Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 33
________________ મહાત્મા દઢપ્રહારી ૩૧ ت ن .ن.ت. . . દૃઢપ્રહારી બોલ્યો પ્રભો ! હું મહાપાપી છું. મારે માટે જગતમાં સ્થાન નથી. મુનિ કહે, ભાઈ ! નિરાશ ન થા. પાપીમાં પાપીને માટે પણ આ જગતમાં સ્થાન છે. કરેલી ભૂલો સંભારી રોદણાં ન રો. શાંતિથી તારા જીવનનો વિચાર કર. અને તેનો અમલ કરવા લાગી જા. દૃઢપ્રહારી કહે, પ્રભો ! હું મહાપાપી છું. મારા હાથે આજે ચાર હત્યાઓ થઈ છે. હવે મારું શું થશે. મુનિ કહે, ભાઈ ! ગભરાઈશ નહિ. સાધુજીવનની દીક્ષા લે. સંયમ અને તપનું આરાધન કર. લાગેલાં પાપ નિવારી નાખ. પશ્ચાત્તાપ કર. તારી કાયાનું કલ્યાણ થશે. દઢપ્રહારીએ હથિયાર છોડ્યાં. લીધી દીક્ષા અને તે જ વખતે નિશ્ચય કર્યો. જ્યાં સુધી આ ચાર હત્યા યાદ આવે ત્યાં સુધી અન્ન કે પાણી લેવાં નહિ. દઢપ્રહારી શયતાન મટી સંત થયા. ગયા પેલા નગરને દરવાજે. ધ્યાન ધરીને ઊભા રહ્યા. લોકો આવે, જાય ને વાતો કરે : એ મહાદુષ્ટ છે. ભંડાં કામનો કરનાર છે. મારો, એ હત્યારાને ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36