Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 22
________________ ૨૦ ને સાડી ૨ાણા વીરધવળને ભેટ તરીકે મોકલ્યાં. આવા અપમાનથી રાણો વીરધવળ ખૂબ ચિડાયો. તેની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. તેણે લાલચોળ આંખે બધા સામે જોયું, પણ કોઈ ધુધળને જીતી લેવા તૈયાર ન થયું. તેની ધાક બહુ હતી. આખરે તેજપાળ ઊઠ્યા ને ધુધળને જીતી લાવીશ એમ જાહેર કર્યું. રાણો વીરધવળ ખૂબ ખૂશ થયો. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧૦ પછી તેજપાળ મોટું લશ્કર લઈને ગોધરા તરફ ગયા. ત્યાં ખૂનખાર લડાઈ થઈ. તેમાં ધળ પકડાયો. તેને પાંજરામાં પૂરી ધોળકામાં લાવવામાં આવ્યો. અહીં તેણે ભેટ મોકલાવેલી કાંચળી ને સાડી તેને જ પહેરાવ્યાં. પોતાનું આવું અપમાન થવાથી તે આપધાત કરીને મરી ગયો. * ખંભાતમાં સિદીક નામે મોટો મુસલમાન વેપારી હતો. તે ત્યાંના ધણીધોરી જેવો થઈ પડ્યો હતો. તેણે એક વખત નજીવા ગુના બદલ નગરશેઠની મિલકત લૂંટી લીધી ને તેનું ખૂન કરાવ્યું. નગરશેઠના દીકરાએ આ જુલમની વસ્તુપાળ આગળ ફરિયાદ કરી. વસ્તુપાળે તેને યોગ્ય સજા કરવાનો નિશ્ચય કર્યો. Jain Education International સિદીકને ખબર પડી એટલે શંખ નામનો એક રાજા તેનો મિત્ર હતો તેને તેડાવ્યો. શંખ તો દરિયાનો રાજા. કેટલાય ગુલામો એની સેવામાં. મોટું લાવલશ્કર રાખે. એક તરફ એ બે જણા, ને બીજી ત૨ફ વીર વસ્તુપાળ. ભારે લડાઈ થઈ. તેમાં શંખ માર્યો ગયો. વસ્તુપાળનો વિજય થયો. ત્યાર પછી ખંભાતમાં જઈને સિદીકનું ઘર ખોદતાં For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36