Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૧-૧૦ હો, વિષ્ણુ હો, યા શિવ હો, અમારા તમને નમસ્કાર છે.” મહારાજા કુમારપાળ આચાર્ય મહારાજના આવા ઉદાર મનને જોઈ પ્રસન્ન થઈ ગયા. ને તેમના સેવક બની રહ્યા. એમણે પોતાનાં ૧૮ ખંડિયા રાજ્યોમાં અહિંસાનો પડહ વગડાવ્યો; સમ્યત્વમૂલક બાર વ્રત અંગીકાર કર્યા. એક વાર અદત્તાદાન-વિરમણવ્રત વિશે વ્યાખ્યાન સાંભળી એમણે નિર્વશિયાઓનું ધન લેવું બંધ કર્યું. આનો ઇજારો ૭૨ લાખ રૂપિયાનો અપાતો હતો, પણ તેનો તૃણવત ત્યાગ કર્યો. આચાર્યશ્રીએ રાજાને કહ્યું : “પુત્ર વગરના ગૃહસ્થનું ધન લેનાર રાજા, એ ગૃહસ્થનો પુત્ર થતો હતો, પણ તેનો ત્યાગ કરીને તો તમે સાચે રાજપિતામહ બન્યા છો.” મહારાજાના બોધ માટે આચાર્યશ્રીએ ૬૩ શલાકા પુરુષોનાં ચરિત્ર બનાવ્યાં; યોગશાસ્ત્ર નામનો ગ્રંથ પણ રચ્યો. મહારાજા શૈવધર્મી હતા, પણ અહિંસા વગેરે વ્રતોનું પાલન કરવા લાગ્યા; એક આદર્શ જૈન બની રહ્યા. લોકોએ એમને પરમ આત'નું બિરુદ આપ્યું, પણ આથી પોતાની પ્રજાના પાલનમાં કોઈ પણ જાતનો પક્ષપાત ન બતાવ્યો. મહારાજા કુમારપાળે દુઃખી અવસ્થામાં એક ઉદર પાસેથી ૨૦ ચાંદીના સિક્કા લઈ લીધેલા. ઉદર માથું ફોડીને ત્યાં મરણ પામેલો. એ ઉદરના કલ્યાણ અર્થે એક મુષક વિહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36