________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
કલશામૃત ભાગ-૨ “ અહીંથી શરૂ કરીને, સકળ દ્રવ્ય સ્વરૂપનું જાણનશીલ થઈને શોભે છે.” કહે છે–જ્યાં આત્માનું સમ્યગ્દર્શન થયું તો બધા દ્રવ્યોનો જાણનશીલ થયો. બધા દ્રવ્યોનો જાણનશીલ થયો એવો તેનો સ્વભાવ છે. કોઈ પદ્રવ્યને મારું માનવું કે હું ૫૨ દ્રવ્યને હણી શકું છેં કે જીવાડી શકું છું એવું કાંઈ છે નહીં. આહા ! એ તો એના સ્વરૂપનો માત્ર જાણનશીલ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપ છે તેવા અસ્તિત્વનો અનુભવ અને ભાન થયું એટલે બધા આત્માઓ અને જડ આદિ રજકણોનો જાણનશીલ-જાણનારો રહ્યો બસ. તે કોઈનું કાંઈ કરતો નથી.. કોઈની પાસેથી કાંઈ લેતો નથી. સમજાણું કાંઈ ?
સર્વ દ્રવ્યોનો જાણનશીલ એમ કહ્યું ને! સર્વ દ્રવ્યોનો એટલે અનંત આત્માઓ, અનંત રજકણો છે તેનો જાણનારો રહ્યો બસ. જ્ઞાની ધર્મીને પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન થતાં એ તો જ્ઞાતા તરીકે છે. હું જ્ઞાનસ્વરૂપ છું તેવી દૃષ્ટિને અનુભવ થતાં.. તેને પોતાનું તો જ્ઞાન થયું પરંતુ ૫૨દ્રવ્યો જેટલા છે તે બધાનો તે જાણનશીલ રહ્યો. આત્મા જાણવાના સ્વભાવવાળો હોવાથી કોઈનું ક૨વાનું કે ૫૨ની દયા પાળી શકું છું તેવું વસ્તુના સ્વરૂપમાં છે નહીં. સમજાણું કાંઈ ?
શું કહ્યું ? ફરીથી.. પોતાનો નિજ સ્વભાવ જ્ઞાન ને આનંદ છે. તેનો જ્યાં અનુભવ થયો તો પોતાનો જાણનારો તો થયો પરંતુ પોતા સિવાય અનંત ૫૨દ્રવ્યો છે તેને જાણવાના સ્વભાવવાળો થયો. કોઈ ૫દ્રવ્યને પોતાનું માનવું તેવો આત્માનો સ્વભાવ છે નહીં. તેમ હું ૫૨ની દયા પાળી શકું છું કે પ૨ને મારી શકું છું તેવું મારામાં (જાણનારમાં )
છે જ નહીં.
અનંતજીવ નિગોદમાં છે, અનંત જીવ સિદ્ધમાં છે. નિગોદમાં એ જીવ ભગવત્ સ્વરૂપ છે. એ નિગોદના જીવની હું રક્ષા કરનારો છું તેમ નથી. એની સત્તા છે તેનો ફક્ત હું જાણનાર જાણવાના સ્વભાવવાળો છું. જગતમાં અનંતા દ્રવ્યો છે. જડ ૫૨માણું, શરીર, મન, વાણી છે તે બધાનો હું રચનારો કે ગોઠવનારો છું તેમ નથી. એ બધા ૫૨દ્રવ્યોને જાણવાના સ્વભાવવાળો હું છું.
શ્રી નાટક સમયસારમાં આવે છે કે “સ્વપર પ્રકાશક શક્તિ હમારી.” સ્વને જાણતાં ૫૨ને જાણવાના સ્વભાવવાળો હું છું. મારો સ્વભાવ જ એવો છે કે–સ્વ સત્તાનું જ્યાં ભાન થયું ત્યારે ૫૨ સત્તાને જાણવાના સ્વભાવવાળો હું રહ્યો. ૫૨ સત્તાને બચાવવાવાળો કે છોડવાવાળો કે બાંધવાવાળો ન રહ્યો. અનંત આત્માઓનું ભલું કરી શકું.. ભૂંડુ કરી શકું એવું જાણનારમાં છે જ નહીં. હું તો જાણવાના સ્વભાવવાળો છું. હું જ્ઞાન ને આનંદ છું તેમ ભાન થતાં.. જગતમાં અનંત આત્માઓ, અનંત જડ રજકણો તે બધાનો માત્ર જાણનાર રહ્યો બસ.
આહાહા ! તારું ઘર તો એવું છે કે–તને તો તું જાણ... પરંતુ પ૨ને પણ જાણ એવું
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk