________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૪૮
૧૮૫ મારી, આ દીકરા, પૈસા મારા. એમ અજ્ઞાની માને છે.
શ્રોતા- જ્ઞાની જગતને જાણે અને ભૂલેલાઓને માર્ગ બતાવે.
ઉત્તર- એ તો કેવળી થયા પછી વાણી નીકળે તે જુદી વાત છે. વાણી નીકળવાના કાળે વાણી નીકળે પણ તે વાણીનો એ જાણનાર છે, વાણીનો કર્તા નથી. વાણી નીકળે છે તે પણ જડ અને પરદ્રવ્ય છે. આવે છે...
મુખ ઓમકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારે,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે.” ત્રણલોકના નાથના મુખમાંથી ઓમ્ ધ્વનિ છૂટે છે તે આવી (અક્ષરવાળી) ન હોય. આખા શરીરેથી ઓમ્ છૂટે. અરે! એ વાણીનો કર્તા ભગવાન નથી. ચોથા ગુણસ્થાનથી વાણીનો સાક્ષી થયો છે. કહ્યું ને-તે “જગતનો સાક્ષી ” છે.
જગતનો અર્થ ઘણી વખત કર્યો. આ બાહ્ય વાણી, મન, રાગ, પુણ્ય-પાપ આદિ અને ફળ બાહ્યમાં આ ધૂળ આદિ મળે તે બધાનો સમ્યગ્દષ્ટિ જીવ જાણવાવાળો થયો! પોતાના જ્ઞાન આનંદના સ્વરૂપનો અને પોતાના સિવાય પર ચીજનો પણ જાણવાના સ્વભાવવાળો થયો. જડની ધ્વનિ-વાણી ઊઠે છે તેનો કર્તા નથી. એમ કહે છે. આ તો તમે કહો કે ઉપદેશ હૈ છે. ઉપદેશ કોણ હૈ ! માર્ગ આવો ઝીણો છે બાપુ!
શ્રોતા:- ઉપદેશનો પ્રભાવ પડે છે ને?
ઉત્તર- એ. પ્રભાવ કાંઈ પડતો નથી. સામેવાળાની લાયકાત હોય તો સમજે છે ત્યારે ભાષાને નિમિત્ત કહેવામાં આવે છે.
શ્રોતા- નિમિત્તથી થયું ને?
ઉત્તર:- નિમિત્તથી કાંઈ થતું નથી. નિમિત્ત જ ત્યારે કહેવાય છે કે નિમિત્તથી (ઉપાદાનમાં) કાંઈ થતું નથી.
શ્રોતા- પરંતુ નિમિત્તની થોડી જરૂરત ખરી ને? ઉત્તર:- ના, નિમિત્ત વગર જ અંદર ચાલે છે. શ્રોતા- બાહ્ય નિમિત્ત ન હોત તો અમે કેવી રીતે જાણત?
ઉત્તર:- એ. તમારી પર્યાયની યોગ્યતાથી જણાય છે. તો બહારમાં નિમિત્ત તે પ્રકારે છે. બહુ ઝીણી વાત છે. જગતની ઉંધાઈનો પાર નથી. પોતાની જાણવાની તે સમયની પર્યાય પોતાથી થાય છે. તેમાં આ શેય નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તથી કાર્ય થયું નથી. તેની જાણવાની પર્યાય તેના સ્વકાળે પ્રગટ થઈ છે. દ્રવ્યની જે પર્યાય થાય છે તે તેની જન્મક્ષણ છે. તે પર્યાયની ઉત્પત્તિનો કાળ ત્યાં છે તો ઉત્પન્ન થાય છે.... પરથી (નિમિત્તથી) નહીં. આકરી વાત પ્રભુ!
આ વીતરાગ જિનેશ્વરનો માર્ગ છે. એ સિવાય અન્યમાં અર્થાત્ વેદાંત, સાંખ્ય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk