Book Title: Maharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 5
________________ મહારાજા કુમારપાળ રાજવંશી ફરજંદ અને દુઃખ એવાં પડ્યાં કે માથે ઝાડ ઊગવાં બાકી રહ્યાં. નામ કુમારપાળ. કુળ સોલંકી. નગર અણહિલપુર પાટણ. રાજા ભીમદેવની ત્રીજી પેઢીએ એ પેદા થયા. રાજા ભીમદેવના પુત્ર હરિપાલ. હરિપાલના પુત્ર ત્રિભુવનપાળ. ત્રિભુવનપાળના કુમારપાળ. ત્રિભુવનપાળ દેથળીના ધણી, ગુજરાતના દંડનાયક. એમની રૂપવતી-ગુણવતી પત્નીનું નામ કાશ્મી૨ાદેવી. કાશ્મી૨ાદેવીથી તેમને ત્રણ પુત્ર ને બે પુત્રીઓ થયાં. પુત્રીનાં નામ પ્રેમલદેવી ને દેવલદેવી. પુત્રોનાં નામ મહીપાળ, કીર્તિપાળ ને કુમારપાળ. આમાં સહુથી નાના કુમારપાળનાં તેજ અનોખાં. રૂપ અનોખાં. પરાક્રમમાં સિંહ જેવા. ધીરજમાં પહાડ જેવા. દુઃખ સહન કરવામાં તપસ્વી જેવા. નાનપણથી ભારે પરાક્રમી. એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36