Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 8
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧૦ નીંભાડામાં સંતાડી દીધો. નીંભાડામાં તે માણસ ક્યાંથી સંતાયો હોય ? મારાઓ થોડીઘણી તપાસ કરીને આગળ ચાલ્યા ગયા. કુમારપાળ ત્યાંથી નીકળીને ભાગ્યો; સાંજ સુધી ચાલ્યો, પણ સાંજે પાછું વાળીને જુએ તો સિપાઈઓ પગેરું લેતા આવતા દેખાયા. પાસે જ ખેતર હતાં. ખેડૂતો વાડ કરતા હતા. કાંટાના ગળિયા પડ્યા હતા. કુમા૨પાળે ભીમદેવ નામના ખેડૂતને પોતાને બચાવવા વિનંતી કરી. એ વખતના રજપૂતો આશરાગતનું રક્ષણ કરવામાં પુણ્ય માનતા. ખેડૂતોએ કુમારપાળ પર કાંટાના ગળિયા ગોઠવી દીધા. પગેરું લેતા સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. ખેડૂતોને પૂછ્યું કે કોઈ અહીંથી ગયું ? ખેડૂત કહે, ના બાપજી ! એક સિપાઈએ પોતાનો ભાલો કાંટાના ગળિયામાં ખોસ્યો, પણ કાંઈ ન જણાયું. તેઓ આગળ ચાલ્યા ગયા. કુમારપાળ યમરાજની દાઢમાંથી બચી ગયો. આખી રાત કુમારપાળ કાંટામાં રહ્યો. બીજે દિવસે સવારે એમાંથી એને કાઢ્યો. આખે શરીરે કાંટા ભોંકાયેલા. બધે લોહીલુહાણ. એ ત્યાંથી ભૂખ્યોતરસ્યો આગળ વધ્યો. થોડે દૂર જઈ એક ઝાડીમાં આરામ લેવા બેઠો. અહીં એક આશ્ચર્ય જોયું : એક ઉંદર પાસેના દરમાંથી ચાંદીના સિક્કા બહાર લાવતો હતો ! આ પ્રમાણે એ ૨૧ સિક્કા બહાર લાવ્યો. પછી પાછો સિક્કા દરમાં લઈ જવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36