Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 7
________________ મહારાજા કુમારપાળ એને અગાઉથી બધી ચેતવણી મળી જાય. કુમારપાળને ખબર પડી ગઈ. એમણે તાપસનો વેશ લીધો. શરીરે ગેરુઆં કપડાં પહેર્યાં. હાથમાં ચીપિયો રાખ્યો. કપાળમાં ત્રિપુંડ તાણ્યું. માથે જટા બાંધી. જય શિવા” કરતા દેશવિદેશમાં નીકળી પડ્યા. દિવસો વીતી ગયા. રખડતા-રઝળતા કુમારપાળની ખૂબ ભૂંડી દશા થઈ ગઈ. ચીંથરેહાલ બની ગયા. પાસેની ખરચી ખૂટી ગઈ. આજ ખાવા મળ્યું તો કાલે નહિ. આજે કોઈ ધર્મશાળામાં સૂવા મળ્યું તો કાલે મસાણમાં સૂવું પડ્યું. આખરે વિચાર કર્યો કે લાવ ને પાટણ સુધી જઈ આવું. ત્યાંના રંગ કેવા છે, એ જોઈ આવું. સરાદના દિવસો હતા. મહારાજા જયસિંહે રાજમહેલમાં પિતાના શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને તાપસીને જમવા નોતર્યા હતા. કુમારપાળ એમાં ભળી ગયા. રાજા બધા તપસ્વીના પગ પ્રક્ષાલતો હતો. પખાળતો પખાળતો એ કુમારપાળ પાસે આવ્યો. એણે પગ ઉપાડ્યો. જોયું તો પ્રતાપી પુરુષના જેવો પગ. અજબ જેવી રેખાઓ એમાં પડેલી. રાજા પગ ધોઈને આગળ વધ્યો, પણ એણે આ તાપસને નજરમાં રાખી લીધો. કુમારપાળ સાવધ જ હતો. એને ખબર પડી ગઈ, કે ભેદ કળાઈ ગયો છે. એ ત્યાંથી ધીરેથી સરકયો. વેશ બદલી નાખ્યો. જઈને આલિગ નામના કુંભારના ઘેર પહોંચ્યો. રાજાના મારા છૂટી ચૂક્યા હતા. કુંભારે કુમારપાળને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36