________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
કલશામૃત ભાગ-૨ ઊંડો કૂવો છે. એમાં તું ગયો તો તારો સ્વભાવ કપાઈ ગયો અર્થાત્ ઘાત થઈ ગયો. પ્રભુ! તું અમૃતનો સાગર છો તેને ન સ્વીકાર તે મિથ્યાત્વના ઊંડા કૂવે ઉતરી ગયો છે બાપુ! ચૈતન્ય અમૃતના સાગરને તે ડૂબાડી દીધો છે. આવી વાતું છે!
ભાવાર્થ આમ છે કે-કોઈ જાણશે કે “જીવ અમૂર્તિ છે” એમ જાણીને અનુભવ કરવામાં આવે છે પણ એ રીતે તો અનુભવ નથી. જીવ અમૂર્ત તો છે પરંતુ અનુભવકાળમાં એમ અનુભવે છે કે “જીવ ચૈતન્યલક્ષણ;”]
ધર્મી જીવ આત્માને અનુભવે છે ત્યારે અમૂર્તપણે અનુભવતો નથી. કારણ કેઅમૂર્તપણું તો પરદ્રવ્યમાં પણ છે. તેથી અમૂર્તપણે તે તેનું લક્ષણ નથી. આત્મા છે તો અરૂપી અને અમૂર્ત છે. પરંતુ અમૂર્ત છે તે આત્માનું ખરું લક્ષણ નથી.
ભગવાને બીજા ચાર દ્રવ્યો કહ્યાં છે તે બધા અરૂપી અને અમૂર્ત છે. એટલે અમૂર્ત લક્ષણ અહીં છે અને અમૂર્ત લક્ષણ તેમાં પણ છે–તેથી તે લક્ષણ દ્વારા આત્મા અનુભવી શકાય નહીં. આ તો લોજીક અને ન્યાયથી વાત છે. જીવનું લક્ષણ ચેતના એટલે જાણવુંદેખવું તે સ્વભાવ દ્વારા અનુભવે છે. આ કઈ જાતનો ઉપદેશ? ભાઈ ! માર્ગ તો આવો છે બાપુ! આવે છે ને.
“અનંતકાળથી આથો , વિના ભાન ભગવાન,
સેવ્યા નહીં સદ્ગુરુ સંતને, મૂકયા નહીં અભિમાન.” સંતોની સત્યવાત શું છે તે કોઈ દિ' સાંભળી નહીં. એને એમ લાગ્યું કે આ તો બધો નિશ્ચય છે. મારો વ્યવહાર બધો ઉડી જાય છે–એમ કરી કરીને સત્ય વાતને તેણે ઉડાડી દીધી. પરંતુ સત્ય વાત કોઈ દિવસ ઉડે નહીં.
શું કહ્યું તે ફરીથી ૧ જીવ આત્માને “અમૂર્ત' તરીકે અનુભવતો નથી. કારણ કે અમૂર્તપણું તો પરદ્રવ્યમાં પણ છે. તેથી તે ચૈતન્ય લક્ષણે ચેતનને અનુભવે છે. કારણ કે ચૈતન્યપણું બીજા દ્રવ્યોમાં નથી. બીજા આત્મામાં તેનું ચૈતન્યપણું છે પણ આ આત્માનું ચૈતન્યપણે બીજા આત્મામાં નથી. આરે! આવી વાતું લ્યો! ત્રણ લોકના નાથ કેવળી પરમેશ્વર તે કોણ તેની લોકોને કયાં ખબર છે? અરિહંતને પંચપરમેષ્ઠીને ઓળખવા અને તેની આજ્ઞા જાણવી તે કોઈ અપૂર્વ વાતો છે.
એ જિનેશ્વર દેવ કેવા છે? એક “ક' અક્ષર બોલીએ તેમાં અસંખ્ય સમય જાય. એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે છે. પર્યાયમાં જાણવાની તાકાત છે માટે જાણી લ્ય છે. એવા અરિહંત પરમેશ્વર તેમનો આ હુકમ છે કે ધર્મ કરનાર, ચૈતન્યસ્વભાવી આત્મા દ્વારા અનુભવ કરે તો અનુભવ થાય, કાંઈ દયા પાળે, વ્રત પાળે માટે ધર્મ થાય તેમ નથી.
આ લોજીકથી તો કહેવાય છે. લૌકિકમાં લોજીક હોય તેને માને, પણ.. અહીંયા શું લોજીક છે તેની ખબર ન મળે. જીવ ચૈતન્યલક્ષણ વડે જણાય છે. આ જાણનાર.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk