________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४४
કલશામૃત ભાગ-૨ લોકમાં તો વધારીને કહે છે પણ અહીં સંતો કહે છે–અમે વધારીને નથી કહેતા.
ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ છે. તે અતીન્દ્રિય વીતરાગ સ્વભાવથી ભરેલો પરમાત્મા પોતે છે. એ પ્રભુ આત્મા ! જિનસ્વરૂપી જ છે તે સર્વોત્કૃષ્ટ છે તે અમે વધારીને નથી કહેતા.
અરેરે ! રખડતાં-રખડતાં અનંતકાળ ગયો. તેણે વ્રત, ભક્તિ ને પૂજાઓ પણ અનંતવાર કરી તેને લઈને કદાચિત્ પુર્ણ થાય તેને મિથ્યાદૃષ્ટિ ધર્મ માને છે. મિથ્યાત્વના મહાપાપની ભૂમિકામાં પુર્ણ થાય તો કદાચિત્ સ્વર્ગ આદિમાં જાય અને ત્યાંથી મરીને
ઢોરમાં જશે.
આહા.. હા! અહીં આચાર્યદેવ કહે છે-“વધારીને નથી કહેતા.' વસ્તુ સ્વરૂપને અતિશયતાથી વિશેષતાથી કહીએ છીએ એમ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ જ છે. એક સેંકન્ડના અસંખ્યાતમાં ભાગમાં પરમાત્મા પોતે જ શુદ્ધ સ્વરૂપ અખંડ આનંદકંદ છે. તે અનંતગુણોનો સાગર છે, અનંતગુણોનો ગોદામ છે, અનંત શક્તિઓનો સંગ્રહાલય છે. સંગ્રહાલય એટલે સ્થાન છે... અનંત શક્તિને રહેવાનું. આત્મા અનંત સ્વભાવનો સાગર છે તે વધારીને નથી કહેતા.
ઝવેરાતમાં આવું કાંઈ સાંભળ્યું 'તું! લાખ-બે લાખ ધૂળ મળે ત્યાં રાજી.. રાજી થઈ જાય. એવો અબજોપતિ અનંતવાર થયો અને મરીને પછી ઢોરમાં ગયો. કારણ કેઆર્યમાણસ છે તેથી દારૂ, માંસ ને ઇંડા ન ખાતો હોય, આ બધા પાપના પરિણામ જેવા કે ક્રોધ-માન-માયા-કપટ કરતો હોય... આખો દિ' તે મરીને ઢોરમાં જાય. આહા.. હા ! એવા અવતાર પણ અનંતવાર કર્યા છે. પણ, સર્વોત્કૃષ્ટ અને ઉપાદેય ચીજ આત્મા છે તેને દૃષ્ટિમાં લીધી નહીં.
પ્રશ્ન- દ્રવ્ય અને પર્યાય બન્નેમાં ભગવાન છે તો ભૂલ કોણે કરી છે?
ઉત્તર:- અત્યારે તો દ્રવ્ય ભગવાન છે, પરંતુ પ્રતીતિ કરે ત્યારે પર્યાયમાં ભગવાન થવાની લાયકાત પ્રગટે. વસ્તુ તો ભગવાન સ્વરૂપ જ છે. આત્મા આખી ચીજ છે કે નહીં? વર્તમાન દશામાં થતાં પુણ્ય-પાપ તે તો ક્ષણિક છે. એ પર્યાય પાછળ ત્રિકાળ રહેનારી કોઈ ચીજ છે કે નહીં? આ વિચારો જે બદલાય છે તે તો પર્યાય છે. તે તો એક ક્ષણની અવસ્થા છે. એ અવસ્થાની પાછળ નિત્ય ધ્રુવ ચીજ છે. “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્” તેમાં ધ્રુવ ચીજ તો ત્રિકાળી આનંદકંદ પ્રભુ છે. એ પ્રભુને જોવાનો, માનવાનો, શ્રદ્ધવાનો કોઈ દિવસ પ્રયત્ન કર્યો જ નથી. બહારના પ્રયત્ન કરી કરીને મરી ગયો.
આહા બીજે આવી વાત કયાં છે? આ તો બાપુ! જેને ધર્મ કરવો હોય, સુખી થવું હોય, જેને પરિભ્રમણના અંત લાવવા હોય તો આ મારગ છે. બાકી તો ભવ કરી કરીને સોથાં નીકળી ગયા છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk