________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૫
૧૪૫ આરોપ કરીને મોક્ષમાર્ગ કહેવાય છે. આહાહા! ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપને ધ્યાનનો વિષય બનાવી ને તે ધ્યાનમાં તેને સમ્યગ્દર્શન-શાન થાય છે. તે કાળે રાગ બાકી રહ્યો તેને વ્યવહાર કહેવામાં આવે છે.
શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના ચૈતન્ય સન્મુખના અનુભવ વિના; શુદ્ધ ભગવાન પરમાનંદ મૂર્તિ પ્રભુ એનો અનુભવ અર્થાત્ તેને અનુસરીને થતી દશા એ અનુભવ વિના તે પ્રગટ જુદાં થતાં નથી.
પ્રશ્ન- અજ્ઞાનીને એકપણે ભાસે છે તો શું કરવું?
ઉત્તર- એ એકપણે છે જ નહીં. , માન્યું છે. એકપણે ભાસે છે તે તો અજ્ઞાન છે. બન્ને એક થયા જ નથી. જેમ પથ્થર અને સોનું બન્ને ભિન્ન-ભિન્ન જ છે એમ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી પ્રભુ અને રાગસ્વભાવી વિભાવ તે ભિન્ન જ છે. તો પણ શુદ્ધ અનુભવ વિના પ્રગટપણે ભિન્ન ભિન્ન થતાં નથી. અશુદ્ધતાની પર્યાય અને શુદ્ધ સ્વભાવ તે બન્ને એક જેવા તેને લાગે છે પણ બન્ને છે તો જુદા. ખરેખર તો અશુદ્ધતાની પર્યાય જુદી છે.. પણ શુદ્ધનો અનુભવ કરે ત્યારે તે બન્ને પ્રગટ તદ્દન જુદા થાય છે. આહાહા ! સમ્યગ્દર્શન અને ધર્મ પામવાની આ રીત છે.
“બાળપણું ખેલમાં ખોયું જવાનીમાં સ્ત્રીમાં મોહ્યો
વૃદ્ધપણું જોઈને રોયો, જે કરવાનું હતું તે ન કર્યું.” જે કાળે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે તે કાળે ભિન્ન થાય છે.” એ સરવાળો કર્યો. અહીં જીવ અને અજીવ અધિકાર પૂરા થયા.
—
—
–
રા
જાણનાર.. જાણનાર જાણનાર.... તે માત્ર વર્તમાન છે પુરતું સત્ નથી. જાણનાર તત્ત્વ તે પોતાનું ત્રિકાળી સપણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. વર્તમાન જાણનાર અતિ તે ત્રિકાળી અસ્તિ સને બતાવે છે.
( પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૫૭)
Tટ મજ
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk