અધિકારકી બાત છોડકર કે ઉનકા અધિકાર તુ ક્યોં અભી લે લેતા હૈ ? તું તો અભી અનઅધિકારી હૈ. (અધિકારી) કીન હૈ ? આચાર્ય હૈ, જિનકે હાથમેં શાસન હો, જો જૈનશાસનકી ધુરા વહન કરતે હો. એસે જ આચાર્ય હોતે હૈં ઉનકા જો અધિકાર હૈ ઈસ અધિકારકો તૂ (છીન) Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ રજહૃદય ભાગ-૫ લેતા હૈ, યે ક્યા કરતા હૈ ? યે ગડબડી હૈ. તેરા તો કુછ ઠીકાના નહીં હૈ. ક્યા કરતા હૈ તુ ? ઐસે મુમુક્ષુઓં કા જો અધિકાર નહીં વહ કામ હાથમેં હી નહીં લેના ચાહિયે. જિસ કામકા અધિકાર ન હો વહ કાર્ય હાથમેં તેને સે ક્યા ફાયદા ? ઉસકો તો જ્ઞાનીકી આશા સે જો ભી કરના હૈ કર લેના ચાહિયે. થોડા શાસનકી પ્રભાવનાકા બાહ્યવૃત્તિ કા ભાવ આતા હૈ, તો જ્ઞાનીકી આજ્ઞા સે કર લેના ચાહિયે. ઈસસે આગે અપના અધિકાર નહીં રખના ચાહિયે, તો બચ જાયેગા, વરના તો અનંતકાલસે ગોથા ગાયા હૈ, ગોથા ખાતા રહેગા. યહી બાત હોગી. ઈસલિયે યહાં બચાયા હૈ. જો અન્યમતકા શાસ્ત્ર પઢને કી સૂચના કી હૈ ઔર મુદ્દા યે નિકાલા હૈ તુમકો કભી ભી મતકે મંડન, ખંડનમેં જાના નહીં હૈ. માત્ર જો. કહતે હૈ વહ આપ સબકે ઉપદેશ લેને કે લિયે કહતે હૈ. જૈની ઔર વેદાંતી આદિક ભેદકા ત્યાગ કરે. ભેદકા માને ઈસ મતાર્થાપનાકા ત્યાગ કરે. મતાર્થી તો આત્માર્થી નહીં હોતે ઔર આત્માર્થી હું તો મતાર્થ કભી નહીં હોતે. બસ ! યે બાત ખ્યાલમેં રખના. “આત્મા વૈસા નહીં હૈ” નું આત્મા વેદાંતી હૈ ન આત્મા જેની હૈ. આત્મા તો જૈસા હૈ વૈસા હૈ. મુમુક્ષુ - ન શુદ્ધ હૈ પૂજ્ય ભાઈશ્રી - ન શુદ્ધ હૈ, ન અશુદ્ધ હૈ. જૈસા હૈ વૈસા હૈ, ઉસકો દેખો. ઔર ઉસકો દેખને કા પ્રયાસ કરો. બાકી યે મતકે મંડન, ખંડનમેં અભી સે જો ચલે જાતે હૈ ઉનકો કહાં કિતના અભિપ્રાયા દોષ હોતા હૈ ઔર કહાં વહમાર્ગકા ઔર માર્ગપ્રાપ્ત સત્વરુપકા ભી અવર્ણવાદ કર લેતા હૈ ઉસકો ખુદકો હી પતા નહીં રહતા. હમ વર્તમાન પરિસ્થિતિકા વિચાર કરે તો અબ દો બડે સંપ્રદાય હૈ, અપને ચાલુ સંપ્રદાયકો છોડકર કે લેવે તો એક યે શ્રીમદ્જી' કે અનુયાયી કાફી માત્રામેં ઇસકી સંખ્યા હૈ. દૂસરે ગુરુદેવ કે અનુયાયીયોંકી ભી કાફી માત્રામેં સંખ્યા હૈ. ઇસ દૃષ્ટિકોણ સે થોડા ઇસકા વિચાર કરે તો અપને લોગ મંડન, ખંડન કી બાતમેં બહુત આ. જાયેંગે. વો લોગ નહીં આવેંગે, ઈતને નહીં આવેંગે. ક્યોંકિ ઉનકો તો શિક્ષા યહી મિલતી હૈ કિ મંડન ખંડન કી બાત સે હી હમેં દૂર રહના હૈ. ઉસમેં ભી જો સહી નહીં રહે તો ઉસમેં સત્ય ક્યા ઔર અસત્ય ક્યા ઉસકા નિર્ણય નહીં કર પાતે. કડ્યોંકિ Page #424 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૫૮ ૪૦૫ ઉસસે બહુત દૂર રહતે હૈં, તો યે નુકસાન કર દિયા. અયથાર્થતા કે કારણ. યથાર્થતા હોવે તો ઐસા નુકસાન નહીં હોતા. ઔર યહાં યે સત્ય હૈ ઔર યે અસત્ય હૈ એસા કરનેમેં મંડન, ખંડન મેં આ જાતે હૈં. તો ખુદ ‘શ્રીમદ્દ’ એકાવતારી પુરુષ હૈં ઇનકે વિષયમેં કોઈ ગલત બાત બોલ દેતે હૈં. બોલ દેતે હૈં કિ નહીં બોલ દેતે ? તો એક સત્પુરુષકા નિષેધ કિયા (ઉસને) અનંતે સત્પુરુષકા નિષેધ કિયા ઔર દેવ-ગુરુ-શાસ્ત્ર સબ ઇસમેં આ ગયે, સબકા નિષેધ હો ગયા. મુમુક્ષુ :– ત્રણે કાળના. પૂજ્ય ભાઈશ્રી :- તીનોં કાલ કા. ભયંકર અપરાધ હૈ. બહુત સાવધાની હોની (ચાહિએ). જહાં અપના અધિકાર નહીં હૈ, જો આચાર્યાંકા અધિકાર હૈ અપને ખુદ ઉસ મામલેકો હાથમેં લે લેને.. Supreme court કાJudgement ખુદ અપરાધી, ગુનેગાર ખુદ હી Judgement લિખને જાવે તો ક્યા હોગા ? યહી હાલત હૈ હમ લોગોંકી. ઇસ પરિસ્થિતિમેં કિતની સાવધાની ઇસ વિષયનેં હોની ચાહિયે, ઇસકા નિર્દેશ ઇસ એક છોટે-સે પત્રમેં હૈ. યહાં તક રખેં. જે જીવ ભવભયથી ડરે છે, તે આત્માર્થીજીવનું એક લક્ષણ છે. તે જીવને ગુરુઆજ્ઞા વા જિનભગવાનની આજ્ઞાનો ભંગ કરતાં ભય લાગે છે, અને જેને ભવ-ભયનો ડર નથી, તેને જિન-આજ્ઞા / ગુરુ-આશાનો ભંગ કરવો સહજ છે. તેથી જ આત્માર્થીજીવને પરિભ્રમણથી છૂટવાની ભાવના અથવા દૃઢ મોક્ષેચ્છા' સૌ પ્રથમ પાયામાં હોય જ છે. જો આ પાયો ન હોય તો પ્રાયઃ આત્માર્થાતા જ સ્થાન પામતી નથી. બહુ બહુ વિચારના / અનુભવના અંતે આ સિદ્ધ થયેલું સત્ય છે. (અનુભવ સંજીવની–૪૦૭) Page #425 -------------------------------------------------------------------------- ________________ પત્રક - ૩૫૯ * મુંબઈ, ચૈત્ર વદ ૮, ૧૯૪૮ . હૃદયરૂપ સુભાગ્ય, આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે. પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે, એમ જાણી સંતોષ છે. કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. હું દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી, હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો કરો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. જે કંઈ વિચારો લખવા ઇચ્છા થાય છે તો તે લખવામાં ભેદ નથી રાખતા એમ અમે પણ જાણીએ છીએ. તા. ૧૧-૧૨-૧૯૮૯ પ્રવચન નં. ૧૦૨ પત્રાંક – ૩૫૯ થી ૩૬૩ શ્રીમદ્ રાજચંદ્ર (ગ્રંથ), પત્રાંક ૩૫૯, પાનું ૩૨૬. “હૃદયરૂપ સોભાગ્ય. આજે પત્ર ૧ પ્રાપ્ત થયું છે. પત્ર વાંચવા પરથી અને વૃત્તિજ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે એમ જાણી સંતોષ છે. પ્રતિકૂળ સંયોગોમાં જે અધીરજ થાય છે એ ધીરજબળના અભાવને લઈને થાય છે. પણ આ સ્થળે એમણે એમના શબ્દો જોઈ અને પોતાના વૃત્તિજ્ઞાન ઉપરથી એ વાત માપી છે. નિમિત્ત અને ઉપાદાન. પત્ર નિમિત્ત છે, વૃત્તિને માપવાનું વૃત્તિજ્ઞાન એ પોતાનું ઉપાદાન છે. એ બંને ઉપરથી Page #426 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૫૯ ૪૦૭ એમ લાગે છે કાંઈક આપનું વિશેષ ધીરજ રાખવાનું બળ અત્યારે વર્તે છે. * પ્રશ્ન :- ચાલતા પરિણામનું છે ? સમાધાન – હા, ચાલતા પરિણામનું. એટલે દીનતા અને નબળાઈ ઘટી છે. સંયોગો પ્રત્યેની નબળાઈ છે, દીનતા છે એ ઘટી છે એમ જાણીને સંતોષ થયો છે. કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું વળવા યોગ્ય છે. આ સર્વ મુમુક્ષુને લાગુ પડે છે કે કેમકે પૂરમાં, પોતાપણું એ જ અજ્ઞાન અને મિથ્યાત્વ છે અને એ જેટલું બળવાન એટલું જ અજ્ઞાન અને મિથ્યાત્વ બળવાન છે. એટલે જે કરવા યોગ્ય છે, કોઈપણ બોધથી, ઉપદેશથી, પ્રયોગથી જે કાંઈ કરવા યોગ્ય છે તે તે છે કે પરમાં પોતાપણું ટાળવું, સંયોગમાં પોતાપણું ટાળવું અથવા ટાળવાનો પ્રયત્ન કરવો. ટાળવું એટલે ટાળવાના પ્રયત્નથી ટળે છે, બીજી કોઈ રીતે ટળતું નથી. એટલે એમ કહ્યું કે કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. શરીરથી માંડીને બધા જ સંયોગોમાં લઈ જવું. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને આ દેહ પોતાનો નથી એને બીજી શું આપત્તિ છે ? બીજી શું વિપત્તિ છે ? હું એક જ્ઞાનપીંડ આત્મા છું. અનંત જ્ઞાનનો કંદ, અનંત આનંદનો કંદ, અનંત શાંતિનો કંદ એક આત્મા છું. દેહાદિ સ્વરૂપે હું નથી. એને પછી કોઈ ભય નથી, એને કોઈ વિટંબણા નથી. મુમુક્ષુ :- “સોગાનીજી'માં આવે છે, “ફામિકાને નિસ્તે’ એવો શ્લોક આવે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. હામિનાને જિતે. વિજ્ઞાને પરમાત્માના ચત્ર ચત્ર મનો યાત્તિ, તત્ર તત્ર સમય:' આગળ “શ્રીમદ્જીએ ટાંક્યો છે. આવી ગયો છે. છે તો અન્યમતનો એ શ્લોક, પણ તત્ત્વ છે એટલે પોતે લીધો છે. વાત સાચી છે. કોનો છે એની સાથે પોતાને નિસબત નથી. તત્ત્વ છે ને. એ ટુકડો આવ્યો છે દિવ્યધ્વનિમાંથી એમ જુએ છે. પછી આગળ પાછળ પૂર્વપરવિરોધ છે એ પોતાના અજ્ઞાનને પ્રદર્શિત કરનારો ભાવ છે અને એની સાથે સુસંગત પદાર્થજ્ઞાન હોય છે તો કોઈ વિરોધ આવતો નથી, અવિરોધ રહે છે. દેહમાં હુંપણું ન થવું. અભિમાન કોને કહે છે ? જે હું પદ કરે છે, અહમ્પણું કરે છે એને અભિમાન કહે છે. જો કે હુંપણું કરવું એ તો જીવનો સ્વભાવધર્મ છે પણ સ્વ અસ્તિત્વમાં જ્યાં હયાતી છે ત્યાં હુંપણું કરે તો તો સમ્યક છે. શરીર અને Page #427 -------------------------------------------------------------------------- ________________ ४०८ ચજહૃદય ભાગ-૫ રાગમાં જ્યાં આત્માનો અસ્તિત્વ સ્વભાવ નથી. અસ્તિત્વ ગુણ નથી ત્યાં હુંપણું કરે છે તે અસમ્યક અથવા વિપરીત છે. એટલે સ્વમાં સ્વપણું કરે તો ગુણ છે અને પરમાં - સ્વપણું કરે તો અવગુણ છે. સ્વપણું તો કરવાનો જ. કેમકે એ તો એનો સ્વભાવધર્મ છે. અન્ય સ્થાનમાં–અસ્થાનમાં કરે છે તો અવગુણ ઉત્પન્ન થાય છે, સ્વસ્થાનમાં કરે છે તો ગુણ ઉત્પન થાય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. આત્મામાં આત્માપણું કર્યું. શરીરમાંથી પોતાપણું જેણે છોડી દીધું એને બધું સુખરૂપ જ છે, એને ક્યાંય દુઃખનો પ્રશ્ન નથી. એને બધું સુખ જ છે. - જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. જેને આત્મામાં ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. આ બધું પોતાને આત્માને આત્મારૂપ માન્યું છે, અન્ય તે અન્ય માન્યું છે એમાં કોઈ જેને ફેરફાર નથી, તફાવત નથી એટલે મમત્વ છૂટી ગયું છે એને ખેદ નથી. ખેદ તો કોને થાય છે ? કે જ્યાં મમતાનો વિષય છે ત્યાં કાંઈ પોતાની ધારણા અને કલ્પનાથી ફેરફાર થાય છે, આઘુંપાછું થાય છે ત્યાં જીવને દુઃખ થઈ આવે છે. - હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દઢ રાખીને વર્તો છો. એ પણ સાપેક્ષ સુખરૂપ છે.' એ યુક્તિ લીધી છે. અન્યમતમાં આ યુક્તિ છે. હરિઇચ્છા પ્રમાણે. જે ભગવાન કરે એમાં આપણે પોતે સંતોષ માનવો. રામ રાખે તેમ રહેવું. શું કહે છે લોકો ? જેમ રામ રાખે તેમ રહેવું. રનું Aletration. ભગવાન આપણને એ સ્થિતિમાં રાખવા માગે છે તો) આપણે એ સ્થિતિમાં રહેવામાં આનંદ માનવો, શાંતિ માનવી. તો એ અપેક્ષાએ સુખરૂપ છે. એ યુક્તિ કરી છે. એમાં ટકી નહિ શકાય. કેમકે એનો આધાર પદાર્થજ્ઞાન ન રહ્યું. જે કઈ વિચારો લખવા ઇચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા...’ એટલે પારકાપણું નથી રાખતા. એમ અમે પણ જાણીએ છીએ. હું તો મને જે વિચારો આવે છે તે બધા આપને લખી નાખું છું. હવે કોઈ આપનાથી એવું જુદાંપણું નથી. એટલી બધી આત્મીયતા આપના પ્રત્યે છે કે મને મારા બધા ભાવ જે આવે છે એ આપને લખી નાખું. તો કહે છે, એ વાત અમે જાણીએ છીએ. અમે પણ જાણીએ. છીએ કે તમને અમારા પ્રત્યે કેટલો ભાવ વર્તે છે, એ અમારા ખ્યાલમાં છે. એ ૩૫૯ માં પત્રમાં મુમુક્ષુ જીવને મમત્વ ટાળવા માટે, મમત્વ ઢીલું થાય એ પ્રકારે પ્રયત્ન ચાલવો જોઈએ પુરુષાર્થ ચાલવો જોઈએ. જ્યાં જ્યાં પોતાને મમત્વ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પત્રાંક-૩૬૦ થતું હોય ત્યાં એની જાગૃતિ અને અવલોકનથી એ વાતને.શિથિલ કરી નાખવી જોઈએ, ઢીલી કરી નાખવી જોઈએ, તો ટળે. ૩૬૦, ૬૧, ૬૨ એ બધા “સોભાગભાઈ ઉપરના જ પત્ર છે. ૬૩, ૬૪, ૬૫ ૬૬ બધા. બન્ને પાના ઉપર બધા “સોભાગભાઈ ઉપરના જ પત્રો છે.. પત્રાંક - ૩૬૦. મુંબઈ, ચૈત્ર વદ ૧૨, રવિ, ૧૯૪૮ જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વશતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે. જો જીવને પરિતૃપ્તપણે વત્ય કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં - ૩૬૦નું મથાળું છે. જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વશતા છે. પૂર્ણકામપણું કામ એટલે ઇચ્છા અને પૂર્ણ એટલે તૃપ્તિ. ઇચ્છાની તૃપ્તિ થઈ ગઈ, ઇચ્છા પૂરી થઈ ગઈ. હવે ઇચ્છા નથી થતી. એવી જ્યાં ઇચ્છારહિત દશા થાય ત્યાં સર્વશતા હોઈ શકે. શું કરવા આ મથાળું બાંધ્યું ? કે આગલા પત્રમાં એમણે હરિઇચ્છાની વાત લખી છે. તો હરિઇચ્છા છે. હરિને કોઈ ઇચ્છા થાય છે ત્યાં સર્વજ્ઞતા નથી. જે ઈશ્વરને ઇચ્છા થાય છે કે હું આમ કરું ને તેમ કરું. આ ભક્તને આ સ્થિતિમાં રાખ્યું અને આ મનુષ્યને આ સ્થિતિમાં રાખું, આ જીવને આ સ્થિતિમાં રાખું–ત્યાં સર્વશતા નથી. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ચજહૃદય ભાગ-૫ જુઓ ! કેવી પદ્ધતિ લીધી છે ! કે જ્યાં પૂર્ણકામપણું છે, ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે...... (આગળના પત્રમાં) નિષેધ ન કર્યો. હરિઇચ્છાથી તમે શાંતિ રાખો છો, ઠીક વાત છે. અપેક્ષાએ એ સુખરૂપ છે. એટલે તમને એનાથી થોડી કષાયની મંદતા થશે, એથી વધારે વાત નથી. એમ કરીને અપેક્ષા, મર્યાદા બાંધી. હવે એ વાતને તરત જ બીજા પત્રમાં ખોલી કે જ્યાં સર્વજ્ઞતા હોય ત્યાં પૂર્ણકામ દશા હોય, નિરઇચ્છિક દશા હોય, ઇચ્છાવાનને સર્વજ્ઞપણું હોતું નથી. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે, અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. આ તો જ્ઞાનીની અને સાધકદશાની વાત છે. સર્વશને તો પ્રશ્ન જ નથી કે બીજા કોઈ દ્રવ્ય-ક્ષેત્રમાં કાંઈ પ્રયત્ન કરે. જ્ઞાનીને જ્યાં જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં એને સ્વરૂપસુખને લઈને જે તૃપ્તિ છે એને લઈને એને બીજા વિષયો પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. જગતના જીવો બીજા વિષયોથી સુખ પ્રાપ્તિની પ્રયત્ન દશામાં પડ્યા છે. એ પ્રયત્ન કરીને સુખ લેવા માગે છે કે આટલી અનુકૂળતા કરું તો મને સુખ થાય. આટલી ચીજો મળે તો મને સુખ થાય, મને આવો સેયોગ હોય તો સુખ થાય, મને આટલું થઈ જાય તો મને સુખ થાય. એમ બધાને ચાલતું હોય છે.) - ત્યારે જેને જ્ઞાન થયું છે, બોધબીજ એટલે જેને જ્ઞાન થયું છે, બોધ એટલે જ્ઞાન. બીજ એટલે મૂળભૂત જ્ઞાન. જેને સાચું સમ્યકજ્ઞાન, મૂળજ્ઞાન ભલે થોડું થયું હોય, બીજ જેટલું થયું હોય, તો પણ તેને સ્વરૂપસુખ સાથે ઉત્પન્ન થાય છે. આત્મિક સુખની ઉત્પત્તિ સાથે સાથે હોય છે, એની તૃપ્તિ પણ એને વર્તે છે. અને એ તૃપ્તિને લઈને એ વિષય પ્રત્યે અપ્રયત્ન દશાએ વર્તે છે. આ એક નાસ્તિથી જ્ઞાનીની દશાનું ઉપલક્ષણ બતાવ્યું છે. - જ્ઞાની કેવા હોય ? કે વિષયોમાંથી, પર વિષયોમાંથી સુખ મેળવવાના પ્રયત્નવાન જીવો જગતમાં હોય છે એવા જ્ઞાની નથી હોતા. એને એ વિષે અપ્રયત્નદશા વતે છે. એટલે કે પૂર્વકર્મના ઉદયથી અનુકૂળતા, પ્રતિકૂળતા જે કહેવાય તે આવી પડે છે, પોતે પ્રયત્નથી એ મેળવતા નથી. એ બાબતમાં અપ્રયત્ન દશામાં છે. આ વિષયમાં એ બહુ સારો ભાવ ખેંચ્યો છે. કેમકે સોભાગભાઈ ધીરજમાં આવ્યા છે તો એ વાતને પ્રોત્સાહન આપે છે કે તમે ધીરજથી હવે વર્તો છો; તો જેને જ્ઞાન થાય છે Page #430 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૦ ૪૧૧ તે અપ્રયત્ન દશામાં હોય છે. એને વિષયોથી, અનુકૂળતાથી સુખ મેળવવાનો પ્રયત્ન વર્તતો નથી. કેમકે એમાં એને સુખ નથી. એ પ્રકારનો પ્રયત્ન કરતાં પ્રત્યક્ષ આકુળતાનું વેદન થાય છે, ઊલટાનું દુઃખનું વેદના થાય છે માટે એવો પ્રયત્ન એ કરતા નથી. એક ટુકડો લીધો છે પણ બહુ સરસ વાત લીધી છે. જેને બોધબીજની ઉત્પત્તિ હોય છે, તેને સ્વરૂપસુખથી કરીને પરિતૃપ્તપણે વર્તે છે...” શા માટે એ વિષયોમાંથી સુખ મેળવવાના પ્રયત્નવાન નથી ? કે એમને તો આત્મામાંથી, સ્વરૂપમાંથી સુખની તૃપ્તિ વર્તે છે. જે તૃપ્ત થયો એને કાંઈ આપો તો કહે. હવે મને ભૂખ નથી. જે માણસ ધરાઈ ગયો એને કાંઈ આપો તો કહે, મારે કાંઈ જોઈતું નથી. જગ્યા નથી મારે લેવાની. એમ તૃપ્તિ વર્તે છે. માટે એને વિષયો પ્રત્યેના જે પરિણામ છે એમાં ઉત્સાહ નથી આવતો, એની અપ્રયત્ન દશા છે. પુરુષાર્થના પડખેથી જ્ઞાનીની દશાનું વર્ણન છે. જ્ઞાનીની દશાના વર્ણનમાં અનેકવિધતા જોવામાં આવે છે. એમાં કોઈવાર શ્રદ્ધાની મુખ્યતાથી જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે, તો કોઈવાર સમ્યકજ્ઞાનની મુખ્યતાથી જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે, તો કોઈવાર એના સુખ અને આનંદની અપેક્ષાથી પણ જ્ઞાનીની દશા દર્શાવવામાં આવે છે. એમના પરપદાર્થ પ્રત્યેના નીરસપણાની દૃષ્ટિએ પણ એમની લુખાશ દેખાડવામાં આવે છે. અહીંયાં પુરુષાર્થની મુખ્યતાથી દેખાડ્યું કે પરપદાર્થ પ્રત્યે અપ્રયત્ન દશા, પર વિષય પ્રત્યે અપ્રયત્ન દશા એ જ્ઞાનદશાનું એક લક્ષણ છે. સાવધાની છૂટી છે, પ્રયત્ન છૂટ્યો છે. મુમુક્ષુ :- પર વિષય પ્રત્યે અપ્રયત્ન દશા એ પોતાનો પુરુષાર્થ છે. ' પૂજ્ય ભાઈશ્રી :- હા. એને પોતાનો પુરુષાર્થ પોતામાં વર્તી રહ્યો છે, પોતાના આત્મામાંથી સુખ મેળવવા માટે પુરુષાર્થ વર્તી રહ્યો છે. તેથી વિષયોમાંથી સેખ લેવા માટેની અપ્રયત્ન દશા વર્તે છે. પ્રયત્ન કરતા નથી કાંઈ. જગતના જીવો પ્રયત્ન કરે છે, આ પ્રયત્ન નથી કરતા એમ કહે છે. પત્ર નાનો છે પણ સરસ પત્ર છે આ. - જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે... આ મનુષ્ય આયુ. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે.’ એ આશ્ચર્યની વાત છે. ખરેખર તો મનુષ્યપણું ક્ષણિક છે, એવા ક્ષણિક મનુષ્ય આયુમાં જેણે અજરઅમરત્વ પ્રાપ્ત કર્યું, અમરપણું જેણે પ્રાપ્ત કર્યું એ જ્ઞાનીઓને, એના Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ રાજહૃદય ભાગ-૫ પુરુષાર્થના પરાક્રમને આશ્ચર્યથી જોવામાં આવે છે, કે આપને તક તો મળી થોડી, થોડી તકમાં કામ મોટું કરી લીધું !! ૩૩ વર્ષ અને પાંચ મહિનાનું આયુષ્ય છે. અત્યારે તો ૩૩ વર્ષે યુવાન કહેવાય. પહેલાં ૧૪-૧૫ વર્ષે કે ૨૦ વર્ષે વધુમાં વધુ ૧૮-૨૦ વર્ષે માણસ લગ્ન કરી લેતા. અત્યારે તો ૨૭-૨૮-૩૦ વર્ષ તો સામાન્ય થઈ ગયા છે. ૩૩ વર્ષ ૫ મહિનાનું આયુષ્ય છે પોતાનું. એટલા નાના આયુષ્યમાં અમરપદની પ્રાપ્તિ કરી લીધી છે. જબરદસ્ત કામ કર્યું છે ! મહાન કાર્ય પોતે કરી લીધું છે ! કરવાયોગ્ય, મનુષ્યપણામાં જે મહાન કાર્ય કરવા યોગ્ય છે, સર્વોત્કૃષ્ટ મહાનકાર્ય છે એ કરી લીધું છે. મુમુક્ષુ :– આ સગવડ અહીંયાં જ છે. ઇ સગવડ આ ભવમાં જ છે. બીજે ક્યાંય નથી. પૂજ્ય ભાઈશ્રી :– બીજે નથી એ વાત ચોક્કસ છે અને તેથી સમયની કિમત ઘણી છે. મનુષ્યપણાના સમયની કિમત ઘણી છે. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે, તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે તે અચરજની વાત છે.' થોડો સમય મળ્યો પણ કામ બહુ મોટું કરી લીધું એ એક આશ્ચર્યની વાત છે, એમ કરીને જ્ઞાનીનો મહિમા કર્યો છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય...' પોતાના સ્વરૂપસુખે કરીને જો પોતાને પરિતૃપ્તપણું વર્ત્યા ન કરતું હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં.' એ હજી સુખ લેવા માટે પરિવષયમાં ઝાંવા નાખતો હોય તો એમ સમજવું કે એને અંદરથી આત્માનું સુખ, એની તૃપ્તિ એને વર્તતી નથી એ વાત નક્કી છે. આ આત્મબોધ છે કે નહિ કોઈ જીવને, એ માપવા માટેનો એક દૃષ્ટિકોણ આપ્યો છે. જો કોઈ જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય એને આત્મિક સુખે કરીને અંદરથી તૃપ્તિ ન આવતી હોય તો સમજવું કે અખંડ એવો આત્મબોધ એટલે આત્મજ્ઞાન એને નથી. એને સમજવો નહિ કે એને આત્મજ્ઞાન વર્તે છે. ભલે ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હોય, બીજું ગમે તેટલું જ્ઞાન દેખાતું હોય તોપણ એને શાન છે એમ ન સમજવું. જીવ પોતાના ક્ષયોપશમથી ભૂલ કરે છે. જ્યારે જીવને પોતાને થોડો ક્ષયોપશમ, પરલક્ષી ક્ષયોપશમ પણ વધે ત્યારે આ જીવને કાંઈક જ્ઞાન મળ્યું, જ્ઞાનની પ્રાપ્તિ થઈ, થોડું જ્ઞાન વધ્યું એવું જ્યારે લાગે, ત્યારે બીજાના ક્ષયોપશમમાં એને વ્યામોહ Page #432 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૦ ૪૧૩ થઈ આવે છે અને ત્યાં એને ભ્રમ થાય છે કે આની પાસે પણ કાંઈક ચીજ છે. એવી રીતે જીવ ભૂલ કરે છે. ભૂલ તો પોતામાંથી કરે છે. પોતામાં પણ એવું સમજે છે ત્યારે એ બીજામાં પણ એવું સમજે છે. બીજામાં એવું સમજે છે ત્યારે એ પોતામાં પણ એવું જ સમજી બેસે છે. પણ અહીંયાં એ લક્ષણ આપ્યું છે કે આત્માની શાંતિથી તૃપ્તિ ન થતી હોય, આત્માના સુખથી તૃપ્તિ ન થતી હોય તો એને આત્મબોધ નથી એમ સમજવું. આત્મબોધ છે એમ ત્યાં સ્વીકારી શકાય નહિ. મુમુક્ષુ :– અજ્ઞાની માટે બહારથી માપ કાઢવાનું બહુ મુશ્કેલ છે. પૂજ્ય ભાઈશ્રી :- માપ કાઢવાનું બહુ મુશ્કેલ છે. એટલા માટે જો કોઈ શાની, બીજા જ્ઞાનીની ઓળખાણ કરાવે તો મુમુક્ષુ ઉપર એક બહુ મોટો ઉપકાર છે. કેમકે મુમુક્ષુની પોતાની તો શક્તિ નથી, એ Capacity તો બહુભાગ મુમુક્ષુની છે નહિ, ઉત્કૃષ્ટ મુમુક્ષુની જુદી વાત છે. જઘન્ય મુમુક્ષુ અને મધ્યમ કોટીના મોટા ભાગના મુમુક્ષુમાં એ Capacity નથી હોતી કે કોઈને શાની તરીકે ઓળખી લે. એવી પરિસ્થિતિમાં કોઈ પ્રસિદ્ધ સમર્થ જ્ઞાની, કોઈ અપ્રસિદ્ધ જ્ઞાની પ્રત્યે આંગળી ચીંધે કે આ જ્ઞાની છે તો એ વિષયમાં એમનો બહુ મોટો ઉપકાર છે. કેમકે એને એક આસ્થા રાખવાનું સ્થાન મળી ગયું. જેના વચન ઉપર વિશ્વાસ મૂકી શકાય. પછી પોતાને ન બેસે તો અંતર સંશોધન કરે પણ વિશ્વાસ મૂકે અથવા પોતાની ભૂલ સમજવા માટે જેની પાસે જવું હોય, પોતાને માર્ગદર્શન મેળવવા માટે જેની પાસે જવું હોય અથવા જેની આશાએ ચાલતા પોતે બીજે રસ્તે ન ચડી જાય એવી સાવધાની જેને રાખવી હોય, એ બધા પ્રકારમાં એને એક પ્રકારનું સંરક્ષણ મળે છે અને જીવ ભૂલતો, ભટકતો અટકી જાય છે. એટલે એક બહુ મોટી વાત છે. એટલે તો આપણે.‘ગુરુદેવ’ માટે કહીએ છીએને કે ‘ગુરુદેવે’ આત્મા તો સમજાવ્યો પણ બીજું કામ એ કર્યું કે જ્ઞાનીને પણ ઓળખાવ્યા કે એમને વળગીને રહેજો, વાંધો નહી આવે. બેડો પાર થઈ જશે. છૂટો પડ્યો કે ગયો, સમજી લેવું. આ ભવથી ગયો નહિ, કેટલા અનંતભવથી ગયો (એનો) હિસાબ કાઢવો મુશ્કેલ પડશે. એવી પરિસ્થિતિ થાય છે. એ મોટી વાત છે. મુમુક્ષુ :– સોનીની વાત ૫૨ વિશ્વાસ હોય કે કેટલા વલ્લું સોનું છે, અહીંયાં વિશ્વાસ નથી આવતો. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ રાજહૃદય ભાગ-૫ - પૂજ્ય ભાઈશ્રી :– વિશ્વાસ નથી આવતો તો બીજો ઉપાય નથી. ન વિશ્વાસ આવતો હોય તો એવી યોગ્યતાને માટે એ પણ સ્વતંત્ર છે. કોઈને પરાધીન તો કરી શકાતા નથી. એટલે વિચાર તો આપણે પોતે પોતા માટે કરવાનો છે. પોતા માટે પોતાને વિચાર કરવાનો છે. જગત તો જગતની રીતે ચાલવાનું જ છે. આ જીવ પણ. અનંત વાર ઊંધો ચાલ્યો છે. એકવાર સીધો નથી ચાલ્યો. અનંતવાર ઊંધો ચાલ્યો છે. એકવાર સીધો ચાલે તો એનો બેડો પાર થઈ જાય. એવું પોતે કરી બેઠો છે અત્યાર સુધી. હવે એ વાતની કોઈ ગંભીરતા સમજાય, એનું નુકસાન સમજાય તો પોતે પોતાની રીતે પોતાની પરિસ્થિતિ ઠીક કરી લે. બસ ! એટલી વાત છે. એ ૩૬૦ પત્ર પૂરો) થયો. પત્રક - ૩૬૧ મુંબઈ, વૈશાખ સુદ ૩, શુક્ર (અક્ષયતૃતીયા), ૧૯૪૮ ને ભાવસમાધિ છે. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી છે સ્થિતિની છે, તથાપિ સમાધિ વર્તે છે." ૩૬૧. એ એક જ લીટીનો પત્ર છે. ભાવ સમાધિ છે. “સોભાગભાઈને લખે છે. ભાવસમાધિ છે. કેમકે એ સ્પષ્ટતા કરે છે ભાવસમાધિ અને દ્રવ્યસમાધિ. બાહ્યઉપાધિ છે; જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે; તથાપિ સમાધિ વર્તે છે. ઉપાધિ ઘણી છે એમ કહેવું છે. ભાવસમાધિને એકવાર ગૌણ કરી નાખે એવી જોરદાર ઉપાધિની પરિસ્થિતિ છે. “તથાપિ સમાધિ વર્તે છે. છતાં હજી સમાધિ તૂટતી નથી. સમાધિ બરાબર વર્તે છે. એમ પોતાની જે અંતરંગ પરિણતિ છે એ પરિણતિનું Page #434 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬ ૧ ૪૧૫ એમણે અંતરબાહ્ય સ્થિતિનું એક લીટીમાં બયાન કરી દીધું છે. મુમુક્ષુ – બાહ્યઉપાધિ ઘણી છે છતાં ભાવસમાધિ એથી વધી જાય એવી અત્યારે છે. પૂજ્ય ભાઈશ્રી – હજી બાહ્ય ઉપાધિ એટલી બધી છે કે ભાવને ગૌણ કરી નાખે. છતાં પણ હજી સમાધિ વર્તે છે. એટલે અંદરની સ્થિતિ સારી એવી મજબૂત છે. આ તો ઘણા લોકો એવું વિચારે ને કે જ્ઞાનીને પણ ક્યારેક સમ્યગ્દર્શન ચાલ્યું જાય અને પાછું આવી જતું હશે અને પાછું ઉપાધિમાં પડે ત્યારે ચાલ્યું જતું હશે. અને પાછું આવી જતું હશે. આ પોતે કુદરતી પત્રો રહી ગયા છે એટલે ખ્યાલ આવે છે. બે-ચાર, બે-ચાર દિવસના પત્રો મળે છે. બે-ચાર દિવસનાં આંતરાના એક-એક પત્રો મળે છે. કુદરતી એ પોતાની અંતરંગ દશાનું વર્ણન કરે છે. એવું પાત્ર મળ્યું છે કે જેની પાસે પોતાની દશા ખોલે છે. મુમુક્ષુ - જ્ઞાનીની અંતરંગ દશાનો વિસ્તાર “શ્રીમદ્જી' સિવાય બીજે ક્યાંય જાણવા મળતો નથી. ભાઈશ્રી :- હા, ઓછું મળે છે. પોતાનું નથી ખોલ્યું. જ્ઞાની આવી હોય. જ્ઞાની આવા હોય એવી વાત મળે. આપણે “પરમાગમસાર' લઈએ કે “બહેનશ્રીના વચનામૃત' લઈએ તો એ જ્ઞાનીની દશાનું વર્ણન આવશે. આપણે જે હવેનું જે પ્રકાશન આવે છે જિણ સાસણં સવં' એમાં જ્ઞાનીની દશાના વર્ણનના “શ્રીમદ્જીના વચનો નાખ્યા છે, “સોગાનીજી ના નાખ્યા છે, “વચનામૃતમાંથી લીધા છે, “પરમાગમસારમાંથી અને “ગુરુદેવશ્રીના વચનામૃતમાંથી લીધેલા છે. એનું જ સંકલન છે. કેમકે શુદ્ધોપયોગ થયો એને કુંદકુંદાચાર્યે જિનશાસન કહ્યું, તો જીવંત જિનશાસન આ છે. ૩૬ ૧ પત્ર પૂરો) થયો. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, નમસ્કાર પહોંચે. ચજહ્રય ભાગ-૫ પત્રાંક - ૩૬૨ મુંબઈ, વૈશાખ સુદ ૪, શનિ, ૧૯૪૮ અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે શાનનું પ્રકાશવું છે. તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ શાનનું લક્ષણ છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં અત્ર સમાધિ છે. સમાધિરૂપ ૩૬૨. ‘હૃદયરૂપ શ્રી સુભાગ્ય, નમસ્કાર પહોંચે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે.' આત્મામાં આત્માપણું વર્તતું હોવાને લીધે ભાવમાં સમાધિ વર્તે છે. અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું....' ચૈત્ર વદ ૧૨ના જે પત્રમાં મથાળું બાંધ્યું છે. ૩૬૦ Page #436 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૬૨ ૪૧૭ પત્રમાં. એનો ખુલાસો, અર્થઘટન કરે છે. એ મથાળાનો અર્થ કરે છે કે અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશનું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જેને ઇચ્છા નહિ થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. સર્વજ્ઞતા લીધી છે ને ! તો એવું જ્ઞાન વર્તે છે તેવું જ બાહ્યમાં વર્તન વર્તે છે, એમ કહે છે. જેમકે પર પદાર્થમાં સુખની ગંધ પણ નથી તો પર પદાર્થની કોઈ પ્રવૃત્તિ કરતા નથી. એટલા નિઃસ્પૃહ થઈ ગયા છે કે સર્વજ્ઞને પર પદાર્થ સંબંધીની કોઈ પ્રવૃત્તિ હોતી નથી. અંતર-બાહ્ય સંપૂર્ણ સમાધિદશા વર્તે છે. એટલે પૂર્ણકામપણાનો આશય એ છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, સંપૂર્ણજ્ઞાન છે તે જ પ્રમાણે શબ્દાદિક વ્યવહારિક પદાર્થને વિષે નિસ્પૃહપણું વર્તે છે. શબ્દાદિક એટલા માટે લીધું કે સર્વજ્ઞની વાણી છે એમાં પણ એમને ઇચ્છા નથી. પૂર્ણકામ છે. નિરિચ્છિક વાણી છે. મુમુક્ષુ :- વાણી પણ મૌનપણાને ભજે છે. - પૂજ્ય ભાઈશ્રી - વાણી મૌનપણાને ભજે છે પણ માનો કે ભગવાનને વાણી છે. સર્વજ્ઞ છે એમને સમવસરણમાં વાણી થાય છે. તો શબ્દદિક વિષયને વિષે એમને ઇચ્છા થઈ ? કે નહિ નિરિચ્છિક વાણી છે. ઇચ્છા વિના વાણી નીકળી છે. તેથી જે આ શાસ્ત્રોની રચના જોવામાં આવે છે જેમાં) હે ગૌતમ (કહીને સંબોધન કરે છે તે યથાર્થ નથી). (ભગવાન અરિહંતને) કોઈપણ પર પદાર્થ પ્રત્યે ઇચ્છાએ કરીને પ્રવૃત્તિ થાય એવું બને નહિ. પછી આહાર લાવવો, દવા લાવવી એ બધો તો પ્રશ્ન અમસ્તો પણ રહેતો નથી. વાણી પણ નથી એમની. એમ છે. એટલે જે પ્રમાણે શાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષે નિસ્પૃહપણું વર્તે છે.' જરાપણ સ્પૃહા હોય નહિ. એની પ્રવૃત્તિ પણ હોય નહિ. આત્મસુખે કરી પરિતૃપ્તપણે વર્તે છે.' એનું નામ તૃપ્તપણું છે. આમ શું છે વિશેષણ ઇચ્છાનું લીધું છે. કોઈને અર્થ કરવામાં તકલીફ પડે એવું છે. પૂર્ણકામપણું. ખરેખર તો પૂર્ણ સુખ, પૂર્ણ સુખ છે. એટલે સુખનું પૂર્ણ તૃપ્તિપણું છે. અતિથી તો પરિપૂર્ણ તપ્તિ છે. નાસ્તિથી કહીએ તો ઇચ્છાનો અભાવ છે. ઇચ્છાનો નાશ છે, એમ એક જ પરિણામને અસ્તિ-નાસ્તિથી કહી શકાય Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ ચજહૃદય ભાગ-૫ આત્મસુખે કરી પરિતૃપ્તપણે વર્તે છે. અન્ય સખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. જુઓ ! આ જ્ઞાનનું લક્ષણ સુખ લીધું. પૂર્ણ જ્ઞાન થાય ત્યારે પૂર્ણ સુખ ઊપજે, પૂર્ણ સુખ આત્મામાંથી ઊપજે ત્યારે બીજેથી ક્યાંયથી સુખની ઇચ્છા ન થાય અને પૂર્ણ જ્ઞાન કહીએ, એને પૂર્ણ સુખ કહીએ, એને સર્વજ્ઞ કહીએ. કારણ કે સર્વજ્ઞ લીધા ને ! સર્વજ્ઞ એટલે પૂર્ણ જ્ઞાન. જેને પૂરું જ્ઞાન થાય તેને ઇચ્છા ન થાય. આ જગતમાં જે લોકો ઈશ્વરને સ્વીકારે છે, જગતના કર્તા, નિયંતા, પાલનપોષણ કરનારા, એ બધાનો આમાં નિષેધ આવી ગયો. કેમકે એને ઇચ્છા થઈ. ત્યાં પૂર્ણ જ્ઞાન નથી. જેનું જ્ઞાન અધૂરું છે, જ્ઞાન અધૂરું છે એટલે કે જે કેટલાક વિષયમાં અજાણ્યા છે, કોઈ કોઈ વિષયમાં જે કોઈ અજાણ્યા છે એ ભૂલ નહિ કરે એની શી ખાતરી ? અજાણ્યો તો ભૂલ કરે. એટલે જે સર્વજ્ઞ નથી તે વિશ્વસનીય નથી, વિશ્વાસને પાત્ર નથી. જે સર્વજ્ઞ છે તે વિશ્વાસને પાત્ર છે. એટલે એને આપ્ત કહ્યા છે. આગમની અંદર જિનાગમને વિષે સર્વજ્ઞને આપ્ત કહ્યા છે એનું કારણ એ છે કે એ કોઈ વિષયમાં અજાણ્યા નથી. તેથી ક્યાંય એમના કહેવામાં એમની વાતમાં ક્યાંય અજાણપણાને લઈને પણ દોષ થવાનો કોઈ સંભવ નથી. માટે એમની સર્વ વાત છે એ માન્ય કરવા જેવી છે. પછી એમાં આ દ્વિપ, ક્ષેત્રનું માપ એટલું મોટું આવે છે કે લોકોને બેસે નહિ. દ્વિપનું, સમુદ્રનું, સ્વર્ગનું, નરકનું એ બધી વાતો એવી આવે છે. પણ એ સર્વશના જ્ઞાનમાં જણાયું છે. સમ્યગ્દષ્ટિને એટલા માટે એ વાત ઉપર વિશ્વાસ આવે છે કે એને પોતાના સર્વજ્ઞ સ્વભાવ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા આવી છે. અને એ પૂર્ણ પ્રગટ થાય છે એવા સર્વજ્ઞ પ્રત્યે પણ એને શ્રદ્ધા આવી છે. માટે એના સર્વ આગમમાં વિશ્વાસ આવે છે. આસ્તિક્યબુદ્ધિ થાય છે. જે સમ્યગ્દષ્ટિને આસ્તિક્યબુદ્ધિ હોય છે એનું કારણ આ છે. પરમાગમ ચિંતામણી'માં એ વિષય આવે છે, “પંચાધ્યાયમાંથી એ વાત લીધી છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તેને પૂર્ણ જ્ઞાનનું લક્ષણ કહ્યું છે. એટલી વાત એમણે જે આગળ પૂર્ણકામપણું છે એવી જે મથાળું બાંધીને વાત લખી છે એના Page #438 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૬૨ ૪૧૯ અર્થનું સ્પષ્ટીકરણ આપ્યું છે. એટલે ઈશ્વરકર્તાના વિષયમાં જેમને શ્રદ્ધા છે એ સમજી લે પોતાની વાત કે આ વાત આપણે આપણી સમજણ સાથે કેટલી મેળ ખાય છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે,...' એ જ પત્રમાં. તે એવા આશયથી લખ્યું છે.' એનો પણ આશય ખોલે છે. કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે.' એટલે કે પોતાનું મૃત્યુ થવાનું નથી, પોતે શાશ્વત પદાર્થ છે એમ જાણે છે. જ્યારે કોઈ કપડું જરી જાય છે. જૂનું થાય છે અને ફાટી જાય આ કપડું હવે જીર્ણ થઈ ગયું છે, ફાટી ગયું છે ત્યારે સહેજે બદલવાનું બને છે કે છે. આને હવે બદલી નાખો. મુમુક્ષુ :- ત્યાં તો હોંશથી બદલાવે છે. પૂજ્ય ભાઈશ્રી :– નવું પહેરવાની હોંશ હોય છે. જૂનું છોડવું છે એને આ મારું જૂનું છૂટ્યું એવી કલ્પના નથી અને અહીંયાં કલ્પના કરે છે. એટલે એમને (–જ્ઞાનીને) મૃત્યુ માટે નિર્ભયપણું વર્તે છે. ચાર સંજ્ઞામાં ભયસંશા અનાદિથી છે. એમાં મૃત્યુની જે સંશા છે, ભયસંજ્ઞા, એ તો જાણે-અજાણે પણ એનું કાંઈ કોઈ ક્લાસમાં શીખવા નથી ગયો કે મૃત્યુનો ભય કેવી રીતે લાગે ? સમજી લઈએ, જરા એને શીખી લઈએ પછી આપણને ભય બરાબર થાશે. એ અનાદિની સંજ્ઞા છે. મૃત્યુનો ભય પ્રાણીમાત્રને સૌથી વધારે ભયવાન કરે છે, દુઃખી કરે છે. ત્યારે પહેલુંવહેલું કોઈ મોટું કામ થાય છે સમ્યગ્દર્શન થતાં, સમ્યાન થતા જો કોઈ મોટામાં મોટું કામ થાય છે તો એ છે કે જ્ઞાની સર્વથા નિર્ભય થઈ જાય છે. સપ્તભય રહિત (થઈ જાય છે). જે નિર્જરા અધિકારમાં સાત ભય લીધા (એ) સાત ભયમાં કોઈ ભય બાકી રહેતા નથી પછી. સપ્તભય એટલે સર્વ ભયથી રહિત એવા જ્ઞાની હોય છે. મુમુક્ષુ :- સાત ભયના નામ કહો ને. गुलिय 2 પૂજ્ય ભાઈશ્રી :– સાત ભટ્ટ-આલોકભય, પરલોક ભય પછી ચોરીનો ભય પછી અરક્ષાનો ભય પછી અકસ્માતનો ભય. એવી રીતે વેદનાનો ભય, એવી રીતે સાત ભય છે. જગતમાં જે બધા ભયસ્થાનો છે એ બધા (આમાં આવી જાય છે). એમ કે પરલોકમાં મારી કેવી ગતિ થશે ? કોને ખબર છે ? હું ક્યાં જઈને પડીશ ? મારી શું સ્થિતિ થશે ? એ જ્ઞાનીને શંકા નથી પડતી. જ્ઞાની નિઃશંક છે. પોતાની Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ રાજહૃદય ભાગરૂપ ગતિ માટે એ નિઃશંક છે. આલોકમાં પણ એને કોઈ લોકનો ભય નથી. પરલોકનો પણ ભય નથી. પછી વેદનાનો ભય નથી. ચોરીનો ભય નથી, અરક્ષાનો ભય નથી. એને કોઈ ભય થતો નથી એમ કહેવું છે. પ્રશ્ન :- ઘણા અજ્ઞાનીના મરણ એવા હોય છે કે ખબર હોય કે હું થોડો ટાઇમ છું, છતાં વાતો કરતા કરતા કાંઈ ન હોય, એનું શું કારણ હશે ? સમાધાન :- કુદરતી મંદ કષાય કોઈને રહે છે. કોઈને કુદરતી મંદ કષાય રહે છે. કોઈને સામાન્ય સમજણથી પણ રહે છે. કોઈને અજ્ઞાનપણે પણ રહે છે. એ સંભવિત છે. એટલે તો આ અન્યમતીમાં પણ દેખાય છે ને ? જાતિસ્મરણવાળા કેમ દેખાય છે ? કે સામાન્ય રીતે જીવ દેહત્યાગ કરે છે ત્યારે પ્રાણ છૂટવાની વેદના તીવ્ર થાય છે અને બહુભાગ એ બેશુદ્ધ અવસ્થાની અંદર દેહત્યાગ કરે છે. એટલે એટલી બધી બેશુદ્ધિ આવી જાય છે કે જ્યારે એ નવા ભવમાં શુદ્ધિમાં આવે છે ત્યારે આગળ હું ક્યાં હતો ને કેમ હતો, એ બધું એને ખલાસ થઈ જાય છે. નથી માણસને કોઈ એવા મોટા Accident થતાં તો પોતે વિસ્મૃતિમાં નથી આવી જતા ઘણાં ? કે કોઈને ઓળખે જ નહિ. પોતાના પરિવારને ન ઓળખે. પહેલાં બેશુદ્ધ થઈ જાય. શુદ્ધિમાં આવે ત્યારે કોઈને ન ઓળખે. પૂછે, કેમ ભાઈ ? કોણ છો તમે ? એમ કહે. તમે કોણ ? તમે કોણ ? એમ પૂછે. ત્યારે પેલા લોકોને ખ્યાલ આવી જાય કે આણે સ્મૃતિ ગુમાવી છે. એમ સ્મૃતિ ગુમાવે છે. એમ જીવ પૂર્વભવની સ્મૃતિ ગુમાવે છે એનું કારણ એ છે. વેદના ઘણી વેઠે છે એ વખતે. એ રીતે કોઈને સહેજે અજ્ઞાન દશામાં બને છે તો સ્મૃતિ રહી જાય છે એનું કારણ એ છે. શ્વાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે.' મૃત્યુનો ભય નથી લાગતો. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે,...' એ શાની અનિત્યપણામાં રહ્યા છે એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે.’ પછી એમને અનિત્યપણું નથી રહ્યું કે હું મનુષ્ય આયુ જેવડો જ છું, આ માણસ છે એટલો જ હું છું. એવું એને નથી લાગતું. એ તો નિત્યપણામાં એણે વસવાટ કરી લીધો, પોતાના નિત્ય સ્વરૂપમાં એ વસી ગયા. હતું તો ખરું પણ પોતાને ખબર નહોતી. આ ભાનમાં આવી ગયા એટલે એમને શાશ્વતપદ મળી ગયું એમ કહેવામાં આવે છે. શાશ્વતપદ તો હતું પણ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૨૧ પત્રાંક-૩૬૨ એના ભાનમાં આવ્યા ત્યારે એ પદ હતું એમ સિદ્ધ થાય છે. નહિતર એ તો નહીં હોવા બરાબર છે. ખરું આત્મભાન થાય છે. આ પણ જ્ઞાનીની દશા લીધી. જેને ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ...” આ “સમયસારનો કર્તા-કર્મ અધિકાર'. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું...” રાગાદિ ભાવનો હું અકર્તા છું. ‘એવો બોધ ઉત્પન્ન થઈ અહંપ્રત્યયીબુદ્ધિ અહંમપણાની જે બુદ્ધિ તે વિલય પામે છે.” કેમકે એ પ્રત્યક્ષપણે પોતે પોતાના સ્વભાવ પરિણામનો કર્યા છે એવો અનુભવગોચર કરે છે. એવું પ્રતિભાસે છે એટલે એવો અનુભવ કરે છે કે હું મારા જ્ઞાનાદિ સ્વભાવ પરિણામનો કર્તા છું અને જેવા સ્વભાવ પરિણામનો કર્તા છું એવો મારો સ્વભાવ છે. તેથી મારા સ્વભાવ પરિણામને હું કરું છું. જેવા વિભાવ પરિણામ થાય છે એવો કરવાનો મારો સ્વભાવ નથી અને મારા સ્વભાવથી હું છૂટ્યો નથી. તેથી હું એ ભાવને કરું છું એવો મને અનુભવ જ નથી થતો, એમ કહે છે. મને એવો અનુભવ નથી થતો કે એ ભાવને હું કરું છું. આ જ્ઞાનીનો શાનદશાનો અનુભવ છે. મુમુક્ષુ - રાગથી ભિન. પૂજ્ય ભાઈશ્રી :- અન્યભાવનો એટલે રાગાદિથી ભિન્ન, ક્રોધાદિથી ભિન. સર્વ વિભાવ પરિણામથી ભિન્ન પડ્યો. કેમકે કર્તાપણું અભિન્ન પદાર્થને વિષે હોય છે. અથવા કર્તાપણું વ્યાપ્ય-વ્યાપક ભાવે અનુભવગોચર થાય છે. તો જ્ઞાનીની દશામાં જ્ઞાનીને જે ચારિત્રમોહનો રાગાદિ વિભાવ થયો એમાં પોતાની વ્યાપ્તિનો અભાવ જુએ છે. પોતે પોતાના સ્વભાવમાં અને સ્વભાવ પરિણામમાં વ્યાપેલો અનુભવગોચર થાય છે. રાગાદિ વિભાવમાં પોતે વ્યાપે છે એવો અનુભવ એને થતો નથી. બાપ્તિથી ભિન્ન પડાય છે. " મુમુક્ષુ જીવને પણ જ્યાં ભેદજ્ઞાનનો પ્રયત્ન અથવા પ્રયોગ કરવો છે ત્યાં એને એ પ્રયોગ વ્યાપ્તિથી કરવાનો રહે છે કે હું ક્યાં વ્યાપું છું ? મારા જ્ઞાનમાં હું વ્યાપું છું? કે હું રાગમાં વ્યાપું છું? અનાદિથી રાગમાં, વિભાવમાં વ્યાપું છું એવા અનુભવને લીધે હું જ્ઞાનમાં વ્યાપ્તો નથી એવો અનુભવ વર્તે છે. જેને જ્ઞાનાદિ ભાવમાં હું વ્યાપ્યવ્યાપક ભાવે રહેલો છું એવો અનુભવ થાય, એવો પ્રતિભાસ થાય એને રાગાદિમાં Page #441 -------------------------------------------------------------------------- ________________ , જશાપ / ૪૨૨ રાજહૃદય ભાગ-૫ હું વ્યાપ્તો નથી એવો પ્રતિભાસ અથવા અનુભવ થાય. બંનેમાં વ્યાપ્તિનો અનુભવ કોઈને થઈ શકતો નથી, જ્ઞાની કે અજ્ઞાનીને. એક જગ્યાએ થાય. જેને રાગાદિમાં થાય તે અજ્ઞાની છે. જેને જ્ઞાનાદિ સ્વભાવમાં થાય તે જ્ઞાની છે. આમાં થાશે ત્યારે આમાં નહિ થાય. રાગમાં થાશે ત્યારે જ્ઞાનમાં નહિ થાય, જ્ઞાનમાં થશે ત્યારે રાગમાં નહિ થાય. પ્રશ્ન :- અજ્ઞાનીને રાગાદિમાં વ્યાપું છું એવો અનુભવ થાય છે કે ભ્રમ થાય છે ? સમાધાન :- હા. પણ એ ભ્રમ થાય છે એ એવો ભ્રમ થાય છે કે જાણે હું ખરેખર વ્યાપી જાવ છું એવો ભ્રમ થાય છે. છે એનો ભ્રમ અને ભ્રમ છે એટલે એને મિથ્યાભાવ કહેવાય છે, એને જૂઠ કહેવાય છે, એને અવાસ્તવિક કહેવાય છે. પણ એ તો જ્ઞાની કહે છે. કોણ કહે છે ? એ જ્ઞાની કહે છે. તમને ખબર છે કે અહીંયાં દોરડું પડ્યું છે એ સાપ નથી. કોઈ અજાણ્યો માણસ અંધકારની સ્થિતિ થઈ ગઈ હોય, રાત પડી ગઈ હોય અને કોઈ અજાણ્યા માણસને સર્પ લાગે અને એને ભય થાય. તે દી દોરડી ભલે સાપ ન થાય પણ એને ભય કેટલો થાય ? જેટલો સાચો સાપ સામે હોય એટલો જ એને ભય થાય. બીજી વાત જવા દો ને, આ આત્મા મરતો નથી એ વાત નક્કી છે. પોતે અત્યારે હયાત છે. આ જીવનમાં પોતે અત્યારે હયાત છે એ શું બતાવે છે ? કે પોતે કદી મર્યો નથી. મર્યો હોય તો નાશ થઈ ગયો હોય. છતાં મૃત્યુનો ભય કેવો છે ? મુમુક્ષુ :- ત્રીસ વર્ષથી ગોખીએ છીએ. પૂજ્ય ભાઈશ્રી :- છતાં તપાસે કે મૃત્યુનો ભય કેવો છે ? કે સાક્ષાત પોતે મરી જાય છે એવો જ એને ભય લાગે છે કે હું મરી જઈશ, ખરેખર હું મરી જઈશ, મારો નાશ થઈ જશે. નાશ થતો નથી. જેને એવું ભાન વર્તે છે કે હું શાશ્વત છું એ તો જ્ઞાની છે. એ એમ કહે છે કે આ તારો ભ્રમ છે, તારું આ ખોટું છે. પણ જેને એ પરિણામ થાય છે અને સત્ય જેને અનુભવગોચર થતું નથી એને તો એ ભ્રમ છે એ જ સત્ય છે. એને તો ભ્રમ છે એ સત્ય છે અને એનું દુઃખ છે એ એટલું જ એને થાય છે. દુઃખ ઓછું નથી થતું, એમાં અનંત દુઃખ થાય છે. મુમુક્ષુ :- રમત બધી ભાન ઉપર જ છે. કયારેય મરતો તો છે નહિ, મરવાનો Page #442 -------------------------------------------------------------------------- ________________ પત્રક–૩૬૨ ભય લાગે છે. પૂજ્ય ભાઈશ્રી :– ભાન ઉ૫૨ છે. વસ્તુસ્થિતિ, સત્યસ્વરૂપ એનું ભાન કરવાવવા માટે સત્સંગ છે, સતુશાસ્ત્ર છે એ બધું એને માટે છે. અને ભ્રમ પાછો બહુ દૃઢ છે. ભ્રમને કાઢવો મુસીબત પડે એટલો બધો દૃઢ છે. એટલા માટે એનો પરિશ્રમ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. ૪૨૩ એટલે (કહે છે), જેને ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ..' એવું અનુભવજ્ઞાન ઉત્પન્ન થઈ તેમાં અહંપ્રત્યયીબુદ્ધિ...' તે અન્ય ભાવમાં હું કરું છું અથવા ભોગવું છું અથવા તેમાં હું વ્યાપું છું. એવો જે અનુભવ. બુદ્ધિ એટલે અનુભવ તે વિલય પામે છે.' એવો અનુભવ એને થતો નથી કે આ રાગ મેં કર્યો એવો અનુભવ નથી થતો. રાગ થતો જણાય છે પણ કર્તા, કારયિતા અને અનુમંતા ત્રણેમાંથી એકેય થતો નથી. એવો અનુભવ વર્તે છે. કહેવામાત્ર નથી, બોલવામાત્ર નથી, અરે..! એવો વિકલ્પ કરવામાત્ર એ વાત નથી, પણ એવો અનુભવ વર્તે છે. એને જ્ઞાનીની દશા કહેવામાં આવી છે. મુમુક્ષુ :- અહંપ્રત્યયીબુદ્ધિ. શબ્દરચના પણ કેવી છે. પૂજ્ય ભાઈશ્રી :- અહં પ્રત્યયી બુદ્ધિ. અહં થાય એવી બુદ્ધિ. અહંપણું પ્રેરાય એવી બુદ્ધિ. એવી બુદ્ધિ જ એને થતી નથી, એ વિલય પામી ગઈ છે, નાશ પામી ગઈ છે. એ તો એકદમ પ્રકાશમાં આવી ગયા છે. જ્ઞાનનો, સમ્યક્ત્તાનનો એવો પ્રકાશ છે કે પોતે પોતામાં છે, પોતે પોતામાં પૂર્ણ સુખ આદિ સર્વ ગુણોથી સંપન્ન છે, જેમાં કોઈની જરૂર નથી, અપેક્ષા નથી. અને બહા૨માં પોતાથી બહાર જેટલું કાંઈ છે એમાં પોતાને કાંઈ લાગતુંવળગતું નથી, જરાપણ લાગતુંવળગતું નથી. બસ ! પછી વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? શંકા શી ? કોઈ વાત શી બીજી ? પછી અને કોઈ વાત નથી. એવું જે આત્મભાન તે વારંવાર.. એટલે સતતપણે ઉજ્જવળપણે વર્ત્યા કરે છે...' આ પોતાની હવે વાત કરે છે. આવું જે આત્મભાન તે અમને સારી વર્તે છે. ઉજ્જવળપણે વર્તે છે એટલે સારી રીતે વર્તે છે, સ્પષ્ટપણે વર્તે છે. એટલે મૃત્યુ આદિનો ભય અમને નથી. એમ કહે છે. નિત્યપણું પ્રાપ્ત કરી લીધું છે. અનિત્ય એવા મનુષ્યઆયુના કાળમાં નિત્યપણું અમે પ્રાપ્ત કરી લીધું છે. એવું જે આત્મભાન તે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ રાજહૃદય ભાગ-૫ વારંવાર ઉજજવળપણે વત્ય કરે છે. તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં.” એટલે પૂર્ણતા જે પ્રાપ્ત કરવી છે એટલી સ્થિતિ નથી. “અત્ર સમાધિ છે. છતાં અભિપ્રાયથી જુઓ તો બરાબર સમાધિ વર્તે છે. મુમુક્ષુ - બે-ત્રણ લીટીમાં ઘણું આવી ગયું. પૂજ્ય ભાઈશ્રી – “સમયસાર' નો કર્તા-કર્મ અધિકાર નાખી દીધો છે. અન્યભાવનો હું અકર્તા છું. એટલે રાગાદિ ભાવ તો થાય છે પણ જુદાં પડી ગયા. છે. પોતાની વ્યાપ્તિનો અનુભવ થતો નથી. સ્વરૂપમાં પોતાની વ્યાપ્તિનો અનુભવ વર્તે છે અને અન્ય ભાવમાં વ્યાપ્તિનો અનુભવ થતો નથી. એ એક વાસ્તવિકતા છે. એને આત્મજ્ઞાન કહ્યું છે, એને આત્મભાન કહ્યું છે. એ ૩૬૨ પત્ર પૂરો થયો. પત્રક - ૩૬૩ મુંબઈ, વૈશાખ સુદ ૫, રવિ, ૧૯૪૮ હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વત્ય કરે છે. વધારે શું લખવું ? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય જ છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં તે પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો ને નિશ્ચય છે, તેને કે તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ – તીર્થકરાદિક છે - તેનું આત્મત્વ સાંભરે છે. MALIS Page #444 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૩ ૪૨૫ ૩૬૩. શ્રી સોભાગ્યભાઈ (ઉપરનો પત્ર છે). “હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વત્ય કરે છે. એક પછી એક સંયોગની અંદર ઘણી ઉપાધિ કરવી પડે એવી પરિસ્થિતિ જોરદાર વર્તે છે. “વધારે શું લખવું ? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે. એટલે ભલે ઉપાધિ ઘણી છે તોપણ સર્વ પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાતનું વિસ્મરણ થતું નથી. એવું બરાબર પરિણામ, ધારણા એટલે એવું ધારણ કરીએ છીએ. ધારણા એટલે ધારણ કરવું એને ધારણા કહે છે. એવું અમે ધારણ કર્યું છે કે અમારી ધીરજ ખોઈને અમે કોઈ કામ કર્યા નથી. પ્રશ્ન :- ધીરજ રાખવી એટલે ? સમાધાન – ધીરજ રાખવી એટલે ઉતાવળે અધીરજથી ઘણી તીવ્રતા પકડીને કોઈ કામમાં જાતા નથી. ઊલઝીને પડતા નથી. અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જાળમાં પરમાર્થ વિસર્જન કરાય એમ જ વર્તવું. એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.... જુઓ હવે એ સાક્ષાત પરિણમન છે. પણ “સોભાગભાઈને પત્ર લખે છે એટલે એક પૂર્વ ભૂમિકાનો અહીંયાં નિર્દેશ કરે છે કે જીવને એવો એક દઢ નિશ્ચય હોવો જોઈએ કે આવો વ્યવહાર કરતા તો અનંત કાળ ગયો. જે તે પ્રસંગ પડે છે એ પ્રસંગમાં તો અનંત કાળ વ્યતીત કર્યો છે. તો તેની જાળમાં.” જુઓ ! જંજાળ” શબ્દ વાપર્યો. એ લપ છે એક જાતની. જાળ એટલે એ લપ છે. એ અરુચિનો. વિષય છે એને જંજાળ કહે છે. તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું.... અને એમ વર્તવા માટે એનો દઢ નિશ્ચય હોવો જોઈએ અને એ દઢ. નિશ્ચય ત્યારે થાય છે કે એની કિમત ચાલી જાય છે ત્યારે. જીવને જ્યાં સુધી સંયોગોની અનુકૂળતાની કિમત હોય ત્યાં સુધી પ્રતિકૂળતાની ચિંતાને એ છોડી શકે નહિ. એ તો એક સિક્કાની બે બાજુ જ છે. એટલે એની કિમત ખોવે તો જ એ બધા જંજાળી પ્રસંગોની અંદર પોતે પોતાના પરમાર્થ તત્ત્વનું વિસ્મરણ ન કરે અથવા એ બાજુની પ્રયત્ન દશાનું વિસર્જન ન કરે. નહિતર વિસર્જન થઈ જાય. ભૂલી જાય. જે કહે છે ને માણસ કે આ બધી વાત સારી છે ને સમજાય છે પણ ભૂલી જવાય છે. જેવા કામકાજમાં લાગી જઈએ છીએ, વ્યવહારમાં લાગી જઈએ છીએ કે બધું ભૂલી જઈએ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ ચજહૃદય ભાગ-૫ છીએ. એનું કારણ શું છે ? કે દૃઢ નિશ્ચય નથી. મુમુક્ષુની ભૂમિકામાં જે નિશ્ચય હોવો જોઈએ એ નિશ્ચય નથી એટલે નિર્ણય વગર અને નિશ્ચય વગર અદ્ધરોઅદ્ધર સામાન્ય રચિથી થોડું ગમે છે, ગોઠે છે એટલે પોતે થોડો પરિચય રાખે છે પણ વ્યવહારિક કામની જંજાળમાં એ બધું વિસર્જન કરી જાય છે. એટલે જેને એવો નિશ્ચય છે તેને તેમ હોય છે. એમ અમે જાણીએ છીએ. તેને તેમ હોય છે એટલે કે તેને પરમાર્થનું વિસર્જન નથી થતું એમ અમે જાણીએ છીએ. આ અમારો અનુભવ કહે છે કે જેને આવો નિશ્ચય થઈ ગયો, જો તમે પણ નિશ્ચય કરો તો પરમાર્થનું વિસર્જન નહિ થાય. અને નહિતર પરમાર્થનું વિસર્જન થઈ જશે. વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ – તીર્થંકરાદિક – તેનું આત્મત્વ સાંભરે છે. આ જે ઉપાધિ વિશેષ વત્ય કરે છે એ પત્રની છેલ્લી લીટી આ છે. પત્રની ઉપરની લીટી એ છે કે અનુક્રમે ઉપાધિયોગ એક પછી એક ઘણો વર્તે છે. તો બીજી બાજુ અંદરમાં, વનમાં જે યોગીઓ ઉદાસીનપણે વર્યા છે, સર્વસંગપરિત્યાગ કરીને તીર્થંકરાદિક વત્ય છે એમનું જે આત્મામાં આત્માપણું હતું, જેને શાસ્ત્રમાં પ્રચુર સ્વસંવેદન કર્યું છે. અમને તો અત્યારે એ સાંભરે છે. આ બાજુ ઉપાધિ વધી છે તો આ બાજુ એ સ્મરણમાં આવે છે. એટલે કે પોતે એ દશાની ભાવનામાં ખૂબ વર્તે છે. જેમ જેમ આ બાજુ ઉપાધિ વધે છે તેમ તેમ એ મુનિદશાની ભાવનામાં વિશેષ વિશેષ વર્તે છે. એ સહજ એમની દશા છે એ આ જગ્યાએ સ્પષ્ટ થાય છે. અહીં સુધી રાખીએ. Page #446 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક - ૩૬૪ મુંબઈ, વૈશાખ સુદ ૯, ગુરુ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે. કઈ હાલ જ્ઞાનવાત લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો. { તા. ૧૨-૧૨-૧૯૮૯ પ્રવચન ન. ૧૦૩ પત્રાંક - ૩૬૪ થી ૩૬૭ bud “હૃદયરૂપ શ્રી સુભાગ્ય, અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે. લગભગ બધા પત્રોમાં જે વાત પરિણમનમાં ચાલી રહી છે એ વ્યક્ત કરી છે. કિંઈ હાલ જ્ઞાનવાત લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો. મુમુક્ષુ :- અત્ર સમાધિ છે, બાહ્યોપાધિ છે, સામેસામું છે. પૂજ્ય ભાઈશ્રી :- સામેસામું છે. અંદરમાં સમાધિ વર્તે છે. બહારમાં ઉપાધિનો પ્રસંગ ઘણો છે. તમે કાંઈ જ્ઞાનવાર્તા હમણાં ઓછી લખો છો તો લખશો એમ કરીને એ વિષય ઉપર આમંત્રણ આપ્યું છે. મુમુક્ષુ :- બાહ્ય ઉપાધિ હોવા છતાં પુરુષાર્થ અટકતો નથી. પૂજ્ય ભાઈશ્રી - નહિ. પુરુષાર્થ વિશેષ જોર કરે છે. ખરેખર તો. એ આવશે, પુરુષાર્થ ઘણો વિશેષ, જોરદાર છે. આગળ તો એક પત્રમાં એ વાત એમણે લખી Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ચજહૃદય ભાગ-૫ નાખી છે. ૩૩૯ માં લખ્યું છે ને ચિત્ત જરાય પ્રવેશ કરતું નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સજ્ઞાનને વિષે જ રુચિ રહે છે, બીજું કાંઈ કરવામાં આવતું નથી. ૩૩૪માં એ વિશેષપણે છે. “ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગો અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. જ્ઞાની ઘણા થયા છે તો પણ અમારી પરિસ્થિતિમાં હોય એવા થોડા થયા છે. તીવ્ર પુરુષાર્થી ધર્માત્માઓ પણ ઓછી સંખ્યામાં હોય છે. મુમુક્ષુ :- ઉપાધિ સમાધિનું આવ્યા જ કરે છે.. - પૂજ્ય ભાઈશ્રી :- હા, લગભગ બધા પત્રમાં છે. ઉપાધિ છે અને સમાધિ છે બને વાત છે. ૩૬ ૧માં છે, ૩૬ ૨ છે, ૩૬૩માં છે. બધામાં એ વાત છે. ૩૬૪માં તો “સોભાગભાઈને ખાલી કોઈ જ્ઞાનવાર્તા લખવા માટે સૂચના કરી છે. ટૂંકો પત્ર છે. પત્રક ૩૬૫ મુંબઈ, વૈશાખ સુદ ૧૧, શનિ ૧૯૪૮ આજે પતું પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે. પ્રાણવિનિમય' નામનું મેગેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતા અનુમાનથી લખી છે. તેમાં . કેટલીક અસંભવિતતા છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. સસ્વરૂપપૂર્વક નમસ્કાર. Page #448 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૬૫ ૪૨૯ ૩૬ ૫. શ્રી સોભાગભાઈ'. “આજે પતું પહોંચ્યું છે. વ્યવસાય વિશેષ રહે છે.' ધંધાનું કામકાજ પ્રવૃત્તિ વધારે રહે છે. પ્રાણવિનિમય' નામનું મેમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે. કોઈ મેસુમેરિઝમનું પુસ્તક છે. આગળ વાંચી ગયા છે. એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી;” સામાન્ય રીતે માનસિક પરિસ્થિતિ ઉપરના આવા પુસ્તકો હોય છે, સાહિત્ય હોય છે અને લોકોને એમાં આશ્ચર્ય લાગે છે પણ એમાં કોઈ મોટી આશ્ચર્યકારક વાત નથી. તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે. એવું ન બને એવું પણ છે. અંદર કેટલીક વાત એવી છે. એટલે એ સાહિત્ય વાંચીને એનું પોતે ટુંકામાં માપ કાઢી લીધું છે. પોતાના વિશેષ જ્ઞાનથી એનું માપ કાઢી લીધું છે. હવે એ પ્રત્યે કેવો અભિપ્રાય છે એ સ્પષ્ટ કરે છે. જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે. આત્માનું જેને ધ્યેય નથી અને લોકો પ્રત્યેનું કાંઈ પ્રયોજન છે, માનનું કે અર્થ–પૈસાનું, એને એ વાત ઉપયોગી છે. પણ જેને આપણા જેવાને કે જેને આત્માપણું આત્મામાં કરવું છે એને એ વાત ઉપયોગી નથી. આપણા કામની આ વાત નથી. ભલે ગમે તે વાત હોય એનો સરવાળો ત્રણ લીટીમાં, અઢી લીટીમાં આપી દીધો. પણ આપણા માટેની આ કોઈ ઉપયોગી વાત નથી. ઉપેક્ષા કરવા જેવી વાત છે. - “અમને તો તે પ્રત્યે લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી...' એ વિષયમાં કોઈ વિશેષ તમને લખવાની ઇચ્છા પણ થતી નથી. “અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી. કેમકે અમને એની જરાપણ ઇચ્છા નથી. એટલે ભલે એ સંબંધીમાં ઉપયોગ કામ કરતો હોય તોપણ કાંઈ અમારે લખવાની ઇચ્છા નથી. કેમકે એ કામની ચીજ નથી, નકામી ચીજ છે. લોકોને ભલે ઘણો મહિમા લાગે, અમારી દૃષ્ટિએ એ નકામી ચીજ છે. અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે. અંદરમાં સમાધિ છે. બહારમાં અનેક પ્રકારના બંધનને લઈને પ્રતિબદ્ધતા એટલે બાહ્ય કાર્યોના બંધનને લઈને પ્રતિબદ્ધપણું વર્તે છે. એટલે એ બંધન અનુસાર પ્રવૃત્તિ વર્તે છે. એ બંધનથી વર્તે છે, પરાણે કરવું પડે છે, બંધાઈને કરવું પડે છે. એ વાત લગભગ દરેક પત્રમાં પોતે લખે છે. પછી ૩૬ પત્ર થોડો વિસ્તારથી છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ચજહૃય ભાગ-૫ પત્રાંક - ૩૬૬ મુંબઈ, વૈશાખ સુદ ૧૨, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિજોગનો છેઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે; અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને છે. હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે, તો ઉદાસપણે તેમ કરીએ. મે છીએ; મન ક્યાંય બાઝતું નથી, અને કંઈ ગમતું નથી, તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે. નિરુપમ એવું જે આત્મધ્યાન, તીર્થકરાદિકે કર્યું છે, તે પરમ એ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. વધારે શું કહેવું ? વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ. હૃદયરૂપ શ્રી સુભાગ્ય, મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે...” આ અંદરની દશા અહીંયાં વધારે સ્પષ્ટ કરે છે. એટલે જે દશા ચાલુ છે એના ઉપર એ વિચાર ચાલે છે. વિચાર ચાલે છે નહિ પણ સ્પષ્ટપણે એનો નિશ્ચય છે એ દશા વિશેનો કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી...” એટલે પલટીને “અન્ય ભાવમાં પોતાપણું થતું નથી.... ક્યારે પણ કોઈપણ પ્રકારના વિભાવભાવમાં એ અમે કરીએ Page #450 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૬૬ ૪૩૧ છીએ, એવા અમે છીએ, એ અમારા પિરણામ છે, એવું પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે...' પરિણતિની અપેક્ષાએ છે. શુદ્ધોપયોગ હોય તો તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થાય, પણ એ તો સર્વસંગપરિત્યાગ વિના તો ગૃહસ્થમાં એ દશા થતી નથી. એટલે અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે,...' ધર્મધ્યાન છે એ અખંડપણે ચાલુ રહે છે. એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે;...' આવી અંદરની એકધારી અખંડ આત્મધ્યાનની જે દશા છે, તેમ છતાં બહારમાં ઉપાધિયોગ ઘણો છે. વિચિત્ર પરિસ્થિતિ છે. સામાન્ય રીતે તો ધર્માત્માને નિવૃત્તિ જ હોય અને લગભગ નિવૃત્તિ મળે એ પ્રકારના સહેજે પુણ્ય અથવા સંયોગો ઊભા થઈ જાય છે. આવું કોઈ કોઈ પૂર્વના વિચિત્ર કર્મના ઉદયથી કોઈ કોઈ જ્ઞાનીઓને સંયોગમાં પણ આવી પરિસ્થિતિ હોય છે. તે આશ્ચર્યકારક છે. ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે;...' એટલી પ્રવૃત્તિ વધી છે કે થોડીક જ ભાગ્યે જ નિવૃત્તિ (રહે છે). થોડીક ક્ષણ લીધું છે. થોડીક ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, ભાગ્યે જ રહે છે. અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી....' જેમ કોઈ માંદા અશક્ત માણસ પાસે મજૂરી કરાવે તો એને કષ્ટ ઘણું પડે, માંડ માંડ કરે. એવું એમનું ચિત્ત પ્રવૃત્તિ કરવા માટે અશક્ત થઈ ગયું છે અને પ્રવૃત્તિ ઘણી આવી પડી છે. એમ કહે છે. થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે,...' કરવી પડે એમ છે. નહિતર બીજી પરિસ્થિતિ મોટી ગડબડવાળી ઊભી થતી હોય તો એ કરવી પડે છે એમ માનીને, આ કરવી પડશે એમ માનીને કરી લઈએ છીએ કે કર્યા વગર આમાં છૂટકો નથી. એટલે કર્તવ્ય છે, તો ઉદાસપણે તેમ કરીએ છીએ...’ પરાણે પરાણે તે કરીએ છીએ. “મન ક્યાંય બાઝતું નથી...' મન ક્યાંય લાગતું નથી. એટલે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં મન લાગતું નથી. મન તો એનાથી એકદમ ઉદાસ વર્તે છે અથવા જરાપણ રસ પડતો નથી. અને કંઈ ગમતું નથી...'. ક્યાંય મન બાઝતું નથી. ક્યાંય ગમતું Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ રાજહૃદય ભાગ-૫ પણ નથી. તથાપિ હાલ હરિઇચ્છા આધીન છે.' એવા બધા વિચિત્ર સંયોગો ઊભા થયા છે કે પરાણે પરાણે જોડાઈએ છીએ. એ કુદરતી પરિસ્થિતિમાં વર્તીએ છીએ. હરિઇચ્છા એટલે અહીંયાં કુદરતને આધીન. એવી રીતે છે. મુમુક્ષુ :- છેલ્લા થોડાક પત્રોમાં હરિ... પૂજ્ય ભાઈશ્રી – હા, બંધ કરેલું, પાછું અહીંથી શરૂ કર્યું છે થોડું, કોઈ વાત આવી છે. આ પૂર્ણકામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. એમના ઉપરના પત્રથી પત્રાંક૩૫૯) શરૂ કર્યું છે. કોઈપણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું વળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું. તેને સર્વ સુખરૂપ છે, જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી, હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે' એ સોભાગભાઈએ પોતે લખ્યું છે કે એમણે થોડું સમાધાન કર્યું છે પણ એમાં હરિઇચ્છાને વચ્ચે રાખી છે. એટલે પાછી એ વાત ઉપર એમણે શરૂઆત કરી કે હરિ તો એવા હોવા જોઈએ કે જેને કોઈ ઇચ્છા જ ન હોય. પૂર્ણકામતાવાળા હરિ. એક બાજુ હરિઇચ્છા કહેવી અને બીજી બાજુ હરિને ઈચ્છા વગરના સ્વીકારવા જોઈએ. એ વાત એમણે પાછી ચર્ચામાં લઈ લીધી છે. આડકતરી રીતે એ વાત લીધી છે. એટલે અહીંયાં પણ એ વાત થોડી નાખી છે. નિરૂપમ એવું જે આત્મધ્યાન, તીર્થકરાદિકે કર્યું છે, તે પરમ આશ્ચર્યકારક છે.. જે આત્મધ્યાન તીર્થંકરાદિકે કર્યું. શ્રેણી માંડી, કેવળજ્ઞાન લીધું એવું જ ધ્યાન છે એ આશ્ચર્યકારક છે. એમનો ઉપયોગ જ બહાર ન નીકળ્યો. “વચનામૃતમાં એક વાત લીધી છે કે ધન્ય તે ઘડી છે કે જ્યારે ઉપયોગ અંદર ગયા પછી બહાર આવશે જ નહિ હંમેશને માટે, એ ધન્ય પળ છે. એ ધન્ય સમય છે કે ઉપયોગ બહાર જ નહીં આવે. તે પરમ આશ્ચર્યકારક છે. કેમકે એ વખતનો પુરુષાર્થ, એ વખતનું સ્વસંવેદન અને એ વખતનું આત્મસ્વભાવમાં ઉપયોગનું ચોંટી જવું, ઉપયોગનું ઊંડા ઊતરી જવું અને ઊંડે ઊંડે એટલો ઉપયોગ ચાલ્યો જાય કે પછી બહાર નીકળવાનો કોઈ પ્રસંગ રહેતો નથી. એ દશા પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો. તીર્થકરો વિચરતા હતા એ કાળ પણ એવો કોઈ વિશિષ્ટ પ્રકારનો હતો, જેમાં અંતર-બાહ્ય ધર્મની પ્રભાવના વિશેષ (થાય એવા અનેક જીવો હતા. એવો આશ્ચર્યકારક (કાળ) Page #452 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૬ ૪૩૩ હતો. એટલે કે એ વખતે ધાર્મિક વાતાવરણ, તીર્થંકરાદિકના જમાનામાં એ સમયમાં, ધાર્મિક વાતાવરણ ઘણું જામેલું અને ઉત્સાહિત હતું. વધારે શું કહેવું ? અત્યારે તો દુકાળ જોવે છે. ધર્મનું દારિત્ર્ય જુએ છે. ત્યારે એમ કહે છે, તીર્થકરાદિક વખતે તો જે ધર્મની સમૃદ્ધિ હોય છે એ સમૃદ્ધિ અત્યારે જોવામાં આવતી નથી. અત્યારે ધર્મદારિદ્રતા જોવામાં આવે છે. “વધારે શું કહેવું ? વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં, અને આ પ્રવૃત્તિમાં અમે છીએ.” કોયલ તો વનમાં જ રહે. હવે ત્યાં એને કોઈ મારીને હાંકી કાઢે કે અહીંયાં વનમાં તારે નથી રહેવાનું, તું શહેરમાં જા. તો એ તો વનનું પ્રાણી છે. વનમાં રહેલું વનનું પ્રાણી છે, એને મારીને કોઈએ શહેરમાં વસ્તીમાં મોકલી દીધી અને ક્યાંક કોકના ખોરડા ઉપર જેમ કાગડા બેસે એમ કોયલ બેસે. એ કોયલ એવી રીતે શહેરમાં જોવા નથી મળતી. વનરાજીમાં જ કોયલ રહે છે અને એ જ એનું નિવાસસ્થાન છે. એમ અમારો ઉદય તો એવા તીર્થંકરાદિક પ્રવર્તતા હોય, ધર્મની ઘણી સમૃદ્ધિ હોય અમારો નિવાસ તો એવી જગ્યાએ હોવો ઘટે, એના બદલે ક્યાં આવી પડ્યા ? ‘ગુરુદેવ’ કહેતા ને ? “ગુરુદેવ બીજો શબ્દ કહેતા. “શું કહીએ વખાના માર્યા અહીંયાં આવ્યા છીએ.” કાઠિયાવાડી શબ્દ છે. વખા એટલે શું ? વખત. એવો કોઈ નબળો સમય આવી ગયો છે કે અમે અહીંયાં આવી ગયા છીએ. કોઈ માણસ એમ કહે ને ? કોઈ શ્રીમંત માણસ હોય. કોઈ સામાન્ય મજૂરીનું કામ કરી લેતો હોય. કેમ ભાઈ ! તમે આવું કામ કરો છો ? કોઈ ઓળખીતો મળી જાય. ભાઈ ! તમે તો મોટા શ્રીમંત, તમારી સમૃદ્ધિ બધી જોયેલી. તમે આ બધું ક્યાં કામ કરો છો ? (તો કહે, ભાઈ ! એ તો વખાના માય બધું કરવું પડે. | મુમુક્ષુ :- અમે અહીં ક્યાં આવી ચડ્યા ? બહેનશ્રી' માં આવે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. આ અમારો દેશ નથી. ખરી વાત છે. પાછા એ તો ધર્મસમૃદ્ધ ક્ષેત્રમાંથી આવેલા છે, બધું યાદ છે. મહાવિદેહમાં સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં તો ધર્મની જાહોજલાલી, ધર્મવૃદ્ધિ, વાતાવરણ જ ત્યાં બધું એકસરખું. અન્યમત છે નહિ કોઈ. જાહેરમાં તો કોઈ પ્રસિદ્ધમાં અન્યમત ચાલતો નથી. એકલો જૈન ધર્મ જ ચાલે છે. જૈનધર્મ એવું નામ પણ પાડવાની ત્યાં જરૂર નથી. કેમકે બીજો ધર્મ જ નથી. Page #453 -------------------------------------------------------------------------- ________________ ગુજહૃદય ભાગ-૫ એ એવું જ છે કે જેણે કાંઈપણ વૈભવ ન જોયો હોય એને વૈભવ દેખાડો તો એને એની કિમત એને સમજાય નહિ, દીપચંદજી’એ ‘અનુભવ પ્રકાશ'માં દૃષ્ટાંત લીધું છે. એક ભીલ જેવો માણસ હતો. એને એક નીલમણિ જડી ગયો. એને એમ કે કોઈ પથો સારો છે, દેખાવ સારો છે પથરાનો, લઈને કેડે બાંધ્યો. તળાવમાં પાણીમાં ન્હાવા પડ્યો તો આખું તળાવનું પાણી લીલા રંગનું દેખાય. પ્રકાશ... પ્રકાશ... લીલો પ્રકાશ પથરાઈ ગયો હોય પાણીમાં એવો નીલમણિનો પ્રકાશ પાણીની અંદર થવા માંડ્યો. કોઈ ઝવેરી હતો એને ખ્યાલ આવી ગયો કે એના શરીર ઉપર કપડા પૂરા નથી. આ માણસની પાસે નીલમણિ ક્યાંથી આવી ગયો ? એટલે (એને કહ્યું), હું તને લે આટલું આપું. એમ કરીને એની પાસેથી લઈ લે છે. એટલે જેને કિમત છે એ ખરીદી લે છે. પેલાને તો ખબર નથી કે ક્યારે એ પથરાનો ઘા કરશે. કોઈ પક્ષીને ઉડાડવા એ તો ઘા કરે કે આ કાંકરો મારો. એવું થાય. એવી પરિસ્થિતિ વર્તમાનમાં આ કાળમાં ધર્માત્માઓની છે કે જેની અંદર ધર્મદારિદ્રતાને લઈને, ધર્મ અને ધર્માત્માનું મૂલ્યાંકન જીવોને હોતું નથી. અને ‘શ્રીમદ્ભુ’ જેમ ઝવેરી બજારમાં બેઠા બેઠા મજૂરી કરે છે એવી પરિસ્થિતિમાં સમય નીકળી જાય છે. ૩૬૬ (પત્ર પૂરો) થયો. બહુ લાક્ષણિક રીતે પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. ૪૩૪ પત્રાંક ૩૬૭ મુંબઈ, વૈશાખ વદ ૧, ગુરુ, ૧૯૪૮ · આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કંઈ જ્ઞાનપ્રસંગ લખવાનું કરશો. નમસ્કાર પહોંચે. Page #454 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૩૬૮ ૪૩૫ ૩૬૭. શ્રી સોભાગભાઈ. “આપનું પત્ર પ્રાપ્ત થયું. ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. હાલ કાંઈ જ્ઞાનપ્રસંગ લખવાનું કરશો. આપનું પત્ર પ્રાપ્ત થયું છે. ઉપાધિપ્રસંગ તો રહે છે, તથાપિ આત્મસમાધિ રહે છે. ઉપાધિપ્રસંગ રહે છે એટલે પરિણતિનું ઠેકાણું નથી એમ નથી. છતાં પણ આત્મસમાધિ રહે છે. ફરીને પણ લખે છે કે કાંઈક “જ્ઞાનપ્રસંગ લખવાનું કરશો.” એ વૈશાખ સુદ નોમના પત્રમાં, ૩૬૪માં જ્ઞાનવાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે. વૈશાખ સુદ નોમે કહ્યું છે, એ વૈશાખ વદ એકમમાં ફરીને એ વિષયમાં ટકોર કરી છે. પછીનો પત્ર પણ “સોભાગભાઈનો છે. પત્રક - ૩૬૮ મુંબઈ, વૈશાખ વદ ૬, ભોમ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય, પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સટ્ટાને વિષે જીવ રહે છે, એ ખેદની વાત છે; પણ તે તો જીવને તે પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. તે ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય છે એમ વર્તે છે. જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકમાંનુસાર કરે છે; છે. જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા ન કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ. તે શાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી. એવા જે જીવ. Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ રાજય ભાગ-૫ જ છે. તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિનો નાશ હોય આ છે; અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ, તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે, અને તેથી ઉપર કે જણાવ્યું છે, એવું પરિણામ ઘણી વાર આવતું અટકી જાય છે. અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વર્તે છે. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન તે મળવા દેતો નથી, અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. અમે તો પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે ન રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે, અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ? ઉત્પન થતો હોવાથી સર્વ જંજાળરૂપ વર્તે છે, એટલે ઈશ્વરાદિ સમેતમાં છે ઉદાસપણું વર્તે છે. આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિષે પડવાને યોગ્ય તેમ નથી. હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ. એટલે કોઈ પ્રકારની તે જ્ઞાનવાત પણ જણાવી શકાતી નથી; પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું તું નથી. ઘણા માસ ક વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. * નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ. ૧. મણિભાઈ સૌભાગ્યભાઈ વિષે. Page #456 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૮ ૪૩૭ ૩૬૮. હૃદયરૂપ શ્રી સુભાગ્ય, પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સટ્ટને વિષે જીવ રહે છે, એ ખેદની વાત છે...” “સોભાગભાઈના પુત્ર જે “મણિભાઈ છે એને ઉદ્દેશીને લખ્યું છે. નામ નથી લખ્યું પણ “અંબાલાલભાઈ આ બધામાં સંકલનમાં હતા એટલે એમને થોડો ખ્યાલ હતો. ફુટનોટમાં ચોખવટ કરી છે. નહિતર આવા પત્રો ઉપરથી કોઈ બીજું અનુમાન પણ કરી લે કે “સોભાગભાઈ' પણ એ રીતે સટ્ટો કરતા હશે. એ ખેદની વાત છે, એટલે “મણિભાઈ' કરે છે એ પણ ખેદની વાત છે. નાનપણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે.” એ સંબંધીનો પરિણામનો વિચાર કરે કે પરિણામમાં કેટલું નુકસાન છે. પરિણામ કેટલા ચંચળ થાય, પરિણામ કેટલા તીવ્ર રસવાળા થાય અને કેટલી ગતિ પકડે. વિરુદ્ધ દિશામાં કેટલી જોરથી ગતિ પકડે, ઊંધો પુરુષાર્થ કેટલો વધી જાય ? એ તો જીવ વિચાર કર્યા વિના એને ન સમજાય એવી વાત છે. કેમકે સામે વગર પરિશ્રમનો લાભ દેખાય છે. સટ્ટના વેપારમાં પરિશ્રમ ઓછો અને લાભ મોટો એવી એક લાલચ હોય છે. એટલે એ લાલચથી જીવને એ પ્રકારની સહેજે વૃત્તિ થઈ આવે છે અને આવી વૃત્તિ અબુધ માણસોમાં પણ હોય છે. ગામડાના ખેડૂત લોકો જુગાર રમે છે ને, એક જાતનો જુગાર છે. માણસ જુદી જુદી રીતે જુગાર રમતા હોય છે. એ એક વૃત્તિ હોય છે. મુમુક્ષુ :- સટ્ટામાં આરંભ પરિગ્રહ તો બહુ ઓછો છે. પૂજ્ય ભાઈશ્રી :- આરંભ પરિગ્રહ ઓછો છે પણ આરંભ પરિગ્રહમાં બંધન થાય એથી વધારે બંધન સટ્ટામાં થાય છે. પરિણામની તીવ્રતા છે. તાંદુળિયા મચ્છને ક્યાં મોટું એવડું છે કે હિંસા કરે. માછલા તો પેલો મગરમચ્છ ખાય છે. પણ એની પાંપણ ઉપર બેઠો બેઠો કહે છે આવડો મોટો છે પણ મુરખ પણ મોટો જ છે. શરીર પણ મોટું છે અને મુરખો પણ મોટો છે કે મોઢામાં આવેલા માછલા જવા દે છે. પેલાને શું છે, એવી ટેવ હોય કે મોઢું ફાડીને પડ્યો રહે તો કલાકો સુધી મોટું ફાડીને પડ્યો રહે. તો કેટલાય માછલા આવે ને કેટલાય માછલા ચાલ્યા જાય, મોઢું બંધ ન કરે. મોઢું બંધ કરે તો બધા એના ખોરાક થઈ જાય. પેલો અમસ્તો અમસ્તો કર્મ બાંધે છે. કેવળ આરંભ પરિગ્રહથી બંધન છે એવું નથી. મુખ્ય તો પરિણામથી બંધન છે. પ્રવૃત્તિ તો એની નિમિત્ત છે. પણ નિમિત્ત ન હોય તોપણ પરિણામ થાય છે. હવે કેટલુંક માર્ગદર્શન સરસ લીધું છે. જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની Page #457 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ચજહૃદય ભાગ-૫ વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. અહીંયાં દર્શાવરણીય એટલે દર્શનમોહ લેવો. “જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે....એટલે આ જે લોકો કાંઈ ચમત્કારથી, કાંઈ રિદ્ધિ-સિદ્ધિથી કાંઈ અમને ભાવ બતાવી દે, કાંઈ અમને આશીર્વાદ આપી દે, કાંઈ અમારા ચોપડામાં ઓમ કરી દે તો થાય, અમારા ઘરે પગલા કરે તો પૈસા મળે, અમારા ઉપર હાથ મૂકે તો અમને લાભ થઈ જાય, અમને કાંઈ વાંધો ન આવે. આવા જ પ્રકારના જે જ્ઞાનીને વિષે, જ્ઞાનીના નિમિત્તે જે ધનાદિની વાંછા કરે છે તેને વિશેષપણે, તીવ્રપણે દર્શનમોહનો બંધ થાય છે. એવા જીવને આત્મજ્ઞાનથી દૂરની દશા થઈ આવે છે. એ તત્ત્વની નજીક ન આવી શકે. પ્રશ્ન - એ કેવા પ્રકારનું મિથ્યાત્વ કહેવાય ? સમાધાન - ગૃહીત મિથ્યાત્વ કહેવાય. અન્યમતમાં એ જ છે ને. ભગવાનને, ગુરુને, શાસ્ત્રને-એના શાસ્ત્રને માનીને, પૂજીને એ લોકો એ જ ઇચ્છે છે. એટલે તો “ોડરમલજી એ કહ્યું, શ્વેતામ્બર સ્થાનકવાસીમાંથી અધ્યાત્મ ચાલ્યું ગયું તો એ અન્યમત જેવું થઈ ગયું છે. કેમકે એ લોકો પણ અનેક પ્રકારે જે ઈચ્છે, એમ આ લોકો પણ બધું એમ જ ઇચ્છે છે. જોકે અત્યારે તો દિગમ્બર સંપ્રદાયમાં એ જ દશા થઈ ગઈ છે. મુમુક્ષુ :- છત્ર ચડાવવું... - પૂજ્ય ભાઈશ્રી :- એ લોકો પણ છત્ર ચડાવીને આમ કરશે. મુનિ મહારાજો પાસે દોરા, ધાગા ને તાવીજ ને બધું ત્યાં પણ ચાલે જ છે. એ બધું ગૃહીત મિથ્યાત્વનો તીવ્ર દર્શનમોહનો પ્રકાર છે અને તીવ્ર દર્શનમોહ એટલે આત્માથી ઘણું દૂર જવું એનું નામ તીવ્ર દર્શનમોહ છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે' એટલે ગુરુદેવ ચોખવટ કરતા કે આ લાકડીમાં કાંઈ જાદુ નથી. કોઈ એવી રીતે અમારી માટે વિચાર કરતું હોય તો એવું કાંઈ છે નહિ, એ બધું હમ્બગ છેખોટી અફવા છે. આમાં કાંઈ છે નહિ, ઘણા ચોરી જાય છે. એ-જ્ઞાની એટલા માટે સ્પષ્ટતા કરતા કે એવો કોઈ સામા જીવને ખોટો પ્રતિબંધ થાય એમ ન વર્તે. પોતા થકી એને નુકસાન થાય, દર્શનમોહનો પ્રતિબંધ ઉત્પન ન થાય એમ વર્તે છે. ઉત્પન્ન થાય એમ ન વર્તે. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૩૯ પત્રાંક–૩૬૮ - મુમુક્ષુ :- સામાને ભ્રમમાં ન રાખે. - પૂજ્ય ભાઈશ્રી :- એને ભ્રમમાં ન રાખે કે તું અહીંયાં આવીશ એટલે તને બે પૈસા મળી જશે. તું અહીંયાં આવતો જા, સુખી થઈ જઈશ. એવું ન કરે. જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકમાંનુસાર કરે છે...” જુઓ જ્ઞાની પોતે પણ પોતાનું ઉપજીવન અને આજીવિકા પણ પૂર્વકર્મ અનુસાર કરે છે. એ કાંઈ ઈચ્છતા નથી કે બીજા લોકો મારી આજીવિકા ચલાવે અને હું ધર્મધ્યાન કરું. એમ શાની નથી ઇચ્છતા. જોકે દાન દેવાવાળા તો જ્ઞાની નહિ આત્માર્થીને પણ દાન દે છે. આત્માર્થી છે એને આત્માર્થનો સમય વધારે મળે અને પ્રવૃત્તિ એને ઓછી કરવી પડે એવી આપણે એને મદદ કરવી જોઈએ. એમ સાધર્મી તરીકે બીજા વિચારે છે તે યથાર્થ છે. પણ આત્માર્થી કે જ્ઞાની એમ વિચારતા નથી કે મને વધારે નિવૃત્તિ મળે માટે હું દાન લઈ લઉં અને પછી હું નિવૃત્ત થઈને ધર્મધ્યાન કરું એમ એ વિચારતા નથી. બન્નેનો ન્યાય પરસ્પર વિરુદ્ધ છે. -ન્યાયનો વિષય થોડો અટપટો છે. જો પોતે કોઈના ઉપર ઉપકાર કરે તો જરાય ન ગણે. ગમે તેટલો મોટો ઉપકાર કરે. જરાપણ એની ગણતરી ન રાખે. બિલકુલ નહિં. કાંઈ મેં કહ્યું જ નથી, હું કાંઈ કરતો નથી, એમ જ લે. બીજો નાનો પણ થોડો પણ ઉપકાર કરે તો એને ઘણો કરીને ગણે ભાઈ ! તમારી સજ્જનતા ઘણી છે. તમે તો અમારા ઉપર ઉપકાર કરેલો છે, એમ કહે. ન્યાયનો વિષય ઊલટો-સૂલટો છે. એવી થોડી વાત છે. એ સારી સ્પષ્ટતા આ પત્રમાં આવી છે. “જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકમાંનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ.' પોતે તો કરતા નથી. બીજાને પણ નહિ. જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એટલે આધારબુદ્ધિ ખોટી ઊભી થાય એમ પોતે કરે નહિ અને બીજાને કરાવે નહિ. કેમકે બીજાને ફાયદો કરી દેવો તો એની આધારબુદ્ધિ કેમ બદલાશે ? જેના આધારે સુખ માન્યું છે એવા જે સંયોગો, એ સંયોગની બુદ્ધિ છે, સંયોગમાં સુખની બુદ્ધિ છે એ કેમ ફરે એને ? (“જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરીને આજીવિકા કરતા નથી; અથવા કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી.) એમ જાણીએ છીએ. પોતાને અને “સોભાગભાઈને Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૦ રાજહૃદય ભાગ-૫ આ પ્રસંગ છે તો કહે છે, અમે પણ અમારી મર્યાદામાં આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ. તમને પણ કેટલીક મર્યાદામાં રાખવા ઇચ્છીએ છીએ. તમને એ રીતે અમે મદદ કરવા માગતા નથી કે જેથી તમારો જે સંયોગ ઉપરનો આધારબુદ્ધિનો ભાવ છે એ વધારે દઢ થઈ જાય એવું અમે કરવા ઇચ્છતા નથી. એમાં તો પ્રતિબદ્ધતા આવશે. આત્માને પ્રતિબંધ થશે. જ્ઞાનને પ્રતિબંધ કહો, આત્માને પ્રતિબંધ કહો, એક જ વાત છે. પ્રશ્ન – આજીવિકા તો ચારિત્રમોહમાં જાય એમાં દર્શનમોહ વચ્ચે ક્યાંથી આવ્યો? સમાધાન :- એટલે શું આધારબુદ્ધિથી. જ્ઞાની આજીવિકાની પ્રવૃત્તિ પૂર્વકર્મ અનુસાર કરે છે તો એ જુએ છે કે પૂર્વકર્મ આ પ્રકારે નથી. પૂર્વકર્મનો ઉદય તો લાવ્યો લવાતો નથી, કાઢ્યો જતો નથી, તો પૂર્વકર્મનું જ્ઞાન કરી લે છે કે, આપણા કરેલા અપરાધને હિસાબે આ પરિસ્થિતિ છે, પણ એની આધારબુદ્ધિથી કોઈ પ્રવૃત્તિ કરતા નથી કે આજીવિકાના આધારે હું જીવું છું એ વાત એને નથી. મુમુક્ષુ :- ત્યાં દર્શનમોહ ઉભો થાય છે. પૂજ્ય ભાઈશ્રી :- ત્યાં ઊભો થાય છે. આત્માના આધારે દર્શનમોહની નિવૃત્તિ છે અને રાગ અને રાગના વિષયભૂત પદાર્થોથી આત્માને દર્શનમોહની આવૃત્તિ છે. આવૃત્તિ કહો કે આવરણ કહો. એમ આવૃત્તિ અને નિવૃત્તિને આધારબુદ્ધિ સાથે સીધો જ સંબંધ છે. કેમકે સ્વરૂપ નિર્ણયના કાળમાં કેવો આત્મા નિશ્ચિત થયો ? કે હું નિરાલંબ, નિરપેક્ષ પદાર્થ છું. કોઈના આધારની મને જરૂર નથી. મારી અનંત જીવત્વશ્યક્તિથી હું અનાદિથી જીવતો રહ્યો છું, અનંત કાળ જીવતો રહેવાનો છું, કોઈના આધારની મને જરૂર નથી. શરીરના આધારની જરૂર નથી. પછી શરીરના નભવાના જે સાધનો છે–અનાજ, પૈસા, પાણી વગેરે એનો તો પ્રશ્ન જ નથી. શરીર વિના હું જીવું છું. મારી જીવત્વશક્તિથી જીવું છું અને એ જીવત્વશક્તિના પ્રાણ છે જ્ઞાન ને દર્શન, એ એના પ્રાણ છે. જ્ઞાન અને આનંદ એના પ્રાણ છે. મુમુક્ષુ :- નિર્ણય વખતે જે આત્માનું લક્ષ બંધાણું એ લક્ષ છૂટતું નથી. પૂજ્ય ભાઈશ્રી :- એ લક્ષ છૂટતું નથી. લક્ષમાં આવો જ છું, એ લક્ષ નથી છૂટતું. લક્ષનો વિષય છે કે હું આવો જ છું-એ નથી છૂટતું. એટલે ગમે તે હાલતમાં એ હાલકડોલક થતા નથી. એને આધાર પોતાનો મળે છે. ઘણાને તો એકલા સંયોગનો આધાર છે અને એ આધાર ખસી જતો દેખાય છે. એટલે એનું સર્વસ્વ જાણે ખસી Page #460 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૬૮ ૪૧ ગયું હોય એમ એને લાગે છે, સર્વસ્વ ચાલ્યું ગયું એમ લાગે છે. જ્યારે આમને તો ગમે તે પરિસ્થિતિમાં પોતાના આત્માનો જ આધાર છે. વાત પૂરી થઈ ગઈ. શાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે; અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; કેમકે એને પૂર્વકર્મના પાપ પણ સ્થિતિ ટુંકાવી નાખે છે, ટુંકાઈ જાય છે એટલે સામાન્ય રીતે જે ધીરજથી નિઃસ્પૃહપણે વર્તે છે એવા મુમુક્ષુને બહુ લાંબો પાપનો ઉદય રહેતો નથી. સામાન્ય રીતે એની સ્થિતિ ટુંકાઈને એ સહેજે એ ભીંસમાંથી નીકળી જાય છે. એ તો ‘ગુરુદેવ કહેતા કે આ ચીજ એવી છે કે પુયપણે ત્યાં બંધાય અને પાપની સ્થિતિ ટુંકાઈ જાય તો કોઈ પૈસાવાળા થઈ જાય. પણ એ દૃષ્ટિએ અને એ આધારે આ કરવા જેવું નથી. એ દૃષ્ટિકોણ અપનાવવા જેવો નથી. એ તો એક સમજવાનો વિષય છે, જાણવાનો વિષય છે. પણ નિસ્પૃહતા હોય એને હોં ! જેને અંદરમાં સ્પૃહા છે એને તો પાપનું બંધન થાય છે, દર્શનમોહનું બંધન થાય છે. - જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એટલે કે પોતાની કાંઈ ઇચ્છા હોય છતાં એ ઇચ્છાને અનુસરીને જ્ઞાની પ્રવૃત્તિ ન કરતા હોય, ઊલટાનો નિષેધ કરતા હોય. ગમે તે પ્રવૃત્તિ હોય, પૂર્વકર્મની જે પરિસ્થિતિ હોય ધીરજથી, સમતાથી એને વેદવી અને એમાં ઇષ્ટ-અનિષ્ટપણું ન થાય એવો મુમુક્ષુએ પ્રયત્ન રાખવો, પુરુષાર્થ કરવો કે એમાં ઇષ્ટ-અનિષ્ટપણું જેટલું બને તેટલું ઓછું થાય તો એને દોષ ન આવે. નહિતર એને એમ થાય કે હું આટલો બધું દુખી થાઉં છું અને મારી સામું જોતા નથી ? કેટલી મારે પ્રતિકૂળતા છે, કેટલી મારે આપત્તિઓ આવી પડી છે. કોઈ મારી સામે જોતું નથી. બીજાને દોષિત ગણે કે આવી રીતે કોઈ અહીંયાં ધ્યાન રાખતું નથી. એ પોતાને માટે એમ ન વિચાર કરાય. | મુમુક્ષુ :- જ્ઞાની પાસે રિદ્ધિ-સિદ્ધિ હોય તો એને પોતાને પૂજ્ય ભાઈશ્રી :- તો એમ થાય કે આમની પાસે તો રિદ્ધિ-સિદ્ધિ છે ને મારું દુખ મટાડતા નથી, મારા માટે કાંઈ એમને વિકલ્પ આવતો નથી. એને દોષ ન આવવો Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ રાજહૃદય ભાગ-૫ જોઈએ. અને જેને દોષ આવતો નથી, એવો જે મુમુક્ષુ જીવ તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતા..' જો એ જ્ઞાનીના આશ્રયે દોષ એને ન આવે ને શાંતિ રાખે તો એને આપત્તિનો નાશ હોય છે. અથવા એની આપત્તિનો જે ઉદય છે એમાં મંદપણું થઈ જાય છે. એવું સહેજે સહેજે બને છે એમ અમે જાણીએ છીએ. સહેજે પરિણામ અનુસાર સામે પરિસ્થિતિ, પુદ્ગલોમાં પણ ફેરફાર થાય છે. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિક્ટ છે આ કાળમાં એવી જે ધીરજ રાખવી એ સામાન્ય રીતે વિકટ છે. એ પરિસ્થિતિ જુએ ત્યારે એને સહેજે એમ થાય કે કાંઈક મને અનુકૂળતા થાય તો સારું, મારી પ્રતિકૂળતા દૂર થાય તો સારું. એવું સહેજે થઈ જાય). કેમકે મુમુક્ષુની સ્થિતિ તો નબળી ઘણી છે, પરિણામમાં બળ નથી એટલે. એટલે એવી સ્થિતિ રહેવી વિકટ છે. અને તેથી. એવી સ્થિતિ ન રહે તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ.... એટલે કે આપત્તિનો નાશ થાય કે આપત્તિમાં મંદપણું આવે એવું પરિણામ આવતું હોય તોપણ ઘણીવાર આવતું અટકી જાય છેઊલટાની એ આપત્તિ ચાલુ રહે છે. પોતાને સ્પૃહા રહે તો એ આપત્તિ ચાલુ રહે છે. જો સ્પૃહા ન રહે તો એ આપત્તિ ચાલી જાય છે. ખરી દવા તો આ છે. એના બદલે એ પોતે ઉતાવળો થઈને ખોટો ઈલાજ કરે છે, ખોટો માર્ગ અપનાવી લ્ય છે. એમ કરીને ધીરજ રાખવાથી ફાયદો છે એ વાત કાઢી. ન્યાય એ આપ્યો, પરિસ્થિતિ ગમે તે તમારી હો, જેટલી તમે ધીરજ રાખશો એટલો જ તમને ફાયદો છે. જરાક આમાં આકળવિકળ થઈ અને ખોટે રસ્તે સટ્ટો કે આ કે તે, છોકરાવને પણ ક્યાંય અનુમોદન આપી દે (તો) એ કરવા જેવું નથી. કે “અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વર્તે છે. આવી વાતોમાં તો અમને ઘણું ઉદાસીનપણું વર્તે છે. કેમકે સંયોગોની ચર્ચા કરવી જ બહુ ગમતી નથી. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે.' - “અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય...” હવે પોતાની દશાની વાત કરે છે. અમારા આત્માને વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મને મળવા દેતો નથી...” જુઓ ! જે કાંઈ પ્રવૃત્તિ અને વ્યવહાર કરીએ છીએ અને અમારી સાથે મેળ પડે એવી કોઈ વાત નથી. મનથી કાંઈ મેળ પડતો નથી. એટલો વૈરાગ્ય છે કે ક્યાંય Page #462 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૬૮ ૪૩ મનમેળ પડે એવું દેખાતું નથી. અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. એટલું કામનું દબાણ છે કે વ્યવહારનો પ્રતિબંધ આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. હવે એ કુદરતી આવી પડેલી વાત છે. પોતાને તો સ્પૃહા નથી. એ સુખનો હેતુ છે એટલે એમાંથી પણ હવે છૂટશું. એમાં પણ અધીરજ નથી, છૂટી જશું. કેમકે અમારે તો છૂટવા સિવાય બીજું કોઈ લક્ષ છે નહિ. પ્રવૃત્તિ વધે છે એ તો પૂર્વકર્મને કારણે વધે છે. સમય દેવો પડે છે એમાં મનમેળ થાતો નથી. એ પણ સુખનો હેતુ છે. અમે તો પાંચ માસ થયાં. વૈશાખ મહિનો ચાલે છે. એટલે આ વર્ષની શરૂઆતથી સમ્યગ્દર્શનને એક વરસ થઈ ગયું. પાંચ મહિના પહેલાં એમની જ્ઞાનદશાને એક વરસ પૂરું થયું છે. - મુમુક્ષુ – પોતાની પ્રવૃત્તિ વિશે લખે છે એ પોતાના પુરુષાર્થની નબળાઈ કહેવાય પૂજ્ય ભાઈશ્રી :- પુરુષાર્થની નબળાઈ ગણાય પણ એ મુખ્ય વાત નથી અહીંયાં. એ એક જાણવાનો વિષય છે. જે કાંઈ ગણતરી કરવા જેવો વિષય તો એ છે કે પૂર્વકર્મને લઈને પ્રવૃત્તિ આવી પડેલી હોવા છતાં એમનો પુરુષાર્થ એટલો હતો કે એ ટકી ગયા. ઘણો પુરુષાર્થ હતો. એ પરિસ્થિતિમાં બીજા ન ટકી શકે એમાં એ ટકી ગયા. પછી ઉપરથી લઈએ તો પુરુષાર્થ પૂર્ણ નથી ત્યાં સુધી અપૂર્ણ છે. પણ ગણવાની વાત, ગણતરીમાં લેવા જેવી નીચેથી છે કે આટલી બધી પ્રવૃત્તિમાં, પૂર્વકર્મની સંયોગની આવી સાંકડી સ્થિતિમાં ફાટફાટ વૈરાગ્ય છે અને ક્યાંય એમનું મન લાગતું નથી. ઘણો વૈરાગ્ય છે. એટલે શું છે કે ભલે મુનિદશામાં પુરુષાર્થથી નથી આવ્યા પણ સંસાર ટુંકાવી નાખ્યો છે. આ બધું ગણિત કોઈ જલદી સમજમાં ન આવે એવું કેટલુંક ગણિત છે. કોઈ જ્ઞાની નિવૃત્તિમાં હોય તો ઉપયોગ તો દશા અનુસાર જ અંદર જવાનો છે. પછી શુભની પ્રવૃત્તિ વધે છે, શુભ પ્રવૃત્તિ વધી જાય. કેમકે અશુભમાં તો જ્ઞાની અમસ્તા પણ જવા ચાહતા નથી. કુદરતી પુણ્યનો યોગ હોય છે એટલે અશુભ યોગ ઓછો હોય, શુભયોગ વિશેષ હોય. શુભયોગ વિશેષ હોય ત્યારે અઘાતિનો શુભનો બંધ પણ બહુ મોટો પડે. જે સ્થિતિ છે એ તો રસ ઉપર છે. સ્થિતિ અને અનુભાગ Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ચજહૃદય ભાગ-૫ પરિણામના રસ ઉપર છે. જો અશુભનો તીવ્ર રસ હોય તો નાકાદિનું મોટું આયુષ્ય પડે છે. જો શુભનો તીવ્ર રસ હોય તો દેવલોકાદિનું મોટું આયુષ્ય પડે છે. રસ તીવ્ર એમ અઘાતિમાં સ્થિતિ મોટી પડી જાય છે. આ એક અઘાતિ કર્મનું વિજ્ઞાન છે. હવે અહીંયાં કુદરતી એવી રીતે પડ્યા છે કે જેમાં શુભ એટલું બધું નથી થઈ શકતું. આખો દિવસ પ્રવૃત્તિમાં જોડાવું પડે છે. અંદરથી મન લાગતું નથી. વૈરાગ્ય છે એના હિસાબે આત્મા ત્યાંથી પાછો પડે છે પણ છતાં પ્રવૃત્તિમાં જોડાય છે. નીરસ પરિણામે પણ જોડાય છે તો ખરા. ભલે ૨સરહિત–નીરસ પરિણામે પણ જોડાય છે તો ખરા. તો સામાન્ય રીતે જે ઊંચા આયુષ્યનો બંધ પડે એના બદલે એનો સંસાર એટલો ટૂંકો થઈ જાય છે, સંસારમાં રહેવાનો કાળ ટૂંકો થઈ જાય છે. પછી જલ્દી સાધી લે છે. જેવો આ ઉદ્દય પૂરો થયો કે એ અંદરની સાધનામાં એકદમ ઝડપ કરે છે. એનું કારણ કે એને સંસાર દામાં રહ્યા રહ્યા, અશુભયોગમાં રહ્યા રહ્યા ઘણું કામ કર્યું છે. હવે એ જે કામ કર્યું છે એનો હિસાબકિતાબ કોઈ બહારથી બેસે એવું નથી. એવી પરિસ્થિતિ છે. મુમુક્ષુ ઃ– પછી છેલ્લે તો ‘મુંબઈ' છોડી દીધું. છેલ્લે છેલ્લે ‘મુંબઈ' છોડી દીધું. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો પોતાની તબીયત પણ અસ્વસ્થ થઈ ગઈ છે એટલે છોડી દીધું, પણ જેટલો ટાઇમ રહ્યા છે, જે ઉંમરમાં રહ્યા છે અને જેટલો સમય રહ્યા છે એમાં એમની આંતરિક સ્થિતિ, આત્માની દશા બહુ સૂક્ષ્મતાથી, બારીકાઈથી અભ્યાસ કરવા જેવો વિષય છે. મુમુક્ષુ – સાંસારિક કાર્યમાં તીવ્ર રસ થે તો અઘાતિકર્મ લાંબા પડે. પૂજ્ય ભાઈશ્રી :– એ તો કોઈપણ, શુભ કે અશુભ તીવ્ર રસથી કરો એટલે ઘાતિનો બંધ મોટો પડે. સીધી વાત છે. અઘાતિનો બંધ મોટો પડે, ઘાતિનો નહિ. પ્રશ્ન :- શુભમાં પણ એવું ? સમાધાન :– હા, તો એ શુભનો અથાતિનો મોટો પડે, અશુભ કરે તો અશુભનો અઘાતિનો પડે. બન્ને મોટી ગતિ છે ને. લાંબા આયુષ્યની બે મોટી ગતિ છે—એક નક અને એક દેવ. અહીંયાં તિર્યંચ, મનુષ્યમાં આયુષ્ય થોડા છે. મુમુક્ષુ :– અજ્ઞાની શું કરે છે કે શાસ્ત્ર વાંચી, શબ્દ વાંચીને પછી જ્ઞાનીને જોવે છે એટલે એમાં અંતર્મુખ પુરુષાર્થનો અનુભવ નથી એટલે ખ્યાલ નથી આવી શકતો Page #464 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૮ જપ કે એમનો પુરુષાર્થ આત્મા તરફ છે. પૂજ્ય ભાઈશ્રી :- એ અપરિચિત છે ને, પરિચિત નથી. એ વિષયથી પરિચિત નથી. મુમુક્ષુ :- આપણા દોષને પણ એ જ રીતે જુએ છે કે ચારિત્રગુણનો દોષ છે, શ્રદ્ધાગુણનો દોષ છે પણ અંદરમાં એવું એ પૂજ્ય ભાઈશ્રી :- એટલે પ્રયોજન સિદ્ધિ માં એક મુદ્દો લખ્યો છે કે જ્ઞાનીના ચારિત્રમોહના પરિણામની મુખ્યતા ન કરવી. ૮૯૦ Point લીધા છે એમાં એક Point એવો છે કે જ્ઞાનીના–ધર્માત્માના ચારિત્રમોહની જે કોઈ દશા વર્તતી હોય એની મુખ્યતા કદી ન થવી જોઈએ. એ જાણવાનો વિષય છે. ખરેખર બહુમાનથી જોવાનો જે વિષય છે એ એમની અંતર પરિણતિનો વિષય છે. એ એક પુરુષાર્થનું કોઈ અલૌકિક પરાક્રમ છે કે આખા જગતને લાત મારીને એ આત્મામાં પાછા વળેલા છે. પોતે એ પ્રયત્ન ચડે, પ્રયત્નની સરાણે ચડે ત્યારે એને ખ્યાલ આવે એવું છે કે આ કામ કેટલા પરાક્રમથી જ્ઞાનીઓએ કર્યું છે ! અને મને કેટલું એની અંદર બળ કરવું પડે છે, જોર કરવું પડે છે, પુરુષાર્થ કરવો પડે છે. એ પોતાને ખ્યાલ આવે છે, પણ એ Line ચડે ત્યારે. એટલે જે વારંવાર એ પોતાની દશા લખે છે, અંતરંગ દશા લખે છે એ પણ એક મુમુક્ષુ માટે બહુ ઉપકારી વિષય આ ગ્રંથમાં થઈ પડ્યો છે કે કેવી કેવી પરિસ્થિતિમાં અંદરમાં ચાલ્યા છે, આત્મામાં ચાલ્યા છે. બહારમાં આવી પરિસ્થિતિ હોવા છતાં અંદર કેવી રીતે વર્યાં છે, એ એમની જે પરિણામની ચાલ છે એ બહુ અભ્યાસ કરવા જેવો વિષય છે. | મુમુક્ષુ - બાહ્યમાં ઉપાધિ રહે છે, અંતરમાં સમાધિ છે. પૂજ્ય ભાઈશ્રી - બહારમાં ઉપાધિ અને અંદરમાં સમાધિ. ગજબ દશા છે ! હજી તો ઘણું આવશે, ઘણું લખે છે. પોતાની દશા માટે ફેરવી ફેરવીને બહુ લખે છે અને એ બહુ અભ્યાસ કરવા જેવો વિષય છે. કોઈ આ ગ્રંથમાં તત્ત્વદૃષ્ટિએ અભ્યાસવા જેવો કોઈ ખાસ વિષય રહી ગયો હોય તો આ વિષય જ છે. જ્ઞાનીની અંતરંગ દશાથી સામાન્યપણે અજ્ઞાની જીવ અપરિચિત છે, એને પરિચય થાય એવો આ વિષય ચાલે છે. એનો પરિચય મળે એવો આ વિષય છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુ :– ઝીણામાં ઝીણી ભૂલનો પણ આમાં ઉલ્લેખ છે. પૂજ્ય ભાઈશ્રી :– હા. બીજું કે એ પરિચય થાય તો શાની ઓળખાય. પરિચય વિના ઓળખવાની કોઈ પદ્ધતિ જ જગતમાં નથી અને મુમુક્ષુને જો જ્ઞાની એક વખત પણ ઓળખાય કે શાની આવા હોય, ત્યારે એ પોતે પણ ક્રમે કરીને જ્ઞાનદશામાં આવી જાય. એ નિઃશંક વાત છે, નિર્વિવાદ વાત છે. તત્ત્વદૃષ્ટિએ એક બહુ અભ્યાસનો પ્રયોજનભૂત પ્રકરણ સ્વયં એમની પોતાની દશાથી એમના પત્રોમાં ચાલ્યું છે. સ્વાધ્યાયનો જે મુખ્ય મુદ્દો છે એ આટલો જ છે આની અંદર. હવે લખે છે, અમે તો પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી.' એ વિષયની અમારી અંતરંગ પરિણતિની ગંભીરતા રાખીને તમને એ વાત જણાવતા નથી. બાકી આખા જગત સાથે અમારે કાંઈ લેવા-દેવા નથી. અત્યારે તો એક સામાન્ય માણસ હોય, બસો-પાંચસોની નોકરી કરતો હોય તો પણ ‘અમેરિકા’ અને રશિયા'ની શિખર પરિષદની ચર્ચા કરતો હોય. જગત ઉપર કેટલી દૃષ્ટિ છે જીવની ! જેને મોટો વ્યવસાય છે, રાજપાટ છે એની વાત જુદી છે પણ જેને કાંઈ સ્નાનસૂતક ન હોય એ પણ છાપું વાંચીને દુનિયાભરની ચર્ચા કરતો હોય. આ કહે છે કે આખા જગતને વિષે અમે ઉદાસીન છીએ. જંગતમાં શું ચાલી રહ્યું છે જાણે કાંઈ સંબંધ જ નથી. જગત સાથે અમારો સંબંધ નથી. જગતથી અમે છૂટા પડી ગયા છીએ. ઈશ્વર–આ કોઈપણ પ્રકારે કોઈ અન્યને ઈશ્વર તરીકે લોકો માને છે અને અન્યભાવ એટલે પોતાના વિભાવ પરિણામ. એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ. પાંચ મહિનાથી પુરુષાર્થનું જોર એટલું બધું છે કે જગતથી, ઈશ્વરથી, અન્યભાવથી—બધાથી, કોઈ બાકી શું રહ્યું પછી ? કાંઈ બાકી ન રહ્યું. જગતમાં તમામ વસ્તુ આવી ગઈ. લોકો ઈશ્વર ઈશ્વર કરે છે એ પણ વાત પતી ગઈ. અમારો અન્યભાવ– રાગાદિ પરિણામ વિષે પણ અમને ઉદાસીનપણું વર્તે છે. ભરતચક્રવર્તીની એક વાત વચમાં યાદ આવી. બંને ભાઈ ચરમશીરી હતા. બાહુબલીજી” પણ ચરમશીરી, ભરતજી” પણ ચરમશીરી. વૈરાગ્ય વહેલો આવ્યો. બાહુબલીજી’ને, ત્યાગી પણ એ વહેલા થયા અને ત્યાગ દશામાં ઘણો કાળ કાઢ્યો. ભરતજી” અંતર વૈરાગી હતા. છ ખંડના રાજમાં પથારા નાખીને પડ્યા હતા પણ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૭ પત્રાંક—૩૬૮ અંતર વૈરાગ્ય ઘણો હતો. હવે એ (ઉદય) છૂટી નથી શક્યો, પૂર્વકર્મના આવી પડેલા ઉદયથી એ છૂટી નથી શક્યા પણ કામ ઘણું કર્યું છે. ગૃહસ્થ દશામાં ઘણું જબરદસ્ત કામ કર્યું છે ! મુમુક્ષુ :- અંદરથી કેટલા ભિન્ન પડેલા છે. પૂજ્ય ભાઈશ્રી :- હા અત્યંત ભિન્નતા ! જેવો અહીંયાં ઉદય ર્યો, વૃત્તિ તો ફરેલી જ હતી; ઉદય ફર્યો, પોતાની વૃત્તિ ફરેલી હતી, પુરુષાર્થે છલાંગ મારી. સાતમામાં શું ? સાતમામાંથી નીચે આવ્યા જ નહીં પછી. મુમુક્ષુ :– ૨૪ કલાકમાં કેવળજ્ઞાન લીધું. પૂજ્ય ભાઈશ્રી :- અંતર્મુહૂર્તમાં ! ૨૪ કલાક નહિ, અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લીધું. ૪૮ મિનિટ. બહાર જ આવ્યા નથી. દીક્ષા લીધા પછી બહાર જ આવ્યા નથી. એ પ્રસંગ ઉપરથી તો આ લોકો લે છે ને ? શ્વેતામ્બરમાં તો એમ લીધું છે કે એમની એક આંગળી અડવી થઈ. એ લોકો તો ચક્રવર્તી હોય છે એટલે દશે આંગળીએ એને તો હીરાના અને રતનના વીંટી પહેરેલી હોય છે. એક વીંટી ખરી ગઈ, જોયું કે આ દસમાં એક આંગળી અડવી લાગે છે. આને લઈને મારી શોભા ? આ જડ પથરો અને જડ ધાતુ-એને લઈને મારી શોભા ? આ તે શું ? ફરે છે વિચાર. વિચાર ફરે છે તો એ લોકો ત્યાં જ લે છે કે એમને તો એમના મહેલમાં જ કેવળજ્ઞાન થયું એમ લે છે. કેમકે એ તો વિચાર દશાથી કેવળજ્ઞાન માને છે ને ! એમ નથી. ખરેખર તો એમને વૈરાગ્ય આવે છે, દીક્ષા અંગીકાર કરે છે. સર્વસંગપરિત્યાગ કરીને ચારિત્ર ગ્રહણ કરે છે અને ધ્યાનમાં બેઠા પછી એ વ્યવહાર પંચ મહાવ્રત આદિના પરિણામમાં આવતા નથી. છઠ્ઠા ગુણસ્થાનને સ્પર્શતા નથી. આઠમેથી શ્રેણી માંડી વે છે. ધ્યાનમાં પહેલું સાતમામાં આવે. નિર્વિકલ્પ દશામાં સાતમું આવે પછી આઠ, નવ, દસ.... હજી બાહુબલીજી' અહીંયાં છે. બાહુબલીજી”ને મુનિદશામાં કાળ લાગ્યો છે, આ નીકળી ગયા છે. એનોનિવૃત્તિ-પ્રવૃત્તિનો તમે હિસાબ-કિતાબ કેમ કાઢશો ? આ મુનિદશામાં ઊભા ઊભાં ખડ્ગાસને આત્માનું ધ્યાન કરે છે અને એવા અડોલ આસનથી કરે છે. મન-વચન-કાયાની સ્થિરતા એટલી છે કે વનસ્પતિ ઊગીને વીંટળાઈ વળે છે. એ એમનો જો એ આ મુનિદશાનો ફોટો છે, અરિહંત દશાનો નથી. તોપણ પોતે એ બાબતની અંદર કાંઈ કરતા નથી. ખડ્ગાસને અડોલપણે હજાર હજાર Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચજહૃદય ભાગ-૫ વર્ષ સુધી ખાધા-પીધા વિના એમ ને એમ ઊભા રહી જાય, કાંઈ નહિ. છતાં કેવળજ્ઞાન સહેલું નથી. અહીં અંતર્મુહૂર્તમાં સાધે છે. પૂર્વ પરિણામને તમે કારણનો ઉપચાર કેવી રીતે આપશો ? એની અંતરંગ પરિસ્થિતિનું ગણિત છે કે બાહ્ય પરિસ્થિતિનું ગણિત છે ? બાહ્ય પરિસ્થિતિનું ગણિત અંદરમાં કામ નથી આવતું. એવા દાખલા બને છે. મુમુક્ષુ - કૈલાસપર્વત ઉપર ત્રણ ચોવીસીની ભરતજીએ સ્થાપના કરી હતી. પૂજ્ય ભાઈશ્રી – હા. એ એમના રાજપાટની ગૃહસ્થદશા વખતે સ્થાપી હતી. કૈલાસ પર્વત ઉપર ત્રણ ચોવીસીની સ્થાપના કરી હતી અને એ છે આપણે પુરાણની અંદર, મહાપુરાણની અંદર એ વાત લીધી છે. મુમુક્ષુ - એક જ આદિનાથ ભગવાન થયા હતા. પૂજ્ય ભાઈશ્રી - હા. એ વખતે ૪૭ તીર્થકર થયા હતા. ભૂતકાળની ચોવીશી થઈ ગઈ અને વર્તમાનની ચોવીશીના એક. ૨૫ થયા. આ ૨૩ બાકી અને ભવિષ્યના ૨૪ બાકી ૪૭ બાકી હતા. એ ૪૭ ની સ્થાપના એમના વખતમાં કરી છે. એ બરાબર છે, અને એ વખતે “મહાવીર સ્વામી મરીચિના ભવમાં હતા, એમના વિરોધી. જેમ અત્યારે આપણે શ્રેણિક મહારાજાની સ્થાપના કરીએ છીએ.. મુમુક્ષુ - એમની હયાતીમાં એની પ્રતિમા સ્થાપી. પૂજ્ય ભાઈશ્રી :- સ્થાપી ને. સ્થાપી, બરાબર સ્થાપી. પુરાણ બોલે છે. એ તો આપણે આ બધો ઊહાપોહ થયો ત્યારે આ બધા આધાર આપેલા છે. શાસ્ત્રના શ્લોકમાં આ વાત છે. આ મૂળ શાસ્ત્રમાં આચાર્યના શ્લોકનિબદ્ધ આ વાત છે. એ શ્લોક આપણે આ લોકોને ટાંકેલા છે કે જુઓ ! આ શાસ્ત્રોક્ત વાત છે, કોઈ અદ્ધરથી લખેલી નથી. એના ઉપરથી (એક વિદ્વાન) સીધા લાઈનમાં આવી ગયા કે નહિ ! આ શાસ્ત્રવિરુદ્ધ વાત-આગમ વિરુદ્ધ વાત નથી. આગમ વિરુદ્ધ વાત તો કહેવાય નહિ, એ તો ન જ કહી શકાય. એ તો સીધા જ આવી ગયા, પણ વિદ્વાન હોય તો ક્યાં જાય ? મુમુક્ષુ :- “પરમાગમમંદિરમાં અથવા “નંદિશ્વરમાં બેમાંથી એકમાં ચિત્ર દોરેલું છે. પૂજ્ય ભાઈશ્રી - હા. આપણે કથાનુયોગનું ચિત્ર દોરેલું છે. આપણે પરમાગમ મંદિર છે ને એમાં નાખેલું છે કાં તો નંદિશ્વરમાં નાખ્યું છે, કાં પરમાગમ મંદિરમાં નાખ્યું છે. ત્રણ ચોવીસીની સ્થાપના કરી છે. એ નાખેલું છે. અહીં સુધી રાખીએ). Page #468 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૩-૧૨-૧૯૮૯, પ્રવચન . ૧૦૪ પત્રાંક – ૩૬૮ થી ૩૭૧ જગતને વિષે ઉદાસીનપણું છે, પોતાના જે ઉદયભાવ છે તે અન્યભાવ છે એના પ્રત્યે પણ ઉદાસીનપણું એટલે નીરસપણું છે અને ઈશ્વર પ્રત્યે ઉદાસીનપણું છે. એ વાત થોડી ચાહીને લખી છે. કેમકે ઈશ્વરના સંબંધમાં “સોભાગભાઈને જે વિચારધારા હતી એ ઠીક કરવાની જરૂર હતી, વ્યવસ્થિત કરવાની જરૂર હતી અને તે પણ એવી રીતે કે એમને ઠેસ ન પહોંચે કેમકે) ઈશ્વરકર્તાની જે શ્રદ્ધા છે, જેને એ શ્રદ્ધા હોય છે એને એ શ્રદ્ધા છોડવી અતિ કઠિન છે. કેમકે એને એક એવું લાગે છે કે ઈશ્વર કાંઈ કરે નહિ અથવા કાંઈ કરવાની એનામાં શક્તિ નથી એવું ઈશ્વરને વિષે માનવું તે એમનું અપમાન છે અને અનાદર છે. એવું લાગે, જેને શ્રદ્ધા હોય એને એવું લાગે. એટલે એ વિષય જરા વધારે એકદમ મૃદુ શૈલીથી એમણે Handle કર્યો છે. મુમુક્ષુ - બીજા સંપ્રદાયમાં માન્યતા એવી છે કે દેવલોકમાં જે દેવ હોય એને જ ઈશ્વર માનતા હોય. પૂજ્ય ભાઈશ્રી :- દેવમાં તો એ લોકો બીજા ૩૩ કરોડ દેવતા માને છે. સૂર્યને, ચંદ્રને, વરુણને, પાણીનો દેવ વરુણ છે, અગ્નિદેવ છે. એવા ઘણા દેવ માને છે. એ સિવાય.... મુમુક્ષુ :- આ બ્રહ્મા ને આ બધા... પૂજ્ય ભાઈશ્રી :- હા, મૂળ એ લોકો ત્રણ દેવ માને છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમાં વિષ્ણુને આખા જગતના સંચાલન કરનારા માને છે. બ્રહ્માને ખાલી ઉત્પત્તિના દેવ માને છે, શંકરને નાશના દેવ માને છે, પણ વિષ્ણુને ખાસ કરીને પાલનપોષણ અને સંચાલન કરવું એ એમના હાથની વાત છે. પણ એમાં વિભિન્ન પ્રકારની માન્યતાઓ છે. ત્યારપછી જે બીજા દેવીઓને માનવા લાગ્યા. બીજા કુળદેવોને, કુળદેવીઓને એ સિવાયના દેવ-દેવીઓને જે માનવા લાગ્યા એ લોકોએ ત્યાં સુધી Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ રાજહૃદય ભાગ-૫ એનું મહાત્મ્ય કર્યું કે ખુદ વિષ્ણુ એની પૂજા કરે છે, શંકર એની પૂજા કરે છે, બ્રહ્મા પણ એની પૂજા કરે છે. ત્રણે દેવ એની પૂજા કરે છે. એવી બધી ઘણી વિભિન્ન પ્રકારની માન્યતા છે. પણ ઓઘે ઓથે ઈશ્વરકર્તા પ્રકારની જે શ્રદ્ધા છે એમાં આ મુસલમાન લોકો પણ આવી જાય છે. એ લોકો એને ખુદા કહે છે. ઈશ્વરને એ લોકો ખુદાના નામથી બોલે છે. એટલે એવી કોઈ શક્તિ છે કે જે કાંઈ પણ જગતનું સંચાલન કરે છે અને જો કોઈ સંચાલન કરનાર ન હોય તો એની મેળે જગત ચાલે કેવી રીતે ? મુમુક્ષુ :– એ સંચાલનમાં પાછું સારું-નરસું... પૂજ્ય ભાઈશ્રી :- હા, એ પછી જેવા જેવા માણસો અપરાધ કરે એવો એને દંડ આપે, સારું કાર્ય કરે તો એને એનું સારું ફળ આપે. એમ ન્યાય કરે ખરા. ન્યાયયુક્ત સંચાલન છે. એવું ગડબડવાળું સંચાલન નથી પણ ન્યાયયુક્ત સંચાલન છે—એવી. એક માન્યતા છે. એ માન્યતા વિરુદ્ધ જો તમે એમ કહો કે ના, ઈશ્વર એવો કોઈ નથી, તો એને એ બાબતમાં દુ:ખ થાય એવું હોય છે કે આ તો એક એનો અનાદર છે, અપમાન છે, એની શક્તિનો વિરોધ કરવા જેવી વાત છે. સર્વશક્તિમાન ઈશ્વરની શક્તિનો વિરોધ કરવા જેવું છે. એટલે ચાહીને એ વાત એમણે લખી છે. તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. એટલે અમે એવા ઈશ્વરમાં માનતા નથી અને એવા ઈશ્વરની વાતમાં પણ અમે ઉપેક્ષા કરીએ છીએ એ વાતની ગંભીરતા રાખીને તમને જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે,..’ એ એટલા માટે કે એમને એ મંદ કષાયનું એ એક જ સાધન હતું કે ઈશ્વર રાખે તેમ રહેવું. ઈશ્વરઇચ્છા પ્રમાણે રહેવું. એ સિવાય બીજો કોઈ આપણો ઉપાય ચાલતો નથી અને ઈશ્વર જે કરે છે તે યોગ્ય જ કરે છે. એટલે એ તમને અત્યારે કલ્યાણરૂપ છે. મુમુક્ષુ :– એ રીતની શ્રદ્ધા એમને હતી. પૂજ્ય ભાઈશ્રી :– હા, સિદ્ધ થાય છે. એમને એ પ્રકારની .. એટલે જે પ્રકાર એમ લીધો. તમે જે પ્રકારે ઈશ્વરાદિને વિષે શ્રદ્ધાશીલ છો...' એમની શ્રદ્ધા અહીંયાં પકડી છે. એટલું જ નહિ પણ એ શ્રદ્ધાના વિષય ઉપર પોતે પહેલુંવહેલું પોતાનો મત નથી એવું પણ સાથે સાથે કહી દીધું છે કે અમે તો એ વિષયમાં બિલકુલ Page #470 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૮ ૪૫૧ ઉદાસ છીએ. જગત પ્રત્યે ઉદાસ છીએ, અમારા ઉદયભાવ પ્રત્યે ઉદાસ છીએ, એટલું નહિ પણ ખુદ ઈશ્વર પ્રત્યે પણ અમે ઉદાસ છીએ. એટલે જો એમનામાં વિચક્ષણતા હોય તો એમને ખ્યાલ આવે કે મારો અભિપ્રાય અને મને જેના ઉપર ઘણો વિશ્વાસ છે એવા મહાપુરુષના અભિપ્રાયમાં ફેર પડે છે. અહીંથી વિચાર એને શરૂ થઈ શકે. - “અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ જાળરૂપ વર્તે છે. એટલે અમને તો બધુંય સરખું છે. જગત, ઈશ્વર એ બધી જે તમારી ઈશ્વરની વાતો અને અમારો અન્યભાવ બધું એક સરખું છે, એમાં કાંઈ અમને કઈ તફાવત નથી લાગતો. અમે તો અત્યારે એક ખાતામાં બધાને ખતવીએ છીએ. એટલે બધું અમારે માટે તો એ જંજાળનું ખાતું છે. એ જંજાળમાં અમે ક્યાંય પડતા નથી. છે એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસપણે વર્તે છે.' આ એમણે ખાસ ટકોર કરી છે. એકલા જગત અને ઉદયભાવમાં, ઉદયમાં ઉદાસીનતા વર્તે છે એવું નહિ ઈશ્વરમાં પણ અમને ઉદાસીનતા વર્તે છે. પેલાપણે એક વચ્ચે શબ્દ નાખી દીધો, અહીંયાં હવે એને-ઈશ્વરને જુદાં પાડીને વાત કરી. જગતની અને અન્યભાવની વાત ન કરી. ઈશ્વરમાં પણ અમને ઉદાસીનપણું વર્તે છે. પ્રશ્ન :- ઈશ્વરાદિમાં આદિમાં શું લેવું ? સમાધાન :- ઈશ્વરાદિમાં પછી એમના વિષયનું જેટલું પ્રકરણ છે તમારે ત્યાં, એ બધામાં એ ન્યાય કરે છે અને એ આમ કરે છે તેમ કરે છે ને સર્વશક્તિમાન છે ને બધું એનું જેટલું છે વિશેષણ એ બધું લઈ લેવું. બધી વિશેષતાઓ. “આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિષે પડવાને યોગ્ય તમે નથી.' અમે આટલું બધું ઈશ્વર પ્રત્યે લખી નાખ્યું તો અમને વિશ્વાસ છે કે તમને અમારામાં શંકા નહિ પડે કે અરે! આ તો ભગવાનને માનતા નથી. આ કઈ જાતના મહાત્મા છે કે ખુદ ભગવાનને જ ઉડાડે છે ! એવા તમે નથી. એટલો અમને તમારા ઉપર વિશ્વાસ છે. અત્યાર સુધી ગંભીરતા રાખીને એ વાતને અમે ખોલી નહોતી, ઊખેળી નહોતી, છંછેડી નહોતી. અત્યાર સુધી એમ ને એમ હરિઇચ્છા અને એમ કરીને બધું ભળતું જ લખતા હતા. ત્યાર પછીના ભવિષ્યકાળમાં તો લોકોને શંકા પડે કે આ શ્રીમદ્જી આવી ભાષા કેમ વાપરે છે ને આવું કેમ લખે છે ? પણ એ હેતુસર લખતા હતા. આ જગ્યાએ એમણે પહેલીવહેલી વાતને થોડી છંછેડી છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨. ચજહદય ભાગ-૫ “આવું જે અમારું લખવું છે તે વાંચી કોઈ પણ પ્રકારે સંદેહ.' એટલે અમારા ઉપર તમને શંકા પડે એવું તમારે વિષે યોગ્ય નથી. એટલે એવું તમે જરૂર નહિ કરો. એવું તમને નહિ થાય એ આશા રાખીને આટલી વાત તમારી શ્રદ્ધાની છેડી છે. નહિતર માણસને કોઈની શ્રદ્ધા વિરુદ્ધ વાત કરો એટલે તે તરત જ તે અમાન્ય કરી નાખે. આપણને આ માન્ય નથી, આ વાત આપણે નથી માનતા. પોતાની શ્રદ્ધાથી વિરુદ્ધ વાતને સ્વીકારવા જીવ તૈયાર ન થઈ શકે. આ એક કુદરતી કોઈપણ શ્રદ્ધાવાનની પરિસ્થિતિ છે. આત્માને શ્રદ્ધા નામની જે શક્તિ છે એ શ્રદ્ધાનું જે પરિણમન છે એ કોઈ ને કોઈ પ્રકારે, મિથ્યાત્વમાં અસંખ્ય પ્રકાર છે, એ કોઈ ને કોઈ પ્રકારે ચાલતું જ હોય છે. એટલે કોઈ જીવ સંસારમાં મિથ્યાશ્રદ્ધા વિનાનો નથી. કોઈને શ્રદ્ધા નથી એને મિથ્યાશ્રદ્ધા નથી એવો કોઈ જીવ નથી. એક સમ્યક્દૃષ્ટિને શ્રદ્ધા સમ્યફ થઈ છે એને પોતાના સ્વરૂપમાં રહેલા અનંત સામર્થ્યનો શ્રદ્ધામાં સ્વીકાર થઈ ગયો છે. એવા એક ફક્ત સમ્યક્દૃષ્ટિ આ શ્રદ્ધાના પરિણમનની અંદર જુદાં પડે છે. મુમુક્ષુ :- શ્રીમદ્જી'નું આ ગૂઢ જે અંતરંગ હૃદય છે એને ન જણાય તો પછી. જો પત્રો વંચાય એમાં અત્યારે ઘણો પૂજ્ય ભાઈશ્રી :- ખુદ “શ્રીમદ્જી' ઉપર લોકો શંકા કરે છે. શંકા કરે છે એટલે આપણા મુમુક્ષભાઈઓ પણ શંકા કરે છે– શ્રીમદ્જીમાં તો ઘણી બીજી ગડબડ છે. એમ કહે, તમે આટલું બધું “શ્રીમજીને મહત્વ આપો છો પણ અમને તો એવું લાગે છે કે એમનામાં ગડબડ પણ છે. અત્યારે કહેવું પડે કે ભાઈ !) એ વાત એટલી બધી ઉપરછલ્લે નજરમાં આવે એવી નથી. બહુ ધ્યાનથી બહુ ઊંડા ઊતરીને એમના વિષયમાં જો સમજવામાં આવે તો એવી શંક અસ્થાને છે. | મુમુક્ષુ :- આ તો પત્રનો સંગ્રહ જ છે એવું સમજીને નથી વાંચતા, ગ્રંથ સમજીને વાંચે છે. પૂજ્ય ભાઈશ્રી – હા, શાસ્ત્ર સમજીને વાંચે છે, શાસ્ત્ર સમજીને વાંચે છે. બીજું, પત્રની અંદર પણ તેમણે અધ્યાત્મના, દ્રવ્યાનુયોગના, કરણાનુયોગના, ચરણાનુયોગના, કથાનુયોગના ચારે અનુયોગના સિદ્ધાંતો પાછા રાખી દીધા છે. મુમુક્ષુ – આમ તો શાસ્ત્રો જેવા છે. Page #472 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૬૮ ૪૫૩ પૂજ્ય ભાઈશ્રી :- હા, શાસ્ત્રો જેવા છે. પણ છતાં એનું એક બીજું પાસું પણ છે. એક વ્યક્તિગત પત્રો પણ છે. એટલે કેટલીક વાત એ પણ છે એની અંદર, એ પ્રકાર પણ છે એની અંદર. એમ બને વાત બરાબર સમક્ષ રાખીને પછી એનું તોલન કરવું જોઈએ. નહિતર તુલના કરવા માટે ગોથું ખાય જાય છે. | મુમુક્ષુ :- આ જે ગૂઢ રહસ્ય છે, અંતર હૃદય છે, એ જણાયા વગર એવું થાય બધા એમ કહે આને પણ મનાય, આને પણ મનાય, બધાને મનાય. પૂજ્ય ભાઈશ્રી – હા. કંઈક પ્રકારે પછી એ જેવી જેની યોગ્યતા. કોઈ કેવી કલ્પના કરે છે, કોઈ કેવી કલ્પના કરે છે, કોઈ કેવી કલ્પના કરે છે. એમ બધા યથાર્થપણે ઓળખે છે એવું નથી દેખાતું. એમની ઓળખ હોય એવું નથી દેખાતું. મુમુક્ષુ :- કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રમાં પણ ચાલે એમ છે. પૂજ્ય ભાઈશ્રી :- ચાલી જાય. એ થાય, કોઈ ચમત્કારમાં ચાલ્યા જાય છે. કોઈ વિપરીત પરિણમીને એમ કહે છે કે આવી ભૂલ છે. સિદ્ધાંત શાસ્ત્રોમાં તો ઘણી બીજી વાત છે, આવી વાત નથી. એવું પણ અનેક રીતે લોકો વિચારે છે. મુમુક્ષ – ગુરુદેવ' ને સેંકડો વખત શ્રીમદ્જી વિશે પ્રશ્નો થયા છે પણ મક્કમતાથી મહાપુરુષ છે એક જ વાત કરતા. પૂજ્ય ભાઈશ્રી :- એમાં શું છે વિચારવા જેવો મુદ્દો એટલો છે, જે એનું મહત્વ છે, કે શુદ્ધોપયોગ એમનેમ થતો નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટ કહે છે કે થોડો પણ વિપર્યાસ રહી જાય. અજ્ઞાન અને મિથ્યાત્વ સંબંધીનો મંદ, થોડો સૂક્ષ્મ પણ વિપર્યાસ રહી જાય ત્યાં સુધી ઉપયોગ અંતર્મુખ વળીને સ્વાનુભવ કરતો નથી. ' શદ્ધોપયોગ થવો એ કોઈ બચ્ચાના ખેલ નથી. એ બધા વિપયરથી મુક્ત થઈને જીવ પોતાના પુરુષાર્થના કોઈ અપૂર્વ પરાક્રમની દશાએ પહોંચે છે ત્યારે એકવાર એ આખા જગતથી તો છૂટો પડે છે એમ નહિ, પોતાના દેહથી પણ છૂટો પડે છે અને ભાવેન્દ્રિયથી પણ છૂટો પડે છે. દેહ દ્રન્દ્રિય સ્વરૂપ છે પણ ભાવેન્દ્રિયથી પણ છૂટો પડે છે. એ જે દશાએ પહોંચે છે જે મહાત્મા, ધર્માત્મા એ કોઈ બચ્ચાનખેલ નથી. - એ દશાએ એ પહોંચ્યા છે એટલું જ નહિ, એમનો એટલો બધો પુરુષાર્થ વર્તે છે કે આ કાળમાં આ ક્ષેત્રે ન હોત તો એ ચરમશરીરી હોત કદાચ. એટલો તો એમનો ગૃહસ્થદશામાં ૨૪ વર્ષે ભરયુવાનીમાં સમ્યગ્દર્શન થયા પછી ૨૫માં વર્ષે Page #473 -------------------------------------------------------------------------- ________________ ૫૪ રાજદય ભાગ-૫ એટલો પુરુષાર્થ છે એ એમના પત્રો બોલે છે. આત્મિક પુરુષાર્થ એના પત્રો બોલે છે. છે, હજી આવશે. અહીંયાં બીજો જ પેરેગ્રાફ આવે છે, હવે એ જ વાત આવે છે. કેટલો પુરુષાર્થ છે એ આ જ પેરેગ્રાફમાં આવે છે. એવા જબરજસ્ત પુરુષાર્થતંત મહાત્માપુરષોને વિષે કોઈપણ જરાક પણ આડુંઅવળું થઈ જાય એટલે એનો અનાદર અને અવિનય થઈ જાય. એટલે કે કાંઈ આડુંઅવળું એમના વિષે વિચારવું એ નાના મોઢે મોટી વાત છે. સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુ જીવે એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુમુક્ષુ - પોતાની સમજણ પ્રમાણે યત્ન કરે. - પૂજ્ય ભાઈશ્રી :- સમજણ પ્રમાણે માપી લેવું અને માપીને એનું Judgement આપી દેવું એ થોડી વધારે પડતી વાત છે. એ અધિકાર બહારની વાત છે. બીજી રીતે કહીએ તો એ પોતાનો અધિકાર નથી. એ અધિકાર બહારની વાત કરે છે. પોતાની ફરજ તો સમજવાનો પ્રયત્ન કરવું એટલી જ છે. આથી વધારે એણે આગળ નહિ વધવું જોઈએ. જિજ્ઞાસામાં રહે તો બચી જાય, તોપણ Judgement આપવા બેસે તો એ સ્થાન એનું નથી, મુમુક્ષુઓનું એ સ્થાન નથી. | મુમુક્ષુ - એક તરફથી જ્ઞાની ગણીને એના લખાણને વાંચવા બેસે, બીજી તરફ પાછો પોતાનો અભિપ્રાય Apply કરે. . ! પૂજ્ય ભાઈશ્રી - અને કેટલા લખાણ તો એવા છે સિદ્ધાંતસૂત્ર જેવા. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પામે જે પરમાર્થને તે વ્યવહાર સમંત” નિશ્ચય અને વ્યવહાર. પરમાર્થ એટલે નિશ્ચય. બે કડીમાં ફેંસલો કરી નાખ્યો. સામર્થ્ય કાંઈ થોડું નથી. મુમક્ષ :- અરે.... આગળ તો આચાર્ય જેવા કથનો આવે છે. પૂજ્ય ભાઈશ્રી :- એવા તો કેટલાય સૂત્ર સિદ્ધાંત આપ્યા છે. એક-બે નહિ. એવા તો સંખ્યાબંધ સિદ્ધાંતો એવા છે કે આજે કોઈપણ ઊભો રહી જાય. Authentic જેને કહીએ, આધારભૂત વચનો કહીએ એવા વચનો છે. હવે એ ક્યાંથી નીકળ્યા અને કેમ નીકળ્યા ? એનો તો કોઈ વિચાર કરે નહિ કે આનો ઉદ્ભવ ક્યાંથી થયો? એ સમજી ન શકે એની શક્તિને, એમના ગુણને સમજી ન શકે અને સીધું Judgement Page #474 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૬૮ ૪૫૫ લખવા બેસે (એ) બહુ ઉતાવળની વાત છે. હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ.... અહીંયાં થોડું Misprint લાગે છે. આત્માપણે વર્તીએ છીએ એમ હોવું જોઈએ. હાલ એટલે હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ, એટલે કોઈ પ્રકારની શાનવાત પણ જણાવી શકાતી નથી....' આત્મભાવ, આત્માપણે એવી રીતે વર્તીએ છીએ.... મુમુક્ષુ – હિન્દીમાં, અભી તો હમ ઇસ સ્થિતિમેં રહતે હૈં, એમ છે. પૂજ્ય ભાઈશ્રી :- એવી સ્થિતિમાં. મુમુક્ષુ :- અહીંયાં જેવા સંજોગો છે એ પ્રમાણે લખ્યું. પૂજ્ય ભાઈશ્રી :- ઠીક છે, એ બેસે છે. એટલું બેસે છે. એટલે કોઈ પ્રકારની જ્ઞાનવાત પણ જણાવી શકતી નથી; પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે? ઠીક ! ગૃહસ્થદશામાં છે પણ મોક્ષ તો હાથવેંતમાં જુએ છે. એવો પુરુષાર્થનો કરંટ ચાલે છે અંદરમાં ! પુરુષાર્થ ચાલે છે એટલે એક આત્માના ચૈતન્ય ચમત્કારનો એક કરંટ છે. અહીંયાં ક્યારેક ક્યારેક એક દષ્ઠત લઈએ છીએ. આ “સીતાજીના સ્વયંવરનો. જનક રાજાએ એમનો સ્વયંવર ગોઠવ્યો એમાં એક કામ કરવાનું હતું કે જે ધનુષ ઉપાડે એની સાથે સીતા ને પરણાવાની છે. તો મોટો મોટા માંધાતાઓ અને બાહુબળવાળા, શરીર શક્તિવાળા કેટલાક તો નજીક જ નહોતા જઈ શકતા. એ ધનુષ્ય વિદ્યાથી સાધિત હતું એટલે એનો કરંટ હતો કે નજીક જાયને ત્યાં ઊડીને પાછા પડે. ઈલેક્ટ્રીકનો આંચકો લાગે ને કેમ ફેંકાય, એમ ફેંકાય ફેંકાયને પાછા પડે. એમ કોક નજીક જતા હતા તો અડી નહોતા શકતા. અડવા જાય ત્યાં ઊડીને પાછા પડે, અને “રામચંદ્રજી એ તો ઉઠવ્યું નહીં, ઉઠવતાવેંત ટુકડા કરી નાખ્યા. તો એની શક્તિમાં બહુ મોટો આંતરો હતો. એ બધા શૂરવીર યોદ્ધાઓ રાજાઓ હતા પણ “રામચંદ્રજી ની શક્તિમાં અને એમાં બહુ મોટો આંતરો હતો. એમ આમની શક્તિ કેટલી મોટી છે એ સમજવાની જરૂર છે. સામર્થ્ય કેટલું હતું કે મોક્ષ તો અમને કેવળ નીકટપણે વર્તે છે ! હાથવેંતમાં મોક્ષ છે એટલો અંદરમાં પુરુષાર્થનો કરંટ ચાલે છે કે આ પુરુષાર્થ એવો છે કે મોક્ષ લેવો એ કોઈ મોટી વાત નથી અમારા માટે. મોક્ષ સુધી પહોંચી જવું એ કોઈ મોટી વાત નથી. એ એમના પ્રત્યક્ષ પોતાના પુરુષાર્થના ચાલતા અનુભવ ઉપરથી વાત કરે છે. કોઈ ફેંકાફેકીની Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ચહદય ભાગ-૫ વાત નથી. પ્રશ્ન :- અત્રપણે એટલે ઉદયાધીન ?.. સમાધાન :- એમાં હિન્દીમાં એવો અર્થ નીકળે છે. ઇસી સ્થિતિમેં રહતે હૈં. મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાત છે. એમાં કોઈ શંકાથી નથી કહેતા. શંકા નથી રહી, અનુમાન કરતા નથી. અમારે વર્તમાન ચાલતી. પુરુષાર્થની સ્થિતિને જોઈને વાત કરીએ છીએ. એ પ્રકરણ જ જુદું છે. જેમ સમયસાર છે એ જ્ઞાનપ્રવાદ અંગમાંથી, પાંચમું જે અંગ છે જ્ઞાનપ્રવાદ નામનું અંગ છે, એમાંથી રચેલું શાસ્ત્ર છે એટલે એ શૈલીનું શાસ્ત્ર છે. એમ જ્ઞાનપ્રવાદ, દૃષ્ટિપ્રવાદ, વીર્યપ્રવાદ એ આપણે હમણા પૂજા કરી ને ? બાર અંગ ને શ્રુતજ્ઞાનની એમાં એ બધા નામ આવે છે. એમાં એ આખું પ્રકરણ જુદું છે. પુરુષાર્થનું, વીર્યનું પ્રકરણ જ જુદું છે. કેમકે મોક્ષમાર્ગમાં શ્રદ્ધા-જ્ઞાન તો થઈ ચૂક્યા છે. હવે અધિકાર પુરુષાર્થનો જ છે. દૃષ્ટિ બધાને સરખી છે. બે ક્ષાયિક સમ્યક્દષ્ટિ હોય-એક અંતર્મુહૂર્તમાં કેવળ લે. એકને હજારો વરસ લાગે. ક્ષાયિકદષ્ટિ સરખી છે. ક્ષયોપશમજ્ઞાન, સ્વસંવેદન શાન સમ્યકજ્ઞાન, કૃતજ્ઞાન સરખે છે તોપણ પુરુષાર્થ સ્વતંત્ર કામ કરે છે. અને જેટલો પુરુષાર્થ તેજ એટલી મોક્ષ નજીક. - એ પોતાના પુરુષાર્થને પકડીને એમ કહે છે કે નિઃશંક છે કે અમે અલ્પકાળમાં મોક્ષ પામવાના છીએ, એમ કહે છે. એટલું નિકટપણે વર્તે છે એટલું ન કહ્યું. એ તો નિઃશંક વાત છે. એમાં કોઈ શંકાને અવકાશ નથી, ગુંજાઈશ નથી કે બહુ જલ્દીમાં અમારો મોક્ષ છે. ; “અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી,...” ક્યાંય રોકાતું જ નથી ને ! અમારું ચિત્ત ક્યાંય બંધાતું નથી. ભલે ઉપયોગ જાય છે પણ ક્યાંય પ્રતિબંધ પામતા નથી. ક્યાંય રોકાઈ નથી જતા. ક્ષણ પણ... કેટલી વાર ? “ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી. કોઈ અન્યભાવ થાય છે. અન્યભાવને વિષે અમારું ચિત્ત, અમારો આત્મા ક્યાંય સ્થિર થાતો નથી. સ્વરૂપને વિષે સ્થિર રહે છે. અમારું જે ચિત્ત તે તો સ્વરૂપને વિષે સ્થિર રહે છે. આ સિવાય અમારું ચિત્ત હવે ક્યાંય સ્થિર રહેતું નથી. મોક્ષ અમને ઘણો નજીક છે. આ નિઃશંક Page #476 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૬૮ વાત છે. આ ચાલતી દશાની વાત લીધી છે. સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ...' પોતાને આશ્ચર્ય થાય છે. અંદરથી શક્તિનો સાગર ઊછળ્યો છે, હિલોળા લેવા માંડ્યો છે, આખો દરિયા ફાટ્યો છે. એ અમારી પરિસ્થિતિ તો આશ્ચર્યકારક છે ! તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી.' કોને કહીએ ? આ વાત કોઈને કહી શકીએ (એવું) કહેવાનું સ્થળ નથી, સ્થાન નથી. એવી અમારી આત્માની અસાધારણ પરિસ્થિતિ છે. ૪૫૭ ઘણા માસ વિત્યાથી...' આજ પરિસ્થિતિમાં ઘણા મહિના વિત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.' કે આટલી વાત તમને આજે અંદરની કરી. અમારી સ્થિતિ આખી જુદી છે. ઘણા વખતથી લખીએ છીએ કે કાંઈ બીજું લખાતું નથી, અમે કાંઈ જવાબ દેતા નથી એનું કારણ આ છે કે અંદરમાં કોઈ કરંટ જ બીજો ચાલે છે કે જે બીજું કોઈ કામ ક૨વા દેતો નથી. મુમુક્ષુ :– આ તો હજી શરૂઆત છે. પૂજ્ય ભાઈશ્રી :– એ તો પછી તો જામતી જાય છે ને ! દશા જામતી જાય છે. પોતે મોક્ષની નિકટ જતા જાય છે. મુમુક્ષુ :- પાંચ માસ થયા. પૂજ્ય ભાઈશ્રી :– પાંચ માસ થયા એટલે આવા કેટલાક મહિનાથી જરા પુરુષાર્થ જોરથી ઊપડ્યો છે, એમ કહે છે. ૨૫ મા વર્ષમાં એ દેખાય છે. એક વર્ષ પછી પુરુષાર્થનો તબક્કો ઘણો સારો છે. આવા જબ્બર પુરુષાર્થમાં આવ્યા પછી મુનિદશા નથી આવતી તો એનો ખેદ હજી આવશે કે અહીંયાં ને અહીંયાં ક્યાં પડ્યા છીએ હજી અમે ? એટલી બધી પોતાની તૈયારી છે. & નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ.' તમે કાંઈ અંતર ગણશો નહિ. તમારી સાથે અમે અંતર ઓછું કરીને આ બધી અંદરની વાતો લખી છે. તમારી શ્રદ્ધાને પણ અહીંયાં થોડો ફટકો માર્યો છે. તમે શંકા કરશો નહિ અને થોડી અમારી અંદરની વાત પણ તમને કરી દીધી છે કે તમે જેને ઈશ્વર ગણો છો, તમારી જેવી જે પ્રકારની શ્રદ્ધા છે, અમે તો એ પ્રક૨ણમાં પણ ઉદાસ છીએ. તો અમારું અંદરનું પરિણમન કેવી રીતે કેમ ચાલતું હશે ? એ થોડું તમારે ધ્યાન દેવા જેવું છે. મુમુક્ષુ :– આટલું બધું જ્ઞાન થયા પછી કોઈને દિલ ખોલીને વાત કરવાનું મન Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ચજહૃદય ભાગ-૫ થાય છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, ક્યાંક ક્યાંક થાય છે. અને એના બે કારણ હોય છે કે એક તો સામા (જીવ) પર એમને વિશેષ કરુણા પણ હોય છે કે આ જીવને આવો આત્મલાભ થાય. જો આ વાત એના ધ્યાનમાં આવે તો એવી પાત્રતા છે. એટલે કોઈ જીવ સન્માર્ગ પ્રતિ વળવા તૈયાર થાય, સન્માર્ગમાં ગતિમાન થવા તૈયાર થાય તો જ્ઞાની એકદમ ધમસ્તિકાય જેવું કામ કરી ચે છે. એટલે તો એનું નામ ધમસ્તિકાય આપ્યું. ચાલવા તૈયાર થાય એને સીધો આધાર આપે છે. જેમ માછલાને પાણી આધાર છે ચાલવા માટે, નહિતર માછલું ક્યાં ચાલે ? એમ આ આધાર મળી જાય છે. ધમસ્તિકાયવતુ. મુમુક્ષ :- “ગુરુદેવશ્રી' તીર્થકર છે એમ પોતે કીધું તે તો બીજાને પ્રેરણા મળે. પૂજ્ય ભાઈશ્રી :- હા, પોતાની મોટાઈ કરવા માટે નથી કીધું. પોતાની લડાઈ બતાવવા માટે કે અહંમપણું કરવા માટે નથી કહ્યું. પહેલા તો એ ગુપ્ત રાખતા હતા. પહેલાં ગુપ્ત રાખતા હતા. કોઈ પૂછે તો કહે, વ્યક્તિગત વાત ન પૂછવી. એમ કહી દે. મુમુક્ષુ :- ૨૦૨૫ વર્ષ ગુપ્ત રાખ્યું. પૂજ્ય ભાઈશ્રી – હા. એમ કહ્યું. ૨૫ વર્ષ સુધી તો એમ કહ્યું કોઈ પૂછે તો કહે, તમારે વ્યક્તિગત ન પૂછવું. બીજી તત્ત્વની વાત પૂછો, એમ કહી દે. પછી છેલ્લે છેલ્લે આયુષ્યના ઉત્તરાર્ધમાં એ વાત ખુલ્લી મૂકી અને તે પણ બીજાના હિતને અર્થે ખુલ્લી મૂકી કે આવનારને વિશેષ શ્રદ્ધા થાય અને એ વિશેષ એ વાતને બહુમાનથી લક્ષમાં લે. એમના જે વચનો, એમના જે ભાવો એને બહુમાનથી લક્ષમાં લે અને લેશે એમ સમજીને, એમ જાણીને એ વાત કરી. | મુમુક્ષુ :- બીજાને કહેવાનું મન થાય એ જે વાત થઈ ને, તો આવો ભાવ તો આચાર્યને પણ શાસ્ત્ર લખવામાં એ જ ભાવ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ જ છે. શાસનનો જ વિકલ્પ છે. મુમુક્ષુ - ભગવાનની વાણીનો ઉદય ગણો તો... પૂજ્ય ભાઈશ્રી :- ગણધર સુદ્ધાં. ભગવાનને તો વિકલ્પ નથી. પણ પૂર્વે એ વિકલ્પ ભાવ્યો છે એને લઈને ઉદય આવે છે. છસ્થ દશામાં બીજા જીવો પ્રત્યેની Page #478 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૬૯ ૪૫૯ કરુણાની ભાવના આવી છે. એટલે અરિહંત પદમાં પણ વાણીનો યોગ થાય છે. બાકી ગણધર સુધી તો, ગણધર ભગવાન જે શ્રુતની રચના કરે છે એ શાસનને કારણે છે. પોતે તો અંતર્મુહૂર્તમાં અગિયાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરે એટલું સામર્થ્ય છે. એમને બીજું શું ભણવાનું બાકી છે ? અને જેટલું દિવ્યધ્વનીમાંથી પોતે ગ્રહણ કર્યું છે એ જ્ઞાનના અનંતમાં ભાગે તો બાર અંગમાં આવે છે. બા૨ અંગ એ તો એમના જ્ઞાનનો અનંતમો ભાગ છે. મુમુક્ષુ :- બાર અંગનો. પૂજ્ય ભાઈશ્રી :- હા. જે વાણીમાં આવ્યું છે અને જ્ઞાનમાં આવે છે એના અનંતમાં ભાગે આવે છે. એટલું જ્ઞાન તો વિશાળ છે. કેમકે આ તો મર્યાદિત છે ને ! જ્ઞાન અનંતુ છે, અમર્યાદિત છે અને આ બાર અંગ તો મર્યાદિત થઈ ગયું. એટલે અનંતમા ભાગે જ થાય ને ! એ તો કેવળજ્ઞાનથી અનંતમા ભાગે તો દિવ્યધ્વનિમાં આવે છે અને એના અનંતમાં ભાગે બાર અંગમાં આવે છે. એમ છે. એનું Grasping તો દિવ્યધ્વનીનું બધું Grasp ક૨વાનું છે. પત્રાંક - ૩૬૯ મુંબઈ, વૈશાખ વદ ૯, શુક્ર, ૧૯૪૮ બધુંય હિરને આધીન છે. પત્રપ્રસાદી પ્રાપ્ત થઈ છે. અત્ર સમાધિ છે. વિગતથી પત્ર હવે પછી, નિરુપાયતાને લીધે લખી શકાતો નથી. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ચજહૃશ્ય ભાગ-૫ ૩૬૯. બધુંય હરિને આધીન છે. પત્રપ્રસાદી પ્રાપ્ત થઈ છે. અત્ર સમાધિ છે. વિગતથી પત્ર હવે પછી, નિરૂપાયતાને લીધે લખી શકાતો નથી.” વાત કરવાનું મન થાય છે તો પણ વાત અધૂરી રહી જાય છે. આ બે લીટી થાય. બધા એકસાથે વાક્ય લખો તો માંડ બે લીટી પૂરી થાય. બે લીટીમાં પત્ર પૂરો કરી નાખ્યો છે. તમારી પત્રની પ્રસાદી પ્રાપ્ત થઈ છે. કેટલો Response આપે છે ! બધુંય હરિને આધીન છે.' હવે એ ગૂઢ વાત રાખી દીધી પાછી એમને. બધું હરિને આધીન છે એમ કરીને વાત કહી દીધી). બધું કુદરત જે પ્રમાણે કરે છે, કુદરતાધીન જે થાય છે તે બધું થાય છે. મુમુક્ષુ - આ હરિ શબ્દ હોય ત્યાં મુમુક્ષુ મુંઝાય જાય છે. પૂજ્ય ભાઈશ્રી - હા, મુંઝાય જાય છે. મુમુક્ષુ :- આપણે અર્થ કર્યો કે કુદરત' એટલે બહુ સરળ લાગે છે. પૂજ્ય ભાઈશ્રી :- બસ, પછી તમારે ક્યાંય અટકવું નહિ પડે. મુમુક્ષ - ઉપર લખ્યું છે, નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ.. પૂજ્ય ભાઈશ્રી :- ભેદ રહિત એવા અમે. અમે તમારી જેવા જ છીએ કોઈ અંતર અમે નથી રાખ્યું. અમારું હૃદય ખોલી તમને આપી દીધું એમ કહે છે. ભેદ રહિતપણે વાત કરી છે. અમારી જે હૃદયની વાત છે એ તમને કહી દઈએ છીએ. એટલે ઠેઠ “ઈડર' લઈ જઈને છેક સુધીની વાત કરી છે ને ! અનંત ભવ છેદી નાખ્યા, એ તો કામ થઈ ગયું ને ! Page #480 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૭૦ ૪૬૧ પત્રક - ૩૭૦ મુંબઈ, વૈશાખ વદ ૧૧, રવિ, ૧૯૪૮ હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે. અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી...ના પ્રણામ પહોંચે. જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રીના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. . ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની છે જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે છે તો આટલું લખી અટકીએ છીએ. ૩૭૦. “હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે ઘણી આત્મીયતા પોતાને વર્તે છે. એટલે છેલ્લા છેલ્લા બધા વિશેષણમાં હૃદયરૂપ... હૃદયરૂપ એવા વિશેષણ વાપર્યા છે. એ એમની સાથેની આત્મીયતા દર્શાવી છે. ' મુમુક્ષુ - વાત્સલ્ય. પૂજ્ય ભાઈશ્રી :- હા. વાત્સલ્ય અને તમારી સાથે હવે કોઈ પડદો નથી રાખતા. ભેદ નથી રાખતા એટલે વાતમાં પડદો નથી. ખોલીને, અમારું અંતર ખોલીને વાત કરીએ છીએ. એટલો વિશ્વાસ મૂક્યો છે. સામાને પણ એટલો જ એમના પ્રત્યે બહુમાનનો ભાવ આવે છે. ઓ.હો...હો.. મારા ઉપર કેટલી કૃપા ! કે પોતાનું હૃદય ખોલીને કહે છે એમ. મુમુક્ષુ - આ તો મોટી ઉંમરના હતા એમનો ફોટો છે ને વડવામાં.. પૂજ્ય ભાઈશ્રી - હા, એ તો વૃદ્ધ હતા. આ તો યુવાન હતા, પેલા વૃદ્ધ હતા. ઘણું અંતર છે. “વડવામાં છે. અહીંયાં છે, અગાસમાં છે. “સાયલામાં છે. લગભગ ઘણી ખરી જગ્યા છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ચજહૃદય ભાગ-૫ અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી.” રાયચંદભાઈ પોતે, રાજચંદ્રજી પોતે ના પ્રણામ પહોંચે. કેવી રીતે પ્રણામ કર્યા છે ? કે અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે. પોતાને વિષે અવિચ્છિન્નપણે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી અમે–પોતે જ વિશેષણ બહુ ઉચ્ચ કોટીનું વાપર્યું છે એટલે આ સંકલન કરનારાએ બાદ કરી નાખ્યું છે. કેમકે આત્મા તો પોતે પરમેશ્વર છે. કોઈ એવું પોતે જ પોતાના માટે પરમેશ્વરપદનું વિશેષણ વાપરી નાખ્યું હોય. મુમુક્ષુ - આત્મા માટે વાપર્યું. પૂજ્ય ભાઈશ્રી :- હા છે જ ને ! આત્મા પોતે પરમેશ્વર છે જ ને. પરમાત્માપણે છે. એ તો ભ્રાંતિએ કરીને બીજું લાગે છે. બાકી એ જ છે. પોતે સિદ્ધપદ છે એ તો. “ના પ્રણામ પહોંચે. જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ.” ઘણા પ્રકારની સાંસારિક પ્રવૃત્તિ વર્તે છે. એવા યોગને વિષે હાલ તો રહીએ છીએ. “આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ.” આત્મસ્થિતિ તેને વિષે એટલે પોતાને વિષે, આત્માને વિષે. આત્મસ્થિતિ તેને વિષે એટલે પોતાને વિષે “ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી.ના ચિત્તને... એટલે પોતાના ચિત્તને પોતાની પરિણતિને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. આ બધી મસ્તી છે એમની ! પોતે જ પોતાને નમસ્કાર કરે છે. એવી અંદરની સ્થિતિ વર્તે છે કે પોતે જ પોતાને નમસ્કાર કરે છે. મુમુક્ષુ :- આખો અભેદ લઈ લીધો. પૂજ્ય ભાઈશ્રી - એ એક સ્થિતિ છે. પુરુષાર્થની એ એક સ્થિતિ છે. મોક્ષમાર્ગમાં આશ્ચર્યકારક સ્થિતિ છે કે પોતે વંદન કરે છે. પોતાની પરિણતિને પોતે વંદન કરે છે. એવી આશ્ચર્યકારક સ્થિતિ છે એમની. લોકોને અપરિચિત વિષય છે એટલે ખ્યાલમાં ન આવે એવો વિષય છે. પણ એ પરિસ્થિતિ એવી હોય છે કે પોતે જ આશ્ચર્યથી એને જુએ છે, પોતે જ એને બહુમાનથી જુએ છે, પોતે જ એને વંદન કરે છે. એવી એક સ્થિતિ છે. એવી પવિત્ર દશા છે ને ! એવું જે એમનું ચિત્ત એકદમ પવિત્ર દશા (વર્તી રહી છે. જેવો આત્મા પવિત્ર છે એવી જ પવિત્ર દશા વર્તે છે. એ પવિત્રતાને પોતે નમસ્કાર કરે છે. એવી વાત છે જરા. ઉત્કૃષ્ટપણે સ્થિતિ જોઈને. શ્રી ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ. ઘણા પ્રકારે કરી Page #482 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૦૦ ૪૬૩ સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તો આટલું લખી. અટકીએ છીએ.' આ તમને થોડી વિશેષ વાત લખી. અમારા હૃદયની થોડીક વિશેષ વાત લખી કે અમારી જે ઉત્કૃષ્ટ દશા વર્તે છે એ દશા જોઈને અમે જ અમને નમસ્કાર કરીએ છીએ. તમારા સમાગમની ઇચ્છા રહે છે. બહારની જે આ પ્રવૃત્તિ ઘણા પ્રકારની વર્તે છે એના ત્યાગની ચિત્તવૃત્તિ થઈ ગઈ છે, એ છોડી દઈએ એવી ચિત્તવૃત્તિ થઈ ગઈ છે. આથી વધારે કાંઈ તમને લખતા નથી. આટલું લખીને અમે અટકી જઈએ છીએ. એ થોડી વિશેષ વાત ખોલી છે. ૩૬૮ કરતાં પણ ૩૭૦ માં થોડી વધારે વાત લખી નાખી છે કે અમે જ અમને નમસ્કાર કરીએ છીએ. અમારી આત્માની એવી કોઈ પવિત્ર દશ વર્તે છે કે અમે અમને નમસ્કાર કરીએ છીએ. પોતે જ પોતાની પિરણિતનું બહુમાન કરે છે ! મુમુક્ષુ :- ક્યાંક એવું આવે છે, પોતે પોતાને અભિનંદે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. એમ જ છે, એમ જ છે. અભિનંઢે છે પોતે. એ આમ છે. આત્માના પાંચેય જ્ઞાન પોતાના જ્ઞાનપદને જ અભિનંદે છે. મતિજ્ઞાન પણ શાન સામાન્યને અભિનંદે છે. પાંચેય વિશેષ છે. શ્રુતજ્ઞાન પણ જ્ઞાનસામાન્યને અભિનંદે છે. સુઅવધિ છે એ પણ જ્ઞાનસામાન્યને અભિનંદે છે. મન:પર્યયજ્ઞાન પણ જ્ઞાનસામાન્યને અભિનંદે છે અને કેવળજ્ઞાન પણ જ્ઞાનસામાન્યને અભિનંદે છે. પાંચેય વિશેષજ્ઞાન એક જ્ઞાનસામાન્યને અભિનંદે છે. શાસ્ત્રમાં આવે છે. મુમુક્ષુ :- આ નિશ્ચયભક્તિનું પ્રકરણ આવી જાય. પૂજ્ય ભાઈશ્રી :– હા, નિશ્ચયભક્તિ, આને નિશ્ચયભક્તિ કહે છે. પ્રશ્ન :- અવિચ્છિન્નપણે એટલે શું ? સમાધાન ઃ– અવિચ્છિન્ન એટલે વચમાં ક્યાંય ત્રુટકપણું થતું નથી, તૂટતું નથી ક્યાંય. અમારું ધ્યાન તૂટતું નથી ક્યાંય એક ક્ષણ પણ તૂટ્યા વગર આત્મધ્યાન વર્તે છે. એકધારું ધારાવાહી. ધાર છૂટતી નથી, ધાર કર્યાંય તૂટતી નથી. એમ કહેવું છે. મુમુક્ષુ :– અવિચ્છિન્ન ધારા, આવે છે ને. ભેદજ્ઞાન ક્યાં સુધી ભાવનું...? પૂજ્ય ભાઈશ્રી :– અવિચ્છિન્ન ધારાપણે ભાવવું. એ બધી જુદી દુનિયા છે. જ્ઞાનીઓના પરિણમનની આખી દુનિયા જ જુદી છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ચજહૃદય ભાગ-૫ પત્રક - ૩૭૧ મુંબઈ, વૈશાખ વદ ૧૩, ભોમ, ૧૯૪૮ શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે, નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો. છે. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે; અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ. તે વર્તે છે, તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી તે પ્રત્યુત્તર લખ્યો નથી. કે આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; કે અથવા લય પામે. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે ક જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં, અને ત્યાં સુધી લોકસહવાસ તે આ ભવરૂપ હોય છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને છે જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઇચ્છી તે પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, તે પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વર્યા ન કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા છે કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે. ઉપર જણાવી છે જે વાત, તેને વિષે બાધ કરનારા એવા ઘણા આ પ્રસંગ તમ જીવોને વર્તે છે, એમ જાણીએ છીએ; તથાપિ તે તે બાધ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સઉપયોગે વિચારી વર્તવાનું Page #484 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૭૧ ઇચ્છવું, તે અનુક્રમે બને એવું છે. કોઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા યોગ્ય નથી, પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઇચ્છા રાખવી યોગ્ય છેઃ અને પરમ એવું જે બોધસ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી.. અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી. તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે. જો પ૨મ એવું શાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તો પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપણું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાર્તા છે. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. શ્રી સ્વરૂપના યથાયોગ્ય. ૪૬૫ ૩૭૧. શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે,... ‘કુંવરજી મગનલાલ’ ‘કલોલ'ના બે-ત્રણ પત્ર અગાઉ આવી ગયા છે. એમણે શ્રીમદ્જી' સાથે પત્રવ્યવહાર ચાલુ રાખ્યો છે. નિરંતર જેને અભેધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો.' જ્ઞાન થયું છે. નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે.' આત્મા સાથે અભેદભાવે જે ધ્યાન Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ચજહદય ભાગ-૫ વર્તે છે એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો). હવે પોતાનું દુનિયાનું નામ નથી લખતા. બોધપુરુષના યથાયોગ્ય વાંચશો.” પેલાને પણ શ્રદ્ધા બેસી છે કે આ મહાપુરુષ છે. જે પત્રવ્યવહાર ચાલ્યો છે એમાંથી એ વાત સિદ્ધ થાય છે. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે; અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ વર્તે છે; તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી.' ત્રણ પત્ર આવ્યા પછી આટલો જવાબ લખે છે કે અંદરમાં સમાધિ એવી રીતે વર્તે છે. બહારમાં ઉપાધિ એવી રીતે વર્તે છે કે તમારા ત્રણ ત્રણ પત્રો આવ્યા છતાં તમને ઉત્તર નથી લખ્યો. “આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય.... લોકભાવના એટલે લોકસંજ્ઞા. લોકસંજ્ઞાના અર્થમાં અહીંયાં લોકભાવના શબ્દ વાપર્યો છે. એટલે મુમુક્ષુને માટે એ વાત લીધી કે સામાન્યપણે બધા જીવને લોકસંજ્ઞા અનાદિથી છે જ. હવે મુમુક્ષુજીવને પણ ધર્મપ્રવૃત્તિ લોકસંજ્ઞાએ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી એને ધર્મ પરિણમતો નથી. અથવા આ જીવે અનેક ધાર્મિક કાર્યો કર્યા છતાં એને ધર્મ નથી થયો એનું કારણ લોકસંજ્ઞાપૂર્વક એણે ધર્મ કર્યો છે, લોકસંજ્ઞા સહિત ધર્મ કર્યો છે માટે એને ધર્મનું ફળ નથી આવ્યું. ધાર્મિક કાર્યોનું ફળ જે ધર્મનું પરિણમન, એ નથી આવ્યું. પ્રશ્ન :- લોકભાવના એટલે પર સાથે એકત્વબુદ્ધિ ? સમાધાન :- નહિ. લોકભાવનામાં લોકો તરફની નજર. લોકો શું કહેશે ? લોકોમાં શું લાગશે ? લોકોમાં મારું સ્થાન શું રહેશે ? લોકો શું ગણશે ? આમ કરીશ તો લોકો શું ગણશે ? આમ કરીશ તો લોકો શું ગણશે ? આમ જે લોકસંજ્ઞા છે એ જીવને ધર્મ પામવા દેતી નથી. અને એ લોકભાવના બંધ કરવા માટે, ઓછી થવા માટે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થવું જોઈએ. આ એમને આ રોગનો ઈલાજ બતાવ્યો છે કે આ લોકસંજ્ઞા છે એ જીવને બહુ મોટો રોગ છે અને એના માટે ઘણા વખત સુધી સત્સમાગમમાં રહેવું અને એ વિષય ઉપર વારંવાર વિચારવું કે જીવને ક્યાંય પણ લોકસંજ્ઞા કેવી કેવી રીતે થઈ જાય છે ? જ્યાં ત્યાં કેવી રીતે થઈ જાય છે લોકસંજ્ઞા ? એ ખૂબ સારી રીતે વિચારવું. કેમકે આ લોકસંજ્ઞાનો જામી ગયેલો કાટ છે, ઉખાડવો મુશ્કેલ પડે એવો જામી ગયેલો આ કાટ છે. કેમકે એ એવી રીતે Page #486 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૭૧ ૪૬૭ ચોટે છે કે માણસ ત્યાગ કરે એટલે દાન આપી દે. મોટું દાન આપે, બહુ સારું દાન આપે તો એની સમાજમાં પરિસ્થિતિ તો ઊભી થવાની જ છે. સમાજ તો એને દાતા તરીકે જોવાનો છે કે ભાઈ ! ઘણું ન્યોછાવર કરે છે આ માણસ. પણ પોતે એને ને જોવે. એ દષ્ટિ જે કેળવવી એ અસાધારણ વાત છે. એ વાત પોતે જરાય લક્ષમાં જ ન લે. એમાં શું ? મારું ક્યાં હતું તે મેં આપ્યું છે ? એ શું વિચાર કરે પોતે? કે મારું હતું જ કેદી તે મેં આપ્યું છે ? મારું હોય તો હું આવું ને. એ ચીજ જ મારી નહોતી. એ તો એક વિકલ્પ આવ્યો. સધર્મ વૃદ્ધિનો વિકલ્પ આવ્યો તો સધર્મવૃદ્ધિ થાવ. પછી પૈસા તો પૈસાના છે, કોઈના નથી. મારા પણ નથી અને બીજાના પણ નથી. બાહ્ય પ્રભાવનામાં જે પૈસાનો ઉપયોગ થાય છે એ ક્યાં કોઈ જીવના છે ? મારા તો નથી, કોઈ જીવના નથી. બસ ! એની વૃદ્ધિ થાવ એવો વિકલ્પ આવ્યો અને બહારમાં કોઈ પુણ્યયોગ હતો એટલે એ પ્રકારે બધું ગોઠવાવા માંડ્યું. જડના પરમાણુઓની ગોઠવણી થઈ. મારો શું અધિકાર છે એમાં ? એમ પોતાને તદ્દન બાદ કરી નાખે. અને એવું બાદ કરવા માટે એને-મુમુક્ષુને સત્સંગનો પરિચય ઘણો જોઈએ. નહિતર જાણે અજાણે એ લોકસંજ્ઞાની અંદર વર્તે છે અને એને ધર્મની પ્રાપ્તિથી વંચિત રહેવાનું આ જ કારણ છે. આના ઉપર ઘણી વાત આવશે. લોકસંજ્ઞા ઉપર “શ્રીમદ્જીએ જે પ્રકાશ પાડ્યો છે એ તો શાસ્ત્રોમાંથી કાઢવું મુશકેલ પડે. મહાન શાસ્ત્રોમાંથી એ વાત ગોતવી મુશ્કેલ પડે એટલી ચર્ચાને પોતે ખોલી છે. કેમકે મુમુક્ષુને મુમુક્ષુદશામાં એ ભૂલ થાય છે. એ વાત ઘણી ખોલી છે. અહીંથી લોકભાવનાની (વાતની) શરૂઆત કરી છે. કેમકે દાન દે છે એમ નહીં. આ તો એક દૃષ્યત આપ્યું. એમ શાસ્ત્ર વાંચે છે, કોઈ લેખક હોય, કોઈ વક્તા હોય કોઈ અભ્યાસી હોય, અનેક પ્રકારે જે બાહ્ય વિશિષ્ટતાઓ ધર્મના ક્ષેત્રમાં લોકો જોવે છે એ બધી વિશિષ્ટતાઓ લોકસંજ્ઞા થવામાં નિમિત્તભૂત થાય છે. જો પોતે યથાર્થતામાં ઊભો ન રહે, મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા ન રહે તો લોકસંજ્ઞા વળગ્યા વિના રહે નહીં. અત્યાર સુધી એ જ થયું છે. કાર્યો તો આ જીવે ઘણા કર્યા છે પણ બધે લોકસંજ્ઞામાં ઊભો રહીને, એથી છૂટીને નહિ. મુમુક્ષુ - લોકસંજ્ઞા જેની જિંદગીનો ધુવ કાંટો છે... પૂજ્ય ભાઈશ્રી – હા, એ પણ પત્ર આવ્યો છે. એ સૂત્ર જેવું વચન લીધું છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ રાજહૃદય ભાગ-૫ લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. તે ભલે ગમે તેવો હોય તો પણ એને દુઃખનું જ કારણ થવાનું છે. એને કોઈ રીતે સુખ થવાનું નથી. જુઓ ! ૫૧૬ લ્યો. ૫૧૬, પાનું ૪૧૫. ૫૧૬ માં છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લે છેલ્લે લખે છે. “વર્ધમાન સ્વામીની વાત લીધી છે. તે વિચારીને ફરી ફરી તે ચર્ચા કાર્યો કર્યો, પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રૂચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ...... હવે અહીંથી આ વાત લીધી છે. અથવા તો. એક તો પેલી વાત જુદી છે. બે વિષય લીધા છે. બે કારણ લીધા છે એમાં એક કારણ પૂરું કર્યું. અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી.' એને તો લોકસંજ્ઞા રાખીને કલ્યાણ કરવું છે. એનો બીજો અર્થ એ છે કે એને પોતાનું કલ્યાણ જ કરવું નથી. આમ છે. એટલે બધું કાર્ય એણે લોકસંજ્ઞા સાથે રાખીને કર્યું. કહે છે કે આ એક જ તને ધર્મમાં પ્રવેશ નહિ કરવા દે, તને કલ્યાણમાં પ્રવેશ નહિ કરવા દે. ઘણી જગ્યાએ એમણે આ વાતો લીધી છે અને બહુ સારી રીતે આ વિષય ઉપર પ્રકાશ પાડ્યો છે. મુમુક્ષુ :- સમાજ સુધરે ને ! પૂજ્ય ભાઈશ્રી :- સમાજ સુધરે એમ ને ! પોતે ભલે બગડે ! એ તો અનાથ પોતે બીજાને સનાથ કરવા માગે છે, એમ છે. પોતે ભિખારી છે, પોતે ભીખ માગતો છે અને અબજોના દાનની વાત કરે છે. અબજો આપી દઉં. હું તો અબજો આપી દઉં. પણ હવે તું ભીખ માગે છે, તું લાંબો હાથ કરે છો. એ બધી, એવી બધી બાલિશ વાતો છે. એવી રીતે પોતે બગડીને સમાજ સુધારવાની વાત કરે એ તો તદ્દન બાલિશ વાતો છે, બાળકો જેવી વાત છે. | મુમુક્ષુ :- આ જે કાંઈ વાંચન-મનનના પુણ્ય કાર્ય કરીએ છીએ એ ધર્મકાર્ય કેવી રીતે કરવા ? પૂજ્ય ભાઈશ્રી - એમાં શું છે કે એવી જે પોતાની છાપ ઊભી થાય છે. માણસ જે કરે એવી છાપ તો સમાજમાં ઊભી થવાની જ છે. સમાજ વચ્ચે રહેલો માણસ છે, કોઈપણ વ્યક્તિ એના સમાજ વચ્ચે રહેલી છે. પછી દરેકને પોતપોતાનો સમાજ Page #488 -------------------------------------------------------------------------- ________________ પત્રક૩૭૧ ૪૬૯ છે. જે કાંઈ કરે છે, ધાર્મિક કાર્યો કરે છે એની અંદર એની છાપ તો ઊભી થાય જ છે. એ છાપવાળો હું છું એ ભુંસાઈ જવું જોઈએ. આ વાત અસાધારણ છે. લોકોની ગમે તે છાપ હોય. એ દૃષ્ટિ બંધ થઈ જાય આખી. લોકષ્ટિ જ બંધ થઈ જાય. અને પોતાને એક આત્મકલ્યાણ સિવાય બીજું લક્ષ ન રહે એવી સ્થિતિમાં ધર્મ પરિણમે છે. નહિતર ધર્મ નથી પરિણમતો. એમ છે. મુમુક્ષુ :– એટલે આપણે દાન દેવામાં નામ લખવાની પ્રણાલિકા નથી ને. ‘ગુરુદેવશ્રી' બહુ જ કહેતા કે લાખનું કર કે કરોડનું કર. પૂજ્ય ભાઈશ્રી :– હા. એ તો લોકસંજ્ઞાને ઉત્તેજન આપવાનું છે. એ તો જે જમાનામાં પૈસાની ઘણી કિમત હતી, આજથી ૩૦ વર્ષ પહેલાંની વાત છે. ‘કલોલ'ના એક ‘વાડીભાઈ’ કરીને આવતા હતા. ઉંમરમાં એ વૃદ્ધ હતા. અત્યારે તો એ નહિ હોય. એમના યુવાન પુત્રનું દેહાંત થઈ ગયેલું. તો એમણે એમ કહ્યું કે મારે આ જે સિમંધર ભગવાનનું દેરાસર છે... પ્રમુખ) પાસે વાત મૂકી. ગુરુદેવ' તો એ દાનફાનની કોઈની વાત સાંભળતા જ નહોતા. એ બધી વાત નીચે ક૨વી પડે. કહે, મારે અહીંયાં એક મોતીનું તોરણ બાંધવું છે. ભગવાનના મંદિરમાં મોતીનું તોરણ (બાંધવું છે). પણ એ મોતીના તોરણમાં મારો જે સ્વર્ગવાસી પુત્ર છે એનું નામ લખવું છે. ૧૧૦૦૦ રૂપિયા એક તોરણના આપું. કેટલા ? તોરણ મારા ખર્ચે. ૧૧૦૦૦ રૂપિયા હું દેરાસરમાં આપ્યું. પણ એમાં મારા પુત્રનું મારે નામ લખવાનો ભાવ છે. પ્રમુખે) કહી દીધું, અહીંયાં અમે કોઈ શરતી દાન લેતા નથી અને મંદિરમાં) કોઈનું તો૨ણમાં કે બોર્ડમાં ક્યાંય મારે નામ જોઈએ નહીં. મુમુક્ષુ :- બહુ Strict હતા. પૂજ્ય ભાઈશ્રી :– હા, બહુ Strict હતા. ના પાડી દીધી. ૧૧૦૦૦ તે 'દી બહુ મોટી રકમ કહેવાતી હતી. પૈસા નથી જોતા, એવી રીતે પૈસા નથી જોઈતા. એટલે એ પદ્ધતિ સારી છે. નહિત૨ શું છે દાન તો લઈ લે, દેનાર દઈ દે, લેના૨ લઈ લે પણ પેલાને લોકસંજ્ઞા તીવ્ર થઈ જાય છે કે મારું નામ બધા વાંચશે, મારું નામ બધા વાંચશે. થઈ રહ્યું. મુમુક્ષુ : પૈસાનું દાન દીધું અને કીર્તિની ભીખ માગી. પૂજ્ય ભાઈશ્રી :– એટલે એ તો લોકસંજ્ઞામાં એવું જ થાય છે. એટલે કહે છે Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૦ રાજહૃદય ભાગ-૫ એવી લોકસંજ્ઞા વળવા માટે, ઓછી કરવા માટે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થવું જોઈએ. આ વાત નાખી એમણે. આ સત્સંગનો શું પ્રભાવ છે, શું ગુણ છે એ કહે છે). તો “ઓછી થાય; અથવા લય પામે.” નાશ પામે. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં...” આ સીધી વાત છે. “અને ત્યાં સુધી લોકસહવાસ તે ભવરૂપ હોય છે. પછી એ ભલે ધાર્મિક લોકોનો સહવાસ હોય, ધાર્મિક લોકોનો સહવાસ હોય તોપણ એ નવા ભવનું કારણ છે. ભવના મટવાનું કારણ નથી, ભવની વૃદ્ધિનું કારણ છે, એ ભવ થવાનું કારણ છે, નવો જન્મ લેવાનું કારણ છે. મુમુક્ષુ - લોકસહવાસ અને સત્સંગ બે સામસામા થયા. પૂજ્ય ભાઈશ્રી :- હા. લોકસંજ્ઞા ટાળવા માટે સત્સંગ એનું સાધન છે, એ એની દવા છે. આ સીધી વાત છે અને લોકની વચ્ચે રહ્યો છે પણ લોકસંજ્ઞા ઉડાડી દેવી. જોઈએ. લોકસંજ્ઞા એને જન્મ-મરણ કરાવીને લોકમાં રાખે છે. ત્યાંને ત્યાં, ત્યાં જ જન્મે, ત્યાં જ મરે. છૂટે નહિ સહવાસ. એનું કારણ લોકસંજ્ઞા છે. લોકની વચ્ચેથી કેમ જુદો પડતો નથી ? સિદ્ધાલયમાં કેમ જુદાં પડી ગયા ? કે લોકસંજ્ઞા પહેલાં ટાળી એટલે ત્યાં ગયા. લોકસંજ્ઞા છે ત્યાં સુધી અહીંને અહીં રાખે છે. લોકસંજ્ઞા જ એને અહીં ને અહીં રાખે છે. ભાવે રહે છે, એના ફળમાં દ્રવ્ય રહે છે. મુમુક્ષુ - લોકસંજ્ઞાથી લોકાર્ગે જવાતું નથી. પૂજ્ય ભાઈશ્રી - લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. એ ચર્ચા “સૂર્યકીર્તિ ભગવાન વખતે ચાલી હતી. પૂજ્ય બહેનશ્રી બોલ્યા હતા. લોકો આમ કહે છે, લોકો આનો વિરોધ કરે છે. લોકસંજ્ઞાએ લોકારો જવાતું નથી. ત્યારે પહેલીવહેલી વાત બહાર પાડી હતી. લોકોને એવી રીતે વચ્ચે નહિ લાવો. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે છે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઇચ્છી...” એટલે સત્સંગમાં રહેવાની ભાવના ઈચ્છી. પ્રત્યેક કાર્ય કરતાં.” ઉદયના. પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી...” એટલે હિત-અહિતના વિચારથી વર્તી પોતાને વિષે લઘુપણું માન્ય કરી,...” પોતે કાંઈ નથી, પોતાની કોઈ સ્થિતિ નથી આ માર્ગમાં. એટલે ક્યાંય પોતાનો આંક ન મૂકે. પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વત્ય કરવું; અને Page #490 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૭૧ ૪૭૧ જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે.' આ એક મુમુક્ષુજીવને મુમુક્ષુતાની ભૂમિકામાં કેવી રીતે વર્તવું યોગ્ય છે એનું માર્ગદર્શન આ પેરેગ્રામાં આપ્યું છે. વિશેષ લઈશું.... ૐ વર્તમાનમાં આયુ અલ્પ છે, આયુના સદ્ભાવમાં પણ શરીર પ્રાયઃ અશાતા ભોગવવાનું જ સાધન બને છે; ગમે તેટલી શરીરની સાવધાની / માવજત કરવાં છતાં પણ રોગાદિ ઉપદ્રવ થયા જ કરે છે; અને પૂર્વકર્મ પ્રમાણે તે હોય છે, વર્તમાન પ્રયત્નથી, તેનાથી પૂર્વકર્મથી) બચી શકાતું નથી. એવી સ્થિતિમાં કાયાને મોક્ષમાર્ગમાં ખપાવી દેતાં (કાયાથી ઉપેક્ષિત થઈને પુરુષાર્થને મોક્ષમાર્ગ પ્રતિ યોજવામાં આવે તો) જો પરમશુદ્ધ ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસપદની પ્રાપ્તિ થતી હોય તો ફૂટી કોડીના બદલામાં ચિંતામણી રત્નથી પણ અધિક લાભ થયો, તેમ સમજવા યોગ્ય છે.' (અનુભવ સંજીવની–૪૦૨) '. 器 હે ! આત્મદેવ ! સ્વયંના જ્ઞાન બાગમાં ૨મો, ક્રિડા કરો વા ઠો; અન્યથી શું પ્રયોજન છે ? અલૌકિક ગુણ–વૈભવનું અચિંત્ય રમણીય ધામ ! અદ્વિતીય પ૨મ પદાર્થ જ્યવંત વર્તો ! જ્યવંત વર્તો !! તે પદાર્થ) - પદના દર્શાવનારા સદ્ગુરુ, નિષ્કારણ કરુણામૂર્તિ સત્પુરુષ-પરમ પુરુષ, દિવ્યમૂર્તિ પરમાત્મા જ્યવંત વર્તો ! ત્રિકાળ જ્યતંત વર્તો ! (અનુભવ સંજીવની-૩૯૩) 器 Page #491 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૪-૧૨-૧૯૮૯, પ્રવચન નં. ૧૦૫ પત્રાંક - ૩૭૧, ૩૭૨ અને ૩૭૩ પત્ર-૩૭૧. થોડું ચાલ્યું છે ફરીવાર લઈએ. ‘શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે, નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો.' નિરંતર જેને સ્વરૂપમાં અભેદતા વર્તે છે એને અભેદધ્યાન કહે છે. અભેદ પરિણતિ દ્વારા અભેદતા વર્તે છે એવો જે આત્મબોધ છે એના યથાયોગ્ય વાંચશો. જે તમને યોગ્ય લાગે. અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે; અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ વર્તે છે; તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી.' અંદર-બહારની સ્થિતિનું કારણ બતાવ્યું છે કે બહારમાં વ્યવસાયની પ્રવૃત્તિ વિશેષ છે. છતાં અંદરમાં અમારો આત્મા સમાધિભાવે પરિણમે છે. તમારા ત્રણેક પત્રોના ઉત્ત૨ દેવાયા નથી. મુમુક્ષુ :– કષાયરસનો નાશ થયો છે પણ બહારમાં પ્રવૃત્તિમાં કષાય દેખાય. પૂજ્ય ભાઈશ્રી :– હા, બરાબર છે. બહારમાં બિલકુલ રસ નથી. પ્રવૃત્તિ કષાયયુક્ત દેખાય છે તોપણ એમાં ૨સ નથી. પોતે નીરસ છે, લુખ્ખા પરિણામ છે એમ કહો, નીરસ પરિણામ છે એમ કહો, પોતાનું અસ્તિત્વ એમાં અનુભવતા નથી એમ કહો, એ રીતે એ ભિન્ન પડી ગયા છે, એમ કહો. બધું લાગુ પડે છે. આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; અથવા લય પામે.' એવો આ વિષમકાળ છે કે ઘણા વખત સુધી મુમુક્ષુજીવને સત્સંગનું સેવન થવું આવશ્યક છે. એના પરિણામમાં કાંઈક યોગ્યતા પ્રાપ્ત થાય, પાત્રતા આવે એના માટે ઘણા લાંબા સમય સુધી સત્સંગનું સેવન કરવું, એ આ કાળની પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે. નહિતર જો એમ કરવામાં ન આવે તો બહારની પરિસ્થિતિ અનેક પ્રકારના સંયોગની એવી Page #492 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૭૧ ૪૭૩ વિચિત્ર છે, સમાજની, ધાર્મિક સમાજની લૌકિક સમાજની, રાજકીય, કૌટુંબિક-બીજી, ત્રીજી બધી પરિસ્થિતિ, પંચેન્દ્રિયના વિષયો ફાલ્યા ફૂલ્યા એ બધો પ્રકાર જોતાં જીવને પોતાનું અહિત થાય, ઘણું નુકસાન થાય. અમૂલ્ય એવો મનુષ્યભવ એમ જ વ્યતીત થઈ જાય. કાંઈપણ કાર્ય થયા વિના, કાંઈપણ હિત થયા વિના જ વ્યતીત થઈ જાય. એમાં પણ લોકભાવના કોઈપણ કાર્ય કરતાં, પોતાના કુટુંબનું વ્યવહારિક કાર્ય કરતાં પણ લોકભાવના જીવને તીવ્ર રહે છે કે મારા સગા-સંબંધીમાં મારું સ્થાન (જળવાઈ રહેછે. સમાજની અંદર, ગામની અંદર, દેશની અંદર પણ મારું કાંઈક સ્થાન છે), એ જાતનો જેને ઉદય હોય તો એ પ્રકાર રહે છે. ધર્મક્ષેત્રમાં આવે છે એ પ્રકારના ઉદયથી, સામાન્ય રીતે ઉદય સાથે સીધો સંબંધ છે, અને એ અભિપ્રાયથી આખા જગતમાં પોતાનું સ્થાન રાખવાની, આખા લોકમાં પોતાનું સ્થાન રાખવાની જીવની વૃત્તિ ઊભી છે એમ સિદ્ધ થાય છે. પછી ઉદયમાં. નાનું Circle હોય તો ત્યાં પણ એને સ્થાન રાખવું છે. એવું જે બીજા જીવોની નજરમાં પોતાનું કંઈક પણ પોતે કલ્પેલું સ્થાન, કાંઈક પણ એટલે પોતે કલ્પેલું કે હું આવો છું. એ લોકભાવના છે. પ્રશ્ન :- બન્ને પ્રકારમાં કુટુંબ-પરિવારમાં અને ધાર્મિક સમાજમાં આ લોકભાવનાનો દોષ થાય તેમાં દોષ ક્યાં વધારે લાગે છે ? સમાધાન :- ધાર્મિક સમાજમાં વિશેષ દોષનું કારણ છે. કેમકે અહીંયાં તો એ દોષ છૂટવો જોઈએ. એના બદલે અહીંયા એ દોષ જો ન છૂટે તો તીવ્રતા ઘણી છે. એમ સમજવું જોઈએ. તીવ્રતા ઘણી છે એમ સમજવું જોઈએ. કેમકે બીજા લોકોને એવી લોકભાવના છૂટવાનું કોઈ નિમિત્ત નથી. ઊલટું બીજા લોકોને તો એવી લોકભાવના દઢ થવાના પ્રસંગો બને છે. જુઓ ! મારા કરતા આણે સારું કર્યું. હવે આપણે પ્રસંગ આવે ત્યારે એના કરતાં સારું કરી દેખાડશું. મુમુક્ષુ :- શિક્ષા એવી જ મળે. પૂજ્ય ભાઈશ્રી :- શિક્ષા એવી જ મળે. વાતાવરણ જ બધું એવું છે. એ તો કહ્યુંને કે પરિસ્થિતિ જ એવી છે. કાળનું વિષમપણું એવું છે કે ચારે બાજુથી એ જ વાતાવરણની અંદર એને રહેવાનું થયું છે. અહીંયાં જે ધર્મનું ક્ષેત્ર છે એ એવી લોકસંજ્ઞા ટાળવાનું એક નિમિત્ત છે ત્યાં પણ એ જો જીવ ન ટાળે તો એ પરિણામ ઘણા દઢ Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ જહૃદય ભાગ-૫ થયેલા છે, ઘણા ચીકણા છે એમ સમજવું જોઈએ. મુમુક્ષુ :- નિમિત્તનો દુરુપયોગ થયો. પૂજ્ય ભાઈશ્રી - દુરપયોગ થયો અથવા પોતાનું ઉપાદાન ઘણું હીન-હીણું છે, પોતાનું ઉપાદાન ઘણું હીણું છે એમ વિચારવું જોઈએ. “લોકભાવના ઓછી થાય; અથવા લય પામે.' સત્સંગ એક એવું સાધન છે કે જેની અંદર એ પ્રકાર બને. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં. જુઓ ! ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી આત્મભાવના, પરમાર્થભાવના કહો કે આત્મભાવના કહો, એ ભાવનામાં જીવ વિશેષ નથી આવતો. એનું શું કારણ? ધર્મના કાર્યો તો કરે છે. પૂજા કરે, ભક્તિ કરે, દયા-દાન કરે, અનેક પ્રકારના ધર્મના કાર્ય કરે પણ શું કરવા એને કાંઈ કામ થતું નથી ? કે પરમાર્થભાવનામાં જીવ આવી શકતો નથી. લોકભાવનાના આવરણને લીધે આત્મભાવનામાં જ આવી શિકતો નથી. પછી પરિણતિ થાય અને ઉપયોગ થાય એ તો બધી બહુ આગળની વાત થઈ ગઈ. મૂળ તો ભાવનામાં જ પ્રવેશ થતો નથી અને એનું કારણ લોકભાવના છે. અવલોકન હોય તો એ ખ્યાલ આવે છે, નહિતર એ વાતનો ખ્યાલ નથી આવતો. કેમકે પોતે પણ કેટલાક ધાર્મિક કાર્યો કરે છે ને ! એ કરે છે એને દેખાય છે પણ લોકભાવનાને વશ કરે છે, એની આડશમાં રહીને કરે છે, એનો આધાર લઈને કરે છે એમ નથી જોતો. પ્રશ્ન :- લોકસંજ્ઞા અને લોકભાવના એક જ ? સમાધાન :- હા, એક જ. એક જ. “ગુરુદેવના પ્રવચનમાં બેસે તો હું ક્યાં બેઠો છું એના ઉપર એનું લક્ષ હોય). પ્રવચનમાં હું આગલી હરોળમાં બેઠો છું કે હું પાછળ બેઠો છું. ત્યાં પણ તે લોકોમાં ગણતરી ગણે કે આમાં મારે ક્યાં બેસવાનું સ્થાન છે ? મુમુક્ષુ :- આગળ બેસે તો “ગુરુદેવને ખ્યાલ આવેને કે આવ્યા છે. પૂજ્ય ભાઈશ્રી :- ગુરુદેવ ને લોક બનાવી નાખ્યા ને ! લોકભાવનાનો જે પ્રકાર છે એમાં એણે “ગુરુદેવ” ને મૂકી દીધા. મુમુક્ષુ :- બે જ ભૂલ છે ! પૂજ્ય ભાઈશ્રી - એ તો બધી જ ભૂલ છે, બે શું ? પછી એમાં સોએ સો Page #494 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૭૧ ભૂલ છે. મુમુક્ષુ :– આ કપડા પહેરવા, જમવા જઈએ ત્યારે આવા કપડા પહેરવા – બધામાં લોકસંજ્ઞા છે. - ૪૭૫ પૂજ્ય ભાઈશ્રી :– હા, મારે આવા જ કપડા જોઈએ. આથી ફેરફારવાળા મને ન ચાલે. મારા પ્રમાણમાં બધું મારે જોઈએ. કપડાથી માંડીને બધી ચીજ મને મારા પ્રમાણમાં જોઈએ. ચપ્પલ પણ મારા પ્રમાણમાં જોઈએ, કપડું પણ મારા પ્રમાણમાં જોઈએ, માથું પણ મારા પ્રમાણમાં જોઈએ. એ તો સારું છે કે એના Control ની વાત નથી, નહિતર તો ધોળા થવા ન દે. મુમુક્ષુ :– એ પણ નથી કરવા. પૂજ્ય ભાઈશ્રી :– હવે એમાં હેરાન થવા માંડ્યા છે. એમાંથી Brain tumour અને Brain cancer થવા મંડ્યા. લોકો હવે એમાંથી થોડા થાકીને પાછા પડ્યા છે. મુમુક્ષુ :હું કાયમ ન્યાલભાઈ સોગાનીજી' ની બાજુમાં બેસતો. એમણે ક્યારેય આમ પાછળ નથી જોયું કે આમ બરાબર છે. પૂજ્ય ભાઈશ્રી :– એ તો મારે ચર્ચા થયેલી છે કે વ્યાખ્યાનમેં મેરે બગલમેં કૌન બેઠા હૈ ઉસકા મુઝે કભી પતા નહીં રહતા. એની બાજુમાં કોણ બેઠું છે ખબર જ ન હોય. મુમુક્ષુ :– હું બાજુમાં હોઉં, ક્યારેય જોયું નથી. પૂજ્ય ભાઈશ્રી :– બીજે કોણ બેઠું છે એ તો પ્રશ્ન જ નથી. આ તો બધાનું ધ્યાન રાખે. ફ્લાણા આવ્યા છે કે નહિ આજે ? વળી અહીંયાં બેઠા છે કે ક્યાં બેઠા છે ? કોણ કોણ નવું આવ્યું છે ? બધું ધ્યાન રાખે. કેમકે પોતાનું તો ધ્યાન રાખવાનું છે નહિ, પછી બીજાનું ધ્યાન રાખવા સિવાય વૃત્તિ શું કામ કરે ? એ જ કામ કરે. એ તો બાજુમાં કોણ બેઠું છે (એની ખબર નહોતી રહેતી). એક જ ધારું ‘ગુરુદેવ’ સામે જોઈને બેસતા. ગુરુદેવ”ની સામે ને ક્યારેક શાસ્ત્રમાં થોડું જોવે. બાકી લગભગ ‘ગુરુદેવ’ સામે જોઈને બેસતા. એકધારું સાંભળતા. એકીટશે. એ તો એક બાહ્યવૃત્તિથી પણ અનુકરણ કરવા જેવો અને શીખવા જેવો વિષય છે. જરા પણ ગુરુને એમ ન લાગે કે સાંભળવામાં મારી ઉપેક્ષા થાય છે અને ધ્યાન ન આપે અને ઇધર ઉધર જોયા કરે તો એ તો રીતસર વ્યાખ્યાન કરનારની જ ઉપેક્ષા છે, અવગણના છે, Page #495 -------------------------------------------------------------------------- ________________ ૪૭૬ રાજહૃદય ભાગ-૫ અવિનય છે. મુમુક્ષુ – પ્રશ્ન પૂછે તોપણ આજુબાજુ જોવે. પૂજ્ય ભાઈશ્રી - મારા પ્રશ્નને લોકો કેવી રીતે ગણે છે ? બધાના ચહેરાનું માપ કાઢવા જાય. અને પછી ખ્યાલ ન રહે કે ઉત્તર શું આવે છે. એ જોવા જાય એટલે ઉત્તર શું આવ્યો એ ખ્યાલ એને ન હોય અને કાં તો પૂછે જ કો'કના માટે. બીજાને લક્ષમાં રાખીને પૂછે. એ કોઈ ધર્મચર્ચાની રીત નથી, એ રીત સારી નથી. પ્રશ્ન :- આ બધું લોકસંજ્ઞામાં જાય ? સમાધાન – બધું લોકસંશામાં જાય અને એ ઝેર છે. જીવને માટે એ ઝેર છે. પરમાર્થભાવનામાં પ્રવેશ કરવા માટે મોટો પ્રતિબંધ આ છે. મુમુક્ષુ :- અમુક પ્રકારનો જ મારે શાસ્ત્ર સ્વાધ્યાય કરવો એવું જો ભાવમાં હોય... પૂજ્ય ભાઈશ્રી - એમાં એવું છે કે સામાન્ય રીતે તો મમક્ષ જેમાં પોતાનો આત્મરસ વધે એવો સ્વાધ્યાય કરે પણ એમાં યથાર્થતા ત્યારે છે કે બીજા અનુયોગના પ્રકરણ પ્રત્યે અનાદર, તિરસ્કાર કે એવા પ્રકારના પરિણામ ન થાય. બાકી તો યોગ્યતા પ્રમાણે જ રસ આવશે. કોઈને કથાનુયોગમાં જ રસ આવશે, કોઈને ચરણાનુયોગમાં રસ આવશે, કોઈને કરણાનુયોગમાં રસ આવશે, કોઈને દ્રવ્યાનુયોગમાં રસ આવશે. પણ બીજા અનુયોગો પણ ભગવાનની દિવ્યધ્વનિરૂપ વાણી છે, જિનેન્દ્ર વાણી છે અને એ બધામાં પણ પરમાર્થ રહેલો છે એવો જેને ખ્યાલ છે કે ચારેય અનુયોગમાં અધ્યાત્મ રહેલું છે એવું જે સમજ્યા છે એને તો એવો કોઈ પ્રકાર નથી થતો. રસ ઓછો વત્તો આવે પણ એ પ્રત્યે અનિચ્છા થાય એટલે તિરસ્કાર થાય, અવગણના થાય એવું ન બને. જેમકે કોઈને દ્રવ્યાનુયોગ પ્રત્યે તિરસ્કાર થઈ જાય છે કે આ શું આખો દી બધી દ્રવ્ય-ગુણ-પર્યાયની જ માંડી? તો કોઈને કરણાનુયોગનો તિરસ્કાર જાય છે કે આ શું બધી કર્મની, ઉદય ને શાતા ને બંધ ને ફલાણું, ઉદીરણા ને આ ને તે, સત્તા ને અપકર્ષણ, ઉપકર્ષણ આ બધી શું માથાકૂટ ? એમ માથાકૂટ ન જુએ. એની પાછળ પરમાર્થ શું છે એવું લક્ષ હોય તો એનું ચારે અનુયોગનું યથાર્થ મૂલ્યાંકન રહે છે. મુમુક્ષ - કોઈપણ વિષયને તિરસ્કાર ન કરે, ગૌણ કરે. પૂજ્ય ભાઈશ્રી :- ના, તિરસ્કાર ન કરે. ગૌણ તો કરવો જ પડે. કેમકે બધો Page #496 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૭૧ ૪૭૭. વિષય પોતાને કામનો હોતો પણ નથી. પોતાની યોગ્યતાને લાગુ પડે એવો ઉપદેશ જ્યાં આવે ત્યાં જ પોતે વિશેષ પોતાને પ્રયોજનભૂત ગણીને એ વિષય ઉપર સ્થિર થાય. અને બીજુ ગૌણ કરી નાખે તો એ યથાર્થ પદ્ધતિ છે. એમાં કાંઈ વાંધો નથી. એ પદ્ધતિ યોગ્ય જ છે. પ્રશ્ન :- શાસ્ત્ર-સ્વાધ્યાયમાં લોકભાવના આવે ખરી ? લોકસંજ્ઞા થાય ? સમાધાન :- હા, થાય ને. પોતાનો ઉઘાડ, બીજાને સમજાવવાનું લક્ષ, વાંચતા વાંચતા યાદ રાખવાનું લક્ષ કે આ પાને ફલાણું છે એ યાદ રાખવું. પાછું કોઈને કહેવું હોય, એવી દલીલ આપવી હોય ત્યારે એ યાદ રાખ્યું હોય તો કામમાં આવે. અથવા વિશેષ બીજાને ખ્યાલ આવે કે આણે ઘણું વાંચ્યું છે, અને ઘણી ખબર છે, આ ઘણું જાણે છે એવી બીજાને છાપ પડે. એ બધો જે પ્રકાર છે એ બધો લોકસંજ્ઞામાં જાય છે. અધ્યાત્મનો ઊંચો અને સૂક્ષ્મ ન્યાય હોયને તો એ બરાબર ખ્યાલમાં રાખવો. એ ન્યાય બીજાને કીધો હોય તો એકવાર તો આશ્ચર્ય બધાને થઈ જાય કે ઓહોહો...! આવી સૂક્ષ્મ વાત તમે કરો છો ! આવો ઊંચો અધ્યાત્મનો ન્યાય તમારી પાસે છે! માટે એવા ન્યાયો આવે ત્યારે સાંભળવામાં, વાંચવામાં ખાસ ધ્યાન રાખવું. એવી રીતે જે શાસ્ત્ર અધ્યયન કરે છે, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એ પોતાના આત્માને બહુ મોટું નુકસાન કરે છે. ગુરુદેવ' તો એવી વાતને બહુ કડક કહેતા કે એ અધ્યાત્મને બહાને પાપ કરે છે એમ કહેતા. પોતાનું માન પોષવાની જે અંતરવૃત્તિ છે એને લઈને એ ત્યાં પાપ કરે છે. પુય નહોતા કહેતા. શાસ્ત્ર વાંચવામાં પણ ઘણી જવાબદારી છે. મુમુક્ષુ :- કષાયનો પ્રકાર જ થઈ ગયો ને ! પૂજ્ય ભાઈશ્રી – હા. તીવ. તીવ્ર કષાયનો પ્રકાર અને તીવ્ર લોકભાવના છે. એને શાસ્ત્ર અભિનિવેશ કહે છે. એ પોતે કહેશે. આગળ હજી એ બધું આવશે. એને શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો છે. અને શાસ્ત્રીય અભિનિવેશમાં બે પ્રકાર લીધા છે. જે એવી રીતે આત્માર્થ સિવાય કોઈ અન્ય હેતુ સચવાતો હોય, જળવાતો હોય કે અંદરમાં ધારણામાં રહેતો હોય, લક્ષમાં રહેતો હોય તે બધો જ શાસ્ત્રીય અભિનિવેશ છે. એ પરિભાષા એમણે કરી છે. આત્માર્થ સિવાય કોઈપણ હેતુથી શાસ્ત્રનો સ્વાધ્યાય Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ રાજહૃદય ભાગ-૫ થાય એટલે તેને શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય છે. સીધું જ આમ લીધું છે એમણે. એ ૬૫૮ માંથી એનો નિર્દેશ કર્યો છે. પછી મૂળ વાત તો હજી છે એ બીજે છે. પાનું ૪૮૯. બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી...' બે પ્રકારના અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. તે આ પ્રમાણે : લૌકિક (અભિનિવેશ)” અને શાસ્ત્રીય (અભિનિવેશ)” આ શાસ્ત્ર વાંચતા થાય કે નહિ થાય ? આ શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો છે. ક્રમે કરીને સત્નમાગમયોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે, એમ વારંવાર જ્ઞાનીપુરુષોએ શાસ્ત્રાદિ દ્વારાએ ઉપદેશ્યું છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે ? તે વાત વિચારવા યોગ્ય છે.' આ પત્ર લલ્લુજીને’ લખ્યો છે. કેમકે એ ત્યાગી હતા અને શાસ્ત્ર વાંચતા થઈ ગયા. તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ થયો. શ્રીમદ્ભુનો હવે પરિચય થાય છે. હવે લલ્લુજીના પત્ર આવશે. હજી હવે એક-બે પત્ર પછી શરૂ થશે. ૨૫ મા વર્ષથી છે. ૨૯ મા વર્ષે આ શાસ્ત્ર અભિનિવેશની ટકોર કરી છે. પછી ૬૬૧માં છે. આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે,... કૃતાર્થતા માની છે એટલે શું ? કે હું રોજ આટલું શાસ્ત્ર તો વાંચું જ છું. રોજ એક કલાક તો સ્વાધ્યાય કરું છું. આટલું તો મેં કર્યું જ. એક પેરેગ્રાફ તો વાંચું જ છું. એક વચનામૃતમાંથી એક વચન તો ગુરુદેવનું વાંચું જ છું. કાંઈક કૃતાર્થતા માની છે અને આત્માર્થનું લક્ષ નથી. તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ' છે.' તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. એ પત્રની અંદર એમણે એક અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશની ચર્ચા કરી છે કે, શાસ્ત્રને મુખ્ય કરીને વિદ્યમાન સત્પુરુષને કોઈ ગૌણ કરે છે કે અમારી પાસે તો લાણું શાસ્ત્ર છે, અમારી પાસે તો સમયસાર' છે, ‘સમયસાર’ અમને મળી ગયું. તો એ અપ્રશસ્ત એટલે જેમાં પુણ્ય પણ નથી. પ્રશસ્ત એટલે પુણ્ય. અપ્રશસ્ત એટલે પાપ. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. અને એવું જીવ ત્યારે જ કરે, સત્પુરુષ વિદ્યમાન હોવા છતાં એને ગૌણ કરીને શાસ્ત્ર-સ્વાધ્યાય ઉપર વજન આપે કે એને બરાબર ગણે, બે વાત લીધી છે એમણે કે બરાબર ગણે Page #498 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૭૧ ૪૭૯ અથવા વધુ ગણે કે આ તો છઠ્ઠા ગુણસ્થાનના વચનો છે. વિદ્યમાન સન્દુરુષ તો ચોથા ગુણસ્થાને બિરાજે છે. અમારી પાસે તો છઠ્ઠા ગુણસ્થાનના આચાર્યના વચનો છે. એનો સ્વાધ્યાય (કરીએ છીએ). એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ એટલે પાપમય શાસ્ત્રનો અભિનિવેશ કહ્યો છે. એટલા માટે કે તીવ્ર પોતાનું વ્યક્તિગત કોઈપણ કારણ મુખ્ય કરે છે. માનનું, લોભનું, કોઈપણ પ્રકારના પ્રસંગનું અને મુખ્ય કરીને એ સારુષને ગૌણ કરે છે ત્યારે એને અપ્રશસ્ત નામનો શાસ્ત્રીય અભિનિવેશ વર્તે છે. એ વાત એમણે ૬૬૧ના પત્રમાં નીચે લીધી છે. અપ્રશસ્ત શાસ્ત્રીય 'અભિનિવેશ. મુમુક્ષુ :- એ તો કોઈપણ બહાને પુરુષને ગૌણ કરવામાં અભિનિવેશ તો આવી જ જાય. પૂજ્ય ભાઈશ્રી - અભિનિવેશ તો છે જ પણ એમાં શાસ્ત્રની મુખ્યતા લાવે. છળ પકડે. અમે ગૌણ કરીએ છીએ પણ એવું કાંઈ સાવ અમારું જીવન એવું નથી કાંઈ. અમે શાસ્ત્ર-સ્વાધ્યાય અમારા જીવનમાં બહુ રાખ્યો છે, ઘણો કરીએ છીએ, કલાકો સુધી કરીએ છીએ અને વર્ષો સુધી એવી રીતે કરીએ છીએ. તો કહે છે, તારું ખાતું અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશમાં ખતવાય છે. તારી ક્રિયા, તારી પ્રવૃત્તિ, તારી વૃત્તિ જ્ઞાની ક્યા ખાતામાં ખતવે છે ? શ્રીમદૂજી અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશના ખાતામાં એને ખતવી નાખે છે. આ રકમ એ ખાતામાં મોકલો. આ બીજા ખાતાની રકમ નથી, આ ખાતાની રકમ છે. નિમ્ન ખાતું છે. એ લોકભાવનાના બધા પ્રકાર છે અને તે પરમાર્થભાવનાને રોકવાના ખાસ પ્રતિબંધિરૂપ છે અને તેથી એ પ્રકાર, એવો જે લોકસહવાસ એ ભવરૂપ હોય છે. તે નવા જન્મ-મરણનું કારણ થાય છે. જન્મ-મરણની સંતતી ચાલુ રહેવાનું આ કારણ છે. સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દ્રઢભાવે તે ભાવના ઇચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરળપણે વત્ય કરવું અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાત કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું. તે યોગ્ય છે. આ મુમુક્ષુ માટે બહુ સુંદર માર્ગદર્શન છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ ચય ભાગ-૫ . “સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે... સામાન્ય રીતે જ્ઞાની ઇચ્છે છે તો મુમુક્ષુ તો ઈચ્છે જ ઇચ્છે એનો કાંઈ પ્રશ્ન રહેતો નથી. એવું જે સત્સંગનું સેવન ઇચ્છે છે એવા મુમુક્ષુ જીવને.... જો એવો સત્સંગનો યોગ ન રહેતો હોય તો એને દઢ ભાવના તો થાય જ કે અરેરે...! મને કોઈ સત્સંગનો યોગ નથી. કોઈ સત્સંગનો. હોય એ જાતની અને તીવ્ર ભાવના, દઢભાવના કહો કે તીવભાવના રહ્યા કરે એ સ્વાભાવિક મુમુક્ષતાની પરિસ્થિતિ છે. મમક્ષમાં સ્વાભાવિકપણે એવા જ પરિણામ થાય. એ ભાવના રહ્યા કરે ત્યારે પ્રત્યેક કાર્યમાં એ વિચારથી વર્તે. વિચારથી વર્તે એટલે હિત-અહિતનું મુખ્ય લક્ષ રાખીને વર્તે. એમાં પણ પોતાના દોષ છે એ ઘણા એને જોવામાં આવે છે. એટલે પોતાનું લઘુપણું લાગે છે કે અરે...રે...! મારામાં કાંઈ નથી. અરેરે...! મારામાં કાંઈ નથી. હજી તો મને આવા પરિણામ થઈ જાય છે, હજી તો મને આવા પરિણામ થઈ જાય છે. એ પ્રકારે પોતાનું લઘુપણું એને જણાય, માન્ય કરે, સંમત કરે અને જે જે દોષ જોવામાં આવે... જુઓ ! વિચારવામાં આવે એમ નથી લેતા. દોષનો વિચાર નથી કરવો. જે જે દોષ જોવામાં આવે, જીવ અવલોકનમાં આવ્યો છે. તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી. એને જોવે એટલે માત્ર જોવે એમ નહિ, નિવૃત્તિના હેતુથી, એ દોષ ટાળવાના હેતુથી અવલોકન કરે છે. જોવા જોવામાં આ ફેર છે પાછો. ખાસ દૃષ્ટિકોણ અપનાવીને જોવે છે. એવી રીતે નિવૃત્તિ ઇચ્છી સરળપણે વત્ય કરવું. સર્વ પ્રસંગમાં સરળતાથી વત્ય કરવું. અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય, પરમાર્થભાવનાની ઉન્નતિ થાય, આત્મભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાત. એવો જ્ઞાનલેખ, એવો કોઈ ગ્રંથ એ પ્રકારનું સાહિત્ય એણે અવગાહન કરવું, એવું વિચારવાનું રાખવું તે યોગ્ય છે. ક્યારે ? પ્રત્યક્ષ સંગ ન હોય ત્યારે. ઉપર જણાવી છે જે વાત, તેને વિષે બાધ કરનાર એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે, એમ જાણીએ છીએ. હવે સ્પષ્ટ લખ્યું છે. કેટલાક મુમુક્ષુઓ જે પરિચયમાં આવ્યા છે એ સત્સંગને ગૌણ કરે છે. એક થોડુંક પણ કારણ મળી જતા એ કારણની મુખ્યતા આપી દે છે, સત્સંગને ગૌણ કરી નાખે છે. એટલે એ પ્રસંગને બાધ કરનારા પ્રકાર, ઘણા પ્રસંગ તમ જીવોને વિષે વર્તે છે, એમ અમે જાણીએ છીએ. તથાપિ તે તે બાધ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદ્દઉપયોગે વિચારી Page #500 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક—૩૭૧ ૪૮૧ વર્તવાનું ઇચ્છવું.' પોતાના હિતનો ખ્યાલ રાખીને પોતાનો સમય-કિમતી સમય કેટલી ઓછી કિમતમાં વપરાય જાય છે તે સદ્ઉપયોગે, એ સદ્ઉપયોગ કહો, સદ્વિચાર કહો, એ રીતે વર્તવાનું ઇચ્છવું. તે અનુક્રમે બને એવું છે.’ અને એવી રીતે વર્તવાનું લક્ષ હોય તો તે બને તેવું છે. કોઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા યોગ્ય નથી.' બીજો ખેદ કરવા યોગ્ય નથી. કેમ હજી કાંઈ થતું નથી ? કેમ આત્મલાભ થતો નથી ? એવો સંતાપ કરવા યોગ્ય નથી. પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઇચ્છા રાખવી યોગ્ય છે.’ પુરુષાર્થની આ ભાવના લીધી છે. સહજ પુરુષાર્થ છે. જે ઇચ્છા વિના, વિકલ્પ વિના, અકૃત્રિમપણે સહજ પુરુષાર્થ થાય છે તેનું મૂળ–તેનું બીજ પુરુષાર્થની ભાવનામાં રહેલું છે. ભાવના બહુ મોટી વાત છે ને ! પુરુષાર્થની ભાવનામાં પુરુષાર્થ રહેલો છે, જ્ઞાનની ભાવનામાં જ્ઞાન રહેલું છે. આ કારણમાં કાર્યનો ઉપચાર છે અને આત્મભાવનામાં આત્મા રહેલો છે. આમ ભાવના એ બહુ મોટી વાત છે. પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દ્રઢ ઇચ્છા રાખવી યોગ્ય છે; અને પરમ એવું જે બોધસ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિષે મુઝાવુ યોગ્ય નથી.' શું કહે છે ? જેને આત્માની ઓળખાણ છે એને તો પુરુષાર્થ સંબંધીનો અસમાધાન કે મૂંઝવણ થવા યોગ્ય નથી. કેમકે એને તો કેટલોક પુરુષાર્થ સહજપણે શરૂ થઈ જાય છે એટલે એને નિરંતર તેમ વર્ત્યના પુરુષાર્થને વિષે મુંઝાવું યોગ્ય નથી. ; મુમુક્ષુ :- પરમ એવું જે બોધસ્વરૂપ છે... ... પૂજ્ય ભાઈશ્રી :- ૫૨મ એવું જે બોધસ્વરૂપ છે એટલે પોતાનું તત્ત્વ, સ્વતત્ત્વ; પરમતત્ત્વ, આત્મસ્વભાવ. તેનું જેને ઓળખાણ છે,' એની જેને ઓળખાણ છે એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી. કેમકે એને તો એ મૂંઝવણનો પ્રશ્ન, સમસ્યા થતી નથી. જ્યાં સુધી ઓળખાણ નથી થતી ત્યાં સુધી પુરુષાર્થની ભાવના હોય તોપણ એક સમસ્યા છે કે પુરુષાર્થ કેમ કરવો ? પુરુષાર્થ ક૨વો જોઈએ એવી જે ભાવના છે એમાં કેમ કરવો એ એક સમસ્યા છે. ક્યાં સુધી ? ઓળખાણ નથી ત્યાં સુધી. ઓળખાણ થયા પછી એ જાતની મૂંઝવણ નથી રહેતી. કેમકે પુરુષાર્થની ગતિ શરૂ થાય છે, સહજ પુરુષાર્થ ચાલુ થાય છે અને પુરુષાર્થની Page #501 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ચજહૃદય ભાગ-૫ જે વિધિ છે-કાર્યની પદ્ધતિ છે. એ રીત એને પકડાય જાય છે. એટલે ત્યાં પછી મૂંઝવણ નથી. આ પત્રમાં મુમુક્ષુનું માર્ગદર્શન ઘણું સારું છે. અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તે પ્રાપ્તપણાને વિષે અમુક કાળ વ્યતીત થાય તો હાનિ નથી. એટલે થોડુંક મોડું થાય તો એનું બહુ નુકસાન નથી. અનંત કાળે જે ચીજ પ્રાપ્ત થઈ નથી એ પ્રાપ્ત કરવા જતાં થોડુંક મોડું થાય એનું એટલું નુકસાન નથી. પરંતુ “માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી, તેને વિષે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે' ભૂલ નહિ રહેવી જોઈએ અથવા કોઈ નવી ભ્રાંતિ પોતે કલ્પના કરીને ઊભી કરી લે એવું નહિ થવું જોઈએ. થોડું મોડું થાય એનો વાંધો નથી પણ વિપરીત થાય એનો વાંધો છે, એમ કહેવું છે. આ વિપરીતતા છે. ભૂલ થાય કે ભ્રાંતિ થાય એ વિપરીતતા છે. એવું નહિ થવું જોઈએ. આત્મહિત થોડું મોડું થાય એનું એટલું નુકસાન નથી, એમાં એટલી આપત્તિ નથી પણ ભ્રાંતિ થાય કે ભૂલ થાય તો બહુ મોડું થઈ જશે. વર્તમાન ભવ એનો બગડી જાય છે. બીજા ભવિષ્યના કેટલા અનંતભવ બગડે એનો કોઈ હિસાબ નથી). પોતાને ખબર નથી પડતી, પોતે જાણતો નથી તેથી જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું છે એ એને લક્ષમાં રહેવું જોઈએ. એ વાતને બાંધી લેવી જોઈએ કે તો આપણે બચી જઈશું નહિતર બચશું નહિ. ક્યાંયને ક્યાંક ભૂલ થઈ જશે એ વિપર્યાસમાં જાશે. અને વિપરીતતા થશે તો ઘણું મોડું થશે. એટલે થોડું મોડું થાય, યથાર્થતામાં આવવામાં થોડુંક મોડું થાય એનો વાંધો નથી પણ ભૂલ થાય, ભ્રાંતિ થાય, વિપરીતતા થાય તો એ બહુ મોટી મુશ્કેલી છે. મુમુક્ષુ :- રસ્તો ભૂલી જવાય છે. પૂજ્ય ભાઈશ્રી - ઊંધ જ રસ્તે ચડી જાય, ઊલટે રસ્તે ચડી જાય. જો પરમ એવું શાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે....સત્પરુષનું સ્વરૂપ જેને ભાયમાન થયું છે. ઓળખાણ થઈ છે એમ લીધું, હોં ! ઓઘેઓઘે તો ઘણીવાર જ્ઞાનીની પાછળ ગયો, તીર્થંકરની પાછળ પણ ગયો. જો પરમ એવું શાનીનું સ્વરૂપ ભાસ્યમાન થયું છે, તો પછી તેના માર્ગને વિષે અનુક્રમે જીવનું પ્રવેશપનું થાય એ સરળ પ્રકારે સમજાય એવી વાત છે. સાદી સીધી. સરળ પ્રકાર એટલે સાદી સીધી સમજાય એવી વાત છે કે જો જીવને જ્ઞાનીનું સ્વરૂપ ભાસ્યમાન થાય તો એના માર્ગે Page #502 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૭૧ ૪૮૭ જે અનુક્રમે આગળ ચાલે અને ઊંધા માર્ગે આડાઅવળા માર્ગે ન ચડે એ સીધી વાત છે. જો જીવ એ પ્રકારે જ્ઞાનીના માર્ગે નથી ચાલતો તો એને જ્ઞાનીપુરુષની ઓળખાણ પણ થઈ નથી. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તી રૂડે પ્રકારે એટલે કષાયરસની મંદતા રહે. રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયોગ છે. અમારો વિયોગ છે એમ કહે છે. તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાત સત્ય છે....... શું લખે છે ? કે અમને આપનો વિયોગ રહે છે. આપનો વિયોગ નથી રહેતો, એમાં અમારા કલ્યાણનો વિયોગ રહે છે. એ વાત સત્ય છે. સાચી વાત છે તમારી. કેટલી લાયકાત છે લખનારની ! એને સારો Response આપ્યો છે. કુંવરજીભાઈને પત્રો સારા લખ્યા છે. આગળ પણ એમના પત્રો આવી ગયા. - મુમુક્ષુ - સત્સંગનો વિયોગ છે એ પોતાના કલ્યાણનો વિયોગ છે. ' પૂજ્ય ભાઈશ્રી - હા. સત્પરુષનો વિયોગ છે એ અમારા કલ્યાણનો વિયોગ છે એમ લખે છે. “તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે એ વાત સત્ય છે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છેકેમકે સંયોગ-વિયોગ તો એના હાથની. બાજી નથી. એ તો એના પૂર્વકર્મના ઉદયનો સવાલ છે એમાં. એ લાવ્યો લવાય નહિ, ગળ્યો જાય નહિ. પણ જેને સંયોગની ભાવના છે એને વિયોગ રહે તો સ્વાભાવિક રીતે એનું ચિત્ત એ બાજુ વર્તે. તથાપિ જો શાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. વિયોગમાં અકલ્યાણ છે પણ એને વિષે ચિત્ત વર્તે તો કલ્યાણ છે. મુમુક્ષુ – બહુ સૂક્ષ્મ વાત છે. પૂજ્ય ભાઈશ્રી - બહુ સરસ વાત કરી છે, ઘણી સરસ વાત કરી છે. મુમુક્ષુ – એમનો ક્ષયોપશમ ક્યાં સુધી પહોંચે છે ! પૂજ્ય ભાઈશ્રી :- અનુભવને કોઈ પહોંચે નહિ, ભાઈ ! જીવનમાં અનુભવને કોણ પહોંચે ? મુમુક્ષુ - અનુભવ સાથે ક્ષયોપશમ, બને વાત છે. પૂજ્ય ભાઈશ્રી - હા, નિર્મળતા ઘણી છે. ક્ષયોપશમ તો ઘણાને હોય છે પણ Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ચજહૃદય ભાગ-૫ ઊંધું મારે. આ તો નિર્મળ ક્ષયોપશમ છે. એટલે નિર્મળતા બહુ સારી છે. જ્ઞાનમાં મળનો અભાવ થવો, નિર્મળ જ્ઞાન થવું એ તો એક જબરદસ્ત વાત છે. તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી. તમારે કોઈ અધીરજથી કરવાનો સવાલ નથી. ધીરજનો ત્યાગ ન કરશો. તમને જે વિયોગ સાલે છે અને ચિત્ત રહે છે તો અનુક્રમે શાનીના માર્ગમાં પ્રવેશવાનું બની શકશે. શ્રી સ્વરૂપના યથાયોગ્ય.’ નામ નથી લખ્યું. શ્રી સ્વરૂપના યથાયોગ્ય. એ કુંવરજીભાઈ ઉપરનો પત્ર છે. કોઈપણ કક્ષાના મુમુક્ષુ જીવને એમાંથી કાંઈક માલ મળે એવી માર્ગદર્શનની વાત લીધી છે. મુમુક્ષુ :- ભાવનાની વાત, પરમાર્થની વાત લીધી. પૂજ્ય ભાઈશ્રી - હા, એ વાત આવી છે. સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. આત્મભાવના–સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. ભાવનો વિના રુચ નથી. ભાવના વિના અવલોકન શરૂ થતું નથી. ભાવના વિના ભેદજ્ઞાન શરૂ થતું નથી. ભાવના વિના મિથ્યાત્વનો અભાવ થતો નથી. એમણે તો વ્રતાદિથી માંડીને સંયમથી માંડીને બધું ભાવનામાં લઈ લીધું છે. સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. આ મુનિરાજ બાર ભાવના ભાવે છે કે નહિ? એ આત્મભાવના જ છે. બાર તો એના ભેદ છે. એક આત્મભાવનાના બાર ભેદ છે. ખરેખર તો એક જ ભાવના છે. એ તો સ્વરૂપ ભાવના જ છે. મુમુક્ષુ :- “નિર્ભત દર્શનની કેડી' માં આત્મભાવનાનું પૂજ્ય ભાઈશ્રી :- હા, પહેલી વાત એ જ લીધી છે. નિભત દર્શનની કેડીમાં. પહેલું પ્રકરણ મુમુક્ષુમાં જે મુમુક્ષુની ભાવનાનો વિષય છે એ ઉપર જ છે." પ્રશ્ન :- ભાવના અને રુચિમાં કાંઈ ફેર છે ? સમાધાન :- અવિનાભાવી હોય છે. આત્માની ભાવનામાં આત્મચિ સાથે જ હોય છે. આત્મરુચિવાળાને આત્મભાવના હોય છે. રસ, ભાવના, રુચિ બધા અવિનાભાવી પરિણામ છે, સાથે જ રહે છે. પછી જે વિષયમાં હોય એ વિષયમાં સાથે જ રહે છે. Page #504 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૭૭૨ ૪૮૫ પત્રક - ૩૭૨ મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું.. આપે ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરેચ્છાધીન છે; જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો અને જે સમાગમની પરમ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિહલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે; તથાપિ ધીરને વિષે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી. અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ - નથી. ૩૭૨. સોભાગભાઈ' ઉપરનો પત્ર છે. આપને એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપે ઉપાધિ દૂર થવા વિષેમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે.' આપના સમાગમમાં નથી રહેતા તો ઉપાધિ થોડી વધારે આત્મામાં થયા કરે છે. જો આપનો સમાગમ રહે તો આ પરિસ્થિતિમાં પણ ઉપાધિ અમારી ઘટી જાય. કેમકે સ્વભાવિક છે કે સમાગમમાં આપનું અંદરનું પરિણમનનું જે વાતાવરણ છે એ સત્સંગમાં બદલાઈ જાય છે. એટલે એવું “મુખ્ય કારણ બતાવ્યું તે યથાતથ્ય છે.' આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે.' સત્સંગમાં રહેવામાં ઘણો લાભ છે. એ વાત આપે ઘણા પ્રકારે આગળ જણાવી છે. એટલે એ વિષયની અંદર તો એમને કોઈ દિવસ બોધ આપવાની જરૂર નથી પડી. સત્સંગનો શું લાભ છે Page #505 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ચજહૃદય ભાગ-૫ અથવા મુમુક્ષુ જીવને સત્સંગ એ એક અમૃત છે, એ વાત સોભાગભાઈ’ને તો એટલી બધી ઘરે કરી ગયેલી છે તે લખે છે આપે તે વાત આગળ પણ ઘણા પ્રકારે લખી. છે. પણ તે ઈશ્વરેચ્છાધીન છે.' એ કુદરતને આધીન છે. સંયોગ થવો ન થવો એ કોઈના હાથની બાજી નથી. જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો... પુરુષાર્થ થાય એ પ્રકારે વર્તો. અને જે સમાગમનની પરમ ઇચ્છા (તીવ્ર ઇચ્છા) તેને વિષે જ અભેદચિંતન રાખો.’ અને એ ભાવના, સત્સંગની ભાવના તો તમે ચાલુ રાખો અને અભેદચિંતન રાખો એટલે ક્ષેત્રે અમે દૂર છીએ, ભાવે દૂર નથી એને અભેદચિંતન કહે છે. કેમકે એવા પાત્ર જીવોને, જ્ઞાનીઓને ક્ષેત્રની અનુકૂળતા થઈ જાય, સંયોગોની અનુકૂળતા થઈ જાય એવું કાંઈ સંભવિત નથી હોતું પણ ભાવથી દૂરપણું નથી રહેતું. ભાવે તો એ બરાબર નજીક જ વર્તે છે, સત્પુરુષની સમીપ જ વર્તે છે. એ જાતનું એનું પરિણામ હોય છે, પરિણમન હોય છે. એ વાત કરી છે. સમાગમની ૫૨મ ઇચ્છા તેને વિષે જ અભેદચિંતન રાખો. આજીવિકાના કારણમાં વિતલપણું પ્રસંગોપાત્ત આવી જાય એ ખરું છે;..' તમારી ભૂમિકામાં એ બનવાજોગ છે કે તમારી પરિસ્થિતિમાં ક્યારેક આકુળતા કે વિહ્વળપણું થાય છે એ ઠીક છે. તથાપિ ધીરજને વિષે વર્તવું યોગ્ય છે.' એ આકુળતામાં આગળ વધવું તે યોગ્ય નથી. પણ એ આકુળતા શાંત થાય એવી રીતે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી.' કોઈ ઉતાવળ કે આકુળતા કરવાનું કોઈ કારણ નથી. તેમ એવો કોઈ વાસ્તવિક ભય રાખવાનું પણ તમારે કોઈ કારણ નથી. એટલે એવું કાંઈ નહિ બની જાય કે જેથી તમારે ભયનું કોઈ કારણ ઉત્પન્ન થાય. નિર્ભય થઈને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં શાંતિથી, ધીરજથી એ આત્માના પુરુષાર્થ બાજુનો લક્ષ વિશેષ રાખીને વર્તે જાવ. કોઈ ભય વિશેષ રાખવાનું તમને કારણ નથી. મુમુક્ષુ :- ધીરજ વિષે વર્તવું યોગ્ય છે. પૂજ્ય ભાઈશ્રી :– ધીરજને વિષે વર્તવું યોગ્ય છે, એટલે કે આ આકુળતા થઈ જાય છે એમાં આકુળતા ન થાય એમ વર્તવું જોઈએ. થોડી શાંતિ રાખવી જોઈએ. Page #506 -------------------------------------------------------------------------- ________________ પાક ૩૦૩ મુમુક્ષુ ઃ પૂજ્ય ભાઈશ્રી :- એ તો સમાધાન રાખે કે જે પરિસ્થિતિ છે એ તો પૂર્વકર્મને હિસાબે છે. વર્તમાન તો મારે એક જ કાર્ય કરવા જેવું છે. એમાં સુખ નથી, એમાં દુઃખ નથી. જે પરિસ્થિતિ કોઈની છે એમાં પરિસ્થિતિ પોતે સુખ-દુઃખ છે નહિ. પોતાને જે કાંઈ પરમાર્થની ક્ષતિ છે એના પૂરતું એની ઉપર જ એને વિશેષ લક્ષ હોવું જોઈએ. સંયોગ-વિયોગ ઉપર નહિ. શ્રી..' કરીને એ કાગળ પૂરો કરી નાખ્યો. ... પત્રાંક ૩૭૩ મુંબઈ, વૈશાખ વદ ૧૪, બુધ, ૧૯૪૮ મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, એવા શ્રી...ના યથા. - ૪૮૭ મનને લઈને આ બધું છે' એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ મન”, તેને લઈને’, અને આ બધું' અને તેનો નિર્ણય’, એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે; વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે; તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ રાજહૃદય ભાગ-૫ છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ છે કર્મ ભોગવવાને અર્થે જીવોના કલ્યાણને અર્થે તથાપિ એ બન્નેમાં છે તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. છે* ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી, અમે જણાવેલું કોઈ આ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો છે તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંશા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો; તે વાક્યને ઘણા આ પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, લખવાને ઇચ્છા થાય એ છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય 2 જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. આ સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો છે તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય, તેમજ આ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. ૩૭૩મો પત્ર છે એ ધારશીભાઈ તથા “નવલચંદભાઈ ઘણું કરીને “રાજકોટગ્ના ભાઈઓ છે. ધારશીભાઈ તો ઘણું કરીને એમના સગામાં થાય છે. મામા કે એમ કાંઈક. મોસાળ પક્ષમાં કાંઈક થાય છે. ભૂજ છે ? “મોરબીવાળા' નથી, “ભૂજ ના છે. બનતા સુધી એ “રાજકોટ એક વખત ભૂજથી આવેલા છે. શરૂઆતમાં આવેલા છે એ ભાઈઓ લાગે છે. બે ભાઈઓ આવેલા. સાંઢણી ઉપર ઊંટ લઈને. આમની પ્રસિદ્ધિ થઈ તો એમને કાશીમાં ભણવા મોકલીએ. પછી ઠરી ગયા. હવે આમાં ભણવા મોકલવાનું આપણે કારણ નથી. આપણે ભણી લ્યો એની પાસે ભણવું હોય તો, Page #508 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક૩૦૩ બાકી એને ભણાવવાનું કાંઈ કારણ નથી. મોહમયીથી...' એટલે મુંબઈ’. મુંબઈ”ને મોહમયી કહેતા. ભળતું એવું નામ. મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે...' મુંબઈમાં મોહમયીનગરીમાં હોવા છતાં જેની અમોહપણે સ્થિતિ છે ‘એવા શ્રી...’ એમ કરીને વિશેષ લખ્યું છે એટલે સંકલનમાં નથી લીધું. ના યથાયોગ્ય.’ મુમુક્ષુ :– સોગાનીજી’ એ લખ્યું ને ‘કલકત્તા' માં હું એક જ સુખી છું. પૂજ્ય ભાઈશ્રી :- અમને મોહ નથી, મોહમયીમાં અમને મોહ નથી. મનને લઈને આ બધું છે.' એક એમના પત્રમાં આટલું વાક્ય છે એના ઉપર આખા પત્રની ચર્ચા કરેલી છે. એટલે અવતરણ ચિહ્નમાં લીધું છે. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે.' એટલે તમે સમજો છો એ વાત સામાન્ય છે. વાત ઠીક છે, પણ સામાન્યપણે એ વાત ઠીક છે. તમારી સમજણ એમાં સામાન્ય છે અને ઠીક વાત છે. મનને લઈને આ બધું છે એટલે ઉપાધિ. મનની જે ઉપાધિ છે, ઉપાધિ તો મનમાં જ થાય છે ને ! જ્યાં જીવ મન દે છે ત્યાંથી ઉપાધિ એને ઊભી થાય છે, જ્યાં જ્યાં મન દે છે ત્યાં એને ઉપાધિ ઊભી થાય છે. તો એ ટૂંકું શું એનું સામાન્ય (ક) કે આ મનને લઈને આ બધું છે. આ મન બધું જીવને ઉપાધિમય-દુઃખમય પરિસ્થિતિ ઊભી કરે છે. મનને લઈને આ બધું છે. એવી એક સામાન્ય સમજણ માણસને હોય છે એના ઉપર પોતે એક વાક્યના ચાર ટુકડા કરીને એનું પૃથ્થકરણ કર્યું છે. અર્થઘટન કર્યું છે. સારો વિષય લીધો છે. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ . હવે એમ કહે છે, છતાં પણ વિશેષ શું ? સામાન્ય તમે ભલે ગમે સમજ્યા હો, વિશેષ શું સમજવા જેવું છે એ વાત (કરે છે). તથાપિ મન', તેને લઈને', અને આ બધું અને તેનો નિર્ણય’, એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ.' તમે સામાન્ય સમજો છો પણ એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે અને એ ચાર ભાગ કરતાં એમાંથી જે પરમાર્થ નીકળે છે એ તો ઘણા કાળના બોધ એટલે ઘણા કાળ સુધી એ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં જીવ આવ્યો હોય, જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે સત્સંગ સેવતો હોય એવી ભાવનાથી- જ્ઞાનપ્રાપ્તિની ભાવનાથી અને ઘણા કાળ સુધી એવી ૪૮૯ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ પ્રક્રિયામાં રહ્યો હોય એને સમજાય એવી વાત છે. મુમુક્ષુ :- ચિંતવન... પૂજ્ય ભાઈશ્રી :- નહિ. એમા શું છે, પરમાર્થ જરા ઊંડો છે એટલે એ વાત લીધી છે કે, મન એટલે ભાવમન છે અને ભાવમનથી ઉપયોગ જાય છે જે તે વિષય ઉપર. મનમાં કોઈ ને કોઈ વિષયને પોતે લે છે. હવે ખરેખર તો પદાર્થ તે પદાર્થ છે. જીવનો ઉપયોગ તો જ્ઞાનનો એક પર્યાય છે અને જ્ઞાનના પર્યાયને જોવામાં આવે તો એમાં માત્ર જાણવા સિવાય કાંઈ છે નહિ. પણ માત્ર જાણવું એટલું જ જ્ઞાનને છે એ સિવાય કાંઈ નથી. ઉપયોગ તો જ્ઞાનમાત્ર જ છે એવું કાંઈ નથી. એવું પોતે પોતાના જ્ઞાનના ઉપયોગને અનુભવગોચર કરતો નથી. ત્યારે જે શેય સામે આવે છે એના સઉપાધિકભાવે તે પરિણમી જાય છે. ‘સમયસાર’ શાસ્ત્રમાં એ વિષય લીધો છે. શેયજ્ઞાયક સંકર દોષ. જરા સૂક્ષ્મ ચર્ચા છે. (એક મુમુક્ષુ) હતા એ એક તર્ક લાવતા હતા. એની સામે વિરોધ કરવો પડતો હતો. કે જુઓ ! કેવળજ્ઞાનમાં લીમડો દેખાય છે. કેવળજ્ઞાનીને આ લીમડો શું દેખાય છે ? લીમડાપણે દેખાય છે. મારા જ્ઞાનમાં પણ આ લીમડો લીમડો દેખાય છે. નહિ, ભૂલ છે આમાં. મુમુક્ષુ : ? ચજય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- ના, અમારે ચર્ચા થતી. બહુ ચર્ચાઓ થતી. બહુ ઉઘાડવાળા માણસ હતા ને. (કહ્યું), ભૂલ છે આમાં. તો કહે શું ભૂલ છે ? કેવળજ્ઞાનમાં જે લીમડો દેખાય છે એમાં શેયનું આલંબન નથી. એટલે જ્ઞેયજ્ઞાયક સંકર દોષ કેવળજ્ઞાનને નથી. પણ આ શ્રુતજ્ઞાનને લીમડો છે એમ તમે જુઓ છે ત્યાં શેયજ્ઞાયક સંકર દોષ છે. ફેર છે, જોવા જોવામાં ફેર છે. લીમડો તો બન્નેને લીમડો જ દેખાય છે પણ બન્નેમાં ફેર છે. એટલે હું આને જોઉ છું એમ જ્યાં મન જાય છે ત્યાં એ સઉપાધિકભાવ ગ્રહણ કરે છે. શેયની સાથે એકતા કરે છે, એકત્વ કરે છે અથવા શેયનિષ્ઠ પરિણામે જ્ઞાન પરિણમે છે. જ્ઞાનનિષ્ઠ પરિણામે જ્ઞાન નથી પરિણમતું—એ ભૂલ છે. એટલે કહ્યું ને કે એ વાક્યનો જે અર્થ થાય છે એ ઘણા કાળના બૌધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. હવે આ તો વાત થઈ સમજવાની-સમજાવવાની. મુમુક્ષુ :– જ્ઞાનની સ્વચ્છતાને લઈને... Page #510 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૭૩ ૪૯૧ . પૂજ્ય ભાઈશ્રી - નહિ. જ્ઞાન જ્ઞાનપણે અનુભવગોચર રહે. જ્ઞાન જ્ઞાનપણે અનુભવગોચર રહે અને એ જ્ઞાનમાં શેય જળકતા શેયની કોઈ ઉપાધિ જ્ઞાનમાં ન આવે. હવે એ ઉપાધિને કોણ સમજે ? કે જે માત્ર જ્ઞાનના સ્વાદને જ્ઞાનપણે સ્વાદતો હોય તે જ ઉપાધિના સ્વાદને ઉપાધિપણે જુદો તારવી શકે. આ ભેદજ્ઞાનનો વિષય છે. એટલે એ ઘણા કાળના બોધ સમજાય એવો વિષય છે એમ લીધું છે. - માણસ ક્રોધ કરે ત્યારે તો સમજે કે આ માણસ ક્રોધાવેશમાં છે. પણ હવે એક પદાર્થને જાણે એમાં એણે શું ઉપાધિ કરી ? આ એક આટલો લાકડાનો કટકો છે. લાકડાનો કટકો જાણ્યો એમાં ઉપાધિ શું કરી ? મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- ઈષ્ટ-અનિષ્ટપણે એવી રીતે જલદી થતું નથી. જેમાં તો પ્રયોજન હોય એમાં ઇષ્ટ-અનિષ્ટપણું થાય છે. આ લીમડા સાથે શું ઈષ્ટ-અનિષ્ટપણું થાય ? આ લાકડાના કટકામાં શું ઈષ્ટ અનિષ્ટપણું થાય ? કેમકે એની સાથે કોઈ પ્રયજન નથી. રાગ-દ્વેષ તો જીવ ક્યાં કરે છે ? કે પોતાને એ પદાર્થ સાથે સુખ-દુઃખનું કાંઈક પ્રયોજન હોય તો તો ઇષ્ટ-અનિષ્ટપણું કરે. પણ જે પદાર્થો એવા પણ જ્ઞાનમાં આવે છે કે જેની સાથે એને સુખ-દુઃખનો સંબંધ નથી.. - તખેશ્વરની ટેકરી ઉપરથી ભાવનગરના હજારો મકાન દેખાય. એને શું ઈષ્ટઅનિષ્ટપણાનો સવાલ છે ? એક સેકન્ડમાં સેંકડો મકાનો જોવાઈ જાય. એક દષ્ટિપાત કરે ત્યાં. એમાં ઇષ્ટ-અનિષ્ટપણું ક્યાં કરે છે? પણ છતાં સઉપાધિક પરિણામે પરિણમે છે. જ્ઞાન શેયની ઉપાધિ ગ્રહણ કરે છે. આને જાણું છું એમ અવલંબી જાય છે. ત્યાં એને જ્ઞાનમાં ઉપાધિ આવે છે. વિષય થોડો સૂક્ષ્મ છે. જ્ઞાનમાં માત્ર જાણવું અને ઉપાધિ સહિત જાણવું એ વિષય જરા સૂક્ષ્મ છે. મુમુક્ષુ :- પોતાનો આશ્રય શેય થઈ ગયોને ત્યાં. પૂજ્ય ભાઈશ્રી – પોતે જ્ઞાનવેદનથી માત્ર જ્ઞાતાપણે રહેતો નથી. જ્ઞાનને ગ્રહણ કરીને માત્ર જ્ઞાતાપણે રહેતો નથી, માત્ર જ્ઞાનપણે પોતે રહેતો નથી. એટલે પોતાને ચૂકે છે એટલે સ્વઆશ્રય ન થાય તો પરઆશ્રય થાય જ. આશ્રયના બે સ્થાન છે. 'અનાદિથી પરાશ્રય છે કાં સ્વઆશ્રય થાય તો છૂટે. નહિતર પરાશ્રય તો પરાશ્રય રહેવાનો. પછી જાણે કે રાગદ્વેષ કરે બન્નેમાં પરાશ્રય છે. એક છે, જાણવું બંધ નહિ Page #511 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ચાર ભાગ-૫ કરી શકે. સ્વપપ્રકાશક જીવનો જ્ઞાનસ્વભાવ હોવાથી જાણવું બંધ નહીં કરી શકાય. પણ એમાં જાણવાની કળા હાથમાં આવી જાય તો ઉપાધિથી છૂટી શકે. ભલે જાણે પછી એને વાંધો નથી. એ તો પપ્રકાશનના કાળમાં પણ શાયક તો જ્ઞાયક જ જણાશે, જે સ્વરૂપ પ્રકાશનના કાળમાં જણાશે તે જ. પછી વાંધો નથી. નહિતર જાણતા જ ઉપાધિને ગ્રહણ કરે છે. મુમુક્ષુ - કળા આવડી જાય તો સ્વઆશ્રયે રહેવું જોઈએ. પરાશ્રય ન રહેવો જોઈએ. પૂજ્ય ભાઈશ્રી - હા. એ જાતની પુરુષાર્થની, જ્ઞાનની એક પરિણમવાની કળા છે, જે સ્વસમ્મુખતામાં રહે છે અને પોતાની સાથે જોડાણ રહે છે, છૂટતું નથી, આશ્રય છૂટતો નથી એમ. એટલે ઘણા કાળના બોધ જેમ છે તેમ, એ વિષય જેમ છે તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. અમારો એ ખ્યાલ છે કે તમે ન સમજી શકો. સામાન્યપણે તમે વિચારી શકો એ ઠીક છે પણ એનું જે ઊંડાણ છે એ તો ઘણા કાળના બોધથી સમજાય એવો વિષય છે. એ ખ્યાલ છે. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે...' આ ભૂમિકામાં આવેલાને મન એના કાબૂમાં આવી ગયું. એને મન વશ વર્તે છે. આગળ એક વાત આવી ગઈ મન વશ વર્તવાની. ઘણા પત્રો આવી ગયા. ત્યારપછી ઘણા પત્રો ગયા. મન વશ વર્તે છે એ વાત આવી ગઈ. ફરીને લીધી એમણે. એ ભૂમિકામાં અને તે સમજાય છે.” એટલે પુરુષાર્થથી, અંતર પ્રયાસથી એ ભૂમિકા સુધી ભેદશાનમાં જે પહોંચે છે એ ગમે તેને જાણતા, ગમે તે જાણતા એ સઉપાધિકભાવે પરિણમતો નથી, ભિન્ન રહે છે. તેને મન વશ વર્તે છે. તેને મન વશ વર્તે છે; વર્તે છે એ વાત નિશ્ચયરૂપ છે;. ચોક્સ છે. આ કોઈ કલ્પના નથી, આ કોઈ અનુમાન નથી. એ વાત ચોક્કસ છે. પોતાને તો અનુભવગમ્ય છે. “એ વાત નિશ્ચયરૂપ છે. તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે.’ બને વાત લીધી. આમ આ પડખેથી ન લો તો આ પડખેથી એ મન આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. એટલે જ્ઞાન જ્ઞાનમાં વર્તે છે માટે વશ વર્તે છે. પેલું પડખું ન વિચારમાં લ્ય તો એ આત્મસ્વરૂપને વિષે વર્તે છે. પેલા પડખેથી લ્યો તો Page #512 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૦૩ મન વશ વર્તે છે. ભલે ત્યાં ઉપયોગ ગયો, એને મન વશ છે, વાંધો નથી. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે.' આ ભેદજ્ઞાનનો પ્રયોગ છે ને ! એટલે એ મન વશ થવાનો જે ઉત્તર છે તે ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. એટલે કે જેને એ વાત સમજાય છે તેને મન વશ વર્તે છે. એવી જે સમજણ છે એને હજી જ્ઞાન કહે છે, એ સમજણને યથાર્થ સમજણ કહે છે. જે મુખ્ય એવો ઉત્તર લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે.’ એટલે કે અનેક પડખેથી એનો વિચાર કરવા યોગ્ય છે. એની વિચારણામાં જવું જોઈએ, એની સુવિચારણામાં જવું જોઈએ, એની ગહનતામાં જવું જોઈએ, એના અનેક પડખામાં જવું જોઈએ અને સારી રીતે એ વાતને સમજવી જોઈએ કે આ જીવ કેવી રીતે મનને લઈને આ બધું છે, એ જે ઉપાધિ ઊભી કરે છે એમાં કેટલી ભૂલ કરે છે ? કેવી રીતે ભૂલ કરે છે ? એ એણે બહુ વિચારણાથી, ઊંડી વિચારણાથી એ વાતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ ઘણા પ્રકારે તે વિચારવાને યોગ્ય છે. ૪૯૩ 3 પછી સત્પુરુષની વાત લીધી છે કે સત્પુરુષ કેવી રીતે ગૃહસ્થાશ્રમમાં હોય તો પણ એને શું કારણ છે ત્યાં જીવનના એના મુખ્ય બે પાસા છે. બહુ સારી વાત લીધી છે. વિશેષ લઈશું. Page #513 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૮-૧૨-૧૯૮૯, પ્રવચન ન. ૧૦૮ પત્રાંક - ૩૭૩ (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ. પત્ર-૩૭૩ ચાલે છે.) “મન” એટલે ભાવેન્દ્રિય. તેને લઈને એટલે મને દે છે ત્યારે. પોતે મન એમાં લાગુ કરે છે ત્યારે. અંગ્રેજીમાં એને એમ કહે છે કે Mind apply કરે છે. ત્યારે એની ઉપાધિ એમાં ઊભી થાય છે. એમ પણ લોકો કહે છે કે ફલાણી વાત કરવા આવ્યા હતા ભાઈ, મેં તો કાંઈ મન દીધું નથી, મેં કાંઈ મન દીધું નહિ એટલે શું ? અવગણના કરી નાખી એટલે એ સંબંધીની કોઈ ઉપાધિનો મેં વિચાર નથી કર્યો. એની ઘણી ઉપાધિ હતી. મેં મન નથી આપ્યું, મેં મન દીધું નહિ. એટલે જ્યારે જીવ મન દે છે ત્યારે અંદરમાં ઉપાધિ -ઊભી થાય છે અને “આ બધું એટલે સર્વસ્વપણે ઉદયમાં એકત્ર કરી નાખે. ત્યારે “આ બધું એટલે એને સર્વસ્વપણે એ જ થઈ જાય છે. જ્યાં એનું મન લાગે છે ત્યાં એનું સર્વસ્વ થાય છે. અને તેનો નિર્ણય તે સંબંધીનો આ પ્રકારનો જે નિર્ણય છે. એવા જે ચાર ભાગ એ વાકચના થાય છે. તે સામાન્ય અર્થથી તો એ પ્રમાણે વિચારીએ પણ એનો વિશેષ અર્થ છે અથવા એનો જે રહસ્યાર્થ છે તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય. એવું છે. એટલે એ વાત પોતે અધ્યાત્મમાં લઈ ગયા છે. આ એક સામાન્ય અર્થઘટનની વાત થઈ કે જીવ જ્યાં મન પરોવે છે ત્યાં એને એ વિષયની, એ પ્રસંગની, એ ઉદયની ઉપાધિ એના મનની અંદર ધારણ કરવી પડે છે અને સર્વસ્વપણે એ રીતે મનની અંદર એકાકાર થઈ જાય છે). શાસ્ત્રમાં તો કર્તા-કર્મ અધિકારમાં એકત્વબુદ્ધિનું પ્રકરણ ચાલે છે ત્યાં તો એમ કહે છે કે જેમ આખો સમુદ્ર મુગ્ધ થાય છે. ક્ષુબ્ધ થાય છે એટલે આખા સમુદ્રની અંદર ખળભળાટ થાય છે. એમ આત્મા એકત્વબુદ્ધિએ જ્યારે પરદ્રવ્ય અને પરભાવમાં પરિણમે છે ત્યારે આખો આત્મા ક્ષુબ્ધ થાય છે. આકુળતાનો ખળભળાટ એના પ્રદેશે પ્રેદેશે આખો આત્મા એકત્વબુદ્ધિમાં આકુળિત થાય છે. Page #514 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૭૩ ૪૫ મુમુક્ષુ :- આકુળતા અનુભવાતી નથી. પૂજ્ય ભાઈશ્રી :- પોતાને અનુભવમાં ન આવે તો કોને અનુભવમાં આવે ? મુમુક્ષુ - ખ્યાલમાં નથી આવતું. પૂજ્ય ભાઈશ્રી :- એટલે શું છે કે એ ઉપરનું અવલોકન નથી. ત્યાં જુએ તો ખ્યાલ આવે છે. આમ જોઉં તો અહીંયાં બેઠા છે એ ભાઈઓનો ખ્યાલ આવે. પણ આમ જોઉં તો અહીંયાં બેઠા છે એનો ખ્યાલ આવે. આમ જોઉં ત્યારે આનો ખ્યાલ ક્યાંથી આવે ? અને અહીંયાં જોઉં તો આનો ખ્યાલ ક્યાંથી આવે ? એમ પદાર્થ નજીક હોય, દ્રવ્ય અને ભાવે પદાર્થ નજીક હોય પણ પોતે જુએ તો એને ખ્યાલમાં આવે ને ! એટલા માટે તો અવલોકનની પદ્ધતિ અપનાવવાનો વિષય ચાલે છે. પોતાને પોતાના અનુભવમાં આવતા જે ભાવો તેનું જાગૃતિ રાખીને દોષને છેદવાનો, નાશ કરવાના પ્રોજનનો દૃષ્ટિકોણ અપનાવીને, સાથે રાખીને અવલોકન કરવું જોઈએ. માત્ર અવલોકન કરવું જોઈએ એમ નહિ. એ દોષથી બચવા માટે પોતાનું અવલોકન હોવું જોઈએ અને તો જણાય છે અને ન જણાય એવી પરિસ્થિતિમાં તો અત્યાર સુધી સમય કાઢ્યો છે. અનંત કાળ કાઢ્યો છે એ તો પોતે નહિ જાણીને જે કર્યો છે. હવે પોતાનું હિત સાધવું હોય તો જાણવું જરૂરી છે અને એ વગર કોઈ બીજો રસ્તો નથી. એથી કોઈ બીજો રસ્તો છે એવું નથી કે ચાલો રોજ શાસ્ત્ર વાંચીએ છીએ એટલે આત્માનું કલ્યાણ થઈ જશે, સપુરુષના વચનને આપણે રોજ વોચીએ છીએ ને આચાર્યોના વચનોને વાંચીએ છીએને માટે આપણું કલ્યાણ થઈ જશે–એવું કાંઈ નથી. એ તો કામ તો અંદરમાં જ કરવું પડે છે. એ તો બધી બાહ્ય ક્રિયા છે. વિચાર છે, સ્વાધ્યાય છે એ તો બધી બાહ્યક્રિયા છે. મુમુક્ષુ :- ખળભળાટ થઈ જાય એટલે શું કહેવું છે ? પૂજ્ય ભાઈશ્રી :- ખળભળાટ થઈ જાય છે એટલે આખા આત્મામાં આકુળતા વ્યાપી જાય છે. જીવને ઘણી આકુળતા થાય છે, એ આકુળતાની ડિગ્રી ઘણી મોટી છે. જ્ઞાની એને એમ કહે છે અનંત આકુળતા મિથ્યાત્વ અવસ્થામાં જીવ પ્રાપ્ત કરે છે, પામે છે. પોતે ટેવાઈ ગયેલો છે એટલે એને એટલું બધું દુઃખ છે એમ નથી. સમજાતું પણ જીવ ઘણો દુઃખી છે. આકુળતાને લઈને જીવ ઘણો દુઃખી છે. પ્રશ્ન :- દ્રવ્યમના ભાવમન સાથે જોડાયેલું છે ? Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ રાજહૃદય ભાગ-૫ સમાધાન – દ્રવ્ય મનનું તો અવલંબન હોય જ. ભાવમન પ્રવૃત્તિ કરે ત્યારે સહેજે દ્રવ્યમનનું અવલંબન હોય છે. ભલે દેખાતું નથી પણ દ્રવ્યમનના અવલંબન વિના ભાવમનનો પર્યાય વર્તતો નથી. જે કાંઈ બાહ્યપદાર્થો વિષે મન લાગે છે ત્યારે દ્રવ્યમાન Through-એની મારફત એ ઉપયોગ ચાલે છે. જેમ જુએ છે ત્યારે આંખની મારફત જોવાનો ઉપયોગ જાય છે, સાંભળે છે ત્યારે કાનની મારફત એ ઉપયોગ બહાર જાય છે. એમ મનની મારફત જ એ ભાવમન કામ કરે છે. મુમુક્ષુ :- ભાવમન દ્રવ્યમનનું અવલંબન લઈને પ્રવર્તે છે ? પૂજ્ય ભાઈશ્રી :- એટલે છે કે જીવને પોતાને તો ખબર નથી. અતીન્દ્રિય પદાર્થ પોતે છે એનાથી પોતે અજાણ છે. અને હું મનુષ્ય છું એટલે શરીરવાળો અને ઈન્દ્રિયવાળો છું એ તો અભિપ્રાય લઈને બેઠો છે, એ માન્યતા લઈને બેઠો છે. એટલે એને અનુસરીને એના આધારે જ પરિણમન કરતો રહે છે અને કરે જાય છે. બસ! સહજે સહેજે. પણ એમાં જીવ દુઃખી ઘણો છે એમ કહેવું છે. અને એ જો દુઃખનો ઉપાય ન કરે તો આ ઘર કરી ગયેલો રોગ બહુ મોટા દુઃખની ખીણમાં જીવને ખેંચી જાય છે. આ મનુષ્યભવમાં હજી એટલા બધા દુઃખ નથી પણ પછી અહીંયાં ચૂકી ગયા પછી એટલું મોટું અંધારું છે કે વંટોળિયામાં તણખલો ક્યાં ઊડે છે એનો પત્તો નથી. એમ સંસારના વંટોળિયામાં નજરે જોઈએ છીએ, જેટલા દેખાય છે એવા પ્રાણીઓ, જીવ-જંતુઓ ક્યાં ક્યાં કોણ કોણ પડ્યા છે કોને ખબર છે? કોણ ક્યાં ક્યાં પડવા છે કોને ખબર છે ? એવી પરિસ્થિતિ ખરાબ છે. ત્યાં કોઈ સૂધબૂધ નથી, સૂઝ નથી, જ્ઞાન બિડાઈ ગયું છે, કોઈ વિચારશક્તિ નથી. કોઈ આત્મહિતનો વિવેક કરે એવી પરિસ્થિતિ નથી). મોટાભાગના પ્રાણીઓને તો મન નથી. સંજ્ઞી પંચેન્દ્રિય થોડા છે. એથી વધારે ચૌરેન્દ્રિય, એથી વધારે ત્રણેન્દ્રિય, એથી વધારે બેઇન્દ્રિય અને એકેન્દ્રિય તો અનંત અનંત એકેન્દ્રિય છે. એટલા બધા પ્રાણીઓ છે. અહીંયાં ચૂક્યો એટલે ખલાસ છે વાત. મુમુક્ષ :- પ્રશ્ન એ હતો કે ખળભળાટ થાય ત્યારે કરવું શું ? પૂજ્ય ભાઈશ્રી - હા, પહેલાં સ્વરૂપને ઓળખવું અથવા ઓળખવા માટે પણ ભેદજ્ઞાન કરવું. અથવા મારું સ્વરૂપ કેવું છે ? આ બધા પ્રકારના ખળભળાટ અને Page #516 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૭૩ ૪૯૭ દુઃખ કેવી રીતે મટે ? એની જિજ્ઞાસામાં આવવું જોઈએ. અને શાંતિની ભાવનામાં આવવું જોઈએ કે મારે મારા આત્માની શાંતિ જોઈએ છે. હવે મારે કાંઈ જોઈતું નથી . આ જીવે ઘણું દુખ ભોગવ્યું. જન્મના, મરણના, અશાતાની પીડાના, દેહની પીડાના, અને મૂંઝવણના દુઃખ ભોગવવામાં બાકી નથી રાખી. અનંત કાળથી દુઃખ ભોગવતો : ભોગવતો એક ક્ષણ પણ શાંતિ, એને શાંતિ મળી નથી. એક ક્ષણ પણ શાંતિને ભોગવી નથી. - હવે એવો એક નિર્ણય કરે કે મારે મારી શાંતિ જોઈએ. મારે અાંતિ નથી જોઈતી. એવી શાંતિની ભાવનામાં આવે. અશાંતિથી થાકેલો હોય, એ ખળભળાટથી, આકુળતાથી થાકેલો હોય તો એ સ્વરૂપની જિજ્ઞાસામાં આવે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અને જિજ્ઞાસા બંને સાથે થાય તો સ્વરૂપની ખોજ કરે. જ્યાં શાંતિ અનંત રહેલી છે એવા સ્વરૂપની ખોજ કરે, શોધ કરે. અને એ શોધ કરવા માટે એને ભેદજ્ઞાનનો મુખ્ય ઉપાય છે. જે કોઈ પદ્ધતિ છે એ ભેદજ્ઞાનની છે. અવલોકન છે એ ભેદજ્ઞાનની આગળનું Stage છે. ત્યાંથી ભેદજ્ઞાન પ્રયોગાત્મકપણે શરૂ થાય છે. નહિતર શાસ્ત્ર વાંચીને જીવ ભેદજ્ઞાનનો વિકલ્પ કરે છે પણ પ્રયોગ નથી કરતો. ખાસ કરીને દિગંબર સંપ્રદાયના જે આચાર્યો, મુનિઓ, જ્ઞાનીઓના જે શાસ્ત્રો છે એમાં ભેદજ્ઞાનનો વિષય પ્રસિદ્ધ છે, એનો અભ્યાસ પણ કોઈ કોઈ જીવો કરે છે. પણ એનો વિચારમાત્ર કરે છે કે પરદ્રવ્યોથી હું જુદો છું, શરીરથી હું જુદો છું, સંયોગોથી હું જુદો છું, કુટુંબ-પરિવાર અને બધાથી આખા જગતથી હું જુદો છું, રાગથી પણ હું જુદો છું એમ વિચાર કરે છે. એ ભેદજ્ઞાન નથી. એવો જે વિચાર કરે છે એ કાંઈ ભેદજ્ઞાન નથી. મુમુક્ષુ - Theory ગોખી. પૂજ્ય ભાઈશ્રી :- હા, એક વાત ઓઘેઓઘે સમજમાં આવી છે એનું રટણ કરે છે અને ઓઘસંજ્ઞાનો ત્યાગ કરતો નથી. ઓઘસંશાને જોડતો નથી. ઓઘસંજ્ઞા તો અવલોકનમાં આવે, પ્રયોગમાં આવે ત્યારે છૂટવાનું બને, ત્યાં સુધી ન બને અને એ જ એની એકમાત્ર પદ્ધતિ છે.. જ્યાં સુધી પદ્ધતિને લાગેવળગે છે, કામની રીતને સંબંધ છે ત્યાં સુધી આ એક જ રીત છે ખરેખર બીજી રીતે કોઈ નથી પાછી. એટલે આ રીતને નહિ જાણીને Page #517 -------------------------------------------------------------------------- ________________ ૪૯૮ ચજહૃદય ભાગરૂપ જીવ બીજી બધી ઘણી રીત કરે છે. શાસ્ત્ર વાંચે, સાંભળે, વિચારે, લખે, ચર્ચા કરે અને એ સિવાય પણ પૂજા-ભક્તિ અને અનેક પ્રકારના બીજા બાહ્ય કાર્યો પણ કરે, પણ આ જે રીત કરવાની છે એ રીત કરતો નથી એ સિવાયની બીજી રીત બધી કરે છે. અને સંતોષ પણ કાંઈક પકડે છે, ચાલો મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. એ તો કોઈ રીત છે નહિ. જે રીતે કામ થતું નથી એ રીતે કામ કરવા માગે તો બીજી રીતે તો કામ થવાનું નથી. આ તો વિજ્ઞાન છે. શીરો શીરાની રીતે જ થાય. એમાં ઘીમાં જ લોટને શેકવો પડે, પાણીમાં લોટને શેકાય નહિ અને કોરો લોટ પણ શેકાય નહિ, શેક્યા વગર પાણી ભેળવાય નહિ. જે રીતે થતું હોય એ રીતે જ કામ તો થાય, બીજી રીતે તો વિજ્ઞાનમાં તો કામ થતું નથી. મુમુક્ષુ :– સંયોગ સાથે એકત્વબુદ્ધિ તોડતો નથી અને કકળાટ કરે એ કાંઈ... પૂજ્ય ભાઈશ્રી :- અચ્છા. જ્યારે પોતાને એકત્વ થાય અને દુઃખ થાય... ભાઈનો તો એમ પ્રશ્ન છે કે દુઃખની જ ખબર નથી પડતી. જ્યારે ઘરે પ્રસંગ હોય છે ત્યારે સંયોગમાં એવી હોંશ ચડે છે, સંયોગમાં વૃદ્ધિ થાય, પૈસા વધે, કુટુંબ વધે ત્યારે રસ ચડે, હોંશ ચડે. હવે એ વખતે જીવને દુઃખ વર્તે છે પણ એ દુઃખ તો લાગતું નથી. અનુકૂળતના રસમાં દુઃખ લાગતું નથી. પ્રતિકૂળતા, જ્યાં એની કલ્પના પ્રમાણે પ્રતિકૂળતા છે, ખરેખર નથી, પણ એની કલ્પના પ્રમાણે પ્રતિકૂળતા છે એને માટે ખરેખર છે ત્યારે એને દુઃખ લાગે છે. એટલો જ સુખ-દુઃખનો ટૂંકો હિસાબ ગણે છે. પણ ખરેખર તો બન્ને અવસ્થામાં જીવ દુ:ખી છે અને એ ક્યારે ખબર પડે ? કે એનું અવલોકન હોય ત્યારે ખબર પડે. નહિતર ખબર ન પડે. મુમુક્ષુ :– એટલે જ્યારે પ્રસંગ આવે ત્યારે પૂજ્ય ભાઈશ્રી :– પહેલેથી જ ચેતી જાય, પહેલેથી જ ચેતી જાય કે આ એક પ્રસંગ આવી રહ્યો છે, આપણે ઊલજીને, રસ લઈને અંદર ડૂબવું નથી. તો પહેલેથી જ ચેતી જાય. તો પછી બરાબર એ વખતની પરિસ્થિતિ વખતે ઉદય વખતે જાગૃતિ આવી. જાય. અહીંયાં એમ કહેવું છે કે ઘણા કાળના બોધ જે વાત સમજાય છે એટલે કે ભેદશાનના પ્રયોગથી જ્યારે એ વાત, ઘણા પ્રયોગની ઘણી Practice થઈ ગઈ હોય ત્યારે એને એ વાત સમજાય છે ત્યારે એનું મન વશ વર્તે છે. એટલું ભેદજ્ઞાનનું Page #518 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૭૩ ૪૯૯ કાર્ય થઈ ગયું કે એને બીજો પદાર્થ જ્ઞાનમાં જણાતાં એ વખતે એની ઉપાધિને એ ધારણ કરતો નથી. જ્ઞાનમાં બીજો પદાર્થ આવે છે ખરો. પ્રતિબિંબિત થાય છે કેમકે એ તો અનિવાર્ય વસ્તુ છે. બીજા પદાર્થને જ્ઞાનમાં ઝળકવું એ અનિવાર્ય છે પણ પોતે મન દેતો નથી. પોતે એની ઉપાધિ ગ્રહણ કરતો નથી અને પોતે પોતાના જ્ઞાનભાવમાં રહે, જ્ઞાન જ્ઞાનભાવમાં રહે છે. જ્ઞાન શેયભાવમાં નથી જતું તો એનું મન વશ વર્તે છે. અવશ્ય. મુમુક્ષુ :- આમ તો ઉપયોગ પૂજ્ય ભાઈશ્રી :- હા, ચંચળતા તો ઘટે જ છે. પણ એને પોતાને અન્ય શેયના. કાળે પણ સાવધાની ઘણી છે, જાગૃતિ ઘણી છે. મન વશ) “વર્તે છે, એ વાત નિશ્ચયરૂપ છે,...' એ ચોક્કસ પરિસ્થિતિ છે. એ કોઈ અનુમાન કરીને, કલ્પના કરીને તમને કહેતા નથી કે આવી રીતે ભેદજ્ઞાન કરશો તો તમારું મન વશમાં આવી જશે–એવું અમારું અનુમાન નથી, નિશ્ચય છે એ વાત. વર્તે છે એ વાત ચોક્કસ છે. એટલે ઉત્તર દેનાર એ પરિસ્થિતિમાંથી પસાર થઈને વાત કરે છે કે આ વાત બરાબર છે, અમારી અનુભવેલી આ વાત છે. અથવા મન ત્યાં ન વર્તતું હોય. એટલે જોયોમાં ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે.' એમ લેવું. “એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે, તે સર્વથી મુખ્ય એવો લખ્યો છેએટલે એ વાતનો જે કાંઈ ઉત્તર દેવો જોઈએ એ મુખ્ય ઉત્તર છે. જે વાક્ય લખવામાં આવ્યાં છે તે ઘણા પ્રકારે.' બીજા પણ વાક્ય પણ એમણે લખ્યા હશે. તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. પ્રશ્ન :- “તથાપિ ન વર્તતું હોય તોપણ તે આત્મસ્વરૂપને વિષે જ વર્તે છે. ન વર્તતું હોય એમ કેમ લખ્યું ? સમાધાન :- ન વર્તતું હોય એટલે શું છે કે એ નાસ્તિનું પડખું ન લઈએ તો. એમ. નાસ્તિનું મન ત્યાં નથી વર્તતું, મન બીજા પદાર્થમાં ઉપાધિમાં નથી વર્તતું. મુમુક્ષુ :- તો ક્યાં વર્તે છે ? આત્મસ્વરૂપમાં.. પૂજ્ય ભાઈશ્રી :- આત્મસ્વરૂપમાં વર્તે છે. એ અસ્તિનું પડખું લીધું. પ્રશ્ન :- મન અને ચિત્તમાં કાંઈ તફાવત છે ? સમાધાન :- નહિ. લગભગ એકાઈમાં વપરાય છે. કોઈ વખત ભિન્ન ભિન્ન Page #519 -------------------------------------------------------------------------- ________________ પ00 ચજહૃદય ભાગ-૫ અર્થમાં વપરાય છે. કોઈ વખત ચિત્ત છે એને ચિત્ત સ્વભાવ તરીકે પણ એનો શબ્દપ્રયોગ છે. “વિત સ્વમાવાય માવાય. ત્યાં ત્રિકાળી જ્ઞાનસ્વભાવ લેવો છે. ત્યાં આ મન નથી, ભાવમન નથી લેવું. પણ કોઈ વખત એમ લખે કે અમારું ચિત્ત ક્યાંય લાગતું નથી, બાજતું નથી, તો અમારું મન બાતું નથી એમ કહેવું છે. એટલે ક્યાં શું વાત ચાલે છે એના ઉપર અર્થ લેવો. અહીં સુધી કાલે વંચાઈ ગયું છે. બીજો પેરેગ્રાફ. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે.... જે ધર્માત્માનું શરીર અને શરીરની વર્તતી ક્રિયા જે વિદ્યમાનપણે જોવામાં આવે છે એના બે કારણ છે. એક કારણ તો પ્રારબ્ધ ભોગવવાને અર્થે જે કાંઈ એમની દૈનિક પ્રવૃત્તિ છે એ પૂર્વકર્મનો હિસાબ-કિતાબ પૂરો કરવા માટેની છે. એટલે એમનો દેહ પૂર્વકર્મને, પોતાના અપરાધ કરીને બાંધેલા એવા જે પૂર્વકર્મ, એ પૂર્તકર્મને ભોગવી લેવા માટે એમનો દેહ છે. એમને નવા બાંધવા માટે દેહ નથી એમ કહેવું છે. જૂના પૂરા કરવા માટે દેહ છે. એ દ્રવ્યકર્મના પડખેથી વાત છે. ભાવના પડખેથી એ વાત છે કે જ્યાં સુધી જે ભાવે જે કર્મ બાંધ્યું હોય તે કર્મ ઉદયમાં ભોગવાઈને નિવૃત્ત ન થાય ત્યાં સુધી તે ભાવ કરવાની યોગ્યતા આ જીવે છોડી નથી. સ્થિતિ પડે છે ને ! તો એ સ્થિતિનો અર્થ શું? જેમ કે મિથ્યાત્વની સ્થિતિ બહુ પડે છે. ૭૦ ક્રોડાક્રોડીની સૌથી વધારે સ્થિતિ મિથ્યાત્વ કર્મ પ્રકતિની છે. તો જીવે જે ભાવે મિથ્યાત્વ કર્મ બાંધ્યું એ કર્મના પરમાણુ ઉદય આવીને નિર્જરી ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ એનું મચ્યું ન હોય. એવું નથી કે કર્મ સત્તામાં રહી જાય અને જીવ સમ્યકુદૃષ્ટિ થઈ જાય, મિથ્યાત્વ કર્મને સત્તામાં રાખી દે. એનો ઉદય થઈને એનો અભાવ કરી નાખે છે. એ ત્યારે નિર્જરી જાય છે એ. એમ ભાવે પણ એની નિર્જરા થઈ જાય છે. એવી રીતે કરી નાખે છે. એટલે જ્ઞાની છે એ એનો હિસાબ આ રીતે સાફ કરે છે. જે જે પ્રકારના કર્મ છે એનો હિસાબ સાફ કરે છે. નહિતર જ્યાં સુધી સત્તામાં છે ત્યાં સુધી માનો કે ઉપશમ કર્યા હોય અને એવી રીતે સત્તામાં ગયા હોય તોપણ યોગ્યતા ચાલુ રહી જાય છે. પરિણામ ચાલુ નથી રહેતા તો યોગ્યતા ચાલુ રહી જાય છે.. ઉપશમ છે, ક્ષયોપશમ છે એને પણ કેટલીક પ્રકૃતિ સત્તામાં જાય છે. તો એને Page #520 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક ૩૦૩ ૧૦૧ મિથ્યાત્વ થવાનો અવકાશ છે, એ યોગ્યતા હજી એણે રાખી છે. એને ક્ષાયિકમાં આવવું રહ્યું. નહિતર જ્યાં સુધી ક્ષયોપશમ છે ત્યાં સુધી માથે લટકતી તલવાર છે, જોખમ છે. એવી યોગ્યતા એની રહી જાય છે. ઉદયમાનભાવ ભલે ન હોય તો અહીંયાં જેમ સત્તામાં છે એમ યોગ્યતા પણ સત્તામાં રહી જાય છે. એની સત્તામાં એ કર્મ છે, એની સત્તામાં યોગ્યતા છે. દ્રવ્યકર્મની સત્તામાં કર્મ છે, આત્માના ભાવમાં એની યોગ્યતા રહેલી છે, એ વાત નિશ્ચિત છે. પ્રશ્ન :- યોગ્યતામાં તો મિથ્યાદર્શન છે તો એ વખતે સમ્યક્દર્શન કેવી રીતે થાય ? સમાધાન :- સમ્યગ્દર્શન ક૨વાનો તો એનો સ્વભાવ જ છે, એ તો એનો સ્વભાવ છે. પણ એનો ભય ક્યાં રાખવાનો છે ? એનો ભય રાખવાની થોડી જરૂર છે ? જે જીવને નુકસાન કરે છે, દુઃખદાયક છે; માણસ કહે છે ને કે સર્પ છે એ દરમાં ગરેલો છે. ઘરમાં દર પાડી દીધું હોય અને એમાં રહેતો હોય. કોઈવાર તમે જોઈએ ગયા. તો કહે અરે ! ઘરમાં સર્પ ફરે છે ! એ ભાગીને પાછો દરમાં ગી ગયો. તમે ગોતો, મળતો નથી. હવે ગોતતા ગોતતા દર જડ્યું, ઠીક, આ તો દરમાં ગયો છે એટલે જડતો નથી, દેખાતો નથી. તો ભય તો વાંધો નથી એમ કોઈ રહેશે ? સર્પ દરમાં છે એટલે કોઈ સૂઈ જાય તો ? એ તો કાંઈ યોગ્ય નથી. એવી રીતે નિર્ભય થવું તે યોગ્ય નથી. એમ કર્મ સત્તામાં છે ને અમારે ક્યાં હજી ઉદયમાં આવ્યા છે ? પણ કર્મ સત્તામાં છે અને ઉદયમાં નથી આવ્યા પણ તારી યોગ્યતા ઊભી છે એનો અર્થ બીજી બાજુ એમ થાય છે. એ યોગ્યતાને તું ટાળ. છે એનો છે ને ? દરમાં છે એટલે આપણે વાંધો નથી. એમ કરીને નિર્જરા અધિકાર’ માં એ વિષય લીધો છે કે બુદ્ધિપૂર્વકના અને અબુદ્ધિપૂર્વકના બંને પ્રકારના વિભાવને ટાળવા માટે સ્વશક્તિ, નિજ શક્તિને સ્પર્શવું. સ્વશક્તિમ્ પ્રશન્ બનતા સુધી નિર્જરા અધિકાર’ માં નથી, પુણ્ય-પાપ અધિકાર’ માં છે. ૧૧૬ નંબર છે કે ૧૧૦ છે, બેમાંથી એક કળશ છે પણ ‘રાજમલજીએ બહુ સરસ લખ્યું છે. અહીંયાં કહે છે કે મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે,... એક તો પૂર્વ પ્રારબ્ધ એટલે પૂર્વકર્મો ભોગવવાને અર્થે અને બીજો જીવોના કલ્યાણને અર્થે;...' ઠીક ! બહુ સારું પડખું લીધું છે. એક તો જીવોના કલ્યાણમાં એમની પ્રવૃત્તિ Page #521 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ જહૃદય ભાગ-૫ નિમિત્ત પડે છે. એમની મુખમુદ્રાથી માંડીને મૌન મુખમુદ્રાથી માંડીને એમના વાણી આદિનો જે કાંઈ વ્યવહાર છે, જે કાંઈ પ્રવૃત્તિ છે એ બધી બીજા જીવોને કલ્યાણમાં નિમિત્ત પડે છે. એટલે મહાત્માનો દેહ જે વિદ્યમાન વર્તે. આપણે શું કરીએ છીએ જન્મજયંતિ હોય ત્યારે ? કે આપ તો શાશ્વત છો, આપનો આત્મા તો શાશ્વત છે. એ તો આપને અનુભવગોચર છે પણ આપનો દેહ પણ દીર્ઘકાળ સુધી દીઘયપણે રહે એમ ઇચ્છીએ છીએ. એવી ભાવના ભાવે છે ને ! તો એવી જે શુભેચ્છા વ્યક્ત કરવામાં આવે છે એની પાછળ શું છે કે બીજાના કલ્યાણને અર્થે છે, માટે. એમને દેહની જરૂર નથી. લાંબું આયુષ્ય ભોગવવાની એમને કોઈ જરૂર નથી. એ તો જે આયુષ્ય લઈને આવ્યા છે એટલા આયુષ્યમાં એ હિસાબ-કિતાબ જેટલા થાય એટલા કરી લેશે, પોતાની શક્તિ પ્રમાણે. અને આયુષ્યનો હિસાબકિતાબ પૂરો થઈ જશે. એમને કોઈ વધારે આયુષ્ય હોય તો સારું એવું કાંઈ જ્ઞાનીને હોતું નથી. એટલે એમને જરૂર નથી. જરૂર તો એના નિમિત્તે જેને કલ્યાણ થાય એને છે. એમ છે ખરેખર. મુમુક્ષુ - આ કલ્યાણના ... મુમુક્ષુને વધારે . પૂજ્ય ભાઈશ્રી :- હા. મુમુક્ષને જ એવો ભાવ આવે છે કે ધર્માત્માનો દેહ પણ વિદ્યમાન રહે તો અમને લાભનું નિમિત્ત છે. એમ સમજીને એ એમના પ્રત્યે સમર્પણ રાખે છે. મુમુક્ષુ :- કોઈપણ કારણસર આની ઉપેક્ષા થાય તો કલ્યાણની ઉપેક્ષા થઈ ગઈ. - પૂજ્ય ભાઈશ્રી :- સીધી જ વાત છે. જે કલ્યાણનું નિમિત્ત છે એની ઉપેક્ષા કરો એટલે એમાં કલ્યાણની ઉપેક્ષા થઈ જાય છે. એ તો ઉપર કહ્યું ને ? કે ઉપરનો જે (૩૭૧) પત્ર છે એમાં છેલ્લો પેરેગ્રાફ. (રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયોગ છે.” કોનો ? સત્સંગનો વિયોગ છે, સત્પષનો વિયોગ છે તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાત સત્ય છે....... એ વાત તમારી સાચી છે પણ તમારા માટે બીજી વાત છે એમ લખે છે. તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે...” ક્ષેત્રથી સમીપ ન હોય તો ભાવથી સમીપ જાય છે તો કલ્યાણ છે.' એમ. એ રીતે. એટલે એમાં કલ્યાણનો સીધો સંબંધ છે. તથાપિ બન્નેમાં તે ઉદાસપણે...” જ્ઞાની તો એ બંનેમાં–પૂર્વકર્મના ઉદયમાં પણ ઉદાસ છે અને બીજાનું કલ્યાણ થાય એમાં પણ ઉદાસ છે. કેમકે એને તો બને Page #522 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક–૩૭૩ ૫૦૩ ઉદય છે, એક જ ખાતાની રકમ છે. એમાં ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે....... બીજાને એમ લાગે કે શાસનના કામ કરે છે. ગુરુદેવ' પ્રવચન આપે છે, શાસન ચલાવે છે, કેટલું શાસન ફલ્યું ફૂલ્યું ! અંદરમાં કાંઈ લેવા કે દેવા, અડે કે આભડે. કેટલા છેય રહ્યા હોય છે એ પોતે જ જાણતા હોય છે. મુમુક્ષુ :- એક જ્ઞાની પણ બીજા જ્ઞાનીના સમાગમની ભાવના ભાવે છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. રાખે જ છે. ચોક્કસ રાખે છે. પોતે તો ખૂબ ભાવના ભાવી છે. “શ્રીમદ્જીએ આટલી ઉત્કૃષ્ટ દશા છે તોપણ ભાવના ભાવી છે. “સોગાનીજીને આંસુ પડતા હતા. અનુકૂળતા સંયોગોની નહોતી તો આંસુ પડતા હતા. જ્ઞાની હતા કે નહિ ? ભાવના ભાવે છે, ચોક્કસ ભાવે છે. તથાપિ એ બન્નેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે, એમ જાણીએ છીએ. બે લીટીમાં બહુ સારી વાત લીધી છે. જ્ઞાનીનો દેહ વિદ્યમાન છે. વિદ્યમાન વર્તે એના બે પડખા છે. એક પૂર્વકર્મનો હિસાબ પૂરો કરવો. બીજું, બીજા જીવોને એ કલ્યાણમાં નિમિત્ત થાય છે. પ્રશ્ન :- જ્ઞાની પૂર્વકર્મનો હિસાબ કેવી રીતે પૂરો કરે છે ? સમાધાન – ભિન્ન રહે છે એટલે. એમાં તન્મય થતા નથી એટલે ખરી જાય છે. નવો બંધ નથી. બીજાને ઉદય તો બધાને આવે છે. પણ બીજા છે એ એની અંદર તન્મય થાય છે, ઓતપ્રોત થાય છે. ઉદયને આત્મસાત કરે છે એટલે નવા કર્મ બાંધે છે. ખરે છે એથી જાજા બાંધે છે. આને ત્વજ્ઞાનીને) નિર્જરી જાય છે. જે અલ્પ માત્રામાં બંધાય છે એ તો નગણ્ય છે. એટલા બધા અલ્પ છે કે કોઈ પ્રણના કરવાની જરૂર નથી. મુમુક્ષુ :- જ્ઞાની બંનેમાં ઉદાસ છે. પૂજ્ય ભાઈશ્રી - જ્ઞાની બંનેમાં ઉદાસ છે. કેમકે બંને ઉદય છે ને. એટલે એમાં પણ એ ઉદાસ છે. અંતરથી ઉદાસ છે. પ્રશ્ન :- જીવોના કલ્યાણનો પણ ઉદય છે ? સમાધાન :- હા, એ પણ ઉદય જ છે, બીજું શું છે ? એ અનઉદય થોડો છે કાંઈ ? એ પણ ઉદય જ છે. પણ એમાં ફેર દેખાય. બીજા જીવોનું કલ્યાણ હોય ત્યાં જ્ઞાની થોડો રસ લેતા હોય એવું દેખાય, પણ અંતરથી ઉદાસ છે. એ રાખીને Page #523 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ચજહદય ભાગ-૫ વાત છે. બીજાની જેમ ઊલજીને પડે છે એવું થતું નથી. જ્ઞાનીને એવું થતું નથી. | મુમુક્ષ – ગુરુદેવશ્રીના વ્યાખ્યાન નિયમિત ચાલતા હતા. - પૂજ્ય ભાઈશ્રી - પોતાના જ્ઞાન-ધ્યાનનો સમય પૂરતા પ્રમાણમાં રાખીને કરે છે. કેમકે સર્વથા તો અંદર ઉપયોગ રહેતો નથી, તો જે બાહ્ય પ્રવૃત્તિ કરે છે એમાં પણ ખરેખર એ વખતે પોતાનો સ્વાધ્યાય તો કરે જ છે પણ સાથે સાથે બીજા જીવોને નિમિત્ત પડે છે. એટલી વાત છે. એક સાથે Double કામ થાય. મુમુક્ષુ :- ઉદયમાન કમોંમાં ન જોડાયને છેડ્યા તે કર્મ પૂજ્ય ભાઈશ્રી - બરાબર. મુમુક્ષ - સીતેર ક્રોડાકોડી સાગરની સ્થિતિ પડે છે. પૂજ્ય ભાઈશ્રી - એમાં એવું છે કે એ તો વધુમાં વધુ એટલી પડે છે. એટલી જ પડે એવું કાંઈ નથી. વધુમાં વધુ મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ એટલી સ્થિતિ પડે છે). બીજાની–બીજા કર્મોની તો ઓછી છે, આની વધુમાં વધુ પડે, કોઈ તીવ્ર મિથ્યાત્વને કારણે. પણ એ તો પાછી ટુંકાઈ પણ છે, સત્તામાં ને સત્તામાં સ્થિતિ ટુંકાઈ છે. જો જીવ પોતાના સ્વભાવની સમીપ જવાના પરિણામ કરે તો એ ઉદયમાં આવ્યા પહેલાં એની સ્થિતિ ટુંકાઈ જઈને ઉદયમાં આવે છે અને કોઈ ઉદિરણા પણ કરે છે કે નહિ ? મુમુક્ષુ :- સંક્રમણ. પૂજ્ય ભાઈશ્રી :- હા. સ્થિતિ એની ટૂંકાઈ જાય છે ત્યાં એને અપકર્ષણ કહે છે, વધી જાય છે અને ઉત્કર્ષણ કહે છે. સત્તામાં અને સત્તામાં કર્મ હોય ત્યારે એની સ્થિતિ વધે પણ ખરી અને ઘટે પણ ખરી ઉત્કર્ષણ અને અપકર્ષણ કહે છે. પ્રકૃતિ બદલે એને સંક્રમણ કહે છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીયની થાય. અશુભ શુભની થાય, પુણ્ય પાપની થાય તો એને સંક્રમણ કહે છે. એની સ્થિતિ વધે તો એને ઉત્કર્ષણ કહે છે, ઘટે તો એને અપકર્ષણ કહે છે. - પ્રશ્ન :– કર્મની સ્થિતિ ઘટે કેવી રીતે ? સમાધાન - હા. સ્થિતિ ઘટે. પોતાના ઉજ્જવળ પરિણામ થાય, વિશુદ્ધ પરિણામ થાય તો સ્થિતિ ઘટે છે, અથવા જે રસે જે કર્મ બાંધ્યું છે એથી વિરુદ્ધ રસે પોતાના પરિણામ થાય એટલે પહેલાં અનેભાગમાં અને સ્થિતિમાં ફેર પડે. પડ્યા પડ્યા પણ સત્તામાં ને સત્તામાં એના અનુભાગ, સ્થિતિમાં ફેર પડે. Page #524 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક૩૭૩ ૫૦૫ પ્રશ્ન :- સત્પુરુષનો વિરોધ કરે એમાં સીત્તેર ક્રોડાક્રોડીની સ્થિતિ પડે ? સમાધાન :– બની શકે. સત્નો સીધો વિરોધ કરવાં જતાં વધુમાં વધુ મિથ્યાત્વનો અનુબંધ થઈ શકે છે. એટલે તો કહ્યું ને કે બીજા બધા પાપ તો ઠીક છે, આ પાપ ક૨વા જેવું નથી. દેવ-ગુરુ-શાસ્ત્ર અને સત્પુરુષની વિરાધના થાય એવું સીધું, આડકતરે, કરવું, કરાવવું, અનુમોદવું ક્યાંય પણ દસ ગાવ દૂર રહેવું પણ એ ચક્કરમાં ક્યાંય આવવું નહિ. એ એટલા માટે લેવામાં આવે છે કે એ મિથ્યાત્વની પ્રકૃતિને વધારે મજબૂત કરી નાખે છે. ધ્યાન, જપ, તપ,..' કોઈપણ ધાર્મિક ‘ક્રિયા માત્ર એ સર્વ થકી...' એવી કોઈપણ વાત જે છે અમે જણાવેલું કોઈ વાક્ય...' એમ એ વિષયમાં. જ્ઞાન સંબંધમાં, ધ્યાન સંબંધમાં, જપ સંબંધમાં, તપ સંબંધમાં, કોઈ ક્રિયા સંબંધમાં અમે જણાવેલું કોઈ વાક્ક્સ જો પરમ ફળનું કારણ ધારતા હો તો...' એ સંબંધમાં અમે જે ખુલાસો કરીએ છીએ, અમે જે કાંઈ તમને કહેવા માગીએ છીએ એ અમારું વચન પરમ ફળનું કારણ ધારતા હો તો તમને એવો નિશ્ચય હોય તો. ધારતા હો તો એમ નહિ; નિશ્ચયપણે ધારતા હો તો.' એટલે દૃઢપણે તમે એવું ધારતા હોય તો પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંશા પર ન જતી હોય તો....' નિશ્ચયપણે એનો અર્થ શું ? કે વિચારતા... વિચારતા... વિચારતા વળી પાછું તમે ગોથું ખાય જાવ. આ તો સત્પુરુષના વચનમાં કેટલી. દૃઢ શ્રદ્ધા હોય એ સંબંધીના વચનો છે. હવે ધ્યાન દેવા જેવી વાત છે. તમે પરમ ફળનું કારૢ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા, શાસ્ત્રસંશા પર ન જતી હોય તો...' પોતે જ્ઞાની આમ કહે છે પણ એમ કરવા જતાં લોકોમાં આમ થાશે એનું શું ? એવી તમારી બુદ્ધિ ન જતી હોય તો. અથવા જ્ઞાનીએ કહ્યું છે પણ શાસ્ત્રમાં એનો આધાર મળે છે કે નહિ ? એમ શાસ્ત્રસંશા ઉપર તમે પાછળથી ન જતા હો તો. સામે ને સામે સાંભળતી વખતે તો કદાચ તમને વિકલ્પ નહિ આવે પણ પાછળથી તમારા પરિણામની નિશ્ચળતા નહિ હોય, અંદર પોલ હશે અથવા એવા સુદૃઢ પરિણામ નહિ હોય, નબળા પરિણામ હશે તો કાં તમારો વિચાર લોકસંજ્ઞા ઉપર લોકો ઉ૫૨ જશે કે જ્ઞાની કહે છે પણ એમ કરવા જતાં લોકોમાં આમ થાય તો ? લોકોને આમ થાય તો ? લોકોનું આમ થાય તો ? સમાજમાં આમ થાશે તો ? કાં કહે છે એ પ્રમાણે શાસ્ત્રમાં છે કે નહિ ? Page #525 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ રાજહૃદય ભાગ-૫ શાસ્ત્રનો આધાર મળે છે કે નહિ ? એવી શાસ્ત્રસંશા. આ શાસ્ત્રસંશા શબ્દ એમણે પહેલોવહેલો વાપર્યો છે. લોકસંજ્ઞા અને શાસ્ત્રસંશા ઉપર તમારી બુદ્ધિ ન જતી હોય તો અને કદાચ જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો....' કેટલા ઊંડા ઊતર્યા છે ! એક પરિણામને Analysis કરી નાખ્યું છે, પરિણામનું પૃથ્થકરણ કરી નાખ્યું છે. કદાચ એવો પરિણામ જાય તોપણ મને ભ્રાંતિ થઈ માટે એમ લેવું. આ મારી ભ્રાંતિ છે. તમે પાછા વળી જતા હો તો. એક તો તમારા પરિણામ શિથિલ હોય ને જાય અને જાય તો પાછા વળતા હોય તો. કેટલા તો' લીધા છે ? મુમુક્ષુ :– તર્કશક્તિ ઘણી છે. પૂજ્ય ભાઈશ્રી :- ઘણી શક્તિ છે. તર્કશક્તિ કરતાં પણ પરિણામ ઉપરનું અવલોકન ઘણું બારીક છે. એકદમ Minute observation છે. એક પરિણામ થાય તો કેટલી બાજુ એની ધ્રુજારી થાય ? એ ધ્રુજે તો કેટલી કેટલી બાજુ ધુ્રજે ? અને એ જે જે બાજુ જે એનું અર્થઘટન શું ? એટલું બધું ઝીણું અવલોકન છે. બહુ બારીક અવલોકન છે. ભાવો ઉપરનો જે અભ્યાસ છે એ અસાધારણ છે. મુમુક્ષુ :– જ્ઞાન, જપ, તપ અને ક્રિયા કરતાં મારું વચન તમને પરમ ફળનું કારણ લાગતું હો તો... પૂજ્ય ભાઈશ્રી :– હા, એ બધા કરતા. તમે ધ્યાન કરતા હો, તમે જપ કરતા હો, તમે તપ કરતા હો, તમે દાન કરતા હો, તમે યાત્રા કરતા હો, સ્વાધ્યાય કરતા હો, કાંઈ પણ જે ક્રિયા કરતા હો એ બધા કરતાં અમે કોઈ વાક્ય તમને એમ કહી દઈએ (કે) આમ નહિ ને આમ છે અને એનું ફળ તમને એમ લાગતું હોય કે આ પરમ ફ્ળનું કારણ છે, મારા મોક્ષનું કારણ છે. મારા સમ્યક્દર્શનનું નહિ, મારા મોક્ષનું (કારણ છે). પરમફળ તો મોક્ષ જ છે. મારા મોક્ષનું કારણ છે એમ જો તમને લાગ્યું હોય, લાગ્યું હોય એમ નહીં, નિશ્ચય એમ હોય–ફેરફાર નહિ. અમે એક બીજી ચર્ચા કરતા હતા. ‘ગુરુદેવ’ એમ કહે, ખરે બપોરે બાર વાગે ધોમ તડકો વૈશાખ મહિનાનો (હોય), એ એમ કહે આ સૂર્ય નથી, હોં ! આ ચંદ્ર છે. ત્રેવડ છે હા પાડવાની ? આ અમારી ચર્ચાનો વિષય રહેતો. આટલી તૈયારી હોવી જોઈએ. Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૦૭ પત્રાંક-૩૭૩ મુમુક્ષુ :- એ આપણા મંદિરમાં જ ચર્ચા થયેલી... - પૂજ્ય ભાઈશ્રી :- હા, થઈ હશે, ચર્ચા ઘણી થતી. એવી ચર્ચા બહુ થતી. અત્યારે તો ગુરુદેવ’ ગયા પછી પરિસ્થિતિ ઘણી ફેરફાર થઈ ગઈ. કોઈ વાતમાં શંકા ન પડે. ક્યાંય શંકા ન પડવી જોઈએ. | મુમુક્ષુ :- ધાકડે ધાકડ શબ્દનો આ અર્થ છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એ અર્થ છે, એ અર્થ છે. મુમુક્ષુ – એવો પ્રસંગ આવે ત્યારે એમ થાય કે ગુરુદેવને શું થઈ ગયું છે પૂજ્ય ભાઈશ્રી - એટલે અહીંયાં શ્રીમદ્જી એમ કહે છે કે તું એમ વિચારજે કે તને શું થયું છે ? તું તારો વિચાર કરજે કે તને શું થઈ ગયું છે ? એનો વિચાર કરજે. એટલે એમ કહે છે કે જો એવો તને વિકલ્પ થાય તો ભ્રાંતિ વડે એમ થઈ ગયું છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા. હો તો.... એવું જે અમારું વચન કદાચ તમને ન બેસતું હોય તો. કોઈ વાત જ્ઞાનીની એવી હોય કે સીધી બુદ્ધિમાં બેસે જ નહિ. બુદ્ધિ એની સાથે અથડાય. આ વાત બુદ્ધિમાં બેસતી નથી. ત્યારે મુમુક્ષુએ શું કરવું ? આ પ્રશ્ન ઊભો થાય છે. મુમુક્ષુ - અર્પણતા જોઈએ. પૂજ્ય ભાઈશ્રી - એની અર્પણતા જોઈએ. કાંઈક મારી બુદ્ધિ, મારી સમજણ ટૂંકી પડે છે. બસ ! આટલું એને સમજવું જોઈએ. એટલે એ સમજવાના પ્રયત્નમાં ધીરજથી, એ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે, અસાધારણ ધીરજ વડે વિચારવા ધારતા હો તો. લખવાને ઇચ્છા થાય છે. તમારી જો આટલી તૈયારી હોય તો લખવાની ઇચ્છા થાય છે. લખીએ એક વાક્ય તમને પણ તમારી આટલી તૈયારી હોય તો. નહિતર અમારે સોનાની જાળ પાણીમાં નાખવાની જરૂર નથી. તમારી તૈયારી છે ? એ લેશે, ૬૦૯માં એ વાત લીધી છે. સર્વાણિબુદ્ધિ ૬૦૯માં. ૬૦૯ કાઢો. મુમુક્ષુ કેવો હોય ? એ વાત એમણે લીધી છે. ૬૦૯ આખો પત્ર બહુ સરસ છે. અપૂર્વભક્તિ શબ્દ લીધો છે. “અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિવણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સવપિણપણે ઉપાસવો યોગ્ય છેશું ઉપાસવા યોગ્ય છે એમ નહિ. સર્વાણિપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વ સાધન સુલભ Page #527 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ચજદય ભાગ-૫ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. એ વાત એમણે આગળ પણ કરી છે. લલ્લુજીનો જે ૩૭૫મો પત્ર છે એમાં એક વાત કરી છે. ૩૩૨માં પાને જે બીજો પેરેગ્રાફ છે એમાં એ વાત કરી છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. અને તે સત્સંગમાં નિરતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચાર...' એટલે નુકસાન વિચારવું. “એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાત અનુભવમાં આણવા જેવી છે. બહુ બહુ કરીને વિચારવા જેવી છે એમ નથી કીધું. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.” - મુમુક્ષુ :- ૬૦૯માં દેહત્યાગ કરવાનો પ્રસંગ આવે તોપણ સત્સંગ ગૌણ ન કરવો એમ લખ્યું છે. પૂજ્ય ભાઈશ્રી :- હા, એમાં દેહત્યાગ કરવાનો પ્રસંગ હોય તોપણ સત્સંગને ગૌણ ન કરવો. પણ અહીંયાં એમણે એક વાત એ લીધી છે કે અમને ભૂતકાળ યાદ આવે છે. આમાં જ છે. વ્યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિયોગે વિષમતા. આવતી નથી.' છે એમાં જ પણ યાદ નહોતું ક્યાં છે ? “કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું સમાધિને યથારૂપ રહેવું થાય છે; તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. પોતાને. “સત્સંગનું અત્યંત માહા પૂર્વભવે વેદન કર્યું છે. પૂર્વભવે વિચાર્યું છે એમ નથી લીધું. સત્સંગનું અત્યંત માહાસ્ય પૂર્વભવે વેદન કર્યું છે તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગાણે તે ભાવના હુરિત રહ્યા કરે છે. આટલી વાત એમણે કરી છે). આત્મસાક્ષાત્કાર જે લખ્યો છે એનું કારણ આ છે કે પોતાને પૂર્વભવથી આ વિષયનું રહસ્ય અનુભવગોચર થઈ ગયું છે અને એ એમને સ્મૃતિમાં આવે છે એટલે મુમુક્ષુને એ વારંવાર એ બાજુ ખેંચે છે, દોરે છે. મુમુક્ષુ :- આ શ્રીમદ્જીના પત્રો છે તે “ગુરુદેવના વચનની મહાન સિદ્ધિ છે. કારણ કે છ આવશ્યક પ્રતિક્રમણ-પૂજા-ભક્તિ, યાત્રા-કાંઈ ગાયુ નથી. એકેય વ્યવહાર વગર સીધા આત્મા સુધી પહોંચી ગયા છે. પૂજ્ય ભાઈશ્રી - એનો મુખ્ય વ્યવહાર જ એ. એ સત્સંગમાં જાય એ જ એનો મુખ્ય વ્યવહાર. સત્પરુષની સમીપ જાય એ જ એનો વ્યવહાર અને આત્મપ્રાપ્તિની Page #528 -------------------------------------------------------------------------- ________________ પત્રક-૩૭૩ ૫૦૯ ભાવના અને જિજ્ઞાસા થાય એ જ એનો વ્યવહાર. કેમકે સમ્યગ્દર્શન થયા પછી તો અવિરતિ છે હજી તો. તો આ તો સમ્યગ્દર્શન પહેલાં તો એ પ્રશ્ન જ ક્યાં વિચારવાનો રહે છે ? મુમુક્ષુ - છ આવશ્યક, પૂજા-ભક્તિ યાત્રા ક્યાંય કોઈ વ્યવહાર પૂજ્ય ભાઈશ્રી - પ્રશ્ન જ નથી. એ તો શું છે, વ્યવહાર તો કષાય મંદતાને લોકો વ્યવહાર કહે છે. તો મંદ કષાય કારણ અને ધર્મ-કષાયનો અભાવ એનું કાર્ય એમ નથી. કેમકે અનંતવાર મંદકષાય થયો છે. મુમુક્ષુ - સપુરુષ પ્રત્યે સવપણ આ જ મુમુક્ષુનો વ્યવહાર છે, બીજો કોઈ એનો વ્યવહાર નથી. પૂજ્ય ભાઈશ્રી – હા. એ જ એનો વ્યવહાર. એનો પૂરેપૂરો એ વ્યવહાર. સંપૂર્ણ વ્યવહાર થઈ ગયો. સવર્પણબુદ્ધિએ સત્પરષના ચરણમાં રહેવું એ એનો સર્વોત્કૃષ્ટ વ્યવહાર છે. એટલે પછી વ્યવહારની કોઈ જરૂર નથી. મુમુક્ષુ :- આ એક જ ઘોડા ઉપર સવાર થઈ જાય. પૂજ્ય ભાઈશ્રી - બસ ! એક ઘોડા ઉપર સવાર થઈ જાય એટલે બેડો પાર છે. એ તો કહ્યું નહિ ગુરુદેવે ? વળગીને રહે તો બેડો પાર છે. એમાં શું કરવા કહે છે ? પોતાને માટે ન બોલ્યા. પોતાને માટે ન બોલ્યા પણ પૂજ્ય બહેનશ્રી માટે કેમ ન બોલ્યા ? પોતાને માટે બોલે તો અનર્થ થાય, કોઈ અનર્થ કરે. જે વાત આવી ત્યારે, પ્રસંગ આવ્યો ત્યારે બરાબર એમણે એ વાત કરી. મુમુક્ષુ - પોતાની માટે નથી બોલ્યા બીજા જીવોના કલ્યાણ માટે બોલ્યા છે. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો એમની સર્વ વર્તના જ જીવોના કલ્યાણ માટે છે. મુમુક્ષુ :- ૧૪૩ નંબરનો પત્ર બહુ સરસ છે. પૂજ્ય ભાઈશ્રી :- ૧૪૩. કોઈ એક સત્યરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ દ્ધા રાખો. એ તો આગળ કહી ગયા ને ! એક સપુરુષને શોધો, બીજું કાંઈ શોધમા એક પુરુષને શોધ. પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. જામીનગીરી આપી છે. જામીન થયા છે મોક્ષના ! તમારા મોક્ષના એ પોતે જામીન થવા તૈયાર થયા છે. આ જમાનામાં કોઈ જામીન નથી થાતું. થાય ? મુમુક્ષુ :- સોનગઢની ત્રીસ તારીખની ચર્ચામાં આવ્યું છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- હા. ચર્ચામાં એ વિષય છે. પોતે જામીન થાય છે—મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તારો મોક્ષ Reserve. એક સત્પુરુષને શોધ, બીજું રહેવા દે. બીજું કાંઈ કરમાં તું. ઘણું ધ્યાન ખેંચ્યું છે. અસાધારણ રીતે ધ્યાન ખેંચ્યું છે. એટલે (કહે છે), જો આટલી જો તમારી તૈયારી હોય તો લખવાની ઇચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિષે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે...' તમારો સત્પુરુષના વિષયમાં, સત્પુરુષના વચનના વિષયમાં તમારો નિશ્ચય, તમારો નિર્ણય કેટલો દૃઢ છે તે વિષે આથી વધારે લખવું, આથી વિશેષપણે લખવું અગત્ય જેવું લાગે છે. એ અમને આના ઉપર હજી ઘણું વજન છે, એમ કહે છે. તથાપિ ચિત્ત અવકાશરૂપે વર્તતું નથી...' લાંબું લાંબું લખીએ એટલો અમારા ચિત્તમાં અવકાશ નથી. પાછો વળી જાય છે, ઉપયોગ પાછો વળી જાય છે. એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો.' એમાં ઘણું બળ છે. એમાં ઘણું વજન છે એમ તમે માનશો. મુમુક્ષુ :આટલું સત્પુરુષને વિષે લખ્યું છે તોપણ ઓછું લાગે છે. પૂજ્ય ભાઈશ્રી :– હા, પોતાને ઓછું પડે છે. પોતાને ઓછું પડે છે. નહિતર ગ્રંથનું નામ જ સત્સંગ' આપવાની જરૂર છે). સત્સંગ મહિમા' સત્સંગનું મહત્ત્વ શું છે એટલું જો આ Title આપ્યું હોત તો સાર્થક હતું. કેમકે આખો ગ્રંથ જ એના ઉપર છે એમ કહીએ તો ચાલે. એકે એક પત્રમાં લગભગ એમણે એ વાત લીધી. છે અને પરમ સત્ય છે, એમાં કોઈ ફેરફાર નથી–પરમ સત્ય છે. મુમુક્ષુ :– અમારા ભાગ્યે આટલું સ્પષ્ટીકરણ આવે છે. પૂજ્ય ભાઈશ્રી :- સ્પષ્ટીકરણ તો છે એવી વસ્તુ પડી છે કે નહિ, સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે;... સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે;..' ઉપાધિમાં કાંઈ રહેવા જેવું નથી. તથાપિ એક અપેક્ષા લીધી છે. તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય,...' તો. નહિતર અમે નિવૃત્તિને પણ બોધતા નથી. એ પહેલાં નિવૃત્તિને બોધતા નથી. જુઓ ! એમનું વજન ! કેમ ? કે જીવો નિવૃત્તિ લઈને પાછો પોતાના પગ ઉપર જ કુહાડો મારે છે. એક માણસ નવરો પડ્યો તો ચપ્પુ લઈને પાટલો છોલવા માંડ્યો. ભાઈ ! ચપ્પુથી પાટલો ન છોલાય. ચપ્પુ ને પાટલો બન્ને ખરાબ થઈ જશે. શાક સુધારવાની ચીજથી લાકડું થોડું કપાય છે ? એમ નવરો પડે અને જો સત્સંગ ઉપ૨ Page #530 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક-૩૭૭ એનું વજન ન હોય તો એ પાછી બીજી ગડબડ કર્યા વિના રહેવાનો નથી. એવી ગડબડ થશે. સર્વ પ્રકારે ઉપાધિયોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે; તથાપિ જો તે ઉપાધિયોગ સત્સંગાદિકને અર્થે જ ઇચ્છવામાં આવતો હોય... ઉપાધિયોગ પણ કે આમાંથી નિવૃત્તિ લેવી છે. સત્સંગ માટે મારે નિવૃત્તિ લેવી છે. આ ઉપાધી પૂરી કરી નાખવી છે. તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિયોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે.' તો એની ઉપાધિને પણ, પ્રવૃત્તિને પણ અમે સંમત કરીએ છીએ. જો સત્સંગના હેતુથી કેમ ? કે બીજાના ઉપર બોજો નાખવાનો પ્રશ્ન નથી. એ તો જિનમાર્ગમાં એ પ્રકાર પહેલેથી છેલ્લે સુધી છે જ નહિ. જ્યાં સુધી પોતાનો રાગ છે ત્યાં સુધી એને પ્રવૃત્તિ માન્ય કરી છે. નિવૃત્તિ સર્વથા પ્રાપ્ત કરવા જેવી છે. સર્વ પ્રકારે નિવૃત્તિ તો જીવને અનુકૂળ જ છે તોપણ પોતાનો રાગ છે ત્યાં સુધી કિચિત્ પ્રવૃત્તિ કરે પણ એમાં સત્સંગનો એનો ધ્યેય ને હેતુ હોય, લક્ષ હોય તો એવી પ્રવૃત્તિને અમે માન્ય કરીએ છીએ, એ ઉપાધિને અમે માન્ય કરીએ છીએ. મુમુક્ષુ - સર્વ પ્રથમ આ પ્રવૃત્તિ કરે છે તેના કરતા આ પ્રવૃત્તિમાં આવવું– એટલે સત્સંગમાં પૂજ્ય ભાઈશ્રી :- માનો કે પ્રવૃત્તિ કરવી પડતી હોય. આમ તો જીવને આ કામ માટે નિવૃત્તિ અનુકૂળ છે, પ્રવૃત્તિ બાધક થાય છે. કેમકે એમાં પ્રવૃત્તિને યોગ્ય અનેક પ્રકારના તીવ્ર રાગના પરિણામ પણ જીવ કરે છે, પણ સત્સંગને અર્થે હોય તો એની પ્રવૃત્તિ અને માન્ય કરીએ છીએ. સત્સંગનું લક્ષ હોય તો એ પ્રવૃત્તિને અમે 'માન્ય કરીએ છીએ, એની નિવૃત્તિને પણ માન્ય કરીએ છીએ. પ્રવૃત્તિ, નિવૃત્તિ ગૌણ છે સત્સંગનું લક્ષ મુખ્ય છે અને એ ધ્રુવ છે એમ કહેવું છે. ૩૭૩ (પત્ર પૂરો) થયો. ટાઇમ થયો છે. Page #531 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ચજહદય ભાગ-૫ મૂલ્ય ૦૨-o અનુપલબ્ધ ૨૦ ૧૫ ) ૩ % ૩જી ૩જી વિતરાગ સસાહિત્ય પ્રસારકટ્રસ્ટ ઉપલબ્ધપ્રકાશન (ગુજરાતી) ગ્રંથનું નામ તેમજવિવરણ 5 ૦૧ અધ્યાત્મિકપત્ર પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રો). ૦૨ અધ્યાત્મ સંદેશ પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો). ૦૩ આત્મયોગ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૫૯૬,૪૯૧, ૬૦૯ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો). જ અનુભવ સંજીવની પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વચનામૃત્તોનું સંકલન) ૦૫ અધ્યાત્મસુધા (ભાગ-૧) બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૦૬ અધ્યાત્મ સુધા (ભાગ-૨) બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૦૭ અધ્યાત્મ સુધા ભાગ-૩) બહેનશ્રીના વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો અધ્યાત્મ પરાગ ૯ બીજુ કાંઈ શોધમાં પ્રત્યક્ષ સત્યરુષ વિષયક વચનામૃત્તોનું સંકલન) ૧૦ બૃહદ દ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૧) વ્યસંગ્રહગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગ પ્રવચનો). ૧૧ બૃહદ દ્રવ્યસંગ્રહપ્રવચન (ભાગ-૨) (દ્રવ્યસંગ્રહગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગ પ્રવચનો) ૧૨ ભગવાન આત્મા (દ્રષ્ટિવિષયકવચનામૃત્તોનું સંકલન) ૧૩ દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રીમદ્ ભગવદ્ કુંદકુંદાચાર્યદેવ વિરચિત ૧૪ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ (ભાગ-૩) પૂજ્ય શ્રી નિહાલચંદજી સોગાની તત્વચર્ચા ૧૫ દસ લક્ષણ ધર્મ (ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મો પર પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો) ૧૬ ધન્ય આરાધના (શ્રીમદ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દશા ઉપર પૂજય ભાઈશ્રી શશીભાઈ દ્વારા વિવેચન). ૧૭ ાિ બોધ (શ્રીમદ્ રાજચંદ્રજી પત્રક-૧૬૬,૪૯,અને ૫૭૨ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા પ્રવચનો) ૧૮ ગુરુગુણ સંભારણા પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી સ્ફરિત ગુરુભક્તિ) ૧૮ ગુરુગિરા ગૌરવ પૂજ્ય સૌગાનીજીની અંગત દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨૦ ગુરુગિરા ગૌરવ (ભાગ-૧) દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પત્રો પર સળંગ પ્રવચનો). ૨૧ ગુરુગિરા ગૌરવ (ભાગ-૨) વ્યદષ્ટિ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી ૦૨૦ ૦૪-૦ ૦૬-૦૦ ૧૦ ૧૦૦ ૦૫-૦ ૨0 ૨0 Page #532 -------------------------------------------------------------------------- ________________ ૫૧૩ ૨ ) ૦૮-૦ ૨૫- ૨૫% ૩જી ૩૦ ૩જી શશીભાઈના પત્રો પર સળંગ પ્રવચનો) ૨૨ જિણસાસણં સર્વે (જ્ઞાનીપુરુષ વિષયક વચનામૃત્તોનું સંકલન) ૨૩ કુટુંબ પ્રતિબંધ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૦૩, ૩૩૨, ૫૧૦, ૫૨૮, ૫૩૭ તથા ૩૭૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨૪ કહાન રત્ન સરિતા (ભાગ-૧) પરમાગમસારમાંથી ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો) કહાન રત્ન સરિતા (ભાગ-૨) પરમાગમસારમાંથી ક્રમબદ્ધ પર્યાય વિષયક ચૂંટેલા કેટલાક વચનામૃત્તો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈનાં પ્રવચનો) કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૧) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગ પ્રવચનો ૨૭ કાર્તિકેયાનુપ્રેક્ષા પ્રવચન (ભાગ-૨) કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના સળંગ પ્રવચનો ૨૮ મબદ્ધપર્યાય ૨૯ મુમુક્ષતા આરોહણ ક્રમ (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૨૫૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) 0 નિભ્રાંત દર્શનની કેડીએ લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ) ૩૧ પરમાત્માપ્રકાશ (શ્રીમયોગીન્દ્રદેવવિરચિત). ૩ર- પરમાગમસાર પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૮ વચનામૃત્ત) ૩૩ પ્રવચનનવનીત (ભાગ-૧) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો) જ પ્રવચન નવનીત (ભાગ-૨) પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો) ૩૫ પ્રવચન નવનીત (ભાગ-૩) પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭નય ઉપર ખાસ પ્રવચનો) ૩૬ પ્રવચન નવનીત (ભાગ-જી પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭નય શક્તિઓ ઉપર ખાસ પ્રવચનો) ૩૭ પ્રવચન પ્રસાદ (ભાગ-૧) પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૩૮ પ્રવચન પ્રસાદ (ભાગ-૨) પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૩૯ પ્રયોજન સિદ્ધિ લે. પૂજ્યભાઈશ્રી શશીભાઈ) ૪૦ પથપ્રકાશ ભાર્ગદર્શન વિષયક વચનામૃતોનું સંકલન) ૪૧ પરિભ્રમણના પ્રત્યાખ્યાન (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૫, ૧૨૮ તથા ૨૬૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૪ર પ્રવચન સુધા (ભાગ-૧) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૩ પ્રવચન સુધા (ભાગ-૨)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો પ્રવચન સુધા (ભાગ-૩) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૫ પ્રવચન સુધા (ભાગ-જીપ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૬ પ્રવચન સુધા (ભાગ-૫) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૭ પ્રવચન સુધા (ભાગ-૬) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૮ પ્રવચન સુધા (ભાગ-૭) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૪૯. પ્રવચન સુધા (ભાગ-૮)પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૧૫-૦ ૧૦ ૧૫-જી ૧૧-૨૫ અનુપલબ્ધ ૨૫-જી ૩૫-જી ૭૫-o ૬૫-૦ ૦૩ ૦૬-૦૦ ૨જી ૪જી જ પ્રતા , ૮૫-૦ ૩ % ૪ % ૩...૦ ૩0 ૨0 ૨0 Page #533 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ રાજહૃદય ભાગ-૫ ૫૧ ૫૦ પ્રવચન સુધા (ભાગ-૯) પ્રવચનસાર શાસ્ત્રના સળગ પ્રવચનો ૨૦ પ્રવચન સુધા (ભાગ-૧૦) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૨0 પર પ્રવચન સુધા (ભાગ-૧૧) પ્રવચનસાર શાસ્ત્રના સળંગ પ્રવચનો ૨૦ ૫૩ પ્રવચનસાર અનુપલબ્ધ ૫૪ પ્રચારિસ્તાય સંગ્રહ અનુપલબ્ધ પપ પદ્યનંદીપંચવિશતી પ૬ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અનુપલબ્ધ ૫૭ રાજ હૃદય (ભાગ-૧) શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨૦ ૫૮ રાજ હૃદય (ભાગ-૨) (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨જી ૫૯ રાજ હૃદય (ભાગ-૩) શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળગ પ્રવચનો) ૨ ૬૦ રાજહૃદય (ભાગ-જી (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ૨૦૦ ૬૧ સમ્યફજ્ઞાનદીપિકા લે. શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક) ૧૫-૦ ૬૨ જ્ઞાનામૃત્ત (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃત્તો) ૦૬-૦ ૬૩ સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટનિવાસભૂત છ પદનો પત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૯૩૫ર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨૦ ૬૪ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૧૪૭, ૧૯૪, ૨૦૦, ૫૧૧,૫૬૦તથા ૮૧૯ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨૫-૦. ૬૫ સમયસાર દોહન પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના નાઈરોબીમાં સમયસાર પરમાગમ ઉપર થયેલાં પ્રવચનો) ૩૫૦ ૬૬ સુવિધિદર્શન પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત સુવિધિ લેખ ઉપર તેમના પ્રવચન) ૨૫૦ ૬૭ સ્વરૂપભાવના (શ્રીમદ રાજચંદ્ર પત્રાંક-૯૧૩, ૭૧૦ અને ૮૩૩૫૨ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૨૫-૦૦ ૬૮ સમક્તિનું બીજ (શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી સત્વરુષની ઓળખાણ વિષયક પત્રાંક ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો ૬૮ તત્ત્વાનુશીલન (પૂજ્ય ભાઈશ્રી દ્વારા લિખિત વિવિધ લેખ) ૭૦ વિધિ વિજ્ઞાન (વિધિ વિષયક વચનામૃત્તોનું સંકલન) ૦૦ ૭૧ વચનામૃત્ત રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાઈરોબીમાં બહેનશ્રીના વચનામૃત્ત પર થયેલાં પ્રવચનો) ૨૫-જી ૭૨ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૧) ૭૩ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૨) ૭૪ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૩) ૭૫ વચનામૃત્ત પ્રવચન (ભાગ-૪) ૭૬ યોગસાર અનુપલબ્ધ ૭૭ ધન્ય આરાધક ૭૮ અધ્યાત્મ સુધા (ભાગ-જી બહેનશ્રીનાં વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૩૦૦૦ ૭૯ અધ્યાત્મ સુધા (ભાગ-૫) “બહેનશ્રીનાં વચનામૃત ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો ૩૦૦૦ Page #534 -------------------------------------------------------------------------- ________________ ८० प्रवचन (लाग - १ ) ૮૧ अवयन (लाग - २) ૮૨ छढा प्रवयन (लाग-3) ૮૩ મુક્તિનો માર્ગ (સત્તા સ્વરૂપ ગ્રંથ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન) ८४ રાજહૃદય (ભાગ-૫) (‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના સળંગ પ્રવચનો) ०१ ०२ ०३ ៖ ៖ ៖ ៖ ०५ ०४ आत्मसिद्धि शास्त्र पर प्रवचन (पूज्य गुरुदेवश्री द्वारा ) आत्मअवलोकन बृहद द्रव्यसंग्रह द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग पूज्य श्री निहालचंदजी सोगानीजीके पत्र एवं तत्वचर्चा) दूसरा कुछ न खोज (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन) दंसणमूलो धम्मा (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार) धन्य आराधना (श्रीमद राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा पर पूज्य भाई श्री शशीभाई द्वारा विवेचन) दिशा बोध (श्रीमद राजचंद्र पत्रांक- १६६, ४४९, ५७२ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) धन्य पुरुषार्थी धन्य अवतार गुरु गुणसंभारणा(पूज्य बहिनश्री चंपाबहिन द्वारा गुरु भक्ति) गुरु गिरा गौरव ०६ ०८ ०९ १० ११ १२ १३ १४ १५ १६ १७ १८ ४ छ १९ २० श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट उपलब्ध प्रकाशन (हिन्दी) ग्रंथ का नाम एवं विवरण अनुभव प्रकाश (ले. दीपचंदजी कासलीवाल) आत्मयोग (श्रीमद् राजचंद पत्रांक- ४६९, ४९१, ६०९ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) अनुभव संजीवनी (पूज्य भाईश्री शशीभाई द्वारा लिखे गये वचनामृत्तों का संकलन) जिणसासणं सव्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन) कुटुम्ब प्रतिबंध (श्रीमद राजचंद्र पत्रांक- १०३,३३२,५१०, ५२८, ५३७ एवं ३७४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) कहान रत्न सरिता (परमागमसारके विभिन्न वचनामृतों पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) मूल भूल (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके विविध प्रवचन) मुमुक्षुता आरोहण क्रम (श्रीमद राजचंद्र पत्रांक- २५४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) ૫૧૫ २०-०० २०-०० २०-०० 20,00 २०.०० मूल्य २०-०० १५०-०० ५०-०० अनुपलब्ध ३०.०० ०६-०० ०६-०० २५-०० १५-०० ०८-०० २५-०० ३०-०० ०८-०० Page #535 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ २१ २२ २३ २४ २५ २६ २७ २८ २९ ३० ३१ ३२ 33 ব20 5 w ३४ ३५ ३६ ३७ ३८ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ग्रन्थ पर पूज्य गुरुदेवश्रीके प्रवचन) निर्भ्रात दर्शनकी पगडंडी (ले. पूज्य भाईश्री शशीभाई) ४५ ४६ ४७ ४८ ४९ ५० परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके १००८ वचनामृत्त) प्रयोजन सिद्धि (ले. पूज्य भाई श्री शशीभाई) परिभ्रमणके प्रत्याख्यान (श्रीमद राजचंद्र पत्रांक- १९५, १२८, २६४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) प्रवचन नवनीत (भाग-१) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन) प्रवचन नवनीत (भाग-२) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके खास प्रवचन) प्रवचन नवनीत (भाग-३) (पूज्य गुरुदेव श्री कानजीस्वामीके ४७ नय के खास प्रवचन) प्रवचन नवनीत (भाग-४) (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके ४७ शक्ति के खास प्रवचन) प्रवचन सुधा (भाग-१) (पूज्य गुरुदेव श्री कानजीस्वामीके प्रवचनसार परमागम पर धारावाही प्रवचन) प्रवचन सुधा (भाग-२) (पूज्य गुरुदेव श्री कानजीस्वामीके प्रवचनसार परमागम पर धारावाही प्रवचन) पथ प्रकाश प्रवचनसार प्रचास्तिकाय संग्रह सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक) ज्ञानामृत्त (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत्त) सम्यग्दर्शनके सर्वोत्तकृष्ट निवासभूत छ पदोंका अमृत पत्र (श्रीमद रादचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) सिद्धिपका सर्वश्रेष्ठ उपाय ( श्रीमद् राजचंद्र ग्रंथमें से पत्रांक- १४७, १९४, २००,५११,५६० एवं ८१९ पर पूज्य भाई श्री शशीभाईके प्रवचन) ३९ सुविधि दर्शन (सुविधि लेख पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) ४० ४१ ४२ ४३ ४४ समयसार नाटक समयसार कलश टीका समयसार स्मरण संचिका स्वरूप भावना (श्रीमद् राजचंद्र पत्रांक- ९१३, ७१० एवं ८३३ पर पूज्य भाईश्री शशीभाई के प्रवचन) तत्त्वानुशीलन (भाग-१,२, ३) (ले. पूज्य भाई श्री शशीभाई) तत्थ्य विधि विज्ञान (विधि विषयक वचनामृत्तोंका संकलन) वचनामृत्त रहस्य (पूज्य गुरुदेव श्री कानजीस्वामीके नाईरौबीमें हुए प्रवचन भगवान आत्मा जिन प्रतिमा जिन सारखी રાજહૃદય ભાગ-૫ १०-०० १०-०० ०४.०० २०-०० २०-०० २०-०० २०-०० २०-०० २०-०० २०-०० २०.०० अनुपलब्ध अनुपलब्ध १५-०० १८.०० २५-०० ४०-०० अनुपलब्ध अनुपलब्ध अनुपलब्ध २०.०० २०-०० २०-०० अनुपलब्ध 90-00 २०.०० २०.०० २०.०० Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૧૭ ५१. ५२. ५३. छः ढाला प्रवचन (भाग-१) छ: ढाला प्रवचन (भाग-२) छः ढाला प्रवचन (भाग-३) २०.०० २०.०० २०.०० वीतराग सत् साहित्य प्रसारक ट्रस्टमें से प्रकाशित हुई पुस्तकोंकी प्रत संख्या ०१ प्रवचनसार (गुजराती) १५०० २९ वचनामृत प्रवचन भाग-१-२-३-४ ०२ प्रवचनसार (हिन्दी) ४२०० ३० अनुभव प्रकाश (हिन्दी) ०३ पंचास्तिकायसंग्रह (गुजराती) १००० ३१ निांत दर्शननी केडीए (गुजराती) ०४ पंचास्तिकाय संग्रह (हिन्दी) २५०० ३२ निर्धांत दर्शनकी पगडंडी (हिन्दी) ०५ समयसार नाटक (हिन्दी) ३००० ३३ गुरुगुण संभारणा (गुजराती) ०६ अष्टपाहुड (हिन्दी) २००० ३४ गुरुगुण संभारणा (हिन्दी) ०७ अनुभव प्रकाश २१०० ३५ जिण सासणं सव्वं (गुजराती) ०८ परमात्मप्रकाश ४१०० ३६ जिण सासणं सव्वं (हिन्दी) ०९ समयसार कलश टीका (हिन्दी) २००० ३७ द्वादश अनुप्रेक्षा (गुजराती) १० आत्मअवलोकन २००० ३८ दस लक्षण धर्म (गुजराती) ११ समाधितंत्र (गुजराती) २००० ३९ धन्य आराधना (गुजराती) १२ बृहद द्रव्यसंग्रह (हिन्दी) ३००० ४० धन्य आराधना (हिन्दी) १३ मुक्तिका मार्ग (सत्ता स्वरूप ४१ प्रवचन नवनीत भाग-१-४ (गुजराती) ग्रन्थ पर प्रवचन) (गुजराती) १००० ४२ प्रवचन प्रसाद भाग-१-२ १४ योगसार २००० ४३ पथ प्रकाश (गुजराती) १५ अध्यात्मसंदेश २००० ४४ पथ प्रकाश (हिन्दी) १६ पद्मनंदीपंचविंशती ३००० ४५ प्रयोजन सिद्धि (गुजराती) १७ समयसार ३१०० ४६ प्रयोजन सिद्धि (हिन्दी) १८ समयसार (हिन्दी) २५०० ४७ विधि विज्ञान (गुजराती) १९ अध्यात्मिक पत्रो (पूज्य निहालचंद्रजी ४८ विधि विज्ञान (हिन्दी) सोगानी द्वारा लिखित) ३००० ४९ भगवान आत्मा (गुजरात) २० द्रव्यदृष्टि प्रकाश (गुजराती) १०,००० ५० भगवान आत्मा (हिन्दी) २१ द्रव्यदृष्टि प्रकाश (हिन्दी) ७६०० ५१ सम्यक्ज्ञानदीपिका (गुजराती) २२ पुरुषार्थसिद्दिउपाय (गुजराती) ६१०० ५२ सम्यज्ञानदीपिका (हिन्दी) २३ क्रमबद्धपर्याय (गुजराती) ८००० ५३ तत्त्वानुशीलन (गुजराती) २४ अध्यात्मपराग (गुजराती) ३००० ५४ तत्त्वानुशीलन (हिन्दी) २५ धन्य अवतार (गुजराती) ३७०० ५५ बीजुं कांई शोध मा (गुजराती) २६ धन्य अवतार (हिन्दी) ८००० ५६ दूसरा कुछ न खोज (हिन्दी) २७ परमामगसार (गुजराती). ५००० ५७ मुमुक्षुता आरोहण क्रम (गुजराती) २८ परमागमसरा (हिन्दी) ४४०० ५८ मुमुक्षुता आरोहण क्रम (हिन्दी) ५००० २००० ५००० ७५०० ३००० ७५०० २००० २००० २००० २००० १००० १५०० ५८५० २३०० २००० ५०० ३५०० २५०० २००० २००० २००० १५०० १००० १५०० ४००० २००० ४००० २००० २५०० ३५०० Page #537 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ ચજહૃશ્ય ભાગ-૫ ५९ अमृत पत्र (गुजराती) ६० अमृत पत्र (हिन्दी) ६१ परिभ्रमणना प्रत्याख्यान (गुजराती) ६२ परिभ्रमणके प्रत्याख्यान (हिन्दी) ६३ आत्मयोग (गुजराती) ६४ आत्मयोग (हिन्दी) ६५ अनुभव संजीवनी (गुजराती) ६६ अनुभव संजीवनी (हिन्दी) ६७ ज्ञानामृत (गुजराती) ६८ ज्ञानामृत (हिन्दी) ११,५०० ६९ वचनामृत रहस्य (गुजराती) ७० वचनामृत रहस्य (हिन्दी) ७१ दिशा बोध (हिन्दी-गुजराती) ७२ कहान रत्न सरिता (भाग-१) ७३ कहान रत्न सरिता (भाग-२) ७४ कुटुम्ब प्रतिबंध (गुजराती) ७५ कुटुम्ब प्रतिबंध (हिन्दी) ७६ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (गुजराती) ७७ सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (हिन्दी) ७८ गुरु गिरा गौरव (हिन्दी-गुजराती) ७९ समयसार दोहन (गुजराती) ८० समकितनुं बीज (गुजराती) ८१ स्वरूपभावना (गुजराती) ८२ स्वरूपभावना (हिन्दी) ८३ सुविधि दर्शन (गुजराती). ८४ सुविधिदर्शन (हिन्दी) ८५ आत्मसिद्धि शास्त्र पर प्रवचन ८६ प्रवचन सुधा (भाग-१) (गुजराती) ८७ प्रवचन सुधा (भाग-२) (गुजराती) ८८ प्रवचन सुधा (भाग-३) (गुजराती) ८९ प्रवचन सुधा (भाग-४) (गुजराती) ९० प्रवचन सुधा (भाग-५) (गुजराती) ९१ प्रवचन सुधा (भाग-६) (गुजराती) ९२ प्रवचन सुधा (भाग-७) (गुजराती) ९३ प्रवचन सुधा (भाग-८) (गुजराती) ९४ प्रवचन सुधा (भाग-९) (गुजराती) ९५ प्रवचन सुधा (भाग-१०) (गुजराती) २०००९६ प्रवचन सुधा (भाग-११) (गुजराती) ७५० २५०० ९७ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग-१ (गुजराती) १००० १५००/९८ कार्तिकेयानुप्रेक्षा प्रवचन भाग-२ (गुजराती) १००० ४०००९९ द्रव्यसंग्रह प्रवचन (भाग-१) (गुजराती) १००० १५००/१०० द्रव्यसंग्रह प्रवचन (भाग-२) (गुजराती) १००० ३००० १०१ राज हृदय (भाग-१) (गुजराती) १५०० १०००|१०२ राज हृदय (भाग-२) (गुजराती) १५०० १०००|१०३ राज हृदय (भाग-३) (गुजराती) ७५० ३५०० १०४ अध्यात्मसुधा (भाग-१) (गुजराती) १००० १०५ अध्यात्मसुधा (भाग-२) (गुजराती) १००० |१०६ अध्यात्म सुधा (भाग-३) (गुजराती) १००० १००० १०७ अध्यात्म सुधा (भाग-४) (गुजराती) ७५० १००० |१०८ अध्यात्म सुधा (भाग-) (गुजराती) ७५० ३५०० |१०९ गुरु गिरा गौरव (भाग-१) (गुजराती) १००० (धारावाही प्रवचन) १००० १००० ११० गुरु गिरा गौरव (भाग-२) (गुजराती) १५०० | (धारावाही प्रवचन) ७५० २५००/१११ मुक्तिनो मार्ग (गुजराती १००० १५०० |११२ प्रवचन नवनीत (भाग-१) (हिन्दी) १००० २०००|११३ प्रवचन नवनीत (भाग-२) (हिन्दी) १००० ३५००११४ प्रवचन नवनीत (भाग-३) (हिन्दी) १००० ७५० | ११५ प्रवचन नवनीत (भाग-४) (हिन्दी) १००० १०००११६ धन्य आराधक (गुजराती) ७५० १००० ११७ छः ढाला प्रवचन (गुजराती) (भाग-१) १००० १०००1११८ छः ढाला प्रवचन (गुजराती) (भाग-२) १००० १०००/११९ छः ढाला प्रवचन (गुजराती) (भाग-३) १००० १९००१२० जिन प्रतिमा जीनि सारखी ५०० १२५० १२१ स्मरण संचिका १५०० १४००/१२२ दंसण मूलो धम्मो : ३५०० ७५० १२३ प्रवचन सुधा (भाग-१) हिन्दी) १००० १०००|१२४ प्रवचन सुधा (भाग-२) हिन्दी) १००० १०००/१२५ प्रवचन सुधा (भाग-३) हिन्दी) १००० १०००/१२६ प्रवचन सुधा (भाग-४) हिन्दी) १००० १०००/१२७ धन्य पुरुषार्थी (गुजराती) १५०० ७५० १२८ धन्य पुरुषार्थी (हिन्दी) ६५०० ७५० १२९ छः ढाला प्रवचन (हिन्दी) (भाग-१) .. १००० ७५० |१३० राज हृदय (भाग-४) (गुजराती) ५०० ७५० १३१ राज हृदय (भाग-५) (गुजराती) ५०० Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ વાચકોની નોંધ માટે Page #539 -------------------------------------------------------------------------- ________________ ૫૨૦ વાચકોની નોંધ માટે Page #540 -------------------------------------------------------------------------- ________________ સજીવનમૂર્તિના લક્ષ વDIણ જે કંઈ પણ કરવામાં આવૈ છે, તૂ જીવને બંધના છેકે આ અમારું હદય છે ? “મોક્ષથી અમને સંતની યાણ-સમીપતા બહુ વહોલી છે.” - શ્રીમદ્ રાજચંદ્ર રક વીતરા જાવનગ૨, વતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર