________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
કલશાકૃત ભાગ-૨ તરીકે માન્યો. આગળ કહેશે-મનુષ્યજીવ, રાગી જીવ, દ્વેષી જીવ એમ જે માને છે તે જીવને હણી નાખે છે.
આ તો જિનેશ્વરદેવ પરમાત્માની સીધી દિવ્યધ્વનિ છે. ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે પરમાત્મા અત્યારે આ ફરમાવે છે. મહાવિદેહમાં સીમંધર પ્રભુનું કરોડપૂર્વનું આયુષ્ય છે. ૫૦૦ ધનુષનો દેહ છે. બે હજાર હાથ ઊંચા અત્યારે મોજૂદ-હૈયાત છે. જ્યારે અહીંયા વીસમા મુનિસુવ્રત ભગવાન હતા ત્યારે તેમણે દીક્ષા લીધેલી અને તરત જ કેવળજ્ઞાન થયેલું. અહીં આવતી ચોવીસીમાં જ્યારે તેમાં તીર્થકર થશે ત્યારે પ્રભુનો મોક્ષ થશે. અત્યારે અરિહંતપદે છે પછી સિદ્ધ થશે. મહાવીર ભગવાન આદિ અત્યારે
નમો સિદ્ધાળ” સિદ્ધપદમાં છે. જ્યારે સામાયિક ધ્યે ત્યારે ભગવાનની આજ્ઞા માગે છે ને? પરંતુ સામાયિક કોને કહેવી તે તેને ક્યાં ખબર છે? સીમંધરપ્રભુની આજ્ઞા તો આ છે કે-તને જે વિકલ્પ ઉઠયો છે તે રાગ છે તે કાંઈ તું નથી.
વિજ્ઞાનઘન આત્મા તેનો અંતર અનુભવ થઈને. એટલે સ્વરૂપમાં ઠરીને.. વીતરાગતાની દશા પ્રગટ થવી તેને સામાયિક કહે છે. તેને ઠેકાણે અહીં બે ઘડી “નમો.
રિહંતા ” કરે તો થઈ ગઈ સામાયિક, ધૂળેય સામાયિક નથી. સાંભળને બાપા! એક સમયની સામાયિક અનંતાભવનો અંત લાવે તે શું ચીજ હશે બાપુ!
પેલા કેટલાક કહેતા ને કે-થોડુંક ઢીલું તમે મૂકો અને થોડુંક ઢીલું અમે મૂકીએ. થોડું ઢીલું કેમ મૂકવું? થોડું સત્યને અસત્ય કરવું? એને એમ કે અમે આ રીતે દયા-દાન, વ્રતને ધર્મ માનીએ છીએ તો તમે તેમાં કિંચિત્ ધર્મ માનો અને અમે કથંચિત્ ધર્મ માનીએ અને કથંચિત્ અધર્મ માનીએ.. તો આપણો સમન્વય થાય. અરે! ભગવાન બાપુ! આવું મનુષ્યપણું મળ્યું છે અને આ વીતરાગના વાડામાં જન્મ થયો અને તેને આ વાત સમજવામાં ન આવે એવી દશા છે. ઢોરને નથી મળ્યું મનુષ્યપણું તેથી તે હારી જવાના અને આને તો મનુષ્યપણું મળ્યું અને હારી જવાના.
જીવમાં આ પુણ્ય-પાપના ભાવનો અભાવ છે. કેમકે તે અજીવ છે.. અને અજીવમાં જીવનો અભાવ છે. સમજાણું કાંઈ? ભાઈ ! અહીંયા બાપા! આવી વાતું છે! સંપ્રદાયથી જુદું પડવું પડ્યું આ કારણે. અહીં તો સત્નો વિરોધ કોઈ કરે તેવું નથી. મારગ આ છે માનવું હોય તો માનો. ન માનવું હોય તો તમારી મરજી.
અચેતન લક્ષણે પુણ્ય-પાપના ભાવ આત્માથી ભિન્ન છે, અને ચેતન લક્ષણવાળી ચીજ, ચૈતન્યલક્ષણ તે આત્માથી અભિન્ન છે. જાણવાના લક્ષણે ચેતન જણાય છે. અચેતન અચેતન લક્ષણે અજાણતાં (સહજ )જણાય છે. આમ બન્નેના લક્ષણ ત જુદા છે. યુક્તિથી લોજીકથી તો આ વાત ચાલે છે. તેણે વિપરીત આગ્રહ રાખીને પકડી રાખ્યું છે તો શું થાય ! એમાંથી ખસવું મુશ્કેલ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk