________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૩૫
૩૩ તેને જૈનદૃષ્ટિની ખબર નથી. આકરી પડે તેવી વાત છે. જગતમાં એવું ચાલે છે કે અમે ભગવાનની માનતા માનીએ છીએ, દેવ-ગુરુને માનીએ છીએ તો સમ્યગ્દર્શન થઈ ગયું, અમારા ગુરુભાઈ આમ કહેતા હતા.
અમારું વ્યાખ્યાન બોટાદમાં ચાલતું હતું. આ ૮૦ની સાલની વાત છે. અમારી પ્રતિષ્ઠા પહેલેથી હતી એટલે માણસ આમ મકોડાની જેમ ઉભરાય. ઉપાશ્રયમાં સમાય નહીં. માણસો શેરીમાં બહાર બેસે. ત્યારે વ્યાખ્યાનમાં કહ્યું-સંપ્રદાયમાં ચાલે છે તે માન્યતા સાચી નથી. લોકો સંક્ષેપ સચિને સમ્યગ્દર્શન કહે છે. ટૂંકી રુચિ એટલે કાંઈ સમજણ વિનાની રુચિ તે સમ્યગ્દર્શન નહીં. સંક્ષેપરુચિ એટલે સંક્ષેપમાં જેને આત્માના સ્વરૂપનું ભાન થઈને દૃષ્ટિ પ્રગટ કરી છે અને કુદૃષ્ટિ જેને નથી અર્થાત્ અન્ય મતનો કોઈ પણ અભિપ્રાય જેને નથી એવા જીવને સંક્ષેપરુચિ સમકિતી કહ્યો છે. આ વાત મૂળચંદજીને ન રુચિ તેથી સાંભળતા... સાંભળતા ચાલ્યા ગયા. પછી તેમણે કહ્યું કેતમારે આવું ખોટું નહોતું કહેવું; હું સાંભળી શકયો નહીં. તેમની માન્યતા એ હતી કેસંપ્રદાયની દૃષ્ટિએ એ વાત બરોબર છે. તેઓ કહેતા કે વ્રત-તપ અંગીકાર કરવા તે ચારિત્ર છે. પછી મેં કહ્યું, દુનિયા લાખ વાત કરે તેથી શું! માર્ગ તો આ છે ભાઈ !
સંપ્રદાયમાં આ ચર્ચા બહુ ચાલતી હતી, ત્યારે મેં કીધું માર્ગ તો આ છેહું વાડામાં આવી ગયો માટે અમે વિપરીત માનીએ એવું કાંઈ છે નહીં. તમે એમ ન જાણશો કે અમારા વાડામાં આવ્યા તો એ જાણે ક્યાં? અમને જે અસત્ લાગશે તે છોડી દેશું. અમને કાંઈ દુનિયાની દરકાર નથી. અમારાથી લોકો બહુ ડરતા. એને કાંઈ કહેશો નહીં, નહીંતર હમણાં મુહપત્તિ છોડી દેશે. શેઠિયાઓ ડરે. એને કાંઈ કહેશો નહીં, તેની સાથે વિધિસર વાત કરજો.. નહીંતર સંપ્રદાય છોડી દેશે. અમે કહ્યું, અમે વાડામાં આવ્યા માટે વાડાની વાત સાચી છે એમ માનવા માટે નથી આવ્યા. અમે અમારું કરવા માટે આવ્યા છીએ.
જ્યારે દીક્ષા લીધી ત્યારે શરીર રૂપાળું ને સુંદર. ૨૫ વર્ષની ઉંમર.... અત્યારે તો ૭૮ થયા. લોકો એમ કહે કે-કાનજી સ્વામી વાંચે. કાનજી સ્વામી વાંચે. અમારા ગુરુ પણ કહે-કાનજી તું વાંચને? ત્યારે મેં કહ્યું- મહારાજ ! હું વાંચવા નથી નીકળ્યો. મને ફરી વાંચવાનું કહેશો નહીં. હું તો મારા આત્માનું કરવા નીકળ્યો છું. હું વાંચું અને સભા બેસે તે માટે નીકળ્યો નથી.
અમારા ગુરુ હતા તે બહુ નરમ, ઘણાં શાંત, કષાયમંદ, બ્રહ્મચારી હતા. તેના માટે કરેલ ગરમ પાણીનું બિંદુ હોય તો પણ પ્રાણ જાય તો પણ ન લ્ય. ગુરુ, ગરમ પાણી લેવા જાય તો પૂછે-અત્યારે ગરમ કેમ કર્યું છે? અમે આવ્યા પછી અમારા માટે કર્યું લાગે છે. તેમ લાગે તો તેઓ પાણી ન લ્ય. આમ હોવા છતાં વસ્તુની દૃષ્ટિ જૂઠી, ધર્મ શું ચીજ છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk