________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશ-૫૮
૩૫૫ ઓહો.. હો ! ગજબ વાત કહે છે. “સ્વયમ્ શુદ્ધજ્ઞાન મયા:” ભાષા જુઓ! અમે તો શુદ્ધ અને આનંદસ્વરૂપ પ્રભુ છીએને! બીજી રીતે કહીએ તો.... પ્રભુ! તમે તો રાગના અકર્તાપણા સ્વભાવ સ્વરૂપ છો ને! જ્ઞાનમયનો અર્થ એ છે કે તારો સ્વભાવ સ્વભાવથી જ જ્ઞાતા દેખા છે. પ્રભુ! તું તો આનંદકંદ અને વીતરાગ સ્વરૂપે છો ને! રાગનો કર્તા છું તેવી હઠ કયાંથી લીધી? બળાત્કારે હઠ કરી અને તું રાગનો કર્તા થાય છે. વસ્તુમાં નથી અને જોરથી કર્તા થાય છે.
શ્રોતા:- પંડિતો આવું વાંચતા હોય તો!! ઉત્તર:- આ પંડિતો રહ્યા જુઓને ! હવે આ બધા પંડિતો થયા છે. શ્રોતા:- પંડિત વાંચે પણ સંભળાવે બીજાને ઉત્તર- ઈ, સંભળાવે ઉંધું! શ્રોતા- ના, હવે તે સત્ ને કહે છે. ઉત્તર- હવે આ લોકો પંડિત જાગ્યા. શ્રોતા- એ તો સોનગઢના કહેવાય. ઉત્તર- જે સને કબુલે તે સોનગઢિયા. તેમને સત્ રુચ્યું છે. શ્રોતા:- ભોળા લોકો ભોળવાય છે.
ઉત્તર:- રામજીભાઈ જેવા ભોળાલોકો ભોળવાય છે તેમ કહે છે. મહારાજ કહે તેની જી.. હા. , જી.. હા કર્યા કરે છે. અરે. ભગવાન ! અહીંયા તો એક એક શબ્દ અને એક એક ભાવની કસોટી કરીને પરીક્ષા કરવાની છે. આવી રીતે માની લેવું તેમ નથી.
આહા.. હા ! સંતોએ ભગવાનના વિરહ ભૂલાવી દીધા છે. આવી સ્પષ્ટ અનુભવીને વાણી આવી છે. ઘણું જાણપણું હોય કે ન હોય, બીજાને સમજાવતાં આવડતું ન હોય તો તેની સાથે કોઈ સંબંધ નથી. ભગવાન તું તો શુદ્ધ જ્ઞાનમય છો ને તેમ કહીને શું કહે છે? સહજ શુદ્ધ જ્ઞાનમય છે ને! તારું જ્ઞાન ને આનંદ સ્વભાવિક છે. રાગનું અકર્તાપણું તારો સ્વભાવ છે ને! કેમકે આત્મામાં અકર્તા નામનો ગુણ છે. (૪૭) સુડતાલીશ શક્તિમાં અકર્તા નામની એક શક્તિ છે. રાગને ન કરે તેવી તેની શક્તિ છે. એ વાત અહીંયા કરે છે કે–તું જ્ઞાનમય છો એટલે કે-વ્યવહાર રત્નત્રયના રાગનો કર્તા નથી. તેવો ભગવાન તારો અકર્તા સ્વભાવ છે ને! સમજમાં આવ્યું !?
“સ્વયમ સહજથી જ્ઞાનમય: છે. ” સ્વયં કર્તા નથી. તે રાગનો-પુણ્ય-પાપના વ્યવહારનો સ્વયમ્ અકર્તા છે. લગ્ન હોય બીજી દીકરીના જમાઈ ને કાગળ લખે કે“થોડું લખ્યું ઘણું કરીને જાણજો.” આપના આવવાથી મંડપની શોભા વધશે.. એમ લખે. દુનિયાની તો બધી ખબર છે ને!
આહા! અહીંયા કહે છે-થોડું લખ્યું ઘણું કરીને જાણજે કે તારી ચીજ તો આનંદકંદ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk